________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૧૩)
૩૧૯
સમાવેશ ‘સમાસોક્તિ’ અલંકારમાં માની શકાય છે. તેનું ખંડન કરતાં આનંદવર્ધન કહે છે કે વ્યયનું પ્રાધાન્ય નહીં હોવાથી અહીં ધ્વનિ નથી એટલે ધ્વનિનો ‘સમાસોક્તિ’માં સમાવેશ થઈ શકતો નથી.
૧૩.૫ (i) આક્ષેપ- અભિનવગુપ્તે (રામસાગર ત્રિપાઠીની આવૃત્તિ પૃ. ૧૮૯) આપેલ વ્યાખ્યા
प्रतिषेध इवेष्टस्य यो विशेषाभिधित्सया ।
वक्ष्यमाणोक्तविषयः स आक्षेप द्विधा मतः ॥
કંઈક વિશેષ કહેવાની ઇચ્છાથી, કહેવું હોય તેને જાણે કે અટકાવી દેવાય ત્યારે ‘આક્ષેપ’ બને છે.
(ii) અનુાળવતી સન્ધ્યા... ઈ. આનંદવર્ધને આ શ્લોક ‘આક્ષેપ’ અલંકારના ઉદાહરણ તરીકે આપ્યો છે. આ શ્લોકમાં વામન મુજબ ‘આક્ષેપ’ અલંકાર છે પણ ભામહ મુજબ ‘સમાસોક્તિ’ છે. ‘સમાસોક્તિ’ અને ‘આક્ષેપ’ બન્ને અલંકારનું કહી શકાય તેવું આ ઉદાહરણ છે. આ શ્લોકનો અલંકાર ક્યો તે અહીં બહુ ન વિચારતાં ધ્વનિકારનો ભાવાર્થ ગ્રહણ કરવા જેવો છે. આ શ્લોકના અલંકાર સ્થળમાં વ્યઙ્ગય સર્વથા વાચ્યાર્થમાં ગુણીભૂત થઈ જાય છે. તેથી વ્યકયનું પ્રાધાન્ય નહીં હોવાથી તેને ધ્વનિકાવ્ય કહી શકાય નહીં. તેથી ધ્વનિનો અલંકારમાં અંતર્ભૂત થવાનો પ્રશ્ન જ ઊઠતો નથી.
(iii) દીપક-મમ્મટ કાવ્યપ્રકાશ ૧૦/૧૭માં દીપકનું લક્ષણ આ પ્રમાણે આપે છે
सकृद् वृत्तिस्तु धर्मस्य प्रकृताप्रकृतात्मनाम् । सैव क्रियासु बह्वीषु कारकस्येति दीपकम् ।।
“પ્રકૃત અને અપ્રકૃત વસ્તુઓના સાધારણ ધર્મનું એક્જ વાર કથન, તેમજ ઘણી ક્રિયાઓ હોય અને કારકનું એક જ વાર કથન હોય ત્યારે ‘દીપક’ અલંકાર થાય છે.
આનંદવર્ધને વૃત્તિમાં આ અલંકારનો તેમજ અપતિનો ઉલ્લેખ કર્યો છે પણ ઉદાહરણ આપ્યું નથી.
આ અલંકારમાં ચારુત્વ-ઉત્કર્ષનું મૂળ તેનું અલંકારત્વ છે.
(iv) અપનુતિ- ભામહે કાવ્યાલંકાર ૩/૨૧માં આ પ્રમાણે ‘અપવ્રુતિ’નું લક્ષણ આપ્યું છે.
अपह्नुतिरभीष्टस्य किञ्चिदन्तर्गतोप॒मा । = અભીષ્ટ (અર્થાત્ વર્યવિષય)નો નિષેધ હોય જેમાં ઉપમા વ્યય થતી હોય, તે અપવ્રુતિ કહેવાય છે. આ અલંકારની શોભા અપહ્નવ-નિષેધ છે. ઉદા.