________________
ઈપથિક કર્મ અને સાંપરાયિક કર્મ :
જૈનદર્શનમાં બંધનની દૃષ્ટિથી ક્રિયાઓને બે ભાગોમાં વહેંચેલ છે- ૧. ઈર્યાપથિક ક્રિયાઓ (અકર્મ) અને ૨. સાંપરાયિક ક્રિયાઓ (કર્મ). ઈર્યાપથિક ક્રિયાઓ નિષ્કામ વીતરાગ દષ્ટિ સંપન્ન વ્યક્તિની ક્રિયાઓ છે, જે બંધનકારક નથી અને સાંપરાયિક ક્રિયાઓ છે જે બંધનકારક છે. સંક્ષેપમાં તે સમસ્ત ક્રિયાઓ જે આશ્રવ અને બંધનું કારણ છે તે કર્મ છે અને તે સમસ્ત ક્રિયાઓ જે સંવર અને નિર્જરાનાં હેતુ છે તે અકર્મ છે. જૈનદષ્ટિમાં અકર્મ કે ઈર્યાપથિક કર્મનો અર્થ છે. રાગ-દ્વેષ અને મોહરહિત થઈને માત્ર કર્તવ્ય અથવા શરીર-નિર્વાહનાં માટે કરનાર કર્મ, કર્મનો અર્થ છે- રાગ-દ્વેષ અને મોહથી યુક્ત કર્મ, તે બંધનમાં નાંખે છે. એટલા માટે તે કર્મ છે. જે ક્રિયા વ્યાપાર રાગ-દ્વેષ અને મોહથી રહિત થઈને કર્તવ્ય કે શરીર નિર્વાહના માટે કરવામાં આવે છે તે બંધનનું કારણ નથી. માટે અકર્મ છે. જેને જૈનદર્શનમાં ઈર્યાપથિક ક્રિયાઓ કે અકર્મ કહેવામાં આવે છે તેને બૌદ્ધ પરંપરા અનુપચિત, અવ્યક્ત કે અકૃષ્ણ-અશુક્લ કર્મ કહે છે અને જેને જેન પરંપરા સાંપરાયિક ક્રિયાઓ કે કર્મ કહે છે. તેને બૌદ્ધ પરંપરા ઉપચિત કર્મ કે કૃષ્ણ-શુક્લ કર્મ કહે છે. આ સંબંધમાં વિસ્તારથી વિચાર કરવો આવશ્યક છે. બંધનનાં કારણોમાં મિથ્યાત્વ અને કષાયની પ્રમુખતાના પ્રશ્ન :
જૈન કર્મ-સિદ્ધાંતનાં ઉદ્દભવ કે વિકાસની ચર્ચા કરતા અમે બંધનના પાંચ સામાન્ય કારણોનો ઉલ્લેખ કરેલ હતો તેવી જ રીતે જૈન ગ્રંથોમાં ભિન્ન - ભિન્ન કર્મોનાં બંધનનાં અલગ-અલગ કારણોની વિસ્તૃત ચર્ચાઓ પણ ઉપલબ્ધ થાય છે. પરંતુ સામાન્ય રૂપથી બંધનનાં ૫ કારણ માનેલ છે. ૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. પ્રમાદ, ૪. કષાય અને ૫. યોગ.
આ પાંચ કારણોમાં યોગને અર્થાતુ માનસિક, વાચિક કે શારીરિક ક્રિયાઓને બંધનનું કારણ કહેલ છે. પરંતુ અમારે આ સ્મરણ રાખવું જોઈએ કે જો પૂર્વના ચારનો અભાવ હોય તે માત્ર યોગથી કર્મ વર્ગણાઓનો આશ્રવ થઈને, જે બંધ થશે, તે ઈર્યાપથિક બંધ કહેવાય છે. તેના સંદર્ભમાં કહેવાયું છે કે તેના પ્રથમ સમયમાં બંધ થાય છે અને બીજા સમયમાં નિર્જરા થાય છે. ઈર્યાપથિક બંધ પણ તેવો જ છે. જેમ ચાલતા સમયે શુભ્ર આદ્રતાથી રહિત કપડા પર પડેલ રેતીના કણ જે ગતિની પ્રક્રિયામાં આવે છે અને પાછા અલગ પણ થઈ જાય છે. તે બંધ વાસ્તવિક બંધ નથી. માટે અમે સમજીએ છીએ કે આ પાંચ કારણોમાં યોગ મહત્વપૂર્ણ કારણ નથી. કદાચ અવિરતી, પ્રમાદ અને કષાયને અલગઅલગ કારણ કહ્યા છે. પરંતુ એમાં પણ બહુ અંતર નથી જ્યારે અમે પ્રમાદને વ્યાપક અર્થમાં લઈએ છીએ ત્યારે કષાયોનો અંતર્ભાવ પ્રમાદમાં થઈ જાય છે. બીજા કષાયોની ઉપસ્થિતિમાં જ પ્રમાદ સંભવ થાય છે. તેની અનુપસ્થિતિમાં પ્રસાદ સામાન્યતયા તો રહેતા જ નથી અને રહે તો પણ અતિ નિર્બળ હોય છે. આ પ્રમાણે અવિરતિના મૂળમાં પણ કષાય જ હોય છે. જો અમે કષાયને વ્યાપક અર્થમાં લઈએ તો અવિરતિ અને પ્રમાદ બંને તેમાં જ અંતભાર્વિત થઈ જાય છે. માટે બંધનમાં બે જ પ્રમુખ કારણ શેષ રહે છે. મિથ્યાત્વ અને કષાય.
મિથ્યાત્વ અને કષાયમાં કર્યુ પ્રમુખ કારણ છે. તે વર્તમાન યુગમાં એક બહુ જ ચર્ચિત વિષય છે. આ સંદર્ભમાં પક્ષ અને પ્રતિપક્ષમાં પર્યાપ્ત લેખ લખાયેલ છે. આચાર્ય વિદ્યાસાગરજી તેમજ તેના સમર્થક વિદ્વાન વર્ગનું કહેવું છે કે મિથ્યાત્વ અલ્પ છે અને કષાય જ બંધનનું પ્રમુખ કારણ છે. કારણકે કષાયની ઉપસ્થિતિનું કારણ જ મિથ્યાત્વ હોય છે. કાનજીસ્વામી સમર્થક બીજા વર્ગનું કહેવું છે કે મિથ્યાત્વ જ બંધનનું પ્રમુખ કારણ છે. વાસ્તવમાં આ વિવાદ પોતપોતાના એકાંગી દૃષ્ટિકોણોનું કારણ છે. કષાય અને મિથ્યાત્વ એ બંને જ અન્યોન્યાશ્રિત છે. કષાયનાં અભાવમાં મિથ્યાત્વની સત્તા રહેતી નથી અને ન તો મિથ્યાત્વનાં અભાવમાં કષાય રહે છે. મિથ્યાત્વ ત્યારે જ સમાપ્ત થાય છે જ્યારે અનંતાનુબંધી કષાયો સમાપ્ત થાય છે અને કષાયો પણ ત્યારે જ સમાપ્ત થવા લાગે છે જ્યારે મિથ્યાત્વનો પ્રહાણ (સમાપ્ત) થાય છે તે તાપ અને પ્રકાશના સમાન સહજીવી છે. એમાં એકના અભાવમાં બીજાની સત્તા ક્ષીણ થવા લાગે છે. તેવી જ રીતે મિથ્યાત્વ, અજ્ઞાન અને મોહના પર્યાયવાચી છે. આવેગો અર્થાતુ કષાયોની ઉપસ્થિતિમાં જ મોહ કે મિથ્યાત્વ સંભવ
૧. જૈન કર્મ સિદ્ધાંતનું તુલનાત્મક અધ્યયન, ડૉ. સાગરમલ જૈન, પૃ. ૫૨-૫૫ ૨. તેજ, પૃ. ૬૧-૬૭
58 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org