________________
૩૮૪
eag
a#lifal-lisllutiiiiiliilibrillutilwali#ilitatiFilleti
#statu
te tillwhi iiiful liliillllllllllllliliitiligital #ahira t #waterhilliantlal Patilitihallllllllllintill illulitirilletimu
#
૧૨. સ્થિતિ અધ્યયન
યદ્યપિ જ્ઞાનાવરણીય આદિ આઠેય કર્મોની સ્થિતિ હોય છે. પ્રત્યેક કર્મની ફળદાન અવધિ એ જ તેની સ્થિતિ કહેવાય છે. પણ આ અધ્યયનમાં આયુષ્યકર્મ સંબંધિત સ્થિતિનું જ વર્ણન કરવામાં આવેલ છે. તે સ્થિતિ બે પ્રકારની કહેવાય છે. ૧. કાયસ્થિતિ અને ૨. ભવસ્થિતિ. એક જ પ્રકારની ગતિ અને આયુષ્યનો અનેક ભવો સુધી બની રહેવું કાયસ્થિતિ કહેવાય છે. તથા એક જ ભવમાં તે ગતિ અને આયુષ્યનું બની રહેવું ભવસ્થિતિ કહેવાય છે.
આ અધ્યયન માત્ર ભવસ્થિતિથી સંબંધિત છે.
ભવસ્થિતિનું વર્ણન આ અધ્યયનમાં ૨૪ દેડકોના ક્રમથી થયેલ છે. પ્રત્યેક દંડક અને તેનાં વિશેષ ભેદોની સ્થિતિની પ્રરુપણા ઔદિક, અપર્યાપ્ત અને પર્યાપ્ત દ્વારોથી કરેલ છે.
સમસ્ત અપર્યાપ્ત જીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત હોય છે. કોઈપણ અપર્યાપ્ત જીવ અંતર્મુહુર્તથી અધિક કાળ સુધી અપર્યાપ્ત રહેતા નથી. અંતર્મુહૂર્તની અંદર તે સંપૂર્ણ યોગ્ય પર્યાપ્તિઓને ગ્રહણ કરી લે છે. પર્યાપ્ત જીવોની સ્થિતિ તેની ઔધિક સ્થિતિમાં અંતર્મુહૂર્ત ઓછી હોય છે. જેમ રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકની ઔધિક સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમ હોય છે. તેમ પર્યાપ્ત નૈરયિકોની સ્થિતિ જઘન્ય અંતર્મુહુર્ત ઓછી દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ અંતર્મુહુર્ત ઓછી એક સાગરોપમ હશે, કારણ કે ઔધિક સ્થિતિમાંથી અપર્યાપ્ત કાળની સ્થિતિને ઘટાડવાથી પર્યાપ્ત જીવની સ્થિતિ જાણી શકાય છે. આ સૂત્ર સર્વપ્રકારના પર્યાપ્ત જીવોની સ્થિતિ પર લાગુ થાય છે.
ઔવિક રૂપથી નૈરયિક અને દેવોની જઘન્યસ્થિતિ દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે. તિર્યંચ અને મનુષ્યગતિના જીવોની જઘન્ય સ્થિતિ - અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ છે.
રત્નપ્રભા આદિ સાતે પૃથ્વીના આધારે નૈરયિક સાત પ્રકારના છે, તેમાં પ્રત્યેકની સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટની દષ્ટિએ જુદી-જુદી છે. આ પ્રમાણે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષી અને વૈમાનિક દેવોની સ્થિતિ જુદી-જુદી જાણવી.
ભવનપતિ દસ પ્રકારના છે. તેમાં પ્રત્યેકની સ્થિતિનું વર્ણન કરવાની સાથે તેમના ઈન્દ્રો, ચમાર, બલી, ધરણ, ભૂતાનન્દ આદિની આભ્યન્તર, મધ્યમ અને બાહ્ય પરિષદોમાં વિદ્યમાન દેવોની સ્થિતિનો પૃથફ-પૃથફ ઉલ્લેખ પણ કરેલ છે. દેવીઓની સ્થિતિનું વર્ણન જોવાથી એ જાણી શકાય છે કે દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સર્વત્ર દેવોથી ઓછી છે. ભવનવાસી દેવોની સ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ એક સાગરોપમથી કંઈક અધિક છે. તો દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાઢા ચાર પલ્યોપમ છે. આ પ્રમાણે વાણવ્યંતર દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એક પલ્યોપમ છે. તો દેવીઓની સ્થિતિ અર્ધ પલ્યોપમ માત્ર છે. જ્યોતિષી દેવીની ઉત્કૃષ્ટ સ્થિતિ એક લાખ વર્ષ અધિક એક પલ્યોપમ છે તો તેમની દેવીઓની ઉત્કૃષ્ટ પચાસ હજાર વર્ષ અધિક એક અદ્ધ પલ્યોપમ છે. વૈમાનિક દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ છે તો દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ પંચાવન પલ્યોયમ છે.
વૈમાનિક દેવોની દેવીઓ બે પ્રકારની હોય છે : પરિગૃહીતા અને અપરિગૃહતા. આમાં પરિગૃહીતાની અપેક્ષાએ અપરિગૃહીતા દેવીઓની સ્થિતિ અધિક હોય છે. આ દેવીઓ બીજા દેવલોક સુધીજ પ્રાપ્ત હોય છે, આગળ નથી.
IિN THEIR કાળાનાણા નાણા નાના નાના નાના નાના-
નાના નાના બાપ ના
કાકા ન
કરો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org