Page #1
--------------------------------------------------------------------------
________________
श्री आनन्दवर्धनाचार्यविरचितः
ध्वन्यालोकः
डा. भेस शा
P
પાર્શ્વ પબ્લિકેશનઃઅમદાવાદ
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
श्रीआनन्दवर्धनाचार्यविरचितः ध्वन्यालोकः
(પ્રસ્તાવના, સંસ્કૃત ગ્રંથ ગુજરાતી ભાષાંતર તથા લોચન’
વગેરેના ભાવાર્થ યુક્ત અભ્યાસનોંધ સાથે)
વ્યાખ્યાકાર ડો. જી. એસ. શાહ. નિવૃત્ત આચાર્ય અને સંસ્કૃતના પ્રાધ્યાપક
ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ, ગાંધીનગર ગવર્મેન્ટ આર્ટ્સ કોલેજ, વાંસદા, જિ. વલસાડ. માનદ પ્રાધ્યાપક, મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમી,
અમદાવાદ-૧૫
પાર્શ્વ પબ્લિકેશન અમદાવાદ
Page #4
--------------------------------------------------------------------------
________________
DHVANYALOKA
of Anandavaradhan Edited by Dr. G. S. Shah
5
,
6
પ્રકાશક ને બાબુભાઈ હાલચંદ શાહ
પાર્શ્વ પબ્લિકેશન નિશાપોળ, ઝવેરીવાડ, રિલીફરોડ
અમદાવાદ-૩૮૦૦૦૧ પ્રથમ આવૃત્તિ : ૧૯૯૬
મૂલ્ય રૂ. ૧૭૫-૦૦
નકલ ૧૦૦૦ © ડૉ. જી. એસ. શાહ.
લેસર કમ્પોઝ શ્રી સ્વામિનારાયણ મુદ્રણ મંદિર ૨૧, પુરુષોત્તમનગર, બસ સ્ટેન્ડ પાસે, નવાવાડજ,
અમદાવાદ-૩૮૦૦૧૩. ફોન : ૭૪૧૫૭૫૦
મુદ્રક નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ
Page #5
--------------------------------------------------------------------------
________________
નિવેદન
આનંદવર્ધનને ધ્વન્યાલોક' એટલે “અલંકારશાસ્ત્રનો સીમાચિહ્નસમો શકવર્તી ગ્રંથ.
અનુસ્નાતક શિક્ષક તરીકેની મારી ૩૨ વર્ષની કારકિર્દીમાં ભાવનગર, રાજકોટ, પાટણ અને વિસનગરનાં અનુસ્નાતક કેન્દ્રોમાં જુદા જુદા સમયે, “ધ્વન્યાલોક'નું અધ્યાપન કરાવવાનો અવસર મળ્યો હતો. તેથી આ ગ્રંથનાં અંગ્રેજી, ગુજરાતી, હિન્દી ભાષામાં સંપાદનો અને વિવેચનના ગ્રંથો હોવા છતાં સાહિત્ય શાસ્ત્રના જિજ્ઞાસુ વાચકો અને ખાસ તો એમ. એ. સંસ્કૃતના અલંકાર શાસ્ત્રના વિદ્યાર્થીઓ માટે ‘ધ્વન્યાલોક'ની ગુજરાતી ભાષામાં કેવી આવૃત્તિ હોવી જોઈએ તેનું કલ્પના- ચિત્ર મારા માનસપટ પર અંક્તિ હતું. એટલે પાર્શ્વ પબ્લિકેશનના શ્રી બાબુભાઈ શાહે મને ધ્વન્યાલોક'ની આવૃત્તિ તૈયાર કરવાનું કહ્યું ત્યારે એ કામ મેં સહર્ષ વધાવી લીધું. ઉત્તમ પ્રશિષ્ટ ગ્રંથો સમયે સમયે મૂલ્યાંકન અને અભ્યાસ ખમી શકે તેવા હોય છે.
ધ્વનિ સિદ્ધાન્ત અને ધ્વન્યાલોક પર અંગ્રેજી, હિન્દી, ગુજરાતીમાં લખાયેલા ગ્રંથોના પુરોગામી વિદ્વાન લેખકોનું ઋણ હું કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારું છું તથા તેમનો આભાર માનું છું. સંદર્ભ સૂચિમાં અને ગ્રંથ ભાગમાં તેમનો નિર્દેશ કર્યો છે.
“ધ્વન્યાલોક' માં અનેક સ્થળે પાઠાન્તરો છે. સંસ્કૃત પાઠ (text) Lટે ભાગે આચાર્ય વિશ્વેશ્વર સિદ્ધાન્ત શિરોમણિનો સ્વીકાર્યો છે. મેં પાઠભેદોની ચર્ચા કરી નથી. મેં સંસ્કૃત લખાણને વફાદાર રહી વ્યાકરણને અનુસરીને ગુજરાતી અનુવાદ આપવાનો પ્રયાસ કર્યો છે. અનુવાદમાં ખૂટતા અર્થની પૂર્તિ કૌસમાં સમજુતી આપીને કરી છે.
અભિનવ ગુણની ‘લોચન’ ટીકા વિસ્તૃત અને સશક્ત ટીકા છે. અભ્યાસનોધમાં ‘લોચન’ ટીકાની મહત્ત્વની ચર્ચા અને ભાવાર્થ આવરી લીધેલ છે. અભ્યાસનોંધમાં શ્રી ડોલરરાય માંકડ, શ્રી નગીનદાસ પારેખ, ડૉ. જગન્નાથ પાઠક, ડૉ. રામસાગર ત્રિપાઠી, આચાર્ય વિશ્વેશ્વર વગેરેના ગુજરાતી હિન્દીમાં લખાયેલ “ધ્વન્યાલોક'ના વ્યાખ્યા ગ્રંથોના અભ્યાસ અને તારણોને ઉપયોગમાં લીધેલ છે. ગ્રંથના આરંભમાં આપેલ વિસ્તૃત પ્રસ્તાવનામાં “ધ્વન્યાલોક'ના અભ્યાસ માટે આવશ્યક મુદ્દાઓ સમાવી લીધા છે.
આ ભગીરથ કાર્ય ઈશ્વરના અનુગ્રહ અને ઇચ્છાથી સંપન્ન થઈ શક્યું છે. ભગવાને મને નિમિત્ત બનાવીને આ કાર્ય કરાવ્યું છે એમ હું માનું છું. “નાનો ખૂબ છતાં હું તારો, તવ શક્તિ અભિમાન માં હું પૂરી શ્રદ્ધા ધરાવું છું.
Page #6
--------------------------------------------------------------------------
________________
મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમીના માનદ મંત્રી શ્રી નટુભાઈ પુજારાનો મારા કાર્યમાં સહકાર 'રહ્યો છે. નિયામક ડૉ. રશ્મિકાન્ત પી. મહેતા અને ડૉ. પ્રજ્ઞા જોષીની સાથે કેટલાક મુદ્દાઓ પર વિચારણા કરી છે. તેમનો આભાર.
મારા કાર્યમાં સૂચનો કરી મને પ્રોત્સાહિત કરવા માટે ડૉ. આર. સી. શાહ – નવસારી, પ્રા. જે. એન. શેલત-વલસાડ, ડૉ. ડી. જી. વેક્રિયા-પાટણ, ડૉ. જે. એસ. પટેલ-વિસનગર, પ્રિ. આર. આર. શાહ-કપડવંજ તથા મુ. ડૉ. રમેશભાઈ બેટાઈ– અમદાવાદનો હું આભાર માનું છું.
મારા આ ગ્રંથનું મૂલ્યાંકન કરી અભિપ્રાય અને ઉષ્માભર્યો આવકાર આપવા બદલ, અલંકારશાસ્ત્રના મર્મજ્ઞ વિદ્વાન પ્રિ. જયાનન્દભાઈ દવે સાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું.
‘અલંકાર શાસ્ત્રમાં’ રસ જગાડનાર એલ. ડી. આર્ટ્સ કોલેજના મારા ગુરુ સ્વ. પ્રોફે. રા. બ. આઠવલે સાહેબ તથા પૂ. ડૉ. એસ્તબેન સોલોમન, તથા એસ. પી. યુનિ. વલ્લભવિદ્યાનગરનાં ડૉ. ચિત્રાબહેન શુક્લ અને ડૉ. કે. એચ. ત્રિવેદીને હું સાદર વંદન કરું છું.
ઝુકરીડીંગમાં મદદરૂપ થનાર મારી પુત્રીઓ પ્રા. સૌ. મિતાબેન, સૌ. હર્ષકા, સૌ. અવની તથા ચિ. મેધા તથા કામ જલદી પૂરું કરવાની પ્રેરણા આપતાં રહેનાર શ્રીમતી ચંદનબેનનો સહર્ષ ઉલ્લેખ કરું છું.
આવું આર્થિક રોકાણ માંગી લેતું છતાં ઉપયોગી કામ થાય તેમાં રસ લેનાર પાર્શ્વ પબ્લેિકશનના માલિક પ્રિય શ્રી બાબુભાઈ, તેમના સ્ટાફના સભ્યો, લેસર કંપોઝ અને મુદ્રણનું કાર્ય કરનાર સૌનો હાર્દિક આભાર.
નિજ આષાઢી બીજ, રથયાત્રા
તા. ૧૭-૭-૧૯૯૬
અમદાવાદ-૧૫.
ગોવિંદલાલ શં. રાહ
Page #7
--------------------------------------------------------------------------
________________
શકવતી ગ્રંથનું સૂઝભર્યું સંપાદન ભરતથી જગન્નાથ સુધીના, લગભગ બે હજાર વર્ષના પ્રલંબ પટ પર પથરાયેલા, સમગ્ર અલંકારશાસ્ત્રના ઇતિહાસમાં જે થોડા યુગપ્રવર્તક ગ્રંથો છે, તેમાં “ધન્યાલોકનું સ્થાન અત્યંત મહત્ત્વનું છે. આ જ કારણે, વ્યાકરણશાસ્ત્રમાં “અષ્ટાધ્યાયી’ અને વેદાન્તદર્શનમાં બ્રહાસૂત્ર' જેવા રાજ્વર્તી ગ્રંથો સાથે તેની સમકક્ષતા સ્વીકારવામાં આવી છે, તે સંપૂર્ણતઃ સમુચિત છે. “કાવ્ય પ્રકાશ”, “સાહિત્યદર્પણ અને રસગંગાધર જેવા અગ્રણી અનુગામી વિવેચન ગ્રંથોમાં વન્યાલોકનો પ્રભાવ સ્પષ્ટ વરતાય છે, એટલું જ નહીં પરંતુ દશમા શતક પછીના અલંકારશાસ્ત્ર-ગ્રંથોમાં મોલિક મીમાંસા કરતાં, આનન્દવર્ધન-પ્રસ્થાપિત સિદ્ધાંતોનાં જ, મહદંશે, સમીક્ષણ-સંમાર્જન અને વ્યાખ્યા-વિવરણ થયાં છે, એમ કહેવામાં પણ અતિશયોક્તિ નથી. ટૂંકમાં, મિલ્ટને જેના માટે “Life-blood of a Master spirit” એવું લક્ષણ બાંધ્યું છે, એવો પ્રશિષ્ટ આ ગ્રંથ છે.
પરંતુ “ધ્વન્યાલોકનો મહિમા આટલા-પીરસ્ય કાવ્યશાસ્ત્ર-પૂરતો જ મર્યાદિત નથી; એબરહોખી, રિચાર્ડ્ઝ, ટોચે, કાર, એલિયટ, મેકફૂગલ અને અન્ય પાશ્ચાત્ય વિવેચકોએ અસ્તિત્વવાદ, અભિવ્યંજનાવાદ, પ્રતીકવાદ, સૌન્દર્યવિચાર, ‘એબ્સર્ડ અને ‘ઇટ્યૂશન’ની વિભાવના વગેરે અભિનવ કાવ્યમીમાંસાગત સંપ્રત્યયોનું, છેલ્લા બે-એક શતકો દરમિયાન, પ્રતિપાદન કર્યું, તેના પાયામાં રહેલાં હાર્ટ અને મૂળભૂત તત્ત્વોનું શાસ્ત્રીય નિરૂપણ, એક હજાર વર્ષ પહેલાં, મુખ્યત્વે આનંદવર્ધને (તથા, ત્યારપછી, અભિનવગુપ્ત, કુન્તક વગેરેએ) કર્યું હતું, એ હકીકતનો સ્વીકાર તો પાશ્ચાત્ય વિવેચનસાહિત્યમાં પણ થયો છે : સ્ટિફન માલાને ૧૯ત્મા શતકના ફાન્સનો આનંદવર્ધન માનવામાં આવ્યો છે, એ હકીકત ઉપર્યુક્ત નિરીક્ષણનું સમર્થન કરે છે.
લગભગ સાડા છ દાયકા પહેલાં, સ્વ. આચાર્યશ્રી ડોલરભાઈ માંકડે, કરાંચીથી પ્રગટ થતા “ઊર્મિ' માસિકમાં, વન્યાલોકનાં અનુવાદ-ટિપ્પણ, ટુકડે ટુકડે, પ્રસિદ્ધ ક્ય હતાં, એનું સ્મરણ થાય છે. શ્રી ડોલરભાઈનાં આ લખાણોને, ત્યારપછી, ૧૯૬૯માં, ગુજરાત યુનિવર્સિટીએ ગ્રંથસ્થ કર્યા હતાં, પરંતુ તેમાં કારિકાઓ અને શ્લોકોનો અનુવાદ સમશ્લોકી હતો. આચાર્ય ડૉ. શ્રી ગોવિંદભાઈ શાહ, શ્રી ડોલરભાઈના આ ગ્રંથનાં પરિશિષ્ટ તૈયાર કરીને, એ સંપાદનના સહાયક બન્યા હતા. અનુસ્નાતક અધ્યાપનની ૩૨ વર્ષની સુદીર્ઘ કારકિર્દી દરમિયાન, એક સ્વસ્થ, સંનિષ્ઠ અને વિષય-નિષ્ણાત અધ્યાપક તરીકે, “ધ્વન્યાલોકજેવા, સીમાચિન સમા શાસ્ત્રગ્રંથની કેવી આવૃત્તિ, ઉચ્ચ કક્ષાના અભ્યાસીઓ માટે, હોવી જોઈએ, એનું એક સ્પષ્ટ વિભાવનાચિત્ર, શ્રી ગોવિંદભાઈના માનસ-પટ પર અંક્તિ થયું હતું. “વન્યાલોક'ના આ વ્યાખ્યાગ્રંથમાં સમાવિષ્ટ સામગ્રી તથા તેની સંપાદન-રોલી જોતાં, એમણે પોતાના આ desideratum ને સુયોગ્ય રીતે સંપન્ન કર્યું છે, એમ નિરાંક કહી શકાય.
મૂળ સંસ્કૃત ગ્રંથ, સામેના પાને જ સરળ-સુવાચ્ય ગુજરાતી અનુવાદ અને સવિસ્તર તથા સમીક્ષાત્મક અભ્યાસનોંધ,- એ ત્રણ વિભાગોમાં, ગ્રંથ-પ્રતિપાદિત સિદ્ધાંતોને
Page #8
--------------------------------------------------------------------------
________________
સમ્યક્ રીતે સમજવા માટેની સર્વ આવશ્યક સામગ્રી સમાવિષ્ટ થઈ જાય છે. અને એ જ રીતે, ગ્રંથના આરંભમાં જોડેલી સુદીર્ઘ અને વિસ્તૃત પ્રસ્તાવનામાં, ગ્રંથ અને ગ્રંથકાર અંગેના સર્વ જરૂરી મુદ્દાઓ તથા ગ્રંથના ચારેય ઉદ્યોતોમાં નિરૂપિત બધા જ નાના-મોટા સિદ્ધાંતોની સર્વાંગીણ અને સુવ્યવસ્થિત સમીક્ષા, આ બધું અનુસ્નાતક વિદ્યાર્થીઓ તેમજ અલંકારશાસ્ત્રના અભ્યાસીઓને નજર સમક્ષ રાખીને રજુ થયું હોવાથી, સારી રીતે અધ્યયન-સહાયક તો બન્યું જ છે, તુલનાત્મક વિશેષ અભ્યાસ માટે પ્રોત્સાહક બનવા સક્ષમ પણ છે. ગ્રંથને અંતે જોડવામાં આવેલાં પરિશિષ્ટો અને સંદર્ભગ્રંથ-સૂચિ ગ્રંથસંપાદનને શિષ્ટતા અને શાસ્ત્રીયતા અર્પે છે.
આમ, એક અધ્યયન-ગ્રંથ તરીકે આ પુસ્તકની મૂલ્યવત્તા તો ઊંચી છે જ, પરંતુ સાચું અને સવિશેષ મહત્ત્વ તો એ છે કે શ્રી ગોવિંદભાઈ, ધ્વનિ-સંપ્રદાયના પ્રસ્થાપક આનન્દવર્ધનના, ધ્વન્યાલોક' જેવા એક પ્રશિષ્ટ-સંમાન્ય શાસ્ત્રગ્રંથના, પ્રબુદ્ધ અને દૃષ્ટિસંપન્ન વ્યાખ્યાકાર તરીકે અહીં ધ્યાનાર્હ બને છે. પાઠભેદ-ચર્ચા, હસ્તપ્રતો અને ગ્રંથની વાચનાઓ વગેરે પાંડિત્ય - પ્રર્શનનાં પ્રલોભનને તેમણે સભાનતાપૂર્વક ટાળ્યું છે, તેમ છતાં પોતાનાં નિરૂપણમાં તેમણે સ્વાધ્યાય-સંશોધન તથા સુરુચિ-શિષ્ટતાનાં પરંપરાગત સર્વ ઉચ્ચ ધોરણોને સતત અને સર્વાંગસૂત્ર જાળવી રાખ્યાં છે. પોતાના પ્રતિપાદનના સમર્થનમાં, ‘લોચન’‘દીદ્ધિતિ’ જેવી ટીકાઓ ઉપરાંત પુરોગામી વ્યાખ્યાકારોનાં તારણો અને અભિપ્રાયોને, આવશ્યકતા અનુસાર, નોંધીને, વાચકના અધ્યયન-ફલકનો તેમણે સમુચિત વિસ્તાર ર્યો છે, પરંતુ જરૂર જણાઈ ત્યાં તેમનાં ખંડન-નિરસન કરતાં પણ તેઓશ્રી અચકાયા નથી. આ રીતે, આવાં સંપાઠનોમાં ઈષ્ટ તથા અપેક્ષિત એવી તટસ્થતા અને વિવેકદૃષ્ટિને તેમણે અહીં સુપેરે સમન્વિત કરી છે.
આવા સર્વોત્તમ અને પ્રશિષ્ટ પ્રકારના ગ્રંથના સંપાદન વિશે, ગમે તેવા સમર્થ વિવેચકો કે વ્યાખ્યાકારો પણ એવો દાવો ન કરી શકે કે એનાં અર્થઘટન અને વિવરણ વિશે જે કહેવા જેવું હતું તે બધું જ તેમણે કહી નાખ્યું છે. અને આચાર્ય ડૉ. શ્રી ગોવિંદભાઈ શાહ તો જેટલા નિષ્ઠાવાન એટલા જ નમ્ર પણ છે ઃ આ ‘ભગીરથ કાર્ય’ સંપન્ન થઈ શક્યું એનો સંપૂર્ણ યા તેઓશ્રી ઈશ્વરાનુગ્રહને જ આપે છે. આવી સારસ્વત સિદ્ધિ પરત્વેનો તેમનો આ નિતાંત આધ્યાત્મિક અભિગમ, આર્જવ-આભિજાત્ય-સૂચક હોવાથી, ખરેખર, પ્રશસ્ય છે.
સંશોધનની શિસ્ત જાળવતા, આવા વિદ્યાકીય ઉપક્રમને પરિપૂર્ણ કરવા માટે શ્રી ગોવિંદભાઈને હું હાર્દિક ધન્યવાદ પાઠવું છું અને આ સંપાદનને ઉષ્માપૂર્વક આવકારું છું. અલંકારશાસ્ત્રના અભ્યાસમાં રસ ધરાવતા સહુ કોઈ માટે આ ગ્રંથ ઉપયોગી અને મદદરૂપ નીવડશે, એવી મને શ્રદ્ધા છે.
રાજકોટ,
નિજ આષાઢ પૂર્ણિમા (ગુરુપૂર્ણિમા), મંગળવાર, ૩૦ જુલાઈ, ૧૯૯૬.
જયાનન્દ દવે
Page #9
--------------------------------------------------------------------------
________________
અનુક્રમ
પ્રસ્તાવના
૧. ધ્વનિ સિદ્ધાન્ત, ધ્વન્યાલોક અને આનંદવર્ધન અંગે વિદ્વાનો.
૨. ‘અલંકારશાસ્ત્ર’– પરિચયાત્મક ભૂમિકા.
૩. આનંદવર્ધન-જીવન, સમય, ગ્રંથો.
૪. ‘ધ્વન્યાલોક’નું ગ્રંથકર્તૃત્વ.
૫.
‘‘ધ્વન્યાલોક’’
(i) વુધૈ: સમાસ્નાતપૂર્વ: એવા ધ્વનિ સિદ્ધાન્તને રજૂ કરતો ગ્રંથ. (ii) શીર્ષક
(iii) વિષય વસ્તુ
(iv) ઉલ્લેખાયેલ કૃતિઓ અને લેખકો. (v) ટીકા ગ્રંથો.
૬. ધ્વનિ વિરોધીઓ અને આનંદવર્ધને કરેલું ખંડન. (i) અભાવવાઢી મત અને તેનું ખંડન (ii) ભાક્તવાદીઓનો મત અને તેનું ખંડન (iii) અનિર્વચનીયવાદીઓનો મત અને તેનું ખંડન
(iv) ધ્વનિ વિરોધ અંગે વિશેષ માહિતી.
૭. પ્રતીયમાન અર્થ
૮. સ્કોટ સિદ્ધાન્ત પરથી ધ્વનિ
૯. ધ્વનિના પ્રકારો અને પેટાપ્રકારો
૧૦. શબ્દશક્તિમૂલ ધ્વનિ અને શ્લેષ
૧૧. રસવત્ વગેરે અલંકારો, રસાભાસ અને ગુણીભૂત વ્યંગ્ય
૧૨. વિરોધી રસોનો પરિહાર
૧૩. (i) ગુણ અને અલંકાર; (ii) ગુણ અને સંઘટના
૧૪. પ્રબંધ વ્યંજકતા
૧૫. ચિત્રકાવ્ય
૧૬. મહાભારતનો પ્રધાનરસ-શાંતરસ
૧૧ થી ૭૦
૧૧
૧૨
૧૫
૧૬
२०
૫
૩૪
૩૫
३७
૪૪
૪૫
४७
૪૮
૫૨
૫૫
૫૭
Page #10
--------------------------------------------------------------------------
________________
૧૭. કાવ્યમાં સંવાદ
૫૯ ૧૮. આનંદવર્ધને રસધ્વનિનાં વ્યંજક તત્ત્વ તરીકે ગુણ, અલંકાર, સંઘના, રીતિ, વૃત્તિ અને દોષનું કરેલું નિરૂપણ
૬ ૨ ધ્વન્યાલોક સંસ્કૃત ગ્રંથ અને ગુજરાતી ભાષાંતર ૭૧ થી ૨૯૭ ઉદ્યોત-૧ ઉદ્યોત-૨ ઉદ્યોત-૩ ઉદ્યોત-૪ દવન્યાલોક-અભ્યાસનોધ
૨૯૮ થી ૪૧૪ ઉદ્યોત-૧ ઉદ્યોત – ૨ ઉદ્યોત-૩
ઉદ્યોત-૪ • પરિશિષ્યો
૪૧૪ થી ૪૨૨ • સંદર્ભગ્રંથ સૂચિ
૪૨૩ થી ૪૨૪
Page #11
--------------------------------------------------------------------------
________________
श्रीआनन्दवर्धनाचार्यविरचितः
ध्वन्यालोकः
Page #12
--------------------------------------------------------------------------
________________
| (હરિગીત છંદ) અપૂર્વ વસ્તુ જે રચે, વિસ્તારે પણ, કારણ વગર, પથ્થર સમા નીરસ જગતને, સારમય રસથી ભરે. પ્રતિભા અને અભિવ્યક્તિને પ્રસરાવી કરતું જે સુભગ, વાઝેવીનું એ તત્ત્વ, કવિ-ભાવક રૂપે વિજયી બને.
(લોચન” ના મંગલ ગ્લોનો ભાવાનુવાદ) નિયતિતણાં બંધન વિનાનું, શ્રેષ્ઠ આનંદ અર્પતું, અન્ય પર, પરતંત્ર નહીં જે, ઓપતું નવરસ થકી, નિર્માણ કવિતામાં કરી, કવિ-ભારતી જય પામતી. બ્રહ્મસૃષ્ટિથી વિલક્ષણ, ઉચ્ચતર કવિ-નિર્મિતિ.
(કાવ્યપ્રકાશ- ૧/૧નો ભાવાનુવાદ).
ગો. શ. શાહ
Page #13
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૧. ધ્વનિ સિદ્ધાન્ત, ધ્વન્યાલોક અને આનંદવર્ધન અંગે વિદ્વાનો
Maha Mahopadhyaya P. V. Kane-"The Dhvanyāloka is an epoch making work in the history of Alamkara literature. It occupies the same position in Alamkara S'astra as Pāṇinis Sūtras in grammar and the Vedant Sutras in Vedant. The work shows great erudition and critical insight. It is written in a lucid and forcible style and bears the stamp of originality on every page.'
Dr. Sushilkumar De-"Dhvanyaloka by its thoroughness and masterly exposition eclipsed all its predecessors, dominating, as it did, thoughts of generations of theorists even down to the present time.” “...they (later Alamkārikas) spent all their fine scholastic powers in refining and explaining but hardly in adding anything of abiding interest.'"2
डॉ. रामसागर त्रिपाठी- "ध्वन्यालोक काव्यशास्त्रका एक ऐसा प्रकाशस्तम्भ है जो एक ओर अतीत के शास्त्रीय सिद्धान्तोंको आलोकित कर उन्हें यथास्थान विन्यस्त करता है और दूसरी ओर समस्त परवर्ती साहित्यशास्त्र पर अपनी प्रकाशरश्मियाँ विकीर्ण करता है । यह युगान्तरकारी रचना है; आलोचनाशास्त्रको नवीन दिशा प्रदान करता है और शास्त्रीय तत्त्वोंको एक व्यवस्थित रूप देता है । लक्ष्यग्रंथोंकी दृष्टि से भी इसका महत्त्व कम नहीं है ।.... साहित्यशास्त्रमें इसका उतना महत्त्व है जितना व्याकरण में पाणिनिका और वेदान्त में वेदान्तसूत्रोंका |
आचार्य जगन्नाथ पाठक - " ध्वन्यालोक भारतीय साहित्यशास्त्रका महनीयतम निर्माण है । यह एक आलोकस्तम्भकी भांति अपने चतुर्दिक आलोक विकीर्ण करके काव्यके अनुन्मीलित पूर्व आभ्यन्तर पक्षोंको आलोकित करता हुआ आज भी चीर - नवीन बना हुआ है ।"
डॉ. नगेन्द्र- " ध्वन्यालोक एक युगप्रवर्तक ग्रन्थ था । उसके रचयिताने अपनी
1. M. M. Kane P. V. "History of Sanskrit Poetics. p. 161.
2. Dr. De Sushilkumar - History of Sk. poetics p. 175.
3. डॉ. त्रिपाठी रामसागर संपादित ध्वन्यालोक । प्राक्कथन पृ. १
4. आचार्य पाठक जगन्नाथ संपादित ध्वन्यालोक पृ. ७
Page #14
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક असाधारण मेधा के बल पर एक ऐसे सार्वभौम सिद्धान्तकी प्रतिष्ठा की, जो युग युग तक सर्वमान्य रहा ।"
डॉ. रेवाप्रसाद द्विवेदी-“समालोचक, आनन्दवर्धन को भारतीय साहित्यशास्त्रका ऐतिहासिक कालाविभाजनका मानक बिन्दु मानते हैं । तदनुसार भामह तकका समय भारतीय काव्यशास्त्रका प्रारम्भिक काल है । और आनन्दवर्धन तकका समय रचनाकाल है...आनंदवर्धन रचनाकालकी अंतिम कडी है । परवर्ती समय को भारतीय साहित्यशास्त्रका निर्णयकाल कहा गया है, वस्तुतः वह है व्याख्याकाल ।'
Krishna Chaitanya-"The doctrine of suggestion..."one of the greatest contribution of Indian poetics’’3
Dr. Tapasvi Nandi-"Anandavardhan with his theory of Vyanjanā and Dhvani has given a new orientation to the • entire theme of Rasa. Abhinava elaborates this position."4
- डॉ. विभारानी दूबे-"अलंकारशास्त्र के समस्त सम्प्रदायों में ध्वनि हि एकमात्र ऐसा सिद्धान्त है जो कवि, काव्य और सहृदय तीनोंकी अपेक्षाओंकी पूर्ति करता है। काव्य का काव्यतत्त्व उसकी अभिव्यक्ति-प्रक्रिया पर आश्रित है तथा यह अभिव्यक्ति काव्य में व्यञ्जनाका कलेवर धारण करके हि सहृदयमन आह्लादक हो सकती है। इस तथ्य का सर्वप्रथम उद्घोष ध्वनि सम्प्रदाय में हि हुआ है।
.. २. "Ritua"-पश्यिाम सूमि પ્રા. રસિકલાલ છો. પરીખ યથાર્થ જ કહે છે, “પ્રાચીન ભારતનો આપણને જે જ્ઞાનવારસો મળ્યો છે તેમાં બે શાખાઓનાં ચિંતનો પશ્ચિમના બુદ્ધિવભવના વર્તમાન યુગમાં પણ મનને યોગ્ય અને ભવિષ્યના કાર્ય માટે ઉબોધક અને માર્ગદર્શક છે. એક દર્શનશાસ્ત્રનાં અને બીજાં કાવ્યશાસ્ત્રનાં...દાર્શનિક સાહિત્ય અને કાવ્યમીમાંસાનું સાહિત્ય ઊંડા અનુભવમૂલક ચિંતન ઉપર રચાયેલું હોવાથી સદાને માટે આદર યોગ્ય છે. સંસ્કૃત ભાષામાં પ્રાચીન ભારતમાં થયેલાં એ વિશેનાં
1. डॉ. नगेन्द्र-ध्वन्यालोक-सं. आचार्य विश्वेश्वर. भूमिका पृ. १ 2. डॉ. द्विवेदी रेवाप्रसाद-“आनन्दवर्धन" पृ. ५४५. 3. Krishna Chaitanya-"Sanskrit Poetics-A Critical and comparative ___Study." P. 118. 4. Dr. Nandi Tapasvi S. “The origin and development of the Theory ____of Rasa and Dhvani in Sanskrit Poetics." p. 22. 5. डॉ. दूबे विभारानी- "ध्वनिपूर्व अलंकारशास्त्रीय सिद्धान्त और ध्वनि" प्रस्तावना पृ. ५.
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૧૩ ચિંતનો એટલાં મૂલગામી અને સર્વગ્રાહી છે કે તેમની ઉપેક્ષા આપણને એટલા વારસા-વંચિત કરે, જ્ઞાનદરિદ્ર રાખે.''
કવિઓ-આર્ષદ્રષ્ટા ઋષિઓએ વેદના સમયથી સૂતોમાં ઉપમા, રૂપક, સજીવારોપણ વગેરે અલંકારોનો ઉપયોગ કર્યો છે. પણ અલંકારશાસ્ત્રનો ઉદ્ભવ ભરતમુનિના નાટયશાસ્ત્ર-આશરે ઈ. સ. પ્રથમ સદીથી માનવામાં આવે છે. નાટયશાસ્ત્રમાં ઉલ્લેખાયેલ લેખકોની કૃતિઓ મળતી નથી.
અલંકારશાસ્ત્ર માટે ક્રિયાકલ્પ, કાવ્યશાસ્ત્ર સાહિત્યશાસ્ત્ર શબ્દો જુદા જુદા સમયે પ્રયોજાયા છે. જેના પરથી આખા શાસ્ત્રનું નામ આપવામાં આવ્યું છે તે
અલંકારશાસ્ત્રમાં રહેલ અલંકાર શબ્દની અર્થછાયા સમયે સમયે બદલાતી રહી છે. પ્રાચીન આચાર્યો પૈકી વામને કાવ્યનું સૌન્દર્ય જે કોઈ તત્ત્વને લીધે હોય તેને માટે અલંકાર શબ્દ પ્રયોજ્યો છે. વ્યિ પ્રઠ્ઠિમ્ અનક્રા+તા સૌન્દર્યનું મકર તેમના પુરોગામી આચાર્ય દંડીએ કહ્યું છે કે કાવ્યની શોભા જે કોઈ તત્ત્વથી વધે તેને અર્થાત્ કાવ્યના શોભાકર ધર્મોને અલંકાર કહે છે. ચિશોમામાનું ઘર મતકારનું પ્રવક્ષતે પણ સમય જતાં અલંકારોને હાર, કટક, કુંડળ જેવા, કાવ્યના બાહ્ય તત્વ તરીકે ગણવામાં આવ્યા. હાવિદ્ અનઃ તેડનુપ્રાસોપમયક એમ મમ્મટ કહે છે. કાવ્યના આત્મતત્ત્વ સહિત, કાવ્યનાં વિભિન્ન અંગોની વિસ્તૃત આલોચના કરનાર શાસ્ત્ર “અલંકારશાસ્ત્ર છે. અલંકાર એટલે કાવ્યનું સૌંદર્ય જે તત્ત્વને લીધે હોય, જે કોઈ તત્ત્વ કાવ્યની શોભા વધારનાર ધર્મ તરીકે રહેલ હોય તે એવા વ્યાપક અર્થમાં “અલંકારશાસ્ત્ર’ એવું આ શાસ્ત્રનું નામ યોગ્ય છે. કાવ્યશાસ્ત્ર કે સાહિત્યશાસ્ત્ર શબ્દ પણ એટલો જ યથાર્થ છે.
આલંકારિકો સામે કાવ્યનો આત્મા કોને માનવો એ મુખ્ય પ્રશ્ન હતો. એ માટે વિભિન્ન આચાર્યો એ જે વિભિન્ન મતો દર્શાવ્યા તેના પરિણામરૂપે અનેક સંપ્રદાયો પ્રગટ થયેલા છે. અલંકારશાસ્ત્રના મુખ્યત્વે આ છે સંપ્રદાયો છે. (૧) રસસંપ્રદાય-આચાર્ય ભરત (૨) અલંકાર સંપ્રદાય-આચાર્ય ભામહ (૩) રીતિસંપ્રદાય-આચાર્ય વામન (૪) વક્રોક્તિસંપ્રદાય-આચાર્ય કુન્તક (૫) ધ્વનિસંપ્રદાય-આચાર્ય આનંદવર્ધન (૬)- ઔચિત્યસંપ્રદાય-આચાર્ય ક્ષેમેન્દ્ર. દરેક સંપ્રદાયમાં એક કરતાં વધુ આચાર્યો છે જ તથા કોઈ આચાર્યનો સંબંધ
૧. પ્રા. પરીખ રસિકલાલ છો. “કાવ્યપ્રકાશ' (૧-૧ થી ૬) સંપાદક ર. છો. પરીખ અને
રામનારાયણ પાઠકની પ્રસ્તાવના (૧૯૨૪)નું અવતરણ શ્રી નગીનદાસ પારેખના પુસ્તક
અભિનવનો રસવિચાર અને બીજા લેખો' પૃ-૭ પર ઉદ્ઘત. ૨. વામન-કાવ્યાલંકાર સૂત્રવૃત્તિ ૧-૧ ૩. દંડી-કાવ્યાદર્શ ૨-૧ ૪. મમ્મદ-કાવ્યપ્રકાશ. ૮-૬૭
Page #16
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક એકથી વધુ સંપ્રદાય સાથે પણ જોવા મળે છે. “નદીના પ્રવાહની જેમ શાસ્ત્રનો પણ પ્રવાહ પ્રારંભમાં નાનો શો હોય છે, વધતાં વધતાં વિશાળ બનતો જાય છે. એવાં શાસ્ત્ર લોકાદરનાં ભાજન બને છે.” એમ એક અજ્ઞાત કવિના સુભાષિતમાં કહ્યું છે.'
રસ સંપ્રદાય, અલંકાર સંપ્રદાય વગેરેમાં સંપ્રદાય (Schools) શબ્દ કેમ પ્રયોજાય છે? મ. મ. બલદેવ ઉપાધ્યાય કહે છે, “સંપ્રદાયની સંજ્ઞા મેળવવાનો અધિકારી તે સિદ્ધાન્ત થઈ શકે છે જેની કોઈ પરંપરા હોય. અર્થાત્ જે કોઈ આચાર્યનો વિશિષ્ટ મત હોઈને જ સીમિત ન રહે પણ પરવર્તી આચાર્ય દ્વારા પરિઍહિત તથા વિકસિત કરાયો હોય, તથા જેને માનનારા અનેક આચાર્યોનું અસ્તિત્વ વિદ્યમાન હોય.”મ. મ. પી. વી. કાણે આ બધા સંપ્રદાયો માટે school શબ્દ પ્રયોજે છે. શ્રી દાસગુપ્તા આ વાતનો વિરોધ કરે છે.
જી. ટી. દેશપાંડે સંપ્રદાય નહીં પણ ‘વિકાસક્રમ” કહેવાના મતના છે તેઓ લખે છે, “સંપ્રદાયની કલ્પનામાં એક મહત્ત્વપૂર્ણ વિશેષ એ છે કે આપણે જે વાતનો પુરસ્કાર કરીએ છીએ તેનું પ્રતિપાદન કરવામાં અન્ય બધી વાતનો અભાવ સિદ્ધ કરવો પડે છે. પણ આ આલંકારિકોએ એવું નથી કહ્યું. ભામહનો રસ કે ગુણોથી વિરોધ નથી. વામનનો રસ કે અલંકારથી વિરોધ નથી. આનંદવર્ધનને ગુણ કે અલંકારથી વિરોધ નથી. વિચારો ઉત્તરોત્તર સૂક્ષ્મ થતા ગયા છે.''' ડૉ. તપસ્વી નાન્દી સંપ્રદાયને બદલે “વિચાર પરંપરાઓ’ શબ્દ પ્રયોજે છે."
ભરતના નાટયશાસથી પંડિત જગન્નાથના “રસગંગાધર’ સુધી સંસ્કૃત અલંકારશાસ્ત્રનો જે વિકાસ પંથ છે તેમાં શ્રી આનંદવર્ધનાચાર્યનો “ધ્વન્યાલોક' એક મહત્ત્વનો mile stone-સીમાચિહ્નરૂપ ગ્રંથ છે, અલંકારશાસ્ત્રની આકાશગંગામાં તે એક અગત્યનો તેજસ્વી તારક છે. વ્યાત્મિક ધ્વનિઃ ” એવું આરંભમાં જ વિધાન કરીને તેમણે તે ગ્રંથમાં ક્રમશઃ સિદ્ધ કરેલ છે. 1. સરિતામિવ પ્રવીણી, તુછી પ્રથમં યથોત્તર વિપુસ્ત: |
ये शास्त्रसमारंभा भवन्ति लोकस्य ते वन्द्याः ।।
IT. ચં. દેશપાંડે-મારતીય સાહિત્યશાસ્ત્ર (હિની માવૃત્તિ) 9. ? પરથી ઉદ્ભૂત. 2. . P. ૩૫ાધ્યાય વર્તદ્વ-મારતીય સાહિત્યશાસ્ત્ર મા-૬, પૃ. ૧૮૧. 3. “I am forced to submit a dissenting note to this way of
classification.” S. N. Dasgupta. 4. પાડે ચન્વ-મારતીય સાહિત્યશાસ્ત્ર પૃ. ૨૪૮. 5. ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચાર પરંપરાઓ ડૉ. તપસ્વી નાન્દી-આ ગ્રંથના શીર્ષકમાં. 6. આનંદવર્ધન-ધ્વન્યાલોક ૧/૧.
Page #17
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૧૫
૩. આનંદવર્ધન-જીવન, સમય, ગ્રંથો.
આનંદવર્ધનના જીવન વિશે ખાસ કંઈ જાણવા મળતું નથી. તેમની કૃતિ દેવી શતક’ના શ્લોક-૧૦૧ પરથી તેમના પિતાનું નામ ‘ભટ્ટ નોણ’ હતું એમ જાણવા મળે છે. કલ્હણની ‘રાજતરંગિણી’માં નીચે મુજબ એક શ્લોક મળે છે. मुक्ताकणः शिवस्वामी कविरानन्दवर्धनः । प्रथां रत्नाकरश्चागात्साम्राज्येऽवन्तिवर्मणः || १
અવન્તિવર્મા ઈ.સ. ૮૫૫ થી ૮૮૩ સુધી રાજ્ય કરનાર કાશ્મીરી રાજા હતા. એ ઉપરથી કહી શકાય છે કે આનંદવર્ધન કાશ્મીરનિવાસી બ્રાહ્મણ પરિવારના હતા અને રાજા અવન્તિવર્માના સમકાલીન તથા તેમના કૃપાપાત્ર હતા. તેમણે અનેક શાસ્ત્રોનું અધ્યયન કર્યુ હતું.
આનંદવર્ધનનો સમય ચોકસાઈપૂર્વક કહી શકાય તેમ છે. તેમની સાહિત્યિક પ્રવૃત્તિનો સમય ઈ.સ. ૮૬૦ થી ૮૯૦ વચ્ચેનો છે. એક બાજુ આનંદવર્ધને ઉદ્ભટના મત ‘ધ્વન્યાલોક'માં ઉધૃત કર્યા છે, (ઉદ્ભટનો સમય ઈ.સ. ૮૦૦ લગભગ), તો બીજી બાજુ રાજશેખરે (સમય આશરે ૯૦૦ ઈ. સ.) આનંદવર્ધનને ઉષ્કૃત કરેલ છે. તેને આધારે આનંદવર્ધનનો સમય ઈ.સ. ૮૫૦ની આસપાસનો નક્કી માની શકાય તેમ છે.
આનંદવર્ધનની પ્રતિભા બહુમુખી હતી. કાવ્યશાસ્ત્રના અપૂર્વ મેધાવી આચાર્ય હોવા ઉપરાંત તેઓ કવિ અને દાર્શનિક પણ હતા. ‘ધ્વન્યાલોક’ ઉપરાંત ‘અર્જુન ચરિત’, ‘વિષમબાણલીલા', 'દૈવીશતક' તથા તત્ત્વાલોક' વગેરે ગ્રંથોની તેમણે રચના કરી છે. તેમાં ‘અર્જુનચરિત’ અને ‘વિષમબાણલીલા'નાં અનેક સંસ્કૃત, પ્રાકૃત શ્લોકો તેમણે ‘ધ્વન્યાલોક’માં ઉદ્ધૃત કરેલ છે. ‘દેવીશતક’માં ચમક, શ્લેષ, ચિત્રબંધ વગેરેનો ચમત્કાર બતાવવામાં આવ્યો છે. તેમણે ‘ચિત્રકાવ્ય’ને, કાવ્યશ્રેણીથી કેમ બહિષ્કૃત ન કર્યું એ આ ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે. ‘તત્ત્વાલોક’ દર્શન ગ્રંથ છે. અભિનવગુપ્તે ‘લોચન’ ટીકામાં આ ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે. આ બધામાં ‘ધ્વન્યાલોક' ઉત્તમ ગ્રંથ છે. આ ગ્રંથો પૈકી, ડૉ. રામસાગર ત્રિપાઠી જણાવે છે તેમ, દૈવીશતક’‘કાવ્યમાલા'(નં. ૯)માં પ્રકાશિત થયું છે, ‘વિષમબાણલીલા’ અને ‘અર્જુનચરિત’ ક્યાંય મળતાં નથી.
૧. કલ્હણ-રાજતરંગિણી-૫/૩૪.
૨. M. M. Kane P. V. The date of Anandavardhan can he settled with great precision...The period of his literary activity is between 860-890 A. D. Hist. of SK, Poetics. p. 202.
૩. ડૉ. રામસાગર ત્રિપાઠી સંપતિ ધ્વન્યાતો-પ્રાથન પૃ. ૮.
Page #18
--------------------------------------------------------------------------
________________
વિન્યાલોક ધ્વન્યાલોક' પછી આનંદવર્ધન, બૌદ્ધાર્થ ધર્મકીર્તિના ગ્રંથ પ્રમાણ વિનિશ્ચય” પર ધર્મોત્તમા ટીકા લખશે અને તેમાં એ વિષયનું નિરૂપણ કરશે એમ
ધ્વન્યાલોક' માં તેમણે પોતે નિર્દેશ્ય છે.' એવી કોઈ ટીકા સંસ્કૃતમાં હાલ મળતી નથી.
દેવીશતક' પર, (ઈ.સ. ૯૭૭) આશરે થઈ ગયેલા રાજા ભીમગુપ્તના સમયે કેટે ટીકા લખી હતી.
૪. “વન્યાલોક'નું ગ્રંથકર્તુત્વ ચાલોક'ના કર્તૃત્વ અંગે નીચેની ટીકા દ્વારા ડૉ. બુલરે સંસ્કૃતના પંડિતોની આંખો ખોલી. “અભિનવગુણની ટીકાથી એ દેખાય છે કે કારિકાઓ કોઈ જૂના લેખકની રચના છે, જેનું નામ આપવામાં આવ્યું નથી. પણ એ નોંધપાત્ર છે કે તેના (કારિકાના) આરંભમાં મંગલાચરણ નથી.” બુલરના આ સંક્ષિપ્ત નિવેદન બાદ અત્યાર સુધી, “ધ્વન્યાલોકના કારિકાભાગ અને વૃત્તિભાગના લેખકની બાબતમાં ગરમાગરમ વિવાદ ચાલ્યો છે, જે વિવાદ હજુ પણ ચાલુ જ છે. જ્યાં સુધી કોઈ નિશ્ચિત સર્વગ્રાહ્ય પુરાવો ન મળે ત્યાં સુધી તે ચર્ચા સમાપ્ત થાય તેવાં કોઈ ચિહ્નો દેખાતાં નથી.
અલંકારશાસ્ત્રના કેટલાક અન્યગ્રંથોની જેમ “ધ્વન્યાલોક'નાં ત્રણ અંગ છે. કારિકા, વૃત્તિ અને ઉદાહરણ. તેમાં આવતાં ઉદાહરણો તો વૃત્તિના લેખકે, પ્રાચીન પુરોગામી કવિઓની કૃતિઓમાંથી કે પોતાની કૃતિઓમાંથી આપ્યાં છે એ નિઃશંક છે. ખરી મુસીબત કારિકાઓ અને વૃત્તિના લેખક અંગેની છે.
સુશીલકુમાર છે. મુજબ, “બીજા સંપ્રદાયોની જેમ ધ્વનિસંપ્રદાયનું મૂળ અસ્પષ્ટતામાં ખોવાયેલું છે. પણ ધ્વનિ સિદ્ધાન્તનું પ્રથમ સ્પષ્ટ સૂત્રીકરણ, ધ્વનિકારના યાદગાર શ્લોકોમાં (કારિકાઓમાં) થયેલું છે. તેમનો સમય અજ્ઞાત છે १. यत्त्वनिर्देश्यत्वं सर्वलक्षणविषये बौद्धानां प्रसिद्धं तत्तन्मतपरीक्षायां ग्रन्थान्तरे निरूपयिष्यामः ।"
ધ્વન્યાલોક ૩/૪૭ની વૃત્તિમાં. 2. From italya's start it appears that verses are the composition of some
older writer, whose name is not given. But it is remarkable that they
contain no HIFRUT." (Dr. Buhler. In Kashmir Report page. 65) 3. "The origin of the Dhvani school, like that of the other schools of
poetics, is lost in obscurity, but the first clear formulation of its theory of Dhvani as a whole is to he found in the memorial verses of the Dhvanikāra, whose date is unknown, but who could not have been very far removed from the time of his commentator Anandavardhana. It is possible, however, that the Dhvanikara himself is following a much older tradition.” S. K. De. The Hist. of SK. Poetics. p. 139.
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૭.
પ્રસ્તાવના પણ તેમના ટીકાકાર આનંદવર્ધનથી વધારે દૂરનો નહીં હોય. એ પણ શક્ય છે કે ધ્વનિકાર પોતે પણ કોઈ વધારે જૂની પરંપરાને અનુસરી રહ્યા હોય.’ આમ તેઓ આનંદવર્ધનને ફક્ત વૃત્તિકાર માને છે અને કારિકાકારનો ધ્વનિકાર તરીકે ઉલ્લેખ કરે છે.
મ. મ. પી. વી. કાણેની ઈ.સ. ૧૯૫૧માં બહાર પાડેલી History of Sanskrit poetics' ની પ્રથમ આવૃત્તિમાં તેમણે ખૂબ મહેનત લઈને, અનેક પ્રમાણોદ્વારા સાબિત કરી બતાવ્યું કે ધ્વન્યાલોકની કારિકા અને વૃત્તિના લેખક જુદા જુદા જ છે. પણ ત્યારપછી યે એમની દલીલોનું ખંડન સંશોધનનાં સામયિકોમાં લેખો દ્વારા થયું. તે બધાંયના ખંડનનો રદિયો આપવાનું કાર્ય તેમણે ઈ.સ. ૧૯૬૧માં બહાર પાડેલી એજ પુસ્તકની બીજી આવૃત્તિમાં ક્યું એનું પરિશીલન કરતાં મહાકવિ કાલિદાસના સમયની બાબતમાં છે તેવી દ્વિધા ઊભી થઈ છે. પરિણામે ગમે તે એક પલ્લામાં બેસી જવું ઉતાવળીયું લાગે છે. તેથી અહીં એ પ્રશ્નનાં બન્ને પાસાંની દલીલો તપાસવી વ્યાજબી લાગે છે.
વૃત્તિના લેખક કરતાં કારિકાના લેખક જુદા છે એમ વિદ્વાનો નીચેના કારણસર માને છે.
(૧) જો લોચન ટીકાનું સૂક્ષ્મ પરીક્ષણ કરીએ તો એમ લાગે છે કે બન્નેના કર્તા જુદા જુદા છે. અભિનવગુપ્ત બે વચ્ચે આ પ્રમાણે ભેદ દર્શાવે છે.
(i) મૂત્રારિકા:-વૃત્તિવૃત્ત તું, (ii) વારિવાળ-વૃત્તિળ, (iii) મૂત -ગમૂતન્યd,
(iv) ધ્વન્યાલોકના “તમેવા... ઈ. શબ્દો પર લોચન જણાવે છે કે જો કારિકા અને વૃત્તિ એક જ કલમે લખાયાં હોય તો તિમ્' ની જગાએ ભવિષ્યકાળ વાપર્યો હોત. આ બધાં ઉપરથી એમ લાગે છે કે લોચનકારન. મતે આનંદવર્ધન, માત્ર વૃત્તિકાર છે, કારિકાનો લેખક કોઈ અનામી પુરોગામી છે.
(૨) જ્યાં પુષ્પિકામાં ‘સહૃદયાલોક' લખ્યું છે તેને જોતાં પ્રોફે. સોવનીએ સંભવિત અનુમાન કર્યું છે કે સહૃદય કારિકાકાર હતો.
(૩) લોચનથી પહેલાં લખાયેલ “અભિધાવૃત્તિમાતૃકા (મુકુલભટ્ટલેખક) કહે છે કે માનનીય સહૃદયે નવો સ્થાપેલ ધ્વનિ, લક્ષણાના ક્ષેત્રમાં જ આવી જાય છે. એ ઉપરથી કહી શકાય કે જ્યારે મુકુલભટ્ટે આ પ્રમાણે લખ્યું ત્યારે ધ્વનિસિદ્ધાન્ત નવો હતો તથા સદ્ધયે તે સ્થાપ્યો હતો. પ્રતીહારેન્દ્રરાજ પણ તેને જ અનુસરે છે.
-- ... (૪) ધ્વન્યાલોક પરની સૌથી જૂની “ચંદ્રિકા’ ટીકા, નષ્ટ થઈ હોવાથી અત્યારે મળતી નથી, તેના વિચારો, લોચનમાં તેનાં થયેલાં ઉદ્ધરણો ઉપરથી જાણવા મળે છે. આ ટીકા પણ બન્નેને જુદા ગણે છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક (૫) જલ્પણની ‘સૂક્તિમુક્તાવલિમાં રાજશેખરના નામે એક શ્લોક મૂક્યો છે. જે બતાવે છે કે આનંદવર્ધન ધ્વનિમતને વ્યાપક પ્રસિદ્ધિ આપનાર સમર્થક હતા.
' ધ્વનિનાંતિજમીન વ્યતત્વનિશિના |
___ आनन्दवर्धनः कस्य नासीदानन्दवर्धनः ।। (૬) સ્વેચ્છારિ... ઈ. મંગલશ્લોક, વૃત્તિભાગની પૂર્વે આવેલો છે. કારિકાઓની પૂર્વે કોઈ મંગલશ્લોક નથી. લોચન ટીકા એ મંગલશ્લોક વૃત્તિકારનો જ કહે છે. જેમ ઈશ્વરકૃષ્ણની સાંખ્યકારિકાઓની પૂર્વે કોઈ મંગલશ્લોક નથી તેમ ધ્વનિ કારિકાઓની પૂર્વે મંગલશ્લોક નહીં હોય. અને કારિકાઓનો લેખક ભિન્ન હોવો જોઈએ.
ડૉ. બુલર, પ્રોફે. સોવની, મ. મ. પી. વી. કાણે, ડૉ. એસ. કે. ડે, પ્રોકે એસ. પી. ભટ્ટાચાર્ય, શ્રી કે. ગોડવર્મા ઉપરનો મત માનનારા વિદ્વાનો છે.
પણ ડૉ. કે. કૃષ્ણમૂર્તિ, ડૉ. સતકરી મુકરજી, વિષ્ણુપદ ભટ્ટાચાર્ય, મ. મ. પ્રોફે. કપુસ્વામી, તેમના શિષ્ય ડૉ. એ. સંકર, ડૉ. કે. સી. પાંડેય, પ્રોફે. ડોલરરાય માંકડ વગેરે વિદ્વાનો કારિકાકાર અને વૃત્તિકાર એક અને અભિન્ન છે એમ માને છે.
તેમની મુખ્ય દલીલો નીચે મુજબ છે :
(૧) વિવેચન અંગેના નિયમ મુજબ મૂળ લેખક સાથે વિચારોની બાબતમાં સામ્ય કે વૈષમ્ય હોય તો પણ તેણે વૃત્તિ લખતાં ભિન્ન વ્યક્તિની જેમ કામ કરવું જોઈએ તથા ગૌણ ભાગ ભજવવો જોઈએ. એકના એક લેખકે કારિકામાં જે કહ્યું હોય તેને તેજ માણસ વૃત્તિમાં સમજાવતો હોય તો વૃત્તિના લેખક તરીકે તેની ફરજ કારિકાઓની સમજુતી આપવાની છે, કારિકામાં જે કહ્યું હોય તે અર્થની તે સ્પષ્ટતા કરે છે. ધ્વન્યાલોકની કારિકા અને વૃત્તિનું વક્તવ્ય જુદું પડતું નથી, તે દર્શાવે છે કે બન્નેના લેખક એક જ છે.
(૨) લોચનકાર અભિનવગુણે કારિકાકાર અને વૃત્તિકારનો ભેદ દર્શાવ્યો છે તે ઔપચારિક માત્ર છે. ('formal and official' છે, સાચો નથી.)
(૩) આનંદવર્ધન શાસ્ત્રકાર તરીકે ઓળખાય છે. ધ્વનિસિદ્ધાંતના સ્થાપક અને પ્રવર્તક ગણાય છે. હવે જો, કારિકાના લેખક બીજા કોઈને ગણીએ તો તેનું આ બિરુદ ન્યાયી ઠરતું નથી
(૪) આનંદવર્ધને કે અભિનવગુપ્ત કારિકાના લેખકનું નામ આપ્યું નથી તે સાબિત કરે છે કે વૃત્તિકારથી કારિકાકારને અલગ માનવા તે બરાબર નથી. ('fiction of formality'9)
(૫) ધ્વન્યાલોકની પુષ્પિકા અને તે પર અભિનવગુપ્તની ટીકામાં, આનંદવર્ધન અને કારિકાના લેખકને અભિન્ન માનવા અંગે સૂચન છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
૧
૯
પ્રસ્તાવના
(૬) સંસ્કૃત આલંકારિકોની પરંપરા કારિકાકાર અને વૃત્તિકાર એમ બે વચ્ચે આવો કોઈ ભેદ માનતી નથી.
(1) જયંતભટ્ટ, ધ્વન્યાલોકને એક જ લેખક-આનંદવર્ધનની રચના ગણે છે.
(ii) અભિનવગુપ્તના લગભગ સમકાલીન મહિમભટ્ટ (વ્યક્તિવિવેકના લેખક), કારિકાના લેખક અને વૃત્તિના લેખક વચ્ચે ભેદ ન માનતાં બન્નેને એકજ માનીને, ધ્વનિ સિદ્ધાન્તનું ખંડન કરે છે. મહિમભટ્ટ કાશ્મીરના હતા તથા અભિનવગુપ્તના પ્રૌઢ સમકાલીન હતા. તેથી તેમની સંમતિ ઉપેક્ષણીય નથી.
(ii) ક્ષેમેન્દ્રની “ઔચિત્યવિચાર ચર્ચામાં ૧૮મી કારિકાની ચર્ચા દરમ્યાન ઉદ્યુત કરાયેલી ધ્વન્યાલોની ૩/૨૪ કારિકાના લેખક આનંદવર્ધન છે એમ કહેવામાં આવ્યું છે.
(iv) વિશ્વનાથ ‘સાહિત્યદર્પણ'માં ધ્વન્યાલોક ૧/૧ તથા ૨/૧૨ કારિકાઓઉદ્ભૂત કરે છે. તે ધ્વનિકારની છે એમ તે જણાવે છે અને વૃત્તિના લેખક ધ્વનિકાર છે એમ કહે છે.
(૭) સદ્ભય કોઈ વ્યક્તિનું નામ નહીં પણ બધા કાવ્યરસિકો માટે વપરાતો શબ્દ છે. આ પરિસ્થિતિમાં નિર્ણય લેવો એ અંગત મમતા અને માન્યતા જ ગણાય. કૃષ્ણચેતન્ય યોગ્ય જ કહે છે, “છૂટા છવાયા વિચારો અને સકતો પરથી તેમણે જ સંપૂર્ણ સિદ્ધાન્ત બાંધ્યો હોવાથી તથા કારિકાના લેખક કે જેમને આપણે ધ્વનિકાર તરીકે જ ઉલ્લેખી શકીએ છીએ-તે પડછાયા જેવી આકૃતિ (સંદિગ્ધ વ્યક્તિ) . હોવાથી, અમે પણ આનંદવર્ધનને જ બધા વ્યાવહારિક હેતુઓ માટે (આ સિદ્ધાન્તના) સ્થાપક જ ગણીશું.'
ડૉ. તપસ્વી નાન્દી કારિકા અને વૃત્તિના ગ્રંથ કર્તુત્વ અંગે જણાવે છે, “ડૉ. કુપુસ્વામી શાસ્ત્રી અને ડૉ. કૃષ્ણમૂર્તિના મતને સ્વીકારી, આનંદવર્ધનને જ કારિકા અને વૃત્તિ બન્નેના રચયિતા તરીકે હું સ્વીકારું છું.' '
સમગ્રતયા વિચારતાં લાગે છે કે કારિકા અને વૃત્તિ બન્નેના લેખક એક અને તે પણ આનંદવર્ધન છે. પણ માનો કે કોઈ અજાણ્યા લેખકની ધ્વનિકારિકાઓ આનંદવર્ધનને પ્રાપ્ત થઈ હોય, જેનો આધાર લઈને તેણે વૃત્તિભાગ લખ્યો હોય, તો પણ તેની મહત્તા, પ્રતિષ્ઠા અને સિદ્ધિને સહેજ પંણ આંચ આવતી નથી. કારિકાને આધારે આનંદવર્ધને એક પૂર્ણ, વ્યવસ્થિત, સમન્વયમૂલક અને નિર્ણાયક કાવ્ય 9. “Since it was he who built up a complete theory from scattered
ideas and cues, and since the author of Kārikā is a shadowy figure whom we can refer to only as Dhvanikara (formulator of the concept of Dhvani), we too shall regard Anandavardhana as its founder for all practical purposes.” Krishna chaitanya-Sanskrit Poetics-A Critical and comparative
Study” p.118. ૨. ડૉ. તપસ્વી નાન્ડી-ધ્વન્યાલોક-લોચન. ગુ યુનિ. પ્રકાશન (૧૯૭૩) પૃ. ૧૦,
Page #22
--------------------------------------------------------------------------
________________
૨૦.
દવન્યાલોક સિદ્ધાન્ત આપ્યો છે. તેથી ડૉ. રામસાગર ત્રિપાઠી કહે છે તેમ, “વૃત્તિગ્રંથ એટલો મહત્ત્વપૂર્ણ બની ગયો કે પરવર્તી આચાર્યોએ અસન્દિગ્ધ રૂપમાં આનંદવર્ધનને જ ધ્વનિપ્રવર્તક માની લીધા તથા કારિકાકાર સર્વથા વિસ્મરણાવૃત થઈ ગયા.''
કોઈ નવું સંશોધન થતાં સર્વગ્રાહ્ય પ્રમાણ ન મળી આવે ત્યાં સુધી આ વિવાદ અનિર્ણિત રહે એમ લાગે છે.
૫.“દવન્યાલોક' (i) ગુર્થ સમાનતપૂર્વ એવા ધ્વનિ સિદ્ધાન્તને રજૂ કરતો ગ્રંથ. (i) શીર્ષક (i) વિષયવસ્તુ (iv) ઉલ્લેખાયેલ કૃતિઓ અને લેખકો (v) ટીકા ગ્રંથો.
ધ્વનિનો અવિચ્છિન્ન પ્રવાહ-ધ્વન્યાલોના પ્રથમ ઉદ્યોતની પ્રથમ કારિકામાં ‘ાર્ચસ્વામી ધ્વનિતિ વૃધે. સમાનતપૂર્વ ' કહ્યું છે.
ધ્વનિસિદ્ધાન્ત, આ ગ્રંથ લખાયો તે પહેલાં, સદયોનાં વર્તુળમાં પ્રચલિત હતો. તે જોકે ગ્રંથસ્થ થયે નહીં હોવા છતાં મૂલ્યવાન ખજાનાની જેમ એક પેઢી પાસેથી બીજી પેઢીને પરંપરાથી સોંપવામાં આવતો એમ કે. કૃષ્ણમૂર્તિ જણાવે છે. ધ્વનિના સિદ્ધાન્તને વર્તમાનની યશસ્વી સિદ્ધિને બદલે અતીતના મૂલ્યવાન વારસા તરીકે જોવામાં આવેલ છે. સાહિત્યરસિક સહદયો એ સિદ્ધાન્તથી પરિચિત હતા પણ સાહિત્યશાસ્ત્રના લેખકોએ તેને ઉવેખ્યો હતો. ભરતથી રુદ્રટ સુધીના અલંકારશાસ્ત્રીઓએ ધ્વનિનો ઉલ્લેખ તેની ચર્ચા, પોતાના ગ્રંથોમાં કરી નથી. તેમનાતપૂર્વ નો “પુસ્તકોમાં વિસ્તૃત રીતે નિરૂપાયેલ’ અર્થ કરીએ તો એવાં કોઈ પુસ્તક મળતાં નહીં હોવાથી એ અર્થ બરાબર નથી. પણ પુસ્તકોમાં ન નોધાયેલ હોવા છતાં, અવિચ્છિન્ન પરંપરાથી મૌખિક રીતે, વિદ્વાન સદાયોના વર્તુળોમાં, ઊતરી આવેલો એમ અર્થ એ શબ્દોનો કરવો જોઇએ. વધે માં બહુવચન છે એટલે એને સ્વીકારનારા ઘણા હશે એમ કહી શકાય કે. કૃષ્ણમૂર્તિનું આવું અર્થઘટન લોચન ટીકામાં આવતા આ વાક્ય પર આધારિત છે. “अविच्छिन्नेन प्रवाहेण तैरेतदुक्तम्, विनाऽपि विशिष्टपुस्तकेषु विनिवेशनादित्यभिप्रायः । પંડિત જગન્નાથના ‘રસગંગાધરમાં આ અંગે એક વાક્ય આ પ્રમાણે છે, ૧. . THITI ત્રિપાઠી-ધ્વન્યાતોલ-થિન 9-૭. 2. "The theory of Dhvani was very much in vogue in famous circle of
cultured critics and though it was never committed to writing, it was being traditionally handed down as a valuable treasure from generation to generation.” K. Krishna Moorthy-"Dhavani and its
Critics p. 25. ૩. અભિનવગુપ્તની લોચન ટીકા-ધ્વન્યા. ૧/૧
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૧
પ્રસ્તાવના "ધ્વનિતીમાનફ્રાન્સિસાવ્યિવસ્થાપત્થાત” | રસગંગાધર ઉપર અતિશયોક્તિ અલંકારથી સમાપ્તિ પર્યત ભાગ પર મદનમોહન ઝાની ટીકાથી પણ ધ્વનિ સિદ્ધાન્તની વિશિષ્ટ પ્રકારની પ્રાચીનતા વિષે જાણવા મળે છે. જે
શીર્ષક: સંસ્કૃત સાહિત્યમાં નામકરણમાં ભારે કલાત્મક્તા મળે છે. ધ્વન્યાલોક એટલે ધ્વનિનો આલોક (The sight of Dhvani), આલોક=દશ્ય. આ ગ્રંથમાં કારિકા ઉપરની વૃત્તિને આલોક કહેવામાં આવે છે. આ ગ્રંથ ઉપરની બે ટીકાઓનાં નામ પણ સુયોગ્ય છે. આલોક- દશ્ય, અંધારામાં દેખાય નહીં તેથી ચંદ્રિકાચાંદનીની જરૂર પડે. એક ટીકાનું નામ “ચંદ્રિકા' છે. ચંદ્રિકા હોય પણ લોચન-નેત્ર ન હોય તો આલોક (દશ્ય, ધ્વનિનો આલોક-વૃત્તિ) જોવાય નહીં. અભિનવગુણે તેથી ‘લોચન' નામની ટીકા લખી છે. અભિનવગુપ્ત એક શ્લોકમાં કહે છે, “શું લોચન વિના લોક (સંસાર) ચંદ્રિકાથી પણ ઉદ્દભાસિત થાય છે? (વ્યંગ્ય એ છે કે શું લોચન વ્યાખ્યા વિના આલોક-ધ્વન્યાલોક-“ચન્દ્રિકા વ્યાખ્યાથી કુરિત થાય છે?) તેથી અભિનવગુપ્ત અહીં લોચન’નું ઉન્મીલન ક્યું છે. “ધ્વન્યાલોક' શીર્ષક સંક્ષિપ્ત, સારગર્ભિત અને સરસ હોવાથી યોગ્ય છે. આ ગ્રંથનાં અન્ય નામ 'કાવ્યાલોક', સહદયાલોક અને સહદય-હૃદયાલોક પણ મળે છે. “ધ્વન્યાલોક' શીર્ષક વધુ જાણીતું અને સ્વીકાર પામેલું છે.
વિષયવસ્તુ ? "ધ્વન્યાલોક' ચાર વિભાગમાં વિભક્ત છે. દરેક વિભાગને ઉદ્યોત' કહેલ છે. પ્રથમ ઉઘાતનો પ્રથમ શ્લોક મંદાક્રાન્તા છંદમાં છે. કારિકા૧૩માં આર્યા તથા ૪ અને ૬માં ઉપજાતિ છંદ છે. તૃતીય ઉદ્યોતમાં ચાર કારિકાઓ આર્યા છંદમાં છે. ચતુર્થ ઉદ્યોતની છેલ્લી ત્રણ કારિકાઓ અનુક્રમે રથોદ્ધતા, માલિની અને શિખરિણી છંદોની છે, બધા ઉદ્યોતની અન્ય કારિકાઓ “અનુકૃપમાં છે. આનંદવર્ધને પુરોગામી કવિઓની કૃતિમાંથી ઉદાહરણો લીધાં છે. કેટલાંક પોતાની કૃતિઓમાંથી આપ્યાં છે. ધ્વનિની સૂક્ષ્મ છટાઓ દર્શાવવા માટે તેમણે પ્રાકૃત કાવ્યોનો પણ પ્રચુરમાત્રામાં ઉપયોગ કર્યો છે.
ધ્વન્યાલોક' મોટો ગ્રંથ હોઈ થોડાં વાક્યોમાં તેનું વિષયવસ્તુ વર્ણવી શકાય તેમ નથી.
પતિ પં. શ્રી મનમોહન ઝા |
૧. ૫. જગન્નાથ-રસગંગાધર-પૃ. ૪૨૫. ૨. “નિતિ પ્રવીૌમfમદોમટ કમૃતિમિ.. હોતાવતીના
પંડિત{/ ગન્નાથ-સાધર'-ટી-પૃ. ૩૬૦
ડૉ. વિભારાની દૂબેના ગ્રંથ પૃ. ૪૬ પરથી ઉદ્ભૂત. ૩. જિં તોવન વિનાનોકો પતિ રક્રિયાપિ હિં.
तेनाभिनवगुप्तोऽत्र लोचनोन्मीलनं व्यधात् ॥ ... ધ્વન્યાલોક-૧/૧ના “લોચનમાંથી.
Page #24
--------------------------------------------------------------------------
________________
२२
દવાલોક પ્રથમ ઉઘોત- (i) ધ્વનિ કાવ્યનો આત્મા છે. તેને ન સ્વીકારનારના જુદા જુદા મત આપવામાં આવ્યા છે. કેટલાક તેનો-ધ્વનિનો-અભાવ કહે છે. કેટલાક તેનો લક્ષણામાં સમાવેશ કરવાનું કહે છે. બીજા ધ્વનિની વ્યાખ્યા આપી શકાય તેમ નહીં હોવાથી તેને અનિર્વચનીય કહે છે. ધ્વનિ, શબ્દોના ક્ષેત્રથી પર છે. બહુ તો સદાય ભાવક તેનો આસ્વાદ લઈ શકે છે. (ii) કાવ્યમાં બે પ્રકારના અર્થ છે-વાચ્ય અને પ્રતીયમાન વાચ્યાર્થ, અલંકાર સંપ્રદાયના વિદ્વાન માટે જાણીતો છે. વ્યંગ્યાર્થપ્રતીયમાન અર્થ, અંગનાઓના લાવણ્યની જેમ જુદી જ જાતનો છે. (iii) પ્રતીયમાન અર્થ ત્રણ પ્રકારનો છે. વસ્તુધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસાદિધ્વનિ. આ ત્રણના ઘણા પેટા પ્રકારો-પ્રભેદો છે. વ્યાકરણ અને શબ્દકોષનું જ્ઞાન ધરાવનાર જ તેને સમજી શક્તા નથી. એ પ્રકારના જ્ઞાન ઉપરાંત કાવ્યનું સારતત્ત્વ સમજનાર ભાવક પ્રતીયમાન અર્થને સમજી શકે છે. (iv) જ્યારે કાવ્યમાં વ્યંગ્યાર્થ ઉત્કૃષ્ટ સ્થાને હોય ત્યારે તે કાવ્ય નિકાવ્ય કહેવાય છે. સમાસોક્તિ, આક્ષેપ, પર્યાયોક્ત વગેરે અલંકારોમાં પ્રતીયમાન અર્થ હોવા છતાં, ચમત્કૃતિ વાચ્યાર્થને લીધે અને તેમાં રહેલ અલંકારને લીધે છે તેથી તે ધ્વનિ નથી. (v) ધ્વનિ બે પ્રકારનો છે- અવિવક્ષિતવાચ્ય અને વિવક્ષિતા પર વાચ્યું. (vi) ધ્વનિ, ભક્તિ-લક્ષણા-સાથે એકરૂપ નથી, કે ધ્વનિનું લક્ષણ ન કરી શકાય યા તેને ઉદાહત ન કરી શકાય તેવો નથી.
દ્વિતીય ઉદ્યોત-) આનંદવર્ધન, અવિવક્ષિતવાના પ્રકારો દર્શાવે છેઅર્થાન્તર સંક્રમિત વાચ્ય અને અત્યંતતિરસ્કૃત વાઢે. (ii) તે વિવક્ષિતા પરવાથ્યના ભેદો- અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય અને સંલક્ષ્યક્રમ વ્યંગ્ય-એમ દર્શાવે છે. જ્યારે રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવોદય, ભાવપ્રથમ પ્રધાન હોય ત્યારે તે રસાદિ ધ્વનિ ‘અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય કહેવાય છે. (iii) જ્યારે રસ, ભાવ વગેરે ગૌણ હોય, કાવ્યની ચમત્કૃતિ અન્ય કોઈ તત્ત્વને લીધે હોય તો ત્યાં રસવ વગેરે અલંકારો હોય છે. (iv) ગુણ અને અલંકારો વચ્ચેનો તફાવત દર્શાવવામાં આવ્યો છે. આનંદવર્ધન, માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ એમ ત્રણ ગુણ જ માને છે. (v) અનુપ્રાસ અને યમક, શૃંગારરસમાં બહુ ઇચ્છનીય નથી. રૂપક, પર્યાયોક્ત વગેરે ગૌણ સ્થાને હોય અને શૃંગાર રસની નિષ્પત્તિમાં મદદરૂપ થતાં હોય તેનાં લેખક ઉદાહરણ આપે છે. (vi) સંલક્ષ્યક્રમના પ્રભેદો-શબ્દશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ. જ્યારે શબ્દની શક્તિથી અલંકાર સૂચવાયેલો હોય (અભિવ્યક્ત નહીં), વ્યંગ્ય હોય ત્યારે શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય કહેવાય છે. પણ ‘શ્લેષમાં બે અર્થો શબ્દો દ્વારા સીધી રીતે વ્યક્ત થતા હોય છે. આનંદવર્ધને ભલેષ અને શબ્દશક્તિમૂલ ધ્વનિનાં ઉદાહરણ આપ્યાં છે. (vi) અર્વશક્તિમૂલ ધ્વનિની વ્યાખ્યા અને ઉદાહરણ આપેલ છે. અર્થશક્તિમૂલધ્વનિ અને અસંલક્ષ્યક્રમવ્યંગ્ય વચ્ચેનો તફાવત દર્શાવ્યો છે. જ્યારે વિભાવ, અનુભાવ અને વ્યભિચારિભાવના સ્પષ્ટ ઉલ્લેખથી રસનો આસ્વાદ મળતો હોય ત્યારે ત્યાં ‘સંલક્ષ્યક્રમવ્યંગ્ય’ ધ્વનિ છે. (vi) અશક્તિમૂલના પેટા વિભાગો વસ્તુ ધ્વનિ
Page #25
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૨૩
અને અલંકારધ્વનિ આપ્યા છે. તે પૈકીનો પ્રથમ-વસ્તુધ્વનિ, સ્વતઃસંભવી અને પ્રૌઢોક્તિ નિષ્પન્ન એમ બે પ્રકારનો દર્શાવેલ છે. અલંકાર ધ્વનિનાં ઉદાહરણ આપવામાં આવ્યાં છે.
તૃતીય ઉદ્યોત- (i) દ્વિતીય ઉદ્યોતમાં વ્યંગ્ય અર્થ પર આધારિત ધ્વનિના ભેદો કહ્યા. તૃતીય ઉદ્યોતમાં વ્યંજકની દૃષ્ટિએ પેટા વિભાગો આપવામાં આવ્યા છે. (ii) અવિવક્ષિતવાચ્ય (તેના બે પ્રકારોમાં) પદ પ્રકાશ્ય હોય યા વાકચપ્રકાશ્ય હોય. આજ બે ભેદો સંલક્ષ્યક્રમ વ્યંગ્ય નામના વિવક્ષિતાન્યપર વાચ્યના ભેદમાં પણ જોવા મળે છે. (iii) વર્ણ, પદ, વાચ્ય, સંઘટના અને પ્રબંધ, અસંલક્ષ્યક્રમ વ્યંગ્યને મદદરૂપ થાય છે. (iv) સંઘટનાના ત્રણ પ્રકારો છે. અસમાસા, મધ્યમ સમાસા અને દીર્ઘ સમાસા. સંઘટનાનો ગુણ સાથે સંબંધ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. (v) સંઘટના, વક્તા અર્થ વિષય અને રસના ઔચિત્ય પર આધાર રાખે છે. (vi) રસ કેવી રીતે નિષ્પન્ન થાય છે અને કેવી રીતે અવરોધાય છે તે સમજાવતાં, જુદા જુદા રસોને અનુકૂળ અલંકારો વિષયવસ્તુ (થાનક, વસ્તુસંકલન વગેરે) અને રસનો સંબંધ નિરૂપવામાં આવ્યો છે. (vi) અમુક નિપાત, સંયોજક, મૃત્ અને તન્દ્રિત પ્રત્યયો, સમાસો વગેરેથી અસંલક્ષ્યક્રમ ધ્વનિ વ્યંજિત થાય છે. (vi) રસની બરાબર નિષ્પત્તિ થાય તેમાં કઈ બાબત વિરોધી છે તે વિષે લેખકે કહ્યું છે. એક પ્રબંધમાં એક રસ પ્રધાન-અંગી હોવો જોઈએ અને બીજા રસ સહાયક-અંગ હોવા જોઈએ. (ix) વાચ્ય અને વ્યંગ્ય અર્થનો તફાવત તથા ગુણવૃત્તિ અને વ્યંગ્ય વચ્ચેનો ભેદ દર્શાવવામાં આવ્યો છે. (x) વ્યંગ્ય-વ્યંજકભાવ અને અનુમાન એક નથી. (xi) કાવ્યનો બીજો પ્રકાર ‘ગુણીભૂત વ્યંગ્ય’ ઉદાહરણ સાથે સમજાવવામાં આવેલ છે. (xii) કાવ્યનો ત્રીજોપ્રકાર ‘ચિત્ર’ છે, જે બે પ્રકારનું છે-શબ્દચિત્ર (જેમકે યમક) અને વાચ્યચિત્ર (જેમકે ઉત્પ્રેક્ષા વગેરે અલંકારો). જ્યારે કવિનો ઇરાદો, વ્યંગ્ય અર્થ કહેવાનો ન હોય કે રસ નિષ્પન્ન કરવાનો ન હોય ત્યારે આ ત્રીજો ભેદ બને છે. (xiii) કાવ્યના આ ત્રણ પ્રકારોના ક્રમચય અને સંચયથી– મિલાવટથી- અગણિત પ્રભેદો ઉદ્ભવે છે. (xiv) કૌશિકી વગેરે વૃત્તિઓ અને ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ તથા રીતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું છે.
ચતુર્થ ઉદ્યોત- (i) ધ્વનિ અને ગુણીભૂતના ક્ષેત્રોમાં કવિઓની પ્રતિભા હંમેશ તાજી વસ્તુઓ રજૂ કરવા સક્ષમ હોય છે. પૂર્વેના કવિઓમાં હોય તે વિચાર કવિની કલ્પનાશક્તિથી નવો દેખાય છે. (ii) કવિએ પોતાના પ્રબંધમાં, કૃતિમાં, મુખ્ય ભાવાર્થ તરીકે એક રસ માટે, એક ચિત્ત થવું જોઈએ. (iii) રામાયણમાં કરુણરસ, મુખ્યરસ છે. જે શાસ્ત્ર અને કાવ્ય બન્ને છે એવા મહાભારતમાં મોક્ષ નામનો પુરુષાર્થ અને શાંતરસ કવિ દ્વારા અભિપ્રેત છે. કાવ્યનું ક્ષેત્ર અસીમ છે. સૈકાઓ સુધી સેંકડો કવિઓએ કાવ્યરચના કરી હોવા છતાં પ્રતિભાશાળી નવા કવિઓ કાવ્ય લખતા રહે
Page #26
--------------------------------------------------------------------------
________________
૨૪
ધ્વન્યાલોક
એ શચ જ છે. (iv) બે કવિઓના કાવ્યમાં સંવાદિતા હોય તો કઈ મનોહર છે તેની આનંદવર્ધને ચર્ચા કરી છે. બે કવિઓના કાવ્ય વચ્ચે, બિંબ- પ્રતિબિંબ જેવું, વસ્તુ અને તેના ચિત્ર જેવું કે બે મનુષ્યો વચ્ચે હોય તેવું સરખાપણું હોઈ શકે. પ્રથમ બે પ્રકારની સંવાદિતા ત્યજવી જોઈએ. ત્રીજા પ્રકારની સંવાદિતા મનોહર છે.
ધ્વન્યાલોકમાં ઉલ્લેખાયેલા ગ્રંથો અને લેખકો
‘ધ્વન્યાલોક’ના આલોકભાગ (વૃત્તિ ભાગ)માં આનંદવર્ધને કેટલાક પ્રાચીન કવિઓ-લેખકોનો તથા ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે. કેટલીક કૃતિમાંથી શ્લોકો, ગઘવાકચો ઉદ્ધૃત કર્યાં છે, જે નીચે મુજબ છે.
(અ) કૃતિઓ-રામાયણ, મહાભારત, અર્જુનચરિત, કાદંબરી, તાપસવત્સરાજ, નાગાનંદ, મધુમથનવિજય, રત્નાવલી, રામાભ્યુદય, વિષમખાણલીલા, વેણીસંહાર, હરિવિજય, સેતુકાવ્ય, હરિવંશ, હર્ષચરિત, ગાયાસસશતી, શાકુન્તલ, વિક્રમોર્વશીય, મેઘદૂત, શિશુપાલવધ, સૂર્યશતક તથા સ્વરચિત સંસ્કૃત, પ્રાકૃત ઉદાહરણો.
(બ) કર્તાઓ-ઉદ્ભટ્ટ, ભરત, ભામહ, મનોરથ, અમરુક, કાલિદાસ, ધર્મકીર્તિ, બાણભટ્ટ, સર્વસેન, સાતવાહન (નાગલોકમાં ગયા તરીકેનો ઉલ્લેખ) વગેરે.
(ક) આ ઉપરાંત પરિકર શ્લોક અને સંગ્રહશ્લોક પણ જોવા મળે છે. કારિકાના અર્થને વધુ સારી રીતે સમજાવવા તથા ચર્ચાનો સારાંશ કહેવા માટે આ પ્રકારના શ્લોકો પ્રયોજાય છે.
ઉપર્યુક્ત ઉલ્લેખો આનંદવર્ધનના વિશાળવાચન અને પાંડિત્યને દર્શાવે છે.
‘ધ્વન્યાલોક’ના ટીકાકારો-‘ધ્વન્યાલોક’ પર અભિનવગુપ્ત (સમય આશરે ઈ.સ. ૧૦મી સદીના ઉત્તરાર્ધથી ૧૧મી સદીનો પૂર્વાર્ધ)ની ‘લોચન’ ટીકા વિશેષ ઉલ્લેખનીય છે. અભિનવ, ‘લોચનમાં’ એક ‘ચંદ્રિકા’ ટીકાનો ઉલ્લેખ કરે છે. તેમણે કેટલીક જગ્યાએ તેનું ખંડન પણ કર્યું છે. ધ્વન્યાલોકના તૃતીય ઉદ્યોતની ૨૬ અને ૩૩મી કારિકાપરના 'લોચન'માં અભિનવે ‘ચંદ્રિકા’નો ઉલ્લેખ કર્યો છે. " चन्द्रिकाकारस्तु पठितमनुपठतीति न्यायेन गजनिमीलिकया व्याचचक्षे |...इत्यलं પૂર્વવંયૈઃ સહ વિવાવેન વહુના / લોયન ટીકાથી જ ચન્દ્રિકાકાર અને અભિનવગુપ્ત એક ગોત્રના હતા તે સિદ્ધ્ યાય છે. ચન્દ્રિકા ટીકા મળતી નથી.
ડૉ. રામસાગર ત્રિપાઠી, લોચન ટીકાનું મૂલ્યાંકન કરતાં લખે છે, “શ્રી અભિનવગુપ્ત એક મહાન દાર્શનિક વિદ્વાન હતા. એથી એમણે સાહિત્યશાસ્ત્રમાં ગ્રંથ લખીને તેનું દાર્શનિક (philosophical) સ્વરૂપ આપ્યું. આ એટલી મહત્ત્વપૂર્ણ અને સશક્ત ટીકા છે કે આપણે તેને સાહિત્યશાસ્ત્રનું મહાભાષ્ય સારી રીતે કહી શકીએ. આ ટીકા એક બાજુ ધ્વન્યાલોકનાં અઘરાં સ્થાનોને પૂર્ણરૂપથી સ્પષ્ટ કરીને પોતાના નામને સાર્થક કરે છે તો બીજી તરફ પોતાની સ્વતંત્ર વિચારધારાની દૃષ્ટિથી
Page #27
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૨૫
પર્યાસરૂપમાં તે મૌલિક પણ છે. મ. મ. પી. વી. કણે એ પણ અભિનવને અગાધજ્ઞાનવાળા તત્ત્વચિંતક, તીક્ષ્ણ વિવેચક અને મોટા કવિ કહ્યા છે તથા તેમની વિદ્વત્તા ભરી લોચન ટીકાની પ્રશંસા કરી છે.
આ ઉપરાંત બદરીનાથ શર્માની “દીધિતી’”, બનારસથી હરિદાસ સંસ્કૃત સીરીઝમાં પ્રકાશિત થયેલી ‘બાલપ્રિયા’, ઉદયોત્તુંગની કૌમુદી, પ્રોફે. કપ્પુસ્વામી શાસ્ત્રીએ મદ્રાસથી પ્રકાશિત કરેલ ટીકા (પ્રથમ ઉદ્યોત ફક્ત) મધુસૂદન મિશ્રની અવધાન ટીકા, રામસાગર ત્રિપાઠીના હિન્દીમાં તારાવતી ટીકા તથા હિન્દી, ગુજરાતી વગેરે પ્રાદેશિક ભાષાઓ તથા અંગ્રેજી વગેરેમાં થયેલ વ્યાખ્યા, પાદનોંધ વગેરે ધ્વન્યાલોકના અભ્યાસ માટે ઉપકારક છે. ધ્વન્યાલોક પર ડૉ. જેકોબીનો જર્મનમાં અનુવાદ પણ છે.
૬. ધ્વનિવિરોધીઓ અને આનંદવર્ધને કરેલું ખંડન काव्यस्यात्मा ध्वनिरिति बुधैर्यः समाम्नातपूर्वस्तस्याभावं जगदुरपरे भाक्तमाहुस्तमन्ये केचिद्वाचां स्थितमविषये तत्त्वमूचुस्तदीयं तेन ब्रूमः सहृदयमनःप्रीतये तत्स्वरूपम् ॥ ‘ધ્વન્યાલોક’ની આ પ્રથમ કારિકામાં ધ્વનિવિરોધી ત્રણ મતનો ઉલ્લેખ થયો છે તેને પૂર્વપક્ષ તરીકે સ્થાપીને આનંદવર્ધન, સિદ્ધાંતપક્ષમાં (ઉત્તરપક્ષમાં) તેનો જવાબ આપે છે.
ध्वन्यभाववादिन्
I
કાવ્યના બધા ચારુત્વ હેતુ ગણાવે છે. ધ્વનિ તેમાંનો એકે નથી. તેથી તેનો અભાવ છે. (અલંકારવાદીમત)
पूर्वपक्ष
+
भाक्तवादिन्
II
તે પ્રસિદ્ધ લોકમતની વિરુદ્ધ જાય છે તેથી અભાવ છે. (પ્રસ્થાનવાડીમત)
अनिर्वचनीयवादिन्
III
શોભા આપનાર
હેતુમાંનો એક યા બીજો કહી શકાય. તેને જુદો શું કામ ગણવી ? અન્તર્ભાવવાદી મત)
૧. ડો. રામસાગર ત્રિપાઠી સંપાવિત ‘ધ્વન્યાલો’ પ્રાથન પૃ-૮,૧
2. Abhinava Gupta was a profound philosopher, an accute critic and a great poet. His commentary is sometimes more erudite and difficult than the text. He was a prolific writer.''
M, M. P. V. Kane, Hist of SK Poetics. p. 203.
Page #28
--------------------------------------------------------------------------
________________
દવન્યાલોક ધ્વનિનો અભાવ છે એમ માનનાર અભાવવાદીઓ, ધ્વનિને ભક્તિમાંલક્ષણામાં સમાવી શકાય છે એમ માનનાર ભાક્તવાદીઓ, ધ્વનિ, વર્ણનથી પર છે એમ માનનાર અનિર્વચનીયવાદીઓ- એમ ત્રણ ધ્વનિવિરોધી મતનો આનંદવર્ધને ઉપર લખેલી પ્રથમ કારિકાની વચ્ચેની બે પંક્તિમાં ઉલ્લેખ કર્યો છે. અહીં વિરોધીઓની કલ્પના કરવામાં આવી છે. કોઈ વિરોધીનું નામ આપ્યું નથી. અભાવવાદીઓના નિર્દેશ વખતે નવું અને અનિર્વચનીયવાદીઓના નિર્દેશ વખતે ‘કવું. એમ પરોક્ષભૂતકાળ (લિમ્ લકાર)નું રૂપ પ્રયોજ્યું છે તે પરથી આ બન્ને સંભાવિત પક્ષ છે, જેની સંભાવના કરવામાં આવી હોય તેવા પક્ષ છે. જ્યારે ભાતવાદીના મતના નિર્દેશ વખતે હું વર્તમાનકાળનું ક્રિયાપદ છે. આ પ્રકારના વિરોધીઓ આનંદવર્ધનના સમયે હશે એમ સૂચન છે. અભાવવાદી મત અને તેનું ખંડન :
ધ્વનિનો અભાવ છે એમ ત્રણ વિકલ્પો દ્વારા સમજી શકાય.
(૧) કાવ્ય શબ્દ અને અર્થનું બનેલું છે. તેમાં શબ્દને સુંદર બનાવનારા શબ્દોલંકારો અને અર્થને ચારુતા આપનારા અર્થાલંકારો પ્રસિદ્ધ જ છે. માધુર્ય વગેરે ગુણ પણ પ્રતીત થાય છે. ભટ્ટ ઉદ્ભટે પ્રકાશિત કરેલી ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ વિષે સાંભળ્યું છે. વૈદર્ભી વગેરે રીતિઓ અમારી જાણમાં છે. તો એ બધાથી ભિન્ન ધ્વનિ નામનો ક્યો નવો પદાર્થ છે? દીધિતિ ટીકાના શબ્દોમાં કહીએ તો અતઃ પ્રસિદ્ધિ-માવાત્ નાતિ વ ધ્વનિ શ્રી વિષ્ણુપદ ભટ્ટાચાર્ય ખરું જ કહે છે, “આ વિરોધીઓ મુજબ એકલા ગુણો અને અલંકારો જ કાવ્યકલાને સુંદર અને આકર્ષક બનાવી શકે છે અને કેમકે ધ્વનિ પાંચ તત્ત્વો (શબ્દાલંકાર, અર્થાલંકાર, ગુણ, વૃત્તિ, રીતિ) માંથી કોઈમાં સમાવી શકાતો નથી તેથી ધ્વનિનો અભાવ છે.'' લોચનકાર કહે છે, “શબ્દ, અર્થ, ગુણ અને અલંકારોના જ, શબ્દ અને અર્થના શોભાકારક ધર્મ હોવાને કારણે લોક અને શાસ્ત્રથી ભિન્ન સુંદર શબ્દાર્થથી બનેલા કાવ્યની શોભાનો હેતુ કોઈ અન્ય ધર્મ છે જ નહીં કે અમે ગણ્યો ન હોય આ એક પ્રકાર છે.''
(૨) “સહયહયાહ્યાદ્રિ શબ્યાર્થીયત્વમ્ વ ાચનક્ષમ્ ” અર્થાત્ સદાયના હૃદયને આહલાદક શબ્દાર્થયુક્ત હોવું તે કાવ્યનું લક્ષણ છે. જે ધ્વનિ નામના નવા
9. “According to these dissenters, puts and sciarts alone can make a
poetic art beautiful and attractive and saf- can be included under neither of these five elements, there is yra of f."
વાતો-પ્રથમ જ્યોત- Bishnupada Bhattacharya on I. 1. २. “शब्दार्थगुणालंकाराणामेव शब्दार्थशोभाकारित्वाल्लोकशास्त्रातिरिक्तसुन्दरशब्दार्थरूपस्य काव्यस्य न
શોમાદેતુઃ શ્ચિચોડક્તિ થોડસ્મામિ ન ગત રૂઃ પ્રાદ ” લોચન-અભિનવગુપ્ત. આચાર્ય જગન્નાથ પાઠકની ધ્વન્યાલોકની આવૃત્તિ. પૃ-૧૫.
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૨૭ તત્ત્વને માનીએ તો તેમાં પ્રસિદ્ધ પ્રસ્થાન-માર્ગનું અતિક્રમણ થતું હોવાથી કાવ્ય તત્ત્વની હાનિ થાય છે. તેને માનવાથી કાવ્યનું લક્ષણ બંધબેસતું થતું નથી. તમારો ધ્વનિ ઉપર્યુક્ત કાવ્યલક્ષણને લાગુ પડતો નથી. કેમકે સહયોને તેનાથી આનંદ મળશે નહીં. કદાચ દુરાગ્રહ રાખી તમે ધ્વનિને પ્રચલિત બનાવશો તો વિદ્વાનોમાં તેનો વ્યાપક સ્વીકાર થશે નહીં. આમ કાવ્યવિવેચનના જાણીતા તત્ત્વોને કાઢી નાખતો હોવાથી ધ્વનિનો અભાવ છે.
(૩) જે વસ્તુ શોભાકારી છે તે તો અમે કહેલા ગુણ અથવા અલંકારમાં સમાઈ જાય છે. બીજું નામ આપવામાં શું પાંડિત્ય છે ? આમ ત્રીજા પ્રકારના અભાવવાદીઓ ધ્વનિનો અભાવ જુદી રીતે માને છે. ધ્વનિ નામનો કોઈ નવો પદાર્થ સંભવિત નથી. કેમકે જો તે કમનીયતાનું અતિક્રમણ ન કરતો હોય તો તેનો, હમણાં જ જેને વિષે કહેવામાં આવ્યું તે ગુણ, અલંકાર વગેરે ચારુત્વ હેતુઓમાં, અંતર્ભાવ થઈ જશે. અથવા જો ગુણ, અલંકાર વગેરેમાંથી કોઈનું ધ્વનિ' એમ નવું નામ રાખવામાં આવે તો તે બહુ મામુલી વાત છે.
અભાવવાદીઓનાં મંતવ્યો તપાસતાં, તેઓ વાચ્યાર્થમાં જ માનતા હોય એમ લાગે છે, વ્યંગ્યાર્થમાં નહીં.
અભાવવાદીઓનું ખંડન :
(સિદ્ધાન્ત પક્ષ). ધ્વનિના અભાવની ત્રણ શક્યતાઓ બતાવી એ પૂર્વપક્ષનું વિસ્તૃત સ્થાપન કરી, પ્રથમ ઉદ્યોતના ઉત્તરાર્ધમાં, આનંદવર્ધન નીચેની કારિકામાં તથા તેના પરના આલોકમાં-વૃત્તિમાં તેનું ખંડન કરે છે.
यत्रार्थः शब्दो वा तमर्थमुपसर्जनीकृत स्वार्थो ।
ચક્ર વિશેષ સ ધ્વનિતિ ભૂમિઃ થતઃ I (. /રૂ.). ગુણ, અલંકાર વગેરે ચારુત્વ હેતુઓમાં ધ્વનિનો સમાવેશ કરી શકાય નહીં. કેમકે વાચ્યવાચકભાવ પર આશ્રિત માર્ગમાં વ્યંગ્ય-વ્યંજકભાવ પર આશ્રિત ધ્વનિને કેવી રીતે સમાવી શકાય. વાચ્યાર્થ અને વાચક શબ્દની શોભા વધારનારા ઉપમા વગેરે અર્થાલંકારો તથા અનુપ્રાસ વગેરે શબ્દાલંકારો તો તે ધ્વનિના અંગરૂપ છે, ગૌણ છે જ્યારે ધ્વનિ તો અંગી રૂપ, પ્રધાન છે. એક પરિકર શ્લોકમાં કહેવાયું છે કે
"व्यंग्यव्यञ्जकसम्बन्धनिबन्धनतया ध्वनेः ।
वाच्यवाचकचारुत्वहेत्वन्तः पतिता कुतः ।। અર્થાત-ધ્વનિ, વ્યંગ્ય-વ્યંજકભાવમૂલક હોવાથી વાચ્ય-વાચક ચારુત્વ હેતુ એવા અલંકાર વગેરેમાં તેનો અંતર્ભાવ કેવી રીતે હોઈ શકે છે? આમ અર્થાલંકાર અને શબ્દાલંકાર જેને ચારુત્વ આપે છે તે શબ્દાર્થ કરતાં ધ્વનિનું ક્ષેત્ર સાવ જુદું છે. શ્રી વિષ્ણુપદ ભટ્ટાચાર્ય લખે છે કે ધ્વનિ એ જેઓ તેનું યોગ્ય લક્ષણ આપવાનો પ્રયાસ કરે છે તેવા ધ્વનિવાદીઓના ભેજામાં રહેલી અશક્ય કલ્પના જ નથી, પણ
Page #30
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક જો યશસ્વી મહાન કાવ્યકૃતિઓની સૂક્ષ્મ અને સર્વાગી તપાસ કરવામાં આવે તો જણાય છે કે વ્યંગ્યાર્થ- ધ્વનિ-તેમાં મુખ્ય કે ગૌણરીતે વ્યાપીને રહેલો છે.'' ધ્વનિ, કદાચ પુરોગામી સાહિત્યશાસ્ત્રીઓને માટે, અભાવવાદીઓ માટે, અપરિચિત હશે પણ કવિઓને માટે તે જાણીતી વસ્તુ હતી. મહાકવિઓનાં શ્રેષ્ઠ મહાકાવ્યો, ધ્વનિ હોવાને કારણે સદ્ધયોને આનંદવિભોર બનાવે છે.
પૂર્વપક્ષ - અમે સ્વીકારીએ છીએ કે જ્યાં વ્યંગ્યાર્થ નથી એવા બીજા અલંકારોમાં ધ્વનિનો અંતર્ભાવ નથી થઈ શક્તો પણ સમાસોક્તિ, આક્ષેપ, અનુતનિમિત્તા વિશેષોક્તિ, પર્યાયોક્ત, અપવ્રુતિ, દીપક, સંકર તથા અપ્રસ્તુતપ્રશંસા અલંકારોમાં વ્યંગ્યાથેની પ્રતીતિ થતી હોવાથી તેમાં ધ્વનિનો સમાવેશ થઈ જશે.
ઉત્તરપક્ષઆના જવાબમાં ધ્વનિકાર કારિકામાં લખે છે, “ઉપસર્ગીકૃતસ્વાર્થો...” (૧/૧૩). ના, ભાઈના, આ અલંકારોમાં રમણીયતા ધ્વનિને લીધે નથી પણ વાચ્યાર્થને લીધે જ છે. અર્થો જુનીવૃતાત્મ, કુળતામધેય શબ્દો વા યત્રાર્થાન્તામમિત્રન િસ ધ્વનિતિ | (૧/૧૩ પરના આલોકમાંથી) જ્યાં અર્થ પોતાને અથવા શબ્દ પોતાના અર્થને ગુણીભૂત બનાવીને, પ્રતીયમાન અને અભિવ્યક્ત કરે છે તેને ધ્વનિ કહે છે. સમાસોક્તિ વગેરે અલંકારોમાં ધ્વનિનો સમાવેશ કેવી રીતે થાય ? સમાસોક્તિ વગેરે અલંકારોમાં વ્યંગ્યાર્થનું પ્રાધાન્ય નથી.
પછી આનંદવર્ધન પૂર્વપક્ષમાં ઉલ્લેખાયેલ અલંકારોને એક પછી એક લઈને દર્શાવે છે કે તેમાં ચારુતા, મનોહરતા ધ્વનિને કારણે નહીં પણ વાચ્યાર્થને કારણે છે.
તસ્નાત્ર ધ્વન્તિવ કહ્યા પહેલાં આનંદવર્ધન ત્રણ પરિકર શ્લોકથી પોતાના ઉત્તરનો ઉપસંહાર કરે છે.” જ્યાં કેવળ વાચ્યાર્થનો અનુયાયી હોવાને કારણે વ્યંગ્યાર્થ અપ્રધાન થઈ ગયો હોય ત્યાં સ્પષ્ટ રૂપે સમાસોક્તિ વગેરે વાચ્યાલંકાર હોય છે. જ્યાં વ્યંગ્યનો સ્પષ્ટરૂપે આભાસ માત્ર મળી રહ્યો હોય અથવા વ્યંગ્યાર્થ, વાચ્યાર્થનું અનુગમન કરી રહ્યો હોય યા તેની પ્રધાનતા પ્રતીત થતી ન હોય, ત્યાં ધ્વનિ હોતો નથી. જ્યાં શબ્દ અને અર્થ વ્યંગ્યપરક હોય અને ત્યાં સંકર અલંકાર થઈ શકવાનો અવસર ન હોય તો તે ધ્વનિનો વિષય થાય છે.''
છેવટે ધ્વનિકાર આનંદવર્ધન કહે છે, “અનેક ભેદ-પ્રભેટવાળા અત્યંત વ્યાપકમહાવિષય-ધ્વનિનું પ્રતિપાદન, કેવળ અપ્રસિદ્ધ અલંકાર વિશેષોના પ્રતિપાદનની જેમ નગણ્ય નથી. તેથી ધ્વનિના સમર્થકોનો ઉત્સાહ યોગ્ય છે. તેમના પ્રત્યે ઇર્ષ્યાકલુષિત વૃત્તિ પ્રદર્શિત કરવી જોઈએ નહીં. ૧. “ધ્વનિ is not merely a chimera residing in the brains of Dhvani
theorists who endevour to furnish a suitable definition of it, but if a thourough and minute investigation is made of all the great poetic products of acknowledge repute, suggestion pervades them as you or
ૌનધ્વન્યાતો-પ્રથમ ઉદ્યોત- Bishnupada Bhattacharya on I-13. ૨. વ્યય યત્રાપ્રાધાન્ય...મન્તવ્ય: #ોન્ફિતિઃ ૧/૧૭ના આલોકમાં આવેલા પકિર શ્લોકો.
Page #31
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ભાતવાદીઓનો મત અને તેનું ખંડન :
ભક્તિ એટલે શું? ભક્તિ શબ્દથી આલંકારિકોની લક્ષણા અને મીમાંસકોની ગૌણી નામની બે પ્રકારની શબ્દશક્તિ (વૃત્તિ, વ્યાપાર) સમજાય છે. અલંકારશાસ્ત્રના આચાર્યોએ લક્ષણાની ત્રણ શરતો રજુ કરી છે. (i) મુખ્યાર્થબાધ (વાચ્યાર્થ બંધબેસતો ન હોય) (ii) તદ્યોગ (સંબંધ) (i) રૂઢિ અથવા પ્રયોજન.' ભક્તિ શબ્દને, ચાર રીતે વ્યુત્પત્તિ કરી સમજાવવામાં આવ્યો છે. ગણી તથા લક્ષણાની ત્રણ શરતો એમ ચારેયનો અર્થ ભક્તિથી મળે છે. (i) મુહયાર્થ મ મ | મુખ્યાર્થબાધ. (i) મતે સેવ્યને પાર્વેન તિ સામીપ્યાતિધર્મ મ|િ લક્ષણાની બીજી શરત છે
તદ્યોગ, સામીપ્ય વગેરે સંબંધને આ નિર્વચન દ્વારા સમજવાનો છે. (iii) प्रतिपाद्ये शैत्यपावनत्वादौ श्रद्धातिशयो भक्तिः ।
આ સમજુતી કે જેમાં અતિશય શ્રદ્ધા' એવો અર્થ નિષ્પન્ન થાય છે તે દ્વારા લક્ષણાની ત્રીજી શરત ‘પ્રયોજન’નો અર્થ સૂચવાયો છે.
આ ત્રણ શરતો જો પૂરી થાય તો લક્ષણા વ્યાપાર (શક્તિ) જણાય છે અને તે દ્વારા આવતો અર્થ લક્ષ્યાર્થ કે ‘ભાક્ત” કહેવાય છે.
વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે જો સાદશ્ય સંબંધ હોય તો ગૌણી લક્ષણા કહેવાય છે. જેમકે ર્વાહિલ | જો મયYI જો વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદશ્ય સિવાયનો (સાદયેતર) સંબંધ હોય (સામીપ્ય, સંયોગ, કારણ-કાર્ય વગેરે) તો તેને શુદ્ધ લક્ષણા કહેવાય છે. જેમકે જયા| ઘોષ, ગાયુષ્કૃતમ્ વગેરે.
મીમાંસકોએ લક્ષણાથી જુદો એક ગણી વ્યાપારને માન્યો છે, તેને લક્ષણાનો એક પ્રકાર કહ્યો નથી. ભક્તિ શબ્દથી તેમની ‘ગૌણી વૃત્તિ પણ સમજાય છે. ભક્તિ શબ્દની ચોથી વ્યુત્પત્તિ આમ અપાઈ છે. •
(iv) Tળામુદ્રાવૃત્તેિ શબ્દ અર્થમાર્તણ્યાદ્રિઃ (શૌર્યૌર્યાદ્રિ) પત્તિ | અને તેનાથી આવતો અર્થ ભાત છે. જેમકે સિદો માણવઃ | શૂરવીરતા, ક્રૂરતા વગેરે ગુણવાળા અમુક પ્રાણીના વાચક ગુણ સમુદાયવૃત્તિ સિંહ શબ્દથી તેના અર્થભાગ શૌર્યકર્યાદિનું ગ્રહણ ભક્તિ છે..
ભાતવાદીઓની માન્યતા-પૂર્વપક્ષ -તેઓ માને છે કે ધ્વનિ (વ્યંગ્યાર્થ), લક્ષ્યાર્થથી જુદો નથી. તે લક્ષણા વ્યાપાર દ્વારા લક્ષિત થઈ શકે છે. લોચનકાર સમજાવે છે તે મુજબ ધ્વનિનું લક્ષણાથી સ્વતંત્ર સ્થાન નકારતા વિરોધીઓ આ ત્રણ દલીલો કરી શકે. -- - - - ૧. મમ્માચાર્ય-કાવ્યપ્રકાશ-૨/૪ मुख्यार्थबाधे तद्योमे रूढितोऽथ प्रयोजनात्। अन्योऽर्थो लक्ष्यते यत्सा लक्षणारोपिता क्रिया ।
Page #32
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
(૧) તેઓ કદાચ એમ માનતા હોય કે ધ્વનિ અને ભક્તિ બધી દષ્ટિએ સાવ સરખાં (completely identical)- એકરૂપ છે. એમ હોવાથી ઉપરનાં બે પદોમાંથી એક, બીજાનું પર્યાયવાચી છે. જેમ ઘટ અને કલશ પર્યાયવાચી છે તેમ.
૩૦
( ૨ ) કદાચ કોઈ એમ માને કે ભક્તિ, ધ્વનિનું લક્ષણ છે. (essential mark or differentia) જેમ પૃથ્વીત્વ, પાર્થિવ દ્રવ્યોનો આવશ્યક અને અસાધારણ ગુણ છે.
(૩) અથવા, ભક્તિ, ધ્વનિનો માત્ર આકસ્મિક ગુણ છે. (accidens છે.) ઉત્તરપક્ષ : આનંદવર્ધને ભાક્તવાદીઓનું ખંડન જે રીતે કર્યું છે તે ઉપરથી લોચનકારે ઉપર્યુક્ત ત્રણ સંભવિતતાનું અનુમાન કર્યું છે. પ્રથમ કહેલ સંભવિત દલીલનું ખંડન ધ્વન્યાલોક ૧/૧૪ની પ્રથમ પંક્તિમાં કરવામાં આવ્યું છે.
भक्त्या बिभर्ति नैकत्वं रूपभेदादयं ध्वनिः ।
અર્થાત્‘આ ધ્વનિ લક્ષણાથી ભિન્નરૂપ હોવાથી, તે બે વચ્ચે (ધ્વનિ અને લક્ષણા-ભક્તિ-વચ્ચે) એકત્વ નથી. ધ્વનિમાં પ્રયોજનનું સૌંદર્ય આગળ પડતી બાબત છે. ભક્તિમાં પ્રયોજનનું સૌંદર્ય ધ્યાનમાં લેવું પડતું નથી. તેમાં માત્ર ઉપચાર (superimposition) જ છે.
બીજી સંભવિત દલીલનું ખંડન કરતાં આનંદવર્ધને કહ્યું છે, ‘એમ પણ ન કહી શકાય કે ભક્તિ, ધ્વનિનું લક્ષણ છે. (definition છે.) કેમકે એમ ગણતાં એ લક્ષણ કાં તો અતિવ્યાસ કે અવ્યાસ બની જાય છે. ‘અતિવ્યાપેથાવ્યાત્તેર્ન વાઘો લક્ષ્યતે તથા ।'' ૧/૧૪-૨.
લક્ષણ, હેતુનો (ન્યાયદર્શનના ખાસ અર્થમાં) એક વિશિષ્ટ પ્રકાર છે. સદ્ અનુમાન માટેના હેતુની બધી શરત તે પૂર્ણ કરતો હોવો જોઈએ. તે શરતો છે પક્ષસત્ત્વ, સપક્ષ સત્ત્વ, વિપક્ષ અસત્ત્વ. કંઈ ઉણપ હોય તો લક્ષણ દોષવાળું બને છે. અતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ અને અસંભવ- આ ત્રણ તેના દોષ માનવામાં આવ્યા છે. ભક્તિ, ધ્વનિની અતિવ્યાપ્તિ વાળી વ્યાખ્યા છે. કારણકે જ્યાં ધ્વનિ હોતો નથી ત્યાં પણ ભક્તિ હોય છે, જેમકે રૂઢિ લક્ષણામાં.
પૂર્વપક્ષ (શંકા) – પ્રયોજનવતી લક્ષણાના બધા કિસ્સાઓમાં ધ્વનિ (suggestion) હોવો જ જોઈએ. તેથી ભક્તિ અને ધ્વનિ એક જ વસ્તુ નથી તેમ કહેવું અયોગ્ય છે.
ઉત્તરપક્ષ (સમાધાન) – પ્રયોજનવતી લક્ષણામાં પ્રયોજન જાણવા માટેનું વ્યંગ્ય હોય તે પૂરતું નથી. વ્યંજિત થતું પ્રયોજન સુંદર, ચમત્કૃતિવાળું (striking) હોવું જોઈએ. કવિઓ, ક્યારેક એવા લાક્ષણિક શબ્દો પ્રયોજે છે, જેનું પ્રયોજન ચમત્કારી હોતું નથી.
વધુમાં રૂઢિભૂલા લક્ષણામાં ધ્વનિ બિલકુલ હોતો નથી. કારણકે વ્યંજનાથી સમજાય છે એવું પ્રયોજન આ પ્રકારની લક્ષણામાં હોતું નથી. જેમકે લાવણ્ય, કુશલ
Page #33
--------------------------------------------------------------------------
________________
૩૧
પ્રસ્તાવના વગેરે શબ્દો, તેમના વ્યુત્પન્યાત્મક અર્થથી ભિન્ન અર્થમાં તે પ્રયોજાય છે. તેથી જ્યાં લક્ષણા છે ત્યાં ધ્વનિ છે એમ કહેવાશે નહીં.
પૂર્વપક્ષ (શંકા)-જો ઉપરનો મત સ્વીકારીએ તો, જ્યાં લાવણ્ય, કુશલ, અનુલોમ વગેરે શબ્દો પ્રયોજાયા હોય ત્યાં ધ્વનિ બિલકુલ હશે જ નહીં અર્થાતુ જે કાવ્યમાં આવા શબ્દો પ્રયોજાયા હોય તે કાવ્યમાં ધ્વનિ છે તેમ કહી શકાશે નહીં. •
ઉત્તરપક્ષ (સમાધાન) - “આલોક' (વૃત્તિ)માં કહ્યું છે કે અમે એમ કહેતા નથી કે જ્યાં નિરૂઢ લાક્ષણિક શબ્દો પ્રયોજાયા હોય ત્યાં ધ્વનિ હોતો નથી. એવાં કાવ્યોમાં ધ્વનિ હોઈ શકે છે. પણ તેથી અમારી સ્થિતિમાં ફરક પડતો નથી. જો આપણે એવા શબ્દોવાળાં કાવ્યોનું વિવેચનાત્મક રીતે પૃથક્કરણ કરીશું તો દેખાશે કે તેમાં ધ્વનિનું મૂળ કારણ આવા રૂઢ શબ્દો નથી, પણ એ કાવ્યમાં રહેલ બીજી કોઈ બાબત છે. તેથી અમારો મત બરાબર છે.
લક્ષણા અને ધ્યાનની વિગતો સાવ જુદી છે. એ જોતાં એકને બીજાનું લક્ષણ (attribute) કહેવું યોગ્ય નથી.
પૂર્વપક્ષ (શંકા) - તો પછી પ્રયોજનને જ લક્ષ્ય (લક્ષણાથી મેળવાય તેવો લક્ષ્યાર્થ) બનવા દો.
ઉત્તરપક્ષ (સમાધાન)- પ્રયોજન લક્ષ્ય બની શકે નહીં. કારણ કે લક્ષણાની શરતો અહીં હાજર નથી. મુખ્યાર્થબાધ અને પ્રયોજન-એ બે હોવાં જરૂરી છે. બીજી લક્ષણા કરવા માટે મુખ્યાર્થબાધ જોઈએ, જે થતો નથી. કેમકે પ્રથમ અર્થ (વાચ્યાર્થ) આપણને જોઈએ છે. બીજી લક્ષણા કરવાનું કોઈ પ્રયોજન નથી. ગમે એવું પ્રયોજન ઊભું કરીએ (કલ્પીએ) તો અનવસ્થા દોષ થશે. તેથી જ કહેવાયું છે
वाचकत्वाश्रयेणैव गुणवृत्तिर्व्यवस्थिता ।
व्यञ्जकत्वैकमूलस्य ध्वनेः स्याल्लक्षणं कथम् ।। ध्व. १/१८. આ લક્ષણની અવ્યાપ્તિ પણ છે. વિવક્ષિતા પરવાચ્ય (અભિધામૂલ) ધ્વનિ અને ધ્વનિના અન્ય અનેક પ્રકારોમાં ભક્તિ યા લક્ષણા વ્યાસ રહેતાં નથી, એથી ભક્તિ, ધ્વનિનું લક્ષણ નથી.
ત્રીજી સંભવિત દલીલનું ખંડન કરતાં આનંદવર્ધન કહે છે, “ભક્તિ, ધ્વનિનું ઉપલક્ષણ (accidens, આકસ્મિક ગુણ) નથી. ઉપલક્ષણ એ પ્રાસંગિક ચિહ્ન છે. જેમકે જાન રેવદ્રત્તસ્ય પૃદમ્ | એ ખરું કે ભક્તિ, ધ્વનિનું ઉપલક્ષણ (occassional mark) છે. અવિવક્ષિતવાચ્યધ્વનિના પ્રકારોમાં ભક્તિનું અસ્તિત્વ છે, એ સ્વીકારાયું છે. પણ આમ અમે માનીએ છીએ તેથી પૂર્વપક્ષને કશું મળતું નથી કે પછી આવા સ્વીકારથી, ધ્વનિવાદીઓની સ્થિતિમાં કોઈ સમાધાન થતું નથી, કે પાછા પડવાનું થતું નથી.---
Page #34
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
પૂર્વપક્ષ (શંકા) –જો તમે ભક્તિને ધ્વનિના ઉપલક્ષણ તરીકે સ્વીકારો છો તો તે લક્ષણ પણ કહેવાશે. તેને પણ સ્વીકારવું પડશે. કેમકે લક્ષણ અને ઉપલક્ષણ બન્નેનો હેતુ સરખો છે. બન્નેનો હેતુ ‘» વર્તક બનવું’, ‘જુદા પાડવું’ એવો છે. ઉત્તરપક્ષ (સમાધાન) – આમ છેલ્લી હદ સુધી દલીલોને ખેંચવામાં આવે તો તે અલંકારને પણ લાગુ પડે છે.
-
આમ સમર્થ દલીલોથી આનંદવર્ધને, ભાતવાદીઓની દલીલોનો રદિયો આપ્યો છે. અનિર્વચનીયવાદીઓનો મત અને તેનું ખંડન :
કેટલાક લોકોની બુદ્ધિ લક્ષણ કરવામાં એટલી સુકુમાર છે કે તેઓ ધ્વનિના તત્ત્વને વાણીની શક્તિથી પર સહૃદય- હૃદય- સંવેધમાન જ બતાવે છે. તેઓ માને છે કે ધ્વનિ અનિર્વચનીય છે, અલક્ષણીય છે, અનાખ્યેય છે. આમ કહેનારા અનિર્વચનીયવાદી છે, અશકચ-વક્તવ્યવાદી છે. ન ાયતે વયિતુમ્ ાિ તવા સ્વયં તવન્તઃ રળેન વૃદ્ઘતે । એમ તેઓ માને છે.
ર
તક્ષનેડગ્યેઃ તે ચાહ્ય પક્ષસંસિદ્ધિોવ નૈઃ । . ૧/૧૯
અર્થાત્ ‘બીજા લોકોએ ધ્વનિનું લક્ષણ કરી દીધું છે તો અમારા પક્ષની સિદ્ધિ જ છે.’ આ કારિકામાં તથા તેના વૃત્તિભાગમાં અનિર્વચનીયવાદીઓને આનંદવર્ધને જવાબ આપ્યો છે. ધ્વનિને અનિર્વચનીય કહેનાર પરીસ્થવાવિનઃ નથી, સમજીને બોલ્યા નથી. કેમકે ધ્વનિ વિષે (આ ગ્રંથમાં) અમે કહ્યું છે અને આગળ ઉપર પણ દર્શાવીશું તેનાથી ધ્વનિના સામાન્ય અને વિશેષ લક્ષણો જણાવી દીધા પછી પણ જો એમ કહેવામાં આવે કે ધ્વનિનું પ્રકથન થઈ શક્યું નથી. એવું તો પછી બીજા વિષયો માટે પણ કહી શકાશે.
ઉપસંહાર : આ રીતે આનંદવર્યનાચાર્યે ધ્વનિ વિરોધી મતોની ચર્ચા, સમીક્ષા કરી તેનું ખંડન કર્યું છે, તથા ધ્યાનેસિદ્ધાંતની સ્થાપના કરી છે. ટીકાકાર અભિનવગુપ્તે, લોચનમાં, ધ્વનિ વિરોધી મતોનું વિસ્તારથી ખંડન કરેલ છે. તેમની પછી આવનાર મમ્મટાચાર્ય ‘કાવ્યપ્રકાશ’માં ધ્વનિને વાચ્યાર્થ અને લક્ષ્યાર્યયી ભિન્ન સાબિત કરે છે. તે વેઠાન્તીઓના તથા વૈયાકરણોના અખંડતાર્થતાવાનું ખંડન કરે છે. ઉપરાંત તેમણે ધ્વનિને અનુમાનમાં સમાવતા નૈવાયિક મહિમભટ્ટના મતનો રદિયો આપ્યો છે. ધ્વનિવિરોધ અંગે વિરોષ માહિતી :
ઈ.સ. ૮૫૦ થી ૧૧૦૦ એ અઢીસો વર્ષનો ગાળો સાહિત્યચર્ચાના ઉત્કર્ષનો કાળ છે. ધ્વનિતત્ત્વના વિવેચક અસાધારણ હતા જ, પણ તેમનો વિરોધ કરનારા પણ સાધારણ વ્યક્તિ ન હતા. મુકુલભટ્ટ, ભટ્ટનાયક, કુન્તક, ધનંજ્ય, મહિમભટ્ટ, મોજ આકિ ધ્વનિના વિરોધીઓ આ કાળમાં થયા છે. તેમજ રાજશેખર, ઔચિત્યનો વિચાર કરનારા ક્ષેમેન્દ્ર, અભિનવગુપ્ત, રસચર્ચા કરનારા લોહ્લટ, શંકુ, ભટ્ટતૌત વગેરે છે. આ કાળ સાહિત્યચર્ચાના પરમ ઉત્કર્ષનો કાળ છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
વ્યસભા ધ્વનિ | ના બે અર્થ કરવામાં આવે છે. (૧) રસધ્વનિ કાવ્યનો આત્મા છે. (૨) ધ્વનન (વ્યંજના) વ્યાપાર જ કાવ્યગત શબ્દાર્થોનો આત્મા છે. તેમાં રસનું કાવ્યાત્મકત્વ બધા સાહિત્ય પંડિતોને સ્વીકાર્ય થયું. પણ ધ્વનન વ્યાપારના વિષયમાં પંડિતોમાં મતભેદ રહ્યો. આ મતભેદોથી જ ધ્વનિ વિરોધકનો ઉદય થયો અને કાવ્યચર્ચાની રૂખ બદલાઈ ગઈ. ધ્વનિનો વિરોધી પણ કેવળ એટલું જ કહે છે કે વ્યંજના વ્યાપારની સ્વતંત્ર સત્તા માનવાનું કોઈ પ્રયોજન નથી. વ્યંજનાનો અંતર્ભાવ અભિધા, લક્ષણા, તાત્પર્ય યા અનુમાનમાં જ થાય છે. મમ્મટાચાર્ય પછી ધ્વનિનો વિરોધ ઓછો થઈ ગયો છે. જયરયે ધ્વનિના વિરોધીઓ વિષે આ બે શ્લોકોમાં સંક્ષેપમાં કહ્યું છે.
तात्पर्यशक्तिरभिधा लक्षणानुमिती द्विधा । अर्थापत्तिः क्वचित्तन्त्रं समासोक्त्याद्यलंकृतिः ।। रसस्य कार्यता भोगः व्यापारान्तर बाधनम् ।
द्वादशेत्थं ध्वनेरस्य स्थिता विप्रतिपत्तयः ।। જયરથ જણાવે છે કે ધ્વનિના વિરોધમાં કુલ બાર મત હતા. (૧) મીમાંસકોનું કથન હતું કે ધ્વનિ અથવા વ્યંજનારૂપ પૃથક વ્યાપાર માનવાની કોઈ આવશ્યકતા નથી. ધ્વનિનો અંતર્ભાવ તાત્પર્યશક્તિમાં થાય છે. (૨) કોઈ મીમાંસક એવા હતા કે “યત્વ: રાઃ શબ્દાર્થ ' આ ન્યાયે, ધ્વનિનો સમાવેશ અભિધામાં કરતા હતા. (૩ અને ૪) લક્ષણાવાદી ધ્વનિનો સમાવેશ લક્ષણામાં માનતા હતા. (૫ અને ૬) નૈયાયિક, જે ધ્વનિનો સમાવેશ બે પ્રકારનાં અનુમાનમાં માનતા હતા. (૭) સાહિત્ય વિમર્શક, કે જે ધ્વનિને તંત્રનો જ એક પ્રકાર કહેતા હતા. (બન્ને અર્થોમાં બોલવાનો એક પ્રકાર). (૮) એવા વિમર્શક જેના મત અનુસાર ધ્વનિનો સમાવેશ અર્વાપત્તિમાં છે. (૯) આલંકારિક-જે સમાસોક્તિ, પર્યાયોક્ત વગેરે અલંકારમાં જ ધ્વનિનો સમાવેશ કરે છે. (૧૦) પ્રાચીન કાવ્યશાસ્ત્રી, લોલટ તથા તેમના અનુયાયી,જેમની માન્યતા હતી કે રસ વિભાવાદિનું કાર્ય છે. (૧૧) ભટ્ટનાયક તથા તેમના અનુયાયી તેમનો વિચાર હતો કે રસ ધ્વનિત નથી થતો પણ ભોગીકરણ રૂપ વ્યાપાર દ્વારા તેનો અનુભવ કરાય છે. (૧૨) ધ્વનિ અનિર્વાચ્ય છે. આ વિચારનો એક પક્ષ જે વ્યાપારીત્તેરવાધનમ્” માં માને છે. --
૧. . ચં. દેશપાંડે ભારતીય સાહિત્ય
પૃ. ૨૨૭, ૨૨૬, ૧૪૮, ૧૨, ૩૫૪, રે૧૧.
Page #36
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક ૭. પ્રતીયમાન અર્થ प्रतीयमानं पुनरन्यदेव वस्त्वस्ति वाणीषु महाकवीनाम् ।
यत्तत्प्रसिद्धावयवातिरिक्तं विभाति लावण्यमिवाङ्गनासु ॥ (ध्व. १/४.) કાવ્યનો સૂચવાયેલો અર્થ (suggested sense) વ્યંગ્યાર્થ કહેવાય છે. પ્રતીયમાન અર્થ, વ્યંગ્યાર્યનો પર્યાય છે. આ અર્થ પ્રતીતિ ગમ્ય હોય છે તેથી તેનેવ્યંગ્યાર્થને-પ્રતીયમાન કહે છે. પ્રતીયમાન અર્થ વ્યંજના વ્યાપાર (વૃત્તિ, શક્તિ) દ્વારા સમજાય છે. “વ્યંજના એ કવિપ્રતિભાની એક વિલક્ષણ શક્તિ અને સમૃદ્ધિ છે.'' “કવિએ વાસ્તવિક જીવનના દર્શનમાંથી લીધેલ ઘટના, ચિત્રો વગેરે પર પોતાના હૃદયના ભાવ તથા કલ્પનાનો જે ચળકાટ મઢયો છે અને અવનવી આકૃતિઓ સરજી છે, તેની વ્યંજના સહૃદય વાચકે અનુભવવાની છે.' કાવ્ય કવિકર્મ છે. કવિથી આરંભ થનાર અને રસિકના રસાસ્વાદમાં પર્યવસિત થનારો તે એક વ્યાપાર (activity) છે. કાવ્યમાં રહેલ પ્રતીયમાન અર્થ, સદયવાચકને કાવ્યાનંદ આપે છે.
કારિકા-૪ની અભ્યાસનોધમાં નિર્દેશ્યા પ્રમાણે (આજ પુસ્તકમાં) પ્રતીયમાન અર્થ અંગનાઓના લાવણ્યની જેમ મહાકવિઓના કાવ્યમાંથી ફુરતું કોઈક જુદું જ તત્ત્વ છે.
એક વિદ્વાનના જણાવ્યા મુજબ પ્રતીયમાન અર્થ એવા સૂર્યપ્રકાશના સૌંદર્ય જેવો છે. જે સાત રંગમાં વિકીર્ણ થાય છે. કાવ્યાભિવ્યક્તિનો સાર, તેના (પ્રતીયમાન અર્થના) પ્રસારણ અને છંટકાવમાં પડેલો છે.''
ડો. રેવાપ્રસાદ દ્વિવેદીના શબ્દોમાં જોઈએ તો “વાચ્ય (વાચ્યાર્થ) ધર્મી છે અને પ્રતીયમાન ધર્મ, વાચ્ય અલંકાર છે અને પ્રતીયમાન અલંકાર્ય, વાચ્ય હેતુ છે અને પ્રતીયમાન સાધ્ય, વાચ્ય શરીર છે અને પ્રતીયમાન પુરુષાર્થ તથા વાચ્ય વીણા છે અને પ્રતીયમાન સ્વર. નિશ્ચિત જ વાચ્યની ઉપાદેયતા પ્રતીયમાન વિના સંભવ નથી.”
પ્રતીય માન-વ્યંગ્ય તરીકે આવેલ-રસ જ કાવ્યનો આત્મા છે એ સમજાવવા ‘કૌચ યુગલના વિયોગથી ઉત્પન્ન આદિકવિ વાલ્મીકિનો શોક કાવ્યરૂપમાં પરિણત થયો, એ ઉદાહરણ આપ્યું છે.
૧. ડૉ. રમેશ બેટાઈ-“ધ્વનિ અને પાશ્ચાત્યચિંતન' પૃ. ૪૬. ૨. એજન. પૃ. ૧૨. ૩, ગ. ચં. દેશપાંડે-ભારતીય સાહિત્યશાસ્ત્ર (હિન્દી) પૃ ૧૨૧. 8: " M apef- it is like the beauty of the sunlight which bursts into
seven colours....the essence of poetic expression lies in its spreading and spraying. It is in this spreading, spraying or to vary the
metaphor resonating- 6444- that poetic expression lives, moves and **** has its being." Hanumantray. Preface 'Dhvani and its critics' p. 2. ૧. T. ATMe 2િ
Page #37
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
વસ્તુ, અલંકાર અને રસરૂપ પ્રતીયમાન અર્થનો સાર જેમાંથી ઝરે છે, એવી મહાકવિઓની વાણી તેમના અલોક સામાન્ય પ્રતિભા વિશેષને ઉજ્જવળ રૂપનેઅભિવ્યક્ત કરે છે.
આ પ્રતીયમાન અર્થ વ્યાકરણ અને શબ્દકોશના જ્ઞાનથી જાણી શકાતો નથી. એ તો ક્ત કાવ્યર્થના તત્ત્વને જાણનારાઓ જ જાણી શકે છે. જેમ દીપશિખાની જરૂર દશ્ય જોવા માટે છે તેમ પ્રતીયમાન અર્થ માટે કવિએ વાચ્ય-વાચકનો આદર કરવો પડે છે. વાચ્યાર્થથી સંતોષ નહીં પામનારા સહૃદયોની તત્ત્વાર્યદર્શિની બુદ્ધિને પ્રતીયમાન અર્થ એકદમ સમજાય છે.
૮ફોટ સિદ્ધાન્ત પરથી ધ્વનિ ડો. એસ. કે. ડે લખે છે, “Taking their cue from this somewhat mystical conception (sphota theory), the Alamkarikas developed the idea of dhvani by analogy.”વૈયાકરણોના ફોટ સિદ્ધાંતમાં જુદા અર્થમાં પ્રયોજાયેલ 'ધ્વનિ' શબ્દ આલંકારિકોએ નવા અર્થ સાથે ધ્વનિ સિદ્ધાન્તમાં લીધો છે. વૃધે થિતઃ માં કહેલા વિદ્વાનો વૈયાકરણો જ છે. વ્યાકરણ બધી વિદ્યાઓનું મૂળ છે તેથી વૈયાકરણો પ્રથમ વિદ્વાન છે. પ્રથમે હિ વિક્રાંત वैयाकरणाः व्याकरणमूलत्वात् सर्वविद्यानाम् ।।
ફોટવાદ વૈયાકરણોનો પ્રમુખ સિદ્ધાન્ત છે. ફોટ શબ્દની વ્યુત્પત્તિ “પુતિ અર્થ થાતું : wોટઃ | એ રીતે કરાય છે. અર્થાત્ જેનાથી અર્થની પ્રતીતિ થાય તેને સ્ફોટ કહે છે. આ ફોટ', પદસ્ફોટ, વર્ણસ્ફોટ, વાક્યસ્ફોટ વગેરે ભેદથી આઠ પ્રકારનો છે. પદસ્ફોટથી પદાર્થની (પદના અર્થની) અને વાક્યસ્ફોટથી વાક્યર્થની પ્રતીતિ થાય છે.
સ્ફોટવાદીઓ માને છે કે આપણને શબ્દનો અર્થ સમજાય છે તે વર્ષોથી સમજાતો નથી.
જો વર્ષોથી અર્થ સમજાતો હોય તો તો માણસે માણસે વણના ઉચ્ચાર જુદા થતા હોવાથી એકને એક શબ્દ જુદા જુદા માણસોના મુખે બોલાતાં તેના અર્થ જુદા જુદા થવા જોઈએ. પણ ખરું જોતાં એમ થતું નથી. ગમે તે માણસ ગમે તે રીતે ઘટ’, ‘કમલ’ શબ્દ બોલે એટલે આપણે તેનો એક જ અર્થ સમજીએ છીએ. વર્ણથી અર્થ સમજાતા હોય તો તે બે રીતે બની શકે. કાં તો પ્રત્યેક વર્ણ અલગ રીતે અર્થનો બોધ કરાવે અથવા બધા વર્ણો ભેગા થઈને અર્થનો ધોધ કરાવે. પણ એક વર્ણ આખા શબ્દના અર્થનો બોધ કરાવે છે એમ માનીએ તો બાકીના વર્ગો નિપ્રયોજન બની જાય; એટલે પહેલો વિકલ્પ નકામો છે બીજો વિકલ્પ પણ સંભવતો નથી. કારણ વર્ણ ક્ષણિક છે. એ તો સાંભળતાં વેંત જ 9. S. K. De, “Hist of SK. poetics”, p. 143.
Page #38
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક લોપ પામે છે. એટલે વર્ષો ભેગા થાય જ શી રીતે ? કમલ શબ્દ ઉચ્ચારાય ત્યારે પહેલાં ‘ક’ સંભળાય છે. પણ એક ક્ષણમાં જ તેનો લોપ થાય છે. એટલે “મ” સંભળાય ત્યારે ‘ક’ હોય નહિ. પછી જ્યારે ‘લ બોલીએ ત્યારે “ક” અને “મ” હોતા નથી. તેથી ‘કમલ’ શબ્દ ત્રણ વર્ણો ભેગા થઈને અર્થનો બોધ કરાવી શકે એમ નથી. એટલે “ફોટ' નામની જુદી વસ્તુ માન્યા વગર છૂટકો નથી. એ સ્ફોટ, વર્ણથી ભિન્ન છે, અખંડ છે, વર્ણથી વ્યક્ત થાય છે અને અર્થની પ્રતીતિ કરાવે છે. તે વર્ણથી ભિન્ન છે. પણ વર્ગો મારફતે એ વ્યક્ત થાય છે. એ વર્ગો મારફતે સ્કૂટ થાય છે માટે એ સ્ફોટ કહેવાય છે. અને એ સ્ફોટમાંથી અર્થ સમજાય છે માટે પણ એને સ્ફોટ કહે છે.
વર્ગો સ્ફોટને શી રીતે પ્રગટ કરે છે, એ બાબતમાં સ્ફોટવાદીઓનું કહેવું એવું છે કે સ્ફોટ તો અખંડ અને નિત્ય છે. જેમ જેમ વર્ષે બોલાતા જાય છે તેમ તેમ તે ઉત્તરોત્તર ફુટ થતો જાય છે. પહેલો વર્ણ, સ્ફોટને સહેજ સ્કુટ કરે છે. બીજો વર્ણ તેથી વધુ સ્કુટ કરે છે અને જ્યારે છેલ્લો વર્ણ ઉચ્ચારાય છે ત્યારે આગલા વર્ષોએ ચિત્તમાં મૂકેલા સંસ્કાર સાથે ભળીને તે આખા અખંડ સ્ફોટને સ્કુટ કરે છે. અને પછી એ ફોટ અર્થનો બોધ કરાવે છે. અશ્વ અને તુરગ બંનેનો અર્થ એક છે પણ શબ્દો જુદા હોઈ બંનેના ફોટ જુદા છે. અને તે દરેક પોતાના અર્થ (ઘોડો) નો બોધ કરાવે છે. પદની પેઠેજ વાક્યનો પણ સ્ફોટ હોય છે અને તે પણ એક પછી એક ઉચ્ચારાતાં પદોથી ઉત્તરોત્તર ફુટ થઈ છેલ્લું પદ સંભળાતાં તે પહેલાંનાં પદોના સંસ્કાર સાથે ભળી જતાં પૂરેપૂરો વ્યક્ત થાય છે અને વાક્યના અર્થને વ્યક્ત કરે છે.
શબ્દના વર્ગો અથવા વાક્યનાં પદો અવ્યવહિત રીતે અર્થાત્ વચ્ચે સમયનો ગાળો પડ્યા વગર, કાને પડવાં જોઈએ.
સ્ફોટ અખંડ છે એટલે તેના ટુકડા પડે જ નહિ તેથી પદનો ક્રમ બદલાતો નથી, ગમનનું મગન થઈ જતું નથી.
વાવરૂત્ય વિશ્વકોશમાં સ્ફોટની સમજુતી આ રીતે આપી છે.” વળતિનિ: पूर्वपूर्ववर्णानुभवसहितचरम-वर्णानुभव-व्यङ्ग्यः अर्थप्रत्यायकः अखण्ड: शब्दभेदः ।
ફોટવાદીઓનો અભિપ્રાય એ છે કે પૂર્વ પૂર્વ વર્ણના અનુભવથી એક પ્રકારનો સંસ્કાર ઉત્પન્ન થાય છે. એ સંસ્કારના સહકારથી અત્યવર્ણ, કાનથી તિરોભુત વર્ણોને પણ ગ્રહણ કરનારી એક માનસિક પદની પ્રતીતિ ઉત્પન્ન થાય છે. સાંભળનારને અર્થની પ્રતીતિ આ ‘પદસ્ફોટ’ની દ્વારા જ થાય છે. શ્રોત્રથી ગ્રહણ કરાતા શબ્દ યા ધ્વનિથી નહીં.
એ રીતે પૂર્વ પૂર્વનાં પદના અનુભવથી જન્મેલ સંસ્કાર સાથેના અન્ય પદના શ્રવણથી સદસદ્ અનેક પદમાં અવગાહન કરનારી માનસિક વાક્ય પ્રતીતિ થાય છે તેને વાક્યસ્ફોટ કહે છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૩૭
જેમ વૈયાકરણો વર્ણથી ભિન્ન સ્ફોટને અભિવ્યક્ત કરનાર વર્ગોને ધ્વનિ કહે છે તેવી જ રીતે સાહિત્યમર્મજ્ઞો શબ્દના સામાન્ય અર્થ-વાચ્યાર્થ-થી ભિન્ન કોઈ વ્યંગ્યાર્થની વ્યંજના કરનાર શબ્દાર્થ યુગલરૂપ કાવ્યને ધ્વનિ કહે છે.
મ. મ. પી. વી. કાણેનું અનુમાન છે કે, ‘“સ્ફોટ સિદ્ધાંત સંભવતઃ પાણિનિ કરતાં જૂનો છે. પાણિનિ તેમના પુરોગામી ‘સ્ફોટાયન’નો ઉલ્લેખ (અવક્છોટાયનસ્ય ।૬ - ૧ - ૧૨૩ અષ્ટા.) કરે છે. ‘વાકચપઢીય’ (૧-૪૪માં) સ્ફોટ સિદ્ધાન્ત રજી થયેલ છે.૧
ધ્વનિ અને વ્યંજના શબ્દોની પ્રાચીનતાનો અભ્યાસ કરનાર ડૉ. તપસ્વી નાન્દી જણાવે છે કે ‘‘વ્યંજના અને પ્રતીયમાન શબ્દો ઋગ્વેદમાં નથી. ઋગ્વેદમાં ‘ધ્વન્’ ધાતુ છે અને અથર્વવેદમાં ‘ધ્વનિ’ શબ્દ છે. તે અવાજના અર્થમાં છે. મલ્લૂ ધાતુ, વિ+જ્જ ધાતુ અને વ્યજ્જન શબ્દો, પછીના સમયમાં સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં પારિભાષિક રીતે પ્રયોજાયા છે.’’
ܕ
૯. ધ્વનિના પ્રકારો અને પેટાપ્રકારો
કાવ્યના આત્મ તત્ત્વ ધ્વનિનો અભાવ નથી, તેને ભક્તિમાં સમાવી શકાય તેમ નથી, તે અનિર્વચનીય પણ નથી એમ પ્રતિપાદિત કરીને તથા ધ્વનિનું લક્ષણ આપીને, સમાસોક્તિ વગેરે અલંકારો અને ધ્વનિ વચ્ચે ભેદ દર્શાવીને આનંદવર્ધન પ્રથમ ઉદ્યોતના ઉત્તરાર્ધમાં, વૃત્તિભાગમાં, ધ્વનિના બે મુખ્ય પ્રકારોનો નિર્દેશ કરે છે. તેના પેટા પ્રકારોની ચર્ચા દ્વિતીય ઉદ્યોતમાં કરવામાં આવી છે.
તે કહે છે, ‘“અસ્તિ ધ્વનિ ! સ વાસાવિવક્ષિતવાવ્યો વિક્ષિતાન્યપવા વ્યક્ષેતિ દ્વિવિધઃ સામાન્યેન । ધ્વનિના આ બે મુખ્ય પ્રકારો છે- અવિવક્ષિતવાસ્થ્ય અને વિવક્ષિતાન્યપરવાચ્ય. પ્રથમ ઉદ્યોતના વૃત્તિભાગમાં આ બે ભેદો દર્શાવ્યા છે, કારિકાભાગમાં તેનો ઉલ્લેખ નથી. દ્વિતીય ઉદ્યોતની પ્રથમ કારિકામાં કારિકાકારે ધ્વનિના ભેદો દર્શાવ્યા છે.
ધ્વનિકાર તેનાં આ ઉદાહરણ આપે છે. (૧) સુવર્ણપુષ્પાં વૃથિવી... ઈ. આમાં અવિવક્ષિતવાચ્ય ધ્વનિ છે. તેને લક્ષણામૂલધ્વનિ પણ કહેવામાં આવે છે. (૨) શિરિનિ નુ નામ... ઈ. વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિવાળા આ ઉઠા. માં એવું સૂચન છે કે જો અધરના જેવા બિંબફળને પ્રાપ્ત કરવાનું આટલું કઠણ છે તો તારા
૧. P. V. Kane. “Hist. of SK. poetics'. p.198.
૨. Dr. Tapasvi Nandi-The origin and development of the theory of Rasa and Dhvani'-p-15,16.
“Thus early occurrences of the અર્ and વિ+અn and યજ્ઞન foreshadow the later technical use in Sk. poetics.”
Page #40
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક અધરને પ્રાપ્ત કરવાની તો વાત જ શી ? આ ધ્વનિ, અભિધામૂલ તરીકે પણ ઓળખાય છે.
અવિવક્ષિતવાચ્ય ધ્વનિના બે પ્રકારો છે. (૧) અર્થાન્તર સંક્રમિત વાગ્ય (૨) અત્યંત તિરસ્કૃતવાણ્ય.
अर्थान्तरे सङ्क्रमितमत्यन्तं वा तिरस्कृतम् ।
વિવક્ષિતવાણ, ધ્વને દ્વિધા મતમ્ II (ધ્વ. ૨/૧) વૃત્તિકાર આ ભેદોનાં લક્ષણ આપતા નથી પણ બારોબાર ઉદા. જ આપે છે. આ પ્રકારોનાં નામ જ અર્થ કહી દે છે.
અર્થાન્તરસંક્રમિતવાચ્યનાં બે ઉદા. આપવામાં આવ્યાં છે. જેમાંનું પ્રથમ નિધસ્થાત્રિ. ઈ. શ્લોક “મહાનાટક'માંથી લેવામાં આવેલ છે. મમ્મટે 'કાવ્યપ્રકાશમાં તથા વિશ્વનાથે ‘સાહિત્યદર્પણમાં તેને ઉધૃત કરેલ છે. આ
શ્લોકમાં ‘’ શબ્દ ધ્વનિ આપનાર છે. બીજું ઉદા. લેખકે પોતાના ગ્રંથ ‘વિષમબાણલીલા' માંથી આપ્યું છે. “તવા ગાયને જુના... ઈ.” તેમાં બીજો ‘મતાનિ' શબ્દ ધ્વનિ આપનાર છે.
અત્યંતતિરસ્કૃતવાચ્ય’નાં પણ બે ઉદા. આપવામાં આવ્યાં છે. વિસંક્રાન્તોમાય... ઈ.”, વાલ્મીકિના ‘રામાયણ’ના ઉદા.માં ‘ક’ શબ્દ આ પ્રકારનો ધ્વનિ આપે છે. વાપતિરાજના “ગૌડવહો’નો,બીજા ઉદા. માટે ઉદ્ભૂત કરાયેલ શ્લોક, “Thi ૪ મત્તઉં... ઈ.” માં મત્ત અને નિરંજાર શબ્દો ‘અત્યંતતિરસ્કૃતવાચ્યધ્વનિ' આપે છે.
ત્યારપછી ‘વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિના બે પ્રકારો દર્શાવવામાં આવ્યા છે. (૧) અસંલક્ષ્યમવ્યંગ્યધ્વનિ અર્થાત્ જેમાં ધ્વનિના વ્યંજના વ્યાપારનો ક્રમ લક્ષિત કરી શકાય નહિ તેવો ધ્વનિ. (૨) સંલક્ષ્યમભંગ્યધ્વનિ, જેમાં વ્યંજના વ્યાપારનો ક્રમ લક્ષિત કરી શકાય છે તેવો ધ્વનિ. (૧) અસંલક્ષ્યકમવ્યંગ્યવનિઃ
વિવક્ષિતા પરવાથ્યના ભેદ એ આધાર પર કરાયા છે કે વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થની પ્રતીતિના મધ્યમાં કોઈ અંતર લક્ષિત થાય છે કે નહીં. જ્યાં વાચ્યાર્થીની પ્રતીતિ પછી તરત જ વ્યંગ્યાર્થની પ્રતીતિ એટલી જલદીથી થઈ જાય છે કે તેની વચ્ચેનું અંતર લક્ષિત જ થતું નથી ત્યાં અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય ધ્વનિ હોય છે. તેના રસ, ભાવ,રસાભાસ, ભાવાભાસ, ભાવશાનિ, ભાવસંધિ, ભાવોદય, ભાવશબલતા એમ અનેક ભેદ હોય છે.
रसभासतदाभासतत्प्रशान्त्यादिक्रमः । બંને ભાડજમાવેન માસમાનો વ્યવસ્થિતઃ II (દ્ધ. ૨/૩)
Page #41
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
રસ, ભાવ વગેરે પારિભાષિક શબ્દોને આનંદવર્ધને કારિકાના વૃત્તિભાગમાં સમજાવ્યા નથી અભિનવગુણે “લોચન'માં તેની સોદાહરણ ચર્ચા કરી છે.
શૃંગાર, કરણ વગેરે રસની જેમ ‘ભાવ પણ સ્વતંત્રરૂપથી આસ્વાદ્ય હોય છે. કવિએ લજ્જા વગેરે ભાવને કઈ રીતે વર્ણવેલ છે એના ઉપર જ ભાવની પ્રધાનતા કે ગૌણતા આધાર રાખે છે. કવિના શબ્દાર્થ જો ભાવમાં જ વિશાન્ત થતા હોય તો ત્યાં ભાવ, પ્રધાન છે અને તેનું આત્મત્વ છે. તેનાથી વિપરીત કવિના શબ્દાર્થ જો છેવટે રસમાં વિશ્રાન્ત થતા હોય ત્યારે ત્યાં ભાવની સ્વતંત્ર અને નિરપેક્ષ આસ્વાધતા નહીં હોવાથી ગૌણતા છે, આત્મત્વ નહીં. ભિન્ન ભિન્ન અવસ્થાઓમાં ભાવપણ રસની જેમ સ્વતંત્રરૂપથી આસ્વાદ્ય હોઈ શકે છે. આમ જોઈએ તો રસ અને ભાવ એકરૂપ જ છે કેમકે બન્ને અસંલક્ષ્યક્રમ જ છે. કાવ્યમાં જ્યારે અસંલફ્ટમ ધ્વનિ પ્રધાનતાથી પ્રતીત થાય છે ત્યારે તેને કાવ્યના આત્મત્વનું મહત્ત્વ પ્રાપ્ત થાય છે.
પ્રશ્ન એ છે કે રસ, ભાવ વગેરે બધા જ જો અસંલક્ષ્યક્રમ છે તો પછી રસધ્વનિ, ભાવ ધ્વનિ વગેરે વિભાગ કેવી રીતે થઈ શકે છે?
અભિનવગુસનું સમાધાન છે કે-વાસ્તવમાં ભાવનિ, રસધ્વનિનો જ તબક્કો છે પણ તેમાં આસ્વાદનો પ્રયોજક અંશ ભિન્ન ભિન્ન હોઈ શકે છે. ક્યાંક ઉદય આસ્વાદ્ય હોય છે તો ક્યાંક સ્થિતિ આસ્વાદ્ય હોય છે. આસ્વાદના પ્રયોજકના રૂપમાં જે અંશનું પ્રાધાન્ય હોય, તે અંશને લઈને ભાવધ્વનિ, આભાસધ્વનિ, ભાવોદય ધ્વનિ ઇત્યાદિ અવસ્થા કહેવામાં આવી છે. પણ રસધ્વનિ ત્યારે હોય છે, જ્યારે વિભાવ, અનુભાવ તથા વ્યભિચારિભાવથી અભિવ્યક્ત સ્થાયિભાવની પ્રતીતિ થઈને સ્થાયી અંશના જ આસ્વાદનો પ્રકર્ષ હોય છે.
તસ્યાનાં પ્રમેયો છે... ઈ. ૨/૧૨માં આનંદવર્ધન નિર્દેશ છે કે અસંલક્ષ્યક્રમવ્યંગ્યના અંગોના જે અવાન્તર ભેદ છે તેના પરસ્પર સંબંધની કલ્પના કરવાથી ભેદોની સંખ્યા અનંત થઈ જાય છે.
(૨) સંલક્ષ્યમવ્યંગ્યધ્વનિ-તે વિવક્ષિતા પરવાચ્ય ધ્વનિનો બીજો ભેદ છે. સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિનું બીજું નામ અનુસ્વાન સંનિભધ્વનિ પણ છે.
ઘંટ વગાડીને બંધ કરી દીધા પછી કોઈક રણકાર ક્રમશઃ થોડીવાર સુધી સંભળાયા કરે છે. તેને અનુસ્વાન અથવા અનુરણન કહે છે. સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિમાં વાચ્યાર્થથી ભંગ્યાર્થની પ્રતીતિનો ક્રમ રણકારની જેમ સ્પષ્ટ પ્રતીત થાય છે. વાચ્ચાર્યની પ્રતીતિની પછી અનુસ્વાનની જેમ જ ત્યાં વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે.
મેન પ્રતિમાત્યા... ઇ.” ૨/ ૨૦માં સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિના બે પ્રકારો વિષે જણાવવામાં આવ્યું છે. તે છે (i) શબ્દશક્તિમૂલ અને (ii) અર્વશક્તિમૂલ.
શબ્દશકિતમૂલવનિ જ્યારે અમુક શબ્દમાંથી વાચ્યાર્થની પ્રતીતિની પછી રણકારની જેમ બીજા અર્થની પ્રતીતિ પણ થાય ત્યારે શબ્દશક્તિમૂલ ધ્વનિ કહેવાય છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
દવન્યાલોક જ્યાં અલંકારવાચ્ય ન હોય પણ શબ્દના સામર્થ્યથી વ્યંગ્ય હોય ત્યાં શબ્દશક્તિમૂલ ધ્વનિનો વિષય છે. જ્યાં બે વસ્તુ યા બે અલંકાર વાચ્ય હોય ત્યાં શ્લેષનો વિષય હોય છે.
બધી ભાષાઓમાં કેટલાક શબ્દો અને કાર્યક હોય છે. પરંતુ તેઓ મોટેભાગે સંદર્ભ વગેરેને લીધે એકજ અર્થનો બોધ કરાવે છે, અનેક અર્થનો નહીં. સંસ્કૃત સાહિત્યશાસ્ત્રમાં અનેકાર્થક શબ્દના એકાર્યમાં નિયત્રણના કેટલાક વિશેષહેતુ માનવામાં આવ્યા છે. ભર્તૃહરિના- “વાક્યપદીય’માં આપવામાં આવેલી બે કારિકાઓ- “સંયોગો વિપ્રયાશ...વિશેષમૃતિ હેતવા” ને મમ્મટ વગેરે ઘણા આલંકારિકોએ સ્વીકારી લીધી છે.
જ્યારે વક્તાનું તાત્પર્ય એક અર્થમાં નિયત્રિત થઈ જાય છે ત્યારે બીજા અર્થમાં અભિધાશક્તિ પ્રસાર પામી શક્તી નથી. એવી સ્થિતિમાં બીજો અર્થ વ્યંજના વૃત્તિથી જ નીકળે છે. તે વાચ્ય તથા વ્યંગ્ય અર્થોમાં સોદશ્ય ઇત્યાદિ સંબંધ પણ વ્યંગ્ય જ હોય છે.
શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમ વ્યંગ્ય ધ્વનિમાં ઉપમા ઉપરાંત બીજા અલંકાર પણ હોઈ શકે છે. બાણના હર્ષચરિતમાં સ્થાવીશ્વરની પ્રમઠાઓના વર્ણન (યત્ર માતામિ. ઈ. ) વાળું ઉદા. શબ્દશક્તિમૂલ વિરોધાભાસ અલંકાર ધ્વનિનું છે. એ રીતે વ્યતિરેક અલંકાર આ ધ્વનિ પ્રકારમાં કેવી રીતે હોઈ શકે તે “વું કે ડત્યુષ્યતન્તિ... ઈ. શ્લોક દ્વારા દર્શાવ્યું છે.
ધ્વનિના ત્રણ ભેદ વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસાદિધ્વનિ પણ છે. આ ત્રણ જાણીતા ધ્વનિ ભેદોમાંથી શબ્દશક્તિમૂલ ધ્વનિ પ્રકારમાં અલંકારધ્વનિ અને વસ્તુધ્વનિ બન્નેને સમજવાના છે.
અર્થશક્તિશૂલધ્વનિ : અર્થશકત્યુભવ નામનો સંલક્ષ્યમવ્યંગ્ય ધ્વનિનો બીજો ભેદ તે છે જ્યાં એવો અર્થ અભિધાથી પ્રતીત થાય છે, જે શબ્દ વ્યાપાર વિના ધ્વનન વ્યાપારથી સ્વતઃ જ તાત્પર્યવિષયભૂતરૂપથી અર્થાન્તરને અભિવ્યક્ત કરે.
अर्थशक्त्युद्भवस्त्वन्यो यत्रार्थः सः प्रकाशते । ।
તાત્પર્યેા વસ્ત્રચત્ વ્યવસ્યુ િવિના સ્વતઃ | (દ્ધ. ૨/૨૨) આમ આનંદવર્ધને અર્થશકત્યુદ્ભવની વ્યાખ્યા આપી છે. અહીં તાત્પર્ય શબ્દ, તાત્પર્યવૃત્તિને માટે નહીં પણ ધ્વનન વ્યાપાર માટે સમજવાનો છે. જ્યાં વાચ્યાર્થ, શબ્દ વ્યાપાર વિના પોતાના ધ્વનન સામર્થ્યથી બીજા અર્થને અભિવ્યક્ત કરે છે તે
અર્થશયુદ્ભવ સંલક્ષ્યક્રમ વ્યંગ્ય નામનો ધ્વનિ છે. ઉદા. “વં વારિરિ રેવ... ઈ.' આ શ્લોકમાં કડાકમળની પાંખડીઓ ગણવાનું ગૌણ થઈને કોઈ બીજી શબ્દવૃત્તિની અપેક્ષા રાખ્યા સિવાય પાર્વતીની લજજારૂપ બીજા અર્થની અભિવ્યક્તિ થઈ છે. ત્યારપછીના વૃત્તિભાગમાં આનંદવર્ધન સૂચવે છે કે જો કે રસાદિ સદા વ્યંગ્ય
Page #43
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૪૧
જ હોય છે, વાચ્ય નહીં પરંતુ તેનું ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’ હોવું અનિવાર્ય નથી. તે કચારેક સંલક્ષ્યક્રમ વ્યંગ્ય અર્થશકત્યુદ્ભવ ધ્વનિની દ્વારા પણ પ્રતીત થઈ શકે છે. પણ પછીના આચાર્યો રસાદિ ધ્વનિને અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય જ માને છે. સંલક્ષ્યક્રમના જેટલા ભેદ તેમણે કર્યા છે તે બધાં ઉદા. વસ્તુધ્વનિ યા અલંકાર ધ્વનિનાં જ આપ્યાં છે.
જ્યાં શબ્દ વ્યાપારની સહાયતાથી અર્થ, બીજા અર્થને અભિવ્યક્ત કરે છે તે અર્થશક્તિમૂલ સંલક્ષ્યમ વ્યંગ્યધ્વનિનો વિષય થતો નથી. ત્યાં ‘ગુણીભૂત’ બને છે.
“શબ્દાર્થશરત્યાક્ષિોઽવિ... ઈ.'' ધ્વ. ૨/૨૩ મુજબ ‘જ્યાં શબ્દશક્તિ, અર્થશક્તિ કે શબ્દાર્થોભય શક્તિથી આક્ષિસ હોવા છતાં વ્યંગ્ય અર્થને કવિ પુનઃ પોતાના વચન દ્વારા પ્રગટ કરી દે છે તે ધ્વનિથી ભિન્ન અન્ય શ્લેષ વગેરે અલંકાર જ છે.’’ અહીં ઉભય શક્તિભૂલ ત્રીજા ભેઠનું પ્રતિપાદન કરવામાં આવેલું છે.
ઉભયાતિમૂલધ્વનિ : ઉભયશક્તિમૂલધ્વનિ એવાં વાક્યોમાં હોય છે જ્યાં કેટલાંક પદો શ્લિષ્ટ હોય છે. તે પર્યાય પરિવૃત્ત્તસહ હોય છે. જ્યારે બીજાં પદો અર્થ દ્વારા વ્યંગ્યાર્થ આપે છે.
હેમચંદ્રાચાર્ય ઉભયશક્તિમૂલને જુદા પ્રકાર તરીકે ગણતા નથી. તેને શબ્દશક્તિમૂલ ધ્વનિમાં સમાવે છે.
આનંદવર્ધન, ‘‘પ્રૌઢોત્તિમાત્રનિષ્પન્નશી... ઈ. ધ્વ. ૨/૨૪” માં અર્થશક્તિમૂલ ધ્વનિના ત્રણ પ્રકારો દર્શાવે છે. પછી તેને ઉદા. સાથે સમજાવે છે. (i) સ્વતઃસંભવી (ii) કવિ પ્રૌઢોતિ નિષ્પન્ન (iii) કવિનિબન્ધ વકતૃ પ્રૌઢોક્તિ નિષ્પન્ન
મમ્મટ આ ત્રણે ભેદોને સ્વીકારી લે છે. પણ હેમચંદ્રાચાર્ય આવા પ્રકારોને સ્વીકારતા નથી. પં. જગન્નાથ ત્રણ ભેદોની ટીકા કરે છે પણ તેમાંથી સ્વતઃ સંભવીને સ્વીકારે છે.
જ્યાં અર્યશક્તિથી, વાચ્યાલંકારથી ભિન્ન બીજો અલંકાર પ્રતીયમાન હોય છે તે સંલક્ષ્યમવ્યંગ્યનો અર્યશક્તિમૂલ અલંકારધ્વનિ બને છે.
જ્યાં વાચ્યાલંકારભિન્ન બીજો અલંકાર અર્થસામર્થ્યથી વ્યંગ્યરૂપથી પ્રતીત થાય છે તે સંલક્ષ્યમવ્યંગ્યરૂપ અર્થશત્યુદ્ભવ ધ્વનિનો, અલંકારથી અલંકારભંગ્યરૂપ
બીજો ભેદ છે.
એવા અલંકાર ધ્વનિનાં, આનંદવર્ધને, ૧૧ ઉદા. આપ્યાં છે. રૂપક ધ્વનિ, આક્ષેપ ધ્વનિ ઉત્પ્રેક્ષા ધ્વનિ, શ્લેષધ્વનિ, યથાસંષ્યનિ, વ્યતિરેકધ્વનિ, અર્થાન્તરન્યાસધ્વનિ ઇત્યાદિ. આનંદવર્ધન અલંકાર ધ્વનિને પામતા અલંકારો સંબંધી લખે છે, “જે અલંકારોની વાચ્યાવસ્થામાં શરીરરૂપતા પ્રાપ્તિ પણ નિશ્ચિત નથી, તે અલંકારો વ્યંગ્યરૂપતાને પામીને પરાં છાયાં યાન્તિ । પરમ ચારુત્વને પામે છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક (ધ્ધ. ૨/૨૮). અર્થશક્તિમૂલ ધ્વનિમાં વસ્તુધ્વનિ અને અલંકાર ધ્વનિ બન્નેનો સમાવેશ થાય છે.
આમ આનંદવર્ધને ધ્વનિના પ્રભાદોને ઉદાહરણ સહિત વિસ્તારથી સમજાવ્યા છે.
શ્રી ગણેશા ચંબક દેશપાંડે એ આનંદવર્ધને આપેલ ધ્વનિ પ્રકારોમાં લેખકના વિવિધ દષ્ટિકોણનું દર્શન ક્યું છે.' | (i) વાસ્ય દૃષ્ટિથી-લક્ષણામૂલ ધ્વનિમાં વાચ્યાર્થ વિવક્ષિત જ નથી હોતો તેથી તેને “અવિવક્ષિતવાચ્ય' કહે છે. અભિધામૂલ ધ્વનિમાં વાચ્ય વિવક્ષિત હોય છે. પણ તેનું પર્યવસાન વ્યંગ્ય પ્રતીતિમાં થાય છે.
તેથી તેને ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ કહે છે.
(ii) અભિવ્યક્તિની દષ્ટિથી-(વ્યાપાર દષ્ટિથી) વ્યંગ્યાર્થ જ્યારે અભિવ્યક્ત હોય છે ત્યારે તે અભિવ્યક્તિ-વ્યાપારમાં જે ક્રમ છે તે યા તો ધ્યાનમાં આવશે યા નહીં આવે. આ દષ્ટિથી ધ્વનિના બે ભેદ થાય છે. સંલક્ષ્યક્રમ ધ્વનિ તથા અસંલક્ષ્યમધ્વનિ.
(iii) વ્યંજક દષ્ટિથી-ધ્વનિ કાં તો શબ્દશક્તિમૂલ હોય (ઉદા. મદ્રામનો.... ઈ.) યા અશિક્તિમૂલ હોય (ઉદા. સંવેતનમન... ઈ.) યા ઉભયશક્તિમૂલ (= શબ્દાર્થમૂલ) હશે.
(iv) વ્યંગ્ય દૃષ્ટિથી ત્રણ ભેદ છે-વસ્તુધ્વનિ, અલંકાર ધ્વનિ અને રસાદિ ધ્વનિ.
તૃતીય ઉદ્યોત કા-૪૪ની અભ્યાસનોધમાં જણાવ્યા મુજબ લોચનકાર અભિનવગુણે ધ્વનિના શુદ્ધભેદ ૩૫, ગુણીભૂત વ્યંગ્યના ૩૫ અને અલંકારોનો-૧ ભેદ કુલ ૭૧ ભેદ દર્શાવ્યા છે. એ ભેદોના ત્રણ પ્રકારના સંકર અને એક પ્રકારની સંસૃષ્ટિ એટલે ૭૧ ૪ ૪ = ૨૮૪ ભેદો થાય. તેને ૩૫ શુદ્ધભેદો સાથે ગુણતાં ૯૯૪૦ પ્રભેદો થાય છે.
ધ્વનિના પ્રકારો-પેટા પ્રકારો અંગે ડૉ. રમેશ બેટાઈનું અવલોકન ઉલ્લેખનીય છે, “રસાદિ ધ્વનિના પ્રકારોનો ક્યાંય પણ છેડો નથી, હોઈ શકે નહીં, હોવો જરૂરી પણ નથી. અને આ અનંતતા અને વિવિધતામાં જ રસાદિધ્વનિ કાવ્યનું કાવ્યત્વ, તેનું સાચું સૌદર્ય રહેલું છે. સતત સજીવ કાવ્યને આ ભાવો તથા રસોનું અનન્ય વિશેષ સજીવ અને વિકાસશીલ બનાવે છે.'' આનંદવર્ધને પોતે જ આવી અનંતતાનો ઉલ્લેખ આ વાક્યમાં કર્યો છે : "
ન વાચાર્યવિસામોડતિ, યહિ ચાતિમાકુળ: II (ધ્વ. ૪/ ૬.)
૧. . ચં. દેશપાંડે-મારતીય સાહિત્યશાસ્ત્ર (હિન્દી વૃત્તિ) 9. ર૨૨, રરર, રર૪. ૨. ડૉ. રમેશ બેટાઈ- “ધ્વનિ અને પાશ્ચાત્ય ચિંતન' પૃ. ૮.
Page #45
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
વનિ (વ્યંગ્યાર્થ)ના પ્રકારો
ધ્વનિ
અવિવક્ષિતિવાચ્ય (લક્ષણામૂલ)
વિવક્ષિતાન્યપરવાચ્ય (અભિધામૂલ)
અર્થાન્તરસંક્રમિતવાચ્ય (અજહસ્વાર્થમૂલ) (પ્રયોજન વસ્તુ)
અત્યંતતિરસ્કૃતવાચ્ય (જહસ્વાર્થામૂલ) (પ્રયોજનવસ્તુ)
અસંલક્ષ્યમવ્યંગ્ય (રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવોદય, ભાવશાંતિ, ભાવસંધિ, સંક્ષેપમાં-રસાદિધ્વનિ)
સંલક્ષ્યક્રમવ્યંગ્ય (અનુષ્ણનરૂપ યા અનુસ્વાસન્નિભ)
અર્ધશક્તિમૂલ
શબ્દશક્તિમૂલ (વસ્તુધ્વનિ, અલંકાર ધ્વનિ)
ઉભયશક્તિમૂલ (શબ્દાર્યશક્તિમૂલ) (વાચ્ય વસ્તુ વર્ણન દ્વારા અલંકારધ્વનિ)
સ્વતઃ સંભવી
કવિનિબદ્ધનિષ્પન્ન વસ્તૃપ્રૌઢોક્તિ
નિષ્પન્ન (વાચ્ય વસ્તુવર્ણન દ્વારા વસ્તુધ્વનિ, વાચ્ય અલંકાર વર્ણન દ્વારા
અલંકાર ધ્વનિ)
Page #46
--------------------------------------------------------------------------
________________
૪૪
વન્યાલોક ૧૦. શબ્દશકિતમૂલ ધ્વનિ અને શ્લેષ ધ્વનિના એક પ્રકાર “સંલક્ષ્યમવ્યંગ્યના ત્રણ પેટા પ્રકાર છે. (૧) શબ્દશક્તિમૂલ (૨) અર્થશક્તિમૂલ (૩) ઉભયશક્તિમૂલ યાને શબ્દાર્થ શક્તિમૂલ.
જ્યારે અમુક શબ્દમાંથી, વાચ્યાર્થની પ્રતીતિની પછી રણકારની જેમ બીજા અર્થની પ્રતીતિ પણ થાય, ત્યારે શબ્દશક્તિમૂલ ધ્વનિ કહેવાય છે. પણ અહીં શંકા એવી રહે છે કે શબ્દશક્તિથી બે અર્થોની પ્રતીતિ શ્લેષ અલંકારમાં પણ થાય છે એમ જણાવતા શ્રી ભટ્ટ ઉદનો મત રજુ કરીને આનંદવર્ધને તેનું ખંડન કર્યું છે. શબ્દશક્તિ મૂલ ધ્વનિ શ્લેષ માટે કોઈ અવકાશ જ રહેવા દેતો નથી. “કૃષશ્ય વિષયઃ અપહૃતઃ સ્થાત્ એમ ભટ્ટ ઉભટનું માનવું છે. આનંદવર્ધન મુજબ શબ્દશક્તિમૂલ ધ્વનિ તથા શ્લેષ (અલંકાર) બન્નેનાં ક્ષેત્રો ભિન્ન ભિન્ન છે. તેઓ આ કારિકામાં કહે છે
“બક્ષિણ વાત શીત્યા પ્રશ્નો |
ત્રિનુ: બ્રેન રદ્યુ મવો દિ : II (દ્ધ. ૨/૨૧.) શબ્દ દ્વારા નહીં કહેવાયેલ પણ શબ્દ-શક્તિની દ્વારા સૂચવાયેલ અલંકાર પ્રકાશિત થાય છે તે શબ્દશકયુદ્ભવ ધ્વનિ કહેવાય છે. વૃત્તિભાગમાં પણ આજ વાત સુસ્પષ્ટ કરી છે. “યસ્પવિતો, ન વસ્તુમાત્ર નિ વચ્ચે શબ્દાવત્યા પ્રારાતે, સ શકયુમવો ધ્વનિ. તિ સમાવિ વિવણિતમ્ | જેનાથી અલંકાર જ, વસ્તુમાત્ર નહીં, કાવ્યમાં શબ્દશક્તિથી પ્રકાશિત થાય છે તે શબ્દશત્યુદ્ભવ ધ્વનિ હોય છે.
જ્યારે વસ્તુ દ્રવંત્યાકામને શ્રેષઃ | જ્યાં બન્ને વસ્તુઓ શબ્દશક્તિથી પ્રકાશિત થાય છે ત્યાં શ્લેષ હોય છે.
આનંદવર્ધને શ્લેષનું ઉદા. વેન ધ્વસ્ત મનોમવે. ઈ. શ્લોકમાં આપ્યું છે જેનો એક અર્થ વિષ્ણુને, બીજો શિવને લાગુ પડે છે. વધુ સ્પષ્ટતા કરતાં વૃત્તિમાં કહ્યું છે, “જ્યાં શબ્દશક્તિથી સાક્ષાત્ વાટ્યરૂપમાં બીજા અલંકારની પ્રતીતિ થાય છે તે બધા શ્લેષના વિષયો છે અને જ્યાં શબ્દશક્તિના બળથી આક્ષિપ્ત-સુચવાયેલ-વાચ્યાર્થથી ભિન્ન, વ્યંગ્યરૂપથી જ બીજા અલંકારોની પ્રતીતિ થાય છે તે ધ્વનિનો વિષય છે.
શ્લેષનો વિષય બનતા વાચ્યરૂપમાં પ્રતીત થતા બીજા અલંકારોમાં વિરોધ, વ્યતિરેક, રૂપક ઈ.નાં ઉદા. આનંદવર્ધને આપ્યાં છે. પણ, “યત્ર તુ સામથ્થાં સવારન્તિર શબ્દશીત્યા પ્રતિ સ સર્વ શવ ધ્વને વિષયઃ | જ્યાં સામર્થ્ય દ્વારા આક્ષિત થઈને બીજો અલંકાર શબ્દશક્તિ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો હોય તે બધા ધ્વનિનો વિષય બને છે. જેનું ઉદા. બાણના હર્ષચરિત ઉ–રના ગ્રીષ્મના વર્ણનમાંથી આપવામાં આવેલ છે.
મત્રાન્તરે કુસુમ..મહાતઃ ” જેમાં એક અર્થ ગ્રીષ્મને અનુલક્ષીને થાય છે પણ પછી બીજો મહાકાલ શિવવાળો અર્થ ડોબ્ધિ કરે છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
બીજું ઉદા. “કન્નતઃ પ્રોડ્યુસદ્ રા... ઈ.” જ્યાં પયોધર શબ્દનો એક અર્થ સંદર્ભમાં નિયત થયા પછી બીજો અર્થ વ્યંજનાથી આવે છે. ત્રીજું ઉદા. “સ્તાનન્તાક પ્રજ્ઞાનાં... ઈ.” છે. ૧૧. રસવત્ વગેરે અલંકારો, રસાભાસ અને ગુણીભૂતવ્યંગ્ય.
રસવત્ વગેરે અલંકારો (૧) ધ્વનિમતની સ્થાપના થઈ તે પહેલાંના આલંકારિકો-ભામહ, દંડી, ઉલ્કા વગેરેના મતે રસાદિ જ્યારે મુખ્ય કે ગણરીતે વ્યક્ત થાય ત્યારે એમને અલંકારો ગણવામાં આવતા હતા. તેઓ રસને પણ અલંકાર ગણતા, જે સ્વાભાવિક છે, કેમકે તેઓ ધ્વનિ વિશે જાણતા ન હતા, તેને માનતા ન હતા. તેમજ તેઓ રસને પણ કાવ્યનો આત્મા ગણતા નથી.
(૨) રસવ, પ્રેયસ, ઉર્જસ્વિ અને સમાહિત સાદિ સાથે સંબંધ ધરાવતા અલંકારે છે.
i) જ્યારે રસ કોઈ બીજા રસાદિનું અંગ બને ત્યારે “રસવત્ અલંકાર કહેવાય છે.
(i) જ્યારે ભાવ બીજાનું અંગ બને ત્યારે પ્રેયસ્ અલંકાર કહેવાય છે.
(ii) રસાભાસ અને ભાવાભાસ જ્યારે અંગરૂપે આવે ત્યારે ‘ઉર્જર્તિ અલંકાર બને છે. (iv) ભાવશાંતિ વગેરે જ્યારે અંગ બને ત્યારે સમાહિત’ અલંકાર થાય છે.
(૩) અલંકારશાસ્ત્રમાં ‘રસવત્ અલંકારના સ્વરૂપ અંગે તથા તેને સ્વીકારવા અંગે મતભેદ છે. રસવત્ અલંકાર ન માનનાર વિદ્વાનો કહે છે કે આ અલંકારને રસ સાથે સંબંધ છે. તે વાચક શબ્દ અને વાચ્ય અર્થને ઉપકારક થતો નથી, તે રસાદિને ઉપકારક થાય છે. રસવમાં અલંકારનું લક્ષણ લાગુ પડતું નથી. તેથી એ અલંકાર નથી. આ વિદ્વાનો, જ્યારે રસ વગેરે, બીજાના અંગ તરીકે આવ્યા હોય ત્યારે તેને રસવત્ અલંકાર કહેવાને બદલે ‘ગુણીભૂત વ્યંગ્ય’ કહે છે.
(૪) અન્ય વિદ્વાનો રસના ઉપકારકત્વને પણ અલંકારનું લક્ષણ માને છે અને રસવત્ અલંકારનો સ્વીકાર કરે છે.
(૫) જે વિદ્વાનો (નં.-૩માં નિર્દિષ્ટ) રસવનો સ્વીકાર કરતા નથી તેમની માન્યતા છે કે અલંકારો તો શબ્દ અને અર્થને ઉપકારક હોય છે. ગુણીભૂતવ્યંગ્ય રસ સાક્ષાત્ બીજા રસને ઉપકારક હોય છે. તેથી તેમાં અલંકારનું સામાન્ય લક્ષણ લાગુ પડતું નથી. તેથી તેઓ રસવત્ ને બદલે ગુણીભૂતવ્યંગ્ય કહે છે. તેમના મતે ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્ય બે જ વસ્તુ છે. એનાથી જુદો ‘રસવત્ અલંકાર” કે એવી કોઈ વસ્તુ નથી.
Page #48
--------------------------------------------------------------------------
________________
- વન્યાલોક (૬) આનંદવર્ધન રસવત્ અલંકારને માને છે, તથા ‘ગુણીભૂત વ્યંગ્યને પણ માને છે. આનંવર્ધન મુજબ રસાદિ ધ્વનિ બીજાનાં અંગ તરીકે હોય ત્યારે રસવત્ (પ્રેયસુ ઉર્જસ્વિ, સમાહિત) અલંકાર કહેવાય છે. તથા વસ્તુધ્વનિ અને અલંકાર ધ્વનિ અન્યનાં અંગ તરીકે હોય ત્યારે ગુણીભૂત વ્યંગ્ય કહેવાય છે. આ રીતે બન્નેને અલગ સમજી શકાય છે.
રસાભાસ-અનુચિત રૂપથી વર્ણન કરાયેલ ‘રસ', રસાભાસ કહેવાય છે. “ફૂર્ષિળનોદમગ્ન ... ઈ.” ધ્ય. ૨ /૩ ઉપરની ‘લોચન' ટીકામાં ઉલ્લેખાયેલ રાવણ કાવ્યના ઉદા.માં શૃંગાર-સાભાસ છે. આ શ્લોકમાં રાવણની સીતા માટેની રતિ સૂચવાઈ છે. સીતાને રાવણ માટે પ્રેમ નહીં હોવાથી રાવણનો પ્રેમ એકતરફી છે. તેથી અનુચિત છે અને “રસાભાસ'નું ઉદા. છે. મમ્મટ અનુભયનિષ્ઠ રતિ ઉપરાંત બહુકામુકવિષયા રતિને ‘રસાભાસ'માં ગણાવેલ છે.
પશુ-પક્ષીઓના શૃંગારનું જ્યાં વર્ણન હોય ત્યાં પણ રસાભાસ છે. હેમચંદ્ર નિરિદ્રય અને તિર્યગાદિગત રતિનો ઉમેરો કર્યો છે. વિશ્વનાથે ‘રસાભાસ’ની વિસ્તૃત ચર્ચા કરી શૃંગાર ઉપરાંત અન્ય રસોના સંદર્ભમાં વિચાર કર્યો છે. ““ઉપનાયક ગત, મુનિ-ગુરુપત્ની ગત, બહુ નાયક વિષયા, અનુભયનિષ્ઠ, પ્રતિનાયકનિષ્ઠ, અધમપાત્રગત અને તિર્યગાગિત રતિ. ગુરુ આઢિગત રૌદ્ર કોપ અને હાસ્ય, હીનનિષ્ઠ શાંત, બ્રાહ્મણવધ વગેરેમાં ઉત્સાહ, અધમપાત્રગતવીર, ઉત્તમપાત્રગત ભયાનક અને યજ્ઞનાં પશુનાં લોહી વગેરેમાં જુગુપ્સા.
ગુણીભૂતવ્યંગ્ય : જ્યાં વ્યંગ્યાર્થ કરતાં વાચ્યાર્થ વધારે ચમત્કારી, સુંદર હોય તે કાવ્યને “ગુણીભૂતવ્યંગ્ય’ કહે છે. તેના ઇતરાંગ વ્યંગ્ય વગેરે આઠ ભેદ માનવામાં આવ્યા છે. ૩/૩૪, ૩૫ માં ગુણીભૂત વ્યંગ્ય ને સમજાવવા ઉતાવળ્યસિધુ... ઈ. શ્લોક ઉદા. તરીકે આપવામાં આવ્યો છે. આ શ્લોકનો વાચ્યાર્થ સર્વથા અનુપપન્ન છે. તે વ્યંગ્ય અર્થને પ્રકાશિત કરે છે. વ્યંગ્યાર્થ, વાચ્યાર્થની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. તેથી અહીં “ગુણીભૂત વ્યંગ્ય છે. રસવત્ વગેરે અલંકારો પણ ગુણીભૂત વ્યંગ્ય’નાં ઉદા થશે. ૩/૩૬માં ઉદાત થયેલ શ્લોક સીરિતા. ઈ.” ગુણીભૂત વ્યંગ્ય’નું ઉદા છે. એ શ્લોકનો વ્યંગ્યાર્થ, સમુદ્રનું ત્રિભુવન-પ્રભુત્વ છે. “અહો' શબ્દ આશ્ચર્ય દર્શાવે છે. એ શબ્દને લીધે ગુણીભૂત વ્યંગ્ય’ થાય છે. સમાસોક્તિ આક્ષેપ, પર્યાયોક્ત વગેરે અલંકારોમાં ગૌણરીતે રહેલ વ્યંગ્ય અંશથી તેમનું સ્વરૂપ બને છે. તેથી તેમાં ગુણીભૂત વ્યંગ્ય છે. સ્વરની અમુક જાતની હલક, કાકુ કહેવાય છે. કાકુ ઉક્તિ હોય ત્યારે બે અર્યો હોય છે. બીજો વ્યંગ્યાર્થ જ્યારે ગૌણ હોય ત્યારે ગુણીભૂતવ્યંગ્ય થાય છે. અભિનવગુપ્ત મુજબ, જ્યાં જ્યાં ‘કાકુ હોય ત્યાં બધે જ “ગુણીભૂતવ્યંગ્ય હોય છે.” મમ્મટ વગેરે આચાર્યો મુજબ જો કાકુથી સમજાતો વ્યંગ્યાર્થ ગૌણ હોય ત્યાં ગુણીભૂતવ્યંગ્ય અને મુખ્ય હોય ત્યાં “ધ્વનિ’ ગણાય છે.
શુદ્ધ ધ્વનિની જેમ ગુણીભૂતવ્યંગ્યના પણ ૩૫ પ્રકારો છે. ૧. નગીનદાસ પારેખ “અભિનવનો રસવિચાર' પૃ. ૧૭૫.
Page #49
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૧૨. વિરોધી રસોનો પરિહાર આનંદવર્ધને ધ્વન્યાલોક ૨/પની વૃત્તિમાં વિરોધી રસ અંગે સંક્ષેપમાં નિર્દેશ ર્યો છે. ક્યો રસ, બીજા ક્યા રસનો વિરોધી છે તથા ક્યા સંજોગોમાં તેમની વચ્ચે વિરોધ ગણાતો નથી. વિરોધ કેવી રીતે દૂર કરી શકાય છે તે વિષે અલંકારિકોએ સ્પષ્ટતા કરી છે.
કેટલાક રસ એવા હોય છે. જેનું સાથે સાથે વર્ણન કરી શકાતું નથી. શૃંગાર રસનો કરુણ, બીભત્સ, રોદ્ર, વીર અને ભયાનક રસો સાથે વિરોધ માનવામાં આવેલ છે. કરુણ અને શૃંગારનું એક સાથે વર્ણન કરી શકાતું નથી. લક્ષણો દસ્તાવ ત... ઈ. (૨ /પની વૃત્તિનો શ્લોક)માં કરુણ અને શૃંગારનું વર્ણન છે. તેના સમાધાન માટે આનંદવર્ધને “પત વ {ષ્યવિપ્રમ-ફાયોઃ ક્રત્વેને વ્યવસ્થાનાત્ સમાવેશો ને ટોષઃ | વાક્ય વૃત્તિમાં લખ્યું છે.
કેટલાક રસોનું આલંબન એક હોય તો દોષ આવે છે. જેને અવલંબીને ભાવ જાગે તે આલંબન કહેવાય છે. જેમકે રામના રતિભાવ માટે સીતા આલંબન છે. જેના હૃદયમાં ભાવ જાગે તે આશ્રય કહેવાય છે. રામના રતિભાવનો રામ પોતે આશ્રય છે.
કેટલાક રસોનો આશ્રય એક હોય તો દોષ આવે છે. કેટલાક રસોની નિરંતરતા વિરોધજનક છે. એટલે કે અમુક રસ પછી તરત બીજો રસ વર્ણવવાથી દોષ આવે છે. શૃંગાર અને વીરના અલંબન-ઐક્યથી વિરોધ છે. એક જ આલંબન વિભાવથી શૃંગાર અને વીરરસ બન્નેનો પરિપોષ થઈ શકતો નથી. એ રીતે હાસ્ય, રૌદ્ર અને બીભત્સની સાથે સંભોગ શૃંગારનો તથા વીર, કરુણ, રોદ્ર વગેરેની સાથે આલંબન એક્યથી વિરોધ છે. વીર અને ભયાનકરસનો આશ્રય ઐક્યથી વિરોધ છે. આશ્રય તરીકે રહેલ એક વ્યક્તિમાં, એકી સાથે વીર અને ભયાનકના સ્થાયિભાવ-ભય અને ઉત્સાહ, જાગી શકતા નથી. શાન્ત અને શૃંગારરસનું નિરન્તર્ય વિરોધજનક છે. આ રસ એક બીજાના વિરોધી યા શત્રુ છે. પણ શંગારનો અભૂતની સાથે, ભયાનકનો બીભત્સની સાથે, વીરનો અદ્ભુત તેમજ રોદ્રરસની સાથે કોઈ રીતે વિરોધ નથી. તેથી તેને મિત્રરસ કહેવામાં આવે છે.
વિરોધી રસોનો પરિહાર નીચેના ઉપાયોથ થઈ જાય છે.
જો વિરોધી રસોનું વર્ણન સ્મરણાત્મક હોય અથવા બન્નેનું સમભાવથી અર્થાત્ ગુણપ્રધાન ભાવરહિત વર્ણન હોય કે બન્ને જો કોઈ ત્રીજાના અંગરૂપમાં વર્ણવેલ હોય આ ત્રણ અવસ્થાઓમાં કહેલા વિરોધી રસોનું એક સાથે વર્ણન દોષરૂપ નથી.
લક્ષણો હતાંવતમ... ઈ. શ્લોકમાં કરુણ અને વિપ્રલંભ શૃંગાર બને, ઉત્સાહથી પોષાયેલ ભગવવિષયક રતિ (ભક્તિ)નાં અંગ છે. તેથી તેનું એક સાથે વર્ણન દોષજનક નથી.' १. आचार्य विश्वेश्वरसिद्धान्तशिरोमणि संपादित ध्वन्यालोक पृ. ८९, ९०.
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૮
દવન્યાલોક ૧૩. ગુણ અને અલંકાર આનંદવર્ધને નીચેની કારિકામાં ગુણ અને અલંક્રસ્નો ભેદ સ્પષ્ટ રીતે બતાવ્યો છે.
तमर्थमवलम्बन्ते येऽङ्गिनं ते गुणाः स्मृताः ।
अङ्गाश्रितास्त्वलङ्कारा मन्तव्याः कटकादिवत् ।। માનવદેહ સાથે કાવ્યદેહની તુલના કરી કાવ્યતત્ત્વોને સમજાવવામાં આવે છે. જે સ્થાન દેહમાં આત્માનું છે તે સ્થાન કાવ્યમાં ધ્વનિનું છે. દેહમાં જે સ્થાન શૌર્ય, દયા વગેરે ગુણોનું છે તે કાવ્યમાં માધુર્ય, પ્રસાદ વગેરે ગુણોનું છે. ગુણ આંતરિક બાબત છે. શરીરની અંદર રહે છે. જેમ કડુ, કાનનું ઘરેણું, નેકલેસ વગેરે બહારથી પહેરવામાં આવતાં દેહને અલંકૃત કરે છે તેમ અનુપ્રાસ વગેરે શબ્દાલંકારો અને ઉપમા વગેરે અર્થાલંકારો કાવ્યને અલંકૃત કરનાર બાહ્યતત્ત્વ છે. આનંદવર્ધનના પુરોગામી ઠંડીએ દસ કાવ્ય-ગુણ આ પ્રમાણે દર્શાવ્યા છે.
श्लेषः प्रसादः समता माधुर्यं सुकुमारता ।
અર્થવ્યતિત્વમોગઃ શાન્તિઃ સમાધયઃ | (કાવ્યાદર્શ-૧/૪૧) આનંદવર્ધન માધુર્ય, ઓજ અને પ્રસાદ ગુણ, લક્ષણ આપી સમજાવે છે. આ ગુણો અંગી-મુખ્ય એવા રસમાં રહે છે, રસને આશ્રયે રહે છે.
વામનાચાર્ય “કાવ્યની શોભા કરનાર ધર્મો ગુણ અને એ શોભા વધારનાર હેતુઓને અલંકાર કહે છે. તેમણે વિદર્ભો, ગૌડી વગેરે રીતિઓના સંદર્ભમાં ગુણની ચર્ચા કરી છે. મમ્મટાચાર્ય રસનિષ્ઠ ધર્મોને ગુણ અને શબ્દાર્થનિક ધમોને અલંકાર માનીને બે વચ્ચે તફાવત દર્શાવે છે.
આનંદવર્ધન કહે છે “શૃંગાર જ સૌથી વધુ આનંદદાયક અને માધુર્યયુક્ત રસ છે. માધુર્ય ગુણ તે શૃંગારમય કાવ્યને આશ્રયે જ રહે છે.” (૨ /૩).
વિપ્રલંભશૃંગાર અને કરુણરસમાં માધુર્યગુણ ઉત્કર્ષયુક્ત હોય છે. કેમકે તેમાં મન વધારે આક્તાને પામે છે. “કાવ્યમાં રહેલ રોદ્ર વગેરે રસ દીતિથી દેખાય છે. તે દીપ્તિ પ્રગટ કરનાર શબ્દ અને અર્થના આશ્રયે ઓજસ્ ગુણ રહે છે.” (૨/૯). આ ઓજસ્ ગુણ દીર્ઘ સમાસવાળા શબ્દોથી બહાર આવે છે. આ ગુણ રૌદ્ર, વીર અને અદ્ભુત રસોને અનુકૂળ છે. આ ગુણને ઓજસ્વી શબ્દાર્થની જરૂર રહે છે.
પ્રસાદ ગુણનો અર્થ છે શબ્દ અને અર્થની સ્વચ્છતા તે બધા રસોનો સાધારણ ગુણ છે અને બધી રચનાઓમાં સમાનરૂપથી રહે છે. સૂકા ઈંધનમાં અગ્નિની જેમ, સ્વચ્છ વસ્ત્રમાં જળની જેમ કાવ્યના બધા રસો પ્રત્યે જે સમર્પત્વ છે તે તેને લીધે છે. બધા રસોમાં અને રચનાઓમાં રહેનાર એ “પ્રસાદ’ ગુણ સમજવો જોઈએ. (૨/૧૦).
ગુણ અને સંવેદના આનંદવર્ધન કહે છે, “જે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય (અભિધામૂલ ધ્વનિનો પ્રકાર) છે તે વર્ણપદાદિ, વાક્ય, સંઘટના અને પ્રબંધમાં પણ પ્રકાશિત થાય છે.” (૩/૨)
Page #51
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના ૩/૫ થી ૩/૯ સુધી સંઘટનાની ચર્ચા દરમ્યાન આનંદવર્ધન, ગુણ અને સંઘટનાનો સંબંધ સમજાવે છે.
આનંદવર્ધને રીતિ’ને માટે સંઘના શબ્દ પ્રયોજ્યો છે. કાવ્યનો આત્મા “રીતિ’ છે એમ માનનાર વામન મુજબ વિશિષ્ટ પદરચનાનું નામ “રીતિ છે. પદરચનાનું વૈશિશ્ય તેની ગુણાત્મકતા છે. રીતિ ત્રણ પ્રકારની છે. વૈદર્ભી, ગૌડી, પાંચાલી
સમયની બાબતમાં મતભેદ હોવાથી ભામહ પહેલા કે દંડી પહેલા તે અનિશ્ચિત છે. પણ એટલું તો નક્કી છે કે બન્ને ગુણ અને રીતિને જાણે છે. ભામહ ત્રણ ગુણ સ્વીકારે છે, માધુર્ય, ઓજસૂ પ્રસાદ. જ્યારે દંડી શ્લેષ, પ્રસાદ વગેરે દસ ગુણ સ્વીકારે છે. ઠંડી રીતિને માટે માર્ગ” એવું નામ આપે છે. વિદર્ભમાર્ગ અને ગૌમાર્ગ એમ બે રીતિને તે જાણે છે. ઠંડી દસેય ગુણની ચર્ચા આ માર્ગોના સંદર્ભમાં કરે છે. તથા બે વચ્ચે ભેદ પાડે છે. ભામહ આ બેનાં નામ જાણે છે પણ તેનો સ્વીકાર કરતા નથી. તે “માર્ગ” શબ્દ પણ પ્રયોજતા નથી. તે લખે છે.
वैदर्भमन्यदस्तीति मन्यन्ते सुधियोऽपरे । - तदेव च किल ज्यायः सदर्थमपि तापरम् ।। गौडीयमिदमेतत्तु वैदर्भमिति किं पृथक् ।।
માતાનુતિન્યાયાવાયેય પામ્ II (ાવ્યા ૪-/૨૨, રર.) આ બે નામ વિદર્ભ અને ગોડ નામના દેશ (પ્રદેશ)નાં નામ પરથી પડ્યાં છે. દેશભેદને આધારે રીતિ’ શબ્દનો પ્રયોગ કરનાર અને તેનો વિસ્તારથી વિચાર કરનાર, વામન પ્રથમ આચાર્ય છે. વામને ગુણાત્મક પદરચનાનું નામ રીતિ રાખીને ગુણ અને રીતિ બન્નેના સંબંધ તરફ ઈશારો કર્યો છે. વિભિન્ન રીતિઓના લક્ષણમાં પણ ગુણોનો ઉલ્લેખ કર્યો છે. રીતિ સંપ્રદાયમાં પ્રતિષ્ઠાપક આચાર્ય વામન ત્રણે રીતિઓનાં આમ લક્ષણ આપે છે. (૧) જેમાં કોષની માત્રાઓનો બિલકુલ સ્પર્શન હોય, જે સમસ્ત ગુણોથી ગુંક્તિ હોય અને જેને વીણાના સ્વરનું સૌભાગ્ય પ્રાપ્ત હોય તેને હૈદર્ભી રીતિ કહે છે.
(૨) જેમાં શિથિલતાનો ભાવ હોય, જે પુરાણી છાયાવાળી હોય અને મધુર તથા સુકુમાર હોય તેને કવિઓ પાંચાલી રીતિ કહે છે.
(૩) માં સમાસગર્ભિત અત્યં-ઉત્કટપદ હોય જે ઓજ અને કાંતિથી સમુશ્વિત હોય, તેને ગોડી રીતિ કહે છે.
- , " માધને તૃતીય ઉદ્યોતની આ કાસ્કિાઓ અને તેના વૃત્તિભાગમાં સંઘટનાની ચર્ચા કરી છે. * - - -
- અમારા સમાન મરયમેન મૂવિ
" तथा दीर्घसमासेति त्रिधा साटनोदिता ॥ Tળાના શિક્ષકની માલિકીનું મતવિક ર : * સા-રિમે રોજિત રાયની (૩/૫,૬)
Page #52
--------------------------------------------------------------------------
________________
૫૦
વન્યાલોક અર્થાત્ સમાસરહિત, ઓછા સમાસથી ભૂષિત તથા દીર્ધસમાસવાળી, ત્રણ પ્રકારની સંઘટના બતાવાઈ છે. માધુર્ય વગેરે ગુણોનો આશ્રય લઈને રહેનારી તે સંઘના રસોને અભિવ્યક્ત કરે છે. તેના નિયમનમાં વક્તા અને વાચ્યનું ઔચિત્ય, હેતુ હોય છે. આનંદવર્ધને કહેલી ત્રણ સંઘટના અનુક્રમે વિદર્ભો, પાંચાલી અને ગૌડીનાં જ નામ છે.
આનંદવર્ધને બે મુદ્દા ઉપસ્થિત કરી તેની ચર્ચા કરી છે. ગુણ અને સંઘના વચ્ચે શું સંબંધ છે? તથા સંઘટના અને રસ વચ્ચે શું સંબંધ છે? ગુણ અને સંઘટનાનો સંબંધ દર્શાવતાં આનંદવર્ધન બે શક્યતાઓ રજૂ કરે છે. (૧) ગુણ અને સંઘટના બેય એક જ વસ્તુ છે. અર્થાત્ ગુણોનું જ બીજું નામ સંઘના રાખવામાં આવ્યું છે. (૨) તે બન્ને એક બીજાથી જુદા છે. આમ માનીએ તો તેને બે રીતે ઘટાવી શકાય. કાં તો સંઘટના ગુણોની આશ્રિત છે કે ગુણ, સંઘટનાના આશ્રિત છે. આનંદવર્ધનના જ શબ્દોમાં તેમની “ચીતિઃ' જોઈએ તો “જુનાશ્રય સfટના, પટનાયા વા કુળ”
સંઘટના અને રસ વચ્ચેના સંબંધ બાબતમાં આનંદવર્ધન કહે છે કે સંઘના અભિવ્યંજક અને રસ અભિવ્યંગ્ય હોય છે. કે છઠ્ઠી કારિકામાં કહ્યું છે કે સંઘના, માધુર્ય વગેરે ગુણોનો આશ્રય લઈને રસોને અભિવ્યક્ત કરે છે. સંઘટના અને ગુણના ઉપર દર્શાવેલ વિકલ્પના સંદર્ભમાં છઠ્ઠી કારિકાને ત્રણ રીતે સમજાવી શકાય. .
(૧) બન્ને એક છે એમ માનીએ તો અર્થ - “સંઘના આ ગુણોનો આશ્રય લઈને રસોને અભિવ્યક્ત કરે છે. જે ગુણ સંઘટનાનો આત્મા જ છે.” . (૨) સંઘટનાને આશ્રયે ગુણ રહે છે એમ માનીએ તો અર્થ, “ગુણોનો આશ્રય લઈને રહેનારી સંઘ ના, રસોની વ્યંજના કરે છે. જે ગુણ સંઘટનાના આધેય હોય છે.
(૩) સંઘરના રસોની વ્યંજના કરે છે, કે જે સંઘટના ગુણને આશ્રયે રહે છે. - આનંદવર્ધન એમ માનતા હોય તેમ લાગે છે કે ગુણ એક વસ્તુ છે અને સંઘના બીજી વસ્તુ છે. તસ્માદિ ગચા ર સદના | નર સદનાગિતા : ફત્યે
નવ ગુણ સંઘટનાને આશ્રિત હોતા નથી. જો આપણે એમ માનીએ કે ગુણ અને સંઘટના બન્ને એક જ તત્ત્વ છે અથવા ગુણ સંઘટનાને આશ્રયે રહે છે તો સંઘટનાના સમાન ગુણોમાં પણ અનિયત વિષયતા આવી જવાનો દોષ થશે. આપણે જોઈ શકીએ છીએ કે ખાસ ગુણ ખાસ રસ દરમ્યાન જોવા મળે છે. અમુક જ ગુણ અમુક રસને પોષે છે. માધુર્ય અને પ્રસાદની અધિકતા કરુણ અને વિપ્રલંભ શૃંગારના વિષયમાંજ હોય છે. ઓજસ્ ગુણનો વિષય રોદ્ર, અદ્ભુત રસ હોય છે. ગુણોના વિષયનો નિયમ વ્યવસ્થિત છે. શૃંગારમાં પણ દીર્ઘ સમાસવાળી સંઘટના જોવા મળે છે. રોદ્ર વગેરેમાં સમાસહિત સંઘટના જોવા મળે છે. સામાન્ય નિયમ પ્રમાણે શૃંગાર
Page #53
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૫૧ રસના નિરૂપણમાં ઓછા સમાસો અને વીર, રૌદ્ર, વગેરે રસમાં અધિક સમાસો હોવા જોઈએ. પણ એથી વિપરિત પ્રકારનાં ઉદા. સંસ્કૃત સાહિત્યમાં પ્રાપ્ત થાય છે.
આનંદવર્ધને જ્યાં શૃંગારરસ હોય છતાં દીર્ઘ સમાસો હોય તેનાં બે ઉદા. આપ્યાં છે. “મન્નારસુપુતાત....ઈ.” અને “નવનતનયનાનિતનવમુષિત પત્રનેલું તનિષUUવિ રમિ ૪ ન સાપતિ ” તથા રૌદ્ર વગેરે રસમાં સમાસરહિત સંઘટના જોવા મળે છે. ઉદા. વેણીસંહાર અંક-૩માં આવતો શ્લોક -
જો ય શસ્ત્ર વિમર્સિ...ઈ.” તેથી ગુણ, સંઘટનાનું સ્વરૂપ નથી તથા તેઓ સંઘના પર આશ્રિત પણ નથી તસ્મત્ર સજદના સ્વરૂપ ન સકટનાશ્રયી ગુe /
આનંદવર્ધન ફક્ત અનિયત સંઘટનાને જ ગુણોનો આશ્રય માને છે.
ત્રણ પ્રકારની સંઘના સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં કઈ રીતે જોવા મળે છે. તે સમજાવતાં આનંદવર્ધન કહે છે -
(૧) જ્યારે કવિ કે કવિનિબદ્ધ વક્તા નિયમપૂર્વક રસભાવથી યુક્ત હોય અને મુખ્ય રસને આશ્રયે હોવાને લીધે ધ્વનિનો આત્મભૂત જ હોય ત્યારે નિયમથી જ અસમાસવાળી કે મધ્યમસમાસવાળી સંઘટના અપેક્ષિત હોય છે.
(૨) કરુણ અને વિપ્રલંભ રસમાંતો અસમાસા સંઘટના જ હોય છે. જ્યારે મુખ્યતયા રસનું પ્રતિપાદન કરવાનું હોય ત્યારે તેની પ્રતીતિમાં વ્યવધાન નાખનાર વિરોધીઓનો બધી રીતે ત્યાગ કરવો જોઈએ. દીર્ઘસમાસા સંઘટના ક્યારેક રસપ્રતીતિમાં વ્યવધાન ઊભું કરે છે. એથી ખાસ કરીને નાટક વગેરે અભિનેયાર્થ કાવ્યમાં અને કરુણ, વિપ્રલંભ શૃંગારવાળા શ્રવ્ય કાવ્યમાં દીર્ઘ સમાસનો કવિએ આગ્રહ નહીં રાખવો જોઈએ. તે બન્ને અધિક સુકમાર હોવાને લીધે થોડી પણ અસ્વચ્છતામાં શબ્દ અને અર્થની પ્રતીતિ મન્થર થઈ જાય છે.
(૩) રૌદ્ર વગેરે બીજા રસમાં દીર્ઘસમાસવાળી સંઘના હોઈ શકે છે. તોપણ તે રસને હાનિ ન પહોંચાડે તે રીતે તેને પ્રયોજવી જોઈએ.
(૪) બધા પ્રકારની સંઘટનાઓમાં પ્રસાદ નામનો ગુણ વ્યાપક હોય છે. તે બધા રસોમાં અને સંધટનાઓમાં સાધારણ હોય છે. જો પ્રસાદ ગુણ ન હોય તો સમાસરહિત સંઘટના પણ કરુણ અને વિપ્રલંભને અભિવ્યક્ત કરતી નથી. પ્રસાદ ગુણ હોય તો મધ્યમ સમાસવાળી સંઘટના પણ કોમળ રસોને પ્રકાશિત કરે છે. તેથી બધે પ્રસાદગુણનું અનુસરણ કરવું જોઈએ.
(૫) વક્તા અને વાચ્યમાં રહેનાર ઔચિત્ય હોય તો પણ વિષયને આધીન એક બીજું ઔચિત્ય પણ સંઘટનાને નિયંત્રિત કરે છે. કાવ્યના આ પ્રમાણે ભેદ છે. સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશમાં નિબદ્ધ (૧) મુક્તક (૨) સન્દાનિતક (૩) વિશેષક (૪) કલાપક (૫) કુલક (5) પર્યાય બંધ (૭) પરિકથા (૮) સકલકથા (૯) સર્ગબંધ (૧૦) અભિનેયાર્થ (૧૧) આખ્યાયિકા (૧૨) કથા.
Page #54
--------------------------------------------------------------------------
________________
५२
-કવન્યાલોક મુક્તકમાં પણ “અમરુક જેવા રસ, -ભાવ નિબંધક કવિઓ જોવા મળે છે. સંદાનિતક વગેરેમાં તો વિકટ નિબંધનને કારણે મધ્યમ સમાસ અને દીર્ઘ સમાસવાળી સંઘના યોગ્ય છે. પર્યાય બંધ પ્રકારના સાહિત્યમાં (વસંત વગેરે એક વિષયનું વર્ણન કરનાર પ્રકરણ પર્યાયબંધ કહેવાય છે.) સમાસ વગરની અને મધ્યમ સમાસવાળી સંઘના યોગ્ય છે.
જે કદાચ અર્થના ઔચિત્યને કારણે દીર્ધ સમાસવાળી સંઘટનાનો ઉપયોગ કરવો પડે પરુષા અને ગ્રામ્ય વૃત્તિઓનો તો ત્યાગ કરી દેવો જ જોઈએ
પ્રાતમાં પ્રચલિત ખંડકથા અને સક્લાઓમાં કુલક વગેરે ઘણાં હોય છે. તેથી તેમાં દીર્ધ સમાસા સંઘટના જોવા મળે છે. મહાકાવ્યમાં કવિની ઈચ્છા પ્રમાણે, ક્યારેક સમાસારહિત, ક્યારેક મધ્યમ સમાસવાળી તો ક્યારેક દીર્ધ સમાસવાળી, સંઘટના જોવા મળે છે. ગદ્યમાં મધ્યમ કે દીર્ધ સમાસવાળી અને નાટક વગેરે અભિનેયાર્થ કાવ્યમાં અસમાસા સંઘ ના હોવી જોઈએ. એકંદરે જોતાં એમ લાગે છે કે ઔચિત્ય, સંધટનાનું નિયામક છે. સંઘટનાને ગુણથી અભિન્ન માનો કે જુદી માનો ઔચિત્યને કારણે વિષયનિયમ છે. એથી સંઘટનામાં રસની વ્યંજક્તા છે. રસની અભિવ્યક્તિમાં નિમિત્તભૂત સંઘટનાનો નિયમ હેતુ જે હમણાં કહો તે ગુણોનો પણ નિયત વિષય છે. એથી એ રીતે ગુણોના આશ્રયથી સંધટનાની વ્યવસ્થા કરવામાં કોઈ વાંધો નથી 'ગ્રંથકારે સંઘટનાના પ્રકારે સમાસને આધારે પાડ્યા છે.
છંદના નિયમ વગરના ગધબંધમાં પણ સર્વત્ર ઉપર કહેલું ઔચિત્ય જ સંઘટનાનું નિયામક તત્ત્વ છે.
ટૂંકમાં, “સંઘટનાનું મુખ્ય નિયામક તત્વ વક્તા અને વચ્ચેનું ઔચિત્ય જ છે. તેમાં રસાદિનો વિચાર રહેલો છે. પદ્યની પેઠે ગદ્યમાં પણ સંઘટનાનું નિયામક તત્ત્વ એ જ રહે છે, પણ કાવ્યના પ્રકારને કારણે તેમાં થોડો ઘણો ફેરફાર થાય છે. ..સંઘટનાનાં નિયામક તત્ત્વો બે છેઃ રસાદિગત ઔચિત્ય અને સાહિત્ય પ્રકારગત ઔચિત્ય પણ એ બે માં પહેલું જ પ્રધાન છે અને બીજું ગૌણ છે.”
૧૪ અમરાભાંજકતા વર્ણ, પદાદિ, વાક્ય અને સંઘટનાના વિવેચન પછી, તૃતીય ઉદ્યોતની કા-૧૦ થી ૧૫ અને તેના વૃત્તિભાગમાં આનંદવર્ધને પ્રબંધની વ્યંજક્તાનું નિરૂપણ કર્યું છે. આનંદવર્ધન મુજબ પ્રબંધની વ્યંજક્તા રહે તે માટે, પ્રબંધમાં રહેલ રસની અભિવ્યક્તિને માટે નીચેની પાંચ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
(૧) વિભાવ, અનુભાવ, સંચારિભાવ અને સ્થાયિભાવના ઔચિત્યથી સુંદર એતિહાસિક કે કલ્પિત કથા શરીરનું નિર્માણ ૧. નગીનદાસ પારેખ - ‘બચાલો આનંદવર્ધનનો ધ્વનિ વિચાર. પૃ. ૧૮૧
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રતાવના
કાવ્યના આત્મા તરીકે ઔચિત્યને માનતા હેમેન્દ્રના પુરોગામી આનંદવર્ધન કાવ્યમાં ઔચિત્યનું ઓછું મૂલ્ય આંક્તા નથી. વિભાવનું ઔચિત્ય, લોકમાં અને નાટ્યશાસ્ત્ર વગેરેમાં પ્રસિદ્ધ જ છેસ્થાયિભાવનું ઔચિત્ય પાત્રના સ્વભાવના
ઔચિત્યથી થાય છે. દિવ્ય અને ઉત્તમ, મધ્યમ, અધમ મનુષ્યના સ્વભાવ (પ્રકૃતિ) ભિન્ન હોય છે. તેમની પ્રકૃતિનું અનુસરણ કરતા સ્થાયિભાવ
ઔચિત્યયુક્ત મનાય છે. દિવ્યપ્રકૃતિવાળા દેવ વગેરે નાયકમાં જોવા મળતા ઉત્સાહ વગેરે સ્થાયિભાવ, માનવ પ્રકૃતિવાળા રાજામાં જો દર્શાવવામાં આવે તો અનુચિત બને છે. માનુષ પ્રકૃતિવાળા રાજાના વર્ણનમાં, “સાતસાગર પાર કરવા વગેરેના ઉત્સાહનું વર્ણન સુંદર હોવા છતાં પણ ચોક્કસ નીરસ જ પ્રતીત થાય છે, તેનું કારણ અનૌચિત્ય છે. આનંદવર્ધને વૃત્તિમાં એક શ્લોક ઉધૂત કર્યો છે.
अनौचित्यादृते नान्यद् रसभंगस्य कारणम् ।।
प्रसिद्धौचित्यबन्धस्तु रसस्योपनिषत् परा ॥ નાટકમાં પ્રસિદ્ધ કથા અને પ્રસિદ્ધ ઉદાત્ત નાયક રાખવાનું ભરતે અનિવાર્ય માન્યું છે. એમ કરવામાં આવતાં કવિ નાયકના ઔચિત્ય-અનૌચિત્યના ભ્રમમાં પડતો નથી. કલ્પિત કથાવસ્તુ લઈ નાટક લખનાર કવિથી અપ્રસિદ્ધ અને અનુચિત નાયકના સ્વભાવ વગેરે વર્ણવવામાં થાપ ખાઈ જવાય એવો સંભવ છે.
ઉત્સાહ વગેરે સ્થાયિભાવોના વર્ણનમાં દિવ્ય, માનુષ પ્રકૃતિના ઔચિત્યની પરીક્ષા થાય છે એવું નથી. રતિ વગેરે સ્થાયિભાવના વિષયમાં ઔચિત્યનું ઉલ્લંઘન કરવામાં આવે તો તે દોષ જ છે, કેમકે ઉત્તમ પ્રકૃતિનાં નાયક-નાયિકાના, અધમ પ્રકૃતિને યોગ્ય શૃંગાર આદિનું વર્ણન હાસ્યાસ્પદ લાગે છે. ભારતવર્ષના (પ્રાચીન) ઉત્તમ નાયક રાજા વગેરેમાં જે પ્રકારના શૃંગારનું વર્ણન થાય છે તે દિવ્ય પ્રકારના નાયકમાં પણ શોભે છે. શૃંગાર નિરૂપણ ઉત્તમ-ઉત્કૃષ્ટ-કથાનું તથા શ્લીલ હોવું જોઈએ. રાજા વગેરે ઉત્તમ પ્રકારના નાયકોમાં ગ્રામ્ય શૃંગાનું વર્ણન શોભતું નથી. એવું વર્ણન દિવ્ય નાયકોમાં પણ પ્રયોજવું જોઈએ નહીં. સંભોગ શૃંગાર વિષયક નાટક અને કાવ્ય બન્ને અસભ્ય અને દોષપૂર્ણ બને છે. તે માતા-પિતાના સંભોગ વર્ણનની જેમ અનુચિત અને અસભ્યતાવાળું છે. કાલિદાસના કુમારસંભવ સર્ગ-૮ માં થયેલ વર્ણન દોષરૂપ જ છે. પણ મહાકવિની પ્રતિભાના પ્રકાશમાં ઢંકાઈ ગયું છે.
અનુભાવોના ઔચિત્ય બાબત નાટ્યશાસ્ત્રમાં કહેલ મર્યાદાનું પાલન કરવું જોઈએ. વિભાવોનું ઔચિત્ય પળાય તે જોવું જોઈએ.
ઐતિહાસિક કે કાલ્પનિક કથા પસંદ કરીને તેનું ઔચિત્યપૂર્ણ પરિવહન કરવું તે રસનું અભિવ્યંજક છે. ઈતિહાસ, પુરાણ વગેરે આધારસ્થાનોમાં સામાન્ય વ્યક્તિને
Page #56
--------------------------------------------------------------------------
________________
૫૪
ધ્વન્યાલોક રસમય લાગે તેવી વિવિધ કથાઓ હોવા છતાં, કવિએ વિભાવ વગેરેની દષ્ટિએ
ઔચિત્યપૂર્ણ ક્યાવસ્તુ જ ગ્રહણ કરવી જોઈએ. કલ્પિત ક્યાવસ્તુ બાબત કવિ એ સાવધાન રહેવું જોઈએ. કલ્પિત કથાવસ્તુનું એવી રીતે નિર્માણ કરવું જોઈએ કે જેથી તે સંપૂર્ણ રસમય જ પ્રતીત થાય. રસ વિરોધી બાબતો છોડી દેવી જોઈએ. રામાયણ વગેરેમાં જાણીતી કથામાં મરજી મુજબ ફેરફાર કરવાની છૂટ લેવી જોઈએ નહીં. કોઈ પરિવર્તન કરવામાં આવે તો તે રસવિરોધી ન હોવું જોઈએ. જે લોચા તત્ વિધિની ન યોજ્યા !
' (૨) ઐતિહાસિક ક્રમથી પ્રાપ્ત થઈ હોવા છતાં રસને પ્રતિકૂળ કયાંશ છોડીને, વચ્ચે અભીષ્ટ રસને અનુકૂળ નવીન કલ્પના કરીને પણ કથાનું સંસ્કરણ.
જેમકે કાલિદાસના “રઘુવંશ'માં અજ વગેરે રાજાઓનું વિવાહ વર્ણન અને અભિજ્ઞાન શાકુંતલ'માં શકુંતલાનું પ્રત્યાખ્યાન, ઈતિહાસમાં એ રીતે વર્ણવાયેલ નથી. પણ કયાને રસાનુગુણ અને રાજા દુષ્યતને ઉદાત્તચરિત બનાવવાને માટે તેની કલ્પના કરવામાં આવી છે. 'અભિજ્ઞાન શાકુંતલ'માં દુર્વાસાનો શાપ, શચિસ્યાનમાં વીંટી પડી જાય છે એ પ્રસંગ, શાપથી થયેલ વિસ્મૃતિમૂલક શકુંતલાનું પ્રત્યાખ્યાન વગેરેની કલ્પના કરીને મહાભારતના ભ્રમરવૃત્તિવાળા દુષ્યતને ઉદાત્ત નાયક બનાવ્યો છે. એજ રીતે ભવભૂતિએ “ઉત્તરરામચરિતના તૃતીય અંકમાં છાયા સીતાની કલ્પના કરીને પથ્થરોને રડાવનાર અને વજને ઓગાળનાર કરુણરસની નિષ્પતિ કરી છે. સર્વસનવિરચિત “હરિવિજય’ માં કાન્તાના અનુનયને માટે પારિજાતહરણનું વર્ણન તથા આનંદવર્ધને જ રચેલા ‘અર્જુનચરિત’ મહાકાવ્યમાં અર્જુનનો પાતાલ વિજય વગેરે પ્રસંગો મૂળ આધાર સ્થાનમાં નહીં હોવા છતાં પણ કથાને રસાનુગુણ બનાવવા માટે કલ્પિત કરવામાં આવેલ છે. કાવ્યનું નિર્માણ કરતી વખતે કવિએ પૂરી રીતે રસ પરતંત્ર બનવું જોઈએ. જો તે આધાર તરીકે લીધેલ કૃતિમાં રસથી વિપરીત સ્થિતિ જાએ તો તેમાં ફેરફાર કરીને સ્વતંત્રરૂપથી રસને અનુરૂપ જુદા પ્રકારની કથા કવિએ બનાવી દેવી જોઈએ. ન હિ વે તિવૃત્તમાત્રનિર્વહન વિચિત્ પ્રયોગનમ, તિહાસ તત્વ સિદ્ધ કથાવસ્તુનો નિર્વાહ કરી દેવા માત્રથી કવિને કોઈ લાભ નથી. કેમકે તે પ્રયોજન તો ઈતિહાસથી પણ સિદ્ધ થઈ જાય છે.
(૩) કેવળ શાસ્ત્રીય વિધાનના પરિપાલનની ઈચ્છાથી નહીં પણ શુદ્ધ રસાભિવ્યક્તિની દષ્ટિએ સંધિ અને સંધ્યગોની રચના
નાટ્યશાસ્ત્રમાં કહેલ મુખ, પ્રતિમુખ. ગર્ભ, વિમર્શ અને નિર્વહણ નામની પાંચ સંધિઓ તથા તેનાં ઉપક્ષેપ વગેરે ૬૪ અંગોને રસાભિવ્યક્તિની દષ્ટિએ જોવાં જોઈએ. ઉદા. “રત્નાવલી’ નાટિકામાં. શાસ્ત્ર મર્યાદાનું પાલન કરવા માત્રની ઈચ્છાથી નહીં, જેમકે “વણીસંહાર નાટકમાં તેમાં ‘પ્રતિમુખ સંધિના વિલાસ' નામના અંગને, પ્રતરસ
રસાઈજિયારામાં કોલ કરે અને રાજા માત્રની ઈચ્છા પ્રતરસ
Page #57
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૫૫ વીરરસની વિરુદ્ધ હોવા છતાં પણ ભરત મતના અનુસરણ માત્રની ઈચ્છાથી દ્વિતીય અંકમાં દુર્યોધન અને ભાનુમતીના શૃંગાર વર્ણનના રૂપમાં જોડ્યું – તે છે.
(૪) યથાવસર રસોના ઉદ્દીપન તથા પ્રશમનની યોજના અને વિશ્રાન્ત થતા પ્રધાનરસનું અનુસંધાન. (સ્મરણ રાખવું.) પ્રથમનું ઉદાહરણ “રત્નાવલી’ છે તો બીજાનું ઉદાહરણ ‘તાપસ વત્સરાજ છે.
(૫) અલંકારોના યથેચ્છ પ્રયોગની પૂર્ણશક્તિ હોવા છતાં પણ રસને અનુરૂપ જ પરિમિત માત્રામાં અલંકારોની યોજના.
અલંકાર રચનામાં સમર્થ કવિ ક્યારેક અલંકાર રચનામાં જ મગ્ન થઈને રસસંબંધની પરવા ન કરતાં પ્રબંધ રચે છે. એવા કવિને ઉપદેશ આપવા માટે આ પાંચમો હેતુ કહ્યો છે. કાવ્યમાં રસની ચિંતા ન કરતાં અલંકાર નિરૂપણમાં જ આનંદ લેનાર કવિ પણ જોવા મળે છે. પણ આનંદવર્ધન અલંકારોનો માફકસર, રસને ક્ષતિ ન કરે તેમ ઉપયોગ કરવાનું સૂચવે છે. આ પાંચ પ્રબંધગત રસના અભિવ્યંજક હેતુઓ છે.
૧૫. ચિત્રકાવ્ય ભામહ વગેરે પ્રાચીન આલંકારિકોએ કાવ્યના સ્વરૂપ (form) ને અનુલક્ષીને કાવ્યના પ્રકારો આપ્યા છે. આનંદવર્ધને કાવ્યના આત્મા 'ધ્વનિ'ના અનુસંધાનમાં કાવ્યનું વર્ગીકરણ કર્યું છે. ધ્વનિ જે કાવ્યમાં પ્રધાનપણે રહેલો હોય તે “ધ્વનિ કાવ્ય છે. (ઉત્તમ કાવ્ય છે.) ધ્વનિ (=વ્યંગ્યાર્થ) જે કાવ્યમાં ગૌણ રીતે રહેલો હોય તે કાવ્ય “ગુણીભૂતવ્યંગ્ય (મધ્યમ) કાવ્ય છે. જે કાવ્યમાં ધ્વનિ (વ્યંગ્યાર્થ) ન હોય તે “ચિત્રકાવ્ય' (અધમ કાવ્ય) છે. અભિનવગુપ્ત, મમ્મટ, વિશ્વનાથ, આનંદવર્ધનનું જ અનુસરણ કરે છે. મમ્મટે “શવિત્ર અર્થવિત્ર અવ્ય તુ અવર મૃતમે કહ્યું છે. જગન્નાથે ચિત્રકાવ્ય-અવર-અધમ કાવ્યના પણ બે ભેદ માન્યા છે. અર્થચિત્ર હોય તે અધમ અને શબ્દચિત્ર હોય તે અધમાધમ કાવ્ય છે.
આનંદવર્ધને તૃતીય ઉદ્યોત (ક. ૪૨, ૪૩)માં ‘ચિત્ર કાવ્ય'ની આ રીતે વ્યાખ્યા કરી છે.
गुणप्रधानभावाभ्यां व्यङ्ग्यस्यैवं व्यवस्थिते । काव्ये उभे ततोऽन्यद्यत् तच्चित्रमभिधीयते ।। चित्रं शब्दार्थभेदेन द्विविधं च व्यवस्थितम् । तत्र किञ्चिच्छब्दचित्रं वाच्यचित्रमतः परम् ।। જ્યારે વ્યંગ્યાર્થ મુખ્ય હોય ત્યારે “ધ્વનિકાવ્ય અને વ્યંગ્યાર્થ ગૌણ હોય ત્યારે ગુણીભૂતવ્યંગ્ય કહેવાય છે. તેનાથી જુદું, રસ, ભાવ વગેરે તાત્પર્ય વિનાનું અને વ્યંગ્યાર્થિને પ્રગટ કરવાની શક્તિ વિનાનું કેવળ વાચ્યાર્થ અને વાચક શબ્દના
Page #58
--------------------------------------------------------------------------
________________
૫૪
ધ્વન્યાલોક
વૈચિત્ર્યને આધારે ચાયેલું, જે ચિત્ર જેવું લાગે છે, તે ‘ચિત્ર કાવ્ય’ કહેવાય છે. ખરેખર તો તે કાવ્ય જ નથી પણ કાવ્યનું, અનુકરણમાત્ર હોય છે. દુષ્કર યમક વગેરેથી થતું શબ્દ ચિત્ર અને તેનાથી જુદું વાચ્યચિત્ર હોય છે. તે વ્યંગ્યાર્થના સ્પર્શ વગરનું હોય છે. રસાદિ તાત્પર્ય વિનાના કેવળ ઉત્પ્રેક્ષા વગેરે અલંકારો જ એમાં વાકયાર્થરૂપે મુખ્ય હોય છે.
અહીં પૂર્વપક્ષીનો પ્રશ્ન એવો છે કે ‘ચિત્ર કાવ્ય’ જેવો કોઈ કાવ્ય પ્રકાર સંભવતો નથી. જેમાં રસાદિ હોય જ નહિ એવું કાવ્ય શક્ય નથી. વસ્તુ ધ્વનિ અને અલંકાર ધ્વનિ કોઈ કાવ્યમાં ન હોય તે બની શકે પણ રસાદિમાં રસ, ભાવ વગેરે હોવાથી અને દરેક વસ્તુ રસ નિષ્પન્ન કરનાર વિભાવ વગેરે બની શકતી હોવાથી વસ્તુ સ્પર્શ વગરનું કાવ્ય કલ્પી શકાતું નથી. રસાદિ તો ચિત્તવૃત્તિ વિશેષો જ છે. એવી કોઈ વસ્તુ નથી જે કોઈને કોઈ ચિત્તવૃત્તિને ઉત્પન્ન ન કરતી હોય. જો તે ચિત્તવૃત્તિને ઉત્પન્ન ન કરતી હોય તો તે કવિનો વર્જ્ય વિષય જ ન બને. ચિત્ર કાવ્યને રસભાવાદિસ્પર્શ શૂન્ય શી રીતે કહી શકાય ?
તેના જવાબમાં આનંદવર્ધન કહે છે કે કવિ જ્યારે રસાદિની વિવક્ષા વગર શબ્દાલંકાર કે અર્થાલંકારની ગૂંથણી કરે ત્યારે રસાદિની વિવક્ષાની દૃષ્ટિએ (કહેવાની ઇચ્છા નથી એ દષ્ટિએ) કાવ્યને રસાદિશૂન્ય માની શકાય છે. આ પરિકર શ્લોકમાં પૂર્વપક્ષને જવાબ છે.
रसभावादिविषयविवक्षाविरहे सति ।
अलङ्कार निबन्धो यः स चित्रविषयो मतः ॥
રસ, ભાવ વગેરેની વિવક્ષાના અભાવમાં જે અલંકારોની રચના છે તે ચિત્ર (કાવ્ય)નો વિષય મનાય છે અને જ્યારે રસ, ભાવ આદિની પ્રધાનરૂપથી વિવક્ષા હોય તો એવું કોઈ કાવ્ય હોઈ શકતું નથી જે ધ્વનિનો વિષય ન હોય.
જેવી રીતે કોઈ વસ્તુનું કોઈ ચિત્ર બનાવવામાં આવે તો તેમાં મુખ્ય વસ્તુનાં બધાં અવયવ અને બાહ્ય આકૃતિ જોઈ શકાય છે. તેમાં જીવનની ખામી હોય છે. તેવી રીતે જે કાવ્યમાં કાવ્યનાં બધાં તત્ત્વ, શબ્દ, અર્થ તેનું વૈચિત્ર્ય વગેરે હોય પણ કાવ્યનો આત્મા રસ ભાવ વગેરેનો ધ્વનિ ન હોય તેને ચિત્રકાવ્ય કહે છે. કવિએ જે કાવ્યમાં પ્રયત્નપૂર્વક યમક, ચક્રબંધ, મુરજબંધ, ગોમુત્રિકાબંધ વગેરે ગોઠવ્યાં હોય ત્યાં ચિત્રકાવ્ય છે તેમ કહેવાય.
કાવ્યરચનામાં શિખાઉ કવિ, કાવ્યમાં ધ્વનિનું મહત્ત્વ ન જાણતા હોય અને કાવ્ય લખવા લાગે એવાઓને લક્ષ્ય બનાવીને આનંદવર્ધને ‘ચિત્રકાવ્ય’ નામના કાવ્ય પ્રકારની સંજ્ઞા આપી છે. પરિપકવ કવિના કાવ્યમાં સર્વત્ર રસાદિ જ તાત્પર્ય રૂપમાં રહેલ હોય છે, રહેવા જ જોઈએ.
Page #59
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
પ૭ કાવ્યમાં અચેતન પદાર્થોનો સમાવેશ બે સ્વરૂપે થાય છે, કાંતો કોઈ માનવભાવના ઉદ્દીપનના રૂપમાં કે જાતે આલંબન થઈને વર્ણવિષયના રૂપમાં. બન્ને સ્વરૂપે તે રસ સાથે સંબંધિત હોય છે.
આમ આનંદવર્ધને ચિત્રકાવ્ય પ્રકારના કાવ્યનો આદર કર્યો નથી. મુખ્ય કે ગૌણ રીતે રહેલ ધ્વનિ અથવા રસના કોઈક ભાવની વ્યંજના અર્થે પ્રયોજાયેલ શબ્દાર્થવાળું કાવ્ય માન્ય કરેલ છે, તથા કવિને એવા ધ્વનિકાવ્ય માટે પ્રયત્નશીલ રહેવાનું કહ્યું છે.
૧૬. મહાભારતનો પ્રધાનરસ - શાંતરસ આનંદવર્ધને ૧/૬ માં જણાવેલ છે, “એ પ્રતીયમાન અર્થ - ધ્વનિ - ને પ્રવાહિત કરનારી મહાકવિઓની વાણી તેમના અલૌકિક, સૂરતા પ્રતિભા વિશેષને વ્યક્ત કરે છે.” આલંકારિકોએ ધ્વનિ સિદ્ધાન્ત ભલે પાછળથી ઓળખાવી પ્રસ્થાપિત કર્યો પણ પ્રાચીન સમયથી મહાકવિઓનાં મહાકાવ્યોમાં વ્યંજના જોવા મળે છે જ, અગાઉ લખાયેલ સાહિત્ય કૃતિઓનો કાવ્યાનંદ, તેમાં રહેલ ધ્વનિને લીધે જ સહૃદયને મળે છે. પ્રબંધની વ્યંજકતા સમજાવ્યા પછી ચતુર્થ ઉદ્યોતમાં સમગ્ર રામાયણ અને સમગ્ર મહાભારતના સૂચવાયેલ રસ, વ્યંજિત રસ વિષે આનંદવર્ધન કહે છે કે રામાયણ મહાકાવ્યનો સૂચવાયેલ રસ કરુણ રસ છે. મહાભારત જે શાસ્ત્ર અને કાવ્ય બન્નેના સૌદર્યથી યુક્ત છે, તેનો ધ્વનિત થયેલો રસ શાંતરસ છે, અને ધ્વનિત થયેલ પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ છે. આ બન્ને પ્રબંધોનો રસધ્વનિ વાચકોને ‘કાન્તાસમ્મિત ઉપદેશ ની જેમ વ્યંજનાથી (આડકતરી રીતે) મળે છે.
મહાભારતમાં, અંતે તો, માત્ર કૌરવોનો નહીં પણ યાદવો અને પાંડવોનો પણ વિનાશ થાય છે. મહાભારત યુદ્ધ પછી, કેટલાંક વર્ષો રાજ્ય ભોગવીને પાંડવો હિમાળો ગાળવા જાય છે, હિમાલયમાં અને છેવટે એક પછી એક, તેમનું દેહાવસાન થાય છે. યાદવો ઋષિના શાપથી મદિરાપાનથી મત્ત બનીને અંદર અંદર લડી, મરી જાય છે. ભાલકાતીર્થ, પ્રભાસપાટણ પાસે શ્રીકૃષ્ણને પણ જરા નામના પારધિનું બાણ પગમાં વાગે છે અને તેમનો દેહોત્સર્ગ થાય છે. પાંડવોએ જીવનકાળ દરમ્યાન કૌરવો અને બીજા ક્ષત્રિય રાજાઓ સાથે વેર રાખ્યું પણ અંતે શું ? વ્યાસે મહાભારતને અન્ને વાચકના મનમાં વૈરાગ્ય જાગે એવું તાત્પર્ય સૂચવ્યું છે. મહાભારતનો વિવક્ષા વિષય મોક્ષરૂપ પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ ગૌણરૂપે છે) અને શાંતરસ (વીર, ભયાનક, રોદ્ર, શૃંગાર, બીભત્સ વગેરે ગણરૂપે) છે અને તે ધ્વનિરૂપે મળે છે. બીજા વ્યાખ્યાતાઓએ પણ કેટલેક અંશે એનું વિવરણ કરેલું છે. મોહાન્ધકારમાં પડેલા લોકોનો, નિર્મળ જ્ઞાનરૂપી પ્રકાશ આપીને ઉદ્ધાર કરવાની
Page #60
--------------------------------------------------------------------------
________________
૫૦
વન્યાલોક ઈચ્છાવાળા લોકનાથ વ્યાસ આ વાત વારંવાર કહે છે કે –
યથા યથા વિપતિ તોત–માવત્ |
तथा तथा विरागोऽत्र जायते नात्र संशयः ।। અન્ય રસને ગૌણ રાખીને પુષ્ટ કરેલો શાંતરસ અને બીજા પુરુષાર્થોને ગૌણ રાખીને પુષ્ટ કરેલો મોક્ષ પુરુષાર્થ જ પ્રધાન પણે વિવક્ષિત છે એવું મહાભારતનું તાત્પર્ય સ્પષ્ટપણે પ્રતીત થાય છે.
મહાભારતના અંતસ્તત્ત્વને ધ્યાનમાં ન લઈએ તો બીજા ગૌણસ્થાને રહેલા રસ અને પુરુષાર્થમાં ચારુત્વ છે એમ ગણવામાં વિરોધ નથી
અહીં એવો પ્રશ્ન થાય છે કે મહાભારતમાં જે વિષય કહેલા છે તે બધા અનુક્રમણી'માં દર્શાવેલા છે. પણ ત્યાં આ શાંતરસ અને મોક્ષ પુરુષાર્થનું પ્રાધાન્ય દેખાતું નથી. એનાથી વિપરીત બધા પુરુષાર્થો અને બધા રસો, એ “અનુક્રમણી'માં શબ્દોથી પ્રતીત થાય છે.
તેનો જવાબ એ છે મહાભારતમાં શાંત રસનું મુખ્યત્વ અને મોક્ષનું પ્રાધાન્ય, અનુકમણીમાં પોતાના વાચક શબ્દોથી દર્શાવેલ નથી પણ વ્યંગ્ય રૂપથી દર્શાવેલ છે, જે નીચેના વાક્યમાં છે -
“ખાવાનું લાવણ્ય વીત્યંત = સનાતન? ” આ ઉપરથી વ્યંગ્યરૂપથી એ કહેવાનું અભિપ્રેત છે કે આ મહાભારતમાં પાંડવ વગેરેનું ચરિત્ર જે વર્ણવવામાં આવ્યું છે તે બધું અવિઘાના પ્રપંચરૂપ છે; અને પરમાર્થ સત્ય સ્વરૂપ ભગવાન વાસુદેવની જ કીર્તિ અહીં ગાવામાં આવેલી છે. એથી એ પરમ ઐશ્વર્યવાળા ભગવાનમાં જ પોતાનું મન લગાવવું. નિઃસાર વિભૂતિઓમાં દિલ ન લગાવવું. અથવા નીતિ, વિનય, પરાક્રમ વગેરે કેવળ આ કોઈ ગુણોમાં પૂર્ણ રૂપથી ચિત્ત ન પરોવવું. એથી આગળ “સંસારની નિઃસારતા જુઓ એવો અર્થ વ્યંજિત કરતો વ્યંજક શક્તિવાળો “ચ” શબ્દ સ્પષ્ટપણે પ્રતીત થાય છે. એ પછી તરત જ આવતા “સત્યમ્ વ્રત વૈવ પવિત્ર પુખ્યમેવ રા'...ઈ. શ્લોકોમાં આ જ પ્રકારનો અર્થ ગર્ભિત રીતે જોઈ શકાય છે.
આ નિગૂઢ અને રમણીય અર્થને “મહાભારતના અંતમાં હરિવંશના વર્ણનથી સમાપ્તિની રચના કરતા એ જ કવિ પ્રજાપતિ કૃષ્ણદ્વૈપાયન વ્યાસે બિલકુલ સ્પષ્ટ કર્યો છે. એ અર્થ દ્વારા સંસારથી પર રહેલા બીજા તત્ત્વ (ભગવદ્દ તત્ત્વ) પ્રત્યે અતિશય ભક્તિનો ઉપદેશ કરીને, સાંસારિક વ્યવહાર પૂર્વપક્ષરૂપ (બાધિત વિષય) હોઈ ઉપેક્ષા પાત્ર છે, એમ બતાવેલું છે.
દેવતા, તીર્થ અને તપ વગેરેના અતિશય પ્રભાવનું વર્ણન એ પરબ્રહ્મની પ્રાપ્તિના ઉપાયરૂપ હોવાથી અને તેની વિભૂતિરૂપ હોવાથી મહાભારતમાં બીજા દેવતાઓનાં વર્ણન કરવામાં આવેલ છે. પાંડવો વગેરેના ચરિત્રનું વર્ણન પણ વૈરાગ્ય જગાવવાના
Page #61
--------------------------------------------------------------------------
________________
૫૯
પ્રસ્તાવના
તાત્પર્યયી કરેલું હોવાથી અને વૈરાગ્ય, મોક્ષનું કારણ હોવાથી, તથા મોક્ષ એ ભગવત્ પ્રાપ્તિનો મુખ્ય ઉપાય છે એવું શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહેલું છે તેથી પાંડવો, કૌરવો, યાદવો વગેરેના ચરિત્રનું વર્ણન આડકતરી રીતે બ્રહ્મપ્રાપ્તિના ઉપાય રૂપે જ છે.
‘વાસુદેવ’ વગેરે આ સંજ્ઞાઓના વાચ્યાર્થથી ગીતા વગેરે અન્ય સ્થળોમાં આ નામથી પ્રસિદ્ધ, અપરિમિત શક્તિવાળા, મથુરામાં જન્મેલાએ (કૃષ્ણાવતારે) ધારણ કરેલ (રામ વગેરે) બધાં રૂપવાળું, પરબ્રહ્મ જ અભિપ્રેત છે. કેવળ મથુરામાં જન્મેલ, વસુદેવના પુત્ર કૃષ્ણ-અંશ માત્ર નહીં. કારણકે એને ‘સનાતન’ એવું વિરોષણ લગાડેલું છે.
એથી ‘અનુક્રમણી’માં ઉલ્લેખેલા વાક્યથી એવું સિદ્ધ થાય છે કે ભગવાન સિવાયનું બીજું બધું અનિત્ય છે અને શાસ્ત્રની દૃષ્ટિએ મોક્ષ એ જ પરમ પુરુષાર્થ છે તેમજ કાવ્ય દષ્ટિથી જોતાં, તૃષ્ણાક્ષયથી પ્રાપ્ત થતા સુખના પરિપોષરૂપ શાંત રસ જ મહાભારતમાં મુખ્યરૂપે વિવક્ષિત છે.
અત્યંત સારરૂપ હોવાથી આ અર્થ, વ્યંગ્ય રૂપથી (ધ્વનિયી) પ્રદર્શિત કર્યો છે, વાચ્ય રૂપથી નહીં. સારભૂત અર્થ પોતાના વાચક શબ્દથી વાચ્યરૂપમાં ઉપસ્થિત ન થતાં, વ્યંગ્યરૂપથી પ્રકાશિત થાય, તો અત્યંત શોભાને પ્રાપ્ત થાય છે. વિદગ્ધ વિદ્વાનોની મંડળીમાં એ પ્રસિદ્ધ જ છે કે અધિક અભીષ્ટ વસ્તુ વ્યંગ્યરૂપથી જ વ્યક્ત કરાય છે, વાચ્યરૂપથી નહીં. એટલે સાબિત થાય છે કે અંગીભૂત રસાદિના આશ્રયથી કાવ્યરચના કરવામાં આવે તો નવો નવો લાભ થાય છે અને મોટું સૌંદર્ય ઊપજે છે.
આનંદવર્ધને ‘ધ્વન્યાલોક'માં ધ્વનિ સાથે સંકળાયેલ વિવિધ પાસાઓની ચર્ચા કરી છે. ઉપર્યુક્ત ચર્ચા પ્રબંધભંજકતાના ભાગ રૂપે છે. આ ચર્ચા દરમ્યાન આનંદવર્ધનની સંસ્કૃત ભાષા અર્થઘન, પ્રૌઢ અને પ્રાંજલ છે. શંકરાચાર્યના ભાષ્યગ્રંથોની ભાષા તથા શૈલીની યાદ અપાવે તેવી છે. મહાભારતના રસ અને પુરુષાર્થ અંગે લેખકના દાર્શનિક વિચારો તેમના કોઈ પુરોગામીના ગ્રંથમાં જોવા મળતા નથી. આ નવા વિચારો રસપ્રદ અને વાંચવી ગમે તેવી ભાષા અને શૈલીમાં રજૂ થયેલ છે.
૧૭. કાવ્યમાં સંવાદ
‘ધ્વન્યાલોક’ના ચતુર્થ ઉદ્યોતમાં આનંદવર્ધન કહે છે -
संवादास्तु भवन्त्येब बाहुल्येन सुमेधसाम् । नैकरूपतया सर्वे ते मन्तव्या विपश्चिता ॥
संवादो ह्यन्यसादृश्यं तत्पुनः प्रतिबिम्बवत् । आलेख्याकारवत्तुल्यदेहिवच्च शरीरिणाम् ॥ (४ / ११, १२.)
Page #62
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક સાહિત્યનો વ્યાપ ઘણો વિશાળ છે. એકની એક ભાષામાં કેટલાક કવિઓ પ્રાચીન કે ઓછા જાણીતા કવિઓનાં કાવ્યોમાં થોડો ફેરફાર કરી પોતાના કાવ્ય તરીકે, નવી રચના તરીકે ખપાવતો હોય છે. કોઈવાર ભાષાનું સામ્ય હોય તો કોઈવાર વિચારોનું સામ્ય હોય. કોઈ કવિ કોઈ શ્લોકમાં એક કે અધું ચરણ બીજા કોઈ કવિનું પ્રયોજે છે. વર્તમાન સમયમાં અંગ્રેજીના વિશાળ સાહિત્યમાંથી કોઈ વાર્તા, કાવ્ય કે કોઈ વિચારની ઉઠાંતરી કરી પોતાની પ્રાદેશિક ભાષામાં, પાત્રોનાં થોડાં નામ બદલી, સ્થાનિક વાતાવરણનો ઓપ આપી, પોતાના નામે કૃતિ પ્રગટ કરતા હોય છે.
કોઈ નાટક કે મહાકાવ્યના આધાર તરીકે વાર્તબીજ, ઈતિહાસ, પુરાણ વગેરેમાંથી લઈ, કેટલાક પ્રસંગોનું કે પાત્રોનું નવસર્જન કરી સ્વતંત્ર કૃતિ લખે તો તે ચોરી નથી.
કેટલીકવાર શ્લોકમાં ભાષાનું અને વિચારનું સામ્ય આપોઆપ, અકસ્માત પણ આવી ગયું હોય તેમ બને છે. કેટલીકવાર એક વિચાર પર બે-ચાર કાવ્યો મળે છે. Plagiarism in poetry સાહિત્યચોરી, પર સૂક્ષ્મ અને વિસ્તૃત વિચાર રાજશેખરે (ઈ.સ. ૯મી-૧૦મી સદી) “કાવ્યમીમાંસા'માં કર્યો છે. 'કાવ્યમીમાંસાના અધ્યાય ૧૧,૧૨,૧૩ માં શબ્દ હરણ, શબ્દાર્થહરણ, અર્થહરણની ચર્ચા કરી છે. આ વિષય પર રાજશેખરના પુરોગામી આનંદવર્ધને પણ સારો પ્રકાશ પાડ્યો છે.
આનંદવર્ધને શબ્દાર્થહરણ કે એવો કોઈ શબ્દ પ્રયોજ્યો નથી. પણ સંવાદ શબ્દ પ્રયોજ્યો છે. નાટકમાં ‘બે પાત્રો વચ્ચેનો સંવાદ' (dialogue) એવા શબ્દપ્રયોગમાં સંવાદ શબ્દનો જે અર્થ છે તે અત્રે અભિપ્રેત નથી
‘સંવાઃ અર્થસારથ' માં કહ્યા પ્રમાણે અન્યની સાથેના સદશ્યને સંવાદ કહે છે. સંવાદ-સમાન ઉક્તિઓ. કાવ્યો વચ્ચે સંવાદો (સરખાપણું) તો ઘણા જોવા મળે છે. કેવા સંવાદો સ્વીકાર્ય છે, કાવ્યતત્ત્વવાળા છે અને કેવા સંવાદો અસ્વીકાર્ય છે, કાવ્યતત્ત્વ વિનાના છે, દોષપૂર્ણ છે એની ચર્ચા આનંદવર્ધને ૪/૧૧ થી ૧૪ અને વૃત્તિમાં કરી છે.
કાવ્યમાં સામ્ય ત્રણ પ્રકારનું હોય છે. કાવ્ય, પ્રતિબિંબ જેવાં હોય, આલેખ્ય (ચિત્ર) જેવાં હોય અને સરખા દેહી (મનુષ્ય) જેવાં હોય. કેટલાંક કાવ્યો એવાં હોય છે કે જેમાં બીજા કોઈ કાવ્યનું પ્રતિબિંબ માત્ર હોય. અન્ય કાવ્યના શબ્દોમાં થોડો ફેરફાર હોય. આવાં કાવ્યો ચમત્કૃતિ સહિત હોવાથી કવિની પ્રતિભાનું તેમાં દર્શન થતું નથી.
Page #63
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
અન્ય કેટલાંક કાવ્ય ચિત્ર જેવાં હોય છે. જેની નક્ત કરી હોય તેવા મૂળના કાવ્યોના શબ્દોના પર્યાયો હોય તેમજ વાક્ય રચનામાં થોડું પરિવર્તન ક્યું હોય. મૂળ પદાર્થ જેવું હોવા છતાં ચિત્ર નિર્જીવ હોય છે. આવાં કાવ્યો મૂળથી બહુ જુદાં હોતાં નથી. તેમાં ખાસ પોતાપણું હોતું નથી તેથી આવાં કાવ્યો તુચ્છ છે.
ત્રીજા પ્રકારના કાવ્ય સંવાદો માન્ય ગણવામાં આવ્યા છે. નવા કાવ્યમાં, કોઈ જૂના શ્લોક્નો ભાવ હોય, વિષય કોઈ અગાઉના કાવ્ય પ્રમાણેનો હોય, પણ ભિન્ન સ્વરૂપવાળો નવો આત્મા હોય. તેથી તેમાં મૂળના સૌંદર્યથી ભિન્ન સૌંદર્ય હોય છે. વિષય સરખો હોવા છતાં નવા કાવ્યમાં વ્યંજના હોવાથી, ધ્વનિનો કોઈને કોઈ પ્રકાર હોવાથી, તેમાં કાવ્યનું સૌદર્ય હોય છે. બે માણસના અવયવો વગેરે સરખાં હોય પણ ચહેરા જુદા હોય છે બન્નેનો આત્મા જુદો છે. બન્નેનું અલગ અસ્તિત્વ છે. બન્નેનું આગવું પોતાનાપણું છે તેવું જે કાવ્યમાં હોય તે ‘તુલ્યદેહી’ જેવું સામ્ય છે.
પ્રતિબિંબલ્પ, આલેખ્યપ્રખ્ય અને તુલ્યદેહિવતુ-શબ્દો દ્વારા આનંદવર્ધને ત્રણ પ્રકારના કાવ્યસંવાદ' વર્ણવ્યા છે. તેનાં લક્ષણ આ મુજબ આપવામાં આવેલ છે.
(૧) જેમાં બધા અર્થો જૂના કવિના હોય, પરંતુ વાક્યરચના બીજા પ્રકારની હોય અને પારમાર્થિક ભેદ ન હોય, તે કાવ્યને ‘પ્રતિબિંબકલ્પ’ - પ્રતિબિંબ જેવું - કહે છે. - (૨) જેમાં કાવ્યવસ્તુ જુનું જ હોય, પરંતુ તેમાં થોડો ફેરફાર કર્યો હોય, જેથી જાદું લાગે છે. તેવા કાવ્યને અર્ધચતુર લોકો આલેખ્યપ્રખ્ય’ કહે છે.
(૩) જેનો વિષય જુદો હોવા છતાં, ખૂબ જ મળતાપણાને લીધે, બન્ને એક જ હોય એમ લાગે, તે કાવ્યને “તુલ્ય દેહિવત’ કહે છે. એવાં કાવ્યોની રચના બુદ્ધિશાળી કવિઓ જ કરે છે.
આનંદવર્ધન કહે છે, “જેને સ્વતંત્ર જુદો આત્મા હોય તેવું કાવ્યવસ્તુ, પહેલાંના કોઈ કાવ્યવસ્તુને અનુસરતું હોય તો પણ, ચંદ્રની શોભીને અનુસરતા સુંદર સ્ત્રીના મુખની જેમ, અત્યંત શોભા ધારણ કરે છે.
નવીન સૂરતા કાવ્ય વસ્તુમાં પ્રાચીન કવિએ રચેલ વસ્તુ, અક્ષર, પદની રચના યોજવામાં દોષ નથી. ખુદ વાચસ્પતિ કોઈ અપૂર્વ અક્ષરો.કે શબ્દો ઘડી શક્તા નથી. કાવ્યમાં તેના તે અક્ષરો અને શબ્દો વપરાય એ નવીનતાની વિરુદ્ધ નથી.
ચ સર .. ઈ. કારિકામાં લેખક કહે છે, “જે વસ્તુના વિષયમાં “આ કોઈ નવી સૂઝ કે ફુરણા છે. આ પ્રકારની અનુભૂતિ થાય છે તો નવી કે જુની જે કોઈ કાવ્યરચના હોય તે રમ્ય લાગે છે. પૂર્વકવિઓના વર્ણનની ધ્યાથી યુક્ત હોવા છતાં એ પ્રકારની વસ્તુનું વર્ણન કરનાર કવિ નિંદાને પાત્ર બનતો નથી.”
Page #64
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
કર
૧૮. આનંદવર્ધનને રસધ્વનિનાં વ્યંજક તત્ત્વ તરીકે ગુણ, અલંકાર, સંઘટના, રીતિ, વૃત્તિ અને દોષનું કરેલું નિરૂપણ
ડૉ. બેયન ઝા લખે છે કે, ‘‘આનંદવર્ધન પ્રતિભા સંપન્ન વ્યક્તિ છે, કે જેમણે પ્રચંડ પ્રતિભાષી તેમના પુરોગામીઓને ઢાંકી દીધા છે. આનંદવર્ધનની પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા એ સદ્નસીબનો અકસ્માત નથી. આનંદવર્ધને કાવ્યશાસ્ત્રનાં તત્ત્વો અને વિભાવનાઓનું એક (ધ્વનિ) સિદ્ધાંતમાં આશ્ચર્યજનક સંયોજન ક્યું છે, એ તેમનો મુખ્ય સદ્ગુણ છે.’’
ડૉ. વિભારાની દુખે મુજબ “ધ્વનિની પ્રતિષ્ઠામાં પૂર્વવર્તી સંપ્રદાયોની એવી ભૂમિકા છે જેવી કોઈ ભવનના નિર્માણમાં પાયાની હોય છે. ધ્વનિનો આવિર્ભાવ અકસ્માત નહોતો થયો પણ એ ક્રમિક વિકાસનું પરિણામ છે.’’
'' ર્
ડૉ. રેવાપ્રસાદ દ્વિવેદી જણાવે છે.’’ ધ્વનિકારે પૂર્વવર્તી સિદ્ધાંતોને અંગીકાર તો કર્યા, માત્ર તેની પ્રધાનતાની શ્રેણીઓમાં પરિવર્તન કરી દીધું. જે તત્ત્વોને ધ્વનિપૂર્વયુગમાં પ્રધાનસ્થાનીય માનવામાં આવતાં હતાં, તેમને તેમણે ગૌણ સ્થાનીય સિદ્ધ કર્યાં અને પ્રધાન સ્થાન પર ધ્વનિ તત્ત્વને પ્રતિષ્ઠિત કર્યું.’’
આનંદવર્ધન અભાવવાદીઓની ચર્ચા દરમ્યાન શબ્દ અને અર્થરૂપી શરીરવાળા કાવ્ય, શબ્દાલંકારો, અર્થાલંકારો, શબ્દની સંઘટના અથવા રચના ઉપર આશ્રિત શબ્દગુણો, અર્થની સંઘટના ઉપર આશ્રિત અર્થગુણો, વૃત્તિઓ, રીતિઓ વગેરેનો ઉલ્લેખ કરે છે. તેઓ બધાં તત્ત્વોની રસધ્વનિના વ્યંજક તત્ત્વો તરીકે કાવ્યમાં વ્યવસ્થા વિચારે છે.
‘ધ્વન્યાલોક’ માત્ર ધ્વનિ સિદ્ધાન્તોનો સંસ્થાપક ગ્રંથ જ નથી પરંતુ પૂર્વકાલીન વિચારધારાઓનું ધ્વનિ મતસાથે સામંજસ્ય સ્થાપન કરી સાહિત્યશાસ્ત્રના પૂર્વકાલીન સિદ્ધાંતોને તે ગ્રંય એક સૂત્રરૂપે ગૂંપે છે.
ગુણનિરૂપણ : ‘“તમર્થમવલમ્બો ઈ. ધ્વ. ૨/૬ માં આનંદવર્ધન લખે છે, ‘તે રસધ્વનિ રૂપી મુખ્ય, આત્મા તરીકે રહેલા, અર્થને જે અવલંબે છે, તે
1. "Anandavardhana is a prodigy who eclipses his predecessors, by his stupendous genius-----The prestige and popularity of Anandavardhan are not the accidents of good luck. The chief merit of Anandavardhan lies in the wonderful synthesis of the categories and concepts of poetics in an organic unity." Bechan Jha - Concept of Poetic Blemishes in Sanskrit poetics' p. 8, 10
२ डॉ. विभारानी दुबे - "ध्वनि पूर्व अलङ्कारशास्त्रीय सिद्धान्त और ध्वनि । पृ. ५ રૂડૉ. રેવાપ્રસાદ્ દિવેલી - ‘“આનવર્ધન પૃ. ૮૬.
Page #65
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના ગુણો કહેવાયા છે. કટક વગેરે જેવા શરીર પર અવલંબતા ધર્મોને અલંકારો જાણવા. રસરૂપી મુખ્ય અર્થને જે અવલંબિત છે તે શૌર્યાદિ જેવા ગુણો, શબ્દ અને અર્થરૂપી જે અંગો, તેના ઉપર આશ્રિત તે અલંકારો, કટક- કુંડલ જેવા માનવા જોઈએ.
આનંદવર્ધનના પુરોગામી વામને કાવ્યશરીર અને કાવ્યના આત્માની વાત કહી હતી અને ગુણોને કાવ્યશોભાના કારક નિત્યધર્મી કમ્યા હતા. અલંકારોને કાવ્યની શોભા વધારનારા અનિત્યધર્મો કચ્યા હતા. આનંદવર્ધન એ જ વીગત જરા વધારે મઠારીને મૂકે છે. તે ઉપચારાત્મક ભાષાને સમજૂતી માટે ઉપકારક લેખીને ગુણોને શૌર્ય વગેરે જેવા અને અલંકારોને કટક, કુંડલ વગેરે જેવા કહે છે. જેમ શૌર્ય વગેરે ધર્મો વ્યક્તિના ખરા, પણ વાસ્તવમાં એ વ્યક્તિના આત્મા જોડે સીધી રીતે સંકળાયેલ છે. તેવી જ રીતે ગુણો વગેરે કાવ્યમાં શબ્દ અને અર્થના ખરા, પણ તેમનો સાચો અને સૂક્ષ્મ સંબંધ રસોની સાથે જ છે. મમ્મટ પણ આજ વાત સ્પષ્ટ રીતે કહે છે. બીજી બાજુ, અલંકારો જેમ
વ્યક્તિને શોભા આપે એમ કાવ્યાલંકારો, કાવ્યને શોભા આપે છે. અલંકારો શબ્દ અને અર્થના ધર્મો છે. ગુણો શબ્દ અને અર્થના હોવા છતાં વધુ તો રસના ધમ છે.
ગુણની સંખ્યાની બાબતમાં આનંદવર્ધન, ભામહની વધુ નજીક છે. ગુણ અને અલંકારોનો આવિર્ભાવ શબ્દ અને અર્થ ઉપર જ અવલંબે છે, છતાં બન્ને વચ્ચે સૂક્ષ્મ તફાવત એટલો જ છે કે ગુણોનો રસરૂપી આત્મા જોડે સીધો સંબંધ છે. રસની સાથે સંકળાયેલો અલંકાર બહિરંગ થતો નથી. તેઓ માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ એમ ત્રણ ગુણ સ્વીકારે છે.
‘શુભ પર્વ અધુ... ઈ. ૨/૭ માં કહ્યું છે તેમ “શૃંગાર એજ મધુર અને પરમ આનંદ આપતો રસ છે. માધુર્યગુણ શૃંગારરસમય કાવ્યને આશ્રયે રહેલો છે. બીજા રસોની અપેક્ષાએ શૃંગાર જ મધુર છે, કારણકે તે અત્યંત આનંદનો હેતુ છે. આનંદવર્ધને, માધુર્ય ગુણને ચિત્તદ્રવ સાથે સાંકળ્યો છે.
“ો રસ રીસા . ઈ. ૨/૯ મુજબ “કાવ્યમાં રહેનાર રૌદ્ર ઈત્યાદિ રસ દસિદ્ધારા લક્ષિત થાય છે. તે દીતિને વ્યક્ત કરવામાં જે શબ્દ અને અર્થ કારણ હોય છે, તેનો આશ્રય લઈને જણ વ્યવસ્થિત થાય છે.” અહીં ઓજસ્ ગુણને દીપ્તિ નામના ચિત્તધર્મ જોડે સાંકળવામાં આવ્યો છે,
સમત્વ વચ. ઈ.” ૨/૧૦ કહે છે કે બધા રસો તરફ કાવ્યોનો જે એક સમર્પત્વ ગુણ હોય છે, તેને જ પ્રસાદ કહે છે. તેની ક્રિયા સર્વસાધારણ હોય છે. કાવ્યમાં પ્રસાદ ગુણ હોય ત્યારે કાવ્યમાં બધા રસ પ્રવર્તિત થઈ શકે છે. તે બધા
Page #66
--------------------------------------------------------------------------
________________
બન્યાલોક જ પ્રકારની રચનાઓ, જેવી કે દીર્ઘસમાસવાળી, મધ્યમ સમાસવાળી અને અસમાસામાં પણ જોવા મળે છે. પ્રસાદ એટલે શબ્દ અને અર્થગત સ્વચ્છતા. વ્યંગ્યાર્થની અપેક્ષાએ તેનું નિરૂપણ કાવ્યમાં થાય છે. આ ગુણને લીધે કાવ્ય, શુષ્ક કામાં અગ્નિની જેમ, સહૃદયોના ચિત્તમાં એકદમ વ્યાપી જાય છે. આ સ્વચ્છતા - પ્રસન્નતા - બધા રસોને માટે જરૂરી છે. એ બધા રસોનો ગુણ છે. પણ ઔપચારિક રીત જ તેને શબ્દ અને અર્થનો ગુણ કહેવાયો છે. ૫
આ ત્રણે ગુણો મુખ્યત્વે સહૃદયના આસ્વાદરૂપ જ હોય છે પણ પાછળથી આસ્વાદ્ય એવા રસમાં ઉપચરિત થાય છે. તેથી રસના વ્યંજક શબ્દ અને અર્યના પણ આ ત્રણ ગુણો છે એમ કહેવાય છે. આ
અલંકાર નિરૂપણ - દંડી કે વામનની જેમ આનંદવર્ધને અલંકાર શબ્દનો પ્રયોગ, કાવ્યગત સૌંદર્યના વ્યાપક અર્થમાં કર્યો નથી. પણ ફક્ત તેના શબ્દગત અને અર્થગત અલંકારો જેવા કે યમક વગેરે અને ઉપમા વગેરેના અર્થમાં જ આ શબ્દ પ્રયુક્ત કરેલ છે. આનંદવર્ધને એક સ્પષ્ટ વલણ અપનાવે છે કે કાવ્યમાં અંગીરૂપ રસધ્વનિ એ જ અલંકાર્ય અને ઉપમા વગેરે તેના અલંકારો છે. - “સાતિયા ય ...ઈ.” ૨/૧૬ માં કહ્યું છે કે “રસ (ધ્વનિ) દ્વારા આક્ષિત રીતે જેનું નિરૂપણ શક્ય બને અને જેને માટે પૃથક પ્રયત્ન કરવો ન પડે તેને જ ધ્વનિ (કાવ્ય)માં અલંકાર ગણવામાં આવ્યો છે.”
આ કારિકા પરની વૃત્તિમાં કહેવામાં આવ્યું છે કે “નિષ્પત્તિ થતાં જે આશ્ચર્યકારક જણાય છે તેને અલંકાર, રસ વડે અનિવાર્યતયા આક્ષિપ્ત થવાથી જ જેનું નિરૂપણ શક્ય બને, તે જ આ અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય એવા રસાદિ ધ્વનિમાં અલંકાર ગણાયેલ છે. તે જ મુખ્યત્વે રસનું અંગ બની શકે છે. “અભિનવ ગુણ સ્પષ્ટતા કરતાં લખે છે, રસને ધ્યાનમાં રાખતાં વિભાવાદિનું નિરૂપણ કરતી વખતે કવિ જે અલંકાર અનિવાર્ય રીતે (નાનાયિકથા) નિરૂપિત કરે તે જ અલંકાર રચના માર્ગમાં અલંકાર ગણવો, બીજો નહીં. '
આનંદવર્ધન યમક, અનુપ્રીસ વગેરે શબ્દાલંકારોના પ્રયોગોમાં રસગત ચિત્ય પણ વિચારે છે. તે કહે છે રસનિરૂપણ દરમિયાન કવિ વડે અપૃથફ યત્નથી ( ખાસ જુદા પ્રયત્નના અભાવથી) જે અલંકાર પોતાની મેળે નિરૂપિત થઈ જાય એ અલંકારને સ્વીકાર્ય લખવો. આનંદવર્ધને ધ્વનિને અને ખાસ કરીને રસધ્વનિને કાવ્યમાં અંગી અર્થાત્ અંગવાળો એટલે કે આત્મ સ્વરૂપ કપ્યો છે. અને તે હંમેશાં વ્યંજના વડે જ કાવ્યમાં નિરૂપિત થાય છે. આ અંગિરસના સંદર્ભમાં જ તેમણે બાકીનાં ગણાવાયેલાં તત્ત્વો જેવાં કે ગુણ, અલંકાર, રતિ, વૃત્તિ વગેરે કાવ્યમાં ગ્રાહા ગયાં છે. આમ રસ અંગી છે અને અલંકાર વગેરે તેનાં
Page #67
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૫
અંગો છે. આ અલંકાર ત્યારે જ ગ્રાહ્ય બને છે જ્યારે એને માટે કવિને રસનિરૂપણના પ્રયત્નથી જુઠો એવો પ્રયત્ન ન કરવો પડે. આવો અલંકાર જ રસનું અંગ - રસાંગ બની શકે. યમક જેવા શબ્દાલંકારના નિરૂપણમાં ખાસ શબ્દો શોધવા રૂપી અલગ પ્રયત્ન કવિને કરવો જ પડે છે. આથી આવા અલંકારો રસાંગ બની શકતા નથી. પણ આવું બધા અલંકારોની બાબતમાં બનતું નથી. આથી અલંકારોને બહિરંગ માનવાની જરૂર નથી.
આનંદવર્ધને રસધ્વનિને કાવ્યનો આત્મા કલ્પીને ઉપચારાત્મક શૈલીની પૂર્ણાહુતિ કરી છે. તેમણે ગુણોને શૌર્ય વગેરે જેવા રસના ધર્મો અને અલંકારોને રસાંગ કલ્પ્યા છે. સમ્યક્ પ્રયુક્ત અલંકારને આનંદવર્ધન કાવ્યને વિષે ‘બહિરંગ’ ગણતા નથી. અભિનવગુપ્ત સમજાવે છે તેમ રસનિરૂપણના પ્રયત્ન સાથે જ તાલ મેળવીને એક રાગ બનીને જે અલંકાર ‘અહંપૂર્વિયા’ એટલે કે ‘હું પહેલો હું પહેલો' કરીને આપોઆપ કાવ્યમાં સિદ્ધ થઈ જાય છે, એવા અલંકારને કાવ્યના અંતરંગમાં જ આનંદવર્ધન સ્થાન આપે છે.
અલંકારોના સમ્યગ્ વિનિવેશ અંગે, આનંદવર્ધન, કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો
આપે છે.
‘“વિવક્ષા તત્પરત્વેન....ઈ.’’ ૨/૧૮ અને ‘‘નિગૂંદાવપિ વાર્તો....ઈ.’' ૨/૧૯માં તે જણાવે છે,’’ અલંકારોની કાવ્યમાં વિક્ષા (કહેવાની ઈચ્છા), રસલક્ષી હોય એ રીતે કરવી. અલંકારને અંગી તરીકે નિરૂપવો જોઈએ નહીં. યોગ્ય સમયે અલંકારને ગ્રહણ કરવો યા ત્યાજવો જોઈએ. અલંકારના અતિનિર્વાહની વૃત્તિ ન રાખવી. નિરૂપણ કરતી વખતે પણ અલંકારને અંગ તરીકે નિરૂપવો. આ પદ્ધતિ રૂપક વગેરે અલંકારોના રસવિષયક અંગત્વમાં સાધન બને છે.
સંઘટના, રીતિ અને વૃત્તિનું નિરૂપણ : આનંદવર્ધને ગુણ અલંકાર, રીતિ, વૃત્તિ વગેરે બધું જ રસવ્યંજક તરીકે કાવ્યમાં સ્વીકાર્યું છે. ગુણ, અલંકાર, ઉપરાંત તેમણે સંઘટના નામના તત્ત્વનો નિર્દેશ કર્યો છે. આ ‘સંઘટના’ એટલે રચના અથવા બાહ્ય સ્વરૂપ. તેમણે ‘સંઘટના’નો વિસ્તારથી વિચાર કર્યો છે. સાથે ‘રીતિ’ તત્ત્વનો પણ ઉલ્લેખ કર્યો છે. પુરુષા વગેરે (રુદ્રઢે સમજાવેલી) શબ્દની વૃત્તિઓ તથા ભારતી, સાત્ત્વતી વગેરે અર્થના સંદર્ભમાં (ભરતે) સમજાવેલી વૃત્તિઓનો આનંદવર્ધને વિચાર ર્યો છે.
આનંદવર્ધન પોતાના વ્યાપક એવા -રસધ્વનિસ્યંજનાના સિદ્ધાંતમાં એમના સમય સુધીની કાવ્ય વિષેની મીમાંસામાં ગણાવવામાં આવેલાં તમામ તત્ત્વોને રસનાં વ્યંજક તરીકે ગોઠવી દે છે. આ રીતેજે કોઈ નવાં તત્ત્વો નજરમાં આવે તેમની પણ રસ વ્યંજક તત્ત્વો તરીકેનીજ વ્યવસ્થા તેઓ સૂચવે છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
દવન્યાલોક સંઘટનાનું તત્ત્વ પણ કાવ્યમાં રસનું વ્યંજક બને છે. આ સંઘટના ત્રણ પ્રકારની સંભવે છે. (૧) સમાસ વગરની (૨) મધ્યમ પ્રકારના સમાસવાળી (૩) દીર્ઘસમાસવાળી.
આનંદવર્ધને “રીતિ’ વિચાર, ગુણોના સંદર્ભમાં કર્યો છે અને સંઘટના અને ગુણોના તત્ત્વો વચ્ચેના સૂક્ષ્મ સંબંધને પણ તેમાં ભેળવી દીધો છે.
સંઘટનાનો સાચો સ્વભાવ અને તે રસની વ્યંજક બની કાવ્યના અંતરંગમાં સ્થાન કેવી રીતે પામે છે તે આનંદવર્ધન, પુનિશ્રિત્ય તિન્તી.... ઈ. ૩/૬ માં આ રીતે જણાવે છે. “માધુર્ય વગેરે ગુણોને આધારે રહીને તે સંઘટના રસાદિને વ્યંજિત કરે છે અને તેના રસ વ્યંજત્વના નિયમમાં વક્તા અને વાચ્યગત ઔચિત્યને હેતુરૂપ ગણાવાયું છે.”
આનંદવર્ધન મુજબ સંઘના ગુણોને આધારે રહેલી છે. સંઘટના અને ગુણોના સંબંધની બાબતમાં ત્રણ વિકલ્પો શક્ય છે. (૧) સંઘટના અને ગુણોએ બન્ને એક જ છે. (૨) ગુણો સંઘટનાને આધારે રહે છે. (૩) સંઘટના ગુણો ઉપર અવલંબિત છે. આનંદવર્ધનને ત્રીજો વિકલ્પ સ્વીકાર્ય છે.
સંઘટનાને ગુણ સ્વરૂપ માનીએ અથવા ગુણથી ભિન્ન માનીએ તો પણ રસ વ્યંજકતાની બાબતમાં કોઈક નિયમ હોવો જોઈએ. આનંદવર્ધન નોંધે છે કે વકતા અને વાચ્યગત ઔચિત્ય, સંઘટનાનું નિયામક તત્ત્વ છે. કાવ્યમાં વક્તા તરીકે કવિ પોતે હોય અથવા કવિએ નિરૂપેલું કોઈ પાત્ર હોય. કવિએ નિરૂપેલું પાત્ર રસ અને ભાવથી યુક્ત હોય અથવા વિરક્ત પણ હોય. રસ પણ કથાનાયકને આશ્રયે હોય અથવા તેના વિપક્ષને આશ્રયે હોય. વાચ્યાર્થ પણ ધ્વનિરૂપી રસનો અંગભૂત હોય અથવા રસાભાસનો અંગભૂત હોય. વળી તે રૂપક વગેરે અભિનેયાર્થનો હોય અથવા મહાકાવ્ય વગેરે અનભિનેયાર્થના હોય. આમાં કવિ અથવા તેનું પાત્ર રસ, ભાવ વગરનાં હોય તો રચનાની બાબતમાં કોઈ નિયમ નથી. કવિ પોતાની ઈચ્છા મુજબ સંઘના રાખી શકે છે. પણ જો કવિ કે તેનું પાત્ર રસ, ભાવથી યુક્ત હોય અને રસ જો પ્રધાનપાત્રમાં રહેલો હોય તથા ધ્વનિકાવ્યમાં આત્મા તરીકે ઉપસ્થિત હોય ત્યારે ત્યાં સંઘટના, ચોક્કસ સમાસ વગરની અથવા મધ્યમસમાસવાળી રાખવી. જો કે કરુણ અને વિપ્રલંભશૃંગાર રસમાં તો સંઘટના સમાસ વગરની જ હોવી જરૂરી છે. કારણકે રસ જ્યારે પ્રધાન તત્ત્વ તરીકે નિરૂપિત કરવાનો હોય ત્યારે તેની પ્રતીતિમાં વિઘ્ન ઊભું કરનારાં તત્ત્વોનો પરિહાર થવો જરૂરી છે. દીર્ઘસમાસવાળી સંઘટના, ક્યારેક રસપ્રતીતિમાં વ્યવધાન ઊભું કરે છે. કવિએ, તેથી દીર્ઘસમાસવાળી સંઘટના ન કરવી જોઈએ. આ બાબત નાટક વગેરે રૂપકોને વધુ લાગુ પડે છે. કરુણ અને વિપ્રલંભ
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના શૃંગારના સંદર્ભમાં તો લાંબા સમાસોવાળી સંઘટના ત્યજવી જોઈએ. એ બે રસ બહુ કોમળ છે. શબ્દ અને અર્થમાં રહેલી આછી અસ્વચ્છતા પણ રસપ્રતીતિને મંદ બનાવે છે.
રૌદ્ર વગેરે રસોમાં મધ્યમ સમાસવાળી સંઘટના ચાલી શકે. જો નાયક ધીરોદાત્ત હોય તો લાંબા સમાસો વાળી રચના ચાલે. બધી સંઘટનાઓમાં પ્રસાદ ગુણ હોવો જોઈએ. કારણકે તે બધાજ રસો અને બધી જ સંઘટનાઓમાં સર્વસાધારણ મનાયો છે. પ્રસાદ ગુણ ન હોય તો સમાસ વગરની સંઘટના પણ કરુણ અને વિપ્રલંભ રસોને વ્યંજિત કરતી નથી. પ્રસાદ ગુણ હોય તો મધ્યમ સમાસવાળી સંઘટના પણ રસોને વ્યંજિત કરી શકે છે. આમ બધે પ્રસાદ ગુણ હોવો જરૂરી છે.
ભામહ, ગુણ અને વૈદર્ભ તથા ગૌડ માર્ગો વિષે સંક્ષિપ્ત ચર્ચા કરી છે તેમાં પણ આવું જ તાત્પર્ય રહેલું છે. - રસોની અભિવ્યક્તિનો સીધો સંબંધ આનંદવર્ધન સંઘના સાથે નહીં પણ ગુણ સાથે જોડે છે. અને ફરી આ રીતે સંઘના ગુણો ઉપર અવલંબીને જ રસોને વ્યંજિત કરી શકે છે એવા પોતાના મતનું આડક્તરી રીતે સમર્થન કરે છે.
આ ઉપરાંત વર્ણવિષય અને કાવ્યપ્રકારના અનુસંધાનમાં પણ સંઘટનાનું રસની અભિવ્યક્તિને વિષે વૈવિધ્ય વિચારાયું છે. આનંદવર્ધન નોંધે છે કે “વિષયગત ઔચિત્ય પણ તેનું નિયંત્રણ કરે છે. કાવ્યના ભેદોપભેદોના અનુસંધાનમાં પણ સંઘના ભિન્ન ભિન્ન પ્રકારે પ્રાપ્ત થાય છે” એમ વિષયાશ્રયમથન્ય--- ઈ. ૩/૭ માં જણાવેલ છે.
વક્તા અને વાચ્યના સંદર્ભના ઔચિત્ય ઉપરાંત વિષયગત ઔચિત્ય પણ સંઘટનાનું નિયામક બને છે. રસગત ઔચિત્યને જ અનુસરીને સંઘના પ્રયુક્ત થતી જણાય છે. ક્યારેક વિષયની અપેક્ષાએ તેમાં વૈવિધ્ય સંભવી શકે છે.
આનંદવર્ધન નોંધે છે કે પોતે જે ધ્વનિરૂપી કાવ્યતત્ત્વ સ્પષ્ટ રીતે પ્રકાશિત કર્યું તે અસ્કુટ રીતે જણાયું હતું. તેથી જેમને ધ્વનિનું સ્પષ્ટ દર્શન નહોતું થયું એવા આચાર્યો એ કાવ્યતત્ત્વને સમજાવવા માટે રીતિ વગેરે તત્ત્વો પ્રવર્તિત ક્ય. ધ્વનિતત્ત્વના પ્રવર્તક દ્વારા જેનો નિર્ણય કરવામાં આવ્યો છે એ કાવ્યતત્ત્વને પૂરેપૂરું ન ઓળખી શક્તારાઓ એ વૈદર્ભી, ગૌડી પાંચાલી રીતિઓ પ્રવર્તિત કરી. ધ્વનિતત્ત્વનો ખ્યાલ આવતાં રીતિનું મહત્ત્વ રહેતું નથી. આમ આનંદવર્ધન સંઘટનાથી સહેજ ભિન્ન એવા રીતિ તત્ત્વનો નિર્દેશ કરી, ત્રણ રીતિઓ ગણાવીને તેમનો ત્યાગ કરવાનું સૂચવે છે. રીતિ તત્ત્વ, ગુણ અને રસના સંદર્ભમાં વિચારેલી સંઘટના દ્વારા જ ગતાર્થ થતું જણાય છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
વિન્યાલોક એજ રીતે, આ ધ્વનિ તત્ત્વનો ખ્યાલ આવતાં ઉપનાગરિકા વગેરે શબ્દગત વૃત્તિઓ અને શિકી વગેરે અર્થગત વૃત્તિઓ પણ બધીજ રીતિની માફક રસરૂપી તાત્પર્યવાળી સિદ્ધ થાય છે. રસરૂપી હેતુના સંદર્ભમાં જ વૃત્તિઓ અને રીતિઓ સાર્થક લેખી શકાય. આ બાબત આ કારિકામાં કહી છે ; શ્વેતસ્વાશ્રયા: શ્ચિદ્-- - ઈ.” (ધ્વ. ૩/૪૮.) આ અભિનવગુપ્ત નોધે છે કે નાગરિકવૃતિ શૃંગાર વગેરેમાં વિશ્રામ પામે છે. પરુષાવૃત્તિ રોદ્ર વગેરે દસ રસોમાં અને કોમલા વૃત્તિ હાસ્ય વગેરેમાં જોડાય છે. આનંદવર્ધન પણ પોતાના રસધ્વનિ સિદ્ધાન્તમાં સંઘટના, રીતિ, વૃત્તિ વગેરેને રસનાં વ્યંજક તત્ત્વો તરીકે સાંકળી લે છે.
રસ • ભરતમુનિએ ‘નાટ્યશાસ્ત્ર' માં નાટ્યના સંદર્ભમાં રસની ચર્ચા કરી છે. વિશ્વનાથે “સાહિત્યદર્પણ'માં ‘રસ' ને કાવ્યનાં બધાં સ્વરૂપોના સંદર્ભમાં વિચારી તેને કાવ્યનો આત્મા કહેલ છે અને વાર્યા રસાત્મ વ્યિમ્ ! એમ કાવ્યલક્ષણ આપ્યું છે.
આનંદવર્ધને “સમાવવામાન.... ઈ. ૨/૩” માં રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ વગેરે ગણાવ્યાં. એ કારિકા પરની આ પુસ્તકમાં આપેલ અભ્યાસ નોંધ (પૃ. ૨૬૫ થી ૨૭૦) માં એમને વિસ્તારથી સમજાવેલ છે. ભારતના રસસૂત્ર (ના-શા.અ.૬) ને, તેમાં આવતા ખાસ શબ્દોને તથા લોલ્લટ વગેરેનાં અર્થઘટનોને સમજાવેલ છે. અસંલક્ષ્યક્રમ વ્યંગ્યની ચર્ચા દરમ્યાન રસાદિ ધ્વનિને આનંદવર્ધને સમજાવ્યો છે તથા વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ કરતાં તેને ચઢિયાતો કહ્યો છે. કાવ્યમાં રસાદિ પ્રધાનપણે વ્યંજિત હોય તો તે ઉત્તમ કાવ્ય છે યાને તે રસાદિધ્વનિ કાવ્ય છે. રસાદિ જ્યારે ગૌણ હોય તો તે કાવ્ય 'ગુણીભૂત વ્યંગ્ય’ યાને મધ્યમ કાવ્ય છે. અને વ્યંગ્યાર્થ વિનાનું કાવ્ય અધમ કાવ્ય, ચિત્ર કાવ્ય છે.
અભિનવગુપ્તના સાધારણીકરણ મત મુજબ રસની નિષ્પત્તિ વ્યંજના દ્વારા જ થાય છે. આમ રસસંપ્રદાયને ધ્વનિસિદ્ધાંતમાં સમાવેલ છે.
કાવ્યદોષનું નિરૂપણ - દોષની બાબતમાં ભામથી માંડીને આનંદવર્ધન અને તેમના અનુગામીઓમાં એક રીતે એકમતી જોવા મળે છે અને તે એ કે કાવ્યમાં ‘દોષ’ રહેવો જોઈએ નહીં. આનંદવર્ધન “રસધ્વનિ' ના સંદર્ભમાં દોષના નિત્યત્વઅનિત્યત્વનો વિચાર સૂચવે છે. જે તેમના અનુગામીઓમાં સર્વસ્વીકૃત બને છે.'
જેમ ગુણ, અલંકાર વગેરે રસધ્વનિરૂપી કાવ્યાત્માના સંદર્ભમાં ઘટાવવામાં આવ્યાં તેવી જ રીતે દોષ વિચાર પણ એજ સંદર્ભમાં પ્રવર્તિત કરાયો.
૧. ડો. તપસ્વી નાની – ભારતીય સાહિત્યશાસ્ત્રની વિચાર પરંપરાઓ – ૧ – ૧૧.
Page #71
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૬૯
રસનિષ્પત્તિમાં વિઘ્ન કરે તે દોષ એવો ખ્યાલ આથી રૂઢ થયો જે તેમના અનુગામીઓ એ પણ સ્વીકાર્યો. આનંદવર્ધને ધ્વનિના સંદર્ભમાં દોષોના નિત્યત્વ અને અનિત્યત્વનો ખ્યાલ સ્પષ્ટ કર્યો. જે કાવ્યદોષો સદાય ધ્વનિ કાવ્યના આત્મા એવા રસમાં વિઘ્ન હોય તે નિત્ય દોષો કહેવાયા. જેમકે શ્રુતિદુષ્ટ વગેરે અને જે અમુક રસના સંદર્ભમાં જ વિઘ્નરૂપ હોય અને અન્યત્ર તેવા ન જણાયા હોય તેને અનિત્ય દોષો કહ્યા, જેમકે શ્રુતિકષ્ટ. એ દોષ શૃંગાર કે કરુણના સંદર્ભમાં દોષરૂપ જણાતો નથી.
આનંદવર્ધને સ્થાપેલો ધ્વનિ સિદ્ધાંત, અભિનવગુપ્તની વિદ્વત્તાપૂર્ણ ‘લોચન’ ટીકાથી સુદઢ બન્યો છે.
મમ્મા, હેમચંદ્ર, વિશ્વનાથ, જગન્નાથ વગેરે બધા ધ્વનિસમર્થક આચાર્યો રીતિ, વૃત્તિ વગેરે તત્ત્વોને રસના વ્યાપક તત્ત્વ તરીકે જ સ્વીકારે છે. ગુણ અને અલંકારો વચ્ચે એ જ રીતે અનુક્રમે રસરૂપી આત્માના ધર્મો અને શબ્દાર્થરૂપી શરીરના ધર્મો તરીકે તેઓ વિવેક તારવે છે. કાવ્યસૌંદર્યના રૂપમાં કે કાવ્યસૌન્દર્યનાં આધાયક તત્ત્વોના સ્વરૂપમાં પ્રયુક્ત થઈ અને રસરૂપી આત્મતત્ત્વના સંદર્ભમાં વ્યંજકો તરીકે ગુણ, અલંકાર, રીતિ, વૃત્તિ વગેરેની વ્યવસ્થા આનંદવર્ધનના ગ્રંથમાં બહુ જ દૃઢ થતી જોવા મળે છે.
જો કે કુન્તક, ભોજ, મહિમભટ્ટ, મુફુલ ભટ્ટ વગેરેના ગ્રંથોમાં આનંદવર્ધનની વ્યવસ્થાનો સાંગોપાંગ સ્વીકાર થયેલો જણાતો નથી.
વૃત્તિ તત્ત્વના સંદર્ભમાં એક વીગત નોધવી જોઈએ કે કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યના સંદર્ભમાં શબ્દગત વૃત્તિઓનો વિચાર કર્યો હતો, જ્યારે નાટ્યશાસ્ત્રીઓએ નાટ્યના સંદર્ભમાં શિકી વગેરે અર્થગત વૃત્તિઓનો વિચાર કર્યો હતો. આ બન્નેને આનંદવર્ધન રસના વ્યંજક તત્ત્વ તરીકે સાંકળી લે છે. આનંદવર્ધનનો આ રસધ્વનિ- વ્યંજના સિદ્ધાંત વ્યાપક રીતે તેમના સમય સુધી વિચારાયેલાં સઘળાં કાવ્યતત્ત્વોનો સમુચિત વિનિયોગ સૂચવીને એક સંપૂર્ણ અને ચેતનવંતી વ્યવસ્થા આપે છે.
ડૉ. જી. ટી. દેશપાંડેના શબ્દોમાં જોઈએ તો ‘‘આનંદવર્ધનની પહેલાં ઉત્પન્ન થયેલી બધી વિચારધારાઓ આ ઉપપત્તિમાં (ધ્વનિમાં) વિલીન થઈ ગઈ. ભામહની વક્રોક્તિ, ઠંડીના કાવ્યશોભાકર ધર્મ, રુદ્રટની વૃત્તિ, સંક્ષેપતઃ પૂર્વકાળનાં બધાં કાવ્ય પ્રસ્થાનો પર વિચાર કરતાં આનંદવર્ધને પોતાની ઉપપત્તિમાં તેમની અવિરોધથી વ્યવસ્થા કરી.’
,,,
૧. ડૉ. ગ. વ્ય. દેશપાંડે - મારતીય સાહિત્યશાસ્ત્ર (હિન્દી) પૃ. ૧૧
Page #72
--------------------------------------------------------------------------
________________
७०
ધ્વન્યાલોક ડો. એસ. કે. ડે મુજબ, “ધ્વન્યાલોકની નજરમાં, પોતે જાહેર કરેલાં બે લક્ષ્ય હતાં: (૧) ધ્વનિ સિદ્ધાંતની સ્થાપના અને પુરોગામી કે સમસમી સાહિત્યસંપ્રદાયોમાં તેનો સમાવેશ થતો નથી એનું નિર્દેશન કરવું. (૨) રસ, અલંકાર, રીતિ, ગુણ અને દોષના પ્રચલિત વિચારોનું પરીક્ષણ કરી ધ્વનિના વિચાર સાથે તેમનો પારસ્પરિક સંબંધ વિચારી લેવો અને આમ કાવ્યશાસ્ત્રનો પૂરો અને વ્યવસ્થિત સિદ્ધાંત વિકસાવવો.'
- તિ શ્રી -
9. Dr. S. K. De - "Hist - of Sanskrit Poetics." P-145.
Page #73
--------------------------------------------------------------------------
________________
अथ श्रीमदानन्दवर्धनाचार्यप्रणीतो
ध्वन्यालोकः
Page #74
--------------------------------------------------------------------------
________________
अथ श्रीमदानन्दवर्धनाचार्यप्रणीतो ध्वन्यालोकः
प्रथम उद्योतः स्वेच्छाकेसरिणः स्वच्छस्वच्छायायासितेन्दवः । त्रायन्तां वो मधुरिपोः प्रपन्नार्तिच्छिदो नखाः ।।
काव्यस्यात्मा ध्वनिरिति बुधैर्यः समाम्नातपूर्वस्तस्याभावं जगदुरपरे भाक्तमाहुस्तमन्ये । केचिद् वाचां स्थितमविषये तत्त्वमूचुस्तदीयं तेन ब्रूमः सहृदयमनःप्रीतये तत्स्वरूपम् ॥१॥
१.१ बुधैः काव्यतत्त्वविद्भिः, काव्यस्यात्मा ध्वनिरिति संज्ञितः, परम्परया यः समाम्नातपूर्वः सम्यक् आसमन्ताद् म्नातः प्रकटितः, तस्य सहृदयजनमनः प्रकाशमानस्याप्यभावमन्ये जगदुः। · तदभाववादिनां चामी विकल्पाः सम्भवन्ति ।
१.२ तत्र केचिदाचक्षीरन् शब्दार्थशरीरं तावत् काव्यम् । तत्र शब्दगताश्चारुत्वहेतवोऽनुप्रासादयः प्रसिद्धा एव । अर्थगताश्चोपमादयः । वर्णसङ्घटनाधर्माश्च ये माधुर्यादयस्तेऽपि प्रतीयन्ते । तदनतिरिक्तवृत्तयो वृत्तयोऽपि याः कैश्चिदुपनागरिकाद्याः प्रकाशिताः ता अपि गताः श्रवणगोचरम् । रीतयश्च वैदर्भीप्रभृतयः । तद्व्यतिरिक्तः कोऽयं ध्वनिर्नामेति ?
१.३ अन्ये ब्रूयुः नास्त्येव ध्वनिः, प्रसिद्धप्रस्थानव्यतिरेकिणः काव्यप्रकारस्य काव्यत्वहानेः । सहृदयहृदयाह्लादि शब्दार्थमयत्वमेव काव्यलक्षणम् । न चोक्तप्रस्थानातिरेकिणो मार्गस्य तत् सम्भवति । न च तत्समयान्तःपातिनः सहृदयान् कांश्चित् परिकल्प्य तत् प्रसिद्धया ध्वनौ काव्यव्यपदेशः प्रवर्तितोऽपि सकलविद्वन्मनोग्राहितामवलम्बते ।
१. तदनतिरिक्तवृत्तयोऽपि नि०। २. परिकल्पित नि।
Page #75
--------------------------------------------------------------------------
________________
અથ શ્રીમદાનન્દવર્ધનાચાર્યપ્રણીત
વન્યાલોક પ્રથમ ઉદ્યોત
પોતાની ઇચ્છાથી સિંહનું (નૃસિંહ)નું રૂપ ધારણ કરનાર, મધુ નામના રાક્ષસને મારનાર (વિષ્ણ)ના, પોતાની નિર્મળ કાન્તિથી ચંદ્રને ખિન્ન કરનાર તથા શરણાગતોનાં દુઃખ છેઠવામાં સમર્થ એવા નખ તમારું રક્ષણ કરો.'
કારિકા-૧ વિદ્વાનો પહેલેથી જ એ વ્યાખ્યા કરતા આવ્યા છે કે કાવ્યનો આત્મા ધ્વનિ છે. કેટલાક લોકોએ એ (ધ્વનિ)નો સર્વથા અભાવ બતાવ્યો છે. બીજા લોકો તેને ભાત ( લક્ષણાગમ્ય) કહે છે. કેટલાક લોકો તેના તત્ત્વને વાણીનો અવિષય (અર્થાત અવર્ણનીય, અનિવર્ચનીય) બતાવે છે. તેથી (આ રીતે જુદાજુદા મત હોવાથી) સહૃદયના મનની તુષ્ટિ થાય તે ઉદ્દેશ્યથી અમે એ (ધ્વનિ)ના સ્વરૂપનું નિરૂપણ કરીએ છીએ.
વૃત્તિ ૧.૧ વિદ્વાનોએ એટલે કે કાવ્યતત્ત્વને જાણનારાઓ વડે કાવ્યનો આત્મા ધ્વનિ છે એમ કહ્યું છે. પરંપરાથી જે. (ધ્વનિ) ઊતરી આવ્યો છે એટલે કે સમજાવાયો છે તેનો, સહૃદય જનના મનમાં પ્રકાશિત હોવા છતાં પણ (તેનો) અભાવ અન્ય લોકો કહે છે.
તે અભાવવાદીઓના આ વિકલ્પો સંભવે છે.
૧.૨ તેમાં કેટલાકે કહ્યું છે-“શબ્દ અને અર્થરૂપી શરીરવાળું કાવ્ય છે. તેમાં શબ્દગત ચારુત્વના કારણરૂપ અનુપ્રાસ આદિ પ્રસિદ્ધ જ છે. અર્ધગતના ઉપમા આદિ. વર્ણસંઘટનાના ધર્મો જે માધુર્ય વગેરે છે તે પણ દેખાય છે. તેનાથી અભિન્ન જે ઉપનાગરિકા આદિ વૃત્તિઓ કોઈએ જણાવેલી છે તે પણ સાંભળવામાં આવી છે. રીતિઓ પણ વૈદર્ભી વગેરે છે. તેનાથી જુદો આ ધ્વનિ નામે પ્રકાર વળી શું છે ?
૧.૩ બીજા કદાચ એમ કહે કે ધ્વનિ નથી જ. પ્રસિદ્ધ પ્રસ્થાન (સિદ્ધાન્તો)થી વિરુદ્ધ જનારા કાવ્યપ્રકારમાં કાવ્યત્વ જ ન રહે માટે. સદયના હૃદયને આહ્લાદ આપે એવા શબ્દ અને અર્થવાળું હોય તે જ કાવ્ય (એવું તેનું) લક્ષણ છે. અને તે ઉક્ત સિદ્ધાન્તોથી જુદા પડતા સિદ્ધાન્તમાં સંભવતું નથી. (ધ્વનિ) સિદ્ધાન્તમાં માનનારા કેટલાકને સહૃદયો ધારી લેવામાં આવે અને તેમની
ખ્યાતિને લીધે ધ્વનિને કાવ્યનામ અપાયું હોય તો પણ તે (ધ્વનિ) બધા વિદ્વાનોનાં મન ગ્રહી શકતો નથી.
Page #76
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
१. ४ पुनरपरे तस्याभावमन्यथा कथयेयुः । न सम्भवत्येव ध्वनिर्नामापूर्वः कश्चित् । कामनीयकमनतिवर्तमानस्य तस्योक्तेष्वेव चारुत्वहेतुष्वन्तर्भावात् । तेषामन्यतमस्यैव वा अपूर्वसमाख्यामात्रकरणे' यत्किंचन कथनं स्यात् ।
किं च, वाग्विकल्पानामानन्त्यात् सम्भवत्यपि वा कस्मिंश्चित् काव्यलक्षणविधायिभिः प्रसिद्धैरप्रदर्शिते प्रकारलेशे ध्वनिर्ध्वनिरिति यदेतदलीकसहृदयत्वभावनामुकुलितलोचनैर्नृत्यते, तत्र हेतुं न विद्मः । सहस्रशो हि महात्मभिरन्यैरलङ्कारप्रकाराः प्रकाशिताः प्रकाश्यन्ते च । न च तेषामेषा दशा श्रूयते । तस्मात् प्रवादमात्रं ध्वनिः। न त्वस्य क्षोदक्षमं तत्त्वं किञ्चिदपि प्रकाशयितुं शक्यम् । तथा चान्येन कृत एवात्र श्लोकः
यस्मिन्नस्ति न वस्तु किञ्चन मनःप्रह्लादि सालङ्कृति व्युत्पन्नै रचितं न चैव वचनैर्वक्रोक्तिशून्यं च यत् । काव्यं तद् ध्वनिना समन्वितमिति प्रीत्या प्रशंसन् जडो नो विमोऽभिदधाति किं सुमतिना पृष्टः स्वरूपं ध्वनेः ॥
७४
१.५ भाक्तमाहुस्तमन्ये । अन्ये तं ध्वनिसंज्ञितं काव्यात्मानं गुणवृत्तिरित्याहुः । यद्यपि च ध्वनिशब्दसङ्कीर्तनेन काव्यलक्षणविधायिभिर्गुणवृत्तिरन्यो वा न कश्चित् प्रकारः प्रकाशितः, तथापि अमुख्यवृत्त्या काव्येषु व्यवहारं दर्शयता ध्वनिमार्गो मनाक् स्पृष्टोऽपि न लक्षित इति परिकल्प्यैवमुक्तम्, भाक्तमाहुस्तमन्ये इति ।
१.६ केचित् पुनर्लक्षणकरणशालीनबुद्धयो ध्वनेस्तत्त्वं गिरामगोचरं सहृदयहृदयसंवेद्यमेव समाख्यातवन्तः । तेनैवंविधासु विमतिषु स्थितासु सहृदयमनःप्रीतये तत्स्वरूपं ब्रूमः ।
तस्य हि ध्वनेः स्वरूपं सकलसत्कविकाव्योपनिषद्भूतम्, अतिरमणीयम्, “अणीयसीभिरपि चिरन्तनकाव्यलक्षणविधायिनां बुद्धिभिरनुन्मीलितपूर्वम् । अथ च रामायणमहाभारतप्रभृतिनि लक्ष्ये सर्वत्र प्रसिद्धव्यवहारं लक्षयतां सहृदयानाम् आनन्दो मनसि लभतां प्रतिष्ठामिति प्रकाश्यते || १ ||
'तत्र ध्वनेरेव लक्षयितुमारब्धस्य भूमिकां रचयितुमिदमुच्यते"योऽर्थः सहृदयश्लाघ्यः काव्यात्मेति व्यवस्थितः । वाच्यप्रतीयमानाख्यौ तस्य भेदावुभौ स्मृतौ ||२||
१. प्रकरणे नि० । २. तदलीक नि० दी ० ।
४. मनाक् स्पृष्टो लक्ष्यते नि० । स्पृष्ट इति दी ० । ६. तत्र पुनर्ध्वनेः नि० ।
१३. गुणवृत्त्या नि० ।
५. अणीयसीभिश्चिरन्तन नि० दी० ।
७. अर्थ..... काव्यात्मा यो नि० ।
Page #77
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ઉઘોતઃ ૧, ૨
૧.૪ બીજાઓ વળી તેનો અભાવ બીજી રીતે કહેશે. ધ્વનિ કોઈ અપૂર્વ વસ્તુ હોય એ તો સંભવતું જ નથી. કેમકે રમણીયતાનું અતિક્રમણ નથી કરતો એવા તેનો, ગણાવેલા ચારુત્વ હેતુઓમાં જ સમાવેશ થઈ જાય છે. તેમાંના અમુકને જ અપૂર્વ એવું (નવું) નામ આપીએ તો (ભાગ્યે જ) કંઈ (નવું) કહ્યું કહેવાય. વળી વાણીના વૈચિત્ર્યના (= કથન શૈલીના) અનંત પ્રકાર હોવાથી પ્રસિદ્ધ કાવ્યલક્ષણકારો દ્વારા અપ્રદર્શિત કોઈ નજીવો પ્રકાર સંભવિત પણ હોય તો પણ ધ્વનિ', 'ધ્વનિ કહી ખોટા સહૃદયત્વની ભાવનાથી આંખો મીંચીને જે નર્તન કરાય છે તેનું કારણ અમે સમજતા નથી. બીજા મહાત્માઓ વડે (આચાર્યો વડે) અલંકારોના હજારો પ્રકારો પ્રકાશિત કરાયા છે અને પ્રકાશિત કરે છે. તેમની આ દશા સાંભળી નથી. માટે ધ્વનિ તો પ્રવાદમાત્ર છે. તેમજ એનું તપાસી શકાય એવું (બારીક) તત્ત્વ જરાક પણ બતાવી શકાય એમ નથી. આ આશયનો અન્ય (કવિ)નો આ શ્લોક પણ છે
જેમાં અલંકારથી યુક્ત મનને પ્રસન્ન કરનારી કોઈ વસ્તુ નથી, જે વિદ્વત્તાભય વચનો દ્વારા રચાઈ ગઈ નથી અને જેમાં વક્રોક્તિ નથી. જડ લોકો તે કાવ્યની પ્રેમથી ધ્વનિયુક્ત કહીને, પ્રશંસા કરે છે. જો કોઈ પુણ્યાત્મા (સમજુ, બુદ્ધિશાળી) તેને . તેનું સ્વરૂપ પૂછે તો શું કહેશે તે અમે જાણતા નથી.”
૧.૫ બીજા કેટલાક તેને ‘ભાત’ કહે છે. બીજા તે ધ્વનિ નામના કાવ્યના આત્માને ગુણવૃત્તિ ( લક્ષણા) કહે છે. જો કે કાવ્યના લક્ષણકારો એ ધ્વનિ શબ્દનો ઉલ્લેખ કરીને ગુણવૃત્તિ કે એવો બીજો પ્રકાર પ્રકાશિત કર્યો નથી તેમ છતાં અમુખ્ય વૃત્તિથી ( ગૌણવૃત્તિથી) કાવ્યમાં વ્યવહાર થાય છે એમ બતાવનારે ધ્વનિમાર્ગને જરાક સ્પર્શ કર્યો છે પણ તેનું લક્ષણ ક્યું નથી એવી કલ્પના કરીને (કારિકામાં) મામડુિતમને (=બીજા કેટલાક તેને ‘ભાત’ કહે છે) એમ કહ્યું છે.
૧.૬ કેટલાક વળી, લક્ષણ બાંધવામાં અપ્રગર્ભ બુદ્ધિવાળાએ, ધ્વનિના તત્ત્વને, વાણીને અગોચર, માત્ર સહૃદયનાં હૃદયથી જણાય તેવું છે એમ કહ્યું છે. તેથી આવા મતભેદ હોવાને કારણે સદયના મનની પ્રીતિને અર્થે, અમે તેનું સ્વરૂપ કહીએ છીએ.
તે ધ્વનિનું સ્વરૂપ બધા સત્કવિઓનાં કાવ્યોનું પરમ સારરૂપ, અત્યંત સુંદર, પ્રાચીન કાવ્ય લક્ષણકારોની સૂક્ષ્મતર બુદ્ધિથી પણ પ્રકાશિત થયેલું નથી. તેમજ રામાયણ, મહાભારત આદિ લક્ષ્યગ્રંથોમાં- કાવ્યોમાં સર્વત્ર તેના પ્રસિદ્ધ વ્યવહારને લક્ષિત કરનાર સહૃદયોનાં મનમાં આનંદ આપે તેવો ધ્વનિ) પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે, માટે પ્રકાશાય છે.
કારિકા-૨ અને વૃત્તિ - તેમાં જેની વ્યાખ્યા આપવાનું શરૂ કર્યું છે તે ધ્વનિની ભૂમિકા રચવા આમ કહે છે.
“સદ્ધયો દ્વારા પ્રશસિત જે અર્થ કાવ્યના આત્માના રૂપમાં પ્રતિષ્ઠિત છે તેના વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદ કહેલા છે.”
Page #78
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
काव्यस्य हि ललितोचितसन्निवेशचारुणः शरीरस्येवात्मा साररूपतया स्थितः सहृदयश्लाघ्यो योऽर्थः, तस्य वाच्यः प्रतीयमानश्चेति द्वौ भेदौ ॥२॥ तत्र वाच्यः प्रसिद्धो यः प्रकारैरुपमादिभिः । बहुधा व्याकृतः सोऽन्यैः,
७६
'काव्यलक्ष्मविधायिभिः ।
ततो नेह प्रतन्यते ॥ ३॥ केवलमनूद्यते पुनर्यथोपयोगम् ||३||
प्रतीयमानं पुनरन्यदेव वस्त्वस्ति वाणीषु महाकवीनाम् । यत् तत् प्रसिद्धावयवातिरिक्तं विभाति लावण्यमिवाङ्गनासु ॥४॥
४.१ प्रतीयमानं पुनरन्यदेव वाच्यात् वस्त्वस्ति वाणीषु महाकवीनाम् । यत् तत् 'सहृदयसुप्रसिद्धं प्रसिद्धेभ्योऽलङ्कृतेभ्यः प्रतीतेभ्यो वावयवेभ्यो व्यतिरिक्तत्वेन प्रकाशते लावण्यमिवाङ्गनासु । यथा ह्यङ्गनासु लावण्यं पृथङ् निर्वर्ण्यमानं निखिलावयवव्यतिरेकि किमप्यन्यदेव सहृदयलोचनामृतं तत्त्वान्तरं तद्वदेव सोऽर्थः ।
४.२ स ह्यर्थो वाच्यसामर्थ्याक्षिप्तं वस्तुमात्रम्, अलङ्काररसादयश्चेत्यनेकप्रभेदप्रभिन्नो दर्शयिष्यते । सर्वेषु च तेषु प्रकारेषु तस्य वाच्यादन्यत्वम् । तथा हि, आद्यस्तावत् प्रभेदो वाच्याद् दूरं विभेदवान् । स हि कदाचिद् वाच्ये विधिरूपे प्रतिषेधरूपः । यथा
४.३
भम धम्मिअ बीसत्थो सो सुनओ अज्ज मारिओ देण । गोलाइ कच्छकुडंगवासिणा दरिअ सीहेण || धार्मिक 'विस्रब्धः स शुनकोऽद्य मारितस्तेन । “गोदानदीकच्छकुञ्जवासिना दृप्तसिंहेन । इति च्छाया) ४.४ क्वचिद् वाच्ये प्रतिषेधरूपे विधिरूपो यथा
( भ्रम
अत्ता एत्थ णिमज्जइ एत्थ अहं दिअसअं पलोएहि । मा पहिअ रत्ति अन्धअ सेज्जाए मह णिमज्जहिसि ॥
( श्वश्रूत्र निमज्जति अत्राहं दिवसकं प्रलोकय ।
मा पथिक रात्र्यन्धक शय्यायां मम निमंक्ष्यसि ॥ इति च्छाया)
१. नि० ही०मां 'काव्यलक्ष्मविधायिभिः' ने रामने 'ततो नेह प्रतन्यते' ने वृत्ति गरोस छे. लोयन
પ્રમાણેનો આચાર્ય વિશ્વેશ્વરનો પાઠ સ્વીકારેલ છે.
४. विश्रब्धः नि० ।
२. सहृदयहृदयसुप्रसिद्धम् नि०, दी० । ५. गोदावरीनदीकूललतागहनवासिना लो० । ६. आवयोर्मांक्षीः नि०, दी० । 'गाथासप्तशती' 'गाथा सप्तशती' मां नीचे मुभम कुद्दो पाठ छे. एत्थ निमज्जइ अत्ता एत्थ अहं परिअणो सअलो। पन्थिय रत्तीअन्धअ मा मह सअणे निमज्जहिसि ॥ छाया - अत्र निमज्जति श्वश्रूरवाहमत्र परिजनः सकलः । पथिक रात्र्यन्धक मा मम शयने निमंक्ष्यसि ॥
गाथासप्तशती ७, ६७
३. अलङ्कारा रसादयश्च नि० ।
Page #79
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ઉદ્યોતઃ ૨,૩,૪
શરીરમાં આત્માની જેમ, સુંદર, ઉચિત ગોઠવણીથી રમણીય કાવ્યના સારરૂપે સ્થિત, સદ્ધયોની શ્લાઘા- પ્રશંસા-પામેલો જે અર્થ છે તેના વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદો છે.
કારિકા-૩ “તેમાં જે વાચ્ય અર્થ પ્રસિદ્ધ છે. બીજા (ઉદ્દભ, વગેરે) આચાર્યોએ ઉપમા વગેરે ભેદો દ્વારા બહુ પ્રકારે તેની વ્યાખ્યા કરી દીધી છે.”
વૃત્તિ-(બીજા આચાર્યોએ પહેલાં થઈ ગયેલા) કાવ્યનું લક્ષણ કરનારાઓ એ. કારિકા-તેથી અહીં તેનો વિસ્તાર કરાયો નથી. વૃત્તિ-કેવળ જરૂર પ્રમાણે તેનો અનુવાદ માત્ર (અમારા વડે) કરાશે.
કારિકા-૪ ‘‘પણ પ્રતીયમાન અર્થ, મહાકવિઓની વાણીમાં રહેલી, પ્રસિદ્ધ અવયવોથી ભિન્ન, નારીના દેહમાં વિલસતા લાવણ્ય જેવી કાંઈક જુદી જ વસ્તુ છે.”
વૃત્તિ-૪.૧-મહાકવિઓની વાણીમાં વાચ્યાર્થથી ભિન્ન પ્રતીયમાન કાંઈક જુદી જ વસ્તુ છે જે પ્રસિદ્ધ અલંકારો અથવા પ્રતીત થનારા અવયવોથી ભિન્ન, સદ્ધયના હૃદયમાં પ્રસિદ્ધ અંગનાઓના-સ્ત્રીઓના-લાવણ્યની જેમ (અલગ જ) પ્રકાશિત થાય છે. જેમ સુંદરીઓનું સૌન્દર્ય પૃથફ દેખાતાં બધાં અવયવોથી ભિન્ન સદ્દયનાં નેત્રોને માટે અમૃતતુલ્ય કંઈક જુદું જ તત્ત્વ છે, તેવી રીતે તે (પ્રતીયમાન) અર્થ છે.
૪.૨ તે અર્થ વાચ્યના સામર્થ્યથી સૂચવાતાં વસ્તુમાત્રવાળો, અલંકારવાળો, રસાદિવાળો વગેરે અનેક પ્રભેટવાળો (આગળ) (આ ગ્રંથમાં) દર્શાવવામાં આવશે. એ બધા પ્રકારોમાં એ વાચ્યથી ભિન્ન જ છે. - ૪.૩ જેમ કે એમાંનો પહેલો ભેદ વસ્તુધ્વનિ તો વાચ્યથી બિલકુલ ભિન્ન હોય છે. કારણ કોઈવાર વાચ્ય વિધિરૂપ (positive) હોય ત્યારે પ્રતીયમાન નિષેધરૂપ (negative) હોય છે. જેમ કે
મહારાજ! (ધાર્મિક), નિરાંતે ફરો; તે કૂતરાને તો આજે ગોદાવરીને તીરે આવેલી ઝાડીમાં રહેતા ઉદ્ધત સિહ મારી નાખ્યો.”
૪.૪ ક્યાંક વાચ્યાર્થ પ્રતિષેધ રૂપ હોય ત્યારે (પ્રતીયમાન અર્થ) વિધિરૂ૫ હોય છે. જેમ કે
“હે પથિક ! દિવસ દરમ્યાન સારી રીતે જોઈ લે. અહીં (મારાં) સાસુ સૂએ છે અને અહીં હું. રતાંધળા થઈને અમારી શય્યા પર પડતો નહીં.''
Page #80
--------------------------------------------------------------------------
________________
. .- पन्या क्वचिद् वाच्ये विधिरूपेऽनुभयरूपो यथा
बच्च मह ब्विअ एक्के इहोन्तु णीसास रोइअव्वाई । ___मा तुज वि तीअ विणा दक्खिण्ण हअस्स जाअन्तु ।। (व्रज ममैवैकस्या भवन्तु निःश्वासरोदितव्यानि । मा तवापि तया विना दाक्षिण्यहतस्य जनिषत ॥ इति च्छाया) क्वचिद् वाच्ये प्रतिषेधरूपेऽनुभयरूपो यथा
दे आ पसिअ णिवत्तसु मुहससि जोलाविलुत्ततमणिवहे ।
अहिसारिआण विग्धं करोसि अण्णाणं वि हआसे ।। (प्रार्थये तावत् प्रसीद निवर्तस्व मुखशशिज्योत्स्नाविलुप्ततमोनिवहे । अभिसारिकाणां विघ्नं करोष्यन्यासामपि हताशे ॥ इति च्छाया) ४.५ क्वचिद् वाच्याद् विभिन्नविषयत्वेन व्यवस्थापितो यथा
कस्स व ण होइ रोसो दद्दूण पियाएँ सव्वणं अहरम् ।
सभमरपउमग्याइणि वारिअवामे सहसु एह्निम् । (कस्य वा न भवति रोषो दृष्ट्वा प्रियायाः सव्रणमधरम् । सभ्रमरपद्याघ्रायिणि वारितवामे सहस्वेदानीम् ॥ इति च्छाया)
अन्ये चैवंप्रकाराः वाच्याद् विभेदिनः प्रतीयमानभेदाः सम्भवन्ति । तेषां दिङ्मात्रमेतत् प्रदर्शितम् । द्वितीयोऽपि प्रभेदो वाच्याद् विभिन्नः सप्रपञ्चमग्रे दर्शयिष्यते ।
४.६ तृतीयस्तु रसादिलक्षणः प्रभेदो वाच्यसामर्थ्याक्षिप्तः प्रकाशते, न तु साक्षाच्छब्दव्यापारविषय इति वाच्याद् विभिन्न एव । तथा हि, वाच्यत्वं तस्य स्वशब्दनिवेदितत्वेन वा स्यात्, विभावादिप्रतिपादनमुखेन वा । पूर्वस्मिन् पक्षे स्वशब्दनिवेदितत्वाभावे रसादीनामप्रतीतिप्रसङ्गः । न च सर्वत्र तेषां स्वशब्दनिवेदितत्वम् । यत्राप्यस्ति तत्, तत्रापि विशिष्टविभावादिप्रतिपादनमुखेनैवैषां प्रतीतिः। स्वशब्देन सा केवलमनूद्यते, न तु तत्कृता । विषयान्तरे तथा तस्या अदर्शनात् । न हि केवलं श्रृङ्गारादिशब्दमात्रभाजि विभावादिप्रतिपादनरहिते काव्ये मनागपि रसवत्त्वप्रतीतिरस्ति । यतश्च स्वाभिधानमन्तरेण केवलेभ्योऽपि विभावादिभ्यो विशिष्टेभ्यो रसादीनां प्रतीतिः । केवलाच्च स्वाभिधानादप्रतीतिः । तस्मादन्वयव्यतिरेकाभ्यामभिधेयसामर्थ्याक्षिप्तत्वमेव रसादीनाम् । न त्वभिधेयत्वं कथञ्चित् । इति तृतीयोऽपि प्रभेदो वाच्याद् भिन्न एवेति स्थितम् । वाच्येन त्वस्य सहेव प्रतीतिरग्रे दर्शयिष्यते ॥४॥
१. सहैव नि०।
Page #81
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ઉઘાતઃ ૪
કોઈવાર વાચ્ય વિધિરૂપ હોય પણ પ્રતીયમાન અનુભયરૂપ હોય છે. (ને વિધિરૂપ તથા ન નિષેધરૂપ) જેમ કે
(તમે) જાઓ. હું એકલી જ આ નિઃશ્વાસ અને રુદનને ભોગવું (એ જ ઠીક છે) ક્યાંક દાક્ષિણ્યનો ભંગ થતાં તેણીના વિના તમારે એ ભોગવવાં ન પડે.”
કોઈવાર વાચ્ય પ્રતિષેધરૂપ હોય પણ (વ્યગ્ય) અનુભયરૂપ હોય છે. જેમ કે
વિનંતી કરું છું, પ્રસન્ન થા, પાછી ફરી પોતાના મુખ ચંદ્રની ચાંદનીથી અંધકાર સમૂહને દૂર કરનારી, હતાશ થયેલી તું બીજી અભિસારિકાઓને પણ વિઘ્નરૂપ થઈ પડે છે.'' ૪.૫ ક્યાંક વાચ્યથી વિભિન્ન વિષયરૂપમાં વ્યવસ્થાપિત (વ્યંગ્ય) જેમ કે
અથવા પ્રિયાના વ્રણયુક્ત અધરને જોઈને કોને કોધ ન થાય ! મના કરવા છતાં ભ્રમર સહિત કમળને સૂંઘનારી, હવે તું તેનું ફળ (દુષ્પરિણામ) ભોગવ.”
વાચ્યથી ભેદ રાખનારા પ્રતીયમાનના બીજા, આ પ્રકારના ભેદ સંભવિત છે. તેમનું અહીં માત્ર દિશાસૂચન કર્યું છે. વાચ્યથી વિભિન્ન બીજો ભેદ પ્રપંચ સાથે આગળ દર્શાવાશે.
૪.૬ ત્રીજો રસાદિ નામે પ્રભેદ વાચ્યના સામર્થ્યથી સૂચવાતો પ્રકાશે છે. તે સાક્ષાત્ શબ્દવ્યાપારનો વિષય બનતો નથી, માટે વાચ્યથી ભિન્ન જ છે. જેમ કે, તેનું વાચ્યત્વ પોતાના શબ્દોથી (સ્વશબ્દથી) નિવેદિત હોય કે વિભાવ આદિના પ્રતિપાદન દ્વારા હોય પહેલા પક્ષ મુજબ, સ્વશબ્દના નિવેદનનો અભાવ હોય ત્યાં રસાદિની પણ અપ્રતીતિ હોય. પણ સર્વત્ર તે (રસાદિ) નું પોતાના શબ્દો દ્વારા નિવેદિતત્વ નથી. જ્યાં તે છે, ત્યાં પણ વિશેષ પ્રકારના વિભાવ આદિના પ્રતિપાદન દ્વારા જ તેની પ્રતીતિ થાય છે.
પોતાના શબ્દથી તે પ્રતીતિ કેવલ અનુદિત થઈ જાય છે (અર્થાત્ તેનો કેવળ અનુવાદ જ કરવામાં આવે છે.) તેનાથી જન્ય નથી હોતી. બીજા વિષયમાં તેનું તેવું દર્શન થતું નથી તેથી.
જ્યાં કેવળ શૃંગાર વગેરે શબ્દમાત્ર પ્રયુક્ત હોય અને વિભાવ વગેરેનું પ્રતિપાદન ન થયું હોય, તે કાવ્યમાં થોડી માત્રામાં પણ રસવત્તાની પ્રતીતિ થતી નથી. કેમ કે સ્વશબ્દનું અભિધાન ન હોય તો પણ કેવળ વિશિષ્ટ વિભાવ આદિ દ્વારા રસાદિની પ્રતીતિ થાય છે. કેવળ સ્વશબ્દના અભિધાનથી (નામ લેવાથી) પ્રતીતિ નથી થતી. આ કારણે અન્વય અને વ્યતિરેક દ્વારા રસ વગેરેનું, અભિધેયના (વાચ્યના) સામર્થ્યથી આક્ષિતત્વ (વ્યંજિત હોવાપણું) સિદ્ધ થાય છે. નહીં કે કોઈ પ્રકારનું અભિધેયત્વ (વાચ્યત્વ) છે. (અર્થાત્ એ કદી વાચ્ય બનતા નથી).
આમ ત્રીજો પ્રકાર પણ વાચ્યથી ભિન્ન છે. એમ સિદ્ધ થયું. વાચ્યથી તેની સાથોસાથ (હોય તેમ) પ્રતીતિ થાય છે તે આગળ બતાવીશું.
Page #82
--------------------------------------------------------------------------
________________
___ - -वन्यास काव्यस्यात्मा स एवार्थस्तथा चादिकवेः पुरा ।
क्रौञ्चद्वन्द्ववियोगोत्थः शोकः श्लोकत्वमागतः ॥५॥ 'विविधवाच्यवाचकरचनाप्रपञ्चचारुणः काव्यस्य स एवार्थः सारभूतः । तथा चादिकवेर्वाल्मीकेनिहतसहचरीविरहकातरक्रौञ्चाक्रन्दजनितः शोक एव श्लोकतया परिणतः ।
___ मा निषाद प्रतिष्ठां त्वमगमः शाश्वतीः समाः ।
यत् क्रौञ्चमिथुनादेकमधीः काममोहितम् ।। शोको हि करुणरसस्थायिभावः प्रतीयमानस्य चान्यभेददर्शनेऽपि रसभावमुखेनैवोपलक्षणं प्राधान्यात् ।
सरस्वती स्वादु तदर्थवस्तु निःष्यन्दमाना महतां कवीनाम् । अलोकसामान्यमभिव्यनक्ति परिस्फुरन्तं प्रतिभाविशेषम् ॥६॥ तत् वस्तुतत्त्वं निःष्यन्दमाना महतां कवीनां भारती अलोकसामान्यं प्रतिभाविशेष परिस्फुरन्तम् अभिव्यनक्ति । येनास्मिन्नतिविचित्रकविपरम्परावाहिनि संसारे कालिदासप्रभृतयो द्वित्राः पञ्चषा एव वा महाकवय इति गण्यन्ते ॥६॥ इदं चापरं प्रतीयमानस्यार्थस्य सद्भावसाधनं प्रमाणम्
शब्दार्थशासनज्ञानमात्रेणैव न वेद्यते ।
वेद्यते स तु काव्यार्थतत्त्वज्ञैरेव केवलम् ॥७॥ सोऽर्थो यस्मात् केवलं काव्यार्थतत्त्वज्ञैरेव ज्ञायते । यदि च वाच्यरूप एवासावर्थः स्यात्, तद् वाच्यवाचकस्वरूपपरिज्ञानादेव तत्प्रतीतिः स्यात् । अथ च वाच्यवाचकलक्षणमात्रकृतश्रमाणां काव्यतत्त्वार्थभावनाविमुखानां स्वरश्रुत्यादिलक्षणमिवाप्रगीतानां गान्धर्वलक्षणविदामगोचर एवासावर्थः ॥७॥ एवं वाच्यव्यतिरेकिणो व्यङ्ग्यस्य सद्भावं प्रतिपाद्य प्राधान्यं तस्यैवेति दर्शयति
सोऽर्थस्तव्यक्तिसामर्थ्ययोगी शब्दश्च कश्चन ।
यत्नतः प्रत्यभिज्ञेयौ तौ शब्दार्थो महाकवेः ॥८॥ १. सही मने पले छे. न०i 'विविध' भने 'वाच्य' नी वरये 'विशिष्ट' २७६
छ. 'तथा चादिकवेर्वाल्मीके' मेट सी नथी. 'निहतसहचरी' ने स्थाने 'सन्निहितसहचरी' 451-1२ छे. 'अन्यभेद' या 'अन्यप्रभेद' ५ छ. 'प्रतीयमान एवेति प्रतिपादितम्' मेटो, वधारे छे. यासप्रिया संस्७२एमा ‘मा निषाद' वगेरे भूजम नयी. सोयनमा तेनी व्याच्या नथी. हातिम ‘सहचरी' ने स्थाने 'सहचर' तथा 'क्रौञ्चाक्रन्द' ने स्थाने 'क्रौञ्च्याक्रन्द' छे. २.नि.भ'तु' नेस्याने '
हिछे. ३. 'शब्दार्थशासनज्ञानमात्रेऽपि परुं न वेद्यते' २८ शोमinwi वायनाले वधु छे. ४. नि० प्रगीतानां।
Page #83
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ઉદ્યોત : ૫, ૬, ૭, ૮
૨૧
કારિકા-૫ કાવ્યનો આત્મા તે (પ્રતીયમાન) અર્થ જ છે. જેમ કે પ્રાચીનકાળમાં ક્રૌંચ (પક્ષી) યુગલના વિયોગથી ઉત્પન્ન શોક (કરુણરસનો સ્થાયિભાવ), આદિ કવિ (વાલ્મીકિ)ના શ્લોકત્વના રૂપમાં (કાવ્યરૂપમાં) પરિણમ્યો હતો.
વૃત્તિ-વિવિધ વાચ્ય (વાચ્યાર્થ) વાચક (વાચશબ્દ) અને રચનાના પ્રપંચથી સુંદર, કાવ્યનો તે અર્થજ સારભૂત છે (પ્રાણ છે). જેમ કે ણાયેલી સહચરીના વિયોગથી કાતર (સંતસ) ક્રોંચના આક્રંદથી જન્મેલો શોક જ આદિકવિ વાલ્મીકિના શ્લોકરૂપે પરિણમ્યો.
“હે શિકારી, તે કામમોહિત ક્રૌંચના જોડામાંથી એક્ને (ઢોચને) મારી નાખ્યું તેથી શાશ્વત સમય સુધી તું પ્રતિષ્ઠા ન પામ.’’
શોક, કરુણરસનો સ્થાયિભાવ છે. પ્રતીયમાનના બીજા (વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ એવા) ભેદો જોવામાં આવે છે તોપણ (રસાદિના) પ્રાધાન્યથી રસભાવ દ્વારા જ તેનું ઉપલક્ષણ (જ્ઞાપન) થાય છે.
કારિકા-૬ તે સ્વાદુ (રસસ્વભાવરૂપ) અર્થવસ્તુને પ્રવાહિત કરનારી મહાકવિઓની વાણી (તેમના) અલૌકિક, પરિસ્ફુરિત થતો પ્રતિભા-વિશેષને અભિવ્યક્ત કરે છે.
વૃત્તિ-તે (પ્રતીયમાન રસભાવ વગેરે) અર્થતત્ત્વને પ્રવાહિત કરનારી મહાકવિઓની સરસ્વતી (તેમના) અલૌકિક, પરિસ્ફુરિત થતા, અલોક સામાન્ય પ્રતિભા વિશેષને વ્યક્ત કરે છે. જેથી વિવિધ પ્રકારની કવિ પરમ્પરાવાળા આ સંસારમાં કાલિદાસ વગેરે બે-ત્રણ અથવા પાંચ-છ મહાકવિ ગણવામાં આવે છે. પ્રતીયમાન અર્થના અસ્તિત્વને સાધનાર આ બીજું પ્રમાણ છે
કારિકા-૭ તે (પ્રતીયમાન અર્થ) શબ્દશાસન (=શબ્દશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર) અને અર્થશાસન (અર્થ બતાવનાર કોશ વગેરે શાસ્ત્ર)ના જ્ઞાન માત્રથી પ્રતીત થતો નથી. એ તો ફક્ત કાવ્યાર્યતત્ત્વજ્ઞો વડે જાણી શકાય છે.
વૃત્તિ-તે અર્થ જે કારણે કાવ્યાર્થના તત્ત્વજ્ઞ લોકો દ્વારા જ જાણી શકાય છે અને જો તે અર્થ વાચ્યરૂપ જ હોત તો વાચ્ય અને વાચકનાં જ્ઞાનયી જ તેની પ્રતીતિ યાત. અને વળી, વાચ્ય-વાચકના લક્ષણ માત્રમાં શ્રમ કરનારા તથા કાવ્ય તત્ત્વાર્થની ભાવનાથી પરામુખ માટે તે અર્થ, ગાવામાં અસમર્થ પણ સંગીતશાસ્ત્ર (ગાંધર્વવિધા)નાં લક્ષણોને જાણનારાઓને માટે સ્વર, શ્રુતિ વગેરે તત્ત્વોની જેમ, અગોચર જ છે.
આમ વાચ્યથી ભિન્ન વ્યંગ્યનું અસ્તિત્વ સિદ્ધ કર્યા પછી પ્રાધાન્ય પણ તેનું જ છે એમ દર્શાવે છે.
કારિકા-૮ એ (પ્રતીયમાન) અર્થ અને તેને વ્યક્ત કરવાને સમર્થ કોઈક શબ્દ, આ બન્ને ને (શબ્દાર્થોને) મહાકવિએ (જે મહાકવિ બનવા ઇચ્છે તેણે) પ્રયત્નપૂર્વક ખરાબર ઓળખી લેવા જોઈએ.
Page #84
--------------------------------------------------------------------------
________________
...... - विन्यास 'स व्यङ्गयोऽर्थस्तद्व्यक्तिसामर्थ्ययोगी शब्दश्च कश्चन, न शब्दमात्रम् । तावेव शब्दार्थो महाकवेः प्रत्यभिज्ञेयौ । व्यङ्ग्यव्यञ्जकाभ्यामेव सुप्रयुक्ताभ्यां महाकवित्वलाभो महाकवीनाम्, न वाच्यवाचकरचनामात्रेण ॥८॥
इदानीं व्यङ्ग्यव्यञ्जकयोः प्राधान्येऽपि यद् वाच्यवाचकावेव प्रथममुपाददते कवयस्तदपि युक्तमेवेत्याह
आलोकार्थी यथा दीपशिखायां यत्नवान् जनः ।
तदुपायतया तद्वदर्थे वाच्ये तदादृतः ॥९॥ यथा आलोकार्थी सन्नपि दीपशिखायां यत्नवान् जनो भवति, तदुपायतया । नहि दीपशिखामन्तरेण आलोकः सम्भवति । तद्वद् व्यङ्ग्यमर्थं प्रत्यादृतो जनो वाच्येऽर्थे यत्नवान् भवति । अनेन प्रतिपादकस्य कवेर्व्यङ्ग्यमर्थं प्रति व्यापारो दर्शितः ।।९।। प्रतिपाद्यस्यापि तं दर्शयितुमाह
यथा पदार्थद्वारेण वाक्यार्थः सम्प्रतीयते ।
वाच्यार्थपूर्विका तद्वत् प्रतिपत्तस्य वस्तुनः ॥१०॥ यथा हि पदार्थद्वारेण वाक्यार्थावगमस्तथा वाच्यार्थप्रतीतिपूर्विका व्यङ्ग्यस्यार्थस्य प्रतिपत्तिः ॥१०॥
इदानीं वाच्यार्थप्रतीतिपूर्वकत्वेऽपि तत्प्रतीतेः, व्यङ्ग्यस्यार्थस्य प्राधान्यं यथा न विलुप्येत तथा दर्शयति
स्वसामर्थ्यवशेनैव वाक्यार्थं प्रथयन्नपि ।
यथा व्यापारनिष्पत्तौ पदार्थो न विभाव्यते ॥११॥ यथा स्वसामर्थ्यवशेनैव वाक्यार्थं प्रकाशयन्नपि पदार्थो व्यापारनिष्पत्तौ न भाव्यते विभक्ततया ॥११॥
तद्वत् सचेतसां सोऽर्थो वाच्यार्थविमुखात्मनाम् ।
बुद्धौ तत्त्वार्थदर्शिन्यां झटित्येवावभासते ॥१२॥ एवं वाच्यव्यतिरेकिणो व्यङ्ग्यस्यार्थस्य सद्भावं प्रतिपाद्य प्रकृत उपयोजयन्नाह
.
१. मातप्रिया-'स' नथी. २. 'न शब्दमात्रम्' ने स्थाने मीभ 'न सर्व:' पाठ छे. ४. विलुप्यते' बालप्रिया०। ५. प्रतिपादयन्' बा० प्रि०। ७. 'यत्रा(ना)वभासते' । नि०मा वृत्ति३५ वयाराम सास.
३. प्रतिपत्तव्यवस्तुनः निः । ६. 'विभाव्यते' नि० ।
.
Page #85
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ઉદ્યોત : ૮, ૯, ૧૦, ૧૧, ૧૨
૮૩
વૃત્તિ-તે વ્યંગ્ય અર્થ અને તેને અભિવ્યક્ત કરવાના સામર્થ્યવાળો કોઈક શબ્દ, બધા નહીં. મહાકવિના તે શબ્દ અને અર્થ (કવિઓએ) જાણી લેવા જોઈએ. સારી રીતે પ્રયોજાયેલ વ્યંગ્ય અને વ્યંજકથી જ મહાકવિને મહાકવિત્વનો લાભ થાય છે. વાચ્ય-વાચકની રચનાથી નહીં.
હવે વ્યંગ્ય અને વ્યંજકનું પ્રાધાન્ય હોવા છતાં કવિઓ જે પહેલાં વાચ્ય-વાચકને જ ગ્રહણ કરે છે તે પણ યોગ્ય છે એમ કહે છે
કારિકા-૯ જેવી રીતે જોવાની ઇચ્છાવાળો મનુષ્ય, તેનો ઉપાય હોવાને લીધે દીપશિખાને માટે યત્ન કરે છે, તેવી રીતે તે (વ્યંગ્ય અર્થ)ની ઇચ્છાવાળો (કવિ) (તેનો ઉપાય હોવાને લીધે) વાચ્યાર્થ પ્રત્યે આદરયુક્ત બને છે.
વૃત્તિ-જે પ્રકારે આલોક (દશ્ય) જોવાની ઇચ્છાવાળો મનુષ્ય દીપશિખામાં ( (તેને સાચવવામાં), ઉપાયરૂપ હોવાથી, (પ્રથમ) પ્રયત્ન કરે છે; દીપશિખા વિના આલોક જોઈ શકાતો નથી. એ રીતે વ્યંગ્ય અર્થ પ્રત્યે આદરવાળો મનુષ્ય પણ વાચ્યાર્થમાં યત્નવાળો થાય છે. અહીં પ્રતિપાઠક (વક્તા) કવિનો વ્યંગ્યાર્થ પ્રત્યે કયા પ્રકારનો વ્યાપાર હોય છે એ દર્શાવાયું છે. પ્રતિપાઘ (શ્રોતા)ની દષ્ટિથી પણ તે દર્શાવવા કહે છે
કારિકા-૧૦ જેમ પદાર્ય દ્વારા (=રાબ્દના અર્થ દ્વારા) વાકચાર્યની પ્રતીતિ થાય છે, તેમ તે (વ્યંગ્ય) અર્થની પ્રતીતિ વાચ્યાર્થ (ના જ્ઞાન)પૂર્વક થાય છે. વૃત્તિ-જેમ શબ્દના અર્થ દ્વારા વાચના અર્થનો ખોધ થાય છે તેવી રીતે વાચ્યાર્થની પ્રતીતિપૂર્વક વ્યંગ્યાર્થની પ્રતિપત્તિ થાય છે.
હવે વાચ્યાર્થની પ્રતીતિદ્વારા તેની પ્રતીતિ થાય તો પણ વ્યંગ્ય અર્થનું પ્રાધાન્ય જેનાથી ન લોપાય તે બતાવે છે
કારિકા-૧૧ પદનો અર્થ પોતાના સામર્થ્યથી વાકચના અર્થનું પ્રતિપાદન કરે છે તેમ છતાં, જેમ (પોતાનો વાકચાર્યબોધન રૂપ) વ્યાપાર પૂરો થઈ જવા છતાં (પદનો અર્થ) અલગ પ્રતીત થતો નથી.
(અનુસંધાન કારિકા-૧૨ સાથે છે.)
વૃત્તિ-જેમ પોતાના સામર્થ્ય (આકાંક્ષા, યોગ્યતા, સન્નિધિરૂપ) થી જ વાચાર્યને પ્રકાશિત કરવા છતાં પણ વ્યાપાર પૂર્ણ થઈ જતાં પદાર્થ વિભક્તરૂપમાં અલગ પ્રતીત થતો નથી.
કારિકા-૧૨ તેમ, તે અર્થ, વાચ્યાર્થથી વિમુખ આત્માવાળા સહૃદયોની તત્ત્વાર્યદર્શિની બુદ્ધિમાં ઝટ અવભાસિત થાય છે. (અર્થાત્ આવી બુદ્ધિમાં પ્રતીયમાન અર્થ એકદમ સમજાય છે.)
આમ વાચ્યયી ભિન્ન વ્યંગ્યાર્યનું અસ્તિત્વ પ્રતિપાદિત કરીને પ્રસ્તુતમાં યોજતાં કહે છે
Page #86
--------------------------------------------------------------------------
________________
. .. . न्या यत्रार्थः शब्दो वा तमर्थमुपसर्जनीकृतस्वार्थों । व्यक्तः काव्यविशेषः स ध्वनिरिति सूरिभिः कथितः
॥१३॥
१३.१ यत्रार्थो वाच्यविशेषः, वाचकविशेषः शब्दो वा, तमर्थं व्यक्तः, स काव्यविशेषो ध्वनिरिति । अनेन वाच्यवाचकचारुत्वहेतुभ्य उपमादिभ्योऽनुप्रासादिभ्यश्च विभक्त एव ध्वनेविषय इति दर्शितम् ।।
१३.२ यदप्युक्तम्-“प्रसिद्धप्रस्थानातिरेकिणो मार्गस्य काव्यत्वहानेर्ध्वनिर्नास्ति', इति तदप्ययुक्तम् । यतो लक्षणकृतामेव स केवलं न प्रसिद्धः, लक्ष्ये तु परीक्ष्यमाणे स एव सहृदयहृदयाह्लादकारि काव्यतत्त्वम् । ततोऽन्यच्चित्रमेवेत्यग्रे दर्शयिष्यामः ।
१३.३ यदप्युक्तम्-“कामनीयकमनतिवर्तमानस्य तस्योक्तालङ्कारादिप्रकारेध्वन्तर्भावः', इति, तदप्यसमीचीनम् । वाच्यवाचकमात्राश्रयिणि प्रस्थाने व्यङ्ग्यव्यञ्जकसमाश्रयेण व्यवस्थितस्य ध्वनेः कथमन्तर्भावः । वाच्यवाचकचारुत्वहेतवो हि तस्याङ्गभूताः, स त्वङ्गिरूप एवेति प्रतिपादयिष्यमाणत्वात् । परिकरश्लोकश्चात्र
व्यङ्ग्यव्यञ्जकसम्बन्धनिबन्धनतया ध्वनेः । वाच्यवाचकचारुत्वहेत्वन्तः पातिता कुतः ।।
१३.४ ननु यत्र प्रतीयमानार्थस्य वैशद्येनाप्रतीतिः स नाम मा भूद् ध्वनेर्विषयः । यत्र तु प्रतीतिरस्ति, यथा समासोक्त्याक्षेपानुक्तनिमित्तविशेषोक्तिपर्यायोक्तापहुतिदीपकसङ्कालकारादौ, तत्र ध्वनेरन्तर्भावो भविष्यति, इत्यादि निराकर्तुमभिहितम् "उपसर्जनीकृतस्वार्थों” इति । अर्थो गुणीकृतात्मा, गुणीकृताभिधेयः शब्दो वा यत्रार्थान्तरमभिव्यनक्ति स ध्वनिरिति । तेषु कथं तस्यान्तर्भावः । व्यङ्ग्यप्राधान्ये हि ध्वनिः । न चैतत् समासोक्त्यादिष्वस्ति ।
१. स त्वनिरूप' ने स्थान lovi 'न तु तदेकरूपा', us छे.
Page #87
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ઉદ્યોત : ૧૩
૮૫
કારિકા-૧૩ જેમાં અર્થ પોતાને અથવા શબ્દ પોતાના અર્થને ગૌણ બનાવી દઈ તે અર્થને (પ્રતીયમાન અર્થને) વ્યક્ત કરે છે, તે કાવ્યવિશેષને વિદ્વાનો ધ્વનિ કહે છે.
વૃત્તિ-૧૩.૧ જ્યાં અર્થ એટલે કે વાચ્યવિશેષ (=વાચ્ચાર્ય) અને શબ્દ એટલે કે વાચકવિશેષ (=વાચક શબ્દ) તે અર્થને (પ્રતીયમાન અર્થને) પ્રકારો ( = વ્યક્ત કરતા હોય) તે કાવ્યવિરોષને ધ્વનિ (કહેવાય છે). (-ધ્વનિકાવ્ય કહેવાય છે). આનાથી, વાચ્યવાચકના ચારુત્વના હેતુઓ ઉપમા વગેરેથી અને અનુપ્રાસ વગેરેથી ધ્વનિનો વિષય ભિન્ન છે તે દર્શાવાયું.
૧૩,૨. વળી, જે એમ કહ્યું કે ‘પ્રસિદ્ધ પ્રસ્થાન ( = સિદ્ધાંત)નું અતિક્રમણ કરનાર મતમાં કાવ્યત્વહાનિ (થાય માટે) ધ્વનિ છે જ નહીં,’’ તે પણ અયોગ્ય છે. કેવળ કાવ્યલક્ષણકારોમાં જ ધ્વનિ જાણીતો નથી પણ લક્ષ્યની (કાવ્યોની) જો પરીક્ષા કરવામાં આવે તો સહ્રદયના હૃદયને આનંદ આપે તેવું તત્ત્વ એ જ છે તેનાથી બીજું ‘ચિત્ર’ જ છે એમ આગળ બતાવીશું. (ઉદ્યોત-૩, કારિકા ૪૧,૪૨માં)
૧૩.૩ વળી, જે એમ કહ્યું કે “રમણીયતાથી જે ચડિયાતો નથી એવા તેનો ગણાવેલા અલંકાર વગેરેમાં સમાવેશ થઈ જાય છે.’’ તે પણ યોગ્ય નથી. કારણ કે વાચ્યવાચકને આશ્રયે રહેલા સિદ્ધાન્તમાં, વ્યંગ્ય-વ્યંજકને આશ્રયે રહેલા ધ્વનિનો સમાવેશ શી રીતે થાય ? વાચ્યવાચક (અર્થ અને શબ્દ)ના ચારુત્વ હેતુ (ઉપમા આદિ તથા અનુપ્રાસ આદિ અલંકાર) તો તેના (ધ્વનિના) અંગરૂપ છે અને તે (ધ્વનિ)તો અંગી (પ્રધાન)રૂપ છે એ આગળ પ્રતિપાદન કરીશું. આ સંબંધી (આનું સમર્થન કરતો) એક પરિકર શ્લોક પણ છે.
‘‘ધ્વનિ વ્યંગ્યભંજકભાવ સંબંધમૂલક હોવાથી, વાચ્યવાચક ચારુત્વહેતુઓ (અલંકાર આદિ)માં (તેનો) અંતર્ભાવ (સમાવેશ) કેવી રીતે થઈ શકે ?''
૧૩.૪ જો કોઈ એમ કહે કે જ્યાં (અલંકાર વગેરેમાં) પ્રતીયમાન અર્થની સ્પષ્ટપણે પ્રતીતિ ન થતી હોય, તે ભલે ધ્વનિનો વિષય ન ગણાય, પણ જ્યાં એવી પ્રતીતિ થતી હોય ત્યાં એટલે કે સમાસોક્તિ, આક્ષેપ, કારણ ન કહ્યું હોય એવી વિશેષોક્તિ, પર્યાયોક્ત, અપહ્નુતિ, દીપક, સંકર વગેરે અલંકારોમાં-ત્યાં ધ્વનિનો અંતર્ભાવ થશે’’ એનું નિરાકરણ કરવા (કારિક-૧૩માં) કહ્યું છે ‘ઉપસર્નનીષ્કૃતસ્વાર્થી’ એમ, અર્થાત્ ‘જેમાં અર્થ પોતાને અથવા શબ્દ પોતાના અર્થને ગૌણ બનાવી દઈ’’ વગેરે. પોતાને ગૌણ બનાવે છે તે (વાચ્ય) અર્થ, અથવા પોતાના વાચ્યને ગૌણ બનાવે છે તે (વાચક) શબ્દ, જ્યાં બીજા અર્થને (પ્રતીયમાન અર્થને) વ્યક્ત કરે છે તેને (કાવ્યને) ધ્વનિ કહેવાય. તેઓમાં (=સમાસોક્તિ આદિ અલંકારોમાં) તેનો (ધ્વનિનો) સમાવેશ શી રીતે થઈ શકે ? વ્યંગ્યાર્થની પ્રધાનતામાં ધ્વનિ (કાવ્ય) હોય છે. સમાસોક્તિ વગેરેમાં એમ (=વ્યંગ્યનું પ્રાધાન્ય) નથી હોતું.
Page #88
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક समासोक्तौ तावत्
उपोढरागेण विलोलतारकं तथा गृहीतं शशिना निशामुखम् ।
यथा समस्तं तिमिरांशुकं तया पुरोऽपि रागा, गलितं न लक्षितम् ।। इत्यादौ व्यङ्गयेनानुगतं वाच्यमेव प्राधान्येन प्रतीयते । समारोपितनायिकानायकव्यवहारयोर्निशाशशिनोरेव वाक्यार्थत्वात् ।
१३.५ आक्षेपेऽपि व्यङ्ग्यविशेषाक्षेपिणोऽपि' वाच्यस्यैव चारुत्वं प्राधान्येन वाक्यार्थ आक्षेपोक्तिसामदेिव ज्ञायते । तथाहि तत्र शब्दोपारूढो' विशेषाभिधानेच्छया प्रतिषेधरूपो य आक्षेपः स एव व्यङ्ग्यविशेषमाक्षिपन् मुख्यं काव्यशरीरम् । चारुत्वोत्कर्षनिबन्धना हि वाच्यव्यङ्ग्ययोः प्राधान्यविवक्षा । यथा
अनुरागवती सन्ध्या दिवसस्तत्पुरःसरः ।
अहो दैवगतिः कीदृक् तथापि न समागमः ।। अत्र सत्यामपि व्यङ्ग्यप्रतीतौ वाच्यस्यैव चारुत्वमुत्कर्षवदिति तस्यैव प्राधान्यविवक्षा। __ यथा च दीपकापहृत्यादौ व्यङ्ग्यत्वेनोपमायाः प्रतीतावपि प्राधान्येनाविवक्षितत्वान्न तया व्यपदेशस्तद्वदत्रापि द्रष्टव्यम् । अनुक्तनिमित्तायामपि विशेषोक्तौ--
आहूतोऽपि सहायैः, ओमित्युक्त्वा विमुक्तनिद्रोऽपि ।
गन्तुमना अपि पथिकः सङ्कोचं नैव शिथिलयति ।। इत्यादौ व्यङ्गयस्य प्रकरणसामर्थ्यात् प्रतीतिमात्रम् । न तु तत्प्रतीतिनिमित्ता काचिच्चारुत्वनिष्पत्तिरिति न प्राधान्यम् ।
१३.६ पर्यायोक्तेऽपि यदि प्राधान्येन व्यङ्ग्यत्वं तद् भवतु नाम तस्य ध्वनावन्तर्भावः । न तु ध्वनेस्तत्रान्तर्भावः । तस्य महाविषयत्वेन, अङ्गित्वेन च प्रतिपादयिष्यमाणत्वात् । __न पुनः पर्यायोक्ते भामहोदाहृतसदृशे व्यङ्ग्यस्यैव प्राधान्यम् । वाच्यस्य तत्रोपसर्जनीभावेनाविवक्षितत्वात् ।
अपहृतिदीपकयोः पुनर्वाच्यस्य प्राधान्यं व्यङ्ग्यस्य चानुयायित्वं प्रसिद्धमेव ।
१.०५ अपि' नथी.. २. 10 मि. तथाहिं' ।नयी.. ३. शब्दोपाम् दम्पो' नि०। ४. एमी निः।
Page #89
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ઉધોતઃ ૧૩
સમાસોક્તિમાં તો-“પરિવૃદ્ધ રાગ (લાલી અથવા પ્રેમ)થી પરિપૂર્ણ ચંદ્ર વિલોલ (ચંચળ, હાલતા) તારાઓ (નક્ષત્રો અથવા કીકીઓ) વાળા રજનીના મુખને (પ્રારંભ અર્થાત્ પ્રદોષ અથવા મુખ) એ પ્રકારે પકડી લીધું કે રાગવશ (લાલીને કારણે કે પ્રેમને કારણે) તેનું (નાયિકારૂપી રાત્રિનું) તિમિરરૂપી વસ્ત્ર સામે જ સરી પડ્યું પણ તે જાણી પણ ન શકી.” વગેરેમાં વ્યંગ્યથી અનુસરાયેલ વાચ્યાર્થ જ મુખ્યત્વે પ્રકાશે છે. કારણ કે નિશા અને ચંદ્ર ઉપર નાયિકા અને નાયકનો આરોપ છે, તે જ વાક્યર્થ છે.
૧૩.૫ (આ રીતે) “આક્ષેપ’ અલંકારમાં પણ વ્યંગ્યવિશેષ સૂચવનાર વાચ્યાર્થનું જ ચારુત્વ હોય છે. મુખ્યત્વે આક્ષેપની ઉક્તિના સામર્થ્યથી જ વાક્યાર્થ જણાય છે. જેમકે-વિશેષ વાત કહેવાની ઇચ્છાથી શબ્દ દ્વારા વાચ્ય જે પ્રતિષેધરૂપ આક્ષેપ છે તે વ્યંગ્ય વિશેષને વ્યંજિત કરતું મુખ્ય કાવ્યશરીર છે.
ચારત્વના ઉત્કર્ષને સાધનારી વિરક્ષા જવાચ્ય અને વ્યંગ્યનું પ્રાધાન્ય દર્શાવે છે. જેમ કે- “સંધ્યા અનુરાગવતી છે અને દિવસ તેની આગળ ચાલનારો છે. આશ્ચર્ય છે આ કેવી દેવગતિ છે, તો પણ સમાગમ નથી થતો !”
અહીં વ્યંગ્ય પ્રતીતિ છે તો પણ વાચ્યનું જ ચારુત્વ ઉત્કર્ષવાળું છે તેથી તેની જ મુખ્ય વિવેક્ષા છે.
વળી જેમ કે દીપક અને અપહનુતિ અલંકારમાં વ્યંગ્ય રૂપે ઉપમાની પ્રતીતિ થાય છે તો પણ તેનું પ્રાધાન્ય વિવક્ષિત ન હોવાથી (અર્થાત્ ઉપમાકૃત ચારુત્વોત્કર્ષ ન હોવાથી) ઉપમા નામે ઓળખાતા નથી, તેમજ અહીં પણ સમજવું.
અનુક્ત નિમિત્તા વિશેષાપ્તિ’માં પણ
પોતાના સાથીઓ દ્વારા બોલાવવા છતાં, ‘હા’ કહીને નિદ્રા છોડી દીધી હોવા છતાં, જવાની ઇચ્છાવાળો પથિક, સંકોચને શિથિલ કરતો નથી.”
વગેરેમાં પ્રકરણના સામર્થ્યથી વ્યંગ્યની પ્રતીતિ માત્ર થાય છે. પણ એ પ્રતીતિને લીધે કોઈ ચારુત્વની નિષ્પત્તિ થતી નથી એટલે એનું પ્રાધાન્ય નથી.
૧૩.૬ ‘પર્યાયોક્તમાં પણ જો વ્યંગ્યનું પ્રાધાન્ય હોય તો તેનો સમાવેશઅંતર્ભાવ-ભલે ધ્વનિમાં થતો, પણ ધ્વનિનો સમાવેશ પર્યાયોક્તમાં ન થઈ શકે તે (ધ્વનિ) મોટા વિષયવાળો છે અને અંગી છે એવું આગળ પ્રતિપાદિત કરવામાં આવશે માટે. પરંતુ ભામહ દ્વારા ઉદાહત કરેલ (વૃષ્યધ્વર્યું. ઈ.) પર્યાયોક્તના ઉદાહરણમાં તો વ્યંગ્યનું પ્રાધાન્ય જ નથી. કેમકે ત્યાં વાચ્યનું ગૌણત્વ વિવક્ષિત નથી. (અર્થાત્ વાગ્યે જ પ્રધાન છે. એથી તેને ધ્વનિ કહી શકાતો નથી.).
‘અપહતુતિ” અને “દીપક માં તો વાચ્યનું પ્રાધાન્ય અને વ્યંગ્યનું ગૌહત્વ (=અનુયાયિત્વ) પ્રસિદ્ધ છે.
Page #90
--------------------------------------------------------------------------
________________
દવન્યાલોક __१३.७ सङ्करालङ्कारेऽपि यदालङ्कारोऽलङ्कारान्तरच्छायामनुगृह्णाति, तदा व्यङ्ग्यस्य प्राधान्येनाविवक्षितत्वान्न ध्वनिविषयत्वम् । अलङ्कारद्वयसम्भावनायान्तु वाच्यव्यङ्ग्ययोः समं प्राधान्यम् । अथ वाच्योपसर्जनीभावेन व्यङ्गयस्य तत्रावस्थानं तदा सोऽपि ध्वनिविषयोऽस्तु, न तु स एव ध्वनिरिति वक्तुं शक्यम्, पर्यायोक्तनिर्दिष्टन्यायात् । अपि च सङ्करालङ्कारेऽपि च क्वचित् सङ्करोक्तिरेव ध्वनिसम्भावनां निराकरोति'।
१३.८ अप्रस्तुतप्रशंसायामपि यदा सामान्यविशेषभावानिमित्तनिमित्तिभावाद्वाभिधीयमानस्याप्रस्तुतस्य प्रतीयमानेन प्रस्तुतेनाभिसम्बन्धस्तदा' अभिधीयमानप्रतीयमानयोः सममेव प्राधान्यम् । यदा तावत् सामान्यस्याप्रस्तुतस्य अभिधीयमानस्य प्राकरणिकेन विशेषेण प्रतीयमानेन सम्बन्धस्तदा विशेषप्रतीतो सत्यामपि प्राधान्येन "तत्सामान्येनाविनाभावात् सामान्यस्यापि प्राधान्यम् । यदापि विशेषस्य सामान्यनिष्ठत्वं तदापि सामान्यस्य प्राधान्ये, सामान्ये सर्वविशेषाणामन्तर्भावाद् विशेषस्यापि प्राधान्यम् । निमित्तनिमित्तिभावे चायमेव न्यायः ।
यदा तु सारूप्यमात्रवशेनाप्रस्तुतप्रशंसायामप्रकृतप्रकृतयोः सम्बन्धस्तदाप्यप्रस्तुतस्य सरूपस्याभिधीयमानस्य प्राधान्येनाविवक्षायां ध्वनावेवान्तःपातः । इतरथा त्वलङ्कारान्तरमेव । १३.९ तदयमत्र संक्षेपः ।
'व्यङ्ग्यस्य यत्राप्राधान्यं वाच्यमात्रानुयायिनः समासोक्त्यादयस्तत्र वाच्यालङ्कृतयः स्फुटाः ॥ व्यङ्ग्यस्य प्रतिभामात्रे वाच्यार्थानुगमेऽपि वा । न ध्वनिर्यत्र वा तस्य प्राधान्यं न प्रतीयते ॥ तत्परावेव शब्दार्थौ यत्र व्यङ्ग्यं प्रति स्थितौ।।
ध्वनेः स एव विषयो मन्तव्यः सङ्करोज्झितः ॥ तस्मान्न ध्वनेरन्तर्भावः।
इतश्च नान्तर्भावः । यतः काव्यविशेषोऽङ्गी ध्वनिरिति कथितः । तस्य पुनरङ्गानि अलङ्कारा गुणा वृत्तयश्चेति प्रतिपादयिष्यन्ते । न चावयव एव पृथग्भूतोऽवयवीति १. 'तत्रापि व्यवस्थानम्' नि०, दी। २. 'सकरालङ्कारस्य सङ्करोक्तिरेव ध्वनिसम्भावनां करोति' निः । ३. 'अभिधीयमानस्य अप्रस्तुतस्य प्रतीयमानेन प्रस्तुतेनाभिसम्बन्धस्तदा' मे20 ५६ नि०i नथी. ४. 'तस्य' नि० दी०।
५. कार्यकारणभावे' दी। ૬. આ ત્રણ શ્લોકો સંગ્રહ કે પરિકર શ્લોક છે. કારિકાઓ નથી. તેના પર 'વૃત્તિ’ નથી. નિદીવ્યાં તેને
કારિકા ગણી ૧૪, ૧૫, ૧૬ સંખ્યા લખી છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ઉધોતઃ ૧૩
૧૩.૭ “સંકર અલંકારમાં પણ જ્યાં એક અલંકાર બીજાની છાયા (સૌદર્ય)ને પુષ્ટ કરે છે ત્યાં (અર્થાત્ અંગાંગિભાવરૂપ ચોથા ભેટમાં) વ્યંગ્યનું પ્રાધાન્ય વિવક્ષિત ન હોવાથી તે ધ્વનિનો વિષય નથી. (સંદેહ સંકરરૂપ પ્રથમ ભેદમાં) બે અલંકારોની સંભાવના હોવાથી વાચ્ય અને વ્યંગ્ય બન્નેનું સરખું પ્રાધાન્ય થાય છે. (એથી ત્યાં પણ ધ્વનિની સંભાવના નથી) અને જો ત્યાં (અંગાગિભાવ સંકર અલંકારમાં) વ્યંગ્ય કરતાં વાચ્ય ગૌણ હોય તો તે પણ (અલંકાર ધ્વનિનો) ધ્વનિનો વિષય (લક્ષ્ય) બની શકે પણ તે જ ધ્વનિ નથી. પર્યાયોક્તમાં કહેલા ન્યાય પ્રમાણે. વળી, સંકરાલંકારના (બધા પ્રકારોમાં) નામમાં જ “સંકર’ શબ્દ આવે છે એ જ ધ્વનિની સંભાવનાનું નિરાકરણ કરી દે છે.
૧૩.૮ “અપ્રસ્તુતપ્રશંસામાં પણ જ્યારે સામાન્ય-વિશેષભાવથી અથવા નિમિત્ત-નિમિત્તિ ભાવથી ( કારણ કાર્યભાવથી) વાચ્ય અપ્રસ્તુતનો (=અભિધીયમાન અપ્રસ્તુતનો) વ્યંગ્ય (= પ્રતીયમાન) પ્રસ્તુતની સાથે સંબંધ હોય છે ત્યારે અભિધીયમાન અને પ્રતીયમાન (=વાચ્ય અને વ્યંગ્ય) (બન્નેનું) સરખું જ પ્રાધાન્ય હોય છે. જ્યારે વાચ્ય અપ્રસ્તુત સામાન્યનો, વ્યંગ્ય પ્રસ્તુત (= પ્રાકરણિક) વિશેષ સાથે સંબંધ હોય છે, ત્યારે મુખ્ય રીતે વિશેષની પ્રતીતિ થવા છતાં તેનો સામાન્ય સાથે અવિનાભાવ હોવાને કારણે સામાન્યનું જ પ્રાધાન્ય હોય છે. વળી જ્યાં વિશેષ, સામાન્ય ઉપર અવલંબે ત્યાં પણ સામાન્ય મુખ્ય હોય તેથી વિશેષનું પણ પ્રાધાન્ય ગણાય, કારણ કે બધા વિશેષોનો સામાન્યમાં અંતર્ભાવ થાય છે. કારણકાર્યભાવમાં પણ આ નિયમ લાગુ પડે છે.
જ્યારે સાદશ્યમાત્રમૂલક ‘અપ્રસ્તુતપ્રાંસામાં અપ્રકૃતિ અને પ્રકૃતિનો (અપ્રસ્તુત અને પ્રસ્તુતનો) સંબંધ હોય છે ત્યારે પણ વાચ્ય (અભિધીયમાન) અપ્રસ્તુત સાદશ્ય ધરાવતા પદાર્થનું પ્રાધાન્ય અવિવક્ષિત હોવાની દિશામાં (વસ્તુ ધ્વનિમાં) ધ્વનિમાં સમાવેશ થઈ જશે. એવું ન હોય ત્યારે એક પ્રકારનો અલંકાર જ છે. તો આ અહીં સંક્ષેપ છે
૧૩.૯ “વાચ્યમાત્રનું અનુગમન કરનારા વ્યંગ્યનું જ્યાં અપ્રાધાન્ય છે, ત્યાં “સમાસોક્તિ’ આદિ અલંકાર સ્પષ્ટ છે.' -
“જ્યાં વ્યંગ્યનો આભાસમાત્ર હોય કે તે વાચ્યાર્થનો અનુગામી હોય, તો ત્યાં તેનું (=વ્યંગ્યાર્થનું) પ્રાધાન્ય ન હોવાથી ત્યાં ધ્વનિ નથી.” “જ્યાં શબ્દ અને અર્થ વ્યગ્ય પ્રત્યે તત્પર હોઈને જ રહેલા હોય તેને જ સંકર રહિત ધ્વનિનો વિષય માનવો જોઈએ.”
તેથી ધ્વનિનો (અલંકાર વગેરે બીજામાં) સમાવેશ થઈ શક્તો નથી. આ કારણે પણ (ધ્વનિનો અલંકાર વગેરેમાં) અંતર્ભાવ નથી થઈ શક્તો. કેમ કે અંગી કાવ્યવિશેષને જ ધ્વનિ કહ્યો છે. વળી, અલંકારો, ગુણો અને વૃત્તિઓ એનાં અંગો છે એ આગળ પ્રતિપાદિત કરવામાં આવશે. અલગ રહેલો અવયવ, અવયવી
Page #92
--------------------------------------------------------------------------
________________
વિન્યાલોક प्रसिद्धः । अपृथग्भावे तु तदङ्गत्वं तस्य । न तु तत्त्वमेव । यत्रापि तत्त्वं तत्रापि ध्वनेर्महाविषयत्वान्न तन्निष्ठत्वमेव ।
१३.१० ‘सूरिभिः कथितः' इति विद्वदुपज्ञेयमुक्तिः, न तु यथाकथञ्चित् प्रवृत्तेति प्रतिपाद्यते ।
प्रथमे हि विद्वांसो वैयाकरणाः, व्याकरणमूलत्वात् सर्वविद्यानाम् । ते च श्रूयमाणेषु वर्णेषु ध्वनिरिति व्यवहरन्ति । तथैवान्यैस्तन्मतानुसारिभिः सूरिभिः काव्यतत्त्वार्थदर्शिभिर्वाच्यवाचकसम्मिश्रः शब्दात्मा काव्यमिति व्यपदेश्यो व्यञ्जकत्वसाम्याद् ध्वनिरित्युक्तः। .
न चैवंविधस्य ध्वनेर्वक्ष्यमाणप्रभेदत दसङ्कलनया महाविषयस्य यत् प्रकाशनं 'तदप्रसिद्धालङ्कारविशेषमात्रप्रतिपादनेन तुल्यमिति तद्भावितचेतसां युक्त एव संरम्भः । न च तेषु कथञ्चिदीर्ध्याकलुषितशेमुषीकत्वमाविष्करणीयम् । तदेवं ध्वनेरभाववादिनः प्रत्युक्ताः।
१३.११ अस्ति ध्वनिः । स चाविवक्षितवाच्यो विवक्षितान्यपरवाच्यश्चेति द्विविधः सामान्येन । तत्राद्यस्योदाहरणम्
सुवर्णपुष्पां पृथिवीं चिन्वन्ति पुरुषास्त्रयः ।
शूरश्च कृतविद्यश्च यश्च जानाति सेवितुम् ।। द्वितीयस्यापि
शिखरिणि क नु नाम कियच्चिरं किमभिधानमसावकरोत्तपः । सुमुखि येन तवाधरपाटलं दशति बिम्बफलं शुकशावकः ॥१३॥ यदप्युक्तं भक्तिर्ध्वनिरिति, तत् प्रतिसमाधीयते
भक्त्या बिभर्ति नैकत्वं रूपभेदादयं ध्वनिः । अयमुक्तप्रकारो ध्वनिर्भक्त्या नैकत्वं बिभर्ति, भिन्नरूपत्वात् । वाच्यव्यतिरिक्तस्यार्थस्य वाच्यवाचकाभ्यां तात्पर्येण प्रकाशनं यत्र व्यङ्ग्यप्राधान्ये स ध्वनिः । उपचारमात्रन्तु भक्तिः ।
१. 'तदत्र प्रसिद्धा' नि०, दी। २. 'ध्वनेस्तावदभाववादिनः' नि०, दी० ।
Page #93
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ઉદ્યોત: ૧૩, ૧૪
૯૧
કહેવાતો હોય એ પ્રસિદ્ધ નથી અને જુદો ન હોય તો (અપૃથક્ભાવ હોય તો) તેનું (ધ્વનિનું) તે (અલંકાર વગેરે) અંગ છે. પણ તે બે એકરૂપ નથી. જ્યાં (બંને) એકરૂપ હોય ત્યાં પણ ધ્વનિનું વિશાળક્ષેત્ર હોઈ તે (ધ્વનિ) તેનામાં (અલંકાર વગેરેમાં) સમાઈ જતો નથી. (અન્તર્ભૂત થતો નથી.)
૧૩.૧૦ મૂર્ત્તિમિઃ થિતઃ અર્થાત્ ‘‘વિદ્વાનો એ કહેલ છે” (કારિકા ૧૩માં આવેલ શબ્દો)થી આ (ધ્વનિ પ્રતિપાદનપરક) ઉક્તિ (ધ્વનિવાદ)વિદ્વાનોથી જ કરાયેલી છે. કાંઈ જેમ તેમ પ્રવર્તતી નથી એમ પ્રતિપાદિત કર્યું છે.
વૈયાકરણો (વ્યાકરણના વિદ્વાનો) પ્રથમ કોટિના વિદ્વાનો છે. કારણ વ્યાકરણ બધી વિદ્યાનું મૂળ છે. તેઓ (વૈયાકરણો) સંભળાતા અક્ષરોમાં ધ્વનિ છે એમ કહે છે. તેવી જ રીતે તેમના મતને અનુસરનારા કાવ્ય તત્ત્વાર્થ દર્દીઓએ (૧) વાચ્ય (૨) વાચક (૩) વ્યંગ્યાર્થ (૪) વ્યંજનાવ્યાપાર અને (૫) કાવ્યને વ્યંજકત્વના સામ્યને લીધે ધ્વનિ કહ્યો છે.
આ પ્રકારના અને આગળ કહેવામાં આવશે તેવા ભેદ-ઉપભેદોના સંકલનથી અત્યંત વ્યાપક (મહાવિષય) ધ્વનિનું જે પ્રતિપાદન-પ્રકાશન-છે તે કેવળ અપ્રસિદ્ધ અલંકારવિશેષના પ્રતિપાદનની જેમ (નગણ્ય) નથી. તેથી તેના સમર્થકોનો (તેનાથી ભાવિત ચિત્તવાળાનો) ઉત્સાહ ઉચિત જ છે. તેમજ તેમનામાં (ધ્વનિ મતના અનુયાયીઓમાં) ઇર્ષ્યાથી દૂષિત મતિ છે એમ બતાવી શકાય તેમ નથી. આમ ધ્વનિના અભાવવાદીઓને જવાબ અપાયો.
જ
૧૩.૧૧ ધ્વનિ છે. તે સામાન્ય રીતે (૧) અવિવક્ષિતવાચ્ય અને (૨) વિવક્ષિતાન્યપરવાચ્ય એમ બે પ્રકારનો છે. તેમાં પહેલાનું ઉદાહરણ
‘‘સુવર્ણને પુષ્પિત કરતી પૃથ્વીનું ચયન (અર્થાત્ પૃથ્વીરૂપ લતાનાં સુવર્ણરૂપ પુષ્પો વીણવાનું કાર્ય) ત્રણ પ્રકારના પુરુષો કરે છે-શૂરવીર, વિદ્વાન્ અને જે સેવા કરવાનું જાણે છે.'' બીજા (પ્રકાર)નું પણ (ઉદાહરણ આપે છે).
“હે સુંદર મુખવાળી ! આ શુક્ના બચ્ચાએ ક્યા પર્વત પર, કેટલા દિવસો સુધી કેવું તપ કર્યું છે, જેને કારણે તારા અધર જેવા લાલ બિમ્બફળને કોચે છે. (ચૂગે છે). કારિકા-૧૪ અને વૃત્તિ-૧૪.૧ જે-એમ કહ્યું હતું કે ભક્તિ (લક્ષણા, ગૌણી) ધ્વનિ છે, તેનું સમાધાન કરે છે.
‘‘આ ધ્વનિ, (કહેલા પ્રકારોવાળો ધ્વનિ) (ભક્તિ યા લક્ષણાથી) ભિન્નરૂપ હોવાથી, ભક્તિ (લક્ષણા)ની સાથે એકરૂપ થતો નથી.’’
આ ઉક્ત પ્રકારનો (પાંચ પ્રકારનો) ધ્વનિ (લક્ષણાથી) ભિન્નરૂપ હોવાને કારણે ભક્તિ (લક્ષણા)ની સાથે અભિન્ન થઈ શકતો નથી. વાચ્યાર્થથી વ્યતિરિક્ત અર્થનું, વાચ્ય અને વાચક દ્વારા તાત્પર્યરૂપથી પ્રકાશન જ્યાં વ્યંગ્યના પ્રાધાન્યમાં હોય તે ‘ધ્વનિ’ છે. ‘ભક્તિ’ તો ઉપચાર માત્ર છે
Page #94
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક मा चैतत् स्याद् भक्तिर्लक्षणं ध्वनेरित्याह- .........
अतिव्याप्तेरथाव्याप्तेर्न चासौ लक्ष्यते तया ॥१४॥ .. नैव भक्त्या ध्वनिर्लक्ष्यते । कथम् ? अतिव्याप्तेरव्याप्तेश्च । तत्रातिव्याप्तिर्ध्वनिव्यतिरिक्तेऽपि विषये भक्तेः सम्भवात् । यत्र हि व्यङ्गयकृतं महत् सौष्ठवं नास्ति तत्राप्युपचरितशब्दवृत्त्या प्रसिद्धयनुरोधप्रवर्तितव्यवहाराः कवयो दृश्यन्ते । यथा
परिम्लानं पीनस्तनजघनसङ्गादुभयतः तनोर्मध्यस्यान्तः परिमिलनमप्राप्य हरितम् । इदं व्यस्तन्यासं 'श्लथभुजलताक्षेपवलनैः, कृशाझ्याः सन्तापं वदति विसिनीपत्रशयनम् ।।
तथा
चम्बिज्जइ सअहत्तं अवरुन्धिज्जइ सहस्सहत्तम्मि। विरमिअ पुणो रमिज्जइ पिओ जणो णत्थि पुनरुत्तम् ॥ (चुम्ब्यते शतकृत्वोऽवरुध्यते सहस्रकृत्वः । विरम्य पुना रम्यते प्रियो जनो नास्ति पुनरुक्तम् ॥ इति च्छाया)
तथा
कुविआओ पसन्नाओ ओरण्णमुहीओ विहसमाणाओ। जह गहिओ तह हिअअं हरन्ति उच्छिन्तमहिलाओ ॥ (कुपिताः प्रसन्ना अवरुदितमुख्यो विहसन्त्यः ॥
यथा गृहीतास्तथा हृदयं हरन्ति स्वैरिण्यो महिलाः ॥ इति च्छाया). तथा
अज्जाए पहारो णवलदाए दिण्णो पिएण थणवट्टे । मिउओ वि दसहो जाओ हिअए सवत्तीणम् ॥ ('आर्यायाः प्रहारो नवलतया दत्तः प्रियेण स्तनपृष्ठे ।
मृदुकोऽपि दुस्सह इव जातो हृदये सपत्नीनाम् ॥ इति च्छाया) तथा
परार्थे यः पीडामनुभवति भङ्गेऽपि मधुरो यदीयः सर्वेषामिह खलु विकारोऽप्यभिमतः । न सम्प्राप्तो वृद्धिं यदि स भृशमक्षेत्रपतितः
किमिक्षोर्दोषोऽसौ न पुनरगुणाया मरुभुवः ॥ अत्रेक्षुपक्षेऽनुभवतिशब्दः ।
___ न चैवंविधः कदाचिदपि ध्वनेर्विषयः ।।१४।। १. तत्रैतत्। २. 'नच' नी नि०, दी०। ३. व्यञ्जकत्वकृतम्' नि० । ४. प्रशिथिलभुजाक्षेपवलनैः' नि०। .
५. 'वदनाः' नि०। ६. भार्यायाः, बालप्रिया०', कनिष्ठभार्यायाः' दी० नि०। ७. ध्वनेर्विषयोऽभिमतः' नि० ।
Page #95
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ઉદ્યોતઃ ૧૪ ૧૪.૨ “ભક્તિ ધ્વનિનું લક્ષણ છે એમ પણ થઈ શકતું નથી, એ કહે છે.
અતિવ્યાતિ અને અવ્યામિ દોષોને કારણે ધ્વનિ, ભક્તિથી લક્ષિત પણ થઈ શકતો નથી.' (અર્થાત્ લક્ષણા એ ધ્વનિનું લક્ષણ પણ નથી.) ભક્તિ ધ્વનિનું લક્ષણ થઈ શકતી નથી. કેમ? અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિને કારણે. તેમાં અતિવ્યાપ્તિ, કારણ કે ધ્વનિથી ભિન્ન વિષયમાં પણ ભક્તિનો (લક્ષણાનો) સંભવ છે. વળી જ્યાં વ્યંગ્યને કારણે થતું મહાન સૌષ્ઠવ નથી ત્યાં પણ ગૌણ શબ્દશક્તિથી પ્રસિદ્ધ અથવા રૂઢિથી વ્યવહાર કરનારા કવિઓ દેખાય છે. જેમ કે,
૧૪.૩ “કમલિનીપત્રોનું આ શયન (સાગરિકાના) પુષ્ટ સ્તન અને જઘનના સંસર્ગથી બન્ને બાજુ મલિન થઈ ગયું છે અને શરીરના વચ્ચેનો ભાગ પાંદડાને સ્પર્યો ન હોઈ (પથારીનો) એ ભાગ લીલો છે. શિથિલ ભુજાઓ આમ તેમ ફેંકવાને લીધે તેની રચના અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. આ રીતે આ કમલિનીપત્રની શય્યા કૃશાંગી (સાગરિકા)ના સંતાપને કહી રહી છે.” તથા
પ્રિયને સો વાર ચુંબન કરે છે. હજાર વાર આલિંગન કરે છે. વિરામ કરીને રમણ કરે છે તોપણ પુનરુક્ત (અરુચિકર) નથી થતો.”
તયા
“ઐરિણી સ્ત્રીઓ ક્રોધે ભરાયેલી હોય કે પ્રસન્ન હોય, સ્વતી હોય કે હસતી હોય, ગમે તે સ્થિતિમાં ગ્રહણ કરો, તે હૃદયને હરી લે છે.”
તયા
પ્રિયતમે પોતાની નવોઢા પત્નીના સ્તન પર હળવેથી પ્રહાર કર્યો ત્યારે તે (પ્રહાર) મૃદુ હોવા છતાં સપત્નીઓના હૃદયને દુઃસહુ થઈ ગયો.” તયા
જે બીજાને માટે પીડા (કષ્ટ યા પીડન અર્થાત્ રસ કાઢતી વખતે કોલુમાં પીડિત થવું)નો અનુભવ કરે છે, તોડવામાં આવે ત્યારે પણ મધુર (મીઠી) બની રહે છે. બધાને જેનો વિકાર (રસ અથવા દોષ) પણ સારો લાગે છે. તે ઈશુ-શેરડી-જો ખરાબ જમીનમાં પડીને વધી શકી નહીં તો તે શેરડીનો દોષ (અપરાધ) છે, ગુણહીન-કસ વગરની-મભૂમિનો નહીં?”
અહીં ઈસુ પક્ષમાં “અનુમતિ” શબ્દ (ભાક્ત) છે. આ પ્રકારના શબ્દ ક્યારેય ધ્વનિનો વિષય થતા નથી
Page #96
--------------------------------------------------------------------------
________________
૯૪
यतः
ધ્વન્યાલોક
उक्त्यन्तरेणाशक्यं यत् तच्चारुत्वं प्रकाशयन् । शब्दो व्यञ्जकतां बिभ्रद् ध्वन्युक्तेर्विषयीभवेत् ॥ १५॥ अत्र चोदाहृते विषये नोक्त्यन्तराशक्यचारुत्वव्यक्तिहेतुः शब्दः || १५ ||
किञ्च
रूढा ये विषयेऽन्यत्र शब्दाः स्वविषयादपि । लावण्याद्याः प्रयुक्तास्ते न भवन्ति पदं ध्वनेः ||१६||
तेषु चोपचरितशब्दवृत्तिरस्तीति । तथाविधे च विषये क्वचित् सम्भवन्नपि ध्वनिव्यवहारः प्रकारान्तरेण प्रवर्तते, न तथाविधशब्दमुखेन || १६ || अपि च
मुख्यां वृत्तिं परित्यज्य गुणवृत्त्याऽर्थदर्शनम् । यदुद्दिश्य फलं तत्र शब्दो नैव स्खलद्गतिः ||१७||
तत्र हि चारुत्वातिशय विशिष्टार्थप्रकाशनलक्षणे प्रयोजने कर्तव्ये यदि शब्दस्यामुख्यता तदा तस्य प्रयोगे दुष्टतैव स्यात् । न चैवम् ||१७|| तस्मात्
वाचकत्वाश्रयेणैव गुणवृत्तिर्व्यवस्थिता ।
व्यञ्जकत्वैकमूलस्य ध्वनेः स्याल्लक्षणं कथम् ॥१८॥ तस्मादन्यो ध्वनिः, अन्या च गुणवृत्तिः ।
अव्याप्तिरप्यस्य लक्षणस्य । नहि ध्वनिप्रभेदो विवक्षितान्यपरवाच्यलक्षणः, अन्ये च बहवः प्रकारा भक्त्या व्याप्यन्ते । तस्माद् भक्तिरलक्षणम् ॥१८॥
कस्यचिद् ध्वनिभेदस्य सा तु स्यादुपलक्षणम् ।
सा पुनर्भक्तिर्वक्ष्यमाणप्रभेदमध्यादन्यतमस्य भेदस्य यदि नामोपलक्षणतया सम्भाव्येत । यदि च गुणवृत्त्यैव ध्वनिर्लक्ष्यत इत्युच्यते तदभिधाव्यापारेण तदितरोऽलङ्कारवर्गः समग्र एव लक्ष्यत इति प्रत्येकमलङ्काराणां लक्षणकरणवैयर्थ्यप्रसङ्गः । किञ्च
१. 'तेषु' थी 'अस्ति' सुधीनो चाह ही मां नथी.
Page #97
--------------------------------------------------------------------------
________________
પ્રથમ ઉદ્યોતઃ ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯
૯૫ કારિકા-૧૫ અને વૃતિ –‘બીજી ઉક્તિથી જે ચારુત્વ પ્રકાશિત કરી શકાતું નથી તેને પ્રકાશિત કરનારો વ્યંજક્તાને (વ્યંજના વ્યાપારને) ધારણ કરનારો શબ્દ જ
ધ્વનિ' આ ઉક્તિનો (નામનો) વિષય થાય છે.” અને અહીં ઉદ્ભૂત ઉદાહરણોમાં કોઈ શબ્દ બીજી ઉક્તિથી અશક્ય ચારુત્વને પ્રકાશિત કરવામાં હેતુ નથી. (તેથી ધ્વનિનો વિષય નથી).
કારિકા-૧૬ અને વૃત્તિ ... અને વળી, “જે લાવણ્ય વગેરે શબ્દો પોતાના વિષય (લવણથી યુક્ત હોવું તે)થી ભિન્ન (સૌદર્ય વગેરે) અર્થમાં રૂઢ થયેલા છે. તે પ્રયોજાય ત્યારે ધ્વનિપદને પામતા નથી.”
તે (લાવણ્ય વગેરે શબ્દો)માં ઉપચરિત ગૌણી શબ્દવૃત્તિ તો છે. (પણ ધ્વનિ હોતો નથી). આ પ્રકારના વિષયમાં જો ક્યાંક ધ્વનિવ્યવહાર સંભવિત પણ હોય તો તે તે પ્રકારના (લાવણ્ય જેવા) શબ્દ દ્વારા નહીં પણ પ્રકારાન્તરથી-જુદા કારણે-હોય છે.
કારિકા-૧૭ અને વૃત્તિ - અને વળી, “જે ફળને ઉદ્દેશીને, મુખ્ય વૃત્તિ છોડીને ગુણવૃત્તિ દ્વારા અર્થનું જ્ઞાન કરાવવામાં આવે છે (તે ફળ જણાવવામાં) શબ્દ અલદ્ગતિ (બાધિતાર્થ, અસમર્થ) નથી.''
તે ચારુત્વ-અતિશય-વિશિષ્ટ અર્થના પ્રકાશનરૂપ પ્રયોજનના સંપાદનમાં જો શબ્દ ગૌણ (બાધિતાર્થ) હોય ત્યારે તો તે શબ્દનો પ્રયોગ દોષયુક્ત થાય. પણ એવું નથી.
કારિકા-૧૮ અને વૃત્તિ –
વાચક– (અભિધા)ના આશ્રયથી જ ગુણવૃત્તિ (લક્ષણા) રહેલી છે. તો પછી વ્યંજકત્વ (વ્યંજનાવ્યાપાર) જેનું એકમાત્ર મૂળ છે, તે ધ્વનિનું તે લક્ષણ કેવી રીતે થઈ શકે છે ?'
તેથી ધ્વનિ અલગ છે અને ગુણવૃત્તિ (લક્ષણા) અલગ છે. વળી આ લક્ષણમાં (વ્યાખ્યામાં) અવ્યાપ્તિ દોષ પણ છે. વિવક્ષિતા પરવાચ્ય (અભિધામૂલક) ધ્વનિ અને ધ્વનિના અન્ય અનેક પ્રકારોમાં ભક્તિ યા લક્ષણા વ્યાપ્ત નથી રહેતી. તેથી ભક્તિ ધ્વનિનું લક્ષણ નથી. કારિકા-૧૯ (પ્રથમ પંક્તિ) અને વૃત્તિ –
તે (ભક્તિ) ધ્વનિના કોઈ ભેદનું ઉપલક્ષણ હોઈ શકે.”
આ ભક્તિ વક્ષ્યમાણ (હવે પછી જે બતાવવામાં આવનાર છે એવા) ભેદઉપભેદોમાંથી કોઈ એક ભેદનું એ ઉપલક્ષણ બની શકે. અને જો (દુર્જનનુષ્ટિન્યાયથી એ માની લેવામાં આવે છે) “ગુણવૃત્તિથી જ ધ્વનિ લક્ષિત થાય છે. (આ પ્રકારે આમ પણ કહી શકાય કે, અભિધાવ્યાપારથી જ સમગ્ર અલંકારવર્ગ લક્ષિત થઈ શકે છે. આવી સ્થિતિમાં અલગ અલગ અલંકારોનું લક્ષણ બાંધવું વ્યર્થ થશે. અને વળી.
Page #98
--------------------------------------------------------------------------
________________
८६
ધ્વન્યાલોક
लक्षणेऽन्यैः कृते चास्य पक्षसंसिद्धिरेव नः || १९||
कृते वा पूर्वमेवान्यैर्ध्वनिलक्षणे पक्षसंसिद्धिरेव नः, यस्माद् ध्वनिरस्तीति नः पक्षः । स च प्रागेव संसिद्ध इति, अयत्नसम्पन्नसमीहितार्थाः सम्पन्नाः स्मः |
येऽपि सहृदयहृदयसंवेद्यमनाख्येयमेव ध्वनेरात्मानमाम्नासिषुस्तेऽपि न परीक्ष्यवादिनः । यत उक्तया नीत्या वक्ष्यमाणया च ध्वनेः सामान्यविशेषलक्षणे प्रतिपादितेऽपि यद्यनाख्येयत्वं तत् सर्वेषामेव वस्तूनां तत्प्रसक्तम् ।
यदि पुनर्ध्वनेरतिशयोक्त्यानया काव्यान्तरातिशायि तैः स्वरूपमाख्यायते तत्तेऽपि युक्ताभिधायिन एव ॥ १९ ॥
इति श्रीराजानकानन्दवर्धनाचार्यविरचिते ध्वन्यालोके प्रथम उद्योतः ।
Page #99
--------------------------------------------------------------------------
________________
હ9
પ્રથમ ઉદ્યોત : ૧૯ કારિકા-૧૯ (દ્વિતીયપંક્તિ) અને વૃત્તિ
અગર બીજા લોકોએ ધ્વનિનું લક્ષણ કરી દીધું છે તો અમારા પક્ષની સિદ્ધિ જ થાય છે.''
અથવા જો પહેલાં જ (ભક્તિને ધ્વનિનું લક્ષણ માનનારા) કોઈકે ધ્વનિનું લક્ષણ કરી દીધું છે તો એ અમારા પક્ષની સિદ્ધિ જ છે. કેમકે ધ્વનિ છે એ અમારો પક્ષ છે. અને તે પહેલેથી જ સિદ્ધ થઈ ગયું એ રીતે તો અમારું કામ વગર પ્રયત્ન સિદ્ધ થઈ ગયું. (એમ ગણાય).
જે લોકોએ એ કહ્યું કે “ધ્વનિનો આત્મા (તત્ત્વ) સહૃદય સંવેદ્ય જ છે, તેનું આખ્યાન થઈ જ શકતું નથી (અર્થાત્ તે અનિર્વચનીય, અનાખેય છે) તેઓ પણ વિચારીને વાત કરનારા નથી. કેમકે અત્યાર સુધી કહેલ અને આગળ કહેવામાં આવનાર છે તેવી નીતિથી ધ્વનિના સામાન્ય અને વિશેષ લક્ષણનું પ્રતિપાદન કરવા છતાંય જો ધ્વનિને અવ્યાખ્યય કહેવામાં આવે તો આ વાત તો બધી વસ્તુઓની બાબતમાં લાગુ પડશે. પણ જો આ અતિશયોક્તિ દ્વારા તેઓ ધ્વનિનું સ્વરૂપ અન્ય કાવ્યો કરતાં ઉત્કૃષ્ટ છે એમ કહેતા હોય તો તેઓ ઠીક જ કહે છે. આમ, શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્યવિરચિત બન્યાલોકનો
પ્રથમ ઉદ્યોત પૂરો થયો.
Page #100
--------------------------------------------------------------------------
________________
८८
વન્યાલોક
द्वितीय उद्योतः १.१ एवमविवक्षितवाच्यविवक्षितान्यपरवाच्यत्वेन' ध्वनिर्द्विप्रकारः प्रकाशितः । तत्राविवक्षितवाच्यस्य प्रभेदप्रतिपादनायेदमुच्यते
अर्थान्तरे सङ्क्रमितमत्यन्तं वा तिरस्कृतम् ।
अविवक्षितवाच्यस्य ध्वनेर्वाच्यं द्विधा मतम् ॥१॥ तथाविधाभ्यां च ताभ्यां व्यङ्गयस्यैव विशेषः । १.२ तत्रार्थान्तरसङ्क्रमितवाच्यो यथा
स्निग्धश्यामलकान्तिलिप्तवियतो वेल्लबलाका घना वाताः शीकरिणः पयोदसुहृदामानन्दकेकाः कलाः । काम सन्तु दृढं कठोरहृदयो रामोऽस्मि सर्वं सहे
वैदेही तु कथं भविष्यति हहा हा देवि धीरा भव ।। इत्यत्र रामशब्दः । अनेन हि व्यङ्ग्यधर्मान्तरपरिणतः संज्ञी प्रत्याय्यते, न संज्ञिमात्रम् । यथा च ममैव विषमबाणलीलायाम्
ताला जाअन्ति गुणा जाला दे सहिअएहिँ घेप्पन्ति । रइकिरणानुग्गहिआइँ होन्ति कमलाइँ कमलाइँ ।। (तदा जायन्ते गुणा यदा ते सहृदयैर्गृह्यन्ते ।
रविकिरणानुगृहीतानि भवन्ति कमलानि कमलानि ।। इति च्छाया) इत्यत्र द्वितीयः कमलशब्दः ।। १.३ अत्यन्ततिरस्कृतवाच्यो यथादिकवेर्वाल्मीके:
रविसङ्क्रान्तसौभाग्यस्तुषारावृतमण्डलः ।
निःश्वासान्ध इवादर्शश्चन्द्रमा न प्रकाशते ॥इति अत्रान्धशब्दः
गअणं च मत्तमेहं धारालुलिअज्जुणाइँ आ बणाई । णिरहंकारमिअंका हरंति नीलाओ वि णिसाओ ।। (गगनं च मत्तमेघं धारालुलितार्जुनानि च वनानि । निरहङ्कारमृगाङ्का हरन्ति नीला अपि निशाः ॥ इति च्छाया)
१. 'वाच्यत्वे' नि०। २. 'इति व्यङ्ग्यप्रकाशनपरस्य ध्वनेरेवायं प्रकार: नितथा दी० मा मछि .
Page #101
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉધોતઃ ૧
દ્વિતીય ઉદ્યોત
કારિકા-૧ અને વૃત્તિ - આમ (પ્રથમ ઉદ્યોતમાં)
૧.૧ અવિવક્ષિતવાચ્ય (Eલક્ષણામૂલ) અને વિવક્ષિતાન્યપરવાચ્ય (=અભિધામૂલ) ભેદથી બે પ્રકારનો ધ્વનિ છે, એમ) પ્રકાશિત કરવામાં આવ્યું (વર્ણન કર્યું હતું.) તેમાંથી “અવિવક્ષિતવાચ્ય’ના પેટાભેદોના પ્રતિપાદન માટે આ (કારિકા) કહે છે
અવિવક્ષિત વાચ્ય ધ્વનિનું વાચ્ય (વાચ્યાર્થ) બે પ્રકારનું હોય છે (૧) અર્થાન્તરમાં સંક્રમિત (૨) અત્યન્ત તિરસ્કૃત.”
અને તે પ્રકારના તે બંને ભેદોથી વ્યંગ્યની (વ્યંગ્યાર્થીની) જ વિશેષતા સધાય છે.
૧.૨ તેમાં ‘અર્થાન્તરસંક્રમિત વાચ્ય’ (નું ઉદાહરણ) જેમકે- “સ્નિગ્ધ અને શ્યામલ મેવોની કાન્તિથી આકાશ લીંપાઈ રહ્યું છે, વાદળોની ચારે બાજુ હર્ષપરવશ બલાકાઓ (બગલીઓ) ઊડી રહી છે, વાયુ જલકણોથી વ્યાપ્ત હોવાને કારણે અત્યંત શીતળ છે, (અક્ષરશઃ - વાયુ જલકણોવાળો છે), મેઘોના મિત્ર મયૂરોની આનંદદાયક, (પ્રકૃતિ મધુર) કેકાવાણી પણ વ્યાપ્ત થઈ રહી છે. ચાલ્યા કરે, હું તો કઠોર હૃદય રામ છું. બધું સહન કરી લઉં છું પણ વૈકહીની (સીતાની) શું દશા હશે ? અરેરે ! કવી. ધીરજ રાખજ."
અહીં , શબ્દ અર્થાન્તર સંક્રમિત વાચ્ય છે.) આનાથી કેવળ સંજ્ઞા (રામ) નું જ પ્રત્યાયન બોધ). નથી થતું પણ બીજા વ્યગ્ય ધર્મોથી વિશિષ્ટ (અનેક દુ:ખ સહન કરનાર) સંજ્ઞીનો-વ્યક્તિનો- (એવા રામનો) બોધ થાય છે. અથવા જેમકે મારાજ ‘વિષમબાણલીલા’ (નામના કાવ્ય)માં
“(ગુણ) ત્યારે ગુણ બને છે જ્યારે સો તેમને ગ્રહણ કરે છે. સૂર્યકિરણો દ્વારા અનુગૃહીત કમળ જ કમળ બને છે.”
૧.૩ “અત્યન્તતિરસ્કૃતવાચ્ય’ (નું ઉદાહરણ) જેમકે આદિકવિ વાલ્મીકિનો (આ શ્લોક) -
જેની શોભા સૂર્યમાં સંક્રાન્ત થઈ ગઈ છે (અર્થાતુ હેમન્ત ઋતુમાં સૂર્ય પણ ચંદ્રની જેમ આલ્ફાકારક થઈ જાય છે), જેનું બિંબ તુષારથી ઘેરાયેલું છે તે ચંદ્ર, નિઃશ્વાસથી અંધ (મલિન) દર્પણની જેમ પ્રકાશિત થતો નથી.'
અહીં ‘' શબ્દ (અત્યન્તતિરસ્કૃત વાચ્યનું ઉદાહરણ છે)
મદમાતાં વાદળોથી આચ્છાદિત આકાશ, (વર્ષાની) ધારાઓથી ડોલતાં અર્જુન વૃક્ષોનાં વન, નિરહંકાર ચંદ્રવાળી (વર્ષાઋતુની અંધકારમયી) કાળી રાતો પણ મનને હરી લે છે.”
Page #102
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક अत्र मत्तनिरहङ्कारशब्दौ ॥१॥
असंलक्ष्यक्रमोद्योतः क्रमेण धोतितः परः। विवक्षिताभिधेयस्य ध्वनेरात्मा द्विधा मतः ॥२॥ मुख्यतया प्रकाशमानो व्यङ्ग्योऽर्थो ध्वनेरात्मा । स च वाच्यार्थापेक्षया कश्चिदलक्ष्यक्रमतया' प्रकाशते, कश्चित् क्रमेणेति द्विधा मतः ।।२।। तत्र, रसभावतदाभासतत्प्रशान्त्यादिरक्रमः ।
ध्वनेरात्माऽङ्गिभावेन भासमानो व्यवस्थितः ॥३॥ रसादिरर्थोहि सहेव वाच्येनावभासते । स चाङ्गित्वेनावभासमानो ध्वनेरात्मा ॥३॥ इदानीं रसवदलङ्कारादलक्ष्यक्रमद्योतनात्मनो ध्वनेर्विभक्तो विषय इति प्रदर्श्यते ।
वाच्यवाचकचारुत्वहेतूनां विविधात्मनाम् ।
रसादिपरता यत्र स ध्वनेविषयो मतः ॥४॥ रस-भाव-तदाभास-तत्प्रशमलक्षणं मुख्यमर्थमनुवर्तमाना यत्र शब्दार्थालङ्कारा गुणाश्च परस्परं ध्वन्यपेक्षया विभिन्नरूपा व्यवस्थितास्तत्र काव्ये ध्वनिरिति व्यपदेशः
॥शा
.
॥४॥
५.१ प्रधानेऽन्यत्र वाक्यार्थे यत्राङ्गन्तु रसादयः।
काव्ये तस्मिन्नलङ्कारो रसादिरिति मे मतिः ॥५॥ यद्यपि रसवदलङ्कारस्यान्यैर्दर्शितो विषयस्तथापि यस्मिन् काव्ये प्रधानतयाऽन्योऽर्थो वाक्यार्थीभूतस्तस्य चाङ्गभूता ये रसादयस्ते रसादेरलङ्कारस्य विषया इति मामकीनः पक्षः । तद्यथा चाटुषु प्रेयोऽलङ्कारस्य वाक्यार्थत्वेऽपि रसादयोऽभूता दृश्यन्ते ।
१. 'तुल्यं प्रकाशते' नि०।
२. 'सहैव' नि०।
Page #103
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોત: ૨, ૩, ૪, ૫
૧૦૧
અહીં ‘મત્ત' અને ‘નિહાર’ શબ્દો (અત્યંતતિરસ્કૃતવાચ્યનાં ઉદાહરણ
છે. )
કારિકા-૨ અને વૃત્તિ : ‘‘વિવક્ષિતવાચ્ય (=અભિધામૂલ) ધ્વનિનો આત્મા, (ધ્વનિનું સ્વરૂપ) ‘અસંલક્ષિત ક્રમથી અને (બીજો)‘સંલક્ષિત કમથી’ પ્રગટ થનારો (હોવાથી) બે પ્રકારનો માનવામાં આવ્યો છે’’
મુખ્યરૂપે પ્રકાશિત થતો વ્યંગ્યાર્થ એ જ ધ્વનિનો આત્મા છે. તે વ્યંગ્યાર્થ વાચ્યાર્થની અપેક્ષાએ, કોઈવાર ક્રમ દેખાય નહીં તેમ બહાર આવે છે, કોઈ વાર ક્રમથી. આમ (તેના) બે પ્રકાર મનાયા છે.
કારિકા-૩ અને વૃત્તિ : ‘રસ, ભાવ, તદાભાસ (=તેનો આભાસ અર્થાત્ રસાભાસ અને ભાવાભાસ), ભાવશાંતિ વગેરે (આદિ-વગેરે-શબ્દથી ભાવોદય, ભાવસંધિ અને ભાવશખલતા લેવાનાં છે) અક્રમ (= અસંલક્ષ્યક્રમ અંગ્ય), અંગીભાવથી અર્થાત્ પ્રધાનરૂપથી) પ્રતીત થતાં ધ્વનિના આત્મા રૂપે રહેલ (કહેવાય) છે.’’ રસાદિ અર્થ, જાણેકે, વાચ્યાર્થની સાથે જ બહાર આવે છે. તે જ્યારે અંગીરૂપે પ્રતીત થાય ત્યારે ધ્વનિનો આત્મા ગણાય છે.
કારિકા-૪ અને વૃત્તિ : હવે ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’ રૂપ ધ્વનિનો વિષય રસવત્ અલંકારથી જુદો છે એમ દર્શાવાય છે. વિવિધ પ્રકારના વાચ્ય, વાચક અને તેના ચારુત્વ-હેતુઓનું જ્યાં રસ વગેરેમાં તાત્પર્ય હોય, તે ધ્વનિનો વિષય માનવામાં આવ્યો છે.’’
રસ, ભાવ, તઠાભાસ (= રસાભાસ, ભાવાભાસ) અને તત્પ્રશમ (= ભાવપ્રશમ) રૂપ મુખ્ય અર્થનું અનુગમન કરતા શબ્દ, અર્થ અને તેના અલંકાર તથા ગુણ પરસ્પર એક્બીજાથી અલગરૂપે ધ્વનિની દૃષ્ટિએ વ્યવસ્થિત થયા હોય તે (કાવ્ય)ને ધ્વનિ કાવ્ય કહે છે.
કારિકા ૫ અને વૃત્તિ ઃ ૫.૧ જ્યાં અન્ય (અર્થાત્ અંગભૂત રસાદિથી ભિન્ન, રસ, વસ્તુ કે અલંકાર) વાક્યાર્ય પ્રધાન હોય અને તેમાં રસાદિ અંગ હોય, તે કાવ્યમાં રસાદિ અલંકાર (રસવત્, પ્રેય, ઉર્જસ્વિ, સમાહિત) હોય છે એવો મારો મત છે.
યદ્યપિ અન્ય આચાર્યોએ પણ ‘રસવત્’ અલંકારનો વિષય દર્શાવેલ છે તો પણ મારો પક્ષ એ છે કે જે કાવ્યમાં અન્ય અર્થ પ્રધાન રીતે વાક્યાર્થ તરીકે હોય અને રસ વગેરે તેનાં અંગ હોય ત્યાં રસાદિ અલંકાર (રસવત્, પ્રેય, ઉર્જસ્વિ, સમાહિત અલંકાર)નો વિષય હોય છે. જેમકે ચાટુ ઉક્તિઓમાં ‘પ્રેયોલંકાર’ વાક્યાર્ય હોવાથી, રસ વગેરે ‘પ્રેયોલંકાર’ના અંગ રૂપમાં જોવામાં આવે છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
१०२
વન્યાલોક स च रसादिरलङ्कारः शुद्धः सङ्कीर्णो वा । तत्राद्यो यथा
किं हास्येन न मे प्रयास्यसि पुनः, प्राप्तश्चिराद्दर्शनं केयं निष्करुण ! प्रवासरुचिता ? केनासि दूरीकृतः । स्वप्नान्तेष्विति ते वदन् प्रियतमव्यासक्तकण्ठग्रहो
बुद्ध्वा रोदिति रिक्तबाहुवलयस्तारं रिपुस्त्रीजनः ।। इत्यत्र करुणस्य शुद्धस्याङ्गभावात् स्पष्टमेव रसवदलङ्कारत्वम् । एवमेवंविधे विषये रसान्तराणां स्पष्ट एवाङ्गभावः । सङ्कीर्णो रसादिरङ्गभूतो यथा
क्षिप्तो हस्तावलग्नः प्रसभमभिहतोऽप्याददानोंऽशुकान्तं गृह्णन् केशेष्वपास्तश्चरणनिपतितो नेक्षितः सम्भ्रमेण । आलिङ्गन्योऽवधूतस्त्रिपुरयुवतिभिः साश्रुनेत्रोत्पलाभिः
कामीवार्द्रापराधः स दहतु दुरितं शाम्भवो वः शराग्निः ।। इत्यत्र त्रिपुररिपुप्रभावातिशयस्य वाक्यार्थत्वे ईर्ष्याविप्रलम्भस्य श्लेषसहितस्याङ्गभाव इति ।
५.२ एवंविध एव रसवदाद्यलङ्कारस्य न्याय्यो विषयः । अत एव चाविप्रलम्भकरुणयोरङ्गत्वेन व्यवस्थानात्समावेशो न दोषः ।
यत्र हि रसस्य वाक्यार्थीभावस्तत्र कथमलङ्कारत्वम् ? अलङ्कारो हि चारुत्वहेतुः प्रसिद्धः । न त्वसावात्मैवात्मनश्चारुत्वहेतुः । तथा चायमत्र संक्षेपः
रसभावादितात्पर्यमाश्रित्य विनिवेशनम् ।
अलङ्कृतीनां सर्वासामलङ्कारत्वसाधनम् ॥ तस्माद्यत्र रसादयो वाक्यार्थीभूताः स सर्वः न रसादेरलङ्कारस्य विषयः, स ध्वनेः प्रभेदः । तस्योपमादयोऽलङ्काराः । यत्र तु प्राधान्येनार्थान्तरस्य वाक्यार्थीभावे रसादिभिश्चारुत्वनिष्पत्तिः क्रियते स रसादेरलङ्कारताया विषयः । __५.३ एवं ध्वनेः, उपमादीनाम्, रसवदलङ्कारस्य च विभक्तविषयता भवति ।
१. 'रसवदलङ्कारस्य' दी। २. न.
०० मे याने २७ 10 संध्या पीछे...नथी.. ३. 'सर्वे ते' नि०। ४. नि.मा 'वा' पधारेछ. ५. विषयाः' नि०।
Page #105
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોતઃ ૫
અને તે “રસાદિ અલંકાર” શુદ્ધ અથવા સંકીર્ણ (એમ બે પ્રકારનો) હોય છે. તેમાં પહેલો જેમકે
હસવાથી (મઝાક કરવાથી) શું? બહુ સમય પછી દર્શન દઈને પાછો તું મારાથી દૂર નહીં જઈ શકે. હે નિષ્કરુણ ! તને આ પ્રવાસનો શોખ ક્યાંથી લાગ્યો? કોણે તને (મારાથી) અળગો કર્યો? આ રીતે સ્વપ્નમાં પ્રિયના કંઠમાં બાહુપાશ નાખી કહેતી, તમારી ખાલી બાહુપાશવાળી શત્રુ સ્ત્રીઓ જાગીને જોરથી રુદન કરે છે.'
અહીં (આ ઉદાહરણમાં) શુદ્ધ કરુણરસ અંગ હોવાથી (ગૌણ હોવાથી) એ સ્પષ્ટપણે “રસવદલંકાર’ જ છે. આ પ્રકારે આ જાતનાં ઉદાહરણોમાં બીજા રસોનો પણ સ્પષ્ટ રીતે અંગભાવ છે.
સંકીર્ણ ‘રસાદિ' (પણ) અંગ બન્યો હોય તેનું ઉદા. “તરતના જ અપરાધી કામીની જેમ તે ભગવાન શંકરનાં બાણોનો અગ્નિ તમારાં પાપને બાળી મૂકે, જે અશ્રુભર્યા નેત્રકમળોવાળી ત્રિપુર યુવતીઓ દ્વારા હાથમાં વળગી જતાં ઝટકી નાખવામાં આવ્યો. વસ્ત્રના છેડાને પકડવા જતાં જોરથી તાડિત કરવામાં આવ્યો, કેશને પકડતી વખતે હટાવવામાં આવ્યો, ચરણે પડ્યો પણ સંભ્રમને લીધે (ક્રોધ કે ગભરાટ) ધ્યાનમાં ન લેવાયો અને આલિંગન દેવા જતાં જેનો તિરસ્કાર કરાયો.”
આ (શ્લોક)માં ત્રિપુરારિ (શિવ)નો અતિશય પ્રભાવ વાક્યર્થ (અંગી) છે અને શ્લેષ સહિત ઈર્ષ્યા વિપ્રલંભનો અંગભાવ છે. (તેથી અહીં સંકીર્ણ રસાદિ અંગ છે.)
પ. આ રીતે જ રસવદ્દ આદિ અલંકારનો ઉચિત વિષય છે. તેથી (અહીં) ઈર્ષ્યા-વિપ્રલંભ અને કરુણ બંને (વિરોધી રસો) અંગરૂપે રહેલા હોઈ કોઈ દોષ નથી.
| (કેમકે) જ્યાં રસનો વાક્યાર્થીભાવ (= પ્રાધાન્ય) છે ત્યાં (તેનું) અલંકારત્વ કેવી રીતે મનાય ? (પોતે જ અલંકાર્ય હોવાથી રસને અલંકાર ન માની શકાય) કારણકે ચારુત્વ હેતુને જ અલંકાર કહે છે એ પ્રસિદ્ધ છે. તે પોતે જ પોતાનો ચારુત્વ હેતુ ન બની શકે.
એથી અહીં આ પ્રમાણે સંક્ષેપ (સારાંશ) છે. “રસ, ભાવ વગેરેના તાત્પર્યથી (એટલે કે રસ, ભાવ આદિને પ્રધાન માનીને તેના અંગરૂપમાં) અલંકારોની યોજના કરવામાં આવે તોજ બધા અલંકારોનું અલંકારત્વ સિદ્ધ થાય છે.”
એથી જ્યાં રસાદિ વાયાર્થીભૂત (પ્રધાન હોય તેવાં હોય છે, તે બધાં (સ્થળ) રસાદિ અલંકારના વિષય નહીં (પણ) તે ધ્વનિ (રસાદિ ધ્વનિ)ના ભેદ છે. તેના (રસાદિ ધ્વનિના ચારુત્વ હેતુ) ઉપમા વગેરે અલંકાર હોય છે. પરંતુ જ્યાં પ્રાધાન્યથી કોઈ બીજો અર્થ વાક્યાર્થીભૂત હોય અને રસાદિ તેના ચારુત્વનું સંપાદન કરતા હોય છે તે રસાદિ અલંકારનો વિષય છે.
૫.૩ આ રીતે ધ્વનિ, ઉપમા ઇત્યાદિ તથા રસવત્ ઇત્યાદિનો વિષય-વિભાગ થઈ જાય છે.
Page #106
--------------------------------------------------------------------------
________________
૧૦૪
વન્યાલોક __ यदि तु चेतनानां वाक्यार्थीभावो रसाधलङ्कारस्य विषय इत्युच्यते तर्हि उपमादीनां प्रविरलविषयता निर्विषयता वाभिहिता स्यात् । यस्मादचेतनवस्तुवृत्ते वाक्यार्थीभूते पुनश्चेतनवस्तुवृत्तान्तयोजनया यथा कथञ्चिद्भवितव्यम् । अथ सत्यामपि तस्यां यत्राचेतनानां वाक्यार्थीभावो नासौ रसवदलङ्कारस्य विषय इत्युच्यते, तन्महतः काव्यप्रबन्धस्य रसनिधानभूतस्य नीरसत्वमभिहितं स्यात् । यथा- तरङ्गभ्रूभङ्गा क्षुभितविहगश्रेणिरशना
विकर्षन्ती फेनं वसनमिव संरम्भशिथिलम् । यथाविद्धं याति स्खलितमभिसन्धाय बहुशो
नदीरूपेणेयं ध्रुवमसहना सा परिणता ।। यथा वा- तन्वी मेघजलार्द्रपल्लवतया धौताधरेवाश्रुभिः
शून्येवाभरणैः स्वकालविरहाद्विश्रान्तपुष्पोद्गमा । चिन्तामौनमिवाश्रिता मधुकृतां शब्दविना लक्ष्यते चण्डी मामवधूय पादपतितं जातानुतापेव सा ॥ तेषां गोपवधूविलाससुहृदां राधारहःसाक्षिणां क्षेमं भद्र कलिन्दशैलतनयातीरे लतावेश्मनाम् । विच्छिन्ने स्मरतल्पकल्पनमृदुच्छेदोपयोगेऽधुना
ते जाने जरठीभवन्ति विगलन्नीलत्विषः पल्लवाः ।। ___ इत्येवमादौ विषयेऽचेतनानां वाक्यार्थीभावेऽपि चेतनवस्तुवृत्तान्तयोजनाऽस्त्येव । अथ यत्र चेतनवस्तुवृत्तान्तयोजनाऽस्ति तत्र रसादिरलङ्कारः । तदेवं सत्युपमादयो निर्विषयाः प्रविरलविषयाः वा स्युः । यस्मानास्त्येवासावचेतनवस्तुवृत्तान्तो यत्र चेतनवस्तुवृत्तान्तयोजना नास्त्यन्ततो विभावत्वेन । तस्मादङ्गत्वेन च रसादीनामलङ्कारता । यः पुनरङ्गी रसो भावो वा सर्वाकारमलङ्कार्यः स ध्वनेरात्मेति ।।५।।
यथा वा
किञ्च
तमर्थमवलम्बन्ते येऽङ्गिनं ते गुणाः स्मृताः । अङ्गाश्रितास्त्वलङ्कारा मन्तव्याः कटकादिवत् ॥६॥
१. 'महतः' नि।
Page #107
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉધોતઃ ૫, ૬
૧૦૫ (એથી વિપરીત બીજાનો મત) જો ચેતનના વાક્યાર્થી ભાવમાં (ચેતનને મુખ્ય વાક્યર્થ માનવામાં) ‘રસવત્ અલંકારનો વિષય હોય છે એમ કોઈ કહે તો ‘ઉપમા વગેરે અલંકારોનો વિષય બહુ વિરલ રહી જશે (અર્થાત્ ઉપમાદિ અલંકારોનું ક્ષેત્ર જ સંકુચિત થઈ જશે) અથવા તેનો કોઈ વિષય જ ન રહે. કેમકે જ્યાં અચેતન વસ્તુનું વૃત્તાન્ત મુખ્ય વાક્યર્થ છે ત્યાં (વિભાવ વગેરેની પ્રક્રિયાથી) ચેતન વસ્તુ વૃત્તાન્તની યોજના કોઈ પ્રકારે હોવી જોઈએ. અગર જો તે (ચેતન વૃત્તાન્તની યોજના) હોવા છતાં પણ જ્યાં અચેતનોનો વાક્યાર્થીભાવ છે, ત્યાં ‘રસવ’ અલંકાર હોઈ શક્તો નથી.’ એમ કહેવામાં આવે તો બહુ મોટો, રસના ભંડાર રૂપ કાવ્ય ભાગ નીરસ છે એમ કહેવાનો વારો આવશે. જેમકે
તરંગોરૂપી ભમ્મરો નચાવતી ક્ષુબ્ધ થયેલાં પક્ષીઓરૂપી કટિમેખલાવાળી, ક્રોધાવેશને લીધે સરી પડેલા વસ્ત્ર જેવા ફીણને ખેંચી જતી આ, મારા અપરાધને વારંવાર મનથી વિચારતી હોય એમ કુટિલ ગતિએ જતી હોઈ, અસહિષ્ણુ ઉર્વશી ચોક્કસ નદીના રૂપમાં ફેરવાઈ ગઈ છે, એમ લાગે છે.'' અથવા જેમ,
‘કોમળ અંગોવાળી વરસાદના પાણીથી ભીંજાયેલા પલ્લવોને લીધે જાણે આંસુઓથી ધોવાયેલા અધરોષ્ઠવાળી, પોતાની (ખીલવાની) ઋતુના અભાવે પુષ્પો ઊગવાનું અટકી જતાં જાણે અલંકારો વિનાની, ભમરાઓના ગુંજન વિના જાણે દુઃખને લીધે ચૂપ થઈ ગયેલી પેલી ગુસ્સાવાળી (ઉર્વશી) પગે પડેલા મને અવગણીને પશ્ચાત્તાપવાળી બની હોય એમ મને લાગે છે.” અથવા જેમ, - “હે ભદ્ર ! ગોપવધૂઓના વિકાસ સખા, રાધાની એકાંત ક્રીડાઓના સાક્ષી, એવા યમુના તટનાં લતાકુંજ કુશળ તો છે ને? હવે તો કામશચ્યા રચવા માટે કોમળ કુંપળો તોડવાની જરૂર ન રહેતાં તેમની શ્યામલ કાંતિ ઝાંખી પડી ગઈ હશે અને તેઓ જરઠ થઈ ગયાં હશે.”
ઇત્યાદિ (ઉદાહરણો)ના વિષયમાં અચેતન (મશઃ પહેલા શ્લોકમાં નદી, બીજામાં લતા અને ત્રીજામાં લતાકુંજ) વસ્તુઓનો વાકયાર્થીભાવ (પ્રધાનતા) હોવા છતાં પણ ચેતન વસ્તુના વૃત્તાન્તની યોજના છે જ. અને જ્યાં ચેતનવસ્તુવૃત્તાન્તની યોજના હોય છે ત્યાં રસાદિ અલંકાર હોય છે. આમ હોવાથી ઉપમા વગેરે અલંકાર નિર્વિષય થઈ જશે (એટલે કે તેનું ક્ષેત્ર બિલકુલ લોપ પામશે) અથવા તેનાં ઉદાહરણ ઓછાં મળશે. કેમકે એવું કોઈ અચેતન વસ્તુનું વૃત્તાન્ત નથી જેમાં ઓછામાં ઓછું વિભાવરૂપે પણ ચેતનવસ્તુના વૃત્તાંતની યોજના ન થઈ હોય. તેથી રસાદિ જ્યારે અંગરૂપ-અપ્રધાન હોય ત્યારે તે અલંકાર ગણાય. (રસવતું વગેરે અલંકાર ગણાય છે.) પણ જે અંગી રસ કે ભાવ છે, તે બધી રીતે અલંકાર્ય અને ધ્વનિને આત્મા છે.
કારિકા ૬ અને વૃત્તિ વળી, “જે તે અંગીરૂપ (પ્રધાનભૂત) અર્થને આશ્રયે રહે છે, તે ગુણો કહેવાય છે અને કટાક (ક) વગેરેની જેમ અંગો પર આશ્રિત રહેનારાઓને “અલંકાર માનવા જોઈએ.”
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦ ૨
વન્યાલોક ये तमर्थं रसादिलक्षणमङ्गिनं सन्तमवलम्बन्ते ते गुणाः शौर्यादिवत् । वाच्यवाचकलक्षणान्यङ्गानि ये 'पुनस्तदाश्रितास्तेऽलङ्कारा मन्तव्याः कटकादिवत् ।।६।। तथा च
शृङ्गार एव मधुरः परः प्रह्लादनो रसः । तन्मयं काव्यमाश्रित्य माधुर्यं प्रतितिष्ठति ॥७॥ शृङ्गार एव रसान्तरापेक्षया मधुरः प्रह्लादहेतुत्वात् । तत्प्रकाशनपरशब्दार्थतया काव्यस्य स माधुर्यलक्षणो गुणः । श्रव्यत्वं पुनरोजसोऽपि साधारणमिति ॥७॥
शृङ्गारे विप्रलम्भाख्ये करुणे च प्रकर्षवत् । माधुर्यमार्द्रतां याति यतस्तत्राधिकं मनः ॥८॥ विप्रलम्भशृङ्गारकरुणयोस्तु माधुर्यमेव प्रकर्षवत् । सहृदयहृदयावर्जनातिशयनिमितत्वादिति ।।८॥
रौद्रादयो रसा दीप्त्या लक्ष्यन्ते काव्यवर्तिनः । ... तव्यक्तिहेतू शब्दार्थावाश्रित्यौजो व्यवस्थितम् ॥९॥
रौद्रादयो हि रसाः परां दीप्तिमुज्ज्वलतां जनयन्तीति लक्षणया त एव दीप्तिरित्युच्यते । तत्प्रकाशनपरः शब्दो दीर्घसमासरचनालङ्कृतं वाक्यम् । यथा
चश्चद्भुजभ्रमितचण्डगदाभिघातसञ्चूर्णितोरुयुगलस्य सुयोधनस्य । स्त्यानावबद्धघनशोणितशोणपाणिरुत्तंसयिष्यति कचांस्तव देवि भीमः ॥ तत्प्रकाशनपरश्चार्थोऽनपेक्षितदीर्घसमासरचनः प्रसन्नवाचकाभिधेयः । यथा
यो यः शस्त्रं बिभर्ति स्वभुजगुरुमदः पाण्डवीनां चमूनां यो यः पाञ्चालगोत्रे शिशुरधिकवया गर्भशय्यां गतो वा । यो यस्तत्कर्मसाक्षी चरति मयि रणे यश्च यश्च प्रतीप:
क्रोधान्धस्तस्य तस्य स्वयमपि जगतामन्तकस्यान्तकोऽहम् ।। इत्यादौ द्वयोरोजस्त्वम् ॥९॥
१. 'पुनराश्रिता' नि०। २. नि० तथा दी० ‘प्रह्लादहेतुत्वात्प्रकाशनपरः । शब्दार्थयोः।' .
Page #109
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોતઃ ૭, ૮, ૯
જે તે રસાદિ રૂપ અંગભૂતનું અવલંબન કરે છે, (તેના આશ્રયે રહે છે, તે શૌર્ય આદિની જેમ ગુણ કહેવાય છે અને વાચ્ય તથા વાચકરૂપ (અર્થ તથા શબ્દ) અંગ છે, જે તે (અંગો)ના આશ્રયે છે તે કટક વગેરેની જેમ અલંકાર માનવા જોઈએ.
કારિકા-૭ અને વૃત્તિ અને, “શૃંગાર જ મધુર અને પરમ આલ્ફાકારી રસ છે, શૃંગારરસમય કાવ્યને આશ્રયે જ માધુર્ય ગુણ રહેલો હોય છે.”
શૃંગાર જ અન્ય રસો કરતાં અધિક આલાદજનક હોવાથી મધુર છે. શબ્દ અને અર્થ તેના શૃંગારરસના) પ્રકાશનમાં તત્પર હોય છે એથી (શબ્દાર્થમય) કાવ્યનો તે માધુર્ય” ગુણ હોય છે. શ્રવ્યત્વ (કાનને સુખકર લાગવાપણું) “ઓજ (ગુણ)નું પણ સાધારણ લક્ષણ છે. (એટલે કે, માધુર્યની જેમ “ઓજ' માં પણ શ્રવ્યત્વ રહે છે.)
કારિકા-૮ અને વૃત્તિઃ “વિપ્રલંભ શૃંગાર અને કરુણરસમાં માધુર્ય (ગુણનો પ્રયોગ વિશેષ રૂપથી) ઉત્કર્ષયુક્ત હોય છે, કારણકે એમાં મન અધિક આદ્રતાને પામે છે.”
વિપ્રલંભ શૃંગાર અને કરુણરસોમાં તો માધુર્ય (ગુણ) જ પ્રકર્ષવાળો હોય છે કેમકે એ રસો સદ્ધયોનાં ઠયોને પોતાના તરફ અધિક આકર્ષિત કરવામાં નિમિત્ત હોય છે.
કારિકા અને વૃત્તિ : “કાવ્યમાં રહેલા રૌદ્ર વગેરે રસ દીપ્તિ દ્વારા (ચિત્તવિસ્તારરૂપ રૌદ્રાદિ રસોમાં અનુભવાતી ચિત્તની વિશિષ્ટ અવસ્યા દ્વારા) લક્ષિત થાય છે. તેને (દીસિને) વ્યક્ત કરવામાં જે શબ્દ અને અર્થ કારણ હોય છે તેને જે આશ્રયે “ઓજ ગુણ રહેલો હોય છે.'
રૌદ્ર વગેરે (રોદ્ર, વીર, અદ્ભુત) રસો ભારે દીતિ યાને ઉજજવળતા પેદા કરે છે. આથી લક્ષણાથી તે જ (શૈદ્રાદિ રસો) દીપ્તિ છે એમ કહેવાય છે. તેને (દીસિને) પ્રકાશિત કરનાર શબ્દ દીર્ઘસમાસ-રચનાથી અલંકૃત વાક્ય હોય છે. જેમ કે
ચંચળ હાથમાં ઘુમાવેલી ભયંકર ગદાના પ્રહારથી જેની બંને સાથળનો ભુક્કો કર્યો છે એવા સુયોધનના ચીકણા, ચોંટેલા, ઘાટા લોહીથી લાલ (બનેલા) હાથવાળો ભીમ, તારા વાળ બાંધશે, હે દેવી!’
તેને (ઓજસુગુણને) પ્રકાશિત કરનાર અર્થ, દીર્ઘ સમાસની રચના વગરનો પ્રસન્ન વાચ્યવાચકવાળો (પણ) હોય છે. જેમકે
“પાંડવોની સેનાઓમાં પોતાના બાહુઓનું ભારે અભિમાન ધરાવતો જે કોઈ શસ્ત્ર ધારણ કરતો હોય, પાંચાલ વંશમાં જે કોઈ બાળક, મોટી ઉમરનું કે ગર્ભમાં સૂતેલું હોય, જે કોઈ તે કર્મનું સાક્ષી હોય, હું યુદ્ધમાં ફરતો હોઉં ત્યારે જે જે કોઈ સામે આવેલું હોય તે (સૌ) માટે ક્રોધથી આંધળો હું જાતે યમનો પણ યમ થઈશ.”
વગેરે બેયમાં “ઓજ (ગુણ) છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
-- वन्यालो समर्पकत्वं काव्यस्य यत्तु सर्वरसान् प्रति ।
स प्रसादो गुणो ज्ञेयः सर्वसाधारणक्रियः ॥१०॥ प्रसादस्तु स्वच्छता शब्दार्थयोः । स च सर्वरंससाधारणो गुणः । सर्वरचनासाधारणश्च । व्यङ्ग्यार्थापेक्षयैव मुख्यतया व्यवस्थितो मन्तव्यः ॥१०॥
श्रुतिदुष्टादयो दोषा अनित्या ये च दर्शिताः ।
ध्वन्यात्मन्येव शृङ्गारे ते हेया इत्युदाहृताः ॥११॥ अनित्या दोषाश्च ये श्रुतिदुष्टादयः सूचितास्तेऽपि न वाच्ये अर्थमात्रे, न च व्यङ्गये शृङ्गारव्यतिरेकिणि, शृङ्गारे वा ध्वनेरनात्मभूते' । किन्तर्हि ध्वन्यात्मन्येव शृङ्गारेऽङ्गितया व्यङ्ग्ये ते हेया इत्युदाहृताः । अन्यथा हि तेषामनित्यदोषतैव न स्यात् ॥११॥ एवमयमसंलक्ष्यक्रमद्योतो' ध्वनेरात्मा प्रदर्शितः सामान्येन ।
तस्याङ्गानां प्रभेदा ये प्रभेदा स्वगताश्च ये।
तेषामानन्त्यमन्योन्यसम्बन्धपरिकल्पने ॥१२॥ अङ्गितया व्यङ्ग्यो रसादिर्विवक्षितान्यपरवाच्यस्य ध्वनेरेक आत्मा य उक्तस्तस्याङ्गानां वाच्यवाचकानुपातिनामलङ्काराणां ये प्रभेदा निरवधयो ये च स्वगतास्तस्याजिनोऽर्थस्य रस-भाव-तदाभास-तत्प्रशमलक्षणा विभावानुभावव्यभिचारिप्रतिपादनसहिता अनन्ताः स्वाश्रयापेक्षया निःसीमानो विशेषास्तेषामन्योन्यसम्बन्धपरिकल्पने क्रियमाणे कस्य-चिदन्यतमस्याऽपि रसस्य प्रकाराः परिसंख्यातुं न शक्यन्ते किमुत सर्वेषाम् । ___ तथा हि-शृङ्गारस्याङ्गिनस्तावदाद्यौ द्वौ भेदौ । सम्भोगो विप्रलम्भश्च । सम्भोगस्य च परस्परप्रेमदर्शनसुरतविहरणादिलक्षणाः प्रकाराः । विप्रलम्भस्याप्यभिलाषाविरहप्रवासविप्रलम्भादयः । तेषां च प्रत्येकं विभावानुभावव्यभिचारिभेदः । तेषां च देशकालाद्याश्रयावस्थाभेद' इति स्वगतभेदापेक्षयैकस्य" तस्यापरिमेयत्वम् । किं पुनरङ्गप्रभेदकल्पनायाम् । ते ह्यङ्गप्रभेदाः प्रत्येकमणिप्रभेदसम्बन्धपरिकल्पने क्रियमाणे सत्यानन्त्यमेवोपयान्ति ॥१२॥
१. नि०, दी० भांश्चेति' ५। छे. २. नि मा 'न वाच्यार्थमात्रे, न च व्यङ्ग्ये, शृङ्गारे, शृङ्गारव्यतिरेकिणि वा ध्वनेरनात्मभावे' ५४ छ. दी० wi ___ 'ध्वनेरनात्मभूते' मां भूते' ने स्थान भावे' us छे. ३. 'द्योत्यध्वनेः' नि०। ४. 'शृङ्गारस्यैवाङ्गिनः' नि० दी०। ५. 'भेदाः' नि०, दी। ६. 'भेदाः' नि०, दी०। ७. 'अपेक्षयैव' नि० दी०। ८. 'कल्पनया' नि०, दी०। ९. ते हि प्रभेदाः' दी० ।
Page #111
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોત : ૧૦, ૧૧, ૧૨
૧૦૯
કારિકા-૧૦ અને વૃત્તિ : ‘‘(સૂકાં લાકડામાં અગ્નિની જેમ કે સ્વચ્છ વસ્ત્રમાં પાણીની જેમ) કાવ્યના રસો પ્રત્યે જે સમર્પકત્વ (અર્થાત્ ભાવકના ચિત્તને વ્યાસ કરી દેવું તે) છે, બધા રસો અને રચનાઓમાં સાધારણ (સામાન્ય) રૂપથી રહેલ હોય તેને ‘પ્રસાદ’ ગુણ સમજવો જોઈએ.’
‘પ્રસાદ’ (નો અર્ધ) શબ્દ અને અર્થની સ્વચ્છતા છે. તે બધા રસોનો સાધારણ ગુણ છે, અને બધી રચનાઓમાં સમાનરૂપથી રહે છે. તેને મુખ્ય રૂપથી વ્યંગ્યાર્થની અપેક્ષાથી રહેનાર સમજવો જોઈએ.
કારિકા ૧૧ અને વૃત્તિ ‘‘શ્રુતિદુષ્ટ વગેરે જે અનિત્ય દોષ બતાવવામાં આવેલા છે તે ધ્વન્યાત્મક ( =ધ્વનિરૂપ) શૃંગારમાં જ ત્યાજ્ય કહેવામાં આવ્યા છે.’’
જે અનિત્ય શ્રુતિદુષ્ટ વગેરે દોષો સૂચિત કરવામાં આવેલ છે તે ન તો વાચ્યાર્થમાત્રમાં, ન શૃંગારથી ભિન્ન વ્યંગ્ય (રસાદિ)માં અને ન ધ્વનિના અનાત્મભૂત (ગુણીભૂત) શૃંગારમાં ત્યાજ્ય કહેવામાં આવ્યા છે પણ પ્રધાનતાથી વ્યંગ્ય ધ્વન્યાત્મક શૃંગારમાં જ ત્યાજ્ય કહેવામાં આવેલ છે (એમ જાણવું). નહીંતર તેમની અનિત્યતા દોષતા-જ નહીં બને.
કારિકા ૧૨ અને વૃત્તિ : આમ અસંલક્ષ્યક્રમથી પ્રગટ થતો ધ્વનિનો આત્મા અમે સાધારણ રીતે બતાવ્યો.
“તેના (અસંલક્ષ્યક્રમ યંગ્ય રસધ્વનિનાં) અંગો (અલંકાર વગેરે)ના જે (અનેક) પ્રભેદ છે અને સ્વગત (સ્વયં રસાદિના) પ્રભેદ છે, તેની એક બીજા સાથેના સંબંધની (સંસૃષ્ટિ, સંકર, પ્રસ્તાર, વિસ્તારથી) કલ્પના કરતાં તેનું આનન્ય થઈ જશે. (અર્થાત્ તેમની સંખ્યાનો કોઈ પાર નહીં રહે.)’’
અંગીપણાને લઈને ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ ધ્વનિનો એક આત્મા જે વ્યંગ્ય ‘રસાદિ’ કહ્યો છે તેના અંગ સ્વરૂપ વાચ્યવાચવાળા અલંકારોના જે અસંખ્યપ્રભેદ છે તે અને અંગી અર્થના પોતાના ભેદ રસ, ભાવ, તદાભાસ, તત્પ્રશમરૂપ વિભાવ, અનુભાવ, વ્યભિચારિભાવ પ્રતિપાદન સહિત અનંત અને મૂળની અપેક્ષાએ સીમા વગરના જે પ્રભેદો છે તે, તેમના પરસ્પર સંબંધોની ગણના કરતાં એટલા રસોમાંથી એના પણ ભાગો ગણી શકાય તેમ નથી તો પછી બધા (રસો)ની તો વાત જ શી ?
તોપણ અંગી શૃંગારના તો બે ભેદ- સંભોગ અને વિપ્રલંભ. સંભોગના પરસ્પર પ્રેમદર્શન, સુરત, નિહાર વગેરે પ્રકારો છે. વિપ્રલંભના પણ અભિલાષા, ઈર્ષ્યા, વિરહ, પ્રવાસ, વિયોગ વગેરે છે. તે દરેકના વિભાવ, અનુભાવ અને વ્યભિચારિ ભાવને લઈને પડતા ભેદો છે. તેના પણ દેશ, કાળ, આશ્રય, અવસ્થા વગેરેની દષ્ટિએ પણ ભેદો પડે છે. આ રીતે સ્વગત ભેદોને કારણે તે એકનું (શૃંગારનું) અપરિમેયત્ન આવે. પછી તેના અંગોના ભેદોપભેદ-કલ્પનાની તો વાત જ શી કરવી ? તે અંગભેદો દરેક અંગીના પ્રભેદ સાથે જોડવાથી આનન્ત્ય જ ઉત્પન્ન થાય.
Page #112
--------------------------------------------------------------------------
________________
११०
.... चन्याला दिनमात्रं तूच्यते येन व्युत्पन्नानां सचेतसाम् ।
बुद्धिरासादितालोका सर्वत्रैव भविष्यति ॥१३॥ दिङ्मात्रकथनेन हि व्युत्पन्नानां सहृदयानामेकत्रापि रसभेदे सहालङ्कारैरङ्गाङ्गिभावपरिज्ञानादासादितालोका' बुद्धिः सर्वत्रैव भविष्यति ॥१३॥ तत्र
शृङ्गारस्याङ्गिनो यत्नादेकरूपानुबन्धवान् । सर्वेष्वेव प्रभेदेषु नानुप्रासः प्रकाशकः ॥१४॥ अङ्गिनो हि शृङ्गारस्य ये उक्ताः प्रभेदास्तेषु सर्वेष्वेकप्रकारानुबन्धितया प्रवृत्तोऽनुप्रासो न व्यञ्जकः । अङ्गिन इत्यनेनाङ्गभूतस्य शृङ्गारस्यैकरूपानुबन्ध्यनुप्रासनिबन्धने कामचारमाह ॥१४॥
ध्वन्यात्मभूते शृङ्गारे यमकादिनिबन्धनम् ।
शक्तावपि प्रमादित्वं विप्रलम्भे विशेषतः ॥१५॥ ध्वनेरात्मभूतः शृङ्गारस्तात्पर्येण वाच्यवाचकाभ्यां प्रकाश्यमानस्तस्मिन् यमकादीनां यमकप्रकाराणां निबन्धनं दुष्करशब्दभङ्गश्लेषादीनां शक्तावपि प्रमादित्वम् ।
प्रमादित्वमित्यनेन एतद्दीते काकतालीयेन कदाचित् कस्यचिदेकस्य यमकादेर्निष्पत्तावपि भूम्नालङ्कारान्तरवद्रसाङ्गत्वेन निबन्धो न कर्तव्य इति । विप्रलम्भे विशेषत इत्यनेन विप्रलम्भे सौकुमार्यातिशयः ख्याप्यते । तस्मिन् द्योत्ये यमकादेरङ्गस्य निबन्धो नियमान्न कर्तव्य इति ॥१५॥ अत्र युक्तिरभिधीयतेरसाक्षिप्ततया यस्य बन्धः शक्यक्रियो भवेत् ।
अंपृथग्यत्ननिर्वर्त्यः सोऽलङ्कारो ध्वनौ मतः ॥१६॥ निष्पत्तावाश्चर्यभूतोऽपि यस्यालङ्कारस्य रसाक्षिप्ततयैव बन्धः शक्यक्रियो भवेत् सोऽस्मिन् अलक्ष्यक्रमव्यङ्गये ध्वनावलङ्कारो मतः । तस्यैव रसाङ्गत्वं मुख्यमित्यर्थः ।
१. 'सहालङ्कारैः' । स्थाने 'कर्तव्येऽलङ्कारे' 45 ., L. भांछे. २. 'अनुबन्धनात्' नि०, दी० ।
Page #113
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોતઃ ૧૩, ૧૪, ૧૫, ૧૬)
૧૧૧ કારિકા ૧૩ અને વૃત્તિઃ “(અહીં તેનું) માત્ર દિગ્દર્શન જ કરાવીએ છીએ. જેથી વ્યુત્પન્ન સદાયોની બુદ્ધિ સર્વત્ર પ્રકાશ પ્રાપ્ત કરી શકે.
દિલ્માત્ર કથનથી અલંકાર વગેરેની સાથે રસના એક જ ભેદના અંગાગિભાવના જ્ઞાનથી વ્યુત્પન્ન-બુદ્ધિમાન-સદયોની બુદ્ધિને બીજા બધા સ્થાનો પર (બધા રસોની બાબતમાં) જ પ્રકાશ મળી જશે.
કારિકા-૧૪ અને વૃત્તિ તેમાં, “અંગી શૃંગારના બધા પ્રભેદોમાં પ્રયત્નપૂર્વક એક પ્રકારના અનુબંધવાળો અનુપ્રાસ પ્રકાશક નથી હોતો.”
અંગી શૃંગારના જે પ્રભેદ કહેવામાં આવ્યા છે તે બધામાં એક પ્રકારના (અક્ષરના) બંધવાળા પ્રબંધથી જે અનુપ્રાસ આવે છે તે વ્યંજક નથી. મરિનઃ આ પદથી અંગભૂત (ગુણીભૂત) શૃંગારમાં એક જ જાતના (અક્ષરના) બંધવાળી રચનામાં સ્વેચ્છાપૂર્વક વર્તાય એમ કહ્યું છે.
કારિકા-૧૫ અને વૃત્તિક “શક્તિ હોવા છતાં, ધ્વનિના આત્મભૂત શૃંગારમાં અને વિશેષરૂપથી વિપ્રલંભ શૃંગારમાં યમક વગેરેની યોજના કરવી તે (કવિના) પ્રમાદીપણાનું સૂચક છે.”
ધ્વનિનો આત્મભૂત શૃંગાર તાત્પર્યરૂપથી વાચ્ય અને વાચક (અર્થ-શબ્દ) દ્વારા પ્રકાશિત થાય છે, તેમાં યમક વગેરે એટલે કે યમકના પ્રકારોનું નિબંધન દુષ્કર, શબ્દભંગ શ્લેષ વગેરે યોજવાની શક્તિ હોવા છતાં પણ પ્રમાદિત્વનું સૂચક છે. ‘પ્રમાદિત્વથી એ સૂચિત કર્યું છે કે કાતાલીય ન્યાયથી કોઈ એક યમક વગેરેની કયારેક રચના થઈ હોય તો ય બીજા અલંકારોની જેમ રસના અંગરૂપથી તેનો ઝાઝો વપરાશ ન કરવો. ‘ખાસ કરીને વિપ્રલંભમાં, એમ કહી, વિપ્રલંભ (શૃંગાર)માં સૌકુમાર્ય છે એમ બતાવે છે. તે (વિપ્રલંભ શૃંગાર)ની વ્યંજનામાં યમક આદિ (અલંકારો)નો પ્રયોગ, નિયમપૂર્વક, નહીં કરવો જોઈએ એમ (કહે છે).
કારિકા ૧૬ અને વૃત્તિઃ આ વિષયમાં યુક્તિ ( = વ્યાપક નિયમ) કહે છે.
“રસની દ્વારા આક્ષિત હોવાથી જ જે અલંકારનો બંધ (રચના) કરવાનું શક્ય હોય અને તેને માટે પૃથફ યત્ન કરવો ન પડે, ધ્વનિમાં તે જ અલંકાર માન્ય ગણવામાં આવે છે. (માનવામાં આવે છે.)”
જેની રચના (નિષ્પત્તિ) થઈ ગયા પછી આશ્ચર્યજનક લાગે તો યે જે અલંકારની રચના રસ દ્વારા આપ્તિ હોવાથી જુદા પ્રયત્ન વગર) શક્ય બની હોય તે જ આ અસંલફ્ટમ એ ધ્વનિ - અલંકાર મનાય છે. તે જ મુખ્યરૂપથ રસનું
Page #114
--------------------------------------------------------------------------
________________
११२
વન્યાલોક
यथा
कपोले पत्राली करतलनिरोधेन मृदिता .....- निपीतो निःश्वासैरयममृतहद्योऽधररसः । मुहुः कण्ठे लग्नस्तरलयति वाष्पः स्तनतटीं
प्रियो मन्युर्जातस्तव निरनुरोधे न तु वयम् ॥ रसाङ्गत्वे च तस्य लक्षणमपृथग्यत्मनिर्वय॑त्वमिति' । यो रसं बन्धुमध्यवसितस्य कवेरलङ्कारस्तां वासनामत्यूह्य यत्नान्तरमास्थितस्य निष्पद्यते स न रसाङ्गमिति । यमके च प्रबन्धेन बुद्धिपूर्वकं क्रियमाणे नियमेनैव यत्नान्तरपरिग्रह आपतति शब्दविशेषान्वेषणरूपः । .. अलङ्कारान्तरेष्वपि तत्तुल्यमिति चेत् नैवम् । अलङ्कारान्तराणि हि निरूप्यमाणदुर्घटनान्यपि रससमाहितचेतसः प्रतिभावतः कवेरहम्पूर्विकया परापतन्ति । यथा कादम्बयाँ कादम्बरीदर्शनावसरे । यथा च मायारामशिरोदर्शनेन विह्वलायां सीतादेव्या सेतौ ।
युक्तञ्चैतत् । यतो रसा वाच्यविशेषैरेवाक्षेप्तव्याः। तत्प्रतिपादकैश्च शब्दैस्तत्प्रकाशिनो .. वाच्यविशेषा एव रूपकादयोऽलङ्काराः तस्मान्न तेषां बहिरङ्गत्वं रसाभिव्यक्तौ । यमकदुष्करमार्गेषु तु तत् स्थितमेव । ___ यत्तु रसवन्ति कानिचिद्यमकादीनि दृश्यन्ते तत्र रसादीनामङ्गता, यमकादीनान्त्वङ्गितैव । रसाभासे चाङ्गत्वमप्यविरुद्धम् । अङ्गितया तु व्यङ्ग्ये रसे नाङ्गत्वं पृथक्प्रयत्ननिर्वय॑त्वाद् यमकादेः। अस्यैवार्थस्य संग्रहश्लोकाः
'रसवन्ति हि वस्तूनि सालङ्काराणि कानिचित् । एकेनैव प्रयत्नेन निर्वय॑न्ते महाकवेः ॥
१. तटम् नि। २. 'लक्षणमक्षुण्णमपृथग्यत्नं निर्वर्त्यत इति' नि०, दी० । ३. 'यो' २॥ ५६ 'कवे' नी पछीछे... भ'यो' नथी. ४. 'स' नयी. A. ५. 'पिता' नि०, दी। ६. 'पृथग्यल' दी।
Page #115
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોત : ૧૬
અંગ હોય છે, એમ અર્થ છે. જેમ કે
૧૧૩
‘‘(તારા) ગાલ ઉપર ચીતરેલી પત્રાવલી હથેળીના દબાણથી ભૂંસાઈ ગઈ છે. નિઃશ્વાસોએ અમૃત સમાન મધુર (તારા) અધરરસનું પાન કરી લીધું છે. આ અશ્રુબિંદુ વારે વારે તારા કંઠનું આલિંગન કરી સ્તનોને હલાવી રહેલ છે. હે નિર્દય (હૃદયની), આ ક્રોધ તને (આટલો) પ્રિય થઈ ગયો અને અમે નહીં !’
અલંકારનું, રસનું અંગ હોવાનું, લક્ષણ એ છે કે કવિને અલંકારને માટે કોઈ જુદો પ્રયત્ન ન કરવો પડે. રસબંધનના અધ્યવસાયમાં (નિશ્ચયમાં) પ્રવૃત્ત કવિની રસભાવનાનું ઉલ્લંઘન કરી બીજા પ્રયત્નનો સહારો લેતાં જે અલંકાર નિષ્પન્ન થાય છે, તે અલંકાર રસનું અંગ નથી હોતો. બુદ્ધિપૂર્વક કરવામાં આવતા યમમાં વિશેષ શબ્દોની શોધરૂપી ખાસ પ્રયત્ન ચોક્કસ કરવો જ પડે છે.
જ
(પૂર્વપક્ષી જો એમ કહે કે આ વાત તમે યમ ને માટે જ કેમ કહો છો, યોગ્ય શબ્દો શોધવાનો પ્રયત્ન તો અન્ય અલંકારોમાં પણ કરવો પડે છે.)
આ (બાબત) તો અન્ય અલંકારોમાં પણ સમાન છે, એમ કહેવામાં આવે તો તે અમને માન્ય નથી. (કારણ કે) બીજા અલંકારો, ગોઠવવામાં દુર્ઘટ છે તો પણ, રસમાં એકાગ્રચિત્તવાળા પ્રતિભાશાળી કવિની સામે, ‘હું પહેલો, હું પહેલો’ એમ હરીફાઈ કરતા જાતે દોડચા આવે છે. જેમકે ‘કાદંબરી’ (ગ્રંથમાં) કાદંબરી (નાયિકા)ના દર્શન પ્રસંગે અથવા જેમકે સેતુબંધ (કાવ્ય)માં રામના માયાવી મસ્તકના દર્શનથી વિહ્વળ સીતાના પ્રસંગે.
અને આ યોગ્ય છે. કેમ કે રસો વાચ્યવિશેષ દ્વારા જ વ્યંજિત (આક્ષિસ) થાય છે. તે (વાચ્ય વિશેષ)ના પ્રતિપાઠક શબ્દોથી તેને પ્રકાશિત કરનાર ‘રૂપક’ વગેરે અલંકાર વાચ્ય વિશેષ જ છે. એથી રસની અભિવ્યક્તિમાં તેઓ બહિરંગ નથી. (બહારના નથી). યમક વગેરેના દુષ્કર માર્ગમાં (બુદ્ધિપૂર્વક બહુપ્રયત્ન સાધ્ય માર્ગમાં) તો બહિરંગપણું ( ભિન્ન પ્રયત્ન નિષ્પાદ્યત્વ) ચોક્કસ જ છે. જે કેટલાક યમકાદિ અલંકારો રસવાળા જોવામાં આવે છે ત્યાં રસાદિ ગૌણ હોય છે, યમકાઢિ પ્રધાન હોય છે. રસાભાસ (ની સ્થિતિ)માં (તેનું) અંગત્વ પણ વિરુદ્ધ નથી. વ્યંગ્ય રસ હોય ત્યાં યમકાદિની અંગિતા (હોય), અંગત્વ ન હોય, તે ખાસ યત્નથી નિપજાવવા પડે છે માટે. (અર્થાત્ જ્યાં રસ અંગી હોય, પ્રધાન રૂપથી વ્યંગ્ય હોય, ત્યાં યમક ઇત્યાદિ અંગ નથી હોઈ શકતા કેમકે તેમને માટે જુદો પ્રયત્ન કરવો પડે છે.) આ અર્થના સંગ્રહ શ્લોકો
‘કેટલીક અલંકારયુક્ત રસવાન વસ્તુઓ, મહાકવિના એક જ પ્રયત્નથી રચાઈ
જાય છે.’’
Page #116
--------------------------------------------------------------------------
________________
११४
દવન્યાલોક यमकादिनिबन्धे तु पृथग्यत्नोऽस्य जायते । शक्तस्यापि रसेऽङ्गत्वं तस्मादेषां न विद्यते ॥ रसाभासाङ्गभावस्तु यमकार्न वार्यते । .
ध्वन्यात्मभूते शृङ्गारे त्वङ्गता नोपपद्यते ॥१६॥ इदानीं ध्वन्यात्मभूतस्य शृङ्गारस्य व्यञ्जकोऽलङ्कारवर्ग आख्यायते
ध्वन्यात्मभूते शृङ्गारे समीक्ष्य विनिवेशितः।
रूपकादिरलङ्कारवर्ग एति यथार्थताम् ॥१७।। अलङ्कारो हि बाह्यालङ्कारसाम्यादङ्गिनश्चारुत्वहेतुरुच्यते । वाच्यालङ्कारवर्गश्च रूपकादिर्यावानुक्तो, वक्ष्यते च कैश्चिद्, अलङ्काराणामनन्तत्वात्, स' सर्वोऽपि यदि समीक्ष्य विनिवेश्यते तदलक्ष्यक्रमव्यङ्ग्यस्य ध्वनेरङ्गिनः सर्वस्यैव' चारुत्वहेतुनिष्पद्यते ॥१७॥ एषा चास्य विनिवेशने समीक्षा
विवक्षा तत्परत्वेन नाङ्गित्वेन कदाचन । काले च ग्रहणत्यागौ नातिनिर्बर्हणैषिता ॥१८॥ नियूँढावपि चाङ्गत्वे यत्नेन प्रत्यवेक्षणम् ।
रूपकादिरलङ्कारवर्गस्याङ्गत्वसाधनम् ॥१९॥ १८-१९.१ रसबन्धेष्वादृतमनाः कविर्यमलङ्कारं तदङ्गतया विवक्षति । यथा
चलापाङ्गां दृष्टिं स्पृशसि बहुशो वेपथुमती रहस्याख्यायीव स्वनसि मृदु कर्णान्तिकचरः । करौ व्याधुन्वत्याः पिबसि रतिसर्वस्वमधरं
वयं तत्त्वान्वेषान्मधुकर हतास्त्वं खलु कृती ।। अत्र हि भ्रमरस्वाभावोक्तिरलङ्कारो रसानुगुणः ।
१. 'स' नि०, दी० मा नथी. २. 'सर्व एवं' नि०, दी। ३. 'रूपकादेः' नि०, दी० । ४. 'गतः' नि०।
Page #117
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોત: ૧૬, ૧૭, ૧૮, ૧૯
૧૧૫
‘પરંતુ યમક આદિની રચનામાં તો પ્રતિભાવાન (રાસ્ય અપિ) કવિને પણ પૃથક્ પ્રયત્ન કરવો પડે છે એથી તે (યમક વગેરે) રસનાં અંગ નથી હોતાં.’’
‘“યમક આદિનું રસાભાસમાં અંગત્વનું વારણ નથી. (એટલે કે યમક વગેરે અલંકારોને, રસાભાસમાં, અંગ માનવામાં વાંધો નથી.) પરંતુ ધ્વનિના આત્મભૂત શૃંગારમાં (યમક વગેરે અલંકારોનું) તેમનું અંગત્વ ઉપપન્ન નથી. (અર્થાત્ અંગ બની શકતા નથી.)’’હવે ધ્વનિના આત્મભૂત શૃંગારના અભિવ્યંજક અલંકારોનું નિરૂપણ કરે છે.
કારિકા-૧૭ અને વૃત્તિ ધ્વનિના આત્મભૂત શૃંગારમાં, સમીક્ષા કરીને યોજવામાં આવ્યા હોય તો રૂપકાઠિ અલંકારો યથાર્થતા પ્રાપ્ત કરે છે. (અર્થાત્ અલંકાર્યના ચારુત્વહેતુ હોવાથી ‘અલંકાર’ નામને ચરિતાર્થ કરે છે.)’’
બાહ્ય અલંકારો સાથેના સામ્યને કારણે અંગી- પ્રધાનભૂત-રસના ચારુત્વ હેતુને અલંકાર કહે છે. વાચ્યાલંકારો (અર્થાલંકારો) રૂપક વગેરે જેટલા (પ્રાચીન આલંકારિકોએ) કહ્યા છે અને અલંકારોની (ચારુત્વ હેતુઓની) અનંતતાને કારણે, અન્ય કેટલાક (આલંકારિકો) વડે (ભવિષ્યમાં) ગણાવવામાં આવશે, તે બધાને જો વિચારપૂર્વક (કાવ્યમાં) યોજવામાં આવે (હવે પછીની કારિકાઓમાં પ્રદર્શિત નિયમો પ્રમાણે પ્રયોજવામાં આવે) તો બધા અંગી (પ્રધાનભૂત) અસંલક્ષ્યક્રમ વ્યંગ્યના ચારુત્વહેતુ (શોભા આપનાર) થશે.
કારિકા-૧૮-૧૯ અને વૃત્તિ : તેના (રૂપકાદિ અલંકારોના) (કાવ્યમાં) વિનિવેશમાં (પ્રયોગમાં) આ સમીક્ષા છે. (અર્થાત્ આટલી બાબતોનો વિચાર કરવો આવશ્યક છે. ) ( અલંકાર યોજનાના છ નિયમો કારિકા ૧૮, ૧૯માં આપ્યા છે અને વૃત્તિમાં ઉદાહરણ સાથે સમજાવ્યા છે.)
‘‘જે રૂપક ઇત્યાદિની વિવક્ષા રસપરક હોય, ચારેય અંગીના રૂપમાં ન હોય, સમય પર ગ્રહણ અને ત્યાગ કરી દેવામાં આવે, નિર્વહણની અત્યંત ઇચ્છા ન હોય. (૧૮) ‘‘નિર્વહણ હોય ત્યારે પણ પ્રયત્નપૂર્વક અંગના રૂપમાં પ્રતિષ્ઠિત કરી દેવામાં આવે. આ પ્રકારે રૂપક વગેરે અલંકાર સમૂહના અંગત્વનું સાધક માનવામાં આવે છે. (૧૯)
૧૮-૧૯ - ૧ - રસનિરૂપણમાં આદરવાળા કવિ અલંકારને તેના (રસના) અંગરૂપમાં કહેવા ઇચ્છે છે. (તેનું ઉદાહરણ) જેમ કે
“તેની થરથરતા ખૂણાવાળી ગભરાયેલી આંખને (તું) વારંવાર અડે છે. તેના કાન પાસે ફરતો તું ગુસ વાત કહેતો હોય તેમ ધીમો ગણગણે છે. હાથ હલાવતી એનો, પ્રેમનું સર્વસ્વ એવો અધર તું ચૂસે છે. તત્ત્વ શોધનારા અમે, ઓ મધુકર, મરી ગયા (રહી ગયા) તું ખરેખર ભાગ્યશાળી છે.''
અહીં ભ્રમરના સ્વભાવનું વર્ણન કરવા વપરાયેલો સ્વભાવોક્તિ’ અલંકાર રસને અનુરૂપ જ છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૬
દવન્યાલોક १८-१९.२ नाङ्गित्वेनेति न प्राधान्येन । कदाचिद्रसादितात्पर्येण विवक्षितोऽपि ह्यलङ्कारः कश्चिदङ्गित्वेन विवक्षितो दृश्यते । ----- यथा
चक्राभिघातप्रसभाज्ञयैव चकार यो राहुवधूजनस्य ।
आलिङ्गनोद्दामविलासवन्ध्यं रतोत्सवं चुम्बनमात्रशेषम् ।। अत्र हि पर्यायोक्तस्याङ्गित्वेन विवक्षा रसादितात्पर्ये सत्यपीति । अङ्गत्वेन' विवक्षितमपि यमवसरे गृह्णाति नानवसरे । अवसरे गृहीतिर्यथा
उद्दामोत्कलिकां विपाण्डुररुचं प्रारब्धजृम्भा क्षणादायासं श्वसनोगमैरविरलैरातन्वतीमात्मनः । अद्योद्यानलतामिमां समदनां नारीमिवान्यां ध्रुवं
पश्यन् कोपविपाटलद्युतिमुखं देव्याः करिष्याम्यहम् ।। इत्यत्र उपमाश्लेषस्य । १८-१९.४ गृहीतमपि यमवसरे त्यजति तद्रसानुगुणतयालङ्कारान्तरापेक्षया ।
यथा
रक्तस्त्वं नवपल्लवैरहमपि श्लाघ्यैः प्रियाया गुणैस्त्वामायान्ति शिलीमुखाः स्मरधनुर्मुक्ताः सखे मामपि। कान्तापादतलाहतिस्तव मुदे तद्वन्ममाप्यावयोः
सर्वं तुल्यमशोक ! केवलमहं धात्रा सशोकः कृतः ॥ अत्र हि प्रबन्धप्रवृत्तोऽपि श्लेषो व्यतिरेकविवक्षया त्यज्यमानो रसविशेषं पुष्णाति ।
नात्रालङ्कारद्वयसन्निपातः, किन्तर्हि,
१. नि०, दी० मा 'न' 108 नयी.. २. दी० मा अपि' नयी. ३. अङ्गित्वेन विवक्षितमपि, नि०, दी० । ४. नि० दी० भ. 'उपमा' ५. नथी.
Page #119
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોતઃ ૧૯
૧૧૭ ૧૮-૧૯-ર-નારત્વેન” નો અર્થ “પ્રધાન્યન’ અર્થાત્ પ્રધાન રૂપથી નહીં (એવો) છે. ક્યારેક રસાદિતાત્પર્યથી (રસાદિને પ્રધાન માનીને) વિવક્ષિત હોવા છતાં પણ કોઈ અલંકાર, પ્રધાનરૂપથી વિવક્ષિત દેખાતો હોય છે. જેમકે(વિષ્ણુએ) ચક્રના પ્રહારરૂપી અમોઘ આજ્ઞા દ્વારા રાહુની પત્નીઓના સુરતોત્સવને આલિંગનના ઉદ્દામ વિલાસ વગરનો અને જેમાં ચુંબન જ માત્ર શેષ રહ્યું છે એવો બનાવી દીધો.”
અહીં રસ ઇત્યાદિનું તાત્પર્ય હોવા છતાં ‘પર્યાયોક્ત’ની વિવક્ષા અંગીના રૂપમાં કરવામાં આવી છે.
૧૮-૧૯-૩-અંગરૂપથી વિવક્ષિત હોય ત્યારે પણ જેને અવસર પર ગ્રહણ કરે છે અવસરે નહીં. અવસર પર (સમય પર) સ્વીકારનું-ગ્રહણનું (ઉદાહરણ) જેમ કે- “જેમ ઉત્કંઠાવાળી, પાંડુ વર્ણની, બગાસાં પ્રગટ કરતી, સતત નિસાસાને લીધે પોતે તકલીફ દર્શાવતી પ્રેમપૂર્ણ ગોરીને જોતો હોઉં તેમ કળીઓ ઊગવાથી લચી પડેલી, સફેદ કાન્તિવાળી, (કળીઓ) ખીલવાની તૈયારીવાળી, સતત પવન આવવાથી પોતાનો શ્રમ પ્રગટ કરતી, તથા મદનવૃક્ષ ઉપર વીંટળાયેલી આ ઉઘાનવતાને નિહાળતો હું રાણીના મુખને ગુસ્સાથી લાલ બનાવીશ.”
અહીં ઉપમા શ્લેષનું. (અવસરમાં ગ્રહણ છે. તેની દ્વારા રસનો પરિપોષ થાય છે. એથી યોગ્ય પ્રસંગે યોજના થઈ છે.)
૧૮-૧૯-૪-એક અલંકારને ગ્રહણ કર્યા પછી યોગ્ય સમયે તે રસને અનુકૂળ બીજા અલંકારને સ્થાન આપવા માટે (કવિ) જેને અવસર પર છોડી દેતા હોય તેનું. (તે, અવસર પર ત્યાગરૂપી ચોથા સમીક્ષા પ્રકારનું ઉદાહરણ). જેમકે- “હે અશોક, તું નવા પલ્લવોથી રકત (લાલ) છું અને હું પણ પ્રિયાના લાધ્ય ગુણોને કારણે રક્ત (અનુરાગવાળો) છું. તારા પર શિલિમુખ (ભમરા) આવે છે અને મારા પર પણ કામદેવના ધનુષ્યથી છૂટલાં બાણ (શિલિમુખ) આવે છે. પ્રિયાના ચરણનો પ્રહાર (પાદતાડન) તને પ્રસન્ન કરે છે. અને એ રીતે (કાન્તાપાઠતલાહતિ = વિશેષ પ્રકારનો તબંધ) મને પણ. આપણા બન્નેનું બધું સરખું છે, કેવળ વિધાતાએ મને સશોક' કરી દીધો છે.
અહીં શ્લોકની શરૂઆતમાં (ત્રણ પંક્તિ સુધી) પ્રયોજેલ શ્લેષ અલંકારનો, (અંતમાં) વ્યતિરેક અલંકારની વિવેક્ષાથી ત્યાગ કરવામાં આવતાં રસવિશેષને પુષ્ટ કરે છે.
(પૂર્વ પક્ષી) અહીં બે અલંકારોનો સંગમ નથી (તેથી એ કહેવું ઠીક નથી કે વ્યતિરેકની અપેક્ષાએ અંતિમ ચરણમાં લેષને છોડી દીધો છે.)
(ઉતરપક્ષી) તો શું છે?
Page #120
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક अलङ्कारान्तरमेव श्लेषव्यतिरेकलक्षणं नरसिंहवदिति चेत् ?----
न । तस्य प्रकारान्तरेण व्यवस्थापनात् । यत्र हि श्लेषविषय एव शब्दे प्रकारान्तरेण व्यतिरेकप्रतीतिर्जायते, स तस्य विषयः । यथा
___“स हरिर्नाम्ना देवः सहरिर्वरतुरगनिवहेन" इत्यादौ ।
अत्र ह्यन्य एव शब्दः श्लेषस्य विषयोऽन्यश्च व्यतिरेकस्य । यदि चैवंविधे विषयेऽलङ्कारान्तरत्वकल्पना क्रियते तत्संसृष्टेविषयापहार एव स्यात् ।
श्लेषमुखेनैवात्र व्यतिरेकस्यात्मलाभ इति नायं संसृष्टेविषय इति चेत् ? न । व्यतिरेकस्य प्रकारान्तरेणापि दर्शनात् । यथा -
नो कल्पापायवायोरदयरयदलत्क्ष्माधरस्यापि शम्या ___ गाढोगीर्णोज्ज्वलश्रीरहनि न रहिता नो तमःकज्जलेन । प्राप्तोत्पत्तिः पतङ्गान्न पुनरुपगता मोषमुष्णत्विषो वो
वर्तिः सैवान्यरूपा सुखयतु निखिलद्वीपदीपस्य दीप्तिः ।।
१. 'शब्दश्लेपस्य' नि०। २. 'ततः संसृष्टे' दी। ३. दी० मा यथा' ५४ नथी..
Page #121
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોતઃ ૧૯
૧૧૯ (પૂર્વપક્ષી) નરસિંહ (નામિલિત સ્વરૂપ)ની જેમ આશ્લેષ અને વ્યતિરેકના મેળથી (સંગમથી) બનેલો બીજો જ અલંકાર છે. (લેષ વ્યતિરેકરૂપ સંકર અલંકાર છે.)
(ઉત્તર પક્ષી) આમ કહેવું ઠીક નથી. કેમકે તેની (એકાઢયાનુપ્રવેશરૂપ સંકરની) સ્થિતિ પ્રકારાન્તરથી- અન્ય પ્રકારથી-થાય છે. જ્યાં શ્લેષ અલંકારના વિષયભૂત (શ્લિષ્ટ) શબ્દમાં જ પ્રકારાન્તરથી વ્યતિરેક (અલંકાર)ની પ્રતીતિ થાય છે તે (શ્લેષ અને વ્યતિરેકના એકાશ્રયાનુપ્રવેશ સંકર)નો વિષય થાય છે. જેમકે
તે દેવ તો નામ માત્રથી (સ-ર) છે અને આ (રાજા) શ્રેષ્ઠ અશ્વસમૂહને કારણે ‘સર’ છે.' વગેરે ઉદાહરણમાં. (શ્લેષ અને વ્યતિરેક બંને સત્તર આ એક જ પદમાં રહેલા છે તેથી અહીં તો શ્લેષ અને વ્યતિરેકનો ‘એકાશ્રયાનુપ્રવેશસંકર અલંકાર થઈ જાય છે.)
(એનાથી પ્રતિકૂળ) અહીં (રજીત્વમ્ છે. શ્લોકમાં) તો ભલેષનો વિષય અન્ય શબ્દ (- વગેરે) છે અને વ્યતિરેકનો વિષય અન્ય શબ્દ (ગોશો) છે. (એથી અહીં એકાશ્રય-અનુપ્રવેશ-સંકર અલંકાર થઈ શકે નહીં.).
(પૂર્વપક્ષી સંકરવાદીઓવતીથી ઉત્તરપક્ષી શંકા ઉઠાવે છે.) જો આ પ્રકારના વિષયમાં અલંકારાન્તરની કલ્પના કરી શકાશે. (યદ્યપિ “શ્લેષ’ અને ‘વ્યતિરેક ના વિષય ભિન્ન છે તે એક વાક્યમાં રહેલ હોવાથી “શ્લેષ અને વ્યતિરેક’નો વિષય શબ્દને ન માનતાં, તે વાક્યને માનવામાં આવે ત્યારે તો તે બંનેનો એક વાક્ય રૂપ એક આશ્રયમાં અનુપ્રવેશ રૂપી સંકર બની જાય છે.)
(એ શંકાનું ઉત્તરપક્ષી સમાધાન કરે છે) તો સંસૃષ્ટિ અલંકારનો વિષયાપહાર જ થઈ જશે. (અર્થાત્ સંસૃષ્ટિ માટે અવકાશ જ નહીં રહે.) (કેમકે એકવાક્યાશ્રયની સીમા તો બહુ વિસ્તૃત છે. “સંસૃષ્ટિનાં બધાં ઉદાહરણ આ પ્રકારનાં
સંકર ની સીમામાં આવી જશે. એથી સર્વ ઈ. શ્લોકમાં સંકર અલંકાર માનવો યોગ્ય નથી, “સંસૃષ્ટિ' અલંકાર જ માનવો જોઈએ.)
(પૂર્વ પક્ષી) “લેષ' દ્વારા જ અહીં ‘વ્યતિરેક’ની સિદ્ધિ થાય છે, એથી આ સંસૃષ્ટિ' અલંકારનો વિષય નથી.
(ઉત્તર પક્ષી) એમ જો તમે કહેતા હો, એ પણ ઠીક નથી. કેમકે “વ્યતિરેક’ પ્રકારાન્તરથી પણ જોવા મળે છે. (ઉપમા ગર્ભ ન હોય, ‘ઉપમા'ના કથન વિના મળતો હોય તેવો ‘વ્યતિરેક અલંકાર જોવા મળે છે.) જેમકે
અખિલ વિશ્વના પ્રકાશક સૂર્યદેવની દીતિરૂપ લોકોત્તર બત્તી, જે કલ્પાંત સમયના પર્વતોને પણ તોડી ફોડી નાખનાર નિર વેગથી વહેતા પવનથી પણ બુઝાઈ નથી જતી, જે દિવસે પણ અત્યંત ઉજજવળ પ્રકાશ આપે છે, જે અંધકારરૂપ કાજળથી સર્વથા રહિત છે, જે પતંગ (પતંગી૪)થી બુઝાતી નથી બલકે પતંગ (સૂર્ય)થી ઉત્પન્ન થાય છે. તે અનન્ય બત્તી આપણને સૌને સુખી કરો.
Page #122
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક ___ अत्र हि साम्यप्रपञ्चप्रतिपादनं विनैव व्यतिरेको दर्शितः ।
नात्र श्लेषमात्राच्चारुत्वनिष्पत्तिरस्तीति श्लेषस्य व्यतिरेकाङ्गत्वेनैव विवक्षितत्वात् न स्वतोऽलङ्कारतेत्यपि न वाच्यम् । यत एवंविधे विषये साम्यमात्रादपि सुप्रतिपादिताच्चारुत्वं दृश्यत एव । यथा
आक्रन्दाः स्तनितैर्विलोचनजलान्यश्रान्तधाराम्बुभि___स्तद्विच्छेदभुवश्च शोकशिखिनस्तुल्यास्तडिद्विभ्रमैः । अन्तर्मे दयितामुखं तव शशी वृत्तिः समैवावयो
स्तत् किं मामनिशं सखे जलधर त्वं दग्धुमेवोद्यतः ।। इत्यादौ । १८-१९.५ रसनिर्वहणैकतानहृदयो यञ्च नात्यन्तं निर्वोढुमिच्छति । यथा
कोपात् कोमललोलबाहुलतिकापाशेन बद्ध्वा दृढं नीत्वा वासनिकेतनं दयितया सायं सखीनां पुरः ।
भूयो नैवमिति स्खलत्कलगिरा संसूच्य दुश्चेष्टितं . ___ धन्यो हन्यत एव निहुतिपरः प्रेयान् रुदत्या हसन् ।। अत्र हि रूपकमाक्षिप्तमनिढूँढं परं रसपुष्टये ।। १८-१९.६ निर्वोढमिष्टमपि यं यत्नादङ्गत्वेन प्रत्यवेक्षते । यथा
श्यामास्वङ्गं चकितहरिणीप्रेक्षणे दृष्टिपातं, गण्डच्छायां शशिनि शिखिनां बर्हभारेषु केशान् । उत्पश्यामि प्रतनुषु नदीवीचिषु भ्रूविलासान् हन्तैकस्थं क्वचिदपि न ते भीरु सादृश्यमस्ति ॥ .
इत्यादौ ।
१. 'विवक्षितत्वम्' नि०, दी। • २. अलङ्कारत्वेन' नि०, दी। ३. मानो रसनिर्वहणैकतानहृदयश्च' २५॥ ५॥5 नि० मा इत्यादौ नी साये २।यो छे. ४. 'इत्यादौ रसनिर्वहणेकतानहृदयश्च। योऽयं च नात्यन्तं निर्वोढुमिच्छति यथा' 41 45 मि. छे. ५. नि०, दी. भ. परं रसपुष्टये' ने नवयम छे.
Page #123
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોતઃ ૧૯
૧૨૧ અહીં સામ્યકથન વિના જ “વ્યતિરેક' દર્શાવવામાં આવ્યો છે. (એથી ‘વ્યતિરેકને માટે શાબ્દ “ઉપમા ની અપેક્ષા ન હોવાથી “ સ્વ” માં
લેષાપમા’ને ‘વ્યતિરેક’ની અનુગ્રાહક માનવાની પણ આવતા નથી. પણ ‘લેષ” અને ‘વ્યતિરેકબન્નેની અલગ અલગ અલંકારોની સંસૃષ્ટિ' જ માનવી જોઈએ.
(નાત્ર છે... ઈ. થી શરૂ થતો ગદ્યખંડ, ઉત્તરપક્ષીનો જવાબ છે. પૂર્વપક્ષીની દલીલ આપ્યા વગર મનમાં કલ્પીને, જવાબ આપ્યો છે. એવો પૂર્વપક્ષી વિચાર આ પ્રમાણે છે. તો ન્યાયિવાયો. ઈ. શ્લોકમાં ‘વ્યતિરેકનું અનુગ્રહણ કરનારી ‘ઉપમા’ દેખાતી નથી. ઉપમા’ વિનાનો એ વ્યતિરેક છે. પણ રત્વમ્... ઈ. ઉદાહરણમાં તો વ્યતિરેકને માટે ‘શ્લેષોપમા’ ગ્રહણ કરવામાં આવેલી છે. કેમકે તેના વિના કેવળ “શ્લેષોપમાથી ચાર્વપ્રતીતિ થતી નથી. એથી શ્લેષોપમાનગૃહીત ‘વ્યતિરેક થી ચારુત્વ હેતુ સંભવિત હોવાથી અહીં અંગાગિભાવસંકર જ છે, સંસૃષ્ટિ નથી. આ પૂર્વપક્ષનો જવાબ પછી આપે છે.)
અહીં માત્ર ‘શ્લેષ'ને લઈને જ ચારુત્વની પ્રતીતિ છે. એમ ગણી, “શ્લેષને ‘વ્યતિરેક ના અંગ તરીકે કહ્યો છે એમ પણ નથી. તેમજ પોતાની મેળે જ અલંકારતા છે એમ પણ નથી. કારણ કે આવા વિષયમાં સારી રીતે પ્રતિપાદિત કરેલાં સામ્ય માત્રથી પણ ચારુત્વ હોય છે. જેમકે- “હે જલધર ! મારું કરુણ કુન્દન તારા ગર્જન સમાન છે. મારું નેત્રજળ- અમુ-તારા વિશ્રામ રહિત પ્રવાહિત થનારી જલધારા સમાન છે અને પ્રિયતમાના વિયોગથી ઉત્પન્ન થયેલ શોકાગ્નિ વીજળીના વિલાસ જેવો છે. મારા અંતરમાં પ્રિયાનું મુખ રહેલું છે અને તારી અંદર ચંદ્રમા છે. આ રીતે બધી વાતે મારી અને તારી વૃત્તિ (સ્થિતિ) એક સરખી છે. તો તું મને રાતદિન બાળવા કેમ તૈયાર થયો છે?' ઇત્યાદિમાં.
૧૮-૧૯-૫-રસ નિર્વાહમાં એકાગ્ર- હૃદય (કવિ) જે (અલંકાર)નો અત્યંત નિર્વાહ કરવા નથી ચાહતો. (તેનું ઉદાહરણ) જેમકે
ક્રોધે ભરાઈને પોતાની કોમળ બાહુલતાના પાશમાં દઢ રીતે બાંધીને, સાયંકાળે સખીઓ સમક્ષ શયનગૃહમાં લઈ જઈને, (તે નાયકના પરસ્ત્રીગમન વગેરે) દુશ્ચરિતોનું સ્પષ્ટ સૂચન કરીને લથડતી-મીઠી વાણીથી “ફરી એવું કહેશો નહિ એમ કહી રોતી નાયિકા દ્વારા, હસતો, પોતાના અપરાધોને છૂપાવવાની ચેષ્ટાવાળો જે પ્રિયતમ પીટાય છે તે ધન્ય છે.”
૧૮.૧૯ -૬ અહીં (બાહુલતિકાપાશથી) “રૂપક' (આક્ષિપ્ત) શરૂ થયું હતું પણ કેવળ (જૂ અથવા અત્યન્ત) રસપુષ્ટિને માટે તેનો નિર્વાહ કરવામાં આવ્યો નથી, અર્થાત્ એને ઠેઠ સુધી નિભાવ્યો નથી.
રસની પુષ્ટિ માટે પ્રયોજવાનું ઈષ્ટ હોય તો પણ જેને ખાસ કરીને અંગરૂપે જગૌણ રીતે જ પ્રયોજે છે, જેમકે
“પ્રિયંગુલતામાં તારું શરીર, સંભ્રાન્ત હરિણીઓની દષ્ટિમાં તારો દષ્ટિપાત,
Page #124
--------------------------------------------------------------------------
________________
१२२
ધ્વન્યાલોક
स एवमुपनिबध्यमानोऽलङ्कारो रसाभिव्यक्तिहेतुः कवेर्भवति । उक्तप्रकारातिक्रमे तु नियमेनैव रसभङ्गहेतुः सम्पद्यते । लक्ष्यं च तथाविधं महाकविप्रबन्धेष्वपि दृश्यते बहुशः । तत्तु सूक्तिसहस्रद्योतितात्मनां महात्मनां दोषोद्घोषणमात्मन एव दूषणं भवतीति न विभज्य दर्शितम् ।
किन्तु रूपकादेरलङ्कारवर्गस्य येयं व्यञ्जकत्वे रसादिविषये 'लक्षणदिग्दर्शिता, तामनुसरन् स्वयं चान्यलक्षणमुत्प्रेक्षमाणो यद्यलक्ष्यक्रमप्रतिममनन्तरोक्तमेनं ध्वनेरात्मानमुपनिबध्नाति सुकविः समाहितचेतास्तदा तस्यात्मलाभो भवति महीयानिति ॥१९॥
क्रमेण प्रतिभात्यात्मा योऽनुस्वानसन्निभः । शब्दार्थशक्तिमूलत्वात् सोऽपि द्वेधा व्यवस्थितः ||२०||
अस्य विवक्षितान्यपरवाच्यस्य ध्वनेः संलक्ष्य क्रमव्यङ्ग्यत्वादनुरणनप्रख्यो य आत्मा सोऽपि शब्दशक्तिमूलोऽर्थशक्तिमूलश्चेति द्विप्रकारः ||२०||
ननु शब्दशक्त्या यत्रार्थान्तरं प्रकाशते स यदि ध्वनेः प्रकार उच्यते तदिदानीं श्लेषस्य विषय एवापहृतः स्यात् ।
नापहृत इत्याह
आक्षिप्त एवालङ्कारः शब्दशक्त्या प्रकाशते ।
यस्मिन्ननुक्तः शब्देन शब्दशक्त्युद्भवो हि सः ॥ २१॥
२१.१ यस्मादलङ्कारो न वस्तुमात्रं यस्मिन् काव्ये शब्दशक्त्या प्रकाशते स शब्दशक्त्युद्भवो ध्वनिरित्यस्माकं विवक्षितम् । वस्तुद्वये च शब्दशक्त्या प्रकाशमाने श्लेषः । यथा
१. नि०, दी० मा 'अपि शब्ने 'तथाविधमपि' सहीं भेड्यो छे.
२. 'लक्षणा' नि०, दी० ।
३. ‘यद्यलक्ष्यकमपतितमनन्तरोक्तमेव' नि०, दी० ।
४. 'तदस्यात्मलाभो' नि० ।
५. 'विवक्षितः' नि० दी० ।
६. 'प्रकाश्यमाने ' नि० ।
Page #125
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોતઃ ૨૦, ૨૧
૧૨૩ ચંદ્રમામાં (તારા) મુખની કાન્તિ, મોરનાં પીંછાંમાં કેશ, નાના નાના નદીના તરંગોમાં ભ્રમર વિલાસ જોઉં છું પણ અરે રે ! ચંડી ! એક સ્થાનમાં તારું સામ્ય સાંપડતું નથી.' ઇત્યાદિમાં. (અહીં ઉભેલાને અનુપ્રાણિત કરનારા સાદશ્યનો પ્રારંભથી અંત સુધી નિર્વાહ કર્યો છે પણ તે અંગરૂપે જ રહે એ વાતનું પૂરું ધ્યાન રખાયું છે. એથી તે વિપ્રલંભ શૃંગાર રસનો પોષક જ છે.)
આમ પ્રયોજાતા (છ નિયમો જાળવીને પ્રયોજાતા) અલંકારો કવિના રસને વ્યક્ત કરવામાં કારણરૂપ બને છે. ઉક્ત પ્રકારનું ઉલ્લંઘન થાય ત્યારે તે ચોક્કસ રસભંગના કારણરૂપ બને છે. મહાકવિઓની રચનાઓમાં પણ આનાં પુષ્કળ ઉદાહરણો જોવા મળે છે. પણ હજારો સુભાષિતોથી-સૂક્તિઓથી-સ્વયં પ્રકાશનારા મહાત્માઓની ભૂલો બતાવવી તે પોતાનું જ દૂષણ ગણાય. તેથી તેને (મહાકવિઓના દોષરૂપ ઉદાહરણ-ભાગને) અલગ નથી બતાવ્યો.
પણ રૂપકાદિ અલંકાર વર્ગનો રસાદિની વ્યંજનામાટે ઉપયોગ કરવાના જે માર્ગનું અહીં દિશાસૂચન કરવામાં આવ્યું છે, તેનું અનુસરણ કરતાં, પોતે પણ બીજાં લક્ષણોની કલ્પના કરી લઈ, સાવધાન થઈને, જો કોઈ સુકવિ પૂર્વકથિત ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’ નામના ધ્વનિના આત્મભૂત (રસાદિ)નું નિરૂપણ કરે તો તેને મોટો આત્મલાભ થાય છે. (અર્થાત્ મહાકવિ પદની પ્રાપ્તિ થાય છે.)
કારિકા-૨૦ અને વૃત્તિઃ “તેનો જે આત્મા (=સ્વરૂપ) અનુસ્વાન (= ઘટના અનુરણન) જેવો ક્રમથી પ્રતીત થાય છે તે શબ્દશક્તિમૂલ’ અને ‘અર્થશક્તિમૂલ” હોવાને કારણે બે પ્રકારનો વ્યવસ્થિત છે (રહેલો છે).”
આ વિવક્ષિતાજપરવાચ્યધ્વનિ’, ‘સંલક્ષ્યમવ્યંગ્ય’ હોવાથી (અર્થાત્ વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થના બોધ વચ્ચેનો ક્રમ ધ્યાનમાં આવતો હોવાથી) અનુસ્વાગતુલ્યઅનુરણન જેવું-જે (બીજું) સ્વરૂપ છે, તે પણ ‘શબ્દશક્તિમૂલ અને અર્ધશક્તિમૂલ” બે પ્રકારનું છે.
કારિકા-૨૧ અને વૃત્તિ (પૂર્વપક્ષ) શબ્દશક્તિથી જ્યાં બીજો અર્થ પ્રકાશિત થાય છે એ જ ધ્વનિનો ભેદ (માનવામાં આવે, તો પછી શ્લેષનો વિષય જ લુપ્ત થઈ જશે, અપહૃત થઈ જશે.
(ઉત્તર પક્ષ)નહીં લુપ્ત થાય, આ (વાત) કહે છે-“જ્યાં શબ્દથી અનુક્ત (સાક્ષાત્ અસંકેતિત હોવા છતાં) આક્ષેપ સામર્થ્યથી જ શબ્દ શક્તિ દ્વારા અલંકારની પ્રતીતિ થાય છે તે “શબ્દશત્યુભવ ધ્વનિ' કહેવાય છે.”
૨૧.૧ કારણકે, કેવળ વસ્તુ જ નહીં, અલંકાર પણ જે કાવ્યમાં શબ્દશક્તિથી (આક્ષિત થઈને) પ્રકાશે છે તેજ શબ્દશક્તિથી ઉદ્ભવતો ધ્વનિ છે. શબ્દશક્તિથી પ્રગટ થતી બે વસ્તુ હોય ત્યાં ‘લેષ” (હોય છે.) જેમકે
Page #126
--------------------------------------------------------------------------
________________
१२४
येन ध्वस्तमनोभवेन बलिजित्कायः पुरास्त्रीकृतो यश्वोवृत्तभुजङ्गहारवलयो गां च योऽधारयत् । यस्याहुः शशिमच्छिरो हर इति स्तुत्यं च नामामराः पायात् स स्वयमन्धकक्षयकरस्त्वां सर्वदोमाधवः ।। नन्वलङ्कारान्तरप्रतिभायामपि श्लेषव्यपदेशो भवतीति दर्शितं भट्टोद्भटेन । तत् पुनरपि शब्दशक्तिमूलो ध्वनिर्निरवकाशः ।
इत्याशङ्कयेदमुक्तम् “आक्षिप्तः” इति । तदयमर्थः, यत्र' शब्दशक्त्या साक्षादलङ्कारान्तरं’. वाच्यं सत् प्रतिभासते स सर्वः श्लेषविषयः । यत्र तु शब्दशक्त्या सामर्थ्याक्षिप्तं वाच्यव्यतिरिक्तं व्यङ्ग्यमेवालङ्कारान्तरं प्रकाशते स ध्वनेर्विषयः । शब्दशक्त्या साक्षादलङ्कारान्तरप्रतिभा यथा
तस्या विनापि हारेण निसर्गादेव हारिणौ । जनयामासतुः कस्य विस्मयं न पयोधरौ ॥
ધ્વન્યાલોક
अत्र शृङ्गारव्यभिचारी विस्मयाख्यो भावः साक्षाद् विरोधालङ्कारश्च प्रतिभासते, इति विरोधच्छायानुग्राहिणः श्लेषस्यायं विषयः । न त्वनुस्वानोपमव्यङ्ग्यस्य ध्वनेः । अलक्ष्यक्रमव्यङ्ग्यस्य तु ध्वनेर्वाच्येन श्लेषेण विरोधेन वा व्यञ्जितस्य विषय एव । यथा ममैव
श्लाघ्याशेषतनुं सुदर्शनकरः सर्वाङ्गलीलाजित - त्रैलोक्यां चरणारविन्दललितेनाक्रान्तलोको हरिः । बिभ्राणां मुखमिन्दुरूपमखिलं चन्द्रात्मचक्षुर्दधत् स्थाने यां स्वतनोरपश्यदधिकां सा रुक्मिणी वोऽवतात् ॥
१. 'अ' दी० ।
२. 'अलङ्कारं ' नि० ।
३. 'व्यजयप्रतिभासस्य' नि०, दी० ।
४. 'जीत' नि० ।
Page #127
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોત : ૨૧
૧૨૫
વિષ્ણુપરક અર્થ- ‘અજન્મા જે ભગવાને શકટાસુરને માર્યો; જે બલિબળવાન રાક્ષસોને જીતનારા છે. જેમણે પ્રાચીન સમયમાં શરીરને સ્ત્રીરૂપમાં બનાવી દીધું હતું અને જે ઉદ્ધત સર્પને મારનારા તથા શબ્દમાં લીન થનારા છે. જે ગોવર્ધન તથા પાતાલગત ભૂમિને ધારણ કરનારા, ચક્રને વલયના રૂપમાં ધારણ કરનારા છે, જેનું નામ દેવતાઓ, ચંદ્રમાનું દમન કરનારા રાહુના શિરને નષ્ટ કરનાર (તરીકે) બતાવે છે. તે યાદવોનો આવાસ બનાવનાર, બધું આપનાર ભગવાન લક્ષ્મીનાથ તમારી રક્ષા કરે.’’
શિવ પરક બીજો અર્થ : કામદેવને જિતનાર જે ભગવાન શંકરે બલિરાજાને જીતનારા વિષ્ણુના શરીરને પુરાણા સમયમાં અશ્ર્વરૂપ (બાણરૂપ) બનાવી દીધું હતું. ઉદ્ધત ભુજંગ જ જેના હાર અને વલય છે, જેમણે ગંગાને ધારણ કરી, જેમનું શિર, ચંદ્રમાથી યુક્ત કહે છે, દેવતાઓ જેનું ‘હર’ આ સ્તુત્ય નામ બતાવે છે; તે અંધનો નાશ કરનારા ઉમાકાન્ત ભગવાન શંકર તમારી રક્ષા કરે.’’ (પૂર્વ પક્ષ) પણ બીજા અલંકારની છાયા હોય તો પણ તે ‘શ્લેષ’ કહેવાય છે એમ ભટ્ટ ઉદ્ભટે બતાવ્યું છે. (અર્થાત્ વસ્તુદ્રયની પ્રતીતિમાં જ નહીં પણ બીજા અલંકારની પ્રતીતિ થતી હોય ત્યાં ‘શ્લેષ’ કહેવાય છે એમ ઉદ્ભટ આચાર્ય માને છે.)
(ઉત્તર પક્ષ) આ આશંકાને કારણે (કારિકામાં) ‘આક્ષિપ્ત’ (પદ) મૂક્યું તેનો આ અર્થ થયો કે જ્યાં શબ્દશક્તિથી સાક્ષાત્ વાચ્યરૂપમાં બીજા અલંકારની પ્રતીતિ થાય છે, તે બધો શ્લેષનો વિષય છે અને જ્યાં શાક્તિના સામર્થ્યથી આક્ષિસ વાચ્યાર્થથી ભિન્ન, વ્યંગ્યરૂપથી જ બીજા અલંકારની પ્રતીતિ થાય છે, તે ધ્વનિનો વિષય છે.
શબ્દશક્તિથી સાક્ષાત્ (વાચ્યરૂપથી પણ) બીજા અલંકારની છાયા (પ્રતિમા) – પ્રતીતિ- હોય છે. (તેનું ઉદાહરણ) જેમકે
‘‘હાર વિના પણ સ્વભાવથી ‘હારી’ (૧) હાર ધારણ કરનારા, (૨) મનોહર તેના બન્ને સ્તન કોના હૃદયમાં વિસ્મય ઉત્પન્ન કરતા નહોતા ?’’
અહીં શૃંગારનો ‘વિસ્મય’ નામે વ્યભિચારિભાવ અને સાક્ષાત્ ‘વિરોધ’ અલંકાર ભાસે છે. માટે વિરોધની છાયાવાળો આ ‘શ્લેષનો વિષય છે. નહીં કે અનુરણનવ્યંગ્ય નામે ધ્વનિનો. પરંતુ શ્લોકમાં ‘શ્લેષ’તથા ‘વિરોધ’નો અંગાંગિભાવ હોવાથી) વાચ્યશ્લેષ અથવા વિરોધ (અલંકાર)થી અભિવ્યક્ત ‘અસંલક્ષ્યમધ્વનિ’નો (તો આ શ્લોક) વિષય છે જ.
જેમકે મારો જ (શ્લોક) – ( વાચ્ય ‘શ્લેષ’નું દૃષ્ટાંત) ‘‘સુદર્શન-કર, ચરણાવિંદના ત્રિભુવનાક્રમણ-ક્રીડનમાં લોકોને આક્રાન્ત કરનાર, ચંદ્રાત્મક નેત્ર ધારણ કરનાર ભગવાન કૃષ્ણે, સમસ્ત શ્લાઘનીય શરીરવાળી, બધાં અંગોની લીલાથી ત્રણે લોકોને જીતનારી, ચંદ્ર સમાન સંપૂર્ણ મુખને ધારણ કરનારી જે રૂક્ષ્મણીને ઉચિત રીતે જ પોતાના શરીરથી અધિક સમજ્યાં, તે રૂક્ષ્મણી આપની રક્ષા કરે.’’
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૬
अत्र वाच्यतयैव व्यतिरेकच्छायानुग्राही श्लेषः प्रतीयते ।
यथा च
एव ।
भ्रमिमरतिमलसहृदयतां प्रलयं मूर्च्छा तमः शरीरसादम् । मरणं च जलदभुजगजं प्रसह्य कुरुते विषं वियोगिनीनाम् ॥
यथा वा
यथा
अत्र रूपकच्छायानुग्राही श्लेषो वाच्यतयैवावभासते ।
२१. २ स चाक्षिप्तोऽलङ्कारो यत्र पुनः शब्दान्तरेणाभिहितस्वरूपस्तत्र न 'शब्दशक्त्युद्भवानुरणनरूपव्यङ्ग्यध्वनिव्यवहारः । तत्र वक्रोक्त्यादिवाच्यालङ्कारव्यवहार
ધ્વન્યાલોક
चमहिअमाणसकञ्चणपङ्कअणिम्महिअपरिमला जस्स । अखँडिअदाणपसारा बाहुप्पलिहा व्विअ गइंदा || (खण्डितमानसकाञ्चनपङ्कजनिर्मथितपरिमला यस्य । अखण्डितदानप्रसरा बाहुपरिघा इव गजेन्द्राः ॥ इति च्छाया)
दृष्ट्या केशव गोपरागहृतया किञ्चिन्न दृष्टं मया तेनैव स्खलितास्मि नाथ पतितां किन्नाम नालम्बसे । एकत्वं विषमेषु खिन्नमनसां सर्वाबलानां गतिगोप्यैवं गदितः सलेशमवताद् गोष्ठे हरिर्वश्चिरम् ॥ एवञ्जातीयकः सर्व एव भवतु कामं वाच्यश्लेषस्य विषयः ।
यत्र तु सामर्थ्याक्षिप्तं सदलङ्कारान्तरं शब्दशक्त्या प्रकाशते स सर्व एव ध्वनेविषयः । यथा
""
“ अत्रान्तरे कुसुमसमययुगमुपसंहरन्नजृम्भत ग्रीष्माभिधानः फुल्लमल्लिकाधवलाट्टहासो महाकालः ।”
१. नि. ही मां 'न' नथी. 2. El. Hi (ta, fag) quik.
Page #129
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોત : ૨૧
૧૨૭
અહીં વ્યતિરેકની છાયાને પરિપુષ્ટ કરનારો ‘શ્લેષ’ (સ્વતનો: અવશ્યત્ અધિામ્ આ પરથી) જ વાચ્ય રૂપથી પ્રતીત થાય છે.
વળી, જેમ કે – (વાચ્યશ્લેષનું દૃષ્ટાંત) ‘“મેઘરૂપી સર્પમાંથી ઉત્પન્ન થયેલું વિષ વિયોગિનીઓને ચક્કર, બેચેની, હૃદયની અલસતા, જ્ઞાન અને ચેષ્ટાનો અભાવ, મૂર્છા, અંધારાં, શરીરનો થાક અને મરણ બળપૂર્વક ઉત્પન્ન કરે છે.’’
અથવા જેમકે- (વાચ્ય શ્લેષનું દષ્ટાંત) નિરાશ શત્રુઓના માનસરૂપી સુવર્ણ કમળને મસળી નાખનાર, પોતાની યશરૂપી સૌરભથી યુક્ત અને નિરંતર દાન દેનાર જે રાજાના બાહુદંડ માનસરોવરના સુવર્ણ કમળોને ખંડિત કરવાથી (તેની) સૌરભથી યુક્ત અને નિરંતર દાનજલપ્રવાહિત કરનાર હાથીઓની સમાન છે.’’
અહીં પણ રૂપની શોભામાં વધારો કરનાર ‘શ્લેષ’ વાચ્યરૂપે જ પ્રતીત થાય છે.
૨૧.૨ તે વ્યંગ્ય અલંકાર જ્યાં વળી, બીજા શબ્દથી કહેવાયેલ સ્વરૂપવાળો હોય ત્યાં, શબ્દશક્તિથી ઉત્પન્ન થતો અનુરણનરૂપ ધ્વનિ સમજવો યોગ્ય નથી. ત્યાં તો ‘વક્રોક્તિ’ વગેરે વાચ્ય અલંકારનો જ વ્યવહાર છે. (ત્યાં વક્રોક્તિ વગેરે વાચ્ય અલંકાર જ ગણાય છે.) જેમકે
“હે કેશવ, ગાયોએ ઉડાડેલી ધૂળથી દૃષ્ટિ હરાઈ ગઈ હોવાથી, (રસ્તાની વિષમતા આદિ) કશું હું જોઈ ન શકી. તેથી (ઠોકર ખાઈને) હું પડી ગઈ છું. હું નાથ, પડેલી એવી મને કેમ પકડતા નથી ? વિષમ સ્થળોમાં (ખાડા-ટેકરાવાળા સ્થળે) ગભરાઈ જનાર નિર્બળ જનોનો તમે એકમાત્ર સહારો છો. ગોશાળામાં ગોપી-વડે આ રીતે સૂચક શબ્દોથી (યર્યશબ્દોથી) કહેવાયેલા કૃષ્ણ તમારું હંમેશાં રક્ષણ કરો.
બીજો અર્થ : ‘હે કેશવ, સ્વામી (ગોપ), તમારા અનુરાગમાં અંધ થઈને મેં કંઈ જોયું નહીં તેથી મારા પતિવ્રતાધર્મથી પતિત થઈ છું. હે નાથ, હવે આપ મારા પ્રત્યે પતિભાવ કેમ ગ્રહણ કરતા નથી. કેમકે કામથી (વિષમ-વુઃ થી) સંતસ મનવાળી સમસ્ત અબળાઓની એકમાત્ર આપ જ ગતિ (ઈર્ષ્યાદિ રહિત તૃપ્તિ સાધન) છો. આ રીતે ગોશાળામાં ગોપી દ્વારા સૂચક શબ્દોથી સંબોધાયેલા કૃષ્ણ હંમેશાં તમારું રક્ષણ કરો.
આવી જાતનો બધો યે ભલે વાચ્ય શ્લેષનો વિષય થાય.
પણ જ્યાં (શબ્દના) સામર્થ્યથી વ્યંજિત થતો બીજો અલંકાર શબ્દશક્તિથી પ્રકારો છે, તે બધો ધ્વનિનો વિષય છે, જેમકે
‘‘એવામાં વસંતઋતુના બે માસ (ચૈત્ર-વૈશાખ)નો ઉપસંહાર કરી [બીજો અર્થ-વસંત જેવા શોભતા બે યુગ (સતયુગ અને ત્રેતાયુગ)નો અંત આણી], અટારીઓને શ્વેત બનાવી દેતો, ખીલેલી જૂઈના હાસ્ય (વિકાસ)થી પૂરિપૂર્ણ
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૮
यथा च
उन्नतः प्रोलसद्धारः कालागुरुमलीमसः । पयोधरभरस्तन्व्याः कं न चक्रेऽभिलाषिणम् ॥
यथा वा
दत्तानन्दाः प्रजानां समुचितसमयाकृष्टसृष्टैः पयोभिः पूर्वाह्णे विप्रकीर्णा दिशि दिशि विरमत्यह्नि संहारभाजः ।
दीप्तांशोर्दीर्घदुःखप्रभवभवभयोदन्वदुत्तारनावो गावो वः पावनानां परमपरिमितां प्रीतिमुत्पादयन्तु ।।
ધ્વન્યાલોક
एषूदाहरणेषु शब्दशक्त्या प्रकाशमाने सत्यप्राकरणिकेऽर्थान्तरे, वाक्यस्यासम्बद्धार्थाभिधायित्वं मा प्रसांक्षीदित्यप्राकरणिकप्राकरणिकार्थयोरुपमानोपमेयभावः कल्पयितव्यः । सामर्थ्यादित्यर्थाक्षिप्तोऽयं श्लेषो न शब्दोपारूढ इति विभिन्न एव श्लेषादनुस्वानोपमव्ययस्य ध्वनेर्विषयः ।
२१.३ अन्येऽपि चालङ्काराः शब्दशक्तिमूलानुस्वानरूपव्यङ्गयध्वनौ सम्भवन्त्येव । तथा हि विरोधोऽपि शब्दशक्तिमूलानुस्वानरूपो दृश्यते । यथा स्थाण्वीश्वराख्यजनपदवर्णने
भट्टबाणस्य
Page #131
--------------------------------------------------------------------------
________________
દ્રિતીય ઉદ્યોતઃ ૨૧ (બીજો અર્થ-ખીલેલી જૂઈના જેવા શુભ્ર અટ્ટહાસ્ય કરતા) ગ્રીષ્મ નામનો લાંબા દિવસોવાળો સમય ઉદય પામ્યો. (મહાહાલ= શિવ-બીજો અર્થ) (અર્થાત્ મહાકાલ શિવની જેમ ગ્રીષ્મ નામનો મહાકાળ પ્રગટ થયો)” અને જેમકે
કાળા અગરુના જેવા કૃષ્ણ વર્ણના, ધારાઓથી શોભતા, ચઢી આવેલા મેઘ કોના ચિત્તને તન્વી માટે પોતાની પ્રિયા માટે ઉત્કંઠિત નથી બનાવ્યું?” અન્ય અર્થ પયોધર-સ્તનને લગતો છે-“કાળા અગરુના લેપથી શ્યામ વર્ણવાળા, હારથી શોભતા, તે તન્વીના ઉન્નત પયોધરે-સ્તને-કોના ચિત્તને ઉત્કંઠિત નથી બનાવ્યું?)
અથવા જેમકે
“સમુચિત સમયે (ગ્રીષ્મ ઋતુમાં) આકૃષ્ટ (સમુદ્ર વગેરેમાંથી બાષ્પરૂપમાં આકૃષ્ટ) અને વરસાવેલાં જળથી પ્રજાને આનંદ આપનારાં, દિવસની શરૂઆતના ભાગમાં ચારેય દિશાઓમાં ફેલાઈ જનાર અને દિવસને અંતે (સૂર્યાસ્ત સમયે) એકઠાં થઈ જનાર, દીર્ઘકાળ વ્યાપી દુઃખના કારણભૂત ભવસાગરને પાર કરવા માટે નૌકારૂપ, પવિત્ર પદાર્થોમાં શ્રેષ્ઠ, સૂર્યનાં કિરણો તમારામાં અપરિમિત આનંદ ઉત્પન્ન
કરો.”
(પ્રથમ અર્થ, સૂર્ય કિરણને લગતો, બીજો અર્થ ગાયોને લગતો છે. ગાયો જેવાં સૂર્યકિરણો એમ સાદશ્ય વ્યંજિત છે.) બીજો અર્થ
સમુચિત સમયે (દોહવાની પહેલાં) દૂધ ખેંચીને અને આપીને (દૂધથી) પ્રજાને આનંદ આપનાર, દિવસના શરૂઆતના ભાગમાં (સવારમાં) (ચરવા માટે) ચારેય દિશાઓમાં ફેલાઈ જનાર અને દિવસને અંતે (ચરીને પાછી આવે ત્યારે) એકઠી થઈ જનાર, દીર્ઘકાળ વ્યાપી દુઃખના કારણભૂત ભવસાગરને પાર કરવા માટે નૌકા રૂપ, પવિત્ર પદાર્થોમાં શ્રેષ્ઠ, ગાયો તમારામાં અપરિમિત (અપાર) આનંદ ઉત્પન્ન કરો.'
આ ઉદાહરણોમાં (૩) સુમસમયયુગમુપસંદનું ઈ. (૨) કન્નતઃ ઘોસાદ... ઈ. (૩) જ્ઞાનન્દ્રા પ્રજાનાં... ઈ.) શબ્દશક્તિથી પ્રકાશતો બીજો અપ્રસ્તુત અર્થ હોવા છતાં, વાક્યનો અસંબદ્ધ અર્થ (અભિધાથી) ન આવે તે માટે અપ્રસ્તુત (અપ્રાકરણિક) અને પ્રસ્તુત અર્થનો (પ્રાકણિકનો) ઉપમાન- ઉપમેયભાવ કલ્પવો જોઈએ. આ રીતે આ ‘શ્લેષ', અર્થની દ્વારા આક્ષિપ્ત થાય છે. (વ્યંજિત થાય છે.) શબ્દની દ્વારા ઉપારઢ નથી હોતો. (અર્થાત્ શબ્દ-વાચ્ય થતો નથી.) આ રીતે અનુસ્વાનોપમ વ્યંગ્ય ધ્વનિનો (અર્થાત્ સંલક્ષ્યક્રમ વ્યંગ્યનો) વિષય શ્લેષથી ભિન્ન છે.
૨૧.૩ (ઉપમા સિવાય) અન્ય અલંકારો પણ શબ્દશક્તિમૂલક અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિ'માં (અર્થાત્ સંલક્ષ્યમ્ વ્યંગ્ય ધ્વનિમાં) સંભવે છે. દા.ત. ‘વિરોધ (અલંકાર) પણ ‘શબ્દશક્તિમૂલ અનુસ્વાન વ્યંગ્ય'માં જોવા મળે છે. જેમકે બાણ
Page #132
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક “यत्र च 'मातङ्गगामिन्यः शीलवत्यश्च, गौर्यो विभवरताश्च, श्यामाः पद्मरागिण्यश्च, धवलद्विजशुचिवदना मदिरामोदश्वसनाश्च प्रमदाः।" __ अत्र हि वाच्यो विरोधस्तच्छायानुग्राही वा श्लेषोऽयमिति न शक्यं वक्तुम् । साक्षाच्छब्देन विरोधालङ्कारस्याप्रकाशितत्वात् । यत्र हि साक्षाच्छब्दावेदितो विरोधालङ्कारस्तत्र हि श्लिष्टोक्तौ वाच्यालङ्कारस्य विरोधस्य श्लेषस्य वा विषयत्वम् । यथा तत्रैव
‘समवाय इव विरोधिनां पदार्थानाम् । तथाहि, सन्निहितबालान्धकारापि भास्वन्मूर्तिः ।' इत्यादौ । यथा वा ममैव
सर्वैकशरणमक्षयमधीशमीशं धियां हरिं कृष्णम् ।
चतुरात्मानं निष्क्रियमरिमथनं नमत चक्रधरम् ।। अत्र हि शब्दशक्तिमूलानुस्वानरूपो विरोधः स्फुटमेव प्रतीयते । एवंविधो व्यतिरेकोऽपि दृश्यते । यथा ममैव
खं येऽत्युज्ज्वलयन्ति लूनतमसो ये वा नखोद्भासिनो ये पुष्णन्ति सरोरुहश्रियमपि क्षिप्ताजभासश्च ये । ये मूर्धस्ववभासिनः क्षितिभृतां ये चामराणां शिरां
स्युत्क्रामन्त्युभयेऽपि ते दिनपतेः पादाः श्रिये सन्तु वः ।। एवमन्येऽपि शब्दशक्तिमूलानुस्वानरूपव्यङ्ग्यध्वनिप्रकाराः सन्ति ते सहृदयैः स्वयमनुसर्तव्याः । इह तु ग्रन्थविस्तरभयान्न तत्प्रपञ्चः कृतः ॥२१॥
१. 'मत्तमातङ्ग' नि०, दी। २. 'चन्द्रकान्तवपुषः शिरीषकोमलाङ्ग्यश्च, अभुजङ्गगम्या: क किन्यश्च, पृथुकलत्रश्रियो __ दरिद्रमध्यकलिताश्च, लावण्यवत्यो मधुरभाषिण्यश्च, अप्रमत्ताःप्रसन्नोज्ज्वलरागाश्च, अकौतुका:प्रौढाश्च'
मेसो पाई ‘प्रमदाः' -ी पडेल वधु छ. नि०, दी० । ३. 'वदितुम्' दी। ४. तत्रैव' ने स्थाने हर्षचरिते' नि०, दी० । ५. 'च' थुछे. नि..
Page #133
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોતઃ ૨૧
૧૩૧ ભટ્ટના સ્થાવીશ્વર જનપદના વર્ણનમાં- “અને જ્યાં માતંગગામિની અને શીલવતી [(૧) ચાંડાળથી ભોગ કરનારી અને ચારિત્ર્યવાળી (વિરોધ) (૨) ગજગામિની અને શીલવતી-ચારિત્ર્યવાળી-(વિરોધ-નો પરિહાર થાય છે.] ગૌરી અને વિભાવરત [(૧) પાર્વતી અને વિ-ભવ (શિવ ભિન્ન)માં રત (૨) ગૌરવર્ણની અને વૈભવમાં રચીપચી શ્યામા અને પરાગિણી [(૧) શ્યામ વર્ણની અને કમળ જેવા લાલ વર્ણની. (૨) શ્યામા-તરુણી અને પદ્મરાગમણિના અલંકારોથી યુક્તધવલબ્રિજ શુચિવદન અને મદિરાથી સુગંધિત શ્વાસવાળી ((૧) નિર્મળ બ્રાહ્મણ સમાન પવિત્ર મુખવાળી અને મદિરાની ગંધ જેના શ્વાસમાં છે તેવી (૨) સફેદ દાંતવાળા સ્વચ્છ મુખવાળી અને મદિરાગંધયુક્ત શ્વાસવાળી પ્રમઠાઓ-સ્ત્રીઓ છે.
અહીં ‘વિરોધ અલંકાર અથવા તેની (= વિરોધની) છાયાવાળો ‘શ્લેષ વાચ્ય છે એમ કહી શકાતું નથી. સાક્ષાત્ શબ્દથી ‘વિરોધ” અલંકાર પ્રકાશિત નથી થતો તે માટે.
જ્યાં ‘વિરોધ’ અલંકાર શબ્દથી સાક્ષાત્ જણાય છે તે શ્લિષ્ટ વાક્યમાં જ ‘વિરોધ અથવા ‘શ્લેષ’ વાચ્યાલંકારત્વનો વિષય થઈ શકે છે. (અર્થાત્ ત્યાં વિરોધ અથવા
શ્લેષ’માં વાચ્યાલંકારત્વ કહી શકાય છે. જેમકે એ (ગ્રંથ)માં જ (હર્ષચરિતમાં) - વિરોધી પદાર્થોના સમવાયની જેમ, જેમકે નજીક છે વાળરૂપી અંધકાર જેની એવી સૂર્યની મૂર્તિ (વિરોધ થયો), અંધકાર જેવા કાળા વાળ વાળી છતાં ચમકતી મૂર્તિવાળી” (વિરોધ દૂર થાય છે.) વગેરેમાં, જેમકે મારા જ (શ્લોક)માં
બધાંના એકમાત્ર શરણ, અક્ષય, અધીશ, બુદ્ધિના સ્વામી, હરિ, કૃષ્ણ, ચતુર આત્માવાળા, નિષ્ક્રિય, શત્રુનો નાશ કરનાર ચક્રધરને નમસ્કાર કરો.'
અહીં શબ્દશક્તિમૂલક અનુરણન રૂપ વિરોધ સ્પષ્ટરૂપમાં પ્રતીત થાય છે.
આ રીતે (શબ્દશક્તિમૂલ સંલક્ષ્યમવ્યંગ્યધ્વનિરૂપ) “વ્યતિરેક અલંકાર પણ જોવા મળે છે. જેમ કે મારા જ (શ્લોકમાં) - | (સૂર્યના) જે અંધકારનો નાશ કરનાર (કિરણ રૂ૫) પાઠ આકાશને ઉજ્જવળ કરે છે અને જે (ચરણરૂ૫) પાદ નખોથી શોભિત (વ્યતિરેક એ છે કે આકાશને ઉજ્જવળ કરતા નથી), જે (કિરણરૂપ પાઠ) કમળોની શોભા વધારે છે અને જે (ચરણ રૂપ પાદ) કમળોની શોભાને તિરસ્કૃત કરે છે, જે (કિરણરૂપ પાદ) ક્ષિતિભૂત-પૃથ્વીને ધારણ કરનારાં- અર્થાત્ (પર્વતનાં શિખરો પર આક્રમણ કરે છે અથવા) રાજાઓના મસ્તક પર પ્રકાશે છે અને જે (ચરણરૂપ પાદ) દેવતાઓનાં પણ મસ્તક પર આક્રમણ કરે છે. આ રીતે સૂર્યનાં બંને પાદ (કિરણરૂપ અને ચરણરૂપ) આપનું કલ્યાણ કરો.
આમ “શબ્દશક્તિમૂલ અનુસ્વાન વ્યંગ્ય’ના (સંલક્ષ્યક્રમ વ્યંગ્ય ધ્વનિના) બીજા પણ પ્રકારો છે. તે સદ્ધયોએ પોતે સમજી લેવા. અહીં ગ્રંથવિસ્તારના ભયથી તેનો વિસ્તાર નથી કર્યો.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૩૨
વન્યાલોક . अर्थशक्त्युद्भवस्त्वन्यो यत्रार्थः स प्रकाशते ।
यस्तात्पर्येण वस्त्वन्यद् व्यनक्त्युक्तिं विना स्वतः ॥२२॥ यत्रार्थः स्वसामर्थ्यादर्थान्तरमभिव्यक्ति शब्दव्यापारं विनैव सोऽर्थशक्युद्भवो नामानुस्वानोपमव्यङ्गयो ध्वनिः ।। यथा
एवंवादिनि देवर्षों पार्श्वे पितुरधोमुखी ।
लीलाकमलपत्राणि गणयामास पार्वती ।। अत्र हि लीलाकमलपत्रगणनमुपसर्जनीकृतस्वरूपं शब्दव्यापारं विनैवार्थान्तरं व्यभिचारिभावलक्षणं प्रकाशयति । __न चायमलक्ष्यक्रमव्यङ्ग्यस्यैव ध्वनेर्विषयः । यतो यत्र साक्षाच्छब्दनिवेदितेभ्यो विभावानुभावव्यभिचारिभ्यो रसादीनां प्रतीतिः स तस्य केवलस्य मार्गः ।
यथा कुमारसम्भवे मधुप्रसङ्गे वसन्तपुष्पाभरणं वहन्त्या देव्या आगमनादिवर्णनं मनोभवशरसन्धानपर्यन्तं शम्भोश्च परिवृत्तधैर्यस्य चेष्टाविशेषवर्णनादि साक्षाच्छब्दनिवेदितम् ।
इह तु सामर्थ्याक्षिप्तव्यभिचारिमुखेन रसप्रतीतिः । तस्मादयमन्यो ध्वनेः प्रकारः ।
यत्र च शब्दव्यापारसहायोऽर्थोऽर्थान्तरस्य व्यञ्जकत्वेनोपादीयते स नास्य ध्वनेविषयः ।
यथा
सङ्केतकालमसं विटं ज्ञात्वा विदग्धया ।
हसन्नेत्रार्पिताकूतं लीलापमं निमीलितम् ।। अत्र लीलाकमलनिमीलनस्य व्यञ्जकत्वमुक्त्यैव निवेदितम् ॥२२॥ तथा च
१. 'सम्प्रकाशते' नि० दी।
Page #135
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉઘાતઃ ૨૨
કારિકા-૨૨ અને વૃત્તિ ઃ (અર્થશક્તિમૂલ ધ્વનિ). “અર્થશલ્યુભવ અન્ય (ધ્વનિ) છે, જ્યાં તે અર્થ પ્રકાશિત થાય છે જે ઉક્તિ વિના તાત્પર્યરૂપથી (=વ્યંજના દ્વારા) સ્વતઃ અન્ય વસ્તુને ( બીજા અર્થને) પ્રકાશિત કરે છે.”
જ્યાં અર્થ (=વાચ્યાર્થ), શબ્દ વ્યાપાર વિના જ (= અભિધા શક્તિની મદદ વગર), પોતાના સામર્થ્યથી બીજા અર્થને-અર્થાન્તરને-અભિવ્યક્ત કરે છે, તે ‘અર્થશલ્યુભવ (=અર્થશક્તિમૂલ) નામનો અનુસ્વાનોપમ વ્યંગ્ય (=સંલક્ષ્યક્રમ વ્યંગ્ય) ધ્વનિ છે. જેમ કે
જ્યારે દેવર્ષિ (સપ્તર્ષિ મંડળ) આ પ્રમાણે કહેતા હતા ત્યારે પિતા પાસે (પર્વતરાજ હિમાલય પાસે) ઊભેલી પાર્વતી નીચું જોઈને લીલાકમળ (કીડાકમળ)ની પાંખડીઓ ગણવા લાગી.”
અહીં ગૌણસ્વરૂપવાળું લીલાકમલના પત્રનું ગણવું, (સ્વ) શબ્દનો ઉપયોગ વગર જ, વ્યભિચારિભાવના લક્ષણવાળા બીજા અર્થને પ્રકાશે છે. આ (ર્વિવારિ... શ્લોક) અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય (રસાદિ) ધ્વનિનું જ ઉદાહરણ (પણ) નથી. કેમ કે જ્યાં સાક્ષાત્ શબ્દથી વર્ણવેલા વિભાવ, અનુભાવ અને વ્યભિચારિભાવોથી રસાદિની પ્રતીતિ થાય છે તે કેવળ તેનો (અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિનો) માર્ગ છે.
જેમ કે ‘કુમારસંભવ'માં વસંતવર્ણન પ્રસંગમાં વસંતમાં ખીલતાં પુષ્પોનાં આભૂષણો ધારણ કરેલ દેવી પાર્વતી (આલંબન વિભાવ)ના આગમનથી લઈને મનોભવે-કામદેવે શરસંધાન ક્યું (અનુભાવ વર્ણન) અને ઘેર્યય્યત શિવની વિશિષ્ટ ચેષ્ટાનું વર્ણન વગેરે (વ્યભિચારિભાવ) સાક્ષાત્ શબ્દો દ્વારા જણાવાયેલ છે. (એથી ત્યાં અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય રસધ્વનિ છે). અહીં (વંવાનિ કૈવર્ષો.. ઈ. શ્લોકમાં) તો (લીલાકમળની પાંદડીઓની ગણત્રી દ્વારા) સામર્થ્યથી વ્યંજિત (લજજારૂપ) વ્યભિચારિભાવ દ્વારા રસની પ્રતીતિ થાય છે. તેથી આ ધ્વનિનો અન્ય પ્રકાર છે. (અર્થાત્ રસધ્વનિરૂપ અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય ભેદથી ભિન્ન અર્ધશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય નામનો બીજો જ પ્રકાર છે.) પણ જ્યાં શબ્દવ્યાપારની મદદવાળો એક અર્થ બીજા અર્થના વ્યંજકત્વથી આવે છે તે કંઈ આ ધ્વનિનો વિષય નથી. જેમકે- “વિદગ્ધા-ચતુરનાયિકાએ એ જાણીને કે વિટ, સંકેત (ના સ્થાન પર પહોંચવાનો) સમય જાણવા ચાહે છે, હસતાં હસતાં આંખનો ઈશારો કરી (આંખ મારીને) કીડાકમળ બંધ કરી દીધું.”
અહીં લીલાકમલને બીડ્યાનું વ્યંજકત્વ શબ્દથી જ કહેવાયું છે અને વળી,
Page #136
--------------------------------------------------------------------------
________________
- દવન્યાલોક शब्दार्थशक्त्याक्षिप्तोऽपि व्यङ्गयोऽर्थः कविना पुनः ।
यत्राविष्क्रियते स्वोक्त्या सान्यैवालङ्कृतिव॑नेः ॥२३॥ शब्दशक्त्या, अर्थशक्त्या, शब्दार्थशक्त्या वाक्षिप्तोऽपि व्यङ्गयोऽर्थः कबिना पुनर्यत्र स्वोक्त्या प्रकाशीक्रियते सोऽस्मादनुस्वानोपमव्यङ्ग्याद् ध्वनेरन्य एवालङ्कारः । अलक्ष्यक्रमव्यङ्गस्य वा ध्वनेः सति सम्भवे स तादृगन्योऽलङ्कारः । तत्र शब्दशक्त्या यथा
वत्से मा गा विषादं श्वसनमुरुजवं सन्त्यजोर्ध्वप्रवृत्तं कम्पः को वा गुरुस्ते भवतु बलभिदा जृम्भितेनात्र याहि । प्रत्याख्यानं सुराणामिति भयशमनछद्मना कारयित्वा
यस्मै लक्ष्मीमदाद् वः स दहतु दुरितं मन्थमूढां पयोधिः ॥ अर्थशक्त्या यथा
अम्बा शेतेऽत्र वृद्धा परिणतवयसामग्रणीरत्र तातो निःशेषागारकर्मश्रमशिथिलतनुः कुम्भदासी तथात्र । अस्मिन् पापाहमेका कतिपयदिवसप्रोषितप्राणनाथा
पान्थायेत्थं तरुण्या कथितमवसरव्याहृतिव्याजपूर्वम् ।। उभयशक्त्या यथा-'दृष्टया केशव गोपरागहतया' इत्यादौ ॥२३॥ .
१. वाक्षिप्तः' नि० दी। २. 'किमिह' दी।
Page #137
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોતઃ ૨૩
૧૩૫ કારિકા-ર૩ અને વૃત્તિ (સ્વશબ્દથી પ્રકાશતો વ્યંગ્યાર્થ, ધ્વનિ નથી પણ અલંકાર છે.)” શબ્દાર્થની શક્તિથી આક્ષિસ (=વ્યંજિત) પણ વ્યંગ્ય અર્થ જ્યાં કવિ દ્વારા પુનઃ પોતાની ઉક્તિથી આવિષ્કૃત કરી દેવામાં આવ્યો હોય, તે ધ્વનિથી ભિન્ન અન્ય (ચીજ) અલંકાર છે.” શબ્દશક્તિથી, અર્થશક્તિથી કે શબ્દાર્થ (બન્ને) શક્તિથી સૂચવાયેલ વ્યંગ્ય અર્થ જ્યાં કવિ વડે, પોતાની જ ઉક્તિથી, પ્રકાશાય છે તે આ અનુસ્વાન વ્યંગ્યથી જુદો જ અલંકાર છે. અથવા અસંલક્ષ્યધ્વનિ સંભવતો હોય તો પણ તેવો બીજો અલંકાર ગણાય છે. *
તેમાં શબ્દશક્તિથી (વ્યંજિત, શબ્દશકત્યુભવ વ્યંગ્ય, સ્વશબ્દથી કહેવાતાં ગુણીભૂત અને શ્લેષાલંકાર પ્રધાન, થઈ ગયું છે એવું ઉદાહરણ) જેમ કે “દીકરી ! વિષાદ ન અનુભવીશ. (શ્લેષ હોઈ બીજો અર્થ-વિષાદ= વિષભક્ષણ કરનાર શિવની પાસે ન જા) વેગથી ઉપરના દીર્ઘશ્વાસ ન લે (વાયુ અને અગ્નિને છોડ), અધિક કમ્પિત કેમ છે ? (જલપતિ વરુણ અથવા બ્રહ્મા તારા ગુરુ છે.) બળ તોડી નાખનાર જુસ્મિત (બગાસાને) રોક (ઐશ્વર્ય-મધમત્ત ઈન્દ્રને જવા દે). આ રીતે ભયશમનને બહાને (બીજા) દેવતાઓનું નિરાકરણ, કરાવીને “આમની પાસે (વિષ્ણુ પાસે) ગમન કર એ રીતે (કહીને) સમુદ્ર મંથનથી ડરેલી લક્ષ્મીને જેને (વિષ્ણુને) આપી તે (વિષ્ણુભગવાન) આપ લોકોનાં દુરિત (દુઃખકારક પાપ) બાળી મૂકો.'
અર્થશક્તિથી (વ્યંજિત, અર્થશલ્યુભવ વ્યંગ્ય જ્યાં શબ્દથી કહેવાયેલ હોય અને ગુણીભૂત અને શ્લેષાલંકાર પ્રધાન થઈ ગયેલ હોય તેનું ઉદાહરણ) જેમ કે
અહીં વૃદ્ધ માતા સૂએ છે, વૃદ્ધોમાં વૃદ્ધ પિતાજી અહીં સૂએ છે; આખા ઘરનું કામ કરીને શ્રમથી શિથિલ શરીરવાળી કુંભદાસી અહીં રહે છે. જેના પ્રાણનાથ થોડા દિવસથી પરદેશ ગયા છે એવી અભાગણી હું આમાં (આ ઓરડામાં) એકલી રહું છું.” પથિકને (રમણ માટે) અવસર (તક) છે, એમ જણાવવા તરુણીએ યુક્તિપૂર્વક આ પ્રમાણે કહ્યું.”
(એ રીતે) ઉભય શક્તિથી (આક્ષિપ્ત-વ્યંજિત ઉભયશકત્યુભવ વ્યંગ્ય જ્યાં શબ્દથી કહેવાયો હોય ત્યાં ગુણીભૂત અને ગ્લેષાલંકારપ્રધાન થઈ ગયેલ છે તેનું ઉદાહરણ) જેમ કે કયા વેરાવોપરી હતી... ઈ.માં. (કારિકા ૨૧.૨માં આ શ્લોક અગાઉ આવી ગયો છે.) :
Page #138
--------------------------------------------------------------------------
________________
१३१
-- - - -वन्यास प्रौढोक्तिमात्रनिष्पन्नशरीरः सम्भवी स्वतः।
अर्थोऽपि द्विविधो ज्ञेयो वस्तुनोऽन्यस्य दीपकः ॥२४॥ अर्थशक्त्युद्भवानुरणनरूपव्यङ्ग्ये ध्वनौ यो व्यञ्जकोऽर्थ उक्तस्तस्यापि द्वौ प्रकारौ, कवेः, कविनिबद्धस्य वा वक्तुः प्रौढोक्तिमात्रनिष्पन्नशरीर एकः, स्वतः सम्भवी च द्वितीयः। कविप्रौढोक्तिमात्रनिष्पन्नशरीरो यथा
सजेहि सुरहिमासो ण दाव अप्पेइ जुअइजणलक्खमुहे । अहिणवसहआरमुहे णवपल्लवपत्तले अणंगस्स शरे ॥ (सज्जयति सुरभिमासो न तावदर्पयति युवतिजनलक्ष्यमुखान् ।
अभिनवसहकारमुखान् नवपल्लवपत्रलाननङ्गस्य शरान् ।।इति च्छाया) कविनिबद्धवक्तृप्रौढोक्तिमात्रनिष्पन्नशरीरो यथोदाहृतमेव'-'शिखरिणि' इत्यादि । यथा वा
साअरविइण्णजोव्वणहत्थालम्बं समुण्णमन्तेहिं । अन्भुट्ठाणं विअ मम्महस्स दिण्णं तुइ थणेहिं ॥ (सादरवितीर्णयौवनहस्तावलम्बं समुन्नमद्भ्याम् ।
अभ्युत्थानमिव मन्मथस्य दत्तं तव स्तनाभ्याम् ॥इति च्छाया) स्वतःसम्भवी य औचित्येन बहिरपि सम्भाव्यमानसद्भावो न केवलं भणितिवशेनैवाभिनिष्पन्नशरीरः । यथोदाहृतम्-‘एवंवादिनि' इत्यादि । यथा वा
सिहिपिंछकण्णपूरा जाआ वाहस्स गव्विरी भमइ । मुक्ताफलरइअपसाहणाणं मज्झे सबत्तीणं ।। (शिखिपिच्छकर्णपूरा जाया व्याधस्य गर्विणी भ्रमति । मुक्ताफलरचितप्रसाधनानां मध्ये सपत्नीनाम् ।।इति च्छाया ॥२४॥) अर्थशक्तेरलङ्कारो यत्राप्यन्यः प्रतीयते ।
अनुस्वानोपमव्यङ्ग्यः स प्रकारोऽपरो ध्वनेः ॥२५॥ वाच्यालङ्कारव्यतिरिक्तो यत्रान्योऽलङ्कारोऽर्थसामर्थ्यात् प्रतीयमानोऽवभासते सोऽर्थशक्त्युद्भवो नामानुस्वानरूपव्यङ्ग्योऽन्यो ध्वनिः ॥२५॥
१. उदाहतमेव' ५॥ नि० दी० मा नथी. २. 'इत्यादौ' नि०। ३. यतिथे 'यथा वा' भने तेनी भात Gls२९। नथी भाप्यु.
Page #139
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોત: ૨૪, ૨૫
કારિકા-૨૪ અને વૃત્તિ : (અર્થાત્યુદ્ભવ ધ્વનિના બે ભેદ)
‘‘અન્ય વસ્તુનો દીપક (=વ્યંજક) અર્થ પણ બે પ્રકારનો જાણવો જોઈએ.પ્રૌઢઉક્તિમાત્રથી નિષ્પન્ન શરીરવાળો અને સ્વતઃ સંભવી.’’ અર્થશક્તિથી ઉદ્ભવતા ‘અનુરણન વ્યંગ્ય ધ્વનિ’માં (=સંલક્ષ્યક્રમ વ્યંગ્યધ્વનિમાં), જે વ્યંજક અર્થ કહ્યો તેના પણ બે પ્રકારો : કવિની કે કવિએ ચીતરેલ પાત્રની પ્રૌઢોક્તિથી જ નિષ્પન્ન સ્વરૂપવાળો એક અને સ્વતઃસંભવી બીજો.
૧૩૭
કવિ પ્રૌઢોક્તિથી જ નિષ્પન્ન સ્વરૂપવાળો જેમ કે- ‘(કામદેવનો મિત્ર) વસંત માસ યુવતીઓને લક્ષ્ય બનાવનાર અગ્રભાગથી યુક્ત (ફળાથી યુક્ત) નવ પલ્લવોનાં પીંછાંવાળાં, આંબાની નવી મંજરીનાં કામદેવનાં બાણ તૈયાર કરે છે પણ હજુ (પ્રહાર કરવા) આપતો નથી.’’
કવિએ ચીતરેલ પાત્રની પ્રૌઢોક્તિથી જ નિષ્પન્ન સ્વરૂપવાળો, જેમકે ‘“શિrિ વ નુ નામ... ઈ. શ્લોક (ઉદ્યોત-૧/૧૩ની વૃત્તિમાં અગાઉ આવી ગયેલ છે). અથવા જેમ કે
‘‘યૌવને આદરપૂર્વક આપેલા હાથના સહારાથી ઊભાં થયેલાં તારાં સ્તનોએ જાણે કામદેવનો (મન્મથનો) ઊઠીને સત્કાર કર્યો.''
(કવિ અને કવિએ આલેખેલ પાત્રની કલ્પનાથી) બહાર પણ યોગ્ય રૂપથી જેના અસ્તિત્વની સંભાવના હોય, કેવળ (કવિ કે કવિનિબદ્ધ પાત્રની) ઉક્તિમાત્રથી જ સિદ્ધ થતો ન હોય તે સ્વતઃ સંભવી (કહેવાય) છે. જેમકે વં વાવિનિ લેવાઁ... ઈ. ઉદાહરણમાં કારિકા-૨૨માં આ શ્લોક આવી ગયો). અથવા જેમ કે -
=
‘‘મોરપીંછનું કર્ણપૂર પહેરેલી શિકારીની (નવી) પત્ની મોતીનાં બનાવેલ આભૂષણોથી અલંકૃત સપત્નીઓ-શોકચો-ની વચ્ચે ગર્વથી કરે છે.’’ કારિકા-૨૫ અને વૃત્તિ : (અર્થશક્તિમૂલ અલંકાર ધ્વનિ) -
‘‘જ્યાં અર્થશક્તિથી (વાચ્યાલંકારથી લિંન્ન) બીજો અલંકાર પ્રતીયમાન (સૂચવાયેલો) હોય છે તે ધ્વનિ (કાવ્ય)નો બીજો (અલંકારથી અલંકાર વ્યંગ્ય) અનુસ્યાનોપમ (અર્થાત્, સંલક્ષ્યક્રમવ્યંગ્ય) નામનો ભેદ છે.
જ્યાં વાચ્યાલંકારથી ભિન્ન બીજો અલંકાર અર્થસામર્થ્યથી વ્યંગ્યરૂપે પ્રતીત થાય છે તે સંલક્ષ્યક્રમવ્યંગ્યરૂપ અર્થશકત્યુદ્ભવ (અર્થાત્ અર્થશક્તિમૂલ) ધ્વનિ અન્ય છે. (અલંકારથી અલંકાર વ્યંગ્યરૂપ બીજો ભેદ છે).
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૮
દવન્યાલોક तस्य प्रविरलविषयत्वमाशङ्कयेदमुच्यते. . रूपकादिरलङ्कारवर्गो यो वाच्यतां श्रितः।
स सर्वो गम्यमानत्वं बिभ्रद् भूम्ना प्रदर्शितः ॥२६॥ अन्यत्र वाच्यत्वेन प्रसिद्धो यो रूपकादिरलङ्कारः सोऽन्यत्र प्रतीयमानतया बाहुल्येन प्रदर्शितस्तत्र भवद्भिर्भट्टोद्भटादिभिः । तथा. च सन्देहादिषूपमारूपकातिशयोक्तीनां प्रकाशमानत्वं प्रदर्शितमित्यलङ्कारान्तरस्यालङ्कारान्तरे व्यङ्ग्यत्वं न यत्नप्रतिपाद्यम्
||२६||
इयत् पुनरुच्यत एव
अलङ्कारान्तरस्यापि प्रतीतौ यत्र भासते ।
तत्परत्वं न वाच्यस्य नासौ मार्गो ध्वनेर्मतः ॥२७॥ २७.१ 'अलङ्कारान्तरेषु त्वनुरणनरूपालङ्कारप्रतीतौ सत्यामपि यत्र वाच्यस्य व्यङ्ग्यप्रतिपादनौन्मुख्येन चारुत्वं न प्रकाशते नासौ ध्वनेर्मार्गः । तथा च दीपकालङ्कारे' उपमाया गम्यमानत्वेऽपि तत्परत्वेन चारुत्वस्याव्यवस्थानान्न ध्वनिव्यपदेशः । यथा -
चन्दमऊएहिँ णिसा णलिनी कमलेहिँ कुसुमगुच्छेहिं लआ । हंसेहिँ सरअसोहा कव्वकहा सज्जनेहिँ करइ गरुइ ।। (चन्द्रमयूखैर्निशा नलिनी कमलैः कुसुमगुच्छलता। हंसैश्शारदशोभा काव्यकथा सज्जनैः क्रियते गुर्वी ॥इति च्छाया) इत्यादिषूपमागर्भत्वेऽपि सति वाच्यालङ्कारमुखेनैव चारुत्वं व्यवतिष्ठते न व्यङ्ग्यालङ्कारतात्पर्येण । तस्मात्तत्र वाच्यालङ्कारमुखेनैव काव्यव्यपदेशो न्याय्यः ।
यत्र तु व्यङ्गयपरत्वेनैव वाच्यस्य व्यवस्थानं तत्र व्यङ्ग्यमुखेनैव व्यपदेशो युक्तः । यथा
प्राप्तश्रीरेष कस्मात् पुनरपि मयि तं मन्थखेदं विदध्यानिद्रामप्यस्य पूर्वामनलसमनसो नैव सम्भावयामि । सेतुं बध्नाति भूयः किमिति च सकलद्वीपनाथानुयातस्त्वय्यायाते वितर्कानिति दधत इवाभाति कम्पः पयोधेः ।।
१. अलङ्कारान्तरस्य रूपकादेरलङ्कारप्रतीतौ' नि०, दी०। २. 'दीपकादावलङ्कारे' नि०, दी०। ३. 'तथा' दी० ।
Page #141
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોત : ૨૬, ૨૭
૧૩૯
કારિકા-૨૬ અને વૃત્તિ : (એક અલંકારમાંથી બીજો અલંકાર વ્યંજિત થાય તેનો) તેનો વિષય બહુ વિરલ થશે એવી આશંકાથી (આ કારિકા) કહે છે. ‘‘રૂપક વગેરે અલંકારો જે વાચ્ય છે તે બધા જ વ્યંગ્ય પણ હોઈ શકે છે એવું પ્રચુર માત્રામાં દર્શાવવામાં આવ્યું છે.’’
એક સ્થળે જે વાચ્યત્વથી પ્રસિદ્ધ ‘રૂપક’ વગેરે અલંકાર છે તે જ બીજે સ્થળે વ્યંજતાથી– પ્રતીયમાનપણાથી-ઘણી રીતે, ભટ્ટ ઉદ્ભટ વગેરેએ બતાવેલ છે. જેમકે સસંદેહ વગેરેમાં, ‘ઉપમા’ ‘રૂપકક ‘અતિશયોક્તિ’નું સૂચન (વ્યંગ્યત્વ) બતાવ્યું છે. તેથી એક અલંકારનું બીજા અલંકાર ઉપરથી વ્યંગ્યત્વ પ્રતિપાદન કરવામાં (વધારે) પ્રયત્ન કરવો પડતો નથી.
કારિકા ૨૭ અને વૃત્તિ : (તો પણ કેવળ) આટલી વાત (વિશેષરૂપથી) કહે છે જ કે
૨૭.૧ ‘“અલંકારાન્તરની પ્રતીતિમાં (અર્થાત્ જ્યાં બીજા અલંકારની પ્રતીતિ થતી હોય છતાં), જ્યાં વાચ્યનું તત્પરત્ન ભાસતું ન હોય, (અર્થાત્ વાચ્ય અલંકાર એ વ્યંગ્ય અલંકારનો પ્રધાનપણે બોધ ન કરાવતો હોય) એ માર્ગ ધ્વનિનો માનવામાં આવ્યો નથી.( અર્થાત્ તેને ધ્વનિનો વિષય માનવામાં આવતો નથી.)’’
ન
(રૂપક વગેરે) બીજા અલંકારની પ્રતીતિ હોય તોપણ જ્યાં વ્યંગ્યના પ્રતિપાદન દ્વારા વાચ્યનું ચારુત્વ પ્રગટતું નથી ત્યાં આ ધ્વનિનો માર્ગ નથી. જેમકે દીપક અલંકારમાં, ઉપમા, ગમ્ય (=વ્યંગ્ય) હોય તો પણ તેના પરત્વે ચારુત્વની વ્યવસ્થા ન હોવાને કારણે ત્યાં ધ્વનિનો વ્યપદેશ (નામ) નથી. જેમ કે
“ચંદ્રનાં કિરણોથી રાત્રિ, કમળોથી નલિની, પુષ્પગુચ્છોથી લતા, હંસોથી શરદની શોભા, અને સજ્જનોથી કાવ્યકથા ગૌરવાન્વિત કરાય છે.’
ઇત્યાદિ ઉદાહરણોમાં ઉપમા ગર્ભિત હોવા છતાં પણ વાચ્યાલંકાર દ્વારા જ ચારુતા વ્યવસ્થિત થાય છે. વ્યંગ્યાલંકારના તાત્પર્યથી નહીં. તેથી ત્યાં વાચ્યાલંકાર દ્વારા કાવ્યનું નામકરણ ન્યાયી છે.
અને જ્યાં વાચ્ય (અલંકાર)ની સ્થિતિ વ્યંગ્ય અલંકાર પરક જ હોય ત્યાં વ્યંગ્ય (અહંકાર) અનુસાર જ નામકરણ કરવું ઉચિત છે. જેમકે
‘‘તેને (પહેલેથી) લક્ષ્મી પ્રાસ છે, તો પછી એ શા માટે મને ફરી વલોવવાનું કષ્ટ ઉઠાવે ? (આ સમયે) આલસ્ય રહિત મનને કારણે તેની પહેલાં જેવી (દીર્ઘકાલીન) નિદ્રાની પણ કોઈ સંભાવના જણાતી નથી. સમસ્ત દ્વીપોના સ્વામીઓ દ્વારા અનુસરણ કરાયેલા તે ફરી સેતુ શા માટે બાંધે ? આ રીતે તમારા (સમુદ્રકિનારે) આવવાથી જાણે તર્કવિતર્ક કરતો સમુદ્રનો કંપ પ્રતીત થાય છે.’’
Page #142
--------------------------------------------------------------------------
________________
१४०
દવન્યાલોક यथा वा ममैव
लावण्यकान्तिपरिपूरितदिङ्मुखेऽस्मिन् स्मेरेऽधुना तव मुखे तरलायताक्षि । क्षोभं यदेति न मनागपि तेन मन्ये
सुव्यक्तमेव जलराशिरयं पयोधिः ।। इत्येवंविधे विषयेऽनुरणनरूपरूपकाश्रयेण' काव्यचारुत्वव्यवस्थानाद् रूपकध्वनिरिति व्यपदेशो न्याय्यः । २७.२ उपमाध्वनिर्यथा
वीराणं रमइ घुसिणरुणम्मि ण तहा पिआथणुच्छङ्गे । दिट्ठी रिउगअकुंभत्थलम्मि जह बहलसिन्दूरे ।। (वीराणां रमते घुसृणारुणे न तथा प्रियास्तनोत्सङ्गे ।
दृष्टी रिपुगजकुम्भस्थले यथा बहलसिन्दूरे ॥ इति च्छाया) यथा वा ममैव विषमबाणलीलायामसुरपराक्रमणे कामदेवस्य
तं ताण सिरिसहोअररअणाहरणम्मि हिअअमेक्करसम् । बिम्बाहरे पिआणं णिवेसिअं कुसुमबाणेन ।। (तत्तेषां श्रीसहोदररत्नाहरणे हृदयमेकरसम् । -
बिम्बाधरे प्रियाणां निवेशितं कुसुमबाणेन ।। इति च्छाया) आक्षेपध्वनिर्यथा
स वक्तुमखिलान् शक्तो हयग्रीवाश्रितान् गुणान् ।
योऽम्बुकुम्भैः परिच्छेदं ज्ञातुं शक्तो महोदधेः ।। अत्रातिशयोक्त्या हयग्रीवगुणानामवर्णनीयताप्रतिपादनरूपस्यासाधारणतद्विशेषप्रकाशनपरस्य आक्षेपस्य प्रकाशनम् ।
२७.३ अर्थान्तरन्यासध्वनिः शब्दशक्तिमूलानुरणनरूपव्यङ्गयोऽर्थशक्तिमूलानुरणनरूपव्यङ्ग्यश्च सम्भवति । तत्राद्यस्योदाहरणम्
दैव्वाएत्तम्मि फले कि कीरइ एत्तिअं पुणा भणिमो । कंकिल्लपल्लवाः पल्लवाणं अण्णाणं ण सरिच्छा ।। (दैवायत्ते फले किं क्रियतामेतावत् पुनर्भणामः ।
रक्ताशोकपल्लवाः पल्लवानामन्येषां न सदृशाः ॥ इति च्छाया) पदप्रकाशश्चायं ध्वनिरिति वाक्यस्यार्थान्तरतात्पर्येऽपि सति न विरोधः । द्वितीयस्योदाहरणं यथा
हिअअट्ठाविअमण्णुं अवरुण्णमुहं हि मं पसाअन्त । अवरद्धस्स वि ण हु दे पहुजाणअ रोसिउं सक्कम् ।। (हृदयस्थापितमन्युमपरोषमुखीमपि मां प्रसादयन् ।
अपराद्धस्यापि न खलु ते बहुज्ञ रोषितुं शक्यम् ॥ इति च्छाया) १. अनुरणनरूपकाश्रयेण' नि०, दी०। २. 'पराक्रमे' दी०। ३. 'तद्विशेषप्रतिपादनपरस्य' दी।
Page #143
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોત : ૨૭
૧૪૧
અથવા જેમ કે મારો જ (શ્લોક) - ‘“હે ચંચળ દીર્ઘ નેત્રોવાળી ! લાવણ્ય અને કાંતિથી દિશાઓને પરિપૂર્ણ કરી દેનારું તારું મુખ મંદસ્મિત યુક્ત હોવા છતાં પણ સમુદ્રમાં સહેજ પણ ક્ષોભ પેદા થતો નથી તેથી એ સ્પષ્ટ પ્રતીત થાય છે કે એ કેવળ જળનો રાશિ (જડતાનો પુંજ) છે.
આ પ્રકારનાં ઉદાહરણોમાં સંલક્ષ્યક્રમવ્યંગ્ય રૂપકના આશ્રયે જ કાવ્યનું ચારુત્વ રહેલું છે એથી અહીં રૂપકધ્વનિ નામકરણ જ ઉચિત છે.
૨૭-૨ ઉપમા ધ્વનિ જેમ કે
‘‘વીરોની દૃષ્ટિ કુંકુમરંજિત પ્રિયાનાં સ્તનોમાં નથી રમતી એટલી શત્રુના હાથીઓનાં સિંદૂરથી રંગાયેલ કુંભસ્થળો ઉપર રમે છે.’’
અથવા જેમ કે ‘વિષમબાણલીલા’ (નામના મારા કાવ્ય)માં કામદેવના (અસુર વિષયક પરાક્રમના) વર્ણન (પ્રસંગનો) મારો (શ્લોક, ઉપમા ધ્વનિનું બીજું ઉદાહરણ છે.) ‘‘લક્ષ્મીના સહોદર રત્નોને ભેગાં કરવામાં મગ્ન તેમનાં (અસુરોનાં હંમેશ યુદ્ધ માટે તૈયાર એવાં) તે હૃદયોને કામદેવે પ્રિયાઓના અધરબિંબ (ના રસાસ્વાદ)માં તત્પર કરી દીધાં.’’
‘આક્ષેપધ્વનિ’ જેમ કે
“જે પાણીના ઘડાઓથી (માપીને) સમુદ્રના માપને જાણી શકે છે તે હયગ્રીવના બધા ગુણોનું વર્ણન કરી શકે છે.’’
અહીં ‘અતિશયોક્તિ’ થી હયગ્રીવના ગુણની અવર્ણનીયતા પ્રતિપાદિત કરનાર તેનો અસાધારણ વિષયમાં પ્રકાશ કરનાર ‘આક્ષેપ’નું પ્રકાશન થાય છે. (એથી આ ‘કવિપ્રૌઢોક્તિસિદ્ધ અલંકારથી અલંકાર વ્યંગ્ય આક્ષેપ ધ્વનિ’નું ઉદાહરણ છે.
૨૭.૩ ‘અર્થાન્તરન્યાસધ્વનિ’ શબ્દશક્તિમૂલ અનુસ્વાનવ્યંગ્ય કે અર્ધશક્તિમૂલ અનુસ્થાન વ્યંગ્ય (અનુસ્વાનવ્યંગ્ય= સંલક્ષ્યક્રમવ્યંગ્ય) (એમ બે જાતનો) સંભવે છે. તેમાંથી પ્રથમનું ઉદાહરણ
‘“ફળ તો ભાગ્યને આધીન છે. (તેમાં અમે) શું કરીએ ? તો પણ આટલું (તો) કહીએ છીએ કે રક્ત અશોકનાં પાવ બીજાં પલ્લવ જેવાં નથી હોતાં.’’
પદને પ્રકાશનાર આ ધ્વનિ છે. તેથી વાકચમાં બીજા અર્થનું તાત્પર્ય હોય તો પણ વિરોધ નથી. બીજાનું (અર્થશક્તિમૂલ સંલક્ષ્યક્રમનું) ઉદાહરણ
‘‘હૃદયમાં રાખેલા ક્રોધવાળી તથા રોષ રહિત મુખવાળી મને પ્રસન્ન કરતા હે બહુજ્ઞ ! અપરાધથી યુક્ત હોવા છતાં તારા પર ક્રોધ કરવો શક્ય નથી.’’
Page #144
--------------------------------------------------------------------------
________________
१४२
ધ્વન્યાલોક
अत्र हि वाच्यविशेषेण सापराधस्यापि बहुज्ञस्य कोपः कर्तुमशक्य इति समर्थकं 'सामान्यमन्वितमन्यत्तात्पर्येण प्रकाशते ।
व्यतिरेकध्वनिरप्युभयरूपः सम्भवति । तत्राद्यस्योदाहरणं प्राक् प्रदर्शितमेव । द्वितीयस्योदाहरणं यथा
जाज्ज वणुद्देसे खुज्ज व्विअ पाअवो' गडिअवत्तो । मा माणुसम्मि लोए ताएक्करसो दरिदो अ ॥
( जायेय वनोद्देशे कुब्ज एवं पादपो गलितपत्रः ।
मा मानुषे लोके त्यागैकरसो दरिद्रश्च || इति च्छाया)
अत्र हि त्यागैकरसस्य दरिद्रस्य जन्मानभिनन्दनं त्रुटितपत्रकुब्जपादपजन्माभिनन्दनं च साक्षाच्छब्दवाच्यम् । तथाविधादपि पादपात् तादृशस्य पुंस उपमानोपमेयत्वप्रतीतिपूर्वकं शोच्यतायामाधिक्यं तात्पर्येण प्रकाशयति ।
२७.४ उत्प्रेक्षाध्वनिर्यथा
चन्दनासक्तभुजगनिःश्वासानिलमूर्च्छितः । मूर्च्छयत्येष पथिकान् मधौ मलयमारुतः ।।
अत्र हि मधौ मलयमारुतस्य पथिकमूर्च्छाकारित्वं मन्मथोन्माथदायित्वेनैव । तत्तु चन्दनासक्तभुजगनिःश्वासानिलमूर्च्छितत्वेनोत्प्रेक्षितमित्युत्प्रेक्षा साक्षादनुक्तापि वाक्यार्थसामर्थ्यादनुरणनरूपा लक्ष्यते । न चैवंविधे विषये इवादिशब्दप्रयोग - मन्तरेणासम्बद्धतैवेति' शक्यते वक्तुम् । गमकत्वादन्यत्रापि तदप्रयोगे तदर्थावगतिदर्शनात् । यथा
ईसा कलुसस्स वि तुह मुहस्स ण एस पुण्णिमाचन्दो । अज्ज सरिसत्तणं पाविऊण अङ्ग बिअ ण माइ ||
यथा वा
( ईर्ष्याकलुषस्यापि तव मुखस्य नन्वेष पूर्णिमाचन्द्रः । अद्य सदृशत्वं प्राप्य अङ्ग एव न माति ॥ इति च्छाया) त्रासाकुलः परिपतन् परितो निकेतान् पुम्भिर्न कैश्चिदपि धन्विभिरन्वबन्धि । तस्थौ तथापि न मृगः क्वचिदङ्गनाभिराकर्णपूर्णनयनेषुहतेक्षणश्रीः ||
शब्दार्थव्यवहारे च प्रसिद्धिरेव प्रमाणम् । श्लेषध्वनिर्यथा
१. 'अर्थसामान्यं' नि० दी० ।
३. 'असम्बद्धैव' नि०, दी० ।
२. 'घडिअवत्तो' = 'घटितपत्र' नि०, दी० । ४. 'शक्यम्' नि०, दी० ।
Page #145
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોત: ૨૭
૧૪૩ અહીં વાચ્યવિશેષથી, બહુજ્ઞ અપરાધવાળો હોવા છતાં તેના તરફ કોપ કરવો અશક્ય છે એમ સમર્થન કરનાર અર્થસામાન્ય, બીજાં તાત્પર્યની સાથે બહાર આવે છે. (તેથી અર્થાન્તરચાસ ધ્વનિ છે)
(અર્થશક્તિમૂલ વ્યતિરેક ધ્વનિ) વ્યતિરેકથ્વનિ પણ (શબ્દશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ) બન્ને પ્રકારનો હોઈ શકે છે. તેમાંથી પ્રથમ (શબ્દશક્તિમૂલ)નું ઉદાહરણ (ઉં એડયુક્વન્તિ ...ઈ.) પહેલાં કહ્યું જ છે. બીજા (અર્થશક્તિમૂલ)નું ઉદાહરણ જેમકે
વનના પ્રદેશમાં ખરેલાં પાંદડાંવાળું કૂબડું વૃક્ષ હું બની જાઉં. પણ માનવ લોકમાં ત્યાગમાં જ એકમાત્ર આનંદ લેનાર દરિદ્ર બનીને જન્મ ન લઉં.”
અહીં માત્ર દાનમાં જ રસ માનનાર દરિદ્રીના જન્મને વખોડવાનું તથા પાંદડાં વિનાના કૂબડા ઝાડના જન્મને વખાણવાનું સાક્ષાત્ શબ્દથી વાચ્ય છે. તેવા વૃક્ષથી પણ, તેવા પુરુષની, ઉપમાનોપમેય જ્ઞાનથી, અધિક શોચનીય દશા, તાત્પર્યદ્વારા પ્રકાશિત થાય છે. ૨૭-૪ ઉમ્બેલાધ્વનિ (નું ઉદાહરણ) જેમ કે
ચંદન (વૃક્ષ)માં લપેટાઈને રહેલા સર્પોના નિઃશ્વાસથી મૂર્ણિત થયેલો મલયપવન વસંતમાં પથિકોને મૂર્ષિત કરે છે.'
અહીં વસંતમાં પથિકને મૂછ પમાડવાની મલયમાતની શક્તિ, કામદેવની ઉન્માદક શક્તિને લઈને જ છે. તે (શક્તિ) ચંદનને આશ્રયે રહેલ સર્પના નિઃશ્વાસના અનિલથી મૂર્ણિત થઈ, એમ ઉઝેક્ષા’ કરી છે. આમ (ઉપ્રેક્ષા) જો કે સાક્ષાત્ કહેવાયી નથી તો પણ વાક્યર્થના સામર્થ્યથી અનુરણનરૂપે-સંલક્ષ્યક્રમવ્યંગ્યરૂપેદેખાય છે. અને આવા વિષયમાં ‘વ’ (જાણે કે) વગેરે શબ્દોના પ્રયોગ વગર અસંબદ્ધતા જ છે એમ પણ ન કહી શકાય. (સાંભળનારની પ્રતિભાના સદ્યોગથી ચંદનાસક્ત ઇત્યાદિ વિશેષણ ઉપ્રેક્ષા) જણાવનાર હોવાથી (ગમક-વ્યંજક હોવાથી) અન્ય ઉદાહરણોમાં પણ નવ વગેરેના) તેમના પ્રયોગ વિના પણ તેની (ઉક્ષાની) પ્રતીતિ જોઈ શકાય છે. જેમ કે-“આજે આ પૂર્ણિમાનો ચંદ્ર તારા, ઈર્ષ્યાથી કલુષિત મુખની પણ સમાનતા પામીને જાણે પોતાના શરીરમાં સમાતો નથી.”
અથવા (વાચકના અભાવમાં પણ ઉ~ક્ષાનું એવું જ બીજું ઉદાહરણ) જેમ કે- “ભયથી વ્યાકુળઘરોની ચારે બાજુ દોડતો હતો ત્યારે કોઈ ધનુર્ધારીએ તેનો પીછો ન ર્યો હોવા છતાં સ્ત્રીઓથી કાન સુધી ખેંચીને મરાયેલાં નેત્રબાણોથી જેની નેત્રની કાંતિ હણાઈ ગઈ છે એવો તે (મૃગ) ક્યાંય થોભ્યો નહીં.” શબ્દ અને અર્થના વ્યવહારમાં (સયઅનુભવરૂ૫) પ્રસિદ્ધિ જ (અર્થપ્રતીતિમાં) પ્રમાણ છે. લેષ ધ્વનિ (નું ઉદાહરણ) જેમ કે
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૪૪
વિન્યાલોક रम्या इति प्राप्तवतीः पताका राग' विविक्ता इति वर्धयन्तीः।
यस्यामसेवन्त नमवलीकाः समं वधूभिर्वलभीर्युवानः ।। अत्र वधूभिः सह वलभीरसेवन्तेति वाक्यार्थप्रतीतेरनन्तरं वध्व इव वलभ्य इति श्लेषप्रतीतिरशाब्दाप्यर्थसामर्थ्यान्मुख्यत्वेन वर्तते । यथासंख्यध्वनिर्यथा
अङ्कुरितः पल्लवितः कोरकितः पुष्पितश्च सहकारः ।
अङ्कुरितः पल्लवितः कोरकितः पुष्पितश्च हृदि मदनः ।। अत्र हि यथोद्देशमनूद्देशे यच्चारुत्वमनुरणनरूपं मदनविशेषणभूताङ्कुरितादिशब्दगतं तन्मदनसहकारयोस्तुल्ययोगितासमुच्चयलक्षणाद् वाच्यादतिरिच्यमानमालक्ष्यते ।
___ एवमन्येऽप्यलङ्कारा यथायोगं योजनीयाः ।।२७।। एवमलङ्कारध्वनिमार्ग व्युत्पाद्य तस्य प्रयोजनवत्तां स्थापयितुमिदमुच्यते
शरीरीकरणं येषां वाच्यत्वे न व्यवस्थितम् ।
तेऽलङ्काराः परां छायां यान्ति ध्वन्यङ्गतां गताः ॥२८॥ ध्वन्यङ्गता चोभाभ्यां प्रकाराभ्यां व्यञ्जकत्वेन व्यङ्ग्यत्वेन च । तत्रेह प्रकरणाद् व्यङ्ग्यत्वेनेत्यवगन्तव्यम् । व्यङ्ग्यत्वेऽप्यलङ्काराणां प्राधान्यविवक्षायामेव सत्यां ध्वनावन्तःपातः । इतरथा तु गुणीभूतव्यङ्गयत्वं प्रतिपादयिष्यते ॥२८।। __ अङ्गित्वेन व्यङ्ग्यतायामपि अलङ्काराणां द्वयी गतिः । कदाचिद् वस्तुमात्रेण व्यज्यन्ते कदाचिदलङ्कारेण । तत्र
व्यज्यन्ते वस्तुमात्रेण यदालङ्कृतयस्तदा ।
ध्रुवं ध्वन्यङ्गता तासाम्, अत्र हेतुः
___काव्यवृत्तेस्तदाश्रयात् ॥२९॥ यस्मात् तत्र तथाविधव्यङ्ग्यालङ्कारपरत्वेन काव्यं प्रवृत्तम् । अन्यथा तु तंद्वाक्यमात्रमेव स्यात् ॥२९॥
१. कामम्' नि०। २. 'विवर्तते' नि०, दी। १. 'काव्यवृत्तिस्तदाश्रया' बालप्रिया सं०।
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૫
દ્વિતીય ઉધોતઃ ૨૭, ૨૮, ૨૯
(જે દ્વારિકા પુરીમાં) રમણીયતાને કારણ પતાકાને પ્રાપ્ત કરનારી, એકાન્તને કારણે રાગને વધારનારી, ઝૂકેલી વળીઓ (છાપરાનો આધાર)વાળી વલભીઓનું સેવન યુવકો પોતાની વધૂઓની સાથે કરે છે.'
અહીં ‘વધૂઓની સાથે હવેલીનું સેવન કરતા હતા, આ વાક્યર્થની પ્રતીતિની પછી ‘વધૂઓ જેવી હવેલીઓ, એ શ્લેષની પ્રતીતિ શબ્દવિના અર્થસામર્થ્યથી મુખ્ય રૂપમાં થાય છે. યથાસંખ્ય ધ્વનિ(નું ઉદાહરણ) જેમ કે
આંબામાં (પહેલા) અંકુર ફૂટ્યા, (પછી) પાન આવ્યાં, (પછી) કળીઓ બેઠી (અને પછી) કૂલ ખીલ્યાં' (એ ક્રમથી તેના) હૃદયમાં કામદેવ અંકુરિત, પલ્લવિત, મુકુલિત અને વિકસિત થયો.”
અહીં યથાક્રમ અનુક્રમ છે તેથી કામદેવનાં વિશેષણરૂપી અંકુરિત’ વગેરે શબ્દથી અનુરણનરૂપી ચારુત્વ છે. (= સંલક્ષ્યક્રમવ્યંગ્યરૂપી ચારુત્વ) તે, કામદેવ અને આમ્રવૃક્ષની તુલ્યયોગિતા તથા સમુચ્ચયના લક્ષણથી, વાચ્યથી ચડિયાતું દેખાય છે.
આમ બીજા અલંકારો પણ યથાયોગ્ય રૂપે (સ્વયં) સમજી લેવા જોઈએ. (અલંકાર ધ્વનિનું પ્રયોજન)
કરિકા-૨૮ અને વૃત્તિ ઃ આ રીતે અલંકાર ધ્વનિના માર્ગનું (વિસ્તારથી). પ્રતિપાદન કરીને (હ) તેનું પ્રયોજન સિદ્ધ કરવાને માટે કહે છે. | ‘(કટક, કુંડળ જેવા) જે અલંકારોની વાચ્યાવસ્થામાં શરીરરૂપતા પ્રાપ્તિ પણ નિશ્ચિત નથી હોતી (અર્થાત્ વાચ્યાવસ્થામાં કાવ્યનું અંગ-શરીર-બની શકતા નથી) તે અલંકારો વ્યંગ્યરૂપતાને પામીને (અર્થાત્ ધ્વનિરૂપ બનીને) પરમ ચારુત્વને પ્રાપ્ત કરે છે.”
ધ્વનિનું અંગ હોવાપણું બે ય પ્રકારથી હોય, વ્યંજત્વથી અને વ્યંગ્યત્વથી. તેમાંથી અહીં પ્રકરણ ઉપરથી વ્યંગ્યત્વ છે એમ સમજવું. વ્યંગ્યત્વમાં પણ અલંકારની પ્રધાન વિવેક્ષા હોય ત્યાં ધ્વનિમાં સમાવેશ થઈ શકે છે. નહિ તો ગુણીભૂત વ્યંગ્ય ગણાય છે એવું (હવે પછી) સમજાવાશે.
કારિકા-૨૯ અને વૃત્તિ (વસ્તુમૂલ અલંકાર ધ્વનિ)
અંગી (પ્રધાન)રૂપે અલંકારો વ્યંગ્ય હોય ત્યારે પણ તેમની ગતિ બે પ્રકારની હોય છે. કોઈક વખત વસ્તુમાત્રથી સૂચવાય છે, તો કોઈક વખત અલંકારથી. તેમાં
અલંકારો જ્યારે વસ્તુમાત્રથી વ્યંજિત થતા હોય છે ત્યારે તેમની પ્લવંગતા નિશ્ચિત છે.
(અર્થાત્ તેઓ નક્કી ધ્વનિનું અંગ બને છે.) તેનું કારણ (એ છે કે)
કાવ્યવ્યાપારનો આધાર જ એના ઉપર હોય છે. કેમકે ત્યાં તે પ્રકારના વ્યંગ્ય અલંકારની પ્રતીતિને માટે જ કાવ્ય પ્રવૃત્ત થયું છે. નહીંતર તે (વસ્તુમાત્ર પ્રતિપાદક ચમત્કૃતિ વિનાનું) કેવળ વાક્યમાત્ર રહી જાય. (કાવ્ય જ ન રહે).
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૬
तासामेवालङ्कृतीनाम्
अलङ्कारान्तरव्यङ्ग्यभावे,
पुनः
ध्वन्यङ्गता भवेत् । चारुत्वोत्कर्षतो व्यङ्ग्यप्राधान्यं यदि लक्ष्यते ||३०||
ધ્વન્યાલોક
उक्तं ह्येतत् चारुत्वोत्कर्षनिबन्धना वाच्यव्यङ्ग्ययोः प्राधान्यविवक्षा इति । वस्तुमात्रव्यङ्ग्यत्वं चालङ्काराणामनन्तरोपदर्शितेभ्य एवोदाहरणेभ्यो विषय उन्नेयः । तदेवमर्थमात्रेणालङ्कारविशेषरूपेण वार्थेन, अर्थान्तरस्यालङ्कारस्य वा प्रकाशने चारुत्वोत्कर्षनिबन्धने सति प्राधान्येऽर्थशक्त्युद्भवानुरणनरूपव्ययो ध्वनिरवगन्तव्यः ।
एवं ध्वनेः प्रभेदान् प्रतिपाद्य तदाभासविवेकं कर्तुमुच्यतेयत्र प्रतीयमानोऽर्थः प्रम्लिष्टत्वेन भासते ।
वाच्यस्याङ्गतया वापि नास्यासौ गोचरो ध्वनेः ॥३१॥
द्विविधोऽपि प्रतीयमानः स्फुटोऽस्फुटश्च । तत्र य एव स्फुटः शब्दशक्त्यार्थशक्त्या वा प्रकाशते स एव ध्वनेर्मार्गो नेतरः स्फुटोऽपि योऽभिधेयस्याङ्गत्वेन प्रतीयमानोऽवभासते सोऽस्यानुरणनरूपव्यङ्ग्यस्य ध्वनेरगोचरः । यथा
कमलाअराणं मलिआ हंसा उड्डाविआ ण अ पिउच्छा । केण वि गामड़ाए अब्भं उत्ताणअं फलिहम् ॥ (कमलाकरा न मलिना हंसा उड्डायिता न च पितृष्वसः । केनापि ग्रामतडागे, अभ्रमुत्तानितं क्षिप्तम् ॥ इति च्छाया)
अत्र हि प्रतीयमानस्य मुग्धवध्वा जलधरप्रतिबिम्बदर्शनस्य वाच्याङ्गत्वमेव ।
एवंविधे विषयेऽन्यत्रापि यत्र व्यवयापेक्षया वाच्यस्य चारूत्वोत्कर्षप्रतीत्या प्राधान्यमवसीयते, तत्र व्यङ्ग्यस्याङ्गत्वेन प्रतीतेर्ध्वनेरविषयत्वम् । यथा
वाणीरकुडंगोड्डीणसउणिकोलाहलं सुणंतीए ।
घरकम्मवावडाए बहुए सीअंति अंगाई ||
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૭
દ્વિતીય ઉદ્યોતઃ ૩૦, ૩૧
કારિકા ૩૦ અને વૃત્તિઃ (અલંકારમૂલ અલંકારધ્વનિ)
તે જે અલંકારોનો “બીજા અલંકારોથી જો વ્યંગ્યભાવ હોય તો વળી, “જો ચારુત્વ ઉત્કર્ષને લીધે ત્યાં વ્યંગ્યનું પ્રાધાન્ય દેખાતું હોય તો તેઓ ધ્વનિનું અંગ થઈ
જશે.”
એમ કહ્યું જ છે કે વાચ્ય અને વ્યંગ્યના ચારુત્વના ઉત્કર્ષનું નિબંધન એ જ પ્રધાન વિવેક્ષા છે. વસ્તુમાત્ર વ્યંગ્ય હોય ત્યારે પહેલાં દર્શાવેલ ઉદાહરણો પ્રમાણે અલંકારોનો વિષય સમજવો. તેથી આમ અર્થમાત્રથી કે વિશિષ્ટ અલંકારરૂપી અર્થથી, અન્ય અર્થનો -વસ્તુનો-કે અલંકારનો પ્રકાશ થાય ત્યાં ચારુત્વના ઉત્કર્ષને કારણે એ વ્યંજિત થતાં વસ્તુ કે અલંકાર પ્રધાનતા પ્રાપ્ત કરતાં હોય ત્યાં અર્થશક્તિથી ઉદ્દભવતો અનુરણનવ્યંગ્ય - ધ્વનિ (અર્થાત્ અર્થશક્તિમૂલ સંલક્ષ્યમવ્યંગ્ય ધ્વનિ) સમજવો જોઈએ.
કારિકા-૩૧ અને વૃત્તિઃ (અભિધામૂલ ધ્વનિનું ગુણીભૂત વ્યંગ્યત્વ)
આમ ધ્વનિના પ્રભેદોનું પ્રતિપાદન કરીને તેના (=ધ્વનિના) આભાસનો (ગુણીભૂતવ્યંગ્યનો) વિવેક કરવા માટે કહે છે (અર્થાત્ ગુણીભૂતવ્યંગ્ય અને ધ્વનિ વચ્ચે ભેદ સમજાવવા કહે છે.) “જ્યાં પ્રતીયમાન (= વ્યંગ્ય અર્થ) પ્રશ્લિષ્ટત્વથી (= કિલષ્ટત્વથી, અસ્કુટરૂપે) પ્રતીત થતો હોય અથવા વાચ્યના અંગરૂપે પ્રતીત થતો હોય તે નિને ગોચર નથી. (અર્થાત્ ધ્વનિનો વિષય ગણાતો નથી.)
(અવિવક્ષિતવાચ્ય યાને લક્ષણામૂલ અને વિવક્ષિતા પરવાચ્ય યાને અભિધામૂલ ધ્વનિ) બન્ને પ્રકારનો વ્યંગ્ય અર્થ, સુટ અને અસ્કુટ (બે પ્રકારનો) છે. એમાંથી જે ફુટ પ્રતીયમાન અર્થ છે તે જ્યારે શબ્દશક્તિથી કે અર્ધશક્તિથી પ્રગટ થતો હોય ત્યારે ધ્વનિ કહેવાય છે. (ધ્વનિનો માર્ગ વિષય-કહેવાય છે.) બીજો નહિ. (અર્થાત્ અસ્કુટરૂપથી પ્રતીત થનારો ધ્વનિનો વિષય નથી પણ ધ્વન્યાભાસ છે.) જે પ્રતીયમાન અર્થ ફુટ હોય પણ વાચ્યાર્થના અંગરૂપે પ્રતીત થતો હોય તે આ અનુરણન વ્યંગ્ય ધ્વનિનો (અર્થાત્ સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિનો) વિષય બનતો નથી.” જેમ કે
“ફોઈબા, (જુઓને !) નથી કમળ મંલિન થયાં કે નથી હંસ ઊડી ગયાં (તો પણ) આ ગામના તળાવમાં કોઈએ વાદળને ઉલટાવીને (કેવી સફાઈથી) રાખી દીધું છે !'
અહીં મુગ્ધ વધૂ વડે વાદળના પ્રતિબિંબના દર્શનરૂપી પ્રતીયમાન (=વ્યંગ્ય) વાચ્યનું અંગ છે. આવા વિષયમાં અન્યત્ર પણ જ્યાં વ્યંગ્ય (અર્થ) કરતાં વાચ્ય (અર્થ) ચારુત્વના ઉત્કર્ષની પ્રતીતિની કારણે પ્રધાન લાગતો હોય ત્યાં વ્યંગ્ય (અર્થ) અંગરૂપે (ગૌણરૂપે) જ પ્રતીત થાય છે અને તે ધ્વનિનો વિષય બનતો નથી. જેમ કે
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૮
...... वन्यास (वानीरकुञ्जोड्डीनशकुनिकुलकोलाहलं शृण्वन्त्याः ।
गृहकर्मव्यापृताया वध्वाः सीदन्त्यङ्गानि ।।इति च्छाया) एवंविधो हि विषयः प्रायेण गुणीभूतव्यङ्ग्यस्योदाहरणत्वेन निर्देक्ष्यते ।
यत्र तु प्रकरणादिप्रतिपत्त्या निर्धारितविशेषो वाच्योऽर्थः पुनः प्रतीयमानाङ्गत्वेनैवाभासते सोऽस्यैवानुरणनरूपव्यङ्ग्यस्य ध्वनेमार्गः । यथा
उच्चिणसु पड़िअ कुसुमं मा घुण सेहालिअं हालिअसुढे । अह दे विषमविरावो ससुरेण सुओ बलअसद्दो ।। (उच्चिनु पतितं कुसुमं मा धुनीहि शेफालिकां हालिकस्नुषे ।
एष ते विषमविरावः श्वशुरेण श्रुतो वलयशब्दः ।। इति च्छाया) अत्र ह्यविनयपतिना सह रममाणा सखी बहिःश्रुतवलयकलकलया सख्या प्रतिबोध्यते । एतदपेक्षणीयं वाच्यार्थप्रतिपत्तये । प्रतिपन्ने च वाच्येऽर्थे' तस्याविनयप्रच्छादनतात्पर्येणाभिधीयमानत्वात् पुनर्व्यङ्ग्याङ्गत्वमेवेत्यस्मिन्ननुरणनरूपव्यङ्ग्यध्वनावन्तर्भावः ॥३॥
एवं विवक्षितवाच्यस्य ध्वनेस्तदाभासविवेके प्रस्तुते सत्यविवक्षितवाच्यस्यापि तं कर्तुमाह
अव्युत्पत्तेरशक्तेर्वा निबन्धो यः स्खलद्गतेः ।
शब्दस्य स च न ज्ञेयः सूरिभिर्विषयो ध्वनेः ॥३२॥ स्खलद्गतेरुपचरितस्य शब्दस्य अव्युत्पत्तेरशक्तेर्वा निबन्धो यः स च न ध्वनेविषयः ।
यतः
सर्वेष्वेव प्रभेदेषु स्फुटत्वेनावभासनम् ।
यद् व्यङ्गयस्याङ्गिभूतस्य तत् पूर्णं ध्वनिलक्षणम् ॥३३॥ तच्चोदाहृतविषयमेव ।
इति श्रीराजानकानन्दवर्धनाचार्यविरचिते ध्वन्यालोके द्वितीय उद्योतः ।
१. नि० मा अर्थे' 415 नथी. २. 'यतश्च' नि०, दी।
Page #151
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય ઉદ્યોતઃ ૩૧,૩૨, ૩૩)
(પોતાના પ્રેમીને મળવાનું સ્થાન અને સમય નક્કી કરીને સમયે નિયત સ્થાન પર પહોંચી ન શકનાર નાયિકા) વેતસ લતાકુંજમાંથી ઊડતાં પંખીઓનો કોલાહલ સાંભળીને ઘરકામમાં રોકાયેલી વધૂનાં ગાત્રો શિથિલ થઈ ગયાં.”
આ પ્રકારનો વિષય ઘણે ભાગે ગુણીભૂત વ્યંગ્યનાં ઉદાહરણોમાં નિવામાં આવશે.
પણ જ્યાં પ્રકરણ વગેરેની પ્રતીતિથી વિશેષ અર્થનું નિર્ધારણ કરીને વાચ્યાર્થ ફરી પાછો પ્રતીયમાન (વ્યંગ્ય) અર્થના અંગરૂપે ભાસતો હોય ત્યાં તે સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિનો વિષય (માર્ગ) હોય છે. જેમ કે
હે ખેડૂતની (પુત્ર) વધૂ! ખરેલાં ફૂલ વીણી લે. પારિજાત (ની ડાળી) હલાવ નહીં. જોરથી થતો તારાં કંકણનો (વલય-બયાનો) અવાજ સસરાએ સાંભળી લીધો છે.”
અહીં કોઈ જાર સાથે (ઉપપતિ સાથે) રમણ કરતી સખીને બહારથી કંકણનો અવાજ સાંભળીને સખી ચેતવે છે. વાચ્યાર્થીની પ્રતિપત્તિ માટે આની અપેક્ષા રહે છે. વાચ્યાર્થ સમજાયા પછી તેના (સખીના પરપુરુષોપભોગરૂપ) અવિનયને ઢાંકવાના તાત્પર્યથી કથિત હોવાથી પછી (અવિનય પ્રચ્છાદનરૂપ) વ્યંગ્યનું અંગ જ થઈ જાય છે માટે તે અનુરણન વ્યંગ્યધ્વનિમાં (=સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિમાં) સમાય છે.
કારિકા-૩૨ અને વૃત્તિ : આ રીતે વિવક્ષિતવાચ્ય (અભિધામૂલ) ધ્વનિનો અને તેના આભાસનો વિવેક-ભેદ-સ્પષ્ટ કરી સાથે સાથે અવિવક્ષિતવાચ્ય ( લક્ષણામૂલ) ધ્વનિના આભાસનો પણ (ધ્વનિ સાથેનો) ભેદ સ્પષ્ટ કરવાને કહે છે. (લક્ષણા મૂલ ધ્વનિનું ગુણીભૂત વ્યંગ્યત્વ)
અવ્યુત્પત્તિ (= અવિદ્વત્તા) કે અશક્તિને કારણે જે લાક્ષણિક કે ગૌણ શબ્દનો (વનસ્ તે વ્ર્સ= બાધિત અર્થવાળા શબ્દનો) પ્રયોગ હોય (નિવડ) તેને પણ વિદ્વાનોએ ધ્વનિનો વિષય નહીં જાણવો જોઈએ.”
બાધિત અર્થવાળા (ખલતિ) શબ્દ એટલે લક્ષણાથી (૩૫રિતચ) વપરાયેલા શબ્દ. તે વ્યુત્પત્તિના કે શક્તિના અભાવે વપરાયા હોય ત્યાં ધ્વનિનો વિષય થતા નથી. કેમ કે
કારિકા-૩૩ અને વૃત્તિ: “(ધ્વનિના) બધા ભેદોમાં પ્રધાનભૂત ધ્વનિની, (વ્યંગ્યઅર્થની) જે ફુટ રૂપથી પ્રતીતિ થાય છે તે ધ્વનિનું પૂર્ણ લક્ષણ છે આ વિષયનાં તો ઉદાહરણો આપ્યાં જ છે. આ પ્રમાણે શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્યવિરચિત “ધ્વન્યાલોક'નો
બીજો ઉદ્યોત પૂરો થયો.
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૫૦
तृतीय उद्योतः
एवं व्यङ्ग्यमुखेनैव ध्वनेः प्रदर्शिते सप्रभेदे स्वरूपे पुनर्व्यञ्जकमुखेनैतत् '
प्रकाश्यते
अविवक्षितवाच्यस्य पदवाक्यप्रकाशता ।
तदन्यस्यानुरणनरूपव्यङ्ग्यस्य च ध्वनेः || १॥
१.१-अविवक्षितवाच्यस्यात्यन्ततिरस्कृतवाच्ये प्रभेदे पदप्रकाशता यथा
महर्षेर्व्यासस्य
'सप्तैताः समिधः श्रियः । '
यथा वा कालिदासस्य
'कः सन्नद्धे विरहविधुरां त्वय्युपेक्षेत जायाम् ।'
यथा वारे
ધ્વન્યાલોક
'किमिव हि मधुराणां मण्डनं नाकृतीनाम् ।'
एतेषूदाहरणेषु 'समिध:' इति 'सन्नद्धे' इति 'मधुराणाम्' इति च पदानि व्यञ्जकत्वाभिप्रायेणैव कृतानि ।
१.२ - तस्यैवार्थान्तरसङ्क्रमितवाच्ये यथा
'रामेण प्रियजीवितेन तु कृतं प्रेम्णः प्रिये नोचितम् ।'
अत्र रामेण इत्येतत् पदं साहसैकरसत्वादिव्यङ्गयाभिसंक्रमितवाच्यं व्यञ्जकम् ।
यथा वा
एमेअ जणो तिस्सा देउ कवोलोपमाइ ससिबिंबम् । परमत्थविआरे उण चंदो चंदो विअ वराओ | (एवमेव जनस्तस्या ददाति कपोलोपमायां शशिबिम्बम् । परमार्थविचारे पुनश्चन्द्रश्चन्द्र एव वराकः ॥ इति च्छाया) अत्र द्वितीयश्चन्द्रशब्दोऽर्थान्तरसङ्क्रमितवाच्यः ।
: -अविवक्षितवाच्यस्यात्यन्ततिरस्कृतवाच्ये प्रभेदे वाक्यप्रकाशता यथाया निशा सर्वभूतानां तस्यां जागर्ति संयमी ।
यस्यां जाग्रति भूतानि सा निशा पश्यतो मुनेः ||
/ अनेन वाक्येन निशार्थो न च जागरणार्थः कश्चिद् विवक्षितः । किं तर्हि ? तत्त्वज्ञाना
वहितत्वम् अतत्त्वपराङ्मुखत्वं च मुनेः प्रतिपाद्यत इति तिरस्कृतवाच्यस्यास्य व्यञ्जकत्वम्।
१. 'तत्' नि०, दी० । २. 'स्वप्रभेद' नि० । ३. 'तस्यैव' नि, दी० भां वधु छे.
४. ' (न) निशार्थो न (वा) जागरणार्थ:' दी० । 'न जागरणार्थः ' नि० ।
Page #153
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૧
૧૫૧
તૃતીય ઉદ્યોત
આ રીતે (દ્વિતીય ઉદ્યોતમાં) ધ્વનિનું સ્વરૂપ વ્યંગ્યદ્વારા (વ્યંગ્યાર્થીની દષ્ટિએ) પ્રભેદસહિત દર્શાવીને હવે વ્યંજકદ્વારા (વ્યંજની દષ્ટિએ) તેના ભેદો બતાવે છે.
કારિકા-૧ “અવિવક્ષિતવાચ્ય (લક્ષણામૂલધ્વનિ) અને તેનાથી ભિન્ન (વિવક્ષિતા પરવાથ્યનો એક ભેદ) અનુરણનરૂપ (અર્થાત્ સંલક્ષ્યક્રમવ્યંગ્ય) ધ્વનિ, પદ અને વાક્યથી પ્રકાશિત થાય છે.'
વૃત્તિ-૧.૧ : અવિવક્ષિતવાચ્ય (=લક્ષણામૂલ)ના અત્યન્તતિરસ્કૃતવાચ્ય (નામના) ભેદમાં પદ વ્યંગ્યનું ઉદાહરણ (અર્થાત્ પદ દ્વારા વ્યંગ્યાર્થ પ્રગટ થતો હોય એવું ઉદાહરણ) જેમકે મહર્ષિ વ્યાસનું (શ્લોકનું વાક્ય) ‘‘આ સાત લક્ષ્મીની સમિધાઓ છે.” અથવા જેમકે કાલિદાસનું- “તને ચઢી આવેલો જોયા પછી વિરહથી દુઃખી પત્નીની કોણ ઉપેક્ષા કરે?” અથવા “મધુર આકૃતિવાળાને કઈ વસ્તુ આભૂષણરૂપ નથી બનતી?”
આ ઉદાહરણોમાં ‘મિધ’, ‘ત્રી અને પુરાણ” એટલાં પદો વ્યંજકરૂપે (પ્રયુક્ત) કરાયાં છે. '
૧.૨ તેના જ (અવિવક્ષિતવાચ્ય લક્ષણામૂલ ધ્વનિના) અર્થાન્તરસંક્રમિતવાચ્યમાં (એ નામના ભેદના ઉદાહરણમાં) જેમ કે- “હે પ્રિયે ! પોતાના જીવનના લોભી રામે પ્રેમને અનુરૂપ કાર્ય ન કર્યું.” અહીં “રામ” પદ “સાહસેકસિત્વ” (સાહસમાં જ એકરસ) વગેરે વ્યંગ્યમાં સંક્રમિતવાચ્ય રૂપમાં વ્યંજક છે. અથવા જેમ કે-“તેના ગાલની ઉપમામાં લોકો (ઉપમાનરૂપે) ચંદ્રબિંબને એમ જ રાખી દે છે. (આવી ઉપમા અમસ્તી જ આપે છે.) ખરું જોતાં બિચારો એ ચંદ્ર તો ચંદ્રમાત્ર છે. અહીં બીજો “ચંદ્ર’ શબ્દ (ક્ષીણતા, કલંકવાળા હોવું વગેરેથી યુક્ત ચંદ્ર અર્થમાં) “અર્થાન્તરસંક્રમિત વાચ્ય છે.
‘અવિવક્ષિતવાચ્ય’ના “અત્યંતતિરસ્કૃતવાચ્ય’ નામના ભેદમાં વાક્યપ્રકાશતા (=વાક્ય મારક્ત પ્રગટ થતો હોય તેનું ઉદાહરણ) જેમ કે
જે અન્ય સૌ પ્રાણીઓની રાત્રિ છે તેમાં સંયમી (તત્ત્વજ્ઞાની જિતેન્દ્રિય પુરુષ) જાગતો (રહે) છે. જ્યાં બધાં પ્રાણી જાગે છે, તે તત્ત્વજ્ઞાની મુનિની રાત્રિ છે.'
આ વાક્યથી નિશાનો અર્થ ન તો કંઈ જાગરણનો અર્થ વિવક્ષિત છે. તો શું છે? મુનિનું તત્ત્વજ્ઞાનમાં સાવધ હોવું અને અતત્ત્વથી પરાઠુખ હોવું એ પ્રતિપાદિત કરેલ છે, આ તિરસ્કૃતવાચ્યનું વ્યંજકત્વ છે. એનું ઉદાહરણ છે).
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૫૨
--तस्यैवार्थान्तरसङ्क्रमितवाच्यस्य वाक्यप्रकाशता यथाविसमइओ' काण वि कोण वि बालेइ अमिअणिम्माओ । काण व विसामिअमओ काण वि अविसामओ कालो || (विषमयितः केषामपि केषामपि यात्यमृतनिर्माण । केषामपि विषामृतमयः केषामप्यविषामृतः कालः ॥ इति च्छाया)
अत्र हि वाक्ये 'विषामृत' शब्दाभ्यां दुःखसुखरूपसङ्क्रमितवाच्याभ्यां व्यवहार इत्यर्थान्तरसङ्क्रमितवाच्यस्य व्यञ्जकत्वम् ।
१.३ १-विवक्षिताभिधेयस्यानुरणनरूपव्यङ्ग्यस्य शब्दशक्त्युद्भवे प्रभेदे पद
प्रकाशता यथा
ધ્વન્યાલોક
प्राप्तुं धनैरर्थिजनस्य वाञ्छां दैवेन सृष्टो यदि नाम नास्मि । पथि प्रसन्नाम्बुधरस्तडागः कूपोऽथवा किन्न जडः कृतोऽहम् ॥
अत्र हि ‘जडः' इति पदं निर्विण्णेन वक्त्रात्मसमानाधिकरणतया प्रयुक्तमनुरणनरूपतया कूपसंमानाधिकरणतां स्वशक्त्या प्रतिपद्यते ।
२-तस्यैव वाक्यप्रकाशता यथा हर्षचरिते सिंहनादवाक्येषु
'वृत्तेऽस्मिन् महाप्रलये धरणीधारणायाधुना त्वं शेषः । '
एतद्धि वाक्यमनुरणनरूपमर्थान्तरं शब्दशक्त्या स्फुटमेव प्रकाशयति । ३-अस्यैव कविप्रौढोक्तिमात्रनिष्पन्नशरीरस्यार्थशक्त्युद्भवे प्रभेदे पदप्रकाशता यथा हरिविजये -
चूअङ्कुरावअंसं 'छणमप्पसरमहघ्घमणहरसुरामोअम् ।
असमप्पिअं पि गहिअं कुसुमसरेण महुमासलच्छिमुहम् ॥
( चूतारावतंसं 'क्षणप्रसरमहार्धमनोहरसुरामोदम् ।
असमर्पितमपि गृहीतं कुसुमशरेण मधुमासलक्ष्मीमुखम् ॥ इति च्छाया) अत्र ह्यसमर्पितमपि कुसुमशरेण मधुमासलक्ष्म्या मुखं गृहीतमित्यसमर्पितमपीत्येतदवस्थाभिधायि पदमर्थशक्त्या कुसुमशरस्य बलात्कारं प्रकाशयति ।
१. 'विसमइओ च्चिअ' नि० । २. 'अभिअमओ' नि० । ३. 'विपमय इव' नि० ।
४. ‘अमृतमयः' नि० । ५. 'छणपसरमहं घणमहुरामोअम्' नि० । ६. 'महदूद्धनमधरामोदम्' नि०, दी० ।
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૫૩
તૃતીય ઉદ્યોતઃ ૧
એ જ ‘અર્થાન્તરસંક્રમિત વાચ્ય’ની વાક્યપ્રકાશતા જેમ કે- “કેટલાકનો સમય વિષમય (દુઃખમય) તો કેટલાકનો અમૃતમય (સુખમય) તથા કેટલાકનો વિષ અને અમૃતમય (દુઃખ-સુખ મિશ્રિત) અને કેટલાકનો નહિ વિષ કે નહિ અમૃતમય (દુઃખ-સુખ રહિત) વ્યતીત થાય છે.”
આ વાક્યમાં દુઃખ અને સુખ રૂપમાં સંક્રમિત વાચ્યવાળા વિષ’ અને ‘અમૃત’ શબ્દોથી વ્યવહાર છે એટલે અહીં ‘અર્થાન્તરસંક્રમિત વાચ્ય જ વ્યંજક છે.
૧૩ વિવક્ષિતાભિધેયના (= વિવક્ષિતાન્યપરવાચ્ય અર્થાત્ અભિધામૂલધ્વનિના) “શબ્દશક્તિમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય’માં (અર્થાત્ સંલક્ષ્યમવ્યંગ્યના શબ્દશક્તિમૂલભેદમાં) પદ પ્રકાશતા (નું ઉદાહરણ) જેમ કે- “ધનોથી યાચકોની ઇચ્છા પૂર્ણ કરવા યોગ્ય જો દેવે મને ન બનાવ્યો તો સ્વચ્છ જળથી પરિપૂર્ણ રસ્તાનું તળાવ યા જડ (બીજાના દુઃખને નહીં જાણનાર) કૂવો કેમ ન બનાવ્યો ?”
અહીં ખિન્ન (નિર્વિણ) વક્તા દ્વારા પોતાના સમાનાધિકરણના રૂપમાં (પોતાનો બોધ કરાવનાર અમ્ પદની સાથે નહોદમ્ આ રીતે સમાન વિભક્તિ, સમાન વચનમાં) પ્રયોજવામાં આવેલ ન’ આ શબ્દ અનુરણનરૂપમાં પોતાની શક્તિથી કૂવાના સમાનાધિકરણત્વને પામી જાય છે.
તેની વાક્ય પ્રકાશતા જેમ કે “હર્ષચરિત’માં સિંહનાદ (એ નામનું પાત્ર) ના વાક્યોમાં “આ મહાપ્રલય થઈ ગયા પછી (તમારા પિતા પ્રભાકરવર્ધન અને મોટાભાઈ રાજ્યવર્ધનના મૃત્યુ પછી) પૃથ્વીને (રાજ્યભારને) ધારણ કરવા માટે હવે તેમજ “શેષ' (શેષનાગ) છો.'
આ વાક્ય (આ મહાપ્રલય થઈ જતાં પૃથ્વીને ધારણ કરવા માટે એકલા શેષનાગની જેમ) અનુરણનરૂપ (સંલક્ષ્યક્રમવ્યંગ્ય-અહીં-શેષનાગરૂ૫) અર્થાન્તરનેબીજા અર્થને સ્પષ્ટ રીતે જ પ્રકાશિત કરે છે.
આના જ (= વિવક્ષિતા પરવાચ્ય ધ્વનિના) “અર્થશક્તિમૂલ કવિ પ્રૌઢોક્તિબદ્ધ' પ્રભેદમાં પદપ્રકાશતા (નું ઉદાહરણ) જેમ કે (પ્રવરસેનકૃત પ્રાકૃતરૂપક) ‘હરિવિજય”માં
“આમ્રમંજરીઓથી વિભૂષિત, ક્ષણ (વસંતોત્સવ)ના પ્રસારથી અતિ મનોહર, સુર (કામદેવ)ના ચમત્કારવાળું (બીજા અર્થમાં બહુ કિંમતી સુંદર સુરાની સુગંધીવાળું) વસંત લક્ષ્મીનું મુખ (પ્રારંભને) કામદેવે કોઈએ આપ્યા વિના જ લઈ લીધું.’
અહીં ‘આપ્યા વગર જ’ એમ કહેવાને લીધે આ (નવોઢા નાયિકાની) અવસ્થા સૂચક શબ્દ, અર્થશક્તિથી કામદેવનો બલાત્કારને પ્રકાશિત કરે છે. (એથી આ કવિ પ્રૌઢોક્તિસિદ્ધ વસ્તુથી વસ્તુવ્યંગ્ય અર્થશકત્યુભવ ધ્વનિનું ઉદાહરણ છે.)
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૫૪ ___४-अत्रैव प्रभेदे वाक्यप्रकाशता यथोदाहृतं प्राक्. “सज्जेहि सुरहिमासो'' इत्यादि । -
अत्र सज्जयति सुरुभिमासो न तावदर्पयत्यनङ्गाय शरानित्ययं वाक्यार्थः कविप्रौढोक्तिमात्रनिष्पन्नशरीरो मन्मथोन्माथकदनावस्थां वसन्तसमयस्य सूचयति । ५-स्वतःसम्भविशरीरार्थशक्त्युद्भवप्रभेदे पदप्रकाशता यथा
वाणिअअ हत्तिदन्ता कुत्तो अह्माण बाघकित्ती अ। जाव लुलिआलअमुही घरम्मि परिसक्कए सुला ।। (वाणिजक हस्तिदन्ताः कुतोऽस्माकं व्याघ्रकृत्तयश्च ।
यावल्ललितालकमुखी गृहे परिष्वक्कते स्नुषा ॥ इति च्छाया) अत्र ‘लुलितालकमुखी' इत्येतत् पदं व्याधवध्वाः स्वतःसम्भावितशरीरार्थशक्त्या सुरतक्रीडासक्तिं 'सूचयत्तदीयस्य भर्तुः सततसम्भोगक्षामतां प्रकाशयति । ६-तस्यैव वाक्यप्रकाशता यथा
सिहिपिञ्छकण्णऊरा बहुआ वाहस्स गन्विरी भमइ । मुक्ताफलरइअपसाहणाणं मज्झे सवत्तीणम् ॥ (शिखिपिच्छकर्णपूरा भार्या व्याधस्य गर्विणी भ्रमति ।
मुक्ताफलरचितप्रसाधनानां मध्ये सपत्नीनाम् ॥ इति च्छाया) अनेनापि वाक्येन व्याधवध्वाः शिखिपिच्छकर्णपूराया नवपरणीतायाः कस्याश्चित् सौभाग्यातिशयः प्रकाश्यते ।
तत्सम्भोगैकरतो मयूरमात्रमारणसमर्थः पतिर्जात इत्यर्थप्रकाशनात् । तदन्यासां चिरपरिणीतानां मुक्ताफलरचितप्रसाधनानां दौर्भाग्यातिशयः ख्याप्यते ।
तत्सम्भोगकाले स एव व्याधः करिवरवधव्यापारसमर्थ आसीदित्यर्थप्रकाशनात् ।
१.४ ननु ध्वनिः काव्यविशेष इत्युक्तं तत्कथं तस्य पदप्रकाशता ? काव्यविशेषो हि विशिष्टार्थप्रतिपत्तिहेतुः शब्दसन्दर्भविशेषः । तद्भावश्च पदप्रकाशत्वे नोपपद्यते । पदानां स्मारकत्वेनावाचकत्वात् ।
उच्यते । स्यादेष दोषो यदि वाचकत्वं प्रयोजक ध्वनिव्यवहारे स्यात् । न त्वेवम् । तस्य व्यञ्जकत्वेन व्यवस्थानात् ।
किञ्च काव्यानां शरीरिणामिव संस्थानविशेषावच्छिन्नसमुदायसाध्यापि चारुत्वप्रतीतिरन्वयव्यतिरेकाभ्यां भागेषु कल्प्यत इति पदानामपि व्यञ्जकत्वमुखेन व्यवस्थितो ध्वनिव्यवहारो न विरोधी । १. 'मन्मथोन्मादकतापादनावस्थानम् सूचयंस्तदीयस्य' नि०, दी० । २. 'सूचयंस्तदीयस्य' नि०, दी०, वा० । ३. नि०, दी० २५॥ २५नु२६ नथी.. ४. 'प्रयोजकं न' नि०। ५. 'विरोधि' नि०, 'बालप्रिया' ।
Page #157
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૧
૧૫૫
આ જ ભેદમાં વાકચપ્રકાશતા જેમ કે આગળ આવી ગયો તે ‘“સન્નયંતિ સુમિમાસો વગેરે શ્લોક (૨/૨૪ના આલોકમાં).'' અહીં સુરભિમાસ (=વસંતમાસ) સજ્જ થાય છે, પણ અનંગને બાણો નથી આપતો એ ‘વિ પ્રૌઢોક્તિનિબદ્ધ’ વાકચાર્થ વસંતસમયની મન્મથની ઉન્માદકતા ઉપજાવવાની શક્તિ સૂચવે છે.
હવે ‘સ્વતઃ સંભવી અર્થશક્તિમૂલ’ પ્રભેદમાં પદ પ્રકાશતા જેમકે
‘“હે વણિક, અમારી ત્યાં હાથીદાંત અને વાઘનું ચર્મ ક્યાંથી હોય જ્યાં સુધી ઝુલતાં ઝુલ્ફાંવાળી પુત્રવધૂ ઘરમાં વિલાસની સાથે ફરતી હોય !’’
અહીં ‘ઝુલતાં ઝુલ્ફાંવાળી’ શબ્દો ‘સ્વતઃ સંભવી’ની અર્થશક્તિથી વ્યાઘવધૂની સુરતક્રીડામાં આસક્તિ સૂચવી એના પતિની સતત સંભોગની શક્તિ બતાવે છે.
તેની જ વાકય પ્રકાશતા, જેમ કે (અર્થાત્ આ ‘સ્વતઃ સંભવી’ ભેદ વાકચમાંથી પ્રગટ થતો હોય તેનું ઉદાહરણ) –
‘‘મોરનું પીંછું કાનમાં ખોસીને વ્યાધની (નવપરિણીતા) પત્ની મોતીના હારથી અલંકૃત સપત્નીઓની વચ્ચે ગર્વથી કરે છે.''
આ વાકચથી કાને મોરપીંછ રાખેલ નવી પરણેલ કોઈ શિકારીની પત્નીનું અતિશય સૌભાગ્ય પ્રકાશાય છે. ( સૂચવાય છે.) (રાત દિવસ) તેની સાથે સંભોગમાં રચ્યો પચ્યો રહેલ એનો પતિ (હવે) કેવળ મોરને મારવામાં સમર્થ રહી ગયો છે, આ અર્થના પ્રકાશનથી. અને બીજી આગળ પરણેલી પત્નીઓ મોતીઓનાં આભૂષણોવાળી છે તેમનું અતિશય દુર્ભાગ્ય સૂચવાય છે. તેના (સપત્નીઓના) સંભોગકાળે તે જ વ્યાધ હાથીનો વધ કરવાને સમર્થ હતો એવા અર્થના પ્રકાશથી.
૧.૪ (પ્રશ્ન) એક વિશેષ પ્રકારના કાવ્યને ધ્વનિ (અગાઉ) કહ્યો છે. (ાવ્યવિશેષઃ સ ધ્વનિઃ ઈ. કારિકાના ભાગમાં) તો પછી તેનું પડ દ્વારા પ્રકાશિત થવું એ કેવી રીતે હોઈ શકે છે ? વિશિષ્ટ અર્થની પ્રતીતિ કરાવનાર વિશિષ્ટ શબ્દસંદર્ભને જ કાવ્યવિશેષ કહી શકાય. અને તેનો ભાવ પદપ્રકાશ હોવાથી ઉત્પન્ન થતો નથી. કેમકે સ્મારક હોવાને કારણે પદ અવાચક હોય છે. (પદ ફક્ત પદાર્થસ્મૃતિ હેતુ હોઈ શકે છે. તેથી આ પદાર્થ સંસર્ગરૂપ વાચાર્યનાં વાચક નથી હોતાં.)
(સમાધાન કરતાં) કહે છે આ દોષ ત્યારે થાત જો વાચકત્વ ધ્વનિના વ્યવહારમાં પ્રયોજક હોત તો, પરંતુ એવું નથી. તે વ્યંજકત્વરૂપે ગોઠવાય છે તેથી.
તદુપરાંત જેમ શરીરધારીઓ (નાયક-નાયિકા વગેરે)માં સૌંદર્યની પ્રતીતિ અવયવસંઘટના વિશેષરૂપ સમુદાય સાધ્ય હોવા છતાં પણ અન્વય-વ્યતિરેકથી (મુખ વગેરે) અવયવોમાં માનવામાં આવે છે. તેથી વ્યંજક દ્વારા વ્યવસ્થિત પદનો
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫ ૨
દવન્યાલોક अनिष्टस्य श्रुतिर्यद्वदापादयति दुष्टताम् । श्रुतिदुष्टादिषु व्यक्तं तद्वदिष्टस्मृतिर्गुणम् ।। पदानां स्मारकत्वेऽपि पदमात्रावभासिनः । तेन ध्वनेः प्रभेदेषु सर्वेष्वेवास्ति रम्यता ।। विच्छित्तिशोभिनैकेन भूषणेनेव कामिनी ।
पदद्योत्येन सुकवेर्ध्वनिना भाति भारती ।। इति परिकरश्लोकाः ॥१॥
यस्त्वलक्ष्यक्रमव्यङ्गयो ध्वनिर्वर्णपदादिषु ।
वाक्ये सङ्घटनायां च स प्रबन्धेऽपि दीप्यते ॥२॥ तत्र वर्णानामनर्थकत्वाद् द्योतकत्वमसम्भवि इत्याशङ्क्येदमुच्यते ।
शषौ. सरेफसंयोगौ ढकारश्चापि भूयसा। विरोधिनः स्युः शृङ्गारे तेन वर्णा रसच्युतः ॥३॥ त एव तु निवेश्यन्ते बीभत्सादौ रसे यदा।
तदा तं दीपयन्त्येव ते न वर्णा रसच्युतः ॥४॥ श्लोकद्वयेनान्वयव्यतिरेकाभ्यां वर्णानां द्योतकत्वं दर्शितं भवति । पदे चालक्ष्यक्रमव्यङ्गयस्य द्योतनं यथा
उत्कम्पिनी भयपरिस्खलितांशुकान्ता ते लोचने प्रतिदिशं विधुरे क्षिपन्ती । क्रूरेण दारुणतया सहसैव दग्धा
धूमान्धितेन दहनेन न वीक्षितासि ॥ अत्र हि 'ते' इत्येतत् पदं रसमयत्वेन स्फुटमेवावभासते सहृदयानाम् । पदावयवेन द्योतनं यथा
व्रीडायोगान्नतवदनया सन्निधाने गुरूणां बद्धोत्कम्पं कुचकलशयोर्मन्युमन्तर्निगृह्य । तिष्ठेत्युक्तं किमिव न तया यत् समुत्सृज्य बाष्पं
मय्यासक्तश्चकितहरिणीहारिनेत्रत्रिभागः ॥ इत्यत्र 'त्रिभागशब्दः' ।
१. 'द्योतकत्वम्' नि०, दी० ।
Page #159
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૧, ૨, ૩, ૪
૧૫૭ ધ્વનિવ્યવહાર માનવામાં (કોઈ) વિરોધ નથી. (પરિકર શ્લોક) “અનિષ્ટનું શ્રવણ શ્રુતિદુષ્ટ વગેરેથી જેમ દુષ્ટતા (દોષ) લાવી દે છે તેવી રીતે ઇષ્ટ અર્થની સ્મૃતિ પણ ગુણ થઈ જાય છે.”
‘પદો કેવળ સ્મારક હોય તેમ છતાં પદ-પ્રકાશ્ય ધ્વનિના બધા જ પ્રભેદોમાં રમણીયતા હોય છે.” “જે રીતે કામિની વિશેષ શોભાવાળા (વિચ્છિત્તિશમિના) એક જ આભૂષણથી શોભે છે તે રીતે સુકવિની વાણી પદથી પ્રગટ થતા ધ્વનિથી પણ, શોભે છે.''
આ પરિકર શ્લોકો છે.
કારિકા-૨ અને વૃત્તિ : “અને જે અસંલક્ષ્યમવ્યંગ્ય (અભિધામૂલધ્વનિનો ભેદ) છે એ (૧) વર્ણ, પદ વગેરેમાં (૨) વાક્યમાં (૩) સંઘટનામાં અને (૪) પ્રબંધમાં પણ પ્રકાશિત થાય છે.” (વર્ણોની રસધોતક્તા) તેમાં વર્ગોનું અનર્થપણું) હોવાથી (વર્ણોનો અર્થ હોતો નથી તેથી) તેનું ધ્વનિ ઘાતત્વ (ધ્વનિના ઘાતક હોય તે) અસંભવ છે એ આશંકાથી (સંભવ છે કોઈ આવી શંકા કરે તેથી) આ કહે છે
કારિકા-૩ અને ૪ તથા વૃત્તિ- “શ, ષ, રેફના સંયોગવાળા અને વધારે ‘દ્ર' કારવાળા (પ્રયોજાતાં) શૃંગારમાં વિરોધી છે, એથી (આ) વર્ણ રસને પ્રવાહિત કરનાર (સિદ્ધ) થતા નથી.” “પણ તે જ જ્યારે બીભત્સ વગેરે રસોમાં પ્રયોજાય છે ત્યારે તે (રસો)ને દીપાવે છે. તે વર્ણો રસહીન હોતા નથી.” (અથવા તેને ને એક પદ અને સિક્યુતઃ' પાઠ માનીને એથી તે વર્ણ રસને ઝરાવનારા, પ્રવાહિત કરનારા હોય છે એવી વ્યાખ્યા પણ લોચનમાં કરી છે.)
આ બે શ્લોકથી, અન્ય વ્યતિરેકથી, વર્ગોનું ઘોતકત્વ બતાવાયું છે. (પદ-પ્રકાશ્ય-અસંલક્ષ્યક્રમધ્વનિ)
પદમાં અલક્ષ્યમવ્યંગ્યનું ઘોતન, જેમકે- “(આગના ભયથી) ધૂજતી, ભયથી ખસી ગયેલ વસ્ત્રોના છેડાવાળી, વ્યાકુળ આંખોને રક્ષણની આશાએ) બધી દિશાઓમાં ફેંકતી તને ક્રૂર અગ્નિએ બાળી મૂકી. ધુમાડાથી અંધ તેણે (અગ્નિએ) તને દેખી નહીં.”
આ શ્લોકમાં ‘’ પદ સદ્ધયોને સ્પષ્ટ રીતે રસમય લાગે છે. (પદાંશપ્રકાશ્ય-અસંલક્ષ્યમધ્વનિ). પદના અવયવથી ઘોતન જેમ કે
“ગુરુજનો (સાસુ-સસરા વગેરે) સમીપ હોવાને કારણે લજજાથી શિર નમાવી કુચકલશોને કંપાવનારા દુઃખના આવેગને અંદર જ રોકી રાખી, આંસુ સારતાં ચક્તિ હરિણીના જેવા આકર્ષક નેત્રોના ત્રીજા ભાગથી મારા તરફ જે કટાક્ષ ફેંક્યો તેનાથી તેણે મને ‘ઊભા રહો (જશો નહિ) એમ નહોતું કહ્યું?’
એમ અહીં ‘ત્રિભાગ’ શબ્દ (વ્યંજક છે).
Page #160
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
वाक्यरूपश्चालक्ष्यक्रमव्यङ्गयो ध्वनिः शुद्धोऽलङ्कारसङ्कीर्णश्चेति द्विधा मतः । तत्र शुद्धस्योदाहरणं यथा रामाभ्युदये-“ कृतककुपितैः” इत्यादिश्लोकः ।
एतद्धि वाक्यं परस्परानुरागं परिपोषप्राप्तं प्रदर्शयत् सर्वत एव परं रसतत्त्वं प्रकाशयति ।
૧૫૮
अलङ्कारान्तरसङ्कीर्णो यथा “ स्मरनवनदीपूरेणोढाः” इत्यादिश्लोकः । अत्र हि रूपकेण यथोक्तव्यञ्जकुलक्षणानुगतेन प्रसाधितो रसः सुतरामभिव्यज्यते ||४||
अलक्ष्यक्रमव्यङ्ग्यः सङ्घटनायां भासते ध्वनिरित्युक्तम्, तत्र सङ्घटनास्वरूपमेव तावन्निरूप्यते
असमासा समासेन मध्यमेन च भूषिता ।
तथा दीर्घसमासेति त्रिधा सङ्घटनोदिता ||५||
कैश्चित् ॥५॥
तां केवलमनूद्येदमुच्यते
गुणानाश्रित्य तिष्ठन्ती माधुर्यादीन् व्यनक्ति सा ||६|||
रसान्',
३सा सङ्घटना रसादीन व्यनक्ति गुणानाश्रित्य तिष्ठन्तीति । अत्र च विकल्प्यम्, गुणानां सङ्घटनायाश्चैक्यं व्यतिरेको वा । व्यतिरेकेऽपि द्वयी गतिः । गुणाश्रया सङ्घटना, सङ्घनाश्रया वा गुणा इति ।
तत्रैक्यपक्षे सङ्घटनाश्रयगुणपक्षे च गुणानात्मभूतान्, आधेयभूतान् वाश्रित्य तिष्ठन्ती सङ्घटना रसादीन् व्यनक्तीत्ययमर्थः । यदा तु नानात्वपक्षे' गुणाश्रयसङ्घटनापक्षः', तदा गुणानाश्रित्य तिष्ठन्ती गुणपरतन्त्रस्वभावा न तु गुणरूपैवेत्यर्थः ।
किं पुनरेवं विकल्पनस्य प्रयोजनमिति ?
अभिधीयते । यदि गुणाः सङ्घटना चेत्येकं तत्त्वं सङ्घटनाश्रया वा गुणाः, तदा
१. 'सङ्घटनाया' नि० ।
२. नि. भां 'रसान्' नी भगाओ 'रस' पाह छे रहने खामी अरि भेट्टी साथे छ्यायेस छे.
३. 'सा' नि० तथा दी० मां नथी.
४. यदा तु नानात्वपक्षो' नि०, दी० ।
५. 'गुणाश्रयः सङ्घटनापक्षश्च' नि० । गुणाश्रयसङ्घटनापक्षश्च दी० ।
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૯
તૃતીય ઉદ્યોતઃ ૪, ૫, ૬
વાક્યરૂપ ( = વાક્ય પ્રકાશ્ય) અલક્ષ્યક્રમવ્યંગ્ય (અસંલક્ષ્યમવ્યંગ્ય) ધ્વનિ શુદ્ધ અને અલંકારમિશ્રિત એમ બે પ્રકારનો માનવામાં આવ્યો છે. તેમાં શુદ્ધનું ઉદાહરણ, જેમ કે રામાભ્યદયમાં 'વૃતતૈિ ” વગેરે શ્લોક.
આ વાક્ય પરિપુષ્ટિને પ્રાપ્ત (સીતા અને રામના) પરસ્પરના અનુરાગને પ્રદર્શિત કરતો બધી બાજુથી (સંપૂર્ણ વાક્યરૂપ) જ રસ તત્ત્વ ને અભિવ્યક્ત કરી રહ્યો છે. અલંકારમિશ્રિત, જેમકે “મરનવનવીપૂળોઢા વગેરે શ્લોક. અહીં વ્યંજક (૨/૧૮ કારિકામાં) યથોક્ત (કહેલાં) લક્ષણોથી યુક્ત રૂપકથી અલંકૃત રસ સારી રીતે સૂચવાય છે.
(સંઘટનાના ત્રણ ભેદો)
કારિકા-૫ અને વૃત્તિ: અલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ સંઘટનામાં (પણ) દેખાય છે, એમ કહ્યું તેમાં સંઘટનાનું સ્વરૂપ હવે કહે છે. (નિરૂપણ કરે છે)
સંઘટના રીતિ) ત્રણ પ્રકારની કહી છે : સમાસ વિનાની, મધ્યમ (નાના, નાના) સમાસોથી શોભતી અને દીર્ઘસમાસવાળી.
(વામન, ઉભટ વગેરે) કેટલાકે.
કારિકા-અ અને વૃત્તિ ઃ તે (પૂર્વવર્તી વામન વગેરે એ પ્રતિપાદિત કરેલી રીતિ અથવા સંઘટના) નો કેવળ અનુવાદ કરી આમ કહે છે
માધુર્યાદિ ગુણોને આશ્રયે રહીને રસોને તે (સંઘટના) અભિવ્યક્ત કરે છે.” (ગુણ અને સંઘટનાના સંબંધ વિષયક ત્રણ વિકલ્પ)
આ સંઘટના રસાદિને વ્યક્ત કરે છે અને ગુણોને આશ્રયે રહેલી છે એમ કહ્યું). અહીં વિકલ્પ કરાય. ગુણોનું અને સંઘટનાનું ઐક્ય છે (અભેદ છે) કે વ્યતિરેક (ભેદ) ? (અર્થાત્ ગુણ અને સંઘટના એક જ વસ્તુ છે અથવા બે જુદી જુદી વસ્તુ છે ?) વ્યતિરેક (ભેદ)માં પણ બે ગતિ છે (બે વિકલ્પ થઈ શકે છે). ગુણોને આશ્રયે ‘સંઘટના છે કે “સંઘટનાને આશ્રયે ગુણો છે.
તેમાં “ઐક્ય” (અભેદ) પક્ષમાં અને “સંઘનાશ્રિત ગુણ પક્ષ” (=સંઘટનાને આશ્રયે રહેલ ગુણોના પક્ષમાં) સંઘના આત્મભૂત (એટલે કે સંઘટનાથી અભિન્નરૂપે) અથવા આધેયભૂત ગુણોને આશ્રયે રહીને રસાદિને વ્યક્ત કરે છે, એવો અર્થ થાય છે. જો (ગુણ અને સંઘટના) જુદાં છે એ (પક્ષ) માનીએ (= ભેદ પક્ષમાં) અને સંઘના ગુણને આશ્રયે રહેલી છે એમ માનીએ તો, સંઘના ગુણોને આશ્રયે એટલે કે ગુણોને અધીન, રહે છે, ગુણરૂપ નથી (આમ રહીને રસાદિને વ્યક્ત કરે છે), એવો અર્થ થાય.. –
પણ આવા વિકલ્પ કરવાનું કારણ શું એમ (પૂછો તો) કહીએ છીએ કે જો ગુણ અને સંઘના એક તત્ત્વ છે (તેનો અભેદ છે એમ માને તો) અથવા
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ધ્વન્યાલોક
सङ्घटनाया इव गुणानामनियतविषयत्वप्रसङ्गः । गुणानां हि माधुर्यप्रसादप्रकर्षः करुणविप्रलम्भशृङ्गारविषय एव । रौद्राद्भुतादिविषयमोजः । माधुर्य प्रसादौ रसभावतदाभासविषयावेव, इति विषयनियमो व्यवस्थितः । सङ्घटनायास्तु स विघटते । तथाहि शृङ्गारेऽपि दीर्घसमासा दृश्यते, रौद्रादिष्वसमासा चेति ।
तत्र शृङ्गारे दीर्घसमासा यथा, - “मन्दारकुसुमरेणुपिञ्जरितालका " इति ।
यथा वा
अनवरतनयनजललवनिपतनपरिमुषितपत्रलेखं ते ।
करतलनिषण्णमबले वदनमिदं कं न तापयति ।
इत्यादौ ।
तथा रौद्रादिष्वप्यसमासा दृश्यते । यथा - "यो यः शस्त्रं बिभर्ति स्वभुजगुरुमदः” इत्यादौ ।
तस्मान्न सङ्घटनास्वरूपाः, न च सङ्घटनाश्रया गुणाः ।
ननु यदि सङ्घटना गुणानां नाश्रयस्तत् किमालम्बना एते परिकल्प्यन्ताम् । उच्यते । प्रतिपादितमेवैषामालम्बनम् ।
1
“तमर्थमवलम्बन्ते येऽङ्गिनं ते गुणाः स्मृताः । अङ्गाश्रितास्त्वलङ्कारा मन्तव्याः कटकादिवत् ॥”
११
अथवा भवन्तु शब्दाश्रया एव गुणाः । न चैषामनुप्रासादितुल्यत्वम्' । यस्मादनुप्रासादयोऽनपेक्षितार्थशब्दधर्मा एव प्रतिपादिता : १ । गुणास्तु व्यङ्ग्यविशेषावभासिवाच्यप्रतिपादनसमर्थशब्दधर्मा एव २ । शब्दधर्मत्वं चैषामन्याश्रयत्वेऽपि शरीराश्रयत्वमिव शौर्यादीनाम् ।
ननु यदि शब्दाश्रया गुणास्तत् सङ्घटनारूपत्वं तदाश्रयत्वं वा तेषां प्राप्तमेव । नह्यसङ्घटिताः शब्दा ं अर्थविशेषप्रतिपाद्यरसाद्याश्रितानां १३ गुणानामवाचकत्वादाश्रया भवन्ति ।
10
१. 'गुणानामप्यनियतविषयत्वप्रसङ्गः' दी० । २. 'दृश्यन्ते' नि०, दी० । ३. 'असमासाश्चेति' नि०, दी० । ४. 'पत्रलेखान्तम्' नि०, दी० । ५. 'दृश्यन्ते' दी० । ६. नि. तथा ही. भांगमा 'गुणाः' पहने 'तस्मान्न' नी पछी राजेस छे. ७. 'तर्हि' दी० । ८. 'परिकल्प्यन्ते' नि० । ९. तेनी पछी 'शंकनीयम्' या ही भां अधिछे. १०. 'अनपेक्षितार्थविस्ताराः शब्दधर्मा एवं नि०, दी० । ११. नि० दी० भां 'प्रतिपादिता' नथी. १२. 'गुणास्तु व्यङ्ग्यविशेषावभासिवाच्यप्रतिपादनसमर्थशब्दधर्मा एवं' नि० भां नथी. १३. 'अर्थविशेषं प्रतिपाद्य रसाद्याश्रितानां', नि० दी० ।
Page #163
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૬
૧૬૧ સંઘટનાના આશ્રયે ગુણ રહે છે, (આ પક્ષ માને તો) સંઘટનાની જેમ ગુણોનું પણ અનિયત વિષયત્વ થઈ જશે. ગુણોમાં તો માધુર્ય અને પ્રસાદનો પ્રકર્ષ, કરુણ અને વિપ્રલંભ શૃંગારનો જ વિષય છે. રોદ્ર, અદ્ભુત વગેરેનો વિષય “ઓજ છે. માધુર્ય અને પ્રસાદ’ રસ, ભાવ અને તેના આભાસના વિષયો છે. એમ (ગુણોનો) વિષય નિયમ વ્યવસ્થિત છે. પરંતુ સંઘટનામાં તે (નિયમ) વિઘટિત થઈ જાય છે. જેમ કે શૃંગારમાં પણ દીર્ઘસમાસા અને રૌદ્ર આદિમાં પણ અસમાસા (સંઘ ના) જોવા મળે છે.
તેમાં શૃંગારમાં દીર્ઘસમાસવાળી (સંઘના-ચનાનું ઉદાહરણ) જેમકે “મંદાર કુસુમની રજથી પીળા થઈ ગયેલ વાળવાળી” અથવા તો-“હે અબળા, નિરંતર અશ્રુજળ પડવાથી ભૂંસાઈ ગયેલી પત્ર રચનાવાળું અને હથેળી પર રાખેલ (દુઃખ સૂચક) તારું મુખ કોને સંતાપ આપતું નથી?” વગેરેમાં.
અને રૌદ્ર વગેરેમાં સમાસ વિનાની (સંઘ ના) જોવા મળે છે. જેમ કે, “જે જે શસ્ત્રો ધરે છે, સ્વભુજમદથકી...ઈ.'માં (સમાસરહિત સંઘટના છે). તેથી ગુણો સંઘનારૂપ નથી તથા સંઘટનાના આશ્રયે રહેલા (પણ) નથી.
(ગુણોનો વાસ્તવિક આશ્રય) જો સંઘના ગુણોનો આશ્રય નથી તો તેનું (ગુણોનું) આલંબન શું ગણો છો? (એમ પૂર્વપક્ષના વિદ્વાન પૂછે તો) કહીએ છીએ. તેનો આશ્રય (અગાઉ ૨/૬માં) પ્રતિપાદિત કરેલ જ છે. (તે કારિકા નીચે ફરી ઉદ્દધૃત કરી છે, જેમ કે)- “જે તે અંગીરૂપ (પ્રધાનભૂત) અર્થને આશ્રયે રહે છે, તે ગુણો કહેવાય છે. અને કટક વગેરેની જેમ અંગો પર આશ્રિત રહેનારાઓને ‘અલંકાર’ માનવા જોઈએ.”
અથવા ગુણો ભલે શબ્દના આશ્રયે રહેલા હોય, પણ તે કાંઈ અનુપ્રાસાદિ (શબ્દાલંકાર) જેવા નથી. તેવા સમજી શકાય નહીં) કેમકે “અનુપ્રાસ’ વગેરે અર્થનિરપેક્ષ (જેને અર્થની અપેક્ષા હોતી નથી તેવા) (માત્ર) શબ્દના જ ધર્મ છે એમ પ્રતિપાદિત કર્યું છે અને ગુણ તો (શૃંગારાદિ રસરૂપ) વ્યંગ્યવિશેષને બતાવતા, વાચ્યાર્થના પ્રતિપાદનમાં સમર્થ શબ્દના ધર્મો કહેવામાં આવે છે. આ (ગુણો)ની શબ્દધર્મતા (વસ્તુતઃ) અન્યનો (અર્થાત્ આત્માનો) ધર્મ હોવા છતાં પણ શૌર્ય વગેરે ગુણોના શરીરાશ્રિત ધર્મ (માનવા)ની જેમ (કેવળ ઔપચારિક, ગૌણ વ્યવહાર) છે, (અર્થાત્ શૌર્ય વગેરે ધર્મો આત્માના આશ્રયે રહેલા હોવા છતાં જેમ શરીરના આશ્રયે રહેલા કહેવામાં આવે છે તેવી રીતે ગુણોને શબ્દના ધર્મો કહેવામાં આવે છે.)
(શંકા-પૂર્વપક્ષ) જો ગુણ શબ્દના આશ્રયે રહેલા છે તો તે સંઘનારૂપ અથવા તેના (સંઘટનાના) આશ્રયે રહેલા થઈ જશે. કેમ કે અસંઘટિત શબ્દ (=સંઘટનામાં ન ગૂંથાયા હોય તેવા શબ્દો) અર્થવિશેષ દ્વારા પ્રતિપાદિત થનાર રસ વગેરેના આશ્રયે
Page #164
--------------------------------------------------------------------------
________________
१६२
नैवम् । वर्णपदव्यङ्ग्यत्वस्य रसादीनां प्रतिपादितत्वात् ।
अभ्युपगते वा वाक्यव्यङ्ग्यत्वे रसादीनां न नियतां काचित् सङ्घटना तेषामाश्रयत्वं प्रतिपद्यते इत्यनियतसङ्घटनाः शब्दा एव गुणानां व्यङ्ग्यविशेषानुगता आश्रयाः ।
ધ્વન્યાલોક
ननु माधुर्ये यदि नामैवमुच्यते तदुच्यताम् । ओजसः पुनः कथमनियतसङ्घटनशब्दाश्रयत्वम् । नह्यसमासा सङ्घटना कदाचिदोजस आश्रयतां प्रतिपद्यते ।
1
उच्यते । यदि न प्रसिद्धिमात्रग्रहदूषितं चेतस्तदत्रापि न न' ब्रूमः । ओजसः कथमसमासा सङ्घटना नाश्रयः । यतो रौद्रादीन् हि प्रकाशयतः काव्यस्य दीप्तिरोज इति प्राक् प्रतिपादितम् । तच्चौजो यद्यसमासायामपि सङ्घटनायां स्यात्, तत्को दोषो भवेत् । न चाचारुत्वं सहृदयहृदयसंवेद्यमस्ति । तस्मादनियतसङ्घटनशब्दाश्रयत्वे गुणानां न काचित् क्षतिः । तेषां तु चक्षुरादीनामिव यथास्वं विषयनियमितस्य स्वरूपस्य न कदाचिद् व्यभिचारः । तस्मादन्ये गुणाः अन्या च सङ्घटना । न च सङ्घटनाश्रिता गुणाः, इत्येकं दर्शनम् ।
1
अथवा सङ्घटनारूपा एव गुणाः । यत्तूक्तम् 'सङ्घटनावद् गुणानामप्यनियतविषयत्वं प्राप्नोति लक्ष्ये व्यभिचारदर्शनात्' इति । तत्राप्येतदुच्यते यत्र लक्ष्ये परिकल्पितविषयव्यभिचारस्तद् विरूपमेवास्तु ।
कथमचारुत्वं तादृशे विषये सहृदयानां नावभातीति चेत् ? कविशक्तितिरोहितत्वात् । द्विविधो हि दोष, कवेरव्युत्पत्तिकृतो, अशक्ति
कृतश्च ।
१. नि० दी० भांडेवण खेड 'न' छे. २. ' तादृशविषये' नि०, दी० । ३. 'प्रतिभाति' नि०, (न) प्रतिभाति, दी० ।
Page #165
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૬ રહેલા ગુણોના અવાચક હોવાને કારણે આશ્રય નથી હોતા. (સમાધાન-ઉત્તર પક્ષ) એવું નહીં, કેમ કે રસ વગેરેનું વર્ણ અને પદથી વ્યંગ્યત્વ પ્રતિપાદિત થઈ ચૂક્યું છે (આ જ “ઉદ્યોત’ની બીજી કારિકામાં આ જણાવેલ છે.)
(દુર્જનતુષ્ટિચાયથી) યા રસ આદિને વાક્ય વ્યંગ્ય માની લેવામાં આવે તો પણ કોઈ નિયત સંઘટના તેનો (ગુણોનો) આશ્રય નથી હોતી. એથી જેમની સંઘના નિયત નથી એવા શબ્દો જ વ્યંગ્ય વિશેષથી અનુગત થઈ (ઉપકારક થઈ) ગુણોનો આશ્રય છે. (અર્થાત્ ગુણ સંઘટનાધર્મ નથી.)
(શંકા) (અનિયત સંઘનાવાળા શબ્દો જ ગુણોના આશ્રય હોય છે) એમ જો માધુર્યના વિષયમાં કહેતા હો તો કહો. પણ “ઓજસ્ અનિયત સંઘટનાવાળા શબ્દોનો આશ્રય કેવી રીતે (હોઈ શકે ?) સમાસરહિત સંઘના કયારે પણ ‘ઓજસુનો આશ્રય નથી મેળવતી. | (સમાધાન) જો પ્રસિદ્ધિ માત્રના ગ્રહણથી (તમારું) મન દૂષિત ન હોય તો
ત્યાં પણ અમે (ઓજસૂની પ્રતીતિ અસમાસા રચનાથી) નથી (યતી) એમ નથી કહી શક્તા. અસમાસા સંઘટના ઓજસ્ (ગુણ)નો આશ્રય કેમ ન હોય? (હોય) કેમ કે રોદ્ર ઇત્યાદિને પ્રકાશિત કરનારી દીપ્તિને જ તો “ઓજસ્' કહે છે. એમ પહેલાં જ પ્રતિપાદિત કરેલું છે. તે “ઓજ જો અસમાસા સંઘટનામાં પણ હોય તો શો દોષ થશે? વળી, અચારુત્વ સયના હૃદયથી સંવેદવા લાયક નથી. એથી ગુણોનો આશ્રય અનિયત સંઘટનાને માનવાથી કોઈ ક્ષતિ આવતી નથી. ચક્ષુ વગેરે ઇન્દ્રિયોની પેઠે ગુણોનો પોતપોતાનો વિષય નિયત હોય છે. એમાં કદી વ્યભિચાર હોતો નથી. (એમાં ફેરફાર થઈ શક્તો નથી). તેથી (સિદ્ધ થયું કે, ગુણ અલગ છે, સંઘના અલગ છે. અને ગુણો સંઘટનાને આશ્રયે નથી રહેતા આ એક સિદ્ધાન્ત થયો. (એમ પોતાને અભિમત સિદ્ધાન્ત પક્ષનો ઉપસંહાર કર્યો.)
અથવા (વામનમત પ્રમાણે પહેલા પક્ષમાં) સંઘટનારૂપ જ ગુણો છે (ગુણો અને સંઘટના એક જ છે.) અને જે એમ કહેવામાં આવ્યું હતું, “સંઘટનાની જેમ ગુણોનું પણ અનિયત વિષયત્વ પ્રાપ્ત થશે, કેમકે લક્ષ્યમાં (અર્થાત્ યો યઃ શä. ઈ. શ્લોક તથા અનવરતનયનનતત્તવ૦. ઈ.) વ્યભિચાર (સંઘના નિયમનો ભંગ) જોવા મળે છે. ત્યાં પણ આ કહીએ છીએ, જે લક્ષ્યમાં પરિકલ્પિત વિષય (ના નિયમ) નો વ્યભિચાર છે, (તેથી) વિરૂપ જ (દોષરૂપ જ) થશે.
(શંકા) (જો યો ય શસ્ત્ર વિમર્સિ...ઈ.ની સંઘના દોષવાળી છે તો) જો એમ કહો કે એ પ્રકારના વિષયમાં સદ્ધયોને અચારુત્વની પ્રતીતિ કેમ નથી થતી?
(સમાધાન) કવિની શક્તિ (પ્રતિભા)થી દબાઈ જવાથી (તેની આચારુત્વરૂપે પ્રતીતિ થતી નથી.) (કાવ્યમાં) બે પ્રકારના દોષ હોઈ શકે છે. (કવિની) અવ્યુત્પત્તિથી થયેલો (દોષ) અને (કવિની) અશક્તિથી થયેલો (દોષ). તેમાંથી
Page #166
--------------------------------------------------------------------------
________________
१६४
.. ----वन्यास - तत्राव्युत्पत्तिकृतो दोषः शक्तितिरस्कृतत्वात् कदाचिन्न लक्ष्यते । यस्त्वशक्तिकृतो दोषः स झटिति प्रतीयते । परिकरश्लोकश्चात्र- --
अव्युत्पत्तिकृतो दोषः शक्त्या संव्रियते कवेः।
यस्त्वशक्तिकृतस्तस्य' स झटित्यवभासते । ' तथाहि- महाकवीनामप्युत्तमदेवताविषयप्रसिद्धसम्भोगशृङ्गारनिबन्धनाद्यनौचित्यं शक्तितिरस्कृतत्वाद् ग्राम्यत्वेन न प्रतिभासतें । यथा कुमारसम्भवे देवीसम्भोगवर्णनम् ।
एवमादौ च विषये यथौचित्यात्यागस्तथा दर्शितमेवाग्रे।
शक्तितिरस्कृतत्वं चान्वयव्यतिरेकाभ्यामवसीयते । तथाहि शक्तिरहितेन कविना एवंविधे विषये शृङ्गार उपनिबध्यमानः स्फुटमेव दोषत्वेन प्रतिभासते । नन्वस्मिन् पक्षे 'यो यः शस्त्रं बिभर्ति' इत्यादौ किमचारुत्वम् ? अप्रतीयमानमेवारोपयामः । तस्माद् गुणव्यतिरिक्तत्वे गुणरूपत्वे च सङ्घटनाया अन्यः कश्चिनियमहेतुर्वक्तव्यः । इत्युच्यते
तनियमे हेतुरौचित्यं वक्तृवाच्ययोः ॥६ब॥ तत्र वक्ता कविः, कविनिबद्धो वा । कविनिबद्धश्चापि रसभावरहितो रसभावसमन्वितो वा । रसोऽपि कथानायकाश्रयस्तद् विपक्षाक्षयो वा । कथानायकश्च धीरोदात्तादिभेदभिन्नः पूर्वस्तदनन्तरो वेति विकल्पाः ।
वाच्यं च ध्वन्यात्मरसाङ्गं रसाभासाङ्गं वा, अभिनेयार्थमनभिनेयार्थं वा, उत्तमप्रकृत्याश्रयं तदितराश्रयं वेति बहुप्रकारम् ।
तत्र यदा कविरपगतरसभावो वक्ता तदा रचनाया: कामचारः । यदा हि कविनिबद्धो वक्ता रसभावरहितस्तदा स एव । यदा तु कवि: कविनिबद्धो वा वक्ता रसभावसमन्वितो, रसश्च प्रधानाश्रितत्वा ध्वन्यात्मभूतस्तदा नियमेनैव तत्रासमासमध्यसमासे एव सङ्घटने । करुणविप्रलम्भशृङ्गारयोस्त्वसमासैव सङ्घटना ।
१. 'यस्त्वशक्तिकृतस्तस्य' नि० । २. 'शक्तितिरस्कृतं' नि०। ३. 'यथौचित्यत्यागः' नि० । ૪. નિ. માં આ કારિકભાગને વૃત્તિ રૂપમાં છાપ્યો છે અને પહેલાં આખી કારિકા એકસાથે લીધી છે. ५... ह. भकश्चित्' माथि छे. ६. 'प्रधानभूतत्वाद्' नि० दी। ७. 'तदापि' नि० दी।
Page #167
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૬
૧૨૫ અવ્યુત્પત્તિત દોષ શક્તિ (પ્રતિભાનો પ્રભાવ)થી ઢંકાઈ જવાને કારણે કોઈવાર દેખાતો નથી (ધ્યાનમાં આવતો નથી). પરંતુ જે અશક્તિક્ત દોષ છે તે ઝટ નજરે ચડે છે. આ (વિષય)માં પરિકર શ્લોક છે. “કવિનો અવ્યુત્પત્તિને કારણે થનાર દોષ શક્તિથી ઢંકાઈ જાય છે, પણ જે તેની અશક્તિને લીધે થયેલો છે તે ઝટ પ્રતીત થઈ જાય છે.”
જેમ કે (કાલિદાસ વગેરે) મહાકવિઓના ઉત્તમ દેવતા વિષયક પ્રસિદ્ધ સંભોગ શૃંગારાદિનાં વર્ણન (નિબંધન)નું અનૌચિત્ય પણ શક્તિથી ઢંકાઈ જવાને કારણે ગ્રામ્યરૂપે દેખાતું નથી. જેમકે ‘કુમારસંભવમાં દેવી પાર્વતી)ના સંભોગનું વર્ણન. એવા વિષયમાં ઔચિત્યનો અત્યાગ (સ્વીકાર) કેવી રીતે કરાય તે આગળ (૩/ ૧૦-૧૪) દર્શાવેલ છે.
અવ્યુત્પત્તિકૃત દોષ શક્તિથી ઢંકાઈ જાય છે એ વાત અન્વયવ્યતિરેકથી સિદ્ધ થાય છે. કેમકે શક્તિ રહિત કવિ જો આવા (ઉત્તમ દેવતાદિના) વિષયમાં શૃંગારનું વર્ણન કરે તો (માતાપિતાના સંભોગ વર્ણનની જેમ) સ્પષ્ટ જ દોષરૂપે દેખાય છે.
(પ્રશ્ન) આ પક્ષમાં યો યઃ શસ્ત્ર વિમર્તિ ઈ. (શ્લોક)માં શું અચારુત્વ છે ? (ઉત્તર) પ્રતીત ન થતા અચારુત્વનો આરોપ કરીએ છીએ.
માટે ગુણથી ભિન્નત્વમાં અને ગુણરૂપમાં “સંઘટનાનું નિયમન કરનાર કોઈ બીજો હેતુ કહેવો જોઈએ. તેથી કહે છે
૬ બ “તેના (સંઘટનાના) નિયમનનો હેતુ વક્તા અને વાચ્યનું ઔચિત્ય છે.'
તેમાં વક્તા, કવિ (પોતે) યા કવિએ સર્જેલ (પાત્ર) (એમ બે પ્રકારના) હોઈ શકે છે. કવિસર્જિત (વક્તા) પણ રસભાવ (વગેરેથી) રહિત અથવા રસભવ (વગેરેથી) યુક્ત (એમ બે પ્રકારનો) હોઈ શકે છે. (તેમાં) રસ પણ કથાનાયકના આશ્રયે રહેલો અથવા તેના વિરોધી (પ્રતિનાયક, શત્રુ)ના આશ્રયે રહેલો (એમ બે પ્રકારનો) હોઈ શકે છે. કથાનાયક પણ ધીરોદાત્તાદિ ભેટવાળો પહેલો (નાયક) કે ઉપનાયક (હોય) એમ વિકલ્પો છે.
વાચ્ય (અર્થ પણ) ધ્વનિરૂપ રસનું અંગ અથવા રસાભાસનું અંગ હોય, અભિનેયાર્થ કે અનભિનેયાર્થ (હોય), ઉત્તમ પ્રકૃતિને આશ્રયે રહેલું હોય અથવા તેનાથી ભિન્ન (મધ્યમ, અધમ) પ્રકૃતિને આશ્રયે રહેલું હોય એમ ઘણા પ્રકારનું હોય છે.
એમાંથી રસભાવરહિત કવિ, વક્તા હોય ત્યારે રચનાની સ્વતંત્રતા છે. (અર્થાત્ ગમે તેવી સંઘના વાપરી શકાય). કવિ નિરૂપિત પાત્ર વક્તા હોય અને તે પણ રસભાવ રહિત હોય ત્યારે તે જ (રચનાની સ્વતંત્રતા) છે. પણ જ્યારે કવિ અથવા કવિનિરૂપિત (પાત્ર) વક્તા, રસભાવ સમન્વિત હોય અને તે રસ પણ પ્રધાનપાત્રને આશ્રયે રહેલો હોઈ ધ્વનિના આત્મારૂપ હોય તો નિયમથી જ ત્યાં સમાસ વિનાની કે મધ્યમ સમાસવાળી સંધ ના હોવી જોઈએ. કરુણ અને વિપ્રલંભ શૃંગારમાં તે સમાસરહિત જ સંઘટના (રચના) હોવી જોઈએ.
Page #168
--------------------------------------------------------------------------
________________
वन्यास कथमिति चेत्, उच्यते । रसो यदा प्राधान्येन प्रतिपाद्यस्तदा तत्प्रतीतौ व्यवधायका विरोधिनश्च सर्वात्मनैव परिहार्याः । एवं च दीर्घसमासा सङ्घटना, समासानामनेकप्रकारसम्भावनया, कदाचिद् रसप्रतीतिं व्यवदधातीति तस्यां नात्यन्तमभिनिवेशः शोभते । विशेषतोऽभिनेयार्थे काव्ये । ततोऽन्यत्र च विशेषतः करुणविप्रलम्भशृङ्गारयोः । तयोर्हि सुकुमारतरत्वात् स्वल्पायामप्यस्वच्छतायां शब्दार्थयोः प्रतीतिर्मन्थरीभवति । -
रसान्तरे पुनः प्रतिपाद्ये रौद्रादौ मध्यमसमासापि सङ्घटना कदाचिद् धीरोद्धतनायकसम्बन्धव्यापाराश्रयेण, दीर्घसमासापि वा तदाक्षेपाविनाभाविरसोचितवाच्यापेक्षया न विगुणा भवतीति सापि नात्यन्तं परिहार्या । ___ सर्वासु च सङ्घटनासु प्रसादाख्यो गुणो व्यापी । स हि सर्वरससाधारणः सर्वसङ्घटनासाधारणश्चेत्युक्तम् । प्रसादातिक्रमे ह्यसमासापि सङ्घटना करुणविप्रलम्भशृङ्गारौ न व्यनक्ति । तदपरित्यागे च मध्यमसमासापि न न प्रकाशयति । तस्मात् सर्वत्र प्रसादोऽनुसर्तव्यः ।
अत एव च 'यो यः शस्त्रं बिभर्ति' इत्यादौ यद्योजसः स्थितिर्नेष्यते तत् प्रसादाख्य एव गुणो न माधुर्यम् । न चाचारुत्वम् । अभिप्रेतरसप्रकाशनात् । ___ तस्माद् गुणाव्यतिरिक्तत्वे गुणव्यतिरिक्तत्वे वा सङ्घटनाया यथोक्तादौचित्याद् विषयनियमोऽस्तीति तस्या अपि रसव्यञ्जकत्वम् । तस्याश्च रसाभिव्यक्तिनिमित्तभूताया योऽयमनन्तरोक्तो नियमहेतुः स एव गुणानां नियतो विषय इति गुणाश्रयेण व्यवस्थानमप्यविरुद्धम् ॥६॥
१. . 1. 'न' या नथी.
Page #169
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૬
૧૨૭
એમ કેમ ? (આવો પ્રશ્ન) પૂછો તો (જવાબ) કહે છે- “રસ જ્યારે મુખ્યપણે પ્રતિપાદિત કરવો હોય ત્યારે (પ્રતિપાઘ હોય ત્યારે) તેની પ્રતીતિમાં વિઘ્ન નાખનાર અને એના વિરોધીઓનો સર્વથા પરિહાર કરવો જોઈએ. અને આ રીતે સમાસોની અનેક પ્રકારની સંભાવનાને કારણે દીર્ઘસમાસા સંઘટના કદાચિત્ રસપ્રતીતિમાં વ્યવધાન પણ ઉપસ્થિત કરી દે છે. એથી તેમાં (દીર્ઘસમાસ રચનામાં) અત્યંત આગ્રહ – અભિનિવેશ–શોભતો નથી ખાસ કરીને અભિનેયાર્થ કાવ્યમાં. ( અભિનેય થતો હોય તેવા નાટક, પ્રકરણ વગેરેમાં) અને તેનાથી ભિન્ન (કાવ્ય)માં વિશેષતઃ ‘કરુણ’ તથા ‘વિપ્રલંભ શૃંગાર’માં (દીર્ઘ સમાસવાળી રચના યોગ્ય નથી. કેમકે) તેમનામાં ઘણું જ સુકુમારત્વ છે માટે થોડીક પણ અસ્વચ્છતા હોય તો શબ્દાર્થની પ્રતીતિમાં શિથિલતા આવી જાય છે.
અને રૌદ્રાદિ રસોના પ્રતિપાદનમાં તો ધીરોન્દ્રત નાયકના સંબંધિત વ્યાપાર (કાર્ય) આદિને સહારે મધ્યમ સમાસા સંઘટના યા દીર્ધસમાસા સંઘટના પણ તેના વિના પ્રતીત ન થઈ શકનાર પણ રસોચિત વાચ્યપ્રતીતિની આવશ્યકતાને વશ થઈને, પ્રતિકૂળ નથી થતી. એથી એનો પણ અત્યંત ત્યાગ કરી દેવો જોઈએ નહીં. (અર્થાત્ પ્રસંગ જોઈને જરૂર લાગે તો તેનો ઉપયોગ કરવો જોઈએ.)
બધી જ સંઘટનાઓમાં ‘પ્રસાદ’ નામનો ગુણ હોવો જોઈએ. (એ ગુણ વ્યાપક છે). તે સર્વ રસને સાધારણ તેમજ સર્વ સંઘટનાને સાધારણ છે એમ પણ કહ્યું જ છે. ‘પ્રસાદ’ વિના અસમાસા સંઘટના પણ કરુણ અને વિપ્રલંભ શૃંગારને વ્યક્ત કરતી નથી. અને તે (પ્રસાદ ગુણ) હોય તો મધ્યમસમાસા સંઘટના-રચના- પણ (રુણ, વિપ્રલંભ શૃંગારને) પ્રકાશિત નથી કરતી એમ પણ નથી. (અર્થાત્ પ્રકાશિત કરે છે જ). એથી ‘પ્રસાદ’નું સર્વત્ર (બધા રસો અને બધી રચનાઓમાં) અનુસરણ કરવું જોઈએ.
એથી ‘યો ય: રાહ્યં નિતિ ઈ. (ઉદા.),માં (દીર્ઘસમાસવાળી રચના ન હોવાથી) જો ‘ઓજસ્’ ગુણની સ્થિતિ અભિમત નથી તો (તેમાં) ‘પ્રસાદ’ ગુણ જ છે. ‘માધુર્ય’ નહીં. અને (સર્વ રસ સાધારણ તે ‘પ્રસાદ’ ગુણ હોવાથી) કોઈ પ્રકારનું અચારુત્વ નથી (તેમાં ચારુતાનો અભાવ નથી). કેમ કે (પ્રસાદ ગુણથી પણ) અભિપ્રેત (રૌદ્ર) રસની અભિવ્યક્તિ થાય છે (તેથી).
એથી (સંઘટનાને) ગુણોથી અભિન્ન માનો (એક માનો) યા ભિન્ન (જુદી), (બન્ને અવસ્થાઓમાં), ઉપર કહેલા (વકતા તથા વાચ્યના) ઔચિત્યથી સંઘટનાનો વિષયનિયમ થઈ જાય છે. એથી તે પણ રસની અભિવ્યંજક હોય છે. રસની અભિવ્યક્તિમાં નિમિત્ત બનતી એ (સંઘટના)નું નિયમન કરનાર જે આ (વકતા અને વાચ્યના ઔચિત્યરૂપ) હેતુ જે હમણાં (ઉપર) કહ્યો છે તે ગુણોનો નિયત વિષય છે. એથી (સંઘટનાની) ગુણાશ્રયરૂપ વ્યવસ્થામાં પણ વિરોધ નથી. (અર્થાત્ ગુણના આશ્રયના રૂપમાં સંઘટનાની વ્યવસ્થા કરીએ તેમાં વાંધો નથી.)
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૮
विषयाश्रयमप्यन्यदौचित्यं तां नियच्छति । काव्यप्रभेदाश्रयतः स्थिता भेदवती हि सा ॥७॥
वक्तृवाच्यगतौचित्ये सत्यपि विषयाश्रयमन्यदौचित्यं सङ्घटनां नियच्छति । यतः काव्यस्य प्रभेदा मुक्तकं संस्कृतप्राकृतापभ्रंशनिबद्धम्, सन्दानितक-विशेषककलापक- कुलकानि, पर्यायबन्धः, परिकथा, खण्डकथासकलकथे', सर्गबन्धो, अभिनेयार्थं, आख्यायिकाकथे' इत्येवमादयः । तदाश्रयेणापि सङ्घटना विशेषवती भवति ।
ધ્વન્યાલોક
(१) तत्र मुक्तकेषु रसबन्धाभिनिवेशिनः कवेस्तदाश्रयमौचित्यम् । तच्च दर्शितमेव । अन्यत्र कामचारः । मुक्तकेषु प्रबन्धेष्विव रसबन्धाभिनिवेशिनः कवयो दृश्यन्ते । यथा ह्यमरुकस्य कवेर्मुक्तकाः शृङ्गाररसस्यन्दिनः प्रबन्धायमानाः प्रसिद्धा एव । सन्दानितकादिषु तु विकटनिबन्धनौचित्यान्मध्यमसमासादीर्घसमासे एव सङ्घटने । प्रबन्धाश्रयेषु यथोक्तप्रबन्धौचित्यमेवानुसर्तव्यम् ।
(२) पर्यायबन्धे पुनरसमासामध्यमसमासे एव सङ्घटने । कदाचिदर्थौचित्याश्रयेण दीर्घसमासायामपि सङ्घटनायां परुषा ग्राम्या च वृत्तिः परिहर्तव्या ।
(३) परिकथायां कामचारः । तत्रेतिवृत्तमात्रोपन्यासेन नात्यन्तं रसबन्धाभिनिवेशात् ।
(४) खण्डकथासकलकथयोस्तु प्राकृतप्रसिद्धयोः कुलकादिनिबन्धनभूयस्त्वाद् दीर्घसमासायामपि न विरोधः । वृत्त्यौचित्यन्तु यथारसमनुसर्तव्यम् ।
(५) सर्गबन्धे तु रसतात्पर्ये' यथारसमौचित्यम्, अन्यथा तु कामचारः । द्वयोरपि मार्गयोः सर्गबन्धविधायिनां दर्शनाद् रसतात्पर्यं साधीयः ।
१. 'सत्यपि' पाठ ही भां नथी.
२. ' मुक्तकं श्लोक एवैकश्चमत्कारक्षमः सताम्' ।
३. द्वाभ्यान्तु युग्मकं ज्ञेयं त्रिभिः श्लोकैर्विशेषकम् ।।
चतुर्भिस्तु कलापं स्यात् पञ्चभिः कुलकं मतम् ॥ अग्निपुराण
४. 'सकलकथाखण्डकथा' नि०, दी० ।
१५. आख्यायिका कथेत्येवमादयः । नि०, दी० ।
T
६. नि० दी० भां 'हि' बघु.छे..
७. नि. ही मां तु नथी.
८. 'रसतात्पर्येण' नि० ।
Page #171
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૭
૧૬૯ કારિકા-૭ અને વૃત્તિઃ “એક બીજા પ્રકારનું, વિષયને આધીન ઔચિત્ય પણ તે સંઘટનાને નિયંત્રિત કરે છે. કારણ, ભિન્નભિન્ન કાવ્યોપભેદોને કારણે પણ તેમાં ફેર પડે છે.'
વક્તા અને વાચ્યનું ઔચિત્ય હોય તોપણ, વિષયને આશ્રયે રહેલું બીજું ઔચિત્ય (પણ) સંઘટનાનું નિયમન કરે છે. કારણ કે કાવ્યનાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાં રચાયેલાં મુક્તક, અંદાનિતક, વિશેષક, કલાપક, કુલક; પર્યાયબંધ, પરિકથા, ખંડ કથા અને સકલકથા; તેમજ સર્ગબંધ, અભિનેયાર્થ, આખ્યાયિકા અને કથા. એના આશ્રયથી પણ સંઘટના વિશેષતાવાળી થઈ જાય છે.
તેમાંથી, રસનિરૂપણમાં આગ્રહવાળા કવિને માટે (જે) રસાત્રિત ઔચિત્ય (નિયામક) છે તે (અમે) બતાવ્યું છે. બીજે (એટલે કે રસાભિનિવેશરહિત કાવ્યમાં) સ્વેચ્છા પ્રમાણે ભલે વર્તે (ચાહે તેવી રચના કરે તેમાં વાંધો નથી).
(૧) પ્રબન્ધોની જેમ મુક્તકોમાં રસનો અભિનિવેશ કરનારા કવિઓ જોવામાં આવે છે. જેમ કે અમરુક કવિનાં શૃંગારરસ ઝરતાં પ્રબન્ધ જેવાં બની જતાં મુક્તકો પ્રસિદ્ધ છે. અંદાનિતક વગેરેમાં (અર્થાત્ વિશેષક, કલાપક અને કુલકમાં) તો વિકટ બંધ ઉચિત હોઈ મધ્યમ સમાસવાળી અને દીર્ઘસમાસવાળી રચના જ વપરાય છે. પ્રબંધનાં આશ્રિત (કાવ્યોમાં-સુદાનિતકથી કુલક સુધીના ભેદોમાં) પહેલાં કહ્યા પ્રમાણેના પ્રબંધના ઔચિત્યને જ અનુસરવું જોઈએ. ,
(૨) પર્યાય બંધમાં તો (એ નામના કાવ્યભેદમાં તો) સમાસ વિનાની અને મધ્યમ સમાસવાળી સંઘટના જ હોવી જોઈએ. ક્યારેક અર્થના ઔચિત્યના આશ્રયથી દીર્ઘસમાસા સંઘ ના (રચના) કરવી પડે તોયે તેમાં પુરુષો અને ગ્રામ્યા વૃત્તિ છોડી દેવી જોઈએ.
(૩) પરિકથામાં સ્વતંત્રતા છે કેમ કે તેમાં કેવળ ઇતિવૃત્ત (ક્યાંશ)નું વર્ણન (મુખ્ય) હોવાથી રસબંધનો વિશેષ આગ્રહ નથી હોતો.
(૪) પ્રાકૃત ભાષામાં) માં કુલક વગેરેનો બહોળો ઉપયોગ થતો હોવાથી દીર્ઘસમાસા ‘સંઘટનામાં પણ વિરોધ નથી. (પણ) વૃત્તિઓનું રસ અનુસાર ઔચિત્ય અવશ્ય અનુસરવું જોઈએ.
(૫) સર્ગબંધ (મહાકાવ્ય) માં પણ રસતાત્પર્યથી રસ પ્રમાણે ઔચિત્ય લાવવું. અન્યથા (રસપ્રધાન ન હોય એવા મહાકાવ્યમાં) સ્વતંત્રતા છે. (અર્થાત્ ગમે તેવી સંઘટના વાપરી શકાય) બન્ને પ્રકારના, સર્ગબંધ (= મહાકાવ્ય) લખનાર (કવિઓ) જોવા મળે છે. (તેમાં) રસપ્રધાન (મહાકાવ્ય) શ્રેષ્ઠ છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
१७०
(६) अभिनेयार्थे तु सर्वथा रसबन्धेऽभिनिवेशः कार्यः ।
(७) आख्यायिकाकथयोस्तु गद्यनिबन्धनबाहुल्याद् गद्ये च च्छन्दोबन्धभिन्नप्रस्थानत्वादिह नियमहेतुरकृतपूर्वोऽपि मनाक् क्रियते ||७||
एतद् यथोक्तमौचित्यमेव तस्या नियामकम् । सर्वत्र गद्यबन्धेऽपि छन्दोनियमवर्जिते ॥८॥
ધ્વન્યાલોક
यदेतदौचित्यं वक्तृवाच्यगतं सङ्घटनाया नियामकमुक्तमेतदेव गद्ये छन्दोनियमवर्जितेऽपि विषयापेक्षं नियमहेतुः । तथाह्यत्रापि यदा कविः कविनिबद्धो वा वक्ता रसभावरहितस्तदा कामचारः । रसभावसमन्विते तु वक्तरि पूर्वोक्तमेवानुसर्तव्यम् । तत्रापि च' विषयौचित्यमेव | आख्यायिकायान्तु भूम्ना मध्यमसमासादीर्घसमासे एव सङ्घटने । गद्यस्य विकटबन्धाश्रयेण छायावत्त्वात् । तत्र च तस्य प्रकृष्यमाणत्वात् । कथायान्तु विकटबन्धप्राचुर्येऽपि गद्यस्य रसबन्धोक्तमौचित्यमनुसर्तव्यम् ॥८॥ रसबन्धोक्तमौचित्यं भाति सर्वत्र संश्रिता ।
रचना विषयापेक्षं तत्तु किञ्चिद् विभेदवत् ||९||
अथवा पद्यवद् गद्यबन्धेऽपि रसबन्धोक्तमौचित्यं सर्वत्र संश्रिता रचना भाति तत्तुं विषयापेक्षं किञ्चिद् विशेषवद् भवति । न तु सर्वाकारम् । तथा हि गद्यबन्धेऽपि अतिदीर्घसमासा 'रचना न विप्रलम्भश्रृङ्गारकरुणयोराख्यायिकायामपि शोभते । नाटकादावप्यसमासैव सङ्घटना । रौद्रवीरादिवर्णने विषयापेक्षं त्वौचित्यं प्रमाणतोऽपकृष्यते प्रकृष्यते च । तथा ह्याख्यायिकायां नात्यन्तमसमासा स्वविषयेऽपि, नाटकादौ नातिदीर्घसमासा चेति सङ्घटनाया दिगनुसर्तव्या ॥ ९ ॥
१. 'च्छन्दोनियम' नि० । २. 'वा' नि० ।
३. 'निबन्धाश्रयेण च्छाया' नि० ।
४. 'भवति' बालप्रिया ।
Page #173
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉધોતઃ ૭, ૮, ૯
૧૭૧ (૬) અભિનેયાર્થ (નાટકો વગેરે)માં તો સર્વથા રસનિરૂપણનો જ આગ્રહ રાખવો.
(૭) આખ્યાયિકા અને કથામાં તો ગદ્ય રચનાનું બાહુલ્ય હોવાથી અને ગદ્યમાં છન્દોબદ્ધ રચનાથી ભિન્નમાર્ગ હોવાથી, અતિરિક્ત પ્રસ્થાન હોવાથી, કોઈ (નિયામક હેતુ) નિયમ આ પહેલાં થયા નથી, છતાં અમે અહીં થોડા આપીએ છીએ.
કારિકા-૮ અને વૃત્તિઃ આ ઉપર કહેલું ઔચિત્ય જ, છંદના નિયમથી રહિત ગદ્યરચનામાં પણ સર્વત્ર તેનું (સંઘટનાનું) નિયામક હોય છે.
જે આ વક્તગત અને વાચ્યગત ઔચિત્ય સંઘટનાનું નિયામક કહ્યું છે, એ છંદના નિયમોથી રહિત ગદ્યમાં પણ વિષયગત (ઔચિત્ય) સહિત નિયામક હોય છે. જેમ કે અહીં પણ જ્યારે કવિ અથવા કવિ નિરૂપિત વક્તા (પાત્ર) રસભાવથી રહિત હોય છે ત્યારે સ્વતંત્રતા હોય છે. પણ જો વક્તા રસભાવસમન્વિત હોય તો પહેલાં કહેલા નિયમને અનુસરવું જોઈએ. તેમાં પણ વિષયગત (કાવ્ય પ્રકારને લગતું) ઔચિત્ય જ હોય છે. પણ “આખ્યાયિકામાં મોટે ભાગે મધ્યમ સમાસવાળી અને દીર્ઘસમાસવાળી “સંઘટના જ હોય છે. કેમ કે ગદ્ય વિકટ (કઠિન) રચનાથી સુંદર હોય છે. અને એથી જ સૌંદર્યનો પ્રકર્ષ સધાય છે. કથામાં વિકટ (કઠિન) રચનાની પ્રચુરતા હોવા છતાં રસબંધ સંબંધી ઔચિત્યનું પાલન કરવું જોઈએ.
કારિકા-૯ અને વૃત્તિ રચના, રસબંધમાં કહેલા ઔચિત્યનો આશ્રય લઈને જ સર્વત્ર શોભે છે. વિષયગત (ઔચિત્ય)ની દષ્ટિથી તેમાં થોડો ભેદ થઈ જાય છે.
અથવા પદ્ય (રચના)ની જેમ ગદ્યમાં પણ, રસબંધને લગતા ઔચિત્યનું બધે પાલન કરનારી, રચના શોભે છે. તે (ઔચિત્ય) વિષયની દૃષ્ટિથી જરાક વિશેષવાળું હોય છે, પણ બધી રીતે નહીં, જેમ કે ગઘબંધમાં, તેમાંયે આખ્યાયિકામાં વિપ્રલંભ શૃંગાર અને કરુણમાં અત્યંત દીર્ઘસમાસવાળી રચના ન જ શોભે. નાટક વગેરેમાં પણ અસમાસા સંઘટના જ (હોવી જોઈએ). રોદ્ર, વીર વગેરેનાં વર્ણનમાં વિષયની અપેક્ષા પ્રમાણે ઔચિત્ય પ્રમાણ (રસબંધોક્ત ઔચિત્ય પ્રમાણ)ના બળથી (તે) ઘટે (યા) વધે છે. જેમ કે આખ્યાયિકામાં પોતાના વિષયમાં પણ અત્યંત સમાસ વગરની અને નાટક વગેરેમાં અત્યંત દીર્ઘ સમાસવાળી (સંઘ ના) નહીં હોવી જોઈએ. સંઘટનાનાં આ માર્ગનું (સર્વત્ર) અનુસરણ કરવું જોઈએ.
(પ્રબન્ધમાં સાચવવાનાં ઔચિત્યો)
Page #174
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
इदानीमलक्ष्यक्रमव्यङ्गयो ध्वनिः प्रबन्धात्मा रामायणमहाभारतादौ प्रकाशमानः प्रसिद्ध एव । तस्य तु यथा प्रकाशनं तत् प्रतिपाद्यते(१) विभावभावानुभावसञ्चार्यौचित्यचारुणः । विधिः कथाशरीरस्य वृत्तस्योत्प्रेक्षितस्य वा ॥ १०॥ (२) इतिवृत्तवशायातां त्यक्त्वाऽननुगुणां स्थितिम् । उत्प्रेक्ष्याप्यन्तराभीष्टरसोचितकथोन्नयः || ११|| (३) सन्धिसन्ध्यङ्गघटनं रसाभिव्यक्त्यपेक्षया । न तु केवलया शास्त्रस्थितिसम्पादनेच्छया ॥ १२॥ (४) उद्दीपनप्रशमने यथावसरमन्तरा ।
१७२
रसस्यारब्धविश्रान्तेरनुसन्धानमङ्गिनः ||१३|| (५) अलङ्कृतीनां शक्तावप्यानुरूप्येण योजनम् । प्रबन्धस्य रसादीनां व्यञ्जकत्वे निबन्धनम् ॥ १४ ॥ प्रबन्धोऽपि रसादीनां व्यञ्जक इत्युक्तं तस्य व्यञ्जकत्वे निबन्धनम् । (१) प्रथमं तावद्, विभावभावानुभावसञ्चार्यौचित्यचारुणः कथाशरीरस्य विधिः । यथायथं प्रतिपिपादयिषितरसभावाद्यपेक्षया य उचितो विभावो भावोऽनुभावः सञ्चारी वा तदौचित्यचारुण कथाशरीरस्य विधिर्व्यञ्जकत्वे निबन्धनमेकम् ।
तत्र विभावौचित्यं तावत् प्रसिद्धम् । भावौचित्यं तु प्रकृत्यौचित्यात् । प्रकृतिर्हि, उत्तममध्यमाधमभावेन दिव्यमानुषादिभावेन च विभेदिनी । तां यथायथमनुसृत्यासङ्कीर्णः स्थायी भाव उपनिबध्यमान औचित्यभाग भवति । अन्यथा तु केवलमानुषाश्रयेण दिव्यस्य, केवलदिव्याश्रयेण वा केवलमानुषस्य उत्साहादयः उपनिबध्यमाना अनुचिता भवन्ति । तथा च केवलमानुषस्य राजादेर्वर्णने सप्तार्णवलङ्घनादिलक्षणा व्यापारा उपनिबध्यमानाः सौष्ठवभृतोऽपि नीरसा एव नियमेन भवन्ति । तत्र त्वनौचित्यमेव हेतुः ।
ननु नागलोकगमनादयः सातवाहनप्रभृतीनां श्रूयन्ते तदलोकसामान्यप्रभावातिशयवर्णने' किमनौचित्यं सर्वोर्वीभरणक्षमाणां क्षमाभुजामिति ।
१. 'वान्' नि०, दी० । ३. 'भान्ति' नि०, दी० ।
२. 'मानुषस्य ' नि० दी० ।
४. 'प्रभावादतिशयवर्णने' नि०, दी० ।
Page #175
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૧૦ થી ૧૪
૧૭૩
કારિકા-૧૦ અને તે પહેલાંની વૃત્તિ-હવે ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય' (રસાદિ) ધ્વનિ જે રામાયણ મહાભારત આદિમાં પ્રબંધાત્મકરૂપે પ્રકાશિત થતો પ્રસિદ્ધ છે, તેનું જેવી રીતે પ્રકાશન થાય છે હવે એનું પ્રતિપાદન કરે છે. (પ્રબંધભંજકતાના પાંચ હેતુઓ) ‘‘વિભાવ, (સ્થાયી) ભાવ, અનુભાવ (અને) સંચારિભાવના ઔચિત્યથી સુંદર વૃત્ત (=પૂર્વઘટિત યાને ઐતિહાસિક) અથવા ઉત્પ્રેક્ષિત ( =કલ્પિત) થાશરીરનું નિર્માણ.’’
કારિકા-૧૧ ‘ઇતિહાસને અનુસરવા જતાં (રસને) પ્રતિકૂળ એવી સ્થિતિ આવતી હોય તો તેને છોડી દઈને વચ્ચે બીજી રસને અનુકૂળ સ્થિતિ કલ્પીને કથાનો ઉત્કર્ષ ’’
કારિકા-૧૨ ‘કેવળ શાસ્ત્રીય નિયમનું પાલન કરવાની ઇચ્છાથી નહીં પણ (શુદ્ધ) રસાભિવ્યક્તિની દૃષ્ટિથી સંધિ અને સંમ્બંગોની રચના’’
કારિકા-૧૩ ‘‘વચમાં અવસરને અનુકૂળ રસનું ઉદ્દીપન તથા પ્રશમન કરવું તથા પ્રબંધના આરંભથી અંત સુધી અંગી રસ (પ્રધાનરસ)નું અનુસંધાન કરવું.’’
કારિકા-૧૪ ‘(અલંકારોની ઇચ્છા મુજબ પ્રયોજવાની પૂરેપૂરી) શક્તિ હોવા છતાં પણ (રસને) અનુરૂપ જ (જરૂરી માત્રામાં) અલંકારોની યોજના.’’
(આ પાંચ) પ્રબંધનું રસાદિવ્યંજક હોવામાં હેતુ છે. (અર્થાત્ પ્રબંધ રસાદિનો વ્યંજક બની શકે છે એના હેતુઓ છે.)
વૃત્તિ: (૧) પહેલો (હેતુ) તો વિભાવ, (સ્થાયી) ભાવ, અનુભાવ, સંચારી (ભાવ)ના ઔચિત્યથી સુંદર કથાશરીરનું નિર્માણ અર્થાત્ યથાયોગ્ય પ્રતિપાદનને અર્થે ઉચિત રસ, ભાવ આદિની અપેક્ષાએ જે વિભાવ, (સ્થાયી) ભાવ, અનુભાવ અથવા સંચારિભાવ છે તેના ઔચિત્યથી સુંદર કથાશરીરની રચના, વ્યંજક હોવામાં એક (હેતુ) છે. તેમાં વિભાવનું ઔચિત્ય તો પ્રસિદ્ધ છે. (લોક તથા ભરતનાટચશાસ્ત્ર વગેરેમાં જાણીતું છે.) (સ્થાયી) ભાવનું ઔચિત્ય પ્રકૃતિના ઔચિત્યથી આવે છે. પ્રકૃતિ ઉત્તમ, મધ્યમ, અધમ અને દિવ્ય તથા માનુષ ભેદથી ભિન્ન પ્રકારની હોય છે. તેને યોગ્યરીતે અનુસરીને અસંકીર્ણ (કોઈ મિશ્રણ વિનાનો) સ્થાયિભાવ ગોઠવાય તો તે ઔચિત્યવાળો થાય છે. નહીંતર, કેવળ માનુષ આશ્રયથી દિવ્ય પ્રકૃતિના અને કેવળ દિવ્ય આશ્રયથી માનુષ પ્રકૃતિના ઉત્સાહ વગેરે રચવામાં આવે તો તે અનુચિત થાય છે. એથી કેવળ માનુષ (પ્રકૃતિ) રાજા વગેરેના વર્ણનમાં, ‘સાત સમુદ્ર પાર કરવા’ વગેરે ઉત્સાહનાં વર્ણન સુંદર હોવા છતાં પણ જરૂર નીરસ જ દેખાય છે. તેમાં અનૌચિત્ય જ કારણ છે.
(શંકા) પણ સાતવાહન વગેરે (રાજાઓના) નાગલોકમાંના ગમન તો સંભળાય છે; તો સમસ્ત પૃથ્વીને ધારણ કરવામાં (પાળવામાં) સમર્થ રાજાઓના અલૌકિક પ્રભાવના અતિશયના વર્ણનમાં શું અનૌચિત્ય છે ?
Page #176
--------------------------------------------------------------------------
________________
१७४
...... वन्य नैतदस्ति । न वयं ब्रूमो यत् प्रभावातिशयवर्णनमनुचितं राज्ञाम् । किन्तु केवलमानुषाश्रयेण योत्पाद्यवस्तुकथा क्रियते तस्यां दिव्यमौचित्यं न योजनीयम् । दिव्यमानुष्यायान्तु' कथायामुभयौचित्ययोजनमविरुद्धमेव । यथा पाण्ड्वादिकथायाम् । सातवाहनादिषु तु येषु यावदपदानं२ श्रूयते तेषु तावन्मात्रमनुगम्यमानमनुगुणत्वेन प्रतिभासते । व्यतिरिक्तं तु तेषामेवोपनिबध्यमानमनुचितम् ।
तदयमत्र परमार्थ:- ...." - 'अनौचित्यादृते नान्यद् रसभङ्गस्य कारणम् । .
प्रसिद्धौचित्यबन्धस्तु रसस्योपनिषत् परा ॥' - अत एव च भरते प्रख्यातवस्तुविषयत्वं प्रख्यातोदात्तनायकत्वं च नाटकस्यावश्यकर्त्तव्यतयोपन्यस्तम् । तेन हि नायकौचित्यानौचित्यविषये कविर्न व्यामुह्यति । यस्तूत्पाद्य वस्तु नाटकादि कुर्यात्, तस्याप्रसिद्धानुचितनायकस्वभाववर्णने महान् प्रमादः ।
ननु यद्युत्साहादिभाववर्णने कथञ्चिद् दिव्यमानुष्याद्यौचित्यपरीक्षा क्रियते तत् क्रियताम् । रत्यादौ तु किन्तया प्रयोजनम् । रतिर्हि भारतवर्षोचितेनैव व्यवहारेण दिव्यानामपि वर्णनीयेति स्थितिः ।
नैवम् । तत्रौचित्यातिक्रमेण सुतरां दोषः । तथा ह्यधमप्रकृत्यौचित्येनोत्तमप्रकृतेः शृङ्गारोपनिबन्धने का भवेन्नोपहास्यता ....'
'त्रिविधं प्रकृत्यौचित्यं भारते वर्षेऽप्यस्ति शृङ्गारविषयम् । यत्तु दिव्यमौचित्यं तत् तत्रानुपकारकमेवेति चेत् ? न वयं दिव्यमौचित्यं शृङ्गारविषयमन्यत्किञ्चिद् ब्रूमः । किं तर्हि ? भारतवर्षविषये यथोत्तमनायकेषु राजादिषु शृङ्गारोपनिबन्धस्तथा दिव्याश्रयोऽपि शोभते । न च राजादिषु प्रसिद्धग्राम्यशृङ्गारोपनिबन्धनं प्रसिद्ध नाटकादौ, तथैव देवेषु तत् परिहर्तव्यम् ।
१. 'दिव्यमानुषायाम्' नि०, दी० । २. 'अपदानं कर्मवृत्तम्' अमरकोष । ३. 'प्रबन्धप्रख्यात' नि०, दी० । ४. 'विमुह्यति' नि०, दी। ५. 'विविधं नि०। ६. 'यत्त्वन्यद्' नि०। ७. 'तदत्र' नि०।
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૭૫
તૃતીય ઉદ્યોતઃ ૧૪
(સમાધાન) એવું નહીં. અમે એ નથી કહેતા કે રાજાઓના પ્રભાવના અતિશયનું વર્ણન કરવું અનુચિત છે (એમ) પણ કેવળ મનુષ્ય (પ્રકૃતિ)ને આધારે જે કથા ઉત્પાઘ હોય તેમાં દિવ્ય (પ્રકૃતિ)ના ઔચિત્યને નહીં યોજવું જોઈએ. દિવ્ય અને માનુષ (બંનેની પ્રકૃતિવાળી) કથામાં તો બન્ને પ્રકારના ઔચિત્યોનું વર્ણન અવિરુદ્ધ છે. જેમ કે પાંડવોની કથામાં. પણ જે સાતવાહન આદિમાં જેટલું અપાદાન (પૂર્વવૃત્તાન્ત) સંભળાય છે તે (ક્યાઓ)માં કેવળ એટલા (અંશ)નું અનુસરણ તો ઉચિત પ્રતીત થાય છે. (પણ) તેનું જ તેનાથી અધિક વર્ણન અનુચિત છે. માટે ખરો અર્થ આ છે “અનૌચિત્ય સિવાય બીજું કોઈ રસભંગનું કારણ નથી. પ્રસિદ્ધ ઔચિત્યનું અનુસરણ જ રસનું પરમ રહસ્ય છે. (પરા વિદ્યા છે).”
આથી ભારતના (નાટ્યશાસ્ત્રોમાં, નાટકમાં વસ્તુ પ્રખ્યાત અને પ્રખ્યાત ઉદાત્ત નાયક રાખવાનું આવશ્યક ગણાવેલું છે. એમ કરવાથી નાયકના ઔચિત્યઅનૌચિત્યના વિષયમાં કવિ ભ્રમમાં નથી પડતો. જે નાટકનું વસ્તુ ઉત્પાઘ (કવિકલ્પિત) હોય તેમાં અપ્રસિદ્ધ અને અનુચિત નાયકનો સ્વભાવ વર્ણવવામાં (ઘણીવાર) મોટો પ્રમાદ થાય છે.
(શંકા) - પણ ઉત્સાહ વગેરે (સ્થાયી) ભાવના વર્ણનમાં જો કદાચ દિવ્ય, માનુષ વગેરે (પ્રકૃતિ)ના ઔચિત્યની પરીક્ષા કરવી હોય તો ભલે કરો પણ રતિ વગેરેમાં (આ સ્થાયિભાવના વર્ણનમાં) તેની શી જરૂર છે? રતિ તો ભારતવર્ષને યોગ્ય વ્યવહાર પ્રમાણે જ દિવ્યોની પણ વર્ણવવી એમ (સિદ્ધાન્ત) છે (ભરતનાટ્યશાસ્ત્ર-૨૦/૧૦૧)
(સમાધાન) –એવું નહીં. ત્યાં (રતિ વિષયમાં) પણ ઔચિત્યનું ઉલ્લંઘન કરવામાં દોષ જ છે. કેમ કે ઉત્તમ પ્રકૃતિ (નાં નાયક-નાયિકા)ના અધમ પ્રકૃતિને ઉચિત શૃંગાર વગેરેના વર્ણનમાં કોણ ઉપહાસ પાત્ર ન થાય?
(પ્રશ્ન કરનારની શંકા) ભારત વર્ષમાં પણ ત્રણ પ્રકારનું, શૃંગાર વિષયક પ્રકૃતિનું ઔચિત્ય મળે છે. (તેનાથી ભિન્ન) જો (કોઈ બીજું) દિવ્ય ઔચિત્ય છે તે તેમાં (રસાભિવ્યક્તિમાં) નિરુપયોગી છે. એમ કહો તો (ઉત્તર-સમાધાન) અમે શૃંગાર વિષયક દિવ્ય ઔચિત્ય (ભારતવર્ષને ઉચિત ઔચિત્ય)થી અલગ કોઈ બીજું કહેતા નથી.
(શંકા) તો પછી (તમે શું કહો છો)?
(સમાધાન) ભારત વર્ષમાં ઉત્તમ નાયકો રાજા વગેરેનો શૃંગાર જે રીતે નિરૂપવામાં આવે તે રીતે જ દિવ્ય પાત્રોનો (શૃંગાર પણ) નિરૂપાય તો તે શોભે છે. (અને જેમ) રાજા વગેરે (ઉત્તમ નાયક વગેરે)માં પ્રસિદ્ધ ગ્રામ્ય શૃંગારનું વર્ણન નાટક વગેરેમાં પ્રચલિત નથી તેવી રીતે દવામાં પણ તેનો ત્યાગ કરવો જોઈએ.
Page #178
--------------------------------------------------------------------------
________________
१७६
....... पन्यादा _ नाटकादेरभिनेयार्थत्वादभिनयस्य च सम्भोगशृङ्गारविषयस्यासभ्यत्वात् तत्र परिहार इति चेत् ?
. - न । यद्यभिनयस्यैवंविषयस्यासभ्यता तत् काव्यस्यैवंविषयस्य सा केन निर्वायते । तस्मादभिनेयार्थेऽनभिनेयार्थे' वा काव्ये यदुत्तमप्रकृते राजादेरुत्तमप्रकृतिभिर्नायिकाभिः सह ग्राम्यसम्भोगवर्णनं तत् पित्रोः सम्भोगवर्णनमिव सुतरामसभ्यम् । तथैवोत्तमदेवताविषयम् । ...
न च सम्भोगशृङ्गारस्य सुरतलक्षण एवैकः प्रकारः, यावदन्येऽपि प्रभेदाः परस्परप्रेमदर्शनादयः सम्भवन्ति, ते कस्मादुत्तमप्रकृतिविषये न वर्ण्यन्ते । तस्मादुत्साहवद् रतावपि प्रकृत्यौचित्यमनुसतव्यम् । तथैव विस्मयादिषु । यत्त्वेवंविधे विषये महाकवीनामप्यसमीक्ष्यकारिता लक्ष्ये दृश्यते स दोष एव । स तु शक्तितिरस्कृतत्वात् तेषां न लक्ष्यते, इत्युक्तमेव । __अनुभावौचित्यं तु भरतादौ प्रसिद्धमेव । इयत्तूच्यते । भरतादिविरचितां स्थिति चानुवर्तमानेन महाकविप्रबन्धांश्च पर्यालोचयता स्वप्रतिभां चानुसरता कविनाऽवहितचेतसा भूत्वा विभावाद्यौचित्यभ्रंशपरित्यागे परः प्रयत्नो विधेयः।
औचित्यवतः कथाशरीरस्य वृत्तस्योत्प्रेक्षितस्य वा ग्रहो व्यञ्जक इत्येतेनैतत् प्रतिपादयति यदितिहासादिषु कथासु रसवतीषु विविधासु सतीष्वपि यत्तत्र विभावाद्यौचित्यवत् कथाशरीरं तदेव ग्राह्यं नेतरत् । वृत्तादपि च कथाशरीरादुत्प्रेक्षिते विशेषतः प्रयत्नवता भवितव्यम् । तत्र ह्यनवधानात् स्खलतः कवेरव्युत्पत्तिसम्भावना महती भवति । परिकरश्लोकश्चात्र
कथाशरीरमुत्पाद्य वस्तु कार्यं तथा तथा ।
यथा रसमयं सर्वमेव तत्प्रतिभासते ॥ तत्र चाभ्युपायः सम्यग् विभावाद्यौचित्यानुसरणम् । तच्च दर्शितमेव ।
१. 'अभिनेयत्वाद्' नि० अभिनेयस्य' नि०, दी० । २. 'सम्भोगशृङ्गारविषयत्वात्' नि०, दी० । ३. 'असह्यता' नि०, दी। ४. अभिनेयार्थे च' नि०, दी। ५. 'असह्यम्' नि०, दी। ६. 'भरतादिस्थिति नि०, दी०। ७. 'रसवतीषु कथासु' नि०, दी० । ८. 'सर्वमेवैतत्' नि०, दी० ।
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૭.
તૃતીય ઉદ્યોતઃ ૧૪
(શંકા) નાટક આદિ અભિનેયાર્થ હોય છે અને તેમાં સંભોગ શૃંગારના વિષયોનું અભિનયપણું અસભ્ય હોવાને કારણે ત્યાગ કરવામાં આવે છે (પણ કાવ્યમાં અભિનય નહીં હોવાથી તેનો પરિહાર કરવાની જરૂર નથી) જો એમ કહો તો
(સમાધાન) નહીં, કેમ કે જો આ પ્રકારના વિષયના અભિનયની અસભ્યતા હોય તો આ પ્રકારના વિષયના કાવ્યની તે (અસભ્યતાનું) કોણ નિવારણ કરી શકે છે ? (ત્યાં પણ આ દોષ થશે જ) એથી અભિનેયાર્થ અથવા અનભિનેયાર્થ કાવ્યમાં જે ઉત્તમ પ્રકૃતિ રાજા વગેરેનો ઉત્તમ પ્રકૃતિ નાયિકાઓની સાથે ગ્રામ્ય સંભોગનું વર્ણન છે તે મા-બાપના સંભોગ વર્ણનની જેમ અત્યંત (અનુચિત અને) અસભ્ય છે. તે રીતે ઉત્તમ દેવતા વિષયક (સંભોગ શૃંગાર વર્ણન અનુચિત અને અસભ્ય) છે.
વળી સંભોગ શૃંગારમાં સુરતવર્ણન એ એક જ પ્રકાર નથી, કેમ કે બીજા ભેદો પણ, પરસ્પર પ્રેમદર્શન વગેરે સંભવે છે. ઉત્તમ પ્રકૃતિના (નાયક વગેરે) વિષયમાં તેનું વર્ણન કેમ નથી કરતા ? (તેનું વર્ણન કરવું જોઈએ) એથી ઉત્સાહની જેમ રતિમાં પણ પ્રકૃતિ-ઔચિત્યનું અનુસરણ કરવું જ જોઈએ. એ રીતે વિસ્મય વગેરેમાં પણ આવી બાબતમાં મહાકવિઓનું વગર વિચારે વર્તવાપણું (અસમીક્ષ્યકારિતા) જોવામાં આવે છે, તે દોષ જ છે. કેવળ તેમની શક્તિ (પ્રતિભા) થી દબાઈ જતો હોવાથી પ્રતીત થતો નથી. એ (પહેલાં) કહેવાઈ ગયું છે.
અનુભાવોનું ઔચિત્યતો ભરત વગેરે (ના ગ્રંથ નાટ્યશાસ્ત્ર વગેરે)માં પ્રસિદ્ધ જ છે. તો પણ જરાક કહીએ. ભરતાદિ દ્વારા રચિત મર્યાદાને અનુસરતાં મહાકવિઓના પ્રબંધોનો અભ્યાસ કરીને, તથા પોતાની પ્રતિભાને અનુસરીને કવિએ સાવધાન રહીને વિભાવાદિના ઔચિત્યનો ભંગ ન થાય એ માટે ખૂબ યત્ન કરવો જોઈએ.
એતિહાસિક અથવા કલ્પિત કથા શરીરનો સ્વીકાર (રસનો) અભિવ્યંજક બને છે એમ કહ્યું તેનાથી આમ બતાવાય છે. ઈતિહાસ વગેરેની વિવિધ રસવાળી કથાઓ છે. છતાં તેમાં જે વિભાવ આદિના ચિત્યવાળી હોય, તે જ ગાા છે, બીજી નહિ. અને ઐતિહાસિક (કે પૌરાણિક) કથાવસ્તુથી પણ અધિક કલ્પિત કથાવસ્તુમાં (સાવધ રહેવાનો) પ્રયત્ન કરવો જોઈએ. તેમાં બેદરકારીથી સ્કૂલન પામતા કવિને અવ્યુત્પત્તિ (દોષ)નો ખૂબ સંભવ રહે છે. આ વિષયમાં (આ) પરિકર શ્લોક છે. -“કલ્પિત કથાવસ્તુનું એ રીતે નિર્માણ કરવું જોઈએ કે જેથી તે બધું જ રસમય લાગે.”
તેનો ઉપાય, વિભાવાદિના ઔચિત્યને સારી રીતે અનુસરવું તે છે. તે બતાવ્યું જ છે.
Page #180
--------------------------------------------------------------------------
________________
૧૭૮
किञ्च
सन्ति सिद्धरसप्रख्या ये च रामायणादयः ।
कथाश्रया न तैर्योज्या स्वेच्छा रसविरोधिनी ॥
ધ્વન્યાલોક
तेषु हि कथाश्रयेषु तावत् स्वेच्छैव न योज्या । यदुक्तम् " कथामार्गे न चाल्पोऽप्यतिक्रमः ।” स्वेच्छापि यदि योज्या तद्रसविरोधिनी न योज्या ।
(२) इदमपरं प्रबन्धस्य रसाभिव्यञ्जकत्वे निबन्धनम् । इतिवृत्तवशायातां कथञ्चिद्रसाननुगुणां स्थितिं त्यक्त्वा पुनरुत्प्रेक्ष्याप्यन्तराभीष्टरसोचितकथोन्नयो विधेयः । यथा कालिदासप्रबन्धेषु । यथा च सर्वसेनविरचिते हरिविजये । यथा च मदीय एवार्जुनचरिते महाकाव्ये । कविना काव्यमुपनिबध्नता सर्वात्मना रसपरतन्त्रेण भवितव्यम् । तत्रेतिवृत्ते यदि रसाननुगुणां स्थितिं पश्येत् तदेमां भङ्क्त्वापि स्वतन्त्रतया रसानुगुणं कथान्तरमुत्पादयेत् । नहि कवेरितिवृत्तमात्रनिर्वहणेन किञ्चित् प्रयोजनम्, इतिहासादेव तत्सिद्धेः ।
(३) रसादिव्यञ्जकत्वे प्रबन्धस्य चेदमन्यन्मुख्यं निबन्धनम्, यत् सन्धीनां मुखप्रतिमुखगर्भावमर्शनिर्वहणाख्यानां तदङ्गानां चोपक्षेपादीनां घटनं रसाभिव्यक्त्यपेक्षया । यथा रत्नावल्याम् । न तु केवलं शास्त्रस्थितिसम्पादनेच्छया यथा वेणीसंहारे विलासाख्यस्य प्रतिमुखसन्ध्यङ्गस्य प्रकृतरसनिबन्धनाननुगुणमपि द्वितीयेऽङ्के भरत - मतानुसरणमात्रेच्छया घटनम् ।
(४) इदं चापरं प्रबन्धस्य रसव्यञ्जकत्वे निमित्तं यदुद्दीपनप्रशमने यथावसरमन्तरा रसस्य, यथा रत्नावल्यामेव । पुनरारब्धविश्रान्ते रसस्याङ्गिनोऽनुसन्धिश्च, यथा तापसवत्सराजे ।
(५) प्रबन्धविशेषस्य नाटकादे रसव्यक्तिनिमित्तमिदं 'चापरमवगन्तव्यं यदलङ्कृतीनां शक्तावप्यानुरूप्येण योजनम् । शक्तो हि कविः कदाचित् अलङ्कारनिबन्धने तदाक्षिप्ततयैवानपेक्षितरसबन्धः प्रबन्धमारभते तदुपदेशार्थमिदमुक्तम् । दृश्यन्ते च कवयोऽलङ्कारनिबन्धनैकरसा अनपेक्षितरसाः प्रबन्धेषु ||१४||
१. 'न चातिक्रमः ' नि०, दी० ।
२. ‘प्रबन्धम्' नि० ।
३. 'तान्' नि०, दी० ।
४. नि.. 'ये यथावसरं... रसस्य' ही. भां वश्ये निबध्येयाताम् छे पास प्रिया 'अन्तरा' या छे. ५. 'चावगन्तव्यम्' नि०, दी० ।
Page #181
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૧૪
૧૭૯ વળી, “સિદ્ધ રસરૂપમાં પ્રખ્યાત રામાયણ વગેરે જે કથાનો આશ્રય છે (રામાયણ વગેરેની કથાવાળા જે પ્રબંધો છે) તેની સાથે રસને પ્રતિકૂળ પોતાની ઇચ્છાની યોજના નહીં કરવી જોઈએ.
એ કથાઓમાં તો સ્વેચ્છા લગાવવી જ નહીં જોઈએ. જેમ કે કહ્યું છે- ‘કથાના માર્ગમાં થોડો પણ અતિક્રમ ન કરવો.’, અને જો (પ્રયોજનવશ) સ્વેચ્છાએ ઉપજાવી કાઢેલું કંઈ ઉમેરવું પડે તો યે રસને પ્રતિકૂળ ન યોજવું.
(૨) પ્રબંધના રસાભિવ્યંજત્વમાં આ બીજું પણ કારણ છે. ઈતિહાસમાંથી લીધેલા વસ્તુમાં કોઈ રસ વિરોધી સ્થિતિ આવતી હોય તો તેને છોડી દઈને સ્વેચ્છાએ કલ્પેલ વસ્તુથી અભીષ્ટ રસને ઉચિત એવો કથાનો ઉત્કર્ષ સાધવો જોઈએ. જેમ કે કાલિદાસના પ્રબંધોમાં અને જેમકે સર્વસનવિરચિત હરિ વિજય’ (મહાકાવ્ય)માં (પ્રિયાના અનુનયને માટે પારિજાતહરણનું વર્ણન) અને જેમકે મારા જ રચેલા
અર્જુનચરિત’ મહાકાવ્યમાં. (અર્જુનનો પાતાલવિજય, એ રીતે ઈતિહાસમાં વર્ણવેલો ન હોવા છતાં રસાનુગુણ બનાવવા માટે કલ્પવામાં આવેલ છે.)
કાવ્ય રચતી વખતે કવિએ પૂર્ણરૂપે રસપરતંત્ર બની જવું જોઈએ. એથી જો ઇતિહાસમાં કોઈ રસને પ્રતિકૂળ સ્થિતિ આવે તો તેનો ત્યાગ કરીને સ્વતંત્ર રીતે રસને અનુકૂળ બીજી કથા બનાવી લેવી. કવિનું પ્રયોજન (કાર્ય) માત્ર ઈતિહાસનો નિર્વાહ કરવાનું નથી. એ તો ઇતિહાસથી જ સિદ્ધ છે.
(૩) પ્રબન્ધ (કાવ્ય)ના રસાદિવ્યંજત્વનું આ (ત્રીજું) મુખ્ય કારણ છે કે મુખ’, ‘પ્રતિમુખ’, ‘ગર્ભ’, ‘વિમર્શ' (= અવમર્શ) અને ‘નિર્વહણ” નામની સન્ધિઓ અને તેનાં ઉપક્ષેપ વગેરે (૬૪) અંગોની યોજના રસાભિવ્યક્તિની દષ્ટિએ કરવી. જેમકે “રત્નાવલી માં (કરવામાં આવી છે.) નહીં કે કેવળ શાસ્ત્રમર્યાદાનું પાલન કરવા માત્રની ઈચ્છાથી. જેમ કે વેણીસંહાર' (નાટક)માં, ‘પ્રતિમુખ સંધિના ‘વિલાસ' નામના અંગને, પ્રસ્તુત રસ (વીરરસ)ની રચનાને પ્રતિકૂળ હોવા છતાં પણ ભારતમતના અનુસરણ માત્રની ઇચ્છાથી દ્વિતીય અંકમાં, (દુર્યોધન-ભાનુમતીના શૃંગાર વર્ણનરૂપમાં) યોજ્યું છે.
(૪) વળી પ્રબંધના રસના વ્યંજત્વમાં બીજું પણ નિમિત્ત છે કે પ્રસંગ પ્રમાણે વચ્ચે વચ્ચે રસનું ઉદ્દીપન અને પ્રશમન કરવું. જેમ કે “રત્નાવલી’માં જ. અને વળી, આરંભ થયા પછી શાંત થયેલા અંગી રસનું (મુખ્ય રસનું) ફરીથી અનુસંધાન કરવું. જેમ કે- 'તાપવત્સરાજમાં.
(૫) નાટક વગેરે પ્રબંધ વિશેષ રસાભિવ્યંજક બની શકે એ માટે બીજી એક શરત એ સમજવી કે શક્તિ હોવા છતાં અલંકારોની યોજના રસને અનુરૂપ થાય એ રીતે કરવી. (અલંકાર રચનામાં) શક્તિશાળી કવિ ક્યારેક ક્યારેક અલંકારરચનામાં જ મગ્ન થઈને રસબંધની પરવા ન કરીને જ પ્રબંધરચના કરવા લાગે છે. તેને ઉપદેશ આપવા માટે આ (પાંચમો હેતુ) કહેલ છે. પ્રબંધોમાં કેવળ અલંકાર યોજનામાં જ આનંદ લેવાવાળા અને રસ તરફ દુર્લક્ષવાળા કવિઓ જોવામાં આવે છે.
Page #182
--------------------------------------------------------------------------
________________
वन्यात
किञ्च
अनुस्वानोपमात्मापि प्रभेदो य उदाहृतः । ध्वनेरस्य प्रबन्धेषु भासते सोऽपि केषुचित् ॥१५॥ अस्य विवक्षितान्यपरवाच्यस्य ध्वनेरनुरणनरूपव्यङ्ग्योऽपि यः प्रभेद उदाहृतो द्विप्रकारः सोऽपि प्रबन्धेषु केषुचिद् द्योतते । तद्यथा मधुमथनविजये पाञ्चजन्योक्तिषु । यथा वा ममैव कामदेवस्य सहचरसमागमे विषमबाणलीलायाम् । यथा च गृध्रगोमायुसंवादादौ महाभारते। . सुप्-तिङ्-वचन-सम्बन्धैस्तथा कारकशक्तिभिः ।
कृत्-तद्धित-समासैश्च द्योत्योऽलक्ष्यक्रमः क्वचित् ॥१६॥ १६.१ अलक्ष्यक्रमो ध्वनेरात्मा रसादिः' सुब्विशेषैः, तिविशेषैः, वचनविशेषैः सम्बन्धविशेषैः, कारकशक्तिभिः, कृविशेषैः, तद्धितविशेषैः, समासैश्चेति । च शब्दान्निपातोपसर्गकालादिभिः प्रयुक्तैरभिव्यज्यमानो दृश्यते । यथा
न्यक्कारो ह्ययमेव मे यदरयस्तत्राप्यसौ तापसः ।
सोऽप्यत्रैव निहन्ति राक्षसकुलं जीवत्यहो रावणः । __धिग् धिक् शक्रजितं प्रबोधितवता किं कुम्भकर्णेन वा
स्वर्गग्रामटिकाविलुण्ठनवृथोच्छूनैः किमेभिर्भुजैः ॥ अत्र हि श्लोके भूयसा सर्वेषामप्येषां स्फुटमेव व्यञ्जकत्वं दृश्यते । तत्र ‘मे यदरयः' इत्यनेन सुप्सम्बन्धवचनानामभिव्यञ्जकत्वम् । 'तत्राप्यसौ तापसः' इत्यत्र तद्धितनिपातयोः । ‘सोऽप्यत्रैव निहन्ति राक्षसकुलं जीवत्यहो रावणः' इत्यत्र तिकारकशक्तीनाम् । 'धिग् धिक् शक्रजितम्' इत्यादौ श्लोकार्धे कृत्तद्धितसमासोपसर्गाणाम् ।
१. 'रसादिभिः' नि०।
Page #183
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૧૫, ૧૬
૧૮૧ કારિકા-૧૫ અને વૃત્તિ છે અને વળી, ““આ ધ્વનિનો અનુસ્વાનસદશ (=સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ)નો જે પ્રભેદ કહ્યો છે તે પણ કેટલાક પ્રબંધોમાં ભાસે છે.”
આ ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ ધ્વનિનો ‘અનુરણનરૂપવ્યંગ્ય’ પણ જે પ્રભેદ બે પ્રકારનો કહ્યો છે તે પણ કેટલાક પ્રબંધોમાં ઘોતિત (=વ્યંજિત) થાય છે. તે જેમકે “મધુમથન વિજ્યમાં 'પાંચજન્ય'ની ઉક્તિઓમાં અથવા જેમકે મારા જ વિષમબાણલીલા'માં કામદેવના સહચરના સમાગમ પ્રસંગમાં અને જેમ કે મહાભારતમાં ‘ગીધ અને શિયાળનો સંવાદ' વગેરેમાં.
કારિકા-૧૬ અને વૃત્તિ : “સુપ (પ્રથમા વગેરે વિભક્તિ), તિ (ક્રિયાપદને લગાવાતા કાળવાચક પ્રત્યયો), વચન (એક, કિ, બહુવચન), સંબંધ (પછી વિભક્તિ), કારક શક્તિ, કૃત (જેનાથી કૃદંત બને છે તેવા પ્રત્યયો), તદ્ધિત (એ જાતના પ્રત્યયો) અને સમાસથી પણ કોઈવાર અસંલક્ષ્યમવ્યંગ્ય ધ્વનિ વ્યંજિત થતો હોય છે.”
૧૨.૧ ધ્વનિનો આત્મા અલક્ષ્યમાં રસ ઈત્યાદિ સુની વિશેષતાઓથી, તિક્ની વિશેષતાઓથી, વચનની વિશેષતાઓથી, કારકશક્તિઓથી, કૃત્ પ્રત્યાયની વિશેષતાઓથી, તદ્ધિતની વિશેષતાઓથી અને સમાસોથી (વ્યક્ત થાય છે) “ચ” શબ્દથી નિપાત, ઉપસર્ગ, કાલ વગેરેના વપરાશથી (પણ તે) દેખાય છે. (એમ અર્થ છે). જેમકે, “આ મારું અપમાન (ચક્કાર) છે, કે મારાય શત્રુઓ છે. તેમાં પણ એ તાપસ છે, તેઓ પણ અહીં પણ રાક્ષસકુળને હણી રહ્યા છે. અહો! રાવણ પણ જીવી રહ્યો છે. ઈન્દ્રજિત મેઘનાદને ધિક્કાર છે, ધિક્કાર છે. જગાડવામાં આવેલા કુંભકર્ણથી શું? સ્વર્ગરૂપી નાના ગામડાનો નાશ કરવામાં નકામી ફૂલેલી ભુજાઓથી પણ શું?”
આ શ્લોકમાં ઘણે ભાગે આ બધાં પદોનું વ્યંજકત્વ સ્પષ્ટ પ્રતીત થાય છે. તેમાંથી “ને યાય -મારા શત્રુઓ હોય - એનાથી સુપ, સંબંધ અને વચનનું અભિવ્યંજકત્વ (સ્પષ્ટ પ્રતીત થાય છે.) તત્રાર્થણી તાપસ - ‘તેમાંયે આ તાપસી અહીં તદ્ધિત અને નિપાતનું, ‘ોડવ્યસૈવ નિન્તિ લાલુપ્ત વીવો વળ:” અહીં (નિતિ અને નીતિ’ પદોનું) તિક્ અને (ક્ષત્ત તથા રાવળ પદોમાં કર્મ તથા કર્તારૂપ) કારક શક્તિઓનું “પિન્ ધિક્ શનિતમ્” ઈત્યાદિ શ્લોકાર્ધમાં કૃત્ (શક્રજિનો ‘કિવ પ્રત્યય), તદ્ધિત (ગ્રામટિશ નો “રા' પ્રત્યય) સમાસ (સ્વર્ગગ્રામટિકા) અને ઉપસર્ગો (વિનુન નો વિઉપસર્ગ)નું (વ્યંજત્વ છે). ----
Page #184
--------------------------------------------------------------------------
________________
૧૮૨
વન્યાલોક एवंविधस्य व्यञ्जकभूयस्त्वे च घटमाने काव्यस्य सर्वातिशायिनी बन्धच्छाया समुन्मीलति । यत्र हि व्यङ्ग्यावभासिनः पदस्यैकस्यैव तावदाविर्भावस्तत्रापि काव्ये कापि बन्धच्छाया किमुत यत्र तेषां बहूनां समवायः । यथात्रानन्तरोदितश्लोके । अत्र हि 'रावण' इत्यस्मिन् पदे, अर्थान्तरसङ्कमितवाच्येन ध्वनिप्रभेदेनालङ्कृतेऽपि पुनरनन्तरोक्तानां व्यञ्जकप्रकाराणामुद्भासनम् ।
दृश्यन्ते च महात्मनां प्रतिभाविशेषभाजां बाहुल्येनैवंविधा बन्धप्रकाराः । यथा महर्षासस्य- अतिक्रान्तसुखाः कालाः प्रत्युपस्थितदारुणाः ।
श्वः श्वः पापीयदिवसा पृथिवी गतयौवना । अत्र हि कृत्तद्धितवचनैरलक्ष्यक्रमव्यङ्ग्यः, 'पृथिवी गतयौवना' इत्यनेन चात्यन्ततिरस्कृतवाच्यो ध्वनिः प्रकाशितः । ___ एषां च सुबादीनामेकैकशः समुदितानां च व्यञ्जकत्वं महाकवीनां प्रबन्धेषु प्रायेण दृश्यते । सुबन्तस्य व्यञ्जकत्वं यथा
तालैः शिञ्जद्वलयसुभगैः कान्तया नर्तितो मे
यामध्यास्ते दिवसविगमे नीलकण्ठः सुहृद् वः ॥ १६.२ तिङ्न्तस्य यथा
अवसर रोउं चि अणिम्मिआई मा पुंस मे ह अच्छीई । दसणमत्तुम्भत्तेहिं जहिं हिअअं तुह ण णाअम् ॥ (अपसर रोदितुमेव निर्मिते मा पुंसय हते अक्षिणी मे। दर्शनमात्रोन्मत्ताभ्यां याभ्यां तव हृदयमेवंरूपं न ज्ञातम् ॥
-इति च्छाया) यथा वा
मा पन्थं रुन्धीओ अवेहि बालअ अहोसि अहिरीओ। अम्हेअ णिरिच्छाओ सुण्णघरं रखिदव्वं णो ॥ (मा पन्थानं रुधः अपेहि बालक अप्रौढ अहो असि अहीकः ।
वयं निरिच्छा' शून्यगृहं रक्षितव्यं नः ॥ -इति च्छाया) सम्बन्धस्य यथा
अण्णत्त बच्च बालक अन्हाअन्तिं किं मं पुलोएसिएअम् ।
हो जाआभीरुआणं तडं विअ ण होई ॥ . १. 'प्रायेणान्यत्रापि नि०। २. 'मोत्पुंसय' नि०, दी। ३. 'हृदयं तव न ज्ञातम्' दी० । ४. 'वयं परतन्त्राः यतः शून्यगृहं मामकं रक्षणीयं वर्तते।' बालप्रिया, नि०।
Page #185
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૧૬
૧૮૩ આવા પ્રકારનાં કાવ્યોમાં ખૂબ વ્યંજકો ગોઠવવાથી કાવ્યની અલૌકિક ચારુતા ઊપજે છે. (રચના સૌંદર્ય વ્યક્ત થાય છે). જ્યાં વ્યંગ્યાર્થિને પ્રકાશિત કરનાર એક પદ પણ હોય ત્યાં પણ કોઈ અપૂર્વ સૌદર્ય (પ્રગટ થાય છે), તો પણ જેમાં એવા ઘણા (વ્યંજકોનો) સમવાય હોય તેનું તો પૂછવું જ શું? જેમકે આ ઉપર કહેલા શ્લોકમાં. “રાવણ’ શબ્દ “અર્થાન્તર સંક્રમિત” નામે ધ્વનિ પ્રકારથી શોભે છે છતાં, હમણાં જ કહેલા બીજા વ્યંજક પ્રકારનું (પણ) ઉદ્ભાસન થાય છે.
અને પ્રતિભા વિશેષવાળા મહાત્માઓના આવી જાતના પ્રબંધ પ્રકારો ઘણા યે દેખાય છે. જેમકે મહર્ષિ વ્યાસનો (શ્લોક) - “સુખનો સમય સમાપ્ત થઈ ગયો અને દુઃખનો સમય ઉપસ્થિત છે. ગતયૌવના પૃથ્વીના ઉત્તરોત્તર (કાલે કાલે) ખરાબ દિવસો આવી રહ્યા છે.” (અક્ષરશઃ-પાપીઓના દિવસો)
આ ઉદાહરણમાં (‘ગતિન’ અને પ્રત્યુપસ્થિત’ પદોમાં ‘' પ્રત્યયરૂ૫) કૃત્ (પીય માં ' પ્રત્યય રૂપ) તદ્ધિત, (અને તાઃ નું બહુવચનરૂપ) વચન (આ બધાં) થી (નિર્વેદ ને સૂચવતા શાન્તરસરૂપ) “અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય (રસધ્વનિ) અને 'પૃથિવી અતયૌવના' આમાં (તયૌવના પદથી) અત્યંત તિરસ્કૃત વાચ્ય (અવિવક્ષિત વાચ્ય) ધ્વનિ પ્રકાશિત થાય છે.
આ “સુ” વગેરેની વ્યંજતા અલગ અલગ તથા ભેગી મહાકવિઓના પ્રબંધોમાં ઘણીવાર જોવામાં આવે છે.
(હવે એ બધાં અલગ અલગ વ્યંજક બનતાં હોય તેવાં ઉદાહરણો આપવામાં આવ્યાં છે).
સુબત્તના વ્યંજત્વનું (ઉદાહરણ) જેમકે ““મારી પ્રિયતમા દ્વારા વલયના ઝંકારોથી સુંદર (કંકણના રણકારથી સુંદર), તાલીઓ વગાડીને નચાવાતો તમારો સુદૃ મયૂર, સંધ્યાકાળમાં જે (વાસચષ્ટિ) પર બેસે છે.” ૧૨.૨ “
તિન્ત’ની (= ક્રિયારૂપની) (વ્યંજક્તાનું ઉદાહરણ) જેમ કેદૂર જા, રોવાને જ સર્જાયેલી મારી (હતભાગી) આંખોને લૂછવાનો પ્રયત્ન ન કર. જેમણે તમને જોતાવેંત ઉન્મત્ત થઈને તમારા આવા (નિઝુર) હૃદયને પણ ન જાણ્યું.'
અથવા ('તિનત’ની વ્યંજક્તાનું બીજું ઉદા.) જેમકે- “અરે (નાદાન) છોકરા, દુર ખસ, રસ્તો ન રોકો આટલો નિર્લજ્જ છે. અમે તો પરતંત્ર છીએ કેમકે અમારે સૂના ઘરની રખેવાળી કરવાની છે.” સંબંધનું (વ્યંજત્વ) જેમકે- - - - -
“અલ્યા છોકરા ! તું ક્યાંક બીજે જા; નહાતી મને (સસ્પૃહ) કેમ જોઈ રહ્યો છે? પોતાની પત્નીથી ડરનારા (પોચકાઓ) માટે આ ઘાટ નથી.”
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૮૪
(अन्यत्र व्रज बालक स्नान्ती किं मां प्रलोकयस्येतत् । भो जायाभीरुकाणां तटमेव न भवति ॥ - इति च्छाया)
कृत - 'क'- प्रयोगेषु प्राकृतेषु तद्धितविषये व्यञ्जकत्वमावेद्यत एव | अवज्ञातिशये
'कः'' । समासानां च वृत्त्यौचित्येन विनियोजने ।
निपातानां व्यञ्जकत्वं यथा
अयमेकपदे तया वियोगः प्रियया चोपनतः सुदुःसहो मे । नववारिधरोदयादहोभिर्भवितव्यं च निरातपत्वरम्यैः ।।
इत्यत्र 'च' शब्दः ।
यथा वा
मुहुरङ्गुलिसंवृताधरोष्ठं प्रतिषेधाक्षरविक्लवाभिरामम् । मुखमंसविवर्तिपक्ष्मलाक्ष्याः कथमप्युन्नमितं न चुम्बितं तु ॥
अत्र तु शब्दः ।
निपातानां प्रसिद्धमपीह द्योतकत्वं रसापेक्षयोक्तमिति द्रष्टव्यम् । उपसर्गाणां व्यञ्जकत्वं यथा
१६.३ नीवाराः शुकगर्भकोटरमुखभ्रष्टास्तरूणामधः, प्रस्निग्धाः क्वचिदिद्भुदीफलभिदः सूच्यन्त एवोपलाः । विश्वासोपरामादभिन्नगतयः शब्दं सहन्ते मृगाः, तोयाधारपथाश्च वल्कलशिखानिष्यन्दरेखाङ्किताः ॥ इत्यादौ ।
द्वित्राणां चोपसर्गाणामेकत्र पदे यः प्रयोगः सोऽपि रसव्यक्त्यनुगुणतयैव
निर्दोषः । यथा
ધ્વન્યાલોક
“प्रभ्रश्यत्युत्तरीयत्विषि तमसि समुद्वीक्ष्य वीतावृतीन् द्राग् जन्तून्”
इत्यादौ ।
यथा वा
"मनुष्यवृत्त्या समुपाचरन्तम् ।”
इत्यादौ । ३
निपातानामपि तथैव । यथा
'अहो बतासि स्पृहणीयवीर्यः । ' इत्यादौ ।
१. ' अन्यत्र व्रज बालक तृष्णायमानः कथमालोकयस्येतत् । भो जायाभीरुकाणां युष्माकं सम्बन्ध एव न भवति ॥ - दी०
२. 'अवज्ञातिशये कः' या पाठ नि.ही. भां नथी.
३. नि० भां यः स्वप्ने सदपानतस्य इत्यादौ च ।' मेटल वधारे छे.
Page #187
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૧૬
૧૮૫
પ્રાકૃતમાં ‘ક’ પ્રયોગ કર્યો હોય ત્યાં તદ્વિતમાં પણ ભંજકત્વ દેખાય છે જ. જેમકે અવજ્ઞાતિશયમાં ‘’ પ્રત્યય. (ઈર્ષ્યા વિપ્રલંભનું વ્યંજક) છે. વૃત્તિને અનુરૂપ (સમાસોની) યોજના થતાં સમાસોનું (વ્યંજત્વ હોય છે. તેનાં ઉદા. આપ્યાં નથી.) નિપાતોના વ્યંજત્વ (નું ઉદાહરણ) જેમકે- “આ એકી સાથે જ પ્રિયા સાથેનો મારો અસહ્ય વિયોગ આવી પડ્યો છે. અને નવાં વાદળો ચઢી આવવાથી દિવસ પણ તડકા વિનાના, નાના અને રમ્ય થવા લાગ્યા’’ (હવે આ બધું કેવી રીતે સહેવાશે ?)
અહી. ‘ચ’ શબ્દ (ભંજક છે)
અથવા (નિપાતના વ્યંજત્વનું બીજું ઉદા.) જેમકે “આંગળીઓથી વારંવાર ઢંકાયેલા અધરોષ્ઠવાળું, મનાઈના શબ્દોની વ્યાકુળતાથી શોભતું, ખભા તરફ વળેલું સુંદર પાંપણોવાળીનું મુખ જેમ તેમ કરીને ઊંચું તો કર્યું પણ ચૂમ્યું નહીં.’’
અહી ‘તુ’ શબ્દ (પશ્ચાત્તાપ વ્યંજક અને એ ચુંબનમાત્રથી કૃતકૃત્યતાનો સૂચક હોવાથી શૃંગાર રસને વ્યંજિત કરે છે)
નિપાતો (વાચક નહિ પણ) દ્યોતક (=વ્યંજક) હોય છે એ પ્રસિદ્ધ છે. અહીં રસની દૃષ્ટિથી (ફરીથી) કહ્યું છે એ સમજવું જોઈએ.
૧૬.૩ ઉપસર્ગોના (વ્યંજત્વનું ઉદા.) જેમકે
‘‘પોપટવાળી બખોલોમાંથી પડેલા નીવારના દાણા વૃક્ષોની નીચે વેરાયેલા છે. ક્યાંક, ચીકણા પથ્થરો એના વડે ઇંગુદીનાં ફળ ભાંગ્યાં છે એવું સૂચવે છે. વિશ્વાસ બેઠો હોવાથી, અવાજ સાંભળવા છતાં, મૃગલાઓની ગતિમાં કોઈ ફેર પડતો નથી, જલાશયનો માર્ગ, વલ્કુલમાંથી ટપકતાં પાણીથી રેખાંકિત થયેલો છે.’’
બે-ત્રણ ઉપસર્ગોનો જે એક પદમાં પ્રયોગ થાય છે તે પણ રસની અભિવ્યકિતને અનુકૂળ હોય તો જ નિર્દોષ ગણાય છે. જેમકે
‘ઉત્તરીયની જેમ, અંધકાર વિગલિત થઈ જતાં, એકદમ જન્તુઓને આવરણથી રહિત જોઈને.'' વગેરેમાં. અથવા જેમકે ‘મનુષ્યના વ્યાપારથી સમુપાચરણ કરનારાને.’’ વગેરેમાં. નિપાતોનું પણ એમ જ. (અર્થાત્ બે-ત્રણ નિપાતોનો એકી સાથે પ્રયોગ કરવામાં આવે ત્યારે રસવ્યકિતને અનુરૂપ હોવાથી કોઈ દોષ નથી) જેમકે- “અહો આશ્ચર્ય છે કે તમે સ્પૃહણીય પરાક્રમવાળા છો.’’ ઇત્યાદિમાં. અથવા (અનેક નિપાતોનો રસાનુગુણ સહ પ્રયોગનું બીજું ઉદાહરણ) જેમકે
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૮૬
વિન્યાલોક यथा वा
ये जीवन्ति न मान्ति ये स्ववपुषि प्रीत्या प्रनृत्यन्ति ये' प्रस्यन्दिप्रमदाश्रवः पुलकिता दृष्टे गुणिन्यूजिते । हा धिक् कष्टमहो क्व यामि शरणं तेषां जनानां कृते
नीतानां प्रलयं शठेन विधिना साधुद्विषः पुष्यता । इत्यादौ । पदपौनरुक्त्यं च व्यञ्जकत्वापेक्षयैव कदाचित् प्रयुज्यमानं शोभामावहति । यथा
यद् वञ्चनाहितमतिर्बहुचाटुगर्भ कार्योन्मुखः खलजनः कृतकं ब्रवीति । तत् साधवो न न विदन्ति, विदन्ति किन्तु
कर्तुं वृथा प्रणयमस्य न पारयन्ति । इत्यादौ । १६.४ कालस्य व्यञ्जकत्वं यथा
समविसमणिव्विसेसा समन्तओ मन्दमन्दसंआरा । अइरा होहिन्ति पहा मणोरहाणं पि दल्लंघा ॥ (समविषमनिर्विशेषाः समन्ततो मन्दमन्दसञ्चाराः ।
अचिराद् भविष्यन्ति पन्थानो मनोरथानामपि दुर्लद्ध्याः ॥ -इति च्छाया) अत्र ह्यचिराद् भविष्यन्ति पन्थान इत्यत्र भविष्यन्तीत्यस्मिन् पदे प्रत्ययः कालविशेषाभिधायी रसपरिपोषहे तुः प्रकाशते ।अयं हि गाथार्थः प्रवासविप्रलम्भशृङ्गारविभावतया विभाव्यमानां रसवान् । यथात्र प्रत्ययांशो व्यञ्जकस्तथा क्वचित् प्रकृत्यंशोऽपि दृश्यते यथा
तद् गेहं नतभित्ति मन्दिरमिदं लब्धावकाशं दिवः सा धेनुर्जरती चरन्ति करिणामेता घनाभा घटाः । स क्षुद्रो मुसलध्वनिः कलमिदं सङ्गीतकं योषिता
माश्चर्य दिवसैर्द्विजोऽयमियती भूमिं समारोपितः ॥ अत्र श्लोके 'दिवसै' रित्यस्मिन् पदे प्रकृत्यंशोऽपि द्योतकः ।
सर्वनाम्नां च व्यञ्जकत्वं यथानन्तरोक्ते' श्लोके । अत्र च सर्वनाम्नामेव व्यञ्जकत्वं हदि व्यवस्थाप्य कविना क्वेत्यादिशब्दप्रयोगो न कृतः । - अनया दिशा सहदयैरन्येऽपि व्यञ्जकविशेषाः स्वयमुत्प्रेक्षणीयाः । एतच्च सर्वं पदवाक्यरचनाद्योतनोक्त्यैव गतार्थमपि वैचित्र्येण व्युत्पत्तये पुनरुक्तम् । १. 'च' बा. प्रि०। २. 'यथात्रैवानन्तरोक्ते' नि० ।
Page #189
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૧૬
૧૮૭ ગુણવાન લોકોની વૃદ્ધિ જોઈને જે જીવે છે, જે પોતાના શરીરમાં ફૂલ્યા નથી સમાતા, અને જે હર્ષથી નાચવા માંડે છે. જેમને આનંદનાં અશ્રુ આવે છે. અને જેમનું શરીર (આનંદથી) રોમાંચિત થઈ જાય છે. હાય, ધિક્કાર છે, દુઃખની વાત છે કે, સજ્જનોના ઢેલીઓનો, પોષનાર દુષ્ટ દેવ, નાશ કરે છે. કોને શરણે જાઉં ?'' વગેરેમાં.
ક્યારેક વ્યંજત્વની દષ્ટિથી પ્રયુક્ત પદોની પુનરુક્તિ પણ શોભાજનક હોય છે. જેમકે -
છેતરવાના ઈરાદાથી, કામ કઢાવી લેવા માટે, દુષ્ટ માણસ ખુશામતભરી પુષ્કળ બનાવટી વાતો બોલે છે તેને સજ્જન પુરુષ નથી સમજતો એમ નથી, સમજે છે, પણ તેઓ તેના (ખોટા) આગ્રહનો અસ્વીકાર કરવામાં સમર્થ નથી થતા.” ઈત્યાદિમાં. ૧૨.૪ કાળના વ્યંજત્વ (નું ઉદાહરણ) જેમકે –
(વર્ષાકાળમાં બધા રસ્તાઓમાં પાણી ભરાઈ જવાને લીધે) સમ, વિષમ (ખાડા-ટેકરા) ની વિશેષતાથી રહિત, ચારે બાજુથી ધીમે ધીમે ચાલવું પડે એવા રસ્તાઓ થોડી જ વારમાં મનોરથથી પણ અગમ્ય થઈ જશે.”
અહીં ‘વિરદ્ ભવિષ્યતિ સ્થા: ‘થોડીવારમાં રસ્તાઓ થઈ જશે” તેમાં થઈ જશે’ શબ્દમાં કાળવિશેષ (ભવિષ્યકાળ) ને બતાવતો પ્રત્યય જ રસ પરિપોષનો હેતુ (બની) પ્રકાશે છે. આ ગાથાનો અર્થ, પ્રવાસ વિપ્રલંભશૃંગારના વિભાગ તરીકે સમજીએ તો રસવાનું છે.
જેમ અહી પ્રત્યયઅંશ વ્યંજક છે તેમ ક્યાંક પ્રકૃતિ અંશ પણ (વ્યંજકરૂપમાં) દેખાય છે. જેમકે
તે ઝૂકેલી ભીતોવાળું ઘર (ક્યાં) અને (ક્યાં) આ ગગનચુંબી ભવન ! (ક્યાં) તે ઘરડી ગાય અને (ક્યાં) મેઘોના જેવા (કાળા) હાથીઓની ડોલતી હાર ! (ક્યાં) તે શુદ્ર મુસળનો અવાજ (અને ક્યાં) આ મહિલાઓનું અવ્યક્ત મધુર સંગીત ! આશ્ચર્ય છે કે (આટલા) દિવસોમાં આ બ્રાહ્મણને (સુદામાને) આ અવસ્યા સુધી પહોંચાડી દેવામાં આવ્યો !”
આ શ્લોકમાં ‘તિ - દિવસોમાં એ પદમાં પ્રકૃતિ અંશ પણ વ્યંજક છે.
સર્વનામોનું વ્યંજત્વ જેમકે હમણાં જ કહેલા શ્લોકમાં. તેમાં સર્વનામોનું વ્યંજકત્વ મનમાં સમજીને જ કવિએ “- ક્યાં” વગેરે શબ્દનો પ્રયોગ કર્યો નથી. આવી રીતે બીજા વ્યંજકો પણ સયોએ પોતે કલ્પી લેવા. આ બધાં (સુ, તિ, વગેરેની વ્યંજક્તા ૧૬મી કારિકામાં કહી છે. ધ્ય. ૩/૨ માં કહેલા) પદ, વાક્ય, રચના વગેરેની ઘોતનોક્તિથી સમજાઈ જાય છે. તો પણ ભિન્ન પ્રકારથી વ્યુત્પત્તિ (જ્ઞાનવૃદ્ધિ)ને માટે ફરીથી કહ્યું છે.
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૮૮
વન્યાલોક ननु चार्थसामर्थ्याक्षेप्या रसादय इत्युक्तम्, तथा च सुवादीनां 'व्यञ्जकत्ववैचित्र्यकथनमनन्वितमेव । -
उक्तमत्र पदानां व्यञ्जकोक्त्यवसरे ।
किञ्च, अर्थविशेषाक्षेप्यत्वेऽपि रसादीनां तेषामर्थविशेषाणां व्यञ्जकशब्दाविनाभावित्वाद् यथा प्रदर्शितं व्यञ्जकस्वरूपपरिज्ञानं विभज्योपयुज्यत एव । शब्दविशेषाणां चान्यत्र च चारुत्वं यद् विभागेनोपदर्शितं तदपि तेषां व्यञ्जकत्वेनैवावस्थितमित्यवगन्तव्यम् । ___ यत्रापि तत् सम्प्रति न प्रतिभासते तत्रापि व्यञ्जके रचनान्तरे यद् दृष्टं सौष्ठवं तेषां प्रवाहपतितानाम्, तदेवाभ्यासादपोद्धृतानामप्यवभासत इत्यवसातव्यम्' । कोऽन्यथा तुल्ये वाचकत्वे शब्दानां चारुत्वविषयो विशेषः स्यात् । ___ अन्य एवासौ सहृदयसंवेद्य इति चेत्, किमिदं सहदयत्वं नाम । किं रसभावानपेक्षकाव्याश्रितसमयविशेषाभिज्ञत्वम् उत रसभावादिमयकाव्यस्वरूपपरिज्ञाननैपुण्यम् । पूर्वस्मिन् पक्षे तथाविधसहृदयव्यवस्थापितानां शब्दविशेषाणां चारुत्वनियमो न स्यात् । पुनः समयान्तरेणान्यथापि व्यवस्थापनसम्भवात् ।
द्वितीयस्मिंस्तु पक्षे रसज्ञतैव सहृदयत्वमिति । तथाविधैः सहृदयैः संवेद्यो रसादिसमर्पणसामर्थ्यमेव नैसर्गिकं शब्दानां विशेष इति व्यञ्जकत्वाश्रय्येव तेषां मुख्यं चारुत्वम् । वाचकत्वाश्रयाणान्तु प्रसाद एवार्थापेक्षया तेषां विशेषः । अर्थानपेक्षायां त्वनुप्रासादिरेव ॥१६॥ एवं रसादीनां व्यञ्जकस्वरूपमभिधाय तेषामेव विरोधिरूपं लक्षयितुमिदमुपक्रम्यते
प्रबन्धे मुक्तके वापि रसादीन् बन्धुमिच्छता ।
यत्नः कार्यः सुमतिना परिहारे विरोधिनाम् ॥१७॥ प्रबन्धे मुक्तके वापि रसभावनिबन्धनं प्रत्यादृतमनाः कविविरोधिपरिहारे परं यत्नमादधीत । अन्यथा त्वस्य रसमयः श्लोक एकोऽपि सम्यङ् न सम्पद्यते ॥१७||
१. 'न तु' नि०, दी। २. 'व्यञ्जकत्वकथनम्' दी० । ३. 'तत्रान्यत्र च' नि०, दी० । ४. 'न तत् प्रतिभासते' नि०, दी० । ५. 'इत्यवस्थातव्यम्' नि०, दी० । ६. 'व्यञ्जकत्वाश्रय एव' नि०, दी० । ७. 'वाचकत्वाश्रयस्तु' नि०, दी० । ८. 'अर्थापेक्षायां' नि०, ‘अर्था(न) पेक्षायां', दी० ।
Page #191
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૧૬, ૧૭
૧૮૯ સુપ વગેરેની વ્યંજકતાનું સમર્થન -
શંકા - અર્થના સામર્થ્યથી જ રસાદિનો આક્ષેપ થઈ શકે છે એમ કહ્યું છે. (તો પછી) ફરી સુપ આદિનું વ્યંજત્વ-વૈચિત્ર્ય કહેવું અસમ્બદ્ધ જ છે.
સમાધાન - પદોના વ્યંજત્ત્વના અવસરમાં આ સંબંધે કહી ચૂક્યા છીએ. (ઉત્તર આપી દીધો છે). વળી, (આ હેતુ પણ છે) અર્થ વિશેષથી જ રસની અભિવ્યક્તિ માનીએ તો પણ, અર્થ વિશેષના વ્યંજક શબ્દો વિના (વિના માવિત્વરિ) તેની પ્રતીતિ થઈ શકતી નથી. એથી જેવું દર્શાવવામાં આવ્યું છે (તે પ્રકારે) વ્યંજકના સ્વરૂપનું અલગ અલગ કરીને જ્ઞાન (રસાદિની પ્રતીતિમાં) ઉપયોગી છે જ. અને બીજે (‘ભામહવિચરણ માં ભટ્ટ ઉદ્ભ) શબ્દ વિશેષોનું જે ચારત્વ વિભાગ પાડીને પ્રદર્શિત ક્યું છે, તે પણ તેના (અર્થ) વ્યંજકત્વને કારણે જ વ્યવસ્થિત થાય છે એમ સમજવું જોઈએ.
અને જ્યાં એ (રસાદિવ્યંજકત્વ) અત્યારે પ્રતીત થતું ન હોય ત્યાં પણ, બીજી જાતની વ્યંજકરચનામાં, સમુદાયમાં પ્રયોજેલ એ શબ્દોનું જે સૌષ્ઠવ જોયું હતું, તે શબ્દો તે (વ્યંજક) સમુદાયથી અલગ થઈ જતાં પણ અભ્યાસવશ તે ચારુત્વ પ્રતીત થાય છે એ સમજવું જોઈએ. નહીંતર પછી, વાચત્વ સરખું હોય ત્યારે શબ્દોના સૌન્દર્યનો વિશેષ બીજો ક્યો હોય?
(શબ્દોના ચારત્વ વિશેષનો નિયામક) સધ્ય સંઘ કોઈ અન્ય જ (વિશેષતા) છે, એમ જો કહે તો (એ પૂછવું જોઈએ કે) આ સદયત્વ શું છે? રસભાવથી નિરપેક્ષ કાવ્યને આશ્રિત નિયમ વિશેષોનું જ્ઞાન? કે રસભાવાદિમય કાવ્ય સ્વરૂપના સંપૂર્ણ જ્ઞાનની નિપુણતા ? પહેલા પક્ષમાં, આ પ્રકારના સદયોએ વ્યવસ્થાપિત શબ્દવિશેષોનો ચારુત્વ નિયમ જ નહીં રહે. કેમકે (બીજીવાર) અન્ય પ્રકારથી જ એ શબ્દોનો સંક્તિ કરી શકાય છે. (એથી પહેલો પક્ષ ઠીક નથી)
બીજા પક્ષમાં (રસમાવામિય-વાવ્યસ્વરુપ-પરિજ્ઞાન-પુષ્યમેવ-સહૃદયત્વમ્ - આ પક્ષમાં) રસજ્ઞતા એ જ સદ્દયતા એમ થયું. એવા સદ્ધયોથી સંઘ (અનુભવાતું) - રસાદિને વ્યકત કરવાનું (રસ સમર્પણનું) નૈસર્ગિક સામર્થ્ય એ જ શબ્દોની વિશેષતા હોય છે. તેથી શબ્દોનું મુખ્ય સૌંદર્ય વ્યંજકત્વને આશ્રયે જ રહેલું હોય છે. અર્થની દષ્ટિએ, વાચકત્વનો આશ્રય પ્રસાદ જ તેમનો વિશેષ છે. અર્થની અપેક્ષા ન હોય ત્યાં અનુપ્રાસ વગેરેજ (તેમનો વિશેષ છે.)
કારિકા-૧૭ અને વૃત્તિ- (રસના વિરોધી અને તેમનો પરિહાર) આમ રસાદિનું વ્યંજકસ્વરૂપ કહીને તેમનું જ વિરોધીરૂપ સમજાવવાનું કહે છે.
“પ્રબન્ધ (કાવ્ય) અથવા મુક્તક (કાવ્ય)માં રસાદિનું નિબંધન ઇચ્છનાર બુદ્ધિમાન કવિએ વિરોધીઓનો પરિહાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. (ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ.)” - -- -
પ્રબંધમાં કે મુકતકમાં રસભાવના નિબંધન તરફ (નિરૂપણ તરફ) આદરવાળા કવિએ વિરોધીના પરિહાર માટે ખૂબ યત્ન કરવો. નહીંતર તેનો એક પણ શ્લોક સમ્યફ રસમય નહીં થાય.
Page #192
--------------------------------------------------------------------------
________________
वन्य कानि पुनस्तानि विरोधीनि यानि यत्नतः कवेः परिहर्तव्यानीत्युच्यते
विरोधिरससम्बन्धिविभावादिपरिग्रहः । विस्तरेणान्वितस्यापि वस्तुनोऽन्यस्य वर्णनम् ॥१८॥ अकाण्ड एव विच्छित्तिरकाण्डे च प्रकाशनम् । परिपोषं गतस्यापि पौनः पुन्येन दीपनम् । रसस्य स्याद् विरोधाय वृत्त्यनौचित्यमेव च ॥१९॥ (१) प्रस्तुतरसापेक्षया विरोधी यो रसस्तस्य सम्बन्धिनां विभावभावानुभावानां परिग्रहो रसविरोधहेतुकः सम्भावनीयः।
तत्र विरोधिरसविभावपरिग्रहो यथा, शान्तरसविभावेषु तद्विभावतयैव निरूपितेष्वनन्तरमेव शृङ्गारादिविभाववर्णने ।
विरोधिरसभावपरिग्रहो यथा प्रियं प्रति प्रणयकलहकुपितासु कामिनीषु वैराग्यकथाभिरनुनये ।
विरोधिरसानुभावपरिग्रहो यथा प्रणयकुपितायां प्रियायामप्रसीदन्त्यां नायकस्य कोपावेशविवशस्य रौद्रानुभाववर्णने ।
(२) अयं चान्यो रसभङ्गहेतुर्यत् प्रस्तुतरसापेक्षया वस्तुनोऽन्यस्य कथञ्चिदन्वितस्यापि विस्तरेण कथनम् । यथा विप्रलम्भशृङ्गारे नायकस्य कस्यचिद् वर्णयितुमुपक्रान्ते, कवेर्यमकाद्यलङ्कारनिबन्धनरसिकतया महता प्रबन्धेन पर्वतादिवर्णने ।
(३) अयं चापरो रसभङ्गहेतुरवगन्तव्यो यदकाण्ड एव विच्छित्ती रसस्याकाण्ड एव च प्रकाशनम् । ___ तत्रानवसरे विरामो यथा नायकस्य कस्यचित् स्पृहणीयसमागमया नायिकया कयाचित् परां परिपोषपदवी प्राप्ते शृङ्गारे, विदिते च परस्परानुरागे, समागमोपायचिन्तोचितं व्यवहारमुत्सृज्य स्वतन्त्रतया व्यापारान्तरवर्णने ।
अनवसरे च प्रकाशनं रसस्य यथा प्रवृत्ते प्रवृद्धविविधवीरसंक्षये कल्प
।
१. 'हेतुरेकः' नि०, दी०। ३. 'उपक्रान्तस्य' नि०, दी०। ५. 'प्रथनम्' नि०, दी। ७. 'प्रवृत्त' बा० प्रि०।
२. 'शृङ्गारादिवर्णने' नि० । ४. 'विच्छित्तिः' बा० प्रि० । ६. 'रसस्य' नि० मा नथी.
Page #193
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૧૮, ૧૯
૧૯૧
કારિકા-૧૮ અને ૧૯ (રસાદિનાં) તે વિરોધી, જેને કવિએ યત્નપૂર્વક ત્યજવાં જોઈએ, (તે) સ્થાનો ક્યાં છે તે કહે છે.
(૧) વિરોધી રસ સાથે સંબંધ ધરાવનાર વિભાવ વગેરે ગ્રહણ કરી લેવાં (૨) (રસ સાથે) સંબદ્ધ અન્ય વસ્તુનું અધિક વિસ્તારથી વર્ણન કરવું. (૩) કસમયે રસમાં વિચ્છેદ અને કસમયે તેનું પ્રકાશન કરવું.
(૪) (રસનો) પરિપોષ થઈ ગયા પછી પણ કરી કરીને તેનું ઉદ્દીપન કરવું. અને
(૫) વૃત્તિનું (વ્યવહારનું) અનૌચિત્ય. (આ પાંચ) રસનાં વિરોધી છે.
વૃત્તિ - (૧) પ્રસ્તુત રસની દૃષ્ટિએ, જે વિરોધી રસ હોય તેની સાથે સંબંધ રાખનાર વિભાવ, અનુભાવ તથા વ્યભિચારિભાવોનું વર્ણન, એ રસ વિરોધ પેદા કરનાર (પ્રથમ) કારણ સમજવું જોઈએ.
તેમાં વિરોધી રસના વિભાવનો સ્વીકાર, જેમકે શાંત રસના વિભાવો એના વિભાવ તરીકે વર્ણવ્યા પછી તરત જ શૃંગારના વિભાવનું વર્ણન.
વિરોધી રસના ભાવ (વ્યભિચારિભાવ) નો સ્વીકાર. જેમકે પ્રિય તરફ પ્રણયથી કુપિત કામિનીને વૈરાગ્યની વાતોથી મનાવવી તે.
વિરોધી રસના અનુભાવનો સ્વીકાર. જેમકે પ્રણયકુપિત પ્રિયા પ્રસન્ન ન થતી હોય ત્યારે ક્રોધના આવેશમાં વિવશ નાયકના રૌદ્ર અનુભાવોનું વર્ણન.
(૨) આ વળી, રસભંગનો બીજો હેતુ છે, જે પ્રસ્તુત રસની અપેક્ષાએ કોઈક રીતે સંકળાયેલ બીજી વસ્તુનું વિસ્તારથી થન કર્યું. જેમ કે, વિપ્રલંભશૃંગારમાં કોઈ નાયક્ને વર્ણવવાનું શરૂ કરતો કવિ, યમકાદિ અલંકારના નિબંધનની રસિક્તાથી અત્યન્ત વિસ્તારથી પર્વતાદિનું વર્ણન કરવા માંડે (તે) (જેમ કે ‘કિરાતાર્જુનીય’ મહાકાવ્યમાં સુરાંગનાવિલાસ વગેરે અથવા ‘હયગ્રીનવધ’માં હયગ્રીવનું વિસ્તૃત વર્ણન.)
(૩) આ પણ બીજો (ત્રીજો) રસભંગનો હેતુ ગણવો જોઈએ જે, કસમયે (અચાનક, અનવસર, અકાંડે) રસમાં વિચ્છેદ પાડવો અને કસમયે તેનો વિસ્તાર (કરવા લાગવું.)
તેમાં કસમયે (રસને) થંભાવી દેવા (નું ઉદાહરણ) જેમ કે સ્પૃહણીય સમાગમવાળી કોઈ નાયિકાની સાથે નાયકનો શૃંગાર પરિપોષ પામ્યો હોય અને પરસ્પરનો અનુરાગ વિદિત હોય ત્યારે બન્નેના સમાગમના ઉપાયની ચિંતાને ઉચિત વ્યવહાર છોડીને, જુદી રીતે, બીજા વ્યાપારનું વર્ણન કરવું. (જેમકે ‘રત્નાવલી’ નાટિકામાં ‘ખાભ્રવ્ય’ આવતાં ‘સાગરિકા’ની વિસ્મૃતિ)
અનવસરે રસનું પ્રકાશન (તેનું ઉદાહરણ) જેમકે વિવિધ વીરોનો જેમાં ક્ષય થાય છે તેવો પપ્રલય જેવો સંગ્રામ જ્યારે ચાલતો હોય ત્યારે વિપ્રલંભશૃંગારના
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૯૨
વન્યાલોક संक्षयकल्पे सङ्ग्रामे 'रामदेवप्रायस्यापि - तावन्नायकस्यानुपक्रान्तविप्रलम्भशृङ्गारस्य निमित्तमुचितमन्तरेणैव शृङ्गारकथायामवतारवर्णने । . __न चैवंविधे विषये दैवव्यामोहितत्वं कथापुरुषस्य परिहारः, यतो रसबन्ध एव कवेः प्राधान्येन प्रवृत्तिनिबन्धनं युक्तम् । इतिवृत्तवर्णनं तदुपाय एवेत्युक्तं प्राक् "आलोकार्थी यथा दीपशिखायां यत्नवान् जनः” इत्यादिना । __ अत एव चेतिवृत्तमात्रवर्णनप्राधान्येऽङ्गाङ्गिभावरहितरसभावनिबन्धेन च कवीनामेवंविधानि स्खलितानि भवन्तीति रसादिरूपव्यङ्ग्यतात्पर्यमेवैषां युक्तमिति यत्नोऽस्माभिरारब्धो न ध्वनिप्रतिपादनमात्राभिनिवेशेन ।
(४) पुनश्चायमन्यो रसभङ्गहेतुरवधारणीयो यत् परिपोषं गतस्यापि रसस्य पौनःपुन्येन दीपनम् । उपभुक्तो हि रसः स्वसामग्रीलब्धपरिपोषः पुनः पुनः परामृष्यमाणः परिम्लानकुसुमकल्पः कल्पते ।
(५क) तथा वृत्तेर्व्यवहारस्य यदनौचित्यं तदपि रसभङ्गहेतुरेव । यथा नायकं प्रति नायिकायाः कस्याश्चिदुचितां भङ्गिमन्तरेण स्वयं सम्भोगाभिलाषकथने ।
(५ख) यदि वा वृत्तीनां भरतप्रसिद्धानां कैशिक्यादीनां काव्यालङ्कारान्तरप्रसिद्धानामुपनागरिकाद्यानां वा यदनौचित्यमविषये निबन्धनं तदपि रसभङ्गहेतुः ।
एवमेषां रसविरोधिनामन्येषाश्चानया दिशा स्वयमुत्प्रेक्षितानां परिहारे सत्कविभिरवहितैर्भवितव्यम् । परिकरश्लोकाश्चात्र
मुख्या व्यापारविषयाः सुकवीनां रसादयः । तेषां निबन्धने भाव्यं तैः सदैवाप्रमादिभिः ।।
१. 'देवप्रायस्य' नि०, दी। . २. 'स्वप्रवृत्ति' नि०, 'स्ववृत्ति' दी० । ३. 'अगभङ्गि' नि०। ४. 'सत्कवीनाम्' दी० ।
Page #195
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૧૯ પ્રસંગ વિના અને યોગ્ય કારણ વિના, રામચંદ્ર જેવા દેવપુરુષનું પણ શૃંગારકથામાં પડી જવાનું વર્ણન કરવામાં આવે (તો તે રસભંગનું કારણ બને છે.) (જેમકે ભટ્ટનારાયણના વેણીસંહાર'માં અંક-૨માં મહાભારત યુદ્ધ શરૂ થઈ જવા છતાં પણ ભાનુમતી અને દુર્યોધનના શૃંગારવર્ણનમાં રસભંગ છે.)
અને આવા વિષયમાં દેવથી વ્યામોહમાં પડ્યો હતો એમ કહી) કથાનાયકનો બચાવ ન થાય કેમકે રસબંધ (રસનિરૂપણ) જ કવિની પ્રવૃત્તિનું મુખ્ય કારણ છે. અને ઈતિહાસ વર્ણન તો તેનો ઉપાય માત્ર જ છે. એવું અમે “માતોથ યથા... ઈ. ૧/૯.” (=જેમ જોવાની ઇચ્છાવાળો દીપશિખા માટે પ્રયત્નશીલ બને છે.” ઇત્યાદિ)થી પહેલાં કહી ગયા છીએ.
માટે જ ઈતિવૃત્તમાત્રના (=ઈતિહાસના) જ વર્ણનનું પ્રાધાન્ય હોય ત્યાં, અંગ અને અંગિભાવરહિત રસભાવના નિબંધનથી જ, કવિઓનાં આવી જાતનાં ખૂલનો થાય છે. એથી રસાદિરૂપ વ્યંગ્યતત્પરત્વ જ તેમને માટે ઉચિત છે. એ દષ્ટિથી અમે આ (ધ્વનિનિરૂપણનો) યત્ન આરંભ્યો છે. ધ્વનિના પ્રતિપાદનમાં અમારો અભિનિવેશ છે (આગ્રહ છે) એટલા માટે જ નહીં
(૪) વળી, આ (ચોથો) બીજો રસભંગનો હેતુ સમજવો જોઈએ, કે પરિપોષ પામેલ રસને પણ ફરી ફરીને ઉદીપિત કરવો. (તે). પોતાની (વિભાવાદિ) સામગ્રીથી પરિપોષ પામેલ રસ ફરી ફરીને સ્પર્શ કરવાથી ચિમળાયેલાં (મલિન) ફૂલ જેવો લાગે છે.
(૫) (ક) તેમજ વૃત્તિના વ્યવહારનું જે અનૌચિત્ય છે તે પણ રસભંગનો હેતુ છે. (પાંચમું કારણ) જેમકે નાયક પ્રત્યે કોઈ નાયિકાના યોગ્ય હાવ-ભાવ વિના જાતે જ (શબ્દોથી) સંભોગની અભિલાષા કહેવામાં વ્યવહારનું અનૌચિત્ય થઈ જવાથી રસભંગ થાય છે.)
અથવા ભારતની પ્રસિદ્ધ કેશિકી આદિ વૃત્તિઓનું અથવા “કાવ્યાલંકાર (ભામહકૃત અને તે પર ઉલ્કકૃત ‘ભામહ વિવરણ) માં પ્રસિદ્ધ ઉપનાગરિકા આદિ વૃત્તિઓનું જે અનૌચિત્ય અર્થાત્ “અવિષયમાં નિબંધન છે તે પણ રસભંગનો હેતુ છે.
આ રીતે આ રસવિરોધીઓ (પાંચ હેતુઓ)નું અને એ રીતે પોતે બીજા રસવિરોધીઓ કલ્પી લઈને તેમનો પરિહાર કરવામાં સારા કવિઓએ સાવધાન રહેવું જોઈએ. આ અંગે નીચેના પરિકર શ્લોકો છે.
(૧) સુકવિઓના વ્યાપાર (પ્રવૃત્તિ)ના મુખ્ય વિષય રસાદિ છે. તેના નિબંધનમાં તેમણે હંમેશાં પ્રમાદરહિત (જાગૃત) રહેવું જોઈએ.
Page #196
--------------------------------------------------------------------------
________________
....... arus
नीरसस्तु प्रबन्धो यः सोऽपशब्दो महान् कवेः। स तेनाकविरेव स्यादन्येनास्मृतलक्षणः ॥ . पूर्वे विशृङ्खलगिरः कवयः प्राप्तकीर्तयः ।। तान् समाश्रित्य न त्याज्या नीतिरेषा मनीषिणा ॥ वाल्मीकिव्यासमुख्याश्च ये प्रख्याताः कवीश्वराः । तदभिप्रायबाह्योऽयं नास्माभिर्दर्शितो नयः ॥इति।। १८, १९॥ विवक्षिते रसे लब्धप्रतिष्ठे तु विरोधिनाम् ।
बाध्यानामङ्गभावं वा प्राप्तानामुक्तिरच्छला ॥२०॥ २०.१ स्वसामग्या' लब्धपरिपोषे तु विवक्षिते रसे विरोधिनां विरोधिरसाङ्गानां बाध्यानामङ्गभावं वा प्राप्तानां सतामुक्तिरदोष:२ । बाध्यत्वं हि विरोधिनां शक्याभिभवत्वे सति, नान्यथा । तथा च तेषामुक्तिः प्रस्तुतरसपरिपोषायैव सम्पद्यते। __ अङ्गभावं प्राप्तानां च तेषां विरोधित्वमेव निवर्तते । 'अङ्गभावप्राप्तिर्हि तेषां स्वाभाविकी समारोपकृता वा तत्र येषां नैसर्गिकी तेषां तावदुक्तावविरोध एव । यथा विप्रलम्भशृङ्गारे तदङ्गानां व्याध्यादीनाम् । तेषां च तदङ्गानामेवादोषो नातदङ्गानाम् ।
तदङ्गत्वे च सम्भवत्यपि मरणस्योपन्यासो न ज्यायान् । आश्रयविच्छेदे रसस्यात्यन्तविच्छेदप्राप्तेः । करुणस्य तु तथाविधे विषये परिपोषो भविष्यतीति चेत्, न । तस्याप्रस्तुतत्वात्, प्रस्तुतस्य च विच्छेदात् । यत्र तु “करुणरसस्यैव काव्यार्थत्वं तत्राविरोधः ।
शृङ्गारे वा मरणस्यादीर्घकालप्रत्यापत्तिसम्भवे कदाचिदुपनिबन्धो नात्यन्तविरोधी। दीर्घकालप्रत्यापत्तौ तु तस्यान्तरा प्रवाहविच्छेद एवेत्येवंविधेतिवृत्तोपनिबन्धनं रसबन्धप्रधानेन कविना परिहर्तव्यम् ।
१. 'स्वसामग्री' नि०, दी। २. 'अदोषा' नि०, निर्दोषा दी। ३. नि०, दी० मा तथा च' नथी.. ४. 'तदुक्तावविरोध एवं' नि० । ५. 'अगभावप्राप्तिर्हि तेषां स्वाभाविकी समारोपकृता वा । तत्र येषां नैसर्गिकी तेषां तावदुक्तावविरोध एव'
એટલો પાઠ નિ માં નથી. ६. 'तेषां च' नि०, दी० मा नथी. ७. 'न्याय्यः' नि०, दी। . . ८. 'करुणस्यैव' नि०, दी।
Page #197
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૧૯, ૨૦
૧૯૫ (૨) કવિનું જે નીરસ કાવ્ય છે તે (તેને માટે) મોટો અપશબ્દ (ગાળ) છે. તે કારણે તે અકવિ જ રહે છે કે બીજા તેને યાદ ન કરે.
(૩) (આ નિયમોનું ઉલ્લંઘન કરનારા) સ્વચ્છંદ વાણી વાળા જે પૂર્વકવિ કીર્તિને પામી ગયા છે એમનાં (ઉદાહરણ લઈને) બુદ્ધિશાળી (નવા કવિ) એ આ નીતિ નહીં છોડવી જોઈએ.
(૪) (કેમકે) વાલ્મીકિ, વ્યાસ વગેરે જે પ્રસિદ્ધ કવિઓ થઈ ગયા તેમના અભિપ્રાયની વિરુદ્ધ નીતિ (માર્ગ) અમે દર્શાવ્યો નથી.- (તિ)- એ પ્રમાણે.
કારિકા-૨૦ અને વૃત્તિ ઃ (વિરોધી રસાંગોના નિબંધનના નિયમ) “વિવક્ષિત (પ્રધાન) રસ (સારી રીતે) પ્રતિષ્ઠિત થઈ ગયા પછી વિરોધી રસોનું બાધ્યરૂપે (અર્થાત્ પ્રસ્તુત રસથી દબાઈ જાય એ રીતે) અથવા અંગરૂપે નિરૂપણ કરવામાં દોષ નથી. (કચ્છ- છલરૂપ નથી, દોષરૂપ નથી).
૨૦.૧ સ્વસામગ્રીથી પરિપોષ પામી ગયેલ (પ્રધાન) રસ વિવક્ષિત હોય ત્યાં વિરોધી રસનાં કે વિરોધી રસનાં અંગનાં બાધ્યો જો અંગભાવ પામ્યાં હોય તો, તેનું નિરૂપણ દોષરહિત છે. વિરોધી રસોનો બાધ તો જ થાય, જો વિવક્ષિત રસમાં તેમનો પરાભવ કરવાની શક્તિ હોય, તે સિવાય નહિ. તેનું નિરૂપણ પ્રસ્તુત રસના પરિપોષ માટે જ હોય છે. અંગભાવ પ્રાપ્ત થઈ જતાં તો તેમનું વિરોધિત્વ દૂર થાય છે. (એથી અંગભાવને પામેલા વિરોધી રસના વર્ણનમાં પણ કોઈ હાનિ નથી.) તે (વિરોધી રસાંગો)નો અંગભાવ પણ સ્વાભાવિક અથવા સમારોપિત (બે) રૂપે પ્રાપ્ત થાય છે. તેમાં જેનો સ્વાભાવિક (અંગભાવ) હોય તેના નિરૂપણમાં અવિરોધ જ છે. જેમકે વિપ્રલંભશૃંગારમાં વ્યાધિ વગેરે તેનાં (વિપ્રલંભનાં) અંગોનું કે તેનાં (વ્યાધિનાં) અંગોનું નિરૂપણ નિર્દોષ છે. પણ તેનાં અંગો ન હોય તેનું નિરૂપણ નિર્દોષ નથી.
મરણ, તે (વિપ્રલંભશૃંગાર)નું અંગ બની શકે એમ છે, તેમ છતાં તેનું વર્ણન કરવું સારું નથી. કેમકે આશ્રય (આલંબન વિભાવ)નો વિચ્છેદ થતાં રસનો અત્યંત વિનાશ થઈ જશે. જો કોઈ કદાચ એમ કહે કે એવે સ્થાને (રસનો સંપૂર્ણ વિચ્છેદ નહીં થાય), કરુણ રસનો પરિપોષ થશે તો (જવાબમાં કહેવાનું કે) ના, ત્યાં (કરુણરસ) તે અપ્રસ્તુત હોવાથી અને (વિપ્રલંભશૃંગાર) પ્રસ્તુત છે તેનો વિચ્છેદ થાય છે. પણ જ્યાં કરુણરસ જ કાવ્યનો મુખ્યરસ હોય ત્યાં (મરણના વર્ણનમાં) વિરોધ નથી.
અથવા શૃંગારમાં જ્યાં થોડીવારમાં જ તેમનો સમાગમ ફરી થઈ શકે એવાં સ્થાન પર મરણનું વર્ણન પણ અત્યંત વિરોધી થતું નથી. (પણ જ્યાં) દીર્ધકાળ પછી પુનઃ મિલન થઈ શકે ત્યાં તો વચમાં (રસ) પ્રવાહનો વિચ્છેદ થઈ જ જાય છે. માટે રસબંધમાં લીન કવિએ આ પ્રકારના ઈતિવૃત્તનું નિબંધન ત્યજવું જોઈએ.
Page #198
--------------------------------------------------------------------------
________________
દવન્યાલોક तत्र लब्धप्रतिष्ठे तु विवक्षिते रसे विरोधिरसालानां बाध्यत्वेनोक्तावदोषः । यथा
क्वाकार्य शशलक्ष्मणः क्व च कुलं भूयोऽपि दृश्येत सा दोषाणां प्रशमाय मे श्रुतमहो कोपेऽपि कान्तं मुखम् । किं वक्ष्यन्त्यपकल्मषाः कृतधियः स्वप्नेऽपि सा दुर्लभा
चेतः स्वास्थ्यमुपैहि कः खलु युवा धन्योऽधरं पास्यति ।। यथा वा पुण्डरीकस्य महाश्वेता प्रति प्रवृत्तनिर्भरानुरागस्य द्वितीयमुनिकुमारोपदेशवर्णने ।
स्वाभाविक्यामङ्गभावप्राप्तावदोषो यथा(१) भ्रमिमरतिमलसहृदयतां प्रलयं मूछा तमः शरीरसादम् । ____ मरणं च जलदभुजगजं प्रसह्य कुरुते विषं वियोगिनीनाम् ।। इत्यादौ। (२) समारोपितायामप्यविरोधो यथा-'पाण्डुक्षाममित्यादौ' । . यथा वा-'कोपात् कोमललोलबाहुलतिकापाशेन' इत्यादौ ।
२०.२ इयं चाङ्गभावप्राप्तिरन्या यदाधिकारिकत्वात् प्रधान एकस्मिन् वाक्यार्थे रसयो वयोर्वा परस्परविरोधिनोर्द्वयोरङ्गभावगमनम्, तस्यामपि न दोषः । यथोक्तं "क्षिप्तो हस्तावलग्नः” इत्यादौ ।
कथं तत्राविरोध इति चेत्, द्वयोरपि तयोरन्यपरत्वेन व्यवस्थानात् ।
अन्यपरत्वेऽपि विरोधिनोः कथं विरोधनिवृत्तिरिति चेत्, उच्यते-विधौ विरुद्धसमावेशस्य दुष्टत्वं 'नानुवादे । यथा
एहि गच्छ पतोत्तिष्ठ वद मौनं समाचर ।
एवमाशाग्रहग्रस्तैः क्रीडन्ति धनिनोऽर्थिभिः ।। इत्यादौ ।
१. अधिकारिकत्वात्' नि०। २. 'व्यवस्थापनात्' नि०, दी० । ३. 'वानुवादे' नि०, बालप्रिया ।
Page #199
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૨૦
૧૯૭
તેમાં વિવક્ષિતરસ જો પરિપુષ્ટ થયેલ હોય તો વિરોધી રસનાં અંગોની ઉક્તિ દોષરૂપ નથી. જેમ કે- “ક્યાં આ અકાર્ય (ન કરવા જેવું કાર્ય) અને ક્યાં ચંદ્રવંશ ? દેખાય એ શું કરી ? અરે ! મેં તો (કામાદિ) દોષોના શમન માટે (શાસ્ત્રોનું) શ્રવણ કર્યું છે. ક્રોધમાં પણ (તેનું) મુખ કેવું સુંદર લાગતું હતું ! ધર્માત્મા વિદ્વાનો શું કહેશે ? તે તો (હવે) સ્વપ્નમાં પણ દુર્લભ થઈ ગઈ. અરે ચિત્ત સ્વસ્થ થઈ જા. કોણ ધન્ય યુવક (તેનું) અધરપાન કરશે ?’’
અથવા મહાશ્વેતા પ્રત્યે ખૂબ અનુરાગમાં પુંડરીકને બીજા મુનિકુમાર (કપિંજલ)ના ઉપદેશના વર્ણનમાં. (પ્રદર્શિત શાંતરસનાં અંગ, મુખ્ય શૃંગારરસનાં અંગોથી બાધિત થઈ જાય છે અને રતિ સ્થિર રહે છે. એથી ‘વાધ્યત્વેન' તેનું પ્રતિપાદન દોષ નથી.)
(વિરોધી રસાંગોની અંગરૂપતામાં અવિરોધનાં ઉદા॰)
(વિરોધી રસાંગોની) સ્વાભાવિક અંગરૂપતા પ્રાપ્તિમાં અદોષતા (નું ઉદાહરણ) જેમકે
‘‘મેઘરૂપી સર્પથી ઉત્પન્ન થયેલ વિષ (જલ તથા વિષ) વિયોગિનીઓને ચક્કર, બેચેની, અલસહૃદયતા (હૃદયમાં આળસ) પ્રલય (ચેતનારૂપ જ્ઞાન અને ચેષ્ટાનો અભાવ), મૂર્છા, અંધારાં, શરીરનો થાક અને મરણ ઉત્પન્ન કરે છે.’’ ઇત્યાદિમાં.
સમારોપિત (આરોપ કરાયો હોય તેવા) અંગત્વમાં પણ અવિરોધ (હોય છે તેનું ઉદાહરણ) જેમ કે પાવુક્ષામમ્... ઈ. શ્લોકમાં અથવા જેમકે
‘“ોપાત કોમનલોલનાડુનતિજ્ઞ પાશેન'' ઇત્યાદિમાં.
૨૦.૨ અને આ અન્ય અંગભાવની પ્રાપ્તિ છે કે આધિકારિક હોવાને કારણે પ્રધાનભૂત એક વાકચાર્યમાં પરસ્પર વિરોધી બે રસો અથવા ભાવોનો અંગભાવ પ્રાપ્ત થાય તેમાં પણ દોષ નથી. જેમ કે કહ્યું છે- ‘“ક્ષિો હ્રસ્તાવનમઃ'... ઇત્યાદિમાં.
ત્યાં વિરોધ કેવી રીતે નથી એમ (કોઈ) કહે તો (સમાધાન કરતાં) કહે છે કે તે (ઇર્ષ્યા- વિપ્રલંભ અને કરુણ) બંને અન્ય (શિવપ્રભાવાતિશયમૂલક ભક્તિ)ના અંગરૂપમાં રહેલા હોવાથી (અવિરોધ છે).
(શંકા) અન્યનાં અંગ હોય તો પણ તે વિરોધી રસોના વિરોધની નિવૃત્તિ કેવી રીતે થાય છે એમ (પૂછતા હો) તો (સમાધાન) કહીએ છીએ-કે વિધિ અંશમાં બે વિરોધીઓનો સમાવેશ કરવામાં દોષ હોય છે, અનુવાદમાં નહીં. જેમ કે
–
‘“‘આવ’, ‘જા’, ‘પડ’, ‘ઉઠ’, ‘બોલ’, ‘મૂંગો રહે’– એમ આશારૂપી ગ્રહથી ગ્રસ્ત યાચકો સાથે ધનવાનો ક્રીડા કરે છે.’’ (અર્થાત્ પૈસાદારો યાચકોને રમકડાં બનાવી–ગણી – તેમની સાથે ખેલે છે.) વગેરેમાં (અહીં વિરોધીવાતો અનુવાદરૂપે કહી છે તેથી દોષ નથી).
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૯૮
...... पन्यास ___ अत्र हि विधिप्रतिषेधयोरनूद्यमानत्वेन समावेशे न विरोधस्तथेहापि भविष्यति । श्लोके ह्यस्मिन् ईर्ष्याविप्रलम्भशृङ्गारकरुणवस्तुनोर्न विधीयमानत्वम् । त्रिपुररिपुप्रभावातिशयस्य वाक्यार्थत्वात् तदङ्गत्वेन च तयोर्व्यवस्थानात् । ___ न च रसेषु विध्यनुवादव्यवहारो नास्तीति शक्यं वक्तुम्, तेषां वाक्यार्थत्वेनाभ्युपगमात् । वाक्यार्थस्य वाच्यस्य च यौ विध्यनुवादौ तौ तदाक्षिप्तानां रसानां केन वार्यते ।
यैर्वा साक्षात् काव्यार्थता रसादीनां नाभ्युपगम्यते तैस्तेषां तन्निमित्तता तावदवश्यमभ्युपगन्तव्या । तथाप्यत्र श्लोके न विरोधः । यस्मादनूद्यमानाङ्गनिमित्तोभयरसवस्तुसहकारिणो विधीयमानांशाद्भावविशेषप्रतीतिरुत्पद्यते । ततश्च न कश्चिद् विरोधः । दृश्यते हि विरुद्धोभयसहकारिणः कारणात् कार्यविशेषोत्पत्तिः ।
विरुद्धफलोत्पादनहेतुत्वं हि युगपदेकस्य कारणस्य विरुद्धं न तु विरुद्धोभयसहकारित्वम् ।
'एवंविधविरुद्धपदार्थविषयः कथमभिनयः प्रयोक्तव्य इति चेत् ? अनूद्यमानैवंविधवाच्यविषये या वार्ता सात्रापि भविष्यति । एवं विध्यनुवादनयाश्रयेणात्र श्लोके परिहतस्तावद् विरोधः। ___किञ्च, नायकस्याभिनन्दनीयोदयस्य कस्यचित् प्रभावातिशयवर्णने तत्प्रतिपक्षाणां यः करुणो रसः स परीक्षकाणां न वैक्लव्यमादधाति प्रत्युत प्रीत्यतिशयनिमित्ततां प्रतिपद्यते । इत्यतस्तस्य कुण्ठशक्तिकत्वात् तद्विरोधविधायिनो न कश्चिद् दोषः । तस्माद् वाक्यार्थीभूतस्य रसस्य भावस्य वा विरोधी रसविरोधीति वक्तुं न्याय्यः न त्वङ्गभूतस्य कस्यचित् ।
१. “एवंविरुद्धपदार्थविषयः' नि०, दी। २. 'यो रसः स' मेसो ..म
धारे छ:
Page #201
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૨૦
અહીં (દિ જી. ઈ. શ્લોકમાં) વિધિ અને પ્રતિષેધ કેવળ અનુવાદના રૂપમાં આવેલા હોઈ એમાં દોષ નથી. એવી રીતે અહીં (ક્ષિણ પ્રસ્તાવિત...ઈ. શ્લોકમાં) પણ થશે. આ શ્લોકમાં (ક્ષિણ તાવત... ઈ.માં) ઈર્ષ્યા, વિપ્રલંભશૃંગાર અને કરુણ વિધીયમાન નથી. (મુખ્ય કથન નથી). ત્રિપુરારિ શિવનો પ્રભાવાતિશય મુખ્ય વાક્યર્થ હોવાથી અને (ઈર્ષ્યા વિપ્રલંભ તથા કરૂણ) આ બંને તેના અંગરૂપમાં રહ્યા હોવાથી.
અને રસોમાં વિધિ અને અનુવાદ વ્યવહાર નથી એમ પણ નહિ કહી શકાય કેમકે તેનો (રસોનો) વાક્યાર્થરૂપમાં સ્વીકાર થતો હોવાથી. વાચ્યરૂપ વાક્યર્થમાં જે વિધિ અને અનુવાદરૂપતા રહેતી હોય તેને તે (વાચ્યાર્થ)થી આક્ષિપ્ત (વ્યંગ્ય) રસાદિમાં કોણ રોકી શકે છે? (તાત્પર્ય એ છે કે જો વાચ્યાર્થમાં વિધિ અનુવાદરૂપતા રહી શક્તી હોય તો વ્યંગ્ય રસાદિમાં નથી રહી શક્તી એ કેવી રીતે કહી શકાય? તેમાં પણ ચોક્ત રહે છે જ).
અથવા જે રસાદિને સાક્ષાત્ કાવ્યનો અર્થ નથી માનતા તેમને તે (રસાદ્રિ)ની તનિમિત્તતા (અર્થાત્ કાવ્યના અર્થથી વ્યંગ્યતા) અવશ્ય માનવી જોઈએ. તો પણ આ શ્લોકમાં (ક્ષિણો તાવતમ... ઈ.માં) વિરોધ નથી. કેમ કે અનૂધમાન ( ગૌણરૂપે કહેવાતા) જે અંગ (અર્થાત્ રસાળભૂત હસ્તક્ષેપાદિ વિભાવ) તનિમિત્તક જે ઉભયરસ વસ્તુ (અર્થાતુ તે હસ્તક્ષેપ વગેરેથી પ્રતીત થનારા જે બન્ને અર્થાત્ કરુણ અને વિપ્રલંભશૃંગારરૂપ રસવતુ રસજાતીયતત્ત્વ) એ જેનો સહકારી છે એવા વિધીયમાન અંશ (શિવના બાણથી જન્મેલો દાહ)થી ભાવવિશેષ (રતિ, દેવ વગેરે વિષયક ભાવ પ્રેયોલંકાર વિષય-શિવનો અતિશય પ્રતાપ દર્શાવતી ભક્તિ)ની પ્રતીતિ થાય છે. તેથી કોઈ વિરોધ નથી. બે વિરુદ્ધ (ઉદા. પાણી અને અગ્નિ) જેનાં સહકારી છે એવા (મુખ્ય) કારણથી કાર્યવિશેષ (જેમકે ચોખા-ભાત)ની ઉત્પત્તિ (જોવા મળે છે.)
એકીસાથે એક જ કારણનું વિરુદ્ધત્વ એ વિરુદ્ધફળને ઉત્પન્ન કરવાનું કારણ છે, પણ બે સહકારીનું વિરુદ્ધત્વ નહિ.
આ રીતે વિરુદ્ધ પદાર્થવિષયક અભિનય કેવી રીતે કરવો જોઈએ? એવો પ્રશ્ન થાય તો (જવાબ) આ પ્રકારના (વિરુદ્ધ) અન્ઘમાન વાચ્ય (રિ જી, પત, ત્તિ, વગેરેનો અભિનય જે પ્રકારે કરાશે તે પ્રકારે શિક્ષો હસ્તાવનામ. ઈ.માં પણ કરુણ અને શૃંગારનો અભિનય કરી શકાય છે. એ રીતે વિધિ અને અનુવાદની નીતિનો આશ્રય લઈ આ શ્લોક (ક્ષિત હતા.) માં વિરોધ દૂર થઈ જાય છે.
અને વળી, અભિનંદન આપવા યોગ્ય ઉદયવાળા કોઈ નાયના અતિશય પ્રભાવનું વર્ણન કરવામાં, તેના શત્રુઓને લગતો જે કરુણ રસ હોય તે પરીક્ષકોને વિહ્વળ બનાવતો નથી, ઊલટું, અતિશય પ્રીતિનું નિમિત્ત બને છે. એથી વિરોધ પેદા કરનાર રસની શક્તિ કુંઠિત થતી હોવાથી કંઈ દોષ નથી એથી વાક્યાર્થીભૂત (પ્રધાન) રસ અથવા ભાવના વિરોધીને જ રસવિરોધી કહેવું તે યોગ્ય છે. કોઈ અંગભૂતને (ગૌણ વિરોધીને રસવિરોધી કહેવાનું ઉચિત) નહીં.
Page #202
--------------------------------------------------------------------------
________________
.... --ards अथवा वाक्यार्थीभूतस्यापि कस्यचित् करुणरसविषयस्य तादृशेन शृङ्गारवस्तुना भङ्गिविशेषाश्रयेण संयोजनं रसपरिपोषायैव जायते । यतः प्रकृतिमधुराः पदार्थाः शोचनीयतां प्राप्ताः प्रागवस्थाभाविभिः संस्मर्यमाणैर्विलासैरधिकतरं शोकावेशमुपजनयन्ति । यथा
अयं स रशनोत्कर्षी पीनस्तनविमर्दनः ।
नाभ्यूरुजघनस्पर्शी नीवीविनंसनः करः ।। इत्यादौ ।
तदत्र त्रिपुरयुवतीनां शाम्भवः शराग्निरार्द्रापराधः कामी यथा व्यवहरति' तथा व्यवहृतवानित्यनेनापि प्रकारेणास्त्येव निर्विरोधत्वम् । तस्माद् यथा यथा निरूप्यते तथा तथात्र दोषाभावः । इत्थं च
क्रामन्त्यः क्षतकोमलाङ्गुलिगलद्रक्तैः सदर्भाः स्थली: पादैः पातितयावकैरिव पतद्वाष्पाम्बुधौताननाः । भीता भर्तृकरावलम्बितकरास्त्वद्वैरिनार्योऽधुना
दावाग्निं परितो भ्रमन्ति पुनरप्युद्यद्विवाहा इव । इत्येवमादीनां सर्वेषामेव निर्विरोधत्वमवगन्तव्यम् ।
एवं तावद्रसादीनां विरोधिरसादिभिः समावेशासमावेशयोर्विषयविभागो दर्शितः ॥२०॥ इदानीं तेषामेकप्रबन्धविनिवेशने न्याय्यो यः क्रमस्तं प्रतिपादयितुमुच्यते
प्रसिद्धेऽपि प्रबन्धानां नानारसनिबन्धने ।
एको रसोऽङ्गीकर्तव्यस्तेषामुत्कर्षमिच्छता ॥२१॥ प्रबन्धेषु महाकाव्यादिषु नाटकादिषु वा विप्रकीर्णतया अङ्गाङ्गिभावेन 'बहवो रसा उपनिबध्यन्ते इत्यत्र प्रसिद्धौ सत्यामपि यः प्रबन्धानां छायातिशययोगमिच्छति तेन तेषां रसानामन्यतमः कश्चिद् विवक्षितो रसोऽङ्गित्वेन विनिवेशयितव्य इत्ययं युक्ततरो मार्गः ॥२१॥
१. 'शोकावेगं नि०, दी०। २. 'स्म' 16 बा० प्रि० मा धारे छे. ३. 'वा' पधारे छ नि०, दी। ४. 'छायातिशयमिच्छति' नि० ।
Page #203
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત ૨૦, ૨૧
૨૦૧ અથવા વાક્યર્થ બનેલા કોઈ કરુણરસના વિષયને ખાસ ભંગિના આશ્રયથી, તેના જેવા શૃંગારના વિષય સાથે જોડી દેવો તેથી રસનો પરિપોષ જ થાય છે. કારણ કે પ્રકૃતિથી જ મધુર પદાર્થો શોચનીય સ્થિતિમાં આવી પડે ત્યારે પૂર્વ અવસ્થાના (અનુભવેલા) સૌંદર્યના સ્મરણથી અધિકતર શોકના આવેગને ઉત્પન્ન કરે છે. જેમ કે,
રશના (કંદોરો)ને ઉપર ખેંચનારો, પુષ્ટ સ્તનોનું મર્દન કરનારો, નાભિ, ઊરુ, જઘનને સ્પર્શ કરનારો, નવી (નાડું)ને ઢીલી કરનારો (પ્રિયતમનો) આ તે જ હાથ છે.” વગેરેમાં.
તેથી અહીં (ત્રિપુરારિ શિવના શરાગ્નિને લગતા શ્લોકમાં) શંભુનો શરાગ્નિ આર્કાપરાધ કામી જેવો (= તરતનો જ અપરાધ કરેલા કામી જેવો) વ્યવહાર કરે છે (એથી યાદ કરાતો કામીનો વ્યવહાર, વર્તમાન કરુણરસનો પરિપોષક હોય છે.) એ રીતે નિર્વિરોધત્વ છે (વિરોધ રહેતો જ નથી). માટે જેમ જેમ બતાવાય છે તેમ તેમ આમાં દોષનો અભાવ દેખાય છે એવી જ રીતે
ઘવાયેલી કોમળ આંગળીઓમાંથી ટપક્તા લોહીવાળી, એથી જાણે અળતો લગાવ્યો હોય એવા પગથી, દર્ભવાળી ભૂમિ પર ચાલતી, ખરતાં આંસુઓથી જેનાં મુખ ધોવાઈ ગયાં છે એવી, ભયભીત હોવાથી, પતિઓના હાથમાં હાથ પકડીને. તમારા શત્રુઓની સ્ત્રીઓ અત્યારે જાણે ફરીવાર વિવાહને માટે નીકળી હોય એમ, દાવાગ્નિની ચારે બાજુ ફરી રહી છે.”
વગેરે. આવા સર્વે (ઉદાહરણોમાં વિરુદ્ધ પ્રતીત થતા રસાદિ)નો અવિરોધ સમજવો જોઈએ.
આ રીતે રસાદિનો, વિરોધી રસાદિ સાથે સમાવેશ અને અસમાવેશનો વિષયવિભાગ દર્શાવ્યો.
કારિકા-૨૧ અને વૃત્તિઃ તેમને એક જ પ્રબંધમાં ગોઠવવામાં જે ઉચિતમ છે તે દર્શાવવાને હવે કહે છે
“(મહાકાવ્ય, નાટક વગેરે) પ્રબંધોમાં અનેક રસોની યોજના કરવાનું પ્રસિદ્ધ હોવા છતાં તેનો ઉત્કર્ષ ચાહનાર કવિ એ કોઈ એક રસને અંગી (પ્રધાન) રસ (ચોક્કસ) બનાવવો જોઈએ.”
મહાકાવ્ય વગેરે (અનભિનય) કે નાટક વગેરે (અભિનેય) પ્રબંધોમાં છૂટી છૂટી રીતે કે અંગાગિભાવથી ઘણા રસો રચાય છે એની પ્રસિદ્ધિ હોવા છતાં જે (કવિ) પ્રબંધના સૌંદર્યાતિશયને ચાહે છે તેને તે રસોમાંથી કોઈ એક વિવક્ષિત રસને પ્રધાન (અંગી) તરીકે રાખવો એ જ બહેતર છે. (યોગ્ય માર્ગ છે.)
Page #204
--------------------------------------------------------------------------
________________
२०२ ___ ननु रसान्तरेषु बहुषु प्राप्तपरिपोषेषु सत्सु कथमेकस्याङ्गिता न विरुध्यत इत्याशङ्कयेदमुच्यते- रसान्तरसमावेशः प्रस्तुतस्य रसस्य यः ।
नोपहन्त्यङ्गितां सोऽस्य स्थायित्वेनावभासिनः ॥२२॥ प्रबन्धेषु प्रथमतरं प्रस्तुतः सन् पुनः पुनरनुसन्धीयमानत्वेन स्थायी यो रसस्तस्य सकलबन्धव्यापिनो' रसान्तरैरन्तरालवर्तिभिः समावेशो यः स नागितामुपहन्ति ।।२२।। एतदेवोपपादयितुमुच्यते
कार्यमेकं यथा व्यापि प्रबन्धस्य विधीयते ।
तथा रसस्यापि विधौ विरोधो नैव विद्यते ॥२३॥ सन्ध्यादिमयस्य प्रबन्धशरीरस्य तथा कार्यमेकमनुयायि व्यापकं, कल्प्यते न च तत् कार्यान्तरैर्न सङ्कीर्यते, न च तैः सङ्कीर्यमाणस्यापि तस्य प्राधान्यमपचीयते, तथैव रसस्याप्येकस्य सन्निवेशे क्रियमाणे विरोधो न कश्चित् । प्रत्युत प्रत्युदितविवेकानामनुसन्धानवतां सचेतसां तथाविधे विषये प्रह्लादातिशयः प्रवर्तते ॥२३॥ ___ ननु येषां रसानां परस्पराविरोधः यथा वीरशृङ्गारयोः, शृङ्गारहास्ययोः, रौद्रशृङ्गारयोः, वीराद्भुतयोः, वीररौद्रयोः, रौद्रकरुणयोः, शृङ्गाराद्भुतयोर्वा तत्र भवत्वङ्गाङ्गिभावः । तेषां तु स कथं भवेद् येषां परस्परं बाध्यबाधकभावो यथा शृङ्गारबीभत्सयोः, वीरभयानकयोः, शान्तरौद्रयोः, शान्तशृङ्गारयोर्वा इत्याशङ्कयेदमुच्यते
अविरोधी विरोधी वा रसोऽङ्गिनि रसान्तरे। परिपोषं न नेतव्यस्तथा स्यादविरोधिता ॥२४॥
१. 'सकलरसव्यापिनः' नि०, 'सकलसन्धिव्यापिन' दी० । २. 'परस्परविरोधः' नि०, दी।
Page #205
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૨૨, ૨૩, ૨૪
૨૦૩ કારિકા-૨૨ અને વૃત્તિ ઃ બીજા અનેક રસો પરિપોષ પામ્યા હોય છતાં એકની જ અંગિતા (તેને મુખ્ય રાખવા પણું) વિરોધી કેમ નથી એવી આશંકાથી આ કહે છે. -
બીજા રસોની સાથે જે પ્રસ્તુત રસનો સમાવેશ છે તે સ્થાયીરૂપથી પ્રતીત થનાર આ (પ્રધાનરસ)ના અંગિત્યનું વિઘાતક થતું નથી
(કાવ્ય, નાટક વગેરે) પ્રબંધોમાં (બીજાની અપેક્ષાએ) પહેલાં જ યોજાયેલ અને પછી ફરી ફરીને અનુસંધાનોથી જે સ્થાયી રસ છે, સંપૂર્ણ પ્રબંધમાં (આદિથી અંત સુધી) રહેલા, તે રસની વચ્ચે વચ્ચે આવેલા અન્ય રસોની સાથે જે સમાવેશ છે, તે તેની અંગિતાને (પ્રાધાન્યને) હણતો નથી. કારિકા-૨૩ અને વૃત્તિ: આ જ વાતનું સમર્થન કરવા કહે છે
જેમ પ્રબંધમાં વ્યાપક (પ્રાસંગિક બીજા કાર્ય અથવા આખ્યાન વસ્તુથી પરિપુષ્ટ) એક પ્રધાન કાર્ય રાખવામાં આવે છે (અને બીજાં અનેક કાર્ય તેને પરિપુષ્ટ કરે છે) એવી રીતે રસના વિધાનમાં પણ વિરોધ નથી. (અર્થાત્ પ્રબંધવ્યાપી એક પ્રધાનરસની સાથે ગૌણ રીતે રહેલા બીજા રસોના સમાવેશમાં કોઈ હાનિ પહોંચતી નથી.)
જેમ સંધિ વગેરેથી યુક્ત પ્રબંધના શરીરનું એક જ વસ્તુ અનુયાયી (અંત સુધી ચાલતું) અને વ્યાપક ગણાય છે, અને જેમ તે બીજા કાર્યોથી સંકળાતું નથી એમ પણ નથી, અને જેમ વળી તેની સાથે ભળે તો ય તેનું પ્રાધાન્ય ઓછું થતું નથી તેમ, એક રસનો (બીજા સાથે) સમાવેશ કરવામાં કોઈ વિરોધ નથી, બલકે જાગૃત વિવેકવાળા અને અનુસંધાન જાળવનારા સહૃદયોને એવા વિષયમાં ખૂબ આનંદ આવે છે.
કારિકા૨૪ અને વૃત્તિઃ જે રસોનો પરસ્પર વિરોધ નથી હોતો જેમકે વીર અને શૃંગારનો (યુદ્ધનીતિ, પરાક્રમ વગેરેથી કન્યારત્નના લાભમાં) શૃંગાર અને હાસ્યનો, રૌદ્ર અને શૃંગારનો, વીર અને અદ્ભુતનો, વીર અને રોદ્રનો, રૌદ્ર અને કરુણનો અથવા શૃંગાર અને અદ્ભુતનો-ત્યાં અંગાંગિભાવ ભલે થઈ જાય. પરંતુ તેનો તે (અંગાંગિભાવ) કેવી રીતે થશે જેમની વચ્ચે (જે રસો વચ્ચે) (પરસ્પર) બાધ્યબાધકભાવ (વિરોધ) છે ? જેમ કે શૃંગાર અને બીભત્સનો, વીર અને ભયાનકનો, શાંત અને રૌદ્રનો અથવા શાંત અને શૃંગારનો (તેમની વચ્ચે અંગાંગિભાવ કેવી રીતે આવી શકશે) એ આશંકાથી આ કહે છે- (બાધ્ય બાધક વિરોધ કેવી રીતે દૂર થાય?) -
જ્યારે બીજો રસ પ્રધાન હોય તેના અવિરોધી કે વિરોધી (કોઈ પણ) રસને (અત્યંત) પરિપષ સુધી નહીં પહોંચાડવો જોઈએ. એ રીતે વિરોધ નહીં રહે.'
Page #206
--------------------------------------------------------------------------
________________
...- वन्य __अङ्गिनि रसान्तरे शृङ्गारादौ प्रबन्धव्यङ्ग्ये सति, अविरोधी विरोधी वा रसः परिपोषं न नेतव्यः ।
तत्राविरोधिनो' रसस्याङ्गिरसापेक्षयात्यन्तमाधिक्यं न कर्तव्यमित्ययं प्रथमः परिपोषपरिहारः । उत्कर्षसाम्येऽपि तयोः विरोधासम्भवात् । । यथा
एकंतो रुइअ पिआ अण्णंतो समरतूरणिग्योसो । गेहेण रणरसेण अ भडस्स दोलाइअं हिअअम् ॥ (एकतो रोदिति प्रिया अन्यतः समरतूर्यनिर्घोषः ।
स्नेहेन रणरसेन च भटस्य दोलायितं हृदयम् ॥ इति च्छाया) यथा वा
कण्ठाच्छित्वाक्षमालावलयमिव करे हारमावर्तयन्ती कृत्वा पर्यङ्कबन्धं विषधरपतिना मेखलाया गुणेन । मिथ्यामन्त्राभिजापस्फुरदधरपुटव्यञ्जिताव्यक्तहासा
देवी सन्ध्याभ्यसूयाहसितपशुपतिस्तत्र दृष्टा तु वोऽव्यात् ॥ इत्यत्र ।
अङ्गिरसविरुद्धानां व्यभिचारिणां प्राचुर्येणानिवेशनम्, 'निवेशने वा क्षिप्रमेवाङ्गिरसव्यभिचार्यनुवृत्तिरिति द्वितीयः ।। ___ अङ्गत्वेन पुनः पुनः प्रत्यवेक्षा परिपोषं नीयमानस्याप्यङ्गभूतस्य रसस्येति तृतीयः । अनया दिशान्येऽपि प्रकारा उत्प्रेक्षणीयाः । विरोधिनस्तु रसस्याङ्गिरसापेक्षया कस्यचिन्यूनता सम्पादनीया, यथा शान्तेऽङ्गिनि शृङ्गारस्य, शृङ्गारे वा शान्तस्य । - परिपोषरहितस्य रसस्य कथं रसत्वमिति चेत्, उक्तमत्राङ्गिरसापेक्षयेति । अङ्गिनो हि रसस्य यावान् परिपोषस्तावांस्तस्य न कर्तव्यः । 'स्वतस्तु सम्भवी परिपोषः केन वार्यते ।
एतच्चापेक्षिकं प्रकर्षयोगित्वमेकस्य रसस्य बहुरसेषु प्रबन्धेषु रसानामङ्गाङ्गिभावमनभ्युपगच्छताप्यशक्यप्रतिक्षेपमित्यनेन प्रकारेणाविरोधिनां विरोधिनां च रसानामङ्गाङ्गिभावेन समावेशे प्रबन्धेषु स्यादविरोधः ।
१. 'तत्राविरोधिरसस्य' नि०, दी। २. 'निवेशनम्' नि० । ३. 'न सम्पादनीया' नि०। । ४. 'स्वगतस्तु सम्भवि' नि०, दी० ।
Page #207
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત: ૨૪
૨૦૫
પ્રધાનભૂત શૃંગાર વગેરે રસના પ્રબંધન્યય (તરીકે) હોય ત્યારે તેના અવિરોધી અથવા વિરોધી રસને પરિપોષ સુધી નહીં પહોંચાડવો જોઈએ.
(૧) તેમાં અવિરોધી રસની, અંગિરસની અપેક્ષા એ, અત્યંત અધિકતા નહીં બતાવવી જોઈએ. તે આ પહેલો પરિપોષનો પરિહાર છે. ઉત્કર્ષનું સામ્ય હોવા છતાં તે બંનેનો વિરોધ સંભવિત નથી. જેમ કે- ‘‘એક બાજુ પ્રિયા રડી રહી છે બીજી બાજુ રણભેરીનો અવાજ સંભળાય છે. એટલે સ્નેહ અને રણરાગથી (યુદ્ધના રસથી) યોદ્ધાનું હૃદય દોલાયમાન થઈ રહ્યું છે.’’
(અહીં વીર અને શૃંગારનું સામ્ય હોવા છતાં પણ અવિરોધ છે.) અથવા (બે રસોમાં સામ્ય, તો યે અવિરોધનું બીજું ઉદાહરણ) જેમ કે‘“ગળામાંથી હાર કાઢીને રુદ્રાક્ષમાળાની જેમ હાથમાં ફેરવતી, નાગરાજને બદલે મેખલાસૂત્રથી પર્યંકબંધ (એ પ્રકારનું) આસન બાંધી, મિથ્યા મંત્રો જપતી હોય તેમ (ફડતા) હાલતા અધરહોઠથી, હાસ્ય વ્યક્ત કરતી અને સંધ્યા પ્રત્યેની ઇર્ષ્યાને લીધે પશુપતિ (શિવ)નો ઉપહાસ કરતી દેખાતી દેવી પાર્વતી તમારું રક્ષણ કરો.’’
એમ અહીં (પ્રસ્તુત ઇર્ષ્યાવિપ્રલંભ અને તેના વિરોધી મન્ત્રજાપ વગેરેથી વ્યંગ્ય શાંત-આ બંને રસોનું સામ્ય હોવા છતાં વિરોધ નથી.)
(૨) અંગિરસના વિરોધી વ્યભિચારિભાવોનું અધિક નિરૂપણ ન કરવું. અથવા કર્યું હોય તો એક્દમ અંગિરસના વ્યભિચારીને અનુસરવું તે બીજો (પરિપોષ પરિહાર) છે.
(૩) અંગભૂત રસનો પરિપોષ ર્યા પછી પણ વારે વારે તેની અંગરૂપતાનું ધ્યાન રાખવું એ (પરિપોષના પરિહારનો) ત્રીજો (પ્રકાર) છે. આવી રીતે બીજા પ્રકારો પણ (જાતે) સમજી લેવા જોઈએ. (જેમકે) કોઈ વિરોધી રસ (હોય તો તેની) અંગિરસની અપેક્ષા એ ન્યૂનતા (ઉણપ) લાવવી જોઈએ. જેમકે અંગી શાંત રસમાં શૃંગારની અથવા (અંગી) શૃંગારમાં શાંતની.
જો કહો કે પરિપોષરહિત રસનું રસત્ય કેમ હોય ? તે અહીં કહ્યું છે (ઉત્તરમાં) કે (‘સાપેક્ષા’’ અર્થાત્) ‘“અંગિરસની અપેક્ષાએ.’’ (એટલે કે) પ્રધાનરસનો જેટલો પરિપોષ કરવામાં આવે તેટલો પરિપોષ એ (વિરોધીરસ)નો નહીં કરવો જોઈએ. બાકી, સ્વતઃ થનાર પરિપોષને કોણ રોકી શકે ?
અનેક રસવાળા પ્રબંધોમાં રસોના (પરસ્પર) અંગાંગિભાવને ન માનનારા પણ આ આપેક્ષિક (=પ્રધાનરસને અધિક અને બાકીના રસોનો ઓછા) પ્રકર્ષનું ખંડન કરી શકતા નથી. (ઇન્કાર કરી શકતા નથી) આ રીતે પણ પ્રબંધોમાં અવિરોધી અને વિરોધી રસોનો અંગાંગિભાવથી સમાવેશ કરવામાં અવિરોધ હોઈ શકે છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
વિન્યાલોક एतच्च सर्वं येषां रसो रसान्तरस्य व्यभिचारी भवति इति दर्शनं तन्मतेनोच्यते । मतान्तरं तु रसानां स्थायिनो भावा उपचाराद् रसशब्देनोक्तास्तेषामङ्गत्वं निर्विरोधमेव ।
एवमविरोधिनां विरोधिनां च प्रबन्धस्थेनाङ्गिना रसेन समावेशे साधारणमविरोधोपायं प्रतिपाद्येदानीं विरोधिविषयमेव तं प्रतिपादयितुमिदमुच्यते, विरुद्धैकाश्रयो यस्तु विरोधी स्थायिनो भवेत् ।
स विभिन्नाश्रयः कार्यस्तस्य पोषेऽप्यदोषता ॥२५॥ ऐकाधिकरण्यविरोधी नैरन्तर्यविरोधी चेति द्विविधो विरोधी । तत्र प्रबन्धस्थेन स्थायिनाङ्गिना रसेनौचित्यापेक्षया विरुद्धैकाश्रयो यो विरोधी यथा वीरेण भयानकः स विभिन्नाश्रयः कार्यः । तस्य वीरस्य य आश्रयः कथानायकस्तद्विपक्षविषये सन्निवेशयितव्यः । तथा सति च तस्य विरोधिनोऽपि यः परिपोषः स निर्दोषः । विपक्षविषये हि भयातिशयवर्णने नायकस्य नयपराक्रमादिसम्पत् सुतरामुद्योतिता भवति । एतच्च मदीयेऽर्जुनचरितेऽर्जुनस्य पातालावतरणप्रसङ्गे वैशद्येन प्रदर्शितम् ॥२५॥
एवमैकाधिकरण्यविरोधिनः प्रबन्धस्थेन स्थायिना रसेनाङ्गभावगमने निर्विरोधित्वं यथा तथा दर्शितम् । द्वितीयस्य तु तत्प्रतिपादयितुमुच्यते
एकाश्रयत्वे निर्दोषो नैरन्तर्ये विरोधवान् । रसान्तरव्यवधिना रसो व्यङ्गयो सुमेधसा ॥२६॥ यः पुनरेकाधिकरणत्वे निर्विरोधो नैरन्तर्ये तु विरोधी स रसान्तरव्यवधानेन प्रबन्धे निवेशयितव्यः यथा शान्तशृङ्गारौ नागानन्दे निवेशितौ ।
१. 'निदर्शन' नि०। २. 'मतान्तरेऽपि' नि० । ३. 'तेषामङ्गित्वे' निर्विरोधित्वमेव' नि०, 'तेषामङ्गत्वे निर्विरोधित्वमेव' दी। ४. 'विरोधिविषये' नि०, दी० । ५. 'पोषः' नि०, दी० ।। ६. 'न्यस्यः' दी० । 'व्यङ्ग्य (न्यस्यः)' नि० ।
Page #209
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૨૪, ૨૫, ૨૬
એક રસ બીજા રસનો વ્યભિચારી (અંગ) બને છે', એમ જેમનો મત છે, તેમના મતે આ કહ્યું છે. બીજા મતમાં (રસનું બીજા રસમાં વ્યભિચારિત્વ- અંગત્વન માનનારા મતમાં) રસ શબ્દથી રસના સ્થાયિભાવ ઉપચારથી કહ્યા છે. (એવું સમાધાન સમજવું જોઈએ.) એ (સ્થાયિભાવો)નું અંગત્વ માનવામાં વિરોધ આવતો જ નથી.
કારિકા-૨૫ અને વૃત્તિ (એકાશ્રયમાં વિરોધી રસોનો વિરોધ કેવી રીતે દૂર કરવો?).
આ રીતે પ્રબંધમાંના પ્રધાન રસની સાથે તેના અવિરોધી તથા વિરોધી રસોના સમાવેશમાં સાધારણપણે વિરોધ દૂર કરવાના ઉપાય દર્શાવ્યા પછી હવે (વિશેષ રૂપથી) વિરોધી રસના જ તે (અવિરોધ લાવનાર ઉપાય)નું પ્રતિપાદન કરવાને માટે આ કહે છે. '
સ્થાયી (પ્રધાન) રસનો જે વિરોધી એકાશ્રયને કારણે વિરોધી બનતો હોય તેનો વિભિન્ન આશ્રય (બીજો આશ્રય) કરી દેવો જોઈએ. એટલે તેના પરિપષમાં પણ કોઈ દોષ નહિ આવે.”
- એકાધિકરણને લીધે વિરોધી (૧) અને નિરંતરતાને કારણે વિરોધી (૨) એમ વિરોધી (રસ) બે પ્રકારના હોય છે. (એકાધિકરણને લીધે વિરોધીના પણ બે ભેદ થઈ જાય છે, આલંબનના એક્યમાં વિરોધી અને આશ્રયના એક્યમાં વિરોધી) એમાંથી પ્રબંધના પ્રધાનરસની દષ્ટિએ જે એકાધિકરણ વિરોધી રસ હોય-જેમકે વીરનો ભયાનક, તેને (એક જ) આશ્રયથી જુદો પાડવો. એટલે કે વીરનો આશ્રય જે કથાનાયક, તેના પ્રતિપક્ષમાં (પ્રતિનાયકમાં) તેનું ( તે ભયાનક રસનું) નિરૂપણ કરવું જોઈએ. એમ કરાતાં તે વિરોધી (ભયાનક)નું પરિપોષણ પણ નિર્દોષ છે. પ્રતિપક્ષમાં ભયના અતિશય વર્ણનમાં, નાયકની નીતિ અને પરાક્રમને લગતી સંપત્ સારી રીતે પ્રગટ થાય છે. આ વાત મારા ‘અર્જુનચરિત’ (કાવ્ય)માં પાતાળ અવતરણ પ્રસંગે વિશદ રીતે પ્રદર્શિત (કરેલી) છે.
કારિકા-૨૬ અને વૃત્તિ આમ, પ્રબંધમાં રહેલ સ્થાયિરસ (પ્રધાનરસ)ની સાથે એકાધિકરણ્ય વિરોધી (= એકાશ્રયને લીધે વિરોધી) (રસ)ના અંગભાવને પ્રાપ્ત થવામાં જે પ્રકારે નિર્વિરોધિત્વ હોય છે તે બતાવ્યું. બીજાના (= નિરંતરતાને કારણે જે વિરોધી બનતો હોય તેનો) નિર્વિરોધિત્વનું પ્રતિપાદન કરવા કહે છે
જે (રસ)ના એક આશ્રયમાં નિબંધનમાં દોષ નથી (પરંતુ) નિરંતરતાને કારણે જે વિરોધી બની જતો હોય, તેને, વચમાં બીજા રસનું વ્યવધાન રાખીને બુદ્ધિમાન કવિએ વ્યંજિત કરવો જોઈએ.”
Page #210
--------------------------------------------------------------------------
________________
२०८
દવન્યાલોક शान्तश्च तृष्णाक्षयसुखस्य यः परिपोषस्तल्लक्षणों रसः प्रतीयत एव । तथा चोक्तम्
यच्च कामसुखं लोके यच्च दिव्यं महत् सुखम् ।
तृष्णाक्षयसुखस्यैते नार्हतः षोडशी कलाम् ॥ यदि नाम सर्वजनानुभवगोचरता तस्य नास्ति नैतावताऽसावलोकसामान्यमहानुभावचित्तवृत्तिविशेषः प्रतिक्षेप्तुं शक्यः । न च वीरे तस्यान्तर्भावः कर्तुं युक्तः । तस्याभिमानमयत्वेन व्यवस्थापनात् । अस्य चाहङ्कारप्रशमैकरूपतया स्थितेः । तयोश्चैवंविधविशेषसद्भावेऽपि यद्यैक्यं परिकल्प्यते तद्वीररौद्रयोरपि तथा प्रसङ्गः । दयावीरादीनां तु चित्तवृत्तिविशेषाणां सर्वाकारमहङ्काररहितत्वेन शान्तरसप्रभेदत्वम्, इतरथा तु वीररसप्रभेदत्वमिति व्यवस्थाप्यमाने न कश्चिद् विरोधः । तदेवमस्ति शान्तो रसः । तस्य चाविरुद्धरसव्यवधानेन प्रबन्धे विरोधिरससमावेशे सत्यपि निर्विरोधत्वम् । यथा प्रदर्शिते विषये ॥२६॥ एतदेव स्थिरीकर्तुमिदमुच्यते
रसान्तरान्तरितयोरेकवाक्यस्थयोरपि ।
निवर्तते हि रसयोः समावेशे विरोधिता ॥२७॥ रसान्तरव्यवहितयोरेकप्रबन्धस्थयो' विरोधिता निवर्तत इत्यत्र न काचिद् भ्रान्तिः । यस्मादेकवाक्यस्थयोरपि रसयोरुक्तया नीत्या विरुद्धता निवर्तते । यथा
भूरेणुदिग्धानवपारिजातमालारजोवासितबाहुमध्याः । गाढं शिवाभिः परिरभ्यमाणान् सुराङ्गनाश्लिष्टभुजान्तरालाः ।। सशोणितैः क्रव्यभुजां स्फुरद्भिः पक्षैः खगानामुपवीज्यमानान् । संवीजिताश्चन्दनवारिसेकैः सुगन्धिभिः कल्पलतादुकूलैः ।। विमानपर्यकतले निषण्णाः कुतूहलाविष्टतया तदानीम् ।
निर्दिश्यमानान् ललनाङ्गुलीभिर्वीराः स्वदेहान् पतितानपश्यन् ॥ इत्यादौ । अत्र हि शृङ्गारबीभत्सयोस्तदङ्गयोर्वा वीररसव्यवधानेन समावेशो न विरोधी ॥२७॥
१. 'विशेषवत्' नि०, दी। २. 'वीरे च तस्यान्तर्भावः कर्तुं युक्त' नि० । ३. "विरुद्धयोर्विरोधिता' नि०, दी० ।
Page #211
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૨૬, ૨૭
૨૦૯
અને જે (રસ) એક અધિકરણમાં (આશ્રયમાં) અવિરોધી હોય પણ નૈરન્તર્યમાં (=વચ્ચે અંતર રાખ્યા વિના એક પછી તરત બીજાનું વર્ણન કરાય તે) વિરોધી હોય, તેનો બીજા રસના વ્યવધાનથી પ્રબંધમાં સમાવેશ કરવો જોઈએ. જેમ કે ‘નાગાનંદ’માં શાંત અને શૃંગારનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તૃષ્ણાનો ક્ષય થવાથી જે સુખ મળે, તેના પોષણવાળો જે રસ તે શાંતરસ પ્રતીત થાય છે. કહ્યું છે કે
“આ લોકમાં જે કામસુખ છે, અને જે દિવ્ય મહાન સુખ છે, એ બંને તૃષ્ણાક્ષયથી થતા સુખના સોળમા ભાગ (કલા-અંશ)ની બરાબર પણ નથી.’’
જો તે (શાંતરસ) સર્વજનથી અનુભવાય તેવો ન હોય તો, એટલા જ કારણથી, અસામાન્ય મહાનુભાવની ચિત્તવૃત્તિ જેવો, તે ફેંકી દેવા જેવો (ઇન્કાર કરવા જેવો) નથી બનતો. એનો વીર (રસ)માં પણ સમાવેશ કરવો યોગ્ય નથી. તેની (વીરની) અહંકારમયત્વથી ગોઠવણ થાય છે માટે. અને આની (શાંતરસની) સ્થિતિ અહંકારના પ્રશમરૂપે જ છે, માટે. આમ એ બે વચ્ચે ભેદ હોવા છતાં, જો એકતા માનવામાં આવે, તો પછી વીર અને રૌદ્રને તેમ ગણવા પડે. દયાવીર વગેરે જે ચિત્તવૃત્તિ વિશેષો જ છે તે, સર્વ રીતે અહંકારરહિત છે માટે, તે શાંત રસના પ્રભેદો છે, નહીંતર વીરના પ્રભેદો છે, એવી વ્યવસ્થા કરવામાં કોઈ વિરોધ નથી. આમ, ‘શાંતરસ’ છે જ. અને વિરોધી રસનો સમાવેશ થતાં પણ અવિરુદ્ધ રસના વ્યવધાનથી પ્રબંધમાં તેનો સમાવેશ કરવાથી વિરોધ રહેતો નથી. જેમ કે પ્રદર્શિત વિષયમાં (‘નાગાનંદ’માં).
કારિકા-૨૭ અને વૃત્તિ : આને જ વધુ દૃઢ કરવાને કહે છે.
‘‘એક વાકચમાં રહેલા હોય તોય જો બેની વચ્ચે કોઈ બીજો (બંનેનો અવિરોધી) રસ આવ્યો હોય તો તેનો વિરોધ સમાપ્ત થઈ જાય છે.''
બીજા રસથી અન્તરાયેલ (વ્યવહિત થયેલ) અને એજ પ્રબંધમાં રહેલ વિરુદ્ધરસની વિરોધિતા દૂર થઈ જાય છે, એમાં કોઈ ભ્રાંતિ નથી. જેમકે‘‘તે વખતે નવીન પારિજાતની માળાના પરાગથી સુવાસિત છાતી (બાહુમધ્ય) વાળા, સુરાંગનાઓથી આલિંગિત ઉરઃસ્થલવાળા, ચંદન જળ છાંટવાથી સુગંધિત બનેલાં કલ્પલતાનાં વસ્ત્રો વડે જેમને વીંઝણો નાંખવામાં આવે છે એવા વિમાનના પર્યંક પર બેઠેલા વીરોએ, કુંતૂહલપૂર્વક, સ્ત્રીઓએ (અપ્સરાઓએ) આંગળીથી બતાવેલા, પૃથ્વીની ધૂળથી રજોટાયેલા, શિયાળવાંથી ગાઢ આલિંગિત અને માંસાહારી પક્ષીઓના લોહીથી ખરડાયેલી અને હાલતી પાંખોથી જેમને વાયુ ઢોળવામાં આવતો હતો એવા પોતાના દેહોને (યુદ્ધભૂમિમાં) પડેલા જોયા.'' ઇત્યાદિમાં. અહીં શૃંગાર અને બીભત્સ રસ અથવા તેનાં અંગો (રતિ, જુગુપ્સા- સ્થાયિભાવો)નો સમાવેશ, વીરરસના વ્યવધાનને લીધે, વિરોધી નથી.
Page #212
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક विरोधमविरोधं च सर्वत्रेत्थं निरूपयेत् ।
विशेषतस्तु शृङ्गारे सुकुमारतमो ह्यसौ ॥२८॥ यथोक्तलक्षणानुसारेण विरोधाविरोधौ सर्वेषु रसेषु प्रबन्धेऽन्यत्र च निरूपयेत् सहृदयः । विशेषतस्तु शृङ्गारे । स हि रतिपरिपोषात्मकत्वाद्, रतेश्च स्वल्पेनापि निमित्तेन भङ्गसम्भवात्, सुकुमारतमः सर्वेभ्यो रसेभ्यो मनागपि विरोधिसमावेशं न सहते ॥२८॥
अवधानातिशयवान्-रसे तत्रैव सत्कविः ।
भवेत् तस्मिन् प्रमादो हि झटित्येवोपलक्ष्यते ॥२९॥ तत्रैव च रसे सर्वेभ्योऽपि रसेभ्यः सौकुमार्यातिशययोगिनि कविरवधानवान् प्रयत्नवान् स्यात् । तत्र हि प्रमाद्यतस्तस्य सहृदयमध्ये क्षिप्रमेवावज्ञानविषयता भवति ॥२९॥ .. शृङ्गाररसो हि संसारिणां नियमेनानुभवविषयत्वात् सर्वरसेभ्यः कमनीयतया प्रधानभूतः । एवं च सति
विनेयानुन्मुखीकर्तुं काव्यशोभार्थमेव वा।
तद्विरुद्धरसस्पर्शस्तदङ्गानां न दुष्यति ॥३०॥ ... शृङ्गारविरुद्धरसस्पर्शः शृङ्गाराङ्गाणां यः स न केवलमविरोधलक्षणयोगे सति न दुष्यति, यावद् विनेयानुन्मुखीकर्तुं काव्यशोभार्थमेव वा क्रियमाणो न दुष्यति । शृङ्गाररसाफ़ैरुन्मुखीकृताः सन्तो हि विनेयाः सुखं विनयोपदेशान् गृह्णन्ति । सदाचारोपदेशरूपा हि नाटकदिगोष्ठी, विनेयजनहितार्थमेव मुनिभिरवतारिता ।
किश्च शृङ्गारस्य सकलजनमनोहराभिरामत्वात् तदङ्गसमावेशः काव्ये शोभातिशयं पुष्यतीत्यनेनापि प्रकारेण विरोधिनि रसे शृङ्गाराङ्गसमावेशो न विरोधी । ततश्च
सत्यं मनोरमा रामाः सत्यं रम्या विभूतयः ।
किन्तु मत्ताङ्गनापाङ्गभङ्गलोलं हि जीवितम् ॥ इत्यादिषु नास्ति रसविरोधदोषः ॥३०॥
विज्ञायेत्थं रसादीनामविरोधविरोधयोः । . विषयं सुकविः काव्यं कुर्वन् मुह्यति न क्वचित् ॥३१॥ १-२. 'सुकुमारतर' नि०, दी। ३. 'झगित्येवावभासते' दी० । ‘झगित्येषोपलक्ष्यते' नि० । ४. 'शृङ्गारागानां' बा० प्रि०। ५. 'सकलजनमनोऽभिरामत्वात्' दी० । ६. 'विरोधिरसे' नि०, दी।
-
Page #213
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત: ૨૮, ૨૯, ૩૦, ૩૧
૨૧૧
કારિકા-૨૮ અને વૃત્તિ : ‘‘વિરોધનું અને અવિરોધનું, સર્વત્ર આ રીતે નિરૂપણ કરવું જોઈએ. ખાસ કરીને શૃંગારમાં, કેમકે તે સૌથી વધુ સુકુમાર છે.’’
ઉપર્યુક્ત લક્ષણો પ્રમાણે પ્રબંધકાવ્યમાં અને અન્યત્ર (મુક્તકોમાં) સહૃદયે બધા રસોમાં વિરોધ અને અવિરોધનું નિરૂપણ કરવું જોઈએ. ખાસ કરીને શૃંગારમાં. કારણકે તે રતિના પરિપોષરૂપ હોવાથી, અને રતિનો જરા જેટલા કારણથી ભંગ થવાનો સંભવ હોવાથી, બધા રસોમાં અધિક સુકુમાર છે અને વિરોધીના સહેજ પણ સમાવેશને સહી લેતો નથી.
કારિકા-૨૯ અને વૃત્તિ
‘‘સત્કવિએ એ રસની બાબતમાં અતિશય સાવધ રહેવું; કારણ કે તેમાં પ્રમાદ ઝટ લક્ષિત થઈ જાય છે.’’ બધા રસોથી પણ વધુ સૌકુમાર્યવાળા તે રસમાં કવિએ સાવધાન અને પ્રયત્નવાળા રહેવું. તેમાં પ્રમાદી થાય તો સહ્રદયોમાં તે એકદમ અવજ્ઞાને પાત્ર થાય છે.
કારિકા-૩૦ અને વૃત્તિ : ( વિરોધી રસોમાં પણ શૃંગારનો સ્પર્શ) શૃંગારરસ, સંસારીઓને ખાસ અનુભવનો વિષય છે માટે, બધા રસોમાં કમનીય-સુંદર- છે માટે, પ્રધાન છે. એમ છે માટે
‘‘શીખાઉને (શિક્ષણના વિષયમાં) ઉન્મુખ કરવાની દૃષ્ટિથી અથવા કાવ્યની શોભાને માટે તેના (શૃંગારના) વિરુદ્ધ રસોમાં (શાંત વગેરેમાં) તેનાં (શૃંગારનાં) અંગો (વ્યભિચારિભાવ વગેરે) નો સ્પર્શ દોષરૂપ નથી.’’
શૃંગારના વિરુદ્ધ રસનો, શૃંગારનાં અંગોને જે સ્પર્શ થાય, તે અવિરોધી લક્ષણ હોય ત્યારે જ દોષપાત્ર ગણાતો નથી એટલું જ નહિ, પણ શિષ્યોને ઉત્તેજવાને કે કાવ્યની શોભા માટે જ કરાય છે ત્યારે પણ દોષયુક્ત થતો નથી. કેમ કે શૃંગારરસના અંગો દ્વારા ઉન્મુખ થયેલા શિષ્યો વિનયના ઉપદેશોને સુખપૂર્વક ગ્રહણ કરે છે. (ભરત વગેરે) મુનિઓએ શિષ્યોના હિતમાટે સદાચારના ઉપદેશરૂપ નાટક વગેરે ગોષ્ઠી (મંડળી)ની અવતારણા કરી છે.
ઉપરાંત, શૃંગારમાં બધા માણસના મનને હરે તેવું અભિરામત્વ છે, તેથી તેનાં અંગનો સમાવેશ કાવ્યના સૌંદર્યાતિને પોષે છે. માટે એવી રીતે પણ વિરોધી રસમાં શૃંગારનાં અંગોનો સમાવેશ વિરોધી નથી. તેથી-‘સ્ત્રીઓ મનોરમ છે, એ સાચું, વિભૂતિઓ (ઐશ્વર્યો) રમ્ય હોય છે, એ સાચું, પણ (તેનો ભોગ કરનારું આ) જીવન જ મત્ત સ્ત્રીના કટાક્ષ જેવું અત્યંત અસ્થિર છે.’’ વગેરેમાં રસવિરોધનો દોષ નથી.
કારિકા-૩૧ અને વૃત્તિ : ‘આ રીતે રસ આદિના અવિરોધ અને વિરોધના વિષયને સમજીને કાવ્ય કરનાર સુકવિ કદી ભ્રમમાં પડતો નથી.’’
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૧૨
વન્યાલોક इत्थमनेनानन्तरोक्तेन प्रकारेण रसादीनां रसभावतदाभासानां परस्परं विरोधस्याविरोधस्य च विषयं विज्ञाय सुकविः काव्यविषये प्रतिभातिशययुक्तः काव्यं कुर्वन् न कचिन्मुह्यति ॥३१॥
एवं रसादिषु विरोधाविरोधनिरूपणस्योपयोगित्वं प्रतिपाद्य व्यञ्जकवाच्यवाचकनिरूपणस्यापि तद्विषयस्य तत्प्रतिपाद्यते
वाच्यानां वाचकानां च यदौचित्येन योजनम् ।
रसादिविषयेणैतत् कर्म मुख्यं महाकवेः ॥३२॥ वाच्यानामितिवृत्तविशेषाणां वाचकानां च तद्विषयाणां रसादिविषयेणौचित्येन यद् योजनमेतन्महाकवेर्मुख्यं कर्म । अयमेव हि महाकवेर्मुख्यो व्यापारो यद्रसादीनेव मुख्यतया काव्यार्थीकृत्य तद्व्यक्तयनुगुणत्वेन शब्दानामर्थानां चोपनिबन्धनम् ।।३२।।
एतच्च रसादितात्पर्येण काव्यनिबन्धनं भरतादावपि सुप्रसिद्धमेवेति प्रतिपादयितुमाह
रसाधनुगुणत्वेन व्यवहारोऽर्थशब्दयोः।
औचित्यवान् यस्ता एता वृत्तयो' द्विविधाः स्थिताः ॥३३॥ ३३.१ व्यवहारो हि वृत्तिरित्युच्यते । तत्र रसानुगुण औचित्यवान् वाच्याश्रयो यो व्यवहारस्ता एताः कौशिकाद्याः वृत्तयः । वाचकाश्रयाश्चोपनागरिकाद्याः वृत्तयो हि रसादितात्पर्येण सन्निवेशिताः कामपि नाटयस्य काव्यस्य च छायामावहन्ति । रसादयो हि द्वयोरपि तयोर्जीवभूताः । इतिवृत्तादि तु शरीरभूतमेव । ___ अत्र केचिदाहुः ‘गुणगुणिव्यवहारो रसादीनामितिवृत्तादिभिः सह युक्तो, न तु जीवशरीरव्यवहारः । रसादिमयं हि वाच्यं प्रतिभासते, न तु रसादिभिः पृथग्भूतम्' इति । ____ अत्रोच्यते, यदि रसादिमयमेव वाच्यं यथा गौरत्वमयं शरीरम्, एवं सति यथा शरीरे प्रतिभासमाने नियमेनैव गौरत्वं प्रतिभासते सर्वस्य तथा वाच्येन सहैव रसादयोऽपि सहृदयस्यासहृदयस्य च प्रतिभासेरन् । न चैवम् । तथा चैतत् प्रतिपादितमेव प्रथमोद्योते।
१. 'प्रतिपादयितुमिदमुच्यते' दी० । २. 'विविधाः स्मृताः' निः।
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૧૩
તૃતીય ઉદ્યોતઃ ૩૧,૩૨, ૩૩
આમ હમણાં કહેવા પ્રકારથી, રસ આદિ (અર્થાત) રસ, ભાવ, તેના આભાસ (=રસાભાસ, ભાવાભાસ)ના પરસ્પર વિરોધ અને અવિરોધના વિષયને સમજીને કાવ્ય વિષયમાં અતિશય પ્રતિભાથી યુક્ત થઈને સુકવિ કાવ્ય નિર્માણ કરતાં કદી વ્યામોહ (ભ્રમ)માં પડતો નથી.
કારકા-૩૨ અને વૃત્તિ : આમ રસ આદિમાં વિરોધ અને અવિરોધના નિરૂપણની ઉપયોગિતાનું પ્રતિપાદન કરીને તેના (રસાઠિ) વ્યંજક, વાચ્ય (કથાવસ્તુ), તથા વાચક (શબ્દાદિ) ના નિરૂપણની પણ ઉપયોગિતાનું પ્રતિપાદન
કરે છે.
“વાચ્ય (કથાવસ્તુ) અને વાચકો (શબ્દાદિ)ની રસાદિ વિષયક ઔચિત્યપૂર્વક યોજના કરવી એ મહાકવિનું મુખ્ય કર્મ છે.”
વાચ્ય અર્થાત્ ઇતિવૃત્તવિશેષો (કથાવસ્તુવિશેષો) અને તેના સંબંધી (શબ્દાદિ) વાચકોની રસાદિવિષયક ઔચિત્યની દષ્ટિથી જે યોજના (કરવી) તે મહાકવિનું મુખ્ય કામ છે. રસાદિને મુખ્યરૂપથી કાવ્યનો અર્થ બનાવી (વિષય બનાવી) તેને અનુરૂપ શબ્દો અને અર્થોની ગૂંથણી કરવી એ મહાકવિનું મુખ્ય કાર્ય છે (મુખ્ય વ્યાપાર છે.)
કારિકા-૩૩ અને વૃત્તિક રસાદિના તાત્પર્યથી (કરવામાં આવતી) આવી કાવ્યરચના ભરતાદિમાં પણ પ્રસિદ્ધ છે, તે બતાવવા કહે છે.
- “રસાદિને અનુસરીને શબ્દ અને અર્થનો જે ઓચિત્યપૂર્વક વ્યવહાર છે તે આ બે પ્રકારની વૃત્તિઓ છે.”
૩૩.૧ વ્યવહારને જ વૃત્તિ કહે છે. તેમાં રસને અનુસરનાર ઔચિત્યવાળો અને વાચ્ય (અર્થ)ના આશ્રયવાળો જે વ્યવહાર છે તે જ કેશિકી વગેરે વૃત્તિઓ છે. વાચક્ના (શબ્દના) આશ્રયવાળી ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ (છે). રસાદિપરતાથી(રસાદિ તાત્પર્ય પ્રમાણે) પ્રયોજાયેલી (કશિકી આદિ તથા ઉપનાગરિકા આદિ) વૃત્તિઓ નાટક અને કાવ્યમાં (ક્રમશઃ) કોઈ અનિર્વચનીય સૌંદર્ય ઉત્પન્ન કરે છે. રસાદિ તે બન્ને (પ્રકારની વૃત્તિઓ)ના જીવરૂપ છે, ઈતિવૃત્ત (કથાવસ્તુ) તો શરીર સમાન જ છે.
(રસની જીવરૂપતાનું પ્રતિપાદન)
(પૂર્વપક્ષ) અહીં કેટલાક લોકો કહે છે-“રસાદિ નો ઈતિવૃત્તની સાથે ગુણગુણી વ્યવહાર ઉચિત છે, જીવ-શરીર વ્યવહાર નહીં. કેમકે વાચ્ય રસાદિમય જ પ્રતિભાસિત થાય છે (પ્રતીત થાય છે), 'રસાઠિથી જુદું નહીં, એમ.
(સિદ્ધાન્તપક્ષ) અહીં કહેવાય છે-જો રસાદિમય જ વાચ્ય હોય છે જેમકે ગૌરત્વમય શરીર, એમ છે ત્યારે, જેમ શરીર પ્રતિભાસિત (પ્રતીત) થતાં, નિયમથી જ, બધાને માટે ગૌરત્વ પ્રતિભાસિત થાય છે, તેવી રીતે વાચ્યની સાથે જ રસ
Page #216
--------------------------------------------------------------------------
________________
-.-.. बन्यो स्यान्मतम्, · रत्नानामिव जात्यत्वं प्रतिपत्तृविशेषतः संवेद्यं वाच्यानां रसादिरूपत्वमिति ।
-... नैवम्, यतो यथा जात्यत्वेन प्रतिभासमाने रत्ने रत्नस्वरूपाऽनतिरिक्तत्वमेव तस्य लक्ष्यते, तथा रसादीनामपि विभावानुभावादिरूपवाच्याव्यतिरिक्तत्वमेव लक्ष्यते । न चैवम् । नहि विभावानुभावव्यभिचारिण एव रसा इति कस्यचिदवगमः । अत एव च विभावादिप्रतीत्यविनाभाविनी रसादीनां प्रतीतिरिति तत्प्रतीत्योः कार्यकारणभावेन व्यवस्थानात् क्रमोऽवश्यम्भावी । स तु लाघवान प्रकाश्यते' इत्यलक्ष्यक्रमा एव सन्तो व्यङ्ग्या रसादयः' इत्युक्तम् ।
ननु शब्द एव प्रकरणाद्यवच्छिन्नो वाच्यव्यङ्ग्ययोः सममेव प्रतीतिमुपजनयतीति किं तत्र क्रमकल्पनया । नहि शब्दस्य वाच्यप्रतीतिपरामर्श एव व्यञ्जकत्वे निबन्धनम्। तथा हि गीतादिशब्देभ्योऽपि "रसाभिव्यक्तिरस्ति । न च तेषामन्तरा वाच्यपरामर्शः ।
अत्रापि ब्रूमः । प्रकरणाद्यवच्छेदेन व्यञ्जकत्वं शब्दानामित्यनुमतमेवैतदस्माकम् । किन्तु तद् व्यञ्जकत्वं तेषां कदाचित् स्वरूपविशेषनिबन्धनं कदाचिद् वाचकशक्तिनिबन्धनम् । तत्र येषां वाचकशक्तिनिबन्धनं तेषां यदि वाच्यप्रतीतिमन्तरेणैव स्वरूपप्रतीत्या निष्पन्नं तद्भवेन्न तर्हि वाचकशक्तिनिबन्धनम् । अथ तन्निबन्धनं तन्नियमेनैव 'वाच्यवाचकभावप्रतीत्युत्तरकालत्वं व्यङ्ग्यप्रतीतेः प्राप्तमेव । स तु क्रमो यदि लाघवान्न लक्ष्यते तत्किं क्रियते ।
१. 'प्रतिपत्त विशेष(तः) रसानां' नि०, दी० । २. 'वाच्यानतिरिक्तमेव लक्ष्यते' दी० । 'वाच्यव्यतिरिक्तत्वमेव लक्ष्यते' नि० । ३. 'प्रकाशते' दी। . ४. 'रसाद्यभिव्यक्तिरस्ति' नि०, दी० ।। ५. 'वाच्यवाचकप्रतीत्युत्तरकालत्वं' दी० । ६. 'क्रियताम्' दी० ।
Page #217
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૩૩
૨૧૫ ઇત્યાદિ પણ સહૃદય અને અસહૃદય (બધાને) પ્રતીત થવા જોઈએ. પણ એમ થતું નથી. એનું પ્રથમ ઉદ્યોતમાં (કા-૭માં) પ્રતિપાદન કરી ચૂક્યા છીએ.
(પૂર્વપક્ષ) રત્નોની જાતિ (જાત્યત્વ, જાતિપણું, ઉત્કૃષ્ટતા) જેમ વિશેષ (ઝવેરી) જ જાણી શકે છે. (દરેક માણસને તેની કિંમત સમજાતી નથી, તેમ વાચ્ય (કથાવસ્તુ)નું રસાતિરૂપત્ય વિશેષજ્ઞ (સદય)ને જ સંવેદ્ય છે. (જણાય તેવું છે) (બધાને નહીં) જો આમ માનતા હો તો (જવાબ એ છે કે-)
(સિદ્ધાન્તપક્ષ) તો એમ નથી. કેમ કે જેમ જાત્યત્વ (= ઉત્કૃષ્ટ જાતીય રૂપથી) પ્રતીત થનાર રત્નમાં તે (ઉત્કર્ષ) રત્નના સ્વરૂપથી અભિન્ન (રત્નસ્વરૂપ થયેલો જ પ્રતીત થાય છે. એવી રીતે રસાદિની પણ વિભાવ, અનુભાવ વગેરે રૂ૫ વાચ્યથી અભિન્ન (વિભાવાદિ) રૂપમાં જ પ્રતીતિ થવી જોઈએ. પણ એમ નથી. વિભાવ, અનુભાવ અને વ્યભિચારિભાવ એ જ રસ છે એમ કોઈને લાગતું નથી. માટે જ વિભાવાદિની પ્રતીતિની સાથે અવિનાભાવવાળી જ (પણ એનાથી જુદી) રસાદિની પ્રતીતિ છે. એથી એ બંને (વિભાવ વગેરે અને રસ વગેરેની) પ્રતીતિઓ કાર્યકારણ ભાવથી રહેલ હોવાથી (તેનામાં) ક્રમ અવશ્યભાવી છે. (ક્રમ જરૂર નીપજે છે). પરંતુ (ઉત્પતિશતપત્રમે વર્તુ- કમળની સો પાંખડીમાં સોય ભોંકવામાં આવે તો ક્રમ દેખાતો નથી તેની જેમ) તે લાઘવને લીધે દેખાતો નથી. એથી જ 'રસાદ અસંલક્ષ્યક્રમરૂપથી જ વ્યંગ્ય હોય છે વગેરે કહ્યું છે.
(રસની અલક્ષ્યક્રમવ્યંગ્યતા)
(પૂર્વપક્ષ) પણ પ્રકરણ વગેરેથી વિશિષ્ટ શબ્દ જ વાચ્ય અને વ્યંગ્ય બંનેની એકસાથે જ પ્રતીતિ ઉપજાવે છે, માટે કમની કલ્પનાની શી જરૂર ? વાચ્યની પ્રતીતિનો પરામર્શ એ જ કંઈ શબ્દને વ્યંજકરૂપે રચવાનું (કારણ) નથી. કેમકે ગીત આદિના શબ્દોથી પણ રસની અભિવ્યક્તિ થાય છે. (આદિથી વાઘ કે વિલાપ વગેરેના શબ્દનું ગ્રહણ થાય છે. તેની વચમાં (ગીતના શબ્દોનું શ્રવણ અને રસાભિવ્યક્તિની વચ્ચે) વાચ્ય (અર્થ)નું જ્ઞાન થતું નથી. (પૂર્વપક્ષીનું કહેવું છે કે શબ્દ વિના કોઈ ક્રમથી વાચ્ય અને વ્યંગ્યની પ્રતીતિ એકી સાથે જ કરી શકાય છે.)
(સિદ્ધાન્તપક્ષ) અમે અહીં પણ કહીએ છીએ- પ્રકરણ ઇત્યાદિની વિશેષતાની સાથે શબ્દોનું વ્યંજકત્વ હોય છે એ અમને પણ માન્ય છે. પણ તે તેમનું વ્યંજત્વ ક્યારેક સ્વરૂપ વિશેષના આધાર પર (રચાય) છે, ક્યારેક વાચક શક્તિના આધાર પર. તેમાં જેમનું (જે શબ્દોનું) વાચક શક્તિથી નિબંધન હોય તેમનામાં જો વાચ્ય પ્રતીતિ વિના જ સ્વરૂપ પ્રતીતિથી જ તે (વ્યંજત્વ) નિષ્પન્ન થાય તો તે વાચક શક્તિથી રચાયેલ નથી અને જો વાચકશક્તિમૂલક છે તો (તમૂલક છે તો) વ્યંગ્યપ્રતીતિ નિયમથીજ - અવશ્ય જવાચ્ય વાચકપ્રતીતિના ઉત્તરકાળમાં જ થશે એ પ્રાપ્તિ જ છે. તે ક્રમ લાઘવને લીધે (સૂક્ષ્મ હોવાથી) નથી દેખાતો તો શું કરવું?
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૧૨
.........न्या ___ यदि च वाच्यप्रतीतिमन्तरेणैव प्रकरणाद्यवच्छिन्नशब्दमात्रसाध्या रसादिप्रतीतिः स्यात्, तदनवधारितप्रकरणानां वाच्यवाचकभावे च स्वयमव्युत्पन्नानां प्रतिपत्तॄणां काव्यमात्रश्रवणादेवासौ भवेत् । सहभावे च वाच्यप्रतीतेरनुपयोग, उपयोगे वा न सहभावः ।
येषामपि स्वरूपविशेषप्रतीतिनिमित्तं व्यञ्जकत्वं यथा गीतादिशब्दानां तेषामपि स्वरूपप्रतीतेर्व्यङ्ग्यप्रतीतेश्च नियमभावी' क्रमः । तत्तुरे शब्दस्य क्रियापौर्वापर्यमनन्यसाध्यतत्फलघटनास्वाशुभाविनीषु वाच्येनाविरोधिन्यभिधेयान्तरविलक्षणे रसादौ न प्रतीयते ।
क्वचित्तु लक्ष्यत एव । यथानुरणनरूपव्यङ्ग्यप्रतीतिषु । तत्रापि कथमिति चेदुच्यते । अर्थशक्तिमूलानुरणनरूपव्यङ्ग्ये ध्वनौ तावदभिधेयस्य तत्सामर्थ्याक्षिप्तस्य चार्थस्य, अभिधेयान्तरविलक्षणतया, अत्यन्तविलक्षणे ये प्रतीती तयोरशक्यनिह्नवो निमित्तनिमित्तिभाव इति स्फुटमेव तत्र पौर्वापर्यम् । यथा प्रथमोद्योते प्रतीयमानार्थसिद्धयर्थमुदाहृतासु गाथासु । तथाविधे च विषये वाच्यव्यङ्ग्ययोरत्यन्तविलक्षणत्वाद् यैव एकस्य प्रतीतिः सैवेतरस्येति न शक्यते वक्तुम् । शब्दशक्तिमूलानुरणनरूपव्यङ्गये तु ध्वनौ- ..
"गावो वः पावनानां परमपरिमितां प्रीतिमुत्पादयन्तु ।' इत्यादावर्थद्वयप्रतीतौ शाब्द्यामर्थद्वयस्योपमानोपमेयभावप्रतीतिरूपमवाचकपदविरहे सति, अर्थसामर्थ्यादाक्षिप्तेति, तत्रापि 'सुलक्षमभिधेयव्यङ्ग्यालङ्कारप्रतीत्योः पौर्वापर्यम् ।
१. 'नियमभावक्रमः' नि०। २. 'तत्र तु' नि०। ३. 'व्यङ्ग्यध्वनौ' नि०, दी। ४. 'सुलक्ष्य' नि०, दी।
Page #219
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૩૩
૨૧૭
(સિદ્ધાન્તપક્ષ) જો વાચ્યપ્રતીતિ વગર જ પ્રકરણાદિથી સહષ્કૃત (વિશિષ્ટ) શબ્દથી જ રસાદિની પ્રતીતિ સાધ્ય હોય તો, તેના પ્રકરણ આદિને ન સમજનારા અને પોતે વાચ્યવાચકભાવને ન જાણનારા (વાચકોને)ને, કાવ્યના શ્રવણથી જ એ (રસાદિપ્રતીતિ) થાય. (જેમ ગીત વગેરે શબ્દથી- અવાજથી-વાચ્યાદિના જ્ઞાન વિના, પ્રકરણ વગેરે સાથેના શ્રવણમાત્રથી રસાદિની પ્રતીતિ થાય છે.) ( વાચ્ય અને વ્યંગ્યપ્રતીતિ બન્નેનો) સહભાવ હોય તો વાચ્યપ્રતીતિનો ઉપયોગ ન રહે, ઉપયોગ રહે તો સહભાવ ન રહે. (એથી જે શબ્દોમાં વાચ્યશક્તિમૂલક વ્યંજત્વ રહે છે તેનામાં વાચ્ય અને વ્યંગ્યપ્રતીતિમાં ક્રમ જરૂર રહે છે.)
જેમનું પણ સ્વરૂપવિશેષ પ્રતીતિમૂલક વ્યંજત્વ છે, જેમકે ગીતાદિ શબ્દોનું, તેની પણ સ્વરૂપ પ્રતીતિ અને વ્યંગ્ય પ્રતીતિનો ક્રમ ચોક્કસ હોય છે. પણ તે શબ્દની ક્રિયાઓનું પૌર્વાપર્ય અનન્ય સાધ્ય ફળવાળી, ઝટ થતી, તે ઘટનાઓમાં વાચ્યથી વિરોધ ન રાખનાર તથા અન્ય વાચ્યથી (અભિધેયથી) વિલક્ષણ રસાદિમાં પ્રતીત થતું નથી.
(અનુરણનરૂપ વ્યંગ્યમાં ક્રમસંલક્ષ્ય) કોઈક વખત દેખાય પણ છે. જેમ કે અનુરણનરૂપ વ્યંગ્યની પ્રતીતિઓમાં. ત્યાં પણ (અર્થાત્ સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિમાં) કેવી રીતે (પ્રતીત થાય છે) ? તો કહે છે- (સંલક્ષ્યક્રમવ્યંગ્યના બે ભેદશબ્દશક્તિમૂલક અને અર્થશક્તિમુલક-બન્નેમાં ક્રમ લક્ષિત થાય છે. એનું અલગ અલગ પ્રતિપાદન કરે છે). અર્ધશક્તિમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિમાં, અભિધેય (વાચ્યાર્થ)ની અને તેના સામર્થ્યથી આક્ષિસ (વ્યંગ્ય) અર્થની, અન્ય અભિધેયથી વિલક્ષણ રૂપ હોવાને કારણે, અત્યંત વિલક્ષણ જે પ્રતીતિ છે, તેનો નિમિત્ત-નિમિત્તિ ભાવ (કાર્યકારણભાવ) ઢાંકવો અશક્ય છે તેથી ત્યાં પૌર્વાપર્ય સ્પષ્ટ જ છે. જેમકે પ્રથમ ઉદ્યોતમાં પ્રતીયમાન અર્થને સિદ્ધ કરવાને માટે ઉદાહત (શ્રમ ધાર્મિ૦ઇત્યાદિ) ગાથાઓમાં. અને તે પ્રકારના વિષયમાં વાચ્ય અને વ્યંગ્ય અત્યંત વિલક્ષણ હોવાને કારણે જે એકની પ્રતીતિ છે તે અન્યથી જ છે એમ નહીં કહી શકાય. (તેથી ‘અર્થશક્તિમૂલ સંલક્ષ્યમવ્યંગ્યધ્વનિ’માં ક્રમ અવશ્ય જ માનવો પડશે).
શબ્દશક્તિમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિમાં તો (સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિનો બીજો ભેદ – શબ્દશક્તિમૂલ) નાવો વઃ પાવનાનાં પરમપરિમિતાં પ્રીતિમુત્વાયત્તુ (૨/ ૨૧ની વૃત્તિમાં) અર્થાત્ ‘પરમ પવિત્ર ગાયો (પવિત્ર સૂર્યનાં કિરણો-બીજો અર્થ) તમને અપાર સુખ આપો.' ઇત્યાદિમાં બે અર્થોની શાબ્દી પ્રતીતિમાં ઉપમાન – ઉપમેયભાવની પ્રતીતિ ઉપમાવાચક પદના અભાવમાં અર્થના સામર્થ્યથી આક્ષિસ છે, (વ્યંગ્ય છે), તેથી ત્યાં પણ અભિધેય અને વ્યંગ્ય (ઉપમા) અલંકારની પ્રતીતિઓનું પૌર્વાપર્ય (ક્રમ) સ્પષ્ટ લક્ષમાં આવે છે જ. (આમ વાકયપ્રકારય પ્રકાર વિશે કહ્યું.) (હવે પદપ્રકાશ્ય પ્રકાર વિષે કહે છે).
Page #220
--------------------------------------------------------------------------
________________
२१८
...... वन्य पदप्रकाशशब्दशक्तिमूलानुरणनरूपव्यङ्गयेऽपि ध्वनौ विशेषणपदस्योभयार्थसम्बन्धयोग्यस्य योजकं पदमन्तरेण योजनमशाब्दमप्यर्थादवस्थितमित्यत्रापि पूर्ववदभिधेयतत्सामर्थ्याक्षिप्तालङ्कारमात्रप्रतीत्योः सुस्थितमेव पौर्वापर्यम् । आर्थ्यपि च प्रतिपत्तिस्तथाविधे विषये 'उभयार्थसम्बन्धयोग्यशब्दसामर्थ्यप्रसाधितेति शब्दशक्तिमूला कल्प्यते । ___ अविवक्षितवाच्यस्य तु ध्वनेः प्रसिद्धस्वविषयवैमुख्यप्रतीतिपूर्वकमेवार्थान्तरप्रकाशनमिति नियमभावी क्रमः । तत्राविवक्षितवाच्यत्वादेव वाच्येन सह व्यङ्ग्यस्य क्रमप्रतीतिविचारो न कृतः । तस्मादभिधानाभिधेयप्रतीत्योरिव वाच्यव्यङ्ग्यप्रतीत्योर्निमित्तनिमित्तिभावान्नियमभावी क्रमः । स तूक्तयुक्त्या क्वचिल्लक्ष्यते क्वचिन्न लक्ष्यते । ____३३.२ तदेवं व्यञ्जकमुखेन ध्वनिप्रकारेषु निरूपितेषु कश्चिद् ब्रूयात्, किमिदं व्यञ्जकत्वं नाम ? व्यङ्ग्यार्थप्रकाशनम् ? नहि व्यञ्जकत्वं व्यङ्ग्यत्वं चार्थस्य । व्यञ्जकसिद्धयधीनं व्यङ्गयत्वम्, व्यङ्ग्यापेक्षया च व्यञ्जकत्वसिद्धिरित्यन्योन्यसंश्रयादव्यवस्थानम् । ___ ननु वाच्यव्यतिरिक्तस्य व्यङ्ग्यस्य सिद्धिः प्रागेव प्रतिपादिता । तत्सिद्धयधीना च व्यञ्जकत्वसिद्धिरिति कः पर्यनुयोगावसरः ?
सत्यमेवैतत् । प्रागुक्तयुक्तिभिर्वाच्यव्यतिरिक्तस्य वस्तुनः सिद्धि कृता, स त्वर्थो व्यङ्ग्यतयैव कस्माद् व्यपदिश्यते ? यत्र च प्राधान्येनावस्थानं तत्र वाच्यतयैवासौ व्यपदेष्टुं युक्तः । तत्परत्वाद् वाक्यस्य । अतश्च तत्प्रकाशिनो वाक्यस्य वाचकत्वमेव व्यापारः, किन्तस्य व्यापारान्तरकल्पनया ? तस्मात् तात्पर्यविषयो योऽर्थः स
१. 'उभयार्थसम्बन्धयोगशब्दसामर्थ्यप्रतिप्रसवभूतेति' नि०, दी० । प्रसविता बा० प्रि० । २. 'तत्र त्वविवक्षितवाच्यत्वादेव, दी० । 'तत्रापि विवक्षितवाच्यत्वादेव' नि० । ३. 'चार्थस्यापि' नि०, दी। ४. 'वाचकत्वस्य नि०, दी।
Page #221
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૩૩
૨૧૯ પદપ્રકાશ ‘શબ્દશક્તિમૂલ અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિ'માં પણ, (અર્થાત્ શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિમાં પણ) (જેનું ઉદાહરણ અગાઉ ૩/૧ની વૃત્તિમાં પ્રાણું ઘનૈર્થિનનસ્ય વાચ્છી ઈ. શ્લોકમાં આપ્યું છે, તેમાં) બને અર્થના (#પ અને મમ્) સંબંધને યોગ્ય વિશેષણની યોજના જોડનાર શબ્દ વગર જ, અશાબ્દ (શબ્દમાં ન કહેલી) છે છતાં, અર્થથી સમજાય છે. માટે અહીં પણ આગળની પેઠે જ (અર્થાત્ વાક્યગતશબ્દશક્તિમૂલના ઉદાહરણ "વો વ વિનાનાં. ઈ. ની જેમ) વાચ્ય અને તેનાથી વ્યંગ્ય (થતા) અલંકારની પ્રતીતિનું પીપર્ય સુસ્થિત છે. આ પ્રકારના વિષયમાં, (વ્યંગ્ય અલંકાર આદિની) પ્રતીતિ આર્થી હોવા છતાં પણ બંને બાજુ સંબંધને યોગ્ય શબ્દના સામર્થ્યથી ઉત્પન્ન થાય છે. એથી શબ્દશક્તિમૂલની કલ્પના કરાય છે. [અવિવક્ષિતવાચ્ય (લક્ષણામૂલધ્વનિ)માં પણ મ જોવા મળે છે.]
અવિવક્ષિતવાચ્યધ્વનિ'નું પ્રકાશન તો પોતાના પ્રસિદ્ધ વિષયના વૈમુખ્ય (વિમુખતા)ની પ્રતીતિની સાથે જ થાય છે એથી ક્રમ નિયમથી થનારો છે. તેમાં વાચ્ય અવિવક્ષિત હોવાને કારણે જ વાચ્યની સાથે વ્યંગ્યના ક્રમની પ્રતીતિનો વિચાર
ર્યો નથી. તેથી અભિધાન અને અભિધેય (અર્થાતુ વાચક શબ્દ અને વા અર્થ)ની પ્રતીતિઓની જેમ વાચ્ય અને વ્યંગ્યની પ્રતીતિઓમાં નિમિત્તનિમિત્તિભાવ (અર્થાત્ કારણ-કાર્યભાવ) હોવાથી નિયમાનુસાર ક્રમ થનારો છે. (પણ) તે મુજબ, કોઈવાર દેખાય છે, તો કોઈવાર નથી દેખાતો.
૩૩.૨ (વ્યંજના સિદ્ધિ)
(પૂર્વપક્ષ) આમ વ્યંજકની દષ્ટિએ ધ્વનિના પ્રકારોનું નિરૂપણ ક્યું તે પરથી કોઈ કહે કે આ વ્યંજકત્વ વળી શું છે ? વ્યંગ્ય અર્થનું પ્રકાશન (જ વ્યંજકત્વ છે?) (એ ઠીક નથી, કેમ કે) અર્થનું વ્યંજકત્વ અને વ્યંગ્ય (સિદ્ધ) થઈ શકતું નથી. વ્યંજની સિદ્ધિને આધીન વ્યંગ્યની (સિદ્ધિ) અને વ્યંગ્યની દષ્ટિથી વ્યંજકની સિદ્ધિ (થઈ શકે છે, તેથી અન્યોન્યાશ્રય (દોષ) હોવાથી (બંને જ) સિદ્ધ થઈ શક્તા નથી. (અવ્યવસ્થા થઈ જશે) | (વ્યંજકત્વવાદી ઉત્તરપક્ષ) વાચ્ય વ્યતિરિક્ત વસ્તુની સિદ્ધિનું પ્રતિપાદન તો પહેલાં (પ્રથમ ઉદ્યોતમાં) કરી દીધું. તેની સિદ્ધિને આધીન વ્યંજકની સિદ્ધિ છે. તો પ્રશ્ન કરવાનો (પર્યનુયોગનો) અવસર ક્યાં છે ? (વ્યંજકત્વનો નિષેધ કરનારમીમાંસક વગેરેનો પૂર્વપક્ષ)
એ સત્ય જ છે. પહેલાં કહેલી રીતે, વાચ્યથી ભિન્ન વસ્તુની સિદ્ધિ કરી છે, પણ તે અર્થ વ્યંગ્યતાથી જ કેમ ઓળખાય છે? (વાચ્ય કેમ નથી કહેતા કે વાચ્યને પણ વ્યંગ્ય કેમ નથી કહેતા? અર્થાત્ તે બંને અર્થ સમાન જ છે.) જ્યાં તેની પ્રધાનરૂપેમુખ્યપણે વ્યવસ્થા હોય ત્યાં વાચ્યતાથી જ એને ઓળખવો યોગ્ય છે. કેમકે વાક્ય (મુખ્યતઃ) તેનું પ્રતિપાદન કરે છે. એથી એ (અર્થ)ને પ્રકાશે છે તે વાક્યનો
Page #222
--------------------------------------------------------------------------
________________
२२०
- વન્યાલોક तावन्मुख्यतया वाच्यः । या त्वन्तरा तथाविधे विषये वाच्यान्तरप्रतीतिः सा तत्प्रतीतेरुपायमात्रम्, पदार्थप्रतीतिरिव वाक्यार्थप्रतीतेः। ___ अत्रोच्यते-यत्र शब्दः स्वार्थमभिदधानोऽर्थान्तरमवगमयति तत्र यत्तस्य स्वार्थाभिधायित्वं यच्च तदर्थान्तरावगमहेतुत्वं तयोरविशेषो विशेषो वा ? न तावदविशेषः । यस्मात्तौ द्वौ व्यापारौ भिन्नविषयौ भिन्नरूपौ च प्रतीयेते एव । तथाहि वाचकत्वलक्षणो व्यापारः शब्दस्य स्वार्थविषयः, गमकत्वलक्षणस्तु अर्थान्तरविषयः । 'न च स्वपरव्यवहारो वाच्यव्यङ्ग्ययोरपह्रोतुं शक्यः । एकस्य सम्बन्धित्वेन प्रतीतेरपरस्य सम्बन्धिसम्बन्धित्वेन । वाच्यो ह्यर्थः साक्षाच्छब्दस्य सम्बन्धी, तदितरस्त्वभिधेयसामर्थ्याक्षिप्तः सम्बन्धिसम्बन्धी । यदि च स्वसम्बन्धित्वं साक्षात्तस्य स्यात् तदार्थान्तरव्यवहार एव न स्यात् । तस्मात् विषयभेदस्तावत् तयोर्व्यापारयोः सुप्रसिद्धः।
रूपभेदोऽपि प्रसिद्ध एव । नहि यैवाभिधानशक्तिः सैवावगमनशक्तिः । अवाचकस्यापि गीतशब्दादे रसादिलक्षणार्थावगमदर्शनात् । अशब्दस्यापि चेष्टादेरर्थविशेषप्रकाशनप्रसिद्धेः । तथाहि “व्रीडायोगानतवदनया” इत्यादिश्लोके चेष्टाविशेषः सुकविनार्थप्रकाशनहेतुः प्रदर्शित एव । तस्माद् भिन्नविषयत्वाद् भिन्नरूपत्वाच्च स्वार्थाभिधायित्वमर्थान्तरावगमहेतुत्वं च शब्दस्य यत्, तयोः स्पष्ट एव भेदः ।
विशेषश्चेत्, न त_दानीमवगमनस्य', अभिधेयसामर्थ्याक्षिप्तस्यार्थान्तरस्य
१. 'यतः स्वपरव्यवहारो वाच्यगम्ययोरपह्रोतुमशक्यः' दी० । 'ततः स्वपरव्यवहारो वाच्यगम्ययोरपह्रोतुम___ शक्यः' नि०। २. 'अवगमनीयस्य' दी।
Page #223
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૩૩
૨૨૧
વાચક્ત્વ (અભિધા) જ વ્યાપાર છે. તેના બીજા વ્યાપારની કલ્પનાની શું આવશ્યક્તા ? એથી તાત્પર્યવિષયક જે અર્થ છે તે મુખ્યરૂપમાં વાચ્ય હોય છે. એવા વિષયમાં વચમાં જે બીજી વાચ્યપ્રતીતિ હોય છે તે (પેલી વાચાર્ય) પ્રતીતિનો (ઉપાય છે). પદાર્થ પ્રતીતિની જેમ, તેની પ્રતીતિનો ઉપાયમાત્ર છે.
(સિદ્ધાન્તપક્ષ) અહીં કહીએ છીએ. જ્યાં શબ્દ પોતાના અર્થને કહીને બીજા અર્થનો બોધ કરાવે છે ત્યાં એ (શબ્દ) પોતાના અર્થને કહે અને જે બીજા અર્થના બોધનો હેતુ થાય એ બંનેમાં (કોઈ) વિશેષતા (ભેદ) છે કે નથી ? (અર્થાત્ તે બંનેમાં અવિશેષ છે કે વિશેષ !) અવિશેષ તો નથી, કેમ કે તે બંને વ્યાપાર ભિન્ન વિષય અને ભિન્નરૂપ પ્રતીત થાય છે જ. જેમ કે શબ્દનો વાચકત્વરૂપ વ્યાપાર સ્વઅર્થને વિષય કરે છે, પણ ગમકત્વરૂપ (વ્યાપાર) (અર્થાત્ ભંજકત્વ નામનો વ્યાપાર) અર્થાન્તરને (બીજા અર્થને) વિષય કરે છે. વાચ્ય અને વ્યંગ્યનો પોતાનો અને પારકો એ વ્યવહાર છુપાવી શકાતો નથી. કેમકે એક (વાચ્યાર્થ)ની (શબ્દની સાથે સાક્ષાત્) સંબંધિત રૂપથી પ્રતીતિ થાય છે અને બીજાનાશબ્દના સંબંધી (અર્થ)ના સંબંધી (પરંપરયા સંબંધિત) રૂપથી પ્રતીતિ થાય છે. વાચ્યાર્થ સાક્ષાત્ શબ્દનો સંબંધી છે અને તેનાથી ઇતર-બીજો- અર્થ તો, વાચ્યાર્થના (અભિધેયના) સામર્થ્યથી આક્ષિત, સંબંધિ-સંબંધી છે. (અર્થાત્ પરંપરાથી- indirectly – શબ્દ સાથે સંબદ્ધ છે.) જો તેનું સાક્ષાત્ સ્વસંબંધિત્વ હોય, તો અર્થાન્તરત્વ વ્યવહાર ન જ હોય એથી એ બંને વ્યાપારોનો વિષયભેદ તો સુપ્રસિદ્ધ છે. (એટલે કે સ્વ-અર્થ વિષયમાં વાચ્ય વ્યવહાર અને પર-અર્થ વિષયમાં વ્યંગ્ય વ્યવહાર હોવાથી બંને વ્યાપારોનો વિષયભેદ સુપ્રસિદ્ધ છે.)
(વ્યંજનાનો સ્વરૂપ ભેદ)
(વાચ્ય અને વ્યંગ્યનો સ્વરૂપભેદ પણ પ્રસિદ્ધ જ છે) રૂપક પણ પ્રસિદ્ધ જ છે. જે અભિધાનશક્તિ છે તે જ અવગમન શક્તિ (વ્યંજક શક્તિ) નથી. કેમકે અવાચક પણ ગીત આદિ શબ્દની રસ ઇત્યાદિ લક્ષણવાળી અર્થની પ્રતીતિ જોવા મળે છે. શબ્દ-પ્રયોગરહિત ચેષ્ટા ઇત્યાદિથી પણ અર્થવિશેષનું પ્રકાશન પ્રસિદ્ધ છે. જેમ કે “ગ્રીડાયોન્નતવનયા'' ઇત્યાદિ શ્લોક (ઉ-૩, કા-૪ની વૃત્તિમાં) (અર્થાત્ લજ્જાને કારણે મુખ નીચું કરી...ઈ.)માં સુકવિએ વિશેષ પ્રકારની ચેષ્ટાને (ખાસ) અર્થ પ્રકાશવા માટે દર્શાવેલ છે. તેથી વિષયભેદ હોવાથી અને રૂપભેદ હોવાથી શબ્દનું જે ‘અર્થાભિધાયિત્વ' (અર્થાત્ પોતાના અર્થને કહેવાપણું) અને ‘અર્થાન્તર અવગમહેતુત્વ' (અર્થાત્ બીજા અર્થને પામવામાં હેતુ હોવું તે) છે તેનો ભેદ સ્પષ્ટ જ છે.
જો વિશેષ (=ભેડ) છે તો પછી હવે અવગમનરૂપ અભિધેયના સામર્થ્યથી આક્ષિસ બીજા અર્થને વાચ્ય નામથી કહેવો ઉચિત નથી. પરંતુ તે શબ્દ વ્યાપાર
Page #224
--------------------------------------------------------------------------
________________
२२२
વન્યાલોક वाच्यत्वव्यपदेश्यता । शब्दव्यापारयोचरत्वं तु तस्यास्माभिरिष्यत एव, तत्तु व्यङ्गयत्वेनैव, न वाच्यत्वेन । प्रसिद्धाभिधानान्तरसम्बन्धयोग्यत्वेन च तस्यार्थान्तरस्य प्रतीतेः शब्दान्तरेण स्वार्थाभिधायिना यद्विषयीकरणं तत्र प्रकाशनोक्तिरेव युक्ता ।
न च पदार्थवाक्यार्थन्यायो वाच्यव्यङ्ग्ययोः । यतः पदार्थप्रतीतिरसत्यैवेति' कैश्चित् विद्वद्भिरास्थितम् । यैरप्यसत्यत्वमस्या ताभ्युपेयते तैर्वाक्यार्थपदार्थयोर्घटतदुपादानकारणन्यायोऽभ्युपगन्तव्यः । यथा हि घटे निष्पन्ने तदुपादानकारणानां न पृथगुपलम्भस्तथैव वाक्ये तदर्थे वा प्रतीते पदतदर्थानाम् । तेषां तथा विभक्ततयोपलम्भे वाक्यार्थबुद्धिरेव दूरीभवेत् । न त्वेष वाच्यव्यङ्ग्ययोायः । न हि व्यङ्ग्ये प्रतीयमाने वाच्यबुद्धि¥रीभवति । वाच्यावभासाविनाभावेन तस्य प्रकाशनात् ।
तस्माद् घटप्रदीपन्यायस्तयोः । यथैव हि प्रदीद्वारेण घटप्रतीतावुत्पन्नायां न प्रदीपप्रकाशो निवर्तते तद्वद् व्यङ्ग्यप्रतीतौ वाच्यावभासः ।
यत्तु प्रथमोद्योते “यथा पदार्थद्वारेण” इत्याद्युक्तं तदुपायत्वमात्रात् साम्यविवक्षया । ___ नन्वेवं युगपदर्थद्वययोगित्वं वाक्यस्य प्राप्तम्, तद्भावे च तस्य वाक्यतैव विघटते । तस्या ऐकार्थ्यलक्षणत्वात् ।
नैष दोषः । गुणप्रधानभावेन तयोर्व्यवस्थानात् । व्यङ्ग्यस्य हि क्वचित् प्राधान्यं
१. 'तस्यार्थान्तरस्य च प्रतीते.' दी० नि० । २. 'अस्त्येवेति' नि०, दी। ३. 'तदुपायत्वमात्रस्य विवक्षया' नि०, दी० ।
Page #225
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉધોતઃ ૩૩ ગોચર છે (શબ્દ વ્યાપારનો વિષય થાય તે) એનો અમે સ્વીકાર કરીએ છીએ. પણ તેને વ્યંગ્યરૂપથી જ, નહીં કે વાચ્યરૂપથી. તેના બીજા અર્થની પ્રતીતિ પ્રસિદ્ધ અભિધાનથી જુદા જ સંબંધથી થાય છે, માટે વાચ્ય શબ્દ વગર જ જ્યાં વિષય (ફુટ) કરાય છે ત્યાં પ્રકાશનોક્તિ (વ્યંગ્યોક્તિ) જ યોગ્ય છે. (અર્થાત્ વાચ્ય યા વાચક કહેવું યોગ્ય નથી તેથી વ્યંગ્ય અને વ્યંજક શબ્દનો પ્રયોગ યોગ્ય છે.) .
(પદાર્થ-વાક્યર્થ ન્યાય લાગુ ન પડે.)
વાચ્ય અને વ્યંગ્ય વચ્ચે પદાર્થ અને વાક્યર્થનો ન્યાય યોગ્ય નથી. કેમકે કેટલાક વિદ્વાન (વૈયાકરણીઓ) પદાર્થ પ્રતીતિને અસત્ય જ માને છે. જે (કુમારીલ ભટ્ટ, નૈયાયિક વગેરે) તેને અસત્ય નથી માનતા તેમને વાક્યર્થ તથા પદાર્થમાં ઘટ અને તેના ઉપાદાન કારણનો ન્યાય સ્વીકારવો જોઈશે. જેમ ઘટ ઘડાઈ જાય પછી તેનાં ઉપાદાન કારણોની અલગ પ્રતીતિ થતી નથી તેવી રીતે વાક્ય કે તેનો અર્થ (વાક્યાર્થ) પ્રતીત થઈ જાય પછી, પદ અને તેના અર્થને (પદાર્થને) જુદા સમજવા જઈએ તો વાક્યર્થની સમજણ જ દૂર થઈ જાય. (તો પદાર્થ વાક્યર્થ ન્યાય કેવી રીતે થશે ?) એવો ન્યાય વાચ્ય અને વ્યંગ્યની વચ્ચે નથી. વ્યંગ્યની પ્રતીતિ થાય ત્યારે વાચ્યની સમજણ દૂર થતી નથી. તેનું પ્રકાશન વાચ્યની સાથે અવિનાભાવથી હોય છે.
(સિદ્ધાંતપક્ષમાં ઘટપ્રદીપ ન્યાય’ છે.) માટે તેમની વચ્ચે (વાચ્ય અને વ્યંગ્ય પ્રતીતિઓની વચ્ચે) “ઘટપ્રદીપન્યાય છે. જેમ પ્રદીપ વડે ઘટની પ્રતીતિ થતાં પ્રદીપનો પ્રકાશ નાશ પામતો નથી (નિવૃત્ત થતો નથી, તેમ વ્યંગ્યાર્થિની પ્રતીતિ થતાં વાચ્યાર્થનો બોધ (નાશ પામતો નથી)
(અહીં પ્રશ્ન એ થાય છે કે “યથા પાર્થદ્વારા... ઈ (૧/૧૦)માં વાચ્ય અને વ્યંગ્યમાં ‘પદાર્થ-વાક્યાર્થચાય” આપના મતમાં જોવા મળે છે તો પછી અહીં તેનું ખંડન કેમ? તેનું સમાધાન કરતાં કહે છે-) પ્રથમ ઉદ્યોતમાં “યથા પાર્થ ( =જેમ પદના અર્થદ્વારા વાક્યર્થની પ્રતીતિ થાય છે તેમ પ્રતીયમાન અર્થની પ્રતીતિ વાચ્ચાર્યની પ્રતીતિ મારફતે જ થાય છે) વગેરે કહ્યું છે તે ઉપાયના સામ્યમાત્રની વિવક્ષાથી જ કહ્યું છે. (‘પદાર્થ વાક્યર્થન્યાય’ અમને ત્યાં અભિમત નથી)
(પ્રશ્ન-જો ઘટપ્રદીપન્યાયથી પૂર્વપક્ષ વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ બંનેની પ્રતીતિ માનશે તો) પણ, આમ તો વાક્યના એક સાથે બે અર્થ પ્રાપ્ત થયા, અને એમ થાય તો તેની વાક્યતા (વાક્યત્વ) તૂટી જાય છે (રહેતું નથી), કેમકે એકાWત્વ જ તેનું (વાક્યનું) લક્ષણ છે.
(ઉત્તર) એ દોષ નથી. ગુણપ્રધાનભાવથી તેમની વ્યવસ્થા થાય છે માટે. (તેમની = વાચ્ય તથા વ્યંગ્ય અર્થની) કયાંક વ્યંગ્યનું પ્રાધાન્ય અને વાચ્યાર્થ
Page #226
--------------------------------------------------------------------------
________________
२२४
કવન્યાલોક वाच्यस्योपसर्जनभावः । क्वचिद्वाच्यस्य प्राधान्यमपरस्य गुणभावः । तत्र व्यङ्ग्यप्राधान्ये ध्वनिरित्युक्तमेव । वाच्यप्राधान्ये तु प्रकारान्तरं निर्देक्ष्यते । तस्मात् स्थितमेतत् व्यङगयपरत्वेऽपि काव्यस्य न व्यङ्ग्यस्याभिधेयत्वमपितु व्यङ्ग्यत्वमेव ।
किञ्च व्यङ्ग्यस्य प्राधान्येनाविवक्षायां वाच्यत्वं तावद् भवद्भिर्नाभ्युपगन्तव्यमतत्परत्वाच्छब्दस्य । तदस्ति तावद् व्यङ्ग्यः शब्दानां कश्चिद् विषय इति । यत्रापि तस्य प्राधान्यं तत्रापि किमिति तस्य स्वरूपमपहूयते । एवं तावद् वाचकत्वादन्यदेव व्यञ्जकत्वम् ।
इतश्च वाचकत्वाद् व्यञ्जकत्वस्यान्यत्वम्, यद्वाचकत्वम् शब्दैकाश्रयमितरत्तु शब्दाश्रयमर्थाश्रयं च । शब्दार्थयोर्द्वयोरपि व्यञ्जकत्वस्य प्रतिपादितत्वात् ।। ... ३३.३ गुणवृत्तिस्तूपचारेण लक्षणया चोभयाश्रयापि भवति । किन्तु ततोऽपि व्यञ्जकत्वं स्वरूपतो विषयतश्च भिद्यते । रूपभेदस्तावदयम्, यदमुख्यतया व्यापारो गुणवृत्तिः प्रसिद्धा । व्यञ्जकत्वं तु मुख्यतयैव शब्दस्य व्यापारः । नह्याद् व्यङ्ग्यत्रयप्रतीतिर्या तस्या अमुख्यत्वं मनागपि लक्ष्यते । ___ अयं चान्यः स्वरूपभेदः, यद् गुणवृत्तिरमुख्यत्वेन व्यवस्थितं' वाचकत्वमेवोच्यते । व्यञ्जकत्वं तु वाचकत्वादत्यन्तं विभिन्नमेव । एतच्च प्रतिपादितम् । ___ अयं चापरो रूपभेदो यद् गुणवृत्तौ यदार्थोऽर्थान्तरमुपलक्षयति, तदोपलक्षणीयार्थात्मना परिणत एवासौ सम्पद्यते । यथा 'गङ्गायां घोषः' इत्यादौ । व्यञ्जकत्वमार्गे तु यदार्थोऽर्थान्तरं द्योतयति तदा स्वरूपं प्रकाशयन्नेवासावन्यस्य प्रकाशकः प्रतीयते प्रदीपवत् । यथा “लीलाकमलपत्राणि गणयामास पार्वती" इत्यादौ ।
यदि च यत्रातिरस्कृतस्वप्रतीतिरर्थोऽर्थान्तरं लक्षयति तत्र लक्षणाव्यवहारः क्रियते,
१. 'व्यवहितं' नि. दी। २. ‘पदार्थो' नि०, दी।
Page #227
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૩૩
૨૨૫ ઉપસર્જનરૂપ (ગૌણત્વ) હોય છે. અને ક્યાંક વાચ્ય અર્થનું પ્રાધાન્ય તથા વ્યંગ્ય અર્થનો ગુણભાવ (= ગૌણત્વ) હોય છે. તેમાં (વ્યંગ્યનું પ્રાધાન્ય હોય ત્યારે ધ્વનિ છે એમ કહ્યું જ છે. (ધ્વનિ કાવ્ય છે) અને વાચ્યનું પ્રાધાન્ય હોય ત્યારે બીજો પ્રકાર (ગુણીભૂતવ્યંગ્ય) થાય છે એમ (આગળ) કહેશે. એથી આમ સ્થિતિ થઈ. કાવ્ય વ્યંગ્યપરક હોય તો પણ વ્યંગ્ય અર્થ અભિધેય નહીં પણ વ્યંગ્ય જ હોય છે. (અર્થાત્ વાચ્ય નહીં પણ વ્યંગ્ય જ હોય છે.)
વળી, જ્યાં વ્યંગ્યની પ્રાધાન્યરૂપમાં વિવેક્ષા ન હોય, ત્યાં શબ્દ તત્પર (તેના પરક અર્થાત્ ગુણીભૂત વ્યંગ્યના પ્રતિપાદન પરક) નહીં હોવાથી તેને આપ વાચ્યાર્થ નહીં માની શકો. એથી શબ્દોનો કોઈ વિષય વ્યંગ્ય છે (એ માનવું પડશે) અને
જ્યાં તેનું પ્રાધાન્ય છે ત્યાં તેના સ્વરૂપનો અપહ્નવ (ઢાંકવું તે) કેમ કરો છો? આ રીતે વ્યંજકત્વ, વાચકત્વથી અન્ય છે. (જુદું છે).
(આશ્રયભેદથી વ્યંજકત્વની સિદ્ધિ) વળી, વાચત્વથી વ્યંજકત્વ ભિન્ન છે, (તેનું બીજું કારણ) કેમકે વાચત્વ એકમાત્ર શબ્દને આશ્રિત છે. અને વ્યંજકત્વ શબ્દ અને અર્થ બંનેમાં રહે છે. (અર્થાત્ શબ્દાશ્રયે અને અર્વાશ્રયી બને છે) શબ્દ અને અર્થ બંને વ્યંજત્વને પ્રતિપાદિત કરે છે માટે.
૩૩.૩ ગુણવૃત્તિ તો ઉપચાર અને લક્ષણાથી, બંનેને આશ્રયે પણ રહે છે. તેનાથી પણ વ્યકત્વ સ્વરૂપમાં અને વિષયમાં જુદું પડે છે. રૂપભેદ એ છે કે ગુણવૃત્તિ, અમુખ્યરૂપથી (અર્થનો બોધ કરાવનાર) (શબ્દનો) વ્યાપાર, પ્રસિદ્ધ છે. પણ વ્યંજકત્વ, મુખ્યરૂપથી જ શબ્દનો વ્યાપાર છે. અર્થથી જે ત્રણ પ્રકારના વ્યંગ્યોની (રસાદિ ધ્વનિ, અલંકાર ધ્વનિ અને વસ્તુધ્વનિની) પ્રતીતિ થાય છે તેનું અમુખ્યત્વ જરા પણ લક્ષિત થતું નથી.
અને આ બીજો સ્વરૂપભેદ (રૂપભેદ) એ છે કે અમુખ્ય રૂપથી રહેલ વાચકત્વને જ ગુણવૃત્તિ કહે છે. વ્યંજત્વ તો વાચકત્વથી અત્યંત ભિન્ન હોય છે એનું પ્રતિપાદન થઈ ગયું છે.
અને આ અન્ય (ત્રીજો) રૂપભેદ છે કે ગુણ વૃત્તિમાં જ્યારે એક અર્થ(નો વાચકશબ્દ) બીજા અર્થને લક્ષિત કરે છે (લક્ષણાથી જણાવે છે, ત્યારે (લક્ષણલક્ષણા પ્રકારની લક્ષણામાં) લક્ષણીય અર્થરૂપમાં પરિણત થઈને મળે છે. જેમ કે જયાં ઘોષ: અર્થાત્ “ગંગા ઉપર ઘોષ' ઇત્યાદિમાં. વ્યંજકત્વના માર્ગમાં તો જ્યારે અર્થ બીજા અર્થને ઘોતિત કરે છે ત્યારે પ્રદીપની જેમ સ્વરૂપને પ્રકાશિત કરતો જ અન્યનો પ્રકાશક પ્રતીત થાય છે. જેમ કે “નીલમિતપત્રા િTયામા પાર્વતી '' અર્થાત્ “લીલાકમળનાં પત્રો ગણવા મંડી પાર્વતી વગેરેમાં. .
અને પોતાની પ્રતીતિનો પરિત્યાગ ર્યા વિના જ્યાં અર્થ બીજા અર્થને લક્ષિત કરે છે ત્યાં લક્ષણા વ્યવહાર કરાય તો પછી (‘અભિધાને બદલે) લક્ષણા જ
Page #228
--------------------------------------------------------------------------
________________
२२६
... वन्यास तदेवं सति लक्षणैव मुख्यः शब्दव्यापार इति प्राप्तम् । यस्मात् प्रायेण वाक्यानां वाच्यव्यतिरिक्ततात्पर्यविषयार्थावभासित्वम् । - ---
ननु त्वत्पक्षेऽपि यदार्थो व्यङ्ग्यत्रयं प्रकाशयति तदा शब्दस्य कीदृशो व्यापारः ?
उच्यते-प्रकरणाद्यवच्छिन्नशब्दवशेनैवार्थस्य तथाविधं व्यञ्जकत्वमिति शब्दस्य तत्रोपयोगः । अस्खलदतित्वं समयानुपयोगित्वं पृथगवभासित्वञ्चेति त्रयं कथमपस्यते ।
विषयभेदोऽपि गुणवृत्तिव्यञ्जकत्वयोः स्पष्ट एव । यतो व्यञ्जकत्वस्य रसादयो अलङ्कारविशेषा व्यङ्ग्यरूपावच्छिन्नं वस्तु चेति त्रयं विषयः । तत्र रसादिप्रतीतिर्गुणवृत्तिरिति न केनचिदुच्यते, न च शक्यते वक्तुम् । व्यङ्ग्यालङ्कारप्रतीतिरपि तथैव । वस्तु चारुत्वप्रतीतये स्वशब्दानभिधेयत्वेन यत् प्रतिपादयितुमिष्यते तद् व्यङ्ग्यम् । तच्च न सर्वं गुणवृत्तेविषयः । प्रसिद्धयनुरोधाभ्यामपि गौणानां शब्दानां प्रयोगदर्शनात् । तथोक्तं प्राक् । यदपि च 'गुणवृत्तेर्विषयस्तदपि च व्यञ्जकत्वानुप्रवेशेन । तस्माद् गुणवृत्तेरपि व्यञ्जकत्वस्यात्यन्तविलक्षणत्वम् । वाचकत्वगुणवृत्तिविलक्षणस्यापि च तस्य तदुभयाश्रितत्वेन व्यवस्थानम् ।। _ व्यञ्जकत्वं हि क्वचिद् वाचकत्वाश्रयेण व्यवतिष्ठते, यथा विवक्षितान्यपरवाच्ये ध्वनौ । क्वचित्तु गुणवृत्त्याश्रयेण यथा अविवक्षितवाच्ये ध्वनौ । तदुभयाश्रयत्वप्रतिपादनायैव च ध्वनेः प्रथमतरं द्वौ प्रभेदावुपन्यस्तौ तदुभयाश्रितत्वाच्च तदेकरूपत्वं तस्य न शक्यते वक्तुम् । यस्मान्न तद् वाचकत्वैकरूपमेव क्वचिल्लक्षणाश्रयेण वृत्तेः न च लक्षणैकरूपमेव, अन्यत्र वाचकत्वाश्रयेण व्यवस्थानात् । न चोभयधर्मवत्त्वेनैव तदेकैकरूपं न भवति, यावद्वाचकत्वलक्षणादिरूपरहितशब्दधर्मत्वेनापि । तथाहि गीतध्वनीनामपि व्यञ्जकत्वमस्ति रसादिविषयम् ।
१. 'प्रायेणैव' नि०, दी। २. 'अस्खलद्गतित्वं समयानुपयोगित्वं पृथगवभासित्वं चेति त्रयं' इतना पाठ नि०, दी० में अधिक है। ३. 'वस्तुचारुत्वप्रतीतये' बा० प्रि०। . ४. 'प्रतिपादयितुं' बा० प्रि० । ५. 'गुणवृत्तेः' यह पाठ नि० में नहीं है।
Page #229
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૩૩
૨૨૭, શબ્દનો મુખ્ય વ્યાપાર છે એમ કરે છે. કેમ કે વાક્યો ઘણે ભાગે (સ્વ અર્થનો ત્યાગ ર્યા વિના પણ) વાચ્યથી ભિન્ન તાત્પર્યવિષયક અર્થમાં પ્રકાશક હોય છે.
(શંકા) તમારા મતમાં પણ જ્યારે અર્થ (રસાદિ, અલંકાર તથા વસ્તુ) ત્રણે વ્યંગ્યોને પ્રકાશિત કરે છે ત્યારે શબ્દનો ક્યા પ્રકારનો વ્યાપાર થાય છે?
(સમાધાન) કહે છે-પ્રરણ આદિથી વિશિષ્ટ શબ્દને કારણે જ અર્થને એવું વ્યંજત્વ પ્રાપ્ત થાય છે તેથી તેમાં શબ્દનો ઉપયોગ હોય છે. (અને એમાં) અમ્બલદ્ગતિત્વ, સક્તગ્રહનું અનુપયોગિત્ય અને પૃથફ અવભાસિત્વને કેવી રીતે છૂપાવી શકાય છે?
ગુણવૃત્તિ અને વ્યંજકત્વનો વિષયભેદ પણ સ્પષ્ટ જ છે. કેમ કે વ્યંજકત્વના રસાદિઓ, અલંકારવિશેષો અને વ્યંગ્યરૂપવિશિષ્ટ વસ્તુ એમ ત્રણ વિષય છે. તેમાંથી રસાદિની પ્રતીતિને કોઈ પણ “ગુણવૃત્તિ’ કહેતું નથી. અને કહી પણ ન શકે. વ્યંગ્ય અલંકારની પ્રતીતિ પણ એવી જ છે. (તેને પણ કોઈ “ગુણવૃત્તિ” કહેતું નથી અને કહી પણ ન શકે) વસ્તુની ચારુતાની પ્રતીતિને માટે પોતાના શબ્દ દ્વારા અભિધાન ન કરવા રૂપે જેના પ્રતિપાદનની ઇચ્છા કરવામાં આવે છે તે વ્યંગ્ય હોય છે. તે બધાં ગુણવૃત્તિનો વિષય નથી. કેમકે પ્રસિદ્ધ (રૂઢિલક્ષણાના કુશલ, લાવણ્ય વગેરે શબ્દો) અને અનુરોધ (વ્યવહારના અનુરોધથી)માં પણ ગૌણ શબ્દોનો પ્રયોગ જોવા મળે છે તેથી એમ પહેલાં કહ્યું છે. અને જ્યાં (જયાં ઘોષ:' જેવાં પ્રયોજનવતી લક્ષણાનાં ઉદાહરણોમાં શીતળતા, પવિત્રતાની પ્રાપ્તિ વગેરે) ગુણવૃત્તિનો વિષય હોય છે તે પણ વ્યંજકત્વના સંબંધથી થશે. (અનુપ્રવેશથી) તેથી ગુણવૃત્તિથી પણ વ્યંજકત્વ અત્યંત વિલક્ષણ છે. વાચકત્વ તથા ગુણવૃત્તિથી ભિન્ન હોવા છતાં પણ (વિલક્ષણ હોવા છતાં), તેની (વ્યંજત્વની) વ્યવસ્થા તે બન્નેના (વાચક–=અભિધા તથા ગુણવૃત્તિલક્ષણા)ને આશ્રયે જ હોય છે.
વ્યંજત્વ કોઈક વખત, વાચકત્વ (=અભિધા)ના આશ્રયે ગોઠવાય છે, જેમકે વિવક્ષિતા પરવાચ્ય ધ્વનિ'માં તો કોઈક વાર ગુણવૃત્તિ ( લક્ષણા)ના આશ્રયે (રહેલું હોય છે.) જેમ કે “અવિવક્ષિતવાચ્ય ધ્વનિ'માં. તેનું (વ્યંજત્વનું) ઉભયાશ્રયત્ન (વાચક તથા ગુણવૃત્તિમાં રહેવાપણું) પ્રતિપાદિત કરવાને જ પહેલાં ધ્વનિના બે ભેદો (અવિવક્ષિતવાચ્ય = લક્ષણામૂલકધ્વનિ અને વિવક્ષિતા પરવાચ્ય = અભિધામૂલધ્વનિ) કર્યા છે. તે બેને આશ્રયે તે (વ્યંજકત્વ) રહે છે તેથી તેનું તેની સાથે (વાચકત્વ અને ગુણવૃત્તિ સાથે) એકરૂપત્ય કહી શકાય નહીં. કેમ કે, તેનું વાચકત્વ (અભિધા) સાથે એકરૂપત્યું નથી, કોઈક વખતે લક્ષણાશ્રયે તે રહે છે તેથી. લક્ષણો સાથે પણ એકરૂપત્વ નથી, અન્યત્ર વાચત્વાશ્રયથી તેની વ્યવસ્થા હોવાથી. (રહેતું હોવાથી) અને વળી, ઉભયધર્મત્વથી જ તેનું એકરૂપત્વ નથી એમ નથી, પણ વાચકત્વનાં લક્ષણાધિરહિત શબ્દધર્મત્વથી પણ છે. જેમ કે ગીતધ્વનિનું
Page #230
--------------------------------------------------------------------------
________________
२२८
વિન્યાલોક न च तेषां वाचकत्वं लक्षणा वा कथञ्चिल्लक्ष्यते । शब्दादन्यत्रापि विषये व्यञ्जकत्वस्य दर्शनाद् वाचकत्वादिशब्दधर्मप्रकारत्वमयुक्तं वक्तुम् । यदि च वाचकत्वलक्षणादीनां शब्द-प्रकाराणां प्रसिद्धप्रकारविलक्षणत्वेऽपि व्यञ्जकत्वं प्रकारत्वेन परिकल्प्यते तच्छब्दस्यैव प्रकारत्वेन कस्मान्न परिकल्प्यते।
तदेवं शाब्दे व्यवहारे त्रयः प्रकाराः, वाचकत्वं गुणवृत्तिर्व्यञ्जकत्वं च । तत्र व्यञ्जकत्वे यदा व्यङ्ग्यप्राधान्यं तदा ध्वनिः, तस्य चाविवक्षितवाच्यो विवक्षितान्यपरवाच्यश्चेति द्वौ प्रभेदावनुक्रान्तौ प्रथमतरं तौ सविस्तरं निर्णीतौ ।। . अन्यो ब्रूयात् । ननु विवक्षितान्यपरवाच्ये ध्वनौ गुणवृत्तिता नास्तीति यदुच्यते तद्युक्तम् । यस्माद् वाच्यवाचकप्रतीतिपूर्विका यत्रार्थान्तरप्रतिपत्तिस्तत्र कथं गुणवृत्तिव्यवहारः । नहि गुणवृत्तौ यदा निमित्तेन केनचिद् विषयान्तरे शब्द आरोप्यतेऽत्यन्ततिरस्कृतस्वार्थो, यथा ‘अग्निर्माणवकः' इत्यादौ, यदा वा स्वार्थमंशेनापरित्यजस्तत्सम्बन्धद्वारेण विषयान्तरमाक्रामति यथा 'गङ्गायां घोषः' इत्यादौ तदा विवक्षितवाच्यत्वमुपपद्यते । अत एव च विवक्षितान्यपरवाच्ये ध्वनौ वाच्यवाचकयोर्द्वयोरपि स्वरूपप्रतीतिरावगमनं च दृश्यत इति व्यञ्जकत्वव्यवहारो युक्त्यनुरोधी । स्वरूपं प्रकाशयन्नेव परावभासको व्यञ्जक इत्युच्यते । तथाविधे विषये वाचकत्वस्यैव व्यञ्जकत्वमिति गुणवृत्तिव्यवहारो नियमेनैव न शक्यते कर्तुम् ।
अविवक्षितवाच्यस्तु ध्वनिर्गुणवृत्तेः कथं भिद्यते । तस्य प्रभेदद्वये गुणवृत्तिप्रभेदद्वयरूपता लक्षयत एव यतः । .
अयमपि न दोषः । यस्मादविवक्षितवाच्यो ध्वनिर्गुणवृत्तिमार्गाश्रयोऽपि भवति, न तु गुणवृत्तिरूप एव । गुणवृत्तिर्हि व्यञ्जकत्वशून्यापि दृश्यते । व्यञ्जकत्वं च यथोक्तचारुत्वहेतुं व्यङ्ग्यं विना न व्यवतिष्ठते ।
१. च नि०, दी० में अधिक है। २. नि० में च नहीं है। ३. 'वक्तुम्' नि०। ४. नि०, दी०, मेंयतः, को अगले वाक्यके साथ जोड़कर “यतोऽयमपि न दोषः" पाठ रखा है।
Page #231
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૩૩
२२६ પણ રસાદિવિષયનું વ્યંજકત્વ છે. પણ તેમનામાં વાચકત્વ અથવા લક્ષણા કોઈપણ પ્રકારે દેખાતાં નથી. શબ્દથી ભિન્ન (ચેષ્ટા વગેરે) વિષયમાં પણ વ્યંજત્વ દેખાય છે તેથી તેને વાચક– આદિ રૂપ શબ્દધર્મ પ્રકાર કહેવાનું અયોગ્ય છે. જો વાચકત્વ અને લક્ષણાદિ શબ્દપ્રકારોનું વ્યંજકત્વ, તે પ્રસિદ્ધ (વાચકત્વ તથા ગુણવૃત્તિરૂપ) પ્રકારોથી જુદી રીતે છે તો પણ જુદા પ્રકારથી માનવામાં આવે છે તો (તમે) એને શબ્દનો જ જુદો પ્રકાર કેમ નથી માનતા?
તો આમ, શાબ્દ વ્યવહારમાં ત્રણ પ્રકારો છે વાચકત્વ (=અભિધા), ગુણવૃત્તિ ( લક્ષણા) અને વ્યંજત્વ (=વ્યંજના). તેમાંથી વ્યંજત્વમાં જ્યારે વ્યંગ્યનું પ્રાધાન્ય હોય છે ત્યારે ધ્વનિ (કાવ્ય) કહેવાય છે અને તેના ‘અવિવક્ષિતવાચ્ય અને ‘વિવક્ષિતાજપરવાચ્ય’ (લક્ષણામૂલ અને અભિધામૂલ) એ બે પ્રભેદ ક્રમ પ્રાપ્ત થાય છે તે પહેલું સવિસ્તર ચર્ચી ગયા છીએ.
(પૂર્વપક્ષ) અન્ય (કોઈ) કહે, “વિવક્ષિતા પરવાચ્યધ્વનિમાં ગુણવૃત્તિતા (લક્ષણા હોવા પણું) નથી એમ જે કહો છો તે બરાબર, કેમકે જ્યાં (‘વિવક્ષિતા પરવાચ્યધ્વનિમાં) વાચ્ય-વાચક (અર્થ અને શબ્દો ની પ્રતીતિ પૂર્વક (વ્યંગ્યરૂ૫) અર્થાન્તરની (બીજા અર્થની) પ્રતીતિ થાય છે ત્યાં ગુણવૃત્તિ (લક્ષણા) છે એમ શી રીતે કહી શકાય ? ગુણવૃત્તિમાં જ્યારે કોઈક કારણથી અત્યંતતિરસ્કૃત સ્વાર્થવાળો શબ્દ, (અર્થાત્ શબ્દ પોતાના અર્થનો પૂરેપૂરો તિરસ્કાર કરીને) જેમ કે અગ્નિ માણવકમાં, બીજા અર્થમાં વપરાય છે, અથવા પોતાના અર્થનો અમુક અંશ જળવાઈ રહે અને તેના સંબંધ દ્વારા બીજો અર્થનો બોધ કરાવે, એ રીતે વપરાય જેમ કે ‘ગંગા ઉપર ઘોષ” ત્યારે ત્યાં ‘વિવક્ષિતવાચ્યત્વ’ છે એમ કહેવું યોગ્ય નથી અને એથી ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ ધ્વનિમાં વાચ્ય અને વાચક બંનેની પણ સ્વરૂપ પ્રતીતિ અને અર્થનું અવગમન (જ્ઞાન) દેખાય છે તેથી તેમાં વ્યંજત્વ વ્યવહાર યુક્તિસંગત છે. પોતાનું રૂપ પ્રકાશતાં જ બીજાને પ્રકાશે તે વ્યંજક છે એમ કહેવાય છે. તેવા વિષયમાં વાચક–નું (=અભિધાનું) વ્યંજત્વ છે એમ ગુણવૃત્તિ વ્યવહારમાં નિયમપૂર્વકન કહી શકાય (અર્થાત્ “વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિ ગુણવૃત્તિરૂપ નથી તે બરાબર છે).
(પણ) “અવિવક્ષિતવાચ્યધ્વનિ ગુણવૃત્તિથી (લક્ષણાથી) કેવી રીતે ભિન્ન છે ? તેના બે પ્રભેદોમાં (અર્થાન્તરસંક્રમિતવાચ્ય અને અત્યંતતિરસ્કૃતવાચ્ય)માં ગુણવૃત્તિના બે પ્રભેદો (ઉપચાર અને લક્ષણારૂપ) કેમકે, દેખાય છે જ. (ઉત્તરપક્ષ) આ પણ દોષ નથી. કેમ કે “અવિવક્ષિતવાચ્યધ્વનિ ગુણવૃત્તિના (લક્ષણાના) આશ્રયે પણ રહે છે, પણ તે ગુણવૃત્તિરૂપ (લક્ષણા સ્વરૂપ) નથી. ગુણવૃત્તિ (=લક્ષણા) કોઈ વાર વ્યંજકત્વશૂન્ય પણ હોય છે. (જેમ કે લાવણ્ય વગેરે પદોમાં) અને વ્યંજકત્વ પૂર્વોક્ત ચારુત્વહેતુ વ્યંગ્યવિના રહેતું નથી. (તેથી ગુણવૃત્તિ-લક્ષણા-અને “અવિવક્ષિતવાચ્યધ્વનિ એક નથી)
Page #232
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
गुणवृत्तिस्तु वाच्यधर्माश्रयेणैव व्यङ्गयमात्राश्रयेण चाभेदोपचाररूपा सम्भवति, यथा ‘तीक्ष्णत्वादग्निर्माणवकः', 'आह्लादकत्वाच्चन्द्र एवास्या मुखम्' इत्यादौ । यथा च 'प्रिये जने नास्ति पुनरुक्तम्' इत्यादौ ।
यापि लक्षणारूपा गुणवृत्तिः साप्युपलक्षणीयार्थसम्बन्धमात्राश्रयेण चारुरूपव्यङ्ग्यप्रतीतिं विनापि सम्भवत्येव, यथा 'मञ्चाः क्रोशन्ति' इत्यादौ विषये ।
तत्र
यत्र तु सा चारुरूपव्यङ्गयहेतुस्तत्रापि व्यञ्जकत्वानुप्रवेशेनैव, वाचकत्ववत् । असम्भविना चार्थेन यत्र व्यवहारः, यथा 'सुवर्णपुष्पां पृथिवीम्' इत्यादौ, चारुत्वरूपव्यङ्ग्यप्रतीतिरेव प्रयोजिकेति तथाविधेऽपि विषये गुणवृत्तौ सत्यामपि ध्वनिव्यवहार एव युक्त्यनुरोधी । तस्मादविवक्षितवाच्ये ध्वनौ, द्वयोरपि प्रभेदयोर्व्यञ्जकत्वविशेषाविशिष्टा गुणवृत्तिर्न तु तदेकरूपा सहृदयहृदयाह्लादिनी । 'प्रतीयमानाप्रतीतिहेतुत्वाद् विषयान्तरे तद्रूपशून्याया दर्शनात् । एतच्च सर्वं प्राक् सूचितमपि स्फुटतरप्रतीतये पुनरुक्तम् ।
अपि च व्यञ्जकत्वलक्षणो यः शब्दार्थयोधर्मः स प्रसिद्धसम्बन्धानुरोधीति न कस्यचिद् विमतिविषयतामर्हति । शब्दार्थयोर्हि प्रसिद्धो यः सम्बन्धो वाच्य - वाचकभावाख्यस्तमनुरुन्धान एव व्यञ्जकत्वलक्षणो व्यापारः सामग्रयन्तरसम्बन्धादौपाधिकः प्रवर्तते ।
२३०
अत एव वाचकत्वात्तस्य विशेषः । वाचकत्वं हि शब्दविशेषस्य नियत आत्मा' । व्युत्पत्तिकालादारभ्य तदविनाभावेन तस्य प्रसिद्धत्वात् । स त्वनियतः, औपाधिकत्वात् । प्रकरणाद्यवच्छेदेन तस्य प्रतीतेरितरथा त्वप्रतीतेः ।
ननु यद्यनियतस्तत्किं तस्य स्वरूपपरीक्षया । नैष दोषः तस्यानियतत्वम्, न तु स्वे विषये व्ययलक्षणे ।
यतः शब्दात्मनि
१. ‘प्रतीयमाना' नि० । ‘सहृदयहृदयाह्लादिप्रतीयमानाप्रतीतिहेतुत्वात् ' दी० ।
1
२. ' तद्रू पशून्यायाश्च' नि०, दी० ।
३. नि० में इसके आगे 'सम्बन्धी' पाठ अधिक है । दी० में आत्माके बाद विराम देकर ‘सम्बन्धव्युत्पत्तिकालादारभ्य' पाठ रखा है। 1
Page #233
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૩૩
૨૩૧
પરંતુ ગુણવૃત્તિ વાચ્યધર્મના આશ્રયથી જ અને વ્યંગ્યમાત્રના આશ્રયથી અભેદોપચારરૂપ સંભવે છે. જેમ કે ‘તીક્ષ્ણ હોવાથી માણવક અગ્નિ છે.’ આહ્લાદક હોવાથી ‘તેનું મુખ ચંદ્ર જ છે,’ ઇત્યાદિમાં. અને જેમ ‘પ્રિય જનમાં પુનરુક્તિ નથી’ ઇત્યાદિમાં.
અને જે પણ લક્ષણારૂપા ગુણવૃત્તિ છે. તે પણ ઉપલક્ષણીય અર્થ (લક્ષ્યાર્થ) સાથે સંબંધ માત્રના આશ્રયથી આત્સ્વરૂપ ભંગની પ્રતીતિ વગર પણ સંભવે છે. જેમકે –મંચ કોલાહલ કરે છે ઇત્યાદિ વિષયમાં.
પણ જ્યાં એ (ગુણવૃત્તિ-લક્ષણા), ચારુરૂપ વ્યંગ્યાર્થ પ્રતીતિનું કારણ બનતી હોય છે, ત્યાં પણ એ વાચકત્વની જેમ (અભિધાની જેમ) વ્યંજકત્વના અનુપ્રવેશને લીધે જ (ચારુત્વસાધક બનતી હોય છે.)
જ્યાં અસંભવિત અર્થથી વ્યવહાર હોય છે, જેમ કે ‘સુવર્ણપુષ્પાં વૃચિત્રીમ્’‘સુવર્ણપુષ્પોવાળી પૃથ્વીને’ વગેરેમાં. ત્યાં ચારુત્વરૂપ વ્યંગ્યપ્રતીતિ જ પ્રયોજિકા છે (હેતુ છે). માટે આવા વિષયમાં ગુણવૃત્તિ હોય તો પણ ધ્વનિ વ્યવહાર જ યુક્તિસંગત છે માટે અવિવક્ષિતવાચ્ય (લક્ષણામૂલ)ના બંને પ્રભેદમાં વ્યંજકત્વથી વિશિષ્ટ ગુણવૃત્તિ સહૃદય હૃદયાદ્લાદિની હોય છે. તેની સાથે એકરૂપા નહીં. (એટલે કે ગુણવૃત્તિ અને વ્યંજ એક નથી.) કેમ કે (ગુણવૃત્તિ) પ્રતીયમાન (ચારુત્વહેતુરૂપ વ્યંગ્ય)ની પ્રતીતિનો હેતુ નથી. બીજા દાખલાઓમાં (જેમ કે અમિર્માળવઃ- માણવક (ક્રોધી હોવાથી) આગ છે.) એ (ચારુત્વરૂપ) તેના વિનાની (વ્યંજના વિનાની) પણ જોવા મળે છે. (અગ્નિમાંંળવઃ, પ્રિયે નને નાસ્તિ पुनरुक्तम् ઈ. ઉદાહરણમાં ગૃણવૃત્તિ-લક્ષણા-વ્યંજત્વ વિનાની જોવા મળે છે.) આ બધું પહેલાં સૂચવ્યું જ છે, (પ્રથમ ઉદ્યોતમાં) છતાં વધારે સ્પષ્ટ પ્રતીતિને માટે પુનઃ કહેલું છે.
૩૩.૪ અને વળી, વ્યંજત્વરૂપ જે શબ્દ અને અર્થનો ધર્મ છે તે પ્રસિદ્ધ સંબંધની અપેક્ષા રાખે છે. તેમાં કોઈનો પણ મતભેદ થવો ન જોઈએ. શબ્દ અને અર્થનો વાચ્યવાચકભાવ નામનો જે પ્રસિદ્ધ સંબંધ છે તેને અનુસરીને જ, વ્યંજકત્વરૂપ વ્યાપાર બીજી સામગ્રીના સંબંધથી ઔપાધિકરૂપથી પ્રવૃત્ત થાય છે.
એટલે વાચકત્વથી તેનો ભેદ છે (વિશેષ છે). વાચકત્વ શબ્દવિશેષનો નિયત આત્મા છે, (અર્થાત્ આત્માની જેમ નિશ્ચિત ધર્મ છે.) કેમ કે વ્યુત્પત્તિકાળથી લઈને તે તેના (શબ્દના) અવિનાભાવથી પ્રસિદ્ધ છે. પણ તે (વ્યંજ~) ઔપાધિક હોવાને કારણે અનિયત છે. કેમકે પ્રકરણ આદિના સહયોગથી તેની પ્રતીતિ થાય છે, અન્યથા અપ્રતીતિ છે માટે પણ.
-
(પ્રશ્ન) જો અનિયત છે તો તેના (વ્યંજત્થના) સ્વરૂપની પરીક્ષાથી શું લાભ ? (પ્રશ્ન કરનારનું કહેવું એમ છે કે ‘આકાશકુસુમ’ અને ‘વંધ્યાપુત્ર’ની સ્વરૂપ પરીક્ષાની જેમ વ્યંજત્વના સ્વરૂપની પરીક્ષા પણ વ્યર્થ છે)
(ઉત્તર) એ દોષ નથી. કેમ કે શબ્દરૂપમાં તે અનિયત છે, નહીં કે વ્યંગ્યરૂપ પોતાના વિષયમાં.
Page #234
--------------------------------------------------------------------------
________________
२७२
વન્યાલોક लिङ्गत्वन्यायश्चास्य व्यञ्जकभावस्य लक्ष्यते । यथा' लिङ्गत्वमाश्रयेष्वनियतावभासम्, इच्छाधीनत्वात्, स्वविषयाव्यभिचारि च, तथैवेदं यथा दर्शितं व्यञ्जकत्वम् ।
शब्दात्मन्यनियतत्वादेव' च तस्य वाचकत्वप्रकारता न शक्या कल्पयितुम् । यदि हि वाचकत्वप्रकारता तस्य भवेत्तच्छब्दात्मनि नियततापि स्याद् वाचकत्ववत् ।
स च तथाविध औपाधिको धर्मः शब्दानामौत्पत्तिकशब्दार्थसम्बन्धवादिना वाक्यतत्त्वविदा पौरुषेयापौरुषेययोर्वाक्ययोर्विशेषमभिदधता नियमेनाभ्युपगन्तव्यः । तदनभ्युपगमे हि तस्य शब्दार्थसम्बन्धनित्यत्वे सत्यप्यपौरुषेयपौरुषेय योर्वाक्ययोरर्थप्रतिपादने निर्विशेषत्वं स्यात् । तदभ्युपगमे तु पौरुषेयाणां वाक्यानां पुरुषेच्छानुविधान-समारोपितोपाधिकव्यापारान्तराणां सत्यपि स्वाभिधेयसम्बन्धापरित्यागे मिथ्यार्थतापि भवेत् । __दृश्यते हि भावानामपरित्यक्तस्वस्वभावानामपि सामग्रयन्तरसम्पातसम्पादितौपाधिकव्यापारान्तराणां विरुद्धक्रियत्वम् । यथा हिममयूखप्रभृतीनां निर्वापितसकलजीवलोकं शीतलत्वमुद्वहतामेव प्रियाविरहदहनदह्यमानमानसैर्जनैरालोक्यमानानां सतां सन्तापकारित्वं प्रसिद्धमेव । तस्मात् पौरुषेयाणां वाक्यानां सत्यपि नैसर्गि के ऽर्थसम्बन्धे मिथ्यार्थत्वं समर्थ यितुमिच्छता वाचकत्वव्यतिरिक्तं किञ्चिद्रूपमौपाधिकं व्यक्तमेवाभिधानीयम् । तच्च व्यञ्जकत्वादृते नान्यत् । व्यङ्गयत्वप्रकाशनं हि व्यञ्जकत्वम् । पौरुषेयाणि च वाक्यानि प्राधान्येन पुरुषाभिप्रायमेव प्रकाशयन्ति । स च व्यङ्गय एव न त्वभिधेयः । तेन सहाभिधानस्य वाच्यवाचकभावलक्षणसम्बन्धाभावात् ।
१. तथाहि लिङ्गत्वमाश्रयेषु नियतावभासम्' नि० । '(अ)नियतावभासम्' दी० । २. 'शब्दात्मनि नियतत्वादेव' नि० । '(अ)नियतत्वादेव' दी० ।
Page #235
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૩૩
૨૩૩
આ વ્યંજભાવનો લિંગત્વન્યાય (લિંગત્વસામ્ય) પણ દેખાય છે. જેમ કે લિંગત્વ આશ્રયોમાં અનિયત રૂપથી માલુમ પડે છે, કેમકે (તે) ઇચ્છાને આધીન હોય છે. અને પોતાના વિષયમાં અવ્યભિચારી (સદ્દા નિયત) હોય છે. તેવી રીતે (અગાઉ ) દર્શાવ્યા પ્રમાણે, આ વ્યંજકત્વ છે. (પોતાના આશ્રય શબ્દોમં ઇચ્છાધીન હોવાથી અનિયત અને સ્વવિષયમાં-વ્યંગ્ય અર્થ જણાવવામાં-નિયત (અવ્યભિચારી) છે.)
અને શબ્દરૂપમાં અનિયત હોવાને કારણે જ તેને વાચક પ્રકાર તરીકે કલ્પવો રાકચ નથી. જો તે વાચકત્વનો પ્રકાર થશે તો શબ્દરૂપમાં નિયતતા પણ વાચકત્વની જેમ થશે. (પણ તે શબ્દરૂપમાં નિયત નથી. પ્રકરણ વગેરેથી જ વ્યંજકત્વ હોય છે. એથી વ્યંજકત્વ, વાચકત્વથી ભિન્ન છે.)
7
(મીમાંસકોએ પણ વ્યંજકત્વ સ્વીકારવું રહ્યું.)
અને તે આ પ્રકારનો (વ્યંજકત્વરૂપ) ઔપાધિકધર્મ, શબ્દોના ઔત્પત્તિક શબ્દાર્થ સંબંધને માનનારા, પૌરુષેય અને અપૌરુષેય વાકચોમાં વિશેષતાનું પ્રતિપાદન કરનારા, વાકયના તત્ત્વને જાણનારાઓ (મીમાંસકો) દ્વારા પણ નિયમપૂર્વક – અવશ્ય- માનવો જોઈશે. તેનો સ્વીકાર કર્યા વિના તેના શબ્દ અને અર્થનો નિત્ય સંબંધ હોવા છતાં પૌરુષેય અને અપૌરુષેય વાકચોમાં અર્થ પ્રતિપાદનમાં કોઈ વિશેષતા ન રહે. અને એનો (વ્યંજકત્વરૂપ) ઔપાધિક ધર્મનો સ્વીકાર કરી લેતાં પૌરુષેય વાક્યોમાં પોતાના (વાચ્યવાચકભાવરૂપી) નિત્ય સંબંધનો પરિત્યાગ કર્યા વિના પણ પુરુષની ઇચ્છા (તાત્પર્ય) નું અનુવિધાન- અનુસરણ- કરનારા બીજા ઔપાધિક (વ્યંજકત્વરૂપ) વ્યાપારયુક્ત વાચોની મિથ્યાર્થતા પણ થઈ જાય (અર્થાત્ અસત્ય હોવાનો સંભવ દર્શાવી શકાય.)
પોતાનો સ્વભાવ છોડયો નથી એવા, બીજી સામગ્રીના આવવાથી સંપાદિત ઔપાધિક વ્યાપારવાળા ભાવોમાં પણ વિરુદ્ધ ક્રિયા દેખાય છે. જેમ કે- સમસ્ત જીવલોકને શાંતિ આપનારી શીતળતા ધારણ કરનાર, પણ પ્રિયતમા-વિયોગાગ્નિથી બળતા મનવાળા લોકો દ્વારા જોવાતાં ચન્દ્રરિણ ઇત્યાદિની સંતાપકારિતા પ્રસિદ્ધ જ છે. એથી (શબ્દ અને અર્થનો) સ્વાભાવિક (નિત્ય) સંબંધ હોવા છતાં પણ પૌરુષેય વાકચોની મિથ્યાર્થતાનું સમર્થન કરવાની ઇચ્છા રાખનારે, મીમાંસકે) વાચકત્વથી વ્યતિરિક્ત (વાકયોમાં) કોઈક ઓપાધિરૂપ અવશ્ય જ સ્વીકારવું જોઈશે. અને તે વ્યંજત્વ સિવાય બીજું કંઈ નથી. પૌરુષેય વાક્ય મુખ્યરૂપથી (વકતા) પુરુષના અભિપ્રાયને જ (વ્યંગ્યરૂપથી) પ્રકાશે છે. અને તે (પુરુષનો અભિપ્રાય) વ્યંગ્ય જ હોય છે, વાચ્ય નહીં. (કેમ કે) તેની સાથે શબ્દનો ‘વાચ્યવાચકભાવ’રૂપ સંબંધ નથી તેથી.
Page #236
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
नन्वनेन न्यायेन सर्वेषामेव लौकिकानां वाक्यानां ध्वनिव्यवहारः प्रसक्तः । सर्वेषामप्यनेन न्यायेन व्यञ्जकत्वात् ।
सत्यमेतत्, किन्तु वक्त्रभिप्रायप्रकाशनेन 'यद्व्यञ्जकत्वं तत्सर्वेषामेव लौकिकानां वाक्यानामविशिष्टम्, तत्तु वाचकत्वान्न भिद्यते । व्यङ्ग्यं हि तत्र नान्तरीयकतया व्यवस्थितम् । न तु विवक्षितत्वेन । यस्य तु विवक्षितत्वेन व्यङ्ग्यस्य स्थितिस्तद्व्यञ्जकत्वं ध्वनिव्यवहारस्य प्रयोजकम् ।
२३४
यत्त्वभिप्रायविशेषरूपं व्यङ्गयं शब्दार्थाभ्यां प्रकाशते तद्भवति विवक्षितं तात्पर्येण प्रकाश्यमानं सत् । किन्तु तदेव केवलमपरिमितविषयस्य ध्वनिव्यवहारस्य न प्रयोजकमव्यापकत्वात् । तथा दर्शितभेदत्रयरूपं तात्पर्येण द्योत्यमानमभिप्रायरूपमनभिप्रायरूपं च सर्वमेव ध्वनिव्यवहारस्य प्रयोजक मिति यथोक्तव्यञ्जकत्वविशेषे' ध्वनिलक्षणे नातिव्याप्तिर्न चाव्याप्तिः ।
तस्माद्वाक्यतत्त्वविदां मतेन तावद् व्यञ्जकत्वलक्षणः शाब्दो व्यापारो न विरोधी प्रत्युतानुगुण एव लक्ष्यते ।
परिनिश्चितनिरपभ्रंशशब्दब्रह्मणां विपश्चितां मतमाश्रित्यैव प्रवृत्तोऽयं ध्वनिव्यवहार इति तैः १ सह किं विरोधाविरोधौ चिन्त्येते ।
कृत्रिमशब्दार्थसम्बन्धवादिनां तु युक्तिविदामनुभवसिद्ध एवायं व्यञ्जकभावः शब्दानामर्थान्तराणामिवाविरोधश्चेति न प्रतिक्षेप्यपदवीमवतरति ।
वाचकत्वे हि तार्किकाणां विप्रतिपत्तयः प्रवर्तन्ताम्, किमिदं स्वाभाविकं शब्दानामाहोस्वित् सामयिकमित्याद्याः । व्यञ्जकत्वे तु तत्पृष्ठभाविनि भावान्तरसाधारणे लोकप्रसिद्ध एवानुगम्यमाने को विमतीनामवसरः ।
१. 'यदि व्यञ्जकत्वं' नि० । 'यदिदं व्यञ्जकत्वं' दी० । २. ‘ननु' नि० ।
३. ' यस्य तु' यह पाठ नि० में नहीं है । 'न तु विवक्षितत्वेन व्ययस्य व्यवस्थितिः । तद् व्यञ्जकत्वं ध्वनिव्यवहारस्य प्रयोजकम् ' ऐसा पाठ रखा है नि० ।
४. 'शब्दार्थाभ्यामेव' दी० ।
५. ‘यत्’ नि० ।
६. 'न प्रयोजकम्, व्यापकत्वात्' दी० । नि० में 'प्रयोजकम्' के बाद विराम है।
७. 'तत्' दी० ।
८. 'यथोक्तव्यञ्जकत्वविशेषध्वनिलक्षणे' नि०, दी० ।
९. 'मते न' नि०, दी० ।
१०. ‘(न)' नि० ।
११. 'यैः' बा० प्रि० ।
१२. 'भावान्तरासाधारणे' नि० ।
Page #237
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૩૩
૨૩૫ (પ્રશ્નો પણ આ ન્યાય પ્રમાણે તો બધાં લૌકિક વાક્યો (પુરુષાભિપ્રાયરૂપ વ્યંગ્યના સંબંધને લીધે) ધ્વનિ વ્યવહારવાળાં ગણાય. આ ન્યાય પ્રમાણે બધાનું વ્યંજકત્વ છે માટે.
(ઉત્તર) એ ઠીક છે, પણ બોલનારના અભિપ્રાયના પ્રકાશનથી જે વ્યંજકત્વ (આવે છે) તે તો બધાં લૌકિક વાક્યોમાં એકસરખું છે તે તો વાચકત્વથી ભિન્ન નથી. વ્યંગ્ય ત્યાં નાન્તરીયક રૂપથી (લગોલગ ગોઠવાયેલ હોય એમ) રહે છે, નહીં કે વિવક્ષિત રૂપથી (વ્યંગ્ય વિવક્ષિત ન હોવાથી તેમાં ધ્વનિ વ્યવહાર કરાતો નથી.)
જ્યાં વ્યંગ્ય વિરક્ષિતરૂપથી ગોઠવાય ત્યાં વ્યંજકત્વ ધ્વનિવ્યવહારનું પ્રયોજક છે. (એથી બધાં લૌકિક વાક્ય ધ્વનિ નથી.)
પણ જે અભિપ્રાયવિશેષરૂપ વ્યંગ્ય, શબ્દ અને અર્થથી પ્રકાશાય છે તે તાત્પર્યરૂપ (પ્રધાનરૂપ)થી પ્રકાશમાન હોય છે તેથી વિવક્ષિત (વ્યંગ્ય) કહેવાય છે. પણ તે જ કેવળ અપરિમિત વિષયવાળા ધ્વનિનું પ્રયોજક નથી, (ધ્વનિ વ્યવહારની અપેક્ષાએ.) અવ્યાપક હોવાથી તાત્પર્યથી ઘોત્યમાન-પ્રકાશનું અભિપ્રાયરૂપ (રસાદિ) અને અનભિપ્રાયરૂપ (વસ્તુ તથા અલંકારરૂપ) વ્યંગ્ય જેના ત્રણ ભેદ *(રસાદિ, વસ્તુ, અલંકાર રૂ૫) દર્શાવેલ છે તે બધું ધ્વનિનું પ્રયોજક છે. તેથી યથોક્ત (ધ્ધ. ૧/૧૩) વ્યંજકત્વવિશેષરૂપ ધ્વનિનું લક્ષણ માનવામાં નથી અતિ વ્યાપ્તિ થતી કે નથી આવ્યાપ્તિ થતી.
એથી વાક્યતત્ત્વજ્ઞો (મીમાંસકો)ના મતે વ્યંજકત્વરૂપ (વાચકત્વ તથા ગુણવૃત્તિથી ભિન્ન) શાબ્દવ્યાપાર વિરોધી નહીં પણ અનુરૂપ જ દેખાય છે.
(વૈયાકરણમત ધ્વનિસિદ્ધાન્તને અનુકૂળ)
જેમણે અવિઘા-સંસ્કારરહિત શબ્દબ્રહ્મનો પૂર્ણરૂપે નિશ્ચય કરી લીધો છે તે વિદ્વાનો (વૈયાકરણો)ના મતનો આશ્રય લઈને આ ધ્વનિ વ્યવહાર પ્રવૃત્ત થયો છે; એથી તેમની સાથે વિરોધ અને અવિરોધ પર શું વિચાર કરવાનો હોય ? (તેમનો વિરોધ થઈ શક્તો જ નથી. એથી એને દૂર કરવાની ચિંતા પણ નકામી છે.)
(નૈયાયિકોનો મત વ્યંજનાને અનુકૂળ)
કૃત્રિમ શબ્દાર્થ સંબંધને માનનારા તાર્કિકો (નૈયાયિકો)નો આ વ્યંજકભાવ અનુભવસિદ્ધ જ છે અને બીજા પદાર્થોની જેમ શબ્દોનો પણ વિરોધ નથી એથી નિરાકરણની પદવી પર આરૂઢ થતો નથી. (અર્થાત્ નિરાકરણને યોગ્ય નથી.)
વાચત્વના વિષયમાં તાર્કિકોની વિપ્રતિપત્તિઓ (મતભેદો) હોઈ શકે છે કે શું શબ્દોનું આ (વાચકત્વ) સ્વાભાવિક છે અથવા સતત (સામયિક) છે ઇત્યાદિ. પણ તેની (વાચકત્વની) પછી આવનારા અને ભાવાન્તર-સાધારણ, લોકપ્રસિદ્ધ, એવા વ્યંજકત્વને અનુસરવામાં મતભેદનો અવસર જ ક્યાં છે?
Page #238
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક अलौकिके ह्यर्थे तार्किकाणां विमतयो निखिलाः प्रवर्तन्ते न तु लौकिके । न हि नीलमधुरादिष्वशेषलोकेन्द्रियगोचरे बाधारहिते तत्त्वे परस्परं विप्रतिपन्ना दृश्यन्ते । न हि बाधारहितं नीलं नीलमिति ब्रुवन्नपरेण प्रतिषिध्यते नैतन्नीलं पीतमेतदिति । तथैव व्यञ्जकत्वं वाचकानां शब्दानामवाचकानां च गीतध्वनीनामशब्दरूपाणां च चेष्टादीनां यत्सर्वेषामनुभवसिद्धमेव' तत्केनापर्यते ।
अशब्दमर्थं रमणीयं हि सूचयन्तो व्याहारास्तथा व्यापारा निबद्धाश्चानिबद्धाश्च विदग्धपरिषत्सु विविधा विभाव्यन्ते । 'तानुपहस्यमानतामात्मनः परिहरन् कोऽतिसन्दधीत सचेताः। __"ब्रूयात् ! अस्त्यतिसन्धानावसरः । व्यञ्जकत्वं शब्दानां गमकत्वम् तच्च लिङ्गत्वम् । अतश्च व्यङ्ग्यप्रतीतिर्लिङ्गिप्रतीतिरेवेति लिङ्गलिङ्गिभाव एव तेषाम्, व्यङ्ग्यव्यञ्जकभावो नापरः कश्चित् । अतश्चैतदवश्यमेव बोद्धव्यं यस्माद्वक्त्रभिप्रायापेक्षया व्यञ्जत्वमिदानीमेव त्वया प्रतिपादितम् । वक्त्रभिप्रायश्चानुमेयरूप एव । _ 'अत्रोच्यते, नन्वेवमपि यदि नाम स्यात् तत्किनश्छिन्नम् । वाचकत्वगुणवृत्तिव्यतिरिक्तो व्यञ्जकत्वलक्षणः शब्दव्यापारोऽस्तीत्यस्माभिरभ्युपगतम् । तस्य चैवमपि न काचित् क्षतिः । तद्धि व्यञ्जकत्वं लिङ्गत्वमस्तु अन्यद्वा । सर्वथा प्रसिद्धशाब्दप्रकारविलक्षणत्वं शब्दव्यापारविषयत्वं च तस्यास्तीति नास्त्येवावयोर्विवादः ।
न पुनरयं परमार्थो यद् व्यञ्जकत्वं लिङ्गत्वमेव सर्वत्र, व्यङ्ग्यप्रतीतिश्च लिङ्गिप्रतीतिरेवेति ।
यदपि स्वपक्षसिद्धयेऽस्मदुक्तमनूदितम्, त्वया वक्त्रभिप्रायस्य व्यङ्ग्यत्वेनाभ्युपगमात् तत्प्रकाशने शब्दानां लिङ्गत्वमेवेति तदेतद्यथास्माभिरभिहितं तद्विभज्य प्रतिपाद्यते, श्रूयताम् ।
१. 'विमतयो निखिला' के स्थानपर नि०, दी. में 'अभिनिवेशा' पाठ है। २. 'एव' पद नि० में नहीं है। ३. 'तत्केनामिश्रूयते (पढ्यते ?)' ऐसा पाठ नि० में है। ४. ‘तथा व्यापारनिबन्धाश्च' नि०, दी० । ५. 'नानु' नि०। ६. 'कोऽभिसन्दधीत' नि० । 'कथमभिसंदधीत' दी० । ७. (ब्रूयात्) अस्त्यभिसन्धानावसरे' नि०, दी० । ८. 'अत्रोच्यते' पाठ नि० में नहीं है।
Page #239
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૩૩
તાર્કિકોને (આત્મા વગેરે) અલૌકિ અર્થોના વિષયમાં બધી વિપ્રતિપત્તિઓમતભેદો-પ્રવર્તે છે લૌકિક (પ્રત્યક્ષ વગેરે પ્રમાણોથી સિદ્ધ) અર્થના વિષયમાં નહીં. નીલ, મધુર ઇત્યાદિમાં સમસ્ત લોક્ને ઇન્દ્રિય ગોચર તથા બાધારહિત તત્ત્વના વિષયમાં પરસ્પર વિપ્રતિપન્ન (વિરોધી વિચારોવાળા) લોકો દેખાતા નથી. ખાધારહિત ‘નીલ’ને ‘નીલ’કહેનાર, બીજા દ્વારા ‘આ નીલ નથી (લૂરુ નથી) પણ ‘પીત’ છે (પીળું છે) એમ (કહી), પ્રતિષેધ કરાવાતો નથી. તેમજ વાચક શબ્દોનું, અવાચક ગીતધ્વનિનું અને અશબ્દરૂપ ચેષ્ટાદિનું વ્યંજકત્વ, જે બધાને અનુભવસિદ્ધ છે, તેને કોણ સંતાડી શકે ?
૨૩૭
વિદગ્ધજનોની સભાઓમાં શબ્દરહિત રમણીય અર્થને સૂચિત કરનારાં વચન તથા વ્યાપાર વિવિધ પ્રકારના નિબદ્ધ અને અનિબદ્ધ રૂપમાં મળે છે. (છંદોબદ્ધ રીતે અને ગદ્યમાં મળે છે.) તો પોતાની મરકરી કરાવવા ન ઇચ્છતો હોય એવો ક્યો સહૃદય તેનો અસ્વીકાર કરે ?
(અનુમિતિવાદનું ખંડન)
(પૂર્વપક્ષ) કોઈ આમ કહે-(વ્યંજકત્વનો) અસ્વીકાર કરવાનો અવસર છે. શબ્દોનું વ્યંજત્વ તે જ ગમત્વ (બોધત્વ) છે અને તે (ગમકત્ચ) લિંગત્વ (રૂપ) છે. અને એથી વ્યંગ્યની પ્રતીતિ, લિંગીની પ્રતીતિ જ છે. આ રીતે તેમનો (શબ્દોનો) તિકૃતિન્નિમાલ જ છે, બીજો કોઈ વ્યંગ્ય-વ્યંજકભાવ નહીં. (અર્થાત્ લિંગ-લિંગીભાવ જ એ શબ્દોનો વ્યંગ્ય-વ્યંજકભાવ છે અને લિંગ લિગિંભાવથી અલગ કશું નથી) અને એથી પણ એવું અવશ્ય માનવું જોઈએ કે વકતાના અભિપ્રાયની દૃષ્ટિએ વ્યંજકત્વનું પ્રતિપાદન (ભંજક-વ્યંગ્યનો લિંગ-લિંગિભાવ) તમે (વ્યંજત્વ-વાદીએ) હમણાં (મીમાંસકોનું ખંડન કર્યું તે ભાગમાં) કરેલ છે. અને વકતાનો અભિપ્રાય અનુમેયરૂપ જ હોય છે. (પૂર્વપક્ષનું માનવું એવું છે કે વ્યંજના અનુમિતિ-અનુમાનથી થતું જ્ઞાન-ની અંતર્ગત છે.)
(ઉત્તરપક્ષ) અહીં કહેવાય છે- જો આ પ્રકારે હોય તો પણ અમારું શું બગડવાનું છે ? વાચકત્વ અને ગુણવૃત્તિથી ભિન્ન (વ્યતિરિક્ત) વ્યંજત્વ રૂપ શબ્દ વ્યાપાર છે એ અમે સ્વીકાર ર્યો છે. એ (સિદ્ધાન્ત)ને આમ (વ્યંગ્ય-વ્યંજભાવને લિંગલિંગિરૂપ) માનવાથી પણ કોઈ હાનિ થતી નથી. નિસંદેહ તે વ્યંજ~ લિંગત્વ થઈ જાય કે કંઈ બીજું. પ્રસિદ્ધ શબ્દ વ્યાપાર (અભિધા તથા ગુણવૃત્તિરૂપ)થી સર્વથા વિલક્ષણ અને શબ્દવ્યાપારનો વિષય તે રહે છે, એથી આપણો વિવાદ નથી.
પણ એ વાસ્તવિકતા નથી કે વ્યંજકત્વ સર્વત્ર લિંગ (હેતુ) જ હોય છે અને વ્યંગ્યપ્રતીતિ સર્વથા લિંગી (સાધ્ય)ની જ થાય છે.
પોતાના પક્ષની સિદ્ધિમાંટે, ‘વતાનો અભિપ્રાય વ્યંગ્યત્વથી જાણી શકાય છે માટે તેના પ્રકાશનમાં શબ્દોનું લિંગત્વ છે’ એમ અમારું કહેવું જે તમે ઉલ્લેખ્યું છે તે અમે જેમ કહેવા માંગ્યું છે તેના ભાગ પાડીને, ખરાબર સમજાવીએ છીએ, સાંભળો.
Page #240
--------------------------------------------------------------------------
________________
२३८
न्या द्विविधो विषयः शब्दानाम् । अनुमेयः प्रतिपाद्यश्च । तत्रानुमेयोविवक्षालक्षणः । विवक्षा च शब्दस्वरूपप्रकाशनेच्छा शब्देनार्थप्रकाशनेच्छा चेति द्विप्रकारा । तत्राद्या न शाब्दव्यवहाराङ्गम् । सा हि प्राणित्वमात्रप्रतिपत्तिफला । द्वितीया तु शब्दविशेषावधारणावसितव्यवहितापि शब्दकरणव्यवहारनिबन्धनम् । ते तु द्वे अप्यनुमेयो विषयः शब्दानाम् ।
प्रतिपाद्यस्तु प्रयोक्तुरर्थप्रतिपादनसमीहाविषयीकृतोऽर्थः । स च द्विविधो, वाच्यो व्यङ्ग्यश्च । प्रयोक्ता हि कदाचित् स्वशब्देनार्थं प्रकाशयितुं समीहते, कदाचित् स्वशब्दानभिधेयत्वेन प्रयोजनापेक्षया कयाचित् । स तु द्विविधोऽपि प्रतिपाद्यो विषयः शब्दानां न लिङ्गितया स्वरूपेण प्रकाशते, अपितु कृत्रिमेणाकृत्रिमेण वा सम्बन्धान्तरेण । विवक्षाविषयत्वं हि तस्यार्थस्य शब्दर्लिङ्गितया' प्रतीयते न तु स्वरूपम् ।
यदि हि लिङ्गितया तत्र शब्दानां व्यापार: स्यात् तच्छब्दार्थे सम्यङ्मिथ्यात्वादिविवादा एव न प्रवर्तेरन्, धूमादिलिङ्गानुमितानुमेयान्तरवत् । ___ व्यङ्ग्यश्चार्थो वाच्यसामर्थ्याक्षिप्ततया वाच्यवच्छब्दस्य सम्बन्धी भवत्येव । साक्षादसाक्षाद्भावो हि सम्बन्धस्याप्रयोजकः । वाच्यावाचकभावाश्रयत्वं च व्यञ्जकत्वस्य प्रागेव दर्शितम् । तस्माद्वक्त्रभिप्रायरूप एवं व्यङ्गये लिङ्गतया शब्दानां व्यापारः ।
१. 'शब्दकारणव्यवहारनिबन्धनम्' नि०, दी। २. 'लिकतया' नि०, दी। ३. 'व्यवहार' नि०, दी। ४. 'एव' पाठ नि०, दी० में नहीं है। ५. 'अनभिप्रायरूपे' पाठ नि० में नहीं है।
Page #241
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૩૩
૨૩૯
શબ્દોનો વિષય દ્વિવિધ છે, અનુમેય અને પ્રતિપાદ્ય. તેમાં અનુમેય વિવક્ષારૂપ છે. વિવક્ષા પણ શબ્દના સ્વરૂપના પ્રકાશનની ઇચ્છા અને શબ્દથી અર્થપ્રકાશનની ઇચ્છારૂપ બે પ્રકારની હોય છે. તેમાંની પ્રથમ શબ્દવ્યાપારનું અંગ હોતી નથી. તેનું ફલ ચોક્કસ પ્રાણિત્વમાત્રની પ્રતિપત્તિ જ હોય છે. (‘“અર્થહીન વ્યક્ત યા અવ્યક્ત ધ્વનિ કોઈ પ્રાણી કરી શકે છે અચેતન નહીં. એથી શબ્દના સ્વરૂપમાત્ર પ્રકાશનથી પ્રાણીનું જ્ઞાન તો અવશ્ય થઈ શકે છે પણ તેનાથી કોઈ પ્રકારના અર્થનું જ્ઞાન ન થઈ શકવાથી તે શાબ્દબોધ યા શાબ્દ વ્યવહારમાં નિરુપયોગી છે.’’– આચાર્ય વિશ્વેશ્વર પૃ. ૨૭૯)
અને બીજી યદ્યપિ શબ્દવિશેષનો નિર્ણય કરવામાં કારણભૂત બની અટકી જાય છે પણ એ વ્યવહિત હોવા છતાં શબ્દ જેવું સાધન છે એવા વ્યવહારનું કારણ બને છે. એ બંને જ શબ્દોનો વિષય અનુમેય છે. (‘‘વિશેષ પ્રકારનો શબ્દ સાંભળીને શબ્દસ્વરૂપપ્રકાશનની ઇચ્છા અથવા શબ્દ દ્વારા અર્થ પ્રકાશનની ઇચ્છાનું અનુમાન થાય છે, એથી એ બંને ઇચ્છાઓ શબ્દોનો અનુમેય વિષય છે-’’ આ. વિશ્વેશ્વર પૃ. ૨૭૯)
પ્રતિપાઘ તો પ્રયોક્તાની અર્થપ્રતિપાદનની ઇચ્છાથી વિષયીકૃત અર્થ છે. અને તે બે પ્રકારનો છે વાચ્ય અને વ્યંગ્ય. પ્રયોક્તા (વાપરનાર) ક્યારેક પોતાના (વાચક) શબ્દથી અર્થને પ્રકાશિત કરવા ઇચ્છે છે ક્યારેક પ્રયોજનની અપેક્ષાથી પોતાના શબ્દને અનભિધેય રૂપથી. આ બેય જાતનો શબ્દોનો પ્રતિપાદ્ય વિષય, લિંગી રૂપથી (અનુમેય રૂપથી) સ્વરૂપતઃ નથી પ્રકાશતો, પણ બીજા કોઈ કૃત્રિમ કે અકૃત્રિમ સંબંધથી (પ્રકાશે છે). શબ્દોથી લિંગિતા વડે તે અર્થનું વિવક્ષાવિષયત્વ દેખાય છે, સ્વરૂપ નહીં. ( અર્થાત્ વકતાના શબ્દો સાંભળીને લિંગરૂપ એ શબ્દોથી તે અર્થનું વિવક્ષાવિષયત્વ-વકતા જે કહેવા ઇચ્છે છે એ વસ્તુ- તો અનુમેયરૂપમાં પ્રતીત થઈ શકે છે પણ અર્થનું સ્વરૂપ અનુમેય રૂપથી પ્રતીત થતું નથી.)
જો તે (અર્થ)ના વિષયમાં લિંગીરૂપથી શબ્દનો વ્યાપાર હોય (એટલે કે શબ્દોથી અનુમાન દ્વારા અર્થની સિદ્ધિ હોય) તો ધૂમ આદિ લિંગોથી અનુમાન કરાયેલ બીજા (વહિન વગેરે) અનુમેયોની જેમ રાબ્દના અર્થના વિષયમાં ‘‘સમ્યક્ છે કે મિથ્યા છે’ એવો વિવાદ પ્રવર્તે નહીં.
(અહીં એવી શંકા થઈ શકે કે ‘‘વ્યંગ્ય અર્થનો શબ્દ સાથે કોઈ સાક્ષાત્ સંબંધ નથી તેથી શબ્દથી તેની પ્રતીતિ થઈ શકતી નથી' એવી શંકા મનમાં રાખીને આગળનું વાક્ય છે.)
વ્યંગ્ય અર્થ, વાચ્યના સામર્થ્યથી (થતાં) સૂચનથી, વાચ્યની જેમ, શબ્દોનો સંબંધી બને છે જ. સાક્ષાત્ કે અસાક્ષાત્ ભાવ જ માત્ર સંબંધનો પ્રયોજક છે એમ નથી. વ્યંજકત્વ, વાચ્યવાચકભાવને આશ્રયે છે એમ પહેલાં દર્શાવ્યું છે. માટે વકતાના
Page #242
--------------------------------------------------------------------------
________________
२४०
દવન્યાલોક तद्विषयीकृते तु प्रतिपाद्यतया । प्रतीयमाने तस्मिन्नभिप्रायरूपेऽनभिप्रायरूपे च वाचकत्वेनैव व्यापारः सम्बन्धान्तरेण वा । न तावद्वाचकत्वेन यथोक्तं प्राक् । सम्बन्धान्तरेण व्यञ्जकत्वमेव।
न च व्यञ्जकत्वं लिङ्गत्वरूपमेव, आलोकादिष्वन्यथा दृष्टत्वात् । तस्मात् प्रतिपाद्यो विषयः शब्दानां न लिङ्गत्वेन सम्बन्धी वाच्यवत् । यो हि लिङ्गित्वेन तेषां सम्बन्धी यथा दर्शितो विषयः, स न वाच्यत्वेन प्रतीयते, अपितूपाधित्वेन' । प्रतिपाद्यस्य च विषयस्य लिङ्गित्वे तद्विषयाणां विप्रतिपत्तीनां लौकिकैरेव क्रियमाणानामभावः प्रसज्येतेति । एतच्चोक्तमेव ।
यथा च वाच्यविषये प्रमाणान्तरानुगमेन सम्यक्त्वप्रतीतौ क्वचित् क्रियमाणायां तस्य प्रमाणान्तरविषयत्वे सत्यपि न शब्दव्यापारविषयताहानिस्तद्वद् व्यङ्ग्यस्यापि ।
काव्यविषये च व्यङ्ग्यप्रतीतीनां सत्यासत्यनिरूपणस्याप्रयोजकत्वमेवेति तत्र प्रमाणान्तरव्यापारपरीक्षोपहासायैव सम्पद्यते । तस्माल्लिङ्गिप्रतीतिरेव सर्वत्र व्यङ्ग्यप्रतीतिरिति न शक्यते वक्तुम् ।
“यत्त्वनुमेयरूपव्यङ्ग्यविषयं शब्दानां व्यञ्जकत्वम्, तद् ध्वनिव्यवहारस्याप्रयोजकिम् । अपि तु व्यञ्जकत्वलक्षणः शब्दानां व्यापार औत्पत्तिकशब्दार्थसम्बन्धवादिनाप्यभ्युपगन्तव्य इति प्रदर्शनार्थमुपन्यस्तम् । तद्धि व्यञ्जकत्वं कदाचिल्लिङ्गत्वेन कदाचिद्रूपान्तरेण शब्दानां वाचकानामवाचकानां च सर्ववादिभिरप्रतिक्षेप्यमित्ययमस्माभिर्यत्न आरब्धः । ..... ___ तदेवं गुणवृत्तिवाचकत्वादिभ्यः शब्दप्रकारेभ्यो नियमेनैव तावद्विलक्षणं व्यञ्जकत्वम् । तदन्तःपातित्वेऽपि तस्य हिठादभिधीयमाने तद्विशेषस्य ध्वनेर्यत्प्रकाशनं विप्रतिपत्तिनिरासाय सहृदयव्युत्पत्तये वा तत्क्रियमाणमनतिसन्धेयमेव' । नहि सामान्यमावलक्षणेनोपयोगिविशेषलक्षणानां प्रतिक्षेपः शक्यः कर्तुम् । एवं हि सति सत्तामात्रलक्षणे कृते सकलसद्वस्तुलक्षणानां पौनरुक्त्यप्रसङ्गः ।।३३॥
१. 'लिङ्गत्वेन' नि०, दी। २. 'तेषां' पाठ नि०, में नहीं है। ३. 'त्वौपाधिकत्वेन' नि०, दी। ४. 'विप्रतिपत्तीनां' के बाद 'लौकिकानां' नि० । 'लौकिकीनां' दी० पाठ अधिक है। ५. 'यत्त्वनुभेयरूपं' नि०, दी। ६. 'न ग्रहादभिधीयमानस्मेतद्विशेष्यस्य' नि०, 'न ग्रहादभिधीयमानं तद्विशेषस्य' दी० । ७. 'अनभिसन्धेयमेव' दी।
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૪૧
તૃતીય ઉઘોતઃ ૩૩ અભિપ્રાયરૂપ વ્યંગ્યમાં લિંગતાધી શબ્દોનો વ્યાપાર છે અને તેના દ્વારા વિષયીકૃત (અર્થ)માં પ્રતિપાદ્યરૂપથી અભિપ્રાયરૂપ અને અનભિપ્રાયરૂપ તે પ્રતીયમાનમાં વાચકત્વથી જ વ્યાપાર થશે કે બીજા સંબંધથી? વાચકત્વથી તો નહીં થાય એ પહેલાં કહ્યું જ છે. બીજા સંબંધથી તો વ્યંજકત્વ જ થાય છે.
વ્યંજત્વ લિંગ ત્વરૂપ નથી હોતું કેમકે આલોક ઇત્યાદિમાં અન્યથા દેખાય છે (માટે). માટે પ્રતિપાઘ વિષય, વાચ્યની પેઠે લિંગિcથી શબ્દનો સંબંધી નથી. (અર્થાતુ જેમ વાચ્ય અર્થ શબ્દથી અનુમેય નથી એ પ્રકારે વ્યંગ્ય અર્થ પણ શબ્દથી અનુમેય નથી.) જે લિંગી રૂપથી તેમનો સંબંધી છે, જે વિષય દર્શાવી દીધેલ છે, તે વાચ્યરૂપથી પ્રતીત થતો નથી, પણ ઉપાધિરૂપથી (પ્રતીત થાય છે) અને પ્રતિપાદ્ય વિષય, લિંગી હોવામાં તેના સંબંધની લૌકિક લોકો દ્વારા જ કરવામાં આવેલ વિપ્રતિપત્તિઓનો અભાવ પ્રસિદ્ધ થશે. (પ્રાપ્ત થશે) આ કહી દીધું છે.
જેમ વાચ્યના વિષયમાં, (અનુમાન વગેરે) બીજ પ્રમાણોને અનુસરીને, ક્યારેક સત્યાસત્યતાની પ્રતીતિ કરાય છે ત્યારે, તે બીજાં પ્રમાણોનો વિષય હોય તોપણ, તેથી તે શબ્દવ્યાપારનો વિષય મટી જતો નથી, તેવી રીતે વ્યંગ્યમાં પણ .(તેને વ્યંજનારૂપ શબ્દ વ્યાપારનો વિષય માનવામાં કંઈ વાંધો નથી.)
કાવ્યના વિષયમાં વ્યંગ્યપ્રતીતિના સત્યત્વ અને અસત્યત્વના નિરૂપણનું અપ્રયોજકત્વ હોવાથી તેમાં બીજા પ્રમાણના વ્યાપારનો વિચાર ઉપહસનીય જ બને. માટે લિંગિ-પ્રતીતિ (=અનુમિતિ) જ સર્વત્ર વ્યંગ્યપ્રતીતિ છે એમ ન કહી શકાય.
અને જે અનુમેયરૂપ વ્યંગ્યના વિષયમાં શબ્દોનું વ્યંજકત્વ છે, તે ધ્વનિવ્યવહારનું પ્રયોજક નથી. પણ વ્યંજકત્વ નામે શબ્દોનો વ્યાપાર ઔત્પત્તિક શબ્દાર્થના સંબંધવાદીએ પણ સમજવો જ જોઈએ, એ દર્શાવવા આ કહ્યું છે. વાચક અને અવાચક શબ્દોના એ વ્યંજત્વને ક્યારેક અનુમાનથી (લિંગ7થી) ક્યારેક રૂપાન્તરથી (બીજા કોઈ રૂપથી થતું હોય છે એ રીતે) બધા વાદીઓએ (મતવાળાઓએ) માનવું જ પડશે, (અપ્રતિક્ષેપ્ય સ્વીકાર્યા વિના છૂટકો નથી તેવું) એથી અમે યત્ન ર્યો છે.
તો આ રીતે ગુણવૃત્તિ અને વાચત્વ આદિ શબ્દપ્રકારોથી વ્યંજકત્વ નિયમપૂર્વક (અવશ્ય) ભિન્ન છે. તેને (વ્યંજકત્વને) હઠપૂર્વક તેની (અભિધા અથવા ગુણવૃત્તિ-લક્ષણાની) અંતર્ગત માનવાથી પણ, તેના વિશેષ પ્રકાર ધ્વનિના મતભેદોનું નિરાકરણ કરવા માટે અથવા સયોની વ્યુત્પત્તિ (જ્ઞાન) માટે જે પ્રકાશન કરવામાં આવી રહ્યું છે તેનો અસ્વીકાર કરી શકાતો નથી અનતિપેય 4). સામાન્યના જ લક્ષણથી, ઉપયોગી વિશેષ લક્ષણોનો નિષેધ કરવો શક્ય નથી. એમ હોય તો, અસ્તિત્વમાત્રનું (સત્તા માત્રનું) લક્ષણ કરીએ એટલે પછી અસ્તિત્વ ધરાવતી બધી વસ્તુનું લક્ષણ પુનરુક્ત બનશે (વ્યર્થ થઈ જશે).
Page #244
--------------------------------------------------------------------------
________________
२४२
तदेवम
ધ્વન્યાલોક
विमतिविषचो य आसीन्मनीषिणां सततमविदितसतत्त्वः । ध्वनिसंज्ञितः प्रकारः काव्यस्य व्यञ्जितः सोऽयम् ||३४|| प्रकारोऽन्यो गुणीभूतव्यङ्ग्यः काव्यस्य दृश्यते ।
तत्र व्यङ्गयान्वये वाच्यचारुत्वं स्यात् प्रकर्षवत् ||३५|| व्यङ्गयोऽर्थो ललनालावण्यप्रख्यो यः प्रतिपादितस्तस्य प्राधान्ये ध्वनिरित्युक्तम् । तस्य' तु गुणीभावेन बाच्यचारुत्वप्रकर्षे गुणीभूतव्यङ्गयो नाम काव्यप्रभेदः प्रकल्प्यते । तत्र वस्तुमात्रस्य व्यङ्ग्यस्य तिरस्कृतवाच्येभ्यः प्रतीयमानस्य कदाचिद्वाच्यरूपवाक्यार्थापेक्षया गुणीभावे सति गुणीभूतव्यवयता ।
यथा
लावण्यसिन्धुरपरैव हि केयमत्र यत्रोत्पलानि शशिना सह सम्प्लवन्ते । उन्मज्जति द्विरदकुम्भतटी च यत्र यत्रापरे कदलिकाण्डमृणालदण्डाः ।। अतिरस्कृतवाच्येभ्योऽपि शब्देभ्यः प्रतीयमानस्य व्यङ्ग्यस्य कदाचिद्वाच्यप्राधान्येन काव्यचारुत्वापेक्षया गुणीभावे सति गुणीभूतव्यङ्ग्यता । यथोदाहृतम् 'अनुरागवती सन्ध्या' इत्येवमादि ।
तस्यैव स्वयमुक्त्या प्रकाशीकृतत्वेन गुणीभावो यथोदाहृतम् 'सङ्केतकालमनसम्’' इत्यादि ।
रसादिरूपव्यङ्गयस्य गुणीभावो रसवदलङ्कारे' दर्शितः । तत्र च तेषामाधिकारिकवाक्यापेक्षया गुणीभावो 'विवहनप्रवृत्तभृत्यानुयायिराजवत् । व्यङ्गचालङ्कारस्य गुणीभावे दीपकादिविषयः ||३५||
तथा
प्रसन्नगम्भीरपदाः काव्यबन्धाः सुखावहाः ।
ये च तेषु प्रकारोऽयमेव योज्यः सुमेधसा ||३६||
ये चैतेऽपरिमितस्वरूपा अपि प्रकाशमानास्तथाविधार्थरमणीयाः सन्तो विवेकिनां सुखावहाः काव्यबन्धास्तेषु सर्वेष्वेवायं प्रकारो गुणीभूतव्यङ्ग्यो नाम योजनीयः । यथा
१. 'तस्यैव' नि०, दी० ।
३. 'काव्य' पद नि०, दी० में नहीं है । ५. 'गुणीभावे रसवदलङ्कारविषयः प्राक् दर्शितः' ६. 'विवाह' नि० ।
८. 'परिमितस्वरूपा' नि०, दी० ।
२. 'शब्देभ्यः' पाठ नि०, दी० में अधिक है । ४. 'गुणभावः' नि०, दी० ।
दी० 'गुणीभावे रसवदलङ्कारो दर्शितः' नि० । ७. 'प्रकारोऽयमेवं' नि०, दी० ।
९. ' तथा रमणीयाः' नि०, दी० ।
Page #245
--------------------------------------------------------------------------
________________
२४३
તૃતીય ઉદ્યોતઃ ૩૪, ૩૫, ૩૬
કારિકા-૩૪ અને ૩૫ તથા વૃત્તિ માટે આમ, “હંમેશાં અવિદિતસ્વરૂપ હોવાને કારણે, જે મનીષી લોકોની વિમતિનો (મતભેદનો) વિષય હતો (તે) કાવ્યના ધ્વનિ’નામના આ પ્રકારને વ્યંજિત કરવામાં આવ્યો.”
“કાવ્યનો બીજો પ્રકાર ગુણીભૂતવ્યંગ્ય’ નામનો જોવામાં આવે છે. જેમાં વ્યંગ્યની સાથે અન્વયે કરવામાં વાચ્યચારતા અધિક પ્રકૃષ્ટ થઈ જાય છે.”
લલનાઓના લાવણ્ય નામનો (એના જેવો) જે વ્યંગ્ય અર્થ પ્રતિપાદિત કર્યો તેનું પ્રાધાન્ય હોય ત્યારે ધ્વનિ છે એમ કહ્યું. (ઉ-૧, કા-૪માં). તેના જ (વ્યંગ્યના) ગુણીભાવથી વાચ્ય (અર્થ)નાં ચારુત્વનો પ્રકર્ષ હોય ત્યાં ‘ગુણીભૂતવ્યંગ્ય’ નામનો કાવ્યભેદ કલ્પવામાં (માનવામાં) આવે છે. તેમાં તિરસ્કૃત વાચ્યવાળા શબ્દોથી પ્રતીયમાન (સૂચવાતા) “વસ્તુધ્વનિ'નો જ, કોઈક વખત, વાટ્યરૂપ વાક્યર્થની અપેક્ષાએ ગુણીભાવ (ગૌણ થઈ જવું તે) હોય તો ‘ગુણીભૂતવ્યંગ્યતા’ કહેવાય છે. (એ “ગુણીભૂતવ્યંગ્ય’ કાવ્ય કહેવાય છે.) જેમ કે
અહીં આ અન્ય કઈ લાવણ્યની નદી આવી ગઈ છે જેમાં ચંદ્રની સાથે ઉત્પલ (કમળ) તરે છે. જેમાં હાથીનાં ગંડસ્થળ (મસ્તક) ઉપર આવે છે અને જ્યાં કેળના થડ (કાંડ) અને મૃણાલ દંડ (રહેલાં) છે.”
કોઈવાર “અતિરસ્કૃતવાચ્ય’વાળા શબ્દોથી વ્યંજિત થતો વ્યંગ્યાર્થ, કાવ્યના ચારુત્વની અપેક્ષાએ વાચ્યાર્થનું પ્રાધાન્ય હોઈ, ગૌણ બની જાય છે ત્યારે ‘ગુણીભૂતવ્યંગ્યતા’ હોય. જેમ કે “અનુરાવતી સંધ્યા...ઈ. ઉદાહરણ (૧/૧૩ની વૃત્તિમાં) આપેલું છે. તેનો (વ્યંગ્ય વસ્તુનો) પોતાની ઉક્તિથી પ્રકાશિત હોવાને કારણે ગુણભાવ જેમ કે સંતાનમનિયમ્' (૨/ ૨૨ની વૃત્તિમાં) ઉદાહરણ આપેલું છે.
રસાદવાળા વ્યંગ્યનો ગુણીભાવ હોય ત્યારે “રસવત્ અલંકાર બતાવ્યો જ છે. ત્યાં (રસવઠલંકારમાં) તેમનો (રસાદિનો) આધિકારિક વાક્ય (મુખ્ય વાક્ય)ની અપેક્ષાએ, વિવાહમાં પ્રવૃત્ત નોકર (વરરાજા)ને અનુસરનાર રાજાની જેમ, ગુણીભાવ થાય છે.
વ્યંગ્ય અલંકારના ગુણીભાવનો વિષય દીપક વગેરે (અલંકાર) છે. કારિકા-૩૬ અને વૃત્તિઃ તે પ્રમાણે
પ્રસન્ન અને ગંભીર પદવાળી જે આનંદદાયક કાવ્ય રચનાઓ હોય છે તેમાં સુમેધાએ (બુદ્ધિમાને) આ પ્રકાર યોજવો જોઈએ.”
જે આ અપરિમિત સ્વરૂપવાળો પણ પ્રકાશમાન અને એ પ્રકારના અર્થથી રમણીય હોઈ વિવેકીઓને સુખ આપનાર કાવ્યબંધ છે તે બધામાં આ ગુણીભૂત વ્યંગ્ય’ નામના પ્રકારની યોજના કરવી જોઈએ. જેમ કે
Page #246
--------------------------------------------------------------------------
________________
....... चन्याला लक्ष्मी दुहिदा जामाउओ हरी तंस घरिणिआ गंगा । अमिअमिअङ्का च सुआ अहो कुडुबं महोअहिणो ॥ (लक्ष्मीर्दुहिता जामाता हरिस्तस्य गृहिणी गङ्गा । अमृतमृगाङ्कौ च सुतावहो कुटुम्बं महोदधेः ॥ -इति च्छाया ॥३६॥) वाच्यालङ्कारवर्गोऽयं व्यङ्गयांशानुगमे सति ।
प्रायेणैव परां छायां बिभ्रल्लक्ष्ये निरीक्ष्यते ॥३७॥ वाच्यालङ्कारवर्गोऽयं व्यङ्गयांशस्यालङ्कारस्य वस्तुमात्रस्य वा यथायोगमनुगमे सति च्छायातिशयं बिभ्रल्लक्षणकारैरेकदेशेन दर्शितः । स तु तथारूपः प्रायेण सर्व एव परीक्ष्यमाणो लक्ष्ये निरीक्ष्यते । ___ तथा हि दीपकसमासोक्त्यादिवदन्येऽप्यलङ्काराः प्रायेण व्यङ्ग्यालङ्कारान्तरवस्त्वन्तरसंस्पर्शिनो दृश्यन्ते । यतः प्रथमं तावदतिशयोक्तिगर्भता सर्वालङ्कारेषु शक्यक्रिया । कृतैव च सा महाकविभिः कामपि काव्यच्छविं पुष्यति । कथं ह्यतिशययोगिता स्वविषयौचित्येन क्रियमाणा सती काव्ये नोत्कर्षमावहेत् । भामहेनाप्यतिशयोक्तिलक्षणे यदुक्तम्
सैषा सर्वैव वक्रोक्तिरनयाऽर्थो विभाव्यते ।
यत्नोऽस्यां कविना कार्यः कोऽलङ्कारोऽनया विना ॥ इति तत्रातिशयोक्तिर्यमलङ्कारमधितिष्ठति कविप्रतिभावशात्तस्य चारुत्वातिशययोगोऽन्यस्य त्वलङ्कारमात्रतैवेति सर्वालङ्कारशरीरस्वीकरणयोग्यत्वेनाभेदोपचारात् सैव सर्वालङ्काररूपा, इत्ययमेवार्थोऽवगन्तव्यः ।।
तस्याश्चालङ्कारान्तरसङ्कीर्णत्वं कदाचिद्वाच्यत्वेन, कदाचिद् व्यङ्ग्यत्वेन । व्यङ्गयत्वमपि कदाचित् प्राधान्येन कदाचिद् गुणभावेन । तत्राद्ये पक्षे वाच्यालङ्कारमार्गः । द्वितीये तु ध्वनावन्तर्भावः । तृतीये तु गुणीभूतव्यङ्ग्यरूपता । ___ अयं च प्रकारोऽन्येषामप्यलङ्काराणामस्ति । तेषां तु न सर्वविषयोऽतिशयोक्तेस्तु सर्वालङ्कारविषयोऽपि सम्भवतीत्ययं विशेषः । येषु चालङ्कारेषु सादृश्यमुखेन तत्त्वप्रतिलम्भः, यथा रूपकोपमातुल्ययोगितानिदर्शनादिषु तेषु गम्यमानधर्ममुखेनैव यत्सादृश्यं तदेव शोभातिशयशालि भवतीति ते सर्वेऽपि चारुत्वातिशययोगिनः सन्तो
१. 'वा' नि० में नहीं है। ३. 'पुष्यतीति' नि०, दी०। ५. 'प्रकारे' दी।
२. 'व्यङ्ग्यालङ्कारवस्त्वन्तरसंस्पर्शिनो' नि०, दी० । ४. 'सर्वत्र' नि०, दी०।। ६. 'तु' पाठ नि०, दी० में नहीं है।
Page #247
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૩૬, ૩૨૭
૨૪૫
‘(એમની) દીકરી લક્ષ્મી, જમાઈ વિષ્ણુ, ગૃહિણી ગંગા, અમૃત અને ચંદ્ર એના પુત્રો છે. અહો મહોદધિનું (ઉત્તમ) કુટુંબ છે !’’ કારિકા-૩૭ અને વૃત્તિ
“આ વાચ્ય અલંકારોનો વર્ગ વ્યંગ્ય અંશ ભળવાથી કાવ્યોમાં ઘણે ભાગે અતિશય શોભા ધારણ કરતો દીસે છે.’’
આ વાચ્ય અલંકારવર્ગ વ્યંગ્યાંશવાળાં વસ્તુને અને અલંકારને યથાયોગ્ય રીતે અનુસરતો હોવાથી છાયાતિશયને (અતિશય શોભાને) ધારણ કરતો હોઈ, લક્ષણકારોથી એકદેશીય રીતે જે દર્શાવાયો છે તેવો તે પણ, બરાબર તપાસ કરીએ (પરીક્ષા કરીએ) તો લગભગ બધા જ અલંકાર એ રૂપમાં (વ્યંગ્યના સંસ્પર્શથી અતિશય શોભાને પ્રાપ્ત થયેલાં) કાવ્યોમાં જોઈ શકાય છે.
જેમકે દીપક, સમાસોક્તિ વગેરેની જેમ બીજા પણ અલંકારો, ઘણું કરીને, વ્યંગ્ય અલંકારના બીજા વસ્તુને સ્પર્શતા દેખાય છે. કેમ કે પ્રથમ તો બધા અલંકાર અતિશયોક્તિ ગર્ભ હોઈ શકે છે. મહાકવિથી રચાયેલ તે કોઈ અનોખી કાવ્ય શોભાને પુષ્ટ કરે છે. તો પછી પોતાના વિષયના ઔચિત્યથી રચાતી અતિશયયોગિતા (અતિશયોક્તિનો સંબંધ) કાવ્યમાં ઉત્કર્ષ કેમ ન લાવે ? (ચોક્કસ લાવે). ભામહે પણ ‘અતિશયોક્તિ’ના લક્ષણમાં જે કહ્યું છે કે
‘‘આ બધી જ (અતિશયોક્તિ) ‘વક્રોક્તિ’ છે. એનાથી અર્થનું વિભાવન થાય છે. તેમાં કવિએ યત્ન કરવો જોઈએ. તેના વિના અલંકાર ક્યો ?’’ એમ.
તેમાં કવિની પ્રતિભા જે અલંકાર પર અધિષ્ઠિત થાય છે તેમાં અતિશય ચારુત્વનો યોગ થઈ જાય છે, અને બીજાની તો અલંકારમાત્રતા જ (બને). એમ બધા અલંકારોનું રૂપ ધારણ કરી શકવાની ક્ષમતાને કારણે અભેદોપચારથી તે સર્વાલંકારરૂપ છે એમ આ અર્થ સમજવો જોઈએ.
તેનું (અતિશયોક્તિનું) બીજા અલંકાર સાથેનું મિશ્રણ કોઈવાર વાચ્યરૂપે થાય છે, તો કોઈવાર વ્યંગ્યરૂપે થાય છે. વ્યંગ્યત્વ પણ કોઈવાર પ્રધાનરૂપથી અને કોઈવાર ગૌણરૂપથી (થાય છે.) તેમાં પહેલા પક્ષમાં વાચ્યાલંકારનો માર્ગ છે. બીજા (વ્યંગ્ય જેમાં પ્રધાન હોય તે) પક્ષમાં ધ્વનિમાં અંતર્ભાવ થાય છે, અને ત્રીજા (વ્યંગ્ય જેમાં પ્રધાન નથી તેવા) પક્ષમાં ‘ગુણીભૂત વ્યંગ્યત્વ’ છે.
આ પ્રકાર બીજા અલંકારોનો પણ છે. પરંતુ તેનો (પ્રકાર) બધા વિષયવાળો નથી, પરંતુ ‘અતિશયોક્તિ'નો (પ્રકાર) બધા અલંકારોના વિષયવાળો પણ સંભવિત હોય છે એ રીતે આ વિશેષ છે. જે અલંકારોમાં સાદશ્યદ્વારા તત્ત્વ (અલંકારત્વ) સમજાય જેમ કે ‘રૂપક’, ‘ઉપમા’, ‘તુલ્યયોગિતા’, ‘નિદર્શના’, આદિ, તેમાં ગમ્યમાન ધર્મના પ્રકારથી જ જે સાદશ્ય છે તે જ અતિશય શોભાવાળું થાય છે માટે તે બધા અતિશય ચારુત્વ યુક્ત હોઈ ‘ગુણીભૂતવ્યંગ્ય’ના વિષયો છે.
જ
જ
Page #248
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
गुणीभूतव्यङ्ग्यस्यैव विषयाः । समासोक्त्याक्षेपपर्यायोक्तादिषु तु गम्यमानांशाविनाभावेनैव तत्त्वव्यवस्थानाद् गुणीभूतव्यङ्गयता निर्विवादैव ।
२४६
तत्र च गुणीभूतव्यङ्ग्यतायामलङ्काराणां केषाञ्चिदलंकारविशेषगर्भतायां नियमः । यथा व्याजस्तुतेः प्रेयोऽलङ्कारगर्भत्वे ।
केषाञ्चदलङ्कारमात्रगर्भतायां नियमः । यथा सन्देहादीनामुपमागर्भत्वे । केषाञ्चिदलङ्काराणां परस्परगर्भतापि सम्भवति, यथा दीपकोपमयोः । तत्र दीपक मुपगर्भत्वेन प्रसिद्धम् । उपमापि कदाचिद्दीपकच्छायानुयायिनी । यथा मालोपमा । तथा हि ‘प्रभामहत्या शिखयेव दीप:' इत्यादौ स्फुटैव दीपकच्छाया लक्ष्यते ।
तदेवं व्यङ्गयांशसंस्पर्शे सति चारुत्वातिशययोगिनो रूपकादयोऽलङ्काराः सर्व एव गुणीभूतव्यङ्ग्यस्य मार्गः । गुणीभूतव्यङ्ग्यत्वं च तेषां तथाजातीयानां सर्वेषामेवोक्तानामनुक्तानां सामान्यम् । तल्लक्षणे सर्व एवैते सुलक्षिता भवन्ति ।
एकैकस्य 'स्वरूपविशेषकथनेन तु सामान्यलक्षणरहितेन प्रतिपदपाठेनेव' शब्दा न शक्यन्ते तत्त्वतो निर्ज्ञातुम् । आनन्त्यात् । अनन्ता हि वाग्विकल्पास्तत्प्रकारा एव
चालङ्काराः ।
गुणीभूतव्यङ्गयस्य च प्रकारान्तरेणापि व्ययार्थानुगमलक्षणेन विषयत्वमस्त्येव । तदयं ध्वनिनिष्यन्दरूपो द्वितीयोऽपि महाकविविषयोऽतिरमणीयो लक्षणीयः सहृदयैः । सर्वथा नास्त्येव सहृदयहृदयहारिणः काव्यस्य स प्रकारो यत्र न प्रतीयमानार्थसंस्पर्शेन सौभाग्यम् । तदिदं काव्यरहस्यं परमिति सूरिभिर्विभावनीयम् ||३७|| मुख्या महाकविगिरामलङ्कृतिभृतामपि । प्रतीयमानच्छायैषा भूषा लज्जेव योषिताम् ||३८||
१. 'विषय' नि०, दी० । २. 'रूपविशेषकथनेन' नि०, दी० । ३. 'प्रतिपदपाठेनैव' नि०, दी० ।
Page #249
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૧૮
२४७
પણ ‘સમાસોક્તિ’, ‘આક્ષેપ’, ‘પર્યાયોક્ત’, આદિમાં ગમ્યમાન અંશ (વ્યંગ્યાંશ)ના અવિનાભાવથી જ તત્ત્વ (અલંકારત્વ)ની વ્યવસ્થા હોવાથી ‘ગુણીભૂતવ્યંગ્યતા’ નિર્વિવાદ જ છે.
અને એ ‘ગુણીભૂત વ્યંગ્યતા’માં કેટલાક અલંકારોમાં વિાિણ અલંકારો ગર્ભિત હોવાનો નિયમ છે. જેમ કે ‘વ્યાજસ્તુતિ’માં ‘પ્રેયોલંકાર’ ગર્ભિત છે.
કેટલાક (અલંકાર) નિયમતઃ માત્ર અલંકાર ગર્ભ હોય છે. (ગર્ભિત રીતે રહેલ હોય તેવા). જેમ કે ‘સંદેહ’ આદિનું ઉપમાગર્ભ હોવામાં. (ઉપમા-બધા સાદશ્ય મૂલક અલંકારો માટે પ્રયોજાયેલ છે.)
કેટલાક અલંકારોમાં પરસ્પર-ગર્ભતા પણ હોઈ શકે છે. જેમ કે ‘દીપક’ અને ‘ઉપમા’માં. તેમાં ‘ઉપમાગર્ભ દીપક’ પ્રસિદ્ધ જ છે. ‘ઉપમા’ પણ કદાચ ‘દીપક’ની છાયાને અનુસરે છે. જેમ કે ‘માલોપમા’. જેમ કે ‘‘પ્રમામહત્યા શિવયેન ટીપ... ઇત્યાદિ (અર્થાત્ મહાપ્રભાની શિખાથી જેમ દીપ...ઈ.)માં ‘દીપક’ની છાયા સ્પષ્ટ જ પ્રતીત થાય છે.
એટલે, આ રીતે, વ્યંગ્ય અંશના સંસ્પર્શને લીધે ચારુત્વાતિશયને પ્રાપ્ત થનારા ‘રૂપક’ વગેરે બધા જ અલંકારો ‘ગુણીભૂતવ્યંગ્ય’ના માર્ગ(ના) છે. (અર્થાત્ તેના ક્ષેત્રમાં સમાઈ જાય છે.) તે પ્રકારના કહેલા (‘દીપક’, ‘તુલ્યયોગિતા’ વગેરે) અને ન કહેલા (‘સંદેહ’ વગેરે) તે બધા અલંકારોમાં, ગુણીભૂતવ્યંગ્યત્વ, સામાન્યરૂપથી રહે છે. તેને લક્ષિત કરવાથી (તેનું-‘ગુણીભૂતવ્યંગ્ય’નું-લક્ષણ આપવાથી) આ બધા (અલંકારો) સારી રીતે લક્ષિત થઈ જાય છે.
સામાન્ય લક્ષણ વગર પ્રત્યેનું સ્વરૂપવિશેષ કહેવાથી તો પ્રત્યેક પદના પાઠથી, શબ્દોની જેમ અનંત હોવાથી, તત્ત્વતઃ જ્ઞાન થઈ શકતું નથી. કેમ કે વાણીના વિકલ્પો (ભંગીઓ-શૈલીઓ) અનંત છે, અને તેના પ્રકારો તે અલંકારો (છે).
અને ‘ગુણીભૂતવ્યંગ્ય’નું વિષયત્વ (કેવળ એક અલંકારમાં બીજા વ્યંગ્ય અલંકારના સંબંધથી જ નહીં પણ વસ્તુ અથવા રસાદિરૂપ અન્ય) વ્યંગ્ય અર્થને અનુસરવાથી, અન્ય પ્રકારથી પણ છે. એથી અતિરમણીય, મહાકવિવિષયક, ધ્વનિનો આ બીજો પ્રવાહ પણ સહૃદયો એ લક્ષિત કરવો જોઈએ. સહૃદયના હૃદયને હરે એવો કાવ્યનો કોઈ પ્રકાર નથી જે પ્રતીયમાન (વ્યંગ્ય)ના સ્પર્શથી સૌભાગ્ય (સૌંદર્ય)ન પામે. એથી વિદ્વાનોએ સમજવું જોઈએ કે આ (વ્યંગ્ય અને કેવળ વ્યંગ્યસંસ્પર્શજ) કાવ્યનું પરમ રહસ્ય છે.
કારિકા-૩૮ અને વૃત્તિ:
‘“અલંકારોને ધારણ કરનારી મહાકવિઓની આ પ્રતીયમાન દ્વારા સંપાદિત છાયાએ પ્રકારે મુખ્ય હોય છે જે પ્રકારે સ્ત્રીઓનું લજ્જા (રૂપ) આભૂષણ.’’
Page #250
--------------------------------------------------------------------------
________________
२४८
----पन्या अनया सुप्रसिद्धोऽप्यर्थः किमपि कामनीयकमानीयते । तद्यथाविसम्भोत्था मन्मथाज्ञाविधाने ये मुग्धाक्ष्याः केऽपि लीलाविशेषाः ।
अक्षुण्णास्ते चेतसा केवलेन स्थित्वैकान्ते सन्ततं भावनीयाः ॥ इत्यत्र, केऽपीत्यनेन पदेन वाच्यमस्पष्टमभिदधता प्रतीयमानं वस्त्वक्लिष्टमनन्तमर्पयता का छाया नोपपादिता ॥३८॥
अन्तरगतिः काका या चैषा परिदृश्यते ।
सा व्यङ्गयस्य गुणीभावे प्रकारमिममाश्रिता ॥३९॥ या चैषा काक्वा क्वचिदर्थान्तरप्रतीतिर्दृश्यते सा व्यङ्ग्यस्यार्थस्य गुणीभावे सति गुणीभूतव्यङ्ग्यलक्षणं काव्यप्रभेदमाश्रयते । यथा
‘स्वस्था भवन्ति मयि जीवति धार्तराष्टाः ।' यथा वा
आम असइओ ओरम पइव्वए ण तुए मलिणिअं सीलम् । किं उण जणस्य जाअ व्व चन्दिलं तं ण कामेमो ॥ (आम असत्यः, उपरम पतिव्रते न त्वया मलिनितं शीलम् । किं पुनर्जनस्य जायेव नापितं तं न कामयामहे ॥
-इति च्छाया) शब्दशक्तिरेव हि स्वाभिधेयसामर्थ्याक्षिप्तकाकुसहाया सती, अर्थविशेषप्रतिपत्तिहेतुर्न काकुमात्रम् । विषयान्तरे स्वेच्छाकृतात् काकुमात्रात् तथाविधार्थप्रतिपत्त्यसम्भवात् । स चार्थः काकुविशेषसहायशब्दव्यापारोपारूढोऽप्यर्थलभ्य इति व्यङ्ग्यरूप एव । वाचकत्वानुगमेनै तु यदा तद्विशिष्टवाच्यप्रतीतिस्तदा गुणीभूतव्यङ्ग्यतया तथाविधार्थद्योतिनः काव्यस्य व्यपदेशः । व्यङ्ग्यविशिष्टवाच्याभिधायिनी हि गुणीभूतव्यङ्गयत्वम् ॥३९।।
प्रभेदस्यास्य विषयो यश्च युक्त्या प्रतीयते ।
विधातव्या सहृदयैर्न तत्र ध्वनियोजना ॥४०॥ सङ्कीर्णो हि कश्चिद् ध्वनेर्गुणीभूतव्यङ्ग्यस्य च लक्ष्ये दृश्यते मार्गः । तत्र यस्य युक्तिसहायता तत्र तेन व्यपदेशः कर्तव्यः । न सर्वत्र ध्वनिरागिणा भवितव्यम् । यथा
१. 'विलासाः' नि०, दी। २. नि०, दी० में 'वस्तु' पर नहीं है । ३. 'यद्यस्य' नि० ।
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૪૯
તૃતીય ઉદ્યોતઃ ૩૯, ૪૦
આ (પ્રતીયમાન)ની છાયા યા વ્યંગ્યના સંસ્પર્શથી સુપ્રસિદ્ધ અર્થમાં પણ કંઈક અનિર્વચનીય (નવું) સૌંદર્ય આવી જાય છે, જેમકે
‘કામદેવની આજ્ઞાનું પાલન કરવામાં મુગ્ધાક્ષીના કોઈ અનિર્વચનીય લીલાવિલાસ વિશ્વાસપૂર્વક પ્રગટયા છે જે પ્રતિક્ષણ નવા રૂપે દેખા દે છે, તેનું ભાવન, એકાંતમાં બેસીને કેવળ ચિત્તથી જ સતત કરવા જેવું હોય છે.’’
એમ અહીં પણ ‘પિ’ (=કોઈ, અનિર્વચનીય) શબ્દથી વાચ્યને અસ્પષ્ટ રીતે કહેતાં જ અકિલષ્ટ, અનંત, વ્યંગ્યને બતાવતા કવિએ કઈ રમણીયતા ઉપજાવી નથી
કારિકા-૩૯ અને વૃત્તિ : ‘“કાકુને લીધે જે બીજા અર્થની પ્રતીતિ થતી જોવામાં આવે છે તે વ્યંગ્યાર્થ ગૌણ હોવાથી આમાં (ગુણીભૂતવ્યંગ્ય પ્રકારમાં)
સમાઈ જાય છે.’’
અને ‘‘કાકુ’થી આજે બીજા અર્થની પ્રતીતિ ક્યારેક દેખાય છે, તે વ્યંગ્યાર્થનો ગુણીભાવ હોય ત્યારે ગુણીભૂતવ્યંગ્ય નામના કાવ્યભેદની અંતર્ગત હોય છે. જેમકે‘‘મારા (ભીમના) જીવતાં ધૃતરાષ્ટ્રપુત્રો સ્વસ્થ રહે !’’ અથવા જેમ
‘‘સારું, અમે તો અસતી છીએ; પતિવ્રતા ! હવે બસ કરો. આપે આપનું ચરિત્ર ભ્રષ્ટ નથી કર્યું. અને અમે તો (સામાન્ય) માણસની પત્નીની જેમ (નાપિતની) ગાંયજાની કામના નથી કરી.
શબ્દશક્તિ જ, પોતાના વાચ્યાર્થના સામર્થ્યથી સૂચવાતા ‘કક્કુ’ની સહાયતાથી અર્થવિશેષ (વ્યંગ્ય)ની પ્રતિપત્તિ (પ્રતીતિ)નું કારણ છે, ‘કાકુ’માત્ર જ નહીં. બીજા વિષયમાં સ્વેચ્છાએ કરેલ માત્ર ‘કાકુ'થી તેવા અર્થની પ્રતિપત્તિનો અસંભવ હોવાથી. અને તે (કાકુથી આક્ષિસ) અર્થ કાડુવિશેષની સહાયતાથી શબ્દવ્યાપાર ( અભિધા)માં રહેલ છે, છતાં અર્થના સામર્થ્યથી લભ્ય છે માટે વ્યંગ્યરૂપ છે. વાચકત્વને અનુસરવાથી જ જો તેને લગતી વાચ્યપ્રતીતિ હોય તો એ અર્થના પ્રકાશક કાવ્યમાં ગુણીભૂતવ્યંગ્યરૂપથી વ્યપદેશ થાય છે (એ નામ જ અપાય છે.) વિશિષ્ટ વાચ્યને બતાવનાર વ્યંગ્યનું જ ‘ગુણીભૂત
વ્યંગ્યત્વ’ છે.
કારિકા-૪૦ અને વૃત્તિ : ‘અને જે યુક્તિથી (તર્કથી) આ પ્રભેદનો (ગુણીભૂતવ્યંગ્યનો) વિષય પ્રતીત થાય છે, સહદયોએ ત્યાં ધ્વનિયોજના નહીં કરવી જોઈએ.’’ (અર્થાત્ સહૃદયોએ તેને ધ્વનિ નહીં કહેવો જોઈએ.)
ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યના મિશ્રણનો પણ કોઈ માર્ગ કાવ્યમાં (લક્ષ્યમાં) જોવામાં આવે છે. તેમાં જેની યુક્તિ સહાયતા હોય ત્યાં તેનાથી નામકરણ કરવું જોઈએ. સર્વત્ર ધ્વનિના અનુરાગી નહીં થવું જોઈએ. જેમ કે
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૫૦
દવન્યાલોક पत्युः शिरश्चन्द्रकलामनेन स्पृशेति सख्या परिहासपूर्वम् ।
सा रञ्जयित्वा चरणौ कृताशीर्माल्येन तां निर्वचनं जघान ।। यथा च
प्रयच्छतोच्चैः कुसुमानि मानिनी विपक्षगोत्रं दयितेन लम्भिता ।
न किश्चिदूचे चरणेन केवलं लिलेख वाष्पाकुललोचना भुवम् ।। इत्यत्र ‘निर्वचनं जघान', 'न किश्चिदूचे' इति प्रतिषेधमुखेन व्यङ्ग्यस्यार्थस्योक्त्या किश्चिद् विषयीकृतत्वाद् गुणीभाव एव शोभते । 'यदा वक्रोक्तिं विना व्यङ्ग्योऽर्थस्तात्पर्येण प्रतीयते तदा तस्य प्राधान्यम् । यथा ‘एवंवादिनि देवर्षों' इत्यादौ । इह पुनरुक्तिभनयास्तीति वाच्यस्यापि प्राधान्यम् । तस्मान्नात्रानुरणनरुपव्यङ्ग्यध्वनिव्यपदेशो विधेयः ।।४०॥
प्रकारोऽयं गुणीभूतव्यङ्गयोऽपि ध्वनिरूपताम् ।
धत्ते रसादितात्पर्यपर्यालोचनया पुनः ॥४१॥ गुणीभूतव्यङ्गयोऽपि काव्यप्रकारो रसभावादितात्पर्यालोचने पुननिरेव सम्पद्यते । यथात्रैवानन्तरोदाहृते श्लोकद्वये । यथा च
दुराराधा राधा सुभग यदनेनापि मृजतस्तवैतत्प्राणेशाजघनवसनेनाश्रु पतितम् । कठोरं स्त्रीचेतस्तदलमुपचारैर्विरम हे क्रियात्कल्याणं वो ' हरिरनुनयेष्वेवमुदितः ॥ एवं स्थिते च ‘न्यक्कारो ह्ययमेव' इत्यादि श्लोकनिर्दिष्टानां पदानां व्यङ्ग्यविशिष्टवाच्यप्रतिपादनेऽप्येतद्वाक्यार्थीभूतरसापेक्षया व्यञ्जकत्वमुक्तम् । न तेषां पदार्थानामर्थान्तरसमितवाच्यध्वनिभ्रमो विधातव्यः । विवक्षितवाच्यत्वात् तेषाम् । तेषु हि व्यङ्ग्यविशिष्टत्वं वाच्यस्य प्रतीयते न तु व्यङ्ग्यरूपपरिणतत्वम् । तस्माद्वाक्यं तत्र ध्वनिः, पदानि तु गुणीभूतव्यङ्ग्यानि ।।
१. 'तस्माद् यत्रोक्तिं विना' दी० । २. 'तत्र' दी। ३. 'अस्ति नि०। ४. 'यथात्रैवोदाहृतेऽनन्तरश्लोकद्वये । यथा' दी० । ५. 'हरिरनुतयेष्वेवमुदितः' नि०। ६. 'न त्वेषां' दी।
Page #253
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૪૦, ૪૧
૨૫૧
‘‘(કુમારસંભવ ૧૭/૧૯). (સખીએ ઉમાના) બંને ચરણો (અળતાથી) રંગીને પરિહાસપૂર્વક આશીર્વાદ આપ્યો, ‘‘આના વડે તું પતિના માથે રહેલી ચંદ્રકલાને સ્પર્શ કરજે.’' ત્યારે (પાર્વતીએ) કંઈ પણ બોલ્યા વિના માળા-વડે મારી.’’ અથવા તો ‘‘ઊંચેથી ફૂલ આપતા પ્રિયતમ દ્વારા વિપક્ષ (શોકચ) નું નામ લેવાતાં, માનિનીએ કશું કહ્યું નહીં. આંખમાં આંસુ સાથે પગથી ભોય ખોતરવા લાગી.’’ (કિરાત. ૮)
અહીં (ક્રમશઃ)‘નિર્વચનંનપાન' અને 7 િિશ્ચતૂર્વે', આ પ્રતિષેધદ્વારા, વ્યંગ્ય અર્થ (પહેલા શ્લોકમાં લજ્જા, અવહિત્થા, હર્ષ, ઇર્ષ્યા, સૌભાગ્ય, અભિમાન વગેરે અને બીજા શ્લોકમાં અતિશયક્રોધ)ની ઉક્તિથી, કાંઈક વિષયી કરાયો છે, તેથી (તેમાં) ગુણીભાવ જ શોભે છે. જ્યારે વક્રોક્તિ વગર વ્યંગ્ય અર્થ માત્ર તાત્પર્યથી દેખાયછે ત્યારે તેનું (વ્યંગ્યનું) પ્રાધાન્ય હોય છે. જેમ કે ‘વં વિનિ ટેવા ઇત્યાદિમાં. વળી અહીં (આ કારિકાની વૃત્તિના બે શ્લોકોમાં) ઉક્તિ વૈચિત્ર્યથી જ (વ્યંગ્યની પ્રતીતિ) છે. માટે વાચ્યનું પણ પ્રાધાન્ય (છે). માટે અહીં અનુરણનરૂપ ધ્વનિ ( = સંલક્ષ્ય મયંત્ર્યધ્વનિ) ન કહેવો.
કારિકા-૪૧ અને વૃત્તિ
‘“આ ગુણીભૂતવ્યંગ્ય (નામનો) પ્રકાર પણ રસાદિ તાત્પર્યની દષ્ટિએ વિચાર કરતાં ફરી ધ્વનિરૂપતાને ધારણ કરે છે.’'
કાવ્યનો આ ‘ગુણીભૂતવ્યંગ્ય' પ્રકાર પણ રસભાવ વગેરે તાત્પર્યના પર્યાલોચનથી ધ્વનિ જ બની જાય છે. જેમ કે ઉપર ઉદાહત બંને શ્લોકોમાં. (પદ દૃષ્ટિથી ગુણીભૂતવ્યંગ્યનું પર્યવસાન, રસનું પ્રાધાન્ય હોવાથી, ધ્વનિ કાવ્યમાં જ છે. અને (અન્ય ઉદાહરણ) જેમ કે
‘“હે સુભગ ! તારી પ્રાણેશ્વરીના આ (સુરતકાલીન) જધનવસ્ત્રથી આ રાધાનાં ખરેલાં આંસુને લૂછી રહેલા તારે માટે એને પ્રસન્ન કરવી મુશ્કેલ છે. સ્ત્રીનું ચિત્ત કઠોર હોય છે. માટે આ ઉપચારો નકામા છે, રહેવા દે' આ પ્રમાણે (રાધા દ્વારા) મનામણાં વખતે કહેવાયેલા હરિ (કૃષ્ણ) તમારું કલ્યાણ કરે.’’
આમ છે એટલે ‘ન્યારો ાયમેવ' (ધ્ય. ૩૧૬ની વૃત્તિનો શ્લોક) અર્થાત્ ‘મારે શત્રુઓ હોય એ અપમાન છે’ ઇત્યાદિ શ્લોકમાં નિર્દિષ્ટ પદોના વ્યંગ્યવિશિષ્ટ વાચ્યના પ્રતિપાદક (એ દૃષ્ટિએ ‘ગુણીભૂતવ્યંગ્ય') હોવા છતાં પણ (આખા) શ્લોકના પ્રધાન વ્યંગ્ય (વીર) રસની દૃષ્ટિથી (તેને) ધ્વનિ (વ્યંજત્વ) કહેલ છે. એ પદોમાં ‘અર્થાન્તરસંક્રમિત' વાચ્યધ્વનિનો ભ્રમ નહીં કરવો જોઈએ. તેમાં તો વાચ્ય વિવક્ષિત છે તેથી. તેમાં વાચ્યનું ‘વ્યંગ્યવિશિષ્ટત્વ' દેખાય છે નહીં કે વ્યંગ્યરૂપમાં પરિણતત્વ. (અર્થાત્ વ્યંગ્યરૂપ પરિણામ નહીં. ) તેમાં (ન્યજ્ઞાો ાયમેવ ઈ. શ્લોકમાં) વાકય ધ્વનિરૂપ છે અને પદ ‘ગુણીભૂતવ્યંગ્ય' છે.
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૫૨
વન્યાલોક ___ न च केवलं गुणीभूतव्यङ्ग्यान्येव पदान्यलक्ष्यक्रमव्यङ्ग्यध्वनेर्व्यञ्जकानि, यावदर्थान्तरसङ्क्रमितवाच्यानि ध्वनिप्रभेदरूपाण्यपि । यथात्रैव श्लोके 'रावण' इत्यस्य
प्रभेदान्तररूपव्यञ्जकत्वम् । यत्र तु वाक्ये रसादितात्पर्यं नास्ति गुणीभूतव्यङ्ग्यैः पदैरुद्रासितेऽपि तत्र गुणीभूतव्यङ्ग्यतैव समुदायधर्मः । यथा
राजानमपि सेवन्ते विषमप्युपभुञ्जते ।
रमन्ते च सह स्त्रीभिः कुशलाः खलु मानवाः ।। इत्यादौ ।
वाच्यव्यङ्ग्ययोश्च प्राधान्याप्राधान्यविवेके परः प्रयत्नो विधातव्यः । येन ध्वनिगुणीभूतव्यङ्गययोरलङ्काराणां चासङ्कीर्णो विषयः सुज्ञातो भवति । अन्यथा तु प्रसिद्धालङ्कारविषय एव व्यामोहः प्रवर्तते । यथा
लावण्यद्रविणव्ययो न गणितः क्लेशो महान् स्वीकृतः "स्वच्छन्दस्य सुखं जनस्य वसतश्चिन्तानलो दीपितः । एषापि स्वयमेव तुल्यरमणाभावाद्वराकी हता
कोऽर्थश्चेतसि वेधसा विनिहितस्तन्व्यास्तनुं तन्वता ॥ इत्यत्र 'व्याजस्तुतिरलङ्कार इति व्याख्यायितः केनचित्, तन्न चतुरस्रम् । यतोऽस्याभिधेयस्य, एतदलङ्कारस्वरूपमात्रपर्यवसायित्वे न सुश्लिष्टता । यतो न तावदयं रागिणः कस्यचिद्विकल्पः । तस्य ‘एषापि स्वयमेव तुल्यरमणाभावाद्वराकी हता' इत्येवंविधोक्त्यनुपपत्तेः । नापि नीरागस्य । तस्यैवंविधविकल्पपरिहारैकव्यापारत्वात् । __न चायं श्लोकः क्वचित् प्रबन्ध इति श्रूयते, येन तत्प्रकरणानुगतार्थतास्यपरिकल्प्यते ।
तस्मादप्रस्तुतप्रशंसेयम् । यस्मादनेन वाक्येन गुणीभूतात्मना निःसामान्यगुणावलेपाध्मातस्य निजमहिमोत्कर्षजनितसमत्सरजनज्वरस्य विशेषज्ञमात्मनो न कञ्चिदेवापरं पश्यतः परिदेवितमेतदिति प्रकाश्यते । तथा चायं धर्मकीर्तेः श्लोक इति प्रसिद्धिः । सम्भाव्यते च तस्यैव । यस्मात्
१. 'ध्वनिप्रभेदान्तररूपस्य' नि०, दी० । २. 'तथाहि' नि०, दी। ३. अर्जितः' नि०। ४. 'स्वच्छन्दं चरतो जनस्य हृदये चिन्ताज्वरो निर्मितः' नि० । 'सखीजनस्य' दी। ५. 'इति । अत्र' दी। ६. 'पर्यवसायित्येन' नि.।
Page #255
--------------------------------------------------------------------------
________________
૫૩
તૃતીય ઉદ્યોત : ૪૧
અહીં કેવળ ‘ગુણીભૂતવ્યંગ્ય’ પદો જ ‘અસંલક્ષ્યક્રમન્ટંગ્સ' (રસાદિ) ધ્વનિનાં વ્યંજક નથી હોતાં પણ ‘ધ્વનિ’ના પ્રભેદરૂપ ‘અર્થાન્તરસંક્રમિતવાચ્ય ધ્વનિરૂપ પદો (પણ) (રસાદિ ધ્વનિનાં વ્યંજક બને છે). જેમ કે આ શ્લોકમાં ‘રાવણ' આ (પદ)નું, ‘ધ્વનિ’ના બીજા પ્રભેદ (‘અર્થાન્તરસંક્રમિતવાચ્ય') દ્વારા (વીરરસનું) વ્યંજકત્વ છે. જે વાકચમાં રસાદિનું તાત્પર્ય ન હોય તેમાં ગુણીભૂતવ્યંગ્યતા એ જ સમુદાય ધર્મ છે.
‘“નિઃસંદેહ, કુશળ માણસો રાજાને પણ સેવે છે, વિષનો પણ ઉપયોગ કરેછે અને સ્ત્રીઓ સાથે રમણ પણ કરે છે.’’ ઇત્યાદિમાં.
વાચ્ય અને વ્યંગ્યના પ્રાધાન્ય-અપ્રાધાન્યના નિર્ણય માટે (વિવેક માટે) ખૂબ પ્રયત્ન કરવો જોઈએ. જેથી ધ્વનિ, ગુણીભૂતવ્યંગ્ય અને અલંકારોનો અસંકીર્ણ વિષય સારી રીતે જણાઈ જાય. નહીંતર પ્રસિદ્ધ (વાચ્ય) અલંકારોના વિષયમાં જ વ્યામોહ (ભ્રમ) પ્રવર્તે. જેમ કે
‘‘લાવણ્યધનના અપવ્યયને ગણ્યો નહીં. મહાકષ્ટ ઉઠાવ્યું. સુખપૂર્વક નિવાસ કરનાર સ્વચ્છંદ વ્યક્તિના હૃદયમાં ચિંતાનો અગ્નિ પેટાવ્યો. આ બિચારી તુલ્ય વરના અભાવે મરવા જેવી થઈ ગઈ. આ કૃશાંગીને બનાવવામાં બ્રહ્માએ ન જાણે પોતાના ચિત્તમાં ક્યું પ્રયોજન રાખ્યું હશે.’’
અહીં ‘વ્યાજસ્તુતિ’ અલંકાર છે એમ કોઈએ સમજાવ્યું છે. ચારે બાજુ (જોતાં) બરાબર (લાગતું) નથી. કેમ કે આ અભિધેય (વાચ્ય) આ અલંકારના સ્વરૂપમાં પર્યવસિત હોવામાં સુસંગત નથી. કેમકે આ કોઈ રાગી પુરુષનો (સ્ત્રીના પ્રેમીનો) વિકલ્પ (તર્ક) નથી. કેમ કે ‘આ બિચારી તુલ્ય વરના અભાવે મરવા જેવી થઈ ગઈ’ એમ આ પ્રકારનું કથન સંગત લાગતું નથી. (અનુરાગી પુરુષ તો પોતાને જ તેને યોગ્ય સમજતો હોય છે.) રાગ વગરનાનો પણ (આ તર્ક) નથી. કેમ કે એનું તો એક માત્ર કાર્ય જ આ હોય છે કે આ પ્રકારના વિકલ્પોનો પરિત્યાગ કરે.
અને આ શ્લોક કોઈ પ્રબંધ (કાવ્ય)માં છે, એ પણ સાંભળ્યું નથી, જેથી તેના પ્રકરણને અનુકૂળ અર્થની કલ્પના કરી શકાય.
તેથી આ ‘અપ્રસ્તુતપ્રશંસા’ (અલંકાર) છે. જેથી આ ગુણીભૂત (અપ્રસ્તુત) આત્માવાળા વાચ્યથી અસામાન્ય ગુણના દર્પથી છકેલ (ફુલાઈ ગયેલ), પોતાના મહિમાના ઉત્કર્ષથી માણસોમાં મત્સરસહિત જ્વર ઉપજાવનાર, પોતાનાથી વધુ જાણનાર બીજો કોઈ (જેને) દેખાતો નથી એવાનું આ રુદન છે એ પ્રકાશિત કરાય છે. તેમ જ આ ધર્મકીર્તિનો શ્લોક છે એ પ્રસિદ્ધિ પણ છે. અને તેનો જ હોઈ (પણ) શકે છે. કેમ કે
Page #256
--------------------------------------------------------------------------
________________
२५४
... वन्यास अनध्यवसितावगाहनमनल्पधीशक्तिनाऽप्यदृष्टपरमार्थतत्त्वमधिकाभियोगैरपि । मतं मम जगत्यलब्धसदृशप्रतिग्राहकं
प्रयास्यति पयोनिधेः पय इव स्वदेहे जराम् ॥ . इत्यनेनापि श्लोकेनैवंविधोऽभिप्रायः प्रकाशित एव ।
अप्रस्तुतप्रशंसायां च यद्वाच्यं तस्य कदाचिद्विवक्षितत्वं कदाचिदविवक्षितत्वं कदाचिद्विवक्षिताविवक्षितत्वमिति त्रयी बन्धच्छाया । तत्र विवक्षितत्वं यथा
परार्थे यः पीडामनुभवति भङ्गेऽपि मधुरो यदीयः सर्वेषामिह खलु विकारोऽप्यभिमतः । न सम्प्राप्तो वृद्धिं यदि स भृशमक्षेत्रपतितः
किमिक्षोर्दोषोऽसौ न पुनरगुणाया मरुभुवः । यथा वा ममैव
अमी ये दृश्यन्ते नंनु सुभगरूपाः सफलता भवत्येषां यस्य क्षणमुपगतानां विषयताम् । निरालोके लोके कथमिदमहो चक्षुरधुना
समं जातं सर्वैर्न सममथवान्यैरवयवैः ।। अनयोर्हि द्वयोः श्लोकयोरिक्षु चक्षुषी विवक्षितस्वरूपे एव, न च' प्रस्तुते । महागुणस्याविषयपतितत्वादप्राप्तपरभागस्य कस्यचित्स्वरूपमुपवर्णयितुं द्वयोरपि श्लोकयोस्तात्पर्येण प्रस्तुतत्वात् । अविवक्षितत्वं यथा
कस्त्वं भोः ! कथयामि दैवहतकं मां विद्धि शाखोटकं वैराग्यादिव वक्षि साधु विदितं कस्मादिदं कथ्यते । वामेनात्र वटस्तमध्वगजनः सर्वात्मना सेवते
न च्छायाऽपि परोपकारकरणे मार्गस्थितस्यापि मे ।। न हि वृक्षविशेषेण सहोक्तिप्रत्युक्ती सम्भवत इत्यविवक्षिताभिधेयेनैवानेन श्लोकेन समृद्धासत्पुरुषसमीपवर्तिनो निर्धनस्य कस्यचिन्मनस्विनः परिदेवितं तात्पर्येण वाक्यार्थीकृतमिति प्रतीयते ।
१. 'तु' नि० दी।
Page #257
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૪૧
૨૫૫
‘‘જેનું અવગાહન અતિશય બુદ્ધિશાળી દ્વારા પણ અધ્યવસાયનો વિષય નથી (અર્થાત્ અતિ બુદ્ધિશાળી પણ મારા મતનો પૂરો તાગ મેળવી શક્તા નથી). અધિક અભિયોગ (પ્રયત્ન) કરનાર દ્વારા પણ જેનું પરમાર્થ તત્ત્વ જોવાયું નથી. જગતમાં જેને સમજનાર કોઈ યોગ્ય પુરુષ મળતો નથી એવો મારો (દાર્શનિક) મત સમુદ્રના જળની જેમ પોતાના શરીરમાં જ જરાને (જીર્ણતાને) પ્રાપ્ત થશે.’’
આ શ્લોક દ્વારા પણ આ પ્રકારનો અભિપ્રાય પ્રકાશિત જ કરાયો છે.
‘‘અપ્રસ્તુતપ્રશંસા’’માં જે વાચ્ય હોય છે તે કદાચિત્ વિવક્ષિત, ક્યારેક અવિવક્ષિત અને કોઈવાર વિવક્ષિતાવિવક્ષિત હોય છે. એમ ત્રણ બંધ છાયા આવે છે. તેમાં વિવક્ષિતત્વ (નું ઉદાહરણ) જેમ કે- (આ શ્લોક ધ્વ. ૧/૧૪ની વૃત્તિમાં આવી ગયો છે.) ‘‘પારકાને માટે જે પીડા અનુભવે છે, જે ભાંગવા છતાં મધુર રહે છે, જેનો વિકાર (ગોળ વગેરે) ખરેખર, સૌને અભિમત-ગમતો-હોય છે. જો ખરાબ ખેતરમાં પડીને વૃદ્ધિને પ્રાપ્ત ન થઈ તો એ શું શેરડીનો દોષ છે ? ગુણહીન મરુભૂમિનો નહીં ?'’
અથવા જેમ કે મારો જ (શ્લોક ઉદા. તરીકે)
‘આ જે સુંદર રૂપવાળાં (શરીરનાં અવયવ) દેખાય છે એ (અંગોની) સફળતા જે (ચક્ષુઓ) નો ક્ષણભર વિષય હોવાથી હોય છે, આશ્ચર્ય છે આ ચક્ષુ પણ હવે અંધકારમય જગતમાં બીજાં બધાં અવયવો સમાન-જેવાંરહ્યાં નથી !'’
આ બંને (શ્લોક)માં ઇક્ષુ અને ચક્ષુ બંને વિવક્ષિતસ્વરૂપ જ છે, નહીં કે પ્રસ્તુત છે. (અર્થાત્ અપ્રસ્તુત છે). અયોગ્ય વિષયમાં પડવાથી જેને ઉત્કર્ષ મળ્યો નથી એવા મહાગુણવાન પુરુષના સ્વરૂપની પ્રશંસાને માટે જ બન્ને શ્લોક તાત્પર્યરૂપથી પ્રસ્તુત છે તેથી.
અવિવક્ષિતત્વ જેમ કે
‘“અરે તું કોણ છે ?’’ ‘બતાવું છું, મને દુર્ભાગી શાખોટક જાણો,’ ‘કંઈક વૈરાગ્યથી કહી રહ્યો હોઉં એમ જણાય છે,’ ‘ઠીક સમજ્યા’, કેમ આમ કહે છે ?’ ‘અહીંથી ડાબી બાજુએ (ઓતાડી જગ્યાએ) બધા વટેમાર્ગુઓ સર્વ પ્રકારે તેને સેવે છે. માર્ગમાં ઊભો હોવા છતાં પરોપકાર કરી શકું તેવી છાયા સુદ્ધાં મારે નથી.’’
વૃક્ષવિશેષની સાથે પ્રશ્નોત્તર થઈ શકતા નથી. એથી અવિવક્ષિત અભિધેયવાળા જ આ શ્લોકથી સમૃદ્ધ અસત્પુરુષ (દુષ્ટ માણસ)ની સમીપ રહેનારા કોઈ નિર્ધન મનસ્વીનો દુઃખોઙ્ગાર તાત્પર્યદ્વારા વાકચાર્ય કરવામાં આવેલ છે, એમ
સમજાય છે.
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૫૬
....... - न्या विवक्षितत्वाविवक्षितत्वं यथा-.....
उप्पहजाआए असोहिणीएँ फलकुसुमपत्तरहिआए । वेरीएँ वई देन्तो पामर हो ओहसिज्जिहसि ॥ (उत्पथजाताया अशोभनायाः फलकुसुमपत्ररहितायाः ।
बदर्या वृत्तिं ददत् पामर भो अवहसिष्यसे ।) इति च्छाया । अत्र हि वाच्यार्थो नात्यन्तं सम्भवी न चासम्भवी' । तस्माद्वाच्यव्यङ्गययोः प्राधान्याप्राधान्ये यत्नतो निरूपणीये॥४१॥ गुणप्रधानभावाभ्यां व्यङ्गयस्यैवं व्यवस्थिते । काव्ये उभे ततोऽन्यद्यत् तच्चित्रमभिधीयते ॥४॥ चित्रं शब्दार्थभेदेन द्विविधं च व्यवस्थितम् । तत्र किञ्चिच्छब्दचित्रं वाच्यचित्रमतः परम् ॥४३॥
व्यङ्ग्यस्यार्थस्य प्राधान्ये 'ध्वनिसंज्ञितकाव्यप्रकारः, गुणभावे तु -गुणीभूतव्यङ्ग्यता । ततोऽन्यद्रसभावादितात्पर्यरहितं व्यङ्ग्यार्थविशेषप्रकाशनशक्तिशून्यं च काव्यं केवलवाच्यवाचकवैचित्र्यमात्राश्रयेणोपनिबद्धधमालेख्यप्रख्यं, यदाभासते तच्चित्रम् । न तन्मुख्यं काव्यम् । काव्यानुकारो ह्यसौ । तत्र किञ्चिच्छब्दचित्रम्, यथा दुष्करयमकादि । वाच्यचित्रं ततः शब्दचित्रादन्यद् व्यङ्ग्यार्थसंस्पर्शरहितं प्राधान्येन वाक्यार्थतया स्थितं रसादितात्पर्यरहितमुत्प्रेक्षादि । ___ अथ किमिदं चित्रं नाम ? यत्र न प्रतीयमानार्थसंस्पर्शः । प्रतीयमानो ह्यर्थस्त्रिभेदः प्राक् प्रदर्शितः । तत्र, यत्र वस्त्वलङ्कारान्तरं वा व्यङ्ग्यं नास्ति स नाम चित्रस्य कल्प्यतां विषयः । यत्र तु रसादीनामविषयत्वं स काव्यप्रकारो न सम्भवत्येव । यस्मादवस्तुसंस्पर्शिता काव्यस्य नोपपद्यते । वस्तु च सर्वमेव जगद्गतमवश्यं कस्यचिद् रसस्य 'भावस्य वाङ्गत्वं प्रतिपद्यते, 'अन्ततो विभावत्वेन । चित्तवृत्तिविशेषा हि रसादयः । न च तदस्ति वस्तु किञ्चिद् यन्न चित्तवृत्तिविशेषमुपजनयति । तदनुत्पादने वा कविविषयतैव तस्य न स्यात् । कविविषयश्च चित्रतया कश्चिनिरूप्यते ।
१. नि०, दी० में 'न चासम्भवी' इतना पाठ नहीं है। २. 'ध्वनिसंज्ञितः' दी० । 'ध्वनिसंजित काव्यप्रकारः' नि० । ३. 'कस्यचिद्रसस्य चानत्वं' नि० । ४. 'अन्ततो' is नि भनथी.
Page #259
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૪૧, ૪૨, ૪૩
વિવક્ષિતત્વ અને અવિવક્ષિતત્વ, જેમકે
૨૫૭
‘‘કુમાર્ગ (નીચકુળ)માં ઉત્પન્ન થયેલ કુરૂપ (વૃક્ષ સાથે લેતાં-કાંટાળી, સ્ત્રી સાથે અર્થ લેતાં-કદરૂપી), ફળ, ફૂલ અને પાંદડાં વિનાની (સ્ત્રી સાથે લેતાં- સંતાન રહિત), બોરડીને (કોઈ સ્ત્રીને) વાડ કરતાં (સ્ત્રી સાથેનો અર્થ-તેનું રક્ષણ કરતાં, યા ઘરમાં લાવતાં), અરે મૂર્ખ, બધા લોકો તને હસો.’’
અહીં વાચ્ય અર્થ અત્યંત સંભવિત પણ નથી તેમ અત્યંત અસંભવિત પણ નથી.
44
એથી વાચ્ય અને વ્યંગ્યના પ્રાધાન્ય અને અપ્રાધાન્યનું યત્નપૂર્વક નિરૂપણ કરવું જોઈએ.
(ચિત્ર કાવ્ય)
કારિકા-૪૨ અને ૪૩ તથા વૃત્તિ “પ્રધાનભાવ અને ગુણભાવ દ્વારા આ પ્રકારે વ્યંગ્ય વ્યવસ્થિત થતાં, કાવ્ય બે પ્રકારનાં છે. તેનાથી જે અન્ય છે તે ‘ચિત્ર’ કહેવાય છે.’’ (૪૨)
‘‘શબ્દ અને અર્થના ભેદથી ચિત્ર (કાવ્ય) બે પ્રકારનાં હોય છે. તેમાંથી કેટલાંક શબ્દચિત્ર હોય છે. અને તેનાથી જુદાં વાચ્યચિત્ર (અર્થાત્ અર્થચિત્ર) (કહેવાય) છે.’’
વ્યંગ્ય અર્થનું પ્રાધાન્ય હોય ત્યારે ‘ધ્વનિ’નામે કાવ્યપ્રકાર અને ગુણભાવ હોય ત્યારે ‘ગુણીભૂતવ્યંગ્યત્વ’ હોય છે. તેનાથી અન્ય રસ, ભાવ આદિના તાત્પર્યાયી રહિત અને વ્યંગ્યઅર્થવિશેષની પ્રકાશન શક્તિથી શૂન્ય કાવ્ય કેવળ વાચ્ય અને વાચકના વૈચિત્ર્યમાત્રના આશ્રયથી રચાયેલ, જે આલેખ્ય (ચિત્ર) જેવું દેખાય છે, તે ચિત્ર (કાવ્ય) છે. તે મુખ્ય કાવ્ય નથી. તે કાવ્યનું અનુકરણ (નકલ) જ છે. તેમાંથી કેટલાંક શબ્દચિત્ર છે, જેમકે દુર્ઘટ ‘યમક’ વગેરે. એ શબ્દચિત્રથી અન્ય, વ્યંગ્ય અર્થના સંસ્પર્શથી રહિત, પ્રધાન વાચાર્ય રૂપથી રહેલ, અને રસ આદિના તાત્પર્યથી રહિત ‘ઉત્પ્રેક્ષા' આદિ વાચ્યચિત્ર (=અર્થચિત્ર) છે.
(પૂર્વપક્ષ) તો આ ચિત્ર (કાવ્ય) શું છે ? જ્યાં પ્રતીયમાન અર્થનો (વ્યંગ્યાર્થનો) સંસ્પર્શ ન હોય. પ્રતીયમાન અર્થ ત્રણ પ્રકારનો (વસ્તુ, અલંકાર, રસાદિરૂપ) પહેલાં દર્શાવેલ છે. તેમાંથી જ્યાં વસ્તુ અથવા અલંકાર વગેરે વ્યંગ્ય ન હોય તેનાથી તે ચિત્ર કાવ્યનો વિષય ભલે માનવામાં આવે પણ જ્યાં રસાદિનું અવિષયત્વ હોય ત્યાં તો કાવ્યપ્રકાર જ નથી સંભવતો. કેમ કે વસ્તુના સ્પર્શ વગરનું કાવ્ય ઘટતું નથી. અને જગતની બધી વસ્તુઓ કોઈ રસ યા ભાવનું અંગ અવશ્ય થઈ જાય છે, છેવટે વિભાવ તરીકે. (દરેક વસ્તુનો કોઈને કોઈ રસથી સંબંધ થઈ જ જાય છે.) ચિત્તવૃત્તિ વિશેષો જ રસાદિ છે. એવું કોઈ વસ્તુ નથી જે ચિત્તવૃત્તિવિશેષ ઉત્પન્ન કરતું નથી. જો તે તેને ઉત્પન્ન ન કરે તો તે કવિનો વિષય જ નહીં થાય. કવિનો વિષય (ભૂત) કોઈ પદાર્થ જ ચિત્ર (કાવ્ય) તરીકે નિરૂપાય છે.
Page #260
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
अत्रोच्यते । सत्यं न तादृक् काव्यप्रकारोऽस्ति यत्र रसादीनामप्रतीतिः ' । किन्तु यदा रसभावादिविवक्षाशून्यः कविः शब्दालङ्कारमर्थालङ्कारं वोपनिबध्नाति तदा तद्विवक्षापेक्षया रसादिशून्यतार्थस्य परिकल्प्यते । विवक्षोपारूढः एव हि काव्ये शब्दानामर्थः । वाच्यसामर्थ्यवशेन च कविविवक्षाविरहेऽपि तथाविधे विषये रसादिप्रतीतिर्भवन्ती परिदुर्बला भवतीत्यनेनापि प्रकारेण नीरसत्वं परिकल्प्य चित्रविषयो व्यवस्थाप्यते । तदिदमुक्तम्रसभावादिविषयविवक्षाबिरहे संति ।
૨૫૮
अलङ्कारनिबन्धो यः स चित्रविषयो मतः ॥
रसादिषु विवक्षा तु स्यात्तात्पर्यवती यदा । तदा नास्त्येव तत्काव्यं ध्वनेर्यत्र न गोचरः ||
एतच्च चित्रं कवीनां विश्रृङ्गलगिरां रसादितात्पर्यमनपेक्ष्यैव काव्यप्रवृत्ति - दर्शनादास्माभिः परिकल्पितम् । इदानीन्तनानां तु न्याय्ये काव्यनयव्यवस्थापने क्रियमाणे नास्त्येव ध्वनिव्यतिरिक्तः काव्यप्रकारः । यतः परिपाकवतां कवीनां रसादितात्पर्यविरहे व्यापार एव न शोभते । रसादितात्पर्ये च नास्त्येव तद्वस्तु यदभिमतरसाङ्गतां नीयमानं न प्रगुणीभवति । अचेतना अपि हि भावा यथायथमुचितरसविभावतया चेतनवृत्तान्तयोजनया वा नं सन्त्येव ते ये यान्ति न रसाङ्गताम् । तथा चेदमुच्यते
अपारे काव्यसंसारे कविरेकः प्रजापतिः । यथास्मै रोचते विश्वं तथेदं परिवर्तते ॥ श्रृङ्गारी चेत्कविः काव्ये जातं रसमयं जगत् । स एव वीतरागश्चेन्नीरसं सर्वमेव तत् ॥ भावानचेतनानपि चेतनवच्चेतनानचेतनवत् ।
व्यवहारयति यथेष्टं सुकविः काव्ये स्वतन्त्रतया ॥
तस्मान्नास्त्येव तद्वस्तु यत्सर्वात्मना रसतात्पर्यवतः कवेस्तदिच्छ्या तदभिमतरसाङ्गतां न धत्ते । तथोपनिबध्यमानं वा चारुत्वातिशयं पुष्णाति सर्वमेतच्च महाकवीनां काव्येषु दृश्यते । अस्माभिरपि स्वेषु काव्यप्रबन्धेषु यथायथं दर्शितमेव । स्थिते चैवं सर्व एव काव्यप्रकारो न ध्वनिधर्मतामतिपतति । रसाद्यपेक्षायां कवेर्गुणीभूतव्यङ्ग्यलक्षणोऽपि प्रकारस्तदङ्गतामवलम्बते, इत्युक्तं प्राक् ।
१. ' रसादीनामविप्रतिपत्तिः' नि० । २. 'यत्तु' दी० ।
३. 'उचितरसभावतया' नि०, दी० ।
४. ' इत्युक्तं ' नि०, दी० में नहीं है ।
Page #261
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોત : ૪૩
૨૫૯
ન
(સિદ્ધાન્તપક્ષ) અહીં (જવાબમાં) કહેવાય છે, એ ખરું, કે જ્યાં રસ ઇત્યાદિની પ્રતીતિ ન હોય તેવો કાવ્યપ્રકાર નથી. પણ રસ, ભાવ આદિની વિવક્ષાથી રહિત કવિ જ્યારે અર્થાલંકાર કે શબ્દાલંકારની રચના કરે છે ત્યારે તેની વિવક્ષાની દૃષ્ટિથી (કાવ્યમાં), અર્થની રસાદિશૂન્યતાની કલ્પના કરે છે. કાવ્યમાં વિવક્ષિત અર્થ જ શબ્દનો અર્થ હોય છે. તે (પ્રકારના ચિત્રકાવ્યના) વિષયમાં કવિની (રસાદિ વિષયક) વિવક્ષા ન હોય ત્યારે પણ જો રસાદિની પ્રતીતિ થાય તો તે અત્યંત દુર્બળ હોય છે (ઓછી હોય છે.) માટે એવી રીતે પણ નીરસત્વ કલ્પીને ચિત્ર વિષય ગોઠવાય છે. તે આ કહ્યું છે
‘‘રસ, ભાવ વગેરે વિષયની વિવક્ષા ન હોય ત્યારે અલંકારોની જે ગૂંથણી થઈ હોય છે, તે ચિત્ર (કાવ્ય)નો વિષય ગણાય છે.’’
‘‘અને જ્યારે રસ, ભાવ આદિની તાત્પર્યરૂપ (પ્રધાનરૂપ) થી વિવક્ષા (કહેવાની ઇચ્છા) હોય ત્યારે એવું કોઈ કાવ્ય નથી હોતું જે ધ્વનિનો વિષય ન હોય.
સ્વચ્છંદી વાણીવાળા કવિના રસ તાત્પર્યાદિને ઉવેખીને જ (થયેલી) કાવ્યપ્રવૃત્તિને જોઈને જ આ ચિત્ર (કાવ્ય) કહ્યું છે. પરંતુ ન્યાયાનુકૂળ કાવ્યમાર્ગની વ્યવસ્થા કરવામાં આજકાલના કવિઓ માટે તો ધ્વનિ સિવાયનો (બીજો) કાવ્યપ્રકાર જ નથી. કારણ કે પરિપક્વ કવિને રસાદિ તાત્પર્ય વગરનો વ્યાપાર શોભતો નથી. અને રસાદિ તાત્પર્ય જ્યારે હોય છે ત્યારે તો એવી કોઈ વસ્તુ નથી હોતી, જે અભીષ્ટ રસનું અંગ બનતાં વધુ ગુણવાન ન બને. એવા કોઈ અચેતન ભાવો પણ નથી, જે યોગ્ય રીતે ઉચિત રસના વિભાવરૂપથી અથવા (એની સાથે) ચેતન વૃત્તાન્તની યોજનાથી રસનાં અંગ ન બને. જેમ કે આ કહ્યું છે. -‘“અપાર કાવ્યસંસારમાં કવિ એક જ પ્રજાપતિ છે. તેને જેમ રુચે છે તેમ આ વિશ્વ પલટાય છે.’’
‘“જો કવિ શૃંગારી (રસિક) હોય તો કાવ્યમાં આખું જગત રસમય થઈ જાય છે. જો તે વૈરાગી (વીતરાગ) હોય તો આ બધું નીરસ થઈ જાય છે.’'
“સુકવિ સ્વતંત્રરૂપથી કાવ્યમાં અચેતન પણ ભાવોનો ચેતનની જેમ અને ચેતનનો અચેતનની જેમ ઇચ્છા મુજબ વ્યવહાર કરાવે છે.
ન
એટલે એવી કોઈ વસ્તુ નથી, જે પૂર્ણપણે રસ તાત્પર્યવાળા કવિની ઇચ્છા મુજબ તેને અભિમત રસાંગતાને ધારણ ન કરે અથવા એ પ્રકારે (રસાંગતાથી) નિરૂપાતાં ચારુત્વની અતિશયતાને ન પોષે. આ બધું મહાકવિઓનાં કાવ્યોમાં દેખાય છે. અમે પણ અમારા કાવ્યપ્રબંધોમાં યથાયોગ્ય દર્શાવેલ જ છે. આવી સ્થિતિ હોવાથી, બધા કાવ્યપ્રકાર ધ્વનિની ધર્મતાનું અતિક્રમણ નથી કરતા. (અર્થાત્ કોઈ પણ કાવ્યપ્રકાર ‘‘ધ્વનિ’’ના ક્ષેત્ર બહાર જતો નથી.) કવિની રસાદિની અપેક્ષાએ ‘ગુણીભૂતવ્યંગ્ય’ નામે પ્રકાર પણ તેની અંગતાનું અવલંબન લે છે એ પહેલાં કહ્યું છે.
જ
Page #262
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક __ यदा तु चाटुषु देवतास्तुतिषु वा रसादीनामङ्गतया व्यवस्थानम्, हृदयवतीषु च 'सप्रज्ञकगाथासु कासुचिद् व्यङ्ग्यविशिष्टवाच्ये प्राधान्यं तदपि गुणीभूतव्यङ्ग्यस्य ध्वनिनिष्यन्दभूतत्वमेवेत्युक्तं प्राक् ।
तदेवमिदानीन्तनकविकाव्यनयोपदेशे क्रियमाणे प्राथमिकानामभ्यासार्थिनां यदि परं चित्रेण व्यवहारः । प्राप्तपरिणतीनान्तु ध्वनिरेव काव्यमिति स्थितमेतत् । तदयमत्र संग्रहः- .
यस्मिन् रसो वा भावो वा तात्पर्येण प्रकाशते । संवृत्याभिहितं वस्तु यत्रालङ्कार एव वा ।। काव्याध्वनि ध्वनिर्व्यङ्ग्याप्राधान्यैकनिबन्धनः । सर्वत्र तत्र विषयी ज्ञेयः सहृदयैर्जनैः ॥४३।। सगुणीभूतव्यङ्गयैः सालङ्कारैः सह प्रभेदैः स्वैः ।
सङ्करसंसृष्टिभ्यां पुनरप्युद्योतते बहुधा ॥४४॥ तस्य च ध्वनेः स्वप्रभेदैः, गुणीभूतव्यङ्ग्येन, वाच्यालङ्कारैश्च सङ्करसंसृष्टिव्यवस्थायां क्रियमाणायां बहुप्रभेदता लक्ष्ये दृश्यते । तथा हि स्वप्रभेदसङ्कीर्णः स्वप्रभेदसंसृष्टो, गुणीभूतव्यङ्गयसङ्कीर्णो, गुणीभूतव्यङ्ग्यसंसृष्टो, वाच्यालङ्कारान्तरसङ्कीर्णो, वाच्यालङ्कारान्तरसंसृष्टः, संसृष्टालङ्कारसङ्कीर्णः, संसृष्टालङ्कारसंसृष्टचेति बहुधा ध्वनिः प्रकाशते । ___ तत्र स्वप्रभेदसङ्कीर्णत्वं कदाचिदनुग्राह्यानुग्राहकभावेन, यथा ‘एवंवादिनि देव!' इत्यादौ । अत्र ह्यर्थशक्त्युद्भवानुरणनरुपव्यङ्ग्यध्वनिप्रभेदेनालक्ष्यक्रमव्यङ्ग्यध्वनिप्रभेदोऽनुगृह्यमाणः प्रतीयते । एवं कदाचित्प्रभेदद्वयसम्पातसन्देहेन यथा- .
खणपाहुणिआ देअर एसा जाआए किंपि ते भणिदा । रुअइ पडोहरवलहीघरम्मि अणुणिजउ वराई ।। (क्षणप्राघुणिका देवर एषा जायया किमपि ते भणिता ।
रोदिति शून्यवलभीगृहेऽनुनीयतां वराकी ॥ इति च्छाया) अत्र ह्यनुनीयतामित्येतत् पदमर्थान्तरसमितवाच्यत्वेन विवक्षितान्यपरवाच्यत्वेन च सम्भाव्यते । न चान्यतरपक्षनिर्णये प्रमाणमस्ति । १. षड्प्रज्ञादिगाथासु लि., षट्प्रज्ञादिगाथासु दी० । २. व्यङ्ग्यविशिष्टवाच्यात् नि... ३. संवृत्यामिहितौ . प्रि. ४. ध्वनेव्यङ्ग्यं प्राधान्यक निंबन्धनः। A...
Page #263
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉધોતઃ ૪૩, ૪૪
૨૨૧ અને જ્યારે ચાક્તિઓમાં (ખુશામતભરી પ્રશસ્તિમાં) કે દેવતા સ્તુતિઓમાં રસાદિની ગૌણ પણે વ્યવસ્થા હોય અને હૃદયવતી' નામના પ્રકારની સદ્ધયોએ રચેલી કોઈ ગાથાઓમાં વ્યંગ્યવિશિષ્ટ વાચ્યમાં પ્રાધાન્ય હોય ત્યારે પણ ‘ગુણીભૂતવ્યંગ્ય ધ્વનિના નિષ્કન્દ રૂપ જ છે એ પહેલાં કહી ગયા છીએ.
તો આમ (ધ્વનિ જ મુખ્ય હોવાથી) આધુનિક કવિઓને માટે કાવ્યનીતિનો ઉપદેશ (શિક્ષણ) કરવામાં (સ્થિતિ આ પ્રકારે છે કે, પ્રાથમિક અભ્યાસાર્થી ભલે જ ‘ચિત્ર’ (કાવ્ય)નો ઉપયોગ કરે, પણ પરિપક્વોને માટે (સિદ્ધ કવિઓને માટે) તો ધ્વનિ જ (એકમાત્ર) કાવ્ય છે. આ સ્થિતિ છે. (સિદ્ધ છે) તે આ પ્રકારે આ સંગ્રહ (શ્લોકો) છે
જે કાવ્યમાર્ગમાં (શાવ્યાધ્વનિ) રસ કે ભાવ અથવા ગોપવીને (છૂપાવીને) કહેલ વસ્તુ યા કેવળ અલંકાર, તાત્પર્યના રૂપમાં પ્રકાશિત થાય છે તે એકમાત્ર વ્યંગ્યપ્રાધાન્યને આધીન થનારો ધ્વનિ, સહૃદયી લોકો દ્વારા વિષયી (ત્રણ પ્રકારના ધ્વનિ જેનો વિષય છે એવો પ્રધાન) સમજવો જોઈએ.” કારિકા-૪૪ અને વૃત્તિ: -
અલંકારો સહિત, ગુણીભૂતવ્યંગ્યોની સાથે અને પોતાના ભેદોની સાથે સંકર તથા “સંસૃષ્ટિ થી (ધ્વનિ) વળી અનેક પ્રકારનો પ્રકાશિત થાય છે”
તે ધ્વનિ'ની પોતાના ભેદો સાથે તથા ‘ગુણીભૂતવ્યંગ્ય’ અને વાચ્યાલંકાર સાથે ‘સંકર’ અને ‘સંસૃષ્ટિની વ્યવસ્થા કરાય છે ત્યારે લક્ષ્યમાં (કાવ્યમાં) તેના ઘણા ભેદો દેખાય છે. જેમ કે “સ્વપ્રભેદસંકીર્ણ”, “સ્વપ્રમેહસંસૃષ્ટ', 'ગુણીભૂતવ્યંગ્યસંકીર્ણ’, ‘ગુણીભૂતસંસૃષ્ટ', બીજા વાચ્યાલંકારથી સંકીર્ણ, બીજા વાચ્યાલંકારથી સંસૃષ્ટ, સંસૃણાલંકાર સંકીર્ણ, સંસૃષ્ટાલંકાર સંસૂષ્ટ વગેરે ઘણા પ્રકારનો ધ્વનિ પ્રકાશિત થાય
તેમાં પોતાના પ્રભેદથી સંકીર્ણત્વ (સંકરપણું) ક્યારેક અનુગ્રાહ્યઅનુગ્રાહકભાવથી થાય છે. જેમ કે “gવંવારિરિ દેવ' ઇત્યાદિમાં.
( દેવર્ષિ વદતાં એવું...ઈ. શ્લોક અગાઉ આવી ગયો છે.) અહીં અર્થશક્તિથી ઉપજતા અનુરણનરૂપી વ્યંગ્યધ્વનિ પ્રભેદથી, અલક્ષ્યમવ્યંગ્યધ્વનિ’નો પ્રત્યેક અનુગ્રહતો પ્રતીત થાય છે.
એમ ક્યારેક બે પ્રભેદોના સંપાત (સમૂહ)ના સંદેહથી. જેમ કે
હે દિયર ! ઉત્સવમાં પરોણી (મહેમાન થઈ આવેલી) તારી પત્નીને કંઈ કહેવામાં આવ્યું છે એટલે તે સૂના વલભીઘરમાં રહે છે. તે બિચારીને મનાવી લે.”
અહીં ‘મનુનીયતા' ( મનાવી લે) એ પદ ‘અર્થાન્તરસંક્રમિતવાચ્ય’ રૂપથી અને ‘વિવક્ષિતા પરવાચ્ય રૂપથી સંભવે છે. બેમાંથી કોઈ એક પક્ષના નિર્ણયમાં પ્રમાણ નથી.
Page #264
--------------------------------------------------------------------------
________________
२६२
..... न्या एक व्यञ्जकानुप्रवेशेन तु व्यङ्ग्यत्वमलक्ष्यक्रमव्यङ्ग्यस्य स्वप्रभेदान्तरापेक्षया बाहुल्येन सम्भवति । यथा 'स्निग्धश्यामल' इत्यादौ । स्वप्रभेदसंसृष्टत्वं च यथा पूर्वोदाहरण एव । अत्र ह्यर्थान्तरसङ्क्रमितवाच्यस्यात्यन्ततिरस्कृतवाच्यस्य च संसर्गः ।
गुणीभूतव्यङ्ग्यसङ्कीर्णत्वं यथा 'न्यक्कारो ह्ययमेव मे यदरयः' इत्यादौ । 'यथा वा
कर्ता द्यूतच्छलानां जतुमयशरणोद्दीपनः सोऽभिमानी कृष्णाकेशोत्तरीयव्यपनयनपटुः पाण्डवा यस्य दासाः । राजा दुःशासनादेर्गुरुरनुजशतस्याङ्गराजस्य मित्रं
क्कास्ते दुर्योधनोऽसौ कथयत न रुषा द्रष्टुमभ्यागतौ स्वः ॥ अत्र ह्यलक्ष्यक्रमव्यङ्ग्यस्य वाक्यार्थीभूतस्य व्यङ्ग्यविशिष्टवाच्याभिधायिभिः पदैः सम्मिश्रता।
अत एव च पदार्थाश्रयत्वे गुणीभूतव्यङ्ग्यस्य, वाक्यार्थाश्रयत्वे च ध्वनेः सङ्कीर्णतायामपि न विरोधः स्वप्रभेदान्तरवत् । यथा हि ध्वनिप्रभेदान्तराणि परस्परं सङ्कीर्यन्ते, पदार्थवाक्यार्थाश्रयत्वेन च न विरुद्धानि । ___ किञ्चैकव्यङ्ग्याश्रयत्वे तु प्रधानगुणभावो विरुद्धयते न तु व्यङ्ग्यभेदापेक्षया, ततोऽप्यस्य न विरोधः ।
अयं च सङ्करसंसृष्टिव्यवहारो बहूनामेकत्र वाच्यवाचकभाव इव व्यङ्ग्यव्यञ्जकभावेऽपि निर्विरोध एव मन्तव्यः । __ यत्र तु पदानि कानिचिदविवक्षितवाच्यान्यनुरणनरूपव्यङ्गयवाच्यानि वा, तत्र ध्वनिगुणीभूतव्यङ्ग्ययोः संसृष्टत्वम् । यथा ‘तेषां गोपवधूविलासुहृदाम्' इत्यादौ
अत्र हि ‘विलाससुहृदां' 'राधारहःसाक्षिणां' इत्येते पदे ध्वनिप्रभेदरूपे । 'ते', ‘जाने' इत्येते च पदे गुणीभूतव्यङ्ग्यरूपे ।
वाच्यालङ्कारसङ्कीर्णत्वमलक्ष्यक्रमव्यङ्ग्यापेक्षया रसवति सालङ्कार काव्ये सर्वत्र सुव्यवस्थितम् । प्रभेदान्तराणामपि कदाचित्सङ्कीर्णत्वं भवत्येव । यथा ममैव
१. 'यथा' दी। २. 'सङ्क्रमिता' नि० । ३. 'सङ्कीर्णतायामविरोधः' नि०, दी० । ४. 'रसवति रसालङ्कारे च काव्ये' नि०, दी० ।
Page #265
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉધોતઃ ૪૪
અસંલક્ષ્યમવ્યંગ્ય’નો પોતાના બીજા પ્રભેદો સાથે એક વ્યંજકાનુપ્રવેશ (સંકર) બહોળા પ્રમાણમાં હોઈ શકે છે. જેમ કે 'ઘિશ્યામ” (ધ્વન્યા. ૨/૧ વૃત્તિમાં) પોતાના ભેદની સાથે “સંસૃષ્ટિ” જેમ કે પહેલાં આપેલા ઉદાહરણમાં જ (ધ્ધ. ૨/૧માં) અહીં “અર્થાન્તરસંક્રમિત’ અને ‘અત્યંતતિરસ્કૃત વાચ્ય” (ધ્વનિ)નો સંસર્ગ છે.
ગુણીભૂતવ્યંગ્યનું (ધ્વનિની સાથે) સંકીર્ણત્વ (સંકર) જેમ કે “ચક્ષાનો યમેવ ને યયઃ (ધ્વન્યા. ૩/૧૬ની વૃત્તિમાં)...ઇત્યાદિમાં. અથવા જેમ કે, ““જુગારમાં કપટ કરનારો, લાક્ષાગૃહમાં આગ પ્રગટાવનારો, અતિ અભિમાની, દ્રોપદીના કેશ અને ઉત્તરીય ખેંચવામાં પવન (જેવો), પાંડવો જેના દાસ (હતા) તેવો, દુઃશાસન વગેરે (ભાઈઓ)નો વડીલ, અંગરાજનો મિત્ર આ પેલો રાજા દુર્યોધન કયાં રહેલો છે, તે કહો અમે તેને રોષથી જોવા માટે નથી આવ્યા.”
અહીં વ્યંગ્યવિશિષ્ટવાચ્ય બતાવનારા શબ્દોની સાથે, વાક્યના પ્રધાન અર્થરૂપ બનેલ “અલક્ષ્યમવ્યંગ્ય’નું સંમિશ્રણ (સંકર) છે.
અને એથી ગુણીભૂતવ્યંગ્યના પદાર્થોશ્રિત હોવામાં અને ધ્વનિના વાક્યોર્યાશ્રિત હોવામાં સંકીર્ણતા થતાં પણ પોતાના અન્ય પ્રભેદની જેમ વિરોધ નથી. જેમ કે ધ્વનિના અન્ય પ્રભેદ પરસ્પર સંકીર્ણ (સંકરવાળા) હોય છે. અને પદાર્થ અને વાક્યર્થના આશ્રયે હોવાથી વિરુદ્ધ નથી.
વળી, એકવ્યંગ્યાશ્રયત્નમાં (અર્થાત્ એક જ વ્યંગ્યનું આશ્રયત્ન હોય તો) પ્રધાન તથા ગુણભાવનો પરસ્પર વિરોધ હોય છે, વ્યંગ્યભેદની દષ્ટિથી નહી. એથી પણ આનો ('ધ્વનિ’ અને ‘ગુણીભૂતવ્યંગ્ય’ના સંકરનો) વિરોધ નથી.
આ “સંકર’ અને ‘સંસૃષ્ટિનો વ્યવહાર ઘણાના એકત્ર વાચ્યવાચકભાવની પેઠે વ્યંગ્યવ્યંજકભાવ હોય ત્યારે પણ અવિરોધી જ માનવો જોઈએ.
જ્યાં કોઈક પદો “અવિવક્ષિત વાચ્ય” વાળા કે “અનુરણન વ્યંગ્યવાળાં હોય ત્યાં ધ્વનિ’ અને ‘ગુણીભૂતવ્યંગ્ય’નું સંસૃષ્ટત્વ (સમજવું). જેમ કે- “તેવાં જોપવધૂવિના મુદ્દા' ઇત્યાદિમાં (ધ્ધ. ૨ /પની વૃત્તિમાં) (અર્થાત્ ગોપવધૂઓના વિલાસના સખા...ઈ.).
અહીં ‘વિતાસસુહલ' (વિલાસના સખા) અને રાધા : સાક્ષિાનું' (રાધાની એકાંત કીડાના સાક્ષી આ બંને પદ ધ્વનિરૂપ છે અને તે” તથા “ના” આ બંને પદ ગુણીભૂતવ્યંગ્યરૂપ છે.
વાચ્ય અલંકારોનું સંકીર્ણત્વ અલક્ષ્યમવ્યંગ્યની અપેક્ષાએ રસવાળાં અને અલંકારવાળાં બધાં કાવ્ય સુવ્યવસ્થિત હોય છે. અન્ય પ્રભેદોનું પણ કદાચિત્ સંકીર્ણત્વ હોય છે જ. જેમ કે મારા જ (નીચેના શ્લોકમાં)
Page #266
--------------------------------------------------------------------------
________________
દવાલોક या व्यापारवती रसान् रसयितुं काचित् कवीनां नवा दृष्टिा परिनिष्ठितार्थविषयोन्मेधा च वैपश्चिती। ते द्वे अप्यवलम्ब्य विश्वमनिशं निर्वर्णयन्तो वयं
श्रान्ता नैव च लब्धमब्धिशयन ! त्वद्भक्तितुल्यं सुखम् ।। इत्यत्र विरोधालङ्कारेणार्थान्तरसमितवाच्यस्य ध्वनिप्रभेदस्य सङ्कीर्णत्वम् ।
वाच्यालङ्कारसंसृष्टत्वं च पदापेक्षयैव । यत्र हि कानिचित्पदानि वाच्यालङ्कारभाञ्जि कानिचिच्च ध्वनिप्रभेदयुक्तानि । यथा
दीर्घाकुर्वन् पटु मदकलं कूजितं सारसानां प्रत्यूषेषु स्फुटितकमलामोदमैत्रीकषायः । यत्र स्त्रीणां हरति सुरतग्लानिमङ्गानुकूलः
शिप्रावातः प्रियतम इव प्रार्थनाचाटुकारः ॥ अत्र हि मैत्रीपदमविवक्षितवाच्यो ध्वनिः, पदान्तरेष्वलङ्कारान्तराणि । संसृष्टालङ्कारसङ्कीर्णो ध्वनिर्यथा
दन्तक्षतानि करजैश्च विपाटितानि प्रोद्भिन्नसान्द्रपुलके भवतः शरीरे । दत्तानि रक्तमनसा मृगराजवध्वा
जातस्पृहैर्मुनिभिरप्यवलोकितानि ।। अत्र हि समासोक्तिसंसृष्टेन विरोधालङ्कारेण सङ्कीर्णस्यालक्ष्यक्रमव्यङ्ग्यस्य ध्वनेः प्रकाशनम्, दयावीरस्य परमार्थतो वाक्यार्थीभूतत्वात् । संसृष्टालङ्कारसंसृष्टत्वं ध्वनेर्यथा- ...
अहिणअपओअरसिएसु पहिअसामाइएसु दिअहेसु । सोहइ पसारिअगिआणं णच्चिों मोरवन्दाणम् ।। (अभिनवपयोदरसितेषु पथिकश्यामायितेषु (सामाजिकेषु) दिवसेषु ।
शोभते प्रसारितग्रीवाणां (गीतानां) नृत्तं मयूरवृन्दानाम् ॥ इति च्छाया) अत्र ह्युपमारूपकाभ्यां शब्दशक्त्युद्भवानुरणनरूपव्यङ्ग्यस्य ध्वनेः संसृष्टत्वम् ॥४४॥
एवं ध्वनेः प्रभेदाः प्रभेदभेदाश्च केन शक्यन्ते ।
संख्यातुं दिमात्रं तेषामिदमुक्तमस्माभिः ॥४५॥ अनन्ता हि ध्वनेः प्रकाराः । सहृदयानां व्युत्पत्तये तेषां दिङ्गात्रं कथितम् ।।४५।।
Page #267
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૪૪, ૪૫
૨૨૫ હે સમુદ્રમાં શયન કરનાર ભગવાન ! રસોને આસ્વાદ યોગ્ય બનાવવા માટે પ્રયત્નશીલ એવી કવિઓની નવી દષ્ટિ, અને પરિનિષ્ઠિત છે અર્થના વિષયમાં ઉન્મેષ જેમનો એવી વિદ્વાનોની જે દષ્ટિ, એ બંને વડે આ વિશ્વને નિરંતર વર્ણવી વર્ણવીને અમે થાકી ગયા છીએ તેમ છતાં, તમારી ભક્તિના જેવું સુખ અમને ક્યાંય મળ્યું નથી.”
અહીં વિરોધાલંકારની સાથે અર્થાન્તરસંક્રમિત વાચ્યધ્વનિ પ્રભેદનું સંકર છે.
અને વાચ્યાલંકારનું સંતૃષ્ટત્વ ( ની સંસૃષ્ટિ) પદની અપેક્ષાથી જ હોય છે. જ્યાં કેટલાંક પદ વાચ્ય અલંકારથી યુક્ત હોય અને કેટલાંક ધ્વનિના પ્રભેદથી યુક્ત હોય (ત્યાં ધ્વનિ અને વાચ્યાલંકારની સંસૃષ્ટિ હોય છે.) જેમ કે
“(એ વિશાલ નગરીમાં) પ્રત્યેક પ્રભાતે સારસોના સ્કુટ, મદ ભર્યા કૂજનને દૂર દૂર પ્રસરાવતો, ખીલેલાં કમળના સુગંધીસ્પર્શે સુગંધિત બનેલો અને (તેમનાં) અંગોને અનુકૂળ થઈને, (સંભોગ) યાચના માટે મિષ્ટભાષી બનતા પ્રિયતમ જેવો શિપ્રાવાયુ સ્ત્રીઓના સુરત ખેદને હરી લે છે.”
અહીં મૈત્રી' શબ્દ ‘અવિવક્ષિતવાચ્યધ્વનિ છે. બીજાં પદોમાં બીજા અલંકાર
સંસ્કૃષ્ટ અલંકારની સાથે સંકીર્ણધ્વનિનું (ઉદાહરણ) જેમ કે
“ઉત્પન્ન સઘન રોમાંચવાળા આપના શરીરમાં રક્તના મનવાળી (બીજો અર્થ- અનુરક્ત મનવાળી) મૃગરાજવધુ (સિંહણ, બીજો અર્થ-રાજવધુ) દ્વારા કરવામાં આવેલ દંતક્ષતો અને નખોદ્વારા વિદ્યારણોને, ઉત્પન્ન સ્પૃહાવાળા મુનિઓએ પણ જોયાં.”
અહીં “સમાસોક્તિ”થી સંસૃષ્ટ (જે) વિરોધ અલંકાર (તેની) દ્વારા સંકીર્ણ અલક્ષ્યમવ્યંગ્ય ધ્વનિ'નું પ્રકાશન છે. કેમ કે વાસ્તવમાં (પરમાર્થરૂપે) “દયાવીર (રસ) જ (મુખ્ય) વાક્યાર્થીભૂત છે.
સંસૃષ્ટ અલંકારની સાથે ધ્વનિની સંસૃષ્ટિનું ઉદાહરણ) જેમ કે
“અભિનવ મેઘોની ગર્જનાથી ગાજતા અને પ્રયિકોને રાત્રિ જેવા લાગતા આ દિવસોમાં ડોક લંબાવીને (નાચતા) મયૂરોનું નૃત્ય સુંદર લાગે છે.”
અહીં ઉપમા અને રૂપકથી શબ્દશક્તિ વડે ઉદ્ભવતા અનુરણનરૂપ વ્યંગ્યધ્વનિનું સંસૃષ્ટત્વ છે.
કારિકા-૪૫ અને વૃત્તિ “આ રીતે ધ્વનિના પ્રભેદ અને તેના ભેદો કોણ ગણી શકે એમ છે? અમે એનું દિશાસૂચન માત્ર ક્યું છે.”
ખરેખર ધ્વનિના અનંત પ્રકારો છે. સદ્ધયોના જ્ઞાનને માટે તેમાંથી થોડાનું માત્ર દિગ્દર્શન કર્યું છે.
Page #268
--------------------------------------------------------------------------
________________
- न्याला इत्युक्तलक्षणो यो ध्वनिर्विवेच्यः प्रयत्नतः सद्भिः।
सत्काव्यं कर्तुं वा ज्ञातुं वा सम्यगभियुक्तैः ॥४६॥ उक्तस्वरूपध्वनिनिरूपणनिपुणा हि सत्कवयः सहृदयाश्च नियतमेव काव्यविषये परां प्रकर्षपदवीमासादयन्ति ॥४६॥
अस्फुटस्फुरितं काव्यतत्त्वमेतद्यथोदितम् ।
अशक्नुवद्भिव्याकर्तुं रीतयः सम्प्रवर्तिताः ॥४७॥ एतद्ध्वनिप्रवर्तनेन' निर्णीतं काव्यतत्त्वमस्फुटस्फुरितं सदशक्नुवद्भिः प्रतिपादयितुं वैदर्भी गौडी पाञ्चाली चेति रीतयः प्रवर्तिताः । रीतिलक्षणविधायिनां हि काव्यतत्त्वमेतदस्फुटतया मनाक् स्फुरितमासीदिति लक्ष्यते । तदत्र स्फुटतया सम्प्रदर्शितमित्यन्येन रीतिलक्षणेन न किञ्चित् ॥४७।।
"शब्दतत्त्वाश्रयाः काश्चिदर्थतत्त्वयुजोऽपराः ।
वृत्तयोऽपि प्रकाशन्ते ज्ञातेऽस्मिन् काव्यलक्षणे ॥४८॥ अस्मिन् व्यङ्ग्यव्यञ्जकभावविवेचनामये काव्यलक्षणे ज्ञाते सति याः काश्चित्प्रसिद्धा उपनागरिकाद्याः शब्दतत्त्वाश्रया वृत्तयो याश्चार्थतत्त्वसम्बद्धाः कैशिक्यादयस्ताः सम्यग् रीतिपदवीमवतरन्ति । अन्यथा तु तासामदृष्टार्थानामिव वृत्तीनामश्रद्धेयत्वमेव स्यानानुभवसिद्धत्वम् । एवं स्फुटतयैव लक्षणीयं स्वरूपमस्य. ध्वनेः ।
यत्र शब्दानामर्थानां च केषाञ्चित्प्रतिपत्तृविशेषसंवेद्यं जात्यत्वमिव रत्नविशेषाणां चारुत्वमनाख्येयमवभासते काव्ये तत्र ध्वनिव्यवहार इति यल्लक्षणं ध्वनेरुच्यते केनचित्, तदयुक्तमिति 'नाभिधेयतामर्हति । यतः शब्दानां स्वरूपाश्रयस्तावदक्लिष्टत्वे सत्यप्रयुक्तप्रयोगः, वाचकाश्रयस्तु प्रसादो व्यञ्जकत्वं चेति विशेषः । अर्थानां च स्फुटत्वेनावभासनं व्यङ्ग्यपरत्वं व्यङ्गयांशविशिष्टत्वं चेति विशेषः । तौ च विशेषौ व्याख्यातुं शक्यते व्याख्यातौ च बहुप्रकारम् । ।
१. 'वर्णनेन', नि०, दी। २. 'लक्ष्यते' पाठ नि०, दी० में नहीं है। ३. 'सम्प्रदर्शितेन वा० प्रि० । ४. 'शब्दतत्त्वाश्च याः' नि०, दी० । ५. 'नावधेयतामर्हति' नि०, दी० । ६. 'स्वरूपभेदास्तावत् नि। ७. 'व्यङ्ग्यविशिष्टत्वं' नि०, दी० । ८. 'व्याख्यातुमशक्यौ व्याख्यातौ बहुप्रकारम्' नि०, दी० ।
Page #269
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉઘોતઃ ૪૬, ૪૦, ૪૮
२६७ કારિકા-૪૬ અને વૃત્તિઃ “સત્કાવ્ય કરવા અથવા સમજવા ઉદ્યત સજજ્ઞોએ આ પ્રકારે ઉક્ત લક્ષણવાળો જે ધ્વનિ છે તેનું પ્રયત્ન કરીને વિવેચન કરવું જોઈએ.”
કહેલ સ્વરૂપવાળા ધ્વનિના નિરૂપણમાં નિપુણ સત્કવિઓ અને સહૃદયો ચોક્કસ જ કાવ્યના વિષયમાં અત્યંત પ્રકર્ષ પકવીને પ્રાપ્ત કરે છે.
કારિકા-૪૭ અને વૃત્તિ : “અસ્કુટરૂપથી પ્રતીત થનાર આ પૂર્વોક્ત કાવ્યતત્ત્વની વ્યાખ્યા કરી શકવામાં અસમર્થ (વામન વગેરે) એ રીતિઓ (વૈદર્ભો, ગૌડી વગેરે) પ્રચલિત કરી હતી.”
આ ધ્વનિના પ્રતિપાદનથી હવે જેનું સ્વરૂપ નિર્ણોત થયું છે, તે કાવ્યતત્ત્વ જ્યારે (વામન વગેરેના સમયમાં) અસ્કુટરૂપે સુર્યું હતું ત્યારે (એનું) પ્રતિપાદન કરવામાં અસમર્થ (વામન આદિ આચાર્યો) એ વિદર્ભો, ગૌડી, પાંચાલી આદિ રીતિઓ પ્રચલિત કરી. રીતિનું લક્ષણ કરનારાઓને આ કાવ્યતત્ત્વ અસ્કુટરૂપથી સહેજ સુર્યું હતું એમ પ્રતીત થાય છે. એનું (અમે હવે) અહીં સ્પષ્ટ રૂપથી પ્રતિપાદન કરી દીધું. એટલે હવે (ધ્વનિથી ભિન્ન) અન્ય રીતિ લક્ષણની જરૂર નથી. કારિકા-૪૮ અને વૃત્તિ
આ કાવ્ય સ્વરૂપ (ધ્વનિ) જાણી લેવાથી કેટલીક (ભટ્ટ ઉભટ વગેરેએ સમજાવેલી ઉપનાગરિકા આદિ) શબ્દાશ્રિત અને બીજી (ભરત વગેરે એ સમજાવેલી કેશિક આદિ) અર્વાશ્રિત વૃત્તિઓ પણ (રીતિઓની જેમ વ્યાપક ધ્વનિમાં) પ્રકાશિત થઈ જાય છે.” | વ્યંગ્ય વ્યંજકભાવ'ના વિવેચનવાળાં કાવ્યનું આ લક્ષણ જણાઈ જાય એટલે જે જે શબ્દ તત્ત્વને આશ્રયે રહેલી ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ પ્રસિદ્ધ છે તે તથા અર્થતત્ત્વથી સંબદ્ધ કેશિડ્યાદિ વૃત્તિઓ છે તે પૂર્ણરૂપથી રીતિ માર્ગનું અવલંબન કરે છે. (અર્થાત્ રીતિની સ્થિતિમાં આવી જાય છે. અન્યથા અદષ્ટ અર્થોની જેમ જ વૃત્તિઓ અશ્રદ્ધેય જ થઈ જશે, અનુભવસિદ્ધ નહીં. આ રીતે સ્કુટરૂપથી જ આ ધ્વનિનું સ્વરૂપ સમજી લેવું જોઈએ.
જ્યાં કેટલાક શબ્દો અને અર્થોનું ચા–વિશેષ, રત્નોના જાત્યત્વ (ઉત્કૃષ્ટત્વ)ની જેમ, વિશેષશસંવેદ્ય અને અવર્ણનીય (અનાખેય) રૂપમાં પ્રતીત થાય છે, એ કાવ્યમાં ધ્વનિ વ્યવહાર હોય છે.” કોઈએ આ જે ધ્વનિનું લક્ષણ કહ્યું છે તે અયોગ્ય અને એથી કહેવા લાયક નથી. કેમકે શબ્દોની સ્વરૂપાશ્રિત વિશેષતા છે . કિલષ્ટ ન હોય એ રીતે પ્રયુક્તનો પ્રયોગ ન કરવો. (અર્થાત્ શ્રુતિક વગેરે દોષો ન હોય અને તેનો વારંવાર પ્રયોગ ન થયો હોય.) વાચકના આશ્રયે રહેલ વિશેષ તે ‘પ્રસાદ’ અને ‘વ્યંજત્વ છે. આર્યોનો વિશેષ એ છે કે તે સ્પષ્ટરૂપે પ્રગટ થતો હોય વ્યંગ્યાર્થપરક હોય અને વ્યંગ્યાંશ વિશિષ્ટ હોય. એ બંને (શબ્દગત તથા અર્ધગત) વિશેષ (ધર્મ) વ્યાખ્યા કરવા યોગ્ય છે અને તેમની અમે) બહુ પ્રકારે વ્યાખ્યા કરી છે.
Page #270
--------------------------------------------------------------------------
________________
--- वन्याला तद्व्यतिरिक्तानाख्येयविशेषसम्भावना तु विवेकावसादभावमूलैव' । यस्मादनाख्येयत्वं सर्वशब्दागोचरत्वेन न कस्यचित्सम्भवति । अन्ततोऽनाख्येयशब्देन तस्याभिधानसम्भवात् ।।
सामान्यसंस्पर्शिविकल्पशब्दागोचरत्वे सति प्रकाशमानत्वं तु यदनाख्येयत्वमुच्यते क्वचित्, तदपि काव्यविशेषाणां रत्नविशेशाणामिव न सम्भवति । तेषां लक्षणकारैर्व्याकृतरूपत्वात् । रत्नविशेषाणां च सामान्यसम्भावनयैव मूल्यस्थितिपरिकल्पनादर्शनाच्च । उभयेषामपि तेषां प्रतिपत्तृविशेषसंवेद्यत्वमस्त्येव । वैकटिका एव हि रत्नतत्त्वविदः । सहृदया एव हि काव्यानां रसज्ञा इति कस्यात्र विप्रतिपत्तिः । ___ यत्त्वनिर्देश्यत्वं सर्वलक्षणविषयं बौद्धानां प्रसिध्धं तत् तन्मतपरीक्षायां ग्रन्थान्तरे निरूपयिष्यामः । इह तु ग्रन्थान्तरश्रवणलवप्रकाशनं सहृदयवैमनस्यप्रदायीति न प्रक्रियते । बौद्धमतेन वा यथा प्रत्यक्षादिलक्षणं तथाऽस्माकं ध्वनिलक्षणं भविष्यति ।
'तस्माल्लक्षणान्तरस्याघटनादशब्दार्थत्वाच्च तस्योक्तमेव ध्वनिलक्षणं साधीयः । तदिदमुक्तम्
अनाख्येयांशभासित्वं निर्वाच्यार्थतया ध्वनेः । न लक्षणं लक्षणं तु साधीयोऽस्य यथोदितम् ॥
इति श्रीराजानकानन्दवर्धनाचार्यविरचिते ध्वन्यालोके
तृतीय उद्योतः।
१. विवेकावसादगर्भरभसमूलैव' नि०, दी। २. 'शब्दार्थगोचरत्वेन' दी०, सर्वशब्दार्थगोचरत्वेन' नि० । ३. ‘तदभिधानात्' दी० । ४. 'तदनाख्येयत्वमुच्यते' नि० । ५. 'तस्माल्लक्षणान्तरस्या घटनादर्शनादशब्दार्थत्वाच्च' नि० ।
Page #271
--------------------------------------------------------------------------
________________
તૃતીય ઉદ્યોતઃ ૪૮
२९६ તેનાથી ભિન્ન અનાખેય વિશેષની સંભાવના તો વિવેકäસમૂલક જ છે. (અર્થાત્ અવર્ણનીય વિશેષની કલ્પના વિવેક ન હોય તો જ મૂર્ખતા વશ થઈ શકે છે.) કેમ કે સર્વ શબ્દના અગોચરરૂપમાં કોઈનું અનાખ્યયત્વ સંભવ નથી. કેમકે છેવટે “અનાખેય’ શબ્દથી તેનું અભિધાન સંભવ છે. (ટૂંકમાં કોઈ પદાર્થને અનાખેય જેનું વર્ણન ન કરી શકાય તેવો-કહી શકાતો નથી. એથી ધ્વનિને અનાખેય કહેવો યોગ્ય નથી.)
સામાન્ય (જાત્યાદિ)ને ગ્રહણ કરનાર જે વિકલ્પ શબ્દ (સવિકલ્પજ્ઞાન) તેને ગોચર ન હોઈને (તેનો વિષય ન હોઈને) (અર્થાત્ નિર્વિકલ્પક જ્ઞાનના રૂપમાં) પ્રકાશમાનત્વને જે અનાખ્યત્વ (ક્યાંક) કહ્યું છે તે પણ રત્નવિશેષોની જેમ કાવ્યવિશેષોમાં સંભવ નથી. કેમકે લક્ષણકારોએ તેનું રૂપ બતાવ્યું જ છે. અને રત્નવિશેષોનું મૂલ્ય પણ સંભાવનાથી જ કલ્પાય છે એમ જોવા મળે છે. માટે આ બેય સારા જાણકાર વડે જણાય છે જ. (સંવેદ્ય છે). રત્નતત્વને જાણનાર વૈકટિકઝવેરી હોય છે. અને સયો જ કાવ્યના રસજ્ઞો હોય છે, એમાં કોને મતભેદ હોઈ શકે છે.
જે તે બધાં લક્ષણોના વિષયમાં અનિર્દેશ્યત્વ બૌદ્ધોનું પ્રસિદ્ધ છે, તેનું નિરૂપણ અમે એના મતની પરીક્ષાના બીજા ગ્રંથમાં કરીશું. અહીં (બીજા) ગ્રંથના શ્રવણનો થોડોક ભાગ પણ જણાવવો તે સહૃદયોના મનને વૈમનસ્ય આપનાર થાય માટે (એમ) નથી કરતા. અથવા બૌદ્ધોના મતે જેમ પ્રત્યક્ષ વગેરેનું લક્ષણ છે એમ અમારા મતે ધ્વનિનું લક્ષણ થઈ જશે.
આ કારણથી તેનું (ધ્વનિનું) બીજું લક્ષણ ઘટિત નહીં હોવાથી અને તે (ધ્વનિ) વાચ્યાર્થ રૂપ ન હોવાથી (અ-શબ્દાર્થ), (અમે) કહેલું ધ્વનિલક્ષણ યોગ્યતર છે.
ધ્વનિ નિર્વાચ્યાર્થ (અર્થાત્ જેના અર્થની વ્યાખ્યા થઈ શકે છે તેવો) હોવાને કારણે “અનાખ્યય રૂપે ભાસે તે ધ્વનિ' (અક્ષરશઃ - અનાખેય અંશનું ભાસિત હોવાપણું) લક્ષણ નથી. તેનું (ખરું) લક્ષણ જેવું અમે કહ્યું છે તે છે.
એમ શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્ય વિરચિત “વિન્યાલોક'નો ત્રીજો ઉઘાત
સમાસ થયો.
Page #272
--------------------------------------------------------------------------
________________
२७०
દવન્યાલોક चतुर्थ उद्योतः एवं ध्वनि सप्रपञ्चं विप्रतिपत्तिनिरासार्थं व्युत्पाद्य, तद्व्युत्पादने प्रयोजनान्तरमुच्यते
ध्वनेर्यः सगुणीभूतव्यङ्गयस्याध्वा प्रदर्शितः ।
अनेनानन्त्यमायाति कवीनां प्रतिभागुणः ॥१॥ य एष ध्वनेर्गुणीभूतव्यङ्ग्यस्य च मार्गः प्रकाशितस्तस्य फलान्तरं कविप्रतिभानन्त्यम् ॥१॥ कथमिति चेत्
अतो ह्यन्यतमेनापि प्रकारेण विभूषिता। वाणी नवत्वमायाति पूवार्थान्वयवत्यपि ॥२॥ अतो' ध्वनेरुक्तप्रभेदमध्यादन्यतमेनापि प्रकारेण विभूषिता सती वाणी पुरातनकविनिबद्धार्थसंस्पर्शवत्यपि नवत्वमायाति । तथाह्यविवक्षितवाच्यस्य ध्वनेः प्रकारद्वयसमाश्रयणेन नवत्वं पूर्वार्थानुगमेऽपि यथा
स्मितं किञ्चिन्मुग्धं तरलमधुरो दृष्टिविभवः परिस्पन्दो वाचामभिनवविलासोर्मिसरसः ।२ . गतानामारम्भः किसलयितलीलापरिमलः . स्पृश्यन्त्यास्तारुण्यं किमिव हि न रम्यं मृगदृशः ॥ इत्यस्य
सविभ्रमस्मितोद्भेदा लोलाक्ष्यः प्रस्खलगिरः ।
नितम्बालसगामिन्यः कामिन्यः कस्य न प्रियाः ॥ इत्येवमादिषु श्लोकेषु सत्स्वपि तिरस्कृतवाच्यध्वनिसमाश्रयेणापूर्वत्वमेव प्रतिभासते।
तथा
यः प्रथमः प्रथमः स तु तथा हि हतहस्तिबहलपललाशी । श्वापदगणेषु सिंहः सिंहः केनाधरीक्रियते ।।
१. 'अतो हि' नि०, दी। २. 'विलासोक्तिसरसः' नि०। ३. 'परिकरः' नि०, दी।
Page #273
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ઉઘોતઃ ૧, ૨
૨૭૧ ચતુર્થ ઉદ્યોત કારિકા-૧ અને વૃત્તિઃ આમ વાંધાઓનું (વિપ્રતિપત્તિઓનું) નિરાકરણ કરવા માટે ધ્વનિને એના ભેદોપભેદોસહિત (પ્રપંચ વિસ્તાર સાથે) સમજાવીને તેના નિરૂપણનું બીજું પ્રયોજન પણ કહે છે.
“ગુણીભૂતવ્યંગ્ય’ સહિત ધ્વનિ'નો જે માર્ગ દર્શાવવામાં આવ્યો છે તેનાથી કવિઓનો પ્રતિભાગુણ અનંતતાને પામે છે.” - -
જે આ ધ્વનિ અને ગુણભૂતવ્યંગ્યનો માર્ગ (અગાઉના ઉઘોતોમાં) પ્રકાશિત કરેલ છે તેનું બીજું ફલ (પ્રયોજન) કવિની પ્રતિભા (કાવ્યોત્કર્ષજનક શક્તિ)નું આનન્ય છે.
તે કેવી રીતે ? તો (કહે છે) કારિકા-ર અને વૃત્તિ
‘જો બેમાંથી કોઈ એક પ્રકારથી પણ વિભૂષિત પાણી પુરાણા અર્થોથી યુક્ત હોય તો યે નવીનતાને પ્રાપ્ત કરી લે છે.” - આ ધ્વનિના કહેવા પ્રભેદોમાંથી કોઈ એક (પણ) પ્રકારથી વિભૂષિત થયેલી વાણી પુરાણા કવિઓ એ નિબદ્ધ કરેલ અર્થથી (=કાવ્યોથી) સ્પર્શાવેલી હોય તો પણ નવીનતા પામે છે.
જેમકે પૂર્વ અર્થનો સંબંધ હોવા છતાં (અર્થાત્ વિષય જૂનો હોય તોયે) અવિવક્ષિતવાચ્ય ધ્વનિ’ (લક્ષણામૂલકધ્વનિ)ના બંને પ્રકારોના (‘અર્થાન્તરસંક્રમિત વાચ્યઅને ‘અત્યંતતિરસ્કૃતવાચ્ય) પ્રકારોના આશ્રયથી નવીનતા (નું ઉદાહરણ) જેમ કે
કંઈક મુગ્ધ સ્મિત, તરલ અને મધુર દષ્ટિ વૈભવ, અભિનવ વિલાસની ઊર્મિઓથી સરસ વાણીનો પ્રવાહ, લીલા (હાવભાવ)નો પરિમલ જેમાં કિસલયનું આચરણ કરી રહેલ છે એ પ્રકારના ગમનનો આરંભ (અર્થાત્ વિવિધ હાવભાવોને વિકસિત કરનારી ગતિઓનો ઉપમ), એવી તારુણ્યને સ્પર્શ કરનારી નાયિકાઓની કઈ વસ્તુ છે જે રમણીય નથી હોતી ?” એનું,
વિશ્વમ (એ પ્રકારની શૃંગારની ચેષ્ટ)થી યુક્ત, જેનું મંદ સ્મિત ખીલી રહ્યું છે તેવી, ચંચળ આંખોવાળી, અટકી અટકીને બોલતી, નિતંબ(ના ભાર)ને કારણે ધીરે ધીરે ચાલનારી કામિનીઓ કોને પ્રિય લાગતી નથી.'
આ વગેરે શ્લોકો હોવા છતાં પણ “તિરસ્કૃતવાચ્યધ્વનિના આશ્રયથી અપૂર્વત્વ (નવીન ચારુત્વ) પ્રતિભાસિત થાય છે (ાય છે). તયા
“જે પહેલો છે તે પહેલો (જ) છે. જેમકે હિંસક પ્રાણીઓમાં, (પોતે) મારેલા હાથીઓનું પ્રચુર માંસ ખાનાર સિંહ, સિંહ જ છે. તેને કોણ પરાભૂત કરી શકે છે ?” એનો
Page #274
--------------------------------------------------------------------------
________________
२७२
વિન્યાલોક इत्यस्य,
स्वतेजःक्रीतमहिमा केनान्येनातिशय्यते ।
महद्भिरपि मातङ्गैः सिंहः 'किमभिभूयते ।। इत्येवमादिषु श्लोकेषु सत्स्वप्यर्थान्तरसङ्क्रमितवाच्यध्वनिसमाश्रयेण नवत्वम् । विवक्षितान्यपरवाच्यस्यापि उक्तप्रकारसमाश्रयेण नवत्वं यथा
निद्राकैतविनः प्रियस्य वदने विन्यस्य वक्त्रं वधूर्बोधत्रासनिरुद्धचुम्बनरसाऽप्याभोगलोलं स्थिता । वैलक्ष्याद्विमुखीभवेदिति पुनस्तस्याप्यनारम्भिणः
साकांक्षप्रतिपत्ति नाम हृदयं यातं तु पारं रतेः ।। इत्यादेः श्लोकस्य
शून्यं वासगृहं विलोक्य शयनादुत्थाय किञ्चिच्छनैर्निद्राव्याजमुपागतस्य सुचिरं निर्वर्ण्य पत्युमुखम् । विस्रब्धं परिचुम्ब्य जातपुलकामालोक्य गण्डस्थली .
लज्जानम्रमुखी प्रियेण हसता बाला चिरं चुम्बिता ।। इत्यादिषु श्लोकेषु सत्स्वपि नवत्वम् ।
यथा वा 'तरङ्गभ्रूभङ्गा' इत्यादिश्लोकस्य ‘नानाभङ्गिभ्रमद्भूः' इत्यादिश्लोकापेक्षयाऽन्यत्वम् ॥२॥
"युक्त्यानयानुसतव्यो रसादिर्बहुविस्तरः ।
मितोऽप्यनन्ततां प्राप्तः काव्यमार्गो यदाश्रयात् ॥३॥ बहुविस्तारोऽयं रसभावतदाभासतत्प्रशमलक्षणो मार्गो यथास्वं विभावानुभावप्रभेदकलनया, यथोक्तं प्राक् । स सर्व एवानयायुक्त्यानुसर्तव्यः । यस्य रसादेराश्रयादयं काव्यमार्गः पुरातनैः कविभिः सहस्रसंख्यैरसंख्यैर्वा बहुप्रकारं क्षुण्णत्वान्मितोऽप्यनन्ततामेति ।
रसभावादीनां हि प्रत्येकं विभावानुभावव्यभिचारिसमाश्रयादपरिमितत्वम् । तेषां चैकैकप्रभेदापेक्षयापि तावज्जगवृत्तमुपनिबध्यमानं सुकविभिस्तदिच्छावशादन्यथा स्थितमप्यन्यथैव विवर्तते । प्रतिपादितं चैतच्चित्रविचारावसरे ।
१. केनाभिभूयते' नि०, दी०। । २. तत्रालक्ष्यक्रमप्रकारसमाश्रयेणान्यथात्वम्' P... भi यथा नी पडेi Azed 46 qधु छे. ३. 'इत्यस्य' नि०, दी०। ४. 'दिशा' नि०, दी०। ५. रसादिबहुविस्तरः' निः । ६. 'मिथो' बा० प्रि०। ७. 'मिथोऽप्यनन्ततामेति' बा० प्रि०।
Page #275
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ઉદ્યોત : ૨, ૩
૨૭૩
‘‘પોતાના પ્રતાપથી ગૌરવ પ્રાપ્ત કરનાર (મહાપુરુષ) ક્યા બીજા દ્વારા નીચો કરી શકાય છે ? મોટા મોટા હાથીઓથી પણ સિંહ શું દખાવાય છે ?’' (હરાવાય છે ?)
આ વગેરે શ્લોકો છે તો પણ (યઃ પ્રથમ વગેરે નવા શ્લોકમાં) ‘અર્થાન્તરસંક્રમિતવાચ્ય' ધ્વનિના આશ્રયથી નવીનતા છે.
‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ (અભિધામૂલક)ના પણ પૂર્વોક્ત (‘સંલક્ષ્યક્રમવ્યંગ્ય અને ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય') પ્રકારો(માંથી અસંલક્ષ્યક્રમવ્યંગ્ય) ના આશ્રયથી નવીનતા (પ્રાપ્ત થાય છે તેનું ઉદાહરણ) જેમ કે
‘‘નિદ્રાનો ઢોંગ કરનાર પ્રિયના મુખ ઉપર (પોતાનું) મુખ રાખીને નવવધૂ (તેના) જાગી જવાના ડરથી ચુંબનની ઇચ્છા રોકીને પણ પૂરી રીતે જોવાને કારણ ચંચલ થઈ બેઠી. શરમાઈ જવાથી વિમુખ થઈ જશે એથી પછી (પોતાના તરફથી) આરંભ નહીં કરનાર એ પ્રિયનું પણ હૃદય સાકાંક્ષની સ્થિતિમાં પહોંચી પરમ આનંદ (રતિ)ની સીમા સુધી ચાલ્યું ગયું.’' ઇત્યાદિ શ્લોકની
‘‘વાસગૃહને સૂનું જોઈને, ધીમેથી શયનમાંથી સહેજ ઊઠીને, નિદ્રાનો ઢોંગ કરતા પતિનું મુખ બહુવાર સુધી જોઈ રહીને (સૂએ છે એમ માનીને) વિશ્વાસથી ચુંબન કરતાં, તેના ગાલે રોમાંચ થયેલા જોઈ, બાળાએ (નવોઢાએ) લજ્જાથી મુખ નીચે નમાવી દીધું, ત્યાં તો પ્રિયતમે હસતાં હસતાં તેને બહુવાર સુધી ચુંબન કર્યું.’’ ઇત્યાદિ શ્લોક છે તોપણ (નિદ્રાòતવિનઃ વગેરે નવીન શ્લોકમાં) નૂતનતા છે જ; અથવા જેમ ‘તમૂનો... ઈ.’ શ્લોકનું ‘નાનામપ્રિમસ્ક્રૂ' ઇત્યાદિ શ્લોકની અપેક્ષાએ અન્યત્વ છે.
કારિકા-૩ અને વૃત્તિ :
“આ જ રીતે, બહુ વિસ્તૃત એવા રસાદિનું અનુસરણ કરવું જોઈએ. જેના આશ્રયથી પરિમિત કાવ્યમાર્ગ પણ અનંતતાને પ્રાપ્ત થઈ જાય છે.’’
રસ, ભાવ, તેનો આભાસ, તેના પ્રશમન વગેરે લક્ષણવાળો આ માર્ગ પોતાના વિભાવ, અનુભાવના પ્રભેદની ગણના પ્રમાણે, પહેલાં કહ્યા મુજબ, બહુ વિસ્તારવાળો છે. તે બધાંનું તે પ્રકારે અનુસરણ કરવું જોઈએ. જે રસાદિના આશ્રયથી, હજારો કે અસંખ્ય કવિઓએ બહુ પ્રકારે ખેડેલો હોવાથી, આ કાવ્યમાર્ગ પરિમિત છે તોપણ અનંતતાને પામે છે. રસ, ભાવ ઇત્યાદિમાં ખરેખર પ્રત્યેકનું વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવના આશ્રયથી અપરિમિતત્વ છે. તેમાંથી એક એક ભેદની દૃષ્ટિથી પણ સુકવિઓથી નિરૂપાતા જગતના બનાવો, (વસ્તુતઃ ) અન્યરૂપમાં રહેલ હોવા છતાં પણ એમની (કવિઓની) ઇચ્છા પ્રમાણે અન્યથા પરિવર્તિત થઈ જાય છે. આ વાત ચિત્ર (કાવ્ય)ના વિચારના અવસર પર (બન્યા. ૩/૪૨ વૃત્તિમાં આવેલ પરિકર શ્લોકમાં) પ્રતિપાદિત કરી દીધેલ છે.
Page #276
--------------------------------------------------------------------------
________________
२७४
.... पन्यासो गाथा चात्र कृतैव महाकविना- ...
अतहट्ठिए वि तहसण्ठिए व्व हिअअम्मि जा णिवेसेइ । अत्थविसेसे सा जअइ विकडकइगोअरा वाणी ।। (अतथास्थितानपि तथा संस्थितानिव हृदये या निवेशयति ।
अर्थविशेषान् सा जयति विकटकविगोचरा वाणी ॥ इति च्छाया) तदित्थं रसभावाद्याश्रयेण काव्यार्थानामानन्त्यं सुप्रतिपादितम् ।।३।। एतदेवोपपादयितुमुच्यते
दृष्टपूर्वा अपि ह्यर्थाः काव्ये रसपरिग्रहात् ।
सर्वे नवा इवाभान्ति मधुमास इव द्रु माः ॥४॥ तथा हि विवक्षितान्यपरवाच्यस्यैव शब्दशक्त्युद्भवानुरणनरूपव्यङ्ग्यप्रकारसमाश्रयेण नवत्वम् । यथा"धरणांधारणायाधुना त्वं शेष” इत्यादेः,
शेषो हिमगिरिस्त्वञ्च महान्तो गुरवः स्थिराः ।
यदलङ्घितमर्यादाश्चलन्ती बिभ्रथ भुवम् ॥ इत्यादिषु सत्स्वपि। तस्यैवार्थशक्त्युद्भवानुरणनरूपव्यङ्गयसमाश्रयेण नवत्वम्, यथा"एवंवादिनि देवर्षों' इत्यादि श्लोकस्य, ।
कृते वरकथालापे कुमार्यः पुलकोद्गमैः ।
सूचयन्ति स्पृहामन्तर्लज्जयावनताननाः ॥ इत्यादिषु सत्सु । अर्थशक्त्युद्भवानुरणनरूपव्यङ्ग्यस्य कविप्रौढोक्तिनिर्मितशरीरत्वेन नवत्वम्, यथा"सज्जइ सुरहिमासो" इत्यादेः,
सुरभिसमये प्रवृत्ते सहसा प्रादुर्भवन्ति रमणीयाः ।
रागवतामुत्कलिकाः सहैव सहकारकलिकाभिः ॥ इत्यादिषु सत्स्वप्यपूर्वत्वमेव ।
अर्थशक्त्युद्भवानुरणनरूपव्यङ्गयस्य कविनिबद्धवक्तृप्रौढोक्तिनिष्पन्नशरीरत्वे सति, नवत्वं यथा“वाणिअअ हत्थिदन्ता" इत्यादिगाथार्थस्य,
करिणवेहव्वअरो मह पुत्तो एक्ककाण्डविणिवाई। १. 'बिभ्रते' बा० प्रि०। २. 'क्षितिम्' नि०, दी। ३. 'सत्स्वपि' नि०, दी० ।
Page #277
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ઉદ્યોત : ૩, ૪
મહાકવિએ આ બાબત એક ગાથા પણ કરી છે.
‘“મહાકવિઓની વિકટ વાણી સર્વોત્કૃષ્ટ છે. જે એ પ્રકારે (રમણીયરૂપમાં) ન પણ રહેલ હોય તેવા પદાર્થોને હૃદયમાં એ પ્રકારે (રમણીય રૂપમાં) રહેલ હોય એમ નિવેશ કરી દે છે. (અર્થાત્ સ્થાપી દે છે.)
૨૭૫
આ રીતે રસ, ભાવ વગેરેનો આશ્રય લેવાથી કાવ્યાર્થ અનંત બની જાય છે, એવું સારી રીતે પ્રતિપાદિત કર્યું.
કારિકા-૪ અને વૃત્તિ : તેનું જ ઉપપાદન કરવા માટે (દઢ કરી સમજાવવા) કહે છે- ‘‘કાવ્યમાં પહેલાં જોયેલ અર્થ પણ રસને પામીને બધા નવા જેવા લાગે છે, જેમ મધુમાસમાં ( = વસંતઋતુમાં) વૃક્ષો.'' જેમ કે-વિવક્ષિતાન્યપરવાચ્ય (ધ્વનિના) શબ્દશત્યુદ્ભવરૂપ (અનુરણનવ્યંગ્ય= ) સંલક્ષ્યક્રમવ્યંગ્ય ભેદના આશ્રયથી નવત્વ, જેમકે ‘‘પૃથ્વીને ધારણ કરવાને માટે હવે તણે ‘શેષ’ છો (ધરનીધારળાયાધુના સ્વં રાવે...) ઇત્યાદિમાં. (. ૩/૧ની વૃત્તિમાં)
‘‘શેષનાગ, હિમાલય અને તમે મહાન (વિપુલ આકારવાળા તથા મહત્ત્વશાલી) ગુરુ (પૃથ્વીનો ભાર સહન કરવાને સમર્થ અને પ્રતિષ્ઠિત) અને સ્થિર (અચલ તથા દઢ પ્રતિજ્ઞ) છો. કેમ કે તમે જ મર્યાદાનું અતિક્રમણ કર્યા વગર ચાલતી (કંપતી અને સામાજિક મર્યાદાથી વ્યુત થતી) પૃથ્વીને ધારણ (તથા પાલન) કરો છો.’’ ઇત્યાદિ છે તો પણ. તેના જ અર્થશક્તિથી નીપજતા અનુરણનરૂપ વ્યંગ્યના આશ્રયથી નવત્વ જેમ કે
‘‘Ë વિિન લેવા’’(=દેવર્ષિ વડતાં એવું...ઈ.) (ધ્વ. ૨/૨૨ વૃત્તિનો શ્લોક) શ્લોકનું, “વરના સંબંધમાં વાતચીત કરાતાં, રોમાંચ ફૂટતાં અંદરની લજ્જાથી નમેલાં મુખવાળી કુમારીઓ સ્પૃહા (અભિલાષા)ને સૂચવે છે.'' ઇત્યાદિ શ્લોક હોવા છતાં પણ.
અર્ધશક્તિથી નીપજતા અનુરણનરૂપ વ્યંગ્યનું (=સંલક્ષ્યક્રમવ્યંગ્યનું) ‘કવિપ્રૌઢોક્તિનિર્મિત’ શરીરની દ્વારા નવીનતા જેમકે ‘સન્નયતિ સુરમિમાસો' અર્થાત્ ‘સુરભિમાસ (વસંતમાસ) સજ્જ કરે છે.’ (ધ્વ. ૨/૨૪ની વૃત્તિ) ઇત્યાદિનું
‘વસંતઋતુ આવતાં આમ્રમંજરીઓની સાથે જ પ્રણયીઓની રમ્ય ઉત્કંઠાઓ પણ એકાએક પ્રાદુર્ભૂત થાય છે.’’ વગેરે છે તો પણ અપૂર્વત્વ જ છે.
અર્યશક્તિથી નીપજતો ‘કવિનિબદ્ધવક્ત પ્રૌઢોક્તિ’વાળો અનુરણનરૂપ વ્યંગ્ય હોય ત્યારે નવત્વ જેમકે- ‘વાશિના ઇસ્તિવન્તા ’અર્થાત્ ‘હાથીદાંત અહીં ક્યાંથી...ઈ. (. ૩/૧ની વૃત્તિ) ગાયાના અર્થની ‘“એક બાણના જ પ્રયોગથી (મઠમત્ત હાથીઓને મારીને) હાથણીઓને વિધવા કરનાર મારા પુત્રને અભાગણી વહુએ એવો કરી દીધો છે (નિરંતર સંભોગને લીધે માયકાંગલો) કે હવે ભાથો (ખાણથી ભરેલ) લાદીને ફરે છે.’’
Page #278
--------------------------------------------------------------------------
________________
....... - पन्यास हअसोन्हाएँ तह कहो जह कण्डकरण्डअं वहइ ॥ (करिणीवैधव्यकरो मम पुत्र एककाण्डविनिपाती।
हतस्नुषया तथा कृतो यथा काण्डकरण्डकं वहति ॥ इति च्छाया) एवमादिष्वर्थेषु सत्स्वप्यनालीढतैव ।
यथा व्यङ्ग्यभेदसमाश्रयेण ध्वनेः काव्यार्थानां नवत्वमुत्पद्यते, तथा व्यञ्जकभेदसमाश्रयेणापि । तत्तु ग्रन्थविस्तरभयान लिख्यते । स्वयमेव सहृदयै-रभ्यूह्यम् ॥४॥ अत्र च पुनः पुनरुक्तमपि सारतयेदमुच्यते
व्यङ्गयव्यञ्जकभावेऽस्मिन्विविधे सम्भवत्यपि ।
रसादिमय एकस्मिन्कविः स्यादवधानवान् ॥५॥ अस्मिन्नर्थानन्त्यहेतौ व्यङ्ग्यव्यञ्जकभावे 'विचित्रे शब्दानां सम्भवत्यपि कविरपूर्वार्थलाभार्थी' रसादिमय एकस्मिन् व्यङ्ग्यव्यञ्जकभावे यत्नादवदधीत । रसभावतदाभासरूपे हि व्यङ्गये तद्व्यञ्जकेषु च यथानिर्दिष्टेषु वर्णपदवाक्यरचनाप्रबन्धेष्ववहितमनसः कवेः सर्वमपूर्वं काव्यं सम्पद्यते । तथा च रामायणमहाभारतादिषु सङ्ग्रामादयः पुनः पुनरभिहिता अपि नवनवाः प्रकाशन्ते ।
प्रबन्धे चाङ्गी रस एक एवोपनिबध्यमानोऽर्थविशेषलाभं छायातिशयं च पुष्णाति । कस्मिन्निवेति चेत्, यथा रामायणे यथा वा महाभारते । रामायणे हि करुणो रसः स्वयमादिकवीना सूत्रितः “शोकः श्लोकत्वमागतः' इत्येवंवादिना । नियूंढश्च स एव सीतात्यन्तवियोगपर्यन्तमेव स्वप्रबन्धमुपरचयता। ___महाभारतेऽपि शास्त्रकाव्यरूपच्छायान्वयिनि वृष्णिपाण्डवविरसावसानवैमनस्यदायिनी समाप्तिमुपनिबध्नता महामुनिना वैराग्यजननतात्पर्य प्राधान्येन स्वप्रबन्धस्य दर्शयता मोक्षलक्षणः पुरुषार्थ शान्तो रसश्च मुख्यतया विवक्षाविषयत्वेन सूचितः । एतच्चांशेन विवृत्तमेवान्याख्याविधायिभिः । स्वयं चोद्गीर्णं तेनोदीर्णमहामोहमनमुज्जिहीर्षता लोकमतिविमलज्ञानालोकदायिना लोकनाथेन
१. 'विचित्रं' बा० प्रि०। २. 'शब्दानां' us AO, ही मां नथी. ३. 'अपूर्वलाभार्थे' नि०, दी० ।
Page #279
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ઉદ્યોત : ૪, ૫
२७७
ઇત્યાદિ અર્થો (સરખા અર્થ)વાળો શ્લોક હોવા છતાં પણ અગતાર્થતા જ (નૂતનતા જ) છે.
(વ્યંજક ભેદથી નવીનતા)
જેમ ધ્વનિના વ્યંગ્યભેદના આશ્રયથી કાવ્યાર્યોનું નવત્વ ઉત્પન્ન થાય છે, તેવી રીતે વ્યંજક ભેઠના આશ્રયથી પણ (ઊપજે છે). પણ તે ગ્રંથ વિસ્તારના ભયથી લખતા નથી. સહૃદયોએ જાતે જ તે સમજી લેવું.
કારિકા-૫ અને વૃત્તિ : અને અહીં (આ ગ્રંથમાં) વારંવાર કહ્યું હોવા છતાં સારરૂપ હોવાથી (ફરી) આ કહે છે
‘‘આ વિવિધ વ્યંગ્યભંજકભાવનો સંભવ હોવા છતાં પણ કવિ એક રસાદિમયમાં જ ધ્યાન દેનાર બને.’'
અર્થોની અનંતતાના કારણરૂપ, આ વ્યંગ્યભંજકભાવનું વૈચિત્ર્ય (જુદાજુદા પ્રકારનું હોવાપણું) સંભવિત હોવા છતાં અપૂર્વ (લોકોત્તર ચમત્કૃતિવાળું કાવ્ય) અર્થનો લાભ (મેળવવા) ઇચ્છુક કવિ કેવળ એક રસાદિમય વ્યંગ્યભંજકભાવમાં પ્રયત્નપૂર્વક ધ્યાન આપે. રસ, ભાવ અને તઠાભાસ (અર્થાત્ રસાભાસ અને ભાવાભાસ) રૂપ વ્યંગ્ય અને તેના વ્યંજક, યથાનિર્દિષ્ટ વર્ણ, પદ, વાકચ, રચના તથા પ્રબંધમાં ધ્યાનવાળા કવિનું આખું જ કાવ્ય અપૂર્વ બની જાય છે. તે આ પ્રકારે, રામાયણ, મહાભારત આદિમાં સંગ્રામ વગેરે વારે વારે વર્ણવાયા હોવા છતાં (બધી જગાએ) નવા નવા પ્રતીત થાય છે.
અને પ્રબંધ (કાવ્ય)માં અંગી રસ એક જ ઉપનિબધ્યમાન થઈને (અર્થાત્ નિરૂપણ પામીને) અર્થવિશેષના લાભને અને સૌંદર્યાતિશયને પોષે છે. જો કહો કે કોની જેમ ? (એમ પૂછો તો ઉત્તર એ છે કે) જેમ કે ‘રામાયણ’માં અથવા જેમ કે ‘મહાભારત’માં. ‘રામાયણ’માં ‘શો ોત્વમાગતઃ અર્થાત્ ‘શોક શ્લોકત્વને પામ્યો’ એમ કહેનારા સ્વયં આદિ કવિએ સૂત્ર રૂપમાં નિર્દિષ્ટ કરી દીધેલ છે અને સીતાના વિયોગ પર્યંત પોતાના પ્રબંધની રચના કરીને તેનો નિર્વાહ પણ કર્યો છે. (મહાભારતનો પ્રધાનરસ શાંત)
શાસ્ત્ર અને કાવ્યના સૌંદર્ય (ની છાયા)થી યુક્ત મહાભારતમાં પણ વૃષ્ણિઓ (યાદવો) અને પાંડવોના વિરસ અવસાનને કારણ વૈમનસ્ય (નિર્વેદ) ઉપજાવે એવી સમાપ્તિની રચના કરતા મહામુનિએ (વ્યાસે) પોતાના કાવ્યના વૈરાગ્ય ઉપજાવવા રૂપી તાત્પર્યને દર્શાવતાં, મોક્ષરૂપ પુરુષાર્થ તથા શાંતરસ મુખ્યરૂપે વિવક્ષાનો વિષય છે એ સૂચિત કર્યું છે. અન્ય વ્યાખ્યાકારોએ આ આંશિકરૂપમાં વિદ્યુત કર્યું છે. (આવી જ વ્યાખ્યા કરી છે). ભારે મોહમાં પડેલા સંસારના ઉદ્ધારની ઇચ્છા કરતા, અત્યંત નિર્મળ જ્ઞાનનો પ્રકાશ દેનારા, લોકનાયે, તેમણે સ્વયં આ કહ્યું છે
Page #280
--------------------------------------------------------------------------
________________
२७८
यथा यथा विपर्येति लोकतन्त्रमसारवत् । तथा तथा विरागोऽत्र जायते नात्र संशयः ।।
इत्यादि बहुशः कथयता । ततश्च शान्तो रसो रसान्तरैः, मोक्षलक्षणः पुरुषार्थः पुरुषार्थान्तरैस्तदुपसर्जनत्वेनानुगम्यमानोऽङ्गित्वेन विवक्षाविषय इति महाभारततात्पर्यं सुव्यत्त्कमेवावभासते ।
अङ्गाङ्गिभावश्च यथा रसानां तथा प्रतिपादितमेव । पारमार्थिकान्तस्तत्त्वानपेक्षया शरीरस्येवाङ्गभूतस्य रसस्य च स्वप्राधान्येन चारुत्वमप्यविरुद्धम् ।
ધ્વન્યાલોડ
ननु महाभारते सर्वपुरुषार्थप्रबोधहेतुत्वं सर्वरसगर्भत्वं च महाभारतस्य तस्मिन्नुद्देशे स्वशब्दनिवेदितत्वेन प्रतीयते ।
अत्रोच्यते-सत्यम्, शान्तस्यैव रसस्यानित्वं महाभारते, मोक्षस्य च सर्वपुरुषार्थेभ्यः प्राधान्यमित्येतन्न स्वशब्दाभिधेयत्वेनानुक्रमण्यां दर्शितम्, दर्शितं तु व्यङ्गयत्वेन'भगवान्वासुदेवश्च कीर्त्यतेऽत्र सनातनः । ' इत्यस्मिन् वाक्ये ।
अनेन ह्ययमर्थो व्ययत्वेन विवक्षितो यदत्र महाभारते पाण्डवादिचरितं यत्कीर्त्यते 'तत्सर्वमवसानविरसमविद्याप्रपञ्चरूपञ्च परमार्थसत्यस्वरूपस्तु भगवान् वासुदेवोऽत्र कीर्त्यते । तस्मात् तस्मिन्नेव परमेश्वरे भगवति भवत भावितचेतसो, मा भूत विभूतिषु निःसारासु रागिणो गुणेषु वा नयविनयपराक्रमादिष्वमीषु केवलेषु केषुचित्सर्वात्मना प्रतिनिविष्टधियः । तथा चाग्रे पश्यत निःसारतां संसारस्येत्यमुमेवार्थं द्योतयन्' स्फुटमेवावभासते व्यञ्जकशक्त्यनुगृहीतश्च शब्दः । एवंविधमेवार्थं गर्भीकृतं सन्दर्शयन्तोऽनन्तरश्लोका लक्ष्यन्ते । स हि सत्यम्' इत्यादयः ।
अयं च निगूढरमणीयोऽर्थो महाभारतावसाने हरिवंशवर्णनेन समाप्तिं विदधता तेनैव कविवेधसा कृष्णद्वैपायनेन सम्यक् स्फुटीकृतः । अनेन चार्थेन संसारातीते तत्त्वान्तरे भक्त्यतिशयं प्रवर्तयता सकल एव सांसारिको व्यवहारः पूर्वपक्षीकृतोऽध्यक्षेण
१. 'तत्सर्वमवसानविरसमविद्याप्रपञ्चरूपञ्च परमार्थसत्यस्वरूपस्तु भगवान् वासुदेवोऽत्र कीर्त्यते' भेटलो पाठ नि०, डी० भां नथी.
२. 'तत्' नि० ।
३. 'द्योतयत्' नि०, दी० ।
४. 'न्यक्षेण' बा० प्रि० ।
•
Page #281
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ઉઘોતઃ ૫
૨૭૯ “જેમ જેમ લોકતંત્ર (વિશ્વપ્રપંચ) અસારની જેમ વિપરીત થતું જાય છે તેમ તેમ તેમાં વૈરાગ્ય આવતો જાય છે એમાં કોઈ શંકા નથી.” એમ બહુવાર કહેતા (લોકનાયે). અને એથી શાંતરસ બીજા રસોથી, મોક્ષરૂપ પુરુષાર્થ બીજા પુરુષાર્થોથી, તેમને ગૌણ કરી દેવાને કારણે, અંગી થઈને (મુખ્ય થઈને) વિવક્ષાનો વિષય છે, એ મહાભારતનું તાત્પર્ય સ્પષ્ટરૂપથી પ્રતીત થાય છે.
(પ્રધાનરસની સાથે અન્ય) રસોનો અંગાંગિભાવ જેવી રીતે થાય છે તે પ્રતિપાદિત કરી દીધેલ છે. પરમાર્થિક અંતસ્તત્ત્વ (આત્મા)ની અપેક્ષા ન કરીને, શરીરની જેમ અંગરૂપ રસનું અને પુરુષાર્થનું પોતાના પ્રાધાન્ય દ્વારા ચારુત્વ વિરુદ્ધ નથી.
(શંકા) પણ મહાભારતમાં જે વિવક્ષાવિષય છે તે બધો (એની) અનુક્રમણી’માં અનુક્રાન્ત કરવામાં આવ્યો છે (અર્થાત્ ક્રમથી લખી દેવામાં આવ્યો છે.) પણ ત્યાં આ (શાંતરસ તથા મોક્ષ પુરુષાર્થનું પ્રાધાન્ય) દેખાતું નથી.
એનાથી વિપરીત “મહાભારતનું બધા પુરુષાર્થોના જ્ઞાનનું હેતુત્વ અને બધા રસોનું ગર્ભત્વ, તે સ્થાનમાં (‘અનુક્રમણી'માં) પોતાના શબ્દથી નિવેદિત હોવાના રૂપમાં પ્રતીત થાય છે. (અર્થાત્ એના પોતાના જ શબ્દોથી વ્યક્ત થાય છે.)
(સમાધાન) અહીં આ કહે છે-ખરું છે કે મહાભારતમાં શાંતરસનું જ અંગિત અને મોક્ષનું સર્વ પુરુષાર્થોથી પ્રાધાન્ય, આ પોતાના શબ્દ દ્વારા અભિધેય રૂપમાં અનુક્રમણી’માં નથી દર્શાવ્યું, પણ વ્યંગ્યરૂપમાં દર્શાવેલ છે
“અહીં (મહાભારતમાં) સનાતન ભગવાન વાસુદેવની કીર્તિ ગાવામાં આવી છે.” એમ આ વાક્યમાં.
આનાથી (આ વાકયથી) આ અર્થ વ્યંગ્યરૂપથી વિવક્ષિત છે કે આ મહાભારતમાં પાંડવ આદિનું જે ચરિત્ર ગવાય છે તે બધું વિરસ અવસાનવાળું અને અવિઘાના પ્રપંચરૂપ છે. પરમાર્થ સત્યસ્વરૂપ ભગવાન વાસુદેવની કીર્તિ અહીં ગાવામાં આવેલી છે. એથી એ પરમેશ્વર ભગવાનમાં જ ભાવિત ચિત્તવાળા બનો, નિસ્સાર વિભૂતિઓમાં રાગી ન બનો અથવા નય, વિનય, પરાક્રમ આદિ કેવળ આ કેટલાક ગુણોમાં બધા પ્રકારે અભિનિવેશ પ્રાપ્ત બુદ્ધિથી યુક્ત ન થાઓ. અને આગળ (ભવિષ્યમાં) “સંસારની અસારતાને જુઓ આ અર્થને ઘોતિત કરતાં વ્યંજક શક્તિથી અનુગૃહીત શબ્દ સ્પષ્ટ જ દેખાય છે. આ પ્રકારના ગર્ભિત અર્થને દર્શાવતા પછી આવતા શ્લોકો દેખાય છે. “હિ સત્યમ્’- કેમ કે તે સત્ય છે” ઇત્યાદિ.
આ નિગૂઢ અને રમણીય અર્થ “મહાભારતને અંતે “હરિવંશ’ના વર્ણનથી સમાપ્તિ કરતા એ જ કવિસર્જકે સારી રીતે સ્પષ્ટ ર્યો છે. આ અર્થથી, સંસારથી પર એવાં બીજાં તત્ત્વોમાં અતિશય ભક્તિ પ્રવર્તાવતા (મહાકવિ વ્યાસે) સમસ્ત
Page #282
--------------------------------------------------------------------------
________________
२८०
વન્યાલોક प्रकाशते । देवतातीर्थतपःप्रभृतीनां च प्रभावातिशयवर्णनं तस्यैव परब्रह्मणः प्राप्त्युपायत्वेन तद्विभूतित्वेनैव देवताविशेषाणामन्येषां च । पाण्डवादिचरितवर्णनस्यापि वैराग्यजननतात्पर्याद् वैराग्यस्य च मोक्षमूलत्वान्मोक्षस्य च भगवत्प्राप्त्युपायत्वेन मुख्यतया गीतादिषु प्रदर्शितत्वात् परब्रह्मप्राप्त्युपायत्वमेव परम्परया।
वासुदेवादिसंज्ञाभिधेयत्वेन चापरिमितशक्त्यास्पदं परं ब्रह्म गीतादिप्रदेशान्तरेषु तदभिधानत्वेन लब्धप्रसिद्धि माथुरप्रादुर्भावानुकृतसकलस्वरूपं विवक्षितं न तु माथुरप्रादुर्भावांश एव, सनातनशब्दविशेषितत्वात् । रामायणादिषु चानया संज्ञया भगवन्मूर्त्यन्तरे व्यवहारदर्शनात् । निर्णीतश्चायमर्थः शब्दतत्त्वविद्भिरेव ।
तदेवमनुक्रमणीनिर्दिष्टेन वाक्येन भगवद्व्यतिरेकिणः सर्वस्यान्यस्यनित्यतां प्रकाशयता मोक्षलक्षण एवैकः परः पुरुषार्थः शास्त्रनये, काव्यनये च तृष्णाक्षयसुखपरिपोषलक्षणः शान्तो रसो महाभारतस्याङ्गित्वेन विवक्षित इति सुप्रतिपादितम् ।
अत्यन्तसारभूतत्वाच्चायमर्थो व्यङ्ग्यत्वेनैव दर्शितो, न तु वाच्यत्वेन । सारभूतो ह्यर्थः स्वशब्दानभिधेयत्वेन प्रकाशितः सुतरामेव शोभामावहति । प्रसिद्धिश्चेयमस्त्येव विदग्धविद्वत्परिषत्सु यदभिमततरं वस्तु व्यङ्ग्यत्वेन प्रकाश्यते न साक्षाच्छब्दवाच्यत्वेनैव । तस्मात्स्थितमेतत्-अङ्गीभूतरसाद्याश्रयेण काव्ये क्रियमाणे नवनवार्थलाभो भवति बन्धच्छाया च महती सम्पद्यत इति । ___ अत एव च रसानुगुणार्थविशेषोपनिबन्धनमलङ्कारान्तरविरहेऽपि छायातिशययोगि लक्ष्ये दृश्यते । यथा
मुनिर्जयति योगीन्द्रो महात्मा कुम्भसम्भवः । येनैकचुलके दृष्टौ दिव्यौ तौ मत्स्यकच्छपौ ॥
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૮૧
ચતુર્થ ઉદ્યોત ૫ સાંસારિક વ્યવહારને જ પૂર્વપક્ષરૂપ (બાધિત વિષય) બનાવી દીધેલ છે એ મુખ્યરૂપે પ્રતીત થાય છે. દેવતા, તીર્થ, તપ વગેરેના અતિશય પ્રભાવનાં વર્ણનો, તે પરબ્રહ્મની પ્રાપ્તિના ઉપાયરૂપ હોવાથી જ અને તેની વિભૂતિરૂપ હોવાથી અન્ય દેવતાવિશેષોનાં વર્ણન (મહાભારતમાં કરવામાં આવેલી છે. પાંડવ આદિના ચરિતના વર્ણનનું પણ તાત્પર્ય વૈરાગ્ય જન્માવવાનું હોવાથી અને વૈરાગ્યનું મૂળ મોક્ષ હોવાથી અને મોક્ષ ભગવાનની પ્રાપ્તિનો ઉપાય હોવાથી, મુખ્યરૂપે ગીતા આદિ ગ્રંથોમાં દર્શાવેલ હોવાને લીધે પરંપરાથી (પાંડવ વગેરેનાં ચરિતનું વર્ણન) પરબ્રહ્મની પ્રાપ્તિનો ઉપાય જ છે.
વાસુદેવ’ આદિ આ સંજ્ઞાઓનો અભિધેયાર્થ (વાચ્યાર્થ), ગીતા વગેરે અન્ય સ્થળોમાં આ નામથી પ્રસિદ્ધ, અપરિમિત શક્તિનું આસ્પદ નિવાસ સ્થાન), મથુરામાં પાદુર્ભત (કૃષ્ણાવતાર દ્વારા) ધારણ કરેલ (રામાદિ) સમસ્ત રૂપયુક્ત, પરબ્રહ્મ જ અભિપ્રેત છે, કેવળ મથુરામાં પ્રાદુર્ભત (વસુદેવના પુત્ર કૃષ્ણ) નહીં, કેમકે (‘મહાભારતના ઉપર્યુક્ત પદ્યાશમાં) “સનાતન” (આ વિશેષણ રૂપ) શબ્દથી વિશેષિત છે અને રામાયણ’ આદિમાં આ (વાસુદેવ) નામથી ભગવાનનાં અન્ય સ્વરૂપો (મૂર્તિઓ)નો પણ વ્યવહાર માલુમ પડે છે. શબ્દતત્ત્વના વિશેષજ્ઞો (વૈયાકરણો) દ્વારા આ અર્થ નિર્ણાંત થઈ ગયો છે.
તો આમ “અનુક્રમણી'માં નિર્દિષ્ટ વાક્યથી ભગવાન સિવાય અન્ય બધી વસ્તુની અનિત્યતા પ્રકાશિત થાય છે, તેથી શાસ્ત્રદષ્ટિથી મોક્ષ નામે એક જ પુરુષાર્થ અને કાવ્યદૃષ્ટિથી તૃષ્ણાના ક્ષયરૂપ સુખને પોષે છે એવાં લક્ષણવાળો એક જ ‘શાંતરસ” “મહાભારતમાં અંગિત્યથી વિવક્ષિત છે એમ પ્રતિપાદિત થયું છે.
અત્યંત સારરૂપ હોવાથી આ અર્થ (મહાભારતમાં ‘શાંતરસ' અને મોક્ષ પુરુષાર્થનું પ્રાધાન્ય) વ્યંગ્યત્વથી દર્શાવ્યો છે, વાચ્યત્વથી નહીં. કેમકે સારભૂત અર્થ પોતાના શબ્દથી અનભિધેય રૂપથી પ્રકાશિત થઈને) અત્યંત શોભાને પ્રાપ્ત કરે છે. (અર્થાતુ પોતાના વાચક શબ્દથી વાચ્યરૂપમાં ઉપસ્થિત ન થઈને વ્યંગ્યરૂપથી પ્રકાશિત થતાં અત્યંત શોભાને પ્રાપ્ત થાય છે.) વિદગ્ધ વિદ્વાનોની મંડળીમાં એ પ્રસિદ્ધ જ પ્રકાશિત કરાય છે, સાક્ષાત્ વાટ્યરૂપથી નહીં. એથી એ સ્થિર થયુંપ્રધાનભૂત રસાદિના આશ્રયથી કાવ્યની રચના કરાતાં નવીન અર્થની પ્રાપ્તિ થાય છે
અને બંધ (રચના)ની છાયા (શોભા) અધિક થાય છે. ' માટે જ, બીજા અલંકારો ન હોય તો પણ, રસને અનુસરતા અર્થવિશેષની ગૂંથણી કાવ્યમાં-લક્ષ્યમાં અતિશય સૌદર્ય ઉપજાવનાર દેખાય છે. જેમ કે
યોગીઓમાં શ્રેષ્ઠ મહાત્મા (જેનો જન્મ કુંભમાંથી થયેલ છે તેવા) અગત્ય મુનિનો જય હો. જેમણે એક ચાંગળામાં (વૃત્ત-વુઝૂ માં) તે દિવ્ય મત્સ્ય અને કચ્છપ (અવતારો)ને જોયા.” વગેરેમાં.
Page #284
--------------------------------------------------------------------------
________________
२८२
વન્યાલોક ___ इत्यादौ । अत्र ह्यद्भुतरसानुगुणमेकचुलके मत्स्यकच्छपदर्शनं छायातिशयं पुष्णाति । तत्र ह्येकचुलके सकलजलनिधिसन्निधानादपि दिव्यमत्स्यकच्छपदर्शनमक्षुण्णत्वादद्भुतरसानुगुणतरम् । क्षुण्णं हि वस्तु लोकप्रसिद्धयाद्भुतमपि नाश्चर्यकारि भवति । न चाक्षुण्णं वस्तूपनिबध्यमानमद्भुतरसस्यैवानुगुणं यावद्रसान्तरस्यापि । तद् यथा
सिज्जइ रोमञ्चिज्जइ वेवइ रच्छातुलग्गपडिलग्गो । सोपासो अज वि सुहअ तीइ जेणासि वोलीणो ॥ (स्विद्यति रोमाञ्चति वेपते रथ्यातुलाग्रप्रतिलग्नः ।।
स पार्योऽद्यापि सुभग येनास्यतिक्रान्तः ॥ इति च्छाया) एतद् गाथार्थाद् भाव्यमानाधा रसप्रतीतिर्भवति, सा त्वां दृष्ट्वा स्विद्यति रोमाञ्चते वेपते इत्येवंविधादर्थात् प्रतीयमानान्मनागपि नो जायते । __ तदेवं ध्वनिप्रभेदसमाश्रयेण यथा काव्यार्थानां नवत्वं जायते तथा प्रतिपादितम् । गुणीभूतव्यङ्ग्यस्यापि त्रिभेदव्यङ्ग्यापेक्षया ये प्रकारास्तत् समाश्रयेणापि काव्यवस्तूनां नवत्वं भवत्येव । तत्त्वतिविस्तारकारीति नोदाहृतम्, सहृदयैः स्वयमुत्प्रेक्षणीयम् ॥५॥
ध्वनेरित्थं गुणीभूतव्यङ्गयस्य च समाश्रयात् ।
न काव्यार्थविरामोऽस्ति यदि स्यात्प्रतिभागुणः ॥६॥ सत्स्वपि पुरातनकविप्रबन्धेषु यदि स्यात्प्रतिभागुणः । तस्मिंस्त्वसति न किञ्चिदेव कवेर्वस्त्वस्ति । बन्धच्छायाप्यर्थद्वयानुरूपशब्दसन्निवेशे'ऽर्थप्रतिभानाभावे कथमुपपद्यते । अनपेक्षितार्थविशेषाक्षररचनैव बन्धच्छायेति नेदं नेदीयः सहृदयानाम् । एवं हि सत्यर्थानपेक्षचतुरमधुरवचनरचनायामपि काव्यव्यपदेशः प्रवर्तेत । शब्दार्थयोः
१. 'सह अतीइ' नि०। २. 'प्रतीयमानात्मना' नि० । ३. 'सन्निवेशोऽर्थ' बा० प्रि०। ४. 'प्रवर्तते' नि०।
Page #285
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ઉઘોતઃ ૫, ૬
૨૮૩ અહીં હથેળીમાં (ચાંગળામાં) મત્સ્ય અને કચ્છપનું ‘અદ્ભુતરસને પોષતું દર્શન સૌદર્યાતિશયને પોષે છે. તેમાં એક ચુલકમાં સમુદ્રની સન્નિધિના કરતાં પણ, દિવ્ય મત્સ્ય અને કચ્છપનું દર્શન નવીન હોવાથી ‘અભુતરસને અધિક અનુકૂળ છે. લોકપ્રસિદ્ધિથી જે વસ્તુ ક્ષુણ હોય (ચવાઈ ગયેલી હોય) તે અદ્ભુત હોય તો પણ આશ્ચર્યકારક નથી બનતી. અક્ષુણ વસ્તુ (નવી વસ્તુ)નું વર્ણન કેવળ અદ્ભુતરસરને જ નહીં અન્ય રસોને પણ અનુકૂળ હોય છે. જેમ કે
હે સુભગ, તે સાંકડી ગલીમાં, અકસ્માત્ તે (મારી સખી, નાયિકા)ના જે પાર્થ (પડખા) ને અડકી તું નીકળી ગયો હતો તે પડખે હજી પસીનો થયા કરે છે, રોમાંચ થયા કરે છે, કંપ રહ્યા કરે છે.”
આ ગાથાના અર્થનું (વાચ્યાર્થનું) ભાવન કરતાં જે રસની પ્રતીતિ થાય છે, તે તમને જોઈને તે (નાયિકા) સ્વદયુક્ત, રોમાંચિત અને કંપિત થાય છે, આ પ્રકારના પ્રતીયમાન અર્થથી બિલકુલ નથી થતી. (ત્વાં વૃદ્ધા વિઘતિ વગેરે અર્થ ચિરપરિચિત છે અને તે વ્યંગ્ય હોવાથી પણ એટલો ચમત્કાર નથી પ્રતીત થતો જેટલો ઉપરના શ્લોકમાં વર્ણિત નવીન કલ્પના યુક્ત અર્થ વ્યંગ્ય હોવાથી પ્રતીત થાય છે.)
આ રીતે ધ્વનિભેદોનો આશ્રય લેવાથી, કાવ્યમાં જે પ્રકારે નવીનતા આવી જાય છે, તેનું પ્રતિપાદન કર્યું. ‘ગુણીભૂતવ્યંગ્યના પણ, ત્રણ ભેટવાળા વ્યંગ્ય (રસાદિ, વસ્તુ તથા અલંકાર) અપેક્ષાએ, જે પ્રકારો છે, તેના આશ્રયથી પણ કાવ્યની વસ્તુઓનું નવત્વ થઈ જ જાય છે. પણ તે બહુ વિસ્તારકારી છે માટે અહીં ઉદાહત કર્યું નથી. સહૃદયોએ પોતે જ કલ્પી લેવું. કારિકા-૨ અને વૃત્તિ
જો (કવિમાં) પ્રતિભાગુણ હોય તો આ પ્રકારે ધ્વનિ અને “ગુણીભૂતવ્યંગ્યના આશ્રયથી કાવ્યના (વર્ણવવા યોગ્ય રમણીય) અર્થોનો (ક્યારેય) વિરામ નથી.”
પુરાણા કવિઓના પ્રબંધો હોવા છતાં પણ, જો પ્રતિભાગુણ હોય તો (કાવ્યર્થનો વિરામ નથી). તે ન હોય તો કવિ માટે કોઈ વસ્તુ નથી. બંને અર્થ (ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્ય)ને અનુરૂપ શબ્દની ગોઠવણી (શબ્દોનો સંનિવેશ) માટેની પ્રતિભાના અભાવે રચના સૌદર્ય ક્યાંથી ઊપજે? અર્થવિશેષની અપેક્ષા વગર અક્ષરોની રચના જ રચનાનું સૌદર્ય છે એ વાત સહૃદયોના (હૃદયની) સમીપ પહોંચી શકતી નથી. (વીય નિકટતર, વધુ નજીક). જો એમ હોય તો અર્થ વગરની (અર્થહીન), ચતુર (સમાસવાળી) અને મધુર (કોમળ અક્ષરોવાળી) રચનામાં કાવ્યવ્યવહાર પ્રવર્તે. (અર્થાત્ એને કાવ્ય કહેવાનો વારો આવે). શબ્દ અને અર્થના સહભાવ (સાહિત્ય) થી કાવ્યત્વ હોવાથી એ પ્રકારના વિષયમાં કાવ્યની વ્યવસ્થા
Page #286
--------------------------------------------------------------------------
________________
૨૮૪
ધ્વન્યાલોક
साहित्येन काव्यत्वे कथं तथाविधे विषये काव्यव्यवस्थेति चेत्, परोपनिबद्धार्थविरचने यथा त’त्काव्यत्वव्यवहारस्तथा तथाविधानां काव्यसन्दर्भाणाम् ||६||
न चार्थानन्त्यं व्यङ्ग्यार्थापेक्षयैव, यावद्वाच्यार्थापेक्षयापीति प्रतिपादयितुमुच्यतेअवस्थादेशकालादिविशेषैरपि जायते ।
आनन्त्यमेव वाच्यस्य शुद्धस्यापि स्वभावतः ||७|
शुद्धस्यानपेक्षितव्यङ्ग्यस्यापि वाच्यस्यानन्त्यमेव जायते स्वभावतः । स्वभाव ह्ययं वाच्यानां चेतनानामचेतनानां च यदवस्थाभेदाद्देशभेदात्कालभेदात्स्वालक्षण्यभेदाच्चानन्तता भवति । तैश्च तथा व्यवस्थितैः सद्भिः प्रसिद्धानेकस्वभावानुसरणरूपया स्वभावोक्त्यापि तावदुपनिबध्यमानैर्निरवधिः काव्यार्थः सम्पद्यते । तथा ह्यवस्थाभेदान्नवत्वं यथा
३
भगवती पार्वती कुमारसम्भवे 'सर्वोपमाद्रव्यसमुच्चयेन' इत्यादिभिरुक्तिभिः प्रथममेव परिसमापितरूपवर्णनापि पुनर्भगवतः शम्भोर्लो चनगोचरमायान्ती ‘वसन्तपुष्पाभरणं वहन्ती' मन्मथोपकरणभूतेन भङ्गयन्तरेणोपवर्णिता । सैव च पुनर्नवोद्वाहसमये प्रसाध्यमाना 'तां प्राङ्मुखीं तत्र निवेश्य तन्वीम्' इत्याद्युक्तिभिर्नवेनैव प्रकारेण निरूपितरूपसौष्ठवा' ।
न च ते तस्य कवेरेकत्रैवासकृत्कृता वर्णनप्रकारा अपुनरुक्तत्वेन वा नवनवार्थनिर्भरत्वेन वा प्रतिभासन्ते ।
दर्शितमेव चैतद्विषमबाणलीलायाम्
ण अ ताण घडइ ओही ण अ ते दीसन्ति कह वि पुनरुत्ता ।
जे विब्भमा पिआणं अत्था वा सुकइवाणीणम् ॥
( न च तेषां घटतेऽवधिर्न च ते दृश्यन्ते कथमपि पुनरुक्ताः । ये विभ्रमाः प्रियाणामर्था वा सुकविवाणीनाम् ॥ इति च्छाया) अयमपरश्चावस्थाभेदप्रकारो यदचेतनानां सर्वेषां चेतनं द्वितीयं रूपमभिमानित्वप्रसिद्धं हिमवद्गङ्गादीनाम् । तच्चोचितचेतनविषयस्वरूपयो जनयोपनिबध्यमानमन्यदेव सम्पद्यते ।
१. 'तत्काव्यत्वस्य व्यवहारः ' नि० 1 २. 'च' ही मां नथी.
३. '(इत्यादि)' सभां वधारे छे. नि०
४. 'निरूपितसौष्ठवा' नि० ।
Page #287
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ઉદ્યોત: ૬,
૨૮૫
કેવી (થશે) ? (એમ કહેતા હો તો તે પર કહે છે) બીજાના (મતમાં) ઉપનિબદ (શબ્દનિરપેક્ષ ઉત્કૃષ્ટ ધ્વનિરૂપ) અર્થથી(યુક્ત રચનામાં જેમ, કેવળ અર્થની વિશિષ્ટતાથી) કાવ્ય વ્યવહાર (તે કરે) છે, એ પ્રકારે, આ જાતના (અર્ધ નિરપેક્ષ શબ્દરચનામાત્ર) કાવ્યસંદર્ભોમાં પણ (કાવ્ય વ્યવહાર) થવા લાગશે. એથી અર્થનિરપેક્ષ અક્ષરરચનામાત્ર, રચના સૌંદર્યનો હેતુ નથી.)
७
કારિકા-૭ અને વૃત્તિ :
અર્થની અનંતતા ફક્ત વ્યંગ્યાર્થને કારણે જ આવે છે એમ નથી, વાચ્યાર્થની અપેક્ષાએ પણ (અર્થની અનંતતા, નૂતનતા) આવે છે. તેનું પ્રતિપાદન કરવાને કહે છે –
“શુદ્ર (વ્યંગ્યનિરપેક્ષ) વાચ્ય અર્થની પણ અવસ્થા, દેશ, કાલ આદિની વિશેષતાથી સ્વભાવતઃ અનંતતા થઈ જ જાય છે.’’
( અવસ્થાભેદથી નવત્વ.) શુદ્ધ (અર્થાત્) વ્યંગ્યની અપેક્ષા ન રાખનારા વાચ્યનું આનન્ત્ય જ સ્વભાવથી ઉત્પન્ન થાય છે. વાચ્ય અર્થોનો એ સ્વભાવ છે કે ચેતન અને અચેતનની અનંતતા, અવસ્થાભેદથી, દેશભેદથી, કાલભેદથી પોતાના સ્વરૂપના લક્ષણભેદથી, થાય છે. આમ ગોઠવાયેલા તેઓ (વાચ્ય પ્રકારો) અનેક પ્રસિદ્ધ સ્વભાવોને અનુસરતી ‘સ્વભાવોક્તિ’ મુજબ જ્યારે રચાય છે ત્યારે તો કાવ્યાર્ય નિરવધિ જ બને છે. તેમાંથી અવસ્થાભેદને લીધે નવીનતા, જેમ કે
‘કુમારસંભવ’માં ‘સર્વોપમાદ્રવ્યસમુયેન (સર્ગ-૧) અર્થાત્ ‘સમસ્ત ઉપમા દ્રવ્યોના સમૂહથી’...ઇત્યાદિ ઉક્તિઓથી પહેલાં ભગવતી પાર્વતીનું રૂપવર્ણન પૂરું થઈ જાય છે, છતાં ફરીથી શંભુની નજરે પડે છે ત્યારે ‘વસન્તપુષ્પામરનું વદન્તી' અર્થાત્ ‘વસંતનાં પુષ્પોનાં આભરણ ધારણ કરતી' (સર્ગ-૩) ઇત્યાદિથી કામદેવના ઉપકરણ રૂપમાં પ્રકારાન્તરથી ફરી (બીજીવાર) વર્ણન કરવામાં આવ્યું છે. અને ફરીથી નવા વિવાહના સમયે પ્રસાધિત થતી તેનું (પાર્વતીનું) ‘“તાં પ્રાક્રુÎ તંત્ર નિવેશ્ય તન્વીક્’ અર્થાત્ ‘તે કૃશાંગીને પૂર્વ તરફ મુખ કરીને બેસાડીને’...ઇત્યાદિ ઉક્તિઓથી નવા જ પ્રકારના રૂપના સૌષ્ઠવનું નિરૂપણ છે.
અને તે કવિના એક જ જગ્યાએ ફરી ફરીને કરેલા તે વર્ણન પ્રકારો પુનરુક્તત્વથી કે નવનવાર્થના અભાવથી ભરેલા દેખાતા નથી.
આ અમે ‘વિષમ બાણલીલા’માં દર્શાવ્યું જ છે. –
‘પ્રિયાઓના જે હાવ-ભાવ અને સુકવિઓની વાણીના જે અર્થો છે એમની નથી કોઈ અવિધ હોતી અને નથી તે પુનરુક્ત લાગતા.’’
વળી આ બીજો અવસ્થાભેદનો પ્રકાર છે કે હિમાલય, ગંગા વગેરે બધા અચેતન (પદાર્થો)નું અભિમાની (દેવતા) રૂપમાં બીજું ચેતનરૂપ (પણ) પ્રસિદ્ધ છે. તે ઉચિત ચેતનાના વિષયના સ્વરૂપની યોજનાથી રચાતાં (કંઈક) જુદું જ થઈ
Page #288
--------------------------------------------------------------------------
________________
२८९
........वन्यास यथा कुमारसम्भव एव पर्वतस्वरूपस्य हिमवतो वर्णन; पुनः सप्तर्षिप्रियोक्तिषु चेतनतत्स्वरूपापेक्षया प्रदर्शितं तदपूर्वमेव प्रतिभाति । प्रसिद्धश्चायं सत्कवीनां मार्गः । इदं च प्रस्थानं कविव्युत्पत्तये विषमबाणलीलायां सप्रपञ्च दर्शितम् ।
चेतनानां च बाल्याद्यवस्थाभिरन्यत्वं सत्कवीनां प्रसिद्धमेव । चेतनानामवस्थाभेदेऽप्यवान्तरावस्थाभेदान्नानात्वम् । यथा. कुमारीणां कुसुमशरभिन्नहृदयानामन्यासां च । तत्रापि विनीतानामविनीतानां च ।
अचेतनानां च भावानामारम्भाद्यवस्थाभेदभिन्नानामेकैकशः स्वरूपमुपनिबध्यमानन्त्यमेवोपयाति । यथा
हंसानां निनदेषु यैः कवलितैरासज्यते कूजतामन्यः कोऽपि कषायकण्ठलुठनादाघर्घरो विभ्रमः । ते सम्प्रत्यकठोरवारणवधूदन्ताङ्कुरस्पर्धिनो
निर्याताः कमलाकरेषु बिसिनीकन्दाग्रिमग्रन्थयः ।। एवमन्यत्रापि दिशानयानुसतव्यम् ।
देशभेदान्नानात्वमचेतनानां तावत्, यथा वायूनां नानादिग्देशचारिणामन्येषामपि सलिलकुसुमादीनां प्रसिद्धमेव । चेतनानामपि मानुषपशुपक्षिप्रभृतीनां ग्रामारण्यसलिलादिसमेधितानां परस्परं महान्विशेषः समुपलक्ष्यत एव । स च विविच्य यथायथमुपनिबध्यमानस्तथैवानन्त्यमायाति । तथा हि-मानुषाणामेव तावद्दिग्देशादिभिन्नानां ये व्यवहारव्यापारादिषु विचित्रा विशेषास्तेषां केनान्तः शक्यते गन्तुम्, विशेषतो योषिताम् । उपनिबध्यते च तत्सर्वमेव सुकविभिर्यथाप्रतिभम् ।। ___ कालभेदाच्च नानात्वम् । यथर्तुभेदाद्दिव्योमसलिलादीनामचेतनानाम् । चेतनानां चौत्सुक्यादयः कालविशेषाश्रयिणः प्रसिद्धा एव । स्वालक्षण्यप्रभेदाच्च सकलजगद्गतानां वस्तूनां विनिबन्धनं प्रसिद्वमेव । तच्च यथावस्थितमपि तावदुपनिबध्यमानमनन्ततामेव काव्यार्थस्यापादयति ।
Page #289
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ઉઘાત: ૭
૨૮૭ જાય છે. જેમકે કુમારસંભવમાંજ (શરૂઆતમાં) પર્વત સ્વરૂપ હિમાલયનું વર્ણન (છે), ફરી સપ્તર્ષિઓની પ્રિય ઉક્તિઓમાં ચેતન સ્વરૂપની દષ્ટિએ દર્શાવ્યું છે, તે અપૂર્વ જ પ્રતીત થાય છે. અને સારા કવિઓનો આ માર્ગ પ્રસિદ્ધ જ છે. અને આ પ્રસ્થાન (માર્ગ) કવિઓની વ્યુત્પત્તિને માટે ‘વિષમબાણલીલા'માં સવિસ્તર દર્શાવ્યો છે.
ચેતનાનું બાલ્ય આદિ અવસ્યા (ભેદ)થી અન્યત્વ સત્કવિઓમાં પ્રસિદ્ધ જ છે. ચેતનોના અવસ્થાભેદમાં પણ અવાન્તર અવસ્થાભેદથી વિવિધતા (નાનાત્વ) છે. જેમકે કામદેવનાં બાણોથી વીંધાયેલી કુમારીઓનું અને બીજી (નાયિકાઓ)નું વર્ણન. તેમાં પણ વિનયશીલ અને અવિનયશીલનું.
આરંભ આદિ અવસ્થાભેદથી ભિન્ન અચેતન ભાવોનું સ્વરૂપ (પણ) અલગ અલગ રચના થાય ત્યારે અનંતતાને પ્રાપ્ત થઈ જાય છે. જેમ કે
જે ખાવાથી કૂજતા હંસોના અવાજમાં તુરાશથી કંઠ સાફ થઈ જવાને લીધે ઘર્ઘર ધ્વનિયુક્ત કોઈ નવો જ વિભ્રમ (નવી જ મીઠાશ) આવે છે, તે હાથણીના નવી ફૂટલી કોમળ દાંતોની કળીની સ્પર્ધા કરતી મૃણાલની નવી ગાંઠો હાલ તળાવમાં બહાર નીકળી રહી છે.”
આમ અન્યત્ર પણ અહીં (બતાવેલી) દિશા પ્રમાણે અનુસરવું. (દશભેદથી નવત્વ)
દેશભેદથી પહેલાં અચેતનોની વિવિધતા (નાનાત્વ), જેમકે જુદી જુદી દિશા અને દેશોમાં સંચરતા વાયુની તેમજ બીજાં જલ તથા પુષ્પ આદિની પણ વિવિધતા પ્રસિદ્ધ જ છે. ચેતનનો પણ મનુષ્ય, પશુ, પક્ષી વગેરેના ગામ, અરણ્ય, જલ આદિના સંબંધથી (એ સ્થળોએ ઉછરેલાંનો) પરસ્પર મહાન વિશેષ દેખાય છે જ. તે વિવેકથી યોગ્ય રીતે રચાતાં આનન્યને પામે છે. તે આ પ્રકારે-દિશા, દેશ ઇત્યાદિથી ભિન્ન મનુષ્યોના જ જે વ્યવહાર અને વ્યાપાર ઇત્યાદિ તેમની જે વિચિત્ર વિશેષતાઓ હોય છે તેનો અંત કોણ જાણી શકે છે ? ખાસ કરીને સ્ત્રીઓની. સુકવિઓ પોતાની પ્રતિભા અનુસાર એ બધાનું વર્ણન કરે છે જ.
(કાલભેદથી વિવિધતા)
કાલભેદથી પણ વિવિધતા (ભેદ) (હોય છે.) જેમ કે ઋતુઓના ભેદથી દિશા, આકાશ, જલ વગેરે અચેતનાનો (ભેદ હોય છે). ચેતનોના તો કાલવિશેષના આશ્રયથી (વસંત વગેરે ઋતુ મુજબ) ઔસ્ક્ય આદિ પ્રસિદ્ધ જ છે. આખા જગતની વસ્તુઓમાં પોતાના સ્વરૂપ (સ્વાલક્ષણ્ય) ભેદથી (કાવ્યમાં) વિશેષ વર્ણન પ્રસિદ્ધ જ છે, તે જેમ છે તેમ રચાતાં કાવ્યના અર્થની (વિષયની) અનન્તતા આણે છે.
Page #290
--------------------------------------------------------------------------
________________
२८८
न्य अत्र केचिदाचक्षीरन् । यथा सामान्यात्मना वस्तूनि वाच्यतां प्रतिपद्यन्ते, न विशेषात्मना । तानि हि स्वयमनुभूतानां सुखादीनां तन्निमित्तानां च स्वरूपमन्यत्रारोपयद्भिः स्वपरानुभूतरूपसामान्यमात्राश्रयेणोपनिबध्यन्ते कविभिः । न हि तैरतीतमनागतं वर्तमानं च परचित्तादिस्वलक्षणं योगिभिरिव प्रत्यक्षीक्रियते । तच्चानुभाव्यानुभवसामान्यं सर्वप्रतिपत्तृसाधारणं परिमितत्वात्पुरातनानामेव गोचरीभूतम् । तस्य विषयत्वानुपपत्तेः । अत एव स प्रकारविशेषो यैरद्यतनैरभिनवत्वेन प्रतीयते तेषां भ्रममात्रमेव, भणितिकृतं वैचित्र्यमात्रमत्रास्तीति । ___ तत्रोच्यते । यत्तूतं सामान्यमात्राश्रयेण काव्यप्रवृत्तिः, तस्य च परिमितत्वेन प्रागेव गोचरीकृतत्वान्नास्ति नवत्वं काव्यवस्तूनामिति । तदयुक्तम् । यतो यदि सामान्यमात्रमाश्रित्य काव्यं प्रवर्तते किंकृतस्तर्हि महाकविनिबध्यमानानां काव्यार्थानामतिशयः । वाल्मीकिव्यतिरिक्तस्यान्यस्य कविव्यपदेश एव वा । सामान्यव्यतिरिक्तस्यान्यस्य काव्यार्थस्याभावात् । सामान्यस्य चादिकविनैव प्रदर्शितत्वात् ।
उक्तिवैचित्र्यानैष दोष इति चेत् ।
किमिदमुक्तिवैचित्र्यम् ? उक्तिर्हि वाच्यविशेषप्रतिपादि' वचनम् । तद्वैचित्र्ये कथं न वाच्यवैचित्र्यम् ? वाच्यवाचकयोरविनाभावेन प्रवृत्तेः । वाच्यानां च काव्ये प्रतिभासमानानां यद्रूपं तत्तु ग्राह्यविशेषाभेदेनैव प्रतीयते । तेनोक्तिवैचित्र्यवादिना वाच्यवैचित्र्यमनिच्छताप्यवश्यमेवाभ्युपगन्तव्यम् । तदयमत्र संक्षेपः
वाल्मीकिव्यतिरिक्तस्य यद्येकस्यापि कस्यचित् । इष्यते प्रतिभार्थेषु तत्तदानन्त्यमक्षयम् ॥
१. 'स्वरूपानुरूपसामान्यमात्राश्रयेण' नि० । २. 'कवि....। एवं वा' नि०। ३. 'वाच्यविशेषप्रतिपादनवचनम्' नि० । ४. 'वैचित्र्येण' नि। ५. 'प्रतिभानन्त्यं' नि०।
.
Page #291
--------------------------------------------------------------------------
________________
२८८
ચતુર્થ ઉઘોતઃ ૭
અહીં (સ્વરૂપભેદ વિષયમાં) કેટલાક કહે
(પૂર્વપક્ષ) જેમકે સામાન્યપણાથી વસ્તુઓ વાચ્યતાને પ્રાપ્ત કરે છે, વિશેષપણાથી નહીં. કેમ કે તે સ્વયં અનુભવ કરેલાં સુખ આદિનાં અને તેનાં નિમિત્તો- . કારણોનાં-સ્વરૂપને અન્યત્ર આરોપિત કરતા કવિઓ દ્વારા પોતાનાથી કે બીજાથી અનુભવાયેલ સામાન્ય માત્રના આશ્રયથી રચાય છે. પણ તેઓ કંઈ યોગીઓની જેમ ભૂત, વર્તમાન અને ભવિષ્યનાં બીજાઓનાં ચિત્ત આદિ લક્ષણો પ્રત્યક્ષ કરી શક્તા નથી. તે જાણનારાને સાધારણ, તે અનુભાવ્ય (સુખાદિ) તથા અનુભાવક (એ સુખનાં સાધન માળા, ચંદન, સ્ત્રી વગેરે) સામાન્ય પરિમિત હોવાથી પ્રાચીન (કવિઓ)ને જ જણાઈ ચૂક્યાં હતાં. નહીંતર તે (જ્ઞાનનો) વિષય જ ન થઈ શક્યો હોત. એથી એ પ્રકાર વિશેષને, જેને આજના લોકો અભિનવ રૂપથી સમજેલ છે તેમનું (તે) અભિમાનમાત્ર જ છે. એમાં વાણીતવૈચિત્ર્ય માત્ર છે. (વસ્તુમાં નવીનતા નથી. ઉક્તિવૈચિત્ર્યને કારણે જ નવીનતાનો ભ્રમ થવા માંડે છે એવો પૂર્વપક્ષનો આશય છે.)
(ઉત્તરપક્ષ) એ (વિષય)માં કહીએ છીએ. જે એ કહેવામાં આવ્યું કે સામાન્યમાત્રના આશ્રયથી કાવ્યપ્રવૃત્તિ થાય છે અને તે પરિમિત હોવાથી પહેલાં જ ગોચરીભૂત થઈ જવાથી (અર્થાત્ તે જ્ઞાન કવિઓને પહેલેથી થઈ ગયું હોવાથી) કાવ્યવસ્તુઓનું નવીનત્વ હોતું જ નથી. તે બરાબર નથી. કેમ કે જો કેવળ સામાન્યનો આશ્રય લઈને કાવ્ય પ્રવૃત્ત થાય છે તો મહાકવિઓ દ્વારા નિબદ્ધ કરાયેલા કાવ્યાયૅની અતિશયતા કોનાથી સંપાદિત કરાયેલી હોય છે? અથવા વાલ્મીકિ સિવાય કોઈ બીજાનું કવિનામ જ કેવી રીતે હોય ! કેમકે (આપના મતમાં) સામાન્યથી ભિન્ન બીજો કોઈ કાવ્યનો વર્ણ વિષય થઈ શક્તો નથી. અને સામાન્યનું આદિ કવિ દ્વારા જ પ્રદર્શન કરી દેવામાં આવ્યું છે.
(પૂર્વપક્ષને પ્રશ્ન કર્યો છે) જો કહો “ઉક્તિ વૈચિત્ર્યથી આ દોષ નથી થતો.” (તો અમારે કહેવાનું કે,)
(ઉત્તરપક્ષ) તો આ ઉક્તિવૈચિત્ર્ય શું વસ્તુ છે ? ઉક્તિ, વાચ્યવિશેષનું પ્રતિપાદન કરનારા વચનને કહે છે. તેના વૈચિત્ર્યમાં વાચ્યવૈચિત્ર્ય કેમ નથી હોતું? કેમકે વાચ્ય અને વાચકની પ્રવૃત્તિ અવિનાભાવ સંબંધથી હોય છે. (એથી વાચક ઉક્તિમાં વૈચિત્ર્ય હોવાથી વાચ્યમાં પણ વૈચિત્ર્ય હોવું જરૂરી છે.)
અને કાવ્યમાં પ્રતિભાસિત થનારાં વાચ્યોનું જે રૂપ તે તો ગ્રાહવિશેષના અભેદની સાથે જ પ્રતીત થાય છે. તેથી ઉક્તિવૈચિત્ર્યવાદી દ્વારા, ન ઈચ્છતો હોવા છતાં પણ, વાચ્યચિત્ર્ય અવશ્ય સ્વીકારવું જોઈએ.. . તો આ અહીં સંક્ષેપ છે
વાલ્મીકિથી અતિરિક્ત જે કોઈ એક (કવિ)ની પ્રતિભા અર્થોમાં માનવામાં આવે તો તે ક્ષય નહીં પામનારું આનન્ય છે.'
Page #292
--------------------------------------------------------------------------
________________
૨૯૦
ધ્વન્યાલોક
किञ्च, उक्तिवैचित्र्यं यत्काव्यनवत्वे' निबन्धनमुच्यते तदस्मत्पक्षानुगुणमेव । यतो यावानयं काव्यार्थानन्त्यभेदहेतुः प्रकारः प्राग्दर्शितः स सर्व एव पुनरुक्तिवैचित्र्याद् द्विगुणतामापद्यते । यश्चायमुपमाश्लेषादिरलङ्कारवर्गः प्रसिद्धः स भणितिवैचित्र्यादुपनिबध्यमानः स्वयमेवानवधिर्धत्ते पुनः शतशाखताम् । भणितिश्च स्वभाषाभेदेन व्यवस्थिता सती प्रतिनियतभाषागोचरार्थवैचित्र्यनिबन्धनं पुनरपरं काव्यार्थानामानन्त्यमापादयति । यथा ममैव
'महमह इत्ति भणन्तउ वज्जदि कालो जणस्स । तोइ ण देउ जणद्दण गोअरी भोदि मणसो ॥
(मम मम इति भणतो व्रजति कालो जनस्य ।
तथापि न देवो जनार्दनो गोचरीभवति मनसः ॥ इति च्छाया) “इत्थं यथा यथा निरूप्यते तथा तथान लक्ष्यतेऽन्तः काव्यार्थानाम् ||७|| - इदन्तूच्यते,
अवस्थादिविभिन्नानां वाच्यानां विनिबन्धनम् ।
यत् प्रदर्शितं प्राक्, भूम्नैव दृश्यते लक्ष्ये,
६न तच्छक्यमपोहितुम्,
तत्तु भाति रसाश्रयात् ॥८॥ तदिदमत्र संक्षेपेणाभिधीयते सत्कवीनामुपदेशायरसभावादिसम्बद्धा यद्यौचित्यानुसारिणी । अन्वीयते वस्तुगतिर्देशकालादिभेदिनी ॥ ९ ॥ तत्का गणना कवीनामन्येषां परिमितशक्तीनाम् ।
वाचस्पतिसहस्त्राणां सहस्रैरपि यत्नतः । निबद्धापि क्षयं नैति प्रकृतिर्जगतामिव ॥ १० ॥
यथा हि जगत्प्रकृतिरतीतकल्पपरम्पराविर्भूतविचित्रवस्तुप्रपञ्चा सती पुनरिदानीं 'परिक्षीणापरपदार्थनिर्माणशक्तिरिति न शक्यतेऽभिधातुम् । तद्वदेवेयं काव्यस्थितिरनन्ताभिः कविमतिभिरुपभुक्तापि नेदानीं परिहीयते प्रत्युत नवनवाभिर्व्युत्पत्तिभिः परिवर्धते ॥१०॥
२. 'अलङ्गारमार्ग : ' नि० ।
१. 'काव्यनवत्वेन' नि० । ३. 'कथाभेदेन' नि० । ४. ' बहुमह इन्ति भणिन्तउ वं ओई कलिजणस्स ते इणदे । ओ जाणइणुओगो अरिमो तिमिणं..... सा इत्थम् ||' निर्णयसागर आवृत्तियां भावो पाठ छे तथा छायानुवाद नथी.
५. नि. मां 'इत्थं' यह नथी.
६. नि. भां 'भूम्नैव दृश्यते लक्ष्ये न तच्छक्यं व्यपोहितुम्' ने अरिङानो उत्तरार्ध गएयो छे भने 'तत्तु भाति रसाश्रयात् ' ने वृत्ति मानी छे.
७. 'परिक्षीणापदार्थनिर्माणशक्तिरिति नि० ।
Page #293
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ઉઘોતઃ ૭, ૮, ૯, ૧૦
૨૯૧ અને વળી, ઉક્તિવૈચિત્ર્ય જે કાવ્યની નવીનતામાં હેતુ કહેવાય છે તે અમારા પક્ષને અનુકૂળ (લાભકારી) છે. કેમકે કાવ્યના આનન્યના હેતુ જેટલા પ્રકારો અમે અગાઉ દર્શાવ્યા છે તેટલા બધાય ઉક્તિવૈચિત્ર્યથી દ્વિગુણતા પ્રાપ્ત કરે છે (અર્થાત્ બમણા થાય છે.) અને જે આ ઉપમા, શ્લેષ વગેરે વાચ્ય અલંકાર વર્ગ પ્રસિદ્ધ છે તે ભણિતિ-વૈચિત્ર્યથી (= વાણવૈચિત્ર્યથી) રચાતાં પોતે જ નિરવધિ થઈને શતશાખતા (સેંકડો શાખાઓ હોવા પણું)ને ધારણ કરી લે છે. અને પોતાની ભાષાઓના ભેદથી વ્યવસ્થિત (વિભિન્ન) ઉક્તિ પણ પ્રતિનિયત ભાષા (વિશેષભાષા) વિષયક અર્થોના વૈચિત્ર્યને કારણે કાવ્યર્થોમાં વળી એક જુદી અનંતતા ઉત્પન્ન કરી દે છે. જેમ કે મારી જ (નીચેની ગાથા) -
મારું મારું એમ બોલતાં માણસનો (તેના જીવનનો) સમય વીતી જાય છે, તો પણ (તેના) મનમાં દેવ જનાર્દન પ્રત્યક્ષ થતા નથી.''
આમ જેમ જેમ નિરૂપણ કરે છે તેમ તેમ કાવ્યર્થોનો અંત દેખાતો નથી. કારિકા-૮ અને વૃત્તિ: પણ આટલું કહે છે
“અવસ્થા ઇત્યાદિથી વિભિન્ન વાચ્યોનું નિબંધન” જે પહેલાં દર્શાવ્યું છે, (કા. ૭માં)
લક્ષ્યમાં (કાવ્યમાં) અધિક્તાથી દેખાય છે.” તેનો પરિત્યાગ થઈ શક્તો નથી.
તે તો રસના આશ્રયથી શોભે છે.” કારિકા-૯ અને વૃત્તિઃ સત્કવિને ઉપદેશને માટે અહીં આટલું કહે છે :
‘જો રસ, ભાવ ઇત્યાદિથી સંબદ્ધ ઔચિત્યનું અનુસરણ કરનારી તથા દેશ, કાલ આદિના ભેદથી યુક્ત, વસ્તુનું અનુમાન કરવામાં આવે...
કારિકા-૧૦ અને વૃત્તિ ઃ તો પરિમિત શક્તિવાળા બીજા (સાધારણ) કવિઓની તો વાત જ શી ? “હજારો વાચસ્પતિઓ દ્વારા, હજારો પ્રયત્નોથી રચાયેલ (તે) જગતની પ્રકૃતિની સમાન, ક્ષયને પ્રાપ્ત થતી નથી.”
જેમ ગયેલી કલ્પ પરંપરામાં વિચિત્ર વસ્તુમય પ્રપંચની રચના કરનારી જગતની પ્રકૃતિ (મૂલ કારણો હોવા છતાં પણ, અન્ય પદાર્થોના નિર્માણમાં ક્ષીણ શક્તિવાળી થઈ ગઈ છે એમ કહી શકાતું નથી એ પ્રકારે આ કાવ્યસ્થિતિ પણ અનંત કવિઓ(ની મતિ) વડે ભોગવાઈ છે, તો પણ હજુ (આ સમયે) શક્તિહીન નથી પણ એ કવિઓના વર્ણનોથી) નવી નવી વ્યુત્પત્તિ (પ્રાપ્ત કરવા)થી વૃદ્ધિ પામે છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
A વન્યાલોક
૨૯૨ इत्थं स्थितेऽपि,
संवादास्तु भवन्त्येव बाहुल्येन सुमेधसाम् । स्थितं ह्येतत् संवादिन्य' एव मेधाविनां बुद्धयः । किन्तु
नैकरूपतया सर्वे ते मन्तव्या विपश्चिता ॥११॥ कथमिति चेत्,
संवादो ह्यन्यसादृश्यं तत्पुनः प्रतिबिम्बवत् ।
आलेख्याकारवत्तुल्यदेहिवच्च शरीरिणाम् ॥१२॥ संवादो हि काव्यार्थस्योच्यते यदन्येन काव्यवस्तुना सादृश्यम् । तत्पुनः शरीरिणां प्रतिबिम्बवदालेख्याकारवत्तुल्यदेहिवच्च त्रिधा व्यवस्थितम् । किञ्चिद्धि काव्यवस्तु वस्त्वन्तरस्य शरीरिणः प्रतिबिम्बकल्पम्, अन्यदालेख्यप्रख्यम्, अन्यत्तुल्येन शरीरिणा सदृशम् ॥१२॥
तत्र पूर्वमनन्यात्म तुच्छात्म तदनन्तरम् ।
तृतीयं तु प्रसिद्धात्म नान्यसाम्यं त्यजेत्कविः ॥१३॥ तत्र पूर्वं प्रतिबिम्बकल्पं काव्यवस्तु परिहर्तव्यं सुमतिना । यतस्तदनन्यात्म तात्त्विकशरीरशून्यम् । तदनन्तरमालेख्यप्रख्यमन्यसाम्यं शरीरान्तरयुक्तमपि तुच्छात्मत्वेन त्यक्तव्यम् । तृतीयन्तु विभिन्नकमनीयशरीरसद्भावे सति ससंवादमपि काव्यवस्तु न त्यक्तव्यं कविना । न हि शरीरी शरीरिणान्येन सदृशोऽप्येक एवेति शक्यते वक्तुम् ॥१३॥ एतदेवोपपादयितुमुच्यते
आत्मनोऽन्यस्य सद्भावे पूर्वस्थित्यनुयाय्यपि । वस्तु भातितरां तन्व्याः शशिच्छायमिवाननम् ॥१४॥
१. 'संवादिन्यो मेधाविनां' नि० । २. नि.मां 'विभिन्न' ५६ नथी.. ३. 'तत्त्वस्यान्यस्य' नि० ।
Page #295
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ઉઘોતઃ ૧૧, ૧૨, ૧૩, ૧૪
કારિકા-૧૧ અને વૃત્તિઃ આમ (દશ, કાલ, અવસ્થા આદિ ભેદથી આનન્ય) હોવા છતાં પણ,
‘બુદ્ધિશાળીઓમાં સંવાદ (સમાન ઉક્તિઓ) તો બહુ (પ્રકારે) હોય જ છે.”
બુદ્ધિશાળી (કવિઓ)ની બુદ્ધિઓ સંવાદવાળી (સમાનતાવાળી) હોય છે એ સિદ્ધ જ છે. પણ, ‘વિદ્વાન પુરુષે એ બધામાં એકરૂપતા ન માનવી.” એમ કેમ? (એમ શંકા હોય તો) કહે છે
કારિકા-૧૨ અને વૃત્તિ
“અન્યની સાથે સાદશ્યને જ સંવાદ કહે છે. અને આ (સાદશ્ય) શરીરધારીઓના પ્રતિબિંબની જેમ, ચિત્રના આકારની જેમ, અને તુલ્ય શરીરી (અર્થાત્ સરખા શરીરવાળા માણસના જેવું)ની જેમ રહે છે.”
અન્ય કાવ્યવસ્તુની સાથે કાવ્યર્થનું સાદશ્ય જ સંવાદ કહેવાય છે. તે (સાદશ્ય) પ્રાણીઓના પ્રતિબિંબની જેમ, આલેખ્ય (ચિત્ર)ના આકારની જેમ, અને તુલ્ય દેહીની જેમ ત્રણ પ્રકારનું હોય છે. કારણ કે કોઈ કાવ્યવસ્તુ, અન્ય શરીર (કાવ્યવસ્તુ)ના પ્રતિબિંબ જેવું હોય છે). બીજું ચિત્રની જેમ અને ત્રીજું તુલ્ય શરીરીના જેવું હોય છે. કારિકા-૧૩ અને વૃત્તિ
તેમાંનું પ્રથમ અનન્ય આત્માવાળું (અર્થાત્ પોતાના અલગ સ્વરૂપથી રહિત) (એથી ત્યાજ્ય છે), તેની પછીનું ચિત્રકારતુલ્ય સારશ્ય) તુચ્છ આત્માવાળું (તેથી ત્યાજ્ય છે) અને તૃતીય (તુલ્યદે હિવતુ) પ્રસિદ્ધ આત્માવાળું છે. (એથી) અન્ય વસ્તુની સાથે (આ ત્રીજા પ્રકારના) સામ્યનો કવિએ ત્યાગ ન કરવો.”
તેમાં પહેલું જે પ્રતિબિંબ જેવું કાવ્યવસ્તુ (કહયું) તે સારા કવિએ ત્યજવું જોઈએ. કેમકે તે અનન્યાત્મ એટલે કે તાત્ત્વિક શરીર વગરનું છે. તેની પછીનું ચિત્રતુલ્ય સામ્યવાળું કહ્યું છે તે અન્ય સામ્ય બીજા શરીરવાળું હોય છે પણ તુચ્છ આત્માવાળું છે તેથી ત્યજવું. (સરખું હોવા છતાં પણ) જુદું (અને) સુંદર શરીરથી યુક્ત ત્રીજા (પ્રકાર)નું કાવ્ય વસ્તુ અન્ય સાથે સંવાદવાળું હોવા છતાં પણ કવિએ નહીં છોડવું જોઈએ. કેમકે એક દેહધારી (મનુષ્ય યા પ્રાણી) બીજા શરીરી (દહધારી) સમાન હોવા છતાં પણ “એક જ છે એવું કહી શકાતું નથી. કારિકા-૧૪ અને વૃત્તિઃ એનું જ ઉપપાદન (સમર્થન) કરવા કહે છે.
પૂર્વસ્થિતિનું અનુસરણ કરનારી વસ્તુ, (અર્થાત્ પ્રાચીન કવિઓએ વર્ણવેલી વસ્તુ)
(પ્રસિદ્ધ વાચ્ય આદિથી વિલક્ષણ વ્યંગ્ય રસાદિરૂ૫) અન્ય આત્મા હોવા છતાં પણ, સુંદર સ્ત્રીના ચંદ્રમાની શોભાવાળા મુખની જેમ અત્યંત શોભે છે.”
Page #296
--------------------------------------------------------------------------
________________
२५४
ધ્વન્યાલોક . तत्त्वस्य सारभूतस्यात्मनः सद्भावेऽप्यन्यस्य पूर्वस्थित्यनुयाय्यपि वस्तु भातितराम् । पुराणरमणीयच्छायानुगृहीतं हि वस्तु शरीरवत्परां शोभां पुष्यति । न तु पुनरुक्तत्वेनावभासते । तन्व्याः शशिच्छायमिवाननम् ॥१४॥
एवं तावत्संवादानां समुदायरूपाणां वाक्यार्थानां विभक्ताः सीमानः । पदार्थरूपाणां च वस्त्वन्तरसदृशानां काव्यवस्तूनां नास्त्येव दोष इति प्रतिपादयितुमिदमुच्यते
अक्षरादिरचनेव योज्यते यंत्र वस्तुरचना पुरातनी । नूतने स्फुरति काव्यवस्तुनि व्यक्तमेव खलु सा न दुष्यति ॥१५॥ न हि वाचस्पतिनाप्यक्षराणि पदानि वा कानिचदपूर्वाणि घटयितुं शक्यन्ते । तानि तु तान्येवोपनिबद्धानि न काव्यादिषु नवतां विरुध्यन्ति । तथैव पदार्थरूपाणि श्लेषादिमयान्यर्थतत्त्वानि ॥१५॥ तस्मात्
यदपि तदपि रम्यं यत्र लोकस्य किञ्चित् स्फुरितमिदमितीयं बुद्धिरभ्युजिहीते। स्फुरणेयं काचिदिति सहृदयानां चमत्कृतिरुत्पद्यते
अनुगतमपि पूर्वच्छायया वस्तु तादृक्
सुकविरुपनिब्धनन्निन्द्यतां नोपयाति ॥१६॥ "तदनुगतमपि पूर्वच्छायया वस्तु तादृक् ताद्दक्षं सुकविविवक्षितव्यङ्ग्यवाच्यार्थसमर्पणसमर्थशब्दरचनारूपया बन्धच्छायोपनिबध्नन्निन्द्यतां नैव याति ॥१६॥
१. वाक्यवेदितानां काव्यार्थानां विभक्ताः सीमानः' नि० । २. 'तु' न. भनथी. ३. नि.EL. भ. तिनथी. ५. प्र. भा छे. ४. 'यदपि तदपि रम्यं काव्यशरीरं यल्लोकस्य किञ्चित्स्फुरितमिदमितीयं बुद्धिरभ्युज्जिहीते स्फुरणेयं
काचिदिति सहृदयानां चमत्कृतिरूत्पद्यते' वायनी २३२di नि.मi auzel 40 वधु, छे.
Page #297
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ઉઘોતઃ ૧૪, ૧૫, ૧૬
૨૯૫ સારભૂત તત્ત્વવાળો આત્મા હોય ત્યાં (અર્થાત્ સાદિરૂપ વ્યંગ્ય હોય ત્યાં) પૂર્વ સ્થિતિને અનુસરનારું હોય તોપણ, વસ્તુ અધિક શોભે છે. જૂના (કાવ્યની) ની રમણીય છાયાથી અનુગ્રહીત વસ્તુ, (તુલ્ય) શરીરની જેમ અત્યંત શોભાને પોષે છે, પુનરુક્તના રૂપમાં ભાસે છે એમ નહીં. તન્વીના (સુંદર સ્ત્રીના) ચંદ્રના સૌદર્યવાળા મુખની પેઠે. (આવું મુખ પુનરુક્ત જેવું નથી લાગતું પણ સારું લાગે છે તેમ કાવ્યમાં પણ સમજવું જોઈએ.).
કારિકા-૧૫ અને વૃત્તિ
આમ સંવાથી યુક્ત સમુદાય રૂ૫ વાક્યર્થોના વિભાગોની મર્યાદા આંકી. હવે પદાર્થ (શબ્દના અર્થ) રૂપ બીજી વસ્તુ સમાન કાવ્ય વસ્તુઓનો દોષ નથી એ પ્રતિપાદિત કરવા માટે કહે છે.
(જ્યાં જે કાવ્યમાં) નવા સ્કુરતા કાવ્ય વસ્તુમાં પુરાણી વસ્તુ રચના (પ્રાચીન કવિઓનું કથાવસ્તુ) અક્ષર વગેરે (પદનો પણ સમાવેશ અભિપ્રેત છે)ની (જૂની) રચનાની જેમ યોજવામાં આવે છે તેમાં દોષ નથી એ સ્પષ્ટ છે.'
(સ્વયં) વાચસ્પતિથી પણ કોઈક અપૂર્વ અક્ષરો કે પદો ગોઠવવાનું શક્ય નથી. તે તો તે જ રૂપમાં ગોઠવાય (વપરાય) તો પણ તે નવીનતાની વિરુદ્ધ જતા નથી. એ રીતે પદાર્થરૂપ શ્લેષાદિમય અર્થતત્ત્વ પણ. (નવીન બનાવી શકાતાં નથી અને અક્ષર આદિની યોજનાની જેમ તેને ઉપનિબદ્ધ કરવાથી નવીનતાનો વિરોધ થતા નથી. નવીનતા આવી જ જાય છે.)
કારિક-૧૬ અને વૃત્તિઃ એથી,
(જે વસ્તુ વિષયમાં) જ્યાં, લોકોને (સદયોને) “આ કોઈ નવો ચમકારો (ફુરણા) છે આ પ્રકારની બુદ્ધિ (અનુભૂતિ) થાય છે (નવી કે જૂની) જે પણ હોય, તે વસ્તુ રમ્ય (કહેવાય) છે.”
આ કોઈ નવો ચમકારો છે એ પ્રકારની ચમત્કૃતિ સદયોને થાય છે.
“પૂર્વ (કવિઓના વર્ણન)ની છાયાવાળું હોય તો પણ તે પ્રકારની વસ્તુનું વર્ણન કરનાર સારો કવિ નિદાને પાત્ર બનતો નથી.”
પહેલાંની (પૂર્વકવિઓના વર્ણનવાળા વિષયોની) છાયાથી અનુગત (અનુસરાયેલી હોય તોય એ પ્રકારની વસ્તુને, જેમાં વ્યંગ્ય વિવક્ષિત હોય એવા વાચ્યાર્થના સમર્પણમાં સમર્થ શબ્દરચનારૂપ સન્નિવેશ સૌષ્ઠવથી ઉપનિબદ્ધ કરનારો (રચના કરવાવાળો) સુકવિ ક્યારેય નિદાને પ્રાપ્ત થતો નથી.
Page #298
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક तदित्थं स्थितम्'- .
प्रतायन्तां वाचो निमितविविधार्थामृतरसा
न सादः कर्तव्यः कविभिरनवद्ये स्वविषये । सन्ति नवाः काव्यार्थाः, परोपनिबद्धार्थविरचने न कश्चित् कवेर्गुण इति भावयित्वा
परस्वादानेच्छाविरतमनसो वस्तु सुकवेः
सरस्वत्येवैषा घटयति यथेष्टं भगवती ॥१७॥ परस्वादानेच्छाविरतमनसः सुकवेः सरस्वत्येषा भगवती यथेष्टं घटयति वस्तु । येषां सुकवीनां प्राक्तनपुण्याभ्यासपरिपाकवशेन प्रवृत्तिस्तेषां परोपरचितार्थपरिग्रहनिःस्पृहाणां स्वव्यापारो न क्वचिदुपयुज्यते । सैव भगवती सरस्वती स्वयमभिमतमर्थमाविर्भा-वयति । एतदेव हि महाकवित्वं महाकवीनामित्योम् ।
इत्यक्लिष्टरसाश्रयोचितगुणालङ्कारशोभाभृतो' यस्माद्वस्तु समीहितं सुकृतिभिः सर्वं समासाद्यते । काव्याख्येऽखिलसौख्यधाम्नि विबुधोद्याने ध्वनिर्दर्शितः सोऽयं कल्पतरूपमानमहिमा भोग्योऽस्तु भव्यात्मनाम् ॥
सत्काव्यतत्त्वनयवर्त्मचिरप्रसुप्तकल्पं मनस्सु परिपक्वधियां यदासीत् । तद्वयाकरोत्सहृदयोदयलाभहेतोरानन्दवर्धन इति प्रथिताभिधानः ॥
इति श्रीराजानकानन्दवर्धनाचार्यविरचिते ध्वन्यालोके
चतुर्थ उद्योतः॥ समाप्तोऽयं ग्रन्थः ॥
१. 'स्थिते' नि०। २. 'वादः' निः। ३. 'नित्याक्लिष्ट' नि० । ४. 'शोभाहतो' नि० ।
Page #299
--------------------------------------------------------------------------
________________
ચતુર્થ ઉદ્યોત : ૧૭
કારિકા-૧૭ અને વૃત્તિ : એટલે એમ નક્કી થયું કે
‘‘વિવિધ અર્થોના અમૃતરસથી ભરેલી વાણી કવિઓ દ્વારા વિસ્તારિત કરવામાં આવે. તેમણે (કવિઓએ) પોતાના અનવદ્ય વિષયમાં વિષાદ ન અનુભવવો જોઈએ.’’
૨૯૭
નવા કાવ્યાર્થો છે જ. બીજા દ્વારા રચાયેલ અર્થની રચનામાં કવિનો કોઈ ગુણ નથી એમ સમજીને
‘“બીજાના અર્થનું ગ્રહણ કરવાની ઇચ્છાથી રહિત સુકવિને માટે આ ભગવતી સરસ્વતી જ થયેષ્ટ વસ્તુ ઘટિત કરે છે (ઉપસ્થિત કરી આપે છે.)’’
બીજાના સ્વ (વિષય)ના ગ્રહણથી વિરત મનવાળા સુકવિને આ ભગવતી સરસ્વતી યથેષ્ટ વસ્તુ ઘટિત કરી દે છે. (અર્થાત્ સરસ્વતી તેને જોઈએ તેટલું વસ્તુ પૂરું પાડે છે.) જે સુકવિઓની પ્રવૃત્તિ પૂર્વજન્મના પુણ્ય અને અભ્યાસના પરિપાકને કારણે હોય છે, તેવા ખીજાએ રચેલા અર્થને લઈ લેવાની સ્પૃહા વગરના કવિને (કાવ્યનિર્માણ માટે) પોતાને વ્યાપાર (પ્રયત્ન) કરવો પડતો નથી. (એને તો) તે ભગવતી સરસ્વતી સ્વયં અભિમત અર્થનો આવિર્ભાવ કરી દે છે. આ જ મહાકવિનું મહાકવિત્વ છે. ઇતિ ઓમ.
‘‘આ પ્રકારે અક્લિષ્ટ (સુંદર), રસના આશ્રયથી ઉચિત ગુણ અને અલંકારની શોભાવાળા જેનાથી ( = કાવ્યરૂપી ઉદ્યાનથી) પુણ્યશાળી (કવિઓ) સર્વ વસ્તુઓ પ્રાપ્ત કરે છે, અખિલ સૌમ્યના ધામ (એવા), કાવ્ય નામના વિદ્વાનોના ઉદ્યાનમાં, કલ્પતરુ સમાન મહિમાવાળો આ ધ્વનિ (અમે અહીં) પ્રદર્શિત કર્યો છે. તે આ ભવ્ય આત્માવાળા (સૌભાગ્યશાળી સહૃદયો)ના ઉપભોગને યોગ્ય બને. (અર્થાત્ તેમને આનંદાયક બને).’’
‘‘સત્કાવ્ય તત્ત્વની નીતિનો માર્ગ જે પરિપક્વ બુદ્ધિવાળાઓનાં મનમાં ચિરકાળથી સુષુપ્ત જેવો હતો તેને ‘આનંદવર્ધન' (એવા) આ પ્રસિદ્ધ નામવાળાએ (મેં પોતે) સહૃદયજનોના ઉદયલાભને માટે (અર્થાત્ તેમની અભિવૃદ્ધિ અને લાભ માટે) સ્પષ્ટ કર્યો છે. (મેં તેની વ્યાખ્યા કરી છે.)’’
એમ શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્ય વિરચિત વન્યાલોક’નો ચતુર્થ ઉદ્યોત સમાપ્ત થયો.
Page #300
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોંધ
પ્રથમ ઉદ્યોત પ્રસિદ્ધ આલંકારિક આનંદવર્ધનાચાર્ય (સમય આશરે ઈ. સ. ૮૫૦ ની આસપાસ)નો ગ્રંથ “ધ્વન્યાલોક' અલંકારશાસ્ત્રનો યુગપ્રવર્તક ગ્રંથ છે. ધ્વનિ સિદ્ધાંતનું વિચારબીજ આનંદવર્ધન પૂર્વે અસ્તિત્વમાં હતું. પણ આ સિદ્ધાન્તને સુવ્યવસ્થિત રીતે પ્રતિષ્ઠિત કરવાનું શ્રેય આનંદવર્ધનને ફાળે જાય છે.
બાહ્યસ્વરૂપની દષ્ટિએ જોઈએ તો ધ્વન્યાલોકમાં કારિકા અને વૃત્તિ છે. કારિકાઓમાં સિદ્ધાન્તોનું નિરૂપણ છે. વૃત્તિમાં કારિકાઓનું વિવરણ છે. લેખકે વૃત્તિમાં પરિકર શ્લોક, સંગ્રહ શ્લોક, સંક્ષેપ શ્લોક તરીકે ઓળખાતા પોતાના સમયમાં પ્રચલિત, અન્ય કવિઓએ લખેલ શ્લોકો આપી વિચારનું સમર્થન યા સંક્ષેપ કરેલ છે. સિદ્ધાન્તની ચર્ચા દરમ્યાન ઉદાહરણો આપવામાં આવ્યાં છે. ઘણાં ખરાં ઉદાહરણ પુરોગામી કવિઓની કૃતિઓમાંથી આવેલાં છે. કારિકા અને વૃત્તિના એકકર્તુત્વ અંગે મતભેદ છે. ગ્રંથના વિભાગનું નામ ‘ઉઘોત’ આપ્યું છે.
ધ્વન્યાલોકમાં ચાર ઉદ્યોત’ છે. મંગલશ્લોક- સ્વેચ્છા ... ઈ. મુખ્યવાક્ય- નg: ૩ ત્રાયાનું ! નખ તમારું રક્ષણ કરો. કોના નખ ? કેવા? છાણ-- પોતાની ઇચ્છાથી સિંહનું (નૃસિંહનું) રૂપ ધારણ કરનારા મધુરિપો- મધુ નામના રાક્ષસને મારનારના (નખ). નખનાં બે વિશેષણો છેપોતાની નિર્મળ કાન્તિથી (=સ્વ-સ્વછીયા) ચંદ્રને આયાસમાં નાખનાર, ખિન્ન કરનાર. (ગાયાયિત-વ); શરણાગતોનાં દુઃખ નાશમાં સમર્થ (પન્ન-કાર્તિષ્ઠિ:).
(i) સર્વ વાર્થ તુ ર્વીત પ્રશિપત્ય ઈ રેવતાકૂ ને અનુસરીને આનંદવર્ધને ગ્રંથની નિર્વિબ પરિસમાપ્તિ માટે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર-નૃસિંહ અવતારના શરણે આવેલ ભક્તજનોનાં દુઃખ દૂર કરનાર નખનું, આ મંગલશ્લોકમાં સ્મરણ કર્યું છે. આ શ્લોક આશીર્વચનરૂપ છે. શાસ્ત્રગ્રંથના આરંભે, મધ્યે, અન્ત મંગલ કરવાનું પતંજલિ મહર્ષિએ મહાભાષ્યમાં જણાવેલું છે, તે સુવિદિત છે. (તાનિ मङ्गलमध्यानि मङ्गलान्तानि च शास्त्राणि प्रथन्ते ।)
(i) વિઘ્નોનો નાશ થાય, વિબો પર વિજય મળે તે માટે વીરરસના સ્થાયિભાવ ઉત્સાહની વિશેષ ઉપયોગિતા છે તેથી આ મંગલ શ્લોકમાં વિષ્ણુ ભગવાનના વીરરસાભિવ્યંજક સ્વરૂપનું સ્મરણ કરવામાં આવ્યું છે.
(ii) વેઃ = તમારું. અભિનવગુમે ‘યુષ્માન્ = વ્યાખ્યાતા અને શ્રોતાઓની રક્ષા કરે’ એમ અર્થ લીધો છે એ યોગ્ય જ છે કેમકે ગ્રંથકારે ગ્રંથ તેમને સંબોધિત કરીને
Page #301
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧)
૨૯૯ બનાવ્યો છે. આચાર્ય વિશ્વેશ્વર અહીં એકશેષ દ્વન્દ્ર માનીને ‘વ’ પદ ગ્રન્થર્તા, વ્યાખ્યાતા અને શ્રોતા વગેરે બધાંનો વાચક થઈ શકે છે એમ જણાવે છે.
(iv) આ શ્લોક પરની અભિનવગુપ્તની ‘લોચન’ ટીકામાં ‘વૃત્તિ:' પદ છે. અન્યત્ર ાિરઃ' એવો કારિકાના લેખક માટે નિર્દેશ છે. કેટલાક વિદ્વાનોએ “ધ્વન્યાલોક'ના કારિકા ભાગના રચયિતા સહૃદય’ છે એમ કલ્પના કરી છે અને આનંદવર્ધન ક્ત વૃત્તિકાર છે એમ માનેલ છે. પણ કારિકાઓ અને વૃત્તિ બન્નેના આરંભે સ્વેચ્છા ... ઈ.” શ્લોક છે તેથી બન્નેના લેખક એકજ છે અને તે આનંદવર્ધન છે એમ પ્રસ્તાવનામાં આપણે જોયું છે. જો બન્ને ભાગના લેખક ભિન્ન હોત તો વૃત્તિના આરંભે જુદો મંગલશ્લોક હોત. “સહૃદય” જેનો ઉલ્લેખ પ્રથમ કારિકામાં છે, તે શબ્દ સંજ્ઞાવાચક નથી પણ કાવ્યમર્મજ્ઞોનો વાચક છે.
(v) ક્રિાથશિપુ ! પુરાણોમાં વર્ણન છે તે મુજબ વિષ્ણુએ નૃસિંહ અવતારમાં ત્રિજગત્કંટક એવા “હિરણ્યકશિપુને માર્યો હતો. આ શ્લોકમાં મધુ, કેટભ પૈકી મધુ રાક્ષસનો ઉલ્લેખ છે, હિરણ્યકશિપુનો નથી. ભગવાન, ભક્તોના માર્ગમાં આવનાર વિનોને કાયમ દૂર કરે છે જ. ભગવાન પોતાની આ ક્રિયામાં ક્યારેય સંમોહમાં પડતા નથી. અને ક્યારેય તેમના અધ્યવસાયમાં કોઈ જાતની ખામી આવતી નથી. આ રીતે ભગવાનનો ઉત્સાહ વ્યક્ત થાય છે, અહીં વીરરસના સ્થાયિભાવ ઉત્સાહની વ્યંજના થઈ છે, ભાસે કર્ણભાર’ના નાન્દી શ્લોકમાં ‘-રુતિ-પતિ-મિત્રહૈત્યવક્ષા.... ઈ. શબ્દોમાં અને જયદેવે પ્રસિદ્ધ દશાવતાર'ની અષ્ટપદીમાં-(ગીત ગોવિંદ' કૃતિમાં) તવ રમતવ નઉમુતચુંમ્, નિદિાશિપુતનુકૃત્... ઈ. શબ્દોમાં નૃસિંહ ભગવાનના નખનું વર્ણન સરસ રીતે કરેલ છે.
(vi) તેમણે નૃસિંહરૂપ પોતાની ઇચ્છાથી લીધું હતું, કર્મની પરતંત્રતાથી નહી, કે બીજા કોઈની ઇચ્છાથી પણ નહીં.
(vii) નિર્મળતા અને વકતાની બાબતમાં ચંદ્ર સમાન હોવા છતાં પણ આ નખ શરણાગતોનાં દુઃખ નિવારણમાં કુશળ છે અહીં ‘વ્યતિરેક અલંકાર છે. નૃસિંહના દસ નખ-સંખ્યા વધુ-બાલચંદ્રાકાર તથા સંતોના અર્તિનાશમાં કુશળ છે તેને લીધે લોકો તેમના તરફ બાલચંદ્ર (આકાશમાંનો) કરતાં અધિક સન્માનથી જોશે, મને (બાલચંદ્રને) જોશે નહીં. આમ સમજતાં બાલચંદ્ર (આકાશમાંનો) જાણે આયાસનો અનુભવ કરે છે, એમાં ‘ઉન્ટેક્ષા અલંકાર છે. આ નખ નથી પણ દસ બાલચંદ્રો છે એમાં ‘અપહતુતિ’નો ધ્વનિ છે.
(vi) લોચનમાં પ્રસ્તુત શ્લોકમાં વસ્તુ, અલંકાર અને રસધ્વનિ કેવી રીતે છે તે સમજાવ્યું છે.
કારિકા-૧ મંદાક્રાન્તાછંદમાં લખાયેલી આ કાવ્યાત્મક કારિકામાં આનંદવર્ધને “કાવ્યનો આત્મા ધ્વનિ છે.’ એ વિધાન કર્યું છે. ધ્વનિવિરોધી ત્રણમત (ક) ધ્વનિનો
Page #302
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક અભાવ માનનારાઓનો મત (ખ) ધ્વનિને ભાક્ત માનનારા-લક્ષણામાં સમાવી શકાય તેમ માનનારાઓનો મત (ગ) ધ્વનિને અવર્ણનીય-અનિર્વચનીય-અનાખ્યય માનનારાઓનો મત- આ ત્રણ મત આ કારિકામાં રજુ થયા છે. સદય ભાવકના મનની તુષ્ટિ થાય એ માટે "ધ્વન્યાલોક' ગ્રંથ લખવામાં આવ્યો છે, તેનો લેખકે ઉલ્લેખ કર્યો છે. આ કારિકામાં લેખકે “અનુબંધ ચતુષ્ટયને સૂચિત કરેલ છે. ‘તત્ સ્વરૂપે ગૂમ થી ગ્રંથના પ્રતિપાઘ વિષયવસ્તુ-ધ્વનિનું સ્વરૂપ-સૂયવાયું છે. ‘સહયમન પ્રતિ’ થી સાયની મન:પ્રીતિરૂપ મુખ્ય પ્રયોજન સૂચવાયું છે. ધ્વનિના
સ્વરૂપનો જિજ્ઞાસુ સદ્ધય, ભાવક, અધિકારી છે. શાસ્ત્રનો વિષયની સાથે પ્રતિપાઘપ્રતિપાદકભાવ તથા શાસ્ત્રનો પ્રયોજનની સાથે સાધ્ય-સાધકભાવ સંબંધ છે.
૧.૧ (i) વૃધે- કાવ્યતત્ત્વને જાણનાર અનેક લોકો. જોકે 'ધ્વન્યાલોક' ગ્રંથ લખાયો તે પહેલાં લિખિત રૂપમાં ધ્વનિ સિદ્ધાન્તનું પ્રતિપાદન થયું ન હતું પણ મૌખિકરૂપથી કાવ્યના આત્મતત્ત્વ વિષયક વિચારના પ્રસંગમાં, શબ્દ વગેરે પ્રસિદ્ધ અવયવોથી જુકા, કાવ્યના જીવન આધાયક તત્ત્વનો લોકો સ્વીકાર કરતા હતા.
ધ્વનિ' નામકરણ માટે આલંકારિકો વ્યાકરણશાસ્ત્રના ઋણી છે. એ શાસ્ત્રમાં શ્રોત્રગ્રાહ્ય શબ્દને માટે 'ધ્વનિપદનો પ્રયોગ થતો હતો. કાનથી ગ્રહણ કરી શકાય તેવા શબ્દ પોતાનાથી પર સ્ફોટરૂપ નિત્ય શબ્દના વ્યંજક હોય છે. એ રીતે કાવ્યને શબ્દ પોતાના વાચ્યાર્થથી પર કોઈ અન્ય અર્થને વ્યક્ત કરે છે. આ વ્યંગ્ય અર્થ જ પ્રધાન અને કાવ્યનો આત્મા હોય છે. આ સાદશ્ય પર કાવ્યના આત્મતત્ત્વનું ધ્વનિ નામ પડ્યું છે. મમ્મટ કાવ્યપ્રકાશમાં “ધે તૈયારઃ પ્રધાનમૂતwોટરૂપ... ઈ. (૧-૪ઉપરની વૃત્તિ) લખેલ છે ત્યાં આનંદવર્ધનની પ્રથમ કારિકા અને વૃત્તિભાગની છાયા છે. | (i) સમાનતપૂર્વ . અહીં મૌખિક પરંપરાનું સૂચન છે. ધ્વન્યાલોક'ની પહેલાં ધ્વનિ સિદ્ધાન્તને પ્રતિષ્ઠિત કરતો કોઈ ગ્રંથ ન હતો. અવિચ્છિન્ન પ્રવાહના ક્રમથી બુધ જનોએ તેના વિશે કહ્યું છે. વિશિષ્ટ પુસ્તકોમાં તેનું સ્થાપન થયું નહોતું.’
(i) સનન... રાજશેખરે જેને ભાવયિત્રી પ્રતિભા કહી છે એવી ભાવક પ્રતિભા ધરાવનારા, કાવ્યતત્ત્વને જાણનારાઓ. અભિનવગુખે આ કારિકા પરની ‘લોચન' ટીકામાં “સહૃદય'ની આ રીતે વ્યાખ્યા આપી છે. “શેષાં વ્યાનશીનअभ्यासवशाद् विशदीभूते मनोमुकुरे वर्णनीय-तन्मयीभवनयोग्यता ते स्वहृदयसंवादभाज: સહૃદય '' અર્થાત્ કાવ્યના અનુશીલનના અભ્યાસને લીધે વિશદ બનેલા મનના દર્પણમાં વર્ણનીય વસ્તુની સાથે તન્મય થઈ જવાની યોગ્યતા હોય તેઓ, પોતાના હૃદયની સાથે સંવાદિતા સાધી શકે તે સહૃદયજન કહેવાય છે. (અંગ્રેજીમાં Connoisseur શબ્દ સહૃદય માટે વપરાય છે.)
(iv) નવુ . ત્ ધાતુ પરોક્ષ ભૂતકા. ૩- પુ.બ.વ. ' કહ્યો છે'...લોચનકાર
Page #303
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧) અભિનવગુપ્ત- “અમે અભાવવાદીઓના વિકલ્પ સાંભળ્યા નથી પણ તેની સંભાવના કરીને દોષ દઈશું, તેથી તે વિકલ્પોનું પરોક્ષત્વ સિદ્ધ થાય છે. ધ્વનિના અભાવવાદનો સિદ્ધાન્ત પણ બહુ પહેલાં, ભૂતકાળમાં હોવાને લીધે પરોક્ષરૂપથી સંભાવિત કર્યો છે.
૧.૨ (i) બાવક્ષીનું ! મખ્યક્ષ આત્મને પદ વિધ્યર્થ ૩-પુ. બ.વ. કહે, ‘પૂર્વપક્ષના વિદ્વાન કદાચ આમ કહે,' અનુવાદમાં કહ્યું છે એમ પ્રવાહિતા જાળવવા લખ્યું છે.
(i) તાવત્ ા તો. તાવત્ શબ્દનો અર્થ છે 'નિશ્ચય જ’ ‘શબ્દ અને અર્થ કાવ્યનાં શરીરાદિ છે એ વિષયમાં કોઈનો પણ વિરોધ નથી.’ એ તાવ થી સમજાય છે. રામસાગર ત્રિપાઠી-તારાવતી ટીકા. પૃ-૨૮)
(ii) શબ્દગત ચારુત્વ હેતુ, એ અનુપ્રાસ, યમક વગેરે શબ્દાલંકારો છે. અર્થગતચારુત્વ હેતુ, એ ઉપમા, ઉલ્ટેક્ષા, અપહતુતિ, વિભાવના વગેરે અર્થાલંકારો છે. | (iv) વ ટનોધ. | શબ્દ અને અર્થનું ચારુત્વે બે રીતે હોઈ શકે છે સ્વરૂપમાત્રનિષ્ઠ અને સંઘનાશ્રિત. શબ્દાલંકારોથી શબ્દનું ચારુત્વ, સૌંદર્ય અને અર્થાલંકારોથી અર્થનું સૌંદર્ય-એ સ્વરૂપમાત્રનિષ્ઠ ચારુત્વ છે. જ્યારે શબ્દગુણોથી અને અર્થગુણોથી અનુક્રમે શબ્દનું અને અર્થનું ચારુત્વ પ્રાપ્ત થાય તે “સંઘનાશ્રિત ચારુત્વ છે. શબ્દ અને અર્થના સંઘના ધર્મ પણ પ્રતીત થાય છે. જે ગુણ અને અલંકારોથી વ્યતિરિક્ત હોય છે શબ્દગુણો અને અર્થગુણો જ્યારે સંઘટનામાં પર્યવસિત થાય છે ત્યારે સંઘનાશ્રિત ચારુત્વ પ્રાપ્ત થાય છે. વર્ણસંઘટના = અક્ષરોની ગોઠવણી.
() ધુર્યાલય:- માધુર્ય વગેરે. અલંકારશાસ્ત્રમાં નીચે મુજબ દસ કાવ્યગુણ વર્ણવવામાં આવ્યા છે. શ્લેષ, પ્રસાદ, સમતા, માધુર્ય, સુકુમારતા, અર્થવ્યક્તિ, ઉદારત્વ, ઓજ, કાન્તિ, સમાધિ. | (i) વૃત્તયઃ- નાટક વગેરેના સંદર્ભે શિકી, સાર્વતી, આરટી, ભારતી એમ ચાર વૃત્તિઓ નાટયની માતાઓ માનવામાં આવી છે. પણ અહીં કાવ્યમાં જોવા મળતી વૃત્તિઓનો નિર્દેશ છે. નાગરિકા, ઉપનાગરિકા અને ગ્રામ્યની વ્યાખ્યા ઉલ્કા વગેરે આલંકારિકોએ આ રીતે સમજાવી છે. જે પરુષ કઠોર-વર્ષોથી આરબ્ધ હોવાને લીધે પરુષ અનુપ્રાસથી યુક્ત હોય છે તે પરુષા કે નાગરિકાવૃત્તિ કહેવાય છે. મસૂણ યા સ્નિગ્ધ વર્ષોના અનુપ્રાસવાળી વૃત્તિ લલિતા કે ઉપનાગરિકા કહેવાય છે. જે ગ્રામ્ય વનિતાની જેમ વૈધ્ધ વિનાની હોય, જેનામાં સુકુમારતા કે પરુષતા હોતી નથી તે વૃત્તિ મધ્યમા યા કોમલા યા ગ્રામ્યા કહેવાય છે.
(vi) રીતઃ- વૈદર્ભી, ગૌડી, પાંચાલી વગેરે રીતિનો અહીં નિર્દેશ છે. (viii) કોડથું ધ્વનિર્નાર- આ પંક્તિ અભાવવાના પ્રથમ વિકલ્પનો નિર્ણય વ્યક્ત કરે છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
૩૦૨
દવન્યાલોક ૧.૩ (i) પ્રસ્થાન- જે પ્રતિષ્ઠિત હોય છે, પરંપરાથી જે માર્ગથી વ્યવહાર કરવામાં આવે છે તે પ્રસ્થાન” કહેવાય છે. લોચન- "તિકને પરમપરા વ્યક્તિ ન માળ તત્રસ્થાનમ્ !”
(ii) પ્રસિદ્ધ પ્રસ્થાન એટલે “ધ્વન્યાલોક' ગ્રંથ લખાયો ત્યારે જે સિદ્ધાંતો જાણીતા હતા તે. આનંદવર્ધનની પૂર્વે કાવ્યનો આત્મા અલંકાર, રીતિ કે રસ છે એમ જણાવનારા આચાર્યો થઈ ગયા. ઈ.સ. પહેલી સદી (આશરે)માં થઈ ગયેલ નાટયશાસ્ત્ર'ના લેખક ભરતમુનિએ કાવ્યનો આત્મા રસ છે એમ કહ્યું. ઈ. સ. છઠી-સાતમી સદી (આશરે)માં થયેલ ભામહે અલંકારને કાવ્યનો આત્મા કહેલ છે. ઉભટ, રુદ્ર, તેમને અનુસરે છે. ઠંડી (આશરે છઠ્ઠી-સાતમી સદી) અલંકારને મહત્ત્વ આપે છે પણ તેમણે શરૂ કરેલ ‘રીતિ’ને કાવ્યનું પ્રધાન તત્ત્વ ગણવાનો વિચાર વામને (ઈ.સ. ૮મી સદી) આગળ ચલાવ્યો અને રીતિ’ કાવ્યનો આત્મા છે તેમ સાબિત કર્યું છે. આ પ્રસિદ્ધ સિદ્ધાંતો હતા. તેનાથી વિરુદ્ધ જતો ધ્વનિનો સિદ્ધાંત વળી કેવો? ,
(i) ધ્વનિનો અભાવ માનનારાઓનો બીજો વિકલ્પ ટૂંકમાં આ પ્રમાણે છે. પરંપરાથી વ્યવહત માર્ગોમાં નથી આવતો, એટલે કાવ્યના આત્મા યા પ્રકારના રૂપમાં તેને સ્વીકારી શકાય તેમ નથી. બીજું સહૃદય-મહાર-શબ્દાર્થમયત્વ' રૂપી કાવ્ય-લક્ષણ (કાવ્યની વ્યાખ્યા) તેમાં સંઘટિત થતું નથી. અગર કેટલાક સહૃદય એકમત થઈને ધ્વનિને હૃદય-આલાકારી માનીને ‘કાવ્ય' નામ આપી પણ દે તો પણ આ, બધા વિદ્વાનોનાં મનને સ્વીકાર્ય થઈ શકશે નહીં.
(iv) તત્સમયાન્ત: પતિઃ | ધ્વનિ સિદ્ધાંતની અંદર આવનારા, તેનો સ્વીકાર કરનારા. તેમના અનુભવને આધારે ધ્વનિનું અસ્તિત્વ સિદ્ધ કરવા માંગો છો તે યોગ્ય નથી. ધ્વનિ તત્ત્વ જ સિદ્ધ થયેલી વસ્તુ નથી. અને એમાં માનનાર સદ્ધય કલ્પિત છે' એ કલ્પિત સહૃદયોના આધારે ધ્વનિનું અસ્તિત્વ સિદ્ધ કરવા જવું એ હાસ્યાસ્પદ છે.”
૧૪ (i) મનીયમ્' કમનીયના કર્મને કામનીયન કહે છે. ચારુતા-સૌંદર્યની બુદ્ધિ ઉત્પન્ન કરવામાં કારણ. | (i) મપૂર્વસમસ્યા માત્ર મને... ઈ. એમાંના કોઈ એકને નવું નામ આપવામાં આવે તો એ કંઈ મહત્ત્વની વાત નથી | (ii) વાવિ ન્હાનામ્ માનત્ય | વાણીના વિકલ્પો અનંત હોવાને કારણે. લોચન- “
વિછીનામ્ માંદયત્વાન્ ! વિચ્છિત્તી-વૈચિવ્યો અસંખ્ય હોવાને લીધે. વા ની ત્રણ વ્યુત્પત્તિ આપવામાં આવે છે. “જૂિ તિ વા'- જેને કહે છે તે વાફ, છે, અર્થાત્ શબ્દ ‘શ્વ તિ વા'- જે કહેવામાં આવે છે અર્થાત્ અર્થ. તે મન- જેનાથી કહેવામાં આવે છે અર્થાત્ અભિધા વ્યાપાર.
Page #305
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોંધ (ઉ. ૧/૧) (iv) પ્રવીવમાત્ર- ખાલી પ્રવાદ - ઉપજાવી કાઢેલી વસ્તુ
બધા અભાવવાદીઓનો આ સાધારણ ઉપસંહાર છે. કેમકે શોભાહેતુ હોવા છતાં ગુણો અને અલંકારોથી વ્યતિરિક્ત નથી, અને કારણ કે વ્યતિરિત હોય પણ શોભાહેતુ નથી અને કેમકે શોભાહેતુ હોવા છતાં પણ આદરને પાત્ર નથી તેથી.-એવો આશય છે.
(૫) મન ત વ મત્ર :- ક્ષિતિ... ઈ. આ શ્લોક અભિનવગુપ્ત મુજબ ગ્રંથકારના સમકાલીન મનોરથ’ નામના કવિનો છે. મનોરથના નામે કોઈ ગ્રંથ મળતો નથી કે તેનો કોઈ નિર્દેશ મળતો નથી. “રાજતરંગિણી'માં કાશ્મીરના રાજા જયાપીડ (૮મી સદી)ના સભાપંડિતોમાં મનોરથ'નો ઉલ્લેખ છે. અને મનોરથના કેટલાક શ્લોક આચાર્ય હેમેન્દ્ર “ઔચિત્ય વિચાર-ચર્ચામાં ઉદ્ધત કર્યા છે. આ ત્રણે સ્થળે ઉલ્લેખાયેલ “મનોરથ' કોઈ એક વ્યક્તિ હશે.
(vi) અભાવવાદના આ ત્રણ વિકલ્પ પરસ્પર અસંબદ્ધ નહીં, પણ શૃંખલાના રૂપમાં રજુ કરવામાં આવ્યા છે.
૧.૫ (i) માકુ: I ટૂ ધાતુ કહેવું બીજો ગણ વર્ત. કા. ૩-પુ બહુવચન. ‘ભાતવાદનું અલંકારશાસ્ત્રના ગ્રંથોમાં અવિચ્છિન્નરૂપથી સ્મરણ કરવામાં આવેલ છે તેથી ‘નાદુર નિત્ય પ્રયુક્ત વર્તમાનકાળનું ક્રિયાપદ લેખકે પ્રયોજ્યું છે.
(i) મામ્ ! “ભક્તિ' નામની વૃત્તિથી-વ્યાપારથી પ્રાપ્ત થતો અર્થ તે ‘ભાક્ત” છે.
લક્ષણા, ગુણવૃત્તિ, અમુખ્યવૃત્તિ શબ્દો ‘ભક્તિના પર્યાય તરીકે પ્રયોજવામાં આવ્યા છે. ભક્તિ શબ્દથી આલંકારિકોની શુદ્ધા અને ગૌણી બન્ને પ્રકારની લક્ષણા, સમજવાની છે. જ્યારે (‘તઘોગ-સંબંધ) સાદશ્ય સંબંધ હોય ત્યારે ગણી અને સાદયેતર સંબંધ હોય ત્યારે શુદ્ધા લક્ષણા કહેવાય છે એમ આલંકારિકો માને છે. મીમાંસકો ‘ગૌણી'ને સ્વતંત્ર, જુદી વૃત્તિ માને છે. ભક્તિમાં લક્ષણા અને ગૌણી બન્નેનો સમાવેશ થાય છે.
લોચનકાર અભિનવગુપ્ત ભક્તિ’ શબ્દની ત્રણ રીતે વ્યુત્પત્તિ આપી છે અને લક્ષણાની ત્રણ શરતો-મુખ્યાર્થબાધ, તદ્યોગ, પ્રયોજન-ને અનુકૂળ અર્થ સમજાવ્યો છે. (ક) મુહયાર્થસ્થ મજા મઃિ (ખ) મmતે સેવ્યને પાર્ગે પ્રસિદ્ધતી उत्प्रेक्ष्यते इति भक्तिः।
(ગ) મઃિ પ્રતિપાદ્ય સામગ્ર-સૈશ્યાવો શ્રદ્ધાંતિશયઃ | ‘લોચનમાં મીમાંસકોની ગણીને માટે પણ ‘ભક્તિની વ્યુત્પત્તિ આપી છે. (ઘ) સમુલાયવૃત્તેિ शब्दस्यार्थभागस्तैक्ष्ण्यादिः भक्तिः ।
ભક્તિ વૃત્તિ-વ્યાપાર-ધી પ્રતીત થનારો લાક્ષણિક કે ગૌણ અર્થ “ભાત’ કહેવાય છે.
Page #306
--------------------------------------------------------------------------
________________
૩ ૦૪
- વન્યાલોક (i) મના પૃષ્ઠ શ્રી નગીનદાસ પારેખ કહે છે તેમ “અહીં અમુખ્યવૃત્તિ તરીકે ધ્વનિમાર્ગને સહેજ સ્પર્શ ક્યનું કહ્યું છે તે એટલા માટે કે ભામહે (૧-૯) કાવ્યના હેતુઓ ગણાવતાં ‘શબ્દ’ અને ‘અભિધાનને અલગ અલગ ગણાવેલા છે અને એની સમજૂતી આપતાં ઉદ્ભટે કહેલું છે કે “અભિધાન’ એટલે અભિધા વ્યાપાર અને તે બે પ્રકારનો હોય છે. મુખ્ય અને ગુણવૃત્તિ.
વામને પણ કહ્યું છે કે સાદશ્યથી થનારી લક્ષણાને વક્રોક્તિ કહે છે. આમ ભામહે “અભિધાન’ શબ્દથી, ઉદ્દ “ગુણવૃત્તિ’ શબ્દથી અને વામને ‘લક્ષણા શબ્દથી ધ્વનિ તત્ત્વનો સહેજ નિર્દેશ કરેલો છે, પણ તેને કોઈએ ખાસ લક્ષમાં લીધો નથી.” (પૃ. ૮)
(iv) શ્રી ડોલરરાય માંકડ મુજબ, “આ મત પ્રમાણે ધ્વનિ છે તો ખરો, પણ તે હંમેશ ગૌણ રહે છે. વાચ્યાર્થ જ કાવ્યમાં મુખ્ય છે.” (પૃ. ૨૧૪)
૧૬ (i) તીનવૃદ્ધય= અપ્રગલ્પબુદ્ધિવાળા, અપક્વબુદ્ધિવાળા, સુકુમાર બુદ્ધિવાળા.
(i) મામ્ ગોવરમ્ ! વાણીથી પર, અગોચર, આ અનિર્વચનીયવાદી યાને અશક્ય વક્તવ્યતાવાદીઓના મતને સ્પષ્ટ કરવા ડો. રામસાગર ત્રિપાઠીએ એક સુંદર બ્લોક ‘તારાવતી’ ટીકામાં ઉધૃત કર્યો છે: (પૃ. ૨૪) -
कवेरभिप्रायमशब्दगोचरं, स्फुरन्तमार्टेषु पदेषु केवलम् ।
वदद्भिरङ्गैः स्फुटरोमविक्रियैर्जनस्य तूष्णीं भवतोऽयमञ्जलिः॥ (ii) વિધાકુ વિમતિપુ સ્થિત, આવો મતભેદ હોવાને કારણે. ધ્વન્યાલોક'ની વૃત્તિમાં ધ્વનિવિરોધી પાંચ મતોનો આનંદવર્ધને ઉલ્લેખ કર્યો છે. (૧) અભાવવાદી પહેલા પ્રકારના (૨) અભાવવાદી-બીજા વિકલ્પ પ્રમાણેના (૩) અભાવવાદી-ત્રીજા વિકલ્પ પ્રમાણે અભાવ માનનારા, (૪) ભાતવાદીઓ (૫) અનિર્વચનીયવાદીઓ હવે પછીથી લક્ષણાવાદીઓના પણ ત્રણ વિલ્પો સમજાવવામાં આવનાર છે. તેથી કુલ સાત મત તેમણે આપ્યા છે. શ્રી નગીનદાસ પારેખ, ધ્વનિનો વિરોધ કરનારા એકંદરે બાર મતો ટ્યક નામના આલંકારિકના ગ્રંથ પરથી પોતાની ટીકામાં જ્યારથે આપ્યા છે એમ કહીને નીચેના બાર મતનો આ પ્રમાણે ઉલ્લેખ કરે છે. (પૃ. ૯)
(ક) ધ્વનિ કે વ્યંજના જેવો સ્વતંત્ર વ્યાપાર માનવાની જરૂર નથી. તેનો સમાવેશ ‘તાત્પર્ય’ શક્તિમાં થઈ જાય છે એમ માનનારા મીમાંસકો.
(ખ) “યત્વઃ શઃ શબ્દાર્થ' એમ સમજાવી અભિધામાં ધ્વનિનો સમાવેશ કરતા મીમાંસકો. (ગ) અને (ઘ) ધ્વનિનો સમાવેશ બીજી લક્ષણામાં અને વિશિષ્ટ લક્ષણામાં (અનુક્રમે) થાય છે એમ કહેનાર લક્ષણાવાદીઓ.
Page #307
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧)
(૬) અને (2) ધ્વનિનો સમાવેશ બે પ્રકારનાં અનુમાનોમાં થઈ જાય છે એમ માનનારા નેયાયિકો (છ) ધ્વનિ એ દ્વિઅર્થી વાક્યનો એક પ્રકાર છે એમ માનનારા (અમુક) સાહિત્યશાસ્ત્રીઓ.
(જ) ધ્વનિનો સમાવેશ અપત્તિમાં થઈ જાય છે એમ માનનારા પંડિતો.
(૪) ધ્વનિનો સમાવેશ સમાસોક્તિ, પર્યાયોન વગેરે અલંકારોમાં થાય છે એમ માનનારા અલંકારિકો.
(ગ) રસરૂપ ધ્વનિ વિભાવ વગેરેનું કાર્ય છે એમ માનનારા લોāટ વગેરે.
(2) રસ ધ્વનિત થતો નથી પણ ભોગીકરણ કે ભોગ નામના વ્યાપારથી અનુભવાય છે એમ માનનારા ભટ્ટ નાયક વગેરે.
(6) ધ્વનિ અનિર્વાચ્ય છે એમ માનનારાઓ.
(iv) તસ્ય હિ ધ્વને સ્વરૂપ... ઈ. આ પંક્તિઓમાં જે વિશેષણો પ્રયોજાયાં છે તે દ્વારા આનંદવર્ધને પૂર્વપક્ષમાં નિરૂપેલા પાંચ પ્રકારના ધ્વનિવિરોધીઓના મંતવ્યનું નિરાકરણ સૂચવે છે તેથી એ વિશેષણો સાભિપ્રાય છે. સકલ અને સત્કવિ શબ્દથી “ચિત્ પ્રતેશે’ વાળા પક્ષનું, ‘અતિરમનીયમ્' થી ભાદ્ધપક્ષનું, ‘ઉપનિષમૂતમ્' થી પૂર્વસમાહયાત્રિમ વાળા પક્ષનું, “યસીમિક વિ7નાવ્યસંવિધાયિનાં દ્ધિમિઃ મનુન્યતિતપૂર્વ થી ગુણાલંકારમાં ધ્વનિ અંતર્ભત થાય છે એમ માનનાર પક્ષનું, ‘મથ ૨.” થી “તત્સમયાન્ત: પતિનઃ
” વાળા પક્ષનું, રામાયણના ઉલ્લેખથી આદિ કવિથી લઈને સર્વેએ તેનો આદર કર્યો છે તેનાથી સ્વકલ્પિતદોષનું, ‘તક્ષયતા' આ પદથી વાવ સ્થિતવિષયે નું નિરાકરણ ધ્વનિત થાય છે, સૂચવાયેલું છે.
(v) માનન્દો મનસ નમતાં પ્રતિષ્ઠામ્ આ શબ્દો બે બાબત સૂચવે છે. (ક) ધ્વનિના વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ, અને રસધ્વનિ એમ ત્રણ ભેદ લેખકે ક્ય છે. પણ તેમાં આનન્દરૂપ રસધ્વનિ જ પ્રધાન છે, એ વાત આ વાક્યથી સૂચિત થાય છે. (ખ) “ધ્વન્યાલોક' ગ્રંથના રચયિતા, ધ્વનિ માર્ગના સ્થાપક આનંદવર્ધનાચાર્યને, આ
ધ્વનિને સ્પષ્ટ રીતે પ્રસ્થાપિત કરવાના કાર્યથી, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. આ ભાવ તેમના નામના આદિભાગ આનન્દ’ શબ્દ દ્વારા અહીં વ્યક્ત થયો છે.
(v) દરેક ગ્રંથની શરૂઆતમાં તેનાં વિષય, પ્રયોજન, અધિકારી અને સંબંધનો નિર્દેશ કરવામાં આવે છે. આ ચારને અનુબંધ કહેવામાં આવે છે. તેની વ્યાખ્યા “પ્રવૃત્તિપ્રયોગાનવિષયત્વમ્ અનુવનધત્વમ્ ' કરવામાં આવી છે. કારિકા-૧માં સંક્ષેપમાં નિશેલા આ અનુબંધો વૃત્તિના છેવટના ભાગમાં વિશદ થાય છે.
કારિકા-૨ અને વૃત્તિ-પ્રતીય માને અર્થ એટલે વ્યંગ્યાર્થ. તેની સમજુતી અને લક્ષણ કારિકા-૪માં આપેલ છે. નિત- સુંદર, ગુણ અને અલંકારથી યુક્ત.
વિત-રસાદિને અનુરૂપ રચનાને કારણે વાWE #ાવ્યર્સ- રમણીય કાવ્યના.
Page #308
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક કારિકા-૪ તથા વૃતિ ૪.૧ : (i) આ કારિકામાં પ્રતીયમાન વસ્તુની સત્તાનું
(અસ્તિત્વનું) પ્રતિપાદન દષ્ટાન્ત દ્વારા કરવામાં આવ્યું છે. આ કારિકાનો આશય એ છે કે જેમ અંગનાઓનાં મુખ, નાક, કાન, પયોધર આદિ અનેક અવયવ હોય છે પણ લાવણ્ય નામનું કોઈ અવયવ નથી હોતું, તો પણ તે બધાં અવયવોથી સ્કુરના પ્રધાન તત્ત્વ છે. તેવી રીતે પ્રતીયમાન અર્થ-વ્યંગ્યાર્થ-કોઈ શબ્દનો સંકતિત અર્થ નથી હોતો પણ બધા શબ્દોના સંકેતથી સ્કુરિત થાય છે.
આ કારિકામાં પુનઃ શબ્દનો પ્રયોગ, વાચ્યાર્થ કરતાં વ્યંગ્યાર્થની વિશેષતા પ્રગટ કરે છે. વ્યંગ્યાર્થ, વાચ્યાર્થથી જુદો પણ છે અને સારભૂત પણ છે. વાળપુ અને મહીલવીનામું શબ્દોમાં બહુવચનનો પ્રયોગ વિષયની વ્યાપકતાને સિદ્ધ કરે છે. પ્રતીયમાન અર્થ મહાકવિઓની વાણીમાં સર્વત્ર રહેલો છે. વિમાતિ શબ્દનો અર્થ છે જે આ પ્રકારનો હોય છે, તેની શોભા હોય છે. સર્વથા અસત્ વસ્તુનું ભાન થતું નથી. સત્તાનું જ, સનું જ ભાન થાય છે, અને ભાનથી સત્તા સિદ્ધ થાય છે. કારિકામાં આવેલ હતું-તત સર્વનામોની વ્યાખ્યા વિન’ શબ્દથી વૃત્તિમાં કરી છે. અવયવ-સંસ્થાનથી અભિવ્યક્ત થનાર, અવયવોથી ભિન્ન એક બીજો જ ધર્મ લાવણ્ય કહેવાય છે.
આમ તો સામાન્યતઃ બધી સ્ત્રીઓમાં મુખ, કાન, નાક વગેરે બધાં અવયવ હોય છે. તેથી કંઈ પ્રેમીઓ તેમના તરફ આકર્ષાય છે તેમ બનતું નથી. કેટલીક સ્ત્રીઓ તરફ અધિક આકર્ષણ હોય છે અને કેટલીક તરફ એટલું નથી હોતું. એક જ સ્ત્રી આયુષ્યના અમુક ભાગમાં, જોનારને વિશેષરૂપથી આકર્ષે છે. ક્યારેક કોઈ સ્ત્રી વિકલાંગ હોય તો પણ, પ્રેમીના આકર્ષણને પાત્ર બને છે, બીજી સ્ત્રી, બધાં અંગો બરાબર હોય તોય ચિત્તાકર્ષક બનતી નથી. આ બધાનું કારણ છે કે જે રમણીઓમાં લાવણ્ય નામની યૌવનજન્ય ચમક હોય છે તે તેના દરેક હાવભાવમાં પ્રગટ થાય છે, તથા અંગોમાં પણ જોઈ શકાય છે. તે જ સ્ત્રીઓ આકર્ષણ કરવામાં સમર્થ બને છે. લાવણ્ય, સમસ્ત અંગોમાં નિવાસ કરનારું, અતિરિત તત્ત્વ હોય છે, જેને આપણે કોઈ અંગમાં સમાવી શક્તા નથી,
એ રીતે સાહિત્યમાં શબ્દોનો એક વાચ્યાર્થ હોય છે. ક્યારેક ક્યારેક કોઈ વાક્ય યા પ્રબંધમાં સુંદરતાનો અનુભવ થાય છે અને બીજા વાક્ય યા પ્રબંધમાં એ પ્રકારનો વાચ્યાર્થ હોવા છતાં આપણને તેવા સૌંદર્યનો અનુભવ થતો નથી. ક્યારેક કોઈ પંક્તિમાં એક સધ્ય વ્યક્તિને રમણીયતાનો બોધ થાય છે પણ બીજી વ્યક્તિને તેવો અનુભવ થતો નથી. આ રીતે સિદ્ધ થાય છે કે સદ્ધયોમાં સુપ્રસિદ્ધ વાચ્યાર્થથી વ્યતિરિક્ત-જુદો-એક પ્રતીયમાન અર્થ પણ અંગનાઓના લાવણ્યની જેમ હોય છે જેને જાણીતા અલંકારોમાં આપણે સમાવી શક્તા નથી અને દેખાતાં અવયવોમાં પણ સમાવી શક્તા નથી.
Page #309
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૪)
(i) ડૉ. રામસાગર ત્રિપાઠીએ (પૃ-૭૭) આચાર્ય કુન્તકના મંતવ્યની સમીક્ષા કરી છે. પ્રતીયમનું પુનરચવ... ઈ. આ કારિકાનું ઉદ્ધરણ આપીને આચાર્ય કુન્તકે લખ્યું છે.” “આ દષ્ટાન્તથી વાચ્ય વાચકરૂપ પ્રસિદ્ધાવયવ વ્યતિરિક્તત્વ દ્વારા પ્રતીયમાન અર્થની સત્તાનું અસ્તિત્વ) સિદ્ધ કરી શકાય છે. લલનાઓનું લાવણ્ય સકલ-લોક-લોચન-સંવેદ્ય હોય છે. પણ પ્રતીયમાન અર્થ સહૃદય-સંવેદ્ય જ હોય છે. એથી બન્નેની તુલના કેવી? કેવળ બંધ-સૌદર્ય જ (ઘાટીલા કાવ્યનું શરીરનું સૌષ્ઠવ) લાવણ્ય સ્થાનીય હોઈ શકે છે કેમકે તે શ્રવણમાત્રથી જ અવ્યુત્પન્ન લોકો ને પણ આનંદ આપે છે. પ્રતીયમાનની તુલના તો નાયિકાઓના તે સૌભાગ્યની સાથે જ કરી શકાય છે જે કેવળ ઉપભોગપરાયણ નાયકોને માટે જ સંવેદ્ય હોય છે.' - આ વિષયમાં એમ કહી શકાય છે કે લલના-લાવણ્યનો આસ્વાદ સર્વજનસંવેદ્ય હોય છે એ એક વિચિત્ર વાત છે. શું લાવણ્ય-જન્ય આહલાદને માટે કોઈ યોગ્યતાની અપેક્ષા નથી હોતી ? આમ તો રસ વ્યંજનાને ધ્વનિસિદ્ધાન્તની પ્રાણભૂત માનીને અને ‘બંધચ્છાયાજન્ય’ આલાદને રસધ્વનિમાં સમાવીને ધ્વનિવાદીઓએ તેનો જાતે જ ઉત્તર આપી દીધો છે.”
(ii) ધ્વન્યાલોક'ની દીધિતિ’ ટીકામાં (પૃ-૧૭) શિંગભૂપ કવિનો એક શ્લોક આપવામાં આવ્યો છે તેમાં ‘લાવણ્યને સમજાવવામાં આવ્યું છે :
मुक्ताफलेषुच्छायायास्तरलत्वमिवान्तरा ।
प्रतिभाति यदङ्गेषु तल्लावण्यमितीरितम् ॥ .. અર્થાતુ-મોતીઓમાં જે છાયાની તરલતાની જેમ કંઈક ઝળકતું માલુમ પડે છે તે લાવણ્ય કહેવાય છે.
૪.૨ પ્રતીયમાન અર્થના ત્રણ પ્રકાર છે (૧) વસ્તુમાત્ર ધ્વનિ (૨) અલંકાર ધ્વનિ (૩) રસાદિ ધ્વનિ. પ્રતીયમાન અર્થના બે ભેદ છે. લૌકિક અને અલૌકિક યાને કાવ્ય વ્યાપારથી સમજાતો. એમાંનો લૌકિક ક્યારેક સ્વશબ્દવાચ્ય બનતો હોય છે, તેને શબ્દમાં મૂકી શકાતો હોય છે. તે વિધિ, નિષેધ વગેરે અનેક પ્રકારનો હોય છે. એને વસ્તુ કહે છે. લૌકિકના બે પ્રકાર છે. (૧) અલંકાર અને (૨) વસ્તુમાત્ર પહેલાં જે ઉપમા, રૂપક વગેરે અલંકારના રૂપમાં પ્રતીત થયો હોય, તે જ જ્યારે વાક્યમાં ગૌણભાવ છોડી મુખ્ય બને છે ત્યારે તે અલંકાર મટી જાય છે અને પ્રતીયમાન યાને ધ્વનિ બની જાય છે. પણ પહેલાં એ અલંકાર હતો તેથી બ્રાહ્મણશ્રમણન્યાયે’ અલંકાર ધ્વનિ કહેવાય છે.
બીજાને વસ્તુમાત્ર ધ્વનિ કહે છે. શ્રી નગીનદાસ પારેખે (પૃ-૧૩) બે ગુજરાતી પદ્યનાં ઉદાહરણ આપી આ બન્નેનો ભેદ સ્પષ્ટ ર્યો છે.
ઊડે છે ભમરાઓ આ ગુંજાગુંજ કરી કરી, જાય છે સરની પાસે, આવે પાછા ફરી ફરી.'
Page #310
--------------------------------------------------------------------------
________________
૩૦૮
વન્યાલોક અહીં ભમરાઓ મધુર ગુંજારવ કરતા કરતા સરોવર તરફ ઊડતા જાય છે. અને પાછા આવે છે, એવો વાચ્યાર્થ છે. પણ એનો વ્યંગ્યાર્થ એ છે કે કમળો ખીલવાનો સમય નજીક આવ્યો છે, એટલે કે શરદ ઋતુનું આગમન થયું છે. આ વ્યંગ્યાર્થ એવો છે કે કવિએ ધાર્યું હોત તો સ્પષ્ટ શબ્દોમાં પણ કહી શકત. અહીં અમુક હકીકતનું જ સૂચન છે અને તે શબ્દમાં મૂકી શકાય એમ છે માટે એ લૌકિક ધ્વનિના, વસ્તુમાત્ર ધ્વનિ (સ્વતીયમાન અર્થ) પ્રકારનું ઉદાહરણ ગણાય.”
“તારી દંતપ્રભારૂપે કેસરો વિલસી રહ્યાં, ભમરો મધુના લોભી, જુલ્લાં રૂપે ઊડી રહ્યા.”
આ શ્લોકના વાચ્યાર્થમાં બે અપહતુતિ અલંકાર છે, દંતપ્રભા નથી. પણ કેસરો છે. જુલ્ફાં નથી પણ ભ્રમરો છે. આ વાચ્યાર્થમાંથી એ વ્યંગ્યાર્થ સમજાય છે કે તું સ્ત્રી નથી, કમલિની છે. આ પણ અપહતુતિ અલંકાર છે. એ પણ ધારીએ તો શબ્દમાં મૂકી શકાય એવો છે. એટલે એ લૌકિક છે, પણ અલંકાર ધ્વનિ છે.”
રસાદિધ્વનિ- રસ, રસાભાસ, ભાવ, ભાવાભાસ, ભાવોદય, ભાવપ્રથમ, ભાવસન્ધિ, ભાવશબલતા-આ બધાને માટે રસારિ શબ્દ પ્રયોજાય છે. આ યાદીના આરંભમાં ૪ શબ્દ છે તેથી તે બધાં ક્ષત્રેિ છે. આ વૃત્તિ પરની અભિનવગુપ્તની લોચન ટીકામાં રસનું સામાન્યરૂપ એક જ સમાસમાં વ્યક્ત કરી દીધું છે. એમાં પ્રયોજાયેલા શબ્દો ‘શબ્દસમર્થમા, હત્યસંવાદ, સુર’, ‘વિમાવાનુમાવસમુરિત', ‘ yવનિવિદત્યવિાસનાનુ', સુમાર, “વાંવિલાનન્દ', 'ચર્વણા વ્યાપાર' આ શબ્દો રસસિદ્ધાન્ત’ની વિશેષ પરિભાષાને અનુકૂળ છે. સદયના હૃદયમાં જન્મજન્માન્તરની વાસના યા સંસ્કારરૂપથી રતિ વગેરે સ્થાયિભાવ રહેલા હોય છે. કાવ્યના શબ્દોથી વિભાવ, અનુભાવને ગ્રહણ કરીને સહૃદય પોતાના હૃદયની સાથે સંવાદિતા કરી લે છે. આ રીતે સહયના રતિ વગેરે અને કાવ્યદ્વારા અર્પિત વિભાવ, અનુભાવ વગેરેથી સહૃદયના સુકુમાર આનંદમય ચિત્તનો ઉબોધ થાય છે. તેને જ ચર્વણા વ્યાપાર કહે છે. આ સ્થિતિમાં પહોંચતાં સહદય, ભાવક જે એક પ્રકારનો વિશેષ આસ્વાદ અનુભવે છે તે રસ કહેવાય છે. ‘રસ’ની સ્થિતિમાં સ્વાબ્દવાચ્યતાનો જરા પણ સંપર્ક થતો નથી. તેથી તેને અલૌકિક કહે છે. આ રસાદિ ધ્વનિ છે. રસાદિ ધ્વનિ, અન્ય બે પ્રકારો-અલંકાર ધ્વનિ અને વસ્તુમાત્ર ધ્વનિ કરતાં ચઢિયાતો માનવામાં આવે છે.
૪.૩ વસ્તુધ્વનિને પ્રથમ સમજાવે છે. તેમાં પ્રતીયમાન અર્થ વાચ્યાર્થથી બહુ જુદો હોય છે. વિધિપરક અર્થ (હકારાત્મક positive) અને નિષેધપરક અર્થ (નકારાત્મક- negative) એક બીજાની વિરુદ્ધ હોય છે. વાચ્યાર્થ વિધિપરક હોય અને પ્રતીય માન-વ્યંગ્યાર્થ-ધ્વનિ નિષેધાત્મક હોય તેનું ઉદાહરણ સર્વપ્રથમ આપવામાં આવ્યું છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૪)
૩૦૯
હાલ કવિના પ્રાકૃત કાવ્યગ્રંથ ‘TIહાસતસ’(સંસ્કૃત છાયા- ચાસપ્તશતી) માંથી આ ગાથા ( ૨/૭૫) લીધી છે. ‘‘કોઈ સ્ત્રીએ પોતાના પ્રેમીને ગોદાવરીના તટે આવેલી કુંજમાં મળવાનો સંકેત કર્યો છે, પણ ત્યાં જાય છે તો તે કુંજમાં કોઈ સાધુને ફરતો જુએ છે. આ સાધુ પોતાના મિલનમાં આડખીલીરૂપ થશે એમ માની તેને ખિવરાવીને કાઢી મૂકવાને માટે તે સ્ત્રી આ ગાથા બોલે છે.
(શ્રી ડોલરરાય માંકડ–પૃ. ૨૧૫)
એમ લાગે છે કે એ રસિક નાયિકાનું, પોતાના પ્રેમી નાયકને મળવાનું રોજનું એ સંકેતસ્થાન હશે અને પેલા ધાર્મિક- મહારાજ-રોજ ત્યાંથી પસાર થતા હશે અને પ્રેમી યુગલને ખલેલ પહોંચાડતા હશે. નાયિકાએ એ પણ જોયું હશે કે બાપજી, કૂતરાથી ગભરાય છે. રોજની ખટખટ દૂર કરવા નાયિકા આ ગાયા બોલે છે એવો સંદર્ભ માનવો (ઉપર શ્રી માંકડ સાહેબે કહ્યો છે તે કરતાં) વધુ યોગ્ય લાગે છે.
અહીં વાચ્યાર્થ વિધિરૂપ છે. ધાર્મિને ‘નિરાંતે કરો' એમ કહ્યું છે, પણ વ્યંગ્યાર્થ, ‘આ બાજુ શો નહિ, હવે તો અહીં સિંહુ આવે છે,’ તે નિષેધરૂપપ્રતિષધરૂપ છે.
શ્રમ ધાર્મિષ્ઠ... ઈ. શ્લોક પછી અભિનવગુપ્તે લોચનમાં વિસ્તૃત ચર્ચા કરી છે અને ધ્વનિ વિરોધી અન્ય મતોની ચર્ચા કરી વ્યંજનાવૃત્તિની સ્થાપના કરી છે. ‘લોચન’નો પણ અનુવાદ આપી સમજાવનારા આધુનિક વિદ્વાનોએ લોચનકારના મુદ્દાઓની સારી એવી છણાવટ કરી છે. ડૉ. રામસાગર ત્રિપાઠીએ ‘તારાવતી’ નામની હિન્દીમાં લખેલી ટીકામાં
(૭) અભિહિતાન્વયવાદ અને તેમાં વ્યંજનાની આવશ્યક્તા.
(ખ) અન્વિતાભિધાનવાદ અને વ્યંજનાવૃત્તિ.
(ગ) અભિધા અને વ્યંજનાનો ભેદ.
(ઘ) લક્ષણા અને વ્યંજનાનો ભેદ.
(હું) ધનિકની તાત્પર્યવૃત્તિ અને વ્યંજના.
(ચ) મહિમભટ્ટનો અનુમિતિવાદ અને વ્યંજના
(છ) વેદાન્તીઓ અને વૈયાકરણોનો અખંડતાવાદ અને વ્યંજના. (ઝ) અન્ય પ્રમાણો અને વ્યંજના.
–આ પ્રમાણેના પેટામુદ્દાઓ રજુ કરીને (પૃ-૭૭થી ૧૧૮ દરમ્યાન) વ્યંજનાવૃત્તિની, તથા એ વ્યાપારથી પ્રાપ્ત થતા પ્રતીયમાન અર્થ-વ્યંગ્યાર્થને પ્રસ્થાપિત કરેલ છે.
૪.૪ ૠસૂત્ર... ઈ. અહીં વાચ્યાર્થ નિષેધરૂપ છે પણ વ્યંગ્યાર્થ વિધિરૂપહકારાત્મક છે. અભિનવગુપ્ત કહે છે અહીં વિધિનો અર્થ ‘પ્રવર્તના’ નહીં પણ
Page #312
--------------------------------------------------------------------------
________________
૩૧૦
" દવન્યાલોક ‘નિષેધરિવર્તન'રૂ૫ લેવો જોઈએ. કોઈક પ્રોષિતભર્તુકા-જેનો પતિ દૂર વસતો હોય તેવી વિરહિણી સ્ત્રીને જોઈને કામી પથિક પુરુષને આ રીતે નિષેધદ્વારા તેના તરફથી નિષેધ-નિવર્તનરૂપ સ્વીકૃતિ યા અનુમતિ આપવામાં આવી છે. અપ્રવૃત્ત-પ્રવર્તનરૂપ નિમંત્રણ નથી. વિધિને નિમંત્રણરૂપ માનવાથી તો પ્રથમ સ્વ-અનુરાગ-પ્રકાશનથી સૌભાગ્ય-અભિમાન ખંડિત થશે.
ડ્રન વૈચા... ઈ. ખંડિતા નાયિકાની આ ઉક્તિમાં નાયકને જવાનું કહ્યું હોવાથી વિધિ છે. પણ વ્યંગ્યાર્થ વિધિરૂપ કે નિષેધરૂપ નથી. એ માત્ર નાયિકાનું ઘવાયેલું દિલ દર્શાવે છે.
પ્રાર્થ તીવે.... ઈ. આ પદ્યના સંદર્ભને અભિનવગુપ્ત ‘લોચન'માં ચારેક રીતે દર્શાવ્યો છે.
| (i) આ શ્લોક, નાયકના ઘેર આવેલી પણ નાયકના ગોત્રખલન વગેરે અપરાધથી નારાજ થઈ પાછી ફરી રહેલી નાયિકાને, નાયક કહે છે. તેનો વ્યંગ્યાર્થ એ છે કે તારા જેવી સુંદરીને છોડીને હું બીજી નાયિકા સાથે કેવી રીતે પ્રેમ કરી શકું? જો તું મને છોડીને જઈશ તો હું દુઃખી થઈ જઈશ અને તારે પસ્તાવું પડશે. તારી આશા પૂરી નહીં થાય અને બીજાઓને પણ તું વિઘ્નરૂપ બનીશ. અહીં પ્રિયતમની ચાટુકારિતા વ્યંગ્ય છે. ‘હતા’ સંબોધન દ્વારા ભવિષ્યમાં પસ્તાવું પડશે એમ કહીને નાયિકાને રોકવામાં આવી છે.
(i) સખીના સમજાવ્યા છતાં તેની વાત નહીં માનીને અભિસરણ કરવા તૈયાર થયેલી નાયિકાને આ શ્લોક સખી કહે છે. આ સંદર્ભ મુજબ સખીની ચાટુકારી વ્યંગ્ય છે.
આ બન્ને સંદર્ભોથી આ પદ્ય “ગુણીભૂતવ્યંગ્ય’નું ઉદાહરણ બની જાય છે, ધ્વનિનું નહીં. તેથી સ્વીકારવામાં આવેલ નથી.
(ii) કોઈ નાયિકા નાયકની પાસે ઝડપથી જઈ રહી છે. તેનો પ્રેમી નાયક પણ તેના ઘર તરફ જઈ રહ્યો છે. આ શ્લોક નાયકની નાયિકા પ્રત્યે ઉક્તિ છે. નાયક તેને મઝાકમાં-નર્મમાં-હતાશે’ કહે છે. મને આવતાં મોડું થયું એટલે હતાશ થઈને તું મારે ત્યાં જવા નીકળી છે. હું તારે ત્યાંજ જતો હતો. હવે કાંતો તું મારે ઘેર ચાલ અથવા આપણે તારે ઘેર જઈએ, એવો વ્યંગ્યાર્થ છે. તે નથી વિધિરૂપ કે નથી નિષેધરૂપ.
(iv) કેટલાક લોકો મુજબ આ તટસ્થ સદ્ધયોનું અભિસારિકાને ઉદ્દેશીને કથન છે. પણ આ સંદર્ભ લેતાં હતાશે સંબોધનનું ઔચિત્ય નથી.
લોચનકારે આપેલ (i) સંદર્ભ યોગ્ય છે.
ઉપર્યુક્ત ચારેય ઉદાહરણોમાં એક જ વિષય- સંબોધ્ય વ્યક્તિ-પ્રત્યે વાચ્ય અને વ્યગ્યનો સ્વરૂપભેદ બતાવવામાં આવ્યો છે. હવે એ દર્શાવાય છે કે વિષયભેદથી પણ
Page #313
--------------------------------------------------------------------------
________________
અભ્યાસનોધ (ઉ. ૧/૪)
૩૧૧ વાચ્ય અને વ્યંગ્યનો ભેદ હોઈ શકે છે. આશય એ છે કે વાચ્યાર્થ તો બધા શ્રોતાઓ પ્રત્યે એક જ રહેશે પણ વ્યંગ્યાર્થ શ્રોતાઓની યોગ્યતા અનુસાર બદલાશે.
૪.૫ વ્યવસ્થાપિતઃ | ક્યાંક વાચ્યથી વિભિન્ન વિષયના રૂપમાં ‘વ્યવસ્થા કરી શકાય છે. સત્ય ન હોય, કેવળ કલ્પના કરી શકાતી હોય તેવા વિભિન્ન અર્થ સ્વતઃ વ્યવસ્થિત હોવાની ક્ષમતા રાખે છે. તેથી સહૃદયો તેને વ્યવસ્થાપિત કરી દેવામાં સમર્થ થાય છે. વચ્ચે વા મતિ ષો... ઈ. અહીં સંદર્ભ એવો કપ્યો છે કે કોઈક નાયિકાનો, કોઈ પરપુરુષ સાથે સંભોગ ને લીધે, અધરોષ્ઠ ખંડિત થયો છે. તેનો પતિ આવી ગયો. નાયિકાની ચતુર સખી આ શ્લોક બોલે છે. તેનો વાચ્યાર્થ નાયિકા માટે છે. “તને ના કહીએ પણ સાંભળતી જ નથી, મારું માનતી નથી. ના કહ્યા છતાં ભ્રમરવાળું કમળ સુંધ્યું. તેણે તારા હોઠે ડંખ દીધો. લે, ભોગવ.” આ શ્લોક સખી, તેની બહેનપણી-નાયિકા, પતિ, નાયિકાનો પ્રેમી પરપુરુષ-ઉપપતિ- શોક્યસપત્ની, વગેરે સાંભળે તેમ બોલે છે. લોચનકારને અનુસરીને શ્રી નગીનદાસ પારેખ આ શ્લોકનો વ્યંગ્યાર્થ જુદી જુદી વ્યક્તિ માટે જુદો જુદો થાય છે તે (પૃ ૧૬) આ પ્રમાણે દર્શાવે છે. (i) પતિને માટે-“એનો અધર ખંડિત થયો છે તે કોઈ પરપુરુષે નથી કર્યો. એ તો ભ્રમરે ડંખ દીધો છે. એટલે ક્રોધ ન કરીશ.”
(i) પડોશીઓ માટે-“આ તો ભ્રમરે ડંખ દીધો છે, બીજું કશું નથી, ખોટો વહેમ ન લાવશો.’ | (ii) સપત્નીઓ માટે-“ભમરના ડંખથી પણ વહેમાઈને પતિ એને ઠપકો આપે,
એ તો પતિનો એના ઉપર કેટલો પ્રેમ છે, તે બતાવે છે. સાચી વાત જાણશે એટલે ક્રોધ શમી જશે. તમારે રાજી થવા જેવું શું નથી.
(iv) નાયિકા માટે-પતિએ તને ઠપકો આપ્યો એટલે સપત્નીઓમાં તું હલકી પડી એવું તારે માનવાનું નથી. એ તો તારું બહુમાન છે. તારા ઉપર પ્રેમ હોય તો જ આવી ઈર્ષ્યા થાય. હવે મેં બધું સંભાળી લીધું છે એટલે એનો ક્રોધ ઊતરી જશે.
(v) ઉપપતિ માટે તારી સાથે છૂપો પ્રેમ રાખનારીને આજે તો મેં બચાવી લીધી છે, પણ હવે પછી કદી (દંતક્ષત, નખક્ષત જેવી) નિશાની રહે એ રીતે કંઈ ન કરવું.” (i) આસપાસના ચતુરજનો માટે- હું કેવી ચતુર છું. મેં કેવું બધું છાવરી લીધું.’ આમ અહીં વાચ્ય અને વ્યંગ્યના વિષય જુદાજુદા છે.
દ્વિતીચોડપિ ઉમેરો - અલંકારધ્વનિ. તે પણ વાચ્યથી ભિન્ન છે, એવું દ્વિતીય ઉધોતમાં વીગતે સમજાવવામાં આવશે.
અન્ય જૈવં પ્રશા...વ્યંગ્ય અને વાચ્યમાં વિષયભેદ અને સ્વરૂપભેદ આ બે જ ભેદોનો નિર્દેશ ધ્વન્યાલોક'માં કર્યો છે. મમ્મટ વગેરે આચાર્યોએ બીજા કેટલાય ભેદો બતાવ્યા છે. વિશ્વના સાહિત્યદર્પણ (૫૨)માં એ બધાનો સંગ્રહ એક કારિકામાં કર્યો છે.
Page #314
--------------------------------------------------------------------------
________________
૩૧૨
વિન્યાલોક વઘુ-સ્વરૂપ-સંહયા-નિમિત્ત-વાર્ય-પ્રતીતિવાત્માનામું
आश्रय-विषयादीनां भेदाद् भिन्नोऽभिधीयते व्यङ्ग्यः ॥ કારિકા-૫ તથા વૃત્તિ (i) ચોથી કારિકામાં ધ્વનિનું સ્વરૂપ સમજાવીને આનંદવર્ધન ઇતિહાસની દષ્ટિએ પણ એ સિદ્ધ કરે છે કે ધ્વનિ જ કાવ્યનો આત્મા છે. આ કારિકામાં કોચવધની જે ઘટનાનો ઉલ્લેખ થયેલ છે તે “વાલ્મીકિ રામાયણ'માંથી આ પ્રમાણે જાણવા મળે છે. એક વખત મહર્ષિ વાલ્મીકિ સમિધ, કુરા વગેરે લેવા માટે પોતાના આશ્રમથી નીકળી વનમાં જતા હતા. ત્યારે તેમણે વ્યાધ દ્વારા બાણથી વીંધાયેલ એક કૌચ પક્ષીને જોયું. તેના વિયોગથી વ્યથિત થયેલી કૌચી દુઃખી થઈને ચીસો પાડી રડતી હતી. તે વખતે ઋષિના મુખમાંથી છંદોમયી વાણી-શ્લોકબદ્ધવાણી-નીકળી એ શ્લોક “ નિષા...ઈ. પ્રસિદ્ધ છે. તેના સંદર્ભે જ શોઃ શોત્વનું ગાતઃ' કહ્યું છે. મહાકવિ કાલિદાસે રઘુવંશ સર્ગ ૧૪/૭૦ શ્લોકમાં “શોત્વમાદ્યત થય શોવર | કહ્યું છે. તેનો પ્રભાવ આનંદવર્ધનની આ કારિકામાં ઝીલાયો છે.
(i) યાત્મ cવ અર્થઃ | તે પ્રતીયમાન અર્થ, વ્યંગ્યાર્થ, એ જ કાવ્યનો આત્મા છે. ધ્વનિના ત્રણ પ્રકારો વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ અને રસાદિધ્વનિ પૈકી અભિનવગુપ્ત રસાદિ ધ્વનિને જ કાવ્યનો આત્મા ગણે છે. રસ, ભાવ, રસાભાસ વગેરે રસાદિ ગણાય છે. વસ્તુ અને અલંકાર ધ્વનિ આખરે તો રસમાં પરિણમે છે. આનંદવર્ધન વસ્તુ અને અલંકાર ધ્વનિને પણ કાવ્યાત્મા તરીકે સ્વીકારે છે. અલબત્ત રસાદિધ્વનિનું ઉત્કૃષ્ટ સ્થાન છે એ બાબતમાં મતભેદ નથી.
| (ii) નિષા. ઈ. મા મમઃ | પાણિનીય વ્યાકરણ મુજબ અદ્યતન ભૂ.ક.૨ પુ.એ.વ.ની પૂર્વે મા કે મા # આવે તો ‘ક’ નો લોપ થાય છે. આ શ્લોકમાં ‘ગામ:' માં ‘ઝ' રહ્યો છે તે છાન્દસ રૂ૫ છે. અભિનવગુપ્ત મુજબ આ રીતનો છાન્દસ પ્રયોગ શ્લોકને વેદમન્ટની કોટિમાં રાખે છે. વૈદિક સંસ્કૃતમાં આવા પ્રયોગો માન્ય છે.
(iv) ચના વધથી કચ-કચી વચ્ચે વિયોગ થયો. ચીનો શોક, વિપ્રલંભ શૃંગારનો સ્થાયિભાવ નથી કેમકે મૃત્યુને લીધે બન્ને વિયુક્ત થયાં છે, વિયોગ કાયમી છે. તેથી કરુણરસનો સ્થાયિભાવ છે. કૌચીનો શોક લૌકિક છે. વાલ્મીકિને થયેલ શોક અલૌકિક છે. કૌચીરૂપ આલંબનમાં ઉત્પન્ન શોક, આ આદિ અનુભાવોની ચર્વણાથી અલૌકિક સ્થિતિમાં હૃદય-સંવાદ અને તન્મયીભાવના મળી આવે છે. ‘આ રીતે ઋષિએ તે અલૌકિક શોકનું, ચિત્તની દ્રુતિ દ્વારા, આસ્વાદન કર્યું. આ આસ્વાદન તે શોકનું પરિવર્તિતરૂ૫ “કરુણરસ જ છે. જ્યારે ઋષિએ કરુણરસનો અનુભવ કર્યો ત્યારે તેમના મુખથી, છંદોમયી વાણી, અનાયાસ નીકળી પડી.” વાલ્મીકિના અન્તઃક્ષોભને લીધે જ નવો શ્લોક મા નિષાદ્ર. ઈ. “એકાએક સ્વયંભૂ રચાઈ ગયો.”
Page #315
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૫,૬)
(v) निहतसहचरीविरहकातरक्रौञ्चाक्रन्दजनितः ।
નિષાદના બાણથી ક્રૌંચ મૃત્યુ પામ્યો અને વિરહમાં ઢોંચીએ આન્દ્વ કર્યું એમ મૂ અને ામમોહિતમ્’ માં પુલિંગ હોવાથી તથા તેની પછીના વાલ્મીકિ રામાયણમાં આવતા શ્લોક્ના સંદર્ભથી, રામાયણ કથા મુજબ વૃત્તાંત છે.
૩૧૩
પણ ‘ધ્વન્યાલોક’માં અને લોચન ટીકામાં સહચરી-ઢીંચી-નું મૃત્યુ થયું અને ઊંચે વિલાપ કર્યો તેમ જણાવેલ છે. વિદ્વાનોએ આ સ્થળે પાઠાન્તર માનીને તથા જુદી જુદી રીતે અર્થઘટન કરીને આ શબ્દોને સમજાવ્યા છે તથા રામાયણના વૃત્તાન્તની સાથે સંગતિ જાળવવા પ્રયાસ કર્યો છે.
રાજશેખરે ‘કાવ્યમીમાંસા’માં ‘નિષાનિત-સવરી ઝૌૠયુવાનમ્' લખ્યું છે. ‘ધ્વન્યાલોક’ ધ્વનિપ્રધાન ગ્રંથ છે. તેમાં ઢોંચ-મિથુનથી સીતા અને રામની જોડી, ‘નિષાદ’ પદથી રાવણ અને ‘વધ’થી સીતાનો અતિશય પીડનરૂપી વધ અભિવ્યક્ત થાય છે. તેથી આનંદવર્ધને સહચરી પદથી સીતારૂપ અર્થને અભિવ્યક્ત કરવાને માટે ‘નિતસહવર' ને સ્થાને નિતસવી’ પાઠ રાખ્યો છે’ એમ સમજાવવામાં આવ્યું છે, તે ઠીક લાગે છે.
કારિકા-૨ અને વૃત્તિ : (i) પ્રસ્તુત કારિકામાં એ બતાવવામાં આવ્યું છે કે પ્રતીયમાન અર્થની કાવ્યાત્મકતા સ્વસંવેદન સિદ્ધ પણ છે. મહાકવિઓની વાણી તે રસધ્વનિ, ભાવધ્વનિ ઇત્યાદિ રૂપ પ્રતીયમાન અર્થને પ્રવાહિત કરે છે. વ્યવહારમાં સામાન્યતઃ વાચ્યાર્થથી કામ ચાલે છે. મહાકવિઓની વાણીમાં વ્યંગ્યાર્થનું સૌંદર્ય હોય છે. કારિકામાં વાણીને માટે સરસ્વતી શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. ડૉ. રામસાગર ત્રિપાઠીના કહેવા પ્રમાણે, “કવિઓની વાણી દેવીની જેમ પૂજનીય હોય છે.’’ (પૃ. ૧૫૫)
(ii) કારિકામાં વપરાયેલ શબ્દ ‘અર્થ’ =વ્યંગ્યાર્થ-રસ, વસ્તુ અને અલંકારધ્વનિ. ‘વસ્તુ’= સાર.‘અર્થવસ્તુ=વ્યંગ્યાર્થનો સાર . ‘ધ્વન્યાલોક’માં અર્થને માટે વસ્તુ શબ્દનો પ્રયોગ અને વસ્તુ શબ્દને માટે તત્ત્વ શબ્દનો પ્રયોગ થયો છે. (iii) નિષ્યમાના- ઝરાવતી. મહાકવિઓની વાણી દિવ્ય આનંદ રસને જાતે વહેવડાવે છે. ‘લોચન’માં આ સમજાવવા ભટ્ટ નાયકનો ‘વાઘેનુર્ણપ’... ઈ. શ્લોક આપવામાં આવ્યો છે.
(iv) અમિયનત્તિ- અભિવ્યક્ત કરે છે. અભિનવગુપ્ત મુજબ ‘ભાવકને કવિની પ્રતિભાનું અનુમાન કરવું પડતું નથી. એ તેના હૃદયને રસાવેશથી ભરી દે છે. કવિની પ્રતિભાનો ભાવકને પ્રત્યક્ષ અનુભવ થાય છે. કાવ્યના આત્મારૂપ, રસધ્વનિનો, સહૃદય, પ્રત્યક્ષ અનુભવ કરી શકે છે.” (નગીનદાસ પારેખ-પૃ. ૨૦) ભટ્ટ તૌતે કહ્યું છે તેમ નાયજ્ય વેઃ શ્રોતુઃ સમાનોઽનુમવસ્તતઃ । =નાયક, કવિ અને ભાવનો સમાન અનુભવ હોય છે.
Page #316
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ધ્વન્યાલોક
(v) દિત્રા: પદ્મા વા મહાજ્વયઃ | બે-ત્રણ કે પાંચ-છ મહાકવિઓ. આનંદવર્ધનનો રાજશેખર પર તેમના નીચેના શ્લોકમાં પ્રભાવ જોઈ શકાય છે. मुक्तके कवयोऽनन्ताः प्रबन्धे कवयः शतम् । महाप्रबन्धे तु कविरेको द्वौ यदि वा त्रयः ॥
કારિકા-૭ અને વૃત્તિ : (i) આ કારિકામાં એ બતાવવામાં આવે છે કે વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થની ગ્રાહક સામગ્રીમાં પણ ભેદ હોય છે. જેવી રીતે વાચ્યાર્થની પ્રતીતિ વ્યાકરણશાસ્ત્ર, 'કોશ વગેરેના જ્ઞાનથી થાય છે તેવી રીતે જ વ્યંગ્યાર્થ જાણી શકાતો નથી. વાચ્યાર્થ શબ્દશાસ્ત્ર અને અર્થનાં શાસ્ત્રથી જાણી તો લેવો પડે છે કેમ કે તે જાણ્યા વગર અંગ્યાર્થ સુધી પહોંચી શકાતું નથી. પણ કેવળ વાચ્યાર્થ જાણવાથી વ્યંગ્યાર્થની પ્રતીતિ થતી નથી. તે સમજાય તે માટે કાવ્યતત્ત્વવેત્તા હોવું જરૂરી છે, સહૃદય હોવું જરૂરી છે.
(ii) વિશ્વનાયે સાહિત્યદર્પણમાં (૫/૨) નીચેની કારિકામાં વાચ્ય અને વ્યંગ્યના ભેદક તત્ત્વો ગણાવ્યાં છે. ‘“વોદ્ધસ્વરૂપસંધ્યા .....ઈ.’’ જેનો નિર્દેશ કા૪ની ચર્ચામાં કર્યો જ છે.
જ
(iii) અમ્રીતાનાÇ- ઉત્કૃષ્ટ ગાનવિદ્યાના અનભ્યાસી. અહીં પ્રશીતાનામ્ એવો પાઠભેડ પણ છે. જેનો અર્થ “જેમણે ગાવાનું હમણાં શરૂ કરેલ છે તેવા.’· બન્ને પાઠનો અર્થ ‘સંગીતના નવા નિશાળીઆ’– એમ લગભગ સરખો છે.
(iv) સ્વર-શ્રુતિ-આવિ તક્ષળમ્ વ... સંગીતશાસ્ત્રના આ પારિભાષિક શબ્દો છે. સંગીતના ગ્રંથોમાં તેની વિસ્તૃત માહિતી મળે છે. ડૉ. રામસાગર ત્રિપાઠીએ (પૃ. ૧૫૯) આ પ્રમાણે સમજાવેલ છે. ‘‘પ્રાણવાયુ અને શરીરાગ્નિના સંયોગથી જે ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને નાદ કહે છે. આ નાદ વિભિન્ન નાડીઓથી વ્યક્ત થાય છે. નાડીભેદથી તેના ૨૨ પ્રકાર છે. આ પ્રકારોને ‘શ્રુતિ’ કહે છે. આ શ્રુતિઓથી ૭ સ્વર ઉત્પન્ન થાય છે. ષડ્જ, ઋષભ, ગાન્ધાર, મધ્યમ, પંચમ, થૈવત અને નિષાદ. તેને સંક્ષેપમાં ‘સારેગમપધની’ કહે છે. શ્રુતિઓ પરસ્પર ભેદ કરનારી હોય છે. તેનું પરિમાણ તે હોય છે જેટલા કાલાંશમાં તેનું ઉચ્ચારણ થાય છે. એ સ્વરોમાં પણ વ્યક્ત થાય છે. અને સ્વરોના મધ્યભાગમાં પણ વ્યક્ત થાય છે. જો સમસ્ત સ્વર પૃથક્ હોય તો તેનાથી પૂર્ણતઃ અનુરંજન થઈ શકતું નથી. તેથી તેના સમૂહની કલ્પના કરવામાં આવી છે. સ્વર સમૂહને ‘ગ્રામ’ કહે છે. ગ્રામના બે પ્રકાર છે-ષડ્વગ્રામ અને મધ્યમગ્રામ. આ ‘ગ્રામ ૨૨ શ્રુતિઓથી બને છેં. તેની ૨૧ મૂર્ખનાઓ હોય છે. આ ગ્રામોના મેળથી ૧૮ જાતિઓ ઉત્પન્ન થાય છે. આ જાતિઓના ૬૩ અંશ હોય છે. તેનાથી ગ્રામરાગ, ભાષા, વિભાષા, આન્તરભાષા, દેશીમાર્ગ ઇત્યાદિ હોય છે. જેનું વર્ણન સંગીતશાસ્ત્રનો વિષય છે.’’
Page #317
--------------------------------------------------------------------------
________________
અભ્યાસનોધ (ઉ. ૧/૭,૮,૯)
આચાર્ય વિશ્વેશ્વરે (પૃ. ૩૨) “સંગીતરત્નાકર’માંથી શ્લોકો ઉદ્દધૃત કરી આ શબ્દોને સમજાવ્યા છે.
प्रथमश्रवणाच्छब्दः श्रूयते ह्रस्वमात्रकः । स श्रुति सम्परिज्ञेया स्वरावयवलक्षणा ॥ श्रुत्यन्तरभावी यः स्निग्धोऽनुकरणात्मकः ।
સ્વતો રફથતિ શ્રોતશ્ચિત્ત ક્ષ સ્વર | ઇત્યાદિ. કારિકા-૮ અને વૃત્તિ પ્રત્યમયી . બરાબર ઓળખી લેવા જોઈએ.
આચાર્ય વિશ્વેશ્વરે (પૃ. ૩૩) પ્રજ્ઞા શબ્દને ન્યાય-વૈશેષિક દર્શનના પારિભાષિક શબ્દ તરીકે સમજાવ્યો છે. તત્તાન્તા-મવાદિની પ્રતિતિ પ્રત્યમજ્ઞા | તાર તદ્દેશ અને અને તત્કાળ સંબંધ અર્થાત્ પૂર્વદેશ અને પૂર્વકાળ સંબંધ
ન્તા= એતદ્ દેશ અને એતત્કાળ સંબંધ. ઉદા. સઃ મયમ સેવકતા તે આ દેવદત્તા છે કે જેને મેં કાશીમાં જોયો હતો, આ પ્રત્યભિજ્ઞાનું ઉદાહરણ છે. પરિચિત વસ્તુ ફરી જોઈએ ત્યારે અગાઉની વિશિષ્ટતા સાથેની તેની પ્રતીતિ “પ્રત્યભિજ્ઞા કહેવાય છે.
“પ્રત્યભિજ્ઞાને સમજાવવા અભિનવગુપ્ત પોતાના પરમગુરુ ઉત્પલપાદાચાર્ય નો એક શ્લોક “સૈર્તણુપત્તેિ ... ઈ.” ઉદ્ધત કરે છે. ઉત્પલપાડાચાર્ય પ્રત્યભિજ્ઞા શૈવ દર્શનના આચાર્ય હતા. શ્લોકમાં પ્રત્યભિજ્ઞાને ઉદાહરણ સહિત સમજાવવામાં આવેલ છે. “જે રીતે અનેક કામનાઓ અને પ્રાર્થનાઓથી પ્રાપ્ત થયો હોય તથા રમણીની પાસે રહ્યો હોય પણ જ્યાં સુધી તે પોતાના પતિને પતિના રૂપમાં જાણતી નથી ત્યાંસુધી અન્ય પુરુષોની સમાન હોવાથી તે તેના સહવાસનું સુખ પ્રાપ્ત કરી શકતી નથી. તેવી રીતે પરમાત્મા સમસ્ત સંસારના આત્મભૂત હોવા છતાં પણ જ્યાં સુધી આપણે તેમને ઓળખીએ નહીં ત્યાં સુધી તેના આનંદનો અનુભવ કરી શકતા નથી. તેથી ઈશ્વરને ઓળખી શકાય તે માટે આ પ્રત્યભિજ્ઞા દર્શન રચવામાં આવ્યું છે.
શબ્દોમાં વિશિષ્ટ અર્થનું સૂચન કરવાની શક્તિ રહેલી હોય છે. એ ભાષા બોલનાર લોકોને તેના અર્થની ખબર હોય છે. કાવ્યમાં યોગ્ય શબ્દો શોધી કાઢવા અને તેનો પરિચય કેળવવો એ મહાકવિનું કામ છે. કવિની પાસે શબ્દો આપોઆપ આવતા હોય છે. યોગ્ય સ્થાને યોગ્ય શબ્દ મૂકવાથી કવિને કાવ્યરચવાનો આનંદ મળે છે.
કારિકા-૯ અને વૃત્તિ ઃ (i) ૩૫ચતયા- ઉપાય હોવાને લીધે. વ્યંગ્યનું પ્રાધાન્ય હોવા છતાં વાચ્યવાચકભાવને શા માટે સ્વીકારવો ? વાચ્ય-વાચક ભાવનો પ્રથમ સ્વીકાર તો, કેવળ ઉપાય રૂપ હોવાને કારણે કરવામાં આવે છે. પ્રાધાન્ય તો વ્યંગ્ય અને વ્યંજકનું છે.
Page #318
--------------------------------------------------------------------------
________________
૨૧૩
ધ્વન્યાલોક
(ii) મનોજ = પ્રકાશ. પણ અભિનવગુપ્તે માતાોનમ્ આતો | કહી શબ્દ સમજાવ્યો છે. વનિતા વદન, અરવિન્દ વગેરે પદાર્થોને જોવા, તેમનું અવલોક્ન અર્થાત્ ચાક્ષુષ જ્ઞાનને ‘આલોક’ કહે છે.
(iii) મનુષ્ય કોઈ વસ્તુ જોવા ઇચ્છતો હોય તેમાં દીપશિખા ઉપાય હોવાથી, પહેલાં તેના માટે પ્રયત્ન કરવો પડે છે. તેના વગર કંઈ દેખાતું નથી. વ્યંગ્ય અર્થ મેળવવાનું લક્ષ્ય હોવા છતાં પ્રયત્ન વાચ્યાર્થ માટે કરવો પડે છે.
કારિકા-૧૦ અને વૃત્તિ: પવાર્યદ્વારેળ વાળ્યાવામઃ । પદના અર્થદ્વારા, વાચના અર્થની પ્રાપ્તિ.
નગીનદાસ પારેખ (પૃ. ૨૪) યોગ્ય રીતે સમજાવે છે તેમ, “અહીં વ્યંગ્યાર્થના પ્રાધાન્યનો બે દૃષ્ટિએ વિચાર ર્યો છે. કવિની અને ભાવકની.’’કવિ વ્યંગ્યાર્થનું અવગમન કરાવવા ઇચ્છે છે. પહેલાં તેણે વાચ્યાર્થ માટે મથવું પડે છે. વ્યંગ્યાર્થનો બોધ વાચ્યાર્થ મારફતે કરાવી શકાય છે. ભાવકે પણ પહેલાં વાચ્યાર્થ સમજવો પડે છે. વાચ્યાર્થ દ્વારા જ વ્યંગ્યાર્થને પામી શકાય છે. કોઈપણ ભાષાનો શરૂઆતનો અભ્યાસી હોય તો તેને પહેલાં પદનો અર્થ સમજવો પડે પછી વાકચાર્થ સમજાય. પણ જેનો ભાષા પર આધિકાર છે, જે સહૃદય છે તે જલ્દી અર્થ સમજી જાય છે. તે પણ પદાર્થ ગ્રહણપૂર્વક જ વાકચાર્ય ગ્રહણ કરે છે તે એટલી ઝડપથી થઈ જાય છે કે ત્યાં ક્રમ અનુભવાતો નથી. ઉત્પતાતપત્રવ્યતિમવળાપવાન સંજ્ઞક્ષ્યતે । જેમ કમળની ઘણી પાંખડીઓ રાખી તેમાં સોય પરોવવામાં આવે તો તે એક એક ક્રમથી જ પાંખડીઓને ભેદશે પણ ઝડપને લીધે ક્રમ લક્ષિત નહીં થાય. અધિકારી અને સહૃદયી ભાવક ઝડપથી પદાર્થ-વાચ્યાર્થ અને તે પરથી વ્યંગ્યાર્થ સુધી પહોંચી જાય છે.
જ
કારિકા-૧૧ અને વૃત્તિ : સ્વસામર્થ્યવોન- પોતાના સામર્થ્યથી. પદાર્થ-પદના અર્થ-ના સામર્થ્યથીનો અભિપ્રાય આકાંક્ષા, યોગ્યતા અને સન્નિધિથી છે.
કારિકા-૧૨ અને વૃત્તિ : જ્ઞાતિ વ્- ઝટ, એકદમ જ. વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થની પ્રતીતિમાં ક્રમ અવશ્ય રહે છે પણ તે લક્ષિત નથી થતો. તેથી રસાદિ રૂપ ધ્વનિ અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય ધ્વનિ છે.
કારિકા-૧૩ અને વૃત્તિ :
૧૩.૧ (i) વ્યઙ્ગઃ । દ્વિવચનનું રૂપ છે. તે સૂચવે છે કે વ્યન્ગ્યુ અર્થની અભિવ્યક્તિમાં શબ્દ અને અર્થ બન્ને કારણ છે. એક મુખ્ય અને બીજું સહકારી. ‘યત્રાર્થઃ શબ્દો વા’ માં ‘વા’ પદ, વિકલ્પ બતાવે છે. શબ્દ અને અર્થના પ્રાધાન્યને અનુલક્ષીને અહીં ‘વા’- અથવા- – સમજવાનું છે. વ્યંગ્યની અભિવ્યક્તિમાં બન્નેશબ્દ અને અર્થ-કારણ હોવા છતાં પ્રાધાન્ય બેમાંથી એકનું હોય છે. તેથી શાબ્દી અને આર્થી એમ બે પ્રકારની વ્યંજના માનવામાં આવી છે.
Page #319
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧૩) -
૩૧૭ (i) કારિકા-૧૩માં ધ્વનિની પરિભાષા આપી છે, ધ્વનિસિદ્ધાન્તને સમજવા માટે, વાચ્ય વ્યતિરિક્ત પ્રતીયમાન અર્થનો “સદ્ભાવ’ સમજવો જરૂરી છે. સદ્ભાવ હોવા પણાનો ભાવ તથા સાધુભાવ-પ્રાધાન્ય. બન્ને અર્થમાં પ્રતીયમાન અર્થનો “સદ્ભાવ છે.
| (ii) વ્યવિશેષ | = ચં ત્ત તદ્ધિશેષ: ૨) કાવ્ય અને તેની વિશેષતા; વ્યર્થ વિશેષઃ | કાવ્યની વિશેષતા.-આ બન્ને અર્થ અહીં લઈ શકાય છે.
(iv) વિમ પ્રવ ધ્વર્વિષયઃ | વિષયક વિશેન સિનોતિ લખાતીતિ વિષય છે જે પોતાના સંબંધી પદાર્થને વિશેષરૂપથી આબદ્ધ કરી લે છે તે વિષય છે. ધ્વનિનું પોતાનું સ્વતંત્ર ક્ષેત્ર છે. તેનાથી ભિન્ન સ્થાનો પર ધ્વનિ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો નથી. એથી ધ્વનિ ઉપમા, અનુપ્રાસ વગેરેથી જુદો છે.
૧૩.૨ - પ્રથમ કારિકામાં ઉલ્લેખાયેલા ધ્વનિનો અભાવ છે એમ ત્રણ વિકલ્પોથી કહેનારા અભાવવાદીઓ પૈકી પ્રથમ રીતે ધ્વનિનો અભાવ માનનારાના મતનું અહીં ખંડન કર્યું છે.
(i) પ્રસિદ્ધપ્રસ્થાન...મયુY પ્રસિદ્ધ પ્રસ્થાન એટલે તે માર્ગ જે પરંપરાથી વ્યવહારમાં આવે છે જેમકે પ્રસ્તુત સંદર્ભમાં શબ્દ અને અર્થ તથા તેના ગુણ અને અલંકાર વગેરે. પ્રસિદ્ધ પ્રસ્થાનમાં 'ધ્વનિ'નો નિર્દેશ ન હોવાને લીધે તેને કાવ્ય માની શકાય નહીં એમ પૂર્વપક્ષી કહે છે. પ્રાચીન અલંકારશાસ્ત્રના લક્ષણકારોમાં આ
ધ્વનિ-તત્ત્વ પ્રસિદ્ધ ન હતું. આનંદવર્ધને ખંડન કરતાં અહીં કહ્યું છે. લક્ષણકારોને માટે આ ધ્વનિતત્ત્વ પ્રસિધ્ધ નહોતું પણ લક્ષ્યની (સર્જાયેલ સાહિત્યની) પરીક્ષા કરતાં તે ધ્વનિ તત્ત્વ જ, સહૃદયોને આલાદિત કરનારું કાવ્ય તત્ત્વ છે એ જોઈ શકાય છે.
| (i) ચિત્રકુ તિ અલંકારપ્રધાન કાવ્યને ‘ચિત્ર કાવ્ય કહેવાય છે. તે કાવ્ય નથી પણ કાવ્યનું અનુકરણ કરનારું છે. જેમ ગાયનું ચિત્ર, વસ્તુતઃ ગાય નથી પણ જીવંત ગાયનું તે અનુકરણ કરે છે. આમ આલેખમાત્ર કે કલામાત્ર હોવાને કારણે તેને ‘ચિત્ર’ કહ્યું છે.
૧૩.૩ (i) પરિવારો અભિનવગુપ્ત “લોચનમાં સમજાવે છે કે પરિવાર્થ શારિજા-અર્થચ્ચ-મધ-માવાપં શોઃ તિ પરોવઃ | અર્થાત્ કારિકાના અર્થનો અધિક આલાપ કરવાને માટે, કારિકામાં નહીં કહેલ અધિક અર્થ ઉમેરવા માટે જે શ્લોક હોય છે તેને પરિકર શ્લોક કહે છે.
(ii) આ અનુચ્છેદમાં બીજા પ્રકારના અભાવવાદીઓના મતનું ખંડન કરવામાં આવ્યું છે.
૧૩.૪ લં) આનંદવર્ધન અલંકારોમાં ધ્વનિના સમાવેશનું ખંડન કરે છે, નન યત્ર...મવિષ્યતિ | માં પૂર્વપક્ષ છે, અભાવવાદીઓની વળતી દલીલ છે. બીજા
Page #320
--------------------------------------------------------------------------
________________
૩૧૮
ધ્વન્યાલોક
અલંકારોમાં ધ્વનિનો અંતર્ભાવ નથી થતો એ અમે સ્વીકારીએ છીએ, પણ સમાસોક્તિ, આક્ષેપ, વિશેષોક્તિ (અનુક્તનિમિત્ત પ્રકારની), પર્યાયોક્ત, અપન્રુતિ, દીપક, સંકર વગેરે અલંકારો વ્યંગ્યગર્ભ અલંકારો છે તેથી એ અલંકારોમાં ધ્વનિનો સમાવેશ થઈ જશે અને તેથી ધ્વનિને માનવાની જરૂર નથી. તેથી ધ્વનિનો અભાવ છે.
આનંદવર્ધન કા-૧૩ના આ વૃત્તિ ભાગમાં એ સાત અલંકારોને એક પછી એક લઈ ઉદાહરણ સાથે સમજાવે છે તથા એ પ્રત્યેક અલંકારમાં ધ્વનિનો સમાવેશ થતો નથી એમ પ્રતિપાદિત કરે છે.
આનંદવર્ધનનો સમય ઈ.સ. નવમી સદીનો ઉત્તરાર્ધ છે. ભામહ, ઠંડી, ઉદ્ભટ, વામન વગેરે પુરોગામીઓએ આ અલંકારનાં લક્ષણ આપ્યાં છે તે મુજબ આ સાત અલંકારો આનંદવર્ધનના સમયે જાણીતા હશે. અભિનવગુપ્તે (આશરે ૧૦મી સદી) ‘લોચન’માં આ અલંકારોને વ્યાખ્યા આપી સમજાવેલ છે. જે અલંકારોનો, ખ્યાલ બદલાયો ન હોય તે, મમ્મટાચાર્યના ‘કાવ્યપ્રકાશ’માં તે અલંકારના આવેલ લક્ષણની મદદથી પણ સમજી શકાય.
ન
(ii) સમાસોક્તિ-તેનું લક્ષણ ભામહને અનુસરીને અભિનવગુપ્તે આ પ્રમાણે આપ્યું છે.
यत्रोक्तौ गम्यतेऽन्योऽर्थस्तत्समानैर्विशेषणैः । सा समासोक्तिरुदिता संक्षिप्तार्थतया બુધૈ: || કાવ્યાલંકાર-૨/૭૯.
।
અર્થાત્ - જે ઉક્તિમાં, સમાન વિશેષણોને કારણે પ્રસ્તુતથી અન્ય અર્થની પ્રતીતિ હોય તે ઉક્તિને (સંક્ષેપમાં) સંક્ષિપ્તાર્થ હોવાથી ‘સમાસોક્તિ’ કહે છે. પ્રસ્તુત અને અપ્રસ્તુત બંનેનું એક સાથે વર્ણન કરવાથી તે સંક્ષિપ્તાર્ય છે. આ લક્ષણ શ્લોકમાં ચાર ચરણમાં ક્રમથી સમાસોક્તિનું લક્ષણ-સ્વરૂપ હેતુ, નામ અને તેની વ્યુત્પત્તિ બતાવવામાં આવેલ છે.
(iii) ૩પોરામેળ... ઈ. શ્લોકમાં સંધ્યાનું વર્ણન છે. શ્લેષયુક્ત વિશેષણોથી ચંદ્ર અને સંધ્યામાં નાયક-નાયિકાના વ્યવહારનું આરોપણ થયું છે. નિશાનુંસમીસાંજનું વર્ણન પ્રસ્તુત છે. ચંદ્ર અને નિશાનો પ્રસ્તુત સાથે સંબંધ છે, પણ શ્લેષ યુક્ત વિશેષણો વગેરેથી એ બંને પર નાયક-નાયિકાના વ્યવહારનો આરોપ કરવામાં આવ્યો છે. તેથી ‘સમાસોક્તિ’ અલંકાર છે. જેની વાત કરતા હોઈએ તે પ્રસ્તુત કે પ્રકૃત કહેવાય છે. જેની વાત ન કરતા હોઈએ તે અપ્રસ્તુત કે અપ્રકૃત છે. ‘સમાસોક્તિ’માં પ્રકૃતનું વર્ણન એવી રીતે કર્યું હોય છે કે જેથી અપ્રકૃતનું વર્ણન પણ સમજાય છે.
(iv) પૂર્વપક્ષમાં કહ્યા મુજબ અહીં નાયક-નાયિકા વ્યવહાર વ્યઙ્ગય છે, વાચ્ય નહીં. તેથી આ શ્લોકમાં ‘સમાસોક્તિ’ની સાથે ધ્વનિ પણ છે. તેથી ધ્વનિનો
Page #321
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧૩)
૩૧૯
સમાવેશ ‘સમાસોક્તિ’ અલંકારમાં માની શકાય છે. તેનું ખંડન કરતાં આનંદવર્ધન કહે છે કે વ્યયનું પ્રાધાન્ય નહીં હોવાથી અહીં ધ્વનિ નથી એટલે ધ્વનિનો ‘સમાસોક્તિ’માં સમાવેશ થઈ શકતો નથી.
૧૩.૫ (i) આક્ષેપ- અભિનવગુપ્તે (રામસાગર ત્રિપાઠીની આવૃત્તિ પૃ. ૧૮૯) આપેલ વ્યાખ્યા
प्रतिषेध इवेष्टस्य यो विशेषाभिधित्सया ।
वक्ष्यमाणोक्तविषयः स आक्षेप द्विधा मतः ॥
કંઈક વિશેષ કહેવાની ઇચ્છાથી, કહેવું હોય તેને જાણે કે અટકાવી દેવાય ત્યારે ‘આક્ષેપ’ બને છે.
(ii) અનુાળવતી સન્ધ્યા... ઈ. આનંદવર્ધને આ શ્લોક ‘આક્ષેપ’ અલંકારના ઉદાહરણ તરીકે આપ્યો છે. આ શ્લોકમાં વામન મુજબ ‘આક્ષેપ’ અલંકાર છે પણ ભામહ મુજબ ‘સમાસોક્તિ’ છે. ‘સમાસોક્તિ’ અને ‘આક્ષેપ’ બન્ને અલંકારનું કહી શકાય તેવું આ ઉદાહરણ છે. આ શ્લોકનો અલંકાર ક્યો તે અહીં બહુ ન વિચારતાં ધ્વનિકારનો ભાવાર્થ ગ્રહણ કરવા જેવો છે. આ શ્લોકના અલંકાર સ્થળમાં વ્યઙ્ગય સર્વથા વાચ્યાર્થમાં ગુણીભૂત થઈ જાય છે. તેથી વ્યકયનું પ્રાધાન્ય નહીં હોવાથી તેને ધ્વનિકાવ્ય કહી શકાય નહીં. તેથી ધ્વનિનો અલંકારમાં અંતર્ભૂત થવાનો પ્રશ્ન જ ઊઠતો નથી.
(iii) દીપક-મમ્મટ કાવ્યપ્રકાશ ૧૦/૧૭માં દીપકનું લક્ષણ આ પ્રમાણે આપે છે
सकृद् वृत्तिस्तु धर्मस्य प्रकृताप्रकृतात्मनाम् । सैव क्रियासु बह्वीषु कारकस्येति दीपकम् ।।
“પ્રકૃત અને અપ્રકૃત વસ્તુઓના સાધારણ ધર્મનું એક્જ વાર કથન, તેમજ ઘણી ક્રિયાઓ હોય અને કારકનું એક જ વાર કથન હોય ત્યારે ‘દીપક’ અલંકાર થાય છે.
આનંદવર્ધને વૃત્તિમાં આ અલંકારનો તેમજ અપતિનો ઉલ્લેખ કર્યો છે પણ ઉદાહરણ આપ્યું નથી.
આ અલંકારમાં ચારુત્વ-ઉત્કર્ષનું મૂળ તેનું અલંકારત્વ છે.
(iv) અપનુતિ- ભામહે કાવ્યાલંકાર ૩/૨૧માં આ પ્રમાણે ‘અપવ્રુતિ’નું લક્ષણ આપ્યું છે.
अपह्नुतिरभीष्टस्य किञ्चिदन्तर्गतोप॒मा । = અભીષ્ટ (અર્થાત્ વર્યવિષય)નો નિષેધ હોય જેમાં ઉપમા વ્યય થતી હોય, તે અપવ્રુતિ કહેવાય છે. આ અલંકારની શોભા અપહ્નવ-નિષેધ છે. ઉદા.
Page #322
--------------------------------------------------------------------------
________________
દવન્યાલોક नेयं विरौति भृङ्गाली, मदेन मुखरा मुहुः।
अयमाकृष्यमाणस्य कन्दर्पधनुषो ध्वनिः ॥ અર્થાત્ “આ કંઈ મદથી મુખર ભ્રમરોની હાર ગુંજતી નથી; એ તો કામદેવના ખેંચાતા ધનુષ્યનો ધ્વનિ છે.” આ અલંકારનું અલંકારત્વ ચારુત્વોત્કર્ષનું કારણ છે. | (V) ૩૫માયા: પ્રતીતો ગરિ | ‘દીપક” અને “અપહતુતિ’ ઔપમ્યમૂલક અલંકારો છે. 'દીપક', “અપવુતિ માં ઉપમા’ની પ્રતીતિ થતી હોવા છતાં ઔપમ્પને લીધે ચારુત્વ નહીં હોવાથી ત્યાં ‘ઉપમા અલંકાર માનવામાં આવતો નથી. 'દીપક', “અપવ્રુતિ’ વગેરે ઉપમામૂલક અલંકારોમાં વ્યય રૂપથી
ઉપમા’ની પ્રતીતિ હોવા છતાં પણ તેનું પ્રાધાન્ય વિવક્ષિત નહીં હોવાથી ત્યાં “ઉપમાનો વ્યવહાર થતો નથી. વ્યંગ્યની પ્રધાનતા હોય તો ધ્વનિનો વ્યવહાર થાય છે. ધ્વનિ મોટો વિષય છે, પ્રધાન છે તેથી અલંકાર વગેરેની અંતર્ગત તેનો સમાવેશ થતો નથી. | (i) વિશેષોક્તિ મમ્મટ કાવ્યપ્રકાશ ૧૦/૧૦૮માં આ રીતે લક્ષણ આપે છે. વિશેષાહિvહેવુ છુ તાવઃ | = જ્યારે કારણો અખંડિત હોય ત્યારે પણ ફળનું કથન ન થાય તે વિશેષોતિ’ અલંકાર છે. તેના ત્રણ પ્રકાર છે (૧) ઉક્ત નિમિત્તા (૨) અનુક્ત નિમિત્તા (૩) અચિન્હ નિમિત્તા. આ ત્રણ ભેદો પૈકી અચિત્યનિમિત્તા અને ઉક્તનિમિત્તામાં વ્યજ્યનું અસ્તિત્વ હોતું નથી. તેથી આનંદવર્ધને ફક્ત અનુક્તનિમિત્તા વિશેષાંતિનો ઉલ્લેખ ર્યો છે. ગાતોડપિ સહાયે... ઈ. ઉદાહરણમાં સંદર્ભને જોરે વ્યંગ્યની પ્રતીતિમાત્ર થાય છે, એ પ્રતીતિને લીધે કોઈ સૌદર્ય આવતું નથી. તેથી તેનું પ્રાધાન્ય નથી. આ પ્રકારની વિશેષોક્તિ માં કારણ કહેલું હોતું નથી. પણ તે એવું ગૂઢ નથી કે જેની કલ્પના ન કરી શકાય. ભટ્ટ ઉભો અહીં ઠંડીની અતિશયતા’ કારણ છે એમ કલ્પના કરી છે. ગમે તે કારણ કચ્યું હોય પણ તે ગૌણ રહે છે. વાચ્ય વિશેષોક્તિ’ જ મુખ્ય છે. તેથી અહીં ધ્વનિ નથી. ૧૩. (i) પર્યાયોકત: ભામહે પર્યાયોક્તનું લક્ષણ આ પ્રમાણે આપ્યું છે.
पर्यायोक्तं यदन्येन प्रकारेणाभिधीयते ।
વાવાવરિષ્પાં શૂન્યાવકામના | કાવ્યાલંકાર ૩/૮ જ્યારે વાચ્યવાચક વ્યાપારથી-અભિધાથી-ભિન્ન વ્યાપાર દ્વારા જે કહેવાનું, હોય તેનું કથન કરવામાં આવે ત્યારે ‘યોજી' અલંકાર કહેવાય છે. જ્યારે જે કહેવું હોય તેનું કથન અભિધાથી ભિન્ન-વ્યંજના-વ્યાપાર દ્વારા કરવામાં આવે ત્યારે ‘પર્યાયોક્ત અલંકાર કહેવાય.
Page #323
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧૩)
૩૨૧
ઉદા. નમસ્તસ્મૈ ત યેન મુધા રાહુલપૂવૌ। વિષ્ણુને નમસ્કાર એમ કહેવાને બદલે ‘જેમણે રાહુની પત્નીના સ્તન નકામા બનાવ્યા તે (દેવ)ને નમસ્કાર' (કુવલયાનંદ) (ii) મામદોવાદતસવૃશે૦- આનંદવર્ધને અહીં પુરોગામી આલંકારિક, કાવ્યાલંકારના લેખક ભામહને ઉદ્ધૃત કરેલ છે. ભામહે ‘પર્યાયોક્ત'નું ઉદાહરણ નીચે મુજબ આપ્યું છે.
"गृहेष्वध्वसु वा नान्नं भुञ्जमहे यदधीतिनः ।
વિધ્રા ન મુન્નતે તત્ત્વ રસવાનનિવૃત્તયે । કાવ્યાલંકાર- ૩ / ૯
અર્થાત્- ‘જે અન્ન વેદાભ્યાસી બ્રાહ્મણો એ ન ખાધું હોય તે અમે ઘરમાં કે માર્ગમાં ખાતા નથી.'' શ્રીકૃષ્ણ શિશુપાલને આ શ્લોક કહે છે. ઘેર કે પ્રવાસમાં અમે વિદ્વાન બ્રાહ્મણને જમાડયા પછી જમીએ છીએ. અહીં વિષદાન નિવૃત્તિ- ખોરાકમાં ઝેર ન નાખ્યું હોય તે-વ્યંગ્ય છે. રસ= વિષ. ભામહે આપેલા આ ઉદાહરણમાં ‘રસદાનનિવૃત્તિ’ વ્યંગ્ય છે પણ તેનાથી કોઈ ચારુત્વ આવતું નથી. તેથી તેનું પ્રાધાન્ય નથી. પણ બ્રાહ્મણોને જમાડયા વિના ન જ મવું એ વાચ્યાર્થ છે તે પર્યાયથી જુદી રીતે-કહ્યો છે. તેથી આ ‘પર્યાયોક્ત’નું ઉદા. બને છે.
‘પર્યાયોક્ત’ અલંકારમાં એવું ઉદાહરણ હોઈ શકે છે જ્યાં વ્યંગ્યનું પ્રાધાન્ય હોય. તે ધ્વનિ કાવ્યના બીજા ભેદ ‘અલંકારધ્વનિ’નું ઉદા. કહેવાશે. પણ તેનો અર્થ એવો નથી કે ધ્વનિનો અલંકારોમાં સમાવેશ થાય છે. ધ્વનિ મહાવિષય છે, વ્યાપક છે, ‘પર્યાયોક્ત’ના વ્યયપ્રધાન ઉદાહરણો સિવાય બીજે પણ હોય છે.
(iii) અપદ્ઘતિ ટીપાયો... ઈ. અગાઉ આ અલંકારોમાં ‘ઉપમા’ની પ્રતીતિ થતી હોવા છતાં તેની દ્વારા ચારુત્વ નહીં હોવાથી ‘ઉપમા’ અલંકારનો ત્યાં વ્યવહાર કરાતો નથી એમ કહ્યું છે. સાત અલંકારો ગણાવ્યા તેનો ક્રમ જાળવીને ‘પર્યાયોક્ત’ પછી નિર્દેશ હોવાથી એ બે અલંકારોનો અહીં ફરી ઉલ્લેખ કરી તેમાં વ્યયનું પ્રધાન્ય નથી તે બતાવ્યું છે.
૧૩.૭ (i) સંકર અલંકાર-ભામહ વગેરે દ્વારા તેના ચાર પ્રકાર માનવામાં આવે છે. (૧) સંદેહ સંકર-લક્ષણ
विरुद्धाङ्क्रियोल्लेखे समं तद् वृत्त्यसम्भवे । एकस्य च ग्रहे न्यायदोषाभावे च सङ्करः ॥
ઉદા. શિવવનાઽસિતસરક્ષિજ્ઞનયના... ઈ.
અર્થાત્ ચંદ્રમુખી, નીલકમલનયની અને શુભ્રકુસુમાંતી આ નાયિકાને વિધાતાએ આકાશ, જલ અને સ્પલમાંથી ઉત્પન્ન થતા મનોહર આકારવાળી બનાવી છે.
Page #324
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક (૨) એકાઢયાનુપ્રવેશસંકર-ભટ્ટ ઉભેટે તેના બે ભેદ કર્યા છે. (ક) એકવાક્યાનુપ્રવેશ અને (ખ) એકવાક્યાંશાનુપ્રવેશ.
લક્ષણ- શાર્થવર્ધતા , વાવ, પત્ર વર્તિન: - સવા વાયરાપ્રવેશામળીયો |
ઉદા. (ક) , મમ પ્રિયં સમયણે નિર્જનાત્ | અર્થાતુ-જેને તું આલિંગન દઈને રમણ કરાવે છે, તે કામદેવ જેવા પ્રિયનું સ્મરણ કર. ઉદા. (ખ) તુલ્યોવસાત્વા.. ઈ. અર્થાત્-સૂર્ય અને દિવસનો, ઉદય અને અસ્ત એક સાથે થાય છે, તેથી સૂર્ય અસ્ત પામતાં થાકેલો દિવસ જાણે અંધકારરૂપી ગુફામાં પેસી જાય છે. (૩) અંગાગિભાવ સંકર
परस्परोपकारेण यत्रालङ्कृतयः स्थिताः ।
स्वातन्त्र्येणात्मलाभं नो लभन्ते सोऽपि सङ्करः ॥ ઉદા. પ્રવાતનીસ્તોત્પનિર્વિવું. ઈ. અર્થાત્ એ વિશાલાક્ષીએ (પાર્વતીએ) તોફાની પવનથી હાલતાં નીલકમલ જેવી અધીર દષ્ટિ મૃગલીઓ પાસેથી લીધી છે કે મૃગલીઓએ એની પાસેથી લીધી છે?
(ii) સંદેહ સંકરના ઉદાહરણમાં રૂપક પ્રમાણે સમાસનો વિગ્રહ કરવાથી શશી વ. વનં યસ્યાઃ સા તિ શિવના | અને ઉપમા પ્રમાણે સમાસનો વિગ્રહ કરવાથી શિવત્વનું સ્થા: સા તિ શશિવના | થશે. ત્રણે વિશેષણ આકાશ, જલ અને સ્થલની સાથે સંબંધિત હોવાથી નાયિકાનો તેમાંથી સંભવ થયો એમ સમજાય છે. અહીં ઉપમા અને રૂપક માંથી કયો અલંકાર ગણવો તે નક્કી કરવાનું કોઈ પ્રમાણ નથી તેથી આ બન્નેનો સંદેહરૂપ સંકર છે.
એકવાક્યાનુપ્રવેશ સંકરના ઉદાહરણમાં , #ર એમ બે વખત છે ત્યાં યમક'નામનો શબ્દાલંકાર છે તથા “સ્મર= કામના જેવો’માં “ઉપમા નામનો અર્થાલંકાર છે. આ બન્ને અલંકારનો એક વાક્યમાં પ્રવેશ છે.
એક્વાક્યાંશાનુપ્રવેશ સંકરના ઉદાહરણમાં સૂર્ય સ્વામી છે અને વાસર સેવક છે. સૂર્યનો અસ્ત થાય તે સ્વામી પરની વિપત્તિ છે. અને વાસરનો- દિવસનોતમોગુહામાં પ્રવેશ એ યોગ્ય વ્રતગ્રહણ છે. પણ તેનો આરોપ નહીં થયો હોવાથી ‘તમોદી' માં એકદેશવિવર્તી રૂપક છે. વિશતીવ- જાણે કે પ્રવેશ કરે છે માં ઉ~ક્ષા છે. અહીં રૂપક અને ઉઝેક્ષા બન્ને વાચ્ય છે.
અંગાંગિભાવ સંકરના ઉદાહરણમાં પાર્વતીનાં ચંચળ નેત્રો અને હરણીનાં ચંચળ નેત્રોમાં જે અધીર દષ્ટિના આદાન-પ્રદાનનો સંદેહ કવિએ કર્યો છે ત્યાં પાર્વતીની એ ળ આંખો હરણીની આંખોના જેવી છે, એ ઉપમા વ્યંગ્ય છે પણ તે વાચ્ય સંદેહ
Page #325
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧૩)
३२७ અલંકારનું અભ્યત્યાન કરે છે તેથી અનુગ્રાહક હોવાથી ગુણીભૂત થઈ ગઈ છે. તેનું પર્યવસાન સંદેહમાં થાય છે.
(ii) સં.િ.. . I સંકરાલંકારના બધા ભેદોમાં સંકર (મિશ્રણ) શબ્દનો પ્રયોગ તેની સંકીર્ણતાનો પ્રતિપાદક છે. ત્યાં જ એકની પ્રધાનતા થઈ જાય તો પછી સંકર જ ક્યાં રહેશે ? તેથી સંકર શબ્દનો પ્રયોગ જ ત્યાં વ્યંગ્ય પ્રાધાન્યરૂપ ધ્વનિનું નિરાકરણ કરી દે છે.
બે કે તેથી વધુ અલંકારો એક શ્લોકમાં મળે ત્યાં “સંસૃષ્ટિ” અને “સંકર નામના મિશ્ર પ્રકારના અલંકાર બને છે. સંસૃષ્ટિ' માં અલંકારો, ખીચડી માટે ભેગા કરેલ દાળ-ચોખાના દાણા જેમ જુદા જોઈ શકાય છે તેમ જુદા દેખી શકાય છે. ‘સંકર’માં અલંકારો દુધ-પાણીની જેમ, સોડા-લેમનની જેમ ભેગા થાય છે. આ બન્ને માટે અનુક્રમે “તિલતંડુલન્યાય’ અને ‘ક્ષીરની રચાય' એવા શાસ્ત્રીય શબ્દો પ્રયોજવામાં આવે છે.
(iv) અભિનવગુપ્ત ન મતિ પુનરી - ઈ. શ્લોક ઉદાહરણ તરીકે આપ્યો છે. કેવળ પ્રસિદ્ધિને આધારે ચાલનારા દુષ્ટોને ગુણો પ્રત્યે અનુરાગ નથી હોતો. ચંદ્રકાંત મણિ ચંદ્રને જોઈને તો પીગળી જાય છે, પણ પ્રિયાનું મુખ જોઈને નથી પીગળતો.” આ અને આવાં અન્ય ઉદાહરણોમાં વ્યંગ્યનું પ્રાધાન્ય છે. તેને “સંકરાલંકારને બદલે અલંકાર ધ્વનિનું ઉદા. માનવાનો પૂર્વપક્ષનો આગ્રહ હોય તો સિદ્ધાંત પક્ષનો જવાબ એ છે કે એ જ ધ્વનિ છે, સમગ્ર ધ્વનિ એમાં સમાઈ જાય છે, એમ ન કહી શકાય. ધ્વનિનું ક્ષેત્ર અનેકગણું વિશાળ છે, તે મહાવિષય છે એ ‘પર્યાયોક્ત'ની ચર્ચા વખતે જણાવ્યું છે.
૧૩.૮ (i) અપ્રસ્તુતપ્રશંસા-વૃત્તિમાં જ્યાં સાત અલંકારોનાં નામ આપ્યાં છે તેમાં આનો ઉલ્લેખ નથી પણ યાદીને અંતે “માદ્રિ” લખ્યું છે તેથી ‘અપ્રસ્તુતપ્રશંસા અલંકારનું નિરૂપણ વ્યાજબી છે.
(ii) અભિનવગુપ્ત લોચન (પૃ. ૧૨૬ - જગન્નાથ પાઠક્ક સંપાદિત આવૃત્તિમાં)માં ‘અપ્રસ્તુતપ્રશંસાનું લક્ષણ નીચે મુજબ આપ્યું છે.
अधिकारादपेतस्य वस्तुनोऽन्यस्य या स्तुतिः ।
अप्रस्तुतप्रशंसा सा त्रिविधा परिकीर्तिता ॥ ‘અપ્રસ્તુતના કથન દ્વારા પ્રસ્તુતનો બોધ કરાવવામાં આવે, તેને ‘અપ્રસ્તુતપ્રશંસા કહે છે...પ્રસ્તુત અને અપ્રસ્તુતના ત્રણ પ્રકારના સંબંધને આધારે આ અલંકારના પ્રકાર પાડેલા છે. '
(૧) સામાન્ય- વિશેષભાવું (૨) કાર્ય-કારણભાવ (૩) સાદશ્યઆ અલંકાર પાંચ રીતે બને છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
૩૨૪
- ધ્વન્યાલોક (૧) અપ્રસ્તુત સામાન્યથી પ્રસ્તુત વિશેષ વ્યંજિત થતું હોય (૨) અપ્રસ્તુત વિશેષથી પ્રસ્તુત સામાન્ય વ્યંજિત થતું હોય. (૩) અપ્રસ્તુત કારણથી પ્રસ્તુત કાર્ય વ્યંજિત થતું હોય (૪) અપ્રસ્તુત કાર્યથી પ્રસ્તુત કારણ વ્યંજિત થતું હોય. (૫) અપ્રસ્તુતથી તુલ્ય પ્રસ્તુત વ્યંજિત થતું હોય
(i) સામાન્ય-વિશેષભાવ અને કાર્ય કારણભાવથી બનતી “અપ્રસ્તુત પ્રશંસા માં પ્રસ્તુત અને ‘અપ્રસ્તુત બન્નેનું સરખું પ્રાધાન્ય હોવાથી ધ્વનિ'નો અવસર નથી. તેથી તેના અંતર્ભાવજે સવાલ જ નથી. સાદશ્યમૂલક ભેદમાં જો અભિધીયમાન (=વાચ્ય) અપ્રસ્તુતનું ગૌહત્વ હોય અને પ્રતીયમાન (=વ્યંગ્ય) પ્રસ્તુતનું પ્રાધાન્ય વિવક્ષિત હોય તો “અપ્રસ્તુતપ્રશંસા અલંકાર’નો ધ્વનિમાં સમાવેશ થઈ જશે નહીંતર અપ્રસ્તુત વાચ્યનું પ્રાધાન્ય વિવક્ષિત હોય તો ‘અપ્રસ્તુતપ્રશંસા અલંકાર રહેશે.
(iv) નીચેના ઉદાહરણમાં વ્યંગ્ય પ્રસ્તુત, વાચ્ય અપ્રસ્તુતની અપેક્ષાએ વધુ ચમત્કારી છે તેથી તે વસ્તુધ્વનિનું ઉદાહરણ છે, અલંકારનું નહીં. “માવગ્રાતિ દૃષ્ણનસ્ય...'' ઈ. અર્થાત્ “હે પદાર્થ સમૂહ (સમગ્ર વિશ્વસૌદર્યના નિધિ આ પ્રાકૃતિક જગતના ચંદ્ર વગેરે પદાર્થો), તું વિવિધ પ્રકારે તારા આંતરિક રહસ્યને છુપાવે છે અને લોકોનાં હૃદ્યોને હઠપૂર્વક આકર્ષી તેમને નચાવતો કીડા કરે છે. એ લોકો તને જડ માની લઈને ગર્વથી ફુલાય છે. એમને જો જડ કહીએ એથી તારી સાથેનું સામ્ય સમજાય અને તે તો એમને માટે સ્તુતિરૂપ થાય.'
આ શ્લોકમાં કોઈ મહાપુરુષનું લોકોત્તર ચરિત પ્રસ્તુત રૂપમાં પ્રતીત થાય છે. જેમકે કોઈ વીતરાગ મહાપુરુષ પોતાના વિવેકના પ્રકાશથી અજ્ઞાનના તિમિરનો નાશ કરી દે છે, તો પણ પોતાની મહાનતા ને છુપાવી રાખે છે. લોકો તેને “મૂર્ખ કહ્યા કરે છે અને તેની અવજ્ઞા કરે છે. અહીં પ્રસ્તુત વ્યંગ્ય અર્થ અપ્રસ્તુત વાચ્યથી નિશ્ચિત રીતે ચમત્કારકારી છે. કેમકે અપ્રસ્તુત વાચ્ય અચેતન “ભાવવાત’ – પદાર્થસમૂહ-ને કહેવાને કારણે ગુણીભૂત-ગૌણ-થઈ જાય છે. આમ વાચ્યનો ગુણીભાવ અને વ્યંગ્યનો પ્રધાનભાવ હોવાથી અહીં વસ્તુ ધ્વનિ છે, અપ્રસ્તુતપ્રશંસા અલંકાર નથી.
૧૩.૯ (i) આ ત્રણે કારિકા જેવા લાગતા શ્લોકો, સંગ્રહ શ્લોક કે પરિકર શ્લોક છે. તેથી તેના પર વૃત્તિ પણ નથી. નિર્ણયસાગરની આવૃત્તિમાં તથા દીધિતિ ટીકામાં તેના પર ૧૪,૧૫,૧૬ એમ કારિકા-સંખ્યા લખી છે તે બરાબર લાગતું નથી. | (ii) સંભજ્જિતઃ | સંકર રહિત. અહીં ફક્ત સંકર અલંકાર રહિત એવો અર્થ નથી. સમાસોક્તિ વગેરે અલંકારો પણ સમજવાના છે. આ અલંકારોમાં ધ્વનિના સંકર અર્થાત્ અનુપ્રવેશની સંભાવના નથી
(i) સમાસવાય | લોચનકાર વ્યાજસ્તુતિ’ અને ‘ભાવ' નામના બીજા બે અલંકારોની પણ અહીં ચર્ચા કરે છે. (સમાસોક્તિ વગેરે સાત અલંકારો ઉપરાંત).
Page #327
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧૩)
૩૨૫
(iv) આ ત્રણ શ્લોકમાં સામાન્ય સિદ્ધાન્ત કહી દીધો છે. (૧) જ્યાં વ્યંગ્યનું પ્રાધાન્ય નહોય ત્યાં (૨) જ્યાં વ્યંગ્ય અસ્પષ્ટ પ્રતીત થતું હોય. (૩) જ્યાં વ્યંગ્ય અને વાચ્ય અર્થનું પ્રાધાન્ય સરખું હોય, (૪) જ્યાં વ્યંગ્યની પ્રધાનતા સ્ફુટ ન થતી હોય-ત્યાં ધ્વનિ ન કહેવાય.
(v) અવયવી-અવયવ- અવયવી= આત્મા. અવયવ-જુદાં જુદાં અંગો. જેમ આત્મા, હાથપગ વગેરે દરેક અંગમાં જુદો જુદો નથી રહેતો તેમ, અવયવી છે તેવો ધ્વનિ, અલંકાર, ગુણ, રીતિ વગેરે અવયવોમાં જુદો જુદો નથી રહેતો.
(vi) માવિષયત્તાત્ । ધ્વનિનું મહાવિષયપણું હોવાથી, ધ્વનિ અધિકોશ વૃત્તિ હોવાથી, આપેલ ઉદાહરણોથી ભિન્ન સ્થળોએ પણ હોવાથી ધ્વનિ અલંકાર આદિમાં અંતર્ભૂત થતો નથી.
૧૩.૧૦ (i) નિવુપજ્ઞેયમુઃિ । વિદ્વાનોથી જ કરાયેલી ઉક્તિ. નિર્દેવ્મ્યઃ ૩પી પ્રથમઃ ૩પમ: યસ્યાઃ ૩ કૃતિ । બહુવ્રીહિ સમાસ પ્રમાણે અહીં સમજવાનું છે, તત્પુરુષ પ્રમાણે નહીં.
(ii) પ્રથમ હિ વિાસઃ તૈયારબાઃ । વ્યાકરણની પ્રશંસા કરતાં આમ કહ્યું છે
ઈ. ‘વાકચપદીય’ ગ્રંથમાં ભર્તૃહરિએ
“उपासनीयं यत्नेन शास्त्रं व्याकरणं महत् । प्रदीपभूतं सर्वासां विद्यानां यदवस्थितम् ।।
આનંદવર્ધનને ‘ધ્વનિ’ની પ્રેરણા વૈયાકરણોના ‘સ્ફોટ સિદ્ધાન્ત’થી મળી છે. અહીં આનંદવર્ધનનો વ્યાકરણકારો તરફ અહોભાવ, માન જોઈ શકાય છે. મમ્મટ કાવ્યપ્રકાશમાં (૧-૪ વૃત્તિ) વૈયાકરણો માટે આવો જ માનવાચક ઉલ્લેખ કરે છે. બુધ: તૈયાર... ઈ.
(iii) તે ૬ બ્રૂયમાળેવુ... ઈ. । પ્રથમ વિદ્વાન બ્રૂયમાણ વર્ણોને-કાને સંભળાતા વર્ણોને ધ્વનિ કહે છે. તેથી તેમના અનુયાયી આલંકારિકોએ ધ્વનિ શબ્દનો પ્રયોગ કર્યો છે, અહીં વૈયાકરણોની સાથે આલંકારિકોના સિદ્ધાન્તનું સામ્ય બતાવ્યું છે.
વૈશેષિક દર્શન મુજબ આપણે કાનથી સાંભળીએ છીએ તે શબ્દ ત્રણ પ્રકારનો છે. (૧) સંયોગજ. ઉદા. નગારું અને દાંડીના સંયોગથી થયેલ. (૨) વિભાગજ ઉઠા. વાંસ ચીરતાં–તેનો વિભાગ કરતાં-થયેલ. (૩) શબ્દજ. પ્રથમ ઉત્પન્ન થયેલ શબ્દ, બીજાને, બીજો ત્રીજાને, ત્રીજો ચોથાને ઉત્પન્ન કરતો જાય એમ પ્રથમ ઉત્પન્ન થયેલ શબ્દ, વાયુમંડળમાં ક્રમિક શબ્દધારા ઉત્પન્ન થતાં થતાં જે શબ્દ આપણા કાન પાસે આવીને ઉત્પન્ન થાય છે, જે આપણને સંભળાય છે, તે શબ્દજ શબ્દ છે. શબ્દધારાની પ્રગતિ બાબતમાં ‘વીચી તરંગ ન્યાય’ અને ‘કદંબ મુકુલન્યાય’ એમ બે મત પ્રચલિત છે, જેમાંનો પ્રથમમત સામાન્યતઃ સ્વીકારાયેલ છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક (iv) સ્ફોટવાદઃ આ સિદ્ધાન્ત સાથે સંબંધ ધરાવતા શ્લોકો દીધિતિ અને લોચન ટીકામાં નીચે મુજબ આપવામાં આવ્યા છે.
"अथवा प्रतीतपदार्थको लोके ध्वनिःशब्दः उच्यते । इति व्याकरण महाभाष्यम् ।
ય: સંવાવિયોગાભ્યાં સૌપનન્યા स स्फोटश्शब्दजश्शब्दो ध्वनिरित्युच्यते बुधैः ॥ प्रत्ययैरनुपाख्येयैर्ग्रहणानुग्रहैस्तथा। ध्वनिप्रकाशिते शब्दे स्वरूपमवधार्यते ॥ अल्पीयसाऽपि यत्नेन शब्दमुच्चारितं मतिः । यदि या नैव गृह्णाति वर्णं वा सकलं स्फुटम् ॥ शब्दस्योर्ध्वमभिव्यक्तेर्वृत्तिभेदास्तु वैकृताः ।
ध्वनयः समुपोहन्ते स्फोटात्मा तैर्न भिद्यते ॥ इति वाक्यपदीयम् ।
‘લોચન'માં “વાક્યપદીય'ના પ્રથમ શ્લોકની બીજી પંક્તિમાં થોડો પાઠભેદ છે. “ wોટ: શબ્દનારન્ ધ્વનયોડવૈવાહિતા !”
સ્ફોટવાદ વૈયાકરણોનો સિદ્ધાન્ત છે. જ્યારે આપણે કોઈ શબ્દ (દા.ત. કમલ) બોલીએ ત્યારે (ક, મ, લ એમ) એક, એક વર્ણનું ઉચ્ચારણ કરતા હોઈએ છીએ. છતાં સાંભળનાર વ્યક્તિ એ શબ્દનો શબ્દાર્થ કેવી રીતે સમજી શકે છે ? પૂરો શબ્દાર્થ શ્રોતા સમક્ષ કેવી રીતે ઉપસ્થિત થાય છે ? તેથી આગળ વધીને જ્યારે આખું વાક્ય બોલવામાં આવે ત્યારે તેમાં આવતા એક એક શબ્દનું ઉચ્ચારણ થયા પછી સંપૂર્ણ વાક્યાયે કેવી રીતે સમજાય છે ? એ પ્રશ્નની વિચારણામાંથી આ સિદ્ધાન્ત ઉદ્ભવ્યો છે. શ્રુતિ અર્થ થાત્ : ઃ | જેનાથી અર્થની પ્રતીતિ થાય છે તે ‘સ્ફોટ છે; દા. ત. ‘કમલ’ શબ્દના ત્રણ અક્ષરો ‘ક’, ‘મ’, ‘લ’ અલગ રીતે કોઈ અર્થ આપી શક્તા નથી. કારણ કે આ વર્ણો એક પછી એક બોલાય છે. ત્રણે અક્ષરોનું એકી સાથે ઉચ્ચારણ નહીં થતું હોવાથી, સંયુક્ત રીતે તે કોઈ અર્થ આપી શકે નહીં તે સહજ છે. જ્યારે આપણે ‘’ બોલ્યા ત્યારે ‘’, ‘’ હતા નહીં. ' બોલ્યા ત્યારે ‘ક’ લુપ્ત થઈ ગયો હતો અને ‘લ' બોલાયો નહોતો. ‘લ બોલ્યા ત્યારે ‘ક’ અને ‘મ” નાશ પામ્યા છે. છેલ્લો અક્ષર “લ” બોલીએ ત્યારે પહેલાં બોલાયેલા ‘ક’ અને ‘મ ફરી ક્રમ પ્રમાણે ઉપસ્થિત થઈ ત્રણેય અક્ષરો ભેગા થઈને અર્થનું જ્ઞાન કરાવે છે એમ કહેવા માટે કોઈ પ્રમાણ નથી. આથી વૈયાકરણોએ શબ્દનાં બે સ્વરૂપોની કલ્પના કરી છે. (૧) બાહ્ય અને (૨) આભ્યન્તર. શબ્દનું બાહ્ય સ્વરૂપ એટલે અક્ષરો જેમકે કમલ'માં ‘ક’, ‘મ’, ‘લ’. શબ્દના આભ્યન્તર
Page #329
--------------------------------------------------------------------------
________________
૩ર ૭.
અભ્યાસ નોધ (ઉ. ૧/૧૩) સ્વરૂપને તેમણે “સ્ફોટ' નામ આપ્યું છે. બોલનારનો શબ્દ સાંભળનાર સમજે, તેને અર્થબોધ થાય તેમાં આ ‘સ્ફોટ’ જ મુખ્ય છે. તે અલગ અલગ રહેલા અક્ષરોને સંયુક્ત રીતે અને ક્રમ પ્રમાણે ઉપસ્થિત કરીને તેનો અર્થ આપે છે. વ્યાકરણના આચાર્યો માને છે કે સ્ફોટ વ્યંગ્ય છે. કારણ કે તે શબ્દની અંદર છુપાયેલો છે. આ આત્યંતર અર્થને સૂચવનારા શબ્દો માટે (અક્ષરો માટે) તેમણે ધ્વનિ’ શબ્દનો પ્રયોગ કર્યો છે.
બોલતા શબ્દના દરેક અક્ષરને આપણે જેમ જેમ બોલીએ છીએ તેમ તેમ તે તે અક્ષરોનો રણકાર સાંભળનારના મગજમાં રહી જાય છે. બધા અક્ષરો બોલાઈ રહે ત્યારે આ રણકારનો સંસ્કાર સમૂહ આખા શબ્દનો અર્થ સૂચવે છે. બધા અક્ષરોના ઉચ્ચારને અંતે જે તત્ત્વને લીધે આખા શબ્દનો અર્થ સમજાય છે એટલે કે આખા શબ્દના અર્થનો જે સ્ફોટ થાય છે તેને વૈયાકરણો એ ધ્વનિનું નામ આપ્યું છે.
વૈયાકરણ જ્યારે શબ્દને નિત્ય કહે છે ત્યારે તેનો અભિપ્રાય “સ્ફોટરૂ૫ શબ્દની નિત્યતાથી છે. આ જ રીતે અનેક પદોના સમુદાયરૂપ વાક્યસ્ફોટ'ની અભિવ્યક્તિ પદો દ્વારા થાય છે. વૈયાકરણોએ (૧) વર્ણસ્ફોટ (૨) પદસ્ફોટ (૩) વાક્યસ્ફોટ (૪) અખંડ પદસ્ફોટ (૫) અખંડ વાક્યસ્ફોટ (૬) વર્ણ-પદ વાક્યગત-ત્રણ પ્રકારના (૬,૭,૮) જાતિસ્ફોટ એમ આઠ પ્રકારના ફોટ’નું વર્ણન વિયાકરણ ભૂષણ’ વગેરેના ગ્રંથોમાં વિસ્તાર પૂર્વક કહ્યું છે. આ બધાનું મૂળ પતંજલિનું મહાભાષ્ય અને ભતૃહરિનું ‘વાક્યપદીય છે.
(v) કાવ્યશાસ્ત્રમાં ધ્વનિસંજ્ઞા નીચે મુજબ પાંચ અર્થમાં વપરાય છે અને એ અર્થ પ્રમાણે તેની વ્યુત્પત્તિ અભિનવગુપ્તને અનુસરીને ડૉ. નગેન્ડે આમ આપી છે.
(વિશ્વેશ્વરની આવૃત્તિ – ભૂમિકા-પૃ-૩)
(૧) ધ્વતિ ધ્વનતિ વા યઃ સ ચ શબ્દઃ ધ્વનિ . જે ધ્વનિ કરે ત્યા કરાવે તે વ્યંજક શબ્દ ધ્વનિ છે.
(૨) ધ્વતિ બનતિ : : : અર્થઃ ધ્વનિ જે ધ્વનિત કરે ત્યા કરાવે તે વ્યંજક અર્થ ધ્વનિ છે.
(૩) ધ્વન્ય તિ નઃ | જે ધ્વનિત કરાય છે તે ધ્વનિ છે. તેમાં રસ, અલંકાર અને વસ્તુ વ્યાયાર્થનાં આ ત્રણે રૂપો આવી જાય છે.
(૪) ધન્યતે નેન તિ ધ્વનિઃ જેની દ્વારા ધ્વનિત કરાય તે ધ્વનિ છે. આનાથી શબ્દ અર્થના વ્યાપાર-વ્યંજના શક્તિનો બોધ થાય છે.
(૫) ધ્વન્યતે ગનિ તિ ધ્વનિ . જેમાં વસ્તુ, અલંકાર, રસાદિ ધ્વનિત હોય તે કાવ્યને ધ્વનિ કહે છે. આમ ધ્વનિનો પ્રયોગ પાંચ ભિન્નભિન્ન પણ પરસ્પર સંબદ્ધ અર્થોમાં થાય છે. વ્યંજક શબ્દ, વ્યંજક અર્થ, વ્યંગ્યઅર્થ, વ્યંજના વ્યાપાર અને વ્યંગ્ય પ્રધાન કાવ્ય.
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૨૮
- વન્યાલોક (v) દૃર્જયા -શેમુવીત્વમ્ ઈર્ષ્યાથી બુદ્ધિની કલુષિતતા, દૂષિત બુદ્ધિ
હોવાપણું.
૧૩-૧૧ (i) પ્રથમ કારિકા અને તે પરના આલોકમાં-વૃત્તિમાં-ધ્વનિ વિરોધી ત્રણ મત-અભાવવાદી, ભાક્તવાદી અને અનિર્વચનીયવાદીનું નિરૂપણ કર્યું છે. તે પૈકી તેરમી કારિકામાં અભાવવાદીના બધા વિકલ્પોનું લેખકે ખંડન કર્યું. પછીની કારિકાઓમાં અન્ય બે મતનું ખંડન કરતા પહેલાં આનંદવર્ધન ‘આલોક માં ધ્વનિના અસ્તિત્વને સિધ્ધ કરી ધ્વનિના બે મુખ્ય ભેદોની ચર્ચા કરે છે, તથા તેનાં ઉદાહરણ આપે છે. બીજા ઉઘાતમાં તેમણે ધ્વનિના અન્ય ભેદોની ચર્ચા કરી છે એમ કમ ભંગ કેમ એવો વિચાર મનમાં આવે તે સ્વાભાવિક છે. તેનું સમાધાન કરતાં લોચનકાર કહે છે કે “ભાતવાદનો આધાર ‘લક્ષણા વ્યાપાર’ છે. ધ્વનિના
અવિવક્ષિતવાચ્ય' નામના પ્રભેદમાં લક્ષણા પરિચય, વાચકને થઈ જાય પછી આગળ ધ્વનિના ભાક્તત્વની શંકાનું સમાધાન સહેલાઈથી થઈ શકે. બીજા ઉદ્યોતમાં આ બે ભેદોનું ફરી પ્રતિપાદન કર્યું નથી. કારિકા ભાગમાં અવાન્તર ભેદ સમજાવવાનો આરંભ કરી દીધો છે. | (i) અવિવક્ષિતવાચ્ય (લક્ષણામૂલ) -વાચ્ય અને વ્યંગ્ય જુદાં છે. હવે જ્યારે વાચ્ય ઉપરથી વ્યંગ્ય-ધ્વનિ-નીકળે ત્યારે વાચ્યાર્થીની જરૂર તદ્દન જતી રહે કે થોડીક રહે એ પ્રશ્ન છે. જ્યાં વાચ્યની હેજ પણ જરૂર રહેતી નથી તેને “અવિવક્ષિતવાચ્ય” કહેવાય છે. સુવર્ણપુષ્પ૦ ઈ. ઉદા.માં ભૂમિને કંઈ સુવર્ણ પુષ્પો હોય નહીં. વાચ્યાર્થ તો “સોનાનાં પુષ્પો એમ જ છે. તે વિવક્ષિત નથી, તે કહેવાનું અભિપ્રેત નથી. પણ એના ઉપરથી ‘સુવર્ણ પુષ્પોવાળી એટલે ધનવાળી એવો વ્યંગ્યાર્થ નીકળે છે. એ અર્થ માટે વાચ્યાર્થની જરાય વિવક્ષા (કહેવાની ઇચ્છા) નથી.
(ii) વિવક્ષિતા પરવાચ્ય-આમાં વાચ્યાર્થી વિવેક્ષા હોય છે, પણ વાચ્ય બીજા અર્થમાં-વ્યંગ્યાર્થમાં વિરમે છે. શિવજી નુ નામ ઈ. ઉદા. માં તારા અધર જેવાં લાલ બિઓફળનો શુકશાવક-પોપટનું બચ્ચું-સ્વાદ લે છે, તે એણે એવું તે ક્યું તપ કર્યું છે?' એવો વાચ્યાર્થ છે, તે અસંભવિત નથી. પણ વક્તાને વાચ્યાર્થ જ અભિમત નથી. બોલનાર કામુક છે. તે પોતાની પ્રિયતમાને આ કહે છે, તેથી અધરરસનો આસ્વાદ લેવાની તેની ઇચ્છા વ્યંજિત થાય છે. આમ વાચ્યાર્થ બીજા અર્થમાં પરિણમે છે. માટે તે વિવક્ષિત-અન્યપર-વાચ્ય કહેવાય છે.
કારિકા૧૪ અને વૃત્તિ: અભાવવાદીઓના મતનું ખંડન ર્યા પછી આ અને પછીની કારિકાઓમાં તથા વૃત્તિભાગમાં ભાતવાદી નામના ધ્વનિ વિરોધીઓના મતનું ખંડન કરવામાં આવ્યું છે. ભાક્તવાદીઓના ત્રણ વિકલ્પો સંભવે છે. (૧) ધ્વનિ અને લક્ષણા એક જ છે. તેથી ધ્વનિને માનવાની જરૂર નથી. (૨) લક્ષણા એ
Page #331
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧૪)
૩૨૯ ધ્વનિનું લક્ષણ છે, તેથી ધ્વનિને માનવાની જરૂર નથી. (૩) લક્ષણા એ ધ્વનિનું ઉપલક્ષણ છે તેથી ધ્વનિને માનવો એ જરૂરી નથી. મહૂિર્તમચે- એમ પ્રથમ કારિકામાં અને તે પરની વૃત્તિમાં આ મતનો પૂર્વપક્ષ રજુ થયો છે. હવે તેનું ખંડન કરી અહીં સિદ્ધાન્તપક્ષ સમજાવવામાં આવ્યો છે. ધ્વનિ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કારિકા અને આલોકની ચર્ચા પરથી ભાક્તવાદીઓના ત્રણ વિકલ્પોનું અનુમાન કરી શકાય છે,
૧૪.૧ ધ્વનિને ‘ભાક્ત’ માનનારા પક્ષના ત્રણ વિકલ્પો પૈકી પહેલો વિકલ્પ ભક્તિ અને ધ્વનિનો અભેદ છે એનું ખંડન ‘મસ્યા નિમર્તિ મૈત્વમ્ થી કર્યું છે. ત્રીજા વિકલ્પનું ખંડન કારિકા-૧ભાં કર્યું છે. ૧૪મી કારિકાના ઉત્તરાર્ધથી ૧૮ મી કારિકા તેમજ વૃત્તિમાં દ્વિતીય વિકલ્પનું ખંડન ક્યું છે.
૧૪.૨ (i) મતિવ્યા:- વ્યાઃ |
‘તર્કભાષા માં કેશવમિશ્ર લક્ષણની વ્યાખ્યા’ ‘તલ તુ મસાધારણધર્મવવનમ્અસાધારણ ધર્મને લક્ષણ કહે છે.’ એમ આપે છે. જેમ કે જો નું લક્ષણ સાસ્નાદિમત્ત્વ છે. અસાધારણધર્મ તે કહેવાય છે જે કેવળ લક્ષ્યમાં (ઉદા. જો) માં રહે. લક્ષણ ત્રણ દોષથી રહિત હોવું જોઈએ. (૧) અતિવ્યામિ (૨) અવ્યાપ્તિ (૩) અસંભવ. તે પૈકી કારિકા અને વૃત્તિમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિનો ઉલ્લેખ છે.
જે ધર્મ લક્ષ્યથી ભિન્ન અલક્ષ્ય (જેમકે ભેંસ વગેરે) માં પણ જોવા મળે તેમાં અતિવ્યાપ્તિ દોષ ગણાય છે. અત્રવૃત્તિત્વમ્ તિવ્યાણિક / ઉદા. કૃમિત્વ-ગાય એ શીંગડાંવાળું પ્રાણી છે એમ ગાયનું લક્ષણ કરવામાં આવે તો અતિવ્યાપ્તિ દોષ છે.
જ્યાં ધ્વનિ નથી હોતો એવાં કાવ્યોમાં પણ લક્ષણા સંભવે છે તેથી લક્ષણા એ ધ્વનિનું લક્ષણ છે એમ માનવાથી અતિવ્યાપ્તિ દોષ થાય.
એ જ રીતે ‘ત -વૃત્તિત્વમ્ મવ્યાએવી અવ્યામિની વ્યાખ્યા મુજબ જે ધર્મ લક્ષ્યના એક અંશમાં ન મળતો હોય તો એ લક્ષણ ‘અવ્યાપ્તિ’ દોષવાળું કહેવાય છે. ઉદા. શાબલેયત્વ-કાબરચીતરાપણું-એ ગાયનું લક્ષણ છે એમ કહેવામાં આવે તો લક્ષ્ય-ગૌ-ના અમુક ભાગને જ તે લાગુ પડે છે. સફેદ, કાળી, કપિલ વર્ણની વગેરે પ્રકારની “ગૌ ને એ લક્ષણ લાગુ પડતું નથી. ‘વિવક્ષિતા પરવાચ્ય’ નામે ધ્વનિનો પ્રકાર, તેમજ બીજા ઘણા પ્રકારો ‘ભક્તિથી વ્યાપ્ત થતા નથી માટે ‘ભક્તિ’ - લક્ષણા-એ ધ્વનિનું લક્ષણ નથી, અવ્યામિદોષ થતો હોવાથી, એમ કારિકા-૧૮માં સમજાવ્યું છે.
(i) ૩૫રિતીન્દ્રવૃર્યા- ઉપચાર યા ને ગૌણી શબ્દવૃત્તિથી
૧૪.૩ મિસ્તાન.. ઈ. આ શ્લોકમાં ‘વતિ = પ્રગટ કરે છે, કહે છે. આમ તો ચેતનવાળી વ્યક્તિ કરી શકે. એથી મુખ્યાર્થનો બાધ થતાં લક્ષણાથી એનો અર્થ
Page #332
--------------------------------------------------------------------------
________________
- ધ્વન્યાલોક સ્પષ્ટ રીતે પ્રગટ કરે છે એમ કરવામાં આવે છે. એ શબ્દો જ પ્રયોજયા હોતતો પણ ચાલત. વતિ’ એવા લક્ષણાના પ્રયોગથી કોઈ વિશેષ સૌદર્ય આવતું નથી. આ શ્લોક રત્નાવલી’ નાટિકામાંથી છે. રાજા ઉદયન શય્યાનું વર્ણન કરે છે.
ગુખ્યતે... ઈ. અહીં પુનરુકિત અર્થ અસંભવ છે. પુનરુત્તમ્ પદથી કંટાળાજનક’, ‘નવીનતા રહિત’ અર્થ લક્ષણાથી આવે છે. સીધું એમ કહ્યું હોત તો ચાલત.
પિતા પ્રસન્ન... ઈ. અહીં “Jદીતા' પથી ઉપાદેયતા અને ‘’ પદથી તેની અધીનતા લક્ષણોદ્વારા જણાય છે. પણ ધ્વનિનો અવસર નહીં હોવાથી અહીં પણ અતિવ્યાપ્તિ છે.
માયા પ્રહારો... ઈ. અહીં દાન’ વસ્તુનું થાય. પ્રહારનું નહિ. તેથી લક્ષણાથી ‘પ્રહાર કર્યો એમ સમજવાનું છે. તેથી : પ્રયોગ ખાસ સૌંદર્ય વગરનો છે.
વર્ષે યઃ પીડા”... ઈ. આ ઉદાહરણમાં શેરડી નિર્જીવ છે. તેથી અનુમતિ નો અર્થ ‘પિલાય છે.’ એમ થાય છે. એ પ્રયોગથી કોઈ વિશેષ સૌર્થ આવતું નથી.
કારિકા-૧૫ અને વૃત્તિ : આગળની કારિકા પરની વૃત્તિમાં આપેલ ચાર ઉદાહરણોમાં શબ્દાન્તરથી અગમ્ય અનિર્વચનીય આહૂલાદ આપતો વ્યંજક શબ્દ નથી. આ ઉદાહરણોમાં લાક્ષણિક શબ્દ, બીજી રીતે પ્રગટ ન થઈ શકે એવા સૌંદર્યનું કારણ બનતો નથી. વતિ, અનુમતિ વગેરે વાચ્યમાં પણ મૂકી શકાત, એટલે એને ધ્વનિ કહી શકાય નહીં.
કારિકા-૧ અને વૃત્તિઃ કારિકા-૧૬માં રૂઢિ લક્ષણા અને કારિકા-૧૭માં પ્રયોજનવતી લક્ષણાના સંદર્ભે ચર્ચા છે.
રૂઢિ લક્ષણાનાં ઉદાહરણ લાવણ્ય, આનુલોમ્ય, પ્રાતિકૂલ્ય વગેરે શબ્દો છે. તવળી માવ: તાવળ્યમ્ / લવણ (મીઠું, નમક) પરથી આ શબ્દ બન્યો છે પણ સૌદર્યના અર્થમાં રૂઢ થયેલો છે. આ રૂઢ અર્થમાં મીઠાનો અર્થ સહેજ પણ નથી. તેથી લાવણ્યને રૂઢિપ્રયોગથી લક્ષણા તરીકે લેવાય. પણ ધ્વનિ તરીકે તો નહીં જ. લાવણ્ય જેવા રૂઢિ લક્ષણાવાળા શબ્દો પ્રયોજાયા હોય તો આખા વાક્યના સંદર્ભમાં ધ્વનિ હોઈ શકે છે પણ તેનું કારણ બીજું હોય છે, લાવણ્ય વગેરે શબ્દ નહીં.
કારિકા-૧૭ અને વૃત્તિ : પ્રયોજનવતી લક્ષણાને કાવ્યશાસ્ત્રના ગ્રંથોમાં જીયા| ઘોષઃ ' નું ઉદાહરણ આપીને સમજાવવામાં આવે છે. લક્ષણાની ત્રણ શરતો છે. મુખ્યાર્થબાધ, તદ્યોગ, પ્રયોજન ગંગા પર નેસડો છે. આ ઉદાહરણમાં મુખ્યાર્થ યાને વાચ્યાર્થ-“ગંગા પ્રવાહ પર નો છે.” પ્રવાહ પર નેસડો હોઈ ન શકે. તેથી વાચ્યાર્થનો બાધ થાય છે. તેથી સામીપ્ય સંબંધથી-તોગથી-“ગંગા તો નેસડો-ઘોષ છે' એવો લક્ષ્યાર્થ, લક્ષણા વ્યાપારથી-વૃત્તિથી કરવામાં આવે
Page #333
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧૮,૧૯) છે. આ ઉદાહરણમાં પ્રયોજન “શૈત્ય, પાવનત્વની પ્રતીતિ' છે. એ પ્રયોજન અભિધાથી, બીજી લક્ષણા કરવાથી, પ્રયોજન સાથેની વિશિષ્ટ લક્ષણા કરવાથી, અને તાત્પર્યવૃત્તિથી સમજી શકાતું નથી. પ્રયોજન વ્યંજના વ્યાપારથી જ પ્રાપ્ત થાય છે. મમ્મટે કાવ્યપ્રકાશના દ્વિતીય ઉલ્લાસમાં, તેમજ અન્ય આલંકારિકોએ આનું પ્રતિપાદન કર્યું છે.
પ્રસ્તુત કારિકામાં ‘’ શબ્દ (શેત્ય પાવનત્વાદિ) પ્રયોજન માટે છે. શેત્ય પાવનત્વરૂપ પ્રયોજનનો બોધ “મા” શબ્દ જ કરાવી શકે છે. લક્ષણાનું કામ ફક્ત અભિધાથી પ્રાપ્ત થતા વાચ્યાર્થ-મુખ્યાર્થની બાધા દૂર કરવાનું છે. લક્ષણા અભિધાના પુચ્છ જેવી છે. પ્રયોજન માટે ત્રીજી વૃત્તિ, વ્યંજનાવૃત્તિનો આશ્રય લેવો જોઈએ.
ઉન્નતિઃ - આ શબ્દ બાધિતાર્થ બોધક છે. થીમ્ ઘોષ: I એવા લક્ષણાના ઉદાહરણમાં શૈત્યપાવનત્યાદિ પ્રયોજન-લ-ની પ્રતીતિ (બીજી) લક્ષણાથી થતી નથી, કેમકે તટ- લક્ષ્યાર્થ છે. બીજી લક્ષણા કરવા માટે તટ ને મુખ્યર્થ ગણવો પડે. તટ શબ્દ, સ્મલિત ગતિવાળો નથી અર્થાત્ જેનો અર્થ ન થતો હોય તેવો નથી, એટલે કે બાધિતાર્થ બોધક’ નથી. તેથી (બીજ) લક્ષણાથી નહીં પણ વ્યંજના વ્યાપારથી જ પ્રયોજનની પ્રતીતિ થાય છે.
કારિકા-૧૮ અને વૃત્તિ ભક્તિ (લક્ષણા) એ ધ્વનિનું લક્ષણ નથી કેમકે એમ માનવાથી ‘અવ્યાપ્તિ’ દોષ થાય છે એ અહીં સમજાવ્યું છે. ધ્વનિના બે ભેદ,
અવિવક્ષિતવાચ્ય” અને “વિવક્ષિતાન્યપરવાચ્ય', આ ઉદ્યોતમાં દર્શાવ્યા પછી દ્વિતીય ઉદ્યોતમાં તે બંનેના બબ્બે ભેદ ગણાવવામાં આવનાર છે.
અવિવક્ષિતવાચ્ય’ના બેય ભેદમાં લક્ષણો હોઈ શકે છે. પણ ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ના અસંલક્ષ્યમવ્યંગ્ય’ નામના ભેદમાં લક્ષણાને અવકાશ નથી. એ પ્રકારમાં રસ, ભાવ, રસાભાસ વગેરેનો જ ધ્વનિ હોય છે. ધ્વનિ અને લક્ષણા પૂરેપૂરાં વ્યાપ્ત થતાં નથી તેથી બન્ને એક નથી. ધ્વનિના બધા ભેદમાં લક્ષણા નહીં હોવાથી અવ્યાપ્તિ દોષ થાય છે.
ટૂંકમાં, અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિનો દોષ આવતો હોવાથી લક્ષણા અને ધ્વનિ બન્ને એક નથી તેમજ લક્ષણા ધ્વનિનું લક્ષણ નથી.
કારિકા-૧૯ અને વૃત્તિ ઃ
(i) ઉપલક્ષણ=પ્રાસંગિક ચિન. (accidens). ઉદા. જાન રેવદ્રત્તી Jરમ્ | જેમકે કોઈક, શેરીમાં જઈ પૂછે કે દેવદત્તનું ઘર કયું? જાણકાર જવાબ આપે કે ‘પેલો કાગડો બેઠો છે તે.’ બીજાં બધાં ઘરથી જુદું તારવવા માટે, એ વખતે દેવદત્તના ઘર પર કાગડો બેઠો હોય તે બતાવીને આમ કહી શકાય. પણ કાકાએ દેવદત્તના ઘરનું પ્રાસંગિક ચિહ્ન- ઉપલક્ષણ છે, કાયમી ચિહ્ન નથી. લક્ષણ નથી.
Page #334
--------------------------------------------------------------------------
________________
૩૩૨
- વિન્યાલોક ‘અવિવક્ષિતવાચ્ય ધ્વનિના પ્રકારોમાં ભક્તિનું અસ્તિત્વ સ્વીકારાયું છે, પણ તેથી ધ્વનિવાદીઓની સ્થિતિમાં, આવા સ્વીકારથી, ફેર પડતો નથી. આમ છેલ્લી હદ સુધી દલીલ કરવામાં આવે તો તે અલંકારને પણ લાગુ પડે છે.
(i) એડપિ સહય... ઈ. અહીં વૃત્તિમાં ધ્વનિવિરોધી ત્રીજા પક્ષ-અલક્ષણીયતા યા અનિર્વચનીયતા-વાદનું ખંડન છે. કારિકા-૧૩થી ૧૯ સુધી લેખકે અભાવવાદી અને ભાક્તવાદીઓના ત્રણ ત્રણ વિકલ્પોનું ખંડન કર્યું છે. કા-૧૩માં (ચત્રાર્થ શબ્દો વા... ઈ.) ધ્વનિનું સામાન્ય લક્ષણે કહી દઈને ધ્વનિ અનાગ્યેય, અલક્ષણીય યા અનિર્વચનીય છે, એવા વિચારનું નિરાકરણ આનંદવર્ધને કર્યું છે. તેથી અલક્ષણીયતાવાદના ખંડન માટે જુદી કારિકા લખી નથી. પણ અહીં વૃત્તિમાં ખંડન કરવામાં આવ્યું છે.
દ્વિતીય ઉદ્યોત કારિકા-૧
૧.૧ (i) ધ્વન્યાલોક'ના કારિકાકાર અને વૃત્તિકાર એક છે કે જુદા એવો, ગ્રંથકર્તુત્વ અંગે, વિવાદ છે. પ્રથમ ઉદ્યોત તા-૧૩ પરની વૃત્તિમાં (૧૩.૧૧) ધ્વનિના બે પ્રકાર દર્શાવ્યા છે. એ વૃત્તિભાગનો નિર્દેશ અહીં કારિકા (૨.૧)માં થયો છે અને “અવિવક્ષિતવાચ્ય’ના બે પ્રકારો દર્શાવ્યા છે. આ ગ્રંથની કારિકા અને વૃત્તિના લેખક એક જ છે એમ સિદ્ધ કરે છે.
(ii) “અવિવક્ષિતવાચ્ય’ અને ‘વિવક્ષિતા પરવાચ્ય એ બે પ્રકારોમાં વાચ્ય શબ્દ હોવાથી કોઈના મનમાં એવી શંકા થાય કે આ બે પ્રકારો વાચ્યના છે, ધ્વનિના નહીં. આનંદવર્ધન આલોકમાં-વૃત્તિમાં, (ાવમવિક્ષિત... ઈ. ધ્વનિર્દિપ્રજા.) કહે છે કે આ બે પ્રકારો ધ્વનિના જ છે. આ પ્રકારોને લીધે જે અર્થ બહાર આવે છે તે વાચ્યાર્થ નથી પણ વ્યંગ્યાર્થ છે. વાચ્યની વિરક્ષા અને અવિવાની બાબતમાં આ બંનેમાં સ્પષ્ટ વિરોધ છે. અવિવક્ષિતવાચ્યના બે પેટાપ્રકાર બતાવ્યા છે. અર્થાન્તરસંક્રમિતવાચ્ય” એટલે “જેમાં વાચ્ય અર્થનું બીજા અર્થમાં સંક્રમણ કરાવવામાં આવ્યું છે તેવો.” “અત્યંત તિરસ્કૃત વાચ્ય' એટલે “જેમાં વાચ્યાર્થનો અત્યંત તિરસ્કાર કરવામાં આવ્યો હોય, તેને બિલકુલ ઢાંકી દેવામાં કે છોડી દેવામાં આવ્યો છે તેવો.
(ii) અવિવક્ષિતવાચ્ય ધ્વનિ લક્ષણામૂલ છે. મમ્મટ કાવ્યપ્રકાશમાં તક્ષણ તેને વિધા' સમજાવતાં શુદ્ધા લક્ષણાના બે પ્રકારો ઉપાદાન લક્ષણો અને લક્ષણ લક્ષણા સમજાવેલ છે. લક્ષણાના બધા પ્રકારોમાં મુખ્યાર્થબાધ, તદ્યોગ, પ્રયોજન (જો રૂઢિલક્ષણા હોય તો રૂઢિ) એ ત્રણ બાબતો હોવી જોઈએ. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદય સંબંધ (ઘોગ) હોય તો ગૌણી (જેને મીમાંસકો અલગ વૃત્તિ
Page #335
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૧) વ્યાપાર, શક્તિ-માને છે.) અને સાદયેતર સંબંધ હોય (જેવા કે સંયોગ, સામીપ્ય, વગેરે) તો શુદ્ધા લક્ષણા કહેવાય છે. ઉપાદાન લક્ષણામાં સિદ્ધયે પરાક્ષેપ:' હોય છે
જ્યારે લક્ષણ લક્ષણામાં પરાર્થે સ્વસમર્પણમ્' હોય છે. બન્નેનાં ઉદાહરણો અનુક્રમે કુન્તા: પ્રવિન્તિ’ અને ‘જય ઘોષ’ આપવામાં આવેલાં છે. ઉપાદાન લક્ષણામાં મુખ્યાર્થ (=વાચ્યાર્થી પોતાની બાધા દૂર કરવા માટે બીજા અર્થનું સૂચન કરે છે અને તેની મદદથી પોતાનો અન્વય સિદ્ધ કરે છે. ઉપાદાન લક્ષણામાં વાચ્યાર્થ રહે છે ઉપરાંત બીજો અર્થ ઉમેરાય છે. આ લક્ષણાને “અજહત્ સ્વાર્થી’ – પોતાનો અર્થ ન છોડનારી-પણ કહે છે. લક્ષણ લક્ષણામાં મુખ્યાર્થ- બિલકુલ છોડી દેવો પડે છે. તેથી તે “જહત સ્વાર્થી પોતાનો અર્થ છોડી દેનારી' કહેવાય છે.
અવિવક્ષિતાવાચ્યના પ્રથમભેદ' અથૉતર સંક્રમિત વાચ્ય’ના મૂળમાં ‘ઉપાદાન લક્ષણા રહેલી છે. દ્વિતીય ભેદ ‘અત્યંત તિરસ્કૃત વાચ્ય’ના મૂળમાં લક્ષણલક્ષણા રહેલી છે.
૧.૨ (i) આપેલ ઉદાહરણવાળા શ્લોકમાં મેઘની કાતિથી લિસ આકાશ, બલાકા, શકરયુક્ત વાયુ, મયૂરની કેકા વગેરે વિપ્રલંભ શૃંગાર રસના ઉદ્દીપન વિભાવ છે. રામનો વિપ્રલંભ જાગ્યો છે. રતિભાવ તો નાયક-નાયિકા બન્ને સાથે સંબંધ ધરાવે છે. રામ સીતાને યાદ કરીને પોતાને માટે અહીં કહે છે. હું તો કઠોર હૃદયવાળો રામ છું એટલે સહી લઉં છું. અહીં “કઠોર હૃદયવાળો’ એ વિશેષણ ઇચ્છિત ધ્વનિ માટે છે એમ સમજાય છે. હું રામ તો જીવું છું પણ સીતાનું શું થશે? તે જીવતી હશે? એમ સીતાને સ્મરીને જાણે એ હાજર હોય, પ્રત્યક્ષ હોય એમ તેને કહે છે “અરે રે દેવી ધીરજ રાખજે.'
‘રામો’િ ‘હું રામ છું'ના સ્થાને કેવળ ‘મણિ' કહેવાથી પણ, રામ આ શ્લોક બોલતા હોવાથી, ‘' પદની પ્રતીતિ દ્વારા રામનો બોધ થઈ જાત. એથી રામ શબ્દનો વાચ્યાર્થ અનુપપન્ન છે, બંધ બેસતો થતો નથી. તેથી રામ પદ ઉપાદાન લક્ષણા દ્વારા અત્યંત દુઃખ સહિષ્ણુત્વ વિશિષ્ટ રામનો બોધ કરાવે છે. હું તો રામ છું એટલે હું તો, પિતાનો અત્યંત વિયોગ, રાજત્યાગ, વનવાસ, સ્ત્રીહરણ આદિ અનેક દુઃખને સહન કરનારો અત્યંત કઠોર હૃદય રોમ છું. હું બધું સહન કરી શકું તેમ છું. એમ સમજવાનું છે. અહીં વૃદ્ધ તો હૃદય’ આ પદ લક્ષ્યાર્થની પ્રતીતિમાં વિશેષ સહાયક બને છે. રમ પદ 'દુઃખસહિષ્ણુત્વ વિશિષ્ટ’ રામનું બોધક હોવાથી અર્થાન્તર-સંક્રમિત-વાચ્યધ્વનિ'નું ઉદાહરણ છે. તે દુઃખસહિષ્ણુત્વ વગેરે ધર્મોનો અતિશય, વ્યંગ્ય છે. | (i) બહુમુખી પ્રતિભાવાળા આનંદવર્ધને ધ્વન્યાલોક' ઉપરાંત અન્ય કૃતિઓ લખી હતી. અહીં પોતાની કાવ્યકૃતિ “વિષમબાણલીલામાંથી એક શ્લોક ઉધૃત કર્યો છે.
Page #336
--------------------------------------------------------------------------
________________
૩૩૪
- વન્યાલોક મતિ મતાનિ મતાનિ' કમળો, કમળો થાય છે. એમ કહેવાથી મુખ્યાર્થ બાધિત થાય છે. કહેવા એ માંગે છે કે કમળો કમળના ખરા ગુણવાળાં થાય છે. એટલે બીજા ‘કમલ’ શબ્દનો અર્થ ‘કમળના ખરા ગુણવાળાં કમળો એમ થાય છે. અહીં બીજા કમળ શબ્દનો વાચ્યાર્થ “અમુક જાતનું પુષ્પ એ વિવક્ષિત નથી. પણ સૌદર્ય, સૌરભ, પૂર્ણ વિકાસ વગેરે અનેક ગુણથી યુક્ત કમળ નામે પુષ્પ એમ વિવક્ષિત છે. આથી આ અર્થાન્તરસંક્રમિતવાચ્ય ધ્વનિનું (બીજું) ઉદાહરણ છે.
૧.૩ (i) આદિ કવિ વાલ્મીકિના રામાયણમાં, પંચવટીમાં હેમંત વર્ણન પ્રસંગે આ શ્લોક શ્રીરામ, લક્ષ્મણને કહે છે. આ શ્લોકમાં “અલ્પ’ શબ્દનો વાચ્યાર્થ બંધ બેસતો નથી, સમજાતો નથી. અરીસો કંઈ આંધળો હોઈ શકે નહીં. તેથી એ અર્થને સાવ છોડી દેવો પડે છે. તેના પરથી સૂચવાતો બીજો અર્થ ‘ઝાંખો’ ‘મલિન’ સ્વીકારવો પડે છે. આમ મુખ્યાર્થીને તદ્દન છોડી દેવો પડે છે, માટે એ અત્યંત તિરસ્કૃતવાચ્ય ધ્વનિ’નું ઉદાહરણ છે.
(i) મઘના ઉપયોગથી થતો નશો ‘મત્ત’ શબ્દનો મુખ્યાર્થ છે. સૌદર્ય વગેરેને કારણે ઉત્પન્ન ‘દર્પ', અહંકાર શબ્દનો મુખ્યાર્થ છે. આ બંને ધર્મ ચેતનમાં જ રહી શકે છે. આ શ્લોકમાં મેઘને “મત્ત’ અને ચંદ્રની ‘નિરહંકાર કહેલ છે. મુખ્યાર્થ બાધિત થાય છે. લક્ષણાથી સાદશ્યને બળે અનુક્રમે અનુચિત કરનાર દુર્નિવારત્વ, વગેરે અને મલિન, શોભાહીન, વિચ્છાયત્વ વગેરે ધર્મોને વ્યક્ત કરે છે. એમાં મુખ્યર્થનો ત્યાગ કરવો પડતો હોવાથી આ “અત્યંતતિરસ્કૃતવાચ્ય’ ધ્વનિનું ઉદાહરણ છે.
કારિકા-૨ અને વૃત્તિ ઃ વિવક્ષિતા પરવાચ્ય (=અભિધામૂલ) ધ્વનિના પહેલાં, બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. (૧) અસંલક્ષ્યક્રમ અને (૨) સંલક્ષ્યક્રમ.
રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવશાન્તિ, ભાવોદય, ભાવસંધિ, ભાવશબળતારૂપ આસ્વાદપ્રધાન ધ્વનિને અસંલક્ષ્યક્રમ વ્યંગ્યધ્વનિ કહે છે. બીજો સંલક્ષ્યક્રમ વ્યંગ્ય નામનો ભેદ છે. આ બંનેના અનેક પ્રકારો છે.
મુખ્ય રૂપે પ્રગટ થતો વ્યંગ્યાર્થ જ ધ્વનિનો આત્મા છે. વ્યંગ્યાર્થ મુખ્ય હોય તેને જ ધ્વનિ કાવ્ય માનવામાં આવે છે. રસાદિ વ્યંગ્યાર્થી જ્યાં અપ્રધાન હોય એવી સ્થિતિમાં રસવતું વગેરે અલંકારો છે એમ કહેવાય છે.
ધ્વનિની નિષ્પત્તિ થવાના વ્યાપારનો કમ જ્યાં, એવો તો સૂક્ષ્મ હોય કે તેમની ખબર જ ન પડે, ત્યાં અસંલક્ષ્યક્રમ-વ્યંગ્ય’ કહેવાય છે તેનું બીજું નામ “અલક્ષ્યદ્યોતનમ’ પણ આપવામાં આવ્યું છે. “ત્પતરાતપત્રવ્યમેવત્ તાવાતુ ન સંસ્થા જેમ કમળની સેંકડો પાંખડીઓમાં એકવાર સોય પરોવવામાં આવે છતાં
મની પ્રતીતિ નથી થતી તેવી રીતે આ પ્રકારના ધ્વનિમાં કમ દેખાતો નથી. આમાં રસાદિની અભિવ્યક્તિનો આખો વ્યાપાર અસંપ્રદાત રહે છે.
Page #337
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૩)
૩૩૫ કારિકા-૩ અને વૃત્તિ: ‘રસાદિ શબ્દ રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવશાંતિ (યા-ભાવપ્રથમ) ભાવોદય અને ભાવથબલતા ને માટે પ્રયોજાય છે. સંસ્કૃત ટીકાકારોએ અને અર્વાચીન ભાષામાં “ધ્વન્યાલોક'ની વ્યાખ્યા કરનારાઓએ આ કારિકા વિસ્તારથી સમજાવી છે. આ કારિકામાં આવતા રસ, ભાવ વગેરે પારિભાષિક શબ્દો, રસસૂત્ર અને તેનાં ભકલોલા, શંકુક, ભટ્ટનાયક અને અભિનવગુસે કરેલ અર્થઘટન, તેમજ રસ સાથે સંબંધિત વિવિધ મુદ્દાઓને સંસ્કૃત સાહિત્યમાંથી શ્લોકો ઉધૂત કરીને વિસ્તારથી સમજાવેલ છે.
(i) જ્યારે રસાદિ પ્રધાન હોય અર્થાત્ અંગી હોય ત્યારે રસાદિ ધ્વનિ હોય છે. પણ જ્યારે “રસાદિ ની સ્થિતિ અપ્રધાન યા અંગ પ્રકારની હોય ત્યારે તે “રસવત’ વગેરે અલંકારોની કોટિમાં આવે છે. પ્રથમ ઉદ્યોતમાં આનંદવર્ધને એ દર્શાવેલ છે કે અલંકારોમાં ધ્વનિનો અંતર્ભાવ-સમાવેશ સંભવિત નથી. સમાસોક્તિ વગેરે અલંકારોમાં ધ્વનિનો સમાવેશ થતો નથી. એ રીતે રસવત્ અલંકાર અને તે પ્રકારના અન્ય અલંકારોમાં પણ રસાદિ ધ્વનિનો અંતર્ભાવ થતો નથી.
(i) રસ-શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ, અદ્ભુત અને શાંત-એમ નવ રસ છે. વિમવાનુમાવચેમિવાસિયોગદું રસનિષ્પત્તિઃ' એવું રસસૂત્ર ભરતમુનિએ “નાટયશાસ્ત્ર'ના છઠ્ઠા અધ્યાયમાં આપ્યું છે. સંયોગ અને નિષ્પત્તિ શબ્દોને પ્રાચીન આચાર્યોએ જુદી જુદી રીતે સમજાવેલ છે. આ રસસૂત્રનાં ચાર આચાર્યોનાં અર્થઘટનોને આધારે પ્રાપ્ત થતા ચાર મત વધુ જાણીતા છે. (૧) ભટ્ટ લોલટનો ઉત્પત્તિવાદ (૨) શંકુકનો અનુમિતિવાદ (૩) ભટ્ટનાયકનો ભુક્તિવાદ (૪) અભિનવગુપ્તપાદાચાર્યનો અભિવ્યક્તિવાદ યાને સાધારણીકરણનો સિદ્ધાંત. રસને અલૌકિક માનવામાં આવે છે. નવે રસો સુખાત્મક છે. નાટય અને કાવ્ય બન્નેના સંદર્ભમાં રસને સમજાવવામાં આવેલ છે. આચાર્યોએ રસને અખંડસ્વરૂપ માનેલ હોઈ તેના રસોઇય વગેરે ભેદ નથી, જેવા ‘ભાવના છે. રસ સાથે સંબંધિત કેટલાક પારિભાષિક શબ્દો પર નજર કરી લઈએ.
(૧) સ્થાયિભાવ-“મનુષ્ય જે જુએ છે, સાંભળે છે કે કોઈ પ્રકારનો જે અનુભવ કરે છે તે બધાનો સંસ્કાર તેના મન ઉપર પડે છે. એ અનુભવ ક્ષણિક હોવાથી નષ્ટ થઈ જાય છે. પણ તે પોતાની પાછળ એક સ્થાયી સંસ્કાર છોડી જાય છે, જેને “વાસના પણ કહે છે. સંસ્કારને જાગૃત કરતી સામગ્રીથી આ સુષુપ્ત સંસ્કારોનો ઉબોધ થાય છે. આ જન્મના કે અગાઉના જન્મોના સંસ્કારો સુષુપ્ત અવસ્થામાંથી, ઉબોધક સામગ્રી પ્રાપ્ત થતાં, જાગ્રત થાય છે. મનમાં સ્થાયી રૂપથી રહેનારી વાસના યા સંસ્કારનું નામ સ્થાયિભાવ છે. રાગ, દ્વેષ, ઉત્સાહ, જુગુપ્સા સૌથી પ્રબળ સંસ્કારો માનવામાં આવે છે. માનવ યોનિમાં તથા માનવેતર યોનિમાં પણ આ જોવા મળે છે. અલંકારશાસ્ત્રના આચાર્યોએ રતિ, હાસ, શોક, ક્રોધ,
Page #338
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક ઉત્સાહ, ભય, જુગુપ્સા, વિસ્મય અને નિર્વેદ એમ નવ સ્થાયિભાવ માન્યા છે. જોકે સ્થાયિભાવ અને રસની સંખ્યા કેટલાક આચાર્યો નિર્વેદ નામના ભાવને અને તેમાંથી પરિણમતા શાંતરસને નહીં માનતા હોવાથી, આઠની પણ (કેટલાક આચાર્યોએ) ગણાવી છે.
(૨) વિભાવ-તે પદાર્થ, જેનાથી સ્થાયિભાવ ઉબુદ્ધ થાય છે તે ‘વિભાવ કહેવાય છે. તે બે પ્રકારના છે આલંબન અને ઉદ્દીપન. નાયક-નાયિકા આલંબન વિભાવ છે અને ઉદ્યાન, ચંદ્રોદય અનેક ઉદ્દીપન વિભાવ છે. આલંબન વિભાવથી
સ્થાયિભાવ ઉબુદ્ધ થાય છે અને ઉદ્દીપન વિભાવથી અંકુરિત થઈ જાય છે. અંકુરણ પણ ઉબોધનનું જ એકરૂપ છે.
(૩) અનુભાવ-બાહ્ય કટાક્ષ વગેરે ચેષ્ટાઓ ‘અનુભાવ કહેવાય છે. તેનાથી સ્થાયિભાવ પ્રતીત થવા લાગે છે. વિભાવ સ્થાયિભાવનાં કારણ મનાય છે. અનુભાવ કાર્ય મનાય છે. જ્યારે ઉદ્દીપન વિભાવથી રતિ વગેરે વાસના ઉબુદ્ધ થઈ જાય છે. ત્યારે તે વાસનાઓનો પ્રભાવ બહાર દેખાવા લાગે છે. મનોગત ઉદ્દબદ્ધ વાસના પ્રમાણે મનુષ્યની ચેષ્ટા, આકારભંગી વગેરે જોવા મળે છે. ચેષ્ટાઓ ઉબુદ્ધ વાસના અનુસાર હોય છે એનાથી પછી-પશ્ચાત્ હોવાથી તેને ‘અનુભાવ' કહે છે ('મનું पश्चाद् भवन्ति' इति अनुभावाः)
(૪) વ્યભિચારિભાવ યા સંચારિભાવ-તે સ્થિર ન રહેનારી ચિત્તવૃત્તિઓ છે. વિવિધમાકુયેન વન્તતિ મવારિક | લોચન. સ્થાયિભાવ, સ્થાયી હોય છે તો વ્યભિચારિભાવ અસ્થાયી હોય છે. ધૃતિ, શંકા, શ્રમ વગેરે વ્યભિચારિભાવો છે.
આમ આલંબન અને ઉદ્દીપન વિભાવોથી સ્થાયિભાવ ઉબુદ્ધ થાય છે. અનુભાવોથી પ્રતીતિ યોગ્ય થાય છે અને વ્યભિચારિભાવોથી પુષ્ટ થઈને-પોષાઈનેઆસ્વાદ્યમાન થઈ જાય છે. રસ થઈ જાય છે.
રસધ્વનિ ત્યાં હોય જ્યાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારિભાવના સંયોગથી સ્થાયિભાવની પ્રતિપત્તિ થાય અને અનુશીલન કરનાર, સ્થાયિભાવના અનુશીલનથી આસ્વાદ-પ્રકર્ષનો અનુભવ કરે જેમકે- ‘રત્નાવલીમાં વત્સરાજ ઉદયનને વિદૂષકની સાથે ઉદ્યાનમાં જતાં એક ચિત્રફલક મળ્યું. તેમાં રત્નાવલીનું-સાગરિકાનું ચિત્ર દોસયેલું હતું. તે ચિત્રને જોઈને ઉદયન, વિષકને કહે છે.
कृच्छ्रादूरुयुगं व्यतीत्य सुचिरं भ्रान्त्वा नितम्बस्थले मध्येऽस्यास्त्रिवलीतरङ्गविषमे निष्पन्दतामागता। मद् दृष्टिस्तृषितेव संप्रति शनैरारुह्य तुङ्गो स्तनौ સારું મૂહુરીતે બનવનિની નોરને . (૨:૧૧) અર્થાત્ ‘પરાણે સાથળના ભાગને વટાવી લાંબો સમય નિતંબ પર ફરીને તેના
Page #339
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૩) ઉદર પરની ત્રણ રેખાઓ રૂપી તરંગની વિષમતામાં અટવાઈ ગયેલી મારી નજર જાણે કે તરસી હોય તેમ ધીરેથી ઊંચા સ્તન ઉપર ચડીને જલબિંદુ વરસાવતી તેની આંખોને અત્યારે ઉત્સુકતાથી જુએ છે.”
‘અહીં રત્નાવલી નાયિકા આલંબન છે. ચિત્રદર્શન ઉદ્દીપન છે. દષ્ટિસ્તંભ ઇત્યાદિ અનુભાવ અને સુક્ય ઇત્યાદિ વ્યભિચારિભાવ છે. એનાથી પુષ્ટ થઈ રત્નાવલી તથા ઉદયન બંનેમાં પરસ્પર આસ્યાબંધને પ્રાપ્ત થનારી રતિ જ
સ્થાયિભાવના રૂપમાં ચર્વણામાં કારણ હોય છે. શૃંગાર રસ અંગી રૂપમાં પ્રકાશિત થાય છે તેથી “અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’ નામનો ધ્વનિનો પ્રકાર છે.
દીધિતિ ટીકામાં પં. બદરીનાથ ઝાએ “ઉત્તરરામચરિત’નો શ્લોક ઉમરે મિપિ મરૂં... ઈ.૧ ૨૭ સંભોગ શૃંગારરસના ઉદાહરણ તરીકે આપ્યો છે.
(ii) ભાવ-“સમસ્તકાવ્ય રસથી જ જીવિત હોય છે. તોપણ રસ ચમત્કારસ્વરૂપ એકઘન હોય છે તથા આ ચમત્કાર તે રસના કોઈ અંશથી ઉત્કર્ષ પામે છે. એથી એ ચમત્કાર સ્વરૂપ આસ્વાદનમાં તે અંશ પ્રધાન માનવામાં આવે છે. એ રસમાં જ્યારે કોઈ વ્યભિચારિભાવ આ પ્રકારે ઉદ્રિત અવસ્થાને પ્રાપ્ત થઈ ચમત્કારનો પ્રયોજક હોય ત્યારે તેને ‘ભાવ ધ્વનિ' કહે છે. ઉદા.
तिष्ठेत्कोपवशात्प्रभावपिहिता दीर्घ न सा कुप्यति स्वर्गायोत्पतिता भवेन्मयि पुनर्भावार्द्रमस्या मनः । तां हर्तुं विबुधद्विषोऽपि न च मे शक्ताः पुरोवर्तिनी સા રાન્તમ નં નાનયોતિતિ થોડાં વિધિઃ વિક્રમોર્વશીય ૪/ ૨. અર્થાતુ- (એ સુંદરી ક્યાં ગઈ હશે વારુ ?)
ક્રોધને લીધે દિવ્ય પ્રભાવ દ્વારા છુપાઈ ગઈ હશે? પણ તે દીર્ઘકાળ સુધી ગુસ્સે થાય એવી નથી. સ્વર્ગમાં જવા ઉપડી ગઈ હશે? પણ એનું મન તો મારા વિષે ભાવસભર છે. વળી મારી સામેથી તેને ઉપાડી જવા અસુરો પણ સમર્થ નથી અને તે આંખોની આગળથી એકદમ અદશ્ય થઈ ગઈ છે, આ વિધિની કેવી વિચિત્રતા !”
કાલિદાસના ‘વિક્રમોર્વશીય’નો ઉપર્યુક્ત શ્લોક, ઉર્વશીના વિયોગમાં પુરૂરવા કહે છે. અહીં વિપ્રલંભ શૃંગાર રહેલો છે પણ આસ્વાદ ‘વિતર્ક' નામના વ્યભિચારિભાવને કારણે છે તેથી ‘ભાવ ધ્વનિ’ છે.
એ જ રીતે દેવાદિ વિષયક (અર્થાત્ દેવ, ગુરુ, રાજા વગેરેને લગતી) રતિ ને પણ ભાવ કહેવામાં આવે છે. ઉદા. ઝોવિનિવિણ... ઈ. અર્થાત્ હે ઈશ, તારા ગળાના એક ખૂણામાં રહેલું કાલકૂટ મારે મન મહા અમૃત છે. તારા શરીરથી જુદું અમૃત હોય તો પણ તે મને ગમે નહિ.' અહીં ભગવાન શંકર પ્રત્યેની રતિ એટલે કે પ્રેમ પ્રગટ થયો છે માટે એ “ભાવ” કહેવાય છે. એ સૂચવાવ હોવાથી ‘ભાવ ધ્વનિ' છે.
Page #340
--------------------------------------------------------------------------
________________
દવન્યાલોક કયારેક ચમત્કાર ‘વિભાવ’ અને ‘અનુભાવને કારણે પણ જોઈ શકાય છે. એથી ‘ભાવ ધ્વનિ'ની જેમ ‘વિભાવધ્વનિ’ અને ‘અનુભવધ્વનિ'નું નિરૂપણ કેમ ન થાય એવો પ્રશ્ન થઈ શકે તેનો જવાબ લોચનકાર એ રીતે આપે છે કે ‘વિભાવ અને “અનુભવ” હંમેશાં શબ્દવાચ્ય જ હોય છે, ક્યારેય વ્યંગ્ય હોતા નથી. અને જો તે વ્યંગ્ય થતા હોય તો તે વસ્તુધ્વનિ'માં ગણાય છે, “ભાવધ્વનિ'માં નહીં.
(iv) રસાભાસ ને ભાવાભાસ : મનોવિત્યપ્રવર્તિતા સા સામાસ: | અને મનોવિત્યપ્રવર્તિતા માવા માવામા- અર્થાત્ અનુચિત રૂપથી વર્ણિત ‘રસ', રસાભાસી છે અને અનુચિત રૂપથી વર્ણિત ભાવ’ ‘ભાવાભાસ' છે. “રસાભાસનું ઉદાહરણ રાવણકાવ્યમાં વર્ણવાયેલો રાવણનો સીતા પ્રત્યેનો પ્રેમ “શુકારરસાભાસી છે. ઉદા. (લોચનમાં ઉધૃત)
दूराकर्षणमोहमन्त्र इव मे तन्नाम्नि याते श्रुतिम् चेतः कालकलामपि प्रकुरुते नावस्थितिं तां विना । एतैराकुलितस्य विक्षतरतेरङ्गैरनङ्गातुरैः
સમ્પત કર્થ તરિલુમતર વેજિ અમદF I અર્થાત્ “દૂરથી આકર્ષણ કરનાર મોહમંત્રના જેવું તેનું નામ જ્યારથી મારે કાને પડ્યું છે ત્યારથી મારું ચિત્ત એક ક્ષણ પણ તેના વિના સ્થિર રહેતું નથી. બીજા વિષયોમાંથી મારી રુચિ મરી ગઈ છે. હું વિદ્ગલ બની ગયો છું. મારું આ અનંગાતુર અંગો વડે હું તેને પ્રાપ્ત કરવાનું સુખ કેવી રીતે મેળવી શકું એ મને સ્પષ્ટ સમજાતું નથી.'' અહીં રાવણની સીતા પ્રત્યેની રતિ વ્યંજિત થાય છે. સીતાને રાવણ પ્રત્યે પ્રેમ નથી તેથી રાવણનો પ્રેમ એકપક્ષી છે તેથી અનુચિત હોઈ ‘રસાભાસનું આ ઉદાહરણ છે.
પશુ-પક્ષીઓના શૃંગારનું વર્ણન જ્યાં હોય ત્યાં પણ “રસાભાસ થાય છે. દીધિતિ'ટીકામાં કાલિદાસના કુમારસંભવમ્ સર્ગ-૩માંથી આ શ્લોક રસાભાસના ઉદાહરણ તરીકે આપવામાં આવેલ છે.
मधु द्विरेफः कुसुमैकपात्रे पपौ प्रियां स्वामनुवर्तमानः ।
शृङ्गेण च स्पर्शनिमीलिताक्षीं मृगीमकण्डूयत कृष्णसारः ॥ ३/३६ દીધિતિ ટીકામાં જગન્નાથ પંડિતના ભામિનીવિલાસનો આ શ્લોક ભાવાભાસ'ના ઉદાહરણ તરીકે આપ્યો છે.
सर्वेऽपि विस्मृतिपथं विषयाः प्रयाता विद्याऽपि खेदकलिता विमुखीबभूव । सा केवलं हरिणशावकलोचना मे નવાપતિ હયાધિવતેવા કરુણવિલાસ
Page #341
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૩)
ઉપર્યુક્ત શ્લોકમાં ગુરુકન્યાવિષયક રતિનું વર્ણન છે. તે અનુચિત પ્રવૃત્તિ હોવાથી ‘ભાવાભાસ' છે.
(v) ભાવશાંતિ, ભાવોદય ભાવસંધિ અને ભાવથબલતા- ભાવધ્વનિ વગેરે રસધ્વનિના જ નાના નાના પ્રવાહો છે. જ્યાં રસનો કોઈ અંશ પ્રધાનરૂપથી પ્રયોજક હોય ત્યાં અલગ રૂપમાં તે અંશના નામ પર ધ્વનિની વ્યવસ્થા કરવામાં આવે છે.
જ્યાં કોઈના મનમાં ભાવ ઊઠયો એવું વર્ણન હોય તો ‘ભાવોદય’ કહેવાય. અમુક ભાવનો ઉદય થયા પછી તેની શાંતિ થાય છે એવું વર્ણન હોય તો ત્યાં ‘ભાવશાન્તિ’ કે ‘ભાવપ્રશમ કહેવાય છે. બે ભાવોનું મિશ્રણ હોય એવા વર્ણન પ્રસંગે ‘ભાવસંધિ કહેવાય છે. જ્યાં અનેક ભાવોનું મિશ્રણ હોય ત્યાં ‘ભાવશબલ કહેવાય છે. ‘લોચન'માં આપેલું ‘ભાવોદય’નું ઉદાહરણ
याते गोत्रविपर्यये श्रुतिपथं शय्यामनुप्राप्तया निया॑तं परिवर्तनं पुनरपि प्रारब्धुमङ्गीकृतम् । भूयस्तत्प्रकृतं कृतं च शिथिलक्षिप्तैकदोर्लेखया
तन्वङ्ग्या न तु पारित: स्तनभरः क्रष्टुं प्रियस्योरसः ॥ અર્થાત્ શય્યા પર આવેલી કૃશાંગીએ, ગોત્ર વિપર્યય કરી દેવાથી (પ્રિયે બીજી નાયિકાનું નામ બોલવાથી) વિચાર્યું કે પડખું ફેરવી દઉં પડખું બદલવાનો પ્રયત્ન ર્યો, એક હાથને શિથિલ કરી આઘો ખસેડ્યો પણ પ્રિયની છાતી પરથી પોતાના સ્તનનો ભાર ખેંચી ન શકી.' અહીં પ્રણયકોપનો ઉદય થઈ રહ્યો હતો પણ સમર્થ ન થઈ શકી' કહીને તેનું નિરાકરણ કરી દીધું છે, આ રીતે ઉદયાવસ્થામાં રહેલ પ્રણયકોપ જ અહીં આસ્વાદ્ય છે.
ભાવશાંતિ (યાને ભાવપ્રશમ)નું લોચનમાં આપેલ ઉદા. “મિન શયને પશુઉતર્યો... ઈ.' શ્રી કે. હ. ધ્રુવે તેનો અનુવાદ આ પ્રમાણે આપ્યો છે.
હૈયું તલ્પી રહ્યું છતાં પણ કયમે મિથ્યા રહી માનમાં, પોઢ્યાં પંઠ કરીજ એક શયને નૂરી કરી મૌન ત્યાં; હેજે એક બીજાની ધીરી તિરછી કરે મળી દ્રષ્ટ જ્યાં, ગાઢું નાડું જ રૂસણું-હસી કઈ બન્નેય ભેટી પડ્યાં.
(ડોલરરાય માંકડની આવૃત્તિ પૃ. ૨૩૪) અહીં ઈર્ષ્યા અને રોષનો પ્રશમ આસ્વાદમાં કારણ છે.
ભાવસંધિ-ક્યાંક બે વ્યભિચારિભાવોની સંધિ પણ રસની ચર્વણામાં કારણ હોય છે. ઉદા.
ईर्ष्याश्रुशोभिताया मुखं चुम्बितं येन । अमृतरसनिगरणानां तृप्तिआता तेन ॥
- - (‘લોચન'માં ઉદ્ભૂત ગાથાની છાયા) ‘ઈર્ષાનાં આંસુઓથી શોભિત નાયિકાના મુખનું જેણે ચુંબન કર્યું તેણે જ
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૪૦
ખ્યાલોક
અમૃતરસ પીવામાં કેવી તૃપ્તિ થાય છે તે જાણ્યું.' અહીં કોપ અને પ્રસાદની સંધિ ચમત્કારનું કારણ છે.
ભાવશખલતા–લોચનકારે નીચેનો શ્લોક આ પ્રકારના ધ્વનિના ઉદાહરણ તરીકે
આપ્યો છે.
क्वाकार्यं शशलक्ष्मणः क्व च कुलं भूयोऽपि दृश्येत सा दोषाणां प्रशमाय नः श्रुतमहो कोपेऽपि कान्तं मुखम् । किं वक्ष्यन्त्यपकल्मषाः कृतधियः स्वप्नेऽपि सा दुर्लभा चेतः स्वास्थ्यमुपैहि कः खलु युवा धन्योऽधरं धास्यति ॥ અર્થાત્ “ક્યાં આ અનુચિત કાર્ય અને ક્યાં ચંદ્રવંશ ! એ ફરી જોવા મળે ખરી ! અમારું જ્ઞાન તો દોષની શાંતિ માટે છે; અહો કોપમાં પણ તેનું મુખ કેવું કાંતિમાન લાગે છે ! પુણ્યશાળી ધીર પુરુષો શું કહેશે ? સ્વપ્ને પણ એ મળવી મુશ્કેલ છે. હે મન, ધીરું થા. કયો ભાગ્યશાળી યુવાન એ અધરપાન કરી શકશે ?’’
આ શ્લોક ‘વિક્રમોર્વશીયમ્' અંક-૪માં શ્લોક ૩૩ અને ૩૪ વચ્ચે કેટલીક હસ્તપ્રતોમાં છે એમ શ્રી એમ. આર. કાલે (૧૯૩૨ની આવૃત્તિ-પૃ. ૧૦૮ પાદટીપ) માં કહે છે.
ઉર્વશીને જોઈને પુરૂરવાની આ ઉક્તિ છે. આ શ્લોકમાં એક એક વાકચથી અનુક્રમે આ પ્રમાણેના ભાવ વ્યક્ત થાય છે. વિતર્ક, ઔત્સુકચ, મતિ, સ્મરણ, શંકા, દૈન્ય, ધૃતિ, ચિંતા. આ ભાવો એક જ કાવ્યમાં સાથે હોવાથી આનંદદાયક છે.
(vi) રસાતિર્થો દિ સહેવ... | સ+વ-દેવ પાઠ લોચનનો છે, જે યોગ્ય છે. નિર્ણયસાગરની આવૃત્તિમાં સહેવ-સદ્દ+વ પાઠ છે તે બરાબર નથી. અભિનવગુપ્ત લખે છે-‘“ સ્વ રાજ્યેન અસંક્ષ્યિતા વિદ્યમાનત્વેઽપિ મઢ્ય વ્યાાતા | વાચ્ય અને રસાદિ વ્યંગ્યની પ્રતીતિમાં ક્રમ હોવા છતાં પણ ઝડપને લીધે તે પ્રતીત થતો નથી. આ અસંલક્ષ્યતા ડ્વ શબ્દથી સૂચવાયેલ છે.
કારિકા-૪ અને વૃત્તિ : પ્રથમ ઉદ્યોતમાં એ દર્શાવ્યું હતું કે ‘સમાસોક્તિ’ વગેરે સાત અલંકારોમાં વસ્તુધ્વનિનો સમાવેશ થઈ શકતો નથી, હવે બતાવે છે કે ‘રસવત્’ વગેરે અલંકારોમાં રસાદિ ધ્વનિનો અંતર્ભાવ થઈ શકતો નથી. ‘રસવત્’ ઇત્યાદિ અલંકારોમાં પણ રસ ઇત્યાદિની અભિવ્યક્તિ થાય છે એ ખરું. પણ તેમાં રસ આદિની સ્થિતિ ‘ઉપમા’ આદિ અલંકારો કરતાં વધુ સારી નથી. જે રીતે ‘ઉપમા’ વગેરે અલંકાર બીજાં તત્ત્વને અલંકૃત કરી આનંદ-સાધનામાં કારણ બને છે તેવી રીતે રસ વગેરે પણ આનંદ સાધનામાં પરમુખાપેક્ષી જ હોય છે. એથી વિપરીત જ્યાં આનંદ-સાધના જ મુખ્ય હોય છે, પાઠક આસ્વાદનમાં તન્મય થઈ જાય છે અને અલંકાર, શબ્દ, અર્થ, ગુણ, રીતિ વગેરે કાવ્યનાં બધાં તત્ત્વ તે આનંદના સાધનના
Page #343
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૫)
૩૪૧ રૂપમાં રહેલાં હોય છે ત્યાં ‘રસધ્વનિ હોય છે. “રસધ્વનિ’માં અલંકાર વગેરેનું સ્વતંત્ર સૌદર્ય આસ્વાદનમાં નિમિત્ત હોતું નથી પણ આસ્વાદનમાં સ્વતંત્રરૂપથી નિમિત્ત ‘રસધ્વનિ’ના સૌંદર્યને વધારનારું હોય છે.
કારિકા-૫ અને વૃત્તિ
૫.૧ (i) આનંદવર્ધનનો (સિદ્ધાન્તપક્ષ) પક્ષ એ છે જ્યાં રસાદિની અંગી પણે-મુખ્યરીતે વિવક્ષા હોય ત્યાં રસાદિ ધ્વનિ છે. પણ જ્યાં રસની વિવેક્ષા હોય, પણ તે ગૌણ હોય અને અન્ય કોઈ નિરૂપણ પ્રધાન રીતે-મુખ્યરીતે થયું હોય ત્યાં ‘રસવત્ વગેરે રસાદિ સાથે સંબંધ ધરાવતા અલંકારો છે. આ મતને સૌ પહેલાં રજુ કરનાર આનંદવર્ધન પોતે જ છે.
તેમના પુરોગામી આલંકારિકોના મતે રસાદિ જ્યારે મુખ્ય કે ગૌણ રીતે વ્યક્ત થાય ત્યારે એમને અલંકારો ગણવામાં આવતા હતા. તેઓ રસને પણ અલંકાર ગણતા. આનંદવર્ધનના પુરોગામી ભામહ, ઠંડી, ઉભટ આ માનતા, જે સ્વાભાવિક છે, કેમકે તેઓ ધ્વનિને સ્વીકારતા જ નથી, તેમજ રસને પણ કાવ્યનો આત્મા ગણતા નથી. તેથી રસધ્વનિ' ન સ્વીકારે તે દેખીતું છે.
(i) “રસવત્ વગેરે અલંકારો- (સવઘત#ચિ) રસવ, પ્રેયસ, ઉર્જસ્વિ અને સમાહિત, રસાદિ સાથે સંબંધ ધરાવતા અલંકારો છે. (૧) જ્યારે રસ કોઈ બીજા રસાદિનું અંગ બને ત્યારે “રસવત્ અલંકાર (૨) ભાવ જ્યારે બીજાનું અંગ બને ત્યારે ‘પ્રેયસ્ અલંકાર (૩) રસાભાસ કે ભાવાભાસ જ્યારે અંગરૂપે આવે ત્યારે ઉર્જસ્વિ' અલંકાર અને (૪) ભાવશાંતિ વગેરે જ્યારે અંગ બને ત્યારે સમાહિત અલંકાર થાય છે.
| (ii) રસવત્ અલંકાર વિષયક મતભેદ-કારિકા અને વૃત્તિમાં “તિ મે મતિઃ', ‘મઃ ર્શિતઃ વિષય’ ‘ત મામીનઃ પક્ષ:' - શબ્દોથી આ અલંકારના સ્વરૂપ અંગે મતભેદનું સ્વયં ધ્વનિકારે જ સૂચન કર્યું છે. આચાર્ય વિશ્વેશ્વર સિદ્ધાંતશિરોમણિના શબ્દોમાં (પૃ. ૯૦-૯૧) “આ મતભેદનાં બે રૂપ છે. કેટલાક લોકોનું કહેવું છે કે અલંકાર તો કટક, કુંડલ, જેવા છે. તે સાક્ષાત્ વાચ્ય-વાચકના ઉપકારક અને પરંપરાથી રસના ઉપકારક હોય છે. જેમકે કંટક, કંડલ સાક્ષાત્ શરીરના ઉપકારક અને શરીર દ્વારા આત્માના ઉપકારક હોવાથી અલંકાર કહેવાય છે. પણ ‘રસવત્ અલંકાર, વાચ્ય અને વાચક, અર્થ કે શબ્દનો ઉપકારક નહીં હોઈને સાક્ષાત રસાદિના ઉપકારક હોય છે. તેથી તેમાં અલંકારનું લક્ષણ બંધબેસતું થતું નથી. તેથી ‘રસવત્ (એ) અલંકાર નથી. જ્યાં રસાદિ અન્યનાં અંગ હોય ત્યાં આ લોકો “રસવતુ’ અલંકાર ન માનતાં તેને “ગુણીભૂતવ્યંગ્ય જ કહે છે.
‘રસવત્ અલંકાર બાબત ઉઠાવાયેલી આ મુશ્કેલીને દૂર કરવા માટે અન્ય વિદ્વાનો ચિરંતન વ્યવહારના અનુરોધથી રસના ઉપકારકત્વ માત્રથી ગુણીભૂતરોમાં
Page #344
--------------------------------------------------------------------------
________________
૩૪૨
ધ્વન્યાલોક
‘ભાક્ત અલંકાર વ્યવહાર' માને છે. એમ કરીને તેઓ ‘રસવત્’ના અલંકારત્વનો સ્વીકાર કરે છે.
બીજા વિદ્વાનો આ સમસ્યા હલ કરવા માટે અલંકારના લક્ષણમાં શબ્દાર્થનો સમાવેશ વ્યર્થ છે એમ જણાવી રસના ઉપકારકત્વ માત્રને અલંકારનું મુખ્ય લક્ષણ માનીને ગુણીભૂતરસોમાં સાક્ષાત્ રસોપકારકત્વ હોવાથી તેમાં ‘રસવત્’ અલંકારનો સ્વીકાર કરે છે. તેમના મતે આ અલંકાર ‘ભાક્ત’ નહીં પણ ‘મુખ્ય’ જ છે.
(iv) રસવત્ અલંકાર અને ગુણીભૂતવ્યંગ્ય વચ્ચે ભેદ- અલંકાર સાક્ષાત્ શબ્દ અને અર્થને ઉપકારક હોય છે અને ગુણીભૂતવ્યંગ્ય રસ સાક્ષાત્ બીજા રસને ઉપકારક હોય છે. તેથી તેમાં અલંકારનું સામાન્ય લક્ષણ લાગુ ન પડતું હોવાથી જે લોકો તેને ‘રસવત્’ અલંકાર ન કહીને ‘ગુણીભૂતવ્યંગ્ય’ કહે છે તેમનો મત સ્પષ્ટ થઈ જાય છે. તેમના મતે ધ્વનિ અને ગુણીભૂત વ્યંગ્ય બેજ વસ્તુ છે, તેનાથી ભિન્ન રસવત્ અલંકાર નામની ત્રીજી વસ્તુ નથી.
પણ આનંદવર્ધન ‘રસવત્’ અલંકારને માને છે, તથા ‘ગુણીભૂતવ્યંગ્ય’ને પણ માને છે. ધ્વનિકાર મુજબ રસાદિ ધ્વનિ ખીજાનાં અંગ તરીકે હોય ત્યારે રસવત્ (પ્રેયસ્, ઉજ્જૈસ્થિ, સમાહિત) અલંકાર કહેવાય છે. તથા વસ્તુધ્વનિ અને અલંકારધ્વનિ બીજાનાં અંગ તરીકે હોય ત્યારે ગુણીભૂત વ્યંગ્ય માનવાથી બંનેને અલગ સમજી શકાય છે.
(v) તાથા ચાટુલુ પ્રેયોઽતદારમ્ય... ઈ. આનંદવર્ધન કહે છે. ‘જ્યારે કાવ્યમાં બીજો કોઈ અર્થ એટલે કે રસાદિ, વસ્તુ કે અલંકારરૂપ કોઈ અર્થ મુખ્ય હોય અને રસાદિ તેના અંગરૂપે આવેલાં હોય ત્યાં એ રસાદિ અલંકાર કહેવાય છે’ પછી એક ઉદાહરણ આપે છે. એ દાખલો ભામહ આચાર્યે ‘પ્રેયોલંકાર (જેની એવી વ્યાખ્યા આપેલી છે કે ગુરુ, દેવ, રાજા અને પુત્ર વિષયક પ્રેમના વર્ણનને ‘પ્રેયોલંકાર’ કહે છે.) ને ધ્યાનમાં રાખીને આપેલો છે, અને કહ્યું છે કે એવાં પ્રશંસાત્મક વચનોચાદ્ભક્તિ-માં ‘પ્રેયોલંકાર’ જ પ્રધાન હોય છે અને તેમાં આવતા વીર કે શૃંગારાદિ રસો માત્ર એની પુષ્ટિ જ કરે છે, ગૌણ હોય છે. આમ આનંદવર્ધન અહીં ભામહનો મત ઉષ્કૃત કરે છે.
(vi) ત્રિં હાસ્યેન... ઈ. ‘આમાં શોક સ્થાયિભાવ છે. સ્વપ્ન જોવાથી એનું ઉદ્દીપન થયું છે. તેથી કરુણરસ અભિવ્યક્ત થઈ ચર્વણાનો વિષય બને છે. રાજાનો પ્રભાવ વર્ણવવો એ મુખ્ય વિષય છે, વાવાર્થ છે. તે કરુણરસ દ્વારા અધિક સૌદર્ય પ્રાપ્ત કરે છે.’ કરુણરસમાં બીજા કોઈ રસ કે અલંકારનું મિશ્રણ નથી, એટલે એ શુદ્ધ ‘રસવત્’ અલંકારનું ઉદાહરણ છે.
(vii) શિશ્નો હ્રસ્તાનનમઃ... ઈ. આ શ્લોકમાં કવિની શિવ વિષયક ભક્તિ પ્રધાનતાથી સૂચવાયેલ છે. શિવનો ત્રિપુરહાહ કાર્ય માટેનો ઉત્સાહ તેનો પોષક છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૪૩
અભ્યાસ નોધ (ઉ. ૨/૫) પણ એ ઉત્સાહ અનુભાવ, વિભાવ વગેરેથી પરિપુષ્ટ નહીં હોવાને લીધે પરિપક્વ રસ નહીં હોઈને ‘ભાવની સ્થિતિમાં રહેલ છે. પતિ મરી ગયા હોવાથી, અગ્નિની આપત્તિમાં પડેલી, ત્રિપુરસુંદરીઓના વર્ણનથી પ્રગટ થનાર કરુણરસ એ ઉત્સાહનું અંગ છે. અને ‘કામીની જેમ આઝૂંપરાધ શબ્દોથી પ્રતીત થતો શૃંગાર રસ એ કરુણ રસનું અંગ છે. તે કરુણ પણ ઉત્સાહનું અંગ છે. એ રીતે કરુણ અને શૃંગાર બંનેની ઉત્સાહથી પોષાયેલી શિવ વિષયક રતિ-પ્રીતિ રૂપ ભાવનાં ઉપકારક અંગ છે. પણ વૃત્તિમાં ‘ર્ચાવિપ્રતમસ્થ છેષદિતસ્ય કમાવઃ' કહ્યું છે, કરુણનો ઉલ્લેખ કર્યો નથી તેનો અભિપ્રાય એવો છે કે કરુણરસ અહીં હોવા છતાં, ચારુત્વ નિષ્પન્ન થાય તેમાં તેનો યોગ નથી. આ સંકીર્ણ ‘રસવત્ અલંકારનું ઉદાહરણ છે.
૫.૨ (i) -વિપ્રતમ-ફાયોઃ મન્નત્વેન વ્યવસ્થાના સમાવેશ ન ઢોષઃ | અહીં ઈર્ષ્યા-વિપ્રલંભ અને કરુણ બન્ને વિરોધી રસો અંગરૂપમાં-ગૌણરીતે - રહેલા હોઈ દોષ નથી.
રસવિરોધ અને વિરોધ દૂર કરવાના ઉપાય
રસોમાં પરસ્પર શત્રુ-મિત્રભાવ પણ માનવામાં આવેલ છે. કેટલાક રસો એવા છે કે જેનું સાથે સાથે વર્ણન થઈ શકે છે. જ્યારે અમુક એવા રસો છે જેનું સાથે સાથે વર્ણન થઈ શકતું નથી. કરુણ, બીભત્સ, રૌદ્ર અને ભયાનકને શૃંગાર રસના વિરોધી રસ માનવામાં આવ્યા છે. કરુણ અને શૃંગારનું એકસાથે વર્ણન કરાતું નથી. “ક્ષિણો દસ્તાવત... ઈ.” શ્લોકમાં કરુણ અને શૃંગારનું વર્ણન છે. આનંદવર્ધને ઉપર્યુક્ત વાક્યમાં તેનું સમાધાન કર્યું છે.
શ્રી નગીનદાસ પારેખ (ધ્વ.આવૃત્તિ પૃ. ૭૨)ના શબ્દોમાં જોઈએ તો, “રસોના વિરોધ અને અવિરોધની વ્યવસ્થા ત્રણ પ્રકારે કરેલી છે : (૧) કેટલાક રસોનું આલંબન એક હોય તો દોષ આવે છે. જેને અવલંબીને ભાવ જાગે તે આલંબન અને જેના હૃદયમાં ભાવ જાગે તે આશ્રય. રામના રતિભાવ માટે સીતા આલંબન છે, રામ આશ્રય છે. (૨) કેટલાક રસોનો આશ્રય એક હોય તો દોષ આવે છે; (૩) કેટલાક રસોમાંના એક પછી તરત બીજો વર્ણવવાથી દોષ આવે છે. દા.ત. વીર અને શૃંગારનું આલંબન એક હોય તો તે દોષ ગણાય છે; એ જ રીતે હાસ્ય, રોદ્ર અને બીભત્સનો સંભોગ શૃંગાર સાથે અને વીર, કરુણ, રોદ્ર આદિનો વિપ્રલંભ શૃંગાર સાથે એક આલંબન હોય તો વિરોધ ગણાય છે.
વીર અને ભયાનક એક આશ્રયમાં વિરોધી ગણાય છે. પરંતુ શૃંગાર અને અદ્ભુત, ભયાનક અને બીભત્સ; વીર અને અદ્ભુત તથા રોદ્ર કોઈ પણ પ્રકારેઆલંબન એક હોય અથવા એમનો આશ્રય એક હોય કે પછી એ એક પછી તરત બીજો આવ્યો હોય તો, પણ વિરોધી ગણાતા નથી. એ રસો અવિરોધી છે, “ ગતિષ્નનૈવેચેન, મા2વચેન, ન નૈરન્તર્યોન” તેથી તેમને મિત્રરસ કહી શકાય.
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૪૪
- - - ધવન્યાલોક વિરોધી રસોનો વિરોધ દૂર કરવાના ઉપાયો આચાર્ય વિશ્વનાથ “સાહિત્યદર્પણ-૭/૩૦માં લખે છે
“વિધિનોડનિ મળે, સાચ્ચે વનેડપિ વા |
भवेद् विरोधो नान्योन्यमङ्गिन्यङ्गत्वमाप्तयोः ।। (૧) જો વિરોધી રસોનું વર્ણન કેવળ સ્મરણાત્મક હોય,
(૨) અથવા બંનેનું સમાન ભાવે વર્ણન હોય એટલે કે કોઈ મુખ્ય અને કોઈ ગૌણ ન હોય.
(૩) અથવા બંને કોઈ ત્રીજાના અંગરૂપે વર્ણવાયા હોય આ ત્રણ સ્થિતિમાં એ રસો વિરોધી ન ગણાય. શિણો તાવત.... ઈ. શ્લોકમાં વિપ્રલંભ’ અને ‘કરુણ'નું એકસાથે વર્ણન કર્યું છે, પણ એ બંને શિવની ભક્તિરૂપ રતિનાં અંગ છે એટલે એમાં દોષ નથી. ___ (ii) ध्वनेः प्रभेदः । उपमादयः अलङ्काराः । रसादेः अलङ्कारतायाः विषयः । રસાદિધ્વનિ’, ‘ઉપમા વગેરે અલંકારો અને “રસવતું વગેરે અલંકારોનાં ક્ષેત્ર જુદાં છે એમ આનંદવર્ધન જણાવે છે.
(૧) જ્યાં રસાદિની પ્રતીતિ જ પ્રધાન હોય ત્યાં રસાદિ ધ્વનિ માનવો. (૨) જ્યાં મુખ્ય રસાદિ અલંકાર્ય હોય (જેને અલંકૃત કરવામાં આવે તે) અને બીજો કોઈ રસ અંગભૂત ન હોય ત્યાં ઉપમાદિ અલંકારોનું ક્ષેત્ર માનવું. (૩) જ્યાં રસાદિ પ્રધાન ન હોય પણ અંગરૂપ હોય, ગૌણ હોય ત્યાં “રસવત્ આદિ (અર્થાત્ રસવ, પ્રેયસુ, ઉર્જસ્વિ, સમાહિત) અલંકારોનું ક્ષેત્ર માનવું.
૫.૩ યરિ તુ વેતનાનાં...નીલમતિ ચાતું
શ્રી ડોલરરાય માંકડે આ અનુચ્છેદની સરસ ચર્ચા (પૃ. ૨૩૮-૨૩૯) કરી છે “કેટલાકના મતે જ્યાં જ્યાં “રસવતું આદિ અલંકાર હોય ત્યાં જ રસ હોય, બીજે નહીં. વળી, જેનું વર્ણન કરવું છે તે વસ્તુ ચેતન હોય અને એની મુખ્ય વિવેક્ષા હોય તો જ રસવત્' આદિ અલંકાર છે એમ પણ તેમનો મત છે, પણ આ મત ધ્વનિકારને માન્ય નથી.” જ્યાં ચેતન વસ્તુની મુખ્ય વિવેક્ષા હોય ત્યાં “રસવત્ આદિ અલંકાર થાય તો પછી ‘ઉપમા વગેરે બીજા અલંકારો માટે અવકાશ રહેતો નથી. ‘ઉપમા વગેરે અલંકારોનું ક્ષેત્ર સાવ નાનું અથવા સાવ નિર્મળ થઈ જાય. એમનું (વિરોધીઓનું) કહેવું એવું છે કે જ્યાં અચેતન પદાર્થ જ પ્રધાન હોય ત્યાં તેનામાં ચિત્તવૃત્તિ જ ન હોઈ રસાદિ સંભવતાં જ નથી, અને ત્યાં ‘રસવત્ અલંકાર આદિને અવકાશ નથી. એટલે એને સ્થાને ‘ઉપમા વગેરે અલંકારો અને જ્યાં ચેતન પદાર્ય પ્રધાન હોય ત્યાં જ રસવતું આદિ અલંકાર માનીએ તે યોગ્ય છે. અચેતન વસ્તુનું વર્ણન હોય ત્યાં રસ હોય જ નહીં આ મત ધ્વનિકારને માન્ય નથી. એમ માનવાથી ઘણા રસભર્યા કાવ્યખંડો નીરસ બની જાય, એમ કહીને આનંદવર્ધને ત્રણ
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૪૫
અભ્યાસ નોધ (ઉ. ૨/૬) શ્લોક ઉદાહરણ તરીકે આપેલ છે. એ ત્રણેમાં અચેતન વસ્તુનું વર્ણન છે.
તમ્મ ... . અહીં મુખ્ય અર્થ અચેતન નદીના વર્ણનને લગતો છે, પણ તેમાં નાયકના અપરાધથી રોષે ભરાઈને ચાલી જતી નાયિકાનું વૃત્તાન્ત છે. તેવી મેષતા... ઈ. માં અચેતન લતાનું વર્ણન મુખ્ય છે. પણ તેમાં પ્રિયતમનો તિરસ્કાર કરીને પસ્તાતી ચેતન નાયિકાના વ્યવહારના વૃત્તાન્તની યોજના છે. તેષાં પવધૂ... ઈ.માં પ્રધાન વર્ણનનો વિષય અચેતન લતાકુંજો છે, પલ્લવોનું પણ વર્ણન છે. સાથે સાથે વિલાસના સખા, ક્રિડાના સાક્ષી વગેરે રૂપે ચેતનવસ્તુ વ્યવહારની યોજના થયેલી છે.
આમ અચેતન વસ્તુનું વર્ણન ચેતન વસ્તુના વર્ણન ઉપર બંધાયેલું છે. દરેકમાં ભાવ, વિભાવ વગેરેનું વર્ણન છે તેથી ચેતનનો આરોપ છે અને તેથી દરેકમાં રસ છે જો ચેતન વસ્તુનું વર્ણન હોય ત્યાં જ રસવતુ આદિ અલંકાર હોય ત્યાં જ રસ હોય છે એમ કહીએ તો અહીં અચેતનનું વર્ણન છે, માટે આ બધા શ્લોકો નીરસ ઠરે, પણ એમાં ઘણો રસ ભર્યો છે. આમ પરપક્ષનો મત ખોટો ઠરે છે.'
માટે ચેતન વસ્તુનો વૃત્તાન્ત હોય ત્યાં જ રસવત્ર આદિ અલંકાર હોય અને ‘રસવ આદિ અલંકારને જ રસ કહેવાય એ (પરપક્ષનો) મત ખોટો છે. જ્યારે આનંદવર્ધનનો મત કે રસ વગેરેની મુખ્ય વિવેક્ષા હોય ત્યાં જ ખરો રસાઠિધ્વનિ અને રસ વગેરેની ગૌણ વિવેક્ષા હોય ત્યાં ‘રસવત’ આદિ અલંકાર-તેજ ખરો મત છે.
કારિકા-૬ અને વૃત્તિ : (i) પાંચમી કારિકાની વ્યાખ્યામાં રસધ્વનિ, રસવદલંકાર તથા ઉપમાદિ અલંકારનો ભેદ બતાવ્યો. આ કારિકામાં. ગુણ તથા અલંકારોનો ભેદ દર્શાવવામાં આવેલ છે.
મનુષ્ય શરીરનું સાદશ્ય દર્શાવીને કાવ્ય શરીરને સમજાવી શકાય છે. મનુષ્યનો આત્મા અંગી, તેનું શરીર અંગ છે. શૌર્ય, દયા વગેરે મનુષ્યના ગુણ આત્માના છે. કટક, કુંડલ, હાર વગેરે શરીરના અલંકારો છે. તે બાહ્ય છે. ગુણ આંતરિક ગણાય છે. અલંકારો અંગને અવલંબીને રહે છે. કાવ્યમાં રસાદિ અંગી છે. માધુર્ય, પ્રસાદ, સુકુમારતા વગેરે શૌર્ય વગેરેની જેમ, અંગી એવા રસમાં રહેતા ગુણો છે. અનુપ્રાસ, ઉપમા વગેરે શબ્દ અને અર્થના અલંકારો, કટક, કુંડલ જેવા છે તેનો સંબંધ શબ્દાર્થ સાથે છે.
જે સાક્ષાત્ રસને આશ્રયે રહેનારા “માધુર્ય આદિ છે તેને સાક્ષાત્ આત્મામાં રહેનારા શૌર્ય વગેરેની જેમ “ગુણ” કહે છે. અને જે તેના અંગભૂત શબ્દ તથા અર્થમાં રહેનારા ધર્મ છે તેને કટક વગેરેની જેમ “અલંકાર કહે છે. આ ગુણ અને અલંકારનો ભેદ છે.
(i) ગુણો શબ્દાર્થને અવલંબે છે કે અંગી રસને જ? શ્રી ડોલરરાય માંકડ સમજાવે છે કે ‘રસવાળું કાવ્ય હોય તેમાં પણ શબ્દાર્થ તો હોય છે. તેથી વસ્તુતઃ
Page #348
--------------------------------------------------------------------------
________________
३४६
- વન્યાલોક ગુણ રસને જ અવલંબે છે. પણ સામાન્ય ભાષામાં, શબ્દાર્થ રસના વ્યંજક છે માટે ગુણ શબ્દાર્થને અવલંબે છે એમ ગણાય છે. તાત્ત્વિક દષ્ટિએ ગુણ શબ્દાર્થને અવલંબે એમ કહેવું યોગ્ય નથી. છતાં વ્યવહારની દષ્ટિએ આલંકારિકો શબ્દગુણ અને અર્થગુણ એવા ભેદ પાડે છે ખરા. દા.ત. “ઓજસ્ શબ્દગુણ તેમજ અર્થગુણ છે.” (પૃ. ૨૩૯) | (ii) શ્રી વામન આચાર્યે ‘ાવ્યોમા કર્તા ઘમ ગુણ: તતિાયદેતવઃ તું અક્સીરીઃ | લખ્યું છે અર્થાત્ “કાવ્યની શોભા જન્માવનાર ધર્મો ગુણ અને એ શોભામાં વૃદ્ધિ કરનાર હેતુઓને અલંકાર કહ્યા છે. તેમણે ગુણની ચર્ચા વૈદર્ભી વગેરે રીતિના સંદર્ભમાં કરી છે તથા રીતિને કાવ્યનો આત્મા કહેલ છે.’ આનંદવર્ધન અને મમ્મટાચાર્યે રસનિષ્ઠ ધર્મોને ગુણ અને શબ્દાર્થનિષ્ઠ ધર્મોને અલંકાર માનીને ભેદ કર્યો છે, અર્થાત્ વૃત્તિનિયામક સંબંધ ભેદથી નહીં, પણ આશ્રય ભેદથી ગુણ અને અલંકારનો ભેદ છે.’ એમ આચાર્ય વિશ્વેશ્વર સ્પષ્ટતા કરે છે. (પૃ. ૯૫)
કારિકા-૭ અને વૃત્તિ (1) અભિનવગુણ મુજબ દેવ, મનુષ્ય, પક્ષી બધાંમાં રતિની વાસના અવિચ્છિન્નપણે રહેલી હોય છે અને તેની સૌને અભિલાષા રહે છે તેથી શૃંગારરસને પરમ આનંદદાયક કહ્યો છે. વૃત્તિમાં તન્મય શબ્દ છે તેનો અર્થ શૃંગારરસમય કાવ્ય એવો છે.
(i) ભામહે કાવ્યાલંકાર’ ૨/૩માં માધુર્યનું આમ લક્ષણ આપ્યું છે. “શ્રવ્ય નાતિમસ્તાર્થ વાચં મધુમિગતે ” અર્થાત્ જે શ્રવ્ય એટલે કે કાનને સુખકર લાગે એવું અને વધારે સમાસવાળું ન હોય તે મધુર કહેવાય છે.” આમ માધુર્યમાં શ્રવ્યત્વની આવશ્યક્તા માની છે. ધ્વનિકારને મતે શ્રવ્યત્વ તો ‘જ ગુણમાં પણ છે. માટે એ માધુર્યનું ખાસ લક્ષણ ન ગણાય. આનંદવર્ધને અહીં ભામહના માધુર્યના લક્ષણની આલોચના કરી છે. | (iii) ફીર વ મધુઃ | અહીં પર્વ પદનો પ્રયોગ સમજવા જેવો છે. એક શ્લોક મુજબ “એવ’ ત્રણ રીતે પ્રયોજાય છે.
अयोगमन्ययोगं चात्यन्तायोगमेव च । व्यवच्छिनत्ति धर्मस्य ‘एव'कारस्त्रिधा मतः ।।
ઉદા. પર્થ વ ધનુર્ધર I વિશેષ્ય સાથે. અહીં “એવ’ અન્ય યોગ વ્યવચ્છેદક તરીકે છે. અર્જુન જ ધનુર્ધર છે, બીજો નહીં. પાર્થ ધનુર્ધઃ વવ . આ ઉદા.માં વિશેષણ સાથે પ્રયોજાયેલ ‘એવ’ ‘અયોગ વ્યવચ્છેદક' છે. અર્જુન ધનુર્ધર જ છે. તેનામાં ધનુર્ધરત્વનું નિયમન થયું છે. નીd માં મવતિ છવા એમ ક્રિયાપદની સાથે ઇવ અત્યંત અસંબંધનો નિષેધ કરી કમળમાં નીલના સંબંધને નિયમિત કરે છે. આચાર્ય વિશ્વેશ્વર મુજબ, “(માધુર્ય) ગુણના શબ્દધર્મત્વ અથવા અર્થ ધર્મત્વનો
Page #349
--------------------------------------------------------------------------
________________
३४७
અભ્યાસ નોધ (ઉ. ૨/૮, ૯) નિષેધ કરીને રસકધર્મત્વનું પ્રતિપાદક થશે. શૃંગારની સાથે ‘વ’ પદથી આ સૂચવાયું છે.” (પૃ.૯૬).
કારિકા-૮ અને વૃત્તિ : શૃંગાર રસ બે પ્રકારનો છે સંભોગ યા સંયોગ શૃંગાર અને વિપ્રલંભ યા વિયોગ શૃંગાર. વિપ્રલંભ શૃંગાર, સંભોગ શૃંગારથી મધુરતર છે. કરુણરસ તેનાથી વધુ મધુર છે, મધુરતમ છે. પ્રર્વવત્ ભાવ એ છે કે ઉત્તરોત્તર અધિક મધુર છે.
માર્કતાં યાતિ - અભિનવ સમજાવે છે કે સાયનું ચિત્ત સ્વાભાવિક અનાવેશયુક્તતા રૂપ કાઠિન્યને, ક્રોધ વગેરેને કારણે દીપ્તરૂપતાને અને વિસ્મય અને હાસને કારણે વિક્ષેપની સ્થિતિને છોડી દે છે .
કારિકામાં ‘’ અને ‘અધિવ' શબ્દનો અર્થ અભિનવગુપ્ત ક્રમવાચક કરે છે.
શ્રી ડોલરરાય માંકડ કહે છે. ““માધુર્યનું ચોક્કસ સ્વરૂપ ધ્વનિકારે આપ્યું નથી. ખરી રીતે માધુર્યનું તત્ત્વ સૂક્ષ્મ છે, તેથી તેનું ચોક્કસ સ્વરૂપ આપી શકાય તેમ નથી જ. જેનાથી મન દ્રાવે, મનમાં કોમળ ભાવ જાગે તે માધુર્ય. આને વર્ણવી ન શકાય, પણ એ અનુભવી શકાય ખરું.” (પૃ. ૨૪૦)
કારિકા-૯ અને વૃત્તિ : (i) સેદ્રાવો સા: | અહીં “બારિ વગેરે પદથી “ વીમુતયોરિ પ્રહણ' એમ લોચનકારે લખ્યું છે. અહીં “આદિ' પદને પ્રારંભ અર્થવાળું ન માનીને ‘પ્રકાર અથવા સદશ્ય વાચક માનેલ છે. રૌદ્રરસના જેવા વીર વગેરેનું ગ્રહણ કર્યું છે. એથી એમાં વીરરસના વિભાવોથી ઉત્પન્ન અદ્ભુત રસનું પણ ગ્રહણ કરવું જોઈએ.
(i) ઓજસ્ ગુણ દીર્ઘસમાસવાળા શબ્દોથી બહાર આવે છે. ઓજસૂ ગુણ રૌદ્ર, વીર અને અદૂભૂત રસોને અનુકૂળ છે. દીપ્તિ એટલે અનુભવનારના મનના જુરસાને વિકસાવીને પ્રજવલિત કરે છે તે તત્ત્વ. ઓજસ્ ગુણ માટે તેજદાર શબ્દાર્થની જરૂર રહે છે. દીપ્તિ દર્શાવનાર શબ્દો દીર્ઘસમાસવાળા હોય છે. ‘વેણીસંહાર' (૧/૨૧)નો શ્લોક ભીમની ઉક્તિ છે. આ શ્લોકમાં ત્વરા અને ઔદ્રત્યથી દીતિ પ્રગટે છે. રચના દીર્ઘસમાસવાળી છે. આજ નાટકનો બીજો શ્લોક (૩/૩૨) અશ્વત્થામાની ઉક્તિ છે. તે દીર્ઘસમાસવાળી રચના નથી. તેમાં અર્થ તેજદાર છે. આ શ્લોકમાં ઉત્સાહનો વિકાસ દેખાય છે. અશ્વત્થામાના ક્રોધનો જે વિકાસ થાય છે, તે દીતિનું અંગ છે. લાંબો સમાસ ન હોવા છતાં અર્થમાં દીપ્તિ છે તેથી ‘ઓજસ્ ગુણ છે. (ii) તળયા ત વ : તિ જ્યતે |
“રોદ્રાદિ રસો કારણ છે. તેનાથી ઉત્પન્ન થતું આસ્વાદનરૂપ કાર્ય તે દીતિ નામની ચિત્તવૃત્તિ છે. દીપ્તિ જ રોદ્રાદિ રસોને બીજા રસોથી જુદા પાડે છે. રોદ્ર વગેરે
Page #350
--------------------------------------------------------------------------
________________
૩૪૮
વન્યાલોક
રસો કારણ છે અને દીપ્તિ યા ઓજસ્ કાર્ય છે. કારણ, કાર્યને નામે ઓળખાય એ ન્યાયે આ રસો પણ ‘ઓજસ્’ નામે ઓળખાય છે. ‘લક્ષણલક્ષણા’થી દીપ્તિને પ્રગટ કરવાની શક્તિ ધરાવનાર શબ્દાર્થને દીપ્તિ કહેવાય છે’’. નગીનદાસ પારેખ પૃ. ૭૯. ‘‘તે’વિશેષ્યમાં બહુવચન છે અને જ્યતે ક્રિયાપદમાં એકવચન છે. આ પ્રયોગ આગળ રૂતિ હોવાથી સંખ્યાવિશેષની અવિવક્ષા હોઈ સાધુ-શુદ્ધ છે એમ આચાર્ય વિશ્વેશ્વર પ્રતિપાદિત કરે છે. (પૃ. ૯૯)
કારિકા-૧૦ અને વૃત્તિ (i) આ કારિકામાં ‘પ્રસાદ’ નામનો ત્રીજો ગુણ સમજાવેલ છે. શબ્દ અને અર્થની સ્વચ્છતા એટલે પ્રસાદ એવી વ્યાખ્યા આલોકમાં આપી છે. શબ્દો સાંભળતાં જ એનો અર્થ સ્પષ્ટ થઈ જવો જોઈએ. શબ્દ અને અર્થ બન્ને સ્પષ્ટ હોવા જોઈએ.
(ii) અભિનવગુપ્તે બે ઉદાહરણો આપી ‘પ્રસાદ’ ગુણને સમજાવ્યો છે. જેમ સૂકાં લાકડાંમાં અગ્નિ એકદમ પ્રસરી જાય છે, અથવા સ્વચ્છ કપડામાં પાણી · એકદમ પ્રસરી જાય છે તેમ જેને લીધે કાવ્યનો વ્યંગ્ય રસ ભાવકના ચિત્તમાં ઝડપથી
વ્યાપી જાય તે કાવ્યગુણનું નામ ‘પ્રસાદ’ છે. આ ગુણ પણ અન્ય બે ગુણોની જેમ મૂળ તો રસનો છે પણ વ્યંગ્યાર્થનો ખોધ કરાવનાર શબ્દ અને અર્થનો પણ ઉપચારથી એ ગુણ કહેવાય છે.
(iii) ત્રણે ગુણ-માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ ક્યા રસમાં હોય છે તે અગાઉની કારિકાઓ-વૃત્તિસહિત–તથા લોચનમાં જણાવેલ છે તેના સાર રૂપે શ્રી ડોલરરાય માંકડ આ પ્રમાણે જણાવે છે (પૃ. ૨૪૧, ૨૪૨) ‘‘આ બે ગુણોમાં (=માધુર્ય, ઓજસ્) શૃંગાર, કરુણ, વીર, રૌદ્ર અને અદ્ભુત રસનાં સ્થાન નક્કી થઈ ગયાં. બાકીના રસોમાંથી હાસ્યમાં ‘માધુર્ય’ તેમજ ‘ઓજસ્’ બન્નેને સરખો અવકાશ છે. કેમકે તે શૃંગારનું અંગ છે. તેમજ તેમાં વિકાસને અવકાશ છે. ભયાનક (રસ)માં ઓજસ્ ખાસ કરીને અને માધુર્ય કોઈક વખતે જ હોઈ શકે, કારણ કે તેમાં ચિત્તવૃત્તિ ગરકાવ થઈ જવાનો સંભવ છે તેથી દીપ્તિ ખાસ કરીને હોય. બીભત્સમાં પણ એમ જ. ‘શાન્ત’માં વિભાવોનું વૈચિત્ર્ય હોય છે તેથી કોઈક વખત ‘ઓજસ્’ તો કોઈક વખત ‘માધુર્ય’ પ્રધાન હોય. ‘પ્રસાદ’ગુણ બધા રસોને અવલંબે છે.
(iv) ગુણની સંખ્યા બાબત આલંકારિકોમાં મતભેદ છે. આચાર્ય મંડી દસ ગુણ ગણાવે છે. (કાવ્યાદર્શ ૧/૪૧)
श्लेषः प्रसादः समता माधुर्यं सुकुमारता । अर्थव्यक्तिरुदारत्वमोजः कान्ति समाधयः ॥
ભામહ, આનંદવર્ધન, અભિનવગુપ્ત, મમ્મટ વગેરે ત્રણ કાવ્યગુણમાં માને છેમાધુર્ય, ઓજસ્, પ્રસાદ. ઠંડી વગેરેએ, એ દસ કાવ્યગુણને શબ્દગુણ અને અર્થગુણ
Page #351
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૧૧ થી ૧૩)
૩૪૯
તરીકે સમજાવ્યા છે. કાવ્યગુણ ત્રણ જ છે એમ માનનાર આલંકારિકોએ અન્ય ગુણોને ત્રણમાં સમાવેલ છે.
(૪) વિશ્વનાથે ‘સાહિત્ય દર્પણ' (પરિચ્છેદ ૮/૭,૮) માં આપેલ ‘પ્રસાદ’નું લક્ષણ આ પ્રમાણે છે.
चित्तं व्याप्नोति यः क्षिप्रं शुष्केन्धनमिवानलः । स प्रसादः समस्तेषु रसेषु रचनासु च ॥
કારિકા-૧૧ અને વૃત્તિ : (i) મમ્મટે કાવ્યની વ્યાખ્યામાં જણાવ્યું છે કે કાવ્યમાં શબ્દાર્થ દોષરહિત હોવા જોઈએ. (ગોગો રાખ્વાર્થી). ભામહાચાર્યે ‘કાવ્યાલંકાર’ (૧/૩૭)માં નેયાર્થ, ક્લિષ્ટ, અન્યાર્થ, અવાચક, અયુક્તિમત્ અને ગૂઢશબ્દાભિધાન નામના કાવ્યદોષો ગણાવ્યા છે.
नेयार्थं क्लिष्टमन्यार्थमवाचकमयुक्तिमत् । गूढशब्दाभिधानं च कवयो न प्रयुञ्जते ॥ ३७ ॥
મમ્મટે શબ્દકોષ, અર્થદોષ, રસદોષ મળીને ૭૦ દોષો વર્ણવ્યા છે.
આ કારિકા પરના લોચનમાં અભિનવે શ્રુતિદુષ્ટ, અર્થદુષ્ટ, ક્લ્પનાદુષ્ટ, શ્રુતિક દોષોને સમજાવ્યા છે. અસભ્ય અર્થની સ્મૃતિ કરાવે એવા પ્રયોગને ‘શ્રુતિદુષ્ટ’ કહે છે. જ્યારે વાકચાર્થ – બળથી (context) અશ્લીલ અર્થની પ્રતીતિ થાય તેને ‘અર્થદુષ્ટ' કહે છે. બે પદો ઊલટસૂલટ કરવાથી તેમજ એક શબ્દનો છેલ્લો અક્ષર, બીજા શબ્દના પહેલા અક્ષરને જોડીને વાંચવાથી જે કાવ્યદોષ ઉત્પન્ન થાય તેને ‘કલ્પનાદુષ્ટ’ કહે છે. ૮, ઠ, ડ, ઢ, ણ વગેરે કર્ણકટુ વર્ણોનો પ્રયોગ થયો હોય તો ‘શ્રુતકષ્ટ’ કહેવાય છે.
(ii) અનિત્યરોષતા- દોષને નિત્ય અને અનિત્ય કેવી રીતે સમજવા ? શ્રી નગીનદાસ પારેખ આ બાબત સમજાવતાં કહે છે. (પૃ. ૮૩) “જે દોષો બધી પરિસ્થિતિમાં દોષ ગણાય તે નિત્ય દોષ, જેમકે ‘છંદો ભંગ.’ પણ ‘શ્રુતિકષ્ટ’ એટલે કે કઠોર વર્ણના પ્રયોગથી થતો દોષ શૃંગારાદિ કોમલ રસોમાં દોષ છે, પણ રૌદ્ર, ભયાનક વગેરે રસોમાં એ ગુણ બની જાય છે. માટે એ અનિત્ય દોષ છે. અશ્લીલત્વ વગેરે શૃંગારાદિમાં દોષ ગણાય પણ હાસ્યમાં ન ગણાય.’’
(iii) ધ્વનિકાર આ કારિકા અને વૃત્તિમાં કહેવા માંગે છે કે ‘શ્રુતિદુષ્ટ’ વગેરે દોષો જ્યાં શૃંગાર ધ્વનિના આત્મા તરીકે વપરાયા હોય ત્યાં ત્યજવા. એ પરથી સૂચવાય છે કે વીર, રૌદ્ર વગેરે રસોનો ધ્વનિ આવતો હોય તો આવા પ્રયોગમાં વાંધો નથી. તેમજ જ્યાં માત્ર વાચ્યાર્થ હોય કે જ્યાં માત્ર વ્યંગ્ય શૃંગાર હોય ત્યાં પણ ત્યજવા એવું નથી. માત્ર ધ્વનિના આત્મારૂપે વપરાયેલ શૃંગારમાં ન ચાલે.
કારિકા-૧૨ અને ૧૩ તથા વૃત્તિ
तेषाम् आनन्त्यम् तथा दिङ्गात्रं तु उच्यते ।
Page #352
--------------------------------------------------------------------------
________________
૩૫૦
શિવન્યાલોક આનંદવર્ધન રસના ભેદ-પ્રભેદનું અનંતપણું કેવી રીતે થાય છે તે શૃંગારના ભેદપ્રભેદ ગણાવીને સમજાવે છે.
શૃંગારના બે પ્રકાર-સંભોગ શૃંગાર અને વિપ્રલંભ શૃંગાર. સંભોગ, પરસ્પર પ્રેમદર્શનથી, સુરતથી, વિહરણથી, જલક્રીડા, મદ્યપાનકીડા, ચંદ્રોદયક્રીડા વગેરેથી થાય. સુરત વગેરેની ૬૪કળાઓ-વાત્સ્યાયને કહેલી - છે. વિપ્રલંભ, અભિલાષથી, ઇર્ષાથી, વિરહથી, પ્રવાસથી, શાપથી વગેરે રીતે થાય છે. આમાં દરેકના વિભાવ વગેરે મુજબ વિભાગ પાડીએ તો પાર ન આવે તેમના વળી દેશ, કાલ, આશ્રય, અવસ્થા વગેરે પ્રમાણે ભેદો થઈ શકે આ તો માત્ર દિશાસૂચન કર્યું છે, એમ તે કહે છે.
કારિકા-૧૪ અને ૧૫ તથા વૃત્તિ (i) યત્નાત કરૂણાનુવધવાનું અનુપ્રાસ પ્રયત્નપૂર્વક યોજેલો હોવાને કારણે તે વ્યંજક બની શક્તો નથી. અહીં “એક જ પ્રકારનો અનુપ્રાસ' એમ કહ્યું છે એનો અર્થ એ કે વિવિધ પ્રકારનો અનુપ્રાસ યોજ્યો હોય તો તેમાં દોષ નથી.
(ii) ડુક્કરશમોષાલીનામું ! યાવીનામું- માં નાદ્રિ શબ્દ પ્રકાર અર્થાતું. સાદશ્યપરક છે. યમક સદશ દુષ્કર અલંકારોમાં “મુરજબંધ વગેરે અને “સભંગ શ્લેષ’ કે ‘શબ્દ શ્લેષ પણ સમ્મિલિત છે. પ્રાચીન આચાર્યો ‘સભંગ શ્લેષ અને શબ્દ શ્લેષ” તથા “અભંગ શ્લેષ’ અને ‘અર્થ શ્લેષ ને એક જ માને છે. ઉદા. સર્વતોમાંધવઃ પાયાત્ યો જમુદ્દધીધાતુ | આ સભંગ શ્લેષનું ઉદાહરણ છે. શિવ સાથે અન્વય આ પ્રમાણે થાય છે. સર્વદા 3માધવઃ પાયાત્ ઃ જમ્ ૩થાત્ વિષ્ણુ સાથે અર્થ લેતાં આમ અન્વય થાય છે. સર્વ માધવઃ પત્િ યઃ મમ્ ((ગિરિરાજ) પર્વતને), મામ્ (પૃથ્વીને- વરાહ અવતારમાં) ૭ધીધાત્ |
(i) તાનીયેન- જ્યારે અકસ્માત અને અણધાર્યો કોઈ પ્રસંગ બને અને તેને માટે તાત્કાલિક તેની પૂર્વે બનેલો બનાવ કારણભૂત ન હોય છતાં પ્રથમ દષ્ટિએ તેનું કારણ હોવાનો તર્ક થઈ શકે, ત્યારે તે ‘કાતાલીય ન્યાય’ કહેવાય છે. ‘કાગનું બેસવું અને તાડનું પડવું એ અર્થમાં આ ન્યાય વપરાય છે.
કારિકા-૧૬ અને વૃત્તિ: (i) તસૈવ રસાત્વમ્ મુહયYI કેવળ શૃંગારમાં જ નહીં પણ વીર તથા અદ્દભુત વગેરે રસોમાં પણ પ્રયત્ન પૂર્વક ગોઠવીને રાખેલા યમક વગેરે અલંકારો વિઘ્ન કરે છે. આનંદવર્ધને જે કેવળ શૃંગારનું નામ લીધું છે તે એ દષ્ટિએ કહ્યું છે કે શૃંગારના બન્ને પ્રકારોમાં યમક વગેરે રસમાં વિઘ્ન કરનારા છે એ વાત સહૃદય ઉપરાંત સાધારણ માણસ પણ સમજી શકે છે. વાસ્તવમાં કરુણ વગેરે બીજા રસોમાં પણ કૃત્રિમ યમક વગેરે પ્રતિબંધક છે તેથી આગળ જતાં વસે ગર્વ તસ્પત્િ gષ ન વિદ્યતે” લખીને સામાન્ય રૂપથી બધા રસોમાં આવા અલંકારોની રસાંગતાનો નિષેધ કર્યો છે.
Page #353
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૧૮,૧૯)
૩૫૧ (ii) મપૃથયત્ન નિર્વચૈત્વમ્ ! વિના પ્રયત્નથી, સ્વયં અનાયાસે આવતા, જુદા પ્રયત્ન વગર આપોઆપ આવી જતા.
અપૃથગ્યત્નનિર્વત્યે એવી રીતે આવતા અલંકારનું ઉદાહરણ પોતે પત્રાતી. ઈ. શ્લોકથી આપ્યું છે. રીસાયેલી નાયિકા પ્રત્યે નાયકની આ ચાક્તિ છે. આ શ્લોકમાં ઈર્ષ્યા-વિપ્રલંભના અનુભાવોની ચર્વણા જ મુખ્ય છે. છતાં સહજ રીતે ત્રણ અલંકારો આવી ગયા છે. (૧) રૂપક-ક્રોધમાં પ્રિયતમનો આરોપ હોવાથી. (૨) શ્લેષ-અધરરસ શબ્દના બે અર્થ છે- અધરામૃત અને અધરની ભીનાશ. (૩) વ્યતિરેક-તને ક્રોધ વહાલો છે, હું વહાલો નથી, એમ લેવાથી.
(ii) અપૂર્વિયા- હું પહેલો, હું પહેલો એમ કરતા. મન્વર્યા - બાણ ભટ્ટના પ્રસિદ્ધ ગદ્યકાવ્ય 'કાદંબરી' માં કાદંબરી નાયિકાને જોઈ તે પ્રસંગે.
સેતૌ- પ્રવરસેન કવિનું ‘સેતુબંધ' મહાકાવ્ય. આ કાવ્યનો બાણે ‘હર્ષચરિત'ના પ્રાસ્તાવિક શ્લોકોમાં ઉલ્લેખ કર્યો છે.
(iv) અંગી શૃંગારના નિરૂપણમાં યમક વગેરે અલંકારોના સ્થાન અંગેની ચર્ચાનો નિષ્કર્ષ શ્રી નગીનદાસ પારેખના શબ્દોમાં આ પ્રમાણે છે. (પૃ. ૮૯)
(૧) શૃંગારના કોઈ પણ પ્રકારમાં યમક અભિવ્યંજક થતો નથી. (૨) શૃંગારમાં અને ખાસ કરીને વિપ્રલંભમાં યમકની યોજના શક્તિશાળી કવિ કરે તોયે તે પ્રમાદરૂપ જ ગણાય. (૩) જે અલંકાર રસરચનાના આવેશથી આપોઆપ નીવડી આવે, જેને માટે અલગ પ્રયત્ન કરવો ન પડે, તે જ ધ્વનિકાવ્યમાં અલંકાર ગણાય. એવા અલંકાર બહિરંગ વસ્તુ ન ગણાય. (૪) કોઈવાર યમક વગેરે રસયુક્ત જોવામાં આવે છે ત્યાં યમકાદિ જ પ્રધાન હોય છે, રસ તેનું અંગ હોય છે. (૫) રસાભાસમાં યમક વગેરે તેનું અંગ બની શકે છે પણ જ્યાં શૃંગાર પ્રધાન હોય છે ત્યાં તે કદી અંગ બની શક્તા નથી.'
કારિકા-૧૭ અને વૃત્તિ યથાર્થતામ્ ઈતિ- ક્યા અલંકારો રસધ્વનિકાવ્યમાં સ્વીકારવા જેવા છે તે “શૃંગાર’ના દષ્ટાન્તથી આનંદવર્ધન સમજાવે છે. અહીં અને પછી ત્યાગ અને સ્વીકાર અંગે જે નિયમો બતાવે છે તે બધા જ પ્રધાન રસને લાગુ પડે છે એમ સમજવાનું છે. પૂરો વિચાર કરીને ઉદ્દિષ્ટ રસને અભિવ્યંજક હોય એવા અલંકારો જો યોજવામાં આવે તો તેને લીધે તેમનું ‘અલંકાર (આભૂષણ) નામ સાર્થક બને છે.
કારિકા-૧૮, ૧૯ અને વૃત્તિ ૧ : આ બે કારિકાઓ સાથે લેવાથી તેમાં રહેલા મોટા વાક્યનો અર્થ સમજી શકાય છે. રૂપક વગેરે અલંકારોને કાવ્યમાં પ્રયોજવા અંગેના છ નિયમો-છ શરતો-આ બે કારિકાઓમાં છે. પ્રથમ કારિકાનાં ચાર ચરણો અને બીજી કારિકાનો પૂર્વાર્ધ, આ પાંચેની સાથે બીજી કારિકાના ઉત્તરાર્ધના વાક્ય પરિવર્તદ્દીરવયાત્વાધનમ્ !' નો અન્વય કરવાનો છે.
Page #354
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
આલોકમાં-વૃત્તિમાં- (૧) યમલજ્જાનું ત તયા વિક્ષતિ (ર) ના િત્તેન (૨) યમવસરે વૃદ્ઘાતિ (૪) યમવસો ત્યગતિ (૧) યં નાત્યન્ત નિર્વોદુમિઋતિ (૬) निर्वोढुमिष्टमपि यं यत्नादङ्गत्वेन प्रत्यवेक्षते - स एवमुपनिबध्यमानो रसाभिव्यक्तिहेतुर्भवति ।આવા દીર્ઘવાકચમાં મુખ્ય થયિતવ્ય સમાયેલું છે. તેને ઉદાહરણોથી સ્પષ્ટ કરેલ છે. કાવ્યમાં રૂપકાદિ અલંકારો પ્રયોજવા અંગે આ છ બાબતો આનંદવર્ધને કહી છે. (૧) રસ નિરૂપણના સાધન તરીકે જ અલંકારની યોજના કરવી. (૨) કદી પણ અંગી તરીકે ન કરવી.
(૩) યોગ્ય સમયે એ અલંકારોનું ગ્રહણ કરવું.
(૪) યોગ્ય સમયે એનો ત્યાગ કરવો.
૩૫૨
(૫) એને ચાલુ રાખવાની- એનો નિર્વાહ કરવાની ઉત્કટ ઇચ્છા ન રાખવી. (૬) કોઈ વાર અનાયાસે નિર્વાહ થઈ જાય તોયે એ અંગ રૂપે રહે એવી સાવચેતી રાખવી.
૧૮-૧૯-૨- વામિયાત... ઈ. – આચાર્ય જગન્નાથ પાઠક (પૃ. ૨૩૮ થી ૨૪૦) લખે છે, ‘‘પ્રસ્તુત પદ્યમાં રાહુના કંઠચ્છેદની ઘટનાનો નિર્દેશ પ્રકારાન્તર કથનરૂપ ‘પર્યાયોક્ત’ અલંકારનો વિષય છે. સમુદ્ર મંથનથી પ્રાપ્ત અમૃતની વહેંચણીમાં રાહુ નામના દૈત્યે છૂપાઈને પાન કર્યું ત્યારે મોહિની રૂપધારી ભગવાન વિષ્ણુએ સૂર્ય અને ચંદ્રથી સંકેત પામીને રાહુનું શિર પોતાના ચક્રથી કાપી નાખ્યું. હતું, આ પૌરાણિક પ્રસંગનું અહીં ચિત્રણ છે.’’ રાહુ એ અમૃતપાન કરી લીધું હતું. એથી ફક્ત મસ્તક બાકી રહ્યું. રાહુ પોતાની પત્નીઓને ઉદ્દામ આલિંગન નહોતો કરી શકતો. પણ માત્ર ચુંબનથી તેની પત્નીઓનો રતોત્સવ પૂરો થતો.
અહીં રસાદિની વિવક્ષા છે પણ ‘પર્યાયોક્ત’ અલંકાર જ મુખ્યરૂપે બહાર આવે છે. ખરી રીતે ‘વાસુદેવનો પ્રતાપ' બતાવવાનો કવિનો મુખ્ય આશય છે. એ પ્રતાપને આડકતરી રીતે વર્ણવવામાં શૃંગાર રસને બહાર લાવવાનો આશય છે, છતાં આ શૃંગાર રસનું વર્ણન એવું થયું છે કે ‘પર્યાયોક્ત’ અલંકાર જ આપણને મુખ્યપણે દેખાયા કરે છે.
૧૮-૧૯-૩- ૩દ્દામોતિા... ઈ. શ્લોક હર્ષવર્ધનની ‘રત્નાવલી’ (૨/૪)નો છે. રાજાની નવમાલિકા લતા દોહદ વિશેષના પ્રયોગથી અકાળે પુષ્પિત થઈ છે અને વાસવદત્તાની નહીં. એ જાણીને રાજા વિદૂષકને કહે છે કે આજે જ્યારે કામાવેશવાળી પરસ્ત્રી જેવી આ લતાને હું જોઈશ તો રાણીનું મુખ ઈર્ષ્યાથી લાલ થઈ જશે. સ્લિટ વિશેષણો છે. પ્રસ્તુત વિશેષણોથી લતા, કામના આવેશયુક્ત પરનારી જેવી પ્રતીત થાય છે.
૧૮-૧૯-૪ રસ્ત્વમ્... ઈ. અહીં વૃત્તિમાં આ શ્લોકના અલંકાર બાબત ચર્ચા છે, શાસ્ત્રાર્થ છે. પૂર્વપક્ષી (પૂર્વપક્ષિર્ પ્ર. એ.વ.) અને ઉત્તરપક્ષીના વિચારો
Page #355
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૨૦,૨૧)
૩૫૩
અનુવાદથી સ્પષ્ટ થાય છે. પૂર્વપક્ષ ‘ શ્લેષવ્યતિરેક' રૂપ બીજો-સંકર-અલંકાર છે એમ માને છે. ઉત્તરપક્ષ, બે અલંકારોની ‘સંસૃષ્ટિ’ છે એમ માને છે. એક શ્લોકમાં બે કે વધારે અલંકારોનું મિશ્રણ હોય તો ‘સંસૃષ્ટિ’ અને ‘સંકર’ નામના મિશ્ર અલંકારો બને છે.
કારિકા-૨૦ અને વૃત્તિ : (i) અત્યાર સુધીમાં આપણે જોયું કે આનંદવર્ધને ધ્વનિના આ પ્રમાણે ભેદ દર્શાવ્યા છે. પ્રથમ બે ભેદ (૧) અવિવશ્ચિંતવાચ્ય યાને લક્ષણામૂલ (૨) વિવક્ષિતાન્યપરવાચ્ય યાને અભિધામૂલ. પછી અવિવક્ષિતવાચ્યના બે ભેદ પાડયા. (૧) અર્થાન્તરસંક્રમિતવાચ્ય અને (૨) અત્યંત તિરસ્કૃતવાચ્ય. ત્યારબાદ વિવક્ષિતાન્યપરવાચ્યના પણ બે ભેદ પાડયા (૧) અસંલક્ષ્યક્રમવ્યંગ્ય અને (૨) સંલક્ષ્યક્રમવ્યંગ્ય. પછી તેમણે પ્રથમ પ્રકાર અસંલક્ષ્યક્રમવ્યંગ્યમાં યમકાદિ અને રૂપકાઠિ અલંકારોની યોજના અંગે સમજાવ્યું. હવે સંલક્ષ્યક્રમવ્યંગ્ય નામના બીજા પ્રકારની ચર્ચા કરે છે.
(ii) ઘંટ વગાડતાં કોરો પડયા પછી કેટલીકવાર સુધી અમુક ધ્વનિ ક્રમશઃ સંભળાય છે, રણકાર સંભળાય છે. તેને અનુસ્નાન અથવા અનુરણન કહે છે. સંલક્ષ્યક્રમધ્વનિ પ્રકારમાં વાચ્યાર્થથી વ્યંગ્યાર્થની પ્રતીતિનો ક્રમ રણકારની જેમ સ્પષ્ટ પ્રતીત થાય છે.
કારિકા-૨૧ અને વૃત્તિ:
૨૧.૧ (i) સંલક્ષ્યક્રમવ્યંગ્યના બે ભેદ છે. શબ્દશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ. શબ્દશક્તિમૂલધ્વનિ તેને કહેવામાં આવે છે જ્યાં વાચ્યાર્થની પ્રતીતિ થઈ ગયા પછી (ઘંટના) રણકાર (૮...ન...ન...ન)ની જેમ બીજા અર્થની-વ્યંગ્યાર્થની પ્રતીતિ પણ થાય છે.
આનંદવર્ધને આ કારિકા અને વૃત્તિ ભાગમાં શબ્દશક્તિમૂલ ધ્વનિ અને શ્લેષ અલંકાર વચ્ચે શું તફાવત છે તે સમજાવ્યું છે.
શ્લેષ અલંકારમાં એક શબ્દના બે અર્થ અભિધા વ્યાપારથી પ્રાપ્ત થાય છે, બન્ને અર્થ વાચ્યાર્થ છે, બન્નેનું મહત્ત્વ સરખું છે. મમ્મટ કહે છે તેમ ‘અત્ર અમિધાયાઃ અનિયન્ત્રળા ઢૌ અપિ અ-મૂવી વાૌન કાવ્યપ્રકાશ ૧૦/૧૦ની વૃત્તિ.
પણ સંયોગ વિપ્રયોગ, સાદ્દવર્ય વગેરે ૧૪ બાબતથી ભર્તૃહરિ મુજબ અભિધાનું નિયંત્રણ થાય ત્યારે સંદર્ભમાં એક વાચ્યાર્થ નિશ્ચિત થઈ જાય છે. પણ પછીથી બીજો અર્થ જે ડોકિયું કરે છે, સૂચવાય છે, તે અલંકારરૂપ હોય તો ‘શબ્દશક્તિમૂલ ધ્વનિ’ છે, તેને અભિધામૂલ ધ્વનિ પણ કહેવામાં આવે છે. આમ બન્ને ભિન્ન છે. આ રીતે ‘શબ્દશક્તિમૂલ’ ધ્વનિથી ‘ શ્લેષ’નું ક્ષેત્ર હરાઈ જતું નથી, એમ આનંદવર્ધન કહે છે.
આ મુદ્દાને શ્રી ડોલરરાય માંકડ નીચેના શબ્દોમાં સરસ રીતે સમજાવે છે. ‘એક
Page #356
--------------------------------------------------------------------------
________________
૩૫૪
દવન્યાલોક શબ્દના બે અર્થ છે તે બંને અભિધાથી બહાર આવે છે કે ધ્વનિથી તે જાણવાના નિયમો નીચે મુજબ હોય;
જ્યાં શ્લેષ હોય ત્યાં એક શબ્દના બે અર્થ શક્ય થાય, તેમાં (૧) એ બેમાંથી ક્યો અર્થ લેવો એનો નિયામક કોઈ શબ્દ ન હોય તો બન્ને અર્થ અભિધાથી જ સીધા આવે છે એમ જાણવું.
(૨) પહેલો અર્થ તો બધામાં અભિધાથી જ બહાર આવે, પણ જ્યાં બીજો અર્થ બહાર લાવવાને નિયામક પ્રમાણ હોય ત્યાં પણ બન્ને અભિધાથી બહાર આવે છે એમ સમજવું. (૩) પણ જ્યાં પહેલો અર્થ આપ્યા પછી અભિધાનો વ્યાપાર અટકી જાય એવો નિયામક શબ્દ હોય તો બીજો અર્થ ધ્વનિત થાય છે (વ્યંગ્યાર્થ છે) એમ સમજવું. (૪) એમાં પણ કદાચ એવું બને કે બીજો કોઈ એવો શબ્દ હોય, જે અભિધાનો વ્યાપાર એક અર્થ આપ્યા પછી અટકી જાય છે એમ બતાવનાર શબ્દનો બાધક હોય તો ત્યાં પણ બન્ને અભિધાથી બહાર આવે છે એમ સમજવું. (પૃ. ૨૫૫)
૨૧.૧ (i) યે ધ્વસ્ત મનોમને... ઈ. - આ શ્લોકમાં શ્લિષ્ટ વિશેષણો છે. એક અર્થ વિષ્ણુને લગતો અને બીજો અર્થ શિવને લગતો નીકળે છે. આ બન્ને અર્થ વસ્તુરૂપ છે અને અભિધા નામની શબ્દશક્તિથી પ્રકાશિત થાય છે. તેથી અહીં ‘શ્લેષાલંકાર છે અને ‘શબ્દશક્તિમૂલ ધ્વનિ નથી.
૨૧.૧ (ii) ભટ્ટ ઉદ્ભર પુરોગામી આચાર્યનું નામ છે. ભામહના અલંકારસંપ્રદાયના સમર્થક આચાર્ય ઉદ્ભટના મંતવ્યને પૂર્વપક્ષ તરીકે મૂકી પછી તેનું ખંડન કરવામાં આવ્યું છે.
૨૧.૧ (iv) તસ્યા વિના દાણ... ઈ - આ શ્લોકમાં આવેલ વિના’િ માંનો ‘મYિ' શબ્દ વિરોધ દર્શાવે છે. તેને લીધે “હરિનો' ના બે અર્થ થાય છે. અહીં ‘વિરોધ અલંકાર અને વિસ્મય ભાવની પ્રતીતિ થાય છે. આ શ્લોકના “ શ્લેષ' અને ‘વિરોધ અલંકારો તથા “શૃંગાર રસનો વિસ્મય' નામનો વ્યભિચારિભાવ-ત્રણેય સાક્ષાતુ, વાટ્યરૂપે, અભિધાશક્તિથી પ્રગટ થયા છે. અહીં શબ્દશક્તિમૂલ ધ્વનિ નથી.
૨૧.૧ (૫) અત્તમચંકયર્સ...વિષય પર્વ | લોચનકાર કહે છે કે તા. વિના સાળ... ઈ. શ્લોકમાં “ શ્લેષ અલંકાર વિરોધનો પરિપષ કહે છે. આ ઉદાહરણમાં અનુગ્રાહ્ય – અનુગ્રાહક ભાવવાળો ‘સંકર અલંકાર છે. તેથી અહીં ‘અસંલક્ષ્યધ્વનિ થાય છે એમ કહેવું જોઈએ. પ્રસ્તુત વાક્યમાં આનંદવર્ધન કહે છે કે વ્યંજનાનો વિષય સાક્ષાત્ ભાવે વાચ્ય શ્લેષ કે વિરોધ દ્વારા, અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિમાં પ્રગટ થઈ શકે છે.
૨૧.૧ (i) Tધ્યારેક તેનું સુનઃ ... ઈ.
Page #357
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૨૧)
સુવર્શનતઃ (૧) જેના કેવળ હાથ જ સુંદર છે.
(૨) સુદર્શનચક્ર યુક્ત હોવાથી સુદર્શનકર વિષ્ણુ. ઘરવિન્દ્ર... જેમણે કેવળ ચરણારવિંદના સૌદર્યથી (૨) પાદવિક્ષેપથી ત્રણે લોકને આક્રાન્ત કરેલ છે. ચન્દ્રાત્મવયુધૃત- (૧) જે ચંદ્રરૂપ (થી કેવળ) નેત્રને ધારણ કરે છે. (૨) જેનું કેવળ એક નેત્ર જ ચંદ્રરૂપ છે.
અહીં એક અર્થ ‘વ્યતિરેક અલંકાર’નો બોધ કરાવે છે. કૃષ્ણના તો માત્ર હાથ જ સુંદર છે, પણ રુક્મિણીનું તો આખું શરીર સુંદર છે. કૃષ્ણ અને રુકિમણીનાં બધાં વિશેષણો ‘વ્યતિરેક અલંકાર' દર્શાવે છે. કૃષ્ણે તો ફક્ત લલિત ચરણારવિંદથી ત્રણે લોક વ્યાપી લીધેલ છે, રુકિમણી એ સર્વ અંગોના સૌંદર્યથી ત્રણે લોક જીતી લીધા છે, કૃષ્ણની માત્ર આંખ જ ચંદ્રની છે, રુકિમણીનું તો આખું મુખ ચંદ્ર જેવું છે. આ શ્લોકમાં ‘વ્યતિરેક’ અલંકાર સાક્ષાત્ વાચ્યરૂપે કહેવામાં આવેલ છે. ‘ શ્લેષ’ અને ‘વ્યતિરેક’ બન્ને અલંકારો વાચ્ય છે.
૩૫૫
૨૧.૧ (vii) શ્રૃમિમતિમતમયતાં... ઈ. અહીં ‘વિષ’ શબ્દના જળ અને ઝેર બન્ને વાચ્યાર્થ છે. પ્રકરણ-સંદર્ભથી-નિયંત્રિત થતાં અભિધાશક્તિ એક જ અર્થનું જ્ઞાન કરાવત. પણ અહીં ‘ભુજગ’ શબ્દ પણ આપ્યો છે. તેથી અભિધા કેવળ જળરૂપ અર્થ જણાવીને શાંત થતી નથી. બન્ને અર્થ જણાવે છે. ‘જલદ ભુજગ’માં રૂપક છે. આ શ્લોકમાં ‘રૂપક’ અને રૂપની શોભા વધારનાર શ્લેષ' બન્ને વાચ્યતાથી પ્રતીત થાય છે. તેથી આ પણ ‘ શ્લેષ’નું જ સ્થળ છે, ‘શબ્દશક્તિમૂલ ધ્વનિ’નું નહીં.
4
૨૧.૧ (viii) ધ્વઽિતમાનસ... ઈ. અહીં ‘ગજેન્દ્ર’ શબ્દને કારણે ‘નિર્મથિત’, ‘પરિમલ’ અને ‘દાન’ શબ્દના બબ્બે અર્થ થાય છે, તે અનુવાદ પરથી સમજાશે.
૨૧.૧ (xi) શ્રી નગીનદાસ પારેખ અહીં સુધીના નિરૂપણને નીચેના શબ્દોમાં ટૂંકમાં દર્શાવે છે. (પૃ. ૧૦૪) ‘‘અહીં સુધીની ચર્ચામાં ૨૧મી કારિકામાં વપરાયેલા ‘ઞક્ષિપ્ત’ = ‘વ્યંજિત શબ્દથી વાચ્ય અલંકારોને બાકાત રાખવામાં આવ્યા છે. એ વાત વિગતે સમજાવી, અને સ્પષ્ટ કર્યું કે જ્યાં અલંકાર વાચ્ય ન હોય પણ આક્ષિસ એટલે કે વ્યંગ્ય હોય, ત્યાં જ ‘શબ્દશક્તિમૃલ ધ્વનિ’ કહેવાય.
અને જ્યાં બે વસ્તુ કે બીજા અલંકારની પ્રતીતિ વાચ્યરૂપે થતી હોય ત્યાં ‘શ્લેષ’ અલંકાર કહેવાય. એનાં પાંચ ઉદાહરણો આપ્યાં છે. એમાંના પહેલા ઉદાહરણમાં બે વસ્તુનો અને બાકીનાં ચારમાં બીજા અલંકારનો વાચ્યરૂપે બોધ થાય છે એ બધાં ‘શબ્દમૂલધ્વનિ’નાં નહીં પણ શ્લેષનાં ઉદાહરણ છે.’’
૨૧.૧ (૪) અનેકાર્થક શબ્દોને એક અર્થમાં નિયંત્રિત કરનાર સંયોગ, વિપ્રયોગ વગેરે હેતુ છે તે દર્શાવતી ભર્તૃહરિના ‘વાકચપટીય’ની કારિકાઓ મમ્મટ વગેરે આલંકારિકોએ સ્વીકારી છે. (કા. પ્ર. ૨/૧૪ની વૃત્તિ)
Page #358
--------------------------------------------------------------------------
________________
૩૫૬
દવન્યાલોક संयोगो विप्रयोगश्च साहचर्य विरोधिता। अर्थः प्रकरणं लिङ्गं शब्दस्यान्यस्यसन्निधिः । सामर्थ्यमौचिती देशः कालो व्यक्तिः स्वरादयः
शब्दार्थस्यानवच्छेदे विशेषस्मृतिहेतवः ॥ ૨૧.૨ (i) જ્યાં અભિધાનું નિયામક હેતુ હોવા છતાં પણ પ્રબળ બાધક હેતુને લીધે તે નકામો થઈ જતો હોય ત્યાં પણ ‘શબ્દશક્તિમૂલ ધ્વનિ નથી હોતો. એનું આનંદવર્ધન ઉદાહરણ આપે છે. ---
૨૧.૨ (i) ફૂટ્યા કેશવ પર 'હિતયા... ઈ.
જોપ/કૃત (8) -પર-હૃતયા (૨) પ-ર-હૃતયા | પતિતાં (૧) પતિત થયેલી (૨) પતિપણાને પામેલી.
આ શ્લોકમાં ‘સત્તે’ પદના સામર્થ્યથી બીજો અર્થ નીકળે છે. બન્ને અર્થો વાચ્ય છે તેથી “ શ્લેષ અલંકાર છે.
૨૧.૨ (ii) મત્રાન્તરે...મહાત: | બાણના હર્ષચતિ’ દ્વિતીય ઉલ્લાસમાં ગ્રીષ્મ વર્ણનમાંથી આ વાક્યો ઉદાહત ક્યાં છે. અહીં ‘પ્રકરણ” (સંદર્ભ)ને લીધે અભિધા શક્તિ ગ્રીષ્મને લગતા અર્થમાં નિયંત્રિત થઈ છે. શિવને લગતો જે બીજો અર્થ સમજાય છે તે ‘શબ્દશક્તિમૂલ’ વ્યંજના દ્વારા પ્રાપ્ત થાય છે. અનુવાદમાં બન્ને અર્થ દર્શાવેલ છે.
૨૧.૨ (iv) ૩ન્નતઃ પ્રોત્...ઈ. અહીં વર્ષોનું વર્ણન પ્રકરણ” તરીકે હોવાથી મેઘસાથે સંબંધિત અર્થ અભિધાથી સમજાય છે. સ્તનને લગતો બીજો અર્થ (શબ્દશક્તિમૂલ) વ્યંજનાથી સમજાય છે.
૨૧.૨ (૫) જ્ઞાનન્દ્રા પ્રગાન...ઈ. અહીં સૂર્યની સ્તુતિનો પ્રસંગ-સંદર્ભ-હોઈ સૂર્યકિરણોને લગતો અર્થ અભિધાથી પ્રાપ્ત થાય છે તે વાચ્યાર્થ છે. બીજો ગાયોનો અર્થ વ્યંજનાથી પ્રાપ્ત થાય છે. પાછળથી આવતો આ અર્થ (શબ્દશક્તિમૂલ) વ્યંગ્યાર્થ-ધ્વનિ છે.
આ ત્રણે ઉદાહરણોથી “શ્લેષ'થી “શબ્દશક્તિમૂલ ધ્વનિ’ ભિન્ન છે એ લેખકે બતાવ્યું છે.
પ્રસ્તુત અને અપ્રસ્તુત એવા વાચ્ય અને વ્યંગ્ય અર્થો વચ્ચે ઉપમાનઉપમેયભાવ-સાદશ્ય ભાવ છે. તેથી પ્રાપ્ત થતો બીજો અર્થ દોષરૂપ નથી પણ રુચિકર લાગે છે.
૨૧.૩ (i) ઉપમા સિવાય વિરોધ, વ્યતિરેક વગેરે અલંકારો પણ વાચ્યાર્થ અને વ્યંગ્યાર્થ સાથે સંબંધિત હોઈ શકે તેનાં આનંદવર્ધન ઉદાહરણો આપે છે.
ચત્ર મત#મિન્ય.... ઈ. આ વાક્યો બાણ કવિના ગદ્યકાવ્ય “હર્ષચરિત’ માંથી લેવામાં આવેલ છે. અનુવાદમાં (i) પ્રમાણે અર્થ લેતાં વિરોધ છે અને (i) પ્રમાણે
Page #359
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૨૧)
૩૫૭
અર્થ લેતાં વિરોધ દૂર થાય છે. માર્તં= ચાંડાળ. ચામા= યૌવનમધ્યસ્થા તળી | સુંદર સ્ત્રી માટે આ શબ્દ પ્રયોજાય છે. જેમકે કાલિદાસે યક્ષપત્નીના વર્ણનમાં‘મેઘદૂત’માં- (ઉ. મે. ૨૨) તન્વી શ્યામા શિરિના... ઈ. કહ્યું છે.
૨૧.૩ (ii) ઉપરના ઉદાહરણમાં પ્રસ્તુત અને અપ્રસ્તુત બન્ને અર્થ વાચ્ય નહીં હોવાથી અપ્રસ્તુત અર્થની પ્રતીતિ અભિધામૂલા વ્યંજનાથી થાય છે. તેથી ‘ શ્લેષ’ વાચ્ય નથી પણ વ્યંગ્ય છે. તેથી સંલક્ષ્યક્રમનું- અભિધામૂલ વ્યંજનાનું ઉદાહરણ છે. ‘સમવાય વ...મૂર્તિ:’ । વાચોમાં ‘અવિ’ શબ્દ વિરોધવાચક છે. પ્રથમ વાકચમાં ‘વિશેષિનાં વા નામ્’ માં વિરોધ શબ્દ છે. તેથી ‘વિરોધાભાસ’ અને ‘ શ્લેષ’ બન્ને અલંકારો વાચ્ય માનવામાં આવે છે.
૨૧.૩ (iii) સર્વેશળમક્ષયમ્... ઈ. સર્વના શરણરૂપ છે પણ પોતે અક્ષય (ક્ષય= ઘર, આશ્રયસ્થાન) છે, ઘર વગરના છે એમ અર્થ થતાં વિરોધ આવે છે. અક્ષય= ‘નાશવંત નથી તે’ અર્થ કરતાં વિરોધ દૂર થાય છે. અધીશમ, ફેશ પિયાર્ । ધિ = બુદ્ધિ ધીગ= બુદ્ધિના સ્વામી. અધીશું = બુદ્ધિના સ્વામી ન હોવા છતાં ધિયામ્ ાં છે, બુદ્ધિના સ્વામી છે એમ અર્થ કરતાં સમજવાથી વિરોધ છે. મધીશ- સર્વેશ્વર અર્થ કરતાં વિરોધનો પરિહાર થાય છે. રમ્ ળમ્- લીલો અને કાળો રંગ-વિરોધ, વિષ્ણુ સ્વરૂપ કૃષ્ણ, વિરોધનો પરિહાર. ચતુર= પરાક્રમયુક્ત છતાં નિષ્ક્રિય છે એમાં વિરોધ છે. પણ સર્વજ્ઞ સ્વરૂપ અને નિષ્ક્રિય અર્થ થતાં વિરોધ જતો રહે છે. અરિ‘ચક્રના આરાનો નાશ કરનાર છતાં ચક્રને ધારણ કરનાર’ અર્થથી વિરોધ અને ‘શત્રુનો નાશ કરનાર ચક્રધારી' અર્થ કરતાં તેનો પરિહાર થાય છે. આ ઉદાહરણમાં વિરોધ વાચ્ય નથી, વ્યંગ્ય છે.
૨૧.૩ (iv) દ્યું ચેત્યુત્ત્વજ્ઞયન્તિ... ઈ. લમ્= આકાશ. આ શ્લોકમાં સૂર્યનાં પ્રસિદ્ધ કિરણ રૂપ પાક અને સૂર્યદેવના દેહના ભાગરૂપ ચરણ આ બન્ને પ્રકારનાં પાઠોની સ્તુતિ કરવામાં આવી છે. ‘વ્યતિરેક’ અલંકારમાં ઉપમેયને ઉપમાન કરતાં ચઢિયાતું વર્ણવવામાં આવે છે. આ શ્લોકમાં સૂર્યદેવના દેહના ભાગરૂપ ચરણોપાઠ- કરતાં કિરણોનો ઉત્કર્ષ વ્યંજિત થયો છે માટે શ્લેષ’માંથી ‘વ્યતિરેક’ અલંકારની પ્રતીતિ અહીં થાય છે.
4
न
૨૧,૩ (૪) આનંદવર્ધને ૨૧મી કારિકામાં ‘શબ્દશક્તિમૂલ સંલક્ષ્યક્રમધ્યનિ’નું બહુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે. આખા વિવેચનમાં ગ્રંથકારે વસ્તુધ્વનિનું કયાંય નામ નથી લીધું. ‘યે હૈં ધ્વસ્તમનોમલેન... ઈ.” ઉઠા. તેનું આપ્યું હતું. અલંકારનો જ વિસ્તાર કર્યો છે. આચાર્ય વિશ્વેશ્વર (પૃ. ૧૩૧) આ અંગે ટિપ્પણ કરતાં લખે છે, ‘‘અલંકાર ધ્વનિના સ્પષ્ટીકરણને માટે જે આટલો અધિક પ્રયત્ન ગ્રંથકારે કર્યો છે તે સંભવતઃ તેના વિવાદાસ્પદ સ્વરૂપ અને મહત્ત્વને ધ્યાનમાં રાખીને કર્યો છે. વસ્તુધ્વનિ અધિક સ્પષ્ટ અને વિવાદરહિત હોવાને કારણે જ તેનું વિવેચન નથી કર્યું.
Page #360
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ધ્વન્યાલોક
પછીના આચાર્યોએ વસ્તુધ્વનિની પણ ઉદાહરણો સાથે વિવેચના કરીને આ ઓછપ પૂરી કરી છે.’’
કારિકા-૨૨ અને વૃત્તિ :
(i) ‘શબ્દશક્તિમૂલ’ પછી ‘અર્યશક્તિમૂલ સંલક્ષ્યક્રમવ્યંગ્ય’ આ કારિકામાં સમજાવેલ છે. આનંદવર્ધન પછી ૨૪મી કારિકામાં અર્યશક્તિમૂલના ત્રણ પ્રકાર સમજાવે છે. (૧) સ્વતઃ સંભવી (૨) કવિ પ્રૌઢોક્તિસિદ્ધ (૩) કવિનિબદ્ધવક્તૃપ્રૌઢોક્તિસિદ્ધ. દરેકના, વસ્તુથી વસ્તુ, વસ્તુથી અલંકાર, અલંકારથી વસ્તુ અને અલંકારથી અલંકાર વ્યંગ્ય હોય તે મુજબ, કુલ ૩૪૪=૧૨ ભેદ, પછીના આચાર્યોએ બતાવ્યા છે.
(ii) ‘ä વારિનિ લેવાઁ... ઈ.’કુમારસંભવ (૬/૮૪)નો આ સુંદર, કાવ્યાત્મક શ્લોક છે. આનંદવર્ધને તેને અર્થશકત્યુદ્ભવ સંલક્ષ્યક્રમવ્યંગ્યના ઉદાહરણ તરીકે ઉષ્કૃત કર્યો છે. અભિનવગુપ્ત મુજબ અહીં લજ્જા અને વિશ્વનાથ મુજબ અવહિત્યા નામનો વ્યભિચારિભાવ પ્રગટ થયો છે. ભય, ગૌરવ, લજ્જા વગેરેને કારણે બીજું કામ કરવું, અન્યયા ભાષણ, બીજે જોવું અને મૂળ આકાર છુપાવવો તેને ‘અવહિત્થા’ કહેવામાં આવે છે. બન્ને આચાર્યોના મતમાં તાત્ત્વિક ભેદ નથી.
સંદર્ભ એવો છે કે સર્ષિઓ જ્યારે શિવ માટે પાર્વતીનું માગું લેવા આવ્યા, ત્યારે પોતે તપ આચરીને પ્રસન્ન કરેલા શિવપ્રત્યે-ભાવિ વર પ્રત્યે, પિતા હાજર હોવાથી પાર્વતી શરમાઈ ગયાં, નીચું જોઈ ગયાં અને હાથમાં ક્રીડા માટેનું કમળલીલાકમળ-હતું તેની પાંખડીઓ ગણવા લાગ્યાં એમ આ શ્લોકમાં કહ્યું છે.
‘Ëવાતિનિ લેવા’ માં સતિ સપ્તમીનો પ્રયોગ છે.
આ શ્લોકમાં ‘પાર્વતી લજ્જાને વશ થઈ' એવો ધ્વનિ નીકળે છે. લજ્જાના આવિર્ભાવનો ધ્વનિ છે. લજ્જા વ્યભિચારિભાવ છે. લજ્જા સૂચવવા શ્લોકમાં કોઈ સ્પષ્ટ શબ્દ નથી.
કોઈ વિદ્વાનને એમ શંકા થાય કે અહીં લજ્જા-વ્યભિચારિભાવ – ૨ – સૂચવાય છે તેથી તેને (શ્લોને) અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય ધ્વનિનો ગણવો જોઈએ. રસાદિ તેમાં આવે છે. બંનેમાં તાત્ત્વિક ભેદ છે. જ્યારે વિભાવ, અનુભાવ, વ્યભિચારિભાવ પોતે અમુક સ્પષ્ટ શબ્દોથી વાચ્ય હોય અને વ્યંજના વ્યાપારથી જ્યાં રસ બહાર આવે ત્યાં જ ‘અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય’- રસાદિ ધ્વનિ છે એમ કહેવાય છે. આ શ્લોકમાં લજ્જા નામનો વ્યભિચારિભાવ વાચ્ય નથી વ્યંગ્ય છે. માટે આ ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય (રસાદિ)ધ્વનિ’નું દૃષ્ટાન્ત નથી, ‘અર્ધશક્તિમૂલ’નું ઉદાહરણ છે.
વિભાવ વગેરે વાચ્ય હોય અને તેને પરિણામે રસનિષ્પત્તિ થાય તેનું ઉદાહરણ આનંદવર્ધને હવે પછી આપ્યું છે.
(iii) યથા મારસમ્ભવે...સાક્ષાઇનિવેવિતમ્ । અહીં કુમારસંભવ સર્ગ-૩ના
Page #361
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૨૩)
૩૫૯ નીચેના શ્લોકો આલોકકારને અભિપ્રેત છે. (૧) નિર્વાણભૂચિ... ઈ. ૩/૫૨ (૨) પ્રતિ પ્રણીતું... ઈ. ૩/૬ ૬ (૩) રાસ્તુ ચિત્... ઈ. ૩, ૬૭; અર્થાત્ “પછી મોટે ભાગે શમી ગયેલું આનું (કામદેવનું) વીર્ય, જાણે શરીરના ગુણથી ફરીથી પ્રગટાવતી હોય તેમ બે વનદેવતાથી અનુસરાતી પર્વતરાજ (હિમાલયની પુત્રી દેખાઈ.” (પર). “ભક્ત તરફના ભાવને લીધે શિવ જ્યાં એ લેવા જતા હતા ત્યાં પુષ્પ ધન્વાએ- કામદેવ-ધનુષ્ય ઉપર સંમોહન નામનું અમોઘ બાણ ચડાવ્યું.” (૬૬) “જેમ ચંદ્રોદયની શરૂઆતમાં મહાસાગર (ચંદ્ર તરફ ખેંચાય) તેમ જેનું ધેય કંઈક ગયું હતું તેવા શિવે પણ બિસ્મફળ જેવા હોઠવાળા ઉમાના મુખ ઉપર નયનો માંડ્યાં.” (૬ ૭) | (iv) વિટ- સંસ્કૃત નાનું આ રૂઢિગત પાત્ર છે. તે નાયકના શૃંગારમાં સહાયક હોય છે. આચાર્ય વિશ્વેશ્વરે વિટનું લક્ષણ દર્શાવતો આ શ્લોક ઉદ્ભૂત કર્યો છે.
सम्भोगहीनसम्पद् विटस्तु धूर्त: कलैकदेशज्ञः ।
वेशोपचारकुशलो मधुरोऽथ बहुमतो मोष्ट्याम् ॥ પણ અહીં વિટનો અર્થ ઉપપતિ છે.
કારિકા-૨૩ અને વૃત્તિઃ (i) આ કારિકામાં સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિના ત્રીજા પ્રકાર ‘ઉભયશકત્યુભવ’ને સૂચવવામાં આવ્યો છે.
(ii) સાચૈવાતિર્ધ્વને. | કારિકાના આ પદને આલોકમાં-વૃત્તિમાં-બે રીતે સમજાવ્યું છે. (૧) ધ્વને ને પંચમી વિભક્તિનું રૂપ અને સંલક્ષ્યક્રમનું બોધક માનીને- ‘ઃ મHIમનુસ્વાનોમવ્યયાત્ ધ્વને અન્યઃ પર્વ મનફ્રાઃ ’ (૨) ધ્વને ને પછી વિભક્તિનું રૂપ ગણીને ‘અસંલક્ષ્યક્રમનું બોધક માનીને ‘તમે व्यङ्ग्यस्य वा ध्वनेः सति सम्भवे स तादृक् अन्यः अलङ्कारः।
(ii) વસે મા IT વિષાદ્ધ.. ઈ. સમુદ્રમંથન સમયે સ્વભાવથી સુકોમળ હોવાથી સમુદ્રનાં ભયંકર મોજાં જોઈને ભયભીત લક્ષ્મીને પિતા સમુદ્ર આ શ્લોક કહ્યો એવો સંદર્ભ છે. ‘મયમનછાના' માં “છ” શબ્દદ્વારા કવિએ તેની વ્યંગ્યતાને વાચ્ય બનાવી દીધેલ છે.
(iv) કન્વી શેતેંડત્ર. ઈ. કુમાલી= દાસી. આ શ્લોકમાં નવરાતિવ્યાનપૂર્વમ્' માં તરુણીની સંભોગની ઇચ્છા અને એને માટે અવસર છે એવો વ્યંગ્યાર્થ કવિએ પોતે જ કહેલ છે. એટલે આ શ્લોક ધ્વનિ'નું ઉદાહરણ રહેતું નથી.
(v) દૃસ્યા વેશવ પરહૃતયા | અભિનવગુપ્તના સમજાવ્યા મુજબ પાદ્રિ પદોમાં શ્લેષ હોવાથી તે અંશમાં શબ્દશક્તિ- ઉદ્દભવ અને પ્રકરણવશ અર્ધશક્તિઉદ્ભવ હોવાથી આ ‘ઉભયશક્તિમૂલ’ ધ્વનિનું ઉદાહરણ છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
- ધ્વન્યાલોક કારિકા-૨૪ અને વૃત્તિ : (i) સંનયતિ સુમમાલો... અહીં વસંત બાણ બનાવનાર છે. કામદેવ તેનો પ્રયોગ કરના ધનુર્ધારી છે. આંબાના મહોર વગેરે બાણ છે અને યુવતીઓ તેનું લક્ષ્ય છે. આ અર્થ કવિની પ્રૌઢ ઉક્તિથી પ્રાપ્ત થાય છે. જગતમાં આ પ્રકારનો કોઈ ધનુર્ધારી કે બાણ જોવા મળતાં નથી. તે તાવતું' શબ્દથી મન્મથનો ઉન્માદ પ્રગટ કરાવે તેવી વસંત’ એવું સૂચન થાય છે. આ શ્લોક વસ્તુથી વસ્તુવ્યંગ્યનું ઉદાહરણ છે. | (i) શિક્ષણ નામ... છે. તેમાં જે ચમત્કારજનક વ્યંગ્ય અર્થ છે તેની પ્રતીતિ કવિ નિબદ્ધ તરુણ રૂપ વક્તાની વિશેષતાથી થાય છે.
(ii) રિપિચ્છfપૂ. ઈ. પહેલાં પતિ એવો બળવાન હતો કે હાથીઓનો શિકાર કરીને પોતાની પત્નીઓને મોતી આપતો. એ જ પતિ નવી પત્ની સાથેના અતિસહવાસથી નિર્વીર્ય થઈ ગયો છે કે મોરને પણ માંડ મારી શકે છે. આમ મોરપીંછ કાને પહેરેલી નાયિકાનું સૌભાગ્ય અહીં સૂચવાયું છે. કે પતિ એને વશ છે. વાચકને આ અર્થ પોતાની મેળે જ, જેમ જેમ તે વિચાર કરતો જાય તેમ તેમ બહાર આવતો જાય છે, તેથી ‘સ્વતઃ સંભવી' છે.
(iv) વૃત્તિમાં પહેલા પ્રકારના બે પેટા પ્રકાર બતાવ્યા છે. (૧) કવિ પ્રૌઢોક્તિમાત્ર સિદ્ધ (૨). કવિ નિબદ્ધ-પાત્ર-પ્રૌઢોક્તિમાત્રસિદ્ધ એ બેમાં ‘પ્રોઢોક્તિ’ સામાન્ય (common) છે તેથી કારિકાકારે એક જ પ્રકાર ગણ્યો હશે.
(૫) અહીં આપેલ ઉદાહરણોમાં વ્યંજક અર્થ વસ્તુ રૂપ છે અને વ્યંગ્યાર્થ પણ કોઈને કોઈ વસ્તુ એટલે કે હકીકત રૂપ છે. આમ વસ્તુથી વસ્તુ વ્યંજિત થયાનાં આ ઉદાહરણો છે.
કારિકા-૨૫, ૨૬ અને વૃત્તિઃ આનંદવર્ધન અહીં કહે છે કે અર્ધશક્તિમૂલ અનુસ્વાનોપમ વ્યંગ્ય ધ્વનિ, જ્યાં કોઈ અલંકાર, અર્થના સામર્થ્યથી, વ્યંગ્ય બનતો હોય ત્યાં પણ હોઈ શકે. રૂપક વગેરે અલંકારો જે સામાન્ય રીતે વાચ્ય રહે છે, તેમાંના ઘણાખરા વ્યંગ્ય પણ થઈ શકે છે, એમ કારિકા- ૨૬ અને વૃત્તિમાં કહ્યું છે. ભટ્ટ ઉલ્કા વગેરે બીજા આલંકારિકોએ પણ આ દર્શાવ્યું છે.
મૂક્ની= પ્રચુર માત્રામાં. મુખ્યમાનત્વમ્ વિષ્ઠત્ = વ્યંગ્યત્વ ધારણ કરતા. કારિકા-૨૭ અને વૃત્તિ ૨૭.૧ (i) તત્પરત્વ= પરત્વ |
આ કારિકાના વૃત્તિભાગમાં વ્યંજિત થયેલ અલંકાર અનુસાર નામ અને વ્યવહાર હોવો જોઈએ. અલંકાર ધ્વનિનાં ૧૧ ઉદાહરણ આપીને આ વિષયને સમજાવવામાં આવ્યો છે. આવા અલંકાર ધ્વનિના પ્રસંગમાં જ્યાં વાચ્ય અલંકાર વ્યંગ્ય અલંકારને
વ્યક્ત કરે છે ત્યાં “અલંકારથી શ લ કાર વ્યંગ્ય હોય છે. કેટલીવાર એવું બને છે • વાચ્ય અલંકાર હોય ખરો પણ તે વ્યંજક ન હોય તેમજ ક્યાંક વાચ્ય અલંકાર જ ન
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૬૧
અભ્યાસ નોધ (ઉ. ૨/૨૭) હોય. આ બંને સ્થિતિમાં અલંકારથી ભિન્ન, વસ્તુમાત્ર અભિવ્યંજક હોય છે. એથી એ ઉદાહરણોમાં વસ્તુથી “અલંકારવ્યંગ્ય’ માનવામાં આવે છે. આ કારિકાની વૃત્તિમાં આપેલાં ૧૧ ઉદાહરણોમાં બન્ને પ્રકારનાં ઉદાહરણ, છે. વળી એ વ્યંજક સામગ્રીમાં ‘સ્વતઃ સંભવી', 'કવિપ્રોઢોક્તિસિદ્ધ’ અને ‘કવિનિબદ્ધવકતૃપ્રૌઢોક્તિસિદ્ધનો પણ ભેદ હોય છે. | (ii) ચન્દ્રચૂર્વેર્નિશા... છે. આ શ્લોક વાચ્ય દીપક અલંકારનું ઉદાહરણ છે. “પુર્વ યિતે' સાથે પાંચ પદસમૂહો સંકળાયેલાં છે.
(ii) પ્રાણત્રીષ માત્... ઈ. અહીં સમુદ્રના સ્વાભાવિક યા ચંદ્રોય, સેનિકોના સ્નાન કરવા વગેરેથી જે ક્ષોભ જોવા મળે છે તે જાણે મોટું સેન્સ લઈને આવેલા રાજાને જોઈને ડરી ગયેલા સમુદ્રનો કંપ છે એવી ઉખેક્ષા છે. સમુદ્ર વિવિધ પ્રકારના તર્ક કરે છે તેમાં સસંદેહ અલંકાર છે. એ બંનેનો અંગાંગિભાવ છે. આમ અહીં વાચ્ય અલંકાર તરીકે સસંદેહ અને ઉપેક્ષાનો સંકર છે. ‘રાજા વિષ્ણુરૂપ છે એવો વ્યંગ્યાર્થ છે. એ પ્રધાન હોઈ આ શ્લોક “સંલક્ષ્યક્રમવ્યંગ્ય કવિ પ્રૌઢોક્તિમાત્ર સિદ્ધ અલંકારથી અલંકાર વ્યંગ્ય રૂપક ધ્વનિનું ઉદાહરણ છે.
(iv) તાવથતિ ... ઈ. જો પયોધિ-સમુદ્ર જડ નહીં પણ સહદય હોત તો પૂર્ણચંદ્ર જેવા તારા મુખને જોઈને તેનામાં કામવિકાર રૂપી ક્ષોભ થયો હોત. જો સમુદ્રમાં ચંદ્ર અને તારા મુખના સૌંદર્યને સમજવાની બુદ્ધિ હોત તો તેમાં ચંદ્રથી પણ અધિક સુંદર તારા મુખને જોઈને જળમાં ચંચળતા રૂપ ક્ષોભ ચોક્કસ થયો હોત. કવિએ આલેખેલા પાત્રની-નાયકની- આ ઉક્તિ છે. જળરાશિમાં ‘ શ્લેષાલંકાર વાચ્ય છે, તેનાથી નાયિકાના મુખ પર ચંદ્રના આરોપરૂપી “રૂપક અલંકાર વ્યંગ્ય છે. તેથી આ “કવિનિબદ્ધપાત્ર-પ્રૌઢોક્તિમાત્ર-સિદ્ધ અલંકારથી- અલંકારવ્યંગ્યનું ઉદાહરણ છે.
૨૦. ૨ (i) રા મતે... ઈ આ શ્લોકમાં પ્રિયાનાં સ્તન કરતાં થના હાથીઓનાં સિંદૂર રંગેલાં કુંભસ્થળ વિશેષ આકર્ષક છે એમ કહ્યું છે. એટલે વાચ્યા અલંકાર ‘વ્યતિરેક છે. જોકે શત્રુઓના હાથીઓનો સમૂહ બધા લોકોને ત્રાસ આપે, જનસમૂહને ભેદી નાખે તેવો છે પણ વીરપુરુષોને એ હાથીઓનાં મસ્તકોનું મર્દન કરવામાં એટલો બધો આનંદ આવે છે જેટલો સાધારણ વ્યક્તિને પોતાની પ્રિયતમાના કુકુમ્ભોના મર્દનમાં આવે છે. આ રીતે ઉપમા દ્વારા વરોની યુદ્ધ વિષયક રતિ અભિવ્યક્ત થઈ છે. જે વીરતાની અધિકતા ને સૂચવતાં ચમત્કાર ઉત્પન્ન કરે છે, એથી ઉપમાની પ્રધાનતા હોવાથી આ ‘ઉપાધ્વનિનું કાવ્ય છે.
i) તત્તેષાં શ્રીસત્નીને... ઈ. અહીં “અતિશયોક્તિ અલંકાર વાચ્ય છે, અને એનાથી પ્રિયાનું અધરબિંબ બધાં રત્નોના સારરૂપ કૌસ્તુભમણિ સમાન છે. આ
Page #364
--------------------------------------------------------------------------
________________
૩૬૨
ધ્વન્યાલોક
ઉપમા અલંકાર વ્યંગ્ય છે. આ શ્લોક કવિ પ્રૌઢોક્તિસિદ્ધ ‘અલંકારથી અલંકારભંગ્ય ઉપમાધ્યનિ’નું ઉદાહરણ છે. મમ્મટાચાર્યે આ શ્લોક ‘પર્યાય’ અલંકારના ઉદાહરણ તરીકે ઉદ્યુત કર્યો છે. (કાવ્યપ્રકાશ ૧૦/૩૧ વૃત્તિ)
(iii) સ વત્તુહિતાન્... ઈ. સમુદ્રનું માપ ઘડાથી લેવા વિશે ‘અતિશયોક્તિ’ વાપરીને અહીં હયગ્રીવના ગુણો કહેવાનું તારાથી નહીં બને એમ સમજાવે છે, જેમ સમુદ્રનું માપ ઘડાથી ન લેવાય, તેમ મનુષ્યથી હયગ્રીવના ગુણ વર્ણવી શકાય નહીં. માટે તેના ગુણો શું કહી શકાય ? આમ ‘અતિશયોક્તિ’ વાચ્ય છે તેના ઉપરથી ‘આક્ષેપ’ અલંકાર સૂચવાય છે.
૨૭.૩ (i) વૈવાયત્તે તે .િ.. ઈ. આ શ્લોકમાં અર્થાન્તરન્યાસ' અને ‘અપ્રસ્તુતપ્રશંસા’એવા બે અલંકારો વ્યંગ્ય છે. સામાન્ય અને વિશેષ વચ્ચે સમર્થ્યસમર્થકભાવ હોવાથી ‘અર્થાન્તરસ્યાસ’ અને ગમ્યગમકભાવ હોવાથી ‘અપ્રસ્તુતપ્રશંસા’ અલંકાર છે. અપ્રસ્તુત રક્ત અશોક વૃક્ષના વૃત્તાન્તથી લોકોત્તર પ્રયત્ન કરવા છતાં પણ નિષ્ફળ થનાર કોઈ વ્ય।િ પ્રશંસારૂપ પ્રસ્તુતની પ્રતીતિ હોવાથી અહીં ‘અપ્રસ્તુતપ્રશંસા’ અલંકાર છે.
આ શ્લોકમાં ‘ફળ’ શબ્દના બે અર્થ છે. ફળ અને પરિણામ. લાલ અશોકને આંબાની જેમ ફળ નથી આવતાં પણ તેમાં શું થઈ શકે ? આ એક અર્થ પરિણામ તો દૈવાધીન છે, માણસ માત્ર પ્રયત્ન કરી શકે, એ બીજો અર્થ. સામાન્ય દ્વારા વિશેષનું સમર્થન કરેલું છે, એટલે ‘અર્થાન્તરન્યાસ’ અલંકાર છે. એ વાચ્ય શ્લેષ અલંકારથી વ્યંજિત થાય છે તેથી આ શ્લોક ‘અર્થાન્તરન્યાસ ધ્વનિ'નું ઉદાહરણ છે. આલોકકારે આ શ્લોકમાં ‘અપ્રસ્તુતપ્રશંસા’ છે એનો નિર્દેશ કર્યો નથી.
(ii) હવ્યસ્થાપિતમન્યુ... ઈ. આ શ્લોકમાં ‘બહુન્ન’ રાબ્દ નાયમ્ને માટે, વિશેષવ્યક્તિને માટે છે. અહીં જણાવેલ છે કે નાયક બહુજ્ઞ છે એટલે અપરાધી હોવા છતાં તેના ઉપર રોષ થઈ શકતો નથી. આ વાચ્યાર્થ સમજયા પછી લાગે છે કે આતો સૌ બહુજ્ઞોને લાગુ પડે છે. અહીં વિશેષ અર્થ દ્વારા સામાન્યની વ્યંજનાથી સમર્થન થતાં ‘અર્થાન્તરન્યાસ’ વ્યંગ્ય અલંકાર છે, જે ચમત્કાર લાવનાર છે.
(iii) ગાયેય વનોદ્દેશે... ઈ. (= કદરૂપુ, ઠૂંઠા જેવું. આ શ્લોકમાં કુબ્જ વૃક્ષ કરતાં દાનમાં રાચનાર દરિદ્ર માણસ વધારે શોચનીય છે એમ સૂચવાતું હોઈ ‘વ્યતિરેકાલંકાર ધ્વનિ’નું ઉદાહરણ છે.
૨૭.૪ (i) ‘ઉત્પ્રેક્ષાધ્વનિ'નાં ત્રણ ઉદાહરણ આપવામાં આવેલ છે. પ્રથમ ઉદાહરણ પછી વૃત્તિ-આલોક-માં એ શ્લોકમાં ‘ઉત્પ્રેક્ષાધ્વનિ’ કેવી રીતે છે તે સુસ્પષ્ટ સમજાવવામાં આવ્યું છે. ટૂં િતુસ્થાપિ... ઈ. શ્લોકમાં પૂર્ણિમાના ચંદ્રનું બધી દિશાઓને પ્રકારાથી ભરી દેવાનું જે એક સ્વાભાવિક કાર્ય છે તે ‘મુખ સાદશ્ય પ્રાપ્તિહેતુત્વ’થી ઉત્પ્રેક્ષિત છે. એક દિવસ તારા ઈર્ષ્યા કલુષિત મુખની
Page #365
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૨૮,૨૯,૩૦)
3९3 સમાનતા પોતે પામી શક્યો એના આનંદમાં આ પૂનમનો ચંદ્ર પોતાના અંગમાં સમાતો નથી, ચારે કોર ફેલાઈ ગયો છે એવી ઉત્પક્ષા, ‘ઈવ” વગેરે ઉપ્રેક્ષાઘાતક શબ્દો વિના સમજાય છે. ત્રાસવૃતઃ રિપતનું... ઈ. શ્લોકમાં સ્ત્રીઓનાં નેત્રબાણોથી પરાજિત નેત્રવાળો મૃગ દોડતો જ રહ્યો એવી ઉàક્ષા “ઈવ” વગેરે વિના સૂચવાય છે. સહૃદયોને ઉલ્ટેક્ષાનો અર્થ સમજાતો હોઈ આવાં ઉદાહરણોમાં અસંબદ્ધતા નથી.
(i) રયા તિ પ્રાપ્તવતી... ઈ. આ શ્લોકમાં યુવાનો વધુને (=વલભીને, વલ્લભીને) અને છજાંને સેવતા હતા એમ અર્થ છે. તેનાં વિશેષણો દ્વિઅર્થી છે. (અ) પતાકા પ્રાપ્તવતી = (૧) ધજાવાળી (૨) પ્રસિદ્ધિ મેળવેલી (બ) નમતું વસ્તીવા: = (૧) જેની વળીઓ નમેલી છે તેવી વલભી (૨) જેની ત્રિવલીઓ (ઉદર ઉપરની) વળેલી છે તેવી વધૂઓ. વધૂઓ જેવી વલભીઓ એમ સામ્ય સમજાય છે. અહીં “ શ્લેષ ધ્વનિત થતો હોવાથી “ શ્લેષધ્વનિ છે.
(ii) મફુરિતઃ પવિત.. ઈ. અહીં અંકુર ફૂટ્યાં વગેરેને આંબા સાથે લેતાં એક જાતના અર્થ થશે અને મદનની સાથે લેતાં બીજી જાતના અર્થ થશે અને મદનની સાથે લેતાં બીજી જાતના અર્થ થશે. પ્રથમ પંક્તિના શબ્દોનો ક્રમ બીજી પંક્તિના શબ્દોના ક્રમ સાથે અર્થની દષ્ટિએ જળવાય છે તેથી “યથાસંખ્યધ્વનિ છે.
(iv) pવમ્ મને અન્ય મત#RI.... ઈ. અભિનવે લોચનમાં “દીપકધ્વનિ', અપ્રસ્તુતપ્રશંસાધ્વનિ’, ‘અપનુતધ્વનિ’, ‘અતિશયોક્તિધ્વનિ વગેરેનાં ઉદાહરણો આપ્યાં છે.
કારિકા-૨૮ અને વૃત્તિ: અભિનવ આ કારિકા બે રીતે સમજાવે છે. (૧) 'કાવ્યનો વર્ણનીય વિષય = કાવ્યનું શરીર. કટક, કુંડળ વગેરે શરીરના અલંકારો હોય છે તેમ ઉપમા, રૂપક વગેરે કાવ્યશરીરના અલંકારો છે. કાવ્યશરીરથી ભિન્ન એવા અલંકારો સારા કવિઓ પોતાની પ્રતિભાના બળે કાવ્યના અંગ રૂપ બનાવી દે છે. (૨) વાચ્યની અવસ્થામાં જે અલંકારો શરીરત્વ પ્રાપ્ત કરી શકતા નથી, તેજ અલંકારો વ્યંગ્યરૂપે ધ્વનિનું અંગ બનીને પરમ ચારુત્વને પ્રાપ્ત કરે છે. “વાક્યત્વે ર” અને “વાક્યત્વેન” એમ બે રીતે સમજી શકાય છે.
કારિકા-૨૯ અને કારિકા-૩૦ તથા વૃત્તિ: અહીં એ સ્પષ્ટ ક્યું છે વસ્તુ અને અલંકાર બને વ્યંગ્ય અને બન્ને વ્યંજક હોઈ શકે છે. (ક) વસ્તુથી વસ્તુ વ્યંગ્ય (ખ) વસ્તુથી અલંકાર વ્યંગ્ય (ગ) અલંકારથી વસ્તુવ્યંગ્ય (ઘ) અલંકારથી અલંકારવ્યંગ્ય એમ ચાર ભેદ થાય છે. પહેલાં ‘સ્વતઃ સંભવી, ‘કવિપ્રૌઢોક્તિસિધ્ધ” અને “કવિનિબદ્ધ પ્રૌઢોક્તિસિદ્ધ' એમ ‘અર્થશક્તિમૂલ”
ધ્વનિના ત્રણ ભેદ દર્શાવ્યા હતા. આમ ચાર x ત્રણ = ૧૨ ભેદ “અર્ધશક્તિમૂલધ્વનિ'ના થાય છે.
Page #366
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
‘શબ્દશક્તિમૂલ’ના વસ્તુ તથા અલંકારરૂપ બે ભેદ, ‘ઉભય શક્તિમૂલ’નો એક અને ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’નો એક મળીને ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ના ૧૬ ભેદ અને ‘અવિવક્ષિતવાચ્યધ્વનિ’ના ‘અર્થાન્તરસંક્રમિતવાચ્ય’ અને ‘અત્યંત તિરસ્કૃતવાચ્ય’ ભેડ ફુલ ધ્વનિના ૧૮ ભેદ થયા.
કારિકા-૩૧ તથા વૃત્તિ :
(i) પ્રમ્લિષ્ટત્તેન માનતે । (૧) શ્રી નગીનદાસ પારેખ તથા આચાર્ય વિશ્વેશ્વરઅસ્કુટરૂપે પ્રતીત થતો હોય.
(૨) શ્રી ડોલરરાય માંકડ-ક્લિષ્ટત્વ થકી આવતો હોય
(૩) ડૉ. રામસાગર ત્રિપાઠી-મલિનતાની સાથે ભાસિત હોય.
(ii) મતારા 7 મહિના... ઈ. ધ્વનિ સ્ફુટ હોય છતાં વાચ્યાર્થ એના ઉપર અવલંબિત હોય એવી સ્થિતિનું દૃષ્ટાન્ત આ શ્લોક છે. અહીં વર્ણન છે તે મુજબ તળાવનું પાણી શાન્તિ અને વિસ્મય નામે વિભાવરૂપે વ્યક્ત થાય છે, તેથી તે વાચ્ય જ છે. એમાં વ્યંગ્ય અર્થ એટલો છે કે ‘હું સવારે તળાવે ગઈ હતી.' પણ વાચ્યાર્થ એના ઉપર અવલંબે છે. તેથી અહીં ધ્વનિ નથી એમ ગણવાનું છે.
૩૬૪
=
(iii) વાનીજ્જો... ઈ. જ્યાં કાવ્યની ચમત્કૃતિ વાચ્યાર્થને લીધે હોય ત્યાં વ્યંગ્યાર્થ સ્પષ્ટ હોય તો પણ ધ્વનિ ન ગણવો એ સમજાવવા માટે આ ઉદાહરણ આપવામાં આવ્યું છે. આ શ્લોકમાં ‘‘વેતસલતાકુંજમાં પોતાના પ્રિય સાથે મળવાનો સંકેત હતો, પણ પોતે જઈ શકી નહીં અને પ્રિય ત્યાં ગયો છે’’ એ વ્યંગ્યાર્થ છે. ‘પંખીઓનો કોલાહલ સાંભળી એનાં ગાત્રો તૂટે છે.’ એ વાચ્યાર્થ છે. અહીં વ્યંગ્યાર્થ વાચ્યાર્થને પોષે છે તેથી ધ્વનિ નથી.
(iv) ૩ત્ત્રિનુ પતિત ઝુનુમ... ઈ. કોઈ નાયિકા પારિજાતની કુંજમાં પોતાના પ્રેમી સાથે રમણ કરે છે. તેનાં કંકણનો અવાજ બહાર સંભળાય છે. એ સાંભળીને નાયિકાની સખી તેને ચેતવવા આ શ્લોક બોલે છે. સખીનું આ વચન વિવિધ શ્રોતાઓ માટે ભિન્ન ભિન્ન વ્યંગ્યાર્થ આપે છે. (૧) નાયિકા માટે-તારે જોઈ વિચારીને કામ કરવું જોઈએ. (૨) પ્રેમી માટે- તારે સાવચેતી રાખવી જોઈએ, ઘરેણાંનો અવાજ ન થવા દેવો જોઈએ, પકડાઈ જવાય. (૩) સામાન્ય વ્યક્તિઓ માટે-આ તો નાયિકા ફૂલ પાડવા પારિજાત વૃક્ષ હલાવે છે તેથી કંકણ ખખડે છે, બીજું કશું નથી. (૪) સસરા માટે- મેં સખીને ચેતવી છે એટલે હવે પારિજાતને નહીં હલાવે, તથા પુષ્પ સમૃદ્ધિ ઓછી નહીં કરે તેથી ગુસ્સે ન થશો. (૫) સખીઓ માટે- સખીનું વર્તન છાવરવા મે કેવી યુક્તિ કરી, જોયું ને. આ શ્લોકમાં વ્યંગ્યાર્થથી પ્રાપ્ત થતું જ્ઞાન, વાચ્યાર્થની પૂર્તિ માટે જરૂરી છે.
કારિકા-૩૨ અને ૩૩ તથા વૃત્તિ : અવ્યુત્પત્તિને કારણે એટલે કે અનુપ્રાસાદિ સાધવા માટે જ્યાં લાક્ષણિક શબ્દો વાપર્યા હોય. અશક્તિ એટલે
Page #367
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૧)
૩૬૫ છંદને પૂરો કરવાની યાને પાદમાં જેટલા અક્ષરો જોઈએ તે પૂરા પાડવાની અશક્તિ.
જ્યાં અશક્તિને કારણે લાક્ષણિક શબ્દો પ્રયોજયા હોય ત્યાં આ દોષ થાય છે. આવા પ્રયોગોથી વિશેષ ચાતા આવતી ન હોવાથી એ ધ્વનિનાં ઉદાહરણ બનતાં નથી. કાવ્ય નિબંધન પરિપકવ ન હોય તો ત્યાં ધ્વનિ ન ગણવો. ધ્વનિનો પ્રકાશ હંમેશાં સ્પષ્ટતાથી જ થવો જોઈએ.
તૃતીય ઉદ્યોત કારિકા-૧ અને વૃત્તિઃ
૧.૧ (i) પર્વ ચયમુન...પ્રાતે / દ્વિતીય ઉદ્યોતમાં વ્યંગ્યના રૂપમાં ધ્વનિના સ્વરૂપનું પણ નિરૂપણ કરવામાં આવ્યું અને તેના ભેદ પણ બતાવાયા છે. હવે વ્યંજકના રૂપમાં સ્વરૂપ અને ભેદ બતાવવામાં આવી રહ્યા છે. પ્રશ્ન એ થાય છે કે બીજા ઉદ્યોતમાં વ્યંગ્યના ભેદોની સાથે વાચ્યના “અવિવક્ષિતવાચ્ય’ અને ‘વિવક્ષિતાન્યપરવાચ્ય’ નામના બે ભેદ બતાવ્યા હતા. પ્રથમ ઉદ્યોતમાં એ પણ દર્શાવેલ છે કે વાચ્યાર્થ વ્યંજક હોય છે. તો એમ કેવી રીતે કહી શકાય કે બીજા ઉદ્યોતમાં વ્યંગ્યના ભેદ બતાવ્યા, હવે ત્રીજા ઉદ્યોતમાં વ્યંજકના ભેદ બતાવાશે. તેનો જવાબ એ છે કે “અવિવક્ષિતવાચ્ય’ અને ‘વિવક્ષિતાન્યપરવાચ્ય” આ બે વાચ્યાર્થના ભેદ નથી પણ વ્યંગ્યના જ ભેદ છે. એક વ્યંગ્યાર્થ એવો હોય છે જેમાં વાચ્યાર્થની વિવેક્ષા હોય છે. બીજો વ્યંગ્યાર્થ એવો હોય છે જેમાં વાચ્યાર્થીની વિવક્ષા નથી હોતી. આમ આ વ્યંગ્યના ભેદ છે, વાચ્યાર્થના નહીં.
અવિવક્ષિતવાચ્ય’નો અર્થ આમ છે જેમાં વાચ્યને અવિવક્ષિત કરી દેવામાં આવે, વ્યંગ્ય દ્વારા નીચું કરી દેવામાં આવે.’ ‘વિવક્ષિતવાચ્ય’ એટલે જેમાં વાચ્યની વિવક્ષા અન્યપરક-વ્યંગ્યાર્થપરક હોય આ બે ભેદ વ્યંગ્યના જ છે. લેખકે વ્યંગ્યના મૂળભેદ અને અવાન્તર ભેદ બતાવતી વખતે વ્યંજકરૂપ વાચ્યાર્થના ભેદ વિશે કહ્યું હતું. વળી વ્યંજક અર્થ હોઈ શકે તેમ શબ્દ પણ હોઈ શકે છે. અર્થમાં વ્યંગ્ય થઈ શકવાની પણ યોગ્યતા હોય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અર્થ કેવળ વાચ્યાર્થના રૂપમાં જ વ્યંજક હોય એવું નથી, વ્યંગ્ય અર્થ પણ બીજા વ્યંગ્યાર્થિનું વ્યંજક હોય છે. એક જ અર્થ એક જગ્યાએ વાચ્ય હોય અને બીજી જગ્યાએ વ્યંગ્ય થઈ જાય તેવું બની શકે. આમ અર્થમાં વ્યંગ્ય હોવાની ક્ષમતા હોય છે, શબ્દમાં નહીં. શબ્દ ક્યારેય વ્યંગ્ય નથી હોતો પણ વ્યંજક જ હોય છે. તેથી ‘આલોકમાં કહ્યું કે વ્યંગ્ય મુખથી ભેદો દર્શાવ્યા છે. હવે વ્યંજક મુખથી બતાવવામાં આવી રહ્યા છે. જેમાં વ્યંગ્ય થવાની ક્ષમતા હોય છે તેના પ્રકારો બીજા ઉદ્યોતમાં બતાવી દીધા, હવે જે કેવળ વ્યંજક જ હોય છે, વ્યંગ્ય ક્યારેય થઈ શકતો નથી તેના ભેદ દર્શાવાશે. પદ, વર્ણ, વાક્ય, પદભાગ, સંઘટના અને
Page #368
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક મહાવાક્ય આ સ્વરૂપથી જ વ્યંજક હોય છે. અર્થની જેમ તે ક્યારેક વ્યંજક અને ક્યારેક વ્યંગ્ય એમ હોતા નથી.
| (i) સતૈતા: સમિધ: શ્રિયઃ | મહર્ષિ વ્યાસના નીચેના શ્લોકમાંથી આ વાક્ય લેવામાં આવ્યું છે.
धृतिः क्षमा दया शौचं कारुण्यं वागनिष्ठुरा।
મિત્રાનાં વાનમોદ: સમૈતા: સમિધ: શિવ: (લોચનમાં ઉધૃત) સમિધ યજ્ઞમાં હોમવા માટેના લાકડાના ટુકડા. લક્ષ્મીની સમિધા કેવી રીતે હોય ? લક્ષણાથી લક્ષ્મીને “વધારનાર’ એમ અર્થ થાય છે. અહીં “સમિધના મુખ્યાર્થ-વાચ્યાર્થ-નો બિલકુલ ત્યાગ કરવો, પડે છે. તેથી ‘અત્યંત, તિરસ્કૃત વાચ્ય ધ્વનિનું ઉદાહરણ છે. “સમિધ પદ વ્યંગ્યાર્થ પ્રગટ કરતું હોવાથી પદ્ધપ્રકાશ્ય વ્યંગ્યાર્થ છે.
| (ii) : સત્રદ્ધ... ઈ મેઘદૂતના શ્લોક- (પૂર્વમેઘ-૮) “ત્રીમદ્રિ પવનવી... ઈ. માંથી આ વાક્ય લેવામાં આવ્યું છે. શ્લોકાર્થ આ પ્રમાણે છે, હે મેઘ, પથિકોની સ્ત્રીઓ-પ્રોષિતભર્તૃકાઓ-અલક લટને સંકોરીને પતિ આવશે એવા વિશ્વાસથી તને વાયુમાર્ગે જતો જોઈ રહેશે. કારણ, મારા સિવાય પરાધીન એવો બીજો કોણ હોય, જે તને ચઢી આવેલો જોયા પછી વિરહથી દુઃખી પત્નીની ઉપેક્ષા કરે ?''
અહીં સત્ર ( બખ્તર વગેરેથી સજ્જ થયેલો)નો વાચ્યાર્થ બંધબેસતો નથી. લક્ષણાથી ‘ચઢી આવેલો, તૈયાર થયેલો અર્થ સમજાય છે. અહીં મુખ્યર્થનો ત્યાગ કરવો પડે છે. વ્યંગ્યાર્થ પદથી પ્રકાશિત થાય છે.
(iv) કમિવ હિ મધુરાગ.. ઈ. કાલિદાસના “અભિજ્ઞાનશાકુન્તલ' (૧/ર૦)નું આ વાક્ય છે. સિઝનનુવિદ્ધ શૈવલ્તના રÍ.. ઈ. શ્લોક્ની આ પંક્તિમાં “મધુITIઆકૃતિનું વિશેષણ છે. “મધુરનો વાચ્યાર્થ સ્વાદવાચક મધુરરસ, બંધબેસતો નથી. લક્ષણાથી “સૌને અનુરંજન આપનાર’ ‘તૃપ્તિ આપનાર’ એવો અર્થ આવે છે. આ પણ પદ પ્રકાશય “અત્યંતતિરસ્કૃતવાચ્યધ્વનિ'નું ઉદાહરણ છે.
૧.૨ (i) રામેન પ્રિયનીવિતે... ઈ. “અવિવક્ષિતવાચ્ય’ (લક્ષણામૂલ) ધ્વનિના ‘અર્થાન્તરસંક્રમિત વાચ્ય’નામના ભેદનું આ ઉદાહરણ નીચેના શ્લોકનું વાક્ય છે.
प्रत्याख्यानरुषः कृतं समुचितं क्रूरेण ते रक्षसा सोढं तच्च तथा त्वया कुलजनो धत्ते यथोच्चैः शिरः । व्यर्थं सम्प्रति बिभ्रता धनुरिदं त्वद् व्यापदः साक्षिणा
रामेण प्रियजीवितेन तु कृतं प्रेम्ण: प्रिये नोचितम् ।। રામને નિરુત્સાહી બનાવી દેવા રાવણે માયાથી રચેલી સીતાની મૂર્તિનું શિર મેઘનાદે કાપી નાખ્યું. સાચી સીતાનું મસ્તક કપાઈ ગયું એમ સમજી રામ તેના
Page #369
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૧)
अ६७ વિયોગથી વિલાપ કરતાં આ શ્લોક બોલે છે. રામ પોતે જ બોલતા હોઈ એમાં આવતા ‘રામ' શબ્દનો અર્થ બાધિત થાય છે. પોતાના પ્રેમીનું રક્ષણ કરવાની જેની ફરજ હતી, જે અતિ સાહસિક અને સત્યપ્રતિજ્ઞાવાળા હતા’ એવા વ્યંગ્ય ગુણ વિશિષ્ટ રામમાં, લક્ષણાથી, અર્થનું સંક્રમણ થાય છે. રામની આત્મગ્લાનિ વ્યંજિત થાય છે. આ પદપ્રકાશ્ય “અર્થાન્તર-સંક્રમિત વાચ્યધ્વનિ’નું ઉદાહરણ છે.
(i) પર્વમેવ ની તસ્યા... ઈ. અહીં બીજો ‘ચંદ્ર શબ્દ વ્યંગ્યાર્થ સૂચવે છે. તેનો અર્થ ક્ષય પામનાર, કલંકવાળો, એમ સમજાય છે. મૂળ અર્થ-વાચ્યાર્થ સાવ અનુદ્દિષ્ટ નથી. પદપ્રકાશ્ય ‘અર્થાન્તરસંક્રમિતધ્વનિ’નું આ પણ ઉપરના શ્લોકની જેમ ઉદાહરણ છે.
(ii) યા નિશા સર્વભૂતાનાં... ઈ. ભગવદ્ગીતા અ-૨/૬ સ્થિતપ્રજ્ઞનાં લક્ષણોમાં આવતો આ શ્લોક “વાક્યપ્રકાશતાથી આવતા “અત્યન્તતિરસ્કૃતવાચ્ય’ ભેદનું વાક્યગત વ્યંજકત્વનું ઉદાહરણ છે. રાત્રે જાગવું વગેરેના વાચ્યાર્થી અત્યંત તિરસ્કૃત છે. શ્લોકમાં જાગવું-ન જાગવું ખરેખર તો તત્ત્વનું સતત પરિશીલન કરવું, દુન્યવી કાર્યોથી વિરક્ત રહેવું એવા અર્થમાં અભિપ્રેત છે.
(iv) વિષમતઃ પH... ઈ. અહીં વિષમય કે અમૃતમય સમયની વાત અભિપ્રેત નથી. આખા વાક્ય ઉપરથી સુખદુઃખની વાત અભિપ્રેત છે એમ સમજાય છે. વાક્ય વ્યંજક છે. વિષ જેવું દુઃખ અને અમૃત જેવું સુખ વગેરે અર્થ કરતાં ‘અર્થાન્તરસંક્રમિત વાચ્યત્વ સમજાય છે.
૧.૩ (i) પ્રખું ઘર્થનન... ઈ. યાચકોની ઇચ્છા પૂરી ન કરી શક્યાથી ખેદ અનુભવતા માણસની આ ઉક્તિ છે. અહીં નિર્ધન પણ ઉદારચરિત માણસ પોતાની દશાનો શોક કરતાં, એના કરતાં માર્ગનું તળાવ કે કૂવો થવું સારું એમ કહે છે. અહીં
જડ’ શબ્દ બ્લેષવાળો છે. ‘ડ' અને ‘લ વર્ણો વચ્ચે અભેદ મનાય છે. તેથી ‘જડ’ અને ‘જલ’ એમ બે અર્થ તેમાંથી નીકળે છે.
(i) સર્વવક્તિ સિંદનાવવાવચેy કવિ બાણલિખિત ગદ્યકાવ્ય “હર્ષચરિત'માં ‘સિંહનાદ' નામના પાત્રે કહેલાં વાક્યોમાંથી “વૃત્તેડ્મિન્... વગેરે” વાક્ય છે તેમાં “શેષ:' શબ્દ પર “ શ્લેષ છે. શેષનાગ અને બાકી, અવશિષ્ટ રહેલું એવો તેનો અર્થ છે. આખા વાક્યના બે અર્થ થાય છે. મહાપ્રલય પછી પૃથ્વીને ધારણ કરનાર શેષનાગ તમે જ છો. પિતા અને મોટાભાઈના મૃત્યુ પછી (મૃત્યરૂપી મહાપ્રલય પછી) રાજ્યની ધુરા ધારણ કરવા તમે જ શેષ-બાકી રહ્યા છો. બે અર્થો વચ્ચે ઉપમાન- ઉપમેયભાવ છે. -
(iii) થી રવિન | શ્રી ડોલરરાય માંકડ મુજબ હરિવિજય” નામે બે કાવ્યો હતાં એમ લાગે છે. આનો કર્તા ‘સર્વસન” હતો એમ વૃત્તિમાં આગળ જણાવ્યું છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક નિર્ણયસાગર આવૃત્તિના અલંકારશખર' (પૃ. ૧૩૭) માં રત્નાકરવિરચિત ‘હરિવિજય’ની નોંધ છે.' રત્નાકરના મહાકાવ્યનું નામ હરવિજ્ય વધુ જાણીતું છે. આચાર્ય વિશ્વેશ્વર, નગીનદાસ પારેખ વગેરે હરિવિજય’ના કર્તા તરીકે પ્રવરસેન'નો ઉલ્લેખ કરે છે.
(iv) “અર્ધશક્તિમૂલ ધ્વનિ’નાં ‘સ્વતઃ સંભવી', “કવિપ્રોઢોક્તિસિદ્ધ અને “કવિનિબદ્ધ- પ્રૌઢોક્તિસિદ્ધ એમ ત્રણ ભેદ પૈકી આનંદવર્ધને કવિનિબદ્ધ પ્રૌઢોક્તિ સિદ્ધને કવિપ્રૌઢોક્તિસિદ્ધમાં સમાવિષ્ટ કરેલ છે તેથી તેનાં જુદાં ઉદાહરણ આપ્યાં નથી. ચૂતકુમાવતાં... ઈ. શ્લોક પદપ્રકાશતાનું ઉદાહરણ છે.
| (y) વાળની સ્તિન્તા. ઈ. આ શ્લોકમાં સુનિતા કુલી’ શબ્દ સૂચકવ્યંજક છે. એનાથી એ ઘણી મગરૂર અને પતિને હાથમાં રાખનારી છે એમ વ્યંગ્યાર્થ સમજાય છે. એને વશ રહેતો પતિ શિકાર માટે પણ જતો નથી. એમ બીજો અર્થ મળે છે, જે પહેલા વ્યંગ્યાર્થથી સૂચવાયો છે. આ સ્વતઃ સંભવી'નું ઉદાહરણ છે.
(i) ઉપિષ્ટપૂર.... છે. અહીં કોઈ શબ્દ નહીં પણ આખું વાક્ય જ વ્યંજક છે.
૧.૪ (i) નનું ધ્વનિ....વાવરુત્વાન્ ! આ વાક્યોમાં પૂર્વપક્ષ છે. શંકા એવી કરવામાં આવી છે કે તમે (ઉત્તરપક્ષ યાને સિદ્ધાંત પક્ષવાળા-આનંદવર્ધન) આખા કાવ્યને ધ્વનિ કહ્યું છે. હવે કહો છો કે ધ્વનિ પદમાંથી પણ પ્રકાશિત થાય છે. પણ શબ્દ તો માત્ર અર્થનું સ્મરણ કરાવે છે, તેનો વાચક હોતો નથી, અર્થ જણાવતો નથી. અર્થ આખા વાક્ય દ્વારા સમજાય છે. અલગ પદો- અને તેમાં રહેલ અલગ વર્ણો- અર્થબોધ કરાવી શકતા નથી.
(i) તે ચારેક...વસ્થાના આ વાક્ય ઉત્તરપક્ષનું છે. શંકાનું સમાધાન કરવામાં આવ્યું છે. પદ અર્થનો બોધ કરાવતાં નથી, અવાચક હોય છે એ ખરું છે. પણ ધ્વનિને વાચકત્વ સાથે નહીં પણ વ્યંજકત્વ સાથે જ સંબંધ છે. એટલે શબ્દ વાચક ન હોય તો પણ વ્યંજક હોઈ શકે છે. વાચકત્વ પોતે જ ધ્વનિ પરત્વે વ્યંજત્વમાં ગોઠવાય છે.
(ii) રિઝ વ્યિાનાં વિભિવ... વિરોધી જેમ શરીરધારીનું સૌદર્ય નાક, કાન વગેરે વ્યક્તિગત અવયવો ઉપર આધાર રાખતું નથી પણ અવયવસમૂહ પર આધાર રાખે છે, તેમ કાવ્યનું સૌદર્ય પણ. વ્યક્તિગત શબ્દ પર નહીં પણ શબ્દાર્થ- સમૂહ ઉપર આધાર રાખે છે. પણ વ્યવહાર દષ્ટિએ એ સૌંદર્ય જુદાજુદા અવયવમાં રહ્યું છે એમ કહીએ છીએ. જ્યાં ચારુત્વ ભર્યા શબ્દો ન હોય, ત્યાં કાવ્યસૌદર્ય ન હોય એમ “વ્યતિરેક વ્યાપ્તિ થી તેમજ જ્યાં ચારુત્વભર્યા શબ્દો હોય ત્યાં કાવ્યસૌંદર્ય પણ હોય એમ અન્વય વ્યાપ્તિથી આપણે આ બાબત સમજી શકીએ છીએ.
Page #371
--------------------------------------------------------------------------
________________
અભ્યાસનોધ (ઉ.૩/૨, ૩,૪)
૩૨૯ (iv) અનિષ્ટચ...મતિ મારતી આનંદવર્ધને વૃત્તિમાં આ ત્રણ પરિકરઃ શ્લોકો પોતે આપેલ સમજતીના સમર્થન માટે ઉદ્ધત ર્યા છે. આ શ્લોકો તેમના સમયે જાણીતા હશે. “શ્રતિષ્ટ’ વગેરે કાવ્યદોષોમાં જેમ અનિષ્ટ શબ્દ (દા.ત. પિલવ-કોમળ. આ શબ્દ વૃષણનો વાચક નથી પણ તેનું સ્મરણ કરાવે છે તેથી “શ્રુતિષ્ટ દોષવાળો છે.) કે પદ, દોષ ઉપજાવે છે તેમ ઇષ્ટ શબ્દ કે પદ, ગુણ ઉપજાવે છે. પદો ધ્વનિના સૂચક છે, છતાં ધ્વનિ જે પદો ઉપર જ આધાર રાખે છે, તેનું ચારુત્વ તે પદો ઉપર જ અવલંબે છે.
કાવ્યની સમગ્રતયા સૌંદર્ય પ્રતીતિમાં, બધાં અંગોને સાથે ધ્યાનમાં લેવાં જોઈએ, એ સાચું પણ વ્યવહાર દષ્ટિએ એનાં વિભિન્ન અવયવોની ચાતા તપાસી શકાય.
કારિકા-૨ અને વૃત્તિ (i) afપવિપુ. આ એક જ ભેદ માન્યો છે. આમ તો પ્રકૃતિ, પ્રત્યય વગેરે અનેક ભેદ થઈ શકે છે. પણ પદપકાંશની ગણના એકમાં જ કરવાની પરંપરા હોઈ આમ કરેલ છે.
ii) “લોચન’ મુજબ “અસંલક્ષ્યમવ્યંગ્યુ, ધ્વનિનો નાનામાં નાનો ભંજક વર્ણ છે. તેથી તેને પહેલો ગણાવ્યો છે. વર્ષો મળીને પદ થાય છે અને પદસમૂહ મળીને વાક્ય થાય છે. કારિકામાં એ જ ક્રમ જાળવ્યો છે. ‘સંઘના પદગત હોય છે અને વાક્યગત પણ હોય છે તેથી તેને વાક્ય પછી ગણાવી છે. સંઘટનામાં ગૂંથાયેલ વાક્યોથી પ્રબંધ બને છે તેથી તેને છેલ્લે ગણાવ્યો. દરેકની સમજૂતી પણ એ ક્રમે જ આપે છે.
કારિકા-૩, ૪. આ બન્ને કારિકાઓમાં અન્વય-વ્યતિરેક વ્યાપ્તિ કરીને વર્ણોની ઘતકતા દર્શાવી છે. ત્રીજી કારિકામાં “વ્યતિરેકથી અને ચોથી કારિકામાં અન્વયથી વર્ણો રસના આવિર્ભાવમાં મદદ કરે છે એમ દર્શાવ્યું છે. કારિકા ત્રણમાં 'સંત' નો અર્થ “રસથી ટ્યુત થાય છે એટલે કે રસના પોષક નથી' એવો છે. એ જ શબ્દનો ચોથી કારિકામાં સિચુત” એટલે રસને સવારે-ઝરાવે તે એટલે કે રસના પોષક છે એમ અર્થ થાય છે.
વૃત્તિ: (i) ૩મ્પિની મ. સંદર્ભ એવો છે કે વત્સરાજ ઉદયન પોતાની પત્ની વાસવદત્તા આગમાં બળી મરી એવા સમાચાર સાંભળી વિલાપ કરે છે ત્યારે આ
શ્લોક બોલે છે. અહીં ‘મ્પિની” પદથી વાસવદત્તાના ભયના અનુભાવ સૂચવ્યા છે. ‘તે” પદ, તેનાં નેત્રો સ્વસંવેદ્ય, અનિર્વચનીય, વિલાસનું નિવાસસ્થાન વગેરેથી યુક્ત છે. વાસવદત્તાના અનંત ગુણની સ્મૃતિના તે ઘોતક છે. તેથી રસાભિવ્યક્તિનું અસાધારણ નિમિત્ત બને છે. તેનું યાદ આવતું સૌદર્ય શોકના આવેશમાં વિભાવરૂપતાને પામે છે. તે પદ રસનું અભિવ્યંજક બનતું હોવાથી અહીં શોકરૂપ સ્થાયિભાવવાળો કરુણરસ મુખ્યરૂપે અભિવ્યક્ત થઈ રહ્યો છે. જો કે રસપ્રતીતિ
Page #372
--------------------------------------------------------------------------
________________
દવન્યાલોક મુખ્ય તો વિભાવ વગેરેથી થાય છે પણ તે વિભાવ વગેરે જ્યારે કોઈ વિશેષ શબ્દથી અસાધારણ રૂપથી પ્રતીત થાય છે ત્યારે તે પદ્યોત્યત્વ ધ્વનિ' કહેવાય છે. " (ii) થ્રીડાયોત્રિત... ઈ. ત્રિભાગ શબ્દ ચોથા પદના સામાસિક પદનો એક અંશ છે. તેનો અર્થ એવો છે કે તેણે આંખના ત્રીજા ભાગથી માત્ર તીરછી નજરે મારા તરફ જોયું.
ગુરુજનો હાજર હોવા છતાં તેમને ન ગણકારીને જેમ તેમ કરીને તેણે અભિલાષ, મન્યુ, દીનતા અને ગર્વપૂર્વક મંથર દષ્ટિએ મારા તરફ જોયું, એ વાતનું સ્મરણ થવાથી, ‘ત્રિભાગ’ શબ્દની ઉપસ્થિતિને લીધે પ્રવાસવિપ્રલંભનું ઉદ્દીપન સ્પષ્ટપણે પ્રતીત થાય છે એમ લોચનકાર કહે છે.
નાયિકા પોતાનો હૃદયભાવ ત્રાંસી નજરે કટાક્ષ ફેંકીને વ્યક્ત કરે છે એ તેની નાયક પ્રત્યેની આસ્થા બતાવે છે. નાયક આનું સ્મરણ કરે છે તે તેની નાયિકા પ્રત્યેની આસ્થા દર્શાવે છે. (ii) rઃ ઇત્યાદિ‘રામાભ્યધ્યમાં આવતો આખો શ્લોક આ પ્રમાણે છે
कृतककुपितैर्बाष्याम्भोभिः सदैन्यविलोकितैः, वनमपिगता यस्य प्रीत्या धृतापि तथाऽम्बया। नवजलधरश्यामा पश्यन् दिशो भवती विना,
कठिन हृदयो जीवत्येव प्रिये स तव प्रियः॥ અર્થાત-ખોટો કોપ કરીને, આંસુ વરસાવીને અને યામણી આંખો કરીને આટઆટલી રીતે માતાએ રોક્યા છતાં જેના પ્રત્યેના પ્રેમને લીધે તું વનમાં પણ ગઈ. તે તારો કઠોર હૃદયનો પ્રિય, હે પ્રિયે, નવજલધરોથી શ્યામ બનેલી દિશાઓને જોતો તારા વિના પણ જીવે જ છે.”
(iv) Wનવનવીપૂળોઢા.... ઈ. “અમરુશતક' (૧૦૪)નો સંપૂર્ણ શ્લોક આ પ્રમાણે છે.
स्मरनवनदीपूरेणोढाः पुनर्गुरुसेतुभिः, यदपि विधृतास्तिष्ठन्त्यारादपूर्णमनोरथाः । तदपि लिखित प्रख्यैरङ्गैः परस्परमुन्मुखाः,
नयननलिनीनालानीतं पिबन्ति रसं प्रियाः ॥ . અર્થાત-કામરૂપી અભિનવ નદીના પૂરમાં તણાતાં, પરંતુ ગુરુ ( (૧) વિશાળ (૨) ગુરુજન-માતા-પિતા, સાસુ-સસરા વગેરે) બંધોથી રોકાયેલાં, જેમના મનોરથ પૂરા નથી થયા એવાં પ્રિયજનો, જોકે દૂર બેઠાં હોય છે, તેમ છતાં ચિત્રમાં ચીતર્યા હોય એવાં સ્થિર અંગોવાળાં બનીને પરસ્પરને નિહાળતાં, નેત્રરૂપી કમળનાળ દ્વારા આણેલો રસ પીધા કરે છે.'
Page #373
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૫,૬).
૩૭૧ ઉપર્યુક્ત શ્લોકમાં નાયક-નાયિકાએ બધી વૃત્તિઓનો વિરોધ કર્યો હોવાથી તેમનાં અંગો ચિત્રમાં જોયા હોય એવાં સ્થિર છે પણ નેત્રરૂપ કમળનાળથી આણેલો એકબીજા માટેની અભિલાષારૂપી રસ તેઓ આસ્વાદી રહ્યાં છે અને એમ સમય પસાર કરે છે. અહીં કામ ઉપર પૂરનો, ગુરુઓ ઉપર બંધનો, નેત્રો ઉપર કમળનાળનો આરોપ કરવામાં આવ્યો છે તેથી “રૂપક અલંકાર છે. અહીં રસની પ્રધાનતા સાચવવા રૂપક' પૂરું કરેલ નથી કેમકે નાયક-નાયિકાનો પ્રેમ દર્શાવવા ચવાક્યુગલ કે એવાં પ્રણયી યુગલનો આરોપ દર્શાવ્યો નથી. અહીં જેવું છે તેવું રૂપક રસને પોષે છે, અલંકૃત કરે છે.
કારિકા-૫ અને વૃત્તિ ઃ આનંદવર્ધને પ્રયોજેલો “સંઘટના” શબ્દ “રીતિ’ માટે છે. આનંદવર્ધનના પુરોગામી વામનાચાર્ય “રીતિને કાવ્યનો આત્મા માને છે. પતિ માત્મા ચર્ચા I તથા વિશિષ્ટ વિના રતિઃ' એમ રીતિ’નું લક્ષણ આપે છે. પદરચનાની વિશિષ્ટતા તેની ગુણાત્મકતા છે. વિદર્ભો’, ‘ગૌડી’ અને ‘પાંચાલી' એમ ત્રણ રીતિ માનવામાં આવે છે. રીતિને માટે દંડીએ માર્ગ શબ્દ પ્રયોજ્યો છે. -
આનંદવર્ધને “અસમાસાથી વૈદર્ભી’, ‘મધ્યમ સમાસથી ભૂષિત થી પાંચાલી અને દીર્ઘસમાસા થી ગૌડી રીતિને નિર્દેશેલ છે. સંઘટના યાને રીતિ રસની સાથે ઘનિષ્ઠ સંબંધ રાખે છે એ તથ્યનું વિવેચન સૌ પહેલાં આનંદવર્ધને કર્યું છે.
કારિકા-૬ અને વૃત્તિ ઃ કારિકા-૬અ () આચાર્ય જગન્નાથ પાઠક (પૃ. ૩૩ ૭,૩૩૮) જણાવે છે, “મુખ્યરૂપથી સંઘટના અને ગુણોનો સંબંધ તથા સંઘટનાને રસાભિવ્યક્તિનું એક સાધન એ બે બાબત પ્રસ્તુત ગ્રંથમાં સમજાવી છે. તેનું વિવેચન ક્યું છે. તેની આધારભૂત કારિકાનો આ અંશ છે. “ગુનાઝિચ તિછત્તી માધુરીનું ચન સા | સાન” કારિકાના ગુનાશ્રિત્ય’ આ નિર્દેશ અનુસાર ગુણો અને સંઘટનાના સંબંધને લઈને ત્રણ વિકલ્પ કરવામાં આવ્યા છે. (૧) ગુણ અને રીતિનો અભેદ છે. ભેદ પક્ષ સ્વીકારવામાં આવે તો (૨) સંઘટનાના આશ્રિત ગુણ છે. અથવા (૩) ગુણની આશ્રિત સંઘટના છે.
વામને હાનિ અને ગુણનો અભેદ માન્યો છે. આ અભેદ પક્ષ પ્રમાણે TMાનશ્રત્યે નો અર્થ ‘આત્મભૂત ગુણોનો આશ્રય કરીને’ એમ છે. જોકે ગુણ અને સંઘટનાનો ભેદ છે તો પણ શિશપા (સીસમ)નું આશ્રિત વૃક્ષત્વ’ની જેમ સ્વઅભિન્ન વસ્તુનો પણ 4 થી ભેદ પરિકલ્પિત કરેલ છે.
ગુણ અને સંઘ નામ ભેદ માનનારા ભટ્ટ ઉભદ આદિ મુજબ ગુણ, સંઘટનાના ધર્મ છે, અને ધર્મ પોતાના ધર્મીના આશ્રિત (આશ્રયે રહેલા) હોય છે જ. એથી ગુણ, સંઘટનાના આશ્રિત છે. તેમના પ્રમાણે જુનું માધે મૂતાનું મશ્રિત્ય' અર્થાત આધેયભૂત ગુણોનો આશ્રય કરીને, એ અર્થ થશે.
Page #374
--------------------------------------------------------------------------
________________
૩૭૨
ધ્વન્યાલોક
ત્રીજા વિકલ્પ અનુસાર સંઘટના ગુણોની આશ્રિત છે અર્થાત્ સંઘટના પોતાના આધારભૂત ગુણોનો આશ્રય કરે છે. (શુળાનશ્રિત્ય). આ અંતિમ વિકલ્પ આચાર્ય આનંદવર્ધનનો પોતાનો સિદ્ધાંત છે. ‘સંઘટના’ને ગુણોની આશ્રિત માનતા તેઓ તેને રસોની અન્યતમ વ્યંજક માને છે. ‘મુળનશ્રિત્ય’ આ કારિકાના અંશના ત્રણે વિકલ્પો પ્રમાણે સંગતિ બેસાડીને આચાર્યે ત્રણે પ્રમાણે સંઘટનાની રસથંજકતા સૂચવી છે. સંઘટના ગુણોની આશ્રિત છે’ તેનો અભિપ્રાય એ નથી કે ગુણોની સાથે સંઘટનાનો આધાર-આધેયભાવ છે, કેમકે ગુણોમાં સંઘટના નથી રહેતી. તેથી સંઘટના ગુણોથી પરતંત્ર થઈને રહે છે, તેની તે મુખાપેક્ષિણી છે. જેમ રાજાશ્રિત પ્રજા વર્ગ, રાજાનો પરતન્ત્ર યા મુખાપેક્ષી થઈને રહે છે, આ વાત લોચનમાં નિર્દેશવામાં આવી છે.’’
(ii) મન્વારસુમ... ઈ. ‘મંદાર કુસુમની રજથી પીળા થઈ ગયેલ વાળવાળી.’ આ ઉદાહરણ ‘શૃંગાર’માં દીર્ઘ સમાસવાળી રચનાનું આપ્યું છે. પણ આખો શ્લોક સામે નહીં હોવાથી અહીં ‘શૃંગાર’ની કોઈ પ્રતીતિ થતી નથી તેથી આ ઉદાહરણ બરાબર નથી એવી કોઈ આશંકા કરે તેના સંતોષ ખાતર બીજું ઉદા. અનવતનયનનાં... ઈ. આપ્યું છે. તેમાં પહેલાં બે ચરણમાં દીર્ધ સમાસ બન્યો છે છતાં, તે શૃંગારને ઉપકારક છે. યો યઃ શસ્ત્ર... ઈ. માં અસમાસા સંઘટના છે છતાં સૌંદર્ય છે.
(iii) નનુ અદ્રિ સઘટના...। પ્રશ્ન કરનારનો આશય એ છે કે શબ્દ, અર્થ અને સંઘટના આ ત્રણ જ ગુણોના આશ્રય થઈ શકે છે. તેમાંથી શબ્દ યા અર્થને ગુણોનો આશ્રય માનવાથી તો તેઓ શબ્દાલંકાર અથવા અર્થાલંકાર રૂપ જ થઈ જશે. ગુણોનું અલંકારોથી અલગ અસ્તિત્વ બનાવવાને માટે એક જ પ્રકાર છે કે તેને સંઘટનારૂપ અથવા સંઘટનાશ્રિત માનવામાં આવે ! જો તમે તેનું પણ ખંડન કરશો તો પછી ગુણોનો આશ્રય શું હશે ?
તેના ઉત્તરનો આશય એ છે કે ગુણોનો આશ્રય મુખ્યત્વે રસ છે. ગૌણરૂપથી તેમને શબ્દ અને અર્થનો ધર્મ પણ કહી શકીએ. ગૌણરૂપથી શબ્દ તથા અર્થનો ધર્મ માનવા છતાં પણ શબ્દાલંકાર અને અર્થાલંકારથી તેનો અભેદ નહીં હોય, કેમકે અનુપ્રાસાદિ અલંકાર અર્થની અપેક્ષારહિત રાખ્તધર્મ છે, અર્થાત્ અનુપ્રાસ વગેરેમાં અર્થવિચારની આવશ્યક્તા નથી હોતી. ગુણોની સ્થિતિને માટે વ્યંગ્યાર્થના વિચારની આવશ્યક્તા હોય છે.
(iv) શધર્મત્યું ચૈવા... | શૌર્ય વગેરે જેમ આત્માના ગુણો હોવા છતાં ઘણીવાર લોકો પડછંદ શરીર જોઈને શૌર્યાદિ શરીરના ગુણો કહે છે તેમ ગુણો પણ ખરેખર તો કાવ્યના આત્મારૂપ રસના ધર્મો હોવા છતાં, રસની અભિવ્યક્તિમાં ઉપયોગી શબ્દના ધર્મો કહી શકાય. એ માત્ર ઉપચાર છે, લાક્ષણિક પ્રયોગ છે.
Page #375
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ.૩/૬)
૩૭૩ (v) નનુ યર શાશ્રય...તમારે ગુણ અન્ય સfટની | ગુણો શબ્દો ઉપર આધાર રાખે છે એમ જો માનો તો ગુણો અને સંઘટના એકરૂપ થાય અથવા ગુણો સંઘટનાશ્રયી બને એમ પૂર્વપક્ષ દલીલ કરે છે. સંઘટના તો શબ્દોની ગોઠવણી જ છે. જો ગુણો શબ્દો ઉપર આધાર રાખે તો સંઘટના ઉપર પણ આધાર રાખે.
જવાબમાં આનંદવર્ધન (ઉત્તરપક્ષ) કહે છે કે અનિયત સંઘનાવાળા શબ્દો ગુણોના આશ્રયી બને છે. બીજા નહીં. રસાદિ મુખ્ય ધ્વનિ હોય ત્યાં ગુણો પરત્વે સંઘટનાના વપરાશનો કોઈ નિયમ નથી. અમુક ગુણમાં અમુક પ્રકારની સંઘટના હોય એવો નિયમ નથી. આમ જો સંઘટના અનિયત બને તો તેના શબ્દો ઉપર જ ગુણોનો આધાર હોય, બીજા શબ્દો ઉપર નહીં. આમ શબ્દો ગુણોના આધાર હોય એમ ઔપચારિક ગણવાનું છે.
પૂર્વપક્ષ આની સામે વાંધો લેતાં કહે છે કે ગુણપરત્વે સંઘના અનિયત હોય એમ સિદ્ધાંતપક્ષ વાળા કહેતા હોય તો તે માધુર્યમાં ભલે હોય, પણ “ઓજલ્સમાં તો ‘સંઘના અનિયત ન હોય. જવાબમાં આનંદવર્ધન કહે છે કે “ઓજલ્સમાં પણ ગમે તેવી “સંઘટના વપરાઈ શકે છે. “ઓજમાં અસમાસા કે દીર્ધસમાસા સંઘટના હોઈ શકે છે. આમ સંઘટનાનો વિષય અનિયત છે, ગુણોનો નથી. જેમ ચક્ષુ વગેરે ઇન્દ્રિયો પોતાના જે તે વિષયો સાથે નિયત સ્વરૂપે જ રહે છે, તેમ ગુણો પણ સમજવા.
(vi) મતિ : કવિની નવનવોન્મેષશાલિની પ્રતિભા-અર્થાત્ વર્ણનીય વસ્તુનું નવી નવી રીતે વર્ણન કરી શકવાની પ્રતિભાને “શક્તિ' કહે છે. અને તેને અનુરૂપ સમસ્ત વસ્તુઓના પૌર્વાપર્યના વિવેચન કૌશલ્યને વ્યુત્પત્તિ કહે છે. આ શક્તિ અને વ્યુત્પત્તિની ઓછપને લીધે કાવ્યમાં દોષ આવી શકે છે.
(vi) Sા કુમારસમ્ભવે... ઈ. અહીં કવિ કાલિદાસે પોતાની પ્રતિભાના બળે શિવ-પાર્વતીના સંભોગ શૃંગારનું વર્ણન આઠમા સર્ગમાં ક્યું તેનો નિર્દેશ છે. વાચક એટલો તન્મય થઈ જાય છે કે ઔચિત્ય કે અનૌચિત્યનો વિચાર કરતો નથી. કવિ શક્તિના બળથી દોષ ઢંકાઈ જાય છે તેનું આ ઉદાહરણ છે.
(viii) પ્રતીયમાનમ્ વ મારોપયામઃ |
‘સંઘટના” અને “ગુણને અભિન્ન માનનારા વામનના મતે “યો : શસ્ત્ર વિર્તિ... ઈ. ઉદાહરણોમાં રૌદ્રાદિ રસમાં પણ સમાસરહિત, ઓજસ્ વિહીન રચના મળતી હોવાને કારણે સંઘટના જ વિષય નિયમની અનુપપત્તિ આવે છે. અને તેને કારણે ગુણોનો જે નિર્ધારિત વિષય છે (કરુણ, વિપ્રલંભ, શૃંગારના વિષયમાં માધુર્ય અને પ્રસાદ તથા રોદ્ર, અદ્ભુત વગેરેના વિષયમાં ઓજસુ) તે પણ અવ્યવસ્થિત થવા લાગે છે. ત્યારે ગુણોના વિષય નિયમની રક્ષાને માટે આ પ્રકારનાં ઉદા. દોષયુક્ત માનવાં જોઈએ. આ પ્રકારનાં અપવાદ સ્થળો હટી જતાં
Page #376
--------------------------------------------------------------------------
________________
३७४
ધ્વન્યાલોક
ગુણ અને સંઘટના બન્નેનો વિષય નિયમ વ્યવસ્થિત થઈ શકે છે. તેને વ્યવસ્થિત કરવાનો આ એક પ્રકાર છે.
આ પ્રકારમાં વ્યવસ્થાના નિયામક તરીકે રસતત્ત્વને માનેલ છે. આ પ્રકારમાં “યો યઃ શસ્ત્ર વિમતિ' ઈ. કેટલાંક ઉદાહરણોમાં દોષની પ્રતીતિ ન હોવા છતાં દોષવાળાં માનવાં પડે છે. એ વાત બરાબર નથી. એથી આનંદવર્ધન વિષયનિયમનાં વ્યવસ્થાપક બીજાં તત્ત્વોની ચર્ચા આગળ કરી રહ્યા છે. જેથી એ નિયામક તત્ત્વોની દષ્ટિથી ગુણ અને સંઘટના ને એક માનવામાં આવે કે જુદાં, દરેક દશામાં વિષયનિયમનો સ્વીકાર થઈ શકે. આ દૃષ્ટિએ ગ્રંથકાર હવે રસ સિવાયનાં નિયામક તત્ત્વોની ચર્ચા શરૂ કરે છે.
કારિકા-બ (i) આ કારિકાના ઉપસંહારમાં આચાર્ય વિશ્વેશ્વર કહે છે. ‘“જો ગુણ અને સંઘટના એકરૂપ -અભિન્ન-છે તો ગુણોનો જે વિષયનિયમ છે, તે સંઘટનાનો પણ વિષયનિયમ થશે તેથી વામને કહેલા અભેદ પક્ષમાં કોઈ દોષ નથી. એ રીતે ગુણાધીન સંઘટના પક્ષ (પોતાને અભિમત સિદ્ધાન્ત પક્ષ) માં પણ ગુણોનો નિયામક હેતુ જ સંઘટના નિયામક હશે એથી આ પક્ષ પણ દોષરહિત છે. હવે રહ્યો ત્રીજો ભટ્ટ ઉદ્ભટનો સંઘટનાશ્રિત ગુણપક્ષ. તેમાં પણ વક્તા-વાચ્યનું ઔચિત્ય સંઘટનાનું નિયામક બની શકે છે. એથી આ પક્ષની સંગતિ બેસી જાય છે. આમ આ કારિકાના પ્રારંભમાં ઉઠાવાયેલ ત્રણે વિકલ્પોની સંગતિ થઈ જવાથી સંઘટનાની રસાભિવ્યંજક્તા બની જાય છે.
(ii) પ્રસાદ= અર્થબોધની વિશદતા. બધા પ્રકારની સંઘટનામાં ‘પ્રસાદ’ ગુણ વ્યાપક હોય છે.
(iii) યો ય: શાસ્ત્ર... ઈ. શ્લોકમાં અચારુત્વ નથી, ઊલટું ઇષ્ટ રસનો આવિર્ભાવ થાય છે. આથી જે કોઈ એમાં ‘ઓજસ્’ નથી એમ કહે તેણે ‘પ્રસાદ’ની હાજરી તો તેમાં સ્વીકારવી જ જોઈએ. ‘સંઘટના’પણ રસના આવિર્ભાવમાં મદદ કરે છે, એટલે તે રસની વ્યંજક છે.
કારિકા-૭ અને વૃત્તિ : (i) આનંદવર્ધન ‘ઔચિત્ય' ને ઓળખે છે, તેનું મહત્ત્વ બરાબર જાણે છે. આગળ જતાં આચાર્ય ક્ષેમેન્દ્રે કાવ્યનો આત્મા ઔચિત્ય છે એમ પ્રતિપાદિત કરતાં ‘ઔચિત્ય વિચાર ચર્ચા’ ગ્રંથ લખેલ છે.
(ii) કારિકામાં ‘અવિ’ (પણ) શબ્દ જણાવે છે કે વક્તા અને વાચ્યનું ઔચિત્ય, વિષયગત ઔચિત્યને કારણે છોડી દેવાનું નથી, માત્ર તેમાં તારતમ્યગત તફાવત રહે છે. જુઓ-લોચન ટીકા ‘‘અપિશબ્વેન લમ્ આદ્દ-સત્યપિ વર્ણવાવ્યોચિત્યે विषयौचित्यं केवलं तारतम्यभेदमात्रव्याप्तम्, न तु विषयौचित्येन वक्तृवाच्यौचित्यं निवार्यत इति ।
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૭૫
અભ્યાસ નોધ (ઉ. ૩/૭)
(ii) થવ્યકાવ્યના પ્રબંધકાવ્ય’ અને ‘મુક્તક તથા પ્રબંધ કાવ્યના “મહાકાવ્ય અને “ખંડકાવ્ય” એમ ભેદ કરવામાં આવે છે. પ્રબંધકાવ્ય અને મુક્તકભેદ, બંધ યા રચનાને કારણે છે. “મહાકાવ્ય’ અને ‘ખંડકાવ્ય” ભેદ વિષયને આધારે છે. પૂર્વાપરનિરક્ષેગાપિ હિ યેન સર્વના ચિતે તમ્મુ એવું મુક્તકનું લક્ષણ આપવામાં આવ્યું છે. મુક્તક એ કાવ્યનો નાનામાં નાનો પ્રકાર છે. તે એક જ શ્લોકનું હોય છે.
‘સદાનિતક બે શ્લોકનું, ‘વિશેષક ત્રણ શ્લોકનું, ‘કલાપક ચાર શ્લોકનું ‘કુલ પાંચ કે વધુ શ્લોકનું હોય છે.
‘પર્યાય બંધ’માં વસંત વગેરે કોઈ ઋતુનું વર્ણન હોય છે. ચાર પૈકી કોઈ એક પુરુષાર્થ લઈને અનેક વૃત્તાંત વર્ણવતી કથા ‘પરિકથા’ કહેવાય છે. “ખંડકથામાં કોઈ મોટી કથાના એક ખંડનું વર્ણન હોય છે. જેમાં અનેક વૃત્તાંત તેના ફળ સુધી વર્ણવ્યાં હોય તે ‘સકલક્યા કહેવાય છે. ‘સર્ગબંધ’ એટલે મહાકાવ્ય. ‘અભિનેયાર્થ’ માં દસ પ્રકારનાં રૂપક-નાટક, પ્રકરણ, ભાણ વગેરે મનાય છે. “આખ્યાયિકા’ ઉચ્છવાસમાં વિભક્ત ગદ્યકાવ્ય” છે. ઉગ્લાસ સિવાયનું ‘ગદ્યકાવ્ય” તે ‘ક્યા છે. ‘ત્યેવમવિય’ એમ વગેરેથી ચંપૂ - ગદ્ય-પથનું મિશ્રણ હોય છે,’ નો નિર્દેશ લાગે છે.
(i) મુકુ પ્રષ્યિવ... ઈ. અભિનવગુણે લોચનમાં અમરક કવિનો એક શ્લોક ઉદ્ધત કર્યો છે.
कथमपि कृतप्रत्यापत्तौ प्रिये स्खलितोत्तरे विरहकृशया कृत्वा व्याजप्रकल्पितमश्रुतम् । असहनसखीश्रोत्रप्राप्तिं विशङ्ग्य ससंभ्रमं ।
विवलितदृशा शून्ये गेहे समुच्छ्वसितं ततः ॥ અર્થાત્ કોઈપણ રીતે પ્રિય પાછો આવ્યો, જવાબ આપતાં સ્કૂલન થયું ત્યારે વિરહકૃશ નાયિકાએ ન સાંભળવાનો ઢોંગ કરી, અસહિષ્ણુ સખી સાંભળી નથી ગઈને એવી શંકાથી શૂન્ય ઘરમાં નજર ફેરવી પછી ઊંડો શ્વાસ લીધો.” -
આ ઉદા.માં નાયક આલંબન વિભાવ છે. પાછા આવવું, જવાબ આપવામાં ભૂલ થવી તે ઉદ્દીપન વિભાવ છે. ન સાંભળ્યાનો દેખાવ કરવો, ચારે બાજુ નજર ફેરવવી, ઊંડો શ્વાસ લેવો એ અનુભાવો છે. ગ્લાનિ, શંકા, ત્રાસ, વિતર્ક, કેન્ય વ્યભિચારિભાવો છે. એ સૌથી પુષ્ટ થયેલો સ્થાયિભાવ રતિ, શૃંગારરસરૂપે આસ્વાદાય છે. આમ, એક શ્લોકમાં પણ રસનિષ્પત્તિ થઈ શકે છે.
(iv) વૃવિત્ય થથારસમુ અનુર્તિવ્યમ્ - "
અહીં ‘વૃત્તિ’ શબ્દ સમજવા જેવો છે. અલંકાર શારામાં અનેક કાવ્યતત્ત્વો માટે વૃત્તિ” શબ્દ વપરાય છે.
Page #378
--------------------------------------------------------------------------
________________
३७१
- ધ્વન્યાલોક (૧) અભિધા, લક્ષણ, વ્યંજના, તાત્પર્યા-શબ્દની શક્તિ છે તેને માટે વ્યાપાર અને વૃત્તિ શબ્દો પ્રયોજાય છે. -
(૨) ભટ્ટ ઉટે અનુપ્રાસ પ્રકારોને પરુષા ઉપનાગરિકા, ગ્રામ્યા એમ ત્રણ વૃત્તિઓના રૂપમાં સમજાવેલ છે.
(૩) નાટ્યને ઉપયોગી શિકી, સાત્ત્વતી, આરબટી, ભારતી એમ ચાર વૃત્તિઓ-નાટયની માતાઓની ચર્ચા “નાટયશાસ્ત્ર વગેરે ગ્રંથોમાં કરવામાં આવી છે.
(૪) આચાર્ય વિશ્વેશ્વર મુજબ આનંદવર્ધને અહીં વૃત્તિ શબ્દ ભટ્ટ ઉભટની પરુષા, ઉપનાગરિકા, ગ્રામ્ય વૃત્તિને માટે પ્રયોજ્યો છે.
રચનાને વર્ણ અને પદની દષ્ટિએ બે ભાગમાં વહેંચી શકાય. પદોની દષ્ટિએ રચનાના અસમાસા, મધ્યમ સમાસા અને દીર્ઘસમાસા એમ ત્રણ ભેદ કરી શકાય. ‘આલોકમાં આ ત્રણેને “સંઘટના” શબ્દથી નિર્દેશ્યા છે. પણ વર્ષોના પ્રયોગની દષ્ટિએ રચનાના પરુષા, ઉપનાગરિકા અને ગ્રામ્યા આ ત્રણ વિભાગ ભટ્ટ ઉભટ વગેરેએ કર્યા છે તેને “વૃત્તિ’ કહી છે. આમ પદસ્થિતિપ્રધાન રચનાને માટે સંઘના શબ્દ અને વર્ણસ્થિતિપ્રધાન રચનાને માટે ‘વૃત્તિ' શબ્દનો પ્રયોગ કરાયો છે. વામને રચના પ્રકારની ચર્ચામાં રીતિ’ શબ્દ પ્રયોજાયો છે. તેમણે રીતિઓનો સંબંધ માધુર્ય વગેરે “ગુણ'ની સાથે જોડ્યો છે. ગુણોની અભિવ્યક્તિમાં પદ અને વર્ણ બંનેની વિશેષ ઉપયોગિતા છે. તેથી વામનની “રીતિમાં ‘સંઘટના” તથા “વૃત્તિ બન્નેનો સમાવેશ થઈ જાય છે. એમ કહી શકાય કે વૃત્તિ અને સંઘટના બન્ને રીતિ’નાં અંગ છે.
કારિકા-૮ અને વૃત્તિઃ ગદ્ય પદથી જુદું છે તેથી ગદ્યમાં સંઘટનાના વપરાશ માટે જુદા નિયમો હોય એવી શંકા જાય તો કહે છે કે, પદ્યમાં નિયમો આપ્યા તે જ, એટલે કે વક્તા અને વાચ્યનું ઔચિત્ય, ગદ્યમાં અનુસરવાના છે. કારિકા-૯ અને વૃત્તિ કેટલાંક સંસ્કરણોમાં આ પ્રમાણે એક શ્લોક મળે છે
इति काव्यार्थविवेको योऽयं चेतश्चमत्कृतिविधायी।
सूरिभिरनुसृतसारैरस्मदुपज्ञो न विस्मार्यः ॥ इति લોચનમાં તે પર વ્યાખ્યા નથી.
કારિકા૧૦ થી ૧૪- તૃતીય ઉદ્યોતની બીજી કારિકામાં કહ્યું હતું કે અસંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ', વર્ણ પદાદિ, વાક્ય, સંઘટના અને પ્રબંધથી પણ વ્યક્ત થઈ શકે છે. અત્યાર સુધી પ્રથમ ચારની વ્યંજક્તા દર્શાવાયી. પાંચમા, પ્રબંધની વ્યંજક્તા વિષે આ કારિકાઓમાં કહે છે.
શ્રી ડોલરરાય માંકડ (પૃ. ૨૭૯) આ કારિકાઓ વિષે સંક્ષેપમાં આમ લખે છે. “પ્રબંધમાં એટલે આખા કાવ્યપુસ્તકમાં રસ યોગ્ય રીતે ખીલે માટે, નીચેની
Page #379
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૧૦ થી ૧૪)
૩૭૭ બાબતો ધ્યાનમાં રાખવી. (૧) કથાવસ્તુ વિભાવ અનુભાવ અને સંચારિભાવોના ઔચિત્યથી ચારુ હોવું જોઈએ. વસ્તુ પ્રસિદ્ધ હોય કે ઉત્પાઘ પણ હોય.
(૨) તેમાં વસ્તુ જો કોઈ પ્રસિદ્ધ મૂળમાંથી લીધું હોય અને એ મૂળ ગ્રંથમાં રસને અનનુગુણ પ્રસંગ કે સ્થિતિ હોય તો તેને ત્યજીને અથવા પોતાના ગ્રંથના રસને અનુકૂળ આવે તેવી રીતે બદલાવીને વસ્તુસંદર્ભ રચવો.
(૩) આખાયે વસ્તુમાં સંધિ તેમજ સંધ્યગો રચવામાં રસને અનુકૂળ હોય તે જ સંધિ અને તે જ સંધ્યગો રચવાં. બધાં જ રચવાં જોઈએ એમ નહીં. માત્ર શાસ્ત્રને અનુસરવાની ઇચ્છાથી જ આ બધાં રચવાં નહીં.
(૪) વસ્તુ વિકાસમાં, વચમાં વચમાં, રસનું ઉદ્દીપન તેમજ પ્રશમન કરતા રહેવું એટલે કે મુખ્ય રસ હોય તે અમુક સ્થળે દેખાય, અમુક સ્થળે ન દેખાય.
(૫) આમ શરુ થઈને શાન્ત થઈ ગયેલ રસનું પાછું અનુસંધાન કરી લેવું.
(૬) શક્તિશાળી હોય તોપણ કવિએ અલંકાર તો રસને અનુરૂપ થાય તેવી રીતે જ ગોઠવવા.
આમ, રસાવિર્ભાવને મધ્યબિન્દુએ રાખીને જ આખો પ્રબન્ધ રચાવો જોઈએ. એમ થાય તો આખો પ્રબંધ રસનો વ્યંજક બને છે.”
વૃત્તિ ઃ (૧) i) ચાપ નિર્વધ્યમાન ! આચાર્ય વિશ્વેશ્વર (પૃ. ૧૮૯) મુજબ અહીં વ્યાપાર શબ્દથી વ્યાપારોચિત ઉત્સાહનું ગ્રહણ કરવું જોઈએ. કેમકે અહીં સ્થાયિભાવના ઔચિત્યની ચર્ચા થઈ રહી છે, અનુભાવના ઔચિત્યની નહીં. વ્યાપાર તો અનુભાવમાં આવી શકે છે, સ્થાયિભાવમાં નહીં. તેથી વ્યાપાર શબ્દ વ્યાપારોચિત સ્થાયિભાવ ઉત્સાહ માટે સમજવાનો છે.
(i) વિભાવનું ઔચિત્ય એટલે ક્યા રસમાં ક્યા ઉદ્દીપન વિભાવો જોઈએ તેની સમજણ સામાન્ય લોકોને હોય છે. તે સમજણ તથા ભરતમુનિએ નાટયશાસ્ત્રમાં નિરૂપણ કરેલ હોઈ, પ્રસિદ્ધ છે.
(i) ભાવ એટલે સંચારિભાવનું ઔચિત્ય તેમજ પ્રકૃતિનું ઔચિત્ય છે. પ્રકૃતિ એટલે પાત્રની પ્રકૃતિ. પાત્રનો જેવો સ્વભાવ હોય, જેવી શક્તિ હોય તે પ્રમાણે તેમના ભાવોનું વર્ણન થવું જોઈએ. ભાવની રચના પ્રતિકૂળ ભાવ સાથે મળેલી ન હોવી જોઈએ. | (iv) નાનો મનાય ... ઈ. “સાતવાહન વગેરે નાગલોકમાં જઈ શક્તા. દુષ્યત ઈંદ્ર લોકમાં જઈ શકતો. એવા રાજાઓ મનુષ્ય હોવા છતાં તેમનો દિવ્યભાવ પ્રસિદ્ધ છે તેથી તે દર્શાવવામાં અનૌચિત્ય નથી. મનુષ્યના ભાવવાળામાં દિવ્યભાવ નહીં લાવવો જોઈએ. - -
(v) મનોવિત્યારે.... ઈ. આચાર્ય હેમેન્દ્ર કાવ્યનો આત્મા ઔચિત્ય છે એમ
Page #380
--------------------------------------------------------------------------
________________
૩૭૮
ધ્વન્યાલોક
કહી કાવ્યમાં ઔચિત્યનું મહત્ત્વ તેમના ગ્રંથ ‘ઔચિત્યવિચારચર્ચા’માં દર્શાવ્યું છે. ક્ષેમેન્દ્રના ઔચિત્ય સિદ્ધાંતનાં બીજ આનંદવર્ધનના આ શ્લોકમાં જોઈ શકાય છે. આનંદવર્ધને ઔચિત્યના મહત્ત્વ વિષે વૃત્તિ ભાગમાં પણ અવારનવાર કહ્યું છે. આ શ્લોકમાં રસના ઔચિત્યને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ઔચિત્ય રસ, પાત્ર, વિષય વગેરેનું હોય છે.
(vi) પ્રયાતવસ્તુવિષયત્ન... ઈ. રૂપના દસ પ્રકારોમાં આ વસ્તુ નાટકમાટે સાચી છે. રૂપકના પ્રકરણ વગેરે અન્ય રૂપકોમાં કલ્પિત કથાવસ્તુ હોય છે.
(vii) તસ્માઽત્સાહવવ્રતાવિ... ઈ. રતિવિષયક વિવિધ સંભોગ-ચેષ્ટાઓ કામશાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. અધમ શૃંગારની ચેષ્ટાઓ ઉત્તમ નાયક સાથે ન યોજવી, દેવોની સાથે પણ યોજવી જોઈએ નહીં. ‘મહાકવિઓમાં પણ’– દ્વારા કાલિદાસનું સૂચન છે. આનંદવર્ધન નિષ્પક્ષ અને નિર્ભય વિવેચક છે.
(૨) રસને અનનુગુણ સ્થિતિ મૂળ આધાર સામગ્રીમાં હોય તો તેમાં યોગ્ય ફેરફાર કરવા જોઈએ. તેનાં ત્રણ ઉદાહરણ આનંદવર્ધને આપ્યાં છે. તે વિશે અભિનવગુપ્ત જણાવે છે, ‘રઘુવંશ’માં અજના વિવાહનું વર્ણન મૂળગ્રંથમાં નથી કર્યું છતાં કાલિદાસે તે કર્યું છે. ‘હરિવિજય’માં કાન્તાના અનુનય માટે પારિજાતનું આહરણ ઇતિહાસમાં છે તે બતાવ્યું છે. ‘અર્જુનચરિત’માં અર્જુનનો પાતાલ વિજય ઇતિહાસ સિદ્ધ છે. રસને અનુકૂળ સ્થિતિ હોય ત્યાં મૂળનો પ્રસંગ એમને એમ રાખવો. પ્રતિકૂળ હોય તો પરિવર્તન કરવું જોઈએ. સમગ્ર ચર્ચામાં આનંદવર્ધન રસધ્વનિને મુખ્ય ગણે છે. તે જોઈ શકાય છે.
(૩) બીજ, બિન્દુ, પતાકા, પ્રકરી અને કાર્ય એ પાંચ અર્થપ્રકૃતિઓ, આરમ્ભ, યત્ન, પ્રાપ્ત્યાશા, નિયતાપ્તિ અને લાગમ-એ પાંચ (કાર્ય) અવસ્થા મળીને (અનુક્રમે) પાંચ સંધિઓ-મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ, નિર્વહણ-યાય છે. કથાવસ્તુના વિકાસ મુજબ પાંચ સ્થિત્યંતરોને સંધિ કહેવાય છે. દરેક સંધિનાં અંગ હોય છે તે ‘સંબંગો’ કહેવાય છે. તેની સંખ્યા ૬૪ છે. સંધિ અને સંધ્યગોથી વસ્તુગૂંફન સુશ્લિષ્ટ બને છે. આનંદવર્ધન અહીં પણ રસનો ખ્યાલ રાખવાનું જણાવે છે. રસના આવિર્ભાવ માટે યોગ્ય હોય એવાં અંગો જ રચવાં જોઈએ.
કારિકા-૧૫ અને વૃત્તિ : (i) ચૌદમી કારિકા સુધી ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્યધ્વનિ’નું પ્રકરણ ચાલી રહ્યું છે. સોળમી કારિકામાં પણ ધ્વનિના એ જ પ્રકારનું વર્ણન છે. વચ્ચે આ પંદરમી કારિકામાં ‘અનુસ્વાનોપમ’ અર્થાત્ સંલક્ષ્યક્રમ વ્યંગ્યનું વર્ણન હોઈ અસંગત લાગે છે તેથી અભિનવગુપ્તને અનુસરતાં આચાર્ય વિશ્વેશ્વર આ કારિકા અને તેની વૃત્તિમાં ‘વ્યકૢયતયા’ અને ‘વ્યાતા’ પડો અધ્યાહાર છે એમ જણાવે છે તે પદોનો અન્વય આ રીતે કરે છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૧૫)
૩૭૯ "अनुस्वानोपमात्मा यो ध्वनेः प्रभेद उदाहृतः केषुचित् प्रबन्धेषु (व्यञ्जकेषु सत्सु) व्यङ्ग्यतया स्थितो भवति सोऽपि, अस्य अंसलक्ष्यक्रमस्य रसादिध्वनेः व्यञ्जकतया भासते ।
અર્થાત્ “સંલક્ષ્યક્રમવ્યંગ્ય’નો જે ભેદ, પ્રબંધમાં સાક્ષાત્ વ્યંગ્ય પ્રતીત થાય છે તે પણ આ “અસંલક્ષ્યમવ્યંગ્ય’નો વ્યંજક હોય છે. તાત્પર્ય એ છે કે પ્રબંધથી સાક્ષાત્ તો સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિ અભિવ્યક્ત થાય છે પણ પાછળથી તેનું પ્રકૃત રસાદિરૂપ “અસંલક્ષ્યમવ્યંગ્યધ્વનિ'ના રૂપમાં પર્યવસાન થઈ જાય છે. તે
‘અથવા અનુવાનોપમતિ ધ્વાહિત યઃ મેઃ વિત્ પ્રવધેનુ માને આ રીતે અન્વય કરીને અંતમાં કારિકામાં રહેલ ‘આ’ પદનો સંબંધ આગળની ૧૬મી કારિકાના “ધોલ્યોડનઃ વિ” ની સાથે કરીને “મર્થ સંત-વ્યયસ્થાપિ ઘોત્યો મત્તમ: વિદ્ મવતિ’ ક્યાંક કયાંક આ સંલક્ષ્યક્રમનું ઘોત્ય
અસંલક્ષ્યક્રમવ્યંગ્ય હોય છે. આ રીતે સંગતિ મેળવવી જોઈએ.’ શ્રી વિશ્વેશ્વર કારિકાની બે રીતે વ્યાખ્યા આ પ્રમાણે આપે છે.
(૧) સંલક્ષ્યમવ્યંગ્યરૂપ ધ્વનિનો જે પ્રભેદ કેટલાંક કાવ્યોમાં (સાક્ષાતુ) વ્યંગ્યરૂપથી વર્ણવેલો હોય છે, તે પણ (પર્યવસાનમાં) આ “અસંલક્ષ્યમવ્યંગ્યધ્વનિના વ્યંજક રૂપમાં ભાસે છે.
(૨) અથવા અનુસ્વાનોપમ સંલક્ષ્યક્રમ વ્યંગ્યધ્વનિ'નો જે ઉદાહત ભેદ કેટલાંક કાવ્યોમાં પ્રતીત થાય છે, તે “સંલક્ષ્યક્રમવ્યંગ્ય’નું પણ ઘોત્ય અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’ ક્યાંક ક્યાંક હોય છે.
(i) મધુમનવિન... પાંચજન્યની ઉક્તિ આ પ્રમાણે છે. તીતવંpોવૃત... ઈ. શ્લોક. અર્થાત- “રમત વાતમાં દાઢની અણી ઉપર આખી પૃથ્વીને ધારણ કરનાર તમારાં અંગોને આજે કમળના તંતનું આભૂષણ પણ શાથી ભારે લાગે છે ?' આ શ્લોકમાં કૃષ્ણનો રુકિમણી પ્રત્યેનો અભિલાષ “સંલક્ષ્યમવ્યંગ્ય રૂપે પ્રગટ થાય છે. પછી વિપ્રલંભ શૃંગારરૂપ “અસંલક્ષ્યક્રમવ્યંગ્યનો વ્યંજક બને છે.
(i) વિષમ વાગતીતાયામ્-“મવાગપતિવો... ઈ. શ્લોકનો અહીં નિર્દેશ છે. અર્થ-“હું મર્યાદાનું ઉલ્લંઘન કરતો હોઈશ, નિરંકુશ બની જતો હોઈશ, વિવેક ભૂલી જતો હોઈશ, પણ હું સ્વપ્નમાં પણ તારી ભક્તિ ભૂલતો નથી." આ શ્લોકમાં યૌવનનો સ્વભાવ મર્યાદા ઓળંગવાનો અને કામની ઉપાસના કરવાનો છે.’ એ વસ્તુ વ્યંજિત થાય છે, જે પ્રસ્તુત એવા શૃંગારરસમાં પર્યવસાન પામે છે. અહીં ‘સંલક્ષ્યમવ્યંગ્ય ધ્વનિ પોતે “અસંલક્ષ્યમૂવ્યંગ્યધ્વનિનો વ્યંજક બને છે.
(iv) guોમાયુરંવાલા મહામાd I એક મૃત્યુ પામેલા બાળકને લઈને ડાઘુઓ સ્મશાનમાં આવ્યા. સાંજનો સમય છે. ગીધ અને શિયાળ બંને હાજર હતા. બંને શબ પોતાને ખાવા મળે તેમ ઇચ્છતા હતા. દિવસે ગીધનું અને રાત્રે શિયાળનું જોર ચાલે. તે બંને ડાઘુઓને કહે છે. ગીધ દિવસના પક્ષમાં અને શિયાળ રાત્રિના પક્ષમાં
Page #382
--------------------------------------------------------------------------
________________
દવન્યાલોક બોલે છે. બન્ને એ કહેલા શ્લોકો કાવ્યાત્મક છે. મહાભારતમાં આવતો આ પ્રસંગ છે. ગીધ કહે છે
अलं स्थित्वा स्मशानेऽस्मिन् गृध्रगोमायु सङ्कले। कङ्कालबहले घोरे सर्वप्राणिभयङ्करे ॥ न चेह जीवितः कश्चित् कालधर्ममुपागतः। .
प्रियो वा यदि वा द्वेष्यः प्राणिनां गतिरीदृशी ॥ શિયાળ ડાઘુઓને કહે છે
आदित्योऽयं स्थितो मूढाः स्नेहं कुरुत साम्प्रतम् । बहुविघ्नो मुहूर्तोऽयं जीवेदपि कदाचन ॥ अमुं कनकवर्णाभं बालमप्राप्तयौवनम् ।
गृध्रवाक्यात् कथं मूढास्त्यजध्वमविशङ्किताः । પ્રથમ શ્લોકમાં ગીધનો અભિપ્રાય તથા દ્વિતીય શ્લોકમાં શિયાળનો અભિપ્રાય સંલક્ષ્યમવ્યંગ્યથી સમજાય છે. બંને પ્રસ્તુત એવા ‘શાંતરસરૂપી “અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’ ધ્વનિના વ્યંજક બને છે.
કારિકા-૧૬ અને વૃત્તિ
૧૬.૧ (i) વર્ણ, પદાદિ, વાક્ય, સંઘટના અને પ્રબંધ, આ પાંચને ઉદ્યોત૩ની કારિકા-રમાં, ‘અસંલક્ષ્યમવ્યંગ્યના વ્યંજક કહ્યા હતા. તે પાંચની વ્યાખ્યા કરી લીધા પછી પદાદિ પદાઘોત્ય ધ્વનિનું કેવળ એક ઉદાહરણ ત્રડાયાન્નતનયા.. (કા-૫) આપ્યું હતું. તેની વિશેષ વ્યાખ્યા ‘સુપ આદિની વ્યંજકતા બતાવીને લેખક આનંદવર્ધન આ કારિકા અને વૃત્તિમાં પૂરી ચર્ચા કરે છે.
| (i) અભિનવગુણે “સુ વગેરેથી અભિવ્યક્ત જે સંલક્ષ્યમવ્યંગ્ય’ વક્તાના અભિપ્રાયાદિરૂપ ધ્વનિ છે તેનાથી પણ ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય રસાદિ ધ્વનિ અભિવ્યક્ત થાય છે.” આમ કહીને આગલી કારિકા સાથે આ કારિકાની સંગતિ બેસાડી છે. આચાર્ય વિશ્વેશ્વર મુજબ “સુ વગેરેથી પણ ‘અલક્ષ્યમવ્યંગ્ય ઘોતિત થાય છે. આ અર્થ વધારે સીધો અને સારો છે.” તેઓ અભિનવગુપ્તની સમજુતીને દુરાકૃષ્ટ માને છે.
(i) “ચારો સ્વયમેવ છે... ઈ.’ આ શ્લોકમાં, કારિકામાં કહેલ બધાનું વ્યંજકત્વ છે તે સમજાવવામાં આવ્યું છે. પોતાના વીરોને ધિક્કારી શત્રુની તુચ્છતા વગેરે સૂચિત કરતાં પોતાના સૈનિકોને ઉત્તેજિત કરવા માટે આ રાવણની ગર્વપૂર્ણ ઉક્તિ છે, જેનું દરેક પદ વ્યંગ્યથી પરિપૂર્ણ છે. "મારા ય શત્રુઓ છે' એમાં વિભક્તિ, સંબંધ અને વચન અભિવ્યંજક છે. “મારા પહેલા પુરુષ સર્વનામનું સંબંધ વિભક્તિ એકવચનનું રૂપ છે. વ્યંજના એવી છે કે મેં ઇંદ્ર, યમ વગેરે દેવોને
Page #383
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૧૬)
૩૮૧
હરાવ્યા છે. હું એકલો જગતને જીતી શકું તેવો છું. મારે કોઈ શત્રુ હોય એ જ નવાઈની વાત છે. ‘શત્રુઓ’ બહુવચનનો વ્યંગ્યાર્થ એ છે કે એક શત્રુ હોય એ જ નવાઈ ગણાય તો પછી અનેક શત્રુઓનું તો કહેવું જ શું ? ‘તાપસ’માં તન્દ્રિત અને નિપાત વ્યંજક છે. ‘‘તેઓ પણ’’ એમાં ‘પણ’ થી શત્રુની નિર્માલ્યતા સૂચવાય છે. ‘નિન્તિ’ માં ‘નિ’ ઉપસર્ગ છે. તેની વ્યંજના એવી છે કે નિઃશેષપણે, પૂરેપૂરો સંહાર કરે છે. ‘રાવણ પણ જીવી રહ્યો છે’, માં રાવણે પોતાને માટે ‘રાવણ’ શબ્દ વાપર્યો છે. તેનો ધ્વનિ ‘અજોડપરાક્રમી’ એવો છે. ‘સંહાર કરે છે’ અને ‘જીવે છે’ એ બે ક્રિયારૂપો પણ ભંજક છે. રાવણ જીવે છે છતાં તે સંહાર કરે છે, એ અસંભવિત વસ્તુ બની રહી છે. ‘અહો’ પણ વ્યંજક છે. ‘ધિક્ ધિક્ બે વાર છે. તે ધિક્કારની તીવ્રતા દર્શાવે છે. ‘શક્રજિત્’ એ સમાસ વ્યંજક છે. ‘મહામહેનતે કુંભકર્ણને જગાડયો તોય શું થયું ?’ -માં વ્યંજના છે. સ્વર્ગને ‘ગ્રામટિકા’ કહ્યું છે. ગ્રામનું અલ્પાર્થકરૂપ છે તે ક્ષુદ્રતા, તુચ્છતા સૂચવે છે. વિત્તુન માં ‘વિ’ ઉપસર્ગ ‘નિર્દયતાપૂર્વક રોળી નાખ્યું હતું.' એવો અર્થ આપે છે. આવું પરાક્રમ કરવાથી ભુજાઓ ફુલાય, એ સ્વાભાવિક છે પણ અહીં તેને વૃથા કહી છે. ‘ભુજાઓ’ વ્યંજક છે. રાવણને વીસ ભુજાઓ હતી. તે બધી અત્યારે નકામી, બોજારૂપ બની. લોચનમાં સરસ કહ્યું છે કે ‘‘તેને તિતશક્તિશોઽત્તિ વિમન્યમાનેડત્ર જોકે સર્વ વાશો ન્યાત્વન માતીતિ મિન્યત્ ।'’ આ શ્લોકના તલ તલ જેવડા ટુકડા કરીએ તો તે બધા ટુકડા વ્યંજકતાથી શોભે છે. શ્લોકનો શબ્દેશબ્દ અને કેટલાક અક્ષરો વ્યંજનામાં મદદરૂપ થાય છે.
(iv) અતિશ્રાન્તમુલા: જાના... ઈ. પ્રત્યુપસ્થિત-પ્રતિકૂળ રીતે આવેલ. આ શ્લોકમાં ‘અતિક્રાન્ત’ અને ‘પ્રત્યુપસ્થિત’માં ‘કૃત્’ પ્રત્યયો છે. ‘પાપીય’માં તષ્ઠિત છે. ‘ાતાઃ’ ‘કાલો’ બહુવચન છે. આ ત્રણે વ્યંજક છે. હવે તો પ્રતિકૂળ છે એવો અને જેમાંથી સુખ ચાલ્યું ગયું છે એવો કાળ આવ્યો છે. પૃથ્વી પર પાપી રાજા છે. પૃથ્વીનું યૌવન (સમૃદ્ધિ) ચાલી ગયેલ છે. આ બધાથી બોલનારનો નિર્વેદ જણાય છે.’ શાંતરસ વ્યંજિત થાય છે. ‘ગત યૌવન’ અહીં યૌવન જડ પૃથ્વીને લાગુ પડે નહીં તેથી વાચ્યાર્થને બદલે લક્ષ્યાર્થ ‘સમૃદ્ધિ’. એવો લેવો પડે છે. આમ કાળ અને સ્થળ જીવવાનું મન ન થાય એવાં થયાં છે. આ ‘અત્યંતતિરસ્કૃત વાચ્ય ધ્વનિ’ શાંતરસનું
અંગ છે.
(v) તાìઃ શિન્નવાય... ઈ. ઉત્તરમેધ શ્લોક-૧ ૬ પૂર્વાર્ધ આમ છે- તન્મધ્યે ચ ટિતા ાસની વાસટ્ટિઃ । મૂત્તે વદ્ધા મળિમિનતિપ્રૌઢવાપ્રજારોઃ || આ શ્લોકમાં તાણૈઃ (મૃ. બ. વ.) સૂચવે છે કે મારી પ્રિયા જુદી જુદી રીતે તાળીઓ પાડે છે, તે સંગીત, નૃત્ય વગેરેમાં નિપુણ છે. આમ આલંબન વિભાવના ગુણ સ્મરણ દ્વારા એ વ્યંજના વિપ્રલંભનું ઉદ્દીપન કરે છે. જેને તાલ (બ.વ.)નું જ્ઞાન છે એવી સ્ત્રીનો કાળ
Page #384
--------------------------------------------------------------------------
________________
૩૮૨
ધ્વન્યાલોક સંગીતમાં, આનંદમાં જ, પસાર થતો તે આજે, મારા વગર, એકલી છે વગેરે સમજાતાં વિપ્રલંભની ઉત્તેજના થાય છે.
૧૨,૨ (i) માસ વિતુમેવ... ઈ. કોઈ નાયકે અપરાધ કર્યો છે; નાયિકા રડી રહી છે, નાયક તેને મનાવવા ઈચ્છે છે, તે પ્રસંગે નાયિકા આ શ્લોક કહે છે. ડૉ. રામસાગર ત્રિપાઠી આ શ્લોક સમજાવતાં લખે છે. “અહીં ‘દૂર જા’ આ ક્રિયા છે. તેની વ્યંજના નીકળે છે,” તારી મને મનાવવાની ચેષ્ટા કરવાનું વ્યર્થ છે. જ્યારે દેવે જ આવું વિધાન કરી દીધું તો તેને કોણ બદલી શકે છે? આ વ્યંજના દ્વારા નાયિકા નાયકને પોતાની હૃદયવેદના જણાવીને તેના હૃદયમાં સદ્ભાવના જગાડવા ઇચ્છે છે. આ રીતે અહીં કિડન’ વ્યંજના છે. એની સાથે બીજા શબ્દ પણ વ્યંજક છે. હવે જથી વ્યંજના નીકળે છે કે તમારી અનુયાયિની હોવાનું આ ફળ મળ્યું કે મારે જીવનભર રડવું પડશે. હતભાગી આંખો થી સૌભાગ્યનો અભાવ અને ‘તમારા આવા હૃદયને પણ ન જાણુંમાં હૃદય શબ્દથી નાયકની દુષ્ટતા વ્યક્ત થાય છે.” આ શ્લોકમાં ઈર્ષ્યા વિપ્રલંભ સૂચવાયેલ છે. .
(i) માં પ્રસ્થાને રુ. ઈ. અહીં “દિ’ અને ‘૫.’ આ તિડા’ પદ સંભોગેચ્છાના પ્રકાશન દ્વારા સંભોગ શૃંગારને અભિવ્યક્ત કરે છે. આગળના શ્લોકમાં વિપ્રલંભ વ્યંગ્ય હતો એથી આ સંભોગ શૃંગારનું બીજું ઉદાહરણ આપ્યું છે.
(ii) અન્યત્ર ત્રણ વાત...ઈ. કોઈ ધૈરાચારી સ્ત્રી ઘાટ ઉપર નાહવા બેઠી છે અને તેના પ્રેમમાં પડેલો કોઈ તરુણ તેના તરફ લાલસાભરી નજરે જોઈ રહ્યો છે. તેને ઉદેશીને પેલી સ્ત્રી કહે છે. ગાયમીયા- પોતાની પત્નીથી ડરનારા આ સંબંધ પછીથી તે પ્રચ્છન્ન, કામરીનો ઈર્ષ્યાતિશય સૂચિત થાય છે. તે ઈર્ષ્યાવિપ્રલંભશૃંગારને અભિવ્યક્ત કરે છે. “ભી કમાનો ક’ પણ સૂચક છે. તે અત્યંત અનાદર સૂચવે છે.
(iv) ચમેન્ટે તયા વિયોગ. ઈ. વિક્રમોર્વશીયમ્ અંક-૪માં કુમારવનમાં પ્રવેશેલી ઉર્વશી લતા બની ગઈ. તેના વિયોગમાં વિલાપ કરતો રાજા પુરૂરવા આ શ્લોક બોલે છે. અહીં બે વાર “ર” નિપાતનો પ્રયોગ કર્યો છે. એ સૂચવે છે તેના વિયોગની સાથે ‘કાક્તાલીયન્યાયથી જે આ વર્ષના દિવસો આવી પહોંચ્યા છે તે ‘ઘા પર મીઠું ભભરાવવા જેવા’, પ્રાણ હરી લેવા પર્યાપ્ત છે. રમ્ય પદથી ઉદ્દીપન વિભાવ સૂચિત થાય છે. બે ‘વ’ નો પ્રયોગ વિપ્રલંભશૃંગારને અભિવ્યક્ત કરે છે. . (૫) મુહુતિવૃતાથs... ઈ. “અભિજ્ઞાનશાકુંતલ' (અંક-૩)માં દુષ્યના શકુંતલાનું એકાંત મિલન થતાં રાજા તેને ચુંબન કરવાનો પ્રયત્ન કરે છે. ગૌતમી આવતાં શકુંતલા ચાલી જાય છે. પછીની દુષ્યન્તની આ ઉક્તિ છે. આમાં 'તું (પણ) પશ્ચાત્તાપનો સૂચક છે. માત્ર ચુંબન મળ્યું હોત તો પણ હું કૃતાર્થ થઈ જાત
Page #385
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૧૬) એવો ભાવ સૂચવે છે. વ્યાકરણશાસ્ત્ર મુજબ નિપાત અર્થના વાચક નહીં પણ ઘાતક હોય છે. નિપાતોનો સ્વતંત્ર પ્રયોગ નથી થતો. આ રીતે ઘાતકત્વ પ્રસિદ્ધ હોવા છતાં પણ તે કેવળ અર્થ પ્રત્યે વિવક્ષિત છે. એથી અહીં વિશેષરૂપથી રસો પ્રત્યે ઘોતકત્વનું પ્રતિપાદન કર્યું છે.
૧૭.૩ (i) નીવાર ગુજાર્ય. ઈઅહીં નિધા માં પ્ર ઉપસર્ગ પ્રકર્ષને સૂચિત કરતો ઇંગુદીફળોની સરસતાનો ઘાતક હોઈ આશ્રમના સૌંદર્યાતિશયને વ્યક્ત કરે છે. ‘અભિજ્ઞાનશાકુંતલ' (૧/૧૪)માં રાજાની આ ઉક્તિ છે.
(i) દિત્રાણાં રોપાનું... ઈ. લોચનકાર મુજબ અહીં એ સૂચિત છે કે બે ત્રણથી વધુ ઉપસર્ગો એક સાથ ન વાપરવા.
(ii) pપ્રત્યુત્તરીય,. ઈ. “મયૂરના “સૂર્યશતક' માંથી આ લેવામાં આવેલ છે. સમુદીક્ષ્ય'-સમ+ડતુ+વિ એમ ત્રણ ઉપસર્ગો છે. તે પ્રસ્તુત રસને ઉપકારક છે. સૂર્યું આવરણ વગરનાં થઈ ગયેલાં જંતુઓ પ્રત્યે સમ- સારી રીતે, ૩- ઊંચા થઈને, વિ= વિશેષરૂપે જોયું.’ એમાં સૂર્યની જંતુઓ પ્રત્યેની કૃપાની અધિક્તા વ્યંજિત થાય છે.
(iv) મનુષ્યવૃન્ય સમુપાવરન્તન્... વગેરે- અહીં સમુપાવરન્તમાંસમ+૩+માં ત્રણ ઉપસર્ગો વાપરેલા છે. ઈશ્વર લોકકલ્યાણ માટે ગુપ્તરૂપે ચારે બાજુ સારી રીતે વિચરે છે, એટલે કોઈ એને સમજી શકતું નથી' – એવો અર્થ છે. ત્રણે ઉપસર્ગોનો પ્રયોગ ભગવાનના લોકોનો અનુગ્રહ કરવાની ઈચ્છાના અતિશયનો અભિવ્યંજક છે.
(v) નીતિ ન માન્તિ... ઈ. અહીં “ ધિ' આ બે નિપાતથી ગુણવાનોની અભિવૃદ્ધિથી પ્રસન્નતા અનુભવ કરનારા મહાપુરુષોની અતિશય શ્લાઘા-પ્રશંસાઅને દેવની અસમસ્યકારિતાને કારણે નિર્વેદની અતિશયતા ધ્વનિત થાય છે. | (vi) પદ્ વેશ્ચનાહિત... અહીં પહેલાં જ ર વિન્તિ’ ‘નથી સમજતો એમ નથી” અર્થાત્ જાણે છે એ, બે, “નકાર’ની વક્રોક્તિથી સૂચવાયું છે. અહીં નર વિનિ ની વક્રોક્તિ અને એનાથી પ્રાપ્ત “વિન્તિ' પદની પુનરુક્તિ તેના જ્ઞાનાતિશયને વ્યક્ત કરે છે.
લોચનકાર “પદની પુનરુક્તિ’ કહી છે તેમાં વાક્યની પુનરુક્તિ પણ સમાઈ જાય છે એમ કહી ઉદાહરણો આપે છે, “વેણીસંહાર માં વસ્યા મતિ મયિ નીતિ ધાર્તરાષ્ટ્ર વાક્યની પુનરુક્તિ, ‘રત્નાવલીમાં પાચ ... ઈ. શ્લોકની પુનરુતિ વગેરે તેનાં ઉદાહરણો છે.
૧૨.૪ (i) સમવિષમનિર્વિશેષ... ઈ. આ ગાળામાં પ્રવાસવિપ્રલંભ સૂચવાયેલ છે. પ્રવાસે જતા પતિને નાયિકા કહે છે “હમણાં જ વરસાદ આવશે” આમ વર્ષા ઋતુ આવશે એમ કહેવાથી “માટે તું ન જા, વિરહ સહેવો બહુ મુશ્કેલ પડશે વગેરે સમજાય છે. વરસાદ આવશે એવો ભવિષ્યકાળનો અર્થ જ વ્યંજક છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
૩૮૪
ધ્વન્યાલોક
(ii) પ્રત્યેશ= શબ્દનું પ્રત્યય લગાડયા વગરનું મૂળરૂપ. ઉદા. દિવસોમહીંમાં દિવસો. ‘જશે’ માં ‘જા’ ધાતુ. હવેના ઉદાહરણમાં મૂળ શબ્દ વ્યંજક છે એ બતાવ્યું છે.
(iii) તપ્ પેરૂં નમિત્તિ... ઈ. આટલા જ દિવસોમાં આ બ્રાહ્મણ સુદામા ગરીબમાંથી પૈસાદાર થઈ ગયો એમ આશ્ચર્ય જન્માવે તે રીતે સૂચવાયેલ છે. આ શ્લોકમાં તત્ સર્વનામ પ્રકૃત્યંશ ‘નતમિત્તિ’ ની સાથે મળીને ઘરની અત્યંત દરિદ્રતાની સૂચક દુર્દશાને વ્યક્ત કરે છે. અહીં કેવળ ત્ સર્વનામ જ વ્યંજક નથી. એક્લા સર્વનામથી ઘરનો ઉત્કર્ષ પણ પ્રગટ થઈ શકતો હતો. પણ ‘નમિત્તિ’ ની સાથે લેતાં ઘરની હીન અવસ્થાનો અભિભંજક થાય છે. એ રીતે ઘેનુર્ની વગેરે સમજવાં જોઈએ અભિનવ મુજબ જ્યાં સર્વનામોનું વ્યંજકત્વ હોય ત્યાં સૂચન સ્મરણાકારે થાય છે.
(iv) कोऽन्यथा तुल्ये वाचकत्वे ઈ. સ્ર, ચંદન વગેરે શબ્દ ‘શૃંગાર’રસમાં ચારુત્વ વ્યંજક હોય છે. પણ ‘બીભત્સ’ વગેરે રસમાં તે અચારુત્વભંજક થાય છે. તેથી બીભત્સાદિ રસોમાં પ્રયોજવામાં આવ્યા હોવા છતાં આ સૂ, ચંદન વગેરે શબ્દ શૃંગારાદિની જેમ ચારુત્વના વ્યંજક હોતા નથી. તો પણ અનેક વાર સુંદર અર્થના પ્રતિપાદનથી અધિવાસિત હોવાને કારણે તેમનામાં તે અર્થને અભિવ્યક્ત કરવાનું સામર્થ્ય માનવું જ જોઈએ. આ ચારુત્વ વ્યંજક શબ્દોનો અન્ય શબ્દોથી ભેદ છે.
(v) વાવાશ્રયાળાનુ... અનુપ્રાસારિવ । જ્યાં કેવળ શબ્દનિષ્ઠ ચારુતાની પ્રતીતિ હોય અને એમાં અર્થજ્ઞાનની કોઈ આવશ્યકતા ન હોય એવા શબ્દનિષ્ઠ ચારુતા ઘોતક શબ્દોનો અન્ય શબ્દથી ભેદ કરનાર વિશેષ ધર્મ અનુપ્રાસાદિ શબ્દાલંકાર છે.
જ્યાં ચારુત્વ પ્રતીતિમાં અર્થજ્ઞાનની સહાયતા અપેક્ષિત હોય છે ત્યાં ‘પ્રસાદ’ ગુણ ચારુતા ઘોતક શબ્દોને અન્ય શબ્દોથી જુદા પાડે છે.
કારિકા-૧૭ અને વૃત્તિ : ‘કારિકા-૧૬ સુધી વ્યંજક તત્ત્વો પર વિચાર કરવામાં આવ્યો છે. ‘ધ્વનિ’ના વિભિન્ન ભેદ, ‘વર્ણ’થી લઈને ‘પ્રબન્ધ’ સુધી ક્યા ક્યા રૂપમાં અભિવ્યક્ત થાય છે તે જણાવ્યું છે. કા-૧૮થી એ વાત પર વિચાર કરાશે કે વિરોધ કોને કહે છે. કા-૧૮, ૧૯માં રસવિરોધના સ્વરૂપનો વિચાર કરવામાં આવશે. આ સત્તરમી કારિકામાં રસવિરોધનું પ્રકરણ લખવાનું શું પ્રયોજન છે તેનો વિચાર કરવામાં આવ્યો છે. રસવિરોધી તત્ત્વો છે અને તેનો પરિહાર પણ સંભવ છે. એથી પહેલાં વિરોધ સ્થળ બતાવીને પછી પરિહારનો પ્રકાર બતાવવામાં આવેલ છે. આ કારિકા કહે છે કે કવિ ગમે તે કાવ્યસ્વરૂપની રચના કરવા માંગતા હોય, એ પ્રબંધ કાવ્ય હોય કે મુક્તક, જો તેના મનમાં રસનિબંધનની કામના રહેલી હોય તો તેણે એ વાત માટે અત્યંત સાવધાન અને જાગૃત રહેવું જોઈએ કે તેના
Page #387
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૧૮,૧૯)
૩૮૫
ન
અભીપ્સિત રસમાં વિરોધી રસનો લેશમાત્ર પણ સમાવેરા ન થઈ જાય. જો તે આ ધ્યાન નહીં રાખે તો તેનું એક પદ્ય પણ રસમય નહીં થઈ શકે.’
ડૉ. રામસાગર ત્રિપાઠી. (પૃ. ૧૭૩). કારિકા-૧૮ અને ૧૯ : (i) રસના પાંચ પ્રકારના વિરોધીને, આ બે કારિકાનાં પાંચ વાક્યોમાં, દર્શાવવામાં આવ્યા છે.
(ii) વિરોધી રસો અને તેમને અંગેની વ્યવસ્થા ‘સાહિત્ય દર્પણ”ને આધારે શ્રી નગીનદાસ પારેખે આ પ્રમાણે આપી છે. (પૃ. ૨૧૩) ‘‘(૧) શૃંગારના વિરોધી રસો-કરુણ, બીભત્સ, રૌદ્ર, વીર અને ભયાનક,
(૨) હાસ્યના વિરોધીરસો-ભયાનક અને કરુણ. (૩) કરુણના વિરોધી- હાસ્ય અને શૃંગાર. (૪) રૌદ્રના વિરોધી- હાસ્ય, શૃંગાર, ભયાનક. (૫) વીરના વિરોધી-ભયાનક અને શાંત.
(૬) ભયાનકના વિરોધી-શૃંગાર, વીર, રૌદ્ર અને હાસ્ય. (૭) બીભત્સનો વિરોધી- શૃંગાર.
(૮) શાંતના વિરોધી-વીર, શૃંગાર, રૌદ્ર, હાસ્ય અને ભયાનક.
રસોમાં વિરોધ ત્રણ રીતે- (૧) આલંબન એક હોવાથી (૨) આશ્રય એક હોવાથી (૩) એક રસ પછી તરત જ બીજા રસનું નિરૂપણ હોવાથી (નિરંતરતાથી) થાય છે.
વીર અને શૃંગારનો; હાસ્ય, રૌદ્ર અને બીભત્સની સાથે સંભોગ શૃંગારનો; અને વીર, કરુણ તથા રૌદ્રાદિની સાથે વિપ્રલંભ શૃંગારનો વિરોધ આલંબન એકચથી જ થાય છે.
આશ્રય ઐશ્ર્ચયી વીર અને ભયાનકનો તથા નૈરન્તર્ય તથા વિભાવ એકચથી શાંત અને શૃંગારનો વિરોધ થાય છે.
(ii) વિòધિસમાનપરિપ્રો અહીં ‘ભાવ’ શબ્દથી વ્યભિચારિભાવનું ગ્રહણ કરવાનું છે, સ્થાયિભાવનું નહીં. અગાઉના સ્થાયિભાવનો વિચ્છેદ થયા વિના વિરોધી સ્થાયિભાવનો ઉદય સંભવિત નથી. તેથી ‘ભાવ’ શબ્દ સામાન્ય વાચક હોવા છતાં પણ અહીં વ્યભિચારિભાવના અર્થમાં સમજવો જોઈએ.
(iv) પ્રાયપિતાપુ ામિનીજી... ઈ. અભિનવગુપ્તે પ્રસારે નર્તત્વ પ્રય મુવં સત્ત્વજ્ઞ વં... ઈ. શ્લોક ઉદાહરણ રૂપે આપ્યો છે. અર્થાત્, “પ્રસન્ન રહે, આનંદ પ્રગટ કર, રોષ છોડી દે; હે પ્રિયે, મારાં સુકાતાં અંગો ઉપર તારાં વચનરૂપી અમૃતનું સિંચન કર; સર્વ સુખના ધામરૂપ તારા મુખને જરા મારા તરફ ફેરવ. હે મુગ્ધ, કાલ રૂપી હરણ એક વાર ચાલ્યું ગયું એટલે તે પાછું આવી શકતું નથી.'' અહીં છેલ્લી
Page #388
--------------------------------------------------------------------------
________________
હવન્યાલોક પંક્તિમાં “અર્થાન્તરચાસ અલંકારથી શૃંગારમાં શાંતનો વ્યભિચારિભાવરૂપે પ્રવેશ થયો છે, જે શૃંગારનો વિરોધી છે. - (v) યતિ વા વૃત્તીના મતપ્રસિદ્ધાનાં... ઈ.
ભરતના નાટ્યશાસ્ત્રમાં કેશિકી, સાત્ત્વતી, ભારતી તથા આરભટી ચાર વૃત્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વૃત્તિઓના અનુચિત પ્રયોગથી કે ભટ્ટ ઉદ્ભટે વર્ણવેલી ઉપનાગરિકા આદિ વૃત્તિઓના અનુચિત પ્રયોગથી પણ રસભંગ થાય છે.
(vi) : અપરાળ્યો મહાન = દુર્યશ- લોચન. આચાર્ય વિશ્વેશ્વર (પૃ. ૨૧૮) “મહાભાષ્યમાં વ્યાકરણશાસ્ત્રનાં પ્રયોજનો વર્ણવતાં ‘તે મસુરા:’ પ્રતીકથી “અપશબ્દ થી બચવું પણ એક પ્રયોજન બતાવ્યું છે. (મહાભાષ્યપસ્પશાનિક) જે રીતે વૈયાકરણને માટે અપશબ્દનો પ્રયોગ મ્લેચ્છતાપાદક હોવાથી અત્યંત પરિવર્જનીય છે તે પ્રકારે કવિને માટે નીરસ કાવ્યની રચના અપશબ્દ સદશ હોવાથી નિન્દનીય છે.
કારિકા-૨૦ અને વૃત્તિ
૨૦.૧ (i) વિપ્રતમ તાનાં ચાધ્યાવીનાન્ ! આ પંક્તિનો આશય એ છે કે રસોના વ્યભિચારિભાવ બધા મળીને ૩૩ માનવામાં આવ્યા છે તેમાંથી ઉગ્રતા, મરણ, આલસ્ય અને જુગુપ્સા સિવાય બાકીના શૃંગારરસના વ્યભિચારિ.. ભાવ હોય છે.
વ્યાધિ વગેરે “કરુણ રસ નાં અંગ હોવાથી વિપ્રલંભશૃંગાર’ની સાથે તેનો વિરોધ હોઈ શકે છે, પણ તે શૃંગારનાં પણ અંગ છે તેથી તેનું વર્ણન થઈ શકે છે. જે શૃંગારનાં અંગ નથી કેવળ કરુણનાં અંગ છે, તેનું વર્ણન દોષજનક થશે. તેથી નહીં કરવું જોઈએ. | (i) વિહુ નિવઃ મત્યન્તવિરોધી | જ્યાં મરણ પણ શૃંગારનું અંગ બની શકે એવું ઉદાહરણ અભિનવે લોચનમાં, “રઘુવંશનો (૮/૧૫) શ્લોક ટાંકી આપ્યું છે. “તીર્થે તો વ્યતિવારમવું નહુશાયરો... ઈ. અહીં સ્પષ્ટ જ મરણ પતિનું અંગ છે. તેથી મરણને શૃંગારનું અંગ માન્યું છે. | (ii) માર્ચ શાતા ... છે. બીજી અપ્સરાઓની સાથે ઉર્વશી સ્વર્ગમાં ચાલી ગઈ. ત્યારે વિરહોત્કંઠિત રાજા પુરૂરવાના મનમાં થતા વિચારો આ શ્લોકમાં કેમેમે વર્ણવાયા છે. આ શ્લોકમાં નીચે મુજબ વ્યભિચારિભાવો છે.
(૧) કયાં આ ન કરવા જેવું કાર્ય અને ક્યાં ચંદ્રવંશ? વિતર્ક. (૨) દેખાય એ શું ફરી?- સુક્ય.
(૩) અરે ! મેં તો કામાદિ દોષોના શમન માટે (શાસ્ત્રોનું) શ્રવણ કર્યું છે. -મતિ.
Page #389
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૨૦)
(૪) ક્રોધમાં પણ તેનું મુખ કેવું સુંદર લાગતું હતું. – સ્મરણ. (૫) ધર્માત્મા વિદ્વાનો શું કહેશે ?-શંકા.
(૬) તે તો (વે) સ્વપ્નમાં પણ દુર્લભ થઈ ગઈ. -દૈન્ય. (૭) અરે ચિત્ત સ્વસ્થ થઈ જા. – ધૃતિ.
(૮) કોણ ધન્ય યુવક તેનું અધરપાન કરશે ! ચિન્તા.
३८७
આ શ્લોકમાં વિતર્ક, મતિ, શંકા, ધૃતિ-એ શાંતરસના વ્યભિચારિભાવો છે. ઔત્સુકચ, સ્મરણ, દૈન્ય, ચિન્તા-એ શૃંગારરસના વ્યભિચારિભાવ છે. શાંત અને શૃંગારનું નૈરન્તર્ય અને આલંબન એક્ચમાં વિરોધ હોય છે. તેમનું એકત્ર વર્ણન રસિવરોધી થવું જોઈતું હતું. પણ અહીં ‘વિતર્ક’નો ‘ઔત્સુચ’થી, ‘મતિ’નો, ‘સ્મૃતિ’થી, ‘શંકા’નો દૈન્ય’થી અને ‘ધૃતિ’નો ‘ચિંતા’થી ખાધ થઈ જાય છે. તેથી દોષ નથી.
(iv) શ્રૃમિમતિ... ઈ. અહીં ‘વિપ્રલંભ શૃંગાર’ એ પ્રસ્તુત રસ છે. ચક્કર, બેચેની વગેરે કરુણનાં અંગરૂપ ચિહ્નો વર્ણવ્યાં છે. કરુણ રસ, વિપ્રલંભ શૃંગારનો વિરોધી રસ હોવા છતાં આ બધાં ચિહ્નો વિપ્રલંભનાં પણ હોઈ તેમનું વર્ણન કોષરૂપ નથી.
(v) પાન્ડુલામમ્ હત્યારો ।- આખો શ્લોક આ પ્રમાણે છે. પા′ક્ષામ વતન યં સરસ તવાનાં ૨ વપુઃ । આવેતિ નિતાન્ત ક્ષેત્રિયોનું સદ્ધિ હવન્તઃ ॥ અહીં કરુણોચિત વ્યાધિનું વર્ણન છે. પણ શ્લેષથી અહીં વિપ્રલંભશૃંગારમાં પણ નાયિકા પર તેનો આરોપ કરાયો છે. તેથી તેની શૃંગાર પ્રત્યે સમારોપિત અંગતા હોવાથી શૃંગારમાં કરુણોચિત વ્યાધિના વર્ણનમાં દોષ નથી.
(vi) જોષાત્ જોમતતોલ... ઈ. બીજા ઉદ્યોતની કા-૧૯ની વૃત્તિમાં આ શ્લોક અગાઉ આવી ગયો છે. અહીં ‘જોપાત્’, ‘વધ્વા’, ‘હન્યતે’ વગેરે શબ્દો શૃંગારના વિરોધી રૌદ્ર રસના અનુભાવો સૂચવે છે. રૂપક સંપૂર્ણ નહીં થતું હોવાથી, વધુ ઉપર વ્યાધનો આરોપ કર્યો નથી. તેથી રૌદ્રરસનો પૂરો પરિપોષ થયો નથી. પણ શૃંગારનો જ પરિપોષ થયો છે. તેથી અહીં રૌદ્રનાં અંગોનું શૃંગાર પર આરોપણ દોષરૂપ નથી.
૨૦,૨ (i) ડ્યું વાદમાવ પ્રાપ્તિન્યા... ઈ. ‘અત્યાર સુધી પ્રસ્તુત રસમાં વિરોધી ગૌણ હોય એવી સ્થિતિ દર્શાવેલ છે. હવે વસ્તુની દૃષ્ટિએ પ્રસ્તુત તેમજ વિરોધી બન્ને રસો અંગભૂત હોય તોપણ એમાં વિરોધ ન સમજવો. એટલે કે પરસ્પર વિરોધી રસો કે ભાવો વર્ણવાયા હોય, તોપણ તે બધા-બેય પક્ષના રસો કે ભાવો વાચ્યાર્થની દૃષ્ટિએ ગૌણ હોય તોપણ વિરોધ ન સમજવો.’
(ii) fક્ષો હસ્તાવનમ:... ઈ. (જુઓ. ઉ. ર, કા-૫ની વૃત્તિમાં). આ શ્લોકમાં કવિને અભિપ્રેત વાચ્યાર્થે શિવનો અતિશય પ્રભાવ વર્ણવવાનો છે. કરુણ અને
Page #390
--------------------------------------------------------------------------
________________
૩૮૮
- વન્યાલોક વિપ્રલંભના વિરોધી ભાવોનું વર્ણન હોવા છતાં એ વાચ્યાર્થની દષ્ટિએ ગૌણ થતું હોઈ વિરોધ નથી.
(ii) દ જી પતત્તિ. ઈ. અહીં હિં', અને 'જી' એ બંને વિરોધી છે. “ત' અને રિ', તથા ‘વ’ અને ‘નૌને સમવાર” એ વિરોધી વાત છે. અહીં એવું વિધાન નથી કર્યું પણ ધનિકોના વાચકોની સાથે આ પ્રકારના વ્યવહારનો માત્ર અનુવાદ કરેલ છે. વિધિ અંશમાં જો આ પ્રકારે વિરોધીઓનો સમાવેશ થયો હોત તો દોષ થાત પણ અહીં અનુવાદ અંશમાં તેનો સમાવેશ દોષકારક નથી. અહીં મુખ્ય વિધાન ધનવાનો યાચકોને રમકડાં બનાવી રમે છે –એ છે. આખા શ્લોકમાં, દયા વગરના શાહુકારના મનની સ્થિતિ વર્ણવવાની મુખ્ય વિવેક્ષા છે. તેમાં આવ-જા વગેરે વિરોધી વચનો ગૌણ છે, આથી વિરોધ દૂર થાય છે. પણ કંઈ પણ સંબંધ વગર કોઈને ‘આ’, ‘જા’ એમ બે વિરોધી વચનો આપણે કહીએ તો એ બન્નેની પ્રધાન વિવેક્ષા છે તેથી તેમાં વિરોધ આવે.
(iv) ર ર રહેવુ વિધિ-અનુવાવ્યવહારો છે. અહીં વિધિ અને અનુવાદ શબ્દો મીમાંસા દર્શનના પારિભાષિક અર્થમાં નથી. અહીં તે શબ્દો અનુક્રમે મુખ્ય અને ગૌણ અર્થના બોધક છે. વિધિ શબ્દ લક્ષણાથી કેવળ પ્રધાન અર્થને અને અનુવાદ શબ્દ અપ્રધાન અર્થને સૂચિત કરે છે. આવા પ્રધાન અને ગૌણભાવ રસોમાં પણ હોઈ શકે છે. તેથી તે બન્નેના સમન્વયમાં દોષ નથી.
| (y) અર્થ ન નોf. ઈ. ‘પૂર્વપરિચિત ભાવોનાં સ્મરણો પણ, આપણા તે તે ભાવમાં વધારો કરે છે. આ શ્લોક, શૃંગારના સ્મરણથી કરુણમાં વધારો થયાનું દષ્ટાન્ત છે. રણભૂમિમાં પડેલા ભૂરિશ્રવાનો હાથ જોઈને, તેની રાણીઓ આ રીતે શોક કરે છે. આ હાથ આવા આવા ભોગોનું નિમિત્ત હતો તે, આજે નથી, એમ વિરોધ (contrast) થી કરુણતા વધે છે. આમાં શૃંગાર-કરુણ વચ્ચે વિરોધ રહેતો નથી.' શ્રી ડોલરરાય માંકડ (પૃ. ૨૯૧) એ રીતે ‘ક્ષિણો દસ્તાવનમઃ'...ઈ. બ્લોકમાં અગ્નિથી ત્રસ્ત ત્રિપુયુવતીઓનો કરુણ, પ્રધાન રૂપથી વાક્યર્થ છે. પણ શિવનાં બાણોના અગ્નિની ચેષ્ટાઓના અવલોકનથી પૂર્વાનુભૂત પ્રણયક્લહના વૃત્તાન્તનું સ્મરણ, શોકનો ઉદ્દીપનવિભાવ બનીને તેને વધુ પરિપુષ્ટ કરે છે. | (vi) #ામન્ય: સતકોમતીતિ.. ઈ. અહીં શત્રુની સ્ત્રીઓની એવી ચેષ્ટ વર્ણવી છે, જેને મળતી ચેષ્ટાઓ લગ્ન વખતે પણ કરવામાં આવે છે. અહીં વિવાહની સ્મૃતિ, શત્રુ-સ્ત્રીઓના અત્યારના વિપત્તિમૂલક શોકરૂપ સ્વામિભાવનો ઉદ્દીપન વિભાવ બનીને અતિશય શોકને વ્યક્ત કરે છે. અહીં વાર્ષનુઘોતાના' માં વિવાહકાળમાં આંસુનો સંબંધ હોમાગ્નિના ધૂમથી અથવા પરિવાર અને ઘરનો ત્યાગ કરાતો હોઈ તેના દુઃખને કારણે સમજવો જોઈએ. આ શ્લોકમાં કરુણ અને શૃંગારનો વિરોધ નથી.
Page #391
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ.૩/૨૧,૨૨,૨૩,૨૪)
કારિકા-૨૧, ૨૨, ૨૩ અને વૃત્તિઃ (i) એક પ્રબંધમાં રસોનું નિરૂપણ હોય ત્યારે કવિએ કોઈ પણ એક રસને પ્રધાનરસ તરીકે (અંગી) નિરૂપવો જોઈએ. બાકીના અંગ તરીકે-ગૌણ તરીકે બહેલાવવા જોઈએ.
પ્રશ્ન એ છે કે ગૌણ રસ જો પરિપોષ પ્રાપ્ત હોય તો તે અંગ નહીં થઈ શકે, પ્રધાન જ રહેશે. અને જો પરિપોષ પ્રાપ્ત ન હોય તો તે રસ નહીં કહેવાય. એવી દશામાં રસત્ય અને અંગત્ય એ બંને વાતો વિરુદ્ધ છે. આ પ્રશ્નનું સમાધાન આ કારિકા અને વૃત્તિમાં કર્યું છે.
જે રસ અંગી હોય તે તો આખા પ્રબંધમાં વ્યાપક હોય. કોઈ ભાગમાં ન દેખાય પણ પાછો તેનો આવિર્ભાવ થાય જ. છેવટ સુધી તેનું નિબંધન થતું રહે. તેથી એ વ્યાપક બને. બીજા અંગભૂત રસો એવી રીતે વ્યાપક ન હોય. તેનું નિબંધન તો પ્રબંધમાં અમુક પ્રસંગ પૂરતું જ હોય. આથી એમનો વિરોધ ટળી જાય છે.
ii) તથાલિયર્સ પ્રશરીરી. ઈ. જેવી રીતે કથાવસ્તુમાં તેવી રીતે રસમાં પણ અંગ-અંગીની દૃષ્ટિએ વિરોધ આવતો નથી. પ્રબંધમાં એક વસ્તુ આધિકારિક હોય અને એને ઉપકારક બીજું પ્રાસંગિક હોય છતાં એમની વચ્ચે વિરોધ આવતો નથી. તેવું જ રસોની બાબતમાં બને છે. આધિકારિક વૃત્તમાં નિરૂપાયેલા મુખ્ય કાર્યનો જે રસ તે અંગિરસ-મુખ્યરસ અને પ્રાસંગિક વૃત્તના ગૌણ કાર્યનો રસ તે ગૌણરસ-અંગ-ગણાય છે. તેથી તેમની વચ્ચે અંગાંગિભાવ સમજી શકાય છે.
કારિકા-૨૪ અને વૃત્તિ: (i) પર્વતો રિતિ.. ઈ. આમાં “પ્રિયા રડે છે એ રતિનો ઉત્કર્ષ સુચવે છે અને ‘રણભેરી’ અને ‘યોદ્ધો’ શબ્દોથી વીરના સ્થાયિભાવ ઉત્સાહનો ઉત્કર્ષ સૂચવાય છે. દોલાયમાન થઈ રહ્યું છે સૂચવે છે કે બંને સમાન છે. તેથી વિરોધ દૂર થાય છે. - (i) ઋિત્વા... ઈ. આ શ્લોકમાં “સંધ્યા પ્રત્યેની ઈર્ષ્યાને લીધે’ શબ્દોથી ઇર્ષ્યા વિપ્રલંભ શૃંગાર અને સંધ્યોપાસના વખતની શિવની ચેષ્ટાઓના અનુકરણથી હાસ્ય અભિવ્યક્ત થાય છે. તે રતિભાવને પોષે છે. શિવ પ્રત્યેનો પ્રેમ તેમનો ઉપહાસ કરવા પ્રેરતો હોવાથી રતિ હાસ્યમાં પરિણમે. બન્ને સરખા બળવાળા હોવાથી નિરૂપણમાં દોષ નથી. | (i) | બાધકનું પોષણ ન કરવું તેને પરિપોષ-પરિહાર કહ્યો છે. આનંદવર્ધન અને અભિનવગુપ્તના નિરૂપણને આધારે ડોલરરાય માંકડ જણાવે છે કે આ પરિપોષ પરિહાર ત્રણ રીતે થાય છે. (પૃ. ૨૯૨) (૧) જે રસ અંગી હોય તેનાથી અવિરુદ્ધ એવો બીજો રસ હોય તો પણ તેને વધુ ખીલવવો નહીં. જોકે આવા અવિરોધી રસોની સરખી ખિલવણી હોય ત્યાં સુધી એ વિરોધ ન આવે.
(૨) અંગિરસથી જે રસ, વિરોધી હોય તેના વ્યભિચારીનું અતિઘણું વર્ણન ન
Page #392
--------------------------------------------------------------------------
________________
વન્યાલોક કરવું. અને કદાચ કરાઈ જાય તો પણ તરત જ અંગીના વ્યભિચારીઓનું વર્ણન કરી દેવું, જેથી સમતુલા જળવાઈ રહે.
(૩) એક મુખ્યરસ હોય અને બીજો ગૌણરસ હોય ત્યારે પણ ગૌણરસને ફરીફરીને ગૌણ રાખવાની જ મહેનત કરવી.
(iv) મુક્તકની જેમ પ્રબંધમાં પણ બે સમબલ રસો આવી શકે છે.
(y) તત્ર સર્વ શ્રેષ..નિર્વિરોથમેવા રસોના પરસ્પર અંગાંગિભાવના વિષયમાં અહીં જે બે મતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેનો આધાર ભરતમુનિના નાટયશાસ્ત્ર'ના “ભાવ વ્યંજક નામના સાતમા અધ્યાયના છેવટના ભાગમાં આવતો આ શ્લોક છે
बहूनां समवेतानां रूपं यस्य भवेद् बहु ।
જ મનાવ્યો : સ્થાપી શેષા: સરખા મતિઃ | ના. શા. ૭/૧૧૯. બન્ને મતવાળા, આ શ્લોકની ભિન્ન રીતે વ્યાખ્યા કરે છે. પ્રથમ મત મુજબ સાક્ષાત્ રસોનો અને બીજા મતમાં તેના સ્થાયિભાવોનો સાક્ષાત્ કે પરંપરા યા લક્ષણાથી રસોનો અંગાંગિભાવ યા ઉપકાર્યોપકારક ભાવ થઈ શકે છે. તેથી બંને મતોમાં વિરોધી રસોના અવિરોધનો સ્વીકાર થઈ શકે છે.
કારિકા-૨૫ અને વૃત્તિ (f) જ્યારે એક જ પ્રબંધમાં બે વિરોધી રસ હોય ત્યારે જે પ્રધાન રસ હોય તેને નાયક પરત્વે વિકસાવવો. તેનો વિરોધી રસ પ્રતિનાયકખલનાયક-પ્રત્યે વિકસાવવો. બંનેનો આશ્રય જુદો થતાં વિરોધ રહે નહીં
(ii) દેધિરવિરોધી ગેરન્તર્યવિરોધી રેતિ વિધો વિરોધી જે બે રસો એક જ પાત્રને આશ્રયે રહે ત્યારે વિરોધી બને તે ઐકાધિકરણ્ય વિરોધી કહેવાય છે. જે બે રસો, બીજા કોઈ રસ વચમાં આવ્યા વગર લાગલગાટ ખીલવાય ત્યારે વિરોધી બને તે નરન્તર્ય વિરોધી કહેવાય છે. આમ વિરોધી બે પ્રકારના છે.
(ii) અર્જુનતે...કતિનું આ કાવ્યમાં એવા પ્રસંગનો સંદર્ભ છે કે જ્યારે અર્જુનના ધનુષ્યનો ભયંકર ટંકાર થવા લાગ્યો ત્યારે ઈંદ્રના શત્રુના નગરમાં કોલાહલ મચી ગયો. અર્જુનનો ઉત્કર્ષ, તેની વીરતા દર્શાવવા શત્રુઓની ભયભીત સ્થિતિ વર્ણવેલ છે. વીરરસનો આશ્રય અર્જુન છે. ભયાનક રસનો આશ્રય શત્રુઓ છે. ભિન્ન આશ્રય હોઈ વીર-ભયાનકનો વિરોધ રહેતો હતો.
કારિકા-૨૬ અને વૃત્તિ: (i) બૈરાર્ય વિરોધી રસોનો વિરોધ ટાળવાને માટે એવા બે રસોની વચ્ચે કોઈ એક ત્રીજો તટસ્થ રસ મૂક્વો જોઈએ.
(i) યથા શાન્તઝુફાઓ નાનત્વે, નિવેશિતી | સમ્રાટ હર્ષવર્ધનલિખિત નાટક નાગાનંદ'માં પાંચ અંક છે. પ્રથમ ત્રણ અંકમાં ‘જીમૂતવાહન અને મલયવતીના
Page #393
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ.૩/૨૭, ૨૮, ૨૯, ૩૦) શૃંગારનું મહદંશે નિરૂપણ છે. પછીના બે અંકમાં નાગને બદલે નાયક “જીમૂતવાહન’ પોતાનું, ગરુડને સમર્પણ કરે છે તેમાં શાંત રસ છે. આ બે રસોની વચ્ચે બંનેનો અવિરોધી અભુત રસનો સમાવેશ કરવામાં આવેલ છે.
(ii) ર ર વીર તથાન્તિવઃ જ યુ: | એનો (દયા) વીરમાં સમાવેશ કરવો યોગ્ય નથી. ભરતમુનિએ, નાટકમાં આઠ રસ-શૃંગાર- હાસ્ય વગેરેની, વિભાવ, અનુભાવ વગેરે દર્શાવીને ચર્ચા “નાટયશાસ્ત્રમાં કરી છે. શાંત રસનો વિભાગ ગા. ઓ. સી.ની આવૃત્તિમાં છે. શાન્તોડપિ નવમો રસ | નાટયશાસ્ત્રમાં શાંત રસની વીગતનું કર્તુત્વ ભારતનું હોવા અંગેની બાબત સર્વસ્વીકૃત નથી. નાટક વગેરે રૂપકોમાં શાંતરસ હોઈ શકે ? દશરૂપકકાર ધનંજય અને તેમના ટીકાકાર ધનિક નાટકમાં શાંતરસનો અને આ રસ જે સ્થાયિભાવથી નિષ્પન્ન થાય છે તે “શમ” નામના ભાવનો નિષેધ કરે છે (દશરૂપક- ૪/૩૬) શમમાં, સ્થાયિભાવનું લક્ષણ નિર્વેદને લાગુ પડતું નથી. તેથી તે સ્થાયિભાવ નથી પણ વ્યભિચારિભાવ છે.
આનંદવર્ધન નાગાનંદ' નાટકમાં શાંતરસ માને છે. કેટલાક વિદ્વાનો શાન્તરસને અલગ રસ માનતા નથી તથા ‘નાગાનન્દ ને શાંત રસપ્રધાન નાટક માનતા નથી, પણ એ નાટકનો મુખ્યરસ ‘દયાવીર (વીરરસનો એક પ્રકાર) માને છે. આનંદવર્ધને ઉપર્યુક્ત વાક્યમાં આ માન્યતાનું ખંડન કર્યું છે.
કારિકા-૨૭ અને વૃત્તિ (i) મૂળુવિધ...પતિતાનપરનું યુદ્ધમાં વીરતાપૂર્વક મૃત્યુને ભેટેલા યોદ્ધાઓ દેવત્વ પામી તેમને લેવા આવેલ વિમાનોમાં બેઠા છે. તેમને ઘેરી વળેલી અપ્સરાઓ તેમના રણભૂમિ ઉપર પડી રહેલા મૃતદેહોને આંગળી ચીંધીને બતાવે છે. એ દેહોની સ્થિતિની સાથે આકાશમાં રહેલા એ વીરોની સ્થિતિને કવિ વિરોધાવે છે. | (i) મંત્ર દિ ગૃજર વિરોધી આકાશમાં ઊભેલા વીરો પરત્વે શૃંગારનું વર્ણન છે અને નીચે પડેલા દેહો પરત્વે બીભત્સનું વર્ણન છે. પણ તે વચ્ચે વીરરસની ભાવના આવે છે. વીરરસને ખીલવનાર આ વીરો, વીરતાને લીધે આ સ્થિતિએ પહોંચ્યા છે એ રીતે વિચારતાં, શૃંગાર અને બીભત્સનો વિરોધ ટળી જાય છે.
કારિકા-૨૮, ૨૯, ૩૦-વૃત્તિ (1) વિરોધી તરીકે શૃંગારનું નિબંધન હોય, પણ જો તે શિખાઉ શિષ્યને ઉપદેશ આપવા માટે હોય તો તે વિરોધી નથી.
(i) સત્યં મનોરમા રે...ઈ. લોચનકાર અભિનવગુપ્ત કહે છે તેમ અહીં શાંતના વિભાવ તરીકે બધી વસ્તુની અનિત્યતાનું વર્ણન કરવામાં આવ્યું છે. આ વર્ણન શૃંગારની રીતે ક્યું નથી. શૃંગારિક લાગે તેવા વર્ણન દ્વારા કવિએ સામાના હૃદયમાં પ્રવેશ કર્યો છે. સ્ત્રીઓ અને રમ્ય વિભૂતિઓ જેને માટે અમે ઇચ્છીએ છીએ. તે જીવન જ અસ્થિક્ષણિક છે. અહીં ક્ષણિક્તાનો અર્થ વ્યક્ત કરવા, મદમત્ત સ્ત્રીના ચંચલ નેત્રકટાક્ષની ઉપમા પ્રયોજી છે. તે “શૃંગારના વિભાવ, અનુભાવ બની શકે
Page #394
--------------------------------------------------------------------------
________________
૩૯૨
. . ધ્વન્યાલોક છે. ઉપદેશ પાત્ર શિષ્ય શૃંગારિક ઉપમા સાથે વસ્તુઓની અનિત્યતા પણ સ્વીકારી લઈ અંતે વૈરાગ્ય સુધી પહોંચી જાય છે. (ii) અભિનવે આ વિચારને વિશદ કરવા નીચેનો સ્વરચિત શ્લોક આપ્યો છે.
त्वां चन्द्रचूडं सहसा स्पृशन्ती प्राणेश्वरं गाढवियोगतप्ता ।
सा चन्द्रकान्ताकृतिपुत्रिकेव संविद् विलीयापि विलीयते मे ॥ અહીં શાંતરસના વિભાવ, અનુભાવ વગેરેનું પણ શૃંગારરસની પદ્ધતિથી નિરૂપણ કરેલ છે. અહીં શૃંગારના વિરોધી શાંતરસમાં પણ શૃંગારનો પુટ લાગી જવાથી કાવ્યમાં ચમત્કાર આવ્યો છે.
કારિકા-૩૧ અને વૃત્તિઃ અહીં વિરોધ-પરિહાર પ્રકરણનો ઉપસંહાર કર્યો છે.
કારિકા-૩૨ અને વૃત્તિ પ્રબંધમાં કવિઓ રસાદિની ખીલવણીને જ પ્રાધાન્ય આપવું. રસાદિને ઉપકારક થાય તેવા (વાચક) શબ્દો અને (વાચ્ય) અર્થની રચના કરવી. હેમેન્દ્રની પૂર્વે આનંદવર્ધને, કાવ્યમાં ઔચિત્યના મહત્ત્વનું પ્રતિપાદિત કર્યું છે.
કારિકા-૩૩ અને વૃત્તિ આખા ધ્વન્યાલોક' માં આ કારિકા પરની વૃત્તિ (આલોક) સૌથી વિસ્તૃત છે.
૩૩-૧ (i) વૃત્તયો વિધાઃ સ્થિતા | ભારતના “નાટયશાસ્ત્રમાં વર્ણવેલી કેશિકી, આરભટી વગેરે અને ભટ્ટ ઉલ્કા વગેરેએ કહેલી ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ અહીં અભિપ્રેત છે. શબ્દ રચનાની દષ્ટિથી ઉપનાગરિકા વગેરે વૃત્તિઓ અને અર્થબોધને અનુકૂળ વ્યાપારની દષ્ટિએ અભિધા, લક્ષણા વગેરેને “વૃત્તિ કહેવામાં આવે છે. વૃત્તિ શબ્દ આમ ત્રણ રીતે પ્રયોજાય છે.
વૃત્તિ, રસ અને કથાનનો સંબંધ અહીં સમજાવ્યો છે. વૃત્તિની યોજનાને ઈતિવૃત્તનો ભાગ છે. રસાદિ આત્મા છે. વૃત્તિઓ અને કથાનક શરીર છે.
(ii) મુળનિવ્યવહારો...ને તુ નીવરાટી વ્યવહારઃ |
ઈતિવૃત્ત (કથાવસ્તુ) અને રસાદિ વચ્ચે જીવ-શરીરસંબંધ કે ગુણ-ગુણી સંબંધ? જેમ રત્નોનાં કરેટ’ ઝવેરી જાણી શકે તેમ વાચ્યનું રસાદિ રૂપ– સહૃદય જ જાણી શકે વગેરે બાબતની ચર્ચા કરી વિભાવ વગેરે ભાવ અને રસાદિની પ્રતીતિ ભિન્ન છે તે બે વચ્ચે કારણ-કાર્યભાવ છે વગેરેની ચર્ચા કરવામાં આવી છે. રસાદિની અલક્ષ્યક્રમવ્યંગ્યતા પ્રતિપાદિત કરવામાં આવી છે. .
(ii) તનવધારિતપ્રવMનામુ જેમ ગીતના શબ્દોમાં વાચ્યાર્થની પ્રતીતિ વગર પણ કેવળ પ્રકરણ વગેરેના સહકારથી રસાદિની અનુભૂતિ થઈ જાય છે તેવી રીતે કાવ્યમાં પણ વાચ્ય પ્રતીતિ વગર પણ પ્રકરણ વગેરેના સહકારથી રસાદિની પ્રતીતિ થઈ શકે છે. તેથી રસાદિની પ્રતીતિમાં વાચ્યપ્રતીતિનો કોઈ ઉપયોગ નથી
Page #395
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૩૩) એવી શંકાનું સમાધાન અહીં કરવામાં આવ્યું છે. એવી રીતે પ્રતીતિ થતી હોય તો પ્રકરણ-સંદર્ભ-ન જાણનાર અને જાતે વાચ્ય-વાચકભાવને ન સમજનાર શ્રોતાઓને પણ કાવ્યના શબ્દો સાંભળવા માત્રથી રસાદિની પ્રતીતિ થવી જોઈએ. પણ એમ થતું નથી.
૩૩.૨ (i) તહેવં ચન્નમુન... ઈ. “આ ઉદ્યોતની શરૂઆતમાં’ પુર્વ
યમુનૈવ ધ્વને પ્રતિ સપ્રમેવે સ્વરૂપે, પુનર્ચામુણેન પ્રાયતે' એમ પ્રતિજ્ઞા કરી હતી, તદનુસાર અહીં સુધી વ્યંજકમુખથી ધ્વનિપ્રભેદોનું નિરૂપણ કર્યું. હવે ઉપસંહાર કરતાં પ્રથમ ઉદ્યોતમાં સમર્થિત વ્યંગ્ય-વ્યંજક-ભાવને “યૂણાનિખનન-ન્યાય થી દઢ કરવા માટે ફરી પૂર્વપક્ષ કરે છે.” (આ. વિશ્વેશ્વર પૃ. ર૫૩).
ii) પવાર્થપ્રતીતિવિ વીયર્થપ્રતીતે . અહીં કુમારિલ, પ્રભાકર એ મીમાંસકો અને વૈયાકરણો-એ ત્રણેના મતને નજરમાં રાખીને વ્યંજત્વ વિરોધી સામાન્ય પૂર્વપક્ષ કરવામાં આવેલ છે.
(ક) કુમારિલ ભટ્ટ-મીમાંસક-મુજબ રસોઈ રંધાય તે માટે બળતણના જ્વાળારૂપ અવાંતર વ્યાપારની જેમ વાક્યાર્થબોધને માટે શબ્દોના પદાર્થપ્રતિપાદનરૂપ આવન્તર વ્યાપાર ઉપાયમાત્ર છે. અર્થાત્ શબ્દોથી ઉપસ્થિત થનાર પદ-અર્યોથી, તાત્પર્યરૂપથી જે અર્થનું પ્રતિપાદન થાય છે તે જ વાક્યર્થ છે. તે જ વાચ્ય છે.
(ખ) પ્રભાકર-મીમાંસાની બીજી શાખાના આચાર્ય-એક જ દીર્ઘઅભિધા વ્યાપારથી (ધનુર્ધારીનું બાણ જેમ કવચ, શરીર વગેરે ભેદીને મર્મસ્થાને વાગે છે તેમ) વાચ્ય અને વ્યંગ્યની પ્રતીતિ થઈ જાય છે. પ્રભાકર ‘અન્વિતાભિધાનવાદી છે.
(ગ) ફોટવાદી વૈયાકરણ પદાર્થ-વાક્યર્થ વચ્ચે કારણ-કાર્યભાવ માને છે, પણ જરા જુદી રીતે.
આંનદવર્ધન ઉત્તરપક્ષમાં આ પૂર્વપક્ષનો જવાબ આપે છે. ii) તથા “બ્રીડાયTIન્નતવન'. ચેષ્ટવિશેષ... | આનંદવર્ધન અહીં અભિધા અને વ્યંજનાનો સ્વરૂપભેદ સમજાવે છે. અર્થ વ્યક્ત કરવાની શક્તિ ધરાવતા શબ્દની શક્તિ તે અભિધા કહેવાય છે. જ્યારે વ્યંજના તો ગીત વગેરેના અવાચકઅર્થ વગરના શબ્દ- અવાજમાં પણ જોવામાં આવે છે. જેમાં શબ્દ બિલકુલ હોય નહિ. એવી ચેષ્ટાઓ મારફતે પણ અર્થ વ્યંજિત થઈ શકે છે. તેથી તે બન્ને એક નથી.
(iv) ર પાર્થવાયાર્થચાયો... ઈ. તાત્પર્યવૃત્તિમાં માનનારા અભિહિતાન્વયવાદી કુમારિલભટ્ટ અને તેમના અનુયાયીઓના મતનું ખંડન કરવા પદાર્થ વાક્યાર્થચાયનું ગ્રંથકાર ખંડન કરે છે.
સ્ફોટવાદી વૈયાકરણ તો આ પદાર્થ અને વાક્યર્થવિભાગને અપારમાર્થિક
Page #396
--------------------------------------------------------------------------
________________
૩૯૪
ધ્વન્યાલોક
અસત્ય-માને છે. અખંડ ‘સ્ફોટ’ જ સત્ય છે. તેથી વૈયાકરણમત પ્રમાણે પદાર્થવાકચાર્ય ન્યાય સ્વીકારવામાં આવતો નથી.
ભાટ્ટમીમાંસકો જે પદ્મપદાર્થ વગેરે વ્યવહાર અસત્ય માનતા નથી, તેમના મતે પણ ઘટ અને તેના સમયાયિકારણનો ન્યાય લાગુ પડશે. જ્યારે ઘટ બને છે ત્યારે તેનું સમયાયિકારણ કપાલ અલગ પ્રતીત થતું નથી. એ રીતે વાચ બની જતાં પદોની અને વાકચાર્ય પ્રતીતિમાં પદાર્થોની પ્રતીતિ અલગ થતી નથી. ભાક્રમત, નૈયાયિકમત અને પ્રાભાકર મત મુજબ પદાર્થ-વાચાર્ય-ન્યાય બનતો નથી.
બૌદ્ધ દર્શન ક્ષણભંગવાદી છે. તે મત મુજબ પદોનું અસ્તિત્વ નથી.
સાંખ્ય સિદ્ધાંતમાં પણ વાકચાર્યની પ્રતીતિના કાળમાં પદાર્થ તિરોહિત થઈ જાય છે.
ગ્રંથકારની દલીલ આવી છે કે ‘આખા વાકચનો અર્થ સમજીએ ત્યારે જે શબ્દનું એ વાકય બનેલું છે તે શબ્દોના અર્થની સમજણ રહેતી નથી. એટલે કે વાચાર્ય અને પદ– અર્થ – પદાર્થ- બેયની સમજણ આપણને અકીસાથે મનમાં રહી શકે નહીં, પણ એવું વાચ્ય અને વ્યંગ્યમાં નથી. વ્યંગ્યાર્થ સમજીએ ત્યારે પણ એની સાથે વાચ્યાર્થનો અમુક અંશ તો સમજાય જ છે, માટે વાચ્યવ્યંગ્ય વચ્ચે પદાર્થ વાકચાર્યનો ન્યાય નથી.’ એમની વચ્ચે ઘટપ્રદીપન્યાય શકચ છે. (ડોલરરાય માંકડ પૃ. ૨૯૯) ૩૩,૩ (i) મુળવૃત્તિસ્તૂપારેખ... ઈ.
લક્ષણાની ત્રણ શરતો- મુખ્યાર્થબાધ, તદ્યોગ, રૂઢિ અથવા પ્રયોજન. તદ્યોગ-સંબંધ. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે સાદશ્ય સંબંધ હોય તો ગૌણી લક્ષણા અને સાદક્ષેતર સંબંધ હોય તો શુદ્ધા લક્ષણા છે એમ શ્રી મમ્મટાચાર્ય વગેરે આચાર્યો કહે છે. આનંદવર્ધને શુદ્ધા લક્ષણા માટે લક્ષણા શબ્દ અને ગૌણી માટે ગુણવૃત્તિ શબ્દ પ્રયોજ્યો છે. ગુણવૃત્તિ અને લક્ષણા બન્નેથી વ્યંજના ભિન્ન છે એમ હવે સમજાવવામાં આવે છે.
(ii) સીલા મલપત્રાળિ... ઈ. કુમારસંભવનો આ શ્લોક, આ ગ્રંથમાં અગાઉ પણ ઉલ્લેખાયેલ છે. આ શ્લોકમાં પાર્વતી નીચું જોઈને ક્રીડાકમળની પાંદડી ગણવા માંડ છે એ અર્થ કાયમ જ રહે છે. જેમ કે પ્રદીપ સ્વયં પ્રકાશતો રહીને બીજા પદાર્થને-બીજી વસ્તુને-પ્રકાશિત કરે છે તેમ વાચ્યાર્થ પાર્વતીની લજ્જારૂપી બીજા અર્થને વ્યંગ્યાર્થને સૂચવે છે.
(iii) अस्खलद्गतित्वं समयानुपयोगित्वं पृथगवभासित्वञ्चेति त्रयं कथमपनुयते । २५। વાચની શરૂઆતનાં ત્રણ પડો આચાર્ય વિશ્વેશ્વરની આવૃત્તિમાં છે જ્યારે આચાર્ય જગન્નાથ પાઠક અને ડૉ. રામસાગર ત્રિપાઠીની આવૃત્તિમાં નથી. આ ત્રણ પદસમૂહો ‘નિર્ણયસાગર’ની આવૃત્તિમાં તથા ‘દીધિતિ’ ટીકામાં આ પછીના ‘પેરેગ્રાફ’ ચેતિ ત્રય' ની પહેલાં છે. ત્યાં વિશ્વેશ્વરની આવૃત્તિમાં આ પદસમૂહો નથી.
Page #397
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૩૩)
૩૯૫ (iv) “ગુણવૃત્તિ (લક્ષણા) અને વ્યંજનાના સ્વરૂપમાં ત્રણ રીતે ભેદ છે. (૧) વ્યંજનામાં શબ્દની શક્તિ બાધિત થતી નથી, લક્ષણામાં થાય છે. (૨) વ્યંજનામાં સંકતનો ઉપયોગ નથી, જ્યારે લક્ષણામાં મુખ્યાર્થ (=વાચ્યાર્થ)નો બાધ સમજવા મુખ્યર્થ જાણવો પડે છે. તે સંતને આધારે જાણી શકાય છે. (૩) વ્યંજનાથી આવતો અર્થ, વાચ્યાર્થીની સાથોસાથ તેનાથી જુદે રૂપે પ્રતીત થાય છે, જ્યારે લક્ષણામાં મુખ્યાર્થ અને લક્ષ્યાર્થ એકરૂપ થઈ જાય છે. આમ ત્રણ રીતે વ્યંજના ગુણવૃત્તિથી-લક્ષણાથી જુદી પડે છે.’ નગીનદાસ પારેખ (પૃ. ૨૬૯)
() રાત્ કરવા પ્રતીતિપૂર્તિા...ગં ગુણવૃત્તિ વ્યવહાર તે પૂર્વપલ્સ-કેમકે ત્યાં વાચ્ય અને વ્યંગ્યની અલગ-અલગ અને કમથી પ્રતીતિ થાય છે. તેથી ‘વિવક્ષિતા પરવાચ્ય ધ્વનિમાં ગુણવૃત્તિ રહી શક્તી નથી. એવી રીતે આગળ કહેલ હેતુથી ગુણવૃત્તિમાં ‘વિવક્ષિતાન્યપરવાચ્ય ધ્વનિ રહી શક્તો નથી.
(vi) તીક્ષ્ણત્વામિનવે..પુનરુમ્ |
આ ત્રણ ઉદાહરણ અભેદોપચારરૂપ ગુણવૃત્તિનાં આપવામાં આવ્યાં છે. માણવકમાં અગ્નિનો, મુખમાં ચંદ્રનો અભેદ-આરોપમૂલક ઉપચાર વ્યવહાર હોવાથી આ ગૌણીનાં ઉદા. છે. આ વાચ્ય ધર્માશ્રય (રૂઢિહેતુક)નાં ઉદા. આપ્યાં છે. પણ મળવળ માં તેજસ્વિતા વગેરે અને બીજા ઉદા.માં ‘મહત્વતિશય રૂપ પ્રયોજન વ્યંગ્ય છે. તેથી આ ઉદા. વ્યંગ્યધર્માશ્રયનાં ન બની જાય તેથી લોચનકાર મુજબ “
તીર્ઘાત્’ અને ‘મહાત્વાતિ’ શબ્દો ઉદા સાથે મૂક્યા છે. તેથી તીર્ણત્વ વગેરે ધર્મ શબ્દોપાત્ત થતાં વ્યંગ્ય નથી. ત્રીજું ઉદા. સ્પષ્ટ રીતે વાચ્યધર્માશ્રયનું છે.
૩૩.૪ (i) પાધિ ! उप स्वसमीपवर्तिनि स्वधर्ममादधातीति उपाधिः ।
અર્થાત્ “જે પોતાના સમીપવર્તી, પોતાનાથી સંબદ્ધ પદાર્થમાં પોતાનો ધર્મ મૂકે છે તે ‘ઉપાધિ કહેવાય છે. જેમ જપા કુસુમને (એ પ્રકારનું લાલ ફૂલ) જો દર્પણની પાસે રાખવામાં આવે તો ફૂલની લાલાશ દર્પણમાં જોલશે. આ દષ્ટાંતમાં જપાકુસુમ ઉપાધિ છે. દર્પણમાં દેખાતી લાલાશ “ઔપાધિક' કહેવાય છે. વાચક– એ શબ્દની સ્વાભાવિક નિત્ય શક્તિ છે. પ્રકરણ વગેરેની વિશિષ્ટતારૂપ બીજી સામગ્રીના યોગથી શબ્દ અર્થને વ્યક્ત કરે છે. તેથી પ્રકરણ વગેરે અન્ય સામગ્રી ‘ઉપાધિ છે અને તેના સહકારથી શબ્દમાં દેખાતો વ્યંજત્વધર્મ “ઔપાધિક છે.
(i) નિજત્વચાય... ઈ. અહીં ન્યાયદર્શનના પારિભાષિક શબ્દો પ્રયોજાયા છે. પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ, એ ચાર પ્રમાણો, જ્ઞાન પ્રાપ્તિનાં સાધન છે. અનુમાન બે પ્રકારનું છે, સ્વાર્થ અને પરાર્થ. ભારતીય ન્યાયમાં અનુમાન વાક્ય પાંચ અવયવવાળું છે. જેમકે
Page #398
--------------------------------------------------------------------------
________________
- વન્યાલોક (१) पर्वतो वह्निमान् (२) धूमात् (३) यत्र यत्र धूमः तत्र तत्र वह्निः यथा महानसे (૪) તથા ૨ ચમ્ (૧) તHIC તથ - -
જેમાં અનુમાન કરવામાં આવે છે તે પક્ષ (જેમકે પર્વત) કહેવાય છે. જેનું અનુમાન કરવામાં આવે તે ‘સાધ્ય’ (જેમકે વનિ)યાને ‘લિંગી' કહેવાય છે. જેને લીધે-જે કારણે પક્ષમાં સાધ્યનું અનુમાન કરવામાં આવે છે તેને સાધન (જેમકે ધૂમ) યાને લિંગ કહેવાય છે. મહાનસ-રસોડું -સપક્ષ છે. 'વ્યતિરેક વ્યાપ્તિમાં મહાદૂધ-જળાશય-વિપક્ષ છે. જ્યાં જ્યાં ધૂમ ત્યાં ત્યાં અગ્નિ જેમકે રસોડામાં-તે વ્યાતિ વાક્ય છે.
શબ્દમાં વ્યંજત્વ હોવું કે નહોવું એનો આધાર વાપરનારની ઇચ્છા ઉપર છે, એટલે શબ્દની બાબતમાં એ અનિયત છે, પણ જે શબ્દ વ્યંજક તરીકે વપરાયો હોય, તેની બાબતમાં તો એ વ્યંજત્વ પોતાનું કામ કરે છે જ.
આપણે ધૂમ અનેકવાર જોઈએ પણ દરેક પ્રસંગે એ લિંગ તરીકે કામ કરતો નથી હોતો. જ્યારે આપણે અનુમાન કરવાની ઇચ્છા કરીએ છીએ ત્યારે ધુમાડો લિંગ બને છે. તે સિવાય એનામાં અગ્નિનું અનુમાન કરાવવાની શક્તિ હોવા છતાં એ પ્રગટ થતી નથી. એ પ્રગટ થવાનો આધાર એને જોનારની ઇચ્છા ઉપર છે. શબ્દમાં વ્યંજક બનવાની શક્તિ તો હોય છે, પણ તેનો આધાર ઉપાધિઓ ઉપર છે. એ રીતે વ્યંજક શબ્દને વ્યંગ્ય અર્થનો બોધ કરાવવાને માટે પ્રકરણાદિ વૈશિષ્ટયરૂપ સામગ્રીની સહાયતા જરૂરી છે. આલોકકારે અહીં કેવળ ઈચ્છાધીનત્વને જ લિંગ–ન્યાયનું પ્રવર્તક માનેલ છે. (ii) સર્વાિિમતિશેષ્યમિત્યપર્યત્ન: માર: |
આ ભાગ સમજાવતાં લોચનકાર કહે છે કે એ વ્યંજના કોઈવાર, વક્તાના અભિપ્રાયની બાબતમાં બને છે તેમ, અનુમાનરૂપે, તો કોઈવાર દીપની બાબતમાં બને છે તેમ, પ્રત્યક્ષ વ્યંજકરૂપે, તો કોઈ ગીત ધ્વનિની પેઠે રસાદિના કારણરૂપે, કોઈવાર વિવક્ષિતવાચ્ય ધ્વનિ પેઠે, અભિધાના સહકારમાં, તો કોઈવાર અવિવક્ષિતવાચ્યધ્વનિની પેઠે લક્ષણાના સહકારમાં, એમ વિવિધ પ્રકારે જોવા મળે છે. એ કોઈ વાર વાચક શબ્દો દ્વારા તો કોઈવાર અવાચક શબ્દ દ્વારા પણ પ્રગટ થાય છે.” નગીનદાસ પારેખ (પૃ. ૨૮૮) | (iv) વિમતિવિષય ... ઈ. શ્લોક કેટલીક પ્રતોમાં કારિકા-૩૪ તરીકે છે તો કેટલીક પ્રતોમાં કા-૩૩ના અંતે ઉધૃત કરાયેલ, પરિકર શ્લોકની જેમ, જોવા મળે છે.
કારિકા૩૪,૩૫ અને વૃત્તિ (i) હવે આનંદવર્ધન ‘ગુણીભૂત વ્યંગ્ય કાવ્યનું નિરૂપણ કરે છે. જ્યાં વ્યંગ્ય અર્થ કરતાં વાચ્ય અર્થ વધુ ચમત્કારી હોય તે (કાવ્ય)ને ‘ગુણીભૂતવ્યંગ્ય કહે છે.
Page #399
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૩૬,૩૭) તેના આઠ ભેદ માનવામાં આવ્યા છે. (૧) ઈતરાંગ વ્યંગ્ય (૨) કાકુથી આક્ષિણ વ્યંગ્ય (૩) વાચ્ય સિદ્ધિનું અંગભૂત વ્યંગ્ય (૪) સંદિગ્ધપ્રાધાન્ય વ્યંગ્ય (૫) તુલ્યપ્રાધાન્ય વ્યંગ્ય (૬) અખુટવ્યંગ્ય (૭) અગૂઢવ્યંગ્ય અને (૮) અસુંદર વ્યંગ્ય.
(i) તાવળ્યસિધુ... ઈ. નદીને કિનારે સ્નાન માટે આવેલી કોઈક યુવતીને જોઈને કોઈ રસિકની આ ઉક્તિ છે. અહીં યુવતીનું નદીરૂપમાં વર્ણન છે. અહીં સિંધુ શબ્દથી પરિપૂર્ણતા, ઉત્પલ શબ્દથી કટાક્ષની છટા, ચંદ્ર શબ્દથી મુખ, હાથીનાં ગંડસ્થળથી સ્તનયુગલ, કેળનાં થડથી બંને સાથળ અને ભુજાઓ સૂચવાય છે. આ શબ્દોનો મુખ્યાર્થ અહીં સર્વથા અનુપપન્ન હોવાથી, “નિશ્વારા વાલશ્ચન્દ્રમાં ન પ્રકાશ” ઈ. ઉદાહરણની જેમ તેનો તિરસ્કાર થઈ જવાથી, તે વ્યંગ્ય અર્થ પ્રકાશિત કરે છે. તેથી “અત્યન્ત તિરસ્કૃતવાચ્યધ્વનિ’ છે. પણ તેનો આ શ્લોકમાં વાચ્ય અંશની શોભાવૃદ્ધિમાં જ ઉપયોગ થાય છે. તેથી ગુણીભૂતવ્યંગ્ય’નું આ ઉદા. છે. | (ii) સંવત #ારે-આધારિ...વિવન... ઈ. ‘રસવત્' વગેરેની ચર્ચા અગાઉ આવી ગઈ છે. “રસવ વગેરે અલંકારો “ગુણીભૂતવ્યંગ્ય’નાં જ દષ્ટાંતો થશે, ધ્વનિ’નાં નહીં.
આધિકારિક વાક્ય મુખ્યવાક્ય. અહીં આ શબ્દ આધિકારિક વૃત્ત માટે નથી તેથી આચાર્ય વિશ્વેશ્વરે દશરૂપનું આધિકારિકવૃત્તનું લક્ષણ ઉધૂત કરેલ છે તે અપ્રસ્તુત છે. જેનાં લગ્ન થતાં હોય તે વરરાજા, નોકર હોય તોય, તેના વરઘોડામાં શેઠ કે રાજા આવ્યા હોય તો પણ વરરાજા જ મુખ્ય ગણાય છે.
(iv) યાત#રચ ગુમાવે રીપતિવિષયઃ | અલંકારોમાં પણ અલંકારનો ધ્વનિ પ્રધાન હોય ત્યારે ‘અલંકાર ધ્વનિ હોય છે. પણ અલંકારમાંથી બીજો અર્થ ગમ્ય હોય-સૂચવાયો હોય-પણ જો એ વાચ્યાર્થથી ગૌણ હોય તો “દીપક' વગેરે વાચ્યઅલંકાર સમજવો જોઈએ. પ્રસ્તુત અને અપ્રસ્તુત પદાર્થોમાં એક ધર્મનો સંબંધ થાય ત્યારે દીપક અલંકાર બને છે.
કારિકા-૩૬ અને વૃત્તિ સરિતા... ઈ. અલંકારરહિત ગુણીભૂતવ્યંગ્ય’નું આ ઉદા. છે. સમુદ્રના કુટુંબીઓની યાદી આપી છે. સમુદ્રનું ત્રિભુવન પ્રભુત્વ વ્યંગ્ય છે. પણ એ વ્યંગ્યાર્થ આશ્ચર્યકારક “અહો’ શબ્દથી ગુણીભૂત થઈ જાય છે.
કારિકા-૩૭ અને વૃત્તિ (i) વોન તિઃ | એકદેશીય રીતે. (૧) અભિનવ અને ડૉ. રામસાગર ત્રિપાઠી- એકદેશવિવર્તિરૂપકથી. (૨) આચાર્ય વિશ્વેશ્વર-સ્વાલી મુલાકન્યાયથી. (તપેલીમાં ચોખા ચઢી જઈ
Page #400
--------------------------------------------------------------------------
________________
૩૯૮
દવન્યાલોક ભાત થયો છે કેમ તે તપાસવા બેચાર દાણાની જ તપાસ કરવાથી ખબર પડે છે તે ન્યાયથી). તેઓ વધુમાં કહે છે, “વ્યંગ્ય-ઉપમાદિ અલંકારના સંસ્પર્શથી દીપક તથા વ્યંગ્ય નાયક નાયિકા વ્યવહાર મેરે વસ્તુના સંસ્પર્શથી ‘સમાસોક્તિ વગેરે અલંકારોમાં શોભાવૃદ્ધિનાં જે કેટલાંક ઉદા. આપ્યાં છે તે “સ્વાલી પુલાક ન્યાયથી આપ્યાં છે.”
(૩) ડોલરરાય માંકડ-આગળના લક્ષણકારોએ અલંકારને વાચ્યની દષ્ટિએ જ તપાસ્યો છે, વ્યંગ્યત્વની દષ્ટિએ નહીં, એટલે પણ એકદેશીય રીતે તપાસ્યો છે એમ કહી શકાય. (પૃ. ૩૧૧) | (i) સૈકા સર્વેવ વક્ટોઃિ | ભામહ-કાવ્યાલંકારનાં મુદ્રિત પુસ્તકોમાં સર્વે ને સ્થાને) સર્વત્ર પાઠ છે. પણ આનંદવર્ધનની વ્યાખ્યા અને અભિનવ મુજબ સર્વેવ પાઠ, સંમત છે. અહીં વક્રોક્તિનો અર્થ ‘બધા અલંકારો’ એમ છે. ભામહે સ્પષ્ટ કહ્યું છે કે “વાચ્ય અને શબ્દની વક્ર ઉક્તિ જ વાણીનો અભીષ્ટ અલંકાર છે. ભામહ અલંકાર- વિચાર-પરંપરાના મુખ્ય આચાર્ય હોઈ તેમનું પ્રમાણ અહીં ટાંકયું છે.
(i) યથા પોપમા તુયોગતા... ઈ. “રૂપક', 'ઉપમા’, ‘તુલ્યયોગિતા', ‘નિદર્શના આદિ અલંકાર સાદશ્યમૂલક છે. તેમાં ‘ઉપમા” સિવાય બધામાં સાદશ્ય ગમ્યમાન-વ્યંગ્ય હોય છે. તે વ્યંગ્ય સાદગ્ય વાચ્ય અલંકારના ચારુત્વાતિશયનો હેતુ હોય છે. તેથી વ્યંગ્ય, વાચ્યની અપેક્ષાએ ગૌણ હોવાથી, “ગુણીભૂત વ્યંગ્યતા’ સ્પષ્ટ છે. તેથી એ અલંકારોનાં નામ વ્યંગ્યના સાદશ્યના આધારે નહીં પણ વાચ્ય અનુસાર રાખ્યાં છે.
કેટલાક વિદ્વાનો “રૂપકોપમા” ને એક પદ માની તેને રૂપક'નું વાચક માને છે. બીજા વિદ્વાનો ‘વન્દ્ર જીવ મુહમ્' વગેરે સ્થળે વિશેષ આહ્વાદ જન્માવવાપણું રૂપી સાધર્મ્સને વ્યંગ્ય માનીને તેનો સમન્વય કરે છે. ત્રીજા વિદ્વાનો ઉપમા શબ્દથી ઉપમામૂલક અલંકારોનું ગ્રહણ કરી સંગતિ બેસાડે છે.
સમાસોતિ, આક્ષેપ, પર્યાયોક્તમાં વ્યંગ્ય અંશ વિના તેનું સ્વરૂપ નહીં બનતું હોવાથી તેમાં ગુણીભૂતવ્યંગ્યતા’ સ્પષ્ટ જ છે. (iv) મામહત્ય. ઈ. આખો શ્લોક આ પ્રમાણે છે.
प्रभामहत्या शिखयेव दीपस्त्रिमार्गयेव त्रिदिवस्यमार्गः ।
संस्कारवत्येव गिरामनीषी तया स पूतश्च विभूषितश्च ॥ કુમારસંભવ ૧/૨૮. આ શ્લોકમાં ઉપમેયનાં ત્રણ ઉપમાન હોવાથી માલોપમાં છે, પણ “માલોપમાના ગર્ભમાં દીપક છે. (v) તવં ચડ્યાં . ઈ. ભાવાર્થ એ છે કે વ્યંગ્ય સંસ્પર્શના અભાવમાં
Page #401
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૩૯)
૩૯૯
અલંકારત્વનો પણ અભાવ છે (વ્યતિરેક મુજબ), તે હોય તો અલંકારત્વ હોય છે (અન્નય મુજબ). શાસ્ત્રોનાં નીચેનાં કેટલાંક ઉદા. માં વ્યંગ્ય નથી તેથી ચારુતા નહીં હોવાથી જે તે અલંકારના લક્ષણ મુજબ એ નામનો અલંકાર કૌંસ મુજબનો લાગે છતાં તેને અલંકાર ગણાય નહીં.
(૧) ગૌરિવ ત્રયઃ (ઉપમા) (૨) આવિત્યો યૂપઃ (રૂપક), (૩) સ્થાણુર્વા પુરુષો વન (સંદેહ) (૪) ગુૌ વં રગતમ્ (ભ્રાંતિમાન) (૬) શુૌ નેવું રનતમ્ ચ શુિ (અપક્કુતિ), (૬) આદ્યન્તૌ વિતૌ (યથા સંખ્ય)...ઇત્યાદિ અલંકાર નથી કેમકે તેમાં વ્યંગ્ય નથી, ચારુતા નથી.
કારિકા-૩૯ અને વૃત્તિ:
(i) જાનેં । કાકુથી. કાકુ એટલે સ્વરની અમુક જાતની હલક. કાકુથી બોલીએ ત્યારે બે અર્ધો હોય. તેમાંથી બીજો અર્થ-વ્યંગ્યાર્થ જ્યારે ગૌણ હોય ત્યારે ગુણીભૂતવ્યંગ્ય થાય.
(ii) સ્વસ્થા મવન્તિ... ઈ.
ભટ્ટનારાયણના વેણીસંહાર (૧/૮)નો આ શ્લોક ભીમ બોલે છે. સંપૂર્ણ શ્લોક આ પ્રમાણે છે.
लाक्षागृहानलविषान्नसभाप्रवेशः
प्राणेषु वित्तनिचयेषु च नः प्रहृत्य । आकृष्टपाण्डववधूपरिधानकेशाः
स्वस्था भवन्ति मयि जीवति धार्तराष्ट्राः ॥
છેલ્લું પાઠ હકારાત્મક વાચ તરીકે ખોલવામાં આવે અને પ્રશ્નાર્થ તરીકે બોલવામાં આવે તો બે અલગ અર્થ થાય છે.
(iii) શ્રી નગીનદાસ પારેખનું અવલોક્ન આ મુજબ છે, ‘‘લોચનકાર જ્યાં જ્યાં ‘કાકુ’ હોય ત્યાં બધે જ ‘ગુણીભૂતવ્યંગ્ય’ માને છે, જ્યારે મમ્મટ વગેરે એમ માને છે કે જ્યાં ‘કાકુ’થી સમજાતો વ્યંગ્યાર્થ ગૌણ હોય ત્યાં ‘ગુણીભૂતવ્યંગ્ય’ અને પ્રધાન હોય ત્યાં ‘ધ્વનિ' ગણાય. દીધિતીના લેખક પણ એમ જ માને છે, અને તેથી કારિકા અને વૃત્તિનો અર્થ પણ એ રીતે ઘટાવે છે. મૂળમાં ‘વ્યક્ષસ્ય મુળીમાવે’ છે તેના બે અર્થ થઈ શકે : ‘વ્યંગ્ય જ્યારે ગૌણ હોય ત્યારે ‘અને ‘વ્યંગ્ય ગૌણ હોઈને.’’લોચનકાર બીજો અર્થ લે છે, ‘દ્વીધિતી’ ટીકાના લેખક પહેલો અર્થ સ્વીકારે છે.’’ (પૃ. ૨૯૯)
(iv) ઞમ ઞસત્ય:... ઈ. અહીં ‘સ્વયં નીચ વાળંદ પર અનુરક્ત છું અને અમારા પર આક્ષેપ કરે છે’ ઇત્યાદિ અનેક વ્યંગ્ય, અનેક પદોમાં ‘કાકુ’ દ્વારા સમજાય છે, પણ તે ગૌણ છે, માટે એ ‘ગુણીભૂતવ્યંગ્ય’નું ઉદાહરણ છે.
Page #402
--------------------------------------------------------------------------
________________
. દવન્યાલોક કારિકા-૪૦ અને વૃત્તિઃ ‘અહીં ચેતવણી આપતાં લેખક કહે છે કે કેટલીક જગ્યાએ ધ્વનિ’ અને ‘ગુણીભૂતવ્યંગ્ય’ બન્ને જાતના અર્યો કરવા શક્ય હોય, તેમાં જો “ગુણીભૂતવ્યંગ્ય’ અર્થ બધી દષ્ટિએ યોગ્ય લાગતો હોય તો પછી ધ્વનિના અનુરાગી ન થવું. વૃત્તિમાં આપેલ બન્ને ઉદા.માં બન્ને શક્ય છે છતાં ‘ગુણીભૂત વ્યંગ્ય’ વધુ યોગ્ય છે. આ શ્લોકોમાં લજ્જા વગેરે ભાવો, પ્રણયકોપ વગેરે વ્યંગ્ય થાય છે. પણ આ વ્યંગ્યાર્થ લગભગ વાચ્યાર્થ જેવો થઈ જાય છે. તેથી અહીં ‘ગુણીભૂતવ્યંગ્ય માનવું વધુ યોગ્ય છે.
કારિકા-૪૧ અને વૃત્તિ: (i) સુરથ ધા... ઈ. સંદર્ભ એવો છે કે કૃષ્ણ કોઈની સાથે રમણ કરી બેધ્યાનમાં તેનું જ વસ્ત્ર પહેરી લઈને પાછા આવ્યા, એ જોઈને રિસાયેલી રાધાને મનાવવા કૃષ્ણ આ શ્લોકમાં પ્રયત્ન કરે છે.
અમુક કાવ્યમાં ગુણીભૂત વ્યંગ્ય હોય છતાં સમગ્ર દષ્ટિએ રસનું પ્રાધાન્ય હોય તો એને ધ્વનિનું ઉદાહરણ ગણી શકાય. પ્રસ્તુત શ્લોકમાં કવિને વિવક્ષિત અર્થ આશીર્વાદનો છે. ઇર્ષ્યા-વિપ્રલંભ ગૌણ હોઈ “ગુણીભૂત વ્યંગ્ય’ છે. પણ એકંદરે પ્રબળ રસ ચમત્કાર હોઈ વક્તાની વિરક્ષાની દરકાર ર્યા વિના એને રસ-ધ્વનિનું દષ્ટાંત માનવું જોઈએ. ગુણીભૂતવ્યંગ્યનું ધ્વનિમાં પર્યવસાન થાય છે તેનું આ શ્લોક ઉદા છે. | (i) પાનાનમ લેવો. ઈ. અહીં રાજાની સેવા, વિષ ખાવું તે, સ્ત્રીઓ સાથે વિહાર અત્યંત કષ્ટસાધ્ય અને વિપરીત પરિણામજનક હોય છે વગેરે વ્યંગ્યથી વિશિષ્ટ વાચ્ય અર્થ ચમત્કારવાળો થઈ જાય છે, એથી અહીં “ગુણીભૂત વ્યંગ્યતા છે. ‘શાંતરસ'નાં અંગ ‘નિર્વેદ' સ્થાયિભાવની તેનાથી અભિવ્યક્તિ થાય છે. પણ તેનું પ્રાધાન્ય વિવક્ષિત નહીં હોવાથી પદ અને વાક્ય બંને ‘ગુણીભૂતવ્યંગ્ય છે.
(i) ત્યત્ર ચાનતુતિ. તત્ર વતુર તાવળ્યળિો ... ઈ. શ્લોકમાં કોઈકે વ્યાજ સ્તુતિ’ અલંકાર છે એમ કહ્યું છે તેનું ખંડન કરી આ શ્લોકમાં અપ્રસ્તુતપ્રશંસા અલંકાર છે એમ ગ્રંથકારે પ્રતિપાદિત કર્યું છે.
‘વ્યાજસ્તુતિ અલંકાર ત્યારે થાય છે જ્યારે પ્રસ્તુતની નિંદા કરવામાં આવે જેનો અભિપ્રાય પ્રસ્તુતની જ પ્રશંસાનો હોય. એથી વિપરીત પ્રસ્તુતની પ્રશંસા કરવામાં આવે જેનો અભિપ્રાય પ્રસ્તુતની નિંદા કરવાનો હોય ત્યારે પણ ‘વ્યાજસ્તુતિ અલંકાર થયો કહેવાય છે.
આ શ્લોકમાં બ્રહ્માના અવિચારીપણાની નિંદા વાચ્ય છે, અને તેમાંથી આ સ્ત્રી જેવી અનન્ય સુંદરીનું સર્જન કર્યું તેની પ્રશંસા ધ્વનિત થાય છે. આમ (પૂર્વપક્ષ મુજબ) આ વ્યાજસ્તુતિ’નું ઉદા. છે.
પણ ગ્રંથકાર આનંદવર્ધન મુજબ જો આ શ્લોકના વાચ્ચાર્યનું પર્યવસાન કેવળ વ્યાજસ્તુતિ'માં થાય છે એમ માનીએ તો આખા શ્લોકની સંગતિ બેસતી નથી.
Page #403
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૪૧)
૪૦૧
આ શ્લોનો પ્રકરણસંબંધ શો છે ? કોઈ પ્રેમી આ બોલતો નથી. કારણ કે એ પોતે ‘તુલ્ય વરના અભાવે મરવા જેવી થઈ ગઈ’ એમ પોતાનું નીચું દેખાય એવું બોલે નહીં. અનાસક્ત વૈરાગી પણ આ શ્લોકનો વક્તા ન હોય. કેમકે તે તો સ્ત્રીપ્રેમની વાતથી દૂર રહે. એ ઉપરથી લાગે છે કે અહીં સ્ત્રીનું સૌંદર્ય અને તેના પ્રત્યેનો અનુરાગ પ્રસ્તુત નથી. આનંદવર્ધન મુજબ પોતાને અપ્રતિમ વિદ્વાન ગણનાર કોઈ અભિમાની પુરુષ આ શ્લોક બોલે છે. ‘હું એટલો મોટો વિદ્વાન છું કે મારે લાયક બીજું કોઈ નથી. તો પછી ઈશ્વરે મને શું કામ સર્જ્યો ?′ એમ ‘નિર્વેદ’માં આ શ્લોક્નો અર્થ પરિણમે છે. તેથી અનુપમ સુંદર સ્ત્રી જે અહીં અપ્રસ્તુત છે તેના વર્ણનથી પ્રસ્તુત વિદ્વાન સમજાય છે તેથી ‘અપ્રસ્તુત પ્રશંસા’ છે એમ આનંદવર્ધનનું કહેવું છે.
(iv) તથા ચાય ધર્મનીãઃ જો / આશરે ઈ. સ. ચોથા સૈકામાં ધર્મકીર્તિ નામના બૌદ્ધાચાર્ય થઈ ગયા. આ બૌદ્ધ દાર્શનિક ‘ધર્મકીર્તિ’ના બે ગ્રંથ ‘પ્રમાણવાર્તિક’ અને ‘ન્યાયબિંદુ, બૌદ્ધ ન્યાયના ઉત્કૃષ્ટગ્રંથ છે. આનંદવર્ધન મુજબ તાવન્યદ્રવિજો... ઈ. શ્લોક ‘ધર્મકીર્તિ’નો હોવાનો સંભવ છે. તેના ટેકામાં ‘ધર્મકીર્તિ’નો બીજો શ્લોક ‘અનધ્યવસિતા... ઇ.’ ઉદ્ધૃત કરે છે. એ શ્લોકમાં પણ ‘મારા મતને સમજનાર કોઈ છે જ નહીં તેથી મારો મત નકામો જ જશે ?’' એવા નિર્વેદમાં પરિણમતો અર્થ છે. આથી તેમનું આવું માનસ હતું. એથી તાવય દ્રવિો... ઈ. શ્લોકનો કર્તા પણ એજ હોય એવો સંભવ છે.
૪૧,૨ (i) અપ્રસ્તુતપ્રશંસાયાં ચ યમ્રાજ્ય... ઈ. (૧) જેમાં વાચ્યાર્થ વિવક્ષિત હોય (૨) જેમાં તે અવિવક્ષિત હોય (૩) જેમાં તે અમુક અંશે વિવક્ષિત અને અમુક અંશે અવિવક્ષિત હોય-એમ અપ્રસ્તુતપ્રશંસાના ત્રણ પ્રકાર આપ્યા છે.
(ii) પરાર્થે યઃ પીડામ્... ઈ. આ શ્લોકમાં શેરડીનું વર્ણન અપ્રસ્તુત છે. ગુણને નહીં જાણનાર વચ્ચે જેને રહેવું પડયું છે એવા ગુણવાનની વાત પ્રસ્તુત છે. વાચ્યાર્થ વિવક્ષિત છે, જે શેરડીને લાગુ પડે છે.
(iii) અમી યે દૃશ્યન્તે... ઈ. આ શ્લોકમાં વિવેક્શન્ય લોકોમાં જઈ પડેલા કોઈ ગુણવાનની કદર થતી નથી એવો પ્રસ્તુત અર્થ, આંખની અપ્રસ્તુત વાતથી કહેલ હોઈ અપ્રસ્તુતપ્રશંસા છે. અહીં પણ વાચ્યાર્થ વિવક્ષિત છે.
(iv) શાોટમ્ । શ્રી નગીનદાસ પારેખ મુજબ ‘“શાખોટકને નિઘંટુમાં ભૂતના વાસનું વૃક્ષ કહ્યું છે. એનાં ફળ પીળાં, છાલ સખત અને છાંયો બહુ જ ઓછો હોય છે. બાપાલાલ વૈઘજી એને ‘સરેટો’ કહે છે, કરાડી મટવાડ તરફ એને ‘કડુ’ કહે છે.’’
(v) ઉત્પયનાતાયા.... ઈ. ‘આ ઉદા. એ બતાવવા માટે છે કે કોઈ વાર ‘અપ્રસ્તુતપ્રશંસા’માં વાચ્યાર્થ અમુક અંશે વિક્ષિત અને અમુક અંશે અવિવક્ષિત હોય. ‘ખોરડીને વાડ કરે’ એવો વાચ્યાર્ય સંભવિત નથી તેમ અસંભવિત પણ નથી.
Page #404
--------------------------------------------------------------------------
________________
४०२
દવન્યાલોક કાવ્યમાં કઈ વસ્તુ પ્રધાન અને કઈ ગૌણ છે. એનો વિવેક, કાવ્યની સમજમાં મહત્ત્વની વસ્તુ છે.
કારિકા-૪૨, ૪૩ અને વૃત્તિ: (i) અહીં પૂર્વપક્ષમાં એવો વાંધો પાડેલ છે કે ‘તમે ‘ચિત્રકાવ્ય” નામનો પ્રકાર સ્વીકારો છો તે જ બરાબર નથી. તેનો જવાબ એ આપવામાં આવેલ છે કે વર્ણન માત્ર લાગણીને ઉત્પન્ન કરે છે એ ખરું, પણ વર્ણન કરનારની ઇચ્છા એવી લાગણી ઉત્પન્ન કરવાની છે કે નહીં તે મહત્ત્વનું છે. જ્યાં એવી લાગણી ઉત્પન્ન કરવાની કવિની ઈચ્છા ન હોય ત્યાં અમે ‘ચિત્રકાવ્ય” ગણીએ છીએ. વાચ્ય-વ્યંગ્યના પ્રાધાન્યની જેમ અહીં પણ વિવક્ષા નિર્ણાયક તત્ત્વ છે. જ્યાં રસ કે કોઈ લાગણીનું ઉદ્દીપન થતું નથી ત્યાં ચિત્રકાવ્ય છે.
(i) (વયવતીપુ સપ્રજ્ઞાવાનું. (પાઠભેદ પpજ્ઞાતિજ્ઞાથાસુ) “હૃદયવતી’નું પ્રાકૃત નામ અભિનવ મુજબ હિઅઅલંલિઆ’ છે. પ્રવા: = સહૃદયી | પાઠાન્તર
જ્ઞાઃિ- (ધર્મ, અર્થ, કામ એ) ત્રિવર્ગ અને (સામ, દામ વગેરે) ઉપાયમાં કુશળ સહૃદયો તે ‘પદ્ધશી' કહેવાય છે, તેજ ગતિરિમ (પાડોશી) કહેવાય છે. ‘દીધિતિ’ ટીકામાં ઉધૃત કરાયેલ લોક મુજબ “ધર્મ, અર્થ, કામ, મોક્ષ, લોકવ્યવહાર અને તત્ત્વાર્થ એમ છમાં જે કુશળ હોય તે પ્રશી કહેવાય. શ્રી ડોલરરાય માંકડ મુજબ “આવા કુશળ માણસે બનાવેલ હૃદયવતી (ચારુત્વભરી) ગાથા તે હૃદયવતી પ્રજ્ઞીની ગાથા એમ અર્થ લાગે છે.(પૃ. ૩૧૯)
શ્રી નગીનદાસ પારેખ (પૃ. ૩૧૭) “પ્રાકૃત કોશમાં એ શબ્દ ‘હિઆલી' રૂપે આપેલો છે. તેનો અર્થ કાવ્ય સમસ્યા વિશેષ, ગૂઢાર્થ કાવ્યવિશેષ. એના ઉપરથી બંગાળીમાં ‘હેયાલી’ શબ્દ ઊતરી આવેલો છે. બંગાળીમાં તેનો અર્થ-પ્રહેલિકા, સમસ્યા. સામળની વાર્તાઓમાં નાયક-નાયિકા એકબીજાની ચતુરાઈની પરીક્ષા કરવા સમસ્યાઓ પૂછે છે, તેને આનો જ એક પ્રકાર ગણી શકીએ.
કારિકા-૪૪ અને વૃત્તિ (i) સંકર અને સંસૃષ્ટિ અલંકારોના મિશ્રણથી થતા અલંકારો છે. ધ્વનિનું વીગતે વિવેચન ર્યા પછી એના ભેદ ઉપભેદોના સંકરથી અને સંસષ્ટિથી સંખ્યા કેટલી હદે વધી જાય છે, તે આ કારિકા અને વૃત્તિમાં દર્શાવ્યું છે.
જેમાં જુદા જુદા ભેદો એકબીજાની સાથે અંગઅંગિભાવે જોડાય તે ‘સંકર અને જેમાં જુદા જુદા ભેદો સ્વતંત્ર રહીને સાથે આવે તે ‘સંસૃષ્ટિ' કહેવાય છે. “સંકરના ત્રણ પ્રકાર છે (૧) અંગાંગિભાવ કે અનુગ્રાહ્ય- અનુગ્રાહક ભાવ.
(૨) સસંદેહ (૩) એકપદાનુપ્રવેશ.
લોચનકારે ધ્વનિના શુદ્ધ ભેદ ૩૫, ગુણીભૂત વ્યંગ્યના ૩૫ અને અલંકારોનો૧ ભેદ કુલ ૭૧ ભેદ દર્શાવ્યા છે. એ ભેદોના ૩ પ્રકારના સંકર અને ૧ પ્રકારની સંસૃષ્ટિ એટલે ૭૧૮૪ = ૨૮૪ ભેદો થાય. તેને ૩૫ શુદ્ધ ભેદો સાથે ગુણતાં
Page #405
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૪૭)
૪૦૩
‘“સપ્તસમ્રાળિ વત્વારિ શતાનિ વિંશધિાનિ મન્તિ” કહ્યું છે. (૭૪૨૦) તેને બદલે ખરેખર જોતાં, ૨૮૪X૩૫=૯૯૪૦ થાય છે.
(ii) અનુબ્રાહ્યાનુપ્રામાવેન । એટલે અંગાંગિભાવ યા પ્રધાન-ગુણભાવ.
(iii) ક્ષળપ્રાધુાિ...ઈ. અહીં અર્થાન્તરસંક્રમિતવાચ્યધ્વનિ અને વિવક્ષિતાન્યપરવાચ્યધ્વનિ બન્ને સંભવે છે. બેમાંથી કોઈ એક પક્ષમાં નિર્ણય કરવાને કોઈ પ્રમાણ નથી તેથી ‘સસંદેહ સંકર’ છે.
(iv) સ્નિગ્ધશ્યામત... ઈ. ‘અસંલક્ષ્યક્રમ વ્યંગ્ય’ ધ્વનિ વિપ્રલંભ શૃંગાર છે. શોક અને આવેશએ વ્યભિચારિભાવો વ્યંજિત થાય છે. બંનેનો વ્યંજક એક ‘રામ’ શબ્દ, તેથી ‘એકાશ્રયાનુપ્રવેશ’ સંકર છે.
(v) òર્તાદ્યૂતચ્છતાનાં... ઈ. વેણીસંહાર-૫/૬૬ આ શ્લોકમાં પદોના વ્યંગ્યાર્થથી વાચ્યર્થ પુષ્ટ થઈને આખા શ્લોકનો પ્રધાન અર્થ જે રૌદ્રરસ તેનું જ અંગ બને છે.
(vi) યા વ્યાપારવતી... ઈ. આ શ્લોકમાં ‘દૃષ્ટિ આસ્વાદયોગ્ય બનાવવાનું કામ કરે છે.’ તેમાં વિરોધ છે. દૃષ્ટિ-પ્રતિભા અર્થ લેતાં વિરોધનો પરિહાર થાય છે. તેથી ‘વિરોધાભાસ’ અલંકાર છે. કવિ ખરેખર બધું નજરે જુએ છે તેથી તેની પ્રતિભામાં અમુક ચમક આવે છે. અહીં ‘દિષ્ટ’ શબ્દ ‘અર્થાન્તરસંક્રમિતવાચ્ય’ અને છે. ‘વિરોધાભાસ'ની મદદ મળે છે. એ બે વચ્ચે અનુગ્રાહ્ય-અનુગ્રાહકભાવ
સંકર થાય છે.
બંને અર્થો ‘દૃષ્ટિ’ શબ્દથી આવે છે, તેથી ‘એકભંજકાનુપ્રવેશ સંકર’ પણ છે. અહીં સંદેહસંકર પણ છે એમ ત્રણે પ્રકારનાં સંકરનાં ઉદા. મળી રહે છે.
(vii) વન્તક્ષતાનિ વૈશ... ઈ. ‘ભૂખી સિંહણ ભૂખ મટાડવા પોતાનાં બચ્ચાંને ખાતી હતી. તેને અટકાવવા જિન ભગવાને પોતાનું શરીર સિંહણને આપી દીધું. સિંહણે એમના શરીર પર નખ અને દાંતના ઘા કર્યા, ત્યારે આવો અનુપમ ત્યાગ જોઈને મુનિઓ પણ એમના તરફ જોઈ રહ્યા એવો સંદર્ભ છે.
આ શ્લોકમાં દયાને લીધે પ્રવૃત્ત થયેલ વીરરસ છે. સિંહણનું વર્ણન અપ્રસ્તુત, રાજપત્ની જેવું આપ્યું છે. તેથી ‘સમાસોક્તિ' અલંકાર છે. નખક્ષત, દંતક્ષત શૃંગારરસના શબ્દો છે, તેથી એમ સમજાય છે. મુનિઓ જેમણે કામમાત્રને વશ કર્યો છે તેઓ સ્પૃહાવાળા થયા. એમ સમજતાં વિરોધાલંકાર છે. આમ ‘સમાસોક્તિ’ અને ‘વિરોધ’ની ‘સંસૃષ્ટિ’ છે તેથી ‘વીરરસ’ સંકીર્ણ- સંકરવાળો- છે.
કારિકા-૪૭ અને વૃત્તિ (હવે રીતિઓની અનુપયોગિતા)
(i) જ્યાં સુધી ધ્વનિતત્ત્વ બરાબર નિરૂપાયું નહોતું ત્યાં સુધી રીતિઓનું પ્રતિપાદન થતું હતું તે ઠીક છે પણ હવે રીતિઓની ચર્ચા કરવાની જરૂર નથી. ધ્વનિનું ક્ષેત્ર બહુ વિસ્તૃત છે. ધ્વનિમાં રીતિઓનો અંતર્ભાવ થઈ શકે છે.
Page #406
--------------------------------------------------------------------------
________________
४०४
દવન્યાલોક (ii) વામને વૈદભી, ગૌડી, પાંચાલી વગેરે રીતિઓ સમજાવી છે. તેનો સમાવેશ ધ્વનિમાં થઈ જાય છે એમ ગ્રંથકારનું કહેવું છે.
કારિકા-૪૮ અને વૃત્તિ (ધ્વનિતત્ત્વ પછી વૃત્તિઓની પણ અનુપયોગિતા)
(i) નાટયમાં ઉપયોગી ભારતી, સાત્ત્વતી, કેશિકી અને આરભટી આ ચાર પ્રકારની વૃત્તિઓને “નાટયની માતાઓ કહેવામાં આવી છે. આ ચાર વૃત્તિઓનો સંબંધ રસોની સાથે છે અને તે વ્યવહારરૂપ છે. તેથી આનંદવર્ધને તેમને અર્યાશ્રિત વૃત્તિ કહી છે.
ઉભટ વગેરેએ ઉપનાગરિકા વગેરે ચાર વૃત્તિઓનું પ્રતિપાદન કર્યું છે. તેનો સંબંધ ખાસ કરીને શબ્દો સાથે છે. તેથી તેને “શબ્દાશ્રિત વૃત્તિ’ કહેલ છે.
ધ્વનિસિદ્ધાંત વધુ વ્યાપક છે તેમાં આ વૃત્તિઓનો પણ અંતર્ભાવ થઈ જાય છે. (i) આ કારિકા પરની વૃત્તિના છેવટના ભાગમાં આનંદવર્ધન ‘અનિર્વચનીયતા વાદીઓ” (એ પ્રકારના ધ્વનિ વિરોધીઓ)ને જવાબ આપે છે. આનંદવર્ધને ધ્વનિ તત્ત્વ જુદી જુદી રીતે વર્ણવી બતાવ્યું છે. શબ્દોના વપરાશમાં પુનરુક્તિ ન જોઈએ, વાચક–ની દષ્ટિએ પ્રસાદ ગુણ જોઈએ, અર્થની દષ્ટિએ વ્યંગ્યપરતા અને વ્યંગ્ય વિશિષ્ટત્વ હોવાં જોઈએ. ગ્રંથમાં આનંદવર્ધને ધ્વનિને વર્ણવી દીધો હોઈ તે અવર્ણનીય, અનાખ્યય યા અનિર્વચનીય નથી. છતાં અવર્ણનીય કહેવામાં આવે તો એમ કહેનારની વિવેકશક્તિ નાશ પામી છે એમ જ કહેવું પડે.
(ii) વીદ્ધાન...અન્યાન્તરે..ઈ. બોદ્ધો બધી વસ્તુને ક્ષણિક માને છે. એટલે કોઈ વસ્તુનું વર્ણન થઈ શકતું નથી. એ રીતે ધ્વનિનું વર્ણન ન થઈ શકે. તેથી અનાખેય કહેવાય. એના જવાબમાં કહ્યું છે કે આ મતની ચર્ચા મેં બીજા ગ્રંથમાં કરી છે. એ ગ્રંથ તે “ધર્મકીતિ’ના ગ્રંથ ‘પ્રમાણ વિનિશ્ચય’ ઉપરની વૃત્તિ ધર્મોત્તરી' યા ઘરમાં છે. તેનો સાર એ છે કે બૌદ્ધોના ક્ષણભંગવાદનો સિદ્ધાંત બરાબર નથી. તેથી તેને આધારે “ધ્વનિ' અનિર્વચનીય છે એમ કહી શકાય નહીં.
ચતુર્થ ઉદ્યોત કારિકા-૧ અને વૃત્તિઃ કારિકાની પહેલાનું વૃત્તિ વાક્ય અન્ય ઉદ્યોતની સંગતિ બેસાડવા માટે છે. “સહયમને પ્રયોજન પહેલાં કહ્યું જ છે અને ત્રીજા ઉદ્યોતના અંતે સાચું જતું રાતું વા’ થી તેને જ સુટ કર્યું છે તો પણ અધિક ફુટ કરવા માટે હવે ગ્રંથકાર પ્રયત્ન કરે છે.
કારિકા-૨ અને વૃત્તિ (i) નવા કવિના કાવ્યનો વિષય જૂના કવિના કાવ્યમાં મળતો હોય તે જ હોય, છતાં નવા કાવ્યમાં નવીનતા અને ચારુતા કેટલીકવાર દેખાય તેનું કારણ દર્શાવતાં કહે છે, આવા વિષયમાં નિર્ણાયક તત્ત્વ એક જ છે કે જો નવું
Page #407
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૪/૨)
૪૦૫
કાવ્ય પણ ધ્વનિવાળું હોય એટલે કે તેમાં ધ્વનિના કોઈ પણ એક પ્રકારની હાજરી હોય તો, એને સુંદર ગણવું જોઈએ.
(ii) ‘ધ્વનિ’ અને ‘ગુણીભૂત વ્યંગ્ય’ બંને કાવ્યનિષ્ઠ ધર્મ છે. (પ્રથમ કારિકામાં ઉલ્લેખ) પ્રતિભા ગુણ કવિનિષ્ઠ-કવિમાં રહેનારો ધર્મ છે. તેથી તે બંને વ્યધિકરણ ધર્મ છે. બંનેના આધાર જુદા છે. સમાનાધિકરણ ધર્મોમાં જ કાર્ય કારણભાવ હોઈ શકે છે. વ્યધિકરણ ધર્મોમાં કાર્ય કારણભાવ માનવાથી ‘અ’ વ્યક્તિનું કર્મ ‘બ’ વ્યક્તિના ફળ ભોગનું અને ‘બ’નું જ્ઞાન, ‘અ’ની સ્મૃતિનું કારણ થવા લાગશે. ‘ધ્વનિ’ અને ‘ગુણીભૂતવ્યંગ્ય જુદાં અધિકરણમાં રહેનારી કવિ પ્રતિભાના આનન્ત્યનું હેતુ કેવી રીતે થશે ? તેનો જવાબ એ છે કે ‘ધ્વનિ’ અને ‘ગુણીભૂત વ્યંગ્ય’ નહીં પણ તેનું ‘જ્ઞાન’ કવિ પ્રતિભાની અનંતતાનો હેતુ છે ‘જ્ઞાન’ અને ‘પ્રતિભા’ બંને કવિમાં રહેનારા ધર્મ છે. તેથી સમાનાધિકરણ્ય હોવાથી કાર્યકારણભાવ માનવામાં કોઈ દોષ નથી. એવા આશયના પૂર્વપક્ષનો આ કારિકામાં ઉત્તર છે. ધ્વનિના જ્ઞાનનું કુલ પ્રતિભાનું આનન્ય છે અને પ્રતિભાના આનન્ત્યનું કુલ વાણીનું નવત્વ છે.
(iii) ‘વિગ્નમસ્મિતોન્મેલા... ઈ. જૂનો શ્લોક છે. સ્મિત િિશ્ચ-પં... ઈ. નવો શ્લોક છે. નવા શ્લોકમાં વિષય કંઈ નવો નથી. શ્લોકમાં ‘અત્યંતતિરસ્કૃતવાચ્ય ધ્વનિ’ હોવાથી નવીનતા લાગે છે. લક્ષણામૂલ (અવિક્ષિતવાચ્ય)ના આ ભેદવાળા ઉદાહરણમાં મુગ્ધ, મધુર, વિભવ, સરસ, સિલયિત, પરિમલ વગેરે શબ્દોમાં લક્ષણા છે. વાચ્યાર્થનો બાધ થાય છે. તેથી લક્ષ્યાર્થથી અર્થ સમજાય છે. પણ તે દરેકનું પ્રયોજન વ્યંજનાથી-ધ્વનિથી જ સમજાય છે. ‘મધુર’ પદથી સૌંદર્યનો અતિરેક, ‘મુગ્ધ’પડથી સકલદયને હરી લેવાની ક્ષમતા, ‘વિભવ’ પદથી અવિચ્છિન્ન સૌંદર્ય, ‘પરિપન્દ’ શબ્દથી લજ્જાપૂર્વક મંદ ઉચ્ચારણથી જન્મેલ ચારુતા, ‘સરસ’ પદથી તૃપ્તિજનકત્વ, ‘કિસલયિત’ પદથી ‘સંતાપનું ઉપશમકત્વ’, ‘પરિકર’ પદથી અપરિમિતતા અને સ્પર્શ પદથી સ્પૃહણીયતમપણું વગેરે વ્યંગ્યોની વિશિષ્ટતાથી જુનો અર્થ પણ નવીન થાય છે.
(iv) ‘સ્વતેનદ્રીત...' જૂનો શ્લોક છે. ‘યઃ પ્રથમ... નવો શ્લોક છે. નવા શ્લોકમાં બીજા ‘પ્રથમ’ શબ્દથી અસાધારણપણું અને બીજા ‘સિંહ’ શબ્દથી ‘બીજાથી અભિભવ થતો નથી એવો ભાવ' અજહત્ સ્વાર્થા લક્ષણા (ઉપાદાન લક્ષણા)થી સમજાય છે. અહીં ‘અર્થાન્તર સંક્રમિતવાચ્ય ધ્વનિ' (એ પ્રકારનો ‘અવિવક્ષિતવાચ્ય’ અર્થાત્ લક્ષણામૂલનો ભેદ)ના સંબંધથી નવીનતા પ્રતીત થાય છે.
(v) શૂન્ય વસવૃ ં... ઈ. જૂનો શ્લોક છે. ‘નિદ્રાનિન... ઈ. નવો શ્લોક છે. તે બંનેમાં સંભોગશૃંગારનું ઉદ્દીપન વર્ણવાયુ છે. શૂન્ય વાસગૃહં... ઈ. માં ‘વાતા’ શબ્દ
Page #408
--------------------------------------------------------------------------
________________
- દવન્યાલોક દ્વારા આલંબન વિભાવ, શૂન્ચ વાઉં. ઈ. દ્વારા ઉદ્દીપન વિભાવ, લજ્જા વગેરે વ્યભિચારિભાવ, બંને એ શરૂ કરેલ પરિચુંબન અનુભાવ છે. આમ શૃંગારરસ નિષ્પન્ન થાય છે પણ લજ્જા વ્યભિચારિભાવમાં સ્વશબ્દવાચ્યત્વ તથા ‘નિર્વર્ય પદમાં શ્રુતિદુત્વ વગેરે દોષો હોવાથી રસનો અપકર્ષ થાય છે.
એની અપેક્ષાએ એ જ અર્થનો નવો શ્લોક નિદ્રાવિન વગેરે માં બન્નેની પરસ્પર ચુંબન કરવાની સતત અભિલાખથી સૂચવાતી રતિ, બંનેથી સમાનાકાર ચિત્તવૃત્તિને પ્રકાશિત કરતી અદ્ભુત રીતે પરિપોષને પ્રાપ્ત કરી આસ્વાદનો વિષય બને છે. એ રસાસ્વાદમાં કોઈ દોષ રૂપ બાબત જોવા મળતી નથી અસંલક્ષ્યમવ્યંગ્યધ્વનિને લીધે તેમાં નવીનતા અને અપૂર્વતા જોવા મળે છે. કારિકા-૩ અને વૃત્તિ
મતથાસ્થિતાનપિ... ઈ. લોચનકાર કહે છે - હૃ= સમસ્તભાવરૂપી સુવર્ણ કસવાનો કસોટી (પથ્થર) જેવું સ્થાન. નિવેશથતિ- જેને જેને હૃદય છે તેને તેને અચળ રીતે તેમાં સ્થાપે છે. એથી જ તે અર્થવિશેષો પ્રસિદ્ધ અર્થોથી જુદા છે. સી जयति-परिच्छिन्न शक्तिभ्यः प्रजापतिभ्यः अपि उत्कर्षेण वर्तते । तत्प्रसादात् एव कविगोचरः वर्णनीयः अर्थः विकटः निस्सीमा सम्पद्यते ।
કારિકા-૪ અને વૃત્તિ: સુંદર કારિકા છે. ધ્વન્યા. અભ્યાસ નોંધ ૪/૨ (i) માં જણાવેલ છે એ વિચાર ધારદાર રીતે અહીં નિરૂપ્યો છે.
(i) ઘીધારણાય. ઈ. નવું કાવ્ય છે. શેષો હિમff... ઈ. જૂનું કાવ્ય છે. નવા કાવ્યમાં “ શ્લેષ’ની મદદથી એટલે કે શબ્દશક્તિથી વ્યંગ્યાર્થ બહાર આવે છે તેથી શોભા છે.. ‘શેષ’નો એક અર્થ શેષનાગ, બીજો અર્થ “બાકી'. શેષનાગની સાથે રાજાની ઉપમા “શબ્દશત્યુદ્ભવ અલંકારધ્વનિ'રૂપમાં વ્યંગ્ય છે. તેથી પ્રાચીન
શ્લોકની અપેક્ષા એ નવીન પ્રતીત થાય છે. - જૂનો શ્લોક-નવો બ્લોક-એમ કહેવાથી, શ્રી ડોલરરાય માંકડ યોગ્ય રીતે ધ્યાન દોરે છે કે “બધી જગ્યાએ જૂના નવાથી સમયાનુક્રમ સમજવાની જરૂર લાગતી નથી. એક જ વિષયના બે શ્લોક છે, છતાં એમાં બીજાના જેવું જ અથવા વધુ સૌદર્ય હોય છે એમ જ વક્તવ્ય લાગે છે.” (પૃ. ૩૨૫)
(i) અભિનવગુપ્ત “લોચન'માં આ કારિકાને “સંગ્રહશ્લોકતરીકે મૂકે છે, કારિકા તરીકે નહીં. વૃત્તિકારે આ કારિકાની વ્યાખ્યા આપી નથી. ‘લોચનને અનુસરીને આચાર્ય જગન્નાથ પાઠક લખે છે.-'કારિકાઓમાં કારિકાકારે ધ્વનિના કારણ પ્રતિભા અને કવિની વાણીના આનન્ચનો નિર્દેશ કર્યો હતો. પણ અર્થના આનના સંબંધમાં કારિકાકારનો નિર્દેશ નથી, એ વૃત્તિકારે ૩/૩ની કારિકાના વ્યાખ્યાનમાં કહ્યું છે. આગળની કારિકા ૩/૪ જ્યારે અર્થના અનન્ય સંબંધી નિર્દેશ કરે છે તે સંગત પ્રતીત થતી નથી. પાછલી કારિકાઓમાં, જ્યાં પ્રતિભા અને
Page #409
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૪/૫)
४०७ વાણીના આનત્યની પ્રતિજ્ઞા કરી છે ત્યાં અર્થના આનત્યની પ્રતિજ્ઞા કરવી જોઈતી હતી. એથી લોચનકારે પોતાનો અંતિમમત હૃષ્ટપૂર્વા.. ઈ. (૩/૪) વૃત્તિકારનો સંગ્રહ શ્લોક છે એમ કહી ‘આ શ્લોકનું વૃત્તિગ્રંથમાં વ્યાખ્યાન નથી કહી તર્ક રજુ
કર્યો
છે.
પ્રાચીન હસ્તપ્રતોમાં આ શ્લોક કારિકા તરીકે જ ગણાતો આવ્યો છે એ પણ હકીકત છે.
(iii) સુમસમયે પ્રવૃત્ત... ઈ. શ્લોકમાં ‘સહોક્તિ” અને “અતિશયોક્તિનું ‘સંકર છે. પણ તેના કરતાં સંજ્ઞતિ સુમમાસો... ઈ.માં “ધ્વનિ' હોઈ એ શ્લોક વધુ સુંદર છે. | (iv) દીધિતિ’ ટીકામાં મોટું પાઠાન્તર હોઈ નિર્દેશ્ય છે. વાળમમ હૃત્યિ ઢન્તા ... છે. ગાથાની પહેલાં સાગર વિફાનો... છે. જેની સંસ્કૃત છાયા (ધ્વ ૨/૨૪ની વૃત્તિમાં) સહિર વિતી.. ઈ. આપેલ છે. ‘મચ થાર્થી” લખ્યા પછી 'દીધિતિ’માં વિત્તરગા.. ઈ. ગાથા છે. તેની સંસ્કૃત છાયા
उदित्वर कचाभोगा यथा यथा स्तनका वर्धन्ते बालानाम् । तथा तथा लब्धावास इव મન્મથી હદયમાંવિતિ - આમ થાય છે. તથા અંતે આ પ્રમાણે વાક્ય છે- “હત પથાર્થેન ન પૌનીમ્ ” આ પાઠભેદની ચર્ચા આચાર્ય વિશ્વેશ્વર વિસ્તારથી કરેલ છે. - કારિકા-પ અને વૃત્તિ ઃ (i) આનંદવર્ધને “ધ્વન્યાલોક'માં નિરૂપેલા વિવિધ વિષયો પૈકી મહાભારતનો પ્રધાન રસ ‘શાંત રસ છે અને મુખ્ય પુરુષાર્થ “મોક્ષ પુરુષાર્થ છે અને તે બંને સમગ્ર કાવ્યમાંથી વ્યંગ્યાર્થ રૂપે સમજાય છે.” -એ વિષય યાદગાર મુદ્દો છે.
(i) શો: શોત્વમા તિઃ | બ. ૧/૫માં આ પાદ ઉલ્લેખાયું છે. મા નિષાદ્ર પ્રતિyi... ઈ. શ્લોકનો સંદર્ભ અને વાલ્મીકિએ “રામાયણની રચનાની પ્રેરણા કોચ યુગલ પ્રસંગે કેવી રીતે મેળવી તે ધ્ય. ૧/૫ વખતે આપણે જોયું છે.
(i) સઃ અનુમળ્યા... છે. અહીં અનુક્રમણી’ના તે શ્લોકો જેનો નિર્દેશ અહીં કરવામાં આવેલ છે તે આ પ્રકારે છે- /
वेदं योगं सविज्ञानं धर्मोऽर्थः काम एव च । धर्मार्थकामशास्त्राणि शास्त्राणि विविधानि च ॥ लोकयात्राः विधानं च सम्भूतं दृष्टवान् ऋषिः । इतिहासाः सवैयाख्या विविधाः श्रुतयोऽपि च ।
રૂઠ સર્વમનુ નાકુથસ્ય નક્ષત્ નનું મામા.. ઈ.થી શરૂ થયેલ ચર્ચામાં પૂર્વપક્ષ એમ કહે છે કે મહાભારતની અનુક્રમણી'માં મોક્ષનો ઉલ્લેખ નથી, તે ઉપર્યુક્ત શ્લોકો પરથી
Page #410
--------------------------------------------------------------------------
________________
ધ્વન્યાલોક
૪૦૮
જોઈ શકાય છે. આ શ્લોકોમાં વેદ, યોગ, વિજ્ઞાન, ધર્મ, અર્થ, કામ, એને લગતાં વિવિધ શાસ્ત્રો, લોક્યાત્રા, ઇતિહાસ, શ્રુતિઓ વગેરેનો ઉલ્લેખ છે, પણ મોક્ષ જ પરમ પુરુષાર્થ છે અને તેનું પ્રતિપાદન અહીં કરેલું છે એવું કહ્યું નથી.
(iv) ‘મળવાનું વાયુવેવથ... ઈ.' તથા ‘સ ફ્રિ સત્યમ્... ઈ.' . ઉત્તરપક્ષ (આનંદવર્ધનનો) તરફથી આ શ્લોકોનો નિર્દેશ છે.
भगवान् वासुदेवश्च कीर्त्यतेऽत्र सनातनः । स हि सत्यमृतं चैव पवित्रं पुण्यमेव च ॥ शाश्वतं ब्रह्म परमं ध्रुवं ज्योतिः सनातनम् । यस्य दिव्यानि कर्माणि कथयन्ति मनीषिणः ॥
ભાવાર્થ એ છે કે ભગવાન વાસુદેવનું ચરિત્ર કહેવું એ ‘મહાભારત’નો મુખ્ય વિષય છે. પાંડવો વગેરેનું વૃત્તાન્ત એ વાસુદેવના ચરિત્રકીર્તનનું અંગ છે. પાંડવ, કૌરવ વગેરેનો અંત દુઃખ શોક અને નાશમાં આવે છે. બધા દુન્યવી પ્રપંચો અજ્ઞાનજન્ય છે. એ બધાનો અંત વૈરાગ્યમાં જ આવે છે. માટે માણસે ભગવાન વાસુદેવની ભક્તિમાં જ ચિત્ત પરોવવું જોઈએ. ‘અનુક્રમણી’માં જે કહ્યું છે તે વાચ્ય છે. પણ ઉપર દર્શાવી તે બાબત વ્યંગ્ય હોઈ વધુ ચારુતા આપે છે.
(v) ‘રામાયણ’માં મુખ્ય રસ તરીકે કરુણરસ છે. ‘રામાયણ’નો ઉદ્ભવ શોકમાંથી થયો છે. રામ-સીતા કાયમ માટે છૂટાં પડે છે એ પ્રમાણે ત્યાં અંત છે; કાવ્યમાં વચ્ચે પણ રામવિરહથી દશરથનો વિલાપ, સીતાવિરહથી રામના શોકોારો વગેરે આ મહાકાવ્યના અંગિરસ-કરુણરસ તરફ નિર્દેશ કરે છે.
(vi) પૂર્વપક્ષ મુજબ ‘મહાભારત’માં વીર, શૃંગાર, વગેરે બધા રસો છે. પણ આનંદવર્ધન અનુસાર શાંતરસ જ અંગિરસ- મુખ્ય રસ - છે. પૂર્વપક્ષનું ખંડન કરવા આનંદવર્ધને દર્શાવેલાં કારણોનો સંક્ષેપ શ્રી ડોલરરાય માંકડે (પૃ.૩૨૬) નીચે મુજબ ર્યો છે.
(૧) “નિર્વેદ પામેલા પાંડવોનું અંતે અવસાન વર્ણવ્યું છે.
(૨) મ.ભા.ની અનુક્રમણીમાં સ્વ શબ્દથી શાંતને અંગી(રસ) કહ્યો નથી પણ વ્યંગ્ય રીતે કહ્યો છે.
(૩) માવાનું વાસુડેવી... ઈ. નો ભાવાર્થ તપાસતાં મ.ભા.માં શાંતરસ વિવક્ષિત છે એમ સૂચવાયું છે. ‘સ ફ્રિ સત્ય... ઈ.થી પણ એમ જ ફલિત થાય છે.
(૪) અંતે ‘હરિવંશ’થી સમાપ્તિ કરેલ છે. યાદવો પરસ્પરના કલરથી લડી મરે છે એવું વર્ણન છે. વાચકને તેથી નિર્વેદ થાય છે. આ બાબત મ.ભાનો મુખ્ય રસ શાંતરસ છે એ પ્રતિપાદિત કરે છે.
(૫) શાંત રસ અંગી છે તેથી દુનિયા અસાર છે એ વાતનું પ્રતિપાદન તે
Page #411
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૪/૬) ' સિધ્ધાંત પક્ષ છે. તેની સામે મહાભારતમાં સાંસારિક વ્યવહારને લગતી બાબતો, રાજ્ય માટે યુદ્ધ, ધૃત વગેરેનું વર્ણન પૂર્વપક્ષ તરીકે છે. રાજ્ય માટે લડો, ઝઘડો અંતે એ બધું અસાર છે એ ભાવાર્ય છે.
(૬) મ.ભા.માં આવતાં દેવતા, તીર્થ, તપ વગેરેનાં વર્ણનો, પરબ્રહ્મની પ્રાપ્તિથી ‘શાંતરસ'ની પ્રાપ્તિ થાય તેના ઉપાય તરીકે જ ગણવાનાં છે.
() ગીતા વગેરેમાં વૈરાગ્ય મુખ્યત્વે બતાવ્યો છે. તેથી મ.ભા.માં આવતા એવા બધા ભાગો ભગવત્ પ્રાપ્તિના ઉપાયો છે.”
(vi) શબ્દતત્ત્વવિદ્ધિઃ વ્યાકરણ શાસ્ત્રને જાણનારાઓ વડે. આચાર્ય વિશ્વેશ્વરે આ સમજાવવા “2ષ્યવૃળિયુગશ” નામનું પાણિનિનું સૂત્ર ઉધૃત કર્યું છે. તથા એ સૂત્રને સમજાવતાં ટીકાકાર કેટ અને કાશિકાકારનાં વાક્યો ટાંક્યાં છે. (પૃ. ૩૪૮)
કારિકા અને વૃત્તિ (i) ચોથા ઉદ્યોતના આરંભે ગ્રંથકારે કહ્યું હતું કે ધ્વનિ અને ગુણીભૂતવ્યંગ્યના માર્ગનું અવલંબન કરવાથી કવિઓનો પ્રતિભાગુણ અનંત થઈ જાય છે. ધ્વનિ વિશે કહ્યા પછી આ કારિકા અને વૃત્તિમાં ‘ગુણીભૂતવ્યંગ્ય’નો આશ્રય લેવાથી પ્રતિભા ગુણમાં અનંતતાં કેવી રીતે આવે છે તે દર્શાવ્યું છે. વસ્તુ, અલંકાર અને રસ-એમ ‘ગુણીભૂત વ્યંગ્ય’ પણ ત્રણ પ્રકારનો છે. ગુણીભૂતવ્યંગ્ય’નો વિસ્તાર અનંત છે. વૃત્તિકારે ‘ગુણીભૂત વ્યંગ્ય દ્વારા કાવ્યર્યમાં નવીનતા આવી હોય તેનાં ઉદાહરણ આપ્યાં નથી. અભિનવગુણે દિગ્દર્શન કરાવવા વસ્તુ, અલંકાર અને રસ આ ત્રણ ગુણીભૂતવ્યંગ્યથી કાવ્યમાં નવીનતા આવતી હોય તેનાં એક એક ઉદાહરણ આપ્યાં છે.
(૧) અભિનવની સ્વરચિત પ્રાકૃત ગાથાની સંસ્કૃત છાયા ડૉ. રામસાગર ત્રિપાઠીએ ‘તારાવતી’ ટીકામાં આ પ્રમાણે આપી છે. (નવો શ્લોક)
भयविह्वल रक्षणैकमल्लशरणागतानामर्थानाम् ।
क्षणमात्रमपि न दत्ता विश्रामकथेतियुक्तमिदम् ॥ જૂના શ્લોક તરીકે આપેલ પ્રાકૃતગાથાની સંસ્કૃત છાયા
त्यागिजनपरम्परासञ्चारणखेदनिस्सहशरीराः ।
अर्थाः कृपणगृहस्थाः स्वस्थावस्थाः स्वपन्तीव ॥ વસ્તુ જૂનું હોવા છતાં ગુણીભૂતવ્યંગ્ય’ વસ્તુથી નવીનતા આવી હોય તેનું પ્રથમ લખ્યો તે નવો શ્લોક ઉદા. છે. “આપ સતત ધનને દાનમાં આપતા રહો છો, એ તમારું ઔદાર્ય છે' - આ વ્યંગ્યાર્થ, શ્લોના વાચ્યાર્થને ઉપકારક થઈ નવીનતા લાવે છે.
(૨) વ્યંગ્ય અલંકારથી વાચ્યાર્થને પુષ્ટિ મળતાં નવીનતા આવ્યાનું ઉદા. અભિનવ, પોતે રચેલ શ્લોકનું આપે છે. (નવો શ્લોક).
Page #412
--------------------------------------------------------------------------
________________
૪૧ ૦
- - - દેવન્યાલોક वसन्तमत्तालि परम्परोपमाः कचास्तवासन् किल रागवृद्धये ।
श्मशानभूभाग परागभासुराः कथन्तदेते न मनाग्विरक्तये ॥ જૂનો શ્લોક- “સુઝુew/મમતી , પરVT મહાયમ્ |
પશ્ચત િવિવધૂને, વાર્થ વિવાર છે નવા શ્લોકમાં ‘આક્ષેપ અને વિભાવના અલંકારો વ્યંગ્ય છે. આ લોક્ના જ અર્થવાળો જૂનો શ્લોક હોવા છતાં એ બે અલંકારોને લીધે નવીનતા છે.
(૩) “ગુણીભૂતવ્યંગ્ય’ રસથી વાચ્યાર્થની પુષ્ટિ થતાં જૂના અર્થમાં નવીનતા આવ્યાનું ઉદા. અભિનવે સ્વરચિત શ્લોકનું આપ્યું છે. નવો શ્લોક
जरा नेयं मूर्ध्नि ध्रुवमयमसौ कालभुजगः क्रुधान्धः फूत्कारैः स्फुटगरलफेनान् प्रकिरति । तदेनं संपश्यत्यथ च सुखितम्मन्यहृदयः,
शिवोपायं नेच्छन् बत बत सुधीरः खलु जनः ।। જૂનો શ્લોક- કરાગીરી વૈરાર્થ યજ્ઞ નાય
.. તનૂન હવે મૃત્યુથુવં નાસ્તજિ નિશ્ચય: નવા શ્લોકમાં વ્યંગ્ય “અદ્ભુત રસ થી પુષ્ટ થયેલા વાચ્ય શાંત રસની પ્રતીતિ, વ્યંગ્યની ગૌણતાને કારણે, નવીનતા ધારણ કરે છે.
આ મુદ્દાનો વિસ્તાર શ્રી નગીનદાસ પારેખે (પૃ. ૩૫૧, ૩૫રમાં) તથા ડૉ. રામસાગર ત્રિપાઠીએ ‘તારાવતી'માં (પૃ. ૫૭૦ થી ૫૭૪માં) કરેલ છે.
(i) કવિની પ્રતિભાથી, પૂર્વવર્ણિત વિષય પર લખાયેલું નવા કવિનું કાવ્ય સુંદર બને છે. અર્થ વગરની અક્ષર રચનાને કાવ્ય કહેવાય નહીં. ધ્વનિ કે ગુણીભૂતવ્યંગ્ય વગરનું, અર્થરહિત અક્ષર રચનાવાળું જે હોય તે સારું કાવ્ય ગણાતું જ નથી, એમ કહેવાનું તાત્પર્ય છે.
કારિકા-૭ અને વૃત્તિ
(i) "न च ते कवेरेकत्रैवासकृत्कृता वर्णनप्रकारा अपुनरुक्तत्वेन वा नवनवार्थनिर्भरत्वेन વી પ્રતિમાસો ” આચાર્ય વિશ્વેશ્વર સિદ્ધાંત શિરોમણિ એ ધ્યાન દોર્યા પ્રમાણે (પૃ. ૩૫૨)” આ પાઠ અટપટો દેખાય છે. કેમકે આગળના વાક્યમાં જણાવેલ છે કે પાર્વતીના રૂપનું ત્રણ વાર વર્ણન ક્યું હોવા છતાં પણ તે નવીન જ પ્રતીત થાય છે. પછીનો વિષમબાણ લીલાનો શ્લોક પણ કવિની અપુનરુતતાનું જ પ્રતિપાદન કરે છે. એટલે સામાન્યતઃ “એ વર્ણન પુનરુક્ત અથવા નવનવાર્યશૂન્ય પ્રતીત થતાં નથી.” આ પ્રકારનો અભિપ્રાય પ્રગટ કરનારું વાક્ય હોવું જોઈએ. અર્થાત્ ‘પુનરુત્વેન' ની જગાએ ‘પુનરુત્વેન” અને “નવનવનિર્મરત્વેનની જગાએ ‘તરરઈશૂન્યતર' પાઠ હોવો જોઈએ. તો જ આ વાક્યની સંગતિ બેસે છે.
Page #413
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૪/૭)
૪૧૧
આ પાઠ પ્રમાણે પંક્તિનો ભાવ એ છે કે જોકે એક પદાર્થનું અનેક વાર વર્ણન કરવામાં આવે તો પણ તેમાં નવીનતા આવી જાય છે, પણ એ બધાં વર્ણન એક સ્થાન પર નહીં પણ અલગ અલગ સ્થાન પર હોવાં જોઈએ. એક જ સ્થાન પર કરેલ વર્ણનોમાં તો પુનરુક્તિ જ થાય છે. તે અપુનરુક્તિ અથવા ‘નવનવાર્થનિર્મત્વેન’ પ્રતીત થતાં નથી. કવિએ, તેથી આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.’
આ પુસ્તકમાં મેં આપેલ, અનુવાદ શ્રી ડોલરરાય માંકડ પ્રમાણેનો છે. તેમણે સંસ્કૃત પાઠ ઉપર મુજબનો જ રાખીને એવો અનુવાદ સંદર્ભને ધ્યાનમાં રાખીને કરેલ છે તેમાં અપુનરુત્ત્વન’ અને ‘નવનવાર્થનિર્મત્વેન’ ઓ અર્થ નીકળતો નથી.
શ્રી નગીનદાસ પારેખે સંસ્કૃત પાઠમાં ‘પ્રતિમાસન્ત’ પૂર્વે ‘ન’ મૂકેલ છે. આ ‘ન’ અન્ય કોઈ મુદ્રિત પુસ્તકના પાઠમાં નથી. ‘ન’ મૂકવાથી અર્થ બેસે છે.
ડૉ. રામસાગર ત્રિપાઠીએ ‘અપુનરુત્વેન’ રાખ્યું છે. પણ વાડનવનવાર્થ... ઈ. માં અવગ્રહ મૂકી નકારનો અર્થ મેળવ્યો છે.
આચાર્ય જગન્નાથ પાઠકે-વિશ્વેશ્વર મુજબનો જ પાઠ રાખી આ પ્રમાણે ભાષાન્તર આપ્યું છે.
-
" उस कवि के, एक जगह ही बार बार किए गए वे वर्णन प्रकार फिर नहीं कहे गए ( अपुनरुक्त) रूप से अथवा नये नये अर्थों से भरे ( नवनवार्थनिर्भर) रूपसे प्रतिभासित नहीं હોતે હૈં ।’
"1
વાકચની સંગતિ બેસાડવાની તકલીફ હોવા છતાં આગળનાં વાકચોમાં અને પછી ‘વિષમબાણ લીલા'ના શ્લોકમાં કહ્યા ઉપરાંત ‘એક જ જગાએ' આવી પુનરુક્તિ ન કરવાનું ગ્રંથકાર વિશેષ કહે છે, એમ સમજવાથી મુશ્કેલી રહેતી નથી. (ii) હંસાનાં નિનવેજી... ઈ. આ શ્લોકમાં મૃણાલ-કમળ ઠંડ–ની નવી ગાંઠોનું વર્ણન છે. એટલે અવસ્યાભેદમૂલક ચમત્કાર પ્રતીત થાય છે.
(iii) ‘વિષમખાણ’ ગ્રંથ આનંદવર્ધને લખેલો પણ હાલ મળતો નથી. અવસ્થાભેઠ, કાલભેદ, દેશભેદથી આનન્દ્ગ કેવી રીતે થાય છે તેની ચર્ચા એ ગ્રંથમાં · કરી હશે.
(iv) મઇ મદ્દ ત્તિ... ઈ. અહીં પ્રતિક્ષણ જનાર્દનને મારો, મારો કહેનાર માણસને પણ જનાર્દન પ્રત્યક્ષ થતા નથી આ વિરોધની છાયાથી આ પ્રાકૃત શ્લોક સુંદર લાગે છે.
શ્રી નગીનદાસ પારેખ મદ્દુ, મત્તુ ના અર્થ મારું, મારું-એમ આપ્યા પછી સિંધીભાષામાં તેનો અર્થ ‘મધુ’, ‘મધુ’ એટલે કે મધુસૂદન એવો થાય છે એમ અર્થ લઈ ‘વિરોધાભાસ અલંકાર’ની પ્રતીતિ થાય છે એમ સમજાવે છે. ‘આખો વખત મધુસૂદન, મધુસૂદન એમ બોલ્યા કરનારના મનમાં’ એ મધુસૂદનનાં દર્શન થતાં નથી.
Page #414
--------------------------------------------------------------------------
________________
'૪૧ ૨
- વન્યાલોક કારિકા-૧૦ • પ્રકૃતિનંાતાનું ફુવા અહીં પ્રકૃતિ એટલે સાંખ્યદર્શન મુજબની પ્રકૃતિ છે.
કારિકા-૧૧ થી કારિકા-૧૪ અને વૃત્તિ (i) સંવાદ સમાન ઉક્તિઓ. સંવાઃ અન્ય સામ્ અર્થાત્ અન્યની સાથે સાદશ્યને સંવાદ કહે છે. કાવ્યો વચ્ચે સંવાદો તો ઘણા મળે છે તેમાંથી કયાં ખોટું કાવ્યતત્ત્વ છે અને ક્યાં નથી તેનો નિર્ણય કરવો જોઈએ.
(i) કાવ્યસામ્ય ત્રણ પ્રકારનું હોય છે. પ્રતિબિંબ જેવાં કાવ્ય હોય, આલેખ્યચિત્ર-જેવાં કાવ્ય હોય અને સરખા દેહી જેવાં કાવ્ય હોય. કેટલાંક કાવ્યોમાં મૂળ અન્ય કાવ્યનું પ્રતિબિંબ માત્ર હોય. મૂળ કાવ્યના શબ્દોના પર્યાયો તેમાં જોવા મળે. તેમાં કવિની પ્રતિભાની કોઈ ઝલક હોતી નથી. તે ચમત્કૃતિ વગરનાં જ કહેવાય.
બીજાં કેટલાંક કાવ્ય ચિત્ર જેવાં હોય છે. મૂળ કાવ્યોના શબ્દોના પર્યાયો હોય તેમજ મૂળની વાક્યરચનામાં થોડાક ફેરફારો કર્યા હોય. ચિત્ર, જીવ વગરનું હોય, ભલે મૂળ પદાર્થ સરખું હોય તો પણ નિર્જીવ હોય છે. તેમ આવાં કાવ્યો મૂળથી ભિન્ન જીવવાળાં હોતાં નથી. તેથી તુચ્છ છે.
ત્રીજા પ્રકારના કાવ્યસંવાદો સ્વીકાર્ય છે. જૂના કોઈ શ્લોક પ્રમાણે, કાવ્ય પ્રમાણે તેનો ભાવ હોય છે. વિષય અગાઉના કોઈક શ્લોક પ્રમાણેનો હોય છે. પણ ભિન્ન સ્વરૂપ નવો આત્મા હોય. આથી તેમાં મૂળના સૌદર્યથી ભિન્ન સૌર્ય હોય. વિષય સમાન હોવા છતાં નવા કાવ્યમાં- શ્લોકમાં વ્યંજના હોવાથી, ધ્વનિનો કોઈને કોઈ પ્રકાર તેમાં હોવાથી, કાવ્યનું સૌદર્ય હોય છે.
| (ii) આનંદવર્ધનની પછી થઈ ગયેલા પ્રસિદ્ધ આલંકારિક રાજશેખરે . “કાવ્યમીમાંસા અધ્યાય-૧૧માં ‘શબ્દહરણ’, અ-૧૨માં “શબ્દાર્થહરણ” અ૧૩માં ‘અર્થહરણ'ના આલેખ્ય-પ્રખ્ય વગેરે ભેદો, વિસ્તારથી લક્ષણો અને ઉદાહરણો આપી સમજાવ્યા છે. અ-૧રમાં આનંદવર્ધને આપેલા, (૧) પ્રતિબિંબવત્ (૨) આલેખ્યાકારવત્ (૩) તુલ્ય દેહિવત્ પ્રકારોની રાજશેખરે (સમય ઈ. સ. ૮૮૦ થી ૯૨૦ લગભગ) (સી. ડી. દલાલ અને ૫ આર. એ. શાસ્ત્રીની ઓરિએન્ટલ ઇન્સ્ટીટયુટ, વડોદરાની ૧૯૩૪ની આવૃત્તિ પ્રસ્તાવના પૃ. ૧૨,૧૩ મુજબ) આ પ્રમાણે સમજાવેલ છે. (8) મર્થઃ સ વ સ વાયા-તર વિના પરં યાત્રા
તદુપરમાર્થ વિમેવં ચં સિવિશ્વ શાત્ = જેમાં બધા અર્થો જૂના કવિના હોય, પરંતુ વાક્ય રચના બીજા પ્રકારની હોય, અને પારમાર્થિક ભેદ ન હોય, તે કાવ્યને પ્રતિબિંબકલ્પ કહે છે. - (૨) વિતાડ યત્ર સંસ્કાર્ય વસ્તુ મિત્રવત્ મારિ |
तत्कथितमर्थचतुरैरालेख्यप्रख्यमिति काव्यम् ॥
Page #415
--------------------------------------------------------------------------
________________
અભ્યાસ નોધ (ઉ. ૪/૧૫)
૪૧૩ જેમાં કાવ્યવસ્તુ જૂનું જ હોય, પરંતુ તેમાં થોડો ફેરફાર ર્યો હોય, જેથી જુદું લાગે, તેવા કાવ્યને અર્થચતુર લોકો ‘આલેખ્યપ્રખ્ય’ કહે છે. (३) विषयस्य यत्र भेदेऽप्यभेदबुद्धिनितान्तसादृश्यात् ।
तत्तुल्यदेहितुल्यं काव्यं बध्नन्ति सुधियोऽपि ॥ જેમાં વિષય જુદો હોવા છતાં, ખૂબ જ મળતાપણાને લીધે, બંને એક જ હોય એમ લાગે, તે કાવ્યને તુલ્યદેહિવત્ કહે છે. એવાં કાવ્યોની રચના બુદ્ધિમાન લોકો પણ કરે છે.”
(iv) આનંદવર્ધનના ઉપર ઉલ્લેખેલ અનુગામી રાજશેખરના આ લોકો પણ સંવાદ'ની ચર્ચાના સંદર્ભે સરખાવવા જેવા છે.
नास्त्यचौरः कविजनो नास्त्यचौरो वणिग्जनः । स नन्दति विना वाच्यं यो जानाति निगूहितुम् ॥ उत्पादकः कविः कश्चित्कश्चिच्च परिवर्तकः । आच्छादकस्तथा चान्यस्तथा संवर्गकोऽपरः ॥ शब्दार्थोक्तिषु यः पश्येदिह किञ्चन नूतनम् ।
उल्लिखेत् किञ्चन प्राच्यं मन्यतां स महाकविः ॥ અ-૧૧- છેલ્લા શ્લોકો. કારિકા-૧૫ અને વૃત્તિ
(i) પાર્થરૂપાળાં ૨ વક્વન્તરસંશાન.. ઈ. પૂર્વેના કવિએ વાપરેલા શબ્દો જ નવો કવિ પોતાના કાવ્યમાં પ્રયોજે પણ એની રચનામાં અને એના વસ્તુમાં કાવ્ય ચમત્કૃતિ હોય તો દોષ નથી. બીજા (થા)વસ્તુ સાથે સામ્ય ધરાવતા પદાર્થરૂપ કાવ્ય વસ્તુમાં કોઈ દોષ નથી.
(ii) અક્ષવિનેવ... ઈ.
ભાષાના મૂળાક્ષરો અને તે પરથી બનેલા શબ્દો, એક અર્થવાળો કે અનેકાર્થક જે છે તે કંઈ નવો કવિ નવા ઊભા કરતો નથી, નવા બનાવતો નથી. અગાઉના કવિઓએ અક્ષરો અને શબ્દો વાપર્યા હોય તેજ, કવિ પોતાના કાવ્યમાં, અલબત્ત પોતાની રીતે ગોઠવીને, કાવ્ય ચમત્કૃતિ લાવે છે. વાચસ્પતિ હોય તોય ભાષામાં પહેલેથી વપરાતા આવેલા અક્ષરો, શબ્દો તેને યોજવા પડે છે. નવા સુરેલા કાવ્યવસ્તુમાં કવિ જૂની વસ્તુરચનાનો ઉપયોગ કરે તેમાં કંઈ દોષ નથી. વસ્તુરચનાનો અર્થ; શબ્દનો અર્થ એવો છે. શબ્દો વડે કવિ નવો અર્થ વ્યક્ત કરી નવું સૌંદર્ય સિદ્ધ કરતો હોય તો તેમાં દોષ નથી. “ શ્લેષ'નું પણ એવું જ છે. કોઈ નવો કવિ અગાઉના કવિઓએ પ્રયોજેલા શ્લેષમય શબ્દો પ્રયોજી નવો ચમત્કાર લાવી શકતો હોય તો તે પ્રયોજવામાં દોષ નથી.
Page #416
--------------------------------------------------------------------------
________________
૪૧૪
વન્યાલોક કારિકા-૧૬ અને ૧૭ તથા વૃત્તિ .-
(i) કાવ્યસંવાદના વિષયનો ઉપસંહાર કરતા આનંદવર્ધનના કહેવાનો આશય આ પ્રમાણે છે. મુખ્ય વિશાળ નિર્ણાયક તત્ત્વ એ છે કે નવા કવિની ઇચ્છા અગાઉના કવિનું અનુકરણ કરી એનું જ વસ્તુ અને એની જ શબ્દરચના લઈ લેવાની ન હોવી જોઈએ. નવા કવિમાં પ્રતિભા હોય અને અગાઉના કવિના રસમય કાવ્યનું અનુકરણ કરવાનું તે ઇચ્છતો ન હોય તો અગાઉના કવિની છાયાવાળું કાવ્ય હોય તો પણ નવીન રીતથી રસાદિ કે અન્ય ધ્વનિ પ્રભેદથી યુક્ત હોવાથી તેનું કાવ્ય આપોઆપ ચમત્કૃતિવાળું બને છે. આનંદવર્ધન કહે છે તેમ એવા કવિની રચનામાં ભગવતી સરસ્વતી પોતે જ સહાય કરે છે. | (i) કારિકા-૧૬ અને ૧૭.૪ અનુક્રમે “માલિની’ અને ‘શિખરિણી છંદની આ બન્ને કારિકાઓની મધ્યમાં વૃત્તિનું એક વાક્ય છે. કેટલાંક સંસ્કરણોમાં તે કારિકા પૂરી થયા પછી વૃત્તિના આરંભે છે. નિર્ણયસાગર સંસ્કરણમાં કા-૧૬ની વૃત્તિમાં તનુતમ ની પહેલાં આ પ્રમાણે વાક્ય છે. __“यद्यपि तदपि रम्यं काव्यशरीरं यल्लोकस्य किश्चित्स्फुरितमिदमितीयं बुद्धिरभ्युज्जिहीते
રણે વારિતિતિ સહચાનાં વનતિહFચતે ” આટલો પાઠ વધારે છે. | (ii) ત્યો તિ - આ શબ્દ વૃત્તિગ્રંથની સમાપ્તિનો સૂચક છે. આચાર્ય વિશ્વેશ્વરને લાગ્યું છે કે “એથી આગળના ઉપસંહારાત્મક બને શ્લોક કારિકાગ્રંથના અંશ માનવા જોઈએ. પણ તેનો અર્થ સ્પષ્ટ હોવાથી તેના પર કોઈ વૃત્તિ લખવાની આવશ્યક્તા નથી એમ સમજીને વૃત્તિ લખવામાં આવી નથી. (પૃ. ૩૬૩).'' પણ આ સ્થળે એમ માનવાની જરૂર લાગતી નથી. પછીના બે શ્લોકો વૃત્તિના જ ભાગ તરીકે બધા મુદ્રિત ગ્રંથોમાં છે. આચાર્ય વિશ્વેશ્વરે પણ આ શ્લોકોમાં વૃત્તિ ભાગમાં જ આપ્યા છે.
દીધિતિ’ ટીકામાં ‘ત્યા પછી આ પ્રમાણે વાક્ય છે. “વૃત્તિ: પ્રાન્ત પ્રમુપસંહાન્નાલાત્મ જનમને નિવMાતિ એ ઉપરથી છે એમ મંગલવાચક શબ્દ આપ્યા પછી વૃત્તિકારે જ બે શ્લોકો આશીર્વાદાત્મક આપ્યા છે અને તે કારિકામાં લેવાના નથી) એમ માનવું વધુ વ્યાજબી લાગે છે.
(iv) સર્વવ્યતત્ત્વનય... ઈ. આ શ્લોકમાં ગ્રંથનો વિષય, પ્રયોજન અને અધિકારી (અનુબંધ ચતુષ્ટય પૈકી ત્રણ) ફરીવાર જણાવેલ છે. તથા ગ્રંથકારનું આનંદવર્ધન નામ પણ આ શ્લોકમાં છે. ધ્વનિનું સ્વરૂપ કહેવું એ વિષય છે, સહદય અધિકારી છે, સદયના મનને આનંદ આપવો એ પ્રયોજન છે.
- તિ શ્રી -
Page #417
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ-૧
ધ્વન્યાલોકની કારિકા-અર્ધ-ની અકારાદિક્રમે સૂચિ,
उद्योत / अरिश / पंडित अरिज
३-१८-१
२-१-२
४-१५-१
१-१४-२
४-२-१
४ - ११ - 3 | आलेख्याकारवत्तुल्य
२ -२५-२
आलोकार्थी यथा दीप
४-१-२
३ - १५ - १ इतिवृत्तवशायातां इत्युक्तलक्षणो यः उक्त्यन्तरेणाशक्त्यं यत्
४-९-२
२- १५ - २ | उत्प्रेक्ष्याप्यन्तराभीष्ट २ - २५ - १ | उद्दीपनप्रशमने
२-२२-१ | एकाश्रयत्वे निर्दोषः 3- 3८ - १ | एको रसोऽङ्गीकर्तव्यः
२-१-१
तद्यथोक्तमौचित्यं
२- २४- २ | एवं ध्वनेः प्रभेदाः
२- ३०-१ | औचित्यवान् यस्ता एताः २- २७-१ | कस्यचिद् ध्वनिभेदस्य
३-१४-१
कार्यमेकं यथा व्यापि
अलोकसामान्यमभिव्यनक्ति १-१-२ अवधानातिशयवान् ३ - २७-१
अवस्थादिविभिन्नानां
४-८-१
अवस्थादेशकालादि
४-७-१
३-२४-१
अविरोधी विरोधी वा अविवक्षितवाच्यस्यध्वनेः २-१-२
अविवक्षितवाच्यस्य पदवाक्यः ३-१-१ अव्युत्पत्तेरशक्तेर्वा
अशक्नुवद्भिर्व्याकर्तुं असंलक्ष्यक्रमोद्योतः
કારિકા अकाण्ड एव विच्छित्तिः
अङ्गाश्रितास्त्वलङ्काराः अक्षरादिरचनेव योज्यते
अतिव्याप्तेरथाव्याप्तेः
अतो ह्यन्यतमेनापि
अनुगतमपि पूर्वच्छायया
अनुस्वानोपमव्यङ्ग्यः
अनुस्वानोपमात्मापि
अनेनानन्त्यमायाति
अन्वयते वस्तुगत
अपृथग्यत्ननिर्वत्यः
अर्थशक्तेरलङ्कारः
अर्थशक्त्युद्भवस्त्वन्यः
अर्थान्तरगतिः काक्वा
अर्थान्तरे सङ्क्रमितं
अर्थोऽपि द्विविधोज्ञेयः
अलङ्कारान्तरव्यङ्ग्यः
अलङ्कारान्तरस्यापि अलङ्कृतीनां शक्तावपि
उद्योत / अरिम / पंडित
असमासा समासेन
३-५-१
अस्फुटस्फुरितं काव्यं
३-४७-१
आक्षिप्त एवालङ्कारः
२-२१-१.
आत्मनो ऽन्यस्य सद्भावे ४-१४-१ आनन्त्यमेव वाच्यस्य
४-७-२
४-१२-२
१-८-१
३-११-१
३ - ४५ - १
१-१५-१
३-११-२
३-१३-१
३-२५-१
३-२१-२
३-८-१
३-४५-१
3- 33 -२
१-१७-१
३-२३-१
२-१८-२
३-७-२
१-१-१
१-५-१
३-४२-२
२-५-२
कृत्तद्धितसमासैश्च
३-१५-२
२- ३२ - १ | केचिद् वाचां स्थितमविषये १-१-ॐ
३- ४७-२ क्रमेण प्रतिभात्यात्मा
२-२०-१
२-२-१
क्रौञ्चद्वन्द्ववियोगोत्थः
१-५-२
काले च ग्रहणत्यागौ
काव्यप्रभेदाश्रयतः
काव्यस्यात्माध्वनिरिति
काव्यस्यात्मा स एवार्थः काव्ये उभे ततोऽन्यत्
काव्ये तस्मिन्नलङ्कारः
Page #418
--------------------------------------------------------------------------
________________
ه
ه
ه
ه
هم
४११.
ધ્વન્યાલોક કારિકા Sult/suRit/ise suRL...- Gld/suRit/ist गुणानाश्रित्यतिष्ठन्ती 3-5-१ | ध्वनेरस्य प्रबन्धेषु 3-१५-२ गुणप्रधानभावाभ्यां 3-४२-१ ध्वनेरात्माङ्गिभावेन २-3-२ चारुत्वोत्कर्षतो व्यङ्ग्यः २-३० - २ ध्वनेरित्थं गुणीभूत ४-१-१ चित्रं शब्दार्थभेदेन
3-४३-१
ध्वनेर्यः स गुणीभूत ४-१-१ त एव तु निवेश्यन्ते ३-४-१
ध्वन्यात्मन्येव शृंगारे २-११ - २ तत्परत्वं न वाच्यस्य २-२७-२
ध्वन्यात्मभूते शृंगारे यमकादि२ - १५-१. तत्र किञ्चिच्छब्दचित्रं ३-४३-२
ध्वन्यात्मभूते शृंगारे समीक्ष्य २ - १७ - १ तत्र पूर्वमनन्यात्म ४-१३-१ न काव्यार्थविरामोऽस्ति ४-- २ तत्र वाच्यः प्रसिद्धो यः १-3
न तु केवलया शास्त्र ३-१२-२ तथा दीर्घसमासेति
निबद्धापि क्षयं नैति ३-५-२
४-१०-२ तथा रसस्यापि विधौ
निर्व्यढावपि चाङ्गत्वे 3-२३-२
२-१६-१ तद्न्यस्यानुरणनरूप ३-१-२
निवर्तन्ते हि रसयोः 3-२७तदा तं दीपयन्त्येव 3-४-२
नूतने स्फुरति काव्यवस्तुनि ४ - १५.तदुपायतया तद्वत् १-८-२
नैकरूपतया सर्वे ४-११तद्वत्सचेतसां सोऽर्थः १-१२-१
नोप हन्त्यङ्गितां सोऽस्य 3-२२ - तद् न्यस्यानुरणनरूप ३-१-२
परस्वादानेच्छाविरतमनसः सः ४-१७-२ तदा तं दीपयन्त्येव ३-४-२
परिपोषं गतस्यापि 3-१८ तदुपायतया तद्वत्
परिपोषं न नेतव्यः १-८-२
3-२४-२ तद्वत्सचेतसां सोऽर्थः १-१२-१
प्रकारोऽन्यो गुणीभूत 3-४१-१. तविरुद्धरसस्पर्शः ३-३०-२
प्रकारोऽयं गुणीभूत 3-34-१ तद् व्यक्तिहेतू शब्दार्थों
२-६-२
प्रतायन्तां वाचो निमित ४-१७-१ तन्मयं काव्यमाश्रित्य २-७-२
प्रतीयमानं पुनरन्यदेव १-४-१ तमर्थमवलम्बन्ते २-६-१ प्रतीयमानच्छायैषा 3-3८-२ तस्याङ्गानां प्रभेदा ये २-१२-१
प्रधानेऽन्यत्र वाक्यार्थे २-५-१ तृतीयं तु प्रसिद्धात्म ४-१३-२
प्रबन्धस्य रसादीनां ३-१४-२ तेऽलङ्काराः परां छायां २-२८-२ प्रबन्धे मुक्तके वापि ३-१७-१ तेषामानन्त्यमन्योन्य २-१२-२
प्रभेदस्यास्य विषयो 3-४०-१ दिकात्रं तूच्यते येन २-१३-१
प्रसन्नगम्भीरपदाः 3-38-१ दृष्टपूर्वा अपि ह्याः ४-४-१
प्रसिद्धेऽपि प्रबन्धानां 3-२१-१ धत्ते रसादि तात्पर्य 3-४१-२
प्रायेणैव परां छायां ... 3-३७-२ ध्रुवं ध्वन्यङ्गतां तासां
प्रौढोक्तिमात्रनिष्पन्न २-२९-२ |
२-२४-१
له
سه
هم
هم
Page #419
--------------------------------------------------------------------------
________________
४-८-१
०
०
१-१२-२
२
७
aaaaa
।
ه
ه
પરિશિષ્ટ કારિકા ઉઘાત/કારિકા, પંક્તિ, કારિકા
ઉઘાત/કારિકા/પંક્તિ बहुधा व्याकृतः सोऽन्यैः १-३-२ | रसभाव तदाभास .
२-३-१ बाध्यानामङ्गभावं वा . 3-२० - २ रसभावादिसम्बद्धा बुद्धिरासादितालोका २-१३-२
रसबन्धोक्तमौचित्यं ३-८-१. बुद्धौ तत्त्वार्थदर्शिन्यां
| रसस्यारब्धविश्रान्तेः ३-१३-२ भक्त्या बिभर्ति नैकत्वं १-१४-१ | रसस्य स्याद् विरोधाय 3-१८-3 भवेत्तस्मिन् प्रमादो हि
रसाक्षिप्ततया यस्य २-११-१ भूम्नैव दृश्यते लक्ष्ये ४-८-१ रसादिपरता यत्र २-४-२.. माधुर्यमार्द्रतां याति ८-२ - रसादिमय एकस्मिन् ४-५-२ मितोऽप्यनन्ततां प्राप्तः ४-३-२ रसादि विषयेणैतत् 3-3१-२ मुख्यां वृत्तिं परित्यज्य १-१७-१ रसाद्यनुगुणत्वेन 3-33-१ मुख्या महाकविगिरां 3-36-1 | रसान् वनियमे हेतुः .. 3-5 यत्तत्प्रसिद्धावयवातिरिक्तं १-४-२ | रसान्तरव्यवधिना 3-२६-२ यत्नः कार्यः सुमतिना ३-१७-२ | रसान्तरसमावेशः ३-२२-१ यत्नतः प्रत्यभिज्ञेयौ . १-८-२ | रसान्तरान्तरितयोः ३-२७-१ यत्र प्रतीयमानोऽर्थः २- | रूढा ये विषयेऽन्यत्र १-१६-१ यत्र व्यङ्ग्यान्वये वाच्य 3-34 | रूपकादिरलकारवर्गस्य २-१८-२ यत्रार्थः शब्दो वा तमर्थ १-१३-१ | रूपकादिरलकार वर्गो २- २-२१-१ यत्राविष्क्रियते स्वोक्त्या २-२३-२
| रौद्रादयो रसा दीप्त्या २-९-१ यथा पदार्थद्वारेण १-१०-१ | लक्षणेऽन्यैः कृते चास्य १-१८-२ यथा व्यापारनिष्पत्तौ १- लावण्याद्याः प्रयुक्तास्ते १-११-२ यदपि तदपि रम्यं यत्र ४-१६-१
वस्तुभातितरां तन्व्याः ४-१४-२ यदुद्दिश्य फलं तत्र १-१७-२ | वाक्ये सङ्घटनायां च ३-२-२ यद् व्यङ्ग्यस्याविभूतस्य २
वाचकत्वाश्रयेणैव १-१८-१ यस्तात्पर्येण वस्त्वन्यद् २-२२-२ | वाचस्पतिसहस्राणां यस्त्वलक्ष्यक्रमव्यङ्ग्यः -२-१
| वाच्यप्रतीयमानाख्यौ यस्मिन्ननुक्तः शब्देन २- | वाच्यवाचकचारुत्व २-४-१ युक्त्याऽनयानुसतव्यः .......४ - उ-१ |वाच्यस्याङ्गतयावापि .. २-३१-२ ये च तेषु प्रकारोऽयं 3-35-2/ वाच्यानां वाचकानाञ्च
३-३२योऽर्थः सहृदयश्लाघ्यः१-२-१ | वाच्यार्थपूर्विका तद्वत् १-१०-२ रचना विषयापेक्ष 3-९-२ | वाच्यालङ्कारवर्गोऽयं . 3-३७-१
ه
ه
ه
ه
.
Page #420
--------------------------------------------------------------------------
________________
०
ه
०
0
०
ه
ه
ه
।
له
०
< an
ا
aa aaa
ه
ه
3-१८-१
ه
ه
ه
વિન્યાલોક કારિકા ઉઘાત/કારિકા/પંક્તિ કારિકા
ઉદ્યોત/કારિકા, પંક્તિ वाणी नवत्वमायाति ४-२-२...- शब्दार्थशासनज्ञान . १-७-१ विज्ञायेत्थं रसादीनां 3-3१ - १ || | शब्दो व्यञ्जकतां बिभ्रद् १-१५-२ विधातव्या सहृदयैः . 3-४०-२ शरीरीकरणं येषां
२-२८-१ विधिः कथाशरीरस्य 3-१०-२॥ शषौ सरेफसंयोगौ 3-3-१ विनेयानुन्मुखीकर्तुं -- शृंगारस्यागिनो यत्नात् २-१४-१ विभावभावानुभाव 3-१०-१ | शृंगार एव मधुरः २-७-१ विमतिविषयो य 3-3४-१ शृंगारे विप्रलम्भाख्ये २-८-१ विरुद्धैकाश्रयो यस्तु 3-२५-१ | श्रुतिदुष्टादयो दोषाः २-११-१ विरोधमविरोधश्च 3- संख्यातुं दिङ्गात्रं 3-४५-२ विरोधिनः स्युः शृंगारे 3-3 - २ संवादास्तु भवन्त्येव ४-११-१ विरोधिरस सम्बन्धि - १ | संवादो ह्यन्यसादृश्यं ४-१२-१ विवक्षा तत्परत्वेन २-१८-१ स गुणीभूतव्यङ्ग्यैः । 3-४४ - १ विवक्षिताभिधेयस्य
संकरसंसृष्टिभ्यां 3-४४-२ विवक्षिते रसे लब्ध २०-१ | सत्काव्यं कर्तुं वा ज्ञातुं ३-४ विशेषतस्तु शृङ्गारे 3-२८- २ | सन्धि सन्ध्यङ्गघटनम् ३-१२-१ विषयं सुकविः काव्यं 3-3१ - २ | स प्रसादो गुणो ज्ञेयः २-१ विषयाश्रयमप्यन्यत्
समर्पकत्वं काव्यस्य २विस्तरेणान्वितस्यापि ३-१८- २ | सरस्वती स्वादुतदर्थवस्तु १वृत्तयोऽपि प्रकाशन्ते ३-४८- २ | सर्वत्र गद्यबन्धेऽपि 3-८-२ वेद्यते स तु काव्यार्थ १-७-२ | सर्वे नवा इवाभान्ति ४-२-२ व्यक्तः काव्यविशेषः स १-१३-२ | सर्वेष्वेव प्रभेदेषु नानु . २-१४-२ व्यङ्ग्यव्यञ्जकभावेऽस्मिन् ४-५-१ सर्वेष्वेव प्रभेदेषु २-33-१ व्यज्यन्ते वस्तुमात्रेण २-२८-१ स विभिन्नाश्रयः कार्यः व्यञ्जकत्वैकमूलस्य १-१८-२ | स सर्वो गम्यमानत्वं २-२६-२ शक्तावपि प्रमादित्वं २-१५-२ | सा व्यङ्ग्यस्य गुणीभावे 3-3८ - शब्दतत्त्वाश्रयाः काश्चित् ३-४८-१ | सुप्तिङ्वचनसम्बन्धैः ३-१६ शब्दस्य स च न ज्ञेयः २-३२- २ | सोऽर्थस्तद्व्यक्तिसामर्थ्य १-८-१ शब्दार्थशक्तिमूलत्वात् २-२०-२ | स्व सामर्थ्यवशेनैव १-११-१ शब्दार्थशक्त्याक्षिप्तोऽपि २-२३-१ स्वेच्छा केसरिणः स्वच्छ भंग सो
a
०
ه
قم
०
قم
قم
०
م
।
له
ट
م
له
سه
Page #421
--------------------------------------------------------------------------
________________
४१८
९२
२०४
१५०
२७४)
११२
१४६
२६२
२५४
परिशिष्ट-२ (4) દવન્યાલોકમાં ઉધૃત કરાયેલાં ઉદાહરણો મૂળાક્ષરના ક્રમે. ५४ नं.
पृष्ठ नं. अङ्कुरितः पल्लवितः
१४४ | उप्पहजआएँ असोहिनीएँ २५६ अज्जाएँ पहारो
एकन्तो रुइअ पिआ अण्णत्त वच्च
१८२ एमेअ जणो तिस्सा अतहठिए वि
एवंवादिनि देवर्षों १३२/२५० अत्ता एत्थ
७६ एहिगच्छ पतोतिष्ठ १९६ अतिक्रान्तसुखाः कालाः १८२ कण्ठाच्छित्वाक्षमाला २०४ अत्रान्तरे कुसुमयुग . १२६ / कपोले पत्राली अनध्यवसितावगाहन २५४| कमलाअराणं मलिआ अनवरतनयनजललव १६० | करिणी वेहव्वअरो
२७४ अनुरागवती संध्या ८६/२४२ / कर्ताद्यूतच्छलानां अम्बा शेतेऽत्रवृद्धा १३४ | कस्त्वं भोः कथयामि अमी ये दृश्यन्ते
२५४ कः सन्नद्धे . अयमेकपदे तया वियोगः १८४ कस्स वणहोई अयं स रशनोत्कर्षी
किमिव हि मधुराणां अवसर रोउं चिअ
किं हास्येन न मे अहिण अपओअर
कुविआओ पसन्नाओ अहोबतासिस्पृह
१८४ कृते वरकथालापे आक्रन्दाः स्तनितैः
कोपात्कोमल आम असइयो
२४८ | क्रामन्त्यः क्षतकोमला २०० आहूतोऽपि सहायै
क्वाकार्य शश०
१९६ ईसाकलुसस्स वि १४२ क्षिप्तो हस्तावलग्नः १०२/१९६ उच्चिणसु पडिअ
खं येऽत्युज्वलयन्ति उत्कम्पिनी भय
१५६] खणपाहुणिआ देअर उद्दामोत्कलिकां
११६ | गअणं च मत्तमेहं उन्नतः प्रोल्लसद्धारः
-१२८) गावो वः पावनानां उपोढरागेण विलोल
८६ | चक्राभिघातप्रसभा
१५०
७८
१०
२७४
१२०
१४८
Page #422
--------------------------------------------------------------------------
________________
४२०
હવન્યાલોક
१८०
२५० ९२/२५४
१९६
२४६
१५२
१३८
२५०
२३०
२७८
७६
२०५
१२६/१९६
चञ्चद्भुजभ्रमित चन्दनासक्तभुजग चन्दमऊएहि णिसा चमहिअमाणस चलापाणां दृष्टिं चुम्बिजइ सअहुत्तं चूअङ्करावअंसं जा एज वणुद्देसे ण अ ताण घडइ तं ताण सिरिसहो तद् गेहं नतभित्ति तन्वी मेघजलाई तमर्थमवलम्बन्ते तरजभूभका तस्या विनापि हारेण ताला जाअन्ति गुणा तालैः शिञ्जवलय तेषां गोपवधूविलास त्रासाकुलः परिपतन् दत्तानन्दाः प्रजानां दन्तक्षतानि करजैश्च दी(कुर्वन् पटुमदकलं दुराराधा राधा दृष्टया केशवगोपराग दे आ पसिअ णिवत्तसु दैव्वा एतम्मि फले धरणी धारणाया निद्राकैतविनः प्रियस्य नीवाराः शुकगर्भ नो कल्पापाय
१०६ न्यक्कारो ह्ययमेव १४२] पत्युः शिरश्चन्द्र १३८, परार्थेयः पीडां १२६ | पाण्डुक्षामं वदनं ११४ | परिम्लानं पीनस्तन ९२ प्रभामहत्या
प्रभश्यत्युत्तरीय | प्राप्तुं धनैरर्थिजनस्य २८४ | प्राप्त श्रीरेषकस्मात् १४० | प्रयच्छतोच्चैः कुसमा०
प्रियजने नास्ति १०४ भगवान् वासुदेवश्च १६० | भम धम्मि १०४ | भूरेणुदिग्धानपारि० १२४ | भ्रमिमरतिमलस०
९८ मनुष्यवृत्या समुपा० १८२ मन्दारकुसुमरेणु० १०४महमह इति भणन्त १४२ मा पन्थं रुन्धीओ १२८ मा निषाद प्रतिष्ठां
मुनिर्जयति योगीन्द्रो मुहुरहुलिसंवृत्ता
यः प्रथमः प्रथमः १२६ | यत्र च मातक
| यच्च कामसुखं लोके १४०/ यथा यथा विपर्येति २७४ | यद्वश्चनाहितमति २७२ | या निशा सर्व १८४ या व्यापारवती रसान् ११८ ये जीवन्ति न भान्ति
१८४
१६०
२९०
२८०
१८४
२७०
१३०
२०८
२७८
१८६
१५०
२६४
१८६
Page #423
--------------------------------------------------------------------------
________________
४२१
२७६ १२०
१२४ १३२/२४२ १३६/१५४
२१०
१५०
१८६
१३०
१४०
२७०
२०८
પરિશિષ્ટ येन ध्वस्तमनो०
१२४ | शोकः श्लोकत्व यो यः शस्त्रं १०६/१६०/१६४ | श्यामास्वत्रं चकित रक्तस्त्वं नवपल्लवैः
११६ | श्लाघ्याशेषतर्नु रम्या इति प्राप्तवतीः १४४ | सङ्केतकालमनसं रविसङ्क्रान्त सौभाग्य ९८ | सजेहि सुरहिमासो राजानमपि सेवन्ते
सत्यं मनोरमा रामाः रामेण प्रियजीवितेन १५० | सप्तैताः समिधः लक्ष्मी दुहिदा जाआउओ . २४४ | समविसमणि लावण्यकान्ति
१४० | सर्वेकशरणमक्षयं लावण्य द्रविण व्ययो २५२ / स वक्तुमखिलान् लावण्यसिन्धुरपरैव
२४२ स विभ्रमस्मितोद्भेदाः लीलाकमल पत्राणि
२२४ | सशोणितैः क्रव्यभुजां वच्च महब्विअ
स हरिनाम्ना देवः वत्से मा गा विषादं
| सा अरविइण्णजोव्वण वसन्त पुष्पाभरणं
सिज्जइ रोमचिजइ वणिअअ हत्तिदन्ता १५४ | सिहि पिंछकण्ण वाणीर कुडङ्गो
१४६ सुरभिसमये प्रवृत्ते विमानपर्यतले
सुवर्णपुष्पां पृथिवीं विसमइओ काणवि
१५२ स्निग्धश्यामल विसम्भोत्था मन्मथाज्ञा २४८ स्मरनवनदी पूरेणोढा वीराणं रमइ घुसिण
१४० स्मितं किञ्चिन्मुग्धं वृत्तेऽस्मिन् महा
१५२ स्वतेजक्रीतमहिमा वीडायोगानत १५६/२२० | स्वस्था भवन्ति शिखरिणि क्व नु नाम
| हंसानां निनदेषु शून्यं वासगृह
२७२ | हिअअट्ठाविअमj शेषो हिमगिरिस्त्वं _२७४ |
७८
११८
१३४
१३६
२
२८२
१३६/१५४
२७४
२०८
९८
१५८
२७०
२७२
२४८
२८६
१४०
Page #424
--------------------------------------------------------------------------
________________
परिशिष्ट - २ (म)
વૃત્તિમાં ઉલ્લેખાયેલા પરિકર, સંગ્રહ વગેરે પ્રકારના શ્લોકો.
अनाख्येयांश भासित्वं
अनिष्टस्य श्रुतिद्वदावा
अनौचित्यादृते नान्यत् अपारे काव्यसंसारे
अव्युत्पत्तिकृतोदोषः इति काव्यार्थ विवेको
(इ) इत्यविलष्टरसाश्रयो
कथाशरीरमुत्पाद्य वस्तु काव्यादृध्वनिर्ध्वनेर्व्यङ्ग्यं
तत्परावेव शब्दार्थौ
नीरसस्तु प्रबन्धो यः
पदानां स्मारकत्वेऽपि
पूर्वे विशृङ्खलगिरः
भावानचेतनानपि चेतनवत्
मुख्या व्यापारविषयाः
यमकादि निबन्धे
तु
यस्मिन्नस्ति न वस्तु
पृष्ठ नं.
२६८ | यस्मिन्रसो वा भावो वा
१५६ रसभावादि तात्पर्य
१७४ रसभावादिविषयविवक्षा
२५८ रसवन्ति हि वस्तूनि
१६४ | रसादिषु विवक्षा तु
रसाभासाङ्ग भावस्तु
२९६ व्यङ्ग्यस्य यत्रा
१७६ व्यङ्ग्यव्यञ्जकंसम्बन्ध
२६०
व्यङ्ग्यस्य प्रतिभा
८८ वाल्मीकि व्यतिरिक्तस्य
१९४ वाल्मीकि व्यासमुख्याश्च
१५६ विच्छित्ति शोभिनैकेन
१९४ | शृङ्गारी चेत् कविः २५८सन्ति सिद्धरस प्रख्या
१९२ सत्काव्यतत्त्व
१९४ सैषा सर्वत्र वक्रोक्तिः
७४
卐
पृष्ठ नं. २६०
१०२
२५८
११२
२५८
११४
८८
८४
८८
२८८
१९४
१५६
२५८
१७८
२९६
२४४
Page #425
--------------------------------------------------------------------------
________________
સંક્ષિપ્ત સંદર્ભગ્રંથસૂચિ १. ध्वन्यालोक-सं. आचार्य विश्वेश्वर (हिन्दी), वाराणसी ज्ञानमण्डल लिमिटेड, (तृतीय
संस्करण) २. ध्वन्यालोक (लोचन सहित) सं. आचार्य जगन्नाथ पाठक (हिन्दी) चौखम्बा
विद्याभवन, वाराणसी (1992) 3. ध्वन्यालोक (लोचन सहित) सं. डॉ. रामसागर त्रिपाठी (हिन्दी) मोतीलाल
बनारसीदास, उ-१,२ (1989) उ-३,४ (1981) ४. ध्वन्यासो संपा. उस२२॥य भiss. . गु०४रात युनिवर्सिटी (१८६८) ૫. ધ્વન્યાલોક, આનંદવર્ધનનો ધ્વનિવિચાર નગીનદાસ પારેખ, ગુજરાતી સાહિત્ય
परि५४, ममहा: (प्रथम सं२७२९८) 5. ध्वन्यालोक-दीधिति टीका सहित पं. बदरीनाथ शर्मा चौखम्बा संस्कृत सीरिज
(1953) . ૭. અભિનવનો રસવિચાર અને બીજા લેખો. નગીનદાસ પારેખ. મેસર્સ બી.એસ.
२usी. .. ११८3, 4नोरन, महा (१८६९) ८. भारतीय साहित्यशाखनी विया परंपरा मो. प्रो. तपस्वी ना-ही. युनिवर्सिटी .
निर्भाए। मोड, अमहा4-5 (१८७२) ८. नि. अने. पाश्चात्य शिंतन. डॉ. रमेश 05 (१६८०) १०. भारतीय साहित्यशास्त्र. गणेश त्र्यंबक देशपांडे (हिन्दी-देउस्कर) (1960)
ગુજરાતી અનુ. ડૉ. જશવંતી દવે ११. ध्वनिपूर्व अलंकारशास्त्रीय सिद्धान्त और ध्वनि. डॉ. विभारानी दुबे. भारतीय विद्या
प्रकाशन, वाराणसी (1994) १२. आनन्दवर्धन डॉ. रेवाप्रसाद द्विवेदी. (प्रथम संस्करण) मध्यप्रदेश हिन्दी ग्रन्थ
अकादमी. भोपाल. 23. History of sanskrit poetics M. M. P. V. Kane, Motilal
Banarasidas. Delhi (1961) १४. History of Sanskrit Literature- S. K. De and S. N.
Dasgupta. Uni. of Calcutta. १५. History of Sanskrit Poetics. Sushil kumar De, Firma-K. L. ___Mukhopadhyaya, Calcutta. (1960) 19. Sanskrit poetics. A critical and comparative study-by - Krishna Chaitanya, Asia Publishing House, Bombay, (1965)
Page #426
--------------------------------------------------------------------------
________________
४२४
ધ્વન્યાલોક
१७. Abhinavagupta's Dhvanyaloka with Lochana. (Eng.) Dr. K. Krishnamoorthy. Meharchand Lachhmandas Publication. New Delhi (1988).
<. The origin and Development of the theory of Rasa and Dhvani in Sanskrit Poetics. Dr. Tapasvi S. Nandi. Gujarat University (1973)
१८. The Dhvanyaloka and its critics Dr. K. Krishna moorthy, Bharatiya Vidya Prakashan, Delhi (1982).
२०.
Dhvanyaloka I & II edi. Bishnupada Bhattacharya.
22. Concept of poetic Blemishes in Sanskrit Poetics. Bechan
Jha..
२२. भरत
२३. भामह
२४. दण्डी
२५. उद्भट
२५. वामन
२७. राजशेखर
२८. मम्मट
२७. क्षेमेन्द्र ३०. विश्वनाथ
३१. जगन्नाथ
-
-
·
-
·
-
-
नाट्यशास्त्र
काव्यालङ्कार काव्यादर्श
काव्यालंकार
काव्यालङ्कारसूत्रवृत्तिः
काव्यमीमांसा
काव्यप्रकाश
औचित्यविचारचर्चा
साहित्यदर्पण
रसगङ्गाधर
Page #427
--------------------------------------------------------------------------
________________
લેખક પરિચય
ગામ
નામ શાહ ગોવિંદલાલ શંકરલાલ
હલધરવાસ, તાલુકો : મહેમદાવાદ, જિલ્લો છે. અભ્યાસ બી. એ. પ્રથમવર્ગ. ગુજ. યુનિ. ૧૯૫૬ .
એમ. એ. દ્વિતીય વર્ગ, સરદાર પટેલ યુનિ. ૧૯૫૮
પીએચ.ડી. ગુજરાત યુનિવર્સિટી ૧૯૮૦ રોકરી : ગુજરાત સરકાર સંચાલિત કોલેજોમાં સંસ્કૃતના
પ્રાધ્યાપક તરીકે શામળદાસ કોલેજ, ભાવનગર, શ્રી ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ રાજકોટ, એમ. એન. કોલેજ, વિસનગર, સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ, ગાંધીનગરમાં તેમજ આચાર્ય તરીકે સરકારી વિનયન કોલેજ, વાંસદા (જિ. વલસાડ) અને સરકારી વિનયન કોલેજ, ગાંધીનગરમાં કાર્ય કર્યું. કુલ ૩ ૪ વર્ષનો શિક્ષણકાર્યનો અનુભવ. તે પૈકી ૩ ૨ વર્ષ અનુસ્નાતક શિક્ષક તરીકે કાર્ય કર્યું. ગુ. યુનિ.માં પીએચ. ડી. સંશોધનના માર્ગદર્શક તરીકે માન્ય હતા. ત્રણ વિદ્યાર્થીઓ એ પીએચ.ડી. પદવી પ્રાપ્ત કરી છે. હાલ નિવૃત્તિ દરમ્યાન મહર્ષિ વેદવિજ્ઞાન અકાદમીમાં માનદ પ્રાધ્યાપક તરીકે કાર્ય કરે છે
Page #428
--------------------------------------------------------------------------
________________ પાર્શ્વ પબ્લિકેશન અમદાવાદ