________________
Sel/US/M/Sk
e -SeeSeSeSeSI/ASI/ બીજા બધા કર્મોને આસાનીથી પરાજીત કરી આત્મશુદ્ધતાની ઉપલબ્ધિ કરી શકાય છે. જેવી રીતે મોહ નષ્ટ થઈ જાય છે તેવી જ રીતે જ્ઞાનાવરણ અને દર્શનાવરણનો પડદો હટી જાય છે. અંતરાય કે બાધકતા સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિ (આત્મા) જીવન-મુક્ત બની જાય છે.
અઘાતી કર્મ તે છે. જે આત્માનાં સ્વભાવદશાની ઉપલબ્ધિ અને વિકાસમાં બાધક થતા નથી. અઘાતી કર્મ બીજના સમાન છે. જેમાં નવીન કર્મોની ઉત્પાદન-ક્ષમતા થતી નથી. તે કર્મ પરંપરાનો પ્રવાહ બનાવી રાખવામાં અસમર્થ હોય છે અને સમયની પરિપક્વતાની સાથે જ પોતાનું ફળ આપીને સહજ અલગ થઈ જાય છે. | સર્વઘાતી અને દેશઘાતી કર્મ-પ્રકૃતિઓ :
આત્માનાં સ્વ-લક્ષણોનું આવરણ કરનારી ઘાતી કર્મોની ૪પ કર્મ-પ્રકૃતિઓ પણ બે પ્રકારની છે- ૧. સર્વઘાતી અને ૨. દેશધાતી. સર્વઘાતી કર્મ-પ્રકૃતિ કોઈક આત્મગુણને પૂર્ણત: આવૃતિ કરે છે અને દેશઘાતી કર્મ-પ્રકૃતિ તેના એક અંશને આવૃતિ કરે છે.
આત્માનાં સ્વાભાવિક સત્યાનુભૂતિ નામક ગુણને મિથ્યાત્વ (અશુદ્ધ દૃષ્ટિકોણ) સર્વરૂપેણ આચ્છાદિત કરી દે છે. અનંતજ્ઞાન (કેવળજ્ઞાન) અને અનંતદર્શન (કેવળ દર્શન) નામના આત્માનાં ગુણોનું આવરણ પણ પૂર્ણ રૂપથી થાય છે. પાંચ પ્રકારની નિદ્રાઓ પણ આત્માની સહજ અનુભૂતિની ક્ષમતાને પૂર્ણતઃ આવૃત્તિ કરે છે. આ પ્રમાણે ચારે કષાયોના પહેલા ત્રણેય પ્રકાર, જે કે સંખ્યામાં ૧૨ થાય છે. તે પણ પૂર્ણતયા બાધક બને છે. અનંતાનુબંધી કષાય સમ્યક્ત્વનું, અપ્રત્યાખ્યાન કષાય દેશવ્રતી ચારિત્ર (ગૃહસ્થ ધર્મ)નું અને પ્રત્યાખ્યાન કષાય સર્વવ્રતી ચારિત્ર (મુનિધર્મ)નું પુર્ણત: બાધક બને છે. માટે તે ૨૦ પ્રકારની કર્મ-પ્રકૃતિઓ સર્વઘાતી કહેવાય છે. બાકી રહેલ જ્ઞાનાવરણીય કર્મની ૪, દર્શનાવરણીય કર્મની ૩ મોહનીય કર્મની ૧૩, અંતરાય કર્મની ૫ કુલ ૨૫ કર્મ-પ્રવૃતિઓ દેશઘાતી કહેવાય છે. સર્વઘાતનો અર્થ માત્ર આ ગુણોના પૂર્ણ પ્રગટતાને રોકે છે. ન કે ગુણોના અસ્તિત્વને. કારણકે જ્ઞાનાદિ ગુણના પૂર્ણ અભાવની સ્થિતિમાં આત્મ-તત્વ અને જડ-તત્વમાં અંતર જ નહિ રહે. કર્મ તો આત્મ ગુણોના પ્રગટમાં બાધક તત્વ છે. તે આત્મ-ગુણોને વિનષ્ટ કરી શકતા નથી. નંદીસૂત્રમાં તો કહેવુ છે કે જે પ્રમાણે વાદળા સૂર્યના પ્રકાશને ચાહે ગમે તેટલું આવૃત કરી લે છતાં પણ તે તેની પ્રકાશ-ક્ષમતા ને નષ્ટ કરી શકતા નથી અને તેના પ્રકાશના પ્રગટને પૂર્ણત: રોકી શકતા નથી તે પ્રમાણે ચાહે કર્મ જ્ઞાનાદિ આત્મગુણોને કેટલુ એ આવૃત કરી લે છતાં પણ તેનો એક અંશ હંમેશા અનાવૃત રહે છે.
કર્મ બંધનથી મુક્તિ :
જૈન કર્મ-સિદ્ધાંતની એ માન્યતા છે કે પ્રત્યેક કર્મ પોતાના વિપાક કે ફળ આપીને અલગ થઈ જાય છે. આ વિપાકની અવસ્થામાં જો આત્મા રાગ-દ્વેષ અથવા મોહથી અભિભૂત થાય છે. તો તે ફરીથી નવા કર્મોનો સંચય કરી લે છે. આ પ્રમાણે તે પરંપરા સતત રૂપથી ચાલતી રહે છે. વ્યક્તિના અધિકાર ક્ષેત્રમાં એ નથી કે તે કર્મનાં વિપાકને પરિણામ સ્વરૂપ થનારી અનુભૂતિથી ઈન્કાર કરી દે, માટે તે એક કઠિન સમસ્યા છે કે કર્મનાં બંધન અને વિપાકની આ પ્રક્રિયાથી મુક્તિ કેવી રીતે થાય, જો કર્મનાં વિપાકનાં ફળ સ્વરૂપ અમારા અંદર ક્રોધાદિ કષાય ભાવ અથવા કામાદિ ભોગ ભાવ ઉત્પન્ન થવા જ છે તો પછી સ્વાભાવિક રૂપથી પ્રશ્ન ઉઠે છે કે અમે વિમુક્તિની દિશામાં આગળ કેવી રીતે વધીએ? આ હેતુએ જૈન આચાર્યોએ બે ઉપાયનું પ્રતિપાદન કરેલ છે- ૧. સંવર અને ૨. નિર્જરા. સંવરનું તાત્પર્ય એ છે કે વિપાકની સ્થિતિમાં પ્રતિક્રિયાથી રહિત રહીને નવીન કર્માશ્રવ અને બંધને ન થવા દેવું અને નિર્જરાનું તાત્પર્ય એ છે કે પૂર્વ-કર્મોનાં વિપાકને સમભાવપૂર્વક અનુભૂતિ કરતા થકા તેની નિર્જરા કરી દેવી કે પછી તપ સાધના દ્વારા પૂર્વબદ્ધ અનિયત વિપાકી કર્મોને સમયથી પૂર્વ (પહેલા) તેના વિપાકને પ્રદેશોદયના માધ્યમથી નિર્જરિત કરવું.
એ સત્ય છે કે પૂર્વબદ્ધ કર્મોનાં વિપાકોદયની સ્થિતિમાં ક્રોધાદિ આવેગ પોતાની અભિવ્યક્તિના હેતુએ ચેતનાના સ્તર પર આવે છે. પરંતુ આત્મા તે સમયે પોતાને રાગ-દ્વેષથી ઉપર ઉઠાવીને સાક્ષીભાવમાં સ્થિત રાખે અને તે ઉદયમાં આવી રહેલ ક્રોધાદિ ભાવોના પ્રતિ માત્ર દૃષ્ટ-ભાવ રાખે તો તે ભાવી બંધનથી બચીને પૂર્વબદ્ધ કર્મોની નિર્જરા કરી દે છે અને આ પ્રમાણે તે બંધનથી વિમુક્તિની તરફ પોતાની યાત્રા પ્રારંભ કરી દે છે. વાસ્વતમાં વિવેક અને અપ્રમત્તતા એવા તથ્ય છે કે જે અમને નવીન બંધનથી બચાવીને વિમુક્તિની તરફ અભિમુખ કરે છે. વ્યક્તિમાં જેટલી અપ્રમત્તતા કે આત્મ-ચેતના હશે તેટલો તેનો વિવેક જાગૃત રહેશે. તેટલા બંધનથી વિમુક્તિની દિશામાં આગળ વધશે. જૈન-કર્મ
67
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org