________________
પ્રસ્તાવના
૫૫ વીરરસની વિરુદ્ધ હોવા છતાં પણ ભરત મતના અનુસરણ માત્રની ઈચ્છાથી દ્વિતીય અંકમાં દુર્યોધન અને ભાનુમતીના શૃંગાર વર્ણનના રૂપમાં જોડ્યું – તે છે.
(૪) યથાવસર રસોના ઉદ્દીપન તથા પ્રશમનની યોજના અને વિશ્રાન્ત થતા પ્રધાનરસનું અનુસંધાન. (સ્મરણ રાખવું.) પ્રથમનું ઉદાહરણ “રત્નાવલી’ છે તો બીજાનું ઉદાહરણ ‘તાપસ વત્સરાજ છે.
(૫) અલંકારોના યથેચ્છ પ્રયોગની પૂર્ણશક્તિ હોવા છતાં પણ રસને અનુરૂપ જ પરિમિત માત્રામાં અલંકારોની યોજના.
અલંકાર રચનામાં સમર્થ કવિ ક્યારેક અલંકાર રચનામાં જ મગ્ન થઈને રસસંબંધની પરવા ન કરતાં પ્રબંધ રચે છે. એવા કવિને ઉપદેશ આપવા માટે આ પાંચમો હેતુ કહ્યો છે. કાવ્યમાં રસની ચિંતા ન કરતાં અલંકાર નિરૂપણમાં જ આનંદ લેનાર કવિ પણ જોવા મળે છે. પણ આનંદવર્ધન અલંકારોનો માફકસર, રસને ક્ષતિ ન કરે તેમ ઉપયોગ કરવાનું સૂચવે છે. આ પાંચ પ્રબંધગત રસના અભિવ્યંજક હેતુઓ છે.
૧૫. ચિત્રકાવ્ય ભામહ વગેરે પ્રાચીન આલંકારિકોએ કાવ્યના સ્વરૂપ (form) ને અનુલક્ષીને કાવ્યના પ્રકારો આપ્યા છે. આનંદવર્ધને કાવ્યના આત્મા 'ધ્વનિ'ના અનુસંધાનમાં કાવ્યનું વર્ગીકરણ કર્યું છે. ધ્વનિ જે કાવ્યમાં પ્રધાનપણે રહેલો હોય તે “ધ્વનિ કાવ્ય છે. (ઉત્તમ કાવ્ય છે.) ધ્વનિ (=વ્યંગ્યાર્થ) જે કાવ્યમાં ગૌણ રીતે રહેલો હોય તે કાવ્ય “ગુણીભૂતવ્યંગ્ય (મધ્યમ) કાવ્ય છે. જે કાવ્યમાં ધ્વનિ (વ્યંગ્યાર્થ) ન હોય તે “ચિત્રકાવ્ય' (અધમ કાવ્ય) છે. અભિનવગુપ્ત, મમ્મટ, વિશ્વનાથ, આનંદવર્ધનનું જ અનુસરણ કરે છે. મમ્મટે “શવિત્ર અર્થવિત્ર અવ્ય તુ અવર મૃતમે કહ્યું છે. જગન્નાથે ચિત્રકાવ્ય-અવર-અધમ કાવ્યના પણ બે ભેદ માન્યા છે. અર્થચિત્ર હોય તે અધમ અને શબ્દચિત્ર હોય તે અધમાધમ કાવ્ય છે.
આનંદવર્ધને તૃતીય ઉદ્યોત (ક. ૪૨, ૪૩)માં ‘ચિત્ર કાવ્ય'ની આ રીતે વ્યાખ્યા કરી છે.
गुणप्रधानभावाभ्यां व्यङ्ग्यस्यैवं व्यवस्थिते । काव्ये उभे ततोऽन्यद्यत् तच्चित्रमभिधीयते ।। चित्रं शब्दार्थभेदेन द्विविधं च व्यवस्थितम् । तत्र किञ्चिच्छब्दचित्रं वाच्यचित्रमतः परम् ।। જ્યારે વ્યંગ્યાર્થ મુખ્ય હોય ત્યારે “ધ્વનિકાવ્ય અને વ્યંગ્યાર્થ ગૌણ હોય ત્યારે ગુણીભૂતવ્યંગ્ય કહેવાય છે. તેનાથી જુદું, રસ, ભાવ વગેરે તાત્પર્ય વિનાનું અને વ્યંગ્યાર્થિને પ્રગટ કરવાની શક્તિ વિનાનું કેવળ વાચ્યાર્થ અને વાચક શબ્દના