________________
૪.
પર્યાય
૪૮
—
અધ્યયન
Jain Education International
દાર્શનિક જગતમાં પર્યાયનો જે અર્થ પ્રસિદ્ધ છે, તેથી થોડા ભિન્ન અર્થમાં પર્યાય શબ્દનો પ્રયોગ આગમોમાં મળે છે. દર્શનના ગ્રન્થોમાં દ્રવ્યના ક્રમભાવી પરિણામને પર્યાય કહે છે. તથા ગુણ અને પર્યાયથી યુક્ત પદાર્થને દ્રવ્ય કહે છે. અર્થાત્ ત્યાં એક જ દ્રવ્ય કે વસ્તુની વિભિન્ન પર્યાયોની ચર્ચા છે. આગમોમાં પર્યાયનું નિરુપણ દ્રવ્યના ક્રમભાવી પરિણમનના રૂપમાં થયેલ નથી. આગમોમાં તો એક પદાર્થ જેટલી અવસ્થાઓમાં પ્રાપ્ત થાય છે. તેને તે પદાર્થની પર્યાય કહી છે. જેમ .જીવની પર્યાય છે.- નારક, દેવ, મનુષ્ય, તિર્યંચ અથવા સિદ્ધ.
દ્રવ્યાનુયોગ ભાગ-૧
પર્યાય દ્રવ્યની પણ હોય છે અને ગુણની પણ હોય છે. ગુણોની પર્યાયનો ઉલ્લેખ અનુયોગદ્વાર સૂત્રમાં આ પ્રમાણે કરેલ છે - એક ગુણ કાળા, દ્વિગુણ [ બે ] કાળા યાવત્ અનન્ત ગુણ કાળા, એક પદાર્થમાં કાળા ગુણની અનન્ત પર્યાય હોય છે. આ પ્રમાણે લીલો, પીળો, લાલ અને સફેદ વર્ણોની પર્યાય પણ અનન્ત હોય છે. વર્ણની અપેક્ષાએ ગંધ, રસ અને સ્પર્શનાં ભેદોની પણ એક ગુણથી લઈને અનન્તગુણ પર્યાય હોય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં એકત્વ, પૃથક્ત્વ, સંખ્યા, સંસ્થાન, સંયોગ અને વિભાગને પર્યાયના લક્ષણ કહ્યા છે. એક પર્યાય બીજી પર્યાયની સાથે દ્રવ્યની અપેક્ષાએ એકત્વ હોય છે. પર્યાયની અપેક્ષાએ બંને પર્યાય પૃથક્ [ ભિન્ન ] હોય છે. સંખ્યાની અપેક્ષાએ પણ પર્યાય-ભેદ હોય છે. સંસ્થાન અર્થાત્ આકૃતિની અપેક્ષાએ પણ પર્યાય-ભેદ હોય છે. જે પર્યાયનો સંયોગ [ ઉત્પાદ ] હોય છે તેનો વિયોગ [ વિનાશ ] પણ નિશ્ચિત રૂપથી હોય છે.
પ્રજ્ઞાપનાસૂત્રમાં પર્યાયના બે ભેદનો ઉલ્લેખ છે- ૧. જીવ પર્યાય અને ૨. 'અજીવ પર્યાય. આ બન્ને પ્રકારની પર્યાય અનન્ત હોય છે. જીવ પર્યાય કેવી રીતે અનન્ત હોય છે એમનું સમાધાન કરતા કહ્યું છે કે- નૈયિક, ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, પૃથ્વીકાયિક, અકાયિક, તેજસ્કાયિક, વાયુકાયિક, બેઈન્દ્રિય, ત્રેન્દ્રિય, ચઉરેન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્ય આ બધા અસંખ્યાત છે. પરંતુ વનસ્પતિકાયિક અને સિદ્ધજીવ અનન્ત છે. એટલા માટે જીવ પર્યાય અનન્ત છે.
પર્યાયના બે પ્રકાર છે.- અર્થપર્યાય અને વ્યંજનપર્યાય. એક જ પદાર્થની ક્રમભાવી પર્યાયોએ અર્થપર્યાય કહેવાય છે. તથા એક પદાર્થની તેનાં વિભિન્ન પ્રકારો અને ભેદોમાં જે પર્યાય હોય છે તે વ્યંજનપર્યાય કહેવાય છે. અર્થપર્યાય સૂક્ષ્મ અને વ્યંજન પર્યાય સ્થૂલ હોય છે. પર્યાયને ઉર્ધ્વપર્યાય અને તિર્યપર્યાયના રૂપમાં પણ જાણી શકાય છે. જેમ અનેક મનુષ્યોને પર્યાય ભેદથી અમે મનુષ્યની અનન્ત પર્યાય કહી છે. તે તિર્યક્પર્યાય કે વ્યંજનપર્યાય છે. જો એક મનુષ્યના પ્રતિક્ષણ થનાર પરિણમનને પર્યાય કહેવાય તો તે અર્થપર્યાય કે ઉર્ધ્વપર્યાય છે.
આ અધ્યયનમાં જીવ અને અજીવની અનન્ત પર્યાયોનું નિરુપણ કર્યું છે. જીવની પણ અનન્ત પર્યાય છે અને અજીવની પણ અનન્ત પર્યાય છે. જીવોમાં પણ પ્રત્યેક દંડકના જીવોની અનન્ત પર્યાય હોય છે. આ પર્યાયોની અનન્તતાનું વર્ણન ૧. દ્રવ્ય, ૨. પ્રદેશ, ૩. અવગાહના, ૪. સ્થિતિ, ૫. વર્ણ, ૬. ગંધ, ૭. રસ, ૮. સ્પર્શ, ૯. જ્ઞાન, ૧૦. અજ્ઞાન અને ૧૧. દર્શન. આ અગિયાર દ્વારોના આધાર પર કરેલ છે. જ્યાં નૈયિકની અનન્ત પર્યાયનું વર્ણન મળે છે ત્યાં એક નૈરિયકની જેમ બીજા નૈરિયકનું વર્ણન પણ આ દ્રવ્ય, પ્રદેશ આદિ અગિયાર દ્વારોના આધાર પર કરાય છે. આમ પરિણામસ્વરુપ- નૈરયિકોની અનન્ત પર્યાય સિદ્ધ થાય છે. આ પ્રમાણે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક
For Private & Personal Use Only
www.jaine||brary.org