________________
૧૩૮
E
xa
m
: htliliitill illlllllllll Iii iliiiiiiiiiiii illuliiliiiiiiiiiiiiHalk
wit
thi u tit #ા મisillutiHitial liliiiiiiiiiiii #ll tricitrilliilliHiiiiiiiiiiiiiiiiiiiiiiitil માંtill the limit lalit littllllll illuvil tutill illutilipiiiiti lillullahitialli.=
(૨) દ્રવ્યની અપેક્ષાએ જીવ અતીત અનંત શાશ્વત કાળમાં હતો. વર્તમાન શાશ્વત કાળમાં છે અને અનંત શાશ્વત ભવિષ્યકાળ
માં રહેશે. અર્થાત જીવ ક્યારેય નષ્ટ થતાં નથી. જીવને કોઈ અજીવ રુપમાં પરિણત કરી શકતા નથી. આ
પ્રમાણે અજીવને પણ કોઈ જીવ રુપમાં પરિણત કરી શકતા નથી. (૩) જીવને જેવી દેહ મળે છે તે તેના અનુરુપ જ આત્મ- પ્રદેશોનો સંકોચ અને વિસ્તાર કરી લે છે. આ દૃષ્ટિથી
હાથી અને કુંથુનો જીવ સમાન છે. એને જૈન દર્શનમાં જીવનો દેહ પરિમાણત્વ કહેવામાં આવે છે. એના માટે
દિપકના નાના- મોટા ઓરડામાં રાખવાથી પ્રકાશના સંકોચ અને વિસ્તારના ઉદાહરણ અપાય છે. (૪) કૂર્મ, કૂર્માવળી, ગોહ, ગોહપંક્તિ આદિના બે, ત્રણ કે સંખ્યાત ટુકડા કરવામાં આવે તો તેનો વચલો ભાગ જીવ
પ્રદેશોથી પૃષ્ટ હોય છે. પરંતુ હાથ, પગ કે શસ્ત્ર આદિનો પ્રયોગ કરી તે જીવ પ્રદેશોને કોઈ પીડા પહોચાડી
શકતા નથી તથા તેના વિભાગ પણ કરી શકતા નથી. કારણ કે જીવ પ્રદેશો પર શસ્ત્રાદિનો પ્રભાવ પડતો નથી. (૫) ઓદન, કુલ્માષ અને સુરામાં પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ વનસ
દ્રવ્ય શસ્ત્રાતીત યાવત્ અગ્નિ પરિણમિત થઈ જાય છે ત્યારે તે અગ્નિના શરીરવાળા કહેવાય છે. સુરામાં જે તરલ દ્રવ્ય છે તે પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ અકાયિક જીવોના શરીર છે. તથા શસ્ત્રાતીત યાવત અગ્નિ પરિણમિત થવાથી અગ્નિકાય શરીર કહેવાય છે.
લોખંડ, તાંબુ, સીસું આદિ દ્રવ્ય પૂર્વભાગની પ્રજ્ઞાપનાથી પૃથ્વીકાયિક જીવોના શરીર છે. તથા શસ્ત્રાતીત યાવત અગ્નિ પરિણમિત થવાથી અગ્નિકાયિક જીવોના શરીર કહેવાય છે.
હાડકા, ચામડા, રોમ, શિંગ, પુર અને નખ આ બધા પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ ત્રસજીવોના શરીર છે પરંતુ પછીથી શસ્ત્રાતીત યાવત્ અગ્નિ પરિણમિત થવાથી એ અગ્નિકાયિક જીવોના શરીર કહેવાય છે.
અંગારા, રાખ, ભૂસું અને ગોબર એ પૂર્વભાવ પ્રજ્ઞાપનાની અપેક્ષાએ એકેન્દ્રિય યાવતુ પંચેન્દ્રિય જીવો સુધીના શરીર કહેવાય છે. પરંતુ શસ્ત્રાતીત થાવત્ અગ્નિકાય પરિણમિત થવાથી એ અગ્નિકાયિક જીવોના શરીર કહેવાય છે. (૬) વિભિન્ન અપેક્ષાઓથી જીવોને સાદિ-સાન્ત, સાદિ-અનન્ત, અનાદિ- સાન્ત અને અનાદિ- અનન્ત પણ કહેવાય છે.
વ્યાખ્યાપ્રજ્ઞપ્તિસૂત્રમાં ભગવાને બતાવ્યું છે કે - નૈરયિક, તિર્યંચ, મનુષ્ય, દેવગતિ અને આગતિની અપેક્ષાએ સાદિ-સાન્ત છે. સિદ્ધજીવ ગતિની અપેક્ષાએ સાદિ-અનન્ત છે. લબ્ધિની અપેક્ષાએ ભવસિદ્ધિક જીવ અનાદિ- સાન્ત છે અને સંસારની અપેક્ષાએ અભવસિદ્ધિક જીવ અનાદિ-અનન્ત છે. (૭) બૌદ્ધ દર્શનમાં જેમ આત્મા (ચેતના) ના અર્થમાં પુદ્ગલ શબ્દનો પ્રયોગ મળે છે તેમ જૈન દર્શનમાં ભગવતીસૂત્રને
છોડીને સર્વત્ર આત્મા (જીવ) અને પુદ્ગલ આ બન્ને શબ્દોના અર્થ જુદા-જુદા પ્રતિપાદન થયેલ છે. માત્ર ભગવતીસૂત્રના આઠમા શતકમાં જીવને પુદ્ગલી અને પુગલ બન્ને કથા છે. જીવ પૌગલિક ઈન્દ્રિયોની અપેક્ષાએ પુગલી
કહેવાય છે તથા જીવની અપેક્ષાએ પુદ્ગલ, સિદ્ધજીવ નિરન્દ્રિય હોવાથી પુદ્ગલ તો છે પરંતુ પુદ્ગલી નથી. (૮) જીવ ચૈતન્યરુપ છે તેમ ચૈતન્ય પણ જીવરુપ જ છે. નૈરયિક જીવ હોય છે પરંતુ જીવ નૈરયિક જ હોય એવું
આવશ્યક નથી. આ પ્રમાણે પ્રાણ ધારણ કરનાર જીવ હોય છે. પરંતુ જીવ પ્રાણ ધારણ કરે જ એવું આવશ્યક નથી. આ પ્રમાણે દાર્શનિક અને અનેકાન્તિક શૈલીમાં પણ જુદા-જુદા તથ્યોને સ્પષ્ટ કરવામાં આવ્યા છે.
=hlist fhIkIHIWilliHitivitill
will illuHHHHHHHIR
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org