________________
ચતુર્થ ઉદ્યોત : ૪, ૫
२७७
ઇત્યાદિ અર્થો (સરખા અર્થ)વાળો શ્લોક હોવા છતાં પણ અગતાર્થતા જ (નૂતનતા જ) છે.
(વ્યંજક ભેદથી નવીનતા)
જેમ ધ્વનિના વ્યંગ્યભેદના આશ્રયથી કાવ્યાર્યોનું નવત્વ ઉત્પન્ન થાય છે, તેવી રીતે વ્યંજક ભેઠના આશ્રયથી પણ (ઊપજે છે). પણ તે ગ્રંથ વિસ્તારના ભયથી લખતા નથી. સહૃદયોએ જાતે જ તે સમજી લેવું.
કારિકા-૫ અને વૃત્તિ : અને અહીં (આ ગ્રંથમાં) વારંવાર કહ્યું હોવા છતાં સારરૂપ હોવાથી (ફરી) આ કહે છે
‘‘આ વિવિધ વ્યંગ્યભંજકભાવનો સંભવ હોવા છતાં પણ કવિ એક રસાદિમયમાં જ ધ્યાન દેનાર બને.’'
અર્થોની અનંતતાના કારણરૂપ, આ વ્યંગ્યભંજકભાવનું વૈચિત્ર્ય (જુદાજુદા પ્રકારનું હોવાપણું) સંભવિત હોવા છતાં અપૂર્વ (લોકોત્તર ચમત્કૃતિવાળું કાવ્ય) અર્થનો લાભ (મેળવવા) ઇચ્છુક કવિ કેવળ એક રસાદિમય વ્યંગ્યભંજકભાવમાં પ્રયત્નપૂર્વક ધ્યાન આપે. રસ, ભાવ અને તઠાભાસ (અર્થાત્ રસાભાસ અને ભાવાભાસ) રૂપ વ્યંગ્ય અને તેના વ્યંજક, યથાનિર્દિષ્ટ વર્ણ, પદ, વાકચ, રચના તથા પ્રબંધમાં ધ્યાનવાળા કવિનું આખું જ કાવ્ય અપૂર્વ બની જાય છે. તે આ પ્રકારે, રામાયણ, મહાભારત આદિમાં સંગ્રામ વગેરે વારે વારે વર્ણવાયા હોવા છતાં (બધી જગાએ) નવા નવા પ્રતીત થાય છે.
અને પ્રબંધ (કાવ્ય)માં અંગી રસ એક જ ઉપનિબધ્યમાન થઈને (અર્થાત્ નિરૂપણ પામીને) અર્થવિશેષના લાભને અને સૌંદર્યાતિશયને પોષે છે. જો કહો કે કોની જેમ ? (એમ પૂછો તો ઉત્તર એ છે કે) જેમ કે ‘રામાયણ’માં અથવા જેમ કે ‘મહાભારત’માં. ‘રામાયણ’માં ‘શો ોત્વમાગતઃ અર્થાત્ ‘શોક શ્લોકત્વને પામ્યો’ એમ કહેનારા સ્વયં આદિ કવિએ સૂત્ર રૂપમાં નિર્દિષ્ટ કરી દીધેલ છે અને સીતાના વિયોગ પર્યંત પોતાના પ્રબંધની રચના કરીને તેનો નિર્વાહ પણ કર્યો છે. (મહાભારતનો પ્રધાનરસ શાંત)
શાસ્ત્ર અને કાવ્યના સૌંદર્ય (ની છાયા)થી યુક્ત મહાભારતમાં પણ વૃષ્ણિઓ (યાદવો) અને પાંડવોના વિરસ અવસાનને કારણ વૈમનસ્ય (નિર્વેદ) ઉપજાવે એવી સમાપ્તિની રચના કરતા મહામુનિએ (વ્યાસે) પોતાના કાવ્યના વૈરાગ્ય ઉપજાવવા રૂપી તાત્પર્યને દર્શાવતાં, મોક્ષરૂપ પુરુષાર્થ તથા શાંતરસ મુખ્યરૂપે વિવક્ષાનો વિષય છે એ સૂચિત કર્યું છે. અન્ય વ્યાખ્યાકારોએ આ આંશિકરૂપમાં વિદ્યુત કર્યું છે. (આવી જ વ્યાખ્યા કરી છે). ભારે મોહમાં પડેલા સંસારના ઉદ્ધારની ઇચ્છા કરતા, અત્યંત નિર્મળ જ્ઞાનનો પ્રકાશ દેનારા, લોકનાયે, તેમણે સ્વયં આ કહ્યું છે