________________
૧૯૬
દ્રવ્યાનુયોગ ભાગ-૧
जीसे सालाए कट्ठाओ, छल्ली बहलयरी भवे । अणंतजीवा उ सा छल्ली, जा यावऽण्णा तहाविहा ।।
जस्स मूलस्स कट्ठाओ, छल्ली तणयरी भवे । परित्तजीवा उ सा छल्ली, जा यावऽण्णा तहाविहा ॥
जस्स कंदस्स कट्ठाओ, छल्ली तणुयरी भवे । परित्तजीवा उ सा छल्ली, जा यावऽण्णा तहाविहा ॥
जस्स खंधस्स कट्ठाओ, छल्ली तणुयरी भवे । परित्तजीवा उ सा छल्ली, जा यावऽण्णा तहाविहा ॥
जीसे सालाए कट्ठाओ, छल्ली तणुयरी भवे । परित्तजीवा उ सा छल्ली, जा यावऽण्णा तहाविहा॥
જે ડાળના લાકડાની અપેક્ષાએ તેની છાલ વધારે જાડી હોય, તે છાલ અનંત જીવવાળી છે. આ પ્રમાણે બાકી પણ છાલ હોય, (તે બધાને અનંત જીવવાળી સમજવી જોઈએ.). જે મૂળના લાકડાની અપેક્ષાએ તેની છાલ વધારે પાતળી હોય, તે છાલ પ્રત્યેક જીવવાળી છે. આ પ્રમાણેની બાકી પણ છાલ હોય, (તે પ્રત્યેક જીવવાળી સમજવી જોઈએ.) જે કંદના લાકડાની અપેક્ષાએ તેની છાલ વધારે પાતળી હોય, તે છાલ પ્રત્યેક જીવવાની છે. તે પ્રમાણેની બાકી જે છાલ હોય, (ત પ્રત્યેક જીવવાળી સમજવી જોઈએ.) જે સ્કંધના લાકડાની અપેક્ષાએ તેની છાલ વધારે પાતળી હોય, તે છાલ પ્રત્યેક જીવવાની છે, તે પ્રમાણેની બાકી જે પણ છાલ હોય, (તે પ્રત્યેક જીવવાળી સમજવી જોઈએ.) જે ડાળીના લાકડાની અપેક્ષાએ તેની છાલ વધારે પાતળી હોય, તે છાલ પ્રત્યેક જીવવાળી છે. આ પ્રમાણેની બાકી જે પણ છાલ હોય, (તે પ્રત્યેક જીવવાળી સમજવી જોઈએ.) જે (મૂળ, કન્દ, સ્કન્ધ, છાલ, ડાળી, પત્ર અને પુષ્પ આદિ)ને ચક્રાકાર તોડવાથી તેનાં વિભાગ સમાન હોય તથા ગાંઠના સ્થાન પરથી જેનું પૃથ્વીના સમાન સઘન ચૂર્ણ થઈ જાય. તે અનંત જીવોવાળા જાણવા જોઈએ. જે પાંદડાની શિરા (નસ) ગૂઢ હોય, તે દૂધવાળી હોય અથવા દૂધ – રહિત હોય તથા જેના સાંધા ન દેખાતા હોય, તેને અનંત જીવવાળા જાણવા જોઈએ. જે જલજ અને સ્થલજ પુષ્પ હોય, તે જો દીટીયાવાળા હોય અથવા દાંડીવાળા હોય તે કોઈ સંખ્યાત જીવોવાળા, કોઈ અસંખ્યાત જીવોવાળા અને કોઈ-કોઈ અનંત જીવોવાળા પણ હોય છે, એવું સમજવું જોઈએ. જે કોઈ પુષ્પ દાંડીવાળા ન હોય, તે સંખ્યાત જીવવાળા કહ્યા છે. યૂહરના ફૂલ અનંત જીવોવાળા છે. આ પ્રમાણેના જે બાકીના ફૂલ હોય તેને પણ અનંત જીવોવાળા સમજવા જોઈએ. પાકન્દ, ઉત્પલિકન્દ અને અન્નકન્દઆ પ્રમાણે ઝિલ્લી નામની વનસ્પતિ, આ અનંત જીવોવાળી છે, પરંતુ કમળતંતુ અને કમળનાલમાં એક- એક જીવ છે.
चक्कागं भज्जमाणस्स, गंठी चुण्णघणो भवे । पुढविसरिसेण भेएण, अणंतजीवं वियाणह ।।
गूढसिरागं पत्तं सच्छी रं जं च होइ णिच्छीरं । जं पि य पणट्ठसंधिं, अणंतजीवं वियाणह ॥
पुष्फा जलया थलया य, वेंटबद्धा य णालबद्धा य । संखेज्जमसंखेज्जा बोधव्वाऽणंतजीवा य॥
जे केइ नालियाऽबद्धा पुष्फा संखेज्जजीविया भणिया । णिया अणंतजीवा, जे यावऽण्णे तहाविहा॥
पउमुष्पलिणीकंदे, अंतरकंदे तहेव झिल्ली य। एए अणंतजीवा, एगो जीवो भिस-मुणाले ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org