________________
૧૭૭.
તૃતીય ઉદ્યોતઃ ૧૪
(શંકા) નાટક આદિ અભિનેયાર્થ હોય છે અને તેમાં સંભોગ શૃંગારના વિષયોનું અભિનયપણું અસભ્ય હોવાને કારણે ત્યાગ કરવામાં આવે છે (પણ કાવ્યમાં અભિનય નહીં હોવાથી તેનો પરિહાર કરવાની જરૂર નથી) જો એમ કહો તો
(સમાધાન) નહીં, કેમ કે જો આ પ્રકારના વિષયના અભિનયની અસભ્યતા હોય તો આ પ્રકારના વિષયના કાવ્યની તે (અસભ્યતાનું) કોણ નિવારણ કરી શકે છે ? (ત્યાં પણ આ દોષ થશે જ) એથી અભિનેયાર્થ અથવા અનભિનેયાર્થ કાવ્યમાં જે ઉત્તમ પ્રકૃતિ રાજા વગેરેનો ઉત્તમ પ્રકૃતિ નાયિકાઓની સાથે ગ્રામ્ય સંભોગનું વર્ણન છે તે મા-બાપના સંભોગ વર્ણનની જેમ અત્યંત (અનુચિત અને) અસભ્ય છે. તે રીતે ઉત્તમ દેવતા વિષયક (સંભોગ શૃંગાર વર્ણન અનુચિત અને અસભ્ય) છે.
વળી સંભોગ શૃંગારમાં સુરતવર્ણન એ એક જ પ્રકાર નથી, કેમ કે બીજા ભેદો પણ, પરસ્પર પ્રેમદર્શન વગેરે સંભવે છે. ઉત્તમ પ્રકૃતિના (નાયક વગેરે) વિષયમાં તેનું વર્ણન કેમ નથી કરતા ? (તેનું વર્ણન કરવું જોઈએ) એથી ઉત્સાહની જેમ રતિમાં પણ પ્રકૃતિ-ઔચિત્યનું અનુસરણ કરવું જ જોઈએ. એ રીતે વિસ્મય વગેરેમાં પણ આવી બાબતમાં મહાકવિઓનું વગર વિચારે વર્તવાપણું (અસમીક્ષ્યકારિતા) જોવામાં આવે છે, તે દોષ જ છે. કેવળ તેમની શક્તિ (પ્રતિભા) થી દબાઈ જતો હોવાથી પ્રતીત થતો નથી. એ (પહેલાં) કહેવાઈ ગયું છે.
અનુભાવોનું ઔચિત્યતો ભરત વગેરે (ના ગ્રંથ નાટ્યશાસ્ત્ર વગેરે)માં પ્રસિદ્ધ જ છે. તો પણ જરાક કહીએ. ભરતાદિ દ્વારા રચિત મર્યાદાને અનુસરતાં મહાકવિઓના પ્રબંધોનો અભ્યાસ કરીને, તથા પોતાની પ્રતિભાને અનુસરીને કવિએ સાવધાન રહીને વિભાવાદિના ઔચિત્યનો ભંગ ન થાય એ માટે ખૂબ યત્ન કરવો જોઈએ.
એતિહાસિક અથવા કલ્પિત કથા શરીરનો સ્વીકાર (રસનો) અભિવ્યંજક બને છે એમ કહ્યું તેનાથી આમ બતાવાય છે. ઈતિહાસ વગેરેની વિવિધ રસવાળી કથાઓ છે. છતાં તેમાં જે વિભાવ આદિના ચિત્યવાળી હોય, તે જ ગાા છે, બીજી નહિ. અને ઐતિહાસિક (કે પૌરાણિક) કથાવસ્તુથી પણ અધિક કલ્પિત કથાવસ્તુમાં (સાવધ રહેવાનો) પ્રયત્ન કરવો જોઈએ. તેમાં બેદરકારીથી સ્કૂલન પામતા કવિને અવ્યુત્પત્તિ (દોષ)નો ખૂબ સંભવ રહે છે. આ વિષયમાં (આ) પરિકર શ્લોક છે. -“કલ્પિત કથાવસ્તુનું એ રીતે નિર્માણ કરવું જોઈએ કે જેથી તે બધું જ રસમય લાગે.”
તેનો ઉપાય, વિભાવાદિના ઔચિત્યને સારી રીતે અનુસરવું તે છે. તે બતાવ્યું જ છે.