________________
ચતુર્થ ઉઘાત: ૭
૨૮૭ જાય છે. જેમકે કુમારસંભવમાંજ (શરૂઆતમાં) પર્વત સ્વરૂપ હિમાલયનું વર્ણન (છે), ફરી સપ્તર્ષિઓની પ્રિય ઉક્તિઓમાં ચેતન સ્વરૂપની દષ્ટિએ દર્શાવ્યું છે, તે અપૂર્વ જ પ્રતીત થાય છે. અને સારા કવિઓનો આ માર્ગ પ્રસિદ્ધ જ છે. અને આ પ્રસ્થાન (માર્ગ) કવિઓની વ્યુત્પત્તિને માટે ‘વિષમબાણલીલા'માં સવિસ્તર દર્શાવ્યો છે.
ચેતનાનું બાલ્ય આદિ અવસ્યા (ભેદ)થી અન્યત્વ સત્કવિઓમાં પ્રસિદ્ધ જ છે. ચેતનોના અવસ્થાભેદમાં પણ અવાન્તર અવસ્થાભેદથી વિવિધતા (નાનાત્વ) છે. જેમકે કામદેવનાં બાણોથી વીંધાયેલી કુમારીઓનું અને બીજી (નાયિકાઓ)નું વર્ણન. તેમાં પણ વિનયશીલ અને અવિનયશીલનું.
આરંભ આદિ અવસ્થાભેદથી ભિન્ન અચેતન ભાવોનું સ્વરૂપ (પણ) અલગ અલગ રચના થાય ત્યારે અનંતતાને પ્રાપ્ત થઈ જાય છે. જેમ કે
જે ખાવાથી કૂજતા હંસોના અવાજમાં તુરાશથી કંઠ સાફ થઈ જવાને લીધે ઘર્ઘર ધ્વનિયુક્ત કોઈ નવો જ વિભ્રમ (નવી જ મીઠાશ) આવે છે, તે હાથણીના નવી ફૂટલી કોમળ દાંતોની કળીની સ્પર્ધા કરતી મૃણાલની નવી ગાંઠો હાલ તળાવમાં બહાર નીકળી રહી છે.”
આમ અન્યત્ર પણ અહીં (બતાવેલી) દિશા પ્રમાણે અનુસરવું. (દશભેદથી નવત્વ)
દેશભેદથી પહેલાં અચેતનોની વિવિધતા (નાનાત્વ), જેમકે જુદી જુદી દિશા અને દેશોમાં સંચરતા વાયુની તેમજ બીજાં જલ તથા પુષ્પ આદિની પણ વિવિધતા પ્રસિદ્ધ જ છે. ચેતનનો પણ મનુષ્ય, પશુ, પક્ષી વગેરેના ગામ, અરણ્ય, જલ આદિના સંબંધથી (એ સ્થળોએ ઉછરેલાંનો) પરસ્પર મહાન વિશેષ દેખાય છે જ. તે વિવેકથી યોગ્ય રીતે રચાતાં આનન્યને પામે છે. તે આ પ્રકારે-દિશા, દેશ ઇત્યાદિથી ભિન્ન મનુષ્યોના જ જે વ્યવહાર અને વ્યાપાર ઇત્યાદિ તેમની જે વિચિત્ર વિશેષતાઓ હોય છે તેનો અંત કોણ જાણી શકે છે ? ખાસ કરીને સ્ત્રીઓની. સુકવિઓ પોતાની પ્રતિભા અનુસાર એ બધાનું વર્ણન કરે છે જ.
(કાલભેદથી વિવિધતા)
કાલભેદથી પણ વિવિધતા (ભેદ) (હોય છે.) જેમ કે ઋતુઓના ભેદથી દિશા, આકાશ, જલ વગેરે અચેતનાનો (ભેદ હોય છે). ચેતનોના તો કાલવિશેષના આશ્રયથી (વસંત વગેરે ઋતુ મુજબ) ઔસ્ક્ય આદિ પ્રસિદ્ધ જ છે. આખા જગતની વસ્તુઓમાં પોતાના સ્વરૂપ (સ્વાલક્ષણ્ય) ભેદથી (કાવ્યમાં) વિશેષ વર્ણન પ્રસિદ્ધ જ છે, તે જેમ છે તેમ રચાતાં કાવ્યના અર્થની (વિષયની) અનન્તતા આણે છે.