________________
જે જે
૪
k
૩.
૫. સમ્યફદૃષ્ટિ પર દ્વેષ કરવો. ૬. સમ્યક્દષ્ટિની સાથે મિથ્યાગ્રહ સહિત વિવાદ કરવો. દર્શનાવરણીય કર્મનો વિપાક :
ઉપર્યુક્ત અશુભ આચરણના કારણે આત્માના દર્શન ગુણ નવ પ્રકારથી આવૃત થઈ જાય છે. ૧. ચક્ષુદર્શનાવરણ : નેત્ર શક્તિનું અવરૂદ્ધ થઈ જવું.
અચક્ષુદર્શનાવરણ : નેત્રનાં સિવાય બાકી ઈન્દ્રિયોની સામાન્ય અનુભવ શક્તિનું અવરૂદ્ધ થઈ જવું. અવધિ દર્શનાવરણ : સીમિત અતીન્દ્રિય દર્શનની ઉપલબ્ધિમાં બાધા ઉપસ્થિત થવી.
કેવળ દર્શનાવરણ : પરિપૂર્ણ દર્શનની ઉપલબ્ધિ ન થવી. ૫. નિદ્રા : સામાન્ય નિદ્રા
નિદ્રા-નિદ્રા : ગહરી નિદ્રા પ્રચલા : બેઠા-બેઠા આવી જનારી નિદ્રા. પ્રચલા-પ્રચલા : ચાલતા-ચાલતા પણ આવી જનારી નિદ્રા.
સ્યાનગૃદ્ધિ : જે નિદ્રામાં પ્રાણી મોટા-મોટા બળ-સાધ્ય કાર્ય કરી નાખે છે. અંતિમ બે અવસ્થાઓ આધુનિક મનોવિજ્ઞાનનાં દ્વિવિધ વ્યક્તિત્વનાં સમાન માની શકાય છે. ઉપર્યુક્ત પાંચ
પ્રકારની નિદ્રાઓના કારણે વ્યક્તિની સહજ અનુભૂતિની ક્ષમતામાં અવરોધ ઉત્પન્ન થઈ જાય છે. વેદનીય કર્મ : જેના કારણે સાંસારિક સુખ-દુઃખની સંવેદના થાય છે તેને વેદનીય કર્મ કહે છે. આના બે ભેદ છે -
૧. સાતા વેદનીય અને ૨. અસતાવેદનીય.
સુખરૂપ સંવેદનાનું કારણ સાતાવેદનીય અને દુઃખ રૂ૫ સંવેદનાનું કારણ અશાતાવેદનીય કર્મ કહેવાય છે. સાતા વેદનીય કર્મના કારણે :
દશ પ્રકારનાં શુભાચરણ કરનાર વ્યક્તિ સુખદ- સંવેદના રૂપ સતાવેદનીય કર્મનો બંધ કરે છે. ૧. પૃથ્વી, પાણી આદિના જીવો પર અનુકંપા કરવી.
વનસ્પતિ, વૃક્ષ, લતાદિ પર અનુકંપા કરવી. બેઈન્દ્રિય આદિ પ્રાણીઓ પર દયા કરવી.
પંચેન્દ્રિય પશુઓ અને મનુષ્યો પર અનુકંપા કરવી. ૫. કોઈને પણ કોઈપણ પ્રકારથી દુ:ખ ન આપવું.
કોઈપણ પ્રાણીને ચિંતા અને ભય ઉત્પન્ન થાય એવું કાર્ય ન કરવું. ૭. કોઈપણ પ્રાણીને શોકાકુળ ન બનાવવા. ૮. કોઈપણ પ્રાણીને મારવું નહિ અને
કોઈપણ પ્રાણીને પ્રતાડિત ન કરવા. કર્મગ્રંથોમાં સાતવેદનીય કર્મનાં બંધનનું કારણ ગુરૂભક્તિ, ક્ષમા, કરૂણા, વ્રતપાલન, યોગ-સાધના, કષાય
વિજય, દાન અને દઢ શ્રદ્ધા મનાયેલ છે. તત્વાર્થ સૂત્રકારનો પણ આ જ દૃષ્ટિકોણ છે. સાતા વેદનીય કર્મનો વિપાક :
ઉપર્યુક્ત શુભાચરણનાં ફળ સ્વરૂપ પ્રાણી નીચે પ્રમાણેની સુખદ સંવેદના પ્રાપ્ત કરે છે ! ૧, મનોહર, કર્ણપ્રિય સુખદ સ્વર શ્રવણ કરવા મળે છે.
સુસ્વાદુ ભોજન-પાણી આદિ ઉપલબ્ધ થાય છે. ૩. વાંછિત સુખોની પ્રાપ્તિ થાય છે. ૪. શુભવચન-પ્રશંસાદિ સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય છે. ૫. શારીરિક સુખ મળે છે.
જે
x
નું છે
61 For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org