________________
અભ્યાસ નોધ (ઉ. ૨/૨૦,૨૧)
૩૫૩
અનુવાદથી સ્પષ્ટ થાય છે. પૂર્વપક્ષ ‘ શ્લેષવ્યતિરેક' રૂપ બીજો-સંકર-અલંકાર છે એમ માને છે. ઉત્તરપક્ષ, બે અલંકારોની ‘સંસૃષ્ટિ’ છે એમ માને છે. એક શ્લોકમાં બે કે વધારે અલંકારોનું મિશ્રણ હોય તો ‘સંસૃષ્ટિ’ અને ‘સંકર’ નામના મિશ્ર અલંકારો બને છે.
કારિકા-૨૦ અને વૃત્તિ : (i) અત્યાર સુધીમાં આપણે જોયું કે આનંદવર્ધને ધ્વનિના આ પ્રમાણે ભેદ દર્શાવ્યા છે. પ્રથમ બે ભેદ (૧) અવિવશ્ચિંતવાચ્ય યાને લક્ષણામૂલ (૨) વિવક્ષિતાન્યપરવાચ્ય યાને અભિધામૂલ. પછી અવિવક્ષિતવાચ્યના બે ભેદ પાડયા. (૧) અર્થાન્તરસંક્રમિતવાચ્ય અને (૨) અત્યંત તિરસ્કૃતવાચ્ય. ત્યારબાદ વિવક્ષિતાન્યપરવાચ્યના પણ બે ભેદ પાડયા (૧) અસંલક્ષ્યક્રમવ્યંગ્ય અને (૨) સંલક્ષ્યક્રમવ્યંગ્ય. પછી તેમણે પ્રથમ પ્રકાર અસંલક્ષ્યક્રમવ્યંગ્યમાં યમકાદિ અને રૂપકાઠિ અલંકારોની યોજના અંગે સમજાવ્યું. હવે સંલક્ષ્યક્રમવ્યંગ્ય નામના બીજા પ્રકારની ચર્ચા કરે છે.
(ii) ઘંટ વગાડતાં કોરો પડયા પછી કેટલીકવાર સુધી અમુક ધ્વનિ ક્રમશઃ સંભળાય છે, રણકાર સંભળાય છે. તેને અનુસ્નાન અથવા અનુરણન કહે છે. સંલક્ષ્યક્રમધ્વનિ પ્રકારમાં વાચ્યાર્થથી વ્યંગ્યાર્થની પ્રતીતિનો ક્રમ રણકારની જેમ સ્પષ્ટ પ્રતીત થાય છે.
કારિકા-૨૧ અને વૃત્તિ:
૨૧.૧ (i) સંલક્ષ્યક્રમવ્યંગ્યના બે ભેદ છે. શબ્દશક્તિમૂલ અને અર્થશક્તિમૂલ. શબ્દશક્તિમૂલધ્વનિ તેને કહેવામાં આવે છે જ્યાં વાચ્યાર્થની પ્રતીતિ થઈ ગયા પછી (ઘંટના) રણકાર (૮...ન...ન...ન)ની જેમ બીજા અર્થની-વ્યંગ્યાર્થની પ્રતીતિ પણ થાય છે.
આનંદવર્ધને આ કારિકા અને વૃત્તિ ભાગમાં શબ્દશક્તિમૂલ ધ્વનિ અને શ્લેષ અલંકાર વચ્ચે શું તફાવત છે તે સમજાવ્યું છે.
શ્લેષ અલંકારમાં એક શબ્દના બે અર્થ અભિધા વ્યાપારથી પ્રાપ્ત થાય છે, બન્ને અર્થ વાચ્યાર્થ છે, બન્નેનું મહત્ત્વ સરખું છે. મમ્મટ કહે છે તેમ ‘અત્ર અમિધાયાઃ અનિયન્ત્રળા ઢૌ અપિ અ-મૂવી વાૌન કાવ્યપ્રકાશ ૧૦/૧૦ની વૃત્તિ.
પણ સંયોગ વિપ્રયોગ, સાદ્દવર્ય વગેરે ૧૪ બાબતથી ભર્તૃહરિ મુજબ અભિધાનું નિયંત્રણ થાય ત્યારે સંદર્ભમાં એક વાચ્યાર્થ નિશ્ચિત થઈ જાય છે. પણ પછીથી બીજો અર્થ જે ડોકિયું કરે છે, સૂચવાય છે, તે અલંકારરૂપ હોય તો ‘શબ્દશક્તિમૂલ ધ્વનિ’ છે, તેને અભિધામૂલ ધ્વનિ પણ કહેવામાં આવે છે. આમ બન્ને ભિન્ન છે. આ રીતે ‘શબ્દશક્તિમૂલ’ ધ્વનિથી ‘ શ્લેષ’નું ક્ષેત્ર હરાઈ જતું નથી, એમ આનંદવર્ધન કહે છે.
આ મુદ્દાને શ્રી ડોલરરાય માંકડ નીચેના શબ્દોમાં સરસ રીતે સમજાવે છે. ‘એક