________________
અભ્યાસ નોધ (ઉ. ૧/૪)
૩૦૯
હાલ કવિના પ્રાકૃત કાવ્યગ્રંથ ‘TIહાસતસ’(સંસ્કૃત છાયા- ચાસપ્તશતી) માંથી આ ગાથા ( ૨/૭૫) લીધી છે. ‘‘કોઈ સ્ત્રીએ પોતાના પ્રેમીને ગોદાવરીના તટે આવેલી કુંજમાં મળવાનો સંકેત કર્યો છે, પણ ત્યાં જાય છે તો તે કુંજમાં કોઈ સાધુને ફરતો જુએ છે. આ સાધુ પોતાના મિલનમાં આડખીલીરૂપ થશે એમ માની તેને ખિવરાવીને કાઢી મૂકવાને માટે તે સ્ત્રી આ ગાથા બોલે છે.
(શ્રી ડોલરરાય માંકડ–પૃ. ૨૧૫)
એમ લાગે છે કે એ રસિક નાયિકાનું, પોતાના પ્રેમી નાયકને મળવાનું રોજનું એ સંકેતસ્થાન હશે અને પેલા ધાર્મિક- મહારાજ-રોજ ત્યાંથી પસાર થતા હશે અને પ્રેમી યુગલને ખલેલ પહોંચાડતા હશે. નાયિકાએ એ પણ જોયું હશે કે બાપજી, કૂતરાથી ગભરાય છે. રોજની ખટખટ દૂર કરવા નાયિકા આ ગાયા બોલે છે એવો સંદર્ભ માનવો (ઉપર શ્રી માંકડ સાહેબે કહ્યો છે તે કરતાં) વધુ યોગ્ય લાગે છે.
અહીં વાચ્યાર્થ વિધિરૂપ છે. ધાર્મિને ‘નિરાંતે કરો' એમ કહ્યું છે, પણ વ્યંગ્યાર્થ, ‘આ બાજુ શો નહિ, હવે તો અહીં સિંહુ આવે છે,’ તે નિષેધરૂપપ્રતિષધરૂપ છે.
શ્રમ ધાર્મિષ્ઠ... ઈ. શ્લોક પછી અભિનવગુપ્તે લોચનમાં વિસ્તૃત ચર્ચા કરી છે અને ધ્વનિ વિરોધી અન્ય મતોની ચર્ચા કરી વ્યંજનાવૃત્તિની સ્થાપના કરી છે. ‘લોચન’નો પણ અનુવાદ આપી સમજાવનારા આધુનિક વિદ્વાનોએ લોચનકારના મુદ્દાઓની સારી એવી છણાવટ કરી છે. ડૉ. રામસાગર ત્રિપાઠીએ ‘તારાવતી’ નામની હિન્દીમાં લખેલી ટીકામાં
(૭) અભિહિતાન્વયવાદ અને તેમાં વ્યંજનાની આવશ્યક્તા.
(ખ) અન્વિતાભિધાનવાદ અને વ્યંજનાવૃત્તિ.
(ગ) અભિધા અને વ્યંજનાનો ભેદ.
(ઘ) લક્ષણા અને વ્યંજનાનો ભેદ.
(હું) ધનિકની તાત્પર્યવૃત્તિ અને વ્યંજના.
(ચ) મહિમભટ્ટનો અનુમિતિવાદ અને વ્યંજના
(છ) વેદાન્તીઓ અને વૈયાકરણોનો અખંડતાવાદ અને વ્યંજના. (ઝ) અન્ય પ્રમાણો અને વ્યંજના.
–આ પ્રમાણેના પેટામુદ્દાઓ રજુ કરીને (પૃ-૭૭થી ૧૧૮ દરમ્યાન) વ્યંજનાવૃત્તિની, તથા એ વ્યાપારથી પ્રાપ્ત થતા પ્રતીયમાન અર્થ-વ્યંગ્યાર્થને પ્રસ્થાપિત કરેલ છે.
૪.૪ ૠસૂત્ર... ઈ. અહીં વાચ્યાર્થ નિષેધરૂપ છે પણ વ્યંગ્યાર્થ વિધિરૂપહકારાત્મક છે. અભિનવગુપ્ત કહે છે અહીં વિધિનો અર્થ ‘પ્રવર્તના’ નહીં પણ