________________
અભ્યાસ નોધ (ઉ. ૩/૧૦ થી ૧૪)
૩૭૭ બાબતો ધ્યાનમાં રાખવી. (૧) કથાવસ્તુ વિભાવ અનુભાવ અને સંચારિભાવોના ઔચિત્યથી ચારુ હોવું જોઈએ. વસ્તુ પ્રસિદ્ધ હોય કે ઉત્પાઘ પણ હોય.
(૨) તેમાં વસ્તુ જો કોઈ પ્રસિદ્ધ મૂળમાંથી લીધું હોય અને એ મૂળ ગ્રંથમાં રસને અનનુગુણ પ્રસંગ કે સ્થિતિ હોય તો તેને ત્યજીને અથવા પોતાના ગ્રંથના રસને અનુકૂળ આવે તેવી રીતે બદલાવીને વસ્તુસંદર્ભ રચવો.
(૩) આખાયે વસ્તુમાં સંધિ તેમજ સંધ્યગો રચવામાં રસને અનુકૂળ હોય તે જ સંધિ અને તે જ સંધ્યગો રચવાં. બધાં જ રચવાં જોઈએ એમ નહીં. માત્ર શાસ્ત્રને અનુસરવાની ઇચ્છાથી જ આ બધાં રચવાં નહીં.
(૪) વસ્તુ વિકાસમાં, વચમાં વચમાં, રસનું ઉદ્દીપન તેમજ પ્રશમન કરતા રહેવું એટલે કે મુખ્ય રસ હોય તે અમુક સ્થળે દેખાય, અમુક સ્થળે ન દેખાય.
(૫) આમ શરુ થઈને શાન્ત થઈ ગયેલ રસનું પાછું અનુસંધાન કરી લેવું.
(૬) શક્તિશાળી હોય તોપણ કવિએ અલંકાર તો રસને અનુરૂપ થાય તેવી રીતે જ ગોઠવવા.
આમ, રસાવિર્ભાવને મધ્યબિન્દુએ રાખીને જ આખો પ્રબન્ધ રચાવો જોઈએ. એમ થાય તો આખો પ્રબંધ રસનો વ્યંજક બને છે.”
વૃત્તિ ઃ (૧) i) ચાપ નિર્વધ્યમાન ! આચાર્ય વિશ્વેશ્વર (પૃ. ૧૮૯) મુજબ અહીં વ્યાપાર શબ્દથી વ્યાપારોચિત ઉત્સાહનું ગ્રહણ કરવું જોઈએ. કેમકે અહીં સ્થાયિભાવના ઔચિત્યની ચર્ચા થઈ રહી છે, અનુભાવના ઔચિત્યની નહીં. વ્યાપાર તો અનુભાવમાં આવી શકે છે, સ્થાયિભાવમાં નહીં. તેથી વ્યાપાર શબ્દ વ્યાપારોચિત સ્થાયિભાવ ઉત્સાહ માટે સમજવાનો છે.
(i) વિભાવનું ઔચિત્ય એટલે ક્યા રસમાં ક્યા ઉદ્દીપન વિભાવો જોઈએ તેની સમજણ સામાન્ય લોકોને હોય છે. તે સમજણ તથા ભરતમુનિએ નાટયશાસ્ત્રમાં નિરૂપણ કરેલ હોઈ, પ્રસિદ્ધ છે.
(i) ભાવ એટલે સંચારિભાવનું ઔચિત્ય તેમજ પ્રકૃતિનું ઔચિત્ય છે. પ્રકૃતિ એટલે પાત્રની પ્રકૃતિ. પાત્રનો જેવો સ્વભાવ હોય, જેવી શક્તિ હોય તે પ્રમાણે તેમના ભાવોનું વર્ણન થવું જોઈએ. ભાવની રચના પ્રતિકૂળ ભાવ સાથે મળેલી ન હોવી જોઈએ. | (iv) નાનો મનાય ... ઈ. “સાતવાહન વગેરે નાગલોકમાં જઈ શક્તા. દુષ્યત ઈંદ્ર લોકમાં જઈ શકતો. એવા રાજાઓ મનુષ્ય હોવા છતાં તેમનો દિવ્યભાવ પ્રસિદ્ધ છે તેથી તે દર્શાવવામાં અનૌચિત્ય નથી. મનુષ્યના ભાવવાળામાં દિવ્યભાવ નહીં લાવવો જોઈએ. - -
(v) મનોવિત્યારે.... ઈ. આચાર્ય હેમેન્દ્ર કાવ્યનો આત્મા ઔચિત્ય છે એમ