________________
પ્રથમ ઉદ્યોતઃ ૧૫, ૧૬, ૧૭, ૧૮, ૧૯
૯૫ કારિકા-૧૫ અને વૃતિ –‘બીજી ઉક્તિથી જે ચારુત્વ પ્રકાશિત કરી શકાતું નથી તેને પ્રકાશિત કરનારો વ્યંજક્તાને (વ્યંજના વ્યાપારને) ધારણ કરનારો શબ્દ જ
ધ્વનિ' આ ઉક્તિનો (નામનો) વિષય થાય છે.” અને અહીં ઉદ્ભૂત ઉદાહરણોમાં કોઈ શબ્દ બીજી ઉક્તિથી અશક્ય ચારુત્વને પ્રકાશિત કરવામાં હેતુ નથી. (તેથી ધ્વનિનો વિષય નથી).
કારિકા-૧૬ અને વૃત્તિ ... અને વળી, “જે લાવણ્ય વગેરે શબ્દો પોતાના વિષય (લવણથી યુક્ત હોવું તે)થી ભિન્ન (સૌદર્ય વગેરે) અર્થમાં રૂઢ થયેલા છે. તે પ્રયોજાય ત્યારે ધ્વનિપદને પામતા નથી.”
તે (લાવણ્ય વગેરે શબ્દો)માં ઉપચરિત ગૌણી શબ્દવૃત્તિ તો છે. (પણ ધ્વનિ હોતો નથી). આ પ્રકારના વિષયમાં જો ક્યાંક ધ્વનિવ્યવહાર સંભવિત પણ હોય તો તે તે પ્રકારના (લાવણ્ય જેવા) શબ્દ દ્વારા નહીં પણ પ્રકારાન્તરથી-જુદા કારણે-હોય છે.
કારિકા-૧૭ અને વૃત્તિ - અને વળી, “જે ફળને ઉદ્દેશીને, મુખ્ય વૃત્તિ છોડીને ગુણવૃત્તિ દ્વારા અર્થનું જ્ઞાન કરાવવામાં આવે છે (તે ફળ જણાવવામાં) શબ્દ અલદ્ગતિ (બાધિતાર્થ, અસમર્થ) નથી.''
તે ચારુત્વ-અતિશય-વિશિષ્ટ અર્થના પ્રકાશનરૂપ પ્રયોજનના સંપાદનમાં જો શબ્દ ગૌણ (બાધિતાર્થ) હોય ત્યારે તો તે શબ્દનો પ્રયોગ દોષયુક્ત થાય. પણ એવું નથી.
કારિકા-૧૮ અને વૃત્તિ –
વાચક– (અભિધા)ના આશ્રયથી જ ગુણવૃત્તિ (લક્ષણા) રહેલી છે. તો પછી વ્યંજકત્વ (વ્યંજનાવ્યાપાર) જેનું એકમાત્ર મૂળ છે, તે ધ્વનિનું તે લક્ષણ કેવી રીતે થઈ શકે છે ?'
તેથી ધ્વનિ અલગ છે અને ગુણવૃત્તિ (લક્ષણા) અલગ છે. વળી આ લક્ષણમાં (વ્યાખ્યામાં) અવ્યાપ્તિ દોષ પણ છે. વિવક્ષિતા પરવાચ્ય (અભિધામૂલક) ધ્વનિ અને ધ્વનિના અન્ય અનેક પ્રકારોમાં ભક્તિ યા લક્ષણા વ્યાપ્ત નથી રહેતી. તેથી ભક્તિ ધ્વનિનું લક્ષણ નથી. કારિકા-૧૯ (પ્રથમ પંક્તિ) અને વૃત્તિ –
તે (ભક્તિ) ધ્વનિના કોઈ ભેદનું ઉપલક્ષણ હોઈ શકે.”
આ ભક્તિ વક્ષ્યમાણ (હવે પછી જે બતાવવામાં આવનાર છે એવા) ભેદઉપભેદોમાંથી કોઈ એક ભેદનું એ ઉપલક્ષણ બની શકે. અને જો (દુર્જનનુષ્ટિન્યાયથી એ માની લેવામાં આવે છે) “ગુણવૃત્તિથી જ ધ્વનિ લક્ષિત થાય છે. (આ પ્રકારે આમ પણ કહી શકાય કે, અભિધાવ્યાપારથી જ સમગ્ર અલંકારવર્ગ લક્ષિત થઈ શકે છે. આવી સ્થિતિમાં અલગ અલગ અલંકારોનું લક્ષણ બાંધવું વ્યર્થ થશે. અને વળી.