________________
સિદ્ધાંત બતાવે છે કે કર્મોનાં વિપાકના સંબંધમાં અમે વિવશ કે પરતંત્ર હોઈએ છીએ. પરંતુ તે વિપાકની દશામાં પણ અમારામાં એટલી સ્વતંત્રતા અવશ્ય હોય છે કે અમે નવીન કર્મ પરંપરાનો સંચય કરીએ યા ન કરીએ એવો નિશ્ચય કરી શકે છે. વાસ્તવમાં કર્મ-વિપાક સંદર્ભમાં અમે પરતંત્ર હોઈએ છીએ. પરંતુ નવીન કર્મ બંધના સંદર્ભમાં અમે આંશિક રૂપમાં સ્વતંત્ર છીએ. આ જ આંશિક સ્વતંત્રતાનાં દ્વારા અમે મુક્તિ અર્થાતુ પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરી શકીએ. જે સાધક વિપાકોઠના સમયે સાક્ષીભાવ કે જ્ઞાતાદેણા ભાવમાં જીવન જીવવા ઈચ્છે છે. તે નિશ્ચય કર્મ-વિમુક્તને પ્રાપ્ત કરી લે છે.
કર્મોથી મુક્તિ જ મોક્ષ છે. મોક્ષ જ જૈન ધર્મ-દર્શનનું ચરમ સાધ્ય છે. એટલા માટે હવે તેનું વિવેચન કરવામાં આવે છે.
મોક્ષ તત્વ :
જૈન તત્વ-મીમાંસાનાં અનુસાર સંવરના દ્વારા કર્મોનાં આગમનનો નિરોધ થઈ જવા પર અને નિર્જરાનાં દ્વારા સમસ્ત પુરાતન કર્મોનો ક્ષય થઈ જવા પર આત્માની જે નિષ્કર્ષ શુદ્ધ અવસ્થા હોય છે તેને મોક્ષ કહેવાય છે. કર્મ-ફળ ના અભાવમાં કર્મ-જનિત આવરણ કે બંધન પણ રહેતા નથી અને આ બંધનનો અભાવ જ મુક્તિ છે. વાસ્તવમાં મોક્ષ આત્માની શુદ્ધ સ્વરૂપાવસ્થા છે. બંધન આત્માની વિરુપાવસ્થા છે અને મુક્તિ આત્માની સ્વરુપાવસ્થા છે. અનાત્મામાં મમત્વ, આસક્તિરૂપ અભિમાનનું દૂર થઈ જવું એ જ મોક્ષ છે. અને એ જ આત્માની શુદ્ધાવસ્થા છે. બંધન અને મુક્તિની આ સમગ્ર વ્યાખ્યા પર્યાય દૃષ્ટિનો વિષય છે. આત્માની વિરૂપ પર્યાય બંધન છે અને સ્વરૂપ પર્યાય મોક્ષ છે. પર પદાર્થ, પુદ્ગલ, પરમાણુ કે જડ કર્મ વર્ગણાઓનાં નિમિત્ત આત્મામાં જે પર્યાયો ઉત્પન્ન થાય છે અને જેના કારણે પર માં આત્મ-ભાવ (મારાપણું) ઉત્પન્ન થાય છે. તે જ વિરૂપ પર્યાય છે. પર પરિણતિ છે. સ્વની પરમાં અવસ્થિતિ છે. એ જ બંધન છે અને આનો અભાવ જ મુક્તિ છે. બંધન અને મુક્તિ બંને એક જ આત્મા-દ્રવ્ય કે ચેતનાની બે અવસ્થાઓ માત્ર છે. જે પ્રમાણે સ્વર્ણ મુકુટ અને સ્વર્ણ કુંડલ સ્વર્ણની જ બે અવસ્થાઓ છે. પરંતુ જો માત્ર વિશુદ્ધ તત્વ દૃષ્ટિ કે નિશ્ચય નયથી વિચાર કરીએ તો બંધન અને મુક્તિ બંનેની વ્યાખ્યા સંભવ નથી. કારણ કે આત્મ-તત્વ સ્વરૂપનો પરિત્યાગ કરી પરસ્વરૂપમાં ક્યારેય પણ પરિણત થતા નથી. વિશુદ્ધ તત્વ દષ્ટિથી તો આત્મા નિત્યમુક્ત છે. પરંતુ જ્યારે તત્વની પર્યાયોનાં સંબંધમાં વિચાર પ્રારંભ કરાય છે તો બંધન અને મુક્તિની સંભાવનાઓ સ્પષ્ટ થઈ જાય છે. કારણ કે બંધન અને મુક્તિ પર્યાય અવસ્થામાં જ સંભવ હોય છે. મોક્ષને તત્વ માનેલ છે. પરંતુ મોક્ષ બંધનના અભાવનું જ નામ છે. જૈનાગમોમાં મોક્ષ તત્વ પર ત્રણ દૃષ્ટિઓથી વિચાર કરેલ છે. ૧, ભાવાત્મક દૃષ્ટિકોણ, ૨. અભાવાત્મક દૃષ્ટિકોણ, ૩. અનિર્વચનીય દૃષ્ટિકોણ. મોક્ષ પર ભાવાત્મક દૃષ્ટિકોણથી વિચાર :
જૈન દાર્શનિકોએ મોક્ષાવસ્થા પર ભાવાત્મક દૃષ્ટિકોણથી વિચાર કરતા તેને નિબંધ અવસ્થા કહેલ છે.' મોક્ષમાં સમસ્ત બાધાઓના અભાવને કારણે આત્માનાં નિજગુણ પૂર્ણરૂપથી પ્રગટ થઈ જાય છે. મોક્ષ બાધક તત્વોથી અનુપસ્થિતિ અને પૂર્ણતાનું પ્રગટપણુ છે. આચાર્ય કુંદકુંદે મોક્ષની ભાવાત્મક દશાનું ચિત્ર કરતા તેને શુદ્ધ અનંત ચતુયુક્ત, અક્ષય, અવિનાશી, નિર્બાધ, અતીન્દ્રિય, અનુપમ, નિત્ય, અવિચલ, અનાલંબ કહ્યું છે. આચાર્ય તે જ ગ્રંથમાં આગળ ચાલીને મોક્ષમાં નિમ્ન વાતોની વિદ્યમાનતાથી સૂચના કરે છે. ૧, પૂર્ણજ્ઞાન, ૨. પૂર્ણ દર્શન, ૩. પૂર્ણ સૌગ, ૪. પૂર્ણવીર્ય, ૧. કૃત્ન કર્મક્ષયાનું મોક્ષ : તત્વાર્થ સૂત્ર અ. ૧૦, સુ. ૧ ૨. વૈધ વિચારો મોક્ષ: - અભિધાન રાજેન્દ્ર કો૫, ખંડ - ૬, પૃ. ૪૩૧ ૩. મુક્વા 4ટ્સ શુદ્ધ પલ્સ - તેજ, ખંડ -૬, પૃ. ૪૩૧ ૪. તુલના કરો. (અ) આત્મ-મીમાંસા દલસુખભાઈ, પૃ. ૬૬-૬૭
() મમતિ વતે નતુર્મમતિ મુખ્યત્વે - ગરુડ પુરાણ. આવીવાર્દ બવત્યા - ચાવધાવર્તતમવસ્થાન અવસ્થિતિ: 4Wાસ ક્ષ તિ - અભિધાન રાજેન્દ્ર કોષ, ખંડ-૬, પૃ. ૪૩૧.
નિયમસાર, ૧૭૬-૧૭૭ ७. विज्जदि केवलनाणं केवलसोकखं च केवल विरियं । केवलदिढी अमुत्तं अत्थित्तं सप्पदेसत्तं-नियमसार- १८१.
RSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSા
68
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org