________________
૧૭૫
તૃતીય ઉદ્યોતઃ ૧૪
(સમાધાન) એવું નહીં. અમે એ નથી કહેતા કે રાજાઓના પ્રભાવના અતિશયનું વર્ણન કરવું અનુચિત છે (એમ) પણ કેવળ મનુષ્ય (પ્રકૃતિ)ને આધારે જે કથા ઉત્પાઘ હોય તેમાં દિવ્ય (પ્રકૃતિ)ના ઔચિત્યને નહીં યોજવું જોઈએ. દિવ્ય અને માનુષ (બંનેની પ્રકૃતિવાળી) કથામાં તો બન્ને પ્રકારના ઔચિત્યોનું વર્ણન અવિરુદ્ધ છે. જેમ કે પાંડવોની કથામાં. પણ જે સાતવાહન આદિમાં જેટલું અપાદાન (પૂર્વવૃત્તાન્ત) સંભળાય છે તે (ક્યાઓ)માં કેવળ એટલા (અંશ)નું અનુસરણ તો ઉચિત પ્રતીત થાય છે. (પણ) તેનું જ તેનાથી અધિક વર્ણન અનુચિત છે. માટે ખરો અર્થ આ છે “અનૌચિત્ય સિવાય બીજું કોઈ રસભંગનું કારણ નથી. પ્રસિદ્ધ ઔચિત્યનું અનુસરણ જ રસનું પરમ રહસ્ય છે. (પરા વિદ્યા છે).”
આથી ભારતના (નાટ્યશાસ્ત્રોમાં, નાટકમાં વસ્તુ પ્રખ્યાત અને પ્રખ્યાત ઉદાત્ત નાયક રાખવાનું આવશ્યક ગણાવેલું છે. એમ કરવાથી નાયકના ઔચિત્યઅનૌચિત્યના વિષયમાં કવિ ભ્રમમાં નથી પડતો. જે નાટકનું વસ્તુ ઉત્પાઘ (કવિકલ્પિત) હોય તેમાં અપ્રસિદ્ધ અને અનુચિત નાયકનો સ્વભાવ વર્ણવવામાં (ઘણીવાર) મોટો પ્રમાદ થાય છે.
(શંકા) - પણ ઉત્સાહ વગેરે (સ્થાયી) ભાવના વર્ણનમાં જો કદાચ દિવ્ય, માનુષ વગેરે (પ્રકૃતિ)ના ઔચિત્યની પરીક્ષા કરવી હોય તો ભલે કરો પણ રતિ વગેરેમાં (આ સ્થાયિભાવના વર્ણનમાં) તેની શી જરૂર છે? રતિ તો ભારતવર્ષને યોગ્ય વ્યવહાર પ્રમાણે જ દિવ્યોની પણ વર્ણવવી એમ (સિદ્ધાન્ત) છે (ભરતનાટ્યશાસ્ત્ર-૨૦/૧૦૧)
(સમાધાન) –એવું નહીં. ત્યાં (રતિ વિષયમાં) પણ ઔચિત્યનું ઉલ્લંઘન કરવામાં દોષ જ છે. કેમ કે ઉત્તમ પ્રકૃતિ (નાં નાયક-નાયિકા)ના અધમ પ્રકૃતિને ઉચિત શૃંગાર વગેરેના વર્ણનમાં કોણ ઉપહાસ પાત્ર ન થાય?
(પ્રશ્ન કરનારની શંકા) ભારત વર્ષમાં પણ ત્રણ પ્રકારનું, શૃંગાર વિષયક પ્રકૃતિનું ઔચિત્ય મળે છે. (તેનાથી ભિન્ન) જો (કોઈ બીજું) દિવ્ય ઔચિત્ય છે તે તેમાં (રસાભિવ્યક્તિમાં) નિરુપયોગી છે. એમ કહો તો (ઉત્તર-સમાધાન) અમે શૃંગાર વિષયક દિવ્ય ઔચિત્ય (ભારતવર્ષને ઉચિત ઔચિત્ય)થી અલગ કોઈ બીજું કહેતા નથી.
(શંકા) તો પછી (તમે શું કહો છો)?
(સમાધાન) ભારત વર્ષમાં ઉત્તમ નાયકો રાજા વગેરેનો શૃંગાર જે રીતે નિરૂપવામાં આવે તે રીતે જ દિવ્ય પાત્રોનો (શૃંગાર પણ) નિરૂપાય તો તે શોભે છે. (અને જેમ) રાજા વગેરે (ઉત્તમ નાયક વગેરે)માં પ્રસિદ્ધ ગ્રામ્ય શૃંગારનું વર્ણન નાટક વગેરેમાં પ્રચલિત નથી તેવી રીતે દવામાં પણ તેનો ત્યાગ કરવો જોઈએ.