________________
૩૩૪
- વન્યાલોક મતિ મતાનિ મતાનિ' કમળો, કમળો થાય છે. એમ કહેવાથી મુખ્યાર્થ બાધિત થાય છે. કહેવા એ માંગે છે કે કમળો કમળના ખરા ગુણવાળાં થાય છે. એટલે બીજા ‘કમલ’ શબ્દનો અર્થ ‘કમળના ખરા ગુણવાળાં કમળો એમ થાય છે. અહીં બીજા કમળ શબ્દનો વાચ્યાર્થ “અમુક જાતનું પુષ્પ એ વિવક્ષિત નથી. પણ સૌદર્ય, સૌરભ, પૂર્ણ વિકાસ વગેરે અનેક ગુણથી યુક્ત કમળ નામે પુષ્પ એમ વિવક્ષિત છે. આથી આ અર્થાન્તરસંક્રમિતવાચ્ય ધ્વનિનું (બીજું) ઉદાહરણ છે.
૧.૩ (i) આદિ કવિ વાલ્મીકિના રામાયણમાં, પંચવટીમાં હેમંત વર્ણન પ્રસંગે આ શ્લોક શ્રીરામ, લક્ષ્મણને કહે છે. આ શ્લોકમાં “અલ્પ’ શબ્દનો વાચ્યાર્થ બંધ બેસતો નથી, સમજાતો નથી. અરીસો કંઈ આંધળો હોઈ શકે નહીં. તેથી એ અર્થને સાવ છોડી દેવો પડે છે. તેના પરથી સૂચવાતો બીજો અર્થ ‘ઝાંખો’ ‘મલિન’ સ્વીકારવો પડે છે. આમ મુખ્યાર્થીને તદ્દન છોડી દેવો પડે છે, માટે એ અત્યંત તિરસ્કૃતવાચ્ય ધ્વનિ’નું ઉદાહરણ છે.
(i) મઘના ઉપયોગથી થતો નશો ‘મત્ત’ શબ્દનો મુખ્યાર્થ છે. સૌદર્ય વગેરેને કારણે ઉત્પન્ન ‘દર્પ', અહંકાર શબ્દનો મુખ્યાર્થ છે. આ બંને ધર્મ ચેતનમાં જ રહી શકે છે. આ શ્લોકમાં મેઘને “મત્ત’ અને ચંદ્રની ‘નિરહંકાર કહેલ છે. મુખ્યાર્થ બાધિત થાય છે. લક્ષણાથી સાદશ્યને બળે અનુક્રમે અનુચિત કરનાર દુર્નિવારત્વ, વગેરે અને મલિન, શોભાહીન, વિચ્છાયત્વ વગેરે ધર્મોને વ્યક્ત કરે છે. એમાં મુખ્યર્થનો ત્યાગ કરવો પડતો હોવાથી આ “અત્યંતતિરસ્કૃતવાચ્ય’ ધ્વનિનું ઉદાહરણ છે.
કારિકા-૨ અને વૃત્તિ ઃ વિવક્ષિતા પરવાચ્ય (=અભિધામૂલ) ધ્વનિના પહેલાં, બે પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. (૧) અસંલક્ષ્યક્રમ અને (૨) સંલક્ષ્યક્રમ.
રસ, ભાવ, રસાભાસ, ભાવાભાસ, ભાવશાન્તિ, ભાવોદય, ભાવસંધિ, ભાવશબળતારૂપ આસ્વાદપ્રધાન ધ્વનિને અસંલક્ષ્યક્રમ વ્યંગ્યધ્વનિ કહે છે. બીજો સંલક્ષ્યક્રમ વ્યંગ્ય નામનો ભેદ છે. આ બંનેના અનેક પ્રકારો છે.
મુખ્ય રૂપે પ્રગટ થતો વ્યંગ્યાર્થ જ ધ્વનિનો આત્મા છે. વ્યંગ્યાર્થ મુખ્ય હોય તેને જ ધ્વનિ કાવ્ય માનવામાં આવે છે. રસાદિ વ્યંગ્યાર્થી જ્યાં અપ્રધાન હોય એવી સ્થિતિમાં રસવતું વગેરે અલંકારો છે એમ કહેવાય છે.
ધ્વનિની નિષ્પત્તિ થવાના વ્યાપારનો કમ જ્યાં, એવો તો સૂક્ષ્મ હોય કે તેમની ખબર જ ન પડે, ત્યાં અસંલક્ષ્યક્રમ-વ્યંગ્ય’ કહેવાય છે તેનું બીજું નામ “અલક્ષ્યદ્યોતનમ’ પણ આપવામાં આવ્યું છે. “ત્પતરાતપત્રવ્યમેવત્ તાવાતુ ન સંસ્થા જેમ કમળની સેંકડો પાંખડીઓમાં એકવાર સોય પરોવવામાં આવે છતાં
મની પ્રતીતિ નથી થતી તેવી રીતે આ પ્રકારના ધ્વનિમાં કમ દેખાતો નથી. આમાં રસાદિની અભિવ્યક્તિનો આખો વ્યાપાર અસંપ્રદાત રહે છે.