________________
તૃતીય ઉદ્યોત : ૩૩
૨૩૯
શબ્દોનો વિષય દ્વિવિધ છે, અનુમેય અને પ્રતિપાદ્ય. તેમાં અનુમેય વિવક્ષારૂપ છે. વિવક્ષા પણ શબ્દના સ્વરૂપના પ્રકાશનની ઇચ્છા અને શબ્દથી અર્થપ્રકાશનની ઇચ્છારૂપ બે પ્રકારની હોય છે. તેમાંની પ્રથમ શબ્દવ્યાપારનું અંગ હોતી નથી. તેનું ફલ ચોક્કસ પ્રાણિત્વમાત્રની પ્રતિપત્તિ જ હોય છે. (‘“અર્થહીન વ્યક્ત યા અવ્યક્ત ધ્વનિ કોઈ પ્રાણી કરી શકે છે અચેતન નહીં. એથી શબ્દના સ્વરૂપમાત્ર પ્રકાશનથી પ્રાણીનું જ્ઞાન તો અવશ્ય થઈ શકે છે પણ તેનાથી કોઈ પ્રકારના અર્થનું જ્ઞાન ન થઈ શકવાથી તે શાબ્દબોધ યા શાબ્દ વ્યવહારમાં નિરુપયોગી છે.’’– આચાર્ય વિશ્વેશ્વર પૃ. ૨૭૯)
અને બીજી યદ્યપિ શબ્દવિશેષનો નિર્ણય કરવામાં કારણભૂત બની અટકી જાય છે પણ એ વ્યવહિત હોવા છતાં શબ્દ જેવું સાધન છે એવા વ્યવહારનું કારણ બને છે. એ બંને જ શબ્દોનો વિષય અનુમેય છે. (‘‘વિશેષ પ્રકારનો શબ્દ સાંભળીને શબ્દસ્વરૂપપ્રકાશનની ઇચ્છા અથવા શબ્દ દ્વારા અર્થ પ્રકાશનની ઇચ્છાનું અનુમાન થાય છે, એથી એ બંને ઇચ્છાઓ શબ્દોનો અનુમેય વિષય છે-’’ આ. વિશ્વેશ્વર પૃ. ૨૭૯)
પ્રતિપાઘ તો પ્રયોક્તાની અર્થપ્રતિપાદનની ઇચ્છાથી વિષયીકૃત અર્થ છે. અને તે બે પ્રકારનો છે વાચ્ય અને વ્યંગ્ય. પ્રયોક્તા (વાપરનાર) ક્યારેક પોતાના (વાચક) શબ્દથી અર્થને પ્રકાશિત કરવા ઇચ્છે છે ક્યારેક પ્રયોજનની અપેક્ષાથી પોતાના શબ્દને અનભિધેય રૂપથી. આ બેય જાતનો શબ્દોનો પ્રતિપાદ્ય વિષય, લિંગી રૂપથી (અનુમેય રૂપથી) સ્વરૂપતઃ નથી પ્રકાશતો, પણ બીજા કોઈ કૃત્રિમ કે અકૃત્રિમ સંબંધથી (પ્રકાશે છે). શબ્દોથી લિંગિતા વડે તે અર્થનું વિવક્ષાવિષયત્વ દેખાય છે, સ્વરૂપ નહીં. ( અર્થાત્ વકતાના શબ્દો સાંભળીને લિંગરૂપ એ શબ્દોથી તે અર્થનું વિવક્ષાવિષયત્વ-વકતા જે કહેવા ઇચ્છે છે એ વસ્તુ- તો અનુમેયરૂપમાં પ્રતીત થઈ શકે છે પણ અર્થનું સ્વરૂપ અનુમેય રૂપથી પ્રતીત થતું નથી.)
જો તે (અર્થ)ના વિષયમાં લિંગીરૂપથી શબ્દનો વ્યાપાર હોય (એટલે કે શબ્દોથી અનુમાન દ્વારા અર્થની સિદ્ધિ હોય) તો ધૂમ આદિ લિંગોથી અનુમાન કરાયેલ બીજા (વહિન વગેરે) અનુમેયોની જેમ રાબ્દના અર્થના વિષયમાં ‘‘સમ્યક્ છે કે મિથ્યા છે’ એવો વિવાદ પ્રવર્તે નહીં.
(અહીં એવી શંકા થઈ શકે કે ‘‘વ્યંગ્ય અર્થનો શબ્દ સાથે કોઈ સાક્ષાત્ સંબંધ નથી તેથી શબ્દથી તેની પ્રતીતિ થઈ શકતી નથી' એવી શંકા મનમાં રાખીને આગળનું વાક્ય છે.)
વ્યંગ્ય અર્થ, વાચ્યના સામર્થ્યથી (થતાં) સૂચનથી, વાચ્યની જેમ, શબ્દોનો સંબંધી બને છે જ. સાક્ષાત્ કે અસાક્ષાત્ ભાવ જ માત્ર સંબંધનો પ્રયોજક છે એમ નથી. વ્યંજકત્વ, વાચ્યવાચકભાવને આશ્રયે છે એમ પહેલાં દર્શાવ્યું છે. માટે વકતાના