________________
તૃતીય ઉદ્યોતઃ ૩૬, ૩૨૭
૨૪૫
‘(એમની) દીકરી લક્ષ્મી, જમાઈ વિષ્ણુ, ગૃહિણી ગંગા, અમૃત અને ચંદ્ર એના પુત્રો છે. અહો મહોદધિનું (ઉત્તમ) કુટુંબ છે !’’ કારિકા-૩૭ અને વૃત્તિ
“આ વાચ્ય અલંકારોનો વર્ગ વ્યંગ્ય અંશ ભળવાથી કાવ્યોમાં ઘણે ભાગે અતિશય શોભા ધારણ કરતો દીસે છે.’’
આ વાચ્ય અલંકારવર્ગ વ્યંગ્યાંશવાળાં વસ્તુને અને અલંકારને યથાયોગ્ય રીતે અનુસરતો હોવાથી છાયાતિશયને (અતિશય શોભાને) ધારણ કરતો હોઈ, લક્ષણકારોથી એકદેશીય રીતે જે દર્શાવાયો છે તેવો તે પણ, બરાબર તપાસ કરીએ (પરીક્ષા કરીએ) તો લગભગ બધા જ અલંકાર એ રૂપમાં (વ્યંગ્યના સંસ્પર્શથી અતિશય શોભાને પ્રાપ્ત થયેલાં) કાવ્યોમાં જોઈ શકાય છે.
જેમકે દીપક, સમાસોક્તિ વગેરેની જેમ બીજા પણ અલંકારો, ઘણું કરીને, વ્યંગ્ય અલંકારના બીજા વસ્તુને સ્પર્શતા દેખાય છે. કેમ કે પ્રથમ તો બધા અલંકાર અતિશયોક્તિ ગર્ભ હોઈ શકે છે. મહાકવિથી રચાયેલ તે કોઈ અનોખી કાવ્ય શોભાને પુષ્ટ કરે છે. તો પછી પોતાના વિષયના ઔચિત્યથી રચાતી અતિશયયોગિતા (અતિશયોક્તિનો સંબંધ) કાવ્યમાં ઉત્કર્ષ કેમ ન લાવે ? (ચોક્કસ લાવે). ભામહે પણ ‘અતિશયોક્તિ’ના લક્ષણમાં જે કહ્યું છે કે
‘‘આ બધી જ (અતિશયોક્તિ) ‘વક્રોક્તિ’ છે. એનાથી અર્થનું વિભાવન થાય છે. તેમાં કવિએ યત્ન કરવો જોઈએ. તેના વિના અલંકાર ક્યો ?’’ એમ.
તેમાં કવિની પ્રતિભા જે અલંકાર પર અધિષ્ઠિત થાય છે તેમાં અતિશય ચારુત્વનો યોગ થઈ જાય છે, અને બીજાની તો અલંકારમાત્રતા જ (બને). એમ બધા અલંકારોનું રૂપ ધારણ કરી શકવાની ક્ષમતાને કારણે અભેદોપચારથી તે સર્વાલંકારરૂપ છે એમ આ અર્થ સમજવો જોઈએ.
તેનું (અતિશયોક્તિનું) બીજા અલંકાર સાથેનું મિશ્રણ કોઈવાર વાચ્યરૂપે થાય છે, તો કોઈવાર વ્યંગ્યરૂપે થાય છે. વ્યંગ્યત્વ પણ કોઈવાર પ્રધાનરૂપથી અને કોઈવાર ગૌણરૂપથી (થાય છે.) તેમાં પહેલા પક્ષમાં વાચ્યાલંકારનો માર્ગ છે. બીજા (વ્યંગ્ય જેમાં પ્રધાન હોય તે) પક્ષમાં ધ્વનિમાં અંતર્ભાવ થાય છે, અને ત્રીજા (વ્યંગ્ય જેમાં પ્રધાન નથી તેવા) પક્ષમાં ‘ગુણીભૂત વ્યંગ્યત્વ’ છે.
આ પ્રકાર બીજા અલંકારોનો પણ છે. પરંતુ તેનો (પ્રકાર) બધા વિષયવાળો નથી, પરંતુ ‘અતિશયોક્તિ'નો (પ્રકાર) બધા અલંકારોના વિષયવાળો પણ સંભવિત હોય છે એ રીતે આ વિશેષ છે. જે અલંકારોમાં સાદશ્યદ્વારા તત્ત્વ (અલંકારત્વ) સમજાય જેમ કે ‘રૂપક’, ‘ઉપમા’, ‘તુલ્યયોગિતા’, ‘નિદર્શના’, આદિ, તેમાં ગમ્યમાન ધર્મના પ્રકારથી જ જે સાદશ્ય છે તે જ અતિશય શોભાવાળું થાય છે માટે તે બધા અતિશય ચારુત્વ યુક્ત હોઈ ‘ગુણીભૂતવ્યંગ્ય’ના વિષયો છે.
જ
જ