________________
તૃતીય ઉદ્યોત : ૪૧, ૪૨, ૪૩
વિવક્ષિતત્વ અને અવિવક્ષિતત્વ, જેમકે
૨૫૭
‘‘કુમાર્ગ (નીચકુળ)માં ઉત્પન્ન થયેલ કુરૂપ (વૃક્ષ સાથે લેતાં-કાંટાળી, સ્ત્રી સાથે અર્થ લેતાં-કદરૂપી), ફળ, ફૂલ અને પાંદડાં વિનાની (સ્ત્રી સાથે લેતાં- સંતાન રહિત), બોરડીને (કોઈ સ્ત્રીને) વાડ કરતાં (સ્ત્રી સાથેનો અર્થ-તેનું રક્ષણ કરતાં, યા ઘરમાં લાવતાં), અરે મૂર્ખ, બધા લોકો તને હસો.’’
અહીં વાચ્ય અર્થ અત્યંત સંભવિત પણ નથી તેમ અત્યંત અસંભવિત પણ નથી.
44
એથી વાચ્ય અને વ્યંગ્યના પ્રાધાન્ય અને અપ્રાધાન્યનું યત્નપૂર્વક નિરૂપણ કરવું જોઈએ.
(ચિત્ર કાવ્ય)
કારિકા-૪૨ અને ૪૩ તથા વૃત્તિ “પ્રધાનભાવ અને ગુણભાવ દ્વારા આ પ્રકારે વ્યંગ્ય વ્યવસ્થિત થતાં, કાવ્ય બે પ્રકારનાં છે. તેનાથી જે અન્ય છે તે ‘ચિત્ર’ કહેવાય છે.’’ (૪૨)
‘‘શબ્દ અને અર્થના ભેદથી ચિત્ર (કાવ્ય) બે પ્રકારનાં હોય છે. તેમાંથી કેટલાંક શબ્દચિત્ર હોય છે. અને તેનાથી જુદાં વાચ્યચિત્ર (અર્થાત્ અર્થચિત્ર) (કહેવાય) છે.’’
વ્યંગ્ય અર્થનું પ્રાધાન્ય હોય ત્યારે ‘ધ્વનિ’નામે કાવ્યપ્રકાર અને ગુણભાવ હોય ત્યારે ‘ગુણીભૂતવ્યંગ્યત્વ’ હોય છે. તેનાથી અન્ય રસ, ભાવ આદિના તાત્પર્યાયી રહિત અને વ્યંગ્યઅર્થવિશેષની પ્રકાશન શક્તિથી શૂન્ય કાવ્ય કેવળ વાચ્ય અને વાચકના વૈચિત્ર્યમાત્રના આશ્રયથી રચાયેલ, જે આલેખ્ય (ચિત્ર) જેવું દેખાય છે, તે ચિત્ર (કાવ્ય) છે. તે મુખ્ય કાવ્ય નથી. તે કાવ્યનું અનુકરણ (નકલ) જ છે. તેમાંથી કેટલાંક શબ્દચિત્ર છે, જેમકે દુર્ઘટ ‘યમક’ વગેરે. એ શબ્દચિત્રથી અન્ય, વ્યંગ્ય અર્થના સંસ્પર્શથી રહિત, પ્રધાન વાચાર્ય રૂપથી રહેલ, અને રસ આદિના તાત્પર્યથી રહિત ‘ઉત્પ્રેક્ષા' આદિ વાચ્યચિત્ર (=અર્થચિત્ર) છે.
(પૂર્વપક્ષ) તો આ ચિત્ર (કાવ્ય) શું છે ? જ્યાં પ્રતીયમાન અર્થનો (વ્યંગ્યાર્થનો) સંસ્પર્શ ન હોય. પ્રતીયમાન અર્થ ત્રણ પ્રકારનો (વસ્તુ, અલંકાર, રસાદિરૂપ) પહેલાં દર્શાવેલ છે. તેમાંથી જ્યાં વસ્તુ અથવા અલંકાર વગેરે વ્યંગ્ય ન હોય તેનાથી તે ચિત્ર કાવ્યનો વિષય ભલે માનવામાં આવે પણ જ્યાં રસાદિનું અવિષયત્વ હોય ત્યાં તો કાવ્યપ્રકાર જ નથી સંભવતો. કેમ કે વસ્તુના સ્પર્શ વગરનું કાવ્ય ઘટતું નથી. અને જગતની બધી વસ્તુઓ કોઈ રસ યા ભાવનું અંગ અવશ્ય થઈ જાય છે, છેવટે વિભાવ તરીકે. (દરેક વસ્તુનો કોઈને કોઈ રસથી સંબંધ થઈ જ જાય છે.) ચિત્તવૃત્તિ વિશેષો જ રસાદિ છે. એવું કોઈ વસ્તુ નથી જે ચિત્તવૃત્તિવિશેષ ઉત્પન્ન કરતું નથી. જો તે તેને ઉત્પન્ન ન કરે તો તે કવિનો વિષય જ નહીં થાય. કવિનો વિષય (ભૂત) કોઈ પદાર્થ જ ચિત્ર (કાવ્ય) તરીકે નિરૂપાય છે.