________________
દ્વિતીય ઉધોતઃ ૫, ૬
૧૦૫ (એથી વિપરીત બીજાનો મત) જો ચેતનના વાક્યાર્થી ભાવમાં (ચેતનને મુખ્ય વાક્યર્થ માનવામાં) ‘રસવત્ અલંકારનો વિષય હોય છે એમ કોઈ કહે તો ‘ઉપમા વગેરે અલંકારોનો વિષય બહુ વિરલ રહી જશે (અર્થાત્ ઉપમાદિ અલંકારોનું ક્ષેત્ર જ સંકુચિત થઈ જશે) અથવા તેનો કોઈ વિષય જ ન રહે. કેમકે જ્યાં અચેતન વસ્તુનું વૃત્તાન્ત મુખ્ય વાક્યર્થ છે ત્યાં (વિભાવ વગેરેની પ્રક્રિયાથી) ચેતન વસ્તુ વૃત્તાન્તની યોજના કોઈ પ્રકારે હોવી જોઈએ. અગર જો તે (ચેતન વૃત્તાન્તની યોજના) હોવા છતાં પણ જ્યાં અચેતનોનો વાક્યાર્થીભાવ છે, ત્યાં ‘રસવ’ અલંકાર હોઈ શક્તો નથી.’ એમ કહેવામાં આવે તો બહુ મોટો, રસના ભંડાર રૂપ કાવ્ય ભાગ નીરસ છે એમ કહેવાનો વારો આવશે. જેમકે
તરંગોરૂપી ભમ્મરો નચાવતી ક્ષુબ્ધ થયેલાં પક્ષીઓરૂપી કટિમેખલાવાળી, ક્રોધાવેશને લીધે સરી પડેલા વસ્ત્ર જેવા ફીણને ખેંચી જતી આ, મારા અપરાધને વારંવાર મનથી વિચારતી હોય એમ કુટિલ ગતિએ જતી હોઈ, અસહિષ્ણુ ઉર્વશી ચોક્કસ નદીના રૂપમાં ફેરવાઈ ગઈ છે, એમ લાગે છે.'' અથવા જેમ,
‘કોમળ અંગોવાળી વરસાદના પાણીથી ભીંજાયેલા પલ્લવોને લીધે જાણે આંસુઓથી ધોવાયેલા અધરોષ્ઠવાળી, પોતાની (ખીલવાની) ઋતુના અભાવે પુષ્પો ઊગવાનું અટકી જતાં જાણે અલંકારો વિનાની, ભમરાઓના ગુંજન વિના જાણે દુઃખને લીધે ચૂપ થઈ ગયેલી પેલી ગુસ્સાવાળી (ઉર્વશી) પગે પડેલા મને અવગણીને પશ્ચાત્તાપવાળી બની હોય એમ મને લાગે છે.” અથવા જેમ, - “હે ભદ્ર ! ગોપવધૂઓના વિકાસ સખા, રાધાની એકાંત ક્રીડાઓના સાક્ષી, એવા યમુના તટનાં લતાકુંજ કુશળ તો છે ને? હવે તો કામશચ્યા રચવા માટે કોમળ કુંપળો તોડવાની જરૂર ન રહેતાં તેમની શ્યામલ કાંતિ ઝાંખી પડી ગઈ હશે અને તેઓ જરઠ થઈ ગયાં હશે.”
ઇત્યાદિ (ઉદાહરણો)ના વિષયમાં અચેતન (મશઃ પહેલા શ્લોકમાં નદી, બીજામાં લતા અને ત્રીજામાં લતાકુંજ) વસ્તુઓનો વાકયાર્થીભાવ (પ્રધાનતા) હોવા છતાં પણ ચેતન વસ્તુના વૃત્તાન્તની યોજના છે જ. અને જ્યાં ચેતનવસ્તુવૃત્તાન્તની યોજના હોય છે ત્યાં રસાદિ અલંકાર હોય છે. આમ હોવાથી ઉપમા વગેરે અલંકાર નિર્વિષય થઈ જશે (એટલે કે તેનું ક્ષેત્ર બિલકુલ લોપ પામશે) અથવા તેનાં ઉદાહરણ ઓછાં મળશે. કેમકે એવું કોઈ અચેતન વસ્તુનું વૃત્તાન્ત નથી જેમાં ઓછામાં ઓછું વિભાવરૂપે પણ ચેતનવસ્તુના વૃત્તાંતની યોજના ન થઈ હોય. તેથી રસાદિ જ્યારે અંગરૂપ-અપ્રધાન હોય ત્યારે તે અલંકાર ગણાય. (રસવતું વગેરે અલંકાર ગણાય છે.) પણ જે અંગી રસ કે ભાવ છે, તે બધી રીતે અલંકાર્ય અને ધ્વનિને આત્મા છે.
કારિકા ૬ અને વૃત્તિ વળી, “જે તે અંગીરૂપ (પ્રધાનભૂત) અર્થને આશ્રયે રહે છે, તે ગુણો કહેવાય છે અને કટાક (ક) વગેરેની જેમ અંગો પર આશ્રિત રહેનારાઓને “અલંકાર માનવા જોઈએ.”