________________
તૃતીય ઉદ્યોતઃ ૪૪, ૪૫
૨૨૫ હે સમુદ્રમાં શયન કરનાર ભગવાન ! રસોને આસ્વાદ યોગ્ય બનાવવા માટે પ્રયત્નશીલ એવી કવિઓની નવી દષ્ટિ, અને પરિનિષ્ઠિત છે અર્થના વિષયમાં ઉન્મેષ જેમનો એવી વિદ્વાનોની જે દષ્ટિ, એ બંને વડે આ વિશ્વને નિરંતર વર્ણવી વર્ણવીને અમે થાકી ગયા છીએ તેમ છતાં, તમારી ભક્તિના જેવું સુખ અમને ક્યાંય મળ્યું નથી.”
અહીં વિરોધાલંકારની સાથે અર્થાન્તરસંક્રમિત વાચ્યધ્વનિ પ્રભેદનું સંકર છે.
અને વાચ્યાલંકારનું સંતૃષ્ટત્વ ( ની સંસૃષ્ટિ) પદની અપેક્ષાથી જ હોય છે. જ્યાં કેટલાંક પદ વાચ્ય અલંકારથી યુક્ત હોય અને કેટલાંક ધ્વનિના પ્રભેદથી યુક્ત હોય (ત્યાં ધ્વનિ અને વાચ્યાલંકારની સંસૃષ્ટિ હોય છે.) જેમ કે
“(એ વિશાલ નગરીમાં) પ્રત્યેક પ્રભાતે સારસોના સ્કુટ, મદ ભર્યા કૂજનને દૂર દૂર પ્રસરાવતો, ખીલેલાં કમળના સુગંધીસ્પર્શે સુગંધિત બનેલો અને (તેમનાં) અંગોને અનુકૂળ થઈને, (સંભોગ) યાચના માટે મિષ્ટભાષી બનતા પ્રિયતમ જેવો શિપ્રાવાયુ સ્ત્રીઓના સુરત ખેદને હરી લે છે.”
અહીં મૈત્રી' શબ્દ ‘અવિવક્ષિતવાચ્યધ્વનિ છે. બીજાં પદોમાં બીજા અલંકાર
સંસ્કૃષ્ટ અલંકારની સાથે સંકીર્ણધ્વનિનું (ઉદાહરણ) જેમ કે
“ઉત્પન્ન સઘન રોમાંચવાળા આપના શરીરમાં રક્તના મનવાળી (બીજો અર્થ- અનુરક્ત મનવાળી) મૃગરાજવધુ (સિંહણ, બીજો અર્થ-રાજવધુ) દ્વારા કરવામાં આવેલ દંતક્ષતો અને નખોદ્વારા વિદ્યારણોને, ઉત્પન્ન સ્પૃહાવાળા મુનિઓએ પણ જોયાં.”
અહીં “સમાસોક્તિ”થી સંસૃષ્ટ (જે) વિરોધ અલંકાર (તેની) દ્વારા સંકીર્ણ અલક્ષ્યમવ્યંગ્ય ધ્વનિ'નું પ્રકાશન છે. કેમ કે વાસ્તવમાં (પરમાર્થરૂપે) “દયાવીર (રસ) જ (મુખ્ય) વાક્યાર્થીભૂત છે.
સંસૃષ્ટ અલંકારની સાથે ધ્વનિની સંસૃષ્ટિનું ઉદાહરણ) જેમ કે
“અભિનવ મેઘોની ગર્જનાથી ગાજતા અને પ્રયિકોને રાત્રિ જેવા લાગતા આ દિવસોમાં ડોક લંબાવીને (નાચતા) મયૂરોનું નૃત્ય સુંદર લાગે છે.”
અહીં ઉપમા અને રૂપકથી શબ્દશક્તિ વડે ઉદ્ભવતા અનુરણનરૂપ વ્યંગ્યધ્વનિનું સંસૃષ્ટત્વ છે.
કારિકા-૪૫ અને વૃત્તિ “આ રીતે ધ્વનિના પ્રભેદ અને તેના ભેદો કોણ ગણી શકે એમ છે? અમે એનું દિશાસૂચન માત્ર ક્યું છે.”
ખરેખર ધ્વનિના અનંત પ્રકારો છે. સદ્ધયોના જ્ઞાનને માટે તેમાંથી થોડાનું માત્ર દિગ્દર્શન કર્યું છે.