________________
૧૪૦
Hકાણ
મામi
l
Bangla Fullairitlitirlimbilliglili Talil
legallallllllllllllllllllllllllllllaamalayalaliralallLunawalawi
એકેન્દ્રિયના રૂપમાં જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ સુધી બની રહે છે. બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય જીવની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ સુધી હોય છે. નૈરયિકની કાયસ્થિતિ જઘન્ય દસ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમ હોય છે. તિર્યંચ પંચેન્દ્રિયની કાયસ્થિતિ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથકત્વ અધિક ત્રણ પલ્યોપમની કહી છે. તેમ જ મનુષ્યની પણ જાણવી. દેવોની કાયસ્થિતિ નારકની જેમ જઘન્ય ૧૦ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ જાણવી. સિદ્ધ જીવ સિદ્ધ રૂપમાં સાદિ અને અપર્યવસિત કાળ સુધી રહે છે. કાયસ્થિતિની પ્રરુપણા સકાયિક-અકાયિક, ત્રસ- સ્થાવર, પર્યાપ્તા- અપર્યાપ્તા, સૂક્ષ્મ-બાદર, પરીત- અપરીત, ભવસિદ્ધિક- અભવસિદ્ધિક આદિના અનુસાર પણ કરેલ છે.
કાયસ્થિતિની સાથે અંતરકાળનું પણ સંબંધ છે. આ અધ્યયનમાં અંતરકાળનું પણ વિવેચન થયેલ છે. એકેન્દ્રિયનું અંતરકાળ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ છે. સિદ્ધ સાદી અપર્યવસિત હોય છે. માટે તેનો અંતરકાળ હોતો નથી. અંતરકાળથી તાત્પર્ય એ છે કે એક દંડકને છોડીને ફરીથી તે દંડકમાં જન્મ ગ્રહણ કરવાનો વચ્ચેનો કાળ - અંતરકાળનું પ્રસ્તુત અધ્યયનમાં વિવિધ વિવેક્ષાઓથી વિવરણ કરેલ છે.
અલ્પ- બહત્વની અપેક્ષાએ વિચાર કરીએ તો સિદ્ધ જીવ સર્વેથી અલ્પ છે. અસિદ્ધ કે સંસારી જીવ તેનાથી અનંત ગુણા છે. અહીં ખાસ જાણવાનું કે સિદ્ધ જીવ પણ અનંત હોય છે અને સંસારી જીવ પણ અનંત હોય છે. છતાં પણ તે સમાન સંખ્યામાં નથી, આમ તો સિદ્ધની અપેક્ષાએ સંસારી જીવ અનંતગુણા છે. એ દૃષ્ટિએ અનંત પણ અનંતગુણા થઈ શકે છે. દિશાની અપેક્ષાએ સર્વેથી અલ્પ જીવ પશ્ચિમ દિશામાં છે અને ઉત્તર દિશામાં સૌથી અધિક છે. પૃથ્વીકાયિક આદિ બધા જીવોનું અલ્પ-બહત્વ વિભિન્ન દિશાઓની અપેક્ષાએ આ અધ્યયનમાં કરવામાં આવેલ છે. સમસ્ત સંસારી જીવોમાં સર્વેથી અલ્પ ગર્ભજ મનુષ્ય છે. તથા વનસ્પતિકાયના જીવ સર્વેથી અધિક છે. અલ્પ- બહત્વનો પણ આ અધ્યયનમાં વિભિન્ન દષ્ટિઓથી વિસ્તાર થયેલ છે. યોગની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, ઉર્ધ્વલોક, અધોલોક, તિષ્ણુલોક અને ગૈલોક્યની અપેક્ષાએ પણ અલ્પ બહુત્વનું વિવેચન કરેલ છે. સૂક્ષ્મ-બાદરની અપેક્ષાએ કહીએ તો સર્વેથી અલ્પ જીવ નોસૂક્ષ્મ - નાબાદર છે. તેનાથી બાદર જીવ અનંતગુણા છે અને તેનાથી સૂક્ષ્મ જીવ અસંખ્યાતગુણા છે. પર્યાપ્ત - અપર્યાપ્ત, સકાયિક - અકાયિક, ત્રાસ-સ્થાવર, પરીત - અપરીત આદિ અપેક્ષાઓથી પણ પ્રરુપણા કરેલ છે.
આ પ્રમાણે જીવ અધ્યયન જીવ સંબંધિત વિભિન્ન પક્ષોની વિશિષ્ટ આગમિક જાણકારીથી સંપન્ન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org