________________
ચતુર્થ ઉઘોતઃ ૭, ૮, ૯, ૧૦
૨૯૧ અને વળી, ઉક્તિવૈચિત્ર્ય જે કાવ્યની નવીનતામાં હેતુ કહેવાય છે તે અમારા પક્ષને અનુકૂળ (લાભકારી) છે. કેમકે કાવ્યના આનન્યના હેતુ જેટલા પ્રકારો અમે અગાઉ દર્શાવ્યા છે તેટલા બધાય ઉક્તિવૈચિત્ર્યથી દ્વિગુણતા પ્રાપ્ત કરે છે (અર્થાત્ બમણા થાય છે.) અને જે આ ઉપમા, શ્લેષ વગેરે વાચ્ય અલંકાર વર્ગ પ્રસિદ્ધ છે તે ભણિતિ-વૈચિત્ર્યથી (= વાણવૈચિત્ર્યથી) રચાતાં પોતે જ નિરવધિ થઈને શતશાખતા (સેંકડો શાખાઓ હોવા પણું)ને ધારણ કરી લે છે. અને પોતાની ભાષાઓના ભેદથી વ્યવસ્થિત (વિભિન્ન) ઉક્તિ પણ પ્રતિનિયત ભાષા (વિશેષભાષા) વિષયક અર્થોના વૈચિત્ર્યને કારણે કાવ્યર્થોમાં વળી એક જુદી અનંતતા ઉત્પન્ન કરી દે છે. જેમ કે મારી જ (નીચેની ગાથા) -
મારું મારું એમ બોલતાં માણસનો (તેના જીવનનો) સમય વીતી જાય છે, તો પણ (તેના) મનમાં દેવ જનાર્દન પ્રત્યક્ષ થતા નથી.''
આમ જેમ જેમ નિરૂપણ કરે છે તેમ તેમ કાવ્યર્થોનો અંત દેખાતો નથી. કારિકા-૮ અને વૃત્તિ: પણ આટલું કહે છે
“અવસ્થા ઇત્યાદિથી વિભિન્ન વાચ્યોનું નિબંધન” જે પહેલાં દર્શાવ્યું છે, (કા. ૭માં)
લક્ષ્યમાં (કાવ્યમાં) અધિક્તાથી દેખાય છે.” તેનો પરિત્યાગ થઈ શક્તો નથી.
તે તો રસના આશ્રયથી શોભે છે.” કારિકા-૯ અને વૃત્તિઃ સત્કવિને ઉપદેશને માટે અહીં આટલું કહે છે :
‘જો રસ, ભાવ ઇત્યાદિથી સંબદ્ધ ઔચિત્યનું અનુસરણ કરનારી તથા દેશ, કાલ આદિના ભેદથી યુક્ત, વસ્તુનું અનુમાન કરવામાં આવે...
કારિકા-૧૦ અને વૃત્તિ ઃ તો પરિમિત શક્તિવાળા બીજા (સાધારણ) કવિઓની તો વાત જ શી ? “હજારો વાચસ્પતિઓ દ્વારા, હજારો પ્રયત્નોથી રચાયેલ (તે) જગતની પ્રકૃતિની સમાન, ક્ષયને પ્રાપ્ત થતી નથી.”
જેમ ગયેલી કલ્પ પરંપરામાં વિચિત્ર વસ્તુમય પ્રપંચની રચના કરનારી જગતની પ્રકૃતિ (મૂલ કારણો હોવા છતાં પણ, અન્ય પદાર્થોના નિર્માણમાં ક્ષીણ શક્તિવાળી થઈ ગઈ છે એમ કહી શકાતું નથી એ પ્રકારે આ કાવ્યસ્થિતિ પણ અનંત કવિઓ(ની મતિ) વડે ભોગવાઈ છે, તો પણ હજુ (આ સમયે) શક્તિહીન નથી પણ એ કવિઓના વર્ણનોથી) નવી નવી વ્યુત્પત્તિ (પ્રાપ્ત કરવા)થી વૃદ્ધિ પામે છે.