________________
અભ્યાસ નોધ (ઉ.૩/૨૧,૨૨,૨૩,૨૪)
કારિકા-૨૧, ૨૨, ૨૩ અને વૃત્તિઃ (i) એક પ્રબંધમાં રસોનું નિરૂપણ હોય ત્યારે કવિએ કોઈ પણ એક રસને પ્રધાનરસ તરીકે (અંગી) નિરૂપવો જોઈએ. બાકીના અંગ તરીકે-ગૌણ તરીકે બહેલાવવા જોઈએ.
પ્રશ્ન એ છે કે ગૌણ રસ જો પરિપોષ પ્રાપ્ત હોય તો તે અંગ નહીં થઈ શકે, પ્રધાન જ રહેશે. અને જો પરિપોષ પ્રાપ્ત ન હોય તો તે રસ નહીં કહેવાય. એવી દશામાં રસત્ય અને અંગત્ય એ બંને વાતો વિરુદ્ધ છે. આ પ્રશ્નનું સમાધાન આ કારિકા અને વૃત્તિમાં કર્યું છે.
જે રસ અંગી હોય તે તો આખા પ્રબંધમાં વ્યાપક હોય. કોઈ ભાગમાં ન દેખાય પણ પાછો તેનો આવિર્ભાવ થાય જ. છેવટ સુધી તેનું નિબંધન થતું રહે. તેથી એ વ્યાપક બને. બીજા અંગભૂત રસો એવી રીતે વ્યાપક ન હોય. તેનું નિબંધન તો પ્રબંધમાં અમુક પ્રસંગ પૂરતું જ હોય. આથી એમનો વિરોધ ટળી જાય છે.
ii) તથાલિયર્સ પ્રશરીરી. ઈ. જેવી રીતે કથાવસ્તુમાં તેવી રીતે રસમાં પણ અંગ-અંગીની દૃષ્ટિએ વિરોધ આવતો નથી. પ્રબંધમાં એક વસ્તુ આધિકારિક હોય અને એને ઉપકારક બીજું પ્રાસંગિક હોય છતાં એમની વચ્ચે વિરોધ આવતો નથી. તેવું જ રસોની બાબતમાં બને છે. આધિકારિક વૃત્તમાં નિરૂપાયેલા મુખ્ય કાર્યનો જે રસ તે અંગિરસ-મુખ્યરસ અને પ્રાસંગિક વૃત્તના ગૌણ કાર્યનો રસ તે ગૌણરસ-અંગ-ગણાય છે. તેથી તેમની વચ્ચે અંગાંગિભાવ સમજી શકાય છે.
કારિકા-૨૪ અને વૃત્તિ: (i) પર્વતો રિતિ.. ઈ. આમાં “પ્રિયા રડે છે એ રતિનો ઉત્કર્ષ સુચવે છે અને ‘રણભેરી’ અને ‘યોદ્ધો’ શબ્દોથી વીરના સ્થાયિભાવ ઉત્સાહનો ઉત્કર્ષ સૂચવાય છે. દોલાયમાન થઈ રહ્યું છે સૂચવે છે કે બંને સમાન છે. તેથી વિરોધ દૂર થાય છે. - (i) ઋિત્વા... ઈ. આ શ્લોકમાં “સંધ્યા પ્રત્યેની ઈર્ષ્યાને લીધે’ શબ્દોથી ઇર્ષ્યા વિપ્રલંભ શૃંગાર અને સંધ્યોપાસના વખતની શિવની ચેષ્ટાઓના અનુકરણથી હાસ્ય અભિવ્યક્ત થાય છે. તે રતિભાવને પોષે છે. શિવ પ્રત્યેનો પ્રેમ તેમનો ઉપહાસ કરવા પ્રેરતો હોવાથી રતિ હાસ્યમાં પરિણમે. બન્ને સરખા બળવાળા હોવાથી નિરૂપણમાં દોષ નથી. | (i) | બાધકનું પોષણ ન કરવું તેને પરિપોષ-પરિહાર કહ્યો છે. આનંદવર્ધન અને અભિનવગુપ્તના નિરૂપણને આધારે ડોલરરાય માંકડ જણાવે છે કે આ પરિપોષ પરિહાર ત્રણ રીતે થાય છે. (પૃ. ૨૯૨) (૧) જે રસ અંગી હોય તેનાથી અવિરુદ્ધ એવો બીજો રસ હોય તો પણ તેને વધુ ખીલવવો નહીં. જોકે આવા અવિરોધી રસોની સરખી ખિલવણી હોય ત્યાં સુધી એ વિરોધ ન આવે.
(૨) અંગિરસથી જે રસ, વિરોધી હોય તેના વ્યભિચારીનું અતિઘણું વર્ણન ન