________________
ચતુર્થ ઉઘોતઃ ૧, ૨
૨૭૧ ચતુર્થ ઉદ્યોત કારિકા-૧ અને વૃત્તિઃ આમ વાંધાઓનું (વિપ્રતિપત્તિઓનું) નિરાકરણ કરવા માટે ધ્વનિને એના ભેદોપભેદોસહિત (પ્રપંચ વિસ્તાર સાથે) સમજાવીને તેના નિરૂપણનું બીજું પ્રયોજન પણ કહે છે.
“ગુણીભૂતવ્યંગ્ય’ સહિત ધ્વનિ'નો જે માર્ગ દર્શાવવામાં આવ્યો છે તેનાથી કવિઓનો પ્રતિભાગુણ અનંતતાને પામે છે.” - -
જે આ ધ્વનિ અને ગુણભૂતવ્યંગ્યનો માર્ગ (અગાઉના ઉઘોતોમાં) પ્રકાશિત કરેલ છે તેનું બીજું ફલ (પ્રયોજન) કવિની પ્રતિભા (કાવ્યોત્કર્ષજનક શક્તિ)નું આનન્ય છે.
તે કેવી રીતે ? તો (કહે છે) કારિકા-ર અને વૃત્તિ
‘જો બેમાંથી કોઈ એક પ્રકારથી પણ વિભૂષિત પાણી પુરાણા અર્થોથી યુક્ત હોય તો યે નવીનતાને પ્રાપ્ત કરી લે છે.” - આ ધ્વનિના કહેવા પ્રભેદોમાંથી કોઈ એક (પણ) પ્રકારથી વિભૂષિત થયેલી વાણી પુરાણા કવિઓ એ નિબદ્ધ કરેલ અર્થથી (=કાવ્યોથી) સ્પર્શાવેલી હોય તો પણ નવીનતા પામે છે.
જેમકે પૂર્વ અર્થનો સંબંધ હોવા છતાં (અર્થાત્ વિષય જૂનો હોય તોયે) અવિવક્ષિતવાચ્ય ધ્વનિ’ (લક્ષણામૂલકધ્વનિ)ના બંને પ્રકારોના (‘અર્થાન્તરસંક્રમિત વાચ્યઅને ‘અત્યંતતિરસ્કૃતવાચ્ય) પ્રકારોના આશ્રયથી નવીનતા (નું ઉદાહરણ) જેમ કે
કંઈક મુગ્ધ સ્મિત, તરલ અને મધુર દષ્ટિ વૈભવ, અભિનવ વિલાસની ઊર્મિઓથી સરસ વાણીનો પ્રવાહ, લીલા (હાવભાવ)નો પરિમલ જેમાં કિસલયનું આચરણ કરી રહેલ છે એ પ્રકારના ગમનનો આરંભ (અર્થાત્ વિવિધ હાવભાવોને વિકસિત કરનારી ગતિઓનો ઉપમ), એવી તારુણ્યને સ્પર્શ કરનારી નાયિકાઓની કઈ વસ્તુ છે જે રમણીય નથી હોતી ?” એનું,
વિશ્વમ (એ પ્રકારની શૃંગારની ચેષ્ટ)થી યુક્ત, જેનું મંદ સ્મિત ખીલી રહ્યું છે તેવી, ચંચળ આંખોવાળી, અટકી અટકીને બોલતી, નિતંબ(ના ભાર)ને કારણે ધીરે ધીરે ચાલનારી કામિનીઓ કોને પ્રિય લાગતી નથી.'
આ વગેરે શ્લોકો હોવા છતાં પણ “તિરસ્કૃતવાચ્યધ્વનિના આશ્રયથી અપૂર્વત્વ (નવીન ચારુત્વ) પ્રતિભાસિત થાય છે (ાય છે). તયા
“જે પહેલો છે તે પહેલો (જ) છે. જેમકે હિંસક પ્રાણીઓમાં, (પોતે) મારેલા હાથીઓનું પ્રચુર માંસ ખાનાર સિંહ, સિંહ જ છે. તેને કોણ પરાભૂત કરી શકે છે ?” એનો