________________
ન હૃસ્વ છે, ન વૃત્તાકાર છે, ન ત્રિકોણ છે, ન ચતુષ્કોણ છે, ન પરિમંડળ સંસ્થાનવાળા છે. ન તે તીક્ષ્ણ છે. ન તે કૃષ્ણ, નીલો, પીળો, રક્ત અને શ્વેત વર્ણવાળા છે. તે સુગંધ અને દુર્ગધવાળા પણ નથી. કડવા, ખાટા, મીઠા અને તીખા રસવાળા પણ નથી. તેમાં ગુરૂ, લઘુ, કોમળ, કઠોર, સ્નિગ્ધ, રૂક્ષ, શીત અને ઉષ્ણ આદિ સ્પર્શ ગુણોનો પણ અભાવ છે, તે ન સ્ત્રી છે, ન પુરૂષ છે, ન નપુંસક છે. આ પ્રમાણે મુક્તાત્મામાં રસ રૂ૫ વર્ણ ગંધ અને સ્પર્શ પણ નથી.' આચાર્ય કુંદકુંદ નિયમસારમાં મોક્ષ દશાનો નિષેધાત્મક ચિત્ર પ્રસ્તુત કરતા લખે છે કે “મોક્ષ દશામાં ન સુખ છે, ન દુઃખ છે, ન પીડા છે, ન બાધા છે, ન જન્મ છે, ન મરણ છે, ન તો ત્યાં ઈન્દ્રિય છે, ન ઉપસર્ગ છે, ન મોહ છે, ન વ્યામોહ છે, ન નિદ્રા છે, ન ત્યાં ચિંતા છે, ન આર્ત અને રૌદ્ર વિચાર જ છે. ત્યાં તો ધર્મ (શુભ) અને શકલ (પ્રશસ્ત) વિચારોનો પણ અભાવ છે.
મોક્ષાવસ્થામાં તો સર્વ સંકલ્પોનો અભાવ છે. તે બુદ્ધિ અને વિચારનો વિષય નથી. તે પક્ષાતિકાન્ત છે. આ પ્રમાણે મુક્તાવસ્થાનું નિષેધાત્મક વિવેચન તેને અનિર્વચનીય બતાવવાના માટે જ છે.
મોક્ષનું અનિર્વચનીય સ્વરૂપ :
મોક્ષનું નિષેધાત્મક નિર્વચન અનિવાર્ય રૂપથી અમને તેની અનિર્વચનીયતાની તરફ જ લઈ જાય છે. પારમાર્થિક દૃષ્ટિથી વિચાર કરતા જૈન દાર્શનિકોએ તેને અનિર્વચનીય જ માનેલ છે.
આચારાંગ સૂત્રમાં સ્પષ્ટ રૂપથી કહેવામાં આવ્યું છે કે સમસ્ત સ્વર ત્યાંથી પાછા આવે છે. અર્થાતુ ધ્વન્યાત્મક કોઈ પણ શબ્દની પ્રવૃત્તિનો તે વિષય નથી. વાણી તેનું નિર્વચન કરવામાં જરાપણ સમર્થ નથી. ત્યાં વાણી મૌન થઈ જાય છે. તર્ક ત્યાં સુધી પહોંચી ન શકે. બુદ્ધિ (મતિ) તેને ગ્રહણ કરવામાં અસમર્થ છે. અર્થાત્ તે વાણી, વિચાર અને બુદ્ધિનો વિષય નથી. કોઈ ઉપમાનો દ્વારા પણ તેને સમજાવી શકતું નથી. કારણકે તેને કોઈ ઉપમા આપી શકાતી નથી. તે અનુપમ છે, અરૂપી સત્તાવાન છે. તે અ-પદ કોઈ પદ નથી. અર્થાત્ એવો કોઈ શબ્દ નથી જેના દ્વારા તેનું નિરૂપણ કરી શકાય. તેના વિષયમાં કેવળ એટલુ જ કહી શકાય છે કે તે અરૂપ, અરસ, અવર્ણ અને અસ્પર્શ છે. કારણકે તે ઈન્દ્રિય ગ્રાહ્ય નથી.
વાસ્તવમાં મોક્ષ જ એવુ તત્વ છે જે બધા દર્શનો, ધર્મો અને સાધના વિધિઓનું ચરમ લક્ષ્ય છે, ગ્રહણ કરવા યોગ્ય છે, તે આત્મપૂર્ણતા છે. તેનો ફક્ત અનુભવ કરી શકાય છે. તેને શબ્દોમાં બાંધી ન શકાય. આ શાબ્દિક વિવરણ તેનો સંકેત તો કરી શકે છે પરંતુ તેની અનુભૂતિ ન કરાવી શકાય. તેની અનુભૂતિ તો સાધનાના માધ્યમથી જ સંભવ છે. આશા છે પ્રબુદ્ધ સાધક તેની સ્વાનુભૂતિ કરી અનંત અને અસીમ આનંદને પ્રાપ્ત કરશે.
આ પ્રમાણે દ્રવ્યાનુયોગની આ ભૂમિકામાં અમે મુખ્ય રૂપથી પંચાસ્તિકાયો, પદ્રવ્યો અને નવ તત્વોની પોતાની દષ્ટિથી ઐતિહાસિક અને આમિક પરિપ્રેક્ષ્યમાં ચર્ચા કરી છે. १. से न दीहे, न हस्से, न वट्टे, न तंसे, न चउरंसे, न परिमंडले, न किन्हे, न नीले, न लोहिजे, न हालिद्दे, न सुकिल्ले,
न सुरभिगंधे, न दुरभिगंधे, न तित्ते, न कडुओ, न कसाओ, न अंबीले, न महुरे, न कक्खडे, न मउमे, न गुरूओ, न लहु, न सीओ, न उण्हे, न निद्धे, न लुक्खे, न काऊ, न रहे, न संगे, न इत्थी, न पुरिसे, न अन्नहा-से न સદે ન વે, ન ધે, ન રસે, નાસે
બાવી રાંગ સૂત્ર ૨//૬ २. णवि दुक्खं णवि सुक्खं णवि पीडा व णवि विज्जदे बाहा, णवि मरणं णवि जणणं, तत्थेव य होई णिव्वाणं ॥
णवि इंदिय उवसग्गा णवि मोहो विहिनयो ण णिद्दाय । ण य तिण्हा व छुहा तत्थेव हवदि णिव्वाणं ॥
નિયમસાર ૧૭૮-૧૭૯ 3. सव्वेसरा नियटॅति तक्का जत्थ न विज्जइ, गई तत्थ न, गहिया ओए अप्पइट्ठाणस्स खेयन्ने-उवमा न विज्जए - अरूवी सत्ता अप्पयस्स पयं नस्थि ।
આચારાંગ સુત્ર ૧પ/૬૧૭૧ SSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
70
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org