________________
૩૫૫
શH I
NI BHARI lTHER
BEE AHMEHWEEBEHIBIHIEF
llwkwal-MILulHhHHHHHwEBhumiti-IBENERailwawHHHHHHE
૯. પ્રથમા પ્રથમ અધ્યયન
જે ભાવ કે અવસ્થા જીવને પહેલીવાર પ્રાપ્ત થાય એ અપેક્ષાએ તે જીવ પ્રથમ કહેવાય તથા પહેલાંથી જ પ્રાપ્ત અવસ્થાની અપેક્ષાએ તે અપ્રથમ કહેવાય છે. જેમ જીવને જીવભાવ પહેલેથી જ પ્રાપ્ત છે. માટે તે જીવભાવની અપેક્ષાએ અપ્રથમ છે. પરંતુ સિદ્ધભાવની અપેક્ષાએ સિદ્ધ જીવ પ્રથમ છે. કારણ કે તેને સિદ્ધભાવ પહેલેથી પ્રાપ્ત નથી. આ પ્રમાણે પ્રથમતા અને અપ્રથમતાની અપેક્ષાએ આ અધ્યયનમાં ૧૪ દ્વારથી નિરૂપણ કરેલ છે. તે ૧૪ વાર આ પ્રમાણે છે :
૧. જીવ, ૨. આહાર, ૩. ભવસિદ્ધિક, ૪. સંજ્ઞી, ૫. વેશ્યા, ૬. દૃષ્ટિ, ૭. સંયત, ૮. કષાય, ૯, જ્ઞાન, ૧૦. યોગ, ૧૧, ઉપયોગ, ૧૨. વેદ, ૧૩. શરીર અને ૧૪ પર્યાપ્ત.
ચૌદ દ્વારોમાં જીવના પ્રથમ પ્રથમત્વની જે પ્રરુપણ કરેલ છે તે સામાન્ય જીવની અપેક્ષાએ પણ છે, નૈરયિકથી લઈને વેમાનિક સુધી ૨૪ દંડકોની અપેક્ષાએ પણ છે તથા સિદ્ધોની અપેક્ષાએ પણ છે.
આ વર્ણન એ દષ્ટિ પ્રદાન કરે છે કે કઈ-કઈ એવી અવસ્થાઓ છે જે જીવોમાં પહેલેથી ચાલી આવી રહી છે તથા કઈ એવી અવસ્થાઓ છે જે પ્રથમવાર પ્રાપ્ત થાય છે. કેટલીક એવી પણ અવસ્થાઓ હોય છે જે કદાચ પ્રથમવાર પ્રાપ્ત થાય છે, તો કદાચ અપ્રથમવાર પ્રાપ્ત થાય છે. જેમ સમ્યક્દષ્ટિ જીવ સમ્યફદૃષ્ટિની અપેક્ષાએ કદાચ પ્રથમ છે અને કદાચ અપ્રથમ છે. મિથ્યાદષ્ટિ જીવ મિથ્યાદષ્ટિની અપેક્ષાએ અપ્રથમ જ હોય છે. પ્રથમ નહીં.
આ પ્રમાણે વિભિન્ન અપેક્ષાઓથી ૧૪ કારોનાં અંતર્ગત પ્રથમત્વ અને અપ્રથમત્વનું વિવેચન કરવામાં આવ્યું છે.
કાશન
HE=HiHiFePTwittEHHHE THIBIR BHE
E
=
=
=
=
=
=
==
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org