________________
દ્વિતીય ઉદ્યોતઃ ૨૩
૧૩૫ કારિકા-ર૩ અને વૃત્તિ (સ્વશબ્દથી પ્રકાશતો વ્યંગ્યાર્થ, ધ્વનિ નથી પણ અલંકાર છે.)” શબ્દાર્થની શક્તિથી આક્ષિસ (=વ્યંજિત) પણ વ્યંગ્ય અર્થ જ્યાં કવિ દ્વારા પુનઃ પોતાની ઉક્તિથી આવિષ્કૃત કરી દેવામાં આવ્યો હોય, તે ધ્વનિથી ભિન્ન અન્ય (ચીજ) અલંકાર છે.” શબ્દશક્તિથી, અર્થશક્તિથી કે શબ્દાર્થ (બન્ને) શક્તિથી સૂચવાયેલ વ્યંગ્ય અર્થ જ્યાં કવિ વડે, પોતાની જ ઉક્તિથી, પ્રકાશાય છે તે આ અનુસ્વાન વ્યંગ્યથી જુદો જ અલંકાર છે. અથવા અસંલક્ષ્યધ્વનિ સંભવતો હોય તો પણ તેવો બીજો અલંકાર ગણાય છે. *
તેમાં શબ્દશક્તિથી (વ્યંજિત, શબ્દશકત્યુભવ વ્યંગ્ય, સ્વશબ્દથી કહેવાતાં ગુણીભૂત અને શ્લેષાલંકાર પ્રધાન, થઈ ગયું છે એવું ઉદાહરણ) જેમ કે “દીકરી ! વિષાદ ન અનુભવીશ. (શ્લેષ હોઈ બીજો અર્થ-વિષાદ= વિષભક્ષણ કરનાર શિવની પાસે ન જા) વેગથી ઉપરના દીર્ઘશ્વાસ ન લે (વાયુ અને અગ્નિને છોડ), અધિક કમ્પિત કેમ છે ? (જલપતિ વરુણ અથવા બ્રહ્મા તારા ગુરુ છે.) બળ તોડી નાખનાર જુસ્મિત (બગાસાને) રોક (ઐશ્વર્ય-મધમત્ત ઈન્દ્રને જવા દે). આ રીતે ભયશમનને બહાને (બીજા) દેવતાઓનું નિરાકરણ, કરાવીને “આમની પાસે (વિષ્ણુ પાસે) ગમન કર એ રીતે (કહીને) સમુદ્ર મંથનથી ડરેલી લક્ષ્મીને જેને (વિષ્ણુને) આપી તે (વિષ્ણુભગવાન) આપ લોકોનાં દુરિત (દુઃખકારક પાપ) બાળી મૂકો.'
અર્થશક્તિથી (વ્યંજિત, અર્થશલ્યુભવ વ્યંગ્ય જ્યાં શબ્દથી કહેવાયેલ હોય અને ગુણીભૂત અને શ્લેષાલંકાર પ્રધાન થઈ ગયેલ હોય તેનું ઉદાહરણ) જેમ કે
અહીં વૃદ્ધ માતા સૂએ છે, વૃદ્ધોમાં વૃદ્ધ પિતાજી અહીં સૂએ છે; આખા ઘરનું કામ કરીને શ્રમથી શિથિલ શરીરવાળી કુંભદાસી અહીં રહે છે. જેના પ્રાણનાથ થોડા દિવસથી પરદેશ ગયા છે એવી અભાગણી હું આમાં (આ ઓરડામાં) એકલી રહું છું.” પથિકને (રમણ માટે) અવસર (તક) છે, એમ જણાવવા તરુણીએ યુક્તિપૂર્વક આ પ્રમાણે કહ્યું.”
(એ રીતે) ઉભય શક્તિથી (આક્ષિપ્ત-વ્યંજિત ઉભયશકત્યુભવ વ્યંગ્ય જ્યાં શબ્દથી કહેવાયો હોય ત્યાં ગુણીભૂત અને ગ્લેષાલંકારપ્રધાન થઈ ગયેલ છે તેનું ઉદાહરણ) જેમ કે કયા વેરાવોપરી હતી... ઈ.માં. (કારિકા ૨૧.૨માં આ શ્લોક અગાઉ આવી ગયો છે.) :