________________
૧૩૯
Sઈ જ
(૯) જ્ઞાન અને દર્શન નિશ્ચયથી આત્મા છે તથા આત્મા પણ નિશ્ચયથી જ્ઞાન-દર્શન રુપ છે. (૧૦) જીવ સુપ્ત પણ છે, જાગૃત પણ છે અને સુખ-જાગૃત પણ છે. એમાં નૈરયિક, ભવનપતિ, સ્થાવર અને
વિકસેન્દ્રિય જીવ સુપ્ત છે, તે જાગૃત નથી અને સુખ-જાગૃત પણ નથી. પંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ સુપ્ત છે અને સુપ્ત-જાગૃત છે. પરંતુ જાગૃત નથી. મનુષ્ય સામાન્ય જીવોની જેમ ત્રણ પ્રકારના હોય છે, જ્યારે વાણવ્યંતર,
જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ નૈરયિકોની જેમ સુપ્ત હોય છે. અહીં સુપ્ત, જાગૃત આદિ શબ્દ આધ્યાત્મિક અર્થમાં
પ્રયુક્ત થયેલ છે. (૧૧) દ્રવ્યની અપેક્ષાએ જીવ શાશ્વત છે અને પર્યાયની અપેક્ષાએ જીવ અશાશ્વત છે. (૧૨) જીવ કામી પણ છે અને ભોગી પણ છે. શ્રોત્રેન્દ્રિય અને ચક્ષુ ઈન્દ્રિયની અપેક્ષાએ જીવ કામી છે. તથા ધ્રાણેન્દ્રિય,
રસેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયની અપેક્ષાએ ભોગી છે. (૧૩) અજીવ દ્રવ્ય જીવદ્રવ્યોના પરિભોગમાં આવે છે. પરંતુ જીવદ્રવ્ય અજીવદ્રવ્યોના પરિભોગમાં આવતાં નથી. જીવદ્રવ્ય
અજીવદ્રવ્ય (પુગલ) ને ગ્રહણ કરીને તેને શરીર, ઈન્દ્રિય, યોગ અને શ્વાસોચ્છવાસમાં પરિણત કરે છે. જ્યારે અજીવદ્રવ્ય જીવદ્રવ્યનો પરિભોગ કરતાં નથી.
જૈનાગમોની આ પદ્ધતિ રહી છે કે આમાં જીવ સંબંધી વિભિન્ન તથ્યોને ૨૪ દંડકોમાં ઉતારવામાં આવે છે. અધિકરણ અને અધિકરણી, આત્મારંભી, પરારંભી, તદુભયારંભી અને અનારંભી, સકંપ અને નિષ્કપૂ આદિ તથ્યોને આ દંડકોમાં ઉપસ્થિત કરવા એ જ તેનું પ્રમાણ છે.
કાલાદેશથી ૨૪ દંડકોમાં ૧. સપ્રદેશ, ૨. આહારક, ૩. ભવ્ય, ૪. સંજ્ઞી, ૫. લેશ્યા, ૬. દષ્ટિ, ૭. સંયત, ૮, કપાય, ૯, જ્ઞાન, ૧૦. યોગ, ૧૧, ઉપયોગ, ૧૨, વેદ, ૧૩. શરીર અને ૧૪. પર્યાપ્તિ આ ચૌદ દ્વારોની પણ અહીં પ્રરુપણ થયેલ છે.
૧. સમાહાર સમશરીર અને સમશ્વાસોચ્છવાસ, ૨. કર્મ, ૩. વર્ણ, ૪. વેશ્યા, ૫. સમવેદના, ૬. સમક્રિયા તથા ૭. સમાયુષ્ક આ સાત દ્વારનું પણ ૨૪ દંડકોમાં નિરૂપણ કરેલ છે. નૈરયિકાદિ જે જીવોમાં આહાર, શરીર અને શ્વાસોચ્છવાસની ભિન્નતા હોય છે. એનો પ્રમુખ કારણ એના શરીરનું નાનુ- મોટું થયું છે. ચૌ સાત દ્વારોનું અધ્યયન વિભિન્ન જીવોની ભિન્ન-ભિન્ન વિશેષતાઓને જાણવા માટે અત્યંત ઉપર
૧, સ્થિતિ, ૨. અવગાહના, ૩. શરીર, ૪. સંહનન, ૫. સંસ્થાન, ૬. લેશ્યા, ૭. દૃષ્ટિ, ૮. જ્ઞાન , ૯, યોગ અને ૧૦. ઉપયોગ આ દસ સ્થાન અથવા દ્વારથી ૨૪ દંડકોમાં ક્રોધોપયુક્ત આદિ ભાંગાની પ્રરુપણાનું અધ્યયન પણ જીવોના સંબંધમાં વિશેષ જાણકારી માટે ઉપયોગી છે. આના સિવાય પ્રસ્તુત અધ્યયનમાં ૨૪ દંડકોમાં અધ્યવસાય, સમ્યક્ત્વ, મિથ્યાત્વ અને સમ્યકૃમિથ્યાત્વાભિગમિઓ, સારંભ અને અપરિગ્રહિઓ, સત્કાર-વિનયાદિ ભાવો, ઉદ્યોત અને અંધકાર, સમાયાદિનું પ્રજ્ઞાન, ગુરુત્વ-લઘુત્વાદિ- વિષયક વિચારો, ભવસિદ્ધિત્વ, ઉપાધિ અને પરિગ્રહ, વર્ણનિવૃત્તિ, કરણના ભેદો, ઉન્માદના ભેદો આદિ વિવિધ વિષયોનું વિશદ વિવેચન થયેલ છે. આ બધુ વિવરણ એક વિશેષ દૃષ્ટિ પ્રદાન કરે છે.
જીવોની સાથે કાયસ્થિતિનું વર્ણન પણ વિશેષ મહત્વ રાખે છે. એક જ પ્રકારની અવસ્થા જેટલા કાળ સુધી બની રહે છે તેને તેની કાયસ્થિતિ કહેવામાં આવે છે. આ અપેક્ષાએ જીવ સદાકાળ જીવ જ બની રહે છે. એકેન્દ્રિય જીવ
IllulallallyEligliHigh Bles filled Abhila BellulBliiiiiiiiiiielliiliitilipi GuiHilligalillulitillaterialmaalaikaliiliiliiliiulillllllllllllllliliiiiiiiiiiiiiiiiiallaEIIMEauhanયામillaIsaHRILeukemialalithalanimiiiiiiiian Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org