________________
દવન્યાલોક સંઘટનાનું તત્ત્વ પણ કાવ્યમાં રસનું વ્યંજક બને છે. આ સંઘટના ત્રણ પ્રકારની સંભવે છે. (૧) સમાસ વગરની (૨) મધ્યમ પ્રકારના સમાસવાળી (૩) દીર્ઘસમાસવાળી.
આનંદવર્ધને “રીતિ’ વિચાર, ગુણોના સંદર્ભમાં કર્યો છે અને સંઘટના અને ગુણોના તત્ત્વો વચ્ચેના સૂક્ષ્મ સંબંધને પણ તેમાં ભેળવી દીધો છે.
સંઘટનાનો સાચો સ્વભાવ અને તે રસની વ્યંજક બની કાવ્યના અંતરંગમાં સ્થાન કેવી રીતે પામે છે તે આનંદવર્ધન, પુનિશ્રિત્ય તિન્તી.... ઈ. ૩/૬ માં આ રીતે જણાવે છે. “માધુર્ય વગેરે ગુણોને આધારે રહીને તે સંઘટના રસાદિને વ્યંજિત કરે છે અને તેના રસ વ્યંજત્વના નિયમમાં વક્તા અને વાચ્યગત ઔચિત્યને હેતુરૂપ ગણાવાયું છે.”
આનંદવર્ધન મુજબ સંઘના ગુણોને આધારે રહેલી છે. સંઘટના અને ગુણોના સંબંધની બાબતમાં ત્રણ વિકલ્પો શક્ય છે. (૧) સંઘટના અને ગુણોએ બન્ને એક જ છે. (૨) ગુણો સંઘટનાને આધારે રહે છે. (૩) સંઘટના ગુણો ઉપર અવલંબિત છે. આનંદવર્ધનને ત્રીજો વિકલ્પ સ્વીકાર્ય છે.
સંઘટનાને ગુણ સ્વરૂપ માનીએ અથવા ગુણથી ભિન્ન માનીએ તો પણ રસ વ્યંજકતાની બાબતમાં કોઈક નિયમ હોવો જોઈએ. આનંદવર્ધન નોંધે છે કે વકતા અને વાચ્યગત ઔચિત્ય, સંઘટનાનું નિયામક તત્ત્વ છે. કાવ્યમાં વક્તા તરીકે કવિ પોતે હોય અથવા કવિએ નિરૂપેલું કોઈ પાત્ર હોય. કવિએ નિરૂપેલું પાત્ર રસ અને ભાવથી યુક્ત હોય અથવા વિરક્ત પણ હોય. રસ પણ કથાનાયકને આશ્રયે હોય અથવા તેના વિપક્ષને આશ્રયે હોય. વાચ્યાર્થ પણ ધ્વનિરૂપી રસનો અંગભૂત હોય અથવા રસાભાસનો અંગભૂત હોય. વળી તે રૂપક વગેરે અભિનેયાર્થનો હોય અથવા મહાકાવ્ય વગેરે અનભિનેયાર્થના હોય. આમાં કવિ અથવા તેનું પાત્ર રસ, ભાવ વગરનાં હોય તો રચનાની બાબતમાં કોઈ નિયમ નથી. કવિ પોતાની ઈચ્છા મુજબ સંઘના રાખી શકે છે. પણ જો કવિ કે તેનું પાત્ર રસ, ભાવથી યુક્ત હોય અને રસ જો પ્રધાનપાત્રમાં રહેલો હોય તથા ધ્વનિકાવ્યમાં આત્મા તરીકે ઉપસ્થિત હોય ત્યારે ત્યાં સંઘટના, ચોક્કસ સમાસ વગરની અથવા મધ્યમસમાસવાળી રાખવી. જો કે કરુણ અને વિપ્રલંભશૃંગાર રસમાં તો સંઘટના સમાસ વગરની જ હોવી જરૂરી છે. કારણકે રસ જ્યારે પ્રધાન તત્ત્વ તરીકે નિરૂપિત કરવાનો હોય ત્યારે તેની પ્રતીતિમાં વિઘ્ન ઊભું કરનારાં તત્ત્વોનો પરિહાર થવો જરૂરી છે. દીર્ઘસમાસવાળી સંઘટના, ક્યારેક રસપ્રતીતિમાં વ્યવધાન ઊભું કરે છે. કવિએ, તેથી દીર્ઘસમાસવાળી સંઘટના ન કરવી જોઈએ. આ બાબત નાટક વગેરે રૂપકોને વધુ લાગુ પડે છે. કરુણ અને વિપ્રલંભ