________________
દ્વિતીય ઉદ્યોત : ૨૧
૧૨૫
વિષ્ણુપરક અર્થ- ‘અજન્મા જે ભગવાને શકટાસુરને માર્યો; જે બલિબળવાન રાક્ષસોને જીતનારા છે. જેમણે પ્રાચીન સમયમાં શરીરને સ્ત્રીરૂપમાં બનાવી દીધું હતું અને જે ઉદ્ધત સર્પને મારનારા તથા શબ્દમાં લીન થનારા છે. જે ગોવર્ધન તથા પાતાલગત ભૂમિને ધારણ કરનારા, ચક્રને વલયના રૂપમાં ધારણ કરનારા છે, જેનું નામ દેવતાઓ, ચંદ્રમાનું દમન કરનારા રાહુના શિરને નષ્ટ કરનાર (તરીકે) બતાવે છે. તે યાદવોનો આવાસ બનાવનાર, બધું આપનાર ભગવાન લક્ષ્મીનાથ તમારી રક્ષા કરે.’’
શિવ પરક બીજો અર્થ : કામદેવને જિતનાર જે ભગવાન શંકરે બલિરાજાને જીતનારા વિષ્ણુના શરીરને પુરાણા સમયમાં અશ્ર્વરૂપ (બાણરૂપ) બનાવી દીધું હતું. ઉદ્ધત ભુજંગ જ જેના હાર અને વલય છે, જેમણે ગંગાને ધારણ કરી, જેમનું શિર, ચંદ્રમાથી યુક્ત કહે છે, દેવતાઓ જેનું ‘હર’ આ સ્તુત્ય નામ બતાવે છે; તે અંધનો નાશ કરનારા ઉમાકાન્ત ભગવાન શંકર તમારી રક્ષા કરે.’’ (પૂર્વ પક્ષ) પણ બીજા અલંકારની છાયા હોય તો પણ તે ‘શ્લેષ’ કહેવાય છે એમ ભટ્ટ ઉદ્ભટે બતાવ્યું છે. (અર્થાત્ વસ્તુદ્રયની પ્રતીતિમાં જ નહીં પણ બીજા અલંકારની પ્રતીતિ થતી હોય ત્યાં ‘શ્લેષ’ કહેવાય છે એમ ઉદ્ભટ આચાર્ય માને છે.)
(ઉત્તર પક્ષ) આ આશંકાને કારણે (કારિકામાં) ‘આક્ષિપ્ત’ (પદ) મૂક્યું તેનો આ અર્થ થયો કે જ્યાં શબ્દશક્તિથી સાક્ષાત્ વાચ્યરૂપમાં બીજા અલંકારની પ્રતીતિ થાય છે, તે બધો શ્લેષનો વિષય છે અને જ્યાં શાક્તિના સામર્થ્યથી આક્ષિસ વાચ્યાર્થથી ભિન્ન, વ્યંગ્યરૂપથી જ બીજા અલંકારની પ્રતીતિ થાય છે, તે ધ્વનિનો વિષય છે.
શબ્દશક્તિથી સાક્ષાત્ (વાચ્યરૂપથી પણ) બીજા અલંકારની છાયા (પ્રતિમા) – પ્રતીતિ- હોય છે. (તેનું ઉદાહરણ) જેમકે
‘‘હાર વિના પણ સ્વભાવથી ‘હારી’ (૧) હાર ધારણ કરનારા, (૨) મનોહર તેના બન્ને સ્તન કોના હૃદયમાં વિસ્મય ઉત્પન્ન કરતા નહોતા ?’’
અહીં શૃંગારનો ‘વિસ્મય’ નામે વ્યભિચારિભાવ અને સાક્ષાત્ ‘વિરોધ’ અલંકાર ભાસે છે. માટે વિરોધની છાયાવાળો આ ‘શ્લેષનો વિષય છે. નહીં કે અનુરણનવ્યંગ્ય નામે ધ્વનિનો. પરંતુ શ્લોકમાં ‘શ્લેષ’તથા ‘વિરોધ’નો અંગાંગિભાવ હોવાથી) વાચ્યશ્લેષ અથવા વિરોધ (અલંકાર)થી અભિવ્યક્ત ‘અસંલક્ષ્યમધ્વનિ’નો (તો આ શ્લોક) વિષય છે જ.
જેમકે મારો જ (શ્લોક) – ( વાચ્ય ‘શ્લેષ’નું દૃષ્ટાંત) ‘‘સુદર્શન-કર, ચરણાવિંદના ત્રિભુવનાક્રમણ-ક્રીડનમાં લોકોને આક્રાન્ત કરનાર, ચંદ્રાત્મક નેત્ર ધારણ કરનાર ભગવાન કૃષ્ણે, સમસ્ત શ્લાઘનીય શરીરવાળી, બધાં અંગોની લીલાથી ત્રણે લોકોને જીતનારી, ચંદ્ર સમાન સંપૂર્ણ મુખને ધારણ કરનારી જે રૂક્ષ્મણીને ઉચિત રીતે જ પોતાના શરીરથી અધિક સમજ્યાં, તે રૂક્ષ્મણી આપની રક્ષા કરે.’’