Book Title: Dhvanyaloak
Author(s): G S Shah
Publisher: Parshva Publication

View full book text
Previous | Next

Page 411
________________ અભ્યાસ નોધ (ઉ. ૪/૬) ' સિધ્ધાંત પક્ષ છે. તેની સામે મહાભારતમાં સાંસારિક વ્યવહારને લગતી બાબતો, રાજ્ય માટે યુદ્ધ, ધૃત વગેરેનું વર્ણન પૂર્વપક્ષ તરીકે છે. રાજ્ય માટે લડો, ઝઘડો અંતે એ બધું અસાર છે એ ભાવાર્ય છે. (૬) મ.ભા.માં આવતાં દેવતા, તીર્થ, તપ વગેરેનાં વર્ણનો, પરબ્રહ્મની પ્રાપ્તિથી ‘શાંતરસ'ની પ્રાપ્તિ થાય તેના ઉપાય તરીકે જ ગણવાનાં છે. () ગીતા વગેરેમાં વૈરાગ્ય મુખ્યત્વે બતાવ્યો છે. તેથી મ.ભા.માં આવતા એવા બધા ભાગો ભગવત્ પ્રાપ્તિના ઉપાયો છે.” (vi) શબ્દતત્ત્વવિદ્ધિઃ વ્યાકરણ શાસ્ત્રને જાણનારાઓ વડે. આચાર્ય વિશ્વેશ્વરે આ સમજાવવા “2ષ્યવૃળિયુગશ” નામનું પાણિનિનું સૂત્ર ઉધૃત કર્યું છે. તથા એ સૂત્રને સમજાવતાં ટીકાકાર કેટ અને કાશિકાકારનાં વાક્યો ટાંક્યાં છે. (પૃ. ૩૪૮) કારિકા અને વૃત્તિ (i) ચોથા ઉદ્યોતના આરંભે ગ્રંથકારે કહ્યું હતું કે ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યના માર્ગનું અવલંબન કરવાથી કવિઓનો પ્રતિભાગુણ અનંત થઈ જાય છે. ધ્વનિ વિશે કહ્યા પછી આ કારિકા અને વૃત્તિમાં ‘ગુણીભૂતવ્યંગ્ય’નો આશ્રય લેવાથી પ્રતિભા ગુણમાં અનંતતાં કેવી રીતે આવે છે તે દર્શાવ્યું છે. વસ્તુ, અલંકાર અને રસ-એમ ‘ગુણીભૂત વ્યંગ્ય’ પણ ત્રણ પ્રકારનો છે. ગુણીભૂતવ્યંગ્ય’નો વિસ્તાર અનંત છે. વૃત્તિકારે ‘ગુણીભૂત વ્યંગ્ય દ્વારા કાવ્યર્યમાં નવીનતા આવી હોય તેનાં ઉદાહરણ આપ્યાં નથી. અભિનવગુણે દિગ્દર્શન કરાવવા વસ્તુ, અલંકાર અને રસ આ ત્રણ ગુણીભૂતવ્યંગ્યથી કાવ્યમાં નવીનતા આવતી હોય તેનાં એક એક ઉદાહરણ આપ્યાં છે. (૧) અભિનવની સ્વરચિત પ્રાકૃત ગાથાની સંસ્કૃત છાયા ડૉ. રામસાગર ત્રિપાઠીએ ‘તારાવતી’ ટીકામાં આ પ્રમાણે આપી છે. (નવો શ્લોક) भयविह्वल रक्षणैकमल्लशरणागतानामर्थानाम् । क्षणमात्रमपि न दत्ता विश्रामकथेतियुक्तमिदम् ॥ જૂના શ્લોક તરીકે આપેલ પ્રાકૃતગાથાની સંસ્કૃત છાયા त्यागिजनपरम्परासञ्चारणखेदनिस्सहशरीराः । अर्थाः कृपणगृहस्थाः स्वस्थावस्थाः स्वपन्तीव ॥ વસ્તુ જૂનું હોવા છતાં ગુણીભૂતવ્યંગ્ય’ વસ્તુથી નવીનતા આવી હોય તેનું પ્રથમ લખ્યો તે નવો શ્લોક ઉદા. છે. “આપ સતત ધનને દાનમાં આપતા રહો છો, એ તમારું ઔદાર્ય છે' - આ વ્યંગ્યાર્થ, શ્લોના વાચ્યાર્થને ઉપકારક થઈ નવીનતા લાવે છે. (૨) વ્યંગ્ય અલંકારથી વાચ્યાર્થને પુષ્ટિ મળતાં નવીનતા આવ્યાનું ઉદા. અભિનવ, પોતે રચેલ શ્લોકનું આપે છે. (નવો શ્લોક).

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428