________________
પ્રથમ ઉદ્યોતઃ ૨,૩,૪
શરીરમાં આત્માની જેમ, સુંદર, ઉચિત ગોઠવણીથી રમણીય કાવ્યના સારરૂપે સ્થિત, સદ્ધયોની શ્લાઘા- પ્રશંસા-પામેલો જે અર્થ છે તેના વાચ્ય અને પ્રતીયમાન એવા બે ભેદો છે.
કારિકા-૩ “તેમાં જે વાચ્ય અર્થ પ્રસિદ્ધ છે. બીજા (ઉદ્દભ, વગેરે) આચાર્યોએ ઉપમા વગેરે ભેદો દ્વારા બહુ પ્રકારે તેની વ્યાખ્યા કરી દીધી છે.”
વૃત્તિ-(બીજા આચાર્યોએ પહેલાં થઈ ગયેલા) કાવ્યનું લક્ષણ કરનારાઓ એ. કારિકા-તેથી અહીં તેનો વિસ્તાર કરાયો નથી. વૃત્તિ-કેવળ જરૂર પ્રમાણે તેનો અનુવાદ માત્ર (અમારા વડે) કરાશે.
કારિકા-૪ ‘‘પણ પ્રતીયમાન અર્થ, મહાકવિઓની વાણીમાં રહેલી, પ્રસિદ્ધ અવયવોથી ભિન્ન, નારીના દેહમાં વિલસતા લાવણ્ય જેવી કાંઈક જુદી જ વસ્તુ છે.”
વૃત્તિ-૪.૧-મહાકવિઓની વાણીમાં વાચ્યાર્થથી ભિન્ન પ્રતીયમાન કાંઈક જુદી જ વસ્તુ છે જે પ્રસિદ્ધ અલંકારો અથવા પ્રતીત થનારા અવયવોથી ભિન્ન, સદ્ધયના હૃદયમાં પ્રસિદ્ધ અંગનાઓના-સ્ત્રીઓના-લાવણ્યની જેમ (અલગ જ) પ્રકાશિત થાય છે. જેમ સુંદરીઓનું સૌન્દર્ય પૃથફ દેખાતાં બધાં અવયવોથી ભિન્ન સદ્દયનાં નેત્રોને માટે અમૃતતુલ્ય કંઈક જુદું જ તત્ત્વ છે, તેવી રીતે તે (પ્રતીયમાન) અર્થ છે.
૪.૨ તે અર્થ વાચ્યના સામર્થ્યથી સૂચવાતાં વસ્તુમાત્રવાળો, અલંકારવાળો, રસાદિવાળો વગેરે અનેક પ્રભેટવાળો (આગળ) (આ ગ્રંથમાં) દર્શાવવામાં આવશે. એ બધા પ્રકારોમાં એ વાચ્યથી ભિન્ન જ છે. - ૪.૩ જેમ કે એમાંનો પહેલો ભેદ વસ્તુધ્વનિ તો વાચ્યથી બિલકુલ ભિન્ન હોય છે. કારણ કોઈવાર વાચ્ય વિધિરૂપ (positive) હોય ત્યારે પ્રતીયમાન નિષેધરૂપ (negative) હોય છે. જેમ કે
મહારાજ! (ધાર્મિક), નિરાંતે ફરો; તે કૂતરાને તો આજે ગોદાવરીને તીરે આવેલી ઝાડીમાં રહેતા ઉદ્ધત સિહ મારી નાખ્યો.”
૪.૪ ક્યાંક વાચ્યાર્થ પ્રતિષેધ રૂપ હોય ત્યારે (પ્રતીયમાન અર્થ) વિધિરૂ૫ હોય છે. જેમ કે
“હે પથિક ! દિવસ દરમ્યાન સારી રીતે જોઈ લે. અહીં (મારાં) સાસુ સૂએ છે અને અહીં હું. રતાંધળા થઈને અમારી શય્યા પર પડતો નહીં.''