SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૫ અભ્યાસ નોધ (ઉ. ૨/૬) શ્લોક ઉદાહરણ તરીકે આપેલ છે. એ ત્રણેમાં અચેતન વસ્તુનું વર્ણન છે. તમ્મ ... . અહીં મુખ્ય અર્થ અચેતન નદીના વર્ણનને લગતો છે, પણ તેમાં નાયકના અપરાધથી રોષે ભરાઈને ચાલી જતી નાયિકાનું વૃત્તાન્ત છે. તેવી મેષતા... ઈ. માં અચેતન લતાનું વર્ણન મુખ્ય છે. પણ તેમાં પ્રિયતમનો તિરસ્કાર કરીને પસ્તાતી ચેતન નાયિકાના વ્યવહારના વૃત્તાન્તની યોજના છે. તેષાં પવધૂ... ઈ.માં પ્રધાન વર્ણનનો વિષય અચેતન લતાકુંજો છે, પલ્લવોનું પણ વર્ણન છે. સાથે સાથે વિલાસના સખા, ક્રિડાના સાક્ષી વગેરે રૂપે ચેતનવસ્તુ વ્યવહારની યોજના થયેલી છે. આમ અચેતન વસ્તુનું વર્ણન ચેતન વસ્તુના વર્ણન ઉપર બંધાયેલું છે. દરેકમાં ભાવ, વિભાવ વગેરેનું વર્ણન છે તેથી ચેતનનો આરોપ છે અને તેથી દરેકમાં રસ છે જો ચેતન વસ્તુનું વર્ણન હોય ત્યાં જ રસવતુ આદિ અલંકાર હોય ત્યાં જ રસ હોય છે એમ કહીએ તો અહીં અચેતનનું વર્ણન છે, માટે આ બધા શ્લોકો નીરસ ઠરે, પણ એમાં ઘણો રસ ભર્યો છે. આમ પરપક્ષનો મત ખોટો ઠરે છે.' માટે ચેતન વસ્તુનો વૃત્તાન્ત હોય ત્યાં જ રસવત્ર આદિ અલંકાર હોય અને ‘રસવ આદિ અલંકારને જ રસ કહેવાય એ (પરપક્ષનો) મત ખોટો છે. જ્યારે આનંદવર્ધનનો મત કે રસ વગેરેની મુખ્ય વિવેક્ષા હોય ત્યાં જ ખરો રસાઠિધ્વનિ અને રસ વગેરેની ગૌણ વિવેક્ષા હોય ત્યાં ‘રસવત’ આદિ અલંકાર-તેજ ખરો મત છે. કારિકા-૬ અને વૃત્તિ : (i) પાંચમી કારિકાની વ્યાખ્યામાં રસધ્વનિ, રસવદલંકાર તથા ઉપમાદિ અલંકારનો ભેદ બતાવ્યો. આ કારિકામાં. ગુણ તથા અલંકારોનો ભેદ દર્શાવવામાં આવેલ છે. મનુષ્ય શરીરનું સાદશ્ય દર્શાવીને કાવ્ય શરીરને સમજાવી શકાય છે. મનુષ્યનો આત્મા અંગી, તેનું શરીર અંગ છે. શૌર્ય, દયા વગેરે મનુષ્યના ગુણ આત્માના છે. કટક, કુંડલ, હાર વગેરે શરીરના અલંકારો છે. તે બાહ્ય છે. ગુણ આંતરિક ગણાય છે. અલંકારો અંગને અવલંબીને રહે છે. કાવ્યમાં રસાદિ અંગી છે. માધુર્ય, પ્રસાદ, સુકુમારતા વગેરે શૌર્ય વગેરેની જેમ, અંગી એવા રસમાં રહેતા ગુણો છે. અનુપ્રાસ, ઉપમા વગેરે શબ્દ અને અર્થના અલંકારો, કટક, કુંડલ જેવા છે તેનો સંબંધ શબ્દાર્થ સાથે છે. જે સાક્ષાત્ રસને આશ્રયે રહેનારા “માધુર્ય આદિ છે તેને સાક્ષાત્ આત્મામાં રહેનારા શૌર્ય વગેરેની જેમ “ગુણ” કહે છે. અને જે તેના અંગભૂત શબ્દ તથા અર્થમાં રહેનારા ધર્મ છે તેને કટક વગેરેની જેમ “અલંકાર કહે છે. આ ગુણ અને અલંકારનો ભેદ છે. (i) ગુણો શબ્દાર્થને અવલંબે છે કે અંગી રસને જ? શ્રી ડોલરરાય માંકડ સમજાવે છે કે ‘રસવાળું કાવ્ય હોય તેમાં પણ શબ્દાર્થ તો હોય છે. તેથી વસ્તુતઃ
SR No.023029
Book TitleDhvanyaloak
Original Sutra AuthorN/A
AuthorG S Shah
PublisherParshva Publication
Publication Year1996
Total Pages428
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size27 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy