________________
દ્વિતીય ઉદ્યોત: ૨, ૩, ૪, ૫
૧૦૧
અહીં ‘મત્ત' અને ‘નિહાર’ શબ્દો (અત્યંતતિરસ્કૃતવાચ્યનાં ઉદાહરણ
છે. )
કારિકા-૨ અને વૃત્તિ : ‘‘વિવક્ષિતવાચ્ય (=અભિધામૂલ) ધ્વનિનો આત્મા, (ધ્વનિનું સ્વરૂપ) ‘અસંલક્ષિત ક્રમથી અને (બીજો)‘સંલક્ષિત કમથી’ પ્રગટ થનારો (હોવાથી) બે પ્રકારનો માનવામાં આવ્યો છે’’
મુખ્યરૂપે પ્રકાશિત થતો વ્યંગ્યાર્થ એ જ ધ્વનિનો આત્મા છે. તે વ્યંગ્યાર્થ વાચ્યાર્થની અપેક્ષાએ, કોઈવાર ક્રમ દેખાય નહીં તેમ બહાર આવે છે, કોઈ વાર ક્રમથી. આમ (તેના) બે પ્રકાર મનાયા છે.
કારિકા-૩ અને વૃત્તિ : ‘રસ, ભાવ, તદાભાસ (=તેનો આભાસ અર્થાત્ રસાભાસ અને ભાવાભાસ), ભાવશાંતિ વગેરે (આદિ-વગેરે-શબ્દથી ભાવોદય, ભાવસંધિ અને ભાવશખલતા લેવાનાં છે) અક્રમ (= અસંલક્ષ્યક્રમ અંગ્ય), અંગીભાવથી અર્થાત્ પ્રધાનરૂપથી) પ્રતીત થતાં ધ્વનિના આત્મા રૂપે રહેલ (કહેવાય) છે.’’ રસાદિ અર્થ, જાણેકે, વાચ્યાર્થની સાથે જ બહાર આવે છે. તે જ્યારે અંગીરૂપે પ્રતીત થાય ત્યારે ધ્વનિનો આત્મા ગણાય છે.
કારિકા-૪ અને વૃત્તિ : હવે ‘અસંલક્ષ્યક્રમવ્યંગ્ય’ રૂપ ધ્વનિનો વિષય રસવત્ અલંકારથી જુદો છે એમ દર્શાવાય છે. વિવિધ પ્રકારના વાચ્ય, વાચક અને તેના ચારુત્વ-હેતુઓનું જ્યાં રસ વગેરેમાં તાત્પર્ય હોય, તે ધ્વનિનો વિષય માનવામાં આવ્યો છે.’’
રસ, ભાવ, તઠાભાસ (= રસાભાસ, ભાવાભાસ) અને તત્પ્રશમ (= ભાવપ્રશમ) રૂપ મુખ્ય અર્થનું અનુગમન કરતા શબ્દ, અર્થ અને તેના અલંકાર તથા ગુણ પરસ્પર એક્બીજાથી અલગરૂપે ધ્વનિની દૃષ્ટિએ વ્યવસ્થિત થયા હોય તે (કાવ્ય)ને ધ્વનિ કાવ્ય કહે છે.
કારિકા ૫ અને વૃત્તિ ઃ ૫.૧ જ્યાં અન્ય (અર્થાત્ અંગભૂત રસાદિથી ભિન્ન, રસ, વસ્તુ કે અલંકાર) વાક્યાર્ય પ્રધાન હોય અને તેમાં રસાદિ અંગ હોય, તે કાવ્યમાં રસાદિ અલંકાર (રસવત્, પ્રેય, ઉર્જસ્વિ, સમાહિત) હોય છે એવો મારો મત છે.
યદ્યપિ અન્ય આચાર્યોએ પણ ‘રસવત્’ અલંકારનો વિષય દર્શાવેલ છે તો પણ મારો પક્ષ એ છે કે જે કાવ્યમાં અન્ય અર્થ પ્રધાન રીતે વાક્યાર્થ તરીકે હોય અને રસ વગેરે તેનાં અંગ હોય ત્યાં રસાદિ અલંકાર (રસવત્, પ્રેય, ઉર્જસ્વિ, સમાહિત અલંકાર)નો વિષય હોય છે. જેમકે ચાટુ ઉક્તિઓમાં ‘પ્રેયોલંકાર’ વાક્યાર્ય હોવાથી, રસ વગેરે ‘પ્રેયોલંકાર’ના અંગ રૂપમાં જોવામાં આવે છે.