________________
પ્રથમ ઉદ્યોત : ૫, ૬, ૭, ૮
૨૧
કારિકા-૫ કાવ્યનો આત્મા તે (પ્રતીયમાન) અર્થ જ છે. જેમ કે પ્રાચીનકાળમાં ક્રૌંચ (પક્ષી) યુગલના વિયોગથી ઉત્પન્ન શોક (કરુણરસનો સ્થાયિભાવ), આદિ કવિ (વાલ્મીકિ)ના શ્લોકત્વના રૂપમાં (કાવ્યરૂપમાં) પરિણમ્યો હતો.
વૃત્તિ-વિવિધ વાચ્ય (વાચ્યાર્થ) વાચક (વાચશબ્દ) અને રચનાના પ્રપંચથી સુંદર, કાવ્યનો તે અર્થજ સારભૂત છે (પ્રાણ છે). જેમ કે ણાયેલી સહચરીના વિયોગથી કાતર (સંતસ) ક્રોંચના આક્રંદથી જન્મેલો શોક જ આદિકવિ વાલ્મીકિના શ્લોકરૂપે પરિણમ્યો.
“હે શિકારી, તે કામમોહિત ક્રૌંચના જોડામાંથી એક્ને (ઢોચને) મારી નાખ્યું તેથી શાશ્વત સમય સુધી તું પ્રતિષ્ઠા ન પામ.’’
શોક, કરુણરસનો સ્થાયિભાવ છે. પ્રતીયમાનના બીજા (વસ્તુધ્વનિ, અલંકારધ્વનિ એવા) ભેદો જોવામાં આવે છે તોપણ (રસાદિના) પ્રાધાન્યથી રસભાવ દ્વારા જ તેનું ઉપલક્ષણ (જ્ઞાપન) થાય છે.
કારિકા-૬ તે સ્વાદુ (રસસ્વભાવરૂપ) અર્થવસ્તુને પ્રવાહિત કરનારી મહાકવિઓની વાણી (તેમના) અલૌકિક, પરિસ્ફુરિત થતો પ્રતિભા-વિશેષને અભિવ્યક્ત કરે છે.
વૃત્તિ-તે (પ્રતીયમાન રસભાવ વગેરે) અર્થતત્ત્વને પ્રવાહિત કરનારી મહાકવિઓની સરસ્વતી (તેમના) અલૌકિક, પરિસ્ફુરિત થતા, અલોક સામાન્ય પ્રતિભા વિશેષને વ્યક્ત કરે છે. જેથી વિવિધ પ્રકારની કવિ પરમ્પરાવાળા આ સંસારમાં કાલિદાસ વગેરે બે-ત્રણ અથવા પાંચ-છ મહાકવિ ગણવામાં આવે છે. પ્રતીયમાન અર્થના અસ્તિત્વને સાધનાર આ બીજું પ્રમાણ છે
કારિકા-૭ તે (પ્રતીયમાન અર્થ) શબ્દશાસન (=શબ્દશાસ્ત્ર, વ્યાકરણશાસ્ત્ર) અને અર્થશાસન (અર્થ બતાવનાર કોશ વગેરે શાસ્ત્ર)ના જ્ઞાન માત્રથી પ્રતીત થતો નથી. એ તો ફક્ત કાવ્યાર્યતત્ત્વજ્ઞો વડે જાણી શકાય છે.
વૃત્તિ-તે અર્થ જે કારણે કાવ્યાર્થના તત્ત્વજ્ઞ લોકો દ્વારા જ જાણી શકાય છે અને જો તે અર્થ વાચ્યરૂપ જ હોત તો વાચ્ય અને વાચકનાં જ્ઞાનયી જ તેની પ્રતીતિ યાત. અને વળી, વાચ્ય-વાચકના લક્ષણ માત્રમાં શ્રમ કરનારા તથા કાવ્ય તત્ત્વાર્થની ભાવનાથી પરામુખ માટે તે અર્થ, ગાવામાં અસમર્થ પણ સંગીતશાસ્ત્ર (ગાંધર્વવિધા)નાં લક્ષણોને જાણનારાઓને માટે સ્વર, શ્રુતિ વગેરે તત્ત્વોની જેમ, અગોચર જ છે.
આમ વાચ્યથી ભિન્ન વ્યંગ્યનું અસ્તિત્વ સિદ્ધ કર્યા પછી પ્રાધાન્ય પણ તેનું જ છે એમ દર્શાવે છે.
કારિકા-૮ એ (પ્રતીયમાન) અર્થ અને તેને વ્યક્ત કરવાને સમર્થ કોઈક શબ્દ, આ બન્ને ને (શબ્દાર્થોને) મહાકવિએ (જે મહાકવિ બનવા ઇચ્છે તેણે) પ્રયત્નપૂર્વક ખરાબર ઓળખી લેવા જોઈએ.