________________
દ્રવ્યાનુયોગ ભાગ-૧ -
दव्वाणुओगो
દ્રવ્યાનુયોગ
સૂત્ર:
मंगलाचरणसिद्धाणं नमो किच्चा, संजयाणं च भावओ। अत्थ धम्मगई तच्चं, अणुसढेि सुणेह मे ।।
- ૩ત્તરી. . ૨૦, નથી ? जीवाजीव-णाणमाहप्पंजीवाजीव-विभत्तिं, सुणेह मे एग-मणाइओ। जं जाणिऊण समणे, सम्म जयइ संजमे ।।
- ઉત્તરી. એ. રૂ ૬, ગાયા ? सोच्चा जाणइ कल्लाणं, सोच्चा जाणइ पावगं । उभयं पि जाणइ सोच्चा, जं सेयं तं समायरे ॥ १ ॥
जो जीवे वि ण याणइ, अजीवे वि ण याणइ । નીવા-ળી ગાતો. વર્દ સૌ નહિઃ સંન ? || ૨ ||
जो जीवे वि वियाणइ, अजीवे वि वियाणइ । जीवा-ऽजीवे वियाणंतो, सो हु णाहिइ संजमं ॥ ३ ॥
जया जीवे अजीवे य, दो वि एए वियाणइ । तया गई बहुविहं, सव्वजीवाण जाणइ ॥ ४ ॥
સૂત્ર -
મંગલાચરણ : સિદ્ધો તથા સંયતોને ભાવપૂર્વક નમસ્કાર કરીને હું અર્થ (મોક્ષ) તથા ધર્મનો બોધ કરાવનાર તથ્યાત્મક જ્ઞાનનું પ્રતિપાદન કરું છું, એવું મારા દ્વારા શ્રવણ કરો. જીવાજીવના જ્ઞાનનું મહત્વ : હવે જીવ અને અજીવન વિભાગને તમે એકાગ્ર ચિત્તે મારાથી સાંભળો. જેને જાણીને શ્રમણ સમ્યફ પ્રકારે સંયમમાં યત્નશીલ થાય છે. વ્યક્તિ સાંભળીને કલ્યાણ અને પાપને જાણે છે. બન્ને (પુણ્ય-પા૫) ને સાંભળીને જાણે છે. માટે જે કલ્યાણ રુપ છે તેનું આચરણ કરવું જોઈએ. જે જીવોને પણ જાણતા નથી, અજીવોને પણ જાણતા નથી જીવ અને અજીવ બન્નેને નહી જાણવાવાળા તે (સાધક) સંયમને કેવી રીતે જાણી શકશે ? જે જીવોને પણ વિશેષ રૂપથી જાણે છે. અજીવોને પણ વિશેષ રૂપથી જાણે છે. જીવ અને અજીવ બન્નેને વિશેષ રુપથી જાણવાવાળોજ સંયમને જાણી શકશે. જ્યારે સાધક જીવ અને અજીવ બન્નેને વિશેષ રૂપથી જાણી લે છે. ત્યારે તે સર્વ જીવોની બહુવિધ ગતિયોને પણ જાણી લે છે. જ્યારે સાધક સર્વ જીવોની બહુવિધ ગતિયોને જાણી લે છે ત્યારે તે પુણ્ય અને પાપ તથા બંધ અને મોક્ષને પણ જાણી લે છે.
જ્યારે (સાધક) પુણ્ય અને પાપ તથા બંધ અને મોક્ષને પણ જાણી લે છે, ત્યારે તે દેવ સંબંધી અને મનુષ્ય સંબંધી ભોગોથી વિરક્ત થઈ જાય છે.
જ્યારે સાધક દેવ અને મનુષ્ય સંબંધી ભોગોથી વિરક્ત થઈ જાય છે, ત્યારે આત્યંતર અને બાહ્ય સંયોગનો પરિત્યાગ કરી દે છે.
જ્યારે સાધક આત્યંતર અને બાહ્ય સંયોગોનો ત્યાગ કરી દે છે, ત્યારે તે દીક્ષિત થઈને અણગાર ધર્મને સ્વીકારે છે. જ્યારે સાધક દીક્ષિત થઈને અણગાર ધર્મને સ્વીકારે છે, ત્યારે ઉત્કૃષ્ટ સંવરરુપ અનુત્તર ધર્મનો સ્પર્શ કરે છે. જ્યારે સાધક ઉત્કૃષ્ટ - સંવરરુપ અનુત્તર ધર્મનો સ્પર્શ કરે છે, ત્યારે અબોધિ રુ૫ પાપ દ્વારા સંચિત કરેલા કર્મરજને આત્મા પરથી ખંખેરી નાખે છે અર્થાત અલગ કરી નાખે છે.
जया गई बहुविहं, सव्वजीवाण जाणइ । तया पुण्णं च पावं च, बंधं मोक्खं पि जाणइ ॥ ५ ॥
जया पुण्णं च पावं च, बंधं मोक्खं पि जाणइ । तया निव्विंदए भोए, जे दिवे जे य माणुसे ॥ ६ ॥
जया निविंदए भोए, जे दिव्वे जे य माणुसे । तया जहइ संजोगं, सब्भिंतरबाहिरं ॥ ७ ॥
जया जहइ संजोगं, सभिंतरबाहिरं ।। तया मुंडे भवित्ताणं, पव्वइए अणगारियं ॥ ८ ॥ जया मुंडे भवित्ताणं, पब्वइए अणगारियं । तया संवरमुक्किटुं, धम्मं फासे अणुत्तरं ॥ ९ ॥ जया संवरमुक्किटुं, धम्मं फासे अणुत्तरं । तया धुणइ कम्मरयं, अबोहि-कलुसं कडं ॥१०॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org