________________
३७४
ધ્વન્યાલોક
ગુણ અને સંઘટના બન્નેનો વિષય નિયમ વ્યવસ્થિત થઈ શકે છે. તેને વ્યવસ્થિત કરવાનો આ એક પ્રકાર છે.
આ પ્રકારમાં વ્યવસ્થાના નિયામક તરીકે રસતત્ત્વને માનેલ છે. આ પ્રકારમાં “યો યઃ શસ્ત્ર વિમતિ' ઈ. કેટલાંક ઉદાહરણોમાં દોષની પ્રતીતિ ન હોવા છતાં દોષવાળાં માનવાં પડે છે. એ વાત બરાબર નથી. એથી આનંદવર્ધન વિષયનિયમનાં વ્યવસ્થાપક બીજાં તત્ત્વોની ચર્ચા આગળ કરી રહ્યા છે. જેથી એ નિયામક તત્ત્વોની દષ્ટિથી ગુણ અને સંઘટના ને એક માનવામાં આવે કે જુદાં, દરેક દશામાં વિષયનિયમનો સ્વીકાર થઈ શકે. આ દૃષ્ટિએ ગ્રંથકાર હવે રસ સિવાયનાં નિયામક તત્ત્વોની ચર્ચા શરૂ કરે છે.
કારિકા-બ (i) આ કારિકાના ઉપસંહારમાં આચાર્ય વિશ્વેશ્વર કહે છે. ‘“જો ગુણ અને સંઘટના એકરૂપ -અભિન્ન-છે તો ગુણોનો જે વિષયનિયમ છે, તે સંઘટનાનો પણ વિષયનિયમ થશે તેથી વામને કહેલા અભેદ પક્ષમાં કોઈ દોષ નથી. એ રીતે ગુણાધીન સંઘટના પક્ષ (પોતાને અભિમત સિદ્ધાન્ત પક્ષ) માં પણ ગુણોનો નિયામક હેતુ જ સંઘટના નિયામક હશે એથી આ પક્ષ પણ દોષરહિત છે. હવે રહ્યો ત્રીજો ભટ્ટ ઉદ્ભટનો સંઘટનાશ્રિત ગુણપક્ષ. તેમાં પણ વક્તા-વાચ્યનું ઔચિત્ય સંઘટનાનું નિયામક બની શકે છે. એથી આ પક્ષની સંગતિ બેસી જાય છે. આમ આ કારિકાના પ્રારંભમાં ઉઠાવાયેલ ત્રણે વિકલ્પોની સંગતિ થઈ જવાથી સંઘટનાની રસાભિવ્યંજક્તા બની જાય છે.
(ii) પ્રસાદ= અર્થબોધની વિશદતા. બધા પ્રકારની સંઘટનામાં ‘પ્રસાદ’ ગુણ વ્યાપક હોય છે.
(iii) યો ય: શાસ્ત્ર... ઈ. શ્લોકમાં અચારુત્વ નથી, ઊલટું ઇષ્ટ રસનો આવિર્ભાવ થાય છે. આથી જે કોઈ એમાં ‘ઓજસ્’ નથી એમ કહે તેણે ‘પ્રસાદ’ની હાજરી તો તેમાં સ્વીકારવી જ જોઈએ. ‘સંઘટના’પણ રસના આવિર્ભાવમાં મદદ કરે છે, એટલે તે રસની વ્યંજક છે.
કારિકા-૭ અને વૃત્તિ : (i) આનંદવર્ધન ‘ઔચિત્ય' ને ઓળખે છે, તેનું મહત્ત્વ બરાબર જાણે છે. આગળ જતાં આચાર્ય ક્ષેમેન્દ્રે કાવ્યનો આત્મા ઔચિત્ય છે એમ પ્રતિપાદિત કરતાં ‘ઔચિત્ય વિચાર ચર્ચા’ ગ્રંથ લખેલ છે.
(ii) કારિકામાં ‘અવિ’ (પણ) શબ્દ જણાવે છે કે વક્તા અને વાચ્યનું ઔચિત્ય, વિષયગત ઔચિત્યને કારણે છોડી દેવાનું નથી, માત્ર તેમાં તારતમ્યગત તફાવત રહે છે. જુઓ-લોચન ટીકા ‘‘અપિશબ્વેન લમ્ આદ્દ-સત્યપિ વર્ણવાવ્યોચિત્યે विषयौचित्यं केवलं तारतम्यभेदमात्रव्याप्तम्, न तु विषयौचित्येन वक्तृवाच्यौचित्यं निवार्यत इति ।