________________
પ્રથમ ઉધોતઃ ૧૩
સમાસોક્તિમાં તો-“પરિવૃદ્ધ રાગ (લાલી અથવા પ્રેમ)થી પરિપૂર્ણ ચંદ્ર વિલોલ (ચંચળ, હાલતા) તારાઓ (નક્ષત્રો અથવા કીકીઓ) વાળા રજનીના મુખને (પ્રારંભ અર્થાત્ પ્રદોષ અથવા મુખ) એ પ્રકારે પકડી લીધું કે રાગવશ (લાલીને કારણે કે પ્રેમને કારણે) તેનું (નાયિકારૂપી રાત્રિનું) તિમિરરૂપી વસ્ત્ર સામે જ સરી પડ્યું પણ તે જાણી પણ ન શકી.” વગેરેમાં વ્યંગ્યથી અનુસરાયેલ વાચ્યાર્થ જ મુખ્યત્વે પ્રકાશે છે. કારણ કે નિશા અને ચંદ્ર ઉપર નાયિકા અને નાયકનો આરોપ છે, તે જ વાક્યર્થ છે.
૧૩.૫ (આ રીતે) “આક્ષેપ’ અલંકારમાં પણ વ્યંગ્યવિશેષ સૂચવનાર વાચ્યાર્થનું જ ચારુત્વ હોય છે. મુખ્યત્વે આક્ષેપની ઉક્તિના સામર્થ્યથી જ વાક્યાર્થ જણાય છે. જેમકે-વિશેષ વાત કહેવાની ઇચ્છાથી શબ્દ દ્વારા વાચ્ય જે પ્રતિષેધરૂપ આક્ષેપ છે તે વ્યંગ્ય વિશેષને વ્યંજિત કરતું મુખ્ય કાવ્યશરીર છે.
ચારત્વના ઉત્કર્ષને સાધનારી વિરક્ષા જવાચ્ય અને વ્યંગ્યનું પ્રાધાન્ય દર્શાવે છે. જેમ કે- “સંધ્યા અનુરાગવતી છે અને દિવસ તેની આગળ ચાલનારો છે. આશ્ચર્ય છે આ કેવી દેવગતિ છે, તો પણ સમાગમ નથી થતો !”
અહીં વ્યંગ્ય પ્રતીતિ છે તો પણ વાચ્યનું જ ચારુત્વ ઉત્કર્ષવાળું છે તેથી તેની જ મુખ્ય વિવેક્ષા છે.
વળી જેમ કે દીપક અને અપહનુતિ અલંકારમાં વ્યંગ્ય રૂપે ઉપમાની પ્રતીતિ થાય છે તો પણ તેનું પ્રાધાન્ય વિવક્ષિત ન હોવાથી (અર્થાત્ ઉપમાકૃત ચારુત્વોત્કર્ષ ન હોવાથી) ઉપમા નામે ઓળખાતા નથી, તેમજ અહીં પણ સમજવું.
અનુક્ત નિમિત્તા વિશેષાપ્તિ’માં પણ
પોતાના સાથીઓ દ્વારા બોલાવવા છતાં, ‘હા’ કહીને નિદ્રા છોડી દીધી હોવા છતાં, જવાની ઇચ્છાવાળો પથિક, સંકોચને શિથિલ કરતો નથી.”
વગેરેમાં પ્રકરણના સામર્થ્યથી વ્યંગ્યની પ્રતીતિ માત્ર થાય છે. પણ એ પ્રતીતિને લીધે કોઈ ચારુત્વની નિષ્પત્તિ થતી નથી એટલે એનું પ્રાધાન્ય નથી.
૧૩.૬ ‘પર્યાયોક્તમાં પણ જો વ્યંગ્યનું પ્રાધાન્ય હોય તો તેનો સમાવેશઅંતર્ભાવ-ભલે ધ્વનિમાં થતો, પણ ધ્વનિનો સમાવેશ પર્યાયોક્તમાં ન થઈ શકે તે (ધ્વનિ) મોટા વિષયવાળો છે અને અંગી છે એવું આગળ પ્રતિપાદિત કરવામાં આવશે માટે. પરંતુ ભામહ દ્વારા ઉદાહત કરેલ (વૃષ્યધ્વર્યું. ઈ.) પર્યાયોક્તના ઉદાહરણમાં તો વ્યંગ્યનું પ્રાધાન્ય જ નથી. કેમકે ત્યાં વાચ્યનું ગૌણત્વ વિવક્ષિત નથી. (અર્થાત્ વાગ્યે જ પ્રધાન છે. એથી તેને ધ્વનિ કહી શકાતો નથી.).
‘અપહતુતિ” અને “દીપક માં તો વાચ્યનું પ્રાધાન્ય અને વ્યંગ્યનું ગૌહત્વ (=અનુયાયિત્વ) પ્રસિદ્ધ છે.