________________
પ્રસ્તાવના
પ૭ કાવ્યમાં અચેતન પદાર્થોનો સમાવેશ બે સ્વરૂપે થાય છે, કાંતો કોઈ માનવભાવના ઉદ્દીપનના રૂપમાં કે જાતે આલંબન થઈને વર્ણવિષયના રૂપમાં. બન્ને સ્વરૂપે તે રસ સાથે સંબંધિત હોય છે.
આમ આનંદવર્ધને ચિત્રકાવ્ય પ્રકારના કાવ્યનો આદર કર્યો નથી. મુખ્ય કે ગૌણ રીતે રહેલ ધ્વનિ અથવા રસના કોઈક ભાવની વ્યંજના અર્થે પ્રયોજાયેલ શબ્દાર્થવાળું કાવ્ય માન્ય કરેલ છે, તથા કવિને એવા ધ્વનિકાવ્ય માટે પ્રયત્નશીલ રહેવાનું કહ્યું છે.
૧૬. મહાભારતનો પ્રધાનરસ - શાંતરસ આનંદવર્ધને ૧/૬ માં જણાવેલ છે, “એ પ્રતીયમાન અર્થ - ધ્વનિ - ને પ્રવાહિત કરનારી મહાકવિઓની વાણી તેમના અલૌકિક, સૂરતા પ્રતિભા વિશેષને વ્યક્ત કરે છે.” આલંકારિકોએ ધ્વનિ સિદ્ધાન્ત ભલે પાછળથી ઓળખાવી પ્રસ્થાપિત કર્યો પણ પ્રાચીન સમયથી મહાકવિઓનાં મહાકાવ્યોમાં વ્યંજના જોવા મળે છે જ, અગાઉ લખાયેલ સાહિત્ય કૃતિઓનો કાવ્યાનંદ, તેમાં રહેલ ધ્વનિને લીધે જ સહૃદયને મળે છે. પ્રબંધની વ્યંજકતા સમજાવ્યા પછી ચતુર્થ ઉદ્યોતમાં સમગ્ર રામાયણ અને સમગ્ર મહાભારતના સૂચવાયેલ રસ, વ્યંજિત રસ વિષે આનંદવર્ધન કહે છે કે રામાયણ મહાકાવ્યનો સૂચવાયેલ રસ કરુણ રસ છે. મહાભારત જે શાસ્ત્ર અને કાવ્ય બન્નેના સૌદર્યથી યુક્ત છે, તેનો ધ્વનિત થયેલો રસ શાંતરસ છે, અને ધ્વનિત થયેલ પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થ છે. આ બન્ને પ્રબંધોનો રસધ્વનિ વાચકોને ‘કાન્તાસમ્મિત ઉપદેશ ની જેમ વ્યંજનાથી (આડકતરી રીતે) મળે છે.
મહાભારતમાં, અંતે તો, માત્ર કૌરવોનો નહીં પણ યાદવો અને પાંડવોનો પણ વિનાશ થાય છે. મહાભારત યુદ્ધ પછી, કેટલાંક વર્ષો રાજ્ય ભોગવીને પાંડવો હિમાળો ગાળવા જાય છે, હિમાલયમાં અને છેવટે એક પછી એક, તેમનું દેહાવસાન થાય છે. યાદવો ઋષિના શાપથી મદિરાપાનથી મત્ત બનીને અંદર અંદર લડી, મરી જાય છે. ભાલકાતીર્થ, પ્રભાસપાટણ પાસે શ્રીકૃષ્ણને પણ જરા નામના પારધિનું બાણ પગમાં વાગે છે અને તેમનો દેહોત્સર્ગ થાય છે. પાંડવોએ જીવનકાળ દરમ્યાન કૌરવો અને બીજા ક્ષત્રિય રાજાઓ સાથે વેર રાખ્યું પણ અંતે શું ? વ્યાસે મહાભારતને અન્ને વાચકના મનમાં વૈરાગ્ય જાગે એવું તાત્પર્ય સૂચવ્યું છે. મહાભારતનો વિવક્ષા વિષય મોક્ષરૂપ પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ ગૌણરૂપે છે) અને શાંતરસ (વીર, ભયાનક, રોદ્ર, શૃંગાર, બીભત્સ વગેરે ગણરૂપે) છે અને તે ધ્વનિરૂપે મળે છે. બીજા વ્યાખ્યાતાઓએ પણ કેટલેક અંશે એનું વિવરણ કરેલું છે. મોહાન્ધકારમાં પડેલા લોકોનો, નિર્મળ જ્ઞાનરૂપી પ્રકાશ આપીને ઉદ્ધાર કરવાની