________________
૨. દ્રવ્ય-અધ્યયન
તત્વાર્થસૂત્રમાં દ્રવ્યનું લક્ષણ ‘મુળપાચવત્ દ્રવ્યમ્' [ અ.પ.સૂ.૩૭ ] આપી દ્રવ્યને ગુણ અને પર્યાયયુક્ત બતાવેલ છે. આચાર્ય હેમચંદ્રસૂરિએ પ્રમાણમીમાંસા [ ૧.૧.૩૦ ] ની સ્વોપજ્ઞવૃત્તિમાં “વ્રતિ તાસ્તાન્ પર્યાયાન્ નતિ કૃતિ દ્રવ્યં ધ્રૌવ્યજક્ષમ્'' અલગ-અલગ પર્યાયોને પ્રાપ્ત થનાર ધ્રૌવ્ય સ્વભાવીને દ્રવ્ય કહ્યા છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં ગુણોના આશ્રયને દ્રવ્ય કહ્યા છે.
ગુણ તથા પર્યાયના સંબંધમાં જૈન દાર્શનિકોના મતભેદ છે. સિદ્ધસેન, હરિભદ્ર, હેમચંદ્ર, યશોવિજય આદિ જૈન દાર્શનિક ગુણ અને પર્યાયમાં અભેદનો સ્વીકાર કરે છે, જ્યારે વિદ્યાનન્દ આદિ કેટલાક દિગમ્બર દાર્શનિક તથા વાદિદેવસૂરિ આદિ શ્વેતામ્બર દાર્શનિક આમાં ભેદ પ્રતિપાદિત કરે છે. દેવસૂરિના અનુસાર ગુણ દ્રવ્યના સહભાવી હોય છે તથા પર્યાયો ક્રમભાવી હોય છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં આ અંતર સ્પષ્ટ કરતાં કહ્યું છે કે ગુણ કેવળ દ્રવ્યના આશ્રિત હોય છે. જ્યારે પર્યાય દ્રવ્ય અને ગુણ બંનેના આશ્રિત હોય છે. દ્રવ્યપર્યાય અને ગુણપર્યાય શબ્દોનો પ્રયોગ જૈન સાહિત્યમાં થયેલ છે. અનુયોગદ્વારસૂત્ર અને ભગવતીસૂત્રમાં પણ દ્રવ્ય અને પર્યાયની ભિન્નતાનો બોધ થાય છે.
દ્રવ્ય છ છે :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ [અહ્વાસમય] આ તેનો પૂર્વાનુપૂર્વીક્રમ છે. પશ્ચાનુપૂર્વીક્રમ આનાથી વિપરીત હોય છે. જેના અનુસાર કાળની ગણના બધાથી પહેલા તથા ધર્માસ્તિકાયની ગણના બધાથી છેલ્લે થાય છે. ધર્માસ્તિકાય દ્રવ્ય ગતિમાં હેતુ બને છે. અધર્માસ્તિકાય સ્થિતિમાં હેતુ બને છે, આકાશ સમસ્ત દ્રવ્યોને સ્થાન આપવાના કારણે તેનો આશ્રય છે. કાળનું લક્ષણ વર્તના છે. જીવનું લક્ષણ ઉપયોગ છે. બીજી દ્રષ્ટિએ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય પણ જીવના લક્ષણ છે.
વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી યુક્ત દ્રવ્ય પુદ્ગલ છે. શબ્દ, અંધકાર, પ્રકાશ, છાયા, પ્રભા અને આતપ પણ પૌદ્ગલિક છે.
સંખ્યાની અપેક્ષાએ ધર્મ, અધર્મ અને આકાશ દ્રવ્ય એક-એક છે. જ્યારે પુદ્ગલ અને કાળ અનંત છે. પ્રદેશની અપેક્ષાએ ધર્મ, અધર્મ અને જીવ અસંખ્યાત પ્રદેશી છે. આકાશ અનંત પ્રદેશી છે. તેમાંથી લોકાકાશ અસંખ્યાત પ્રદેશી છે. પુદ્ગલ સંખ્યાત, અસંખ્યાત તેમજ અનંત પ્રદેશી છે. જ્યારે કાળ અપ્રદેશી છે. આ છ દ્રવ્ય પોતાના જ સ્વભાવમાં પરિણમન કરે છે. કોઈ દ્રવ્ય બીજા રૂપમાં પરિવર્તિત થતા નથી. માટે ધર્માસ્તિકાય સદૈવ ધર્માસ્તિકાય બની રહે છે. અધર્માસ્તિકાય સદૈવ અધર્માસ્તિકાય બની રહે છે. આ પ્રમાણે અન્ય દ્રવ્ય પણ પોતાના સ્વરુપમાં સદૈવ બની રહે છે.
આ અધ્યયનમાં અનુયોગદ્વાર સૂત્ર અનુસાર છ દ્રવ્યોના ભેદ-પ્રભેદના અવિશેષિક્ત અને વિશેષિત નામોના આધારથી પણ વર્ણન કરેલ છે. જેમાં જીવ દ્રવ્યનું વિસ્તારથી વર્ણન થયેલ છે. અવિશેષિત શબ્દનો અર્થ છે ભેદ રહિત, સામાન્ય આદિ વિશેષિત શબ્દનો અર્થ છે- ભેદયુક્ત, વિશેષ આદિ. કોઈ દ્રવ્યનું સંગ્રહનયથી અવિશેષિત વર્ણન હોય છે. જ્યારે વ્યવહારનયથી તેના વિશેષિત [ ભેદો ] નું વર્ણન કરાય છે, જેમ કે- જીવ દ્રવ્યને અવિશેષિત માનવાથી નારક, તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવ આ ચાર વિશેખિત નામ થાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયને અવિશેષિત માનીને તેના ભેદોનું વર્ણન આ અધ્યયનમાં થયેલ નથી. જ્યારે પુદ્ગલાસ્તિકાયને અવિશેષિત માનીને તેના પરમાણુ પુદ્ગલ, ક્રિપ્રદેશિક સ્કંધથી અનંત પ્રદેશિક સ્કંધ સુધી વિશેષિત નામોનો સંકેત કરેલ છે.
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org