________________
છું
૪
૪ ૪
-
જ્ઞાનાવરણીય કર્મ બંધનના કારણ :
જે કારણોથી જ્ઞાનાવરણીય કર્મના પરમાણુ આત્માથી સંયોજિત થઈને જ્ઞાન-શક્તિને કુંઠિત કરે છે તે છે છે૧. પ્રદોષ : જ્ઞાનીના અવર્ણવાદ (નિંદા) કરવા અને તેના અવગુણ કાઢવા. ૨. નિન્દવ : જ્ઞાનીના ઉપકારનો સ્વીકાર ન કરવો અથવા કોઈ વિષય જાણતા હોવા છતાં પણ અપલાપ કરવો.
અંતરાય : જ્ઞાનની પ્રાપ્તિમાં બાધક બનવું, જ્ઞાની અને જ્ઞાનીના સાધન પુસ્તકાદિને નષ્ટ કરવા. ૪, માત્સર્ય : વિદ્વાનોના પ્રતિ દ્રષ-બુદ્ધિ રાખવી, જ્ઞાનના સાધન પુસ્તક આદિમાં અરૂચિ રાખવી.
અશાતના : જ્ઞાન અને જ્ઞાની પુરૂષોનાં વચનોનો સ્વીકાર ન કરવો. તેનો સમુચિત વિનય ન કરવો. ૬. ઉપઘાત : વિદ્વાનોની સાથે મિથ્યાગ્રહ-યુક્ત વિસંવાદ કરવો અથવા સ્વાર્થવશ સત્યને અસત્ય સિદ્ધ કરવાનો
પ્રયત્ન કરવો. ઉપર્યુક્ત છ પ્રકારના અનૈતિક આચરણ વ્યક્તિની જ્ઞાન-શક્તિને કુંઠિત થવાનાં કારણ છે. જ્ઞાનાવરણીય કર્મનો વિપાક :
વિપાકની દષ્ટિથી જ્ઞાનાવરણીય કર્મના કારણો પાંચ રૂપોમાં આત્માની જ્ઞાન-શક્તિનાં આવરણ હોય છે. ૧. મતિજ્ઞાનાવરણ : ઈન્દ્રિય અને માનસિક જ્ઞાનક્ષમતાનો અભાવ. ૨. શ્રુતજ્ઞાનાવરણ : બૌદ્ધિક અથવા આગમ જ્ઞાનની અનુપલબ્ધિ.
અવધિજ્ઞાનાવરણ : અતીન્દ્રિય જ્ઞાન-ક્ષમતાનો અભાવ. મન:પર્યાય જ્ઞાનાવરણ : બીજાની માનસિક અવસ્થાઓનું જ્ઞાન પ્રાપ્ત કરી લેવાની શક્તિનો અભાવ. કેવળજ્ઞાનાવરણ : પૂર્ણજ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતાનો અભાવ. ક્યાંક-ક્યાંક વિપાકની દૃષ્ટિથી આના ૧૦ ભેદ પણ બતાવેલ છે
સાંભળવાની શક્તિનો અભાવ. ૨. સાંભળવાથી પ્રાપ્ત થનાર જ્ઞાનની અનુપલબ્ધિ.
દૃષ્ટિ શક્તિનો અભાવ. દૃશ્ય જ્ઞાનની અનુપલબ્ધિ.
ગંધ ગ્રહણ કરવાની શક્તિનો અભાવ. ૬. ગંધ સંબંધી જ્ઞાનની અનુપલબ્ધિ.
સ્વાદ ગ્રહણ કરવાની શક્તિનો અભાવ. ૮. સ્વાદ સંબંધી જ્ઞાનની અનુપલબ્ધિ. ૯, સ્પર્શ ક્ષમતાનો અભાવ અને
૧૦. સ્પર્શ સંબંધી જ્ઞાનની અનુપલબ્ધિ. ૨. દર્શનાવરણીય કર્મ :
જે પ્રમાણે દ્વારપાળ રાજાનાં દર્શનમાં બાધક થાય છે. તે પ્રમાણે જે કર્મ-વર્ગણાઓ આત્માની દર્શન શક્તિમાં બાધક હોય છે તે દર્શનાવરણીય કર્મ કહેવાય છે. જ્ઞાનથી પહેલા થનાર વસ્તુ-તત્વનો નિર્વિશેષ (નિર્વિકલ્પ) બોધ જેમાં સત્તાના સિવાય કોઈ વિશેષ ગુણ ધર્મની પ્રાપ્તિ થતી નથી એ દર્શન કહેવાય છે. દર્શનાવરણીય કર્મ આત્માનાં દર્શન-ગુણને આવૃત્ત કરે છે. દર્શનાવરણીય કર્મ બંધના કારણ :
જ્ઞાનાવરણીય કર્મની સમાન જ છ પ્રકારનાં અશુભ આચરણનાં દ્વારા દર્શનાવરણીય કર્મનો બંધ થાય છે. સમ્યફદૃષ્ટિથી નિંદા (છિદ્રાન્વેષણ) કરવી અથવા તેના પ્રતિ એકૃતજ્ઞ થવું. મિથ્યાત્વ કે અસતુ માન્યતાઓનું પ્રતિપાદન કરવું.
શુદ્ધ દૃષ્ટિકોણની ઉપલબ્ધિમાં બાધક બનવું. ૪. સમ્યક્દષ્ટિનો સમુચિત વિનય અને સમ્માન ન કરવું.
છે
$
$
60
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org