________________
રૂપ
infielleilinhall IllીએWEB Palanki Naitikrtill aliltilitilitilitiusuaisiniiiiiiiiii
#===+મમાં વાપરવા પ્રકાર નજરમ
ણા વાણા વાડાના રાજા હa
૩. અસ્તિકાય અધ્યયન
કાય અર્થાત્ શરીરની જેમ જે બહુપ્રદેશ દ્રવ્ય હોય, તેને અસ્તિકાય કહેવાય છે. ધર્મ, અધર્મ, આકાશ, જીવ અને પુદ્ગલ આ પાંચ દ્રવ્ય બહુપ્રદેશી હોવાથી અસ્તિકાય કહેવાય છે. એટલા માટે કાળ અસ્તિકાય કહેવાતો નથી. પુદ્ગલનો એક અણુ પણ અસ્તિકાયની અન્તર્ગત આવે છે. કારણ કે તેમાં બહુપ્રદેશી થવાની યોગ્યતા છે. તે ક્યારેક સ્કંધ રૂપ હોય અથવા સ્કંધરૂપ થઈ જાય આ પ્રમાણે ભૂત અને ભવિષ્યકાળની અપેક્ષાએ પણ તે અસ્તિકાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને એક જીવમાં અસંખ્યાત પ્રદેશ હોય છે. આકાશમાં અનન્ત પ્રદેશ હોય છે. તથા પુદ્ગલાસ્તિકાયમાં સંખ્યાત, અસંખ્યાત કે અનન્ત પ્રદેશ હોય છે. જેટલા આકાશ એક પરમાણુના દ્વારા રોકાય છે તેને પ્રદેશ કહે છે અને તે પ્રદેશ સમસ્ત દ્રવ્યોના અણુઓને સ્થાન આપવામાં સમર્થ થાય છે.
પ્રસ્તુત અધ્યયનમાં ધર્માસ્તિકાય આદિના અનેક અભિવચન આપેલ છે. જે તેના વિભિન્ન રૂપોને પ્રસ્તુત કરે છે. ધર્માસ્તિકાયના જે ધર્મ પ્રાણાતિપાતવિરમણ યાવત્ પરિગ્રહવિરમણ, ક્રોધ-વિવેક યાવત્ મિથ્યાદર્શનશલ્ય- વિવેક આદિ અભિવચન આપેલ છે. તે ધર્માસ્તિકાયને ધર્મના નિકટ લઈ આવે છે. અધર્માસ્તિકાયના અધર્મ, પ્રાણાતિપાત અવિરમણ યાવત્ પરિગ્રહ- અવિરમણ, ક્રોધ-અવિવેક યાવતું મિથ્યાદર્શનશલ્ય અવિવેક આદિ અભિવચન આપેલ છે. તે અધર્માસ્તિકાયનો અધર્મ અથવા પાપને નિકટ લઈ આવે છે. આકાશાસ્તિકાયના ગગન, નભ, સમ, વિષમ આદિ અનેક અભિવચન છે. જીવાસ્તિકાયના અભિવચનોમાં જીવ, પ્રાણ, ભૂત, સત્વ, ચૈતન્ય, આત્મા આદિન “ સાથે પુદ્ગલોને પણ લીધા છે. જે આ સિદ્ધ કરે છે કે પુદ્ગલ શબ્દનો પ્રયોગ જીવના માટે પણ થતો રહ્યો છે. પરંતુ અહી આ જ્ઞાતવ્ય છે કે પુદ્ગલ શબ્દથી પૌગલિક દેહધારી જીવની જ ગણના થાય છે, શુદ્ધ આત્માની નહી. પુદ્ગલાસ્તિકાયના અનેક અભિવચન છે. જેમ કે પુદ્ગલ, પરમાણુ-પુદ્ગલ, દ્ધિપ્રદેશ યાવત્ સંખ્યાત પ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનન્ત પ્રદેશી આદિ,
પાંચ અસ્તિકાયોમાં જીવાસ્તિકાયને છોડીને બાકીના ચાર અજીવ છે તથા પુદ્ગલાસ્તિકાયના અતિરિક્ત બાકીના ચાર અરૂપી છે. પાંચ અસ્તિકાયોમાં આકાશને છોડીને બાકીના ચાર લોકવ્યાપી છે. આકાશલોક અને અલોક બંનેમાં વ્યાપ્ત છે. ગુરુત્વ-લધુત્વની અપેક્ષાએ પુદ્ગલાસ્તિકાય ગુરૂ-લઘુ પણ છે અને અગુરુલઘુ પણ, પરંતુ ધર્માસ્તિકાય આદિ બાકીના ચાર અગુરુલઘુ છે. દ્રવ્ય કે સંખ્યાની અપેક્ષાએ પગલાસ્તિકાય અને જીવાસ્તિકાય અનન્ત દ્રવ્યરૂપ છે. જ્યારે ધર્મ, અધર્મ અને આકાશ એક-એક દ્રવ્ય રૂપ છે. કાળની અપેક્ષાએ પાંચે અસ્તિકાય શાશ્વત અને નિત્ય છે. વર્ણ, રસ, ગંધ અને સ્પર્શ પુદ્ગલાસ્તિકાયમાં છે. અન્યમાં નથી. ગુણની અપેક્ષાએ પાંચે અસ્તિકાય ભિન્ન છે. ધર્માસ્તિકાયનો ગુણ ગતિ, અધર્માસ્તિકાયનો ગુણ સ્થિતિ, આકાશાસ્તિકાયનો ગુણ અવગાહન, જીવાસ્તિકાયનો ગુણ ઉપયોગ [જ્ઞાન-દર્શન] અને પગલાસ્તિકાયનો ગુણ ગ્રહણ કરવું. આ પ્રમાણે પ્રત્યેક અસ્તિકાયનાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ગુણના આધારે વર્ણન કરવામાં આવેલું છે.
ધર્માસ્તિકાયથી જીવોમાં આગમન, ગમન, ભાષા, ઉન્મેષ અને ત્રણેય યોગ પ્રવૃત્ત થાય છે. અધર્માસ્તિકાયથી તેનામાં સ્થિત થવું, બેસવું આદિની પ્રવૃત્તિ થાય છે. આકાશાસ્તિકાય જીવ અને અજીવ દ્રવ્યોના આશ્રયરુપ છે. બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org