________________
પ્રથમ ઉઘોતઃ ૧, ૨
૧.૪ બીજાઓ વળી તેનો અભાવ બીજી રીતે કહેશે. ધ્વનિ કોઈ અપૂર્વ વસ્તુ હોય એ તો સંભવતું જ નથી. કેમકે રમણીયતાનું અતિક્રમણ નથી કરતો એવા તેનો, ગણાવેલા ચારુત્વ હેતુઓમાં જ સમાવેશ થઈ જાય છે. તેમાંના અમુકને જ અપૂર્વ એવું (નવું) નામ આપીએ તો (ભાગ્યે જ) કંઈ (નવું) કહ્યું કહેવાય. વળી વાણીના વૈચિત્ર્યના (= કથન શૈલીના) અનંત પ્રકાર હોવાથી પ્રસિદ્ધ કાવ્યલક્ષણકારો દ્વારા અપ્રદર્શિત કોઈ નજીવો પ્રકાર સંભવિત પણ હોય તો પણ ધ્વનિ', 'ધ્વનિ કહી ખોટા સહૃદયત્વની ભાવનાથી આંખો મીંચીને જે નર્તન કરાય છે તેનું કારણ અમે સમજતા નથી. બીજા મહાત્માઓ વડે (આચાર્યો વડે) અલંકારોના હજારો પ્રકારો પ્રકાશિત કરાયા છે અને પ્રકાશિત કરે છે. તેમની આ દશા સાંભળી નથી. માટે ધ્વનિ તો પ્રવાદમાત્ર છે. તેમજ એનું તપાસી શકાય એવું (બારીક) તત્ત્વ જરાક પણ બતાવી શકાય એમ નથી. આ આશયનો અન્ય (કવિ)નો આ શ્લોક પણ છે
જેમાં અલંકારથી યુક્ત મનને પ્રસન્ન કરનારી કોઈ વસ્તુ નથી, જે વિદ્વત્તાભય વચનો દ્વારા રચાઈ ગઈ નથી અને જેમાં વક્રોક્તિ નથી. જડ લોકો તે કાવ્યની પ્રેમથી ધ્વનિયુક્ત કહીને, પ્રશંસા કરે છે. જો કોઈ પુણ્યાત્મા (સમજુ, બુદ્ધિશાળી) તેને . તેનું સ્વરૂપ પૂછે તો શું કહેશે તે અમે જાણતા નથી.”
૧.૫ બીજા કેટલાક તેને ‘ભાત’ કહે છે. બીજા તે ધ્વનિ નામના કાવ્યના આત્માને ગુણવૃત્તિ ( લક્ષણા) કહે છે. જો કે કાવ્યના લક્ષણકારો એ ધ્વનિ શબ્દનો ઉલ્લેખ કરીને ગુણવૃત્તિ કે એવો બીજો પ્રકાર પ્રકાશિત કર્યો નથી તેમ છતાં અમુખ્ય વૃત્તિથી ( ગૌણવૃત્તિથી) કાવ્યમાં વ્યવહાર થાય છે એમ બતાવનારે ધ્વનિમાર્ગને જરાક સ્પર્શ કર્યો છે પણ તેનું લક્ષણ ક્યું નથી એવી કલ્પના કરીને (કારિકામાં) મામડુિતમને (=બીજા કેટલાક તેને ‘ભાત’ કહે છે) એમ કહ્યું છે.
૧.૬ કેટલાક વળી, લક્ષણ બાંધવામાં અપ્રગર્ભ બુદ્ધિવાળાએ, ધ્વનિના તત્ત્વને, વાણીને અગોચર, માત્ર સહૃદયનાં હૃદયથી જણાય તેવું છે એમ કહ્યું છે. તેથી આવા મતભેદ હોવાને કારણે સદયના મનની પ્રીતિને અર્થે, અમે તેનું સ્વરૂપ કહીએ છીએ.
તે ધ્વનિનું સ્વરૂપ બધા સત્કવિઓનાં કાવ્યોનું પરમ સારરૂપ, અત્યંત સુંદર, પ્રાચીન કાવ્ય લક્ષણકારોની સૂક્ષ્મતર બુદ્ધિથી પણ પ્રકાશિત થયેલું નથી. તેમજ રામાયણ, મહાભારત આદિ લક્ષ્યગ્રંથોમાં- કાવ્યોમાં સર્વત્ર તેના પ્રસિદ્ધ વ્યવહારને લક્ષિત કરનાર સહૃદયોનાં મનમાં આનંદ આપે તેવો ધ્વનિ) પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે, માટે પ્રકાશાય છે.
કારિકા-૨ અને વૃત્તિ - તેમાં જેની વ્યાખ્યા આપવાનું શરૂ કર્યું છે તે ધ્વનિની ભૂમિકા રચવા આમ કહે છે.
“સદ્ધયો દ્વારા પ્રશસિત જે અર્થ કાવ્યના આત્માના રૂપમાં પ્રતિષ્ઠિત છે તેના વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદ કહેલા છે.”