________________
ચતુર્થ ઉઘોતઃ ૫
૨૭૯ “જેમ જેમ લોકતંત્ર (વિશ્વપ્રપંચ) અસારની જેમ વિપરીત થતું જાય છે તેમ તેમ તેમાં વૈરાગ્ય આવતો જાય છે એમાં કોઈ શંકા નથી.” એમ બહુવાર કહેતા (લોકનાયે). અને એથી શાંતરસ બીજા રસોથી, મોક્ષરૂપ પુરુષાર્થ બીજા પુરુષાર્થોથી, તેમને ગૌણ કરી દેવાને કારણે, અંગી થઈને (મુખ્ય થઈને) વિવક્ષાનો વિષય છે, એ મહાભારતનું તાત્પર્ય સ્પષ્ટરૂપથી પ્રતીત થાય છે.
(પ્રધાનરસની સાથે અન્ય) રસોનો અંગાંગિભાવ જેવી રીતે થાય છે તે પ્રતિપાદિત કરી દીધેલ છે. પરમાર્થિક અંતસ્તત્ત્વ (આત્મા)ની અપેક્ષા ન કરીને, શરીરની જેમ અંગરૂપ રસનું અને પુરુષાર્થનું પોતાના પ્રાધાન્ય દ્વારા ચારુત્વ વિરુદ્ધ નથી.
(શંકા) પણ મહાભારતમાં જે વિવક્ષાવિષય છે તે બધો (એની) અનુક્રમણી’માં અનુક્રાન્ત કરવામાં આવ્યો છે (અર્થાત્ ક્રમથી લખી દેવામાં આવ્યો છે.) પણ ત્યાં આ (શાંતરસ તથા મોક્ષ પુરુષાર્થનું પ્રાધાન્ય) દેખાતું નથી.
એનાથી વિપરીત “મહાભારતનું બધા પુરુષાર્થોના જ્ઞાનનું હેતુત્વ અને બધા રસોનું ગર્ભત્વ, તે સ્થાનમાં (‘અનુક્રમણી'માં) પોતાના શબ્દથી નિવેદિત હોવાના રૂપમાં પ્રતીત થાય છે. (અર્થાત્ એના પોતાના જ શબ્દોથી વ્યક્ત થાય છે.)
(સમાધાન) અહીં આ કહે છે-ખરું છે કે મહાભારતમાં શાંતરસનું જ અંગિત અને મોક્ષનું સર્વ પુરુષાર્થોથી પ્રાધાન્ય, આ પોતાના શબ્દ દ્વારા અભિધેય રૂપમાં અનુક્રમણી’માં નથી દર્શાવ્યું, પણ વ્યંગ્યરૂપમાં દર્શાવેલ છે
“અહીં (મહાભારતમાં) સનાતન ભગવાન વાસુદેવની કીર્તિ ગાવામાં આવી છે.” એમ આ વાક્યમાં.
આનાથી (આ વાકયથી) આ અર્થ વ્યંગ્યરૂપથી વિવક્ષિત છે કે આ મહાભારતમાં પાંડવ આદિનું જે ચરિત્ર ગવાય છે તે બધું વિરસ અવસાનવાળું અને અવિઘાના પ્રપંચરૂપ છે. પરમાર્થ સત્યસ્વરૂપ ભગવાન વાસુદેવની કીર્તિ અહીં ગાવામાં આવેલી છે. એથી એ પરમેશ્વર ભગવાનમાં જ ભાવિત ચિત્તવાળા બનો, નિસ્સાર વિભૂતિઓમાં રાગી ન બનો અથવા નય, વિનય, પરાક્રમ આદિ કેવળ આ કેટલાક ગુણોમાં બધા પ્રકારે અભિનિવેશ પ્રાપ્ત બુદ્ધિથી યુક્ત ન થાઓ. અને આગળ (ભવિષ્યમાં) “સંસારની અસારતાને જુઓ આ અર્થને ઘોતિત કરતાં વ્યંજક શક્તિથી અનુગૃહીત શબ્દ સ્પષ્ટ જ દેખાય છે. આ પ્રકારના ગર્ભિત અર્થને દર્શાવતા પછી આવતા શ્લોકો દેખાય છે. “હિ સત્યમ્’- કેમ કે તે સત્ય છે” ઇત્યાદિ.
આ નિગૂઢ અને રમણીય અર્થ “મહાભારતને અંતે “હરિવંશ’ના વર્ણનથી સમાપ્તિ કરતા એ જ કવિસર્જકે સારી રીતે સ્પષ્ટ ર્યો છે. આ અર્થથી, સંસારથી પર એવાં બીજાં તત્ત્વોમાં અતિશય ભક્તિ પ્રવર્તાવતા (મહાકવિ વ્યાસે) સમસ્ત