________________
૫૦
દ્રવ્યાનુયોગ ભાગ-૧
| Illulilliamitill illiblet Hilliihilatithiiiiiiiiiii
iiiiiiiiitraliwaliા પBella Haiti HeartilllllllllllllllllllllliIiaWilliams'IIuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuuધ્યાપામાામwan
આમાં જ્ઞાન, અજ્ઞાન અને દર્શન દ્વારોથી વિચાર કરેલ નથી. કારણ કે અજીવમાં આ ત્રણેય પ્રાપ્ત થતા નથી. એક પરમાણુ પુદ્ગલ બીજા પરમાણુ પુદ્ગલથી દ્રવ્ય અને પ્રદેશની અપેક્ષાએ સમાન હોય છે. પરંતુ અન્ય દ્વારથી તેમાં ભિન્નતા રહે છે. દ્વિ-પ્રદેશિક સ્કંધોથી લઈને દસ પ્રદેશિક સ્કંધોમાં આ જ વિશેષતા છે. સંખ્યાત પ્રદેશિક, અસંખ્યાત પ્રદેશિક અને અનન્ત પ્રદેશિક સ્કંધોમાં પ્રત્યેકમાં પોતાના વર્ણના સ્કંધથી દ્રવ્યની સમાનતા છે. પ્રદેશાદિની નથી. હીનતા અને અધિકતાના સંખ્યાત ભાગ, અસંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ, અનન્તભાગ, અનન્તગુણ આદિ ભાંગા બને છે. જેનો યથાયોગ્ય ઉપયોગ થાય છે.
પ્રદેશ, અવગાહના, સ્થિતિ, વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પ્રત્યેક દ્વારમાં પણ પુદ્ગલની અનન્ત પર્યાયોનું વર્ણન કરેલ છે. જેવી રીતે પ્રદેશ એક પ્રદેશમાં અવગાઢ, દ્ધિપ્રદેશમાં અવગાઢ યાવતુ અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ પુદ્ગલોમાં પણ આજ કારોના અનન્ત પર્યાયનું વર્ણન થયેલ છે. આ પ્રમાણે એક સમયની સ્થિતિવાળા પુગલોની અનન્ત પર્યાયનું વર્ણન છે, યાવત્ અસંખ્યાત સમયની સ્થિતિવાળા પુદ્ગલોની અનન્ત પર્યાય કહી છે. એક ગુણ કાળા આદિ વર્ષોથી લઈને અનન્તગુણ રુક્ષ સ્પર્શ સુધી જે વર્ણન થયેલ છે તેમાં પણ પ્રત્યેકની અનન્ત પર્યાય સિદ્ધ થયેલ છે. જઘન્ય, ઉત્કૃષ્ટ અને મધ્યમ અવગાહના અને સ્થિતિના આધાર પર પણ વિભિન્ન પુદ્ગલોમાં પર્યાયની અનન્તતાનો ઉલ્લેખ થયેલ છે. ક્રિપ્રદેશી ઢંધોથી લઈને અનન્ત પ્રદેશ સ્કંધો સુધી પર્યાયની અનંતતાનો પણ વિચાર થયેલ છે.
આ સંપૂર્ણ અધ્યયન અનેકાંત દૃષ્ટિથી યુક્ત છે. વિવિધ દૃષ્ટિકોણથી આ અધ્યયનમાં જીવ અને પુદ્ગલની અનન્ત પર્યાયોનું વિવેચન થયેલ છે. ધર્મ, અધર્મ આદિ અરૂપી દ્રવ્યોની અનન્ત પર્યાયોનું આ અધ્યયનમાં ચિન્તન થયેલ નથી. આધુનિક જૈન દાર્શનિકોના માટે આગામોમાં વર્ણિત પર્યાયની દષ્ટિના જાણ માટે આ અધ્યયન સ્ત્રોત રુપમાં કાર્ય કરશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org